________________
૨૮
ધર્મનાં દશ લક્ષણ). નહીં. આ પ્રમાણે અન્ય પણ સમજી લેવું જોઈએ. • એમની આ વાત ઉપરથી કાંઈક ઠીક પણ લાગે છે, પરંતુ ગંભીરતાથી વિચાર કરતાં એમ પ્રતીત થાય છે કે આ વાત યુકિતસંગત નથી, કેમકે જો ધનમદ ધનવાનોને જ હોય, બળમદ બળવંતોને જ હોય, રૂપમદ રૂપવાનને જ હોય તો પછી જ્ઞાનમદ જ્ઞાનવાનને જ થવો જોઈએ, પરંતુ જ્ઞાનમદ જ્ઞાનીને નહી, અજ્ઞાનીને હોય છે. જ્ઞાનમદ જ કેમ? આઠેય મદ અજ્ઞાનીને જ હોય છે, જ્ઞાનીને નહીં.
જો જ્ઞાનમદ અજ્ઞાનીને હોઈ શકે તો ધનમદ નિર્ધનને કેમ નહીં, રૂપમદ કુરૂપને કેમ નહીં? એ જ પ્રમાણે બળમદ નિર્બળને કેમ નહી? ઈત્યાદિ.
બીજી વાત એ છે–માની લ્યો કે એક વ્યકિત એવી છે જેની પાસે ન તો ધન છે, ન બળ છે, ન તો તે રૂપવાન છે, ન ઐશ્વર્યવાન છે, ને જ્ઞાની, ન તપસ્વી છે; ઉચ્ચ જાતિ અને ઉચ્ચ કુળવાળી પણ નથી, તો એને તો કોઈ મદ હશે જ નહીં! તેને તો પછી માન કષાયના અભાવે માર્દવધર્મ નો ધણી માનવો જોઈએ, કદાચિત એ આપને પણ મંજૂર નહીં હોય. કેમકે આ પરિસ્થિતિમાં જે ધર્મનું નામ પણ નથી જાણતા તેવા દીન-હીન, કુરૂપ, નિર્બળ, નીચ જાતિ-કુળવાળા અજ્ઞાની જનોને પણ માર્દવધર્મ માનવો પડશે, જે સંભાવિત નથી.
વસ્તુતઃ સ્થિતિ એમ છે કે જે ધનના સંયોગ વડે પોતાને મોટો માને તે માની. માત્ર ધન હોવાથી કોઈ માની બની જતો નથી. પરંતુ તે હોતાં પોતાને મોટો માની, માન-અભિમાન કરવાથી માની બને છે. એ જ પ્રમાણે ધન નહીં હોવાથી અથવા ધન ઓછું હોવાથી પોતાને નાનો માને તે દીન છે. માત્ર ધનની ઓછપ વા અભાવથી કોઈ દીન થઈ જતો નથી, જો થઈ જાય તો મુનિરાજોને દીને માનવા જોઈએ, કેમકે એમની પાસે તો ધન હોતું જ નથી, તેઓ રાખતા જ નથી. તેઓ તો માર્દવધર્મના ધણી છે, તેઓ દીન કેવી રીતે હોઈ શકે? ધનના અભાવથી પોતાને નાનો અનુભવી દીનતા કરે તે દીન હોય છે.
ધનાદિના અભાવમાં પણ ધનાદિ–મદની ઉપસ્થિતિ માનવામાં આપણને મુશ્કેલી એટલા માટે થાય છે કે આપણે ધનાદિના સંયોગ વડે માનની ઉત્પતિ માની લઈએ છીએ, આપણે માનનું માપ પરથી કરીએ