________________
ઉત્તમ બ્રહ્મચર્ય) :
૧૫૯ ઈદ્રિય-વિષયો જ. ઈદ્રિયોના બંને પ્રકારના વિષયોમાં ગુંચાવું એ ગૂંચ જ છે, મુકિતનો ઉપાય નથી. મુકિતનો ઉપાય તો એક આત્મલીનતારૂપ બ્રહ્મચર્ય જ છે.
અહીં એક પ્રશ્ન સંભવિત છે કે જો ઈદ્રિયજ્ઞાન આત્મ-જ્ઞાનમાં સાધક નથી તો પછી શાસ્ત્રોમાં એમ કેમ લખ્યું છે કે સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને આત્મલીનતારૂપ સમ્યફચારિત્ર અર્થાતુ બ્રહ્મચર્ય સંજ્ઞી પંચેન્દ્રિયોને જ હોય છે?
એનો આશય એમ નથી કે આત્મજ્ઞાનને માટે ઈદ્રિયોની આવશ્યકતા છે, પરંતુ આશય એમ છે કે જ્ઞાનનો એટલો વિકાસ આવશ્યક છે જેટલો સંજ્ઞી પંચેન્દ્રિયોને હોય છે. આ તો જ્ઞાનના વિકાસ (ક્ષયોપશમ) નું માપ દર્શાવેલ છે.
જો કે એ સંપૂર્ણ સત્ય છે કે સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને જ ધર્મનો પ્રારંભ થાય છે, તથાપિ એ પણ સંપૂર્ણ સત્ય છે કે ઈદ્રિયોથી નહીં; બબ્બે ઈન્દ્રિયોને જીતવાથી એમના માધ્યમ દ્વારા કામ લેવાનું બંધ કરવાથી (ઉપયોગ પરાવૃત્ત કરવાથી) ધર્મ આરંભ થાય છે.
બીજું જયારે આ આત્મા આત્મામાં લીન ન હોય ત્યારે કોઈ ને કોઈ ઈન્દ્રિય વિષયમાં લીન હોય જ; પરતું પાંચેય ઈન્દ્રિયોના વિષયોમાં પણ એકીસાથે લીન હોઈ શકે નહીં, એક સમયમાં એ પૈકી કોઈ એકમાં જ લીન હોય. આ પ્રમાણે પાંચેય ઈન્દ્રિયોના વિષયોને એકીસાથે જાણી પણ શકતો નથી; કેમકે ઈન્દ્રિયજ્ઞાનની પ્રવૃત્તિ ક્રમશઃ જ થાય છે, યુગપતું નહીં. ચાહે ઈન્દ્રિયોનો ભોગપક્ષ હોય કે જ્ઞાનપક્ષ – બંનેમાં ક્રમ પડે છે. જયારે આપણે ધ્યાનપૂર્વક કોઈ વસ્તુ જોઈ રહ્યા હોઈએ તો કાંઈ સંભળાતું નથી. એ જ પ્રમાણે જો ધ્યાન સાંભળવામાં કેન્દ્રિત હોય તો કાંઈ દેખાતું નથી. પરંતુ આ ચંચળ ઉપયોગનું પરિવર્તન એટલું ઝડપથી થાય છે કે આપણને એમ લાગે છે કે આપણે એકી સાથે દેખી–સાંભળી રહ્યા છીએ. પરંતુ એમ હોતું નથી.
હવે જેમને પાંચ ઈન્દ્રિયો છે, તે જો આત્મામાં ઉપયોગ ન લગાવે તો એનો ઉપયોગ પાંચેય ઈન્દ્રિયોના વિષયોમાં વહેંચાઈ જશે; પરંતુ જેને ચાર જ ઈદ્રિયો છે એનો ઉપયોગ ચાર ઈદ્રિયોના વિષયોમાં જ વહેચાશે. * એ પ્રમાણે ત્રિ-ઈન્દ્રિય જીવનો ત્રણ ઈદ્રિય-વિષયોમાં, અને દ્વિ-ઈન્દ્રિય જીવનો બે ઇન્દ્રિય-વિષયોમાં વહેંચાશે. પરંતુ એકેન્દ્રિય જીવનો ઉપયોગ