________________
૧૬૪
' ધર્મનાં દશ લક્ષણ) તો દૂર, બનાવીને ખાવાથી પણ મુકત. મને એ વાતનું કાંઈ દુઃખ નથી કે સમાજ એમને કેમ ખવડાવે છે. સમાજની આ ગુણગ્રાહકતા પ્રશંસનીય જ નહીં, અભિનન્દનીય પણ છે. મારો આશય તો આ છે કે જયારે એમની વ્યવસ્થા કોઈ સમાજ નથી કરતી ત્યારે જુઓ એમનો વ્યવહાર. સર્વત્ર એ સમાજની બૂરાઈ કરવાનો જ જાણે એમનો મુખ્ય ધર્મ થઈ પડે છે. સમાજ પ્રેમથી એમનો ભાર ઉઠાવે, આદર કરે – એ ખૂબ સારી વાત છે, પરંતુ બળ જોરીથી સમાજ પર ભાર નાખવો એ શાસ્ત્ર-સંમત નથી. - બ્રહ્મચર્યધર્મ તો એકદમ અંતરની વસ્તુ છે, વ્યકિતગત વસ્તુ છે; પરંતુ એ પણ આજે ઉપાધિ (ડિગ્રી) બની ગઈ છે. બ્રહ્મચર્ય તો આત્મામાં લીનતાનું નામ છે, પરંતુ જયારે પોતાને બ્રહ્મચારી કહેવાવાળા આત્માના નામથી જ ભડકતા હોય તો શું કહીએ?
આત્માના અનુભવ વિના તો સમ્યગ્દર્શન પણ થતું નથી; વ્રત તો સમ્યગ્દર્શન પછી જ હોય છે. સ્વસ્ત્રીનો સંગ તો છઠ્ઠી પ્રતિમા સુધી રહે છે, સાતમી પ્રતિમામાં સ્વસ્ત્રીનો સાથ છૂટે છે. અર્થાત્ સ્ત્રી–સેવનના ત્યાગ પહેલાં આત્માના અનુભવરૂપ બ્રહ્મચર્ય હોય છે, પરંતુ એ તરફ કોઈનું ધ્યાન જ નથી.
અહીં સમ્યગ્દર્શનના અભાવમાં પણ બાહ્ય બ્રહ્મચર્યનો નિષેધ નથી, એ નિવૃત્તિ માટે ઉપયોગી પણ છે. ગૃહસ્થ સંબંધી ઝંઝટો ન હોવાથી શાસ્ત્રોનાં અધ્યયન-મનન-ચિન્તન માટે પૂરેપૂરો સમય મળે છે. પરંતુ બાહ્ય બ્રહ્મચર્ય લઈને સ્વાધ્યાયાદિમા ન લાગતા માનાદિ ના પોષણ માં લાગે તો એણે બાહ્ય બ્રહ્મચર્ય પણ નથી લીધું, પરંતુ માન લીધું છે, સન્માન લીધું
બ્રહ્મચર્યની ચર્ચા કરતાં દશ લક્ષણ પૂજનમાં એક પંકિત આવે છે :
સંસારમેં વિષ–બેલ નારી, તજ ગયે યોગીશ્વરા..
આજકાલ જયારે પણ બ્રહ્મચર્યની ચર્ચા ચાલે છે તો દશલક્ષણ પૂજનની આ પંકિત પર ખૂબ ભવાં ચઢી જાય છે – રોષ પ્રગટ થાય છે. એમ કહેવામાં આવે છે કે એમાં નારી–જાતિની નિન્દા કરવામાં આવી છે. જો નારી વિષની વેલ છે તો શું નર અમૃતનું વૃક્ષ છે? નર પણ તો વિષ-વૃક્ષ