________________
૧૪૪
, ધર્મનાં દશ લક્ષણ) મિથ્યાત્વાદિ અંતરંગ પરિગ્રહના ત્યાગ પર ભાર દેવાનો આશય એ નથી કે બહિરંગ પરિગ્રહના ત્યાગની કોઈ આવશ્યકતા નથી, અથવા એનું કાંઈ મહત્વ નથી. અંતરંગ પરિગ્રહના ત્યાગની સાથે-સાથે બહિરંગ પરિગ્રહનો ત્યાગ પણ નિયમથી હોય છે, એની પણ પોતાની ઉપયોગિતા છે, મહત્વ પણ છે, પરંતુ આ જગત બાહ્યમાં જ એટલું બધું ગુંચવાએલું રહે છે કે એને અંતરંગની કોઈ ખબર જ રહેતી નથી. આ કારણે અહીં અંતરંગ પરિગ્રહ પ્રતિ વિશેષ ધ્યાન ખેંચવામાં આવ્યું છે.
જેને ભૂમિકાનુસાર બાહ્ય પરિગ્રહનો ત્યાગ નથી અને અંતરંગ પરિગ્રહના ત્યાગની વાત પણ કોરી કલ્પના છે. જો કોઈ એમ કહે છે અને તો અંતરંગ પરિગ્રહનો ત્યાગ કરી દીધો છે, અને બહિરંગ બન્યો રહે તો પણ શું? તો એનું આ કહેવું એક પ્રકારનું છળ છે, કેમકે અંતરંગમાં રાગનો ત્યાગ થતાં તદનુસાર બાહ્ય પરિગ્રહના સંયોગનો ત્યાગ પણ અનિવાર્ય છે. એમ ન બની શકે કે અંતરંગમાં મિથ્યાત્વ, અંનતાનુંબંધી, અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન ક્રોધ, માન, માયા, લોભનો અભાવ થઈ જાય અને બાહ્યમાં નગ્ન દિગંબર દશા ન હોય. ઉકત અંતરંગ પરિગ્રહોના અભાવમાં બાહ્યમાં સર્વ પરિગ્રહના ત્યાગરૂપ નગ્ન દિગંબર દશા હોય જ.
આફ્રેિંચ ધર્મના ધારકે આકિંચન બનવા માટે સૌથી પહેલાં આકિંચન્યધર્મનું વાસ્તવિક સ્વરૂપ જાણવું પડશે, માનવું પડશે, અને સમસ્ત પર પદાર્થોથી ભિન્ન નિજ શદ્ધાત્માનો અનુભવ કરવો પડશે, ત્યારપછી અંતરંગ પરિગ્રહરૂપ કષાયોના અભાવપૂર્વક તદનુસાર બાહ્ય પરિગ્રહનો પણ બુદ્ધિપૂર્વક, વિકલ્પપૂર્વક ત્યાગ કરવો પડશે. -
જોકે અહીં આકિંચ ધર્મનું વર્ણન મુનિભૂમિકાની અપેક્ષાએ ચાલી રહ્યું છે, તેથી પરિગ્રહના સંપૂર્ણ ત્યાગની વાત આવે છે, તેમ છતાં ગૃહસ્થોએ અમે તો પરિગ્રહના પૂર્ણ ત્યાગી થઈ શકીએ નહીં – એમ વિચારીને આર્કિંચન્યધર્મ ધારણ કરવામાં ઉદાસીન નહીં બનવું જોઈએ. એમણે પણ પોતાની ભૂમિકાનુસાર અંતરંગ–બહિરંગ પરિગ્રહનો ત્યાગ અવશ્ય કરવો જોઈએ.
જૈનધર્મના અપરિગ્રહ સિદ્ધાંત અર્થાત્ આકિંચન્યધર્મ પર એવો આક્ષેપ કરવામાં આવે છે કે અપરિગ્રહ ધર્મમાં માનવાવાળા જૈનો પાસે સર્વાધિક પરિગ્રહ છે; પરંતુ ઊંડાણથી વિચાર કરતાં એમાં કાંઈ તથ્ય જણાતું