________________
૧૪૧
ઉત્તમ આર્કિંચ) બનતો રહે છે. આમાં આનું કાંઈ પણ ચાલતું નથી તોપણ મિથ્યાત્વ અને રાગને લીધે આ અજ્ઞાની જગત અનુકૂળ-પ્રતિકુળ સંયોગ-વિયોગમાં અહબુદ્ધિ, કર્તુત્વબુદ્ધિ કર્યા જ કરે છે. આ જ અહંબદ્ધિ, કર્તુત્વબુદ્ધિ, મમત્વબુદ્ધિ મિથ્યાવ નામનો સૌથી ભયંકર પરિગ્રહ છે. સૌથી પહેલાં આને છોડવો જરૂરી છે.
જેમ વૃક્ષમાં પાંદડાંને સિંચવાથી પાંદડાં પલ્લવિત થતાં નથી, પરંત મૂળને સિંચવાથી પાંદડાં આવે છે–ફળે છે; તે જ પ્રમાણે સમસ્ત અંતરંગ-બહિરંગ પરિગ્રહ મિથ્યાત્વરૂપી મૂળથી ફળે છે–ફાલે છે. જો આપણે ઈચ્છતા હોઈએ કે પાંદડાં સુકાઈ જાય તો પાંદડાં તોડવાથી કાંઈ નહીં બને, નવાં પાંદડાં આવી જશે; પરંતુ જો મૂળ જ કાપી નાખવામાં આવે તો પાંદડાં થોડા કાળમાં આપોઆપ સુકાઈ જશે. તે જ પ્રમાણે મિથ્થાત્વરૂપી મૂળને કાપી નાખવાથી બાકીના પરિગ્રહ સમય પ્રાપ્ત થતાં પોતાની મેળે જ છૂટી જશે.
જયારે આ વાત કહેવામાં આવે છે એટલે લોકો કહે છે કે બસ, પરને પોતાનું જ માનવું એટલું જ, છોડવાનું તો કાંઈ છે જ નહીં. જો કાંઈ છોડવાનું નથી તો પછી પરિગ્રહ છૂટશે કેવી રીતે?
' અરે ભાઈ! છોડવાનું કેમ નથી? પરને પોતાનું માનવાનું છોડવાનું છે. જયારે પરને પોતાનું માનવું એ જ મિથ્યાત્વ નામનો પ્રથમ પરિગ્રહ છે તો એને છોડવા માટે પરને પોતાનું માનવાનું જ છોડવું પડશે.
જો કે માનવાનું છોડવું (અભિપ્રાય પરિવર્તન) એ બહુ મહાન ત્યાગ છે, કાર્ય છે; તોપણ આ જગતને એમાં કાંઈ છોડ્યું એવું લાગતું જ નથી. જો પાંચ-દશ લાખ રૂપિયા છોડે, સ્ત્રી-પુત્રાદિ છોડે તો કાંઈક છોડયું એમ લાગે છે. પરંતું આ રૂપિયા અને સ્ત્રી-પુત્રાદિને પોતાના માનવાનું છોડે તો કાંઈ છોડયું લાગતું નથી. આ બધો મિથ્યાત્વ પરિગ્રહનો જ મહિમા છે. એના જ કારણે જગતને આવું લાગે છે.
અરે ભાઈ! પરને પોતાના માનવાનું છોડયા વિના એને છોડી પણ દેતો એ છૂટશે નહીં. પરને છોડવા માટે અથવા પરથી છૂટવા માટે સર્વપ્રથમ એને સ્વકીય માનવાનું છોડવું પડશે, ત્યાર પછી જ કાળાંતરે તે છૂટશે. તે છૂટશે શું? તે તો છુટું જ છે વસ્તુતઃ આ જીવ પરાણે એને પોતાનું માને છે, તેથી ઊંડાણથી વિચારીએ તો એને પોતાનું માનવાનું જ છોડવાનું છે.