________________
રતનચંદજી અંદર દર્શને ગયા. પંડીતજીનો હાથ પકડી પૂ. ગુરુદેવશ્રી કહે, “તમે આ કેવું સુંદર લખાણ કર્યું છે ! આવું તો હું પણ ન લખી શકું. લાવો બદામ લાવો અને પોતાના હાથમાં ન સમાય એટલી બદામ પંડીતજીને આપી-તેમના મોટાભાઈને બદામ આપતા કહે, ‘તમારા ભાઈએ તો કમાલ કરી છે. શું સુંદર વર્ણન... અને ૧૦ મીનીટ પછી બધા સભામાં આવ્યા- પૂ. ગુરુદેવશ્રીએ માંગલીક સંભળાવ્યું. બેસતા વર્ષનો દિવસ હતો. બધા પૂ. ગુરુદેવશ્રી પાસે દરવરસની માફક બેસતા વર્ષની બોણી લેવા આવેલ. માંગલીક પછી તુરત જ પંડીતજીના પુસ્તક વિષે કહે, ખુબ જ સુંદર લખાણ છે. ૫. જગન્મોહનલાલજીએ જે કહ્યું છે કે પંડીતજીને સરસ્વતીનું વરદાન છે એ વાત બરાબર છે. શ્રી અને સરસ્વતીનું વરદાન છે. બાજુમાં જે ભાઈ બેઠેલા તેને કહે લાવો, એક મોટું શ્રીફળ લાવો. શ્રીફળ લઈ પંડીતજીના હાથમાં આપતા બોલ્યા, “લ્યો તમને શ્રીનું ફળ'શ્રી રૂપી મુક્તિ શીઘ મેળવો’ સભામાં હર્ષ છવાઈ રહ્યો. લગભગ ૫૦/૭૦૦ માણસની સભા હશે વહેલી સવારે ૫-૧૫ લગભગનો સમય હતો.
પૂ. ગુરુદેવશ્રી વડોદરા પંચકલ્યાણકમાં પધાર્યા ત્યારની વાત છે.
એક દિવસ ચાલુ પ્રવચનમાં પંડીતજીને ઉભા કર્યા. પોતાની પાસે સ્ટેજ પર બેસાડ્યા. એ દિવસોમાં ક્રમબધ્ધ પર્યાય' પુસ્તક તાજુ બહાર પડેલું. ક્રમબધ્ધ પર્યાયના વખાણ કર્યા અને પંડીતજીની પીઠ થાબડી. પૂ. ગુરુદેવશ્રીએ કોઈને હાથ અડકાડીને વાંસો થાબડ્યો હોય- શાબાશી આપી હોય- એવું કોઈને યાદ નથી. ખરેખર વીરલ દશ્ય હતું એ...
એવા આ પુસ્તકની બીજી આવૃતિનું પ્રકાશન પ્રગટ કરતાં અમો આનંદ અનુભવીએ છીએ અને જગતમાં લોકો પોતાની કયાં ભૂલ થાય છે-પોતે માની બેઠેલા મૂલ્યોની કેટલી કિંમત છે તેની સાચી સમજ પામી શીધ્ર સંસારના દુઃખોથી મુક્ત થાય એવી પવિત્ર ભાવના સાથે
લી. દિ. જૈન મુમુક્ષ મંડળ સને ૧૮૦
મુંબઈ : -