________________
જીવરાજજી મહારાજે પૂ. ગુરુદેવશ્રી પાસે આ પુસ્તક માટે પ્રમોદ વ્યકત ર્યોપૂ. ગુરુદેવના શબ્દોમાં
મને કહે, આ પુસ્તક તમે આપ્યું છે તે ઘણું સરસ છે. બેનનું એક પુસ્તક વચનામૃત અને એક આ-બસ છે- જીવરાજજી પોતે છ મહીનાથી પધારીવશ છે.' આ પુસ્તક વાંચતા ફરી કહે બેનનું એક પુસ્તક અને બીજું આ-બસ છેબીજુ કંઈ વાંચવાની જરૂર નથી.
પછી કહે હુકમચંદજીનો ક્ષયોપશમ ઘણો છે શૈલી એવી છે કે વાંચનારને ગળે ઉતરી જાય અને ભાષા ?
માળાએ એવું સ્પષ્ટ કર્યું છે- સાદી ભાષામાં એવી ગંભીરતાથી પ્રશ્નોજવાબ કર્યા છે
એક દિવસે એક પંડીત દશલક્ષણ પર્વમાં મુંબઈ વાંચવા આવેલ- દસ દિવસ પછી જ્યારે સોનગઢ ગયા ત્યારે પુછયું વાંચનમાં શું લેતા હતા ? તેમણે કહ્યું સમયસાર-શરૂમાં ૧૦ મીનીટ આપે લખેલ દશ ધર્મનું વર્ણન-તુરત જ પૂ. શ્રીએ કહ્યું- ધર્મના દશ લક્ષણ હુકમચંદજીનું લખેલ પુસ્તક વાંચ્યું ? હવે દશલક્ષણ પર્વમાં એ વાંચવાનું- પૂ. ગુરુદેવશ્રીને એ પુસ્તક એવું તો ગમી ગયેલું કે એ દિવસોમાં જે તેમના દર્શને જાય તેમને આ પુસ્તક વાંચવાની ભલામણ કરે- લગભગ બે માસ સુધી લગાતાર પુસ્તક અને પંડીતજીની ભારોભાર પ્રશંસા કરી અને બે માસને અંતે દિવાળી પર જ્યારે પંડીતજી પૂ. ગુરુદેવશ્રીનાં દર્શને સોનગઢ આવ્યા ત્યારનું દ્રશ્ય હજુ પણ આંખો સામે તાદશ છે. જેઓ એ સભામાં હાજર રહેવા ભાગ્યશાળી થયા હશે તેમને એ પૂણ્યસ્મરણ હશે જ.
કોઈ એ પૂ ગુરુદેવની રૂમમાં ક્યું સાહેબ પંડીતજી આવ્યા છે. પૂ ગુરુદેવશ્રીએ તુરત કહ્યું ક્યાં છે? અંદર બોલાવો. પંડીતજી તથા તેમના મોટાભાઈ