________________
ઉત્તમ તપ)
તો નહી કર્યુ એની વાત થઈ, પણ કર્યુ શું ? કાંઈ નહીં. જયારે અઘ્યયન મનન–ચિન્તન, પઠન–પાઠન કરવાવાળાએ આ બધુ કર્યુ છે – ભલે બાહ્ય જ; પરંતુ આ સઘળાં સ્વાધ્યાયના જ રૂપ છે અને સ્વાધ્યાય પણ એક તપ છે. પરંતુ એને આ ભોળું જગત તપસ્વી માનવાને તૈયાર નથી, કેમકે એણે આ કાંઈ કર્યા જેવુ જ લાગતું નથી.
22
ઉપવાસ તો કોઈ–કોઈ વાર કરવામાં આવે છે, પરંતુ સ્વાધ્યાય અને ધ્યાન પ્રતિદિન કરવામાં આવે છે. સ્વાધ્યાય અને ધ્યાન અંતરંગ તપ છે અને તપોમાં સર્વશ્રેષ્ઠ છે, તેમ છતાં આ જગત સ્વાધ્યાય અને ધ્યાન કરનારાઓની તુલનામાં ઉપવાસાદિ કાય-કલેશ કરનારાઓને જ મહત્વ આપે છે
આ દુનિયા આવો ભેદ મુનિરાજોમાં પણ પાડે છે. દિન-રાત આત્મચિન્તનમાં મગ્ન જ્ઞાની-ધ્યાની મુનિરાજોની અપેક્ષાએ જગત–પ્રપંચોમાં વ્યસ્ત પરંતુ દશ-દશ દિવસ સુધી ઉપવાસના નામે લાંઘણ કરવાવાળાઓને મોટા તપસ્વી માને છે, એમની સામે વધારે ઝૂકે છે; જયારે આચાર્ય સમંતભદ્રે તપસ્વીની પરિભાષા આ પ્રમાણે આપી છે ઃ
विषयाशावशातीतो निरारंभोऽपरिग्रहः ।
ज्ञानध्यानतपोरक्तस्तपस्वी स प्रशस्यते । । '
પંચેન્દ્રિઓના વિષયોની આશા, આરંભ અને પરિગ્રહથી રહિત; જ્ઞાન, ધ્યાન અને તપમાં લીન તપસ્વી જ પ્રશંસનીય છે. ઉપવાસના નામે લાંઘણની વાત કેમ કરો છો ?
એટલા માટે કે આ લોકો ઉપવાસના પણ યથાર્થ સ્વરૂપ નથી સમજતા. માત્ર ભોજન–પાણીના ત્યાગને ઉપવાસ માને છે. જયારે ઉપવાસ તો આત્મસ્વરૂપની સમીપમાં સ્થિતિ કરવાનું નામ છે. નાસ્તિથી પણ વિચાર કરીએ તો પંચેન્દ્રિયોના વિષયો, કષાય અને આહારના ત્યાગને ઉપવાસ કહેવામાં આવ્યો છે, બાકી તો સર્વ લાંઘણ છે.
कषायविषयाहारो त्यागो यत्र विधीयते ।
उपवासः स विज्ञेयः शेषं लंघनकं विदुः । ।
૧ રત્નકદંડ શ્રાવકચાર, છન્દ ૧૦
૨. મોક્ષમાર્ગ પ્રકાશક. પાનું ૨૩૧.