________________
૧૮૪
ધર્મનાં દશ લક્ષણ) પં. ફૂલચંદજી સિધ્ધાંતાચાર્ય વારાણસી (ઉ.પ્ર.)
જેવી રીતે આગમમાં દ્રવ્યના આત્મભૂત લક્ષણની દ્રષ્ટિથી બે લક્ષણ દ્રષ્ટિગોચર થાય છે, તેના દ્વારા એક જ વસ્તુ કહેવામાં આવી છે, તેવી જ રીતે ધર્મની આત્મભૂત સ્વરૂપની દ્રષ્ટિથી આગમમાં ધર્મના દશ લક્ષણ કહેવામાં આવ્યા છે. એના દ્વારા વીતરાગ-રત્નત્રય ધર્મ સ્વરૂપ એકજ વસ્તુ કહેવામાં આવી છે. તેમાં ભેદ નથી. “ધર્મના દશલક્ષણ' પુસ્તક એજ તથ્યને હૃદયંગમ કરવાની દૃષ્ટિથી લખવામાં આવેલ છે. સ્વાધ્યાય પ્રેમીઓએ આ દૃષ્ટિથી જ એનો સ્વાધ્યાય કરવો જોઈએ. આથી તેમને ધર્મનું સ્વરૂપ સમજવામાં પૂરી સહાયતા મળશે. આપ આ સફળ પ્રયાસ માટે અભિનંદનને પાત્ર છો વર્તમાન કાળમાં દશ લક્ષણ પર્વને પર્યુષણ પર્વ કહેવાની પરીપાટી ચાલે છે પણ એ ખોટી પરંપરા છે. પર્વનું સાચું નામ દશલક્ષણ પર્વ છે. આપણે દેખાદેખી છોડી વસ્તુસ્થિતિ સમજવી જોઈએ. આપ આપની, સાહિત્ય સેવાથી સમાજને આજ રીતે માર્ગ-દર્શન આપતા રહો.
- ફૂલચંદ શાસ્ત્રી
વયોવૃધ્ધ વિદ્વાન બ્ર.પં. મુન્નાલાલજી રાંઘેલીય (વણી)
ન્યાયતીર્થ સાગર (મ.પ્ર.) ડૉ. હુકમચંદજી ભારિલ લિખિત પુસ્તક “ધર્મના. દશલક્ષણ' ની પ્રશંસા બરાબર થઈ રહી છે તે યોગ્ય છે. તેમાં કંઈ અતિશયોકિત નથી. તેને અમે બીજા પ્રકારે (સ્વરૂપમાં) લખીએ છીએ. તે પ્રશંસા જડ પુસ્તકની નથી પણ તેના લેખક સમાજમાન્ય ચૈતન્ય જ્ઞાનવાળા પં. ભારિલજીની છે. નવી પેઢીને પંડિતજી જેવા તલસ્પર્શી તત્વજ્ઞાની વિદ્વાનોની ખૂબ જ જરૂર છે. ખાલી પદવીધારી (છાપવાળા) ની નહીં. જો કે પંડિતજીમાં બીજી ઘણી વિશેષતાઓ (કલાઓ) છે છતાં પણ જે તત્કાલ જરૂર છે તે તર્કશકિત અને પ્રતિભાનો સુમેળ છે જે સોનામાં સુગંધ જેવો છે અને તે ભારિલમાં છે.