________________
૧૪૨
ધર્મનાં દશ લક્ષણ) જગતનાં પદાર્થો તો જગતમાં રહેલા છે, અને રહેશે. એમને શું છોડીએ? અને કેવી રીતે છોડીએ? એમને પોતાના માનવા અને મમત્વ કરવું–એ જ તો છોડવાનું છે.
દેહને પોતાનો માનવાનું છોડવાથી, એના પ્રતિ મમત્વ છોડવાથી, એની સાથેનો રાગ છૂટી જવાથી પણ દેહ તરત જ છૂટી જતો નથી; દેહનો પરિગ્રહ છૂટી જાય છે. દેહ તો સમય આવ્યે આપોઆપ છૂટી જાય છે; પરંતુ દેહમાં એકત્વ અને રાગાદિનો ત્યાગ કરનારને ફરીથી બીજીવાર દેહધારણ કરવો પડતો નથી અને જે લોકો એનાથી એકત્વ અને રાગ છોડતા નથી એમને વારવાર દેહ ધારણ કરવો પડે છે.
અહીં કોઈ એમ કહે કે જેમ દેહને નહી, દેહને પોતાનો માનવાનું છોડવાનું છે. દેહથી રાગ છોડવાનો છે દેહ તો સમય આવ્યે આપોઆપ છૂટી જશે; તવી રીતે અમે મકાન તો દશ-દશ રાખીએ, પરંતુ એમનાથી મમત્વ ન રાખીએ તો શું મકાનનો પરિગ્રહ નહી બને? જો હા, તો પછી અમે મકાન તો ઘણાં રાખીશું, બસ એમનાથી મમત્વ નહીં રાખીએ.
એને કહીએ છીએ કે ભાઈ! જરા વિચાર તો કરો! જો તમે મકાનથી મમત્વ નહી રાખો તો મિથ્યાત્વ નામનો અંતરંગ પરિગ્રહ છૂટશે, મકાન (વાસ્ત) નામનો બહિરંગ પરિગ્રહ નહીં. કેમકે મકાનાદિરૂપ બાહ્ય પરિગ્રહ તો પ્રત્યાખ્યાન સંબંધી રાગ (લોભાદિ) ૩૫ અંતરંગ પરિગ્રહ છૂટે ત્યારે છૂટે છે અને અપ્રત્યાખ્યાન સંબંધી રાગ (લોભાદિ) રૂ૫ અંતરંગ પરિગ્રહ છૂટે ત્યારે મકાનાદિ બાહ્ય પરિગ્રહ પરિમિત બને છે. આ પ્રમાણે એને પોતાનો માનવાનું છોડવા માત્રથી બાહ્ય પરિગ્રહ નથી છૂટતો, પરંતુ તત્સંબંધી રાગ છૂટવાથી છૂટે છે.
દેહ અને મકાનની સ્થિતિમાં ફરક છે. દેહથી તો રાગ છૂટી જવા છતાં પણ દેહ નથી છૂટતો, પરંતુ મકાનથી રાગ છૂટી જતાં મકાન અવશ્યમેવ છૂટી જાય છે. પૂર્ણ વીતરાગ સર્વજ્ઞ પણ તેરમાં–ચૌદમાં ગુણસ્થાનમાં સદેહ હોય છે. પરંતુ મકાનાદિ બાહ્ય પદાર્થોનો સંયોગ છઠ્ઠા–સાતમા ગુણસ્થાનમાં પણ નથી હોતો. ' જેનદર્શનનો અપરિગ્રહ સિદ્ધાંત સમજવા માટે જરા ઊંડાણમાં ઊતરવું જોઈશે, ઉપર-ઉપરી વિચાર કરવાથી કામ ચાલશે નહીં. .
નિશ્ચયથી તો મકાનાદિ છૂટાં જ છે. અજ્ઞાની જીવે એમને પોતાનાં