________________
૧૨૦
| ધર્મનાં દશ લક્ષણ) આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે દાન એક પરાધીન ક્રિયા છે, જયારે ત્યાગ સંપૂર્ણ સ્વાધીન. જે ક્રિયા બીજાઓ વિના સંપન્ન ન થઈ શકે, તે ધર્મ હોઈ શકે નહીં, ધર્મ પરના સંયોગનું નામ નથી, બલ્બ વિયોગનું નામ છે. ઓછામાં ઓછું ત્યાગધર્મમાં તો પરના સંયોગની અપેક્ષા નથી; ત્યાગ શબ્દ જ વિયોગવાચી છે. જો કે એમાં શુદ્ધ પરિણતિ સંમિલિત છે, પરંતુ પરનો સંયોગ બિલકુલ નહીં. - કેટલીક વસ્તુઓ એવી છે જેમનો ત્યાગ થાય છે, દાન નહીં, કેટલીક એવી છે જેમનું દાન થાય છે ત્યાગ નહીં. કેટલીક એવી પણ છે જેમનું દાન પણ થાય છે, અને ત્યાગ પણ. જેમકે રાગ-દ્વેષ, મા–બાપ, સ્ત્રી–પુત્રાદિ છોડી શકાય છે, એમનું દાન નથી આપી શકાતું; જ્ઞાન અને અભયનું દાન આપી શકાય છે, પરંતુ એમનો ત્યાગ થતો નથી, તથા ઔષધ, આહાર, રૂપિયા-પૈસા વગેરેનો ત્યાગ પણ થઈ શકે છે અને તે દાનમાં પણ દઈ શકાય છે.
શાસ્ત્રોમાં કોઈ કોઈ સ્થળે ત્યાગ અને દાન શબ્દોનો એક અર્થમાં પણ પ્રયોગ થયો છે. એ કારણે પણ આ બને એકા®વાચી હોવાનો ભ્રમ થવામાં સહાયતા મળી છે. શાસ્ત્રોમાં જયાં આ પ્રકારનો પ્રયોગ છે ત્યાં એ આ અર્થમાં છે – નિશ્ચયદાન અર્થાત ત્યાગ અને વ્યવહાર–ત્યાગ અર્થાતુ દાન. જયારે તે દાન કહે છે તો એનો અર્થ માત્ર દાન થાય છે. અને જયારે નિશ્ચયદાન કહે છે તો એનો અર્થ ત્યાગધર્મ થાય છે. એ જ પ્રમાણે જયારે
એ ત્યાંગ કહે છે તો એનો અર્થ ત્યાગધર્મ થાય છે અને જયારે વ્યવહારત્યાગ કહે છે તો એનો અર્થ દાન થાય છે.
આ પ્રકારનો પ્રયોગ દશલક્ષણ પૂજનમાં પણ થયો છે. એમાં કહ્યું
છે :
ઉત્તમ ત્યાગ કલો જગ સારા, ઔષધિ શાસ્ત્ર અંભય આહાર, નિશ્ચય રાગદ્વેષ નિરવારે, શાતા દોનો દાન સંભારે.
અહીં ઉપરની પંકિતમાં ઉત્તમત્યાગધર્મને જગતમાં સારભૂત દર્શાવ્યો છે. ત્યાં જ સાથે એના ચાર ચેદ પણ ગણાવ્યા છે. જે વસ્તુતઃ ચાર પ્રકારના દાન છે એન જેની વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. *
હવે પ્રશ્ન ઊઠે છે કે આ ચાર દાન શું ત્યાગધર્મના ભેદો છે? પરંતુ નીચેની પંકિત વાંચતા જ બધી વાત સુસ્પષ્ટ થઈ જાય છે. નીચેની પંકિતમાં