________________
૧૮૬
ધર્મનાં દશ લક્ષણ) આ પુસ્તકમાં તેમણે દશ ધર્મોનું વિવેચન સર્વજન–પ્રિય શૈલીથી કર્યું છે તે ખરેખર સ્તુત્ય છે અને તે માટે તેઓ અભિનંદનને પાત્ર છે. તેમના બધા લેખ સર્વત્ર-સર્વદા-સર્વમાં સૌને ધર્મ આરાધનામાં ખૂબ જ સહાયક થાય છે.
–ખીમચંદ સિદ્ધાજરત્ન પં. ન લાલજી, ન્યાય સિદ્ધાંત શાસ્ત્રી
રાજખેડા (રાજ.) ડૉ. ભારિલે ખૂબ ઊંડા ચિંતવન કરીને દશ લક્ષણોનું અપૂર્વ વર્ણન કર્યું છે. અત્યાર સુધી આ વિષયમાં આવું સાંગોપાંગ વર્ણન બીજે કયાંય જોવામાં આવ્યું નથી. ડૉ. ભારિલે પોતાની પ્રતિભાગત તર્કવિર્તક અને પ્રશ્નોતરરૂપ શૈલીથી પુસ્તકને ખૂબ જ ઉપયોગી બનાવી દીધું છે. . ભાલિના વિશુધ્ધ ક્ષયોપશમની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. મારી શુભકામના છે કે ડો. ભારિલનું ભાવી આથી પણ ઉજવલ અને ઉન્નતીશીલ બને.
ડો. દરબારીલાલજી કોઠીયા, ન્યાયાચાર્ય વારાણસી (ઉ.પ્ર.)
આમાં આપે આપની સહજ, અનુભવપૂર્ણ અને સમીક્ષાત્મક શૈલીથી આ દશ ધર્મોનું વર્ણન કરેલ છે એમાં કોઈ શક નથી કે તમારો આ પ્રયત્ન ખૂબ જ સફળ થયો છે. કયાંક કયાંક ચટકો પણ ભર્યો છે પણ તે ચટકો ખોટો નથી બ્રહ્મચર્યનું જે વર્ણન કર્યું છે તે સચોટ છે, અને યોગ્ય પ્રતીતિમાં આવે એવું છે મને આશા છે તમારી સસ્તુલિત લેખન શૈલી દ્વારા ચારે અનુયોગોની ઉપયોગીતા અને મહત્વ ઉપર પણ એક આવું જ પુસ્તક તૈયાર થશે. હાર્દિક બધાઈ! પુસ્તકનું પ્રકાશન અને તેની સજાવટ ઉત્તમ
-દરબારીલાલ કોઠીયા