________________
ઉત્તમ ત્યાગ)
૧૨૧ અતિસ્પષ્ટ લખ્યું છે કે નિશ્ચયત્યાગ તો રાગ-દ્વેષનો અભાવ કરવો એ છે. જો કે ઉપરની પંક્તિમાં વ્યવહાર શબ્દનો પ્રયોગ નથી, તોપણ નીચેની પંકિતમાં નિશ્ચયનો પ્રયોગ હોવાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે ઉપર જે વાત છે તે વ્યવહાર–ત્યાગની અર્થાત્ દાનની છે. આગળ એથી પણ વિશેષ સ્પષ્ટ છે કે “જ્ઞાતા દોનો દાન સંભારે” અર્થાત્ જ્ઞાની આત્મા નિશ્ચય અને વ્યવહાર બન્નેને સંભાળે છે “દોનો દાન” શબ્દ બધું જ સ્પષ્ટ કરી દે છે.
'પહેલી પંકિત વાંચતાં જ એવું લાગે છે કે કવિ વાત તો ત્યાગધર્મની કરી રહ્યા છે અને ભેદ દાનના ગણાવ્યા છે, પરંતુ એમ નથી કે કવિના ધ્યાનમાં આ વાત ન હોય. કેમકે પછીની પંકિતમાં જ બધું સુસ્પષ્ટ થઈ જાય છે – કે કવિ વીતરાગભાવરૂપ ત્યાગધર્મને નિશ્ચયદાન કે નિશ્ચયત્યાગ અને આહારાદિ દેવાને વ્યવહારદાન કે વ્યવહારત્યાગ શબ્દથી અભિહિત કરી રહેલ છે.
ધનિ સાધુ શાસ્ત્ર અભય દિવૈયા, ત્યાગ રાગ-વિરોધકો
પૂજનની આ પંકિતમાં શાસ્ત્ર અને અભયની સાથે દિવૈયા’ શબ્દનો પ્રયોગ અને રાગ-વિરોધની સાથે “ત્યાગ' શબ્દનો પ્રયોગ એમ બતાવે છે કે શાસ્ત્ર અને અભયનું દાન થાય છે અને રાગ-દ્વેષનો ત્યાગ થાય છે. તથા ધનિ સાધુ” એમ કહીને એ સ્પષ્ટ કર્યું છે કે આ સાધુના ધર્મ છે. આહાર અને ઔષધને જાણીબૂઝીને છોડી દીધાં છે, કેમકે એ સાધુ દ્વારા દેવા સંભવિત નથી. : 'આ પ્રકારના પ્રયોગ અન્યત્ર પણ જોઈ શકાય છે. તેથી શાસ્ત્રોના અર્થ સમજવામાં ખૂબ સાવધાની રાખવી જરૂરી છે, અન્યથા અર્થનો અનર્થ થઈ શકે છે. " - એક વાત વિશેષ એ પણ ધ્યાન દેવા યોગ્ય છે કે જો આહારાદિ દેવામાં જ ત્યાગધર્મ માનીએ તો એક સમસ્યા બીજી પણ ઊભી થાય છે. તે આ છે કે અહીં જે ઉત્તમક્ષમાદિ ધર્મોનું વર્ણન ચાલી રહ્યું છે તે મુખ્યપણે મુનિઓની અપેક્ષાએ કરવામાં આવેલું છે, કેમકે તત્વાર્થસૂત્રમાં દશધર્મની ચર્ચા ગુપ્તિ, સમિતિ, અનુપ્રેક્ષા, પરિષહજય અને ચારિત્રની સાથે કરવામાં આવી છે. આ બધાં મુનિધર્મનાં જ રૂપો છે.
જો આહારાદિ દેવાનું નામ ત્યાગધર્મ હોય તો પછી મુનિરાજ તો આહાર લે છે, દેતા નથી; દે છે તો શ્રાવક. તેથી ત્યાગધર્મ મુનિરાજોની