________________
८
ઉત્તમસંયમ). પણ અભાવ જેવું જ હોય છે. તેમને જિનેન્દ્ર પંચકલ્યાણક જોવાનો, દિવ્યધ્વનિ સાંભળવા સુદ્ધાંનો ભાવ આવતો નથી.
છ–કાયના જીવોની હિંસાનો પણ પ્રસંગ ત્યાં હોતો નથી. કષાય પણ હંમેશા મંદ, મંદતર અને મંદતમ રહે છે, કેમકે એમને શુકલ લેશ્યા હોય છે. પાંચે પાપોની પ્રવૃત્તિ પણ જોવામાં આવતી નથી. આ બધી વાતો જિનવાણીમાં અહી–તહીં બધેય જોઈ શકાય છે. કાંઈક ઓછા-વત્તા પ્રમાણમાં આ જ પ્રકારની સ્થિતિ નવ રૈવેયકના મિથ્યાદૃષ્ટિ અહમિંદ્રોમાં પણ જોવા મળે છે.
જયાં એક તરફ અહમિંદ્રોને બાહ્યરૂપથી છકાયના જીવોની હિંસા, પંચેન્દ્રિયના વિષયો, કષાયો અને પાંચે પાપોની પ્રવૃતિ નહીં હોવા છતાં વા ઓછામાં ઓછી હોવા છતાં પણ શાસ્ત્રકાર લખે છે કે તેમને સંયમ નથી, તેઓ અસંયમી છે; ત્યાં જ બીજી તરફ અણુવ્રતી મનુષ્ય શ્રાવકને દેશસંયમી છે; ત્યાં જ બીજી તરફ અણવ્રતી મનુષ્ય શ્રાવકને દેશસંયમી જ ભલે પરંતુ સંયમી કહો છે જયારે તેમનામાં અહમિંદ્રોની તલનામાં હિંસા. પંચેન્દ્રિયોના વિષયો, કષાયો અને પાપોમાં પ્રવૃત્તિ અધિક જોવા મળે છે.
જો કે અણુવતીને ત્રસહિંસાનો ત્યાગ હોય છે, તોપણ ઉદ્યોગી, આરંભી અને વિરોધી ત્રસહિંસાથી પણ તે બચવા પામતો નથી, પ્રયોજનભૂત સ્થાવહિંસા તો હોય જ છે.
પંચેન્દ્રિયના વિષયોની દૃષ્ટિએ વિચાર કરીએ તો સ્પર્શનેન્દ્રિયના સંદર્ભમાં જો કે તે પરસ્ત્રીસેવનનો સર્વથા ત્યાગી હોય છે તો પણ સ્વસ્ત્રીસેવન તો એને હોય જ છે; જયારે અહમિંદ્રોને સ્ત્રીસેવનનો મનમાં વિકલ્પ પણ ઊઠતો નથી. આ જ પ્રમાણે રસનેન્દ્રિયનો વિષયમાં વિચાર કરીએ તો અભક્ષ્ય-ભક્ષણ અને ખાવા-પીવાની લોલુપતા નથી એ સાચું, પરંતુ સ્વાદ તો લેતો જ હોય. અહમિન્દ્રોને તો હજારો વર્ષ સુધી ભોજન જ નથી, પછી સ્વાદની વાત તો બહુ દૂર છે. ઘાણ, ચક્ષુ અને કર્ણના વિષયમાં પણ આ જ સ્થિતિ છે. તેમ છતાં અણુવ્રતી મનુષ્યને સંયમી કહ્યો છે.
જો વિષયોની બાહ્ય પ્રવૃત્તિના ત્યાગનું નામ જ સંયમ હોય તો પછી તે દેવોમાં અવશ્ય હોવો જોઈએ અને મનુષ્ય તેમજ તિર્યંચોમાં એની સંભાવના ઓછી હોવી જોઈએ. પણ શાસ્ત્રો પ્રમાણે સંયમ દેવોમાં નહીં, મનુષ્યોમાં છે. એથી સિદ્ધ થાય છે કે સંયમ એ માત્ર બાહ્ય પ્રવૃત્તિનું નામ