________________
9 cu
ઉત્તમ બ્રહ્મચર્ય
ત્યાં સુધી કહેવામાં આવે છે કે પૂજાઓ પુરુષોએ લખી છે, તેથી એમાં સ્ત્રીઓ માટે નિંદનીય શબ્દોનો પ્રયોગ કરેલો છે.
તો શું સ્ત્રીઓ પણ એક પૂજન લખે અને એમાં લખી દે કે – “સંસારમે વિષ–વૃક્ષ નર, સબ તજ ગઈ યોગીશ્વરી,
ભાઈ, બ્રહ્મચર્ય જેવા પવિત્ર વિષયને નર-નારીનો વિવાદનો વિષય શા માટે બનાવો છો? બ્રહ્મચર્યની ચર્ચામાં પૂજન કારનો આશય નારી–નિન્દા નથી. પુરુષોને શ્રેષ્ઠ બતાવવા–એ પણ પૂજનકારને ઈષ્ટ નથી. આમાં પુરષોનાં ગીત ગાયાં નથી, પરંતુ એમને કશીલ સામે ઠપકો આપ્યો છે, ફટકાર્યા છે.
નારી શબ્દમાં તો બધી જ નારી આવી જાય છે. એમાં માતા, બહેન, પુત્રી વગેરે પણ સમાવિષ્ટ છે. તો શું નારીને વિષ–વેલ કહીને માતા, બહેન, "પુત્રીને વિષ–વેલ કહેવામાં આવી છે?
નહીં, કદી પણ નહીં.
શું આ છંદમાં ‘નારી' ના સ્થાને “જનની “ભગિની કે પુત્રી' શબ્દનો પ્રયોગ સંભવિત છે? “
: નહીં, કદાપિ નહીં. કેમકે પછી એનું રૂપ નીચે પ્રમાણે થઈ જશે, ને આપણને કદી પણ સ્વીકાર્ય નહીં હોય.
“સંસારમેં વિષ–વેલ જનની, તજ ગયે યોગીશ્વરા.”
“સંસારમેં વિષ–વેલ ભગિની, તજ ગયે યોગીશ્વરા.”
આ સંસારમેં વિષવેલ પુત્રી, તજ ગયે યોગીશ્વરા.
જો નારી શબ્દથી કવિનો આશય માતા, બહેન, પુત્રી નથી તો પછી શું છે?
એ સ્પષ્ટ છે કે “નારી' શબ્દનો આશય નરના હૃદયમાં નારીના લક્ષ્ય વડે ઉત્પન્ન થતો ભોગનો ભાવ છે. આ પ્રમાણે ઉપલક્ષણથી નારીના હૃદયમાં નરના લક્ષ્ય વડે ઉત્પન્ન થતો ભોગનો ભાવ પણ અપેક્ષિત છે.
- અહીં વિજાતીય જાતીયતા પ્રતિ આકર્ષણના ભાવને જ વિષ–વેલ કહેવામાં આવેલ છે. ભલે તે પુરુષના હૃદયમાં ઉત્પન્ન હોય કે સ્ત્રીના