________________
ઉત્તમ બ્રહ્મચર્ય
- બ્રહ્મ અર્થાત નિજ શુદ્ધાત્મામાં ચરવું, રમવું એ જ બ્રહ્મચર્ય છે. જેમકે “અનગાર ધર્મામૃત” માં કહ્યું છે :
या ब्रह्मणि स्वात्मनि शुद्धबुद्धे चर्या परद्रव्यमुचप्रवृत्तिः । तद् ब्रह्मचर्यं व्रतसार्वभौमं ये पान्ति ते यान्ति परं प्रमोदम् ।।४/50।।
પર દ્રવ્યોથી ભિન્ન જે શુદ્ધ-બુદ્ધ નિજ આત્મા તેમાં ચર્ચા અર્થાત્ લીનતા થવી એને જ બ્રહ્મચર્ય કહે છે. વ્રતોમાં સર્વશ્રેષ્ઠ આ બ્રહ્મચર્ય વ્રત નો જેઓ પાલન કરે છે, તેઓ અતીન્દ્રિય આનંદ ને પ્રાપ્ત કરે છે.
આવા જ પ્રકારનો ભાવ “ભગવતી આરાધના'' અને પદ્મનંદી–પંચવિંશતિકાર માં પણ પ્રગટ કરવામાં આવેલો છે. આ
નિજ શુદ્ધાત્મામાં લીનતા એ જ બ્રહ્મચર્ય છે; તથાપિ જયાં લગી આપણે પોતાના આત્માને જાણીએ નહીં, માનીએ નહીં ત્યાં લગી એમાં લીનતા થવી કેવી રીતે સંભવિત બને? તેથી તો કહ્યું છે કે આત્મલીનતા અર્થાત્ સમ્યફચારિત્ર આત્મજ્ઞાન અને આત્મશ્રદ્ધાપૂર્વક જ થાય છે. બ્રહ્મચર્ય” ની સાથે જોડેલો “ઉત્તમ” શબ્દ પણ એ જ બોધ કરાવે છે કે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન સહિત આત્મલીનતા જ ઉત્તમ બ્રહ્મચર્ય છે.
તેથી જો સ્પષ્ટ છે કે નિશ્ચયથી જ્ઞાનાનંદવભાવી નિજ આત્માને જ પોતાનો માનવો, જાણવો અને એમાં જ જામી જવું, રમવું, લીન થઈ જવું – એ જ વાસ્તવિક બ્રહ્મચર્ય છે. १. जीवो बंभा जीवम्मि चेव चरियाहविज्ज जा जणिदो।
तं जाण बंभचेर विमुक्कापरदेहतित्तिस्स ।।८७८।। જીવ બ્રહ્મ છે, દેહના સેવાથી વિરકત થઈ ને જીવમાં જ જે ચર્ચા થાય છે તેને
બ્રહ્મચર્ય જાણો. ૨. આત્મા બ્રહ્મ વિવિઘોઘનિનો યત્તત્ર વી પર,
स्वागासंगविवर्जितैकमनसस्तद्ब्रह्मचर्य मुनेः।। બ્રહ્મ શબ્દનો અર્થ નિર્મળ જ્ઞાનસ્વરૂપ આત્માં છે. તે આત્મામાં લીન થવાનું નામ બ્રહ્મચર્ય છે. જે મુનિનું મન પોતાના શરીરથી નિર્મમપણાને પ્રાપ્ત થયું તેને વાસ્તવિક બ્રહ્મચર્ય હોય છે.