________________
૮ર
ધર્મનાં દશ લક્ષણ). છ કાયના જીવોનો ઘાત અને ઘાતના ભાવોના ત્યાગને પ્રાણીસંયમ અને પંચેન્દ્રિયો તથા મનના વિષયોના ત્યાગને ઈન્દ્રિયસંયમ કહે છે.
છ કાયના જીવોની રક્ષારૂપ અહિંસા અને પંચેન્દ્રિયોના વિષયોના ત્યાગરૂપ વ્રતોની વાત જયારે પણ ચાલે છે, – તો આપણું ધ્યાન પરજીવોનાં દ્રવ્યપ્રાણરૂપ ઘાત અને બાહ્ય ભોગપ્રવૃત્તિના ત્યાગની તરફ જાય છે; પરંતુ અભિપ્રાયમાં જે વાસના રહેલી છે તેના તરફ ધ્યાન જ જતું નથી.
આ સંદર્ભમાં પંડિતપ્રવર ટોડરમલજી લખે છે :- . .
બાહ્ય ત્રસ–સ્થાવરની હિંસા તથા ઇન્દ્રિય-મનના વિષયોમાં પ્રવૃત્તિ એને અવિરતિ જાણે છે, હિંસામાં પ્રમાદ પરિણતિ મૂળ છે અને વિષયસેવનમાં અભિલાષા મૂળ છે. એનું અવલોકન કરતો નથી. તથા બાહ્ય ક્રોધાદિ કરવા એને કષાય જાણે છે, અભિપ્રાયમાં જે રાગ-દ્વેષ રહેલાં છે એમને ઓળ ખતો નથી”
જો બાહ્ય હિંસાનો ત્યાગ અને ઇન્દ્રિયોના વિષયોની પ્રવૃત્તિનું ન હોવું એનું જ નામ સંયમ હોય તો પછી દેવગતિમાં પણ સંયમ હોવો જોઈએ; કેમકે સોળ સ્વર્ગોની ઉપર તો ઉકત વાતોની પ્રવૃત્તિ સંયમી પુરૂષો કરતાં પણ ઓછી જોવામાં આવે છે.
સર્વાર્થસિદ્ધિના સમ્યગ્દષ્ટિ અહમિન્દ્રોને પંચેન્દ્રિઓના વિષયોની પ્રવૃત્તિ ખૂબ ઓછી વા નહિવત હોય છે. સ્પર્શેન્દ્રિયના વિષય–સેવન (મૈથુન) ની પ્રવૃત્તિ તો દૂર, તેત્રીસ સાગર પર્યત એમના મનમાં વિષય–સેવનનો વિકલ્પ પણ ઊઠતો નથી.
સર્વમાન્ય જૈનાચાર્ય ઉમાસ્વામીએ સ્પષ્ટ લખ્યું છે – 'परेऽप्रवीचाराः२ સોળમાં સ્વર્ગથી ઉપર પ્રવીચારનો ભાવ પણ નથી હોતો.
રસના ઈજિયના વિષયમાં પણ એમને તેત્રીસ હજાર વર્ષો સુધી કાંઈપણ ખાવા-પીવાનો ભાવ આવતો નથી. તેત્રીસ હજાર વર્ષો પછી પણ જયારે વિકલ્પ ઊઠે છે ત્યારે ગળામાંથી જ અમૃત ઝરી જાય છે, ત્યારે પણ જીભ એંઠી બનતી નથી. એ જ પ્રમાણે ઘાણ, ચા, કર્ણ ઈન્દ્રિયોના વિષયોના ૧. મોક્ષમાર્ગ પ્રકાશન. પાનું રર૭. ૨. તત્વાર્થસૂત્ર, અધ્યાય ૪, સૂત્ર ૯.