________________
ધર્મનાં દશ લક્ષણ) એકાન્તમાં નહીં–ભરી સભામાં, વ્યાખ્યાનમાં, તોપણ આપણે ઉત્તેજિત ન - થઈએ તો ક્ષમાધારી કહેવાઈએ.
કેટલાક લોકો કહે છે – ભાઈ! અમે ગાળો સહન કરી શકીએ છીએ, પણ એ કેમ સંભવી શકે છે જે દુર્ગુણ અમારામાં છે જ નહીં, તે પણ કહેતાં ફરે, એ પણ એકાંતમાં કહે તો કઈ રીતે સહન કરી પણ લઈએ, પરંતુ ભરી સભામાં, વ્યાખ્યાનમાં કહે તો તો પછી, ગુસ્સો આવી જ જાય છે. - કવિ એ જ વાતને સ્પષ્ટ કરી કહી રહ્યા છે કે – ગુસ્સો આવી જાય તો તે ક્ષમા નથી, ક્રોધ જ છે. માની લો કે તે વખતે પણ ક્રોધ ન આવે, આપણે એમ વિચારીએ કે – બકવાવાળા બકે છે તો બકવા દો, આપણે શું? પરંતું જયારે તે આપણી વસ્તુ પડાવવા લાગે તો? વસ્તુ પડાવી લે તોપણ ક્રોધ ન કરીએ. પણ તે આપણને બાંધી દે, મારે અને બીજા અનેક પ્રકારે પીડા આપે ત્યારે? એના ઉત્તરરૂપે કવિએ કહ્યું છે – “વસ્તુ છીને; બાંધ માર બહુવિધિ કરે ”
બહુવિધિ કરે' શબ્દમાં ખૂબ ભાવ ભરેલો છે. આપમાં જેટલું સામર્થ્ય હોય એટલો અર્થ કાઢો. આજકાલ પીડા આપવાના અનેક નવા-નવા ઉપાયો શોધાયા છે. વિદેશી જાસુસો પકડાઈ જાય ત્યારે એમની પાસેથી શત્રુઓના ગુપ્ત ભેદ પ્રગટ કરાવવા માટે તેમને અનેક પ્રકારની અમાનુષિક પીડાઓ આપવામાં આવે છે. જેની આપ કલ્પના પણ નહીં કરી શકો બહુવિધિ કરે' માં તે બધી આવી જાય છે. પીડા દેવાના જેટલા પ્રકારની આપ કલ્પના કરી શકો તે કરો; તે બધા બહવિધિ કરે' માં સમાઈ જશે. તેમ છતાં પણ ક્રોધ ન કરે તો ઉત્તમક્ષમા બને–એમ કવિ કહેવા માગે છે. વાત આટલેથી જ પૂરી થતી નથી, આગળ પણ કહે છે –
ઘરૌં નિકારે તન વિદારે, બૈર જો ન તહાં ધરે !”
કોઈ દુષ્ટ જન અનેક પ્રકારે પીડા આપીને જતો રહે, પણ પછી તો આપણે ઘરમાં રહીને ઉપચાર અને આરામ કરી શકીએ છીએ, પરંતુ જો તે આપણને ઘરમાંથી જ બહાર કાઢી મૂકે તો શું કરીએ? ઘરથી પણ કાઢી મૂકે છતાં શરીર સ્વસ્થ છે તો કયાંકને કયાંક, કાંઈને કાંઈ કરીને જીવન ચલાવી લઈએ. પરંતુ જો એ ઘરથી પણ કાઢી મૂકે અને શરીરના પણ ફાડીને ટુકડા કરે તો ક્રોધ આવી જ જાય.
નહીં ભાઈ ! ત્યારે પણ ક્રોધ ન આવે તો ઉત્તમલમાં છે. અરે, ત્યારે