________________
ઉત્તમ સંયમ
• “संयमनं संयमः। अथवा व्रतसमितिकषायदण्डेन्द्रियाणां धारणानुपालननिग्रहत्यागजयाः संयमः।
સંયમનને સંયમ કહે છે. સંયમન એટલે ઉપયોગને પર પદાર્થની ખસેડી લઈ આત્મસન્મુખ કરવો, પોતાનામાં જોડવો, પોતાનામાં એકાગ્ર કરવો. ઉપયોગની સ્વસમ્મુખતા, સ્વલીનતા જ નિશ્ચય-સંયમ છે. અથવા પાંચ વ્રતો ધારણ કરવાં, પાંચ સમિતિઓનું પાલન કરવું, ક્રોધાદિ કષાયોનો નિગ્રહ કરવો, મનવચન-કાયરૂપ ત્રણ દંડોનો ત્યાગ કરવો, અને પાંચ ઈન્દ્રિયોના વિષયોને જીતવા–એ સંયમ છે.
સંયમની સાથે જોડેલો “ઉત્તમ' શબ્દ સમ્યગ્દર્શનની સત્તાનો સૂચક છે. જે પ્રમાણે બીજ વિના વૃક્ષની ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને ફલાંગમ સંભવિત નથી; તે જ પ્રમાણે સમ્યગ્દર્શન વિના સંયમની ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને ફલાગમ સંભવિત નથી.
આ સંદર્ભ માં મહાન દિગ્ગજ આચાર્ય વીરસેનસ્વામી લખે છે सो संजमो जो सम्माविणाभावी ण. अपणो। સયંમ તે જ છે જે સમ્યકત્વનો અવિનાભાવ હોય, અન્ય નહીં.
આ વાત “ધવલા, પ્રથમ પુસ્તક માં આ પ્રમાણે પ્રશ્નોત્તરરૂપે દર્શાવવામાં આવી છે :- પ્રશન :- કેટલાય મિથ્યાષ્ટિ સંયત (સંયમી) જોવામાં આવે છે?
ઉત્તર :નહી; કેમકે સમ્યગ્દર્શન વિના સંયમની ઉત્પત્તિ જ હોઈ શકતી નથી.૧
સંયમ મુકિતનું સાક્ષાત્ કારણ છે. દુઃખોની છૂટવાનો એકમાત્ર ઉપાય
૧. ૨.
ધવલા પુસ્તક ૧, ખંડ ૧, ભાગ ૧, સૂત્ર ૪, પાનું ૧૪૪.. ધવલા પુસ્તક ૧૨, ખંડ ૪, ભાગ ૨, સૂત્ર ૧૭, પાનું ૮૧.