________________
ધર્મના અંતર્બાહ્ય સ્વરૂપને દર્શાવતું હિંદી ભાષામાં આ પુસ્તક પ્રકાશિત થયા પછી સુપ્રસિદ્ધ અધ્યાત્મ પ્રવક્તા તત્વાભિલાષી શ્રીમાન પં. બાબુભાઈ ચુનિલાલ મહેતાએ ગુજરાતી ભાષી પાઠકોને આ પુસ્તકના વાચનદ્વારા ધર્મનું સાચું સ્વરૂપ સમજવાનો લાભ મળે એ હેતુથી તેનો ગુજરાતીમાં અનુવાદ કરવાનો મને અનુરોધ કર્યો, તેથી પ્રેરાઈને આ અનુવાદ કરવાનો ઉદ્યમ કર્યો છે. અનુવાદ કરવામાં લેખક મહાશયના મૂળભૂત ભાવો યથાસ્થિત જળવાઈ રહે તેની સંપૂર્ણ કાળજી રાખવાનો યત્ન થયો છે. આ અનુવાદ કરવા માટે અનેક સંન્માનયોગ્ય સદ્ધર્મવત્સલ મુરબ્બી શ્રી ખીમચંદભાઈ જેઠાલાલ શેઠ મારે માટે મહાન પ્રેરકબળ બન્યા છે. તેઓશ્રીએ આ અનુવાદ તપાસી આપવા સંમતિ આપતાં આ સાહસ કરવાનું મેં સ્વીકારેલ અને આભારની અતિ ઊંડી લાગણી સાથે મને જણાવતાં અત્યંત હર્ષ થાય છે કે મુરબ્બીશ્રીએ આ અનુવાદ સમગ્રપણે તપાસી આપ્યો, છે. તેઓશ્રીએ અનેકવિધ ધાર્મિક વ્યવસાયોમાંથી સમય કાઢી, નાજુક સ્વાથ્યની પળોમાં પણ ધર્માનુરાગ વડે આ અનુવાદ તપાસી જઈ આપણા ઉપર મહાન ઉપકાર કર્યો છે તેથી પુનઃ તેમના પ્રતિ આભારની લાગણી પ્રગટ કરૂ છું. - અંતમાં આ પુસ્તકના વાંચન વડે ઉત્તમક્ષમાદિ ધર્મનું યથાર્થ સ્વરૂપ જાણી, પાઠકગણ તદરૂપ પરિણમો એવી અંતરની પવિત્ર ભાવના સહ.
• , ગુણાનુરાગી
રમણલાલ માણેકલાલ શાહ ' તા.૨૪.૪.૯
અનુવાદક
પ્રસ્તુત આવૃતીની પ્રકાશકીય ધર્મનાં દશ લક્ષણો ની આ છઠ્ઠી આવૃતી પ્રકાશિત કરતાં અમોને અત્યંત પ્રસન્નતાનો અનુભવ થાય છે. અત્યાર સુધીમાં ૨૦ હજાર નકલો છપાઈ છે અને હજુ આ કૃતિનો અધિકાધિક મહાનુભાવો લાભ મેળવે એજ ભાવના...
- યશપાલ જૈન, પ્રકાશન મંત્રી તા.૧૫.૮.૨૦૦૭
પં. ટોડરમલ સ્મારક ટ્રસ્ટ