________________
૧૫૮
- ધર્મનાં દશ લક્ષણ) પ્રત્યે સતર્ક દેખાય છે. આ પ્રમાણે પાંચેય ઈન્દ્રિયો બહિર્મુખ વૃત્તિવાળી છે.
બહિર્મુખ વૃત્તિવાળી અને રૂપ-રસાદિની ગ્રાહક ઈદ્રિયો અંતર્મુખવૃત્તિનો વિષય અને અરસ, અરૂપી આત્માને જાણવામાં સહાયક કેવી રીતે થઈ શકે? આ કારણે જ ઈન્દ્રિયભોગોની જેમ જ ઈન્દ્રિયજ્ઞાન પણ બ્રહ્મચર્યમાં સાધક નહીં, બાધક જ છે.
લોકો કહે છે, – જૂઠો છે સંસાર, આંખ ખોલીને દેખો.”
પરંતુ હું તો એ કહેવા માગું છું કે – “સાચો છે આત્મા, આંખ બંધ કરીને દેખો.'
આત્મા આંખો ખોલીને દેખવાની વસ્તુ નથી, પરંતુ બંધ કરીને જોવાની ચીજ છે. માત્ર આંખોથી જ નહીં. પાંચેય ઈન્દ્રિયોથી ઉપયોગ.ખસેડીને પોતાનામાં લઈ જવાથી આત્મા જણાય છે. - હવે જયારે ઈદ્રિય-ભોગોના ત્યાગની વાત કરીએ છીએ તો જગત કહે છે – “ઠીક છે, ઈદ્રિય–ભોગ ત્યાગવા યોગ્ય જ છે, આપે ખૂબ સારી વાત કહી; પરંતુ જયારે એમ કહીએ કે ઈદ્રિય-જ્ઞાન પણ આત્માનુભૂતિરૂપ બ્રહ્મચર્યમાં સહાયક નથી; તો સામાન્ય જન એકદમ ભડકી ઊઠે છે; સમાજમાં ખળભળાટ મચી જાય છે. એમ કહેવામાં આવે છે - “તો શું અમે આંખોથી દેખીએ પણ નહીં, શાસ્ત્ર પણ ન વાંચીએ?” અને એવું બીજું ઘણું–ઘણું કહેવામાં આવે છે. વાતને ગંભીરતાથી સમજવાનો પ્રયત્ન કરવાને બદલે આરોપ – પ્રત્યારોપ લગાવવામાં આવે છે. પરંતુ ભાઈ ! કામ તો વસ્તુની સાચી સ્થિતિ સમજવાથી બને, બૂમા–બૂમ કરવાથી નહીં.
અલ્પજ્ઞ આત્મા એક સમયમાં એકને જ જાણી શકે છે, એકમાં જ લીન થઈ શકે છે. તેથી જયારે આ પરને જાણે, પરેમાં લીન થાય ત્યારે પોતાને જાણવું અને પોતામાં લીન થવું સંભવિત નથી. ઈદ્રિયોના માધ્યમ દ્વારા પરને જ જાણી શકાય છે, પરમાં જ લીન થઈ શકાય છે. એકના દ્વારા ન તો પોતાને જાણી શકાય છે અને ન પોતામાં લીન પણ થઈ શકાય છે; તેથી ઈન્દ્રિયો દ્વારા પર પદાર્થોને ભોગવવા એ તો બ્રહ્મચર્યનું ઘાતક છે જ, એમના માધ્યમ દ્વારા બહારનું જાણવું–દેખવું એ પણ બ્રહ્મચર્યમાં બાધક જ
આ પ્રમાણે ઈદ્રિયોના વિષયો–ભલે એ ભોગ્યપદાર્થો હોય કે mયપદાર્થો, – બ્રહ્મચર્યના વિરોધી જ છે, કમેકે આખરે એ છે તો