________________
ઉત્તમક્ષમા). પણ નહી, માની લો કે ક્રોધ ન કર્યો, પરંતુ મનમાં ગાંઠ બાંધી લીધી, વેર ધારણ કર્યું તોપણ ઉત્તમક્ષમા નથી.
ક્રોધ અને વેર સંબંધી આ પહેલાં સ્પષ્ટીકરણ કરવામાં આવેલું છે ક્રોધ કરવામાં આવે છે અને વેર ધારણ કરવામાં આવે છે અર્થાત્ ક્રોધમાં તત્કાલ પ્રતિક્રિયા થાય છે અને વેરમાં મનમાં ગાંઠ બાંધી લેવામાં આવે છે.
વેર તો આગ છે, અને આગ જયાં પણ રાખવામાં આવે, પહેલાં તેને જ બાળે છે; પછી બીજાને તો બાળે અથવા ન પણ બાળે. તેથી વેર પણ જે ધારણ કરે છે તેને જ બાળે છે, જેના પ્રત્યે વેર ધારણ કરવામાં આવે તેને તો તે બાળે અથવા ન પણ બાળે, કેમકે તેનું ભલું–બૂરૂ તો એનાં પુણ્ય-પાપનાં ઉદયને આધીન છે. - તેથી અહીં ક્રોધના અભાવની સાથે સાથે વેરના અભાવને ઉત્તમક્ષમા કહી છે.
પરંતુ આ બધી વાતો વ્યવહારની છે. નિશ્ચયથી તો બાહ્ય નિમિત્તોની પ્રતિકૂળતાઓ હોવા છતાં માત્ર ક્રોધની પ્રવૃત્તિ-ચેષ્ટા ન દેખાય તેટલા માત્રથી ઉત્તમક્ષમા કહી નથી. બહારમાં ક્રોધાદિની પ્રવૃત્તિ ન પણ દેખાય અને અંતરમાં ઉત્તમક્ષમાનો વિરોધી ક્રોધભાવ વિદ્યમાન હોય એમ પણ હોઈ શકે. તથા એમ પણ હોઈ શકે કે અંતરમાં આંશિક ઉત્તમક્ષમા વિદ્યમાન રહે તથાપિ બહારમાં ક્રોધાદિની પ્રવૃત્તિ દેખવામાં આવે. ' તેથી નિશ્ચય ઉત્તમક્ષમાનું સ્વરૂપ સમજવા માટે કાંઈક ઊંડાણમાં જવું પડશે. * શાસ્ત્રોમાં ક્રોધના ચાર પ્રકાર કહ્યા છે (૧) અનંતાનુબંધી, (૨) અપ્રત્યાખ્યાન, (૩) પ્રત્યાખ્યાન અને (૪) સંજવલન. ચોથા ગુણસ્થાનવાર્થી અવિરતસમ્યગ્દષ્ટિને અનંતાનુબંધી ક્રોધનો અભાવ થઈ ગયો છે, તેથી તેને તત્સંબંધી ઉત્તમક્ષમા ભાવ પ્રગટ થઈ ગયો હોય છે. પંચમ ગુણસ્થાનવર્તી અણુવતીને અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનસંબંધી ક્રોધના અભાવજન્ય ઉત્તમક્ષમા વિદ્યમાન છે. તથા છઠ્ઠા-સાતમા ગુણસ્થાનવર્તી મહાવ્રતી મુનિરાજોને અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન સંબંધી ક્રોધનો અભાવ હોવાથી તેઓ ત્રણેયના અભાવ સંબંધી ઉત્તમક્ષમાના ધારક હોય છે. નવમા-દશમા ગુણસ્થાનોથી ઉપરના તો પૂર્ણ ઉત્તમક્ષમાના ધારક છે.
ઉપરોકત વિધાન શાસ્ત્રીય ભાષામાં કરેલું છે, તેથી શાસ્ત્રોના