Page #1
--------------------------------------------------------------------------
________________
અયકુમાર ચ
ગુજરાતી અનુવા
\
ગુજરાતીમાં અનુવાદ છે અનાજ કે સાત વીજ
Page #2
--------------------------------------------------------------------------
________________
ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
શ્રી અભયકમાર ચરિત્ર
મૂળકર્તા શ્રી ચંદ્રતિલક ઉપાધ્યાયજી
૦ ગુજરાતીમાં અનુવાદ કરનાર ૦
ગચ્છસ્થવિર વર્ધમાન તપોનિધિપ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજયલલિતશેખર સૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્નવિદ્વદ્વર્યસ્વ. પ. પૂ. આ. ભ.શ્રીમવિજયરાજશેખર સૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન કર્મ સાહિત્ય સર્જક સ્વ. પ. પૂ. આ. ભ. શ્રીમવિજય વીરશેખર સૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન
મુનિરાજશ્રી સુમતિશેખર વિજયજી
૦ પ્રકાશક છે. શ્રી ગોવર્ધન નગર – વીણાનગર થે. મૂર્તિ પૂજક તપગચ્છ જૈન સંઘ એલ.બી. એસ રોડ, ગોવર્ધન નગર–વીણાનગર મુલુન્ડ,
મુંબઈ ૪000૮0.
૦ દ્રવ્ય સહાયક ૦ શ્રી ગોવર્ધનનગર–વીણાનગર
શ્વે. મૂર્તિ પૂજક તપગચ્છ જૈનસંઘ આ પુસ્તક જ્ઞાનખાતાના દ્રવ્યથી છપાયેલું છે તેથી શ્રાવકે જ્ઞાનખાતામાં યથાયોગ્ય કિંમત ચૂકવીને પછી ઉપયોગ કરવો. અથવા પૂરી કિંમત ચૂકવીને માલિકી કરવી.
મૂલ્ય: ૧૫૦ રૂ.
Page #3
--------------------------------------------------------------------------
________________
• પ્રાપ્તિસ્થાન (૧) શ્રી ગોવર્ધન નગર – વીણાનગર ધે. મૂર્તિ પૂજક તપગચ્છ જૈન સંઘ એલ.બી. એસ રોડ, ગોવર્ધન નગરવીણાનગર મુલુન્ડ,
મુંબઈ ૪૦૦૦૮૦.
(૨) શ્રી ઝાલાવડ શ્વે. મૂ.પૂ. જૈન સંઘ
આરાધના ભવન, વિઠલ પ્રેસ રોડ, સુરેન્દ્રનગર, ૩૬૩૦૦૧
વિક્રમ સંવત
વીર સંવત ૨૫૪૦
ઈ.સ. ૨૦૧૪
૨૦૭૦
• મુદ્રક પાર્થ એન્ટરપ્રાઈઝ & મીત પેપર પ્રોડકટ ૦
નકુમ શેરી, શ્રોફ રોડ, કલેકટર કચેરી પાસે, રાજયોગ વાડીની સામે, રાજકોટ-૧ મોબાઈલ : ૯૮૨૫૪ ૬૭૯૨૮
૯૪૦૮૫ ૨૫૮૮
Page #4
--------------------------------------------------------------------------
________________
એક પ્રસ્તાવના : આ ભરતક્ષેત્રમાં મહાવીર પરમાત્માના સમકાલીન મગધ દેશમાં શ્રેણિક મહારાજા થયા. શ્રેણિક મહારાજા અને નંદાનો પુત્ર અભયકુમાર થયો. જે ચાર પ્રકારની બુદ્ધિનો સ્વામી હતો.
ત્પતિકી, વેનેયિકી, કાર્મિકી અને પારિણામિકી એમ ચાર પ્રકારની બદ્ધિ છે. વેનેયિકી અને પારિણામિકી એ બે બુદ્ધિ એકાંત કલ્યાણકારી છે. બાકીની બેમાં ભજના છે. રાજપુત્ર હોવા છતાં પોતાના બુદ્ધિબળથી પિતાનો પ્રધાનમંત્રી થયો. બાળપણથી જૈન શાસનને પામેલો હોવાથી આશ્રવના હેતુઓને પણ સંવરના હેતુઓ બનાવ્યા. પદ્ગલિક સુખમાં લેપાયો નહીં. પરિણામિક બુદ્ધિના પ્રભાવથી રાજ્ય મળતું હોવા છતાં તેનો સ્વીકાર નહીં કરીને આત્મ સામ્રાજ્યને પ્રાપ્ત કરાવી આપે તેવી પ્રવ્રજ્યાને સ્વીકારી મહાવીર પરમાત્માના શિષ્ય થયા. અગિયાર અંગ ભણીને ઉત્તમ આરાધના કરીને અનુત્તર વિમાનમાં અહમિન્દ્ર દેવ થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યભવ પામી ચારિત્ર ગ્રહણ કરી મુક્તિપુરીને પ્રાપ્ત કરશે.
પાઠક પ્રવર શ્રી ચન્દ્રતિલક ઉપાધ્યાય શ્રીજીએ સંસ્કૃતમાં આ મહાકાવ્યની રચના કરી છે. આખો ગ્રંથ ધર્મકથાનુ યોગનો હોવા છતાં ઘણાં પદાર્થોથી ભરેલો છે. અવસરે અવસરે સુંદર પદાર્થોને કથામાં વણી લેવામાં આવ્યા છે.
જામનગર નિવાસી પંડિત શ્રાવક હીરાલાલ હંસરાજે સ્વપરના શ્રેય માટે લીયંતર કરીને પોતાના શ્રી જૈન ભાસ્કરોદય છાપખાનામાં છપાવીને પ્રસિદ્ધ કરેલ છે.
આત્માનન્દ પ્રકાશના તંત્રીશ્રી મોતીચંદ ઓધવજીએ સાઈઠ વર્ષ પૂર્વે ગુજરાતીમાં ભાષાંતર કરીને છપાવેલ છે જે વર્ષોથી અપ્રાપ્ય છે.
ફરીથી ભાષાંતર કરીને આ ગ્રંથને સજીવન બનાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે. ગ્રંથનું ભાષાંતર કરતી વખતે મોતીચંદભાઈનું ભાષાંતર અનેક જગ્યાએ ઉપયોગી થયેલ છે. સંસ્કૃત ભાષાના અનભિજ્ઞ જીવો ગુજરાતીમાં વાંચીને હૈયામાં મનન કરીને પરમાત્માનું શાસન પામીને વહેલામાં વહેલા મુક્તિ સુખ પામે એ જ એકની એક શુણાભિલાષા.
મુનિશ્રી સુમતિશેખર વિજયજી. વિ. સં. ૨૫૪૦ કારતક સુદ-પુનમ રવિવાર, વિ.સં. ૨૦૭૦ શ્રી ચંદ્રપ્રભસ્વામી જૈન દેરાસર ઓશવાળ કોલોની, જામનગર,
635
Page #5
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા ૧. સર્ગ-૧: આ સર્ગમાં શ્રેણિકની પરીક્ષા, દેશાંતર ગમન, નંદાનું પરણવું, શ્રેણિકનો રાજ્યાભિષેક, અભયકુમારનો જન્મ, શ્રેણિક મહારાજાને મળવું વગેરે વર્ણન જણાવે છે. પેઈજ નં. ૧ થી ૨૨ ૨. સર્ગ-૨: નંદાનો રાજગૃહમાં પ્રવેશ, અભયકુમારનો વિવાહ, સુલસાને પુત્રોની પ્રાપ્તિ, ચલ્લણાનું હરણ, શ્રેણિક અને કૃણિકનો પૂર્વભવ, કૂણિક, હલ્લ, વિહલ્લની ઉત્પત્તિનું વર્ણન. પેઈજ નં. ૨૩ થી ૪૭ ૩. સર્ગ- ૩ઃ ધારિણીના દોહલાનું પૂરવું, મેઘકુમારનો જન્મ, શ્રી મહાવીર જિનનું આગમન, શ્રેણિકના સમ્યકત્યનો સ્વીકાર, અભયના શ્રાવક ધર્મનો સ્વીકાર, મેઘકુમારની દીક્ષા, તેના પૂર્વભવનું વર્ણન, વિજય વિમાનમાં ઉત્પત્તિ, અભયકુમારની દિન ચર્યાનું વર્ણન છે.
પેઈજ નં. ૪૮ થી ૭૭. ૪. સર્ગ-૪: ચેલણાને યોગ્ય એક સ્તંભ મહેલનું નિર્માણ, આમ્રફળનું ચોરવું, શ્રેણિકનું વિદ્યાગ્રહણ, દુર્ગધાની કથા, રોહિણેય ચોરને પકડવું, તેની દીક્ષાનું વર્ણન છે.
પેઈજ નં. ૭૭ થી ૯૮ ૫. સર્ગ–૫: આદ્રકુમારનો પ્રતિબોધ, દદ્રાંકદેવની ઉત્પત્તિ, હાર અને બેગોલકનો લાભ, તુલસના પ્રતિબોધનું વર્ણન છે.
પેઈજ નં. ૯૮ થી ૧૨ ૬. સર્ગ– ૬: ચેલણાને હાર અને નંદાને ગોલકનું દાન, તેના પ્રસંગથી આવેલ બ્રહ્મદત્રને વરદાનની પ્રાપ્તિ, મેતાર્ય મહર્ષિનું વર્ણન છે.
પેઈજ નં. ૧૨૭ થી ૧૪૫ ૭. સર્ગ– ૭ : દિવ્યહારનું સાંધવું, તેની ચોરી થવી, તેના અનુસંધાનમાં આવેલી ચાર કથા અને હારની પ્રાપ્તિનું વર્ણન છે.
પેઈજ નં. ૧૪૫ થી ૧૭૬ ૮. સર્ગ– ૮ રાજગૃહનો રોધ, ચંડ પ્રોતનો ભેદ, અભયકુમારનું હરણ, ચાર વરદાનની પ્રાપ્તિ, બંધમાંથી મુક્તિ, પ્રતિજ્ઞાનું પૂરું કરવું વગેરેનું વર્ણન છે. પેઈજ નં. ૧૭૬ થી ૨૦૦ ૯. સર્ગ– ૯ઃ કૃતિપુણ્યનો જન્મ, નંદિષેણ અને સેચનકની ઉત્પત્તિ, અભયકુમારની બુદ્ધિનો પ્રયોગ, કૃતપુણ્યને પુત્રાદિ લક્ષ્મીની સંપ્રાપ્તિ, શ્રીમદ્ મહાવીર જિનેશ્વરનું આગમન, કૃતપુણ્યનો પૂર્વભવ, વ્રતનું ગ્રહણ વગેરેનું વર્ણન છે.
પેઈજ નં. ૨૦૧ થી ૨૩૭ ૧૦. સર્ગ– ૧૦ઃ કાષ્ઠ કઠિયારાની કથા, માંસની માંઘાઈ, વિદ્યાધરે આપેલ વિદ્યાની પ્રાપ્તિ, કૃષ્ણ અને શુક્લ પ્રાસાદ પ્રસંગ, ધાર્મિક અને અધાર્મિકની પરીક્ષાનું વર્ણન છે. પેઈજ નં. ૨૩૮ થી ૨૪૮ ૧૧. સર્ગ–૧૧: શ્રી મહાવીર પરમાત્માનું રાજગૃહમાં આગમન, નમસ્કારના ફળ પ્રતિપાદક કથાનકો, અંતિમ રાજર્ષિ ઉદાયનનું ચારિત્ર ગ્રહણ અને અભયકુમારના વ્રતના અભિલાષ વગેરેનું વર્ણન છે.
પેઈજ નં. ૨૪૯ થી ૨૮૬ ૧૨. સર્ગ-૧૨ : અભયકુમારનો દીક્ષા મહોત્સવ, નંદાનું વ્રતગ્રહણ અને મોક્ષગમન અભયકુમારની દેશના અને સવાર્થસિદ્ધમાં ગમનનું વર્ણન.
પેઈજ નં. ૨૮૭ થી ૩૧૦
Page #6
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
सर्वज्ञाय नमः પાઠક પ્રવર શ્રી ચન્દ્રતિલકોપાધ્યાય રચિત શ્રી અભયકુમાર ચરિત્ર
પ્રથમ સર્ગ ગ્રંથનું મંગલાચરણઃ
આ અવસર્પિણીમાં પ્રથમ ધર્મના ઉપદેશક, કેવળજ્ઞાનરૂપી સૂર્ય, સુર અને અસુરોથી વંદન કરાયેલા શ્રી ઋષભ જિનેશ્વરને હું વંદન કરું છું. ૧. ઈન્દ્રો પણ જેઓના ચરણકમળમાં હંમેશા નમસ્કાર કરે છે તે અજિતનાથ વગેરે બીજા જિનેશ્વરો જય પામે છે. ૨. જેના શરીરની ઉલ્લાસ પામતી સુવર્ણની કાંતિએ ચૈત્ય વૃક્ષ ઉપર રહેલ ગરુડની કાંતિને ધારણ કરી તે શ્રી વીર જિનેશ્વર મારા કલ્યાણ માટે થાઓ. ૩. વસ્તુ પોતાની પાસે ન હોવા છતાં જેણે પોતાના શિષ્યોને આપી તે લબ્ધિમંત ગૌતમ ગણધાર ભગવંતને નમસ્કાર થાઓ. કહેવાનો ભાવ એ છે કે ગૌતમ સ્વામી મહારાજા પાસે કેવળજ્ઞાન ન હતું છતાં તેના બધા શિષ્યોને કેવળજ્ઞાન થઈ જતું હતું. ૪. શ્રી સુધર્મ ગણધર ભગવંતથી માંડીને છેલ્લા દુપ્રભસૂરિ સુધીના શ્રી યુગપ્રધાનોની શ્રેણી મારા હૃદયકમળમાં વાસ કરો. ૫. જેના બે ચરણ જ્ઞાન અને ક્રિયાને ચડવા માટે નિશ્ચિતપણે સ્કંધની ગરજ સારે છે, જેની બે બાજુઓ બે શાખાની ગરજ સારે છે, જેની આંગળીઓ પ્રશાખાની ગરજ સારે છે, જેના નખો પલ્લવોની ગરજ સારે છે. જેની દંતાલી પુષ્પોની ગરજ સારે છે. જેના હોઠ મકરંદની ગરજ સારે છે. જેની બે આંખો ભ્રમર જેવું આચરણ કરે છે. જેની કર્ણલતા સંયમશ્રી અને સરસ્વતીને હિંચકવાના બે ઝૂલાની ગરજ સારે છે, જેનો કપાળ સહિતનો નાસિકાવંશ ઘણાં કલ્યાણકારી મોક્ષરૂપી ફળોથી સારી રીતે ફલિત થયો છે. હિંચોડવાના સમયે સરસ્વતી વડે તુંબડીથી યુક્ત વીણાદંડ જેની નાસિકાવંશની ઉપર સ્થાપિત કરાયો છે તે આ વિબુધો વડે સેવાયેલ જિનેશ્વરસૂરિ રૂપી જંગમ કલ્પવૃક્ષ અભિવાંછિતને પૂરો. (૬-૧૦) સર્વ સાધુઓમાં શિરોમણિ સર્વ વિદ્યા રત્નોનાં સમુદ્ર, વિશાળ નિર્મળ ચિત્તવાળા એવા શ્રી વિજયદેવસૂરિ પાસેથી અર્થની પૂંજીની (મૂડીની) પ્રાપ્ત કરીને સ્વયં મંદ બુદ્ધિવાળો હોવા છતાં વણિકપુત્ર ધનાઢય થાય તેમ હું કંઈક જાણનારો થયો. તેથી શ્રી વિજયદેવસૂરિની સ્તવના કરું છું. અર્થાત્ ગુરુની કૃપાથી શાસ્ત્રાર્થને જાણનારો થયો. (૧૧-૧૨). જડ પણ નિસરણીની જેમ જેની (સરસ્વતીની) કૃપાને પ્રાપ્ત કરીને કવિ વડે રચાયેલ કાવ્યરૂપી મહેલ ઉપર સુખપૂર્વક આરોહણ કરે છે. ૧૩. જિનેશ્વરના મુખરૂપી કમળમાં વાસ કરનારી ચિંતામણિની જેમ અભીષ્ટ ફળને આપનારી સરસ્વતીની હું સ્તવના કરું છું. ૧૪. શાંત વગેરે અનેક અદ્ભુત રસો' રૂપી પાણીના સરોવર સમાન શ્રી અભયકુમારના ચરિત્રની હું સ્તવના કરું છું. ૧૫.
ચારિત્રનો પ્રારંભ જેમ સર્વ તારાઓમાં નક્ષત્ર અને જ્યોતિષિમાં ચંદ્રમા તેમ આ તીર્ચ્યુલોકમાં સર્વ દ્વીપોમાં પ્રથમ જંબૂ નામનો વિખ્યાત દ્વીપ છે. આ જંબુદ્વીપ હિમવર્ વગેરે સાત વર્ષધર પર્વતોથી ભરતાદિ છ વર્ષધર ક્ષેત્રોમાં વિભાજન કરાયો છે. વિદેહરૂપી ચાર દુકાનની શ્રેણીની શોભાવાળો છે. તેમાં ઊંચા સુંદર સુરાલયો આવેલા છે. (વ્યંતર દેવોના આવાસો) વિજય વગેરે આ ચાર દરવાજાવાળા કિલ્લાથી ચારે તરફ ઘેરાયેલ છે. ૧૭. આ જંબુદ્વીપની ફરતે કિલ્લા રૂપ વેદિકા છે. કિલ્લા પછી ચારે બાજુ પરિખા રૂપ લવણ સમુદ્ર રહેલો છે. આવો જંબુદ્વીપ નગરની શોભાને ધારણ કરે છે. અર્થાત્ નગરની જેમ શોભે છે. ૧૮. આ જંબૂઢીપ સર્વ દ્વીપોનો સ્વામી છે એમ અમે માનીએ છીએ. કારણ કે આ જંબુદ્વીપમાં કીર્તિસ્તંભરૂપ એક લાખયોજન ઊંચાઈવાળો મેરુ પર્વત મધ્યમાં આવેલો છે. ૧૯. આ જંબુદ્વીપમાં બત્રીસ વિજય રૂપ આભૂષણો ૧. રસઃ શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત એમ નવ રસ છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર છે. જે જિતવાની ઈચ્છાવાળો ઐશ્વર્યને ધારણ કરે છે તેથી આને મધ્યમાં રાખીને બીજા દ્વીપોરૂપી રાજાઓ આનું રક્ષણ કરી રહ્યા છે. ૨૦. જે તીર્થકરોની જન્મભૂમિ બને તેને વચનથી કેવી રીતે વર્ણવી શકાય? અથવા હાથીના પગલામાં બધાનાં પગલાનો સમાવેશ થઈ જાય છે. કહેવાનો ભાવ એ છે કે જંબૂદ્વીપ સર્વ દ્વિીપોમાં શ્રેષ્ઠ છે. ૨૧.
તેમાં ધર્મરૂપી.અનાજને ઉગવા માટે મેઘ સમાન એવું ભરતક્ષેત્ર છે. જેમ સાધુધર્મ છ વ્રતોથી સહિત છે તેમ તે છ ખંડોથી સહિત છે. ૨૨. પોતાના ખારા પાણીના અટકાવને કાબૂમાં નહીં રાખનાર લવણ સમુદ્રના ઉચ્છેદ માટે બાણનું અનુસંધાન કરવાની ઈચ્છાવાળા જંબૂદ્વીપે જગતરૂપી ધનુષ્યની સાથે હિમાદ્રીનું પણછ બાંધીને વૈતાઢય પર્વતરૂપી બાણ ફેંકવાની તૈયારી કરી રાખી છે. કહેવાનો ભાવ એ છે કે જંબૂઢીપે જગતી દ્વારા લવણ સમુદ્રના ખારા પાણીને રોકી રાખ્યા છે. ૨૩-૨૪. તે ભરતક્ષેત્ર વસુંધરા રૂપી સ્ત્રીનું લલાટ છે એમાં કોઈ સંશય નથી કારણ કે એની ઉપર ગંગા નામનું ચંદનનું તિલક છે. ૨૫. અમે આને આઠમના ચંદ્રનું સાદગ્ધ કેવી રીતે આપીએ? કારણ કે આની હજારમાં ભાગની કળાને પણ ચંદ્ર ધારણ કરતો નથી. ૨૬.
તે ભરતક્ષેત્રમાં મગધ નામનો દેશ છે તે નિશ્ચયથી સ્વર્ગનો એક ભાગ છે કેમ કે અહીં આવીને દેવો અમૃતનું ભોજન કરનારા થયા છે. ૨૭. તેમાં (મગધદેશમાં) માનસરોવર સમાન સરોવરો છે. ગંગા સમાન નદીઓ છે. દેવલોકની વાવડીઓ સમાન વાવડીઓ છે. પદ્મદ્રહ સમાન દ્રહો છે. ૨૮. જેમ પાપી ચોરો વડે પુણ્યશાળીઓની લક્ષ્મી હરણ કરાવે છતે ફરી ફરી વધે છે તેમ અનાજની લણણી થયા પછી ફરી ફરી ઉગે છે. ર૯.વિચિત્ર પ્રકારના તાજા હરિત ઘાસથી શંખવર્ણી થયેલી મગધ દેશની ભૂમિ જાણે મેરુપર્વતની સુવર્ણ ઘાસવાળી ભૂમિ ન હોય તેમ શોભી. ૩૦. જેમ વિંધ્યાચલની ભૂમિ ઉપર હાથિણીઓ ચરે છે તેમ મગધની ભૂમિ પર ઘડો ભરીને દૂધ આપનારી હજારો ગાયો ઈચ્છા મુજબ ચરે છે. ૩૧. જેમ નગરમાં રહેલો માણસ આજીવિકાથી સીદાતો નથી તેમ મગધ દેશના નારંગી-કેળ-આમ્ર-બીજપુર વગેરેથી ભરપુર અરણ્યમાં ભમતો માણસ સીદાતો નથી. ૩૨. ઉત્કંઠિત સ્ત્રીઓ જેમ સુભગ પુરુષને ભજે તેમ સૌભાગ્ય, નિર્ભયત્વ અને નિરીતિઓએ હંમેશા તેને ભજ્યા અર્થાત આ બધા ગુણો મગધ દેશમાં આવવા ઉત્કંઠિત હતા કેમકે મગધ દેશ આ બધા ગુણો માટે યોગ્ય હતો. ૩૩. જેમ સંધિવગેરે છ ગુણો સુરાજાને ભજે તેમ પોતપોતાનું ફળ આપતી છએ ઋતુઓ એકીસાથે મગધભૂમિને ભજવા લાગી. ૩૪. આકાશમાં જેમ સૂર્ય શોભે સરોવરમાં જેમ કમળ શોભે તેમ ત્યાં ભુવનમાં વિખ્યાત કુશાગ્રપુર નામનું નગર શોભતું હતું. ૩૫. તે નગરમાં મુનિઓને સંયમ (ચારિત્ર) હતું પણ બીજાઓને સંયમ (બંધન) ન હતું. મુનિઓને ત્રણ ગુપ્તિ (મનો ગુપ્તિ, વચનગુપ્તિ અને કાય ગુપ્તિ) હતી બીજા કોઈને ગુપ્તિ (કારાગૃહ) નહતું. મુનિઓને પાંચ સમિતિ (ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ, એષ્ણા સમિતિ, આદાનભંડમતનિક્ષેપણાસમિતિ, પારિષ્ઠાપનિકા સમિતિ) હતી. પણ બીજાઓને સમિતિ (વૈર) ન હતું. મુનિઓના જ હાથમાં મોક્ષદંડ દેખાતો હતો લોકમાં કોઈને દંડ કરવામાં આવતો ન
૧. નિરીતિઃ તિવૃષ્ટિનીવૃષ્ટિ: નમ: મૂષT: શૂT: | પ્રત્યાનાશ્વ રીનાનઃ પડેતા રૃત: મૃત: || (૧) અતિવૃષ્ટિ (ઘણો વરસાદ) (૨) અનાવૃષ્ટિ (દકાળ) (૩) તીડનો ભય (૪) ઊંદરનો ભય (૫) પોપટનો ભય અને (૬) પરરાજ્યનો ભય એમ છ ઈતિઓ છે. તે તે દેશમાં આ ઈતિઓ ન હતી. ૨. સંધિઃ (૧) સંધિ (મંત્રી) (ર) વિગ્રહ (યુદ્ધ)(૩) યાન (લડવા માટે કૂચ કરવીતે) (૪) આસન (પડાવ નાખીને રહેવું તે) (૫) કૈધીભાવ (શત્રને બહારથી મૈત્રીભાવ દર્શાવવો તે છેતરપીંડી) અને (૬) આશ્રય (શક્તિ ન હોય તો બળવાન ધાર્મિક રાજાનો આશ્રય કરવો તે.)
Page #8
--------------------------------------------------------------------------
________________
૩
સર્ગ-૧
હતો. ૩૬. અપત્ય વાચી પ્રત્યયાભાવ, વિકાર, દ્વન્દ્વ, વિગ્રહ, ક્રિયાતિપતિ, વિશ્લેષ, વર્ણનાશ, વિષર્ણય, નિપાત, આગમ, બાધ, વિકરણ, ઉપસર્ગ, ગુરુ, પર, લઘુ, પૂર્વ વ્યાકરણમાં હતા પણ પ્રજાજનમાં આમાનું કશું ન હતું. અર્થાત્ અપત્ય એટલે સંતાનનો અભાવ ન હતો. સૌ વિકાર રહિત હતા, કોઈને દ્વન્દ્વ (વેર) ન હતું. કોઈને વિગ્રહ (લડાઈ) ન હતી. કોઈમાં ક્રિયા (સદાચાર)નો નાશ ન હતો. કોઈને વિશ્લેષ (વિયોગ) ન હતો. કોઈમાં વર્ણનાશ (નિંદા) ન હતો. કોઈમાં વિપર્યય (દુર્મતિ) ન હતો. કોઈમાં નિપાત (અકાળ નાશ) ન હતો. કોઈમાં આગમનો બોધ (શાસ્ત્રનું ઉલ્લંઘન) ન હતો. કોઈ ઉપસર્ગો (પીડા કરનારા) ન હતા. કયાંય વિકરણો (વ્યાધિઓ) ન હતા. કોઈમાં ઉચ્ચ-નીચ, ગરીબ–તવંગરના ભેદો ન હતા. ૩૭–૩૮. વરુણદેવે તે દેશ ઉપર કૃપા કરી હતી કારણ કે જો એમ ન હોત તો તે દેશમાં સ્વાદિષ્ટ અને સ્વચ્છ પાણીવાળા, સરોવર, વાવડી અને કૂવાઓ ઘણાં ન હોત. ૩૯. તે નગરમાં સર્વ વ્યાપારીઓ રાજા જેવા હતા એમાં કોઈ શંકા ન હતી. કારણ કે તેઓનું દાન દાનશાળા કરતા જરાય ઉતરતું ન હતું. ૪૦. તે નગરમાં યુગલિકોની જેમ લોકો સ્વદારા સંતોષી, પુણ્યરૂપી કલ્પવૃક્ષ પાસેથી વાંછિતને પ્રાપ્ત કરનારા અને પાતળા ક્રોધવાળા હતા. ૪૧. પુંડરીક (સફેદ) કમળ સમાન મહેલો ઉપ૨ સ્વર્ણકુંભની શ્રેણી શોભતી હતી. તેથી કમળનો સમૂહ નગરમાંથી નીકળીને બહાર પિંડની જેમ રહ્યો. ૪૨. હરિના (કૃષ્ણના) ઉદરમાં જેમ આખું વિશ્વ હતું તેમ તે નગરની દરેક દુકાનોમાં કરિયાણા અને કપૂર વગેરેની સામગ્રી હતી. ૪૩. તે નગરમાં કોટિધ્વજાને લહેરાવતા ચૂના જેવા સફેદ રાજ્ય મહેલો જ્યોતિષના વિમાન જેવા શોભતા હતા. ૪૪. . તે નગરમાં ત્રાસ (એ નામનો મણિમા રહેલો દોષ) વગરનાં મણિવાળા હારની જેમ જગતને આનંદ આપનાર ભયથી મુક્ત કરનાર પ્રસેનજિત્ રાજા હતો. ૪૫. તેણે ઉન્મત્ત વનહસ્તી જેવા પ્રકૃષ્ટ બળવાળા શત્રુઓને પ્રબળતાથી જીતીને પોતાના નામને સાર્થક કર્યુ હતું. ૪૬. પોતાના સંગથી આકાશગંગાને પવિત્ર કરવા ઉધત થયેલી જાણે યમુના નદી ન હોય એવી ઉછળતી કાંતિવાળી ખડગલતા તેના હાથમાં ચમકી. ૪૭. ઘણાં પણ યાચકોનાં મુખરૂપી ચંદ્રોને જોવા છતાં પણ રાજાનો હાથ રૂપી કમળ કયારેય સંકોચ ન પામ્યો. કહેવાનો ભાવ એ છે કે ચંદ્રને જોઈને કમળ હંમેશા સંકોચ પામી જાય છે પણ યાચકોરૂપી ચંદ્રને જોઈને રાજાનો હાથ રૂપી કમળ સંકોચ ન પામ્યો. અર્થાત્ રાજા યાચકોને દાન આપતા ન થાકયો. ૪૮. આ રાજા સાક્ષાત્ કામદેવ છે એટલે પોતાના શત્રુની ઈર્ષ્યાથી કામદેવે પોતાની બે સ્ત્રી રતિ અને પ્રીતિ સર્વાંગથી આલિંગન કરીને રાખી. ૪૯. રૂપથી શોભતો હોવા છતાં તે પરસ્ત્રીઓ માટે ભાઈ સમાન હતો. આથી જ્યાં રૂપ છે ત્યાં ગુણો છે એ કહેવતને તેણે સાર્થક કરી બતાવી. ૫૦. પરણાયેલી શીલવતી દક્ષકન્યાઓથી જેમ ચંદ્રનું અંતઃપુર ઉજ્જ્વળ થયું તેમ પરણાયેલી રાજકન્યાઓથી આનું અંતઃપુર ઉત્તમ થયું. ૫૧. સત્ફળવાળા વૃક્ષની જેમ સમ્યક્ત્વ અને અણુવ્રત ધરનારો તે રાજા પાર્શ્વનાથ જિનેશ્વરના શાસનરૂપી આમ્રવૃક્ષ ઉપર પોપટ સમાન થયો. પ. જેમ ઈન્દ્રને ઈન્દ્રાણી, ચંદ્રને રોહિણી, કૃષ્ણને લક્ષ્મી પટ્ટરાણી છે તેમ તેને ધારિણી નામે પટ્ટરાણી હતી. ૫૩. અનેક રાજાઓ વડે ભોગવાયેલી, જળ (પાણી)ના સંગવાળી, કાદવવાળી, હંમેશા છિદ્રને ભજનારી કાશ્યપ પુત્રી ધરિણી (પૃથ્વી)ની સાથે વિપરીત ગુણવાળી ધારિણીની સરખામણી કેવી રીતે કરી શકાય ? અર્થાત્ ધારિણી પૃથ્વીના ગુણોથી વિપરીત ગુણવાળી હતી. ૫૪. બીજી
૧. દક્ષકન્યાઓ : લોકવાયકા છે કે દક્ષ પ્રજાપતિનો પુત્ર હતો. અને તેને ઘણી પુત્રીઓ હતી. તેમાંથી નક્ષત્રના નામવાળી સત્યાવીશ કન્યાઓ (અશ્વિનીથી રેવતી સુધીની) ચંદ્રને પરણાવી હતી.
Page #9
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર વાત હમણાં બાજુ ઉપર રાખો પણ એક માત્રાથી અધિક ધારિણીથી તે ધરિણી જિતાયેલી છે. ૫૫. શ્રીશીલરત્નરૂપી અલંકારથી હંમેશા શોભતી તેની બીજી ગુણશ્રેણી સૌભાગ્ય ઉપર મંજરી સમાન હતી. ૫૬. જેમ વેલડીનું મૂળ જીવતું હોય ત્યારે પત્ર-પુષ્પ અને ફળો શોભે તેમ શુદ્ધ ધર્મમાં રત તેના બધા ગુણો અત્યંત શોભી ઉઠ્યા. પ૭. ઈન્દ્ર અને ઈન્દ્રાણીને જેમ જયંત નામનો પુત્ર થયો તેમ પ્રશસ્ત ભોગોને ભોગવતા તે બંનેને કુલનંદન (કુલની ખ્યાતિ કરનાર) શ્રેણીક નામે પુત્ર થયો. ૫૮. આ શ્રેણિક દુઃખીઓના સમૂહને રક્ષણ માટે સુભટના સમૂહને યુદ્ધ માટે, યાચકોની શ્રેણીને દાન માટે આમંત્રણ આપશે એ પ્રમાણે મનમાં ત્રણ પ્રકારે વિચારીને માતાપિતાએ આ વીરનું શ્રેણિક એ પ્રમાણે યથાર્થ નામ પાડ્યું એમ હું માનું છું. ૫૯-૬૦. જ્યોતિષ શાસ્ત્રમાં પારંગત હોવા છતાં આને તિથિની બ્રાન્તિનું એક મોટું દૂષણ હતું એમ હું માનું છું. ૬૧. પર્વત જેવા બીજાના મોટા દોષોને ગ્રહણ કરવામાં તેની જીભે હંમેશા મૌન એકાદશીનું વ્રત ગ્રહણ કર્યું. અર્થાત્ મૌન એકાદશીના દિવસે મૌનવ્રત ધારણ કરાય છે તેમ બીજાના દોષો બોલવામાં હંમેશા મૌન એકાદશી વ્રતનું આચરણ કરતો હતો. આ એનો રોજનો નિયમ હતો તેથી એને બધી તિથિઓ મૌન એકાદશી જેવી હતી. દર. રોહણાચલ પર્વતમાંથી ઉત્પન્ન થતા મણિઓની જેમ તે રાજાને શૂરવીર, ઉદાર, સ્થિર, ધીર ગંભીર, સ્વરૂપવાન બીજા પુત્રો હતા. ૬૩.
એક વાર પ્રસેનજિત રાજાએ વિચાર્યું કે શેષનાગની જેમ પૃથ્વીના ભારને ધારણ કરવા કયો કમાર સમર્થ છે? ૬૪. તેથી તેની પ્રથમથી જ પરીક્ષા કરી લેવી ઉચિત છે. સંગ્રામ ઉપસ્થિત થયા પછી શું ઘોડાને પલોટવા બેસાય છે? ૬૫. જેમ શ્રાદ્ધના ભોજનમાં જે થાળો બ્રાહ્મણોને અપાય તેમ રાજાએ ઘી-ખાંડ અને દૂધથી મિશ્રિત ભોજનનાં થાળો પુત્રોને પીરસાવ્યા. દ૬. પુત્રો સ્વાદિષ્ટ ભોજન કરતા હતા ત્યારે ડુક્કરો ઉપર કૂતરા છોડવામાં આવે તેમ ઘણા ફાડેલા મુખવાળા કૂતરાઓને તે પુત્રો ઉપર છોડવામાં આવ્યા. ૬૭. શ્રેણિક સિવાયના અર્ધ ભોજન કરેલા, ભયોથી યુક્ત, એઠા હાથ અને મુખવાળા કુમારો ગામના કૂંડની જેમ નાશી ગયા. ૬૮. શ્રેણિકે ભાઈઓની થાળીમાં વધેલાં પાયસને ભુતશરાવ ની જેમ કુતરાઓને ખાવા આપ્યું. ૬૯ નિધાનને જોઈને જેમ હર્ષ પામે તેમ શ્રેણિકને જોઈને હર્ષિત થયેલ પ્રસેનજિત રાજાએ મનમાં વિચાર્યુઃ ૭૦. જેમ માંત્રિક સર્પોને વશ કરે તેમ આ જે તે પ્રકારથી શત્રુઓને રૂંધશે અને સ્ત્રીની જેમ પૃથ્વીને ભોગવશે. ૭૧. આ પુત્ર એક પરીક્ષામાં ઉત્તીર્ણ થયો. ફરી હું આની પરીક્ષા કરું કારણ કે ક્યારેક પરીક્ષાવિધિમાં કાકતાલીય ન્યાય ઘટી જાય. ૭૨.
એકવાર રાજાએ લાડુઓથી ભરેલો કરંડિયો તથા સાક્ષાત્ કામઘટ હોય તેવા પાણી ભરીને મુદ્રિત કરેલા ઘડાઓ પુત્રોને અપાવ્યા. ૭૩. તેઓને આદેશ કર્યો કે વિદ્યા સિદ્ધ મનુષ્યોની જેમ આ મુદ્રાને ભેદ્યા વગર લાડુને ખાઓ અને પાણી પીઓ. ૭૪. શ્રેણિક સિવાયના કુમારો મંદબુદ્ધિથી ભોજન-પાણી કર્યા વગરના રહ્યા. ઉપાયના જ્ઞાનથી રહિત જીવોને કાર્યની સિદ્ધિ ક્યાંથી થાય? ૭૫. શ્રેણિકે કરંડિયાને ઠોકી ઠોકીને સળીઓનાં કાણામાંથી નીકળેલા લાડુના ભુકાનું ભોજન કર્યું. કેમ કે બુદ્ધિ એ ઉત્તમ કામધેનુ છે. ૭૬. તેણે જલદીથી ઘટના પેટમાંથી ઝરતા પાણીથી ભરાયેલ કચોળામાંથી પાણી પીધું. પ્રતિભાવંત જીવોને કાર્યસિદ્ધિમાં કેટલી વાર લાગે? ૭૭. શ્રેણિકની બુદ્ધિ જોઈને ઉત્પન્ન થયેલ આનંદ રાજાના શરીરમાં સમાયો નહિ. શું ચંદ્રના ઉદયને જોઈને સાગર ઉછળતો નથી? અર્થાત્ ઉછળે છે. ૭૮. શ્રેણિક બીજી પરીક્ષામાં ૧. માત્રાથી ધારિણી અને ધરિણીમાં એક માત્રાનો તફાવત છે. ધારિણીમાં પાંચ માત્રા છે જ્યારે ધરિણીમાં ચાર માત્રા છે. ૨. ભૂતશરાવઃ ભૂતને બલિ ચડાવવાનો કોડિયો (શકોરો) ૩. કાકતાલીય ન્યાય: કયારેક કાગનું બેસવુ અને ડાળનું પડવું બની જાય. તેથી કાગનું બેસવું ડાળના પડવાના કારણરૂપ નથી. અહીં કાર્યકારણ ભાવ નથી. જ્યાં કાર્ય કારણ ભાવ હોય ત્યાં સિદ્ધાંત ઘટી શકે.
Page #10
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧ પાસ થયો કેમ કે કષ કે તાપ પરીક્ષામાં સોનું એ સોનું જ રહે છે. ૭૯. જેવી રીતે કર્મશાસ્ત્રમાં નિપુણ કર્મબંધાદિક (બંધ-ઉદય-ઉદીરણા–સત્તા)નો વિચાર કરે તેમ મારે રાજ્ય ચલાવવાનું ઉત્તમ મુખ્ય લક્ષણ આનામાં છે કે નહીં તે તપાસવું જોઈએ. ૮૦. એમ વિચારીને પ્રસેનજિત રાજાએ પુત્રોને કહ્યું : શિષ્યો જેમ પોતાના ગુરુના ચરણોનું પ્રક્ષાલન કરે તેમ તમે પાણીથી ભરેલા સુવર્ણ કુંભોથી મારા ચરણોનું પ્રક્ષાલન કરો. ૮૧. ભારવાહકની જેમ ખભા ઉપર કળશ લઈને બીજા પુત્રોએ પિતાના બંને ચરણોનું પ્રક્ષાલન કર્યું. ૮૨. શ્રેણિકે પોતાના મિત્ર મંત્રીપુત્રના ખભા ઉપર સુવર્ણ કળશ મુક્યો. એમ કરીને તેણે પીંછા વિનાના મોરના બચ્ચાની જેવી ચેષ્ટા કરી. અર્થાત્ લોકમાં નિંદનીય બને તેવી ચેષ્ટા કરી. ૮૩. રાજ્યાભિષેક મહોત્સવ વખતે યુગલિકોએ જેવી રીતે દેવો વડે પૂજાયેલા શ્રી યુગાદિ પ્રભુના સૌભાગ્યશાળી બે ચરણોની પૂજા કરી હતી તેવી રીતે શ્રેણિકે પિતાના બે ચરણોની પૂજા કરી. ૮૪. શ્રેણિકના તેવા પ્રકારના આચરણને જોઈને શરીરમાં નહીં સમાતી પ્રીતિને સ્થાન આપવા માટે રાજાએ મસ્તક ધુણાવ્યું. ૮૫ અને વિચાર્યું: અહો! આનું શૌર્ય કેવું છે ! અહો! આની બુદ્ધિ કેવી છે ! અહો ! આનું નેતૃત્વ કેવું છે ! અહો! આનું સર્વ આવું અપૂર્વ છે. ૮૬.
ત્રણ પરીક્ષાથી શ્રેણીકની યોગ્યતા પૂરવાર થઈ કેમ કે ત્રણ વાર બોલીને પ્રતિજ્ઞા કરાયેલું સઘળું પણ પાકું થાય છે. ૮૭. બધા કુમારોમાં આ જ રાજ્યલક્ષ્મીને અલંકૃત કરશે. સમુદ્રોમાં ઘણાં મણિઓ છે પણ કૃષ્ણનું આભૂષણ કૌસ્તુભમણિ જ થાય છે. ૮૮. જેમ સ્ત્રીઓના હૃદયમાંથી છાની વાત પ્રગટ થઈ જાય તેમ તે નગરનાં લોકોનાં ઘરોમાંથી પ્રાયઃ અગ્નિ ઉત્પન્ન થયો. ૮૯. અમારી ઘોષણાની જેમ પટહ વગડાવીને રાજાએ આ પ્રમાણે ઘોષણા કરાવી. ૯૦. રાફડામાંથી ઉત્પન્ન થતા સાપની જેમ જેના ઘરમાંથી અગ્નિ ઉત્પન્ન થશે તેને પર્ષદામાંથી જેમ કોઢિયો દૂર કરાય તેમ નગરમાંથી બહાર કાઢવામાં આવશે. ૯૧. પછી જેના ઘરે નિરંકુશ અગ્નિ ઉત્પન્ન થયો તેને દેવલોકમાંથી સંગમદેવને બહાર કાઢવામાં આવ્યો તેમ બહાર કાઢ્યો. ૯૨.
એકવાર રસોઈયાની બેદરકારીથી રાજાના મહેલમાં અગ્નિ ઉત્પન્ન થયો. આ જગતમાં અગ્નિ અને દુર્જન સમાન છે. કેમ કે બંનેનું બાળવાનું કાર્ય સમાન છે.) ૯૩ પછી શત્રુની લડાઈની જેમ અગ્નિ પ્રજ્વલિત થયે છતે રાજાએ સુભટ જેવા કુમારોને આદેશ કર્યો-૯૪. હે પુત્રો! જે જે ગજાદિકને ગ્રહણ કરશે તે તેની માલિકીનું ગણાશે. સઘળું નાશ પામતું હોય ત્યારે તેમાંથી જેટલું બચે તે સારું છે. અર્થાત્ નહીં બચાવવામાં આવશે તેટલું અવશ્ય નાશ પામવાનું છે. ૯૫. કોઈકે હાથીને, કોઈકે ઘોડાને, કોઈકે મોતીના ઢગલાને, કોઈકે બે કુંડલને, કોઈકે ઉત્તમ ગળાના હારને, કોઈકે એકાવલી હારને, કોઈકે અંગદને, કોઈકે ઉત્તમ મુગટને, કોઈકે ઉલ્બણ કંકણને, કોઈકે માણિક્યના સમૂહને, કોઈકે સુવર્ણના ઢગલાને, કોઈકે દીનારની પેટીને, કોઈકે ચંદનના ટૂકડાને, કોઈકે કૃષ્ણાગરૂ ધૂપના સમૂહને, કોઈકે સુગંધિ કપૂરને, કોઈકે યક્ષકઈમને (કુંકુમ–અગરુ-કસ્તુરી-કપૂર અને ચંદનનું મિશ્રણ), કોઈકે ઉત્તમ ગુલાબને કોઈકે મુલાયમ રેશમી વસ્ત્રને ગ્રહણ કર્યું. (૯૬-૧૦0) એ પ્રમાણે રાજા વડે આદેશ અપાયેલ કુમારોએ લોભથી વસ્તુઓને લીધી. ઈચ્છા મુજબ વસ્તુઓ પ્રાપ્ત થાય ત્યારે કોણ પાછી પાની કરે? ૧૦૧. શ્રેણિકે જાણે સ્વયં ચાલી આવનાર રાજ્યલક્ષ્મીના બાના સ્વરૂપ વિજય ઢક્કાને ગ્રહણ કરી. ૧૦૨. પછી બધા કુમારો હાથતાળી વગાડીને હસ્યા. અરે ! આણે (શ્રેણિકે) ભાંભિકને યોગ્ય એવું આ શું લીધું? ૧૦૩. પિતાએ પણ
૧. ભાંભિક: ભંભાનો વગાડનાર
Page #11
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર કહ્યુંઃ હે પુત્ર! આ તારી કેવી ચેષ્ટા! નાનો બાળક પણ આ અવસરે મહાધનને ગ્રહણ કરે. ૧૦૪. અંજલિ જોડીને શ્રેણિકે કહ્યું : હે તાત! આ જયનું સૂચક છે અને રાજાઓનું સર્વસ્વ જય છે તેથી મહાધન કેમ નહીં? ૧૦૫. હે સ્વામિન્ ! દિગ્યાત્રાના આરંભમાં શંખના ધ્વનિની જેમ આના શબ્દથી જ રાજાઓને મંગલ થાય છે. ૧૦૬. જેણે યુદ્ધમાં ભંભાનું રક્ષણ કર્યુ તેણે જયશ્રીનું રક્ષણ કર્યુ. જેનું પત્નીની જેમ અથવા પિતાની કીર્તિની જેમ રક્ષણ કરવું જોઈએ. ૧૦૮.જેમ મેઘની ઘોર ગર્જનાથી વિદૂર પર્વતની ભૂમિ રત્નાકુરોથી છવાઈ જાય તેમ શ્રેણિકના આવા વચનો સાંભળીને રાજા રોમાંચથી ભરાઈ ગયો. ૧૦૯. અને વિચાર્યું : આની વચન ચાતુરી અપૂર્વ છે. હું માનું છું કે બૃહસ્પતિને આવી વાણી ન હોય. ૧૧૦. અહો ! આ બાળકની ઉદારાશયતા કેવી અદ્ભુત છે ! સિંહના બચ્ચાનો મનોરથ હાથીને જીતવાનો હોય છે. ૧૧૧. નાના પણ દીપકની રુચિ અંધકારના સમૂહને ખાઈ જવાની હોય છે. અમૃતના ટીપાંની પણ ઈચ્છા વ્યાધિઓના સમૂહનો નાશ કરવાની હોય છે. ૧૧૨. જેમ અદ્ભુત કાર્ય કરનારને સુભટનું બિરુદ અપાય તેમ રાજાએ શ્રેણિકને ભંભાસારનું બિરુદ આપ્યું. ૧૧૩. જેના ઘરમાંથી અગ્નિ ઉત્પન્ન થશે તેને નગરમાંથી બહાર કઢાશે એવા પોતાએ બોલેલા વચનને રાજાએ યાદ કર્યું. કેમ કે સજજનોની સ્મૃતિ નજીકમાં રહેલી હોય છે . અર્થાત સજ્જનો પોતાના બોલેલા વચનને યાદ રાખે છે. ૧૧૪. જો હું જાતે નીતિનું પાલન નહીં કરું તો બીજાની પાસે કેવી રીતે નીતિનું પાલન કરાવી શકીશ? જે વૈદ્ય પોતાની ચિકિત્સા નથી કરતો તે શું બીજાની ચિકિત્સા કરી શકશે? ૧૧૫. અને બીજું રાજા નગરમાંથી નીકળીને બીજે આવાસ કરીને રહ્યો અને પોતાને સત્યપ્રતિજ્ઞાવાળો કર્યો કેમ કે સજજનોની પ્રતિજ્ઞા ભાંગતી નથી. ૧૧૬. જેમકે પદ્મચરિત્રમાં સંભળાય છે કે સત્યપ્રતિજ્ઞાને કારણે રામ પિતાનું રાજ્ય છોડીને વનમાં ગયા. ૧૧૭. બહાર વસવાટ કરવાની પ્રતિજ્ઞાવાળા મારું અને તેનું (રામનું) મેરુ અને સરસવ જેટલું અંતર છે. ૧૧૮. એ પ્રમાણે સદ્ધિથી વિચારીને બૃહસ્પતિ જેવા રાજાએ દિગ્યાત્રીની જેમ નગરની બહાર આવાસો વસાવ્યા.
તે વખતે શિબિરની અંદર સંચાર કરતા લોકોએ સંલાપ કર્યો કે અરે ! તું કયાં ચાલ્યો? હે મિત્ર! હું રાજાના ઘર તરફ જાઉં છું. ૧૨૦. પછી રાજાએ ત્યાં કિલ્લાથી યુક્ત, મહેલોવાળું, મંદિરોથી સુંદર, ઉત્તમ બજારો અને ચતુર્ધટ્ટોથી સુંદર, હવેલીઓ, સરોવર, વાવડી, કૂવા અને ઉદ્યાનો અને સભાઓથી યુક્ત એવું રાજગૃહ નામનું નગર વસાવ્યું. ૧૨૧-૧૨૨. રાજાએ ત્યાં વસવાટ કર્યો એટલે ક્રમે કરીને તે નગર પણ કુશાગ્રપુરની જેવું થયું. અથવા દિવસ સૂર્યને અનુસરે છે. અર્થાત્ સૂર્યની પાછળ દિવસ ચાલે છે. ૧૨૩. ફરી પણ રાજાએ ચિત્તમાં પ્રિયાની જેમ ચિંતા કરી કે જો હું વસ્ત્ર-અલંકાર વગેરેથી શ્રેણિકનું સત્કાર કરીશ તો પોતાને રાજયોગ્ય માનતા તેના ભાઈઓ આનું અશુભ કરશે. કારણ કે ઘણા દૂરગ્રહોથી શુભ ગ્રહ પરાભવ પમાડાય છે. ૧૨૪. તેથી હું આ પત્રની સાથે અનાદરભર્યુ વર્તન રાખ્યું અને બીજા પત્રો ઉપર આદરભર્યું વર્તન રાખું બુદ્ધિમાનોએ કાલોચિત કરવું જોઈએ. ૧૨૬. જેમ ભાણિયાઓને થોડો થોડો ભાગ વહેંચી આપે તેમ રાજાએ બાકીના કુમારોને અલગ અલગ દેશો વહેંચી આપ્યાં. ૧૨૭. આને ભવિષ્યમાં રાજ્ય મળશે તેથી દુર્ભગના પુત્રની જેમ શ્રેણિકને રાજાએ કંઈ પણ ન આપ્યું. કેમ કે સંતો દીર્ધદષ્ટિ હોય છે. ૧૨૮. આ પરિસ્થિતિનો વિચાર કરીને શ્રેણિકે વિચાર્યુઃ હું વિનીત હોવા છતાં પણ પિતા મારા ઉપર આવું ઓરમાયું વર્તન કરે છે તો શું હું તેનો પુત્ર નથી? ૧૨૯, બીજો કોઈ સમર્થ પણ મારો પરાભવ કરત તો હું તેને ધોળે દિવસે તારા દેખાડત પણ જન્મ આપનાર અને પાલન પોષણ કરનાર પિતા વડે પરાભવ પમાડાયેલ હું શું કરું? કહ્યું છે કે નીતિની આરાધના કરવી જોઈએ, કોપ ન કરવો જોઈએ. ૧૩૦-૧૩૧.
Page #12
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧
૭
જે પિતાથી તિરસ્કાર કરાયો હોય તેને લોકમાં પ્રતિષ્ઠા મળવી દુર્લભ છે. કારણ કે જે ઘરમાં હલકો છે તે બહાર પવન વડે ઉડાળી દેવાશે. અર્થાત્ જેને ઘરમાં માન નથી તેને લોકમાં માન કયાંથી મળે ? ૧૩૨. આધિ સારી, વ્યાધિ સારી, ભિક્ષા સારી, વૃદ્ધાવસ્થા સારી, અંધાપો સારો, વંધ્યત્વ સારું, દુઃખ સારું, શત્રુ સારો પણ વિષકન્યાની જેમ થયેલું અપમાન સારું નથી. ૧૩૩–૧૩૪. શરીરની અંદર રહેલા વ્રણ (જખમ)ની જેમ માની પુરુષોને સામાન્ય પણ પરાભવ દુઃસહ છે તો પછી શું ભાઈઓનો પરાભવ વિશેષથી દુઃસહ ન થાય ? અર્થાત્ થાય. ૧૩૫. જેમ મંદ પ્રતાપી સૂર્યને સંધ્યા સમયે અસ્ત પામી જવું સારું છે તેમ પરાભવ પામેલા માટે વિદેશમાં જવું કલ્યાણકારી છે. ૧૩૬.
ન
પછી સર્વપણે અભિમાની શ્રેણિક જંગલમાંથી નીકળેલા સિંહની જેમ પોતાના નગરમાંથી નીકળીને બેનાતટ નગરમાં ગયો. ૧૩૭. તેણે તે નગરમાં જાણે જંગમ લક્ષ્મી (ઐશ્વર્ય) ન હોય તેવા અલંકાર સહિત, સુનેપથ્યવાળા, સુરૂપ વિલેપન સહિત લોકને જોયો. ૧૩૮. તેવા પ્રકારના નગરના દર્શનથી આ અત્યંત આનંદિત થયો. સુંદર વસ્તુના દર્શનથી કોને આનંદ ન થાય ? ૧૩૯. શ્રેણિકે ત્રાજવું અને રત્નની પેટી લઈને વિશાળ આસન ઉપર બેસીને દાઢી માથાના લટકતા વાળવાળા, સૌમ્ય, પરિણત વયવાળા, રૂપથી સુંદર અને સુભગ નગરના અધિષ્ઠાયક ન હોય એવા ભદ્ર નામના શેઠને દુકાનમાં બેઠેલા જોયા. ૧૪૦–૧૪૧. જાણે સાક્ષાત્ ભદ્રોદય ન હોય તેવો ભદ્રમૂર્તિ શ્રેણિક અગણ્ય કરિયાણાથી ભરેલી દુકાનમાં પ્રવેશ્યો. ૧૪૨. તે દિવસે નગરમાં ઉત્સવ મંડાયો હતો. તેથી જેમ ગુરુ શિષ્યોની સાથે વ્યગ્ર હોય તેમ શ્રેષ્ઠી ગ્રાહકોની સાથે વ્યાકુલ હતો. ૧૪૩. તે આ પ્રમાણે- જેમ લક્ષણ સર્ણને ઈચ્છે છે તેમ કેટલાકો સર્ણ કર્પૂરની યાચના કરે છે. કેટલાકો દાહને નાશ કરનારા સદાગમની જેમ ચંદનની યાચના કરે છે. બીજા કેટલાક અર્થસારવાળી અર્થનીતિની જેમ કસ્તૂરિકાની યાચના કરે છે. કેટલાકો તર્કશાસ્ત્રની જેમ તીક્ષ્ણ રંગને આપનાર કુંકુમની યાચના કરતા હતા. બીજા કેટલાકે પવિત્ર ધર્મગ્રંથોની જેમ સ્ફુરાયમાન થતા પવિત્ર ગંધવાળા ગંધોની યાચના કરી. કેટલાકે સંવેગગ્રંથની જેમ સુંદર યોગને કરનાર દ્રવ્યની યાચના કરી. બીજા કેટલાકો મહાકાવ્યની જેમ ખાંડવા માટે સમર્થ ખાંડણીયાને માગતા હતા. કેટલાકો અલંકારની આવલિ (શ્રેણી)ની જેમ સરસ સાકરને માંગતા હતા. જેમ પ્રત્યય અને પ્રકૃતિની વચ્ચે વાચ્ય અર્થ પ્રગટ કરવામાં વિકરણ પ્રત્યય સહાય કરે તેમ શ્રેણિકે શ્રેષ્ઠીને પડિકા બાંધવામાં સહાય કરી. ૧૪૮. ઘણાં ધનની કમાણી થવાથી શ્રેષ્ઠી ઘણાં હર્ષને પામ્યો. વણિકો દુકાનમાં થતા ધનલાભને પુત્ર લાભ કરતા અધિક માને છે. ૧૪૯. આના પ્રભાવથી મારે વરસની કમાણી આજે ક્ષણથી થઈ ગઈ. અપતીર્થિકના જવાથી શું લક્ષ્મી સાત પેઢીથી ન ચાલી આવે ? અર્થાત્ આવે છે. ૧૪૪–૧૫૦. પુત્રીને પરણતો, રત્નાકાર સમાન કોઈ દિવ્ય પુરુષને મેં આજે સ્વપ્નમાં જે જોયો તે આ જ છે એમાં સંશય નથી. ૧૫૧. કહ્યું છે કે– પ્રભાતનું સ્વપ્ન, સવારની ગર્જના, તથા સવારની સ્મૃતિ હંમેશા જ રૂપ આપનારી છે. ૧૫૨. જેમ જનક પુત્રી સીતા નરશિરોમણિ રામને વરી તેમ ઉત્તમ વરને વરનારી મારી નંદા પણ કન્યા ધન્ય છે. ૧૫૩. જે આ પુત્રીના વરને પ્રાપ્ત કર્યો તે સંબંધથી અમે ધન્ય બન્યા. ખરેખર રૂપ–શીલ અને ગુણથી યુક્ત જમાઈ મળવો દુર્લભ છે. ૧૫૪. જેમ વણિક પુત્ર રાત્રે શેઠિયાઓના બે પગોની ચંપી કરતો ક્લેશ પામે છે તેમ પુત્રીના
૧. પ્રત્યય અને પ્રકૃતિ ઃ નમવા અર્થમાં નમ્ ધાતુ પ્રકૃતિ છે. તેને ક્રિયાપદનો તિવ્ પ્રત્યય લાગે છે. આ બેની વચ્ચે વિકરણ પ્રત્યય શવ્ લાગીને ક્રિયાનો અર્થ પ્રકટ કરે છે. નમ્ + તિવ્ नम् + शव्+तिव् નતિ તે નમે છે. વિકરણ શબ્ ન હોય તો નતિ પદ ન બને અને કર્તરિ પ્રયોગનો અર્થ પ્રગટ ન થાય.
→
Page #13
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર વરને માટે દરેક ઘરે ભમતો પિતા ક્લેશ પામે છે. ૧૫૫. જેમ સદ્દગુરુ પાસેથી પ્રાપ્ત થતી વિદ્યા પાત્રમાં પ્રતિષ્ઠિત થાય તેમ કોઈક અતિ ધન્યની કન્યા સગુણોથી શોભતા વરને વિશે પ્રતિષ્ઠિત થાય છે. ૧૫૬. એમ વિચારીને વિપુલ આશયી ભદ્રશેઠે કુમારની પુછપરછ (સુખ સમાચાર) કરી. કંજૂસ સ્વભાવવાળા જીવોને જ સંસ્તવ કરવું પસંદ હોતું નથી. ૧૫૭. જેમ દેવોથી સેવ્ય પારિજાતવૃક્ષે રુકિમણીના ઉદ્યાનનો આશ્રય કર્યો તેમ તું આજે કયા પુણ્યશાળીનો અતિથિ થયો છે? ૧૫૮. બુદ્ધિના ભંડાર કુમારે કહ્યું છે તાત! શું પુત્ર પિતાના ઘર સિવાય બીજા કોઈના ઘરે રહે? તેથી હું આજે તમારો અતિથિ થઈશ. ૧૫૯. જેમ પુષ્પોથી અશોકવૃક્ષ ખીલે તેમ સર્વાગે ઉત્પન્ન થયેલ રોમાંચના હર્ષથી ભરાયેલ ચિત્તવાળા શ્રેષ્ઠીએ તેને આ પ્રમાણે કહ્યું ઃ ૧૬૦. જે તું મારો અતિથિ થયો તેથી હું ધન્ય છું. હું કૃતપુણ્ય છું કેમ કે પુણ્યહીન પુરુષોને કૃષ્ણચિત્રકવેલિની પ્રાપ્તિ થતી નથી. ૧૬૧. જે તું મારા ઘરે આવ્યો તેથી તે મારા ચિત્તને કલ્યાણનું ભાજન બનાવ્યું. પુણ્યોદય હોય ત્યારે ગુરુ લગ્નને પૂર્ણ દષ્ટિથી જુએ છે. ૧૬૨. જે તે પોતાના ચરણોથી મારા ઘરને સ્પર્શ કરશે તેથી હું આજે પવિત્ર થયો છે. સરસ્વતી નદી પોતાના નીરથી પાપી દેશનું સિંચન કરતી નથી. ૧૬૩. દુકાનમાંથી ઉઠીને શ્રેષ્ઠી તેને વિવિધ પ્રકારની શાળાઓથી આવરાયેલ ઓરડાની અંદર ઓરડાવાળા ઘરની અંદર લઈ ગયો. ૧૬૪. તે શાળા દગો ન આપે એવા સેંકડો થાંભલાના ટેકાવાળી હતી. તેની દિવાલો ચૂનાથી ઘોળાયેલી હતી. નગરને જોવા માટે ચારેય દિશામાં તેવા પ્રકારના પ્રશંસનીય ઝરુખા હતા. ૧૬૫. એક સ્થાને ખાંડનો ઢગલો હતો, ક્યાંક મંજિષ્ઠાનો ઢગલો હતો, ક્યાંક નાળીયેરનો ઢગલો હતો. ૧૬૬. કયાંક એલાયચી, લવંગ, કક્કોલનો ઢગલો હતો, કોઈક સ્થળે ચંદન કપૂર, કસ્તૂરી કંકુઓના ઢગલા હતા. ૧૬૭. કોઈક સ્થળે ઉજ્વળ સોનાનો ઢગલો હતો, એક બાજુ કંઈક લાલાશ પડતું તાંબું હતું, ક્યાંક મોતી અને પ્રવાલો હતા, ક્યાંક ચાંદીનો ઢગલો હતો. ૧૬૮. બીજી તરફ સુંદર કલમશાલી વગેરે ધાન્યનો ઢગલો હતો. ૧૬૯.
હવે શ્રેષ્ઠીએ રોમ, ત્વચા, માંસ, અસ્થિ (હાડકા)ને સુખપૂર્વક વિશ્રામણા કરવામાં નિપુણ પોતાના શરીરનું મર્દન કરનાર સેવક પુરુષો પાસે તેનું શતપાક તેલથી અત્યંગન કરાવીને એક તપ્ત (શરીરને અનુકૂળ) ગરમ પાણીથી સ્નાન કરાવ્યું અને વસ્ત્રોની પહેરામણી કરાવી. ચિંતામણિને પ્રાપ્ત કરીને કયો વિચક્ષણ આવો આદર ન કરે ? ૭૦–૭૧. તેણે સર્વ ઈન્દ્રિયોને મનોહર એવા ભોજ્યોથી તેને આદરપૂર્વક ભોજન કરાવ્યું. તેણે સ્નેહની જેમ કપૂર અને ચંદનથી વિલેપન કરાવ્યું. ૭૨. શેઠે જાતે તેને પંચસુગંધિક તાંબૂલ આપ્યું. સર્વ અવસ્થામાં ભોગીઓની આગળ ભોગો રહેલા છે. ૭૩. પોતાના ઘરની જેમ શ્રેષ્ઠીના ઘરે રહેતા શ્રેણિકના કેટલાક દિવસો સુખપૂર્વક પસાર થયા. ૭૪. એકવાર શ્રેષ્ઠીએ ભાગ્યના ભાજન શ્રેણિકને કહ્યું : નળે જેમ દમયંતીને પરણી તેમ તું નંદા પુત્રીને પરણ. ૭પ. નિઃસ્કૃતિઓમાં શિરોરત્ન શ્રેણિકે આમ કહ્યું હે તાત! મારા કુળને જાણ્યા વગર તમે કેવી રીતે કન્યાને આપો છો? ૭૬ નિર્ધન પણ વરના કુળની તપાસ કરીને કન્યા આપે છે તો યુક્તાયુક્ત ભેદને જાણનારા તમારા જેવા વણિકો એમને એમ કન્યા કેવી રીતે આપે ? ૭૭. તમે વાત્સલ્યવાળા હોતે છતે આમ ૧. કૃષ્ણચિત્રક વેલિઃ વાંછિતને આપનાર એક પ્રકારના કલ્પવૃક્ષની વેલડી. ૨. પૂર્ણ દૃષ્ટિઃ લગ્નકુંડલીમાં ગુરુ ૫,૭,૮ માં ભાવમાં હોય ત્યારે લગ્નને પૂર્ણદષ્ટિથી જુએ છે. નુતદેશઃ પ્રશંસિત કરાઈ છે આંખો જેઓ વડે એવા ગવાક્ષો હતા. અર્થાત્ ગવાક્ષોને જોઈને લોકો પ્રશંસા કરતા હતા. ૩. કક્કોલ: એક જાતનું ફળ જેમાંથી સુગંધિ દ્રવ્યો બને છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧ પેટની પણ પુત્રીને આંધળા કૂવામાં નાખવાનું શા માટે કરો છો? ૭૮. શ્રેષ્ઠીએ શ્રેણિકને કહ્યું : જેમ મુનિમાં જ્ઞાનાદિગુણોની તપાસ કરાય છે તેમ વરમાં કુલ, રૂપ અને વિભૂતિની તપાસ કરાય છે એમાં કોઈ સંશય નથી. ૭૯. જેમ ફળના રૂપથી ફળનો રસ જણાય છે તેમ ગાયના દૂધના ફીણ અને ચંદ્રના કિરણ જેવા નિર્મળ ગુણોથી તારું કુળ જણાઈ ગયું છે. ૮૦. અને આ શરીરની કાંતિથી તારી વિભૂતિ પણ જણાઈ ગઈ છે કેમકે વૃક્ષનું લીલાછમપણું મૂળમાં સરસતા વિના હોતું નથી. ૮૧. કામદેવને જિતનારું તારું રૂપ પ્રત્યક્ષ જ છે આથી લક્ષ્મીને કેશવની જેમ તું પુત્રીને યોગ્ય છે. ૮૨. હે કુમાર ! તું જગતનો ચંદ્ર છે, જ્યોન્ઝા જેવી નિર્મળ આની સાથે હું તારો સંબંધ કરું છું તો પછી તારા તરફથી કેવી રીતે ઠપકાને પાત્ર બનું? ૮૩. અને બીજું તારા આવવાના પૂર્વે રાત્રે સ્વપ્નમાં કોઈક રત્નાકર જેવો પોતાની કન્યાને પરણતો જોવાયો છે. ૮૪. તેથી દેવથી તને આ અપાઈ છે. આથી પાણિગ્રહણમાં જેમ અગ્નિ સાક્ષી છે તેમ હું અહીં સાક્ષી રૂપે છું. ૮૫. દાક્ષિણ્ય સ્વભાવના કારણે શ્રેણિકે શ્રેષ્ઠીનું વચન માન્ય કર્યું. વ્રતભંગની જેમ ઉત્તમ પુરુષોને પ્રાર્થનાભંગ દુ:શક્ય છે. ૮૬. પછી શ્રેષ્ઠીએ ક્ષણથી વિવાહની તૈયારી કરાવી. મહાપુરુષો પાછળથી બોલે છે પણ કાર્ય અગાઉથી થઈ જાય છે. અર્થાત્ મહાપુરુષો કાર્ય બતાવે તેની પહેલા કાર્ય થઈ જાય છે. ૮૭. તે આ પ્રમાણે| સર્વે ભાઈઓ ભેગાં થયા. ભોજનમંડપ અને ભોજનની સામગ્રી તૈયાર કરાઈ. ઉત્સાહને આ કરવું કેટલી વાર લાગે? ૮૮. પછી સફેદ શાલિ ચોખા, લીલાવર્ણની દાળ, નવા ઘીથી બનેલી રસોઈ તથા ઘટક વગેરે વ્યંજનોથી (શાકથી), ખંડખાદ્યાદિ પકવાનોથી, તળેલા ખાજા અને ખાખરાથી ધૂમિલ (વરાળમાં રંધાયેલા ઢોકળા વગેરે) અને મધુર ઘોળ (દહીંનો ઘોળ) વગેરેથી સકલ પણ લોક ભોજન કરાવાયો. ૮૯-૯૦. તથા ચંદન વગેરેથી લોકનું વિલેપન કરાવવામાં આવ્યું અને સત્કાર કર્યો તેવા પ્રકારના વ્યવસાયવાળા શ્રેષ્ઠીઓમાં તે સમસ્ત વ્યવહાર ઘટે છે. ૯૧. પછી સુગંધિ પાણીથી સ્નાન કરાવીને અંગ લૂછીને, ચંદન વગેરેથી વિલેપન કરીને, સુંદર ફુલની માળા પહેરાવીને દશી સહિત નવા બે સફેદ વસ્ત્રો પહેરાવીને, આભૂષણોથી શણગારીને કલ્યાણ જેવી નંદાને પરિચારિકાઓ કુલદેવીના ઘરમાં લઈ ગઈ. કુલદેવીને નમીને નંદા આગળ રહી. ૯૨-૯૪. વિલેપન, ભૂષા, નેપથ્યથી સુશોભિત શ્રેણિક પણ જાણે જંગમ કલ્પવૃક્ષ ન હોય તેમ દેવીભવનમાં આવ્યો. ૯૫. નંદાને જોઈને આનંદિત થયેલ શંગાર રસમાં ડૂબેલા શ્રેણિકે ચિત્તમાં આ પ્રમાણે વિચાર્યુંઃ ૯૬. અહો! આના બે લાલ ચરણો ઉન્નત કાંતિથી કેવા શોભે છે? નક્કીથી આના વડે જિતાયેલી લક્ષ્મીએ જળદુર્ગનો આશ્રય કર્યો છે. ૯૭. આના મુખની સ્પર્ધામાં પોતાને અપરાધી (હારી ગયેલ) જાણીને આરાધના માટે નખના બાનાથી આના પગમાં પડ્યો છે. ૯૮. દિગ્યાત્રાર્થે પડાવ નાખી રહેલા કામદેવના તંબૂમાં અમારા બેના યોગથી જે ચાર મહાતંભ થવાના છે તેમાંથી એક સરળ જંઘાનું યુગલ મારી બે આંખોને હર્ષ પમાડનારું થયું છે. ૯૯–૧૦૦. અહો! આના વિશાળ સુડોળ બે સાથળ મારા મનમાં રમે છે. આના વડે પરાજિત કરાયેલી કદલીઓ (કેળ)વનમાં ચાલી ગઈ છે એમ હું માનું છું. ૨૦૧. આનો ગોળ નિતંબ પ્રદેશ વિશાળ કોમળ અને સુંદર છે જે કામદેવના અભ્યાસ માટેની ભૂમિ છે એમ હું માનું છું. ૨૦૨. છાતી ઉપર રહેલા સ્તનના ભારને વહન કરવાથી જ જાણે રેખાને ધારણ કરતું આનું પેટ કૃશતાને પામ્યું હતું. ૩. આલાન સ્તંભને ઉખેડીને સાંકળને તોડીને કામદેવ રૂપી હાથી આના શરીર રૂપી નગરમાં વારંવાર ભમે છે. કારણ કે ગંભીર નાભિના બાનાથી હાથીના પ્રવેશનું વિવર દેખાય છે નહીંતર રોમરાજીના બાનાથી લોખંડની શૃંખલા કેવી રીતે હોત ૪-૫
Page #15
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૦
મારી બે આંખોનું કાર્યણ (મંત્ર-મુગ્ધ) કરનાર આના બે સ્તનો પુષ્ટ અને ભરાવદાર છે આનાથી ભય પામેલ બે કુંભો જાણે હાથીને શરણે ન ગયા હોય એમ લાગે છે. ૬. અહો ! આની સરળ આંગળી રૂપી પલ્લવથી યુક્ત બે રમ્ય ભુજાઓ સ્ત્રીપુરુષના મનોવાંછિત પૂરવા માટે જાણે બે કલ્પલતા હતી. ૭. ખાનો રેખાથી યુક્ત અને શંખ સમાન ગોળાકાર કંઠરૂપી કંદલ નિશ્ચલ મુખરૂપી કમળના નાળના વિભ્રમને ધારણ કરે છે. ૮. આના ગોળાકાર મનોહર મુખથી હંમેશા પરાભવ કરાયેલ ચંદ્ર શૂન્યભાવને પામ્યો છે એમ હું માનું છું. ૯. આના નીચેના હોઠે બીજા લાલવર્ણવાળા વિદ્રુમમણિનો પરાભવ કર્યો. ચિત્તમાં નહીં સમાતો મશીરાગ શું મુખદ્વારથી ન નીકળી ગયો હોય ! એવી તે હતી. ૧૦. કોઈ વડે રતિની ભ્રાન્તિથી બે મચકુંદની માળાથી પૂજાયેલી બે સફેદ પંક્તિભૂત થયેલી દાંતોની શ્રેણી શોભી. ૧૧. જેમ વિવાદ કરતા બે વાદીઓની મધ્યમાં સભ્યનો સમૂહ શોભતો હોય તેમ આની બે આંખની વચ્ચે રહેલ સરળ નાસિકા શોભી. ૧૨. જેમ પરાભવ પામેલાઓની મૈત્રી પરાભવ પામેલની સાથે નિશ્ચિતપણે થાય છે તેમ આની આંખો વડે જિતાયેલો નીલકમળ ચંદ્રના શરણે થયો. ૧૩. કમળોને પરાભવ કરીને તમાલપત્ર જેવી શ્યામ સ્નિગ્ધ રોમરાજીથી શોભતી બે ભ્રકુટિ ઉપર બે વીર પટ્ટો બંધાયા. ૧૪. આના ખભા સુધી લટકતા સુંદર આકારવાળા બે કાન યુવાનોના ચંચળ મનને બાંધવા માટે જાણે બે પાશ તૈયાર ન કરાયા હોય તેવા લાગતા હતા. ૧૫. આની આ ભાલસ્થળ સુંદર (ભાતીગર) શાલિકા શોભે છે. શું કામદેવ વડે કર્મપરિણામથી મનુષ્ય દેશમાં પહોંચાડાઈ છે ? ૧૬. આ નંદા પગથી માંડીને મુખ સુધી લાવણ્ય રસથી ભરાયેલી છે, નહીંતર આ દુર્વાંકુરો કેશપાશના બાનાથી માથા ઉપર ન હોત. ૧૭. જેવી રીતે ગૌરી સુવર્ણના અણુઓથી નિર્માણ કરાયેલી છે તેવી રીતે આ નિર્માણ કરાયેલી છે એમ હું માનું છું અથવા તો શું આ હેમકૂટ પર્વત પરથી લવાઈ છે ? ૧૮.
આ પ્રમાણે વિચારતો હતો ત્યારે સિદ્ધાંતને ભણતા સાધુની પાદોન પૌરુષી આવી જાય તેમ બજારનું સંચાલન કરનારો અધિકારી જેમ વ્યાપારી લોક પાસેથી કર લે તેમ રાજપુત્રે હર્ષથી નંદાના કરને (હાથને) ગ્રહણ કર્યો. ૨૦. માગશીર્ષ સુદ પુનમના દિવસે રોહિણી અને ચંદ્ર મેરુને પ્રદક્ષિણા આપે તેમ શ્રેણિક અને નંદાએ આવીને વેદિકાના અગ્નિને પ્રદક્ષિણા આપી. ૨૧. શ્રેષ્ઠીએ અગ્વાદિના દાનથી કર મોક્ષ કરાવ્યો. હંમેશા ઉદાર આત્માઓની આવી પ્રવૃત્તિ હોય છે. ૨૨. ઘણાં દ્રવ્યના વ્યયથી તે બેનો હસ્તમેળાપ પ્રશંસનીય થયો. ઘણાં કુસુંભ પુષ્પના રંગથી વસ્ત્ર પણ રંગવાળો થાય છે. ૨૩. શ્રેણિકે વિચાર્યું કે પિતા તરફથી થયેલ તિરસ્કાર પણ મારા કલ્યાણ માટે થયો. માથા ઉપર ફોડલો થયો પણ બે આંખમાં ઠંડક થઈ. ૨૪. પૂજ્ય પુરુષો તરફથી થયેલ તિરસ્કાર પણ કલ્યાણકારી છે પણ નીચનો સત્કાર પણ સારો નથી. આરોગ્યથી પ્રાપ્ત થતું કુશપણું સારું પણ વાને કારણે થયેલું પુષ્ટપણું સારું નથી. ૨૫.
પ્રસેનજિતે શ્રેણિકના સર્વવૃત્તાંતને જાણ્યો. બીજા સામાન્ય લોકો પોતાના ચક્ષુથી જુએ છે જ્યારે રાજાઓ બીજાની આંખોથી (ચર પુરુષો મારફત) જુએ છે. ૨૬. આનંદપૂર્વક નંદાની સાથે ઉત્તમ ભોગોને ભોગવતા તેનો દોગુંદક દેવની જેમ કેટલોક કાળ ગયો. ૨૭. જેમ કમલિનીમાં કલહંસ આવે તેમ સુખપૂર્વક સૂતેલી નંદાની કુક્ષિમાં કયારેક કોઈક પુણ્યશાળી જીવ અવતર્યો. ૨૮. ચારેય દિશામાં સમર્થ મદોન્મત્ત હાથીઓને જીતીને યશઃપિંડને પ્રાપ્ત કરીને ચાર દાંતને ધારણ કરતો ન હોય ! સૂક્ષ્મ આંખવાળો જાણે ગર્ભનું સૂક્ષ્મદર્શિત્વ ન જણાવતો હોય ! નિશ્ચિતથી લોકને અભયદાન આપવા સૂંઢ ઊંચી ન કરી હોય ! સતત ચાલતા કાનરૂપી બે પંખાથી આગળ થનારા નંદાના ભાવી બનાવને પ્રગટ ન કરતો હોય ! શોંડિર્યાદિ ગુણોની જેમ શરીરથી
Page #16
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧
૧૧
સફેદ વર્ણવાળો, બંદીઓની જેમ મુખર અવાજ કરતા ભમરાઓને જાણે દાન ન આપતો હોય ! આવા ઐરાવણ જેવા ઉત્તમ હાથીને પ્રભાતના સ્વપ્નમાં શય્યામાં સૂતેલી નંદાએ મુખમાં પ્રવેશતો જોયો. ૩૩. જાગીને જલદીથી પલંગ પરથી ઊઠીને જાણે જંગમ રાજ્યલક્ષ્મી ન હોય તેમ આનંદિત થયેલી નંદા પતિની પાસે ગઈ. ૩૪. આંબાની મંજરીના ભક્ષણથી વિકસિત થયેલ કંઠવાળી કોયલની જેમ મધુર ભાષિણી નંદાએ કૃષ્ણની આગળ રુક્મિણીની જેમ પતિની આગળ હાથીના સ્વપ્નનો વૃત્તાંત જણાવ્યો. ૩૫. અને પુછ્યું : હે પ્રાણવલ્લભ ! વરિષ્ઠ શકુનની જેમ મને આ સ્વપ્નનું શું ફળ મળશે ? ૩૬. શ્રુત સામ્રાજ્યના લાભની જેમ અતુલ હર્ષને ધારણ કરતા શ્રેણિકે પોતાની બુદ્ધિથી સ્વપ્નનું ફળ કહ્યું. ૩૭. સર્વ લક્ષણથી સંપૂર્ણ, વિવિધ પ્રકારની બુદ્ધિમાં બૃહસ્પતિ સમાન રુક્મિણીના પ્રધુમ્નની જેમ તારે પુત્ર થશે. ૩૮. દેવ-ગુરુના પ્રસાદથી તથા તમારા પુણ્યથી આ વસ્તુ મને થાઓ એમ નંદાએ ગુરુની શિક્ષાની જેમ શ્રેણિકના વચનને વધાવી લીધું. ૩૯. જેમ નિર્ધન પુરુષ દેવતાએ આપેલ ચિંતામણિને ગાંઠમાં બાંધે તેમ હર્ષિત થયેલી નંદાએ શકુન ગ્રંથિને બાંધી. ૪૦. ચારિત્રનું પાલન કરતી સાધ્વીની જેમ નંદાએ અતિ સ્નિગ્ધ નહીં, અતિ રૂક્ષ નહિ, અતિ ગરમ નહીં, અતિ ઠંડા નહિ, અતિ કડવા નહીં, અતિ મીઠાવાળા નહીં, અતિ તીખા નહીં, અતિ મીઠા વિનાના નહીં, કાચા નહિ, અતિ તૂરા નહીં, અતિ ખાટા નહીં, અતિ મધુર નહીં, એવા દેશકાળ અને ઉંમરને અનુરૂપ ગર્ભનું પોષણ કરે તેવા નિર્દોષ પ્રમાણસર પથ્ય આહારોથી ગર્ભનું પાલન કર્યુ. ૪૧-૪૩.
આ બાજુ તે સમયે પ્રસેનજિત રાજા અભવ્યની જેમ મહાવૈદ્યોને અસાધ્ય એવા રોગથી પીડાયો. ૪૪. અસાધ્ય આંતકને જાણીને પ્રસેનજિત રાજાએ જાણે સાક્ષાત્ ક્ષાત્રધર્મ ન હોય એવા શ્રેણિકને બોલાવવા ઊંટ સવારોને મોકલ્યા. ૪૫. મૌન રહેવાના સ્વભાવવાળી, મન જેવા વેગવાળી, પીળાવર્ણવાળી, કૃશ મુખવાળી, ઘુઘરમાળાથી યુક્ત, ટૂંકા કાનવાળી, મુગુટથી સહિત, ડોકમાં લટકતી મણિમાળાથી સહિત, પગમાં રણકાર કરતી ઝાંઝરવાળી એવી ઊંટડીઓ પર આરૂઢ થઈને ઊંટ સવારો જલદીથી બેનાતટ નગરે આવ્યા. ૪૬-૪૭. ગૌરવર્ણા, લટકતા કાન અને પુષ્ટ સ્કંધને ધારણ કરતા, વાળમાં (માથામાં) લટકતી વેણીવાળા, હાથમાં ચીતરેલી કાંબિકાવાળા, કમળપત્ર જેવી વિશાળ આંખોવાળા સદા રાજાના વિશ્વાસુ પુરુષોને શ્રેણિકે દૂરથી જોયા અને હર્ષ પામ્યો. ૪૮-૪૯. ઘણાં કાળ પછી પોતાના દેશના બીજા માણસો મળે તો મહાન હર્ષ થાય છે તો પોતાના પુરુષો મળે તો વિશેષ હર્ષ થાય એમા શું નવાઈ છે ! ૫૦. તેઓ પણ કુમારને નમ્યા. શ્રેણિકે તેઓની પીઠ ઉપર હાથ મૂકયો ઔચિત્ય આચરણમાં સજ્જનો કયારેય મુંઝાતા નથી. અર્થાત્ ઔચિત્યને કયારેય ચૂકતા નથી. પર. વિશ્વપાલક પિતાને સ્વર્ગ જેવું કલ્યાણ છે ને? પુત્ર વાત્સલ્યને ધારણ કરતી માતાને સારુ છે ને ? મમતાળુ સર્વ ભાઈઓને કુશળ છે ને ? રાજ્યકાર્યને કરતા પ્રધાનો હંમેશા આનંદમાં છે ને ? બૃહસ્પતિ જેવી પ્રતિભા ધરાવતા અમાત્યોને સારું છે ને ? ગુણોથી ભવ્ય સકળ પણ પરિવારમાં કુશળ વર્તે છે ને ? પૂજ્યો વડે સતત લાલન કરાયેલ નગરલોકમાં કુશળ વર્તે છે ને ? તાતથી પાલન કરાયેલ સર્વ મંડલમાં કુશલ વર્તે છે ને ? ગુરુ (વડીલ) ઉપરની ભક્તિને કારણે શ્રેણિકે આ પ્રમાણે સમાચાર પુછ્યા. અથવા વડીલ વડે તિરસ્કાર કરાયેલ ભક્ત તે ભક્ત જ રહે છે. સ્વયં ભદ્ર હોય તો સર્વપણ લોક ભદ્ર બને છે. પર-૫૭.
તેઓએ કહ્યું : વિજયી દેવના પ્રભાવથી સર્વત્ર કુશળ વર્તે છે. સૂર્યનો ઉદય થયે છતે અંધકાર કયાંથી હોય ? ૫૮. પરંતુ તમને અમારે એક વિનંતી જણાવવાની છે કે એટલું બોલે છતે જેમ વિદ્યુતનો કડાકો થાય
Page #17
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૨
અને મન કંપે તેમ બૃહસ્પતિ જેવા બુદ્ધિમાન શ્રેણિકનું મન કંપ્યું. ૫૯. તેઓએ એકાંતમાં કુમારને કહ્યું : રાજાનું સ્વાસ્થ્ય સારું નથી વૈધની જેમ અમે તમને બોલાવવા આવ્યા છીએ. ૬૦. કાન માટે વિષ સમાન તેઓનું વચન સાંભળીને શ્રેણિક બહુ ખેદ પામ્યો. ખાંડનો ગાંગડો ચાવતા વચ્ચે પથ્થરાનો ટૂકડો આવી ગયો. ૬૧. અહો ! મંદભાગ્ય મારા પિતાની સેવા કર્યા વિનાના દિવસો અવકેશી વૃક્ષની જેમ નિષ્ફળ ગયા. ૬૨. સામગ્રી પણ મળવા છતાં જેમ ભારે કર્મી જીવ ગુરુની સેવાથી વંચિત રહે તેમ હું પિતાની સેવાથી વંચિત રહ્યો. ૬ ૩. અથવા તો પિતાના ચરણનું સતત ધ્યાન કરવા મારે વંચના નથી કારણ કે સર્વત્ર મન પ્રમાણ છે. ૬૪. તેથી હવે ચિંતાથી સર્યું. હમણાં હું પિતાના આદેશને કરું. પીડિત અવસ્થામાં મારે લાંબુ ચૌડું વિચારવું ઉચિત નથી. ૬૫. પિતા બહુ દુઃખ પામ્યા પછી હું જઈશ તો મારી શી કિંમત રહેશે ? ગાડું ઊંધું વળી ગયા પછી ગાડાવાળો શું કરી શકે ? ૬૬. પિતા જેવા શ્રેષ્ઠી પાસેથી રજા મેળવીને હંસ હંસલી પાસે જાય તેમ શ્રેણિક નંદા પાસે ગયો. ૬૭. બુદ્ધિમાન શ્રેણિકે કહ્યું : હે સધર્મચારિણી પ્રિયા ! આજે મને પિતાએ બોલાવ્યો છે તેથી હું જઈશ. ૬૮. પોતાના આત્માની જેમ શીલના રક્ષણમાં પ્રયત્ન કરવો જેથી બીજના ચંદ્રની જેમ સર્વને વંદનીય બને. ૬૯. કહ્યું છે કે શીલ કુળની ઉન્નતિ કરનારું છે. શીલ પરમ ભૂષણ છે, શીલ વિપત્તિનો નાશક છે, શીલ કલ્યાણનું કારણ છે. ૭૦. અથવા વધારે કહેવાથી શું ? વિકલ્પ વિના બંને કુળ નિર્મળ થાય તે રીતે તારે જીવન જીવવું. ૭૧. તું પોતાના આત્મામાં ગુણનો અદ્વૈતભાવ સ્થાપન કરનારી છે. તેથી તને શીલ પાળવાનો ઉપદેશ આપવો તે ચંદ્રને ઉજ્વળ કરવા બરાબર છે. ૭૨. શ્રેણિકે અમૃત જેવા કોમળ વચનોથી તેને આ પ્રમાણે શિખામણ આપી. જો બીજાઓ ઉપર પણ કોમળતા રાખવાની છે તો સ્ત્રીઓ પર રાખવામાં શું કહેવાનું હોય ? ૭૩. પાન્ડુરવ્વુડયા ગોપાત્તા વયં રાનાદે પુરે । પુત્યક્ષરાખિ સન્મન્ત્રવીનવનિ ચાર્પયત્ । અમે રાજગૃહ નગરમાં ધવલગૃહના ગોપાલો છીએ અર્થાત્ અમે રાજગૃહના રાજા છીએ એ પ્રમાણે સજ્યંત્રના બીજાક્ષરો જેવા અક્ષરો આપ્યા. ૭૪.
હવે નંદાએ પણ કહ્યું : હે પ્રિય ! તમે પધારો, વિપત્તિરૂપી દહીંના વલોણા માટે રવૈયા સમાન તમારી યાત્રાઓ મંગળ બને. ૭૫. શુભ ભવિતવ્યતા જેવી ઊંટળી ઉપર આરૂઢ થઈને સાક્ષાત્ જાણે પુણ્યોના પુંજ જેવા ઊંટસવારોની સાથે શ્રેણિકે રાજગૃહ તરફ પ્રયાણ કર્યું. ૭૬. સંસારી જીવની જેમ અખંડ પ્રયાણોથી જતા તેણે જ્યાં ભોજન કર્યું ત્યાં પણ મુકામ ન જ કર્યો. ૭૭. સ્ત્રીઓ જેમ લાજથી (સેકેલા ધાન્યથી) વધાવે તેમ વૃક્ષોની હારમાળાએ રસ્તામાં જતા કુમારના મસ્તક ઉપર રાજા બનનારા શ્રેણિકને પાકા રસવાળા ફળોના ઢગલાનું ભેટણું કર્યુ. ૭૯. 'તને રાજ્યની પ્રાપ્તિ થશે માટે જલદીથી જા' એમ વૃક્ષોએ મંદ પવનથી ફરકતા સૂર્યના લાલ કિરણો જેવા પલ્લવોથી તેનું અભિવાદન કર્યું. ૮૦. પ્રચંડ પવનથી ઉછળીને નમેલા વૃક્ષોથી જાણે ખુશ થયેલી હારમાળાઓએ કામદેવ જેવા કુમારને નમસ્કાર કર્યા. ૮૧. એ પ્રમાણે તેનો ઉપચાર કર્યો, આ રાજાની ભૂમિમાં અમે વસીએ છીએ એમ જાણીને કર ભરનારા લોકો હર્ષ પામે છે એમ અમે માનીએ છીએ. ૮૨. જ્યારે શ્રેણિક નગરમાં પ્રવેશ કરી રહ્યો હતો ત્યારે મોર—નોળિયો—કૂતરો – ચાસ–પોપટ ખંજન જમણી બાજુ રહ્યા. ૮૩. જાણે શ્રેષ્ઠ રાજ્ય લક્ષ્મીના મુખ હોય તેમ કુંભ–છત્ર–અશ્વ અને વાજિંત્રો તથા ઊંચી સૂંઢવાળો ગર્જના કરતો હાથી વગેરે સન્મુખ થઈ રહ્યા. ૮૪. એમ ઉત્તમ મંગળ સૂચક શકુનોથી સહિત શ્રેણિકે જેમ ભવ્ય જીવ જિનશાસનમાં પ્રવેશ કરે તેમ પિતાના ઘરમાં પ્રવેશ્યો. ૮૫. જેમ વિમલ (અપ્રમત્ત) સાધુ સાતમા ગુણસ્થાન ઉપર આરૂઢ થાય તેમ તે ક્રમથી સાતમા માળ ઉપર આરૂઢ થયો. ૮૬. જેમ કુમુદ (ચંદ્ર વિકાસી કમળ) ચંદ્રને જુએ તેમ શ્રેણિકે રાજાને દૂરથી જોયા તેથી પૂર્વે નહીં
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૩
સર્ગ-૧ અનુભવેલા આનંદપૂરને અનુભવ્યો. ૮૭. રાહુગ્રસ્ત સૂર્યના કિરણોને જોઈને લોક ખેદ પામે તેમ રાજાને પીડિત જાણીને નજીકમાં પહોંચેલ શ્રેણિક વિષાદ પામ્યો. ૮૮. જેમ શિષ્ય ગુરુના બે ચરણમાં પડે તેમ હર્ષ અને વિષાદ બેથી એકી સાથે લાગણીશીલ થયેલ શ્રેણિક રાજાના પગમાં પડ્યો. ૮૯ જાણે દશમા દરવાજા મારફત ભુજબળનું સંક્રમણ ન કરતો હોય તેમ રાજાએ હર્ષથી કુમારના માથા ઉપર હાથ મૂક્યો. ૯૦. ધર્મકાર્ય કરવામાં જીવ જેમ ઉતાવળ કરે તેમ અહીં આવવામાં તે ઉતાવળ કરી તે ઘણું સારું થયું કારણ કે તારું દર્શન થયું અર્થાતુ જો ઉતાવળથી ન આવ્યો હોત તો દર્શન થયા વિના મારા પ્રાણ ચાલ્યા જાત. ૯૧. જેમ પહેરેગીર જાગતો હોય અને પ્રજાના ભાગ્ય જાગતા રહે તેમ હે વત્સ! તારું અહીં આગમન થયું તેથી વત્સલ ભાઈઓનું ભાગ્ય જાગે છે. ૯૨. હે પુત્ર! તું મારો પુત્ર છે એમ ખાત્રી થાય છે કેમ કે જેમ સુશિષ્ય ગુરુ ઉપર ભક્તિને છોડે તેમ પરાભવ પામવા છતાં મારો તિરસ્કાર ન કર્યો. ૯૩.જો કે પુત્રોના વખાણ ન કરવા જોઈએ તો પણ અમે તારી પ્રશંસા કરીએ છીએ. કેમ કે તારી અવજ્ઞા કરે છતે પણ તે મણિની જેમ આજ્ઞાને માથે ચડાવી. ૯૪.
આમ કહીને રાજા વિરામ પામે છતે ગર્જારવ કરતા વાદળને જોઈને મોર ટહુકો કરે તેમ શ્રેણિકે ગગવાણીથી કહ્યું : ૯૫. હે તાત ! મારી નમ્રતા કેવી ! અથવા મારી ભક્તિ કેવી ! અવજ્ઞા જાણીને સ્વબુદ્ધિથી હું ક્ષણથી દેશાંતર ગયો. ૯૬. શક્તિમાં જેમ રજાનો આરોપ કરાય છે તેમ મારા ઉપર ગુણનો આરોપ કરાયો છે. તેમાં ગુરુનો (પિતાનો) પક્ષપાત મુખ્ય કારણ છે. ૯૭. જ્યાં સ્વામીની પવિત્ર દષ્ટિઓ પડે છે ત્યાં ગુણો પ્રગટે છે તે સત્ય થયું. કારણ કે મને સ્વયં અનુભવ થયો. ૯૮. આમ ગર્વ વગર વાર્તાલાપ કરીને શ્રેણિક મૌન રહ્યો કેમ કે પૂજ્યોની આગળ બહુ ભાષણ કરવું શોભે નહીં, ૯૯. ફરી રાજાએ કહ્યું : હે વત્સ! તું પિતાના રાજ્યને સંભાળ, કર્મની જેમ રોગોથી પીડિત થયેલ હું પરલોકની સાધના કરીશ. ૩૦૦. કુમારે પણ કહ્યું ઃ હે તાત ! ચિરંજીવી તમારા બે ચરણોની હું પદાતિની જેમ સતત સેવા કરીશ. ૩૦૧. પૂજ્ય યાવચંદ્ર દિવાકર (જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી) સામ્રાજ્ય કરે જેમ અગ્નિથી મણિનો મેલ નાશ પામે છે તેમ ધર્મથી તમારો વ્યાધિ નાશ પામશે. ૨. રાજાએ પણ કહ્યું છે કુલમંદિરના દીપક! જેમ સર્વ અવસ્થામાં કલ્પવૃક્ષ સેવવા યોગ્ય છે તેમ પાત્રને રાજ્ય સોંપીને હું ધર્મનું સેવન કરીશ. હવે પછી તું કાંઈ બોલીશ તો મારા સોગન છે. ૩-૪ પછી સૂરિ જેમ શિષ્યને આચાર્ય પદવી અપાવવા તૈયારી કરાવે તેમ રાજાએ કુમારના રાજ્યાભિષેકની તૈયારી કરાવી. ૫. પછી પિતા વડે સુવર્ણ સિંહાસન ઉપર આરૂઢ કરાયેલ સુવર્ણવર્ણ શ્રેણિક જાણે બીજો મેરુ પર્વત હોય તેમ શોભ્યો. ૬. રાજા પૂર્વ દિશામાં અને બીજા સામંતો બીજી ત્રણ દિશામાં રહ્યા. સર્વે હાથમાં સુવર્ણના જળકલશો લઈને ગજદંતની જેમ શોભ્યા. ૭. વાદળો જેમ પર્વતના શિખરને નવડાવે તેમ કુમારને સ્નાન કરાવ્યું. રાજાએ ચંદનથી ભરેલા ચાંદીના કચોળા મંગાવ્યા. ૮. આ પ્રમાણે તે હંમેશા વૃદ્ધિને પામ એમ જાણે સૂચન ન કરતું હોય એવું તિલક રાજાએ શ્રેણિકના કપાળ ઉપર કર્યું. ૯. ગુરુ જેમ નવા નાના આચાર્યને વંદન કરે તેમ રાજા શ્રેણિકને નમ્યો. કેમકે સંતો સદ્દર્શિત ન્યાયને પ્રકાશવામાં સદા ઉદ્યત હોય છે. ૧૦. સામંતો અને પછી લોકો સાધુની જેમ તેને નમ્યા. મોટાઓએ આચરેલા માર્ગ ઉપર બીજાઓને પ્રયાણ કરવું દુષ્કર નથી. ૧૧. જેમ નિર્બળ શત્રુઓ ઉપર બાણોનો વરસાદ વરસાવવામાં આવે તેમ કુલમહત્તરાઓએ તેના માથા ઉપર દહીં-દુર્વા અને અક્ષતનો વરસાદ વરસાવ્યો. ૧૨.
પછી સૂરિની જેમ કૃતકૃત્ય પ્રસેનજિત રાજાએ નૂતન રાજાને રાજયોગ્ય શિક્ષા આપવાને શરૂઆત
Page #19
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૪ કરી. ૧૩. ચિરકાળ રાજ્ય કરવાના ઈચ્છકે મહાસામંત–સામંત–રાજપુત્ર-પદાતિઓ વગેરેને પોતાની જેમ જોવા. ૧૪. કારણ કે વાડ વિના વૃક્ષોની જેમ આઓના વિના રાજ્યનું સંચાલન, બીજું કાર્ય અને શરીરની રક્ષા પણ થતી નથી. ૧૫. સર્વે પણ મંત્રીમુખ, અધિકારીઓ પ્રસન્ન રાખવા જેથી ઉદાસીનની જેમ કયારેય કાર્યની ઉપેક્ષા ન કરે. ૧૬. હે રાજન્ ! તારે સંતાનની જેમ પ્રજાનું પાલન કરવું જેથી તેઓ ક્યારેય પણ તારા પૂર્વજોનું સ્મરણ ન કરે. ૧૭. કેમકે દહીં વગર કયારેય માખણની પ્રાપ્તિ થતી નથી. જેઓ પ્રજાનું પાલન કરે છે તેઓના કોઠાર અને ભંડારો ભરેલા રહે છે. ૧૮. જીવિતવ્ય માટે શેષ અંગો કરતા માથાનું વિશેષથી રક્ષણ કરાય છે તેમ ધર્મની સિદ્ધિ માટે સતત તપસ્વીઓનું રક્ષણ કરવું. ૧૯. હે રાજન્ પૃથ્વીનું એવી રીતે પાલન કર જેથી વૃક્ષોમાં કલ્પવૃક્ષની જેમ તું ન્યાયશાલિઓમાં શિરોમણિ બને. ૨૦. જેમ ચાતક વરસાદના પાણીને ઝીલે તેમ શ્રેણિક રાજાએ પિતાના અપાતા આદેશોને અંજલિપૂર્વક ગ્રહણ કર્યા. ૨૧.
પછી રાજાએ સામતાદિ પરિવારને શિક્ષા આપી કેમ કે ઉભયપક્ષને શિક્ષા અપાય તે જ શિક્ષા કહેવાય છે. ૨૨. આટલા દિવસો સુધી મેં પુત્રની જેમ તમારું પાલન કર્યું છે. પુષ્પના ડિટિયાથી પણ હણ્યા નથી. ૨૩. જેમ નક્ષત્રોનો સ્વામી ચંદ્ર છે તેમ કુવલાયાન્દ, તમોભેદી અને કળાનિધિ આ તમારો સ્વામી થયો છે. (આ ત્રણેય વિશેષણો ચંદ્ર તેમજ શ્રેણિક બંનેમાં ઘટી જાય છે.) ૨૪. જેમ તમે પૂર્વે મારી આગળ જેવું વર્તન કર્યું છે તેમ એની આગળ વર્તજો. તમારા અપરાધો ગણ્યા નથી. ૨૫. આના શાસનનું તમારે ઉલ્લંઘન ન કરવું કેમકે સૂર્ય જેમ અંધકારને સહન ન કરે તેમ આ પ્રચંડલાસની તમારા દોષોને સહન કરશે નહીં. ૨૬. આથી તમારે વિનયી બનીને આને દેવતાની જેમ આરાધવો, આની કાર્યને સાધનારી આજ્ઞાને શેષની જેમ મસ્તક ઉપર ચડાવવી. ૨૭. પ્રધાનમંડળે પોતાનું ભાવિ કલ્યાણકારી બનાવે તેવી રાજાની શિક્ષાને સારી રીતે ગ્રહણ કરી. કોણ એવો છે જે મુખમાં પ્રવેશતા અમૃતને હાથથી અટકાવે ? ૨૮. બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર કર્યો. બંદિઓએ જયમંગલ કર્યો, વાજિંત્રો વાગ્યા, સ્ત્રીવર્ગે નૃત્ય કર્યું. ર૯. નગરના લોકોએ મદયુક્ત હાથીઓ, વિવિધ પ્રકારના જાતિવંત ઘોડા, સ્કુરાયમાન તેજસ્વી રત્નો, સુવર્ણ, ઉજ્વળ મોતીનો સમૂહ, હાર, કંડલ, કેયૂર, ડોકની નીચે લટકતા હાર, વિવિધ પ્રકારના શસ્ત્રો, વસ્ત્રો પત્ર પુષ્પ અને ફળો અક્ષત અને અક્ષત પાત્રોના ભટણાં ધર્યા. કેમકે પુત્રોના મહોત્સવમાં સંપત્તિની પ્રાપ્તિ થવી સુલભ છે. ૩૦-૩૨ શ્રેણિકના મહોત્સવમાં બંદિઓને છોડી મૂકવામાં આવ્યા તે આશ્ચર્યકારી નથી આશ્ચર્ય તો તે છે કે આ કર્મરૂપી જેલમાંથી જીવોને છોડાવશે. ૩૩. ઘરે ઘરે અને દુકાને દુકાને તોરણો અને રેશમી વસ્ત્રોની ધ્વજ ફરકાવવામાં આવી. શેરીએ શેરીએ ભજવાતા નાટકોથી નગર સ્વર્ગપુરી જેવું થયું. ૩૪. પરલોક અને આલોકના પાપોની નિંદા કરતા, સુકૃતની અનુમોદના કરતા પ્રસેનજિત રાજાએ ચારના શરણાં સ્વીકાર્યા. ૩૫. વર્તમાન તીર્થના સ્વામી પાર્થ જિનેશ્વરને નમસ્કાર કરતો રાજા દેવલોકમાં ગયો. કેમ કે સમ્યગ્દષ્ટિ આત્મા દેવલોકમાં જ જાય છે. ૩૬.
સરુ જેમ ઉત્તમ શિષ્યોને શિક્ષા ગ્રહણ કરાવે તેમ શ્રેણિક રાજા કયારેક ગંધહસ્તીઓને શિક્ષા ગ્રહણ કરાવતો હતો. ૩૭. ક્યારેક વિક્રમુખવાળા, વિશાળ છાતીવાળા, પુષ્ટ શરીરવાળા, સ્નિગ્ધ રોમવાળા, સૂક્ષ્મ કાનવાળા, ઉન્નત સ્કંધવાળા ઘોડાઓને વહન કરાવતો હતો. ૩૮. કયારેક વિદ્વાનોની સાથે ગોષ્ટિ કરતો હતો. ક્યારેક ધર્મની આરાધના કરતો હતો, કયારેક ઉત્તમ સ્ત્રીઓની સાથે વિવિધ ભોગો ભોગવતો હતો. ૩૯. અવસરે અવસરે રાજા સાપ જેવા શત્રુઓને સામ-દામ-દંડ અને ભેદના પ્રદાનથી વશ કરતો
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૫
સર્ગ-૧ હતો. ૪૦. એમ સમયાનુસાર ધર્મ-અર્થ-કામને સેવતા રાજાએ શેષનાગની જેમ પૃથ્વીને વિધિપૂર્વક ધારણ કરી. ૪૧.
જેવી રીતે મેઘમાલાની અંદર રહેલી ચંદ્રની કાંતિઓ પ્રગટ થાય તેમ નંદાના ગર્ભના ચિહ્નો પ્રગટ થયા. ૪૨. સકલ પણ શરીરના અંગો ઢીલા થયા. મહાપુરુષના સંપર્કમાં કોણ ગર્વને છોડતો નથી? ૪૩. ત્યારે નંદાના મુખ અને લોચન સફેદ થયા. શું શરદઋતુના આગમનમાં વાદળો અબરખ જેવા સફેદ નથી થતા? અર્થાત્ થાય છે. ૪૪. હજુપણ અમે અમારી અંદર રહેલ સારભૂત દૂધથી આ પુરુષરત્નના ગર્ભ ઉપર ઉપકાર કર્યો નથી એમ અતિ વિષાદથી અંતરમાં નહીં સમાતી કાલિમાને સ્તનમંડલે સ્તનના મુખ ઉપર ધારણ કરી અને બાકી સર્વત્ર ફિકાશને ધારણ કરી. ૪૫-૪૬. જિતવાની ઈચ્છાવાળો ઉત્તમ રાજા જેમ વિકાર રહિતતાને પામે તેમ આનું ઉદર વલિભંગ કરીને વૃદ્ધિને પામ્યું. ૪૭. તેની સ્વાભાવિક ગતિ જે મંદ હતી તે વધારે મંદ થઈ. મોટા પણ પુરુષ વડે સમાક્રાન્ત થયેલ ઉદર વધે છે તે આશ્ચર્ય છે. ૪૮. આ બાળક કાર્ય કરવામાં સમર્થ થશે તેથી શું નંદાને આળસ થઈ? આનું જમણું પડખું ભારે થયું તેથી આની કુક્ષિમાં પુરુષનો જીવ છે એમ સૂચિત થયું. ૪૯. ઉષ્ણગર્ભમાં બાળક દુઃખી થશે એમ સમજીને બાળકના સુખ માટે નંદાએ શીતવાયુ ગ્રહણ કરવા ઘણાં બગાસા ખાધા. ૫૦. ત્યારે નંદાની લજ્જા વિશેષથી વધી અથવા ગુણવાનની સંનિધિ હોતે છતે ગુણોનું વધવું ઉચિત છે. ૫૧. મણિના સંયોગથી જેમ વટીની શોભા વધે તેમ પત્રના સંયોગથી નંદાનું સૌભાગ્ય ઘણું વધ્યું. પર.
આ રીતે વિધિપૂર્વક સુગુણોથી નિર્મળ ગર્ભની ઘણી સંભાળ રાખતી નંદાને ત્રીજે માસે દોહલો થયો. પ૩. તે આ પ્રમાણે- હું હાથી ઉપર આરૂઢ થયેલી હોઉં, મારા મસ્તક ઉપર છત્ર ધારણ કરાતું હોય, નગરમાં સર્વત્ર અમારિ ઘોષણાને સાંભળતી હોઉ અને કલ્પવૃક્ષની ટોચ ઉપર રહેલ કલ્પવેલડીની જેમ દીન-અનાથ લોકોના મનોરથોને પૂરું. ૫૪-૫૫. હૃદયથી હર્ષ પામેલી નંદાએ શ્રેષ્ઠીને દોહલો કહ્યો. ન કહેવા જેવી વાત પણ ગુરુ સમક્ષ રજૂ કરવી જોઈએ તો આવા પ્રકારના દોહલાનું ગુરુ આગળ પ્રકાશવામાં તો શું કહેવું? અર્થાત્ સુતરાય્ કહેવું જોઈએ. ૫૬. આ સાંભળીને શ્રેષ્ઠી હર્ષ પામ્યો. ખરેખર! આના ગર્ભમાં ઉત્તમ જીવ છે. પેટમાં જેવું ભોજન હોય તેવો ઓડકાર આવે. પ૭. તેથી જલદીથી પુત્રીના મનોરથોને પૂરું કારણ કે દોહલો પૂરો ન થયો હોય તો વૃક્ષો પણ ફળ આપતા નથી. ૫૮. રત્નોનો થાળ લઈને શ્રેષ્ઠી રાજકૂળમાં ગયો. પ્રયોજન વિના પણ રાજાને ખાલી હાથે ન મળવું જોઈએ તો પ્રયોજન હોય ત્યારે તો શું વાત કરવી? પ૯, તેથી ભેટછું ધરીને રાજાને નમીને અંજલિ જોડી વિનંતિ કરવામાં ચતુર શ્રેષ્ઠીએ રાજાને જણાવ્યુંઃ ૬૦. હે દેવ! રાણીની જેમ ગર્ભના પ્રભાવથી મારી પુત્રીને હાથી ઉપર આરોહણ કરવું, છત્રનું ધરવું વગેરે દોહલો થયો છે. ૬૧. તમારા પ્રસાદથી મને ઐશ્વર્ય ઉત્પન્ન થયું છે છતાં પણ દુર્ગતની જેમ અમારે વણિકોને દોહલો પૂરો કરવાનું સામર્થ્ય ક્યાંથી હોય? દ૨. તેથી તે સ્વામિન્! હસ્તી વગેરે સામગ્રી આપીને સેવક ઉપર કૃપા કરો કારણ કે લોક શરણ સ્વીકારે છતે સ્વામી વાત્સલ્યવાળા હોય છે. ૬૩.
પછી રાજાએ ભેટણામાંથી શેષ માત્રને ગ્રહણ કરી. કીર્તિરૂપી સ્ત્રીઓમાં લુબ્ધ થયેલા રાજાઓની નિઃસ્પૃહતા પ્રિયા છે. ૬૪. ખુશ થયેલા રાજાએ શ્રેષ્ઠીને કહ્યું : હે ઉત્તમ વણિકોમાં શિરોમણિ ! ધનની જેમ તારાથી મારે બીજું કંઈ પોતાનું નથી. અર્થાત્ જે મારું છે તે સારું છે. ૬૫. જે તમોને ઉપયોગી થાય તે અમારું કૃતકૃત્ય છે. જે સમસ્ત મોતીઓનો સમૂહ છે તે ભૂષણ છે. ૬૬. અથવા તો અહીં સર્વ જે છે તે તમારું જ છે. ઈચ્છા મુજબ ઉપયોગ કરો. તલવારની જેમ અમે ફક્ત રક્ષક છીએ. ૬૭. પછી શ્રેષ્ઠીએ કહ્યું છે
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૬
અભયકુમાર ચરિત્ર સ્વામીનું! આ પ્રમાણે જ છે એમાં સંશય નથી. શું કલ્પવૃક્ષ કયારેય પોતા માટે ફળે છે? ૬૮. તમારા પ્રસાદથી મારું મનોરાજ્ય પૂર્ણ થયું છે. શું કોઈ રત્નાકરનો સેવક મણિ પ્રાપ્ત કર્યા વગર રહે ખરો? ૬૯. રાજાએ પોતાના હાથે શ્રેષ્ઠીને તાંબૂલનું દાન કર્યું. ગૌરવથી જે અપાય છે તે ખરેખર દાન ગણાય છે. 90.
- હવે રાજાએ પોતાના અધિકારીઓને આ પ્રમાણે આદેશ કર્યો કે તમે મહા આદરથી શેઠની સાથે રહીને શોભા વધારો. ૭૧. તમારી મહાકૃપા થઈ એમ ફરી રાજાને નમીને જાણે રાજાનું પ્રતિબિંબ ન હોય એવા તે અધિકારીઓની સાથે શ્રેષ્ઠી ઘરે આવ્યો. ૭૨. પછી તેઓએ ક્ષણથી છત્ર હાથી વગેરેને તૈયાર કર્યા, એક તો સોનું હતું જ અને તેમાં સુગંધ ભળે તો કોણ ગ્રહણ ન કરે? ૭૩. હાથી ઉપર આરૂઢ થયેલી નંદા બાળપણમાં ક્રીડા કરવાના અવસરે ભાઈઓની સાથે ઐરાવત હાથીની સ્કંધ ઉપર આરૂઢ થયેલી લક્ષ્મીની જેમ શોભી. ૭૦. હાથી ઉપર બેઠેલી નંદા ઉપરનું છત્ર શોભી ઉઠયું તેથી અમને લાગે છે કે ભાઈની બ્રાન્તિથી ચંદ્ર મળવા માટે આવ્યો છે. ૭૫. નંદા ઉપર વીંઝાતી બે ચામરો શોભી તેથી અમે માનીએ છીએ કે છત્ર અને ચંદ્રના કિરણોનો સમૂહ છે. ૭૬. પર્વત ઉપર રહેલ સુવર્ણ કમલિનીની ઉપર સફેદ વાદળમાંથી નીચે પડતા અને ઊંચે ચડતા હંસના યુગલ જેવું કમળ હોત તો તો સફેદ છત્રથી યુક્ત હાથી ઉપર બેઠેલી નંદાના ઉછળતા ચામરથી વીંઝાતા મખની સાથે ઉપમા આપી શકત પણ તેવું ન હતું તેથી અમે ઉપમા આપી શકયા નહીં. અર્થાત્ નંદાનું મુખ અતિ સુંદર હતું. ૨૭–૨૮ સુંદર નેપથ્યને ધારણ કરતી, સર્વ અલંકારોથી ભૂષિત, વિરતિની જેમ જીવોને અભય આપતી. જાણે બીજી ચિંતામણિ ન હોય તેમ અનાથ–દીન- પંગ–અંધવ્યાધિથી પીડિતોના મનોવાંછિતને પૂરતી, ત્રણ રસ્તે ચાર રસ્તે વગેરે સ્થાનોમાં ભમતી નંદાએ મેઘમાલાની જેમ દાનથી લોકોને સંતોષ્યા. ૭૯-૮૧. આ પ્રમાણે શ્રેષ્ઠીએ પુત્રીના મનોરથો પૂરા કર્યા. જમણો હાથ જો ઉદાર બને તો કયું કર્યું કાર્ય સિદ્ધ ન થાય? ૮૨. જેમ પૃથ્વી ભંડારને ધારણ કરે તેમ ગૂઢગર્ભા, આનંદિત પરિપૂર્ણ દોહલાવાળી નંદાએ દુર્વહ ગર્ભને ધારણ કર્યો. ૮૩. પોતાના આત્માની જેમ સુખે સુખે ગર્ભનું પાલન કરતી નંદાના નવમાસ અને સાડા સાત દિવસ પસાર થયા. ૮૪. સર્વ દિશા નિર્મળ થયે છતે તથા શુભ પવન વાતો હતો ત્યારે, પૃથ્વીમંડળ ધાન્ય સંપત્તિથી ભરપૂર બન્યું હતું ત્યારે, પરમોચ્ચ અને ઉચ્ચ સ્થાનમાં ગ્રહો હતા ત્યારે, કેન્દ્ર વગેરે સ્થાનોમાં શુભ ગ્રહો રહેલા હતા ત્યારે બંને ગોત્રને અનુકૂળ દેહભાવમાં (લગ્નમાં) રહેલા ગુરુવાળું લગ્ન વર્તી રહ્યું હતું ત્યારે પૂર્વદિશા જેમ સૂર્યને જન્મ આપે તેમ નંદાએ પ્રસરતી કાંતિવાળા પુત્રને અતિશય સુખપૂર્વક જન્મ આપ્યો. ૮૫-૮૭. અતિ દોડધામથી સરકી જતી નાડીને ડાબા હાથથી પકડી રાખતી, જમણા હાથથી પડતા ઉતરીય વસ્ત્રને માથા ઉપર લેતી, ક્રીડારથિના બે બળદની જેમ ઊંચા શ્વાસને લેતી, નિતંબ બિંબ અને બે સ્તનના ભારથી લથડિયા ખાતી પ્રિયંકરી દાસી જલદીથી શ્રેષ્ઠી પાસે ગઈ. અથવા પોતાને લાભ થતો જોઈને કોણ ઉતાવળ ન કરે? ૮૮–૯૦. શ્રેષ્ઠીની પાસે જઈને વધામણી આપી કે હે તાત! તમારી પુત્રી નંદાએ હમણાં દેવકુમાર જેવા પુત્રને જન્મ આપ્યો છે. ૯૧. શ્રેષ્ઠીએ દાસીને શરીર ઉપર પહેરેલ વીંટી વગેરે અને સુવર્ણજીભનું દાન કર્યું. મનોવાંછિત સમાચાર આપનારને ઉદાર પુરુષો શું નથી આપતા? ૯૨. ભદ્રશ્રેષ્ઠિએ તેને હર્ષથી દાસી ભાવમાંથી મુક્ત કરી. પુણ્યશાળી પુરુષોનો જન્મ કોના કલ્યાણ માટે નથી થતો? ૯૩. આ ઉત્તમ બાળક નક્કીથી ધર્મધુરાને વહન કરશે તથા દુઃકર્મોરૂપી ધાન્યોને ખાંડશે એવું
(૧) સોદરઃ હાથી વગેરે ચૌદ રત્નો સમુદ્રમાં ઉત્પન્ન થાય છે એવી લોકવાયકા છે. લક્ષ્મી પણ સમદ્રની પુત્રી છે. તેથી હાથી વગેરે તેના ભાઈઓ થયા.
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૭
સર્ગ-૧ સૂચવનાર ખડીથી ચિતરાયેલ ધૂપ અને મુશલ સૂતિકાઘરના દરવાજાની ઉપર ડાબી અને જમણી બાજુ શોભ્યા. ૯૪-૯૫.
ભાઈઓના ઘરે વિવિધ પ્રકારની તોરણ માળાઓ બંધાય છે. સુંદર વેષની રચના કરાય છે. વાજિંત્રોનો સમૂહ વગડાવાય છે. ૯૬. સધવા સ્ત્રીઓ નૃત્ય કરે છે. ગાયિકાઓ ગીત ગાય છે, અક્ષત પાત્રો આવે છે. ગુડ અને ઘી અપાય છે. ૯૭. રૂપવતી યુવતિઓ ભ્રમર અને મુખોને શણગારે છે. રાગની મૂર્તિ એવા કુકમના સ્તબકો કપાળ ઉપર આલેખાય છે. ૯૮. પટ્ટકથી યુક્ત, માંગલિક રેશમી વસ્ત્રને ધારણ કરતો આપ્રદળોથી યુક્ત ચંદ્ર પોતાના ભાઈ કલ્પવૃક્ષના સગા પુત્રોની સાથે બૃહસ્પતિને જીતી લેનાર બાળકની પાસે આદર્શ (અરીસા)ના બાનાથી વિદ્યા ભણવા આવ્યો. ૩૯૯-૪૦૦. જગતમાં ઘર કરી ગયેલ માંદ્ય (જડતા)ને મૂળમાંથી ઉખેડી નાખવા ઊંચા કરેલ વંશદંડને મોટા શિષ્યના હાથમાં આપીને, પુત્ર અને માતાનો જયજયકાર બોલાવવા શિષ્યોથી વીંટળાયેલ ઉપાધ્યાય બાળક પાસે જાણે બુદ્ધિ મેળવવા ન આવ્યા હોય તેવા લાગ્યા. ૪૦૧–૪૦૨. જાણે કુમારને ભણવા માટે અગાઉથી સ્થાનમાં વ્યવસ્થા કરવાના બાનારૂપ ન હોય તેમ શ્રેષ્ઠીએ વસ્ત્ર-તાંબૂલના દાનથી ઉપાધ્યાયની પૂજા કરી. ૩. છાત્રોનું માથું ધોઈને ગુડનો પિંડ અપાય છે. તેનાથી એવો સંકેત જણાતો હતો કે આની (અભયની) સાથે ભણતા તમે સ્નેહ અને મીઠાશથી વર્તન કરજો. ૪. દૌહિત્ર (પુત્રીના પુત્ર)ના જન્મમાં શ્રેષ્ઠીએ વધુપનક કરાવ્યું. વૃદ્ધપણામાં પણ શેઠને વર્દાપનક થયું એ આશ્ચર્ય છે. ૫. આ બાળકને સૌમ્ય અને દીપ્ત જોઈને ચંદ્ર અને સૂર્યને ગર્વ ન થાય એ હેતુથી ત્રીજે દિવસે ચંદ્ર-સૂર્યના દર્શન કરાવવામાં આવ્યા. અર્થાત્ આ બાળક ચંદ્ર કરતા સૌમ્ય છે. અને સૂર્ય કરતા દીપ્ત છે. ૬. છઠ્ઠા દિવસે તેના સ્વજનોએ ધર્મજાગરિકા કરી. આનાથી તે બાળક સદા જાગતો રહેશે એમાં કાંઈ આશ્ચર્ય નથી. અર્થાત્ પોતાના આત્મહિતમાં સદા જાગરૂક રહેશે. ૭. ફરી દશમે દિવસે સ્વજનોએ સૂતકનું શોધન કર્યું કેમ કે વિચક્ષણો ક્યારેય લોકધર્મસ્થિતિનું ઉલ્લંઘન કરતા નથી. ૮. બારમા દિવસે પોતાના સર્વસ્વજનોને ભેગાં કરીને, વિવિધ ઉત્તમ ભોજ્યોથી ગૌરવ સહિત ભોજન કરાવીને ગુરુ જેમ નવા શિષ્યનું સકળ સંઘ સમક્ષ નામ પાડે તેમ શ્રેષ્ઠીએ સર્વની સમક્ષ દૌહિત્રનું નામ પાડ્યું. ૯–૧૦. આ ગર્ભમાં હતો ત્યારે માતાનું મન અભય આપવાના ભાવવાળું થયું તેથી આનું ગુણ નિષ્પન્ન અભયકુમાર એ પ્રમાણે નામ થાઓ. ૧૧. ઘરે ઘરે કંસારની લ્હાણી કરી અથવા મીઠું મોટું કરાવ્યા વિના કોણ એનું નામ જાણે? ૧૨. પાંચ ધાવ માતાથી પાલન કરાતો બાળક જેમ સમિતિથી શુદ્ધ ચારિત્રની વૃદ્ધિ થાય તેમ વધ્યો. ૧૩. જેમ જાતિરત્ન, રત્નની સત્યપરીક્ષણ કરનારાઓના એક હાથમાંથી બીજા હાથમાં જાય તેમ ભાઈઓના એક હાથમાંથી બીજાના હાથમાં ગયો. ૧૪. જાણે શરીરમાં રહેલા મચકુંદ જેવા ઉજ્જવળ ગુણોને ગ્રહણ કરવાની ઈચ્છાવાળા ન હોય તેમ લોકોએ આ સુભગના દરેક અંગનું ચુંબન કર્યું. ૧૫. જેમ શુકલપક્ષમાં ચંદ્ર વધે તેમ શરીર અને કાંતિથી વધતો શ્રેણિકનો પુત્ર પાંચ વર્ષનો થયો. ૧૬. સુદ પાંચમ, ગુરુવાર અને પુષ્ય નક્ષત્રનો ઉત્તમ યોગ હતો ત્યારે માતામહે એને લેખશાળામાં ભણવા મોકલ્યો. ૧૭. તે આ પ્રમાણે
વ્રત ગ્રહણ કરવાના મનવાળા મુમુક્ષુને સાધુતાનો વેશ પહેરાવાય તેમ અભ્યાસ કરાવવાની ઈચ્છાવાળા સ્વજનોએ કુમારને શ્વેતવસ્ત્રો પહેરાવ્યા. ૧૮. વિભૂષા માટે એના છત્રાકાર મસ્તક ઉપર પુષ્પોનો મુકુટ બાંધ્યો કારણ પુષ્પોનું સ્થાન ઊંચુ હોય છે. ૧૯. આના હૃદયમાં રહેલી ઔત્પત્તિકી વગેરે બુદ્ધિઓને પૂજવા માટે જાણે ગળામાં સફેદ પુષ્પોની માળા પહેરાવવામાં આવી. ૨૦. વિશ્વના પણ ભૂષણ અભયને ભૂષણોથી
Page #23
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૮
સુશોભિત કર્યો કેમ કે મણિઓ સોનાની વીંટીમાં જડવામાં આવે છે. ૨૧. ત્યાર પછી તેને જાતિવંત અશ્વ ઉપર બેસાડ્યો. ૨૨. આની ઉપર સુંદર મોરપીંછનું છત્ર ધરવામાં આવ્યું તેથી હું માનું છું કે કિરણોથી આને સ્પર્શ કરતા સૂર્યને દૂષણ ન લાગે. ૨૩. બાર પણ પ્રકારના વાજિંત્રો વાગે છતે સુંદર ગીતો ગવાય છે. બાળકો ભેગાં થાય છે, જેમ પ્રજ્ઞા વિશાલા ભવ્ય પુરુષને શ્રી જિનાગમ પાસે લઈ જાય તેમ શ્રેષ્ઠી શ્રેણિક નંદનને ઉપાધ્યાયના ઘરે લઈ ગયો. ૨૪–૨૫ નૈવેધ સહિતની ભક્તિથી સરસ્વતી દેવીની પૂજા કરીને આણે નમસ્કાર કર્યો કેમકે તેના પ્રસાદથી જ શ્રુત સાગર પાર પમાય છે. ૨૬. અભય ઉપાધ્યાયને પૂજીને, નમીને આગળ બેઠો કેમ કે એક પદ ભણવું હોય તો આ પૂજવા યોગ્ય છે તો પછી શાસ્ત્ર ભણવા માટે શું વાત કરવી ? ૨૭. ગુરુએ સ્વયં તેને મૂળાક્ષરની વાચના આપી કેમકે ગુરુનો કમળ જેવો કોમળ હાથ પ્રથમ કલ્પવૃક્ષ જેવું આચરણ કરે છે. ૨૮. ઉપાધ્યાયે છાત્રોને લક્ષ્યથી પૂર્ણ ખડિયા વગેરે ભાજનોને આપ્યા કેમ કે સર્વપણ પોતાના સ્થાનને ઈચ્છે છે. ૨૯. આ પ્રમાણે લેખશાળાની વિધિ પૂર્ણ થઈ ત્યારે શ્રેણિક પુત્ર અભય જેમ શય્યામાંથી ઉઠીને બાળક માતા પાસે જાય તેમ શાળામાં ગયો. ૩૦. વિનયી, રસિક, પ્રાજ્ઞ અભય કોઈના કહ્યા વિના જાતે ભણ્યો. કલાપ કરવામાં મોર કોઈના ઉપદેશની અપેક્ષા રાખતું નથી. ૩૧. પછી તેણે એકસરખા, ઉઠાવદાર, ગોળ, ચોખ્ખા સુંદર અક્ષરોથી પાટીમાં હસ્તલેખન કર્યું. ૩૨. રજાના દિવસોમાં અભયે કયારેક પુષ્પોના ગુચ્છાથી, કયારેક દડાથી કયારેક પાશાથી, કયારેક પીઠ ઉપર વહન કરવાથી, કયારેક લંગડીથી, કયારેક લખોટીથી, કયારેક ભમરડાથી, કયારેક સોગઠીથી, કયારેક કોડીથી સમાનવયના બાળકો સાથે ક્રીડા કરી. અહો ! તેવા પ્રકારના (અભયકુમાર જેવા) આત્માને બાલ સ્વભાવ છોડવો દુરતિક્રમ છે. ૩૩–૩૫. તે આઠ વરસનો થયો ત્યાં સુધીમાં જેમ પદાર્થો દર્પણમાં દેખાય તેમ લેખાથી માંડીને પક્ષીઓના અવાજ સુધીની સર્વ કળાઓ તેનામાં સંક્રમણ થઈ. ૩૬.
આ બાજુ અભયકુમારને કોઈક છોકરા સાથે ઝગડો થયો કેમકે કે સંગમ ઘણું કરીને દ્વેષ ઉત્પન્ન કરનારો હોય છે. ૩૭. તેણે અભયને કહ્યું : તને મંગલ સહિત પાંચ અક્ષરો આવડી ગયા છે એટલે જેમ બે હાથમાં અનાજનો દાણો લઈને ઉંદર ઊંચો થાય તેમ તું ગર્વ કરવા મંડી ગયો છે. ૩૮. હે અભય ! તું બુદ્ધિથી તો પોતાને બૃહસ્પતિ માને છે. શિવની જેમ પોતાનો પિતા કોણ છે તે ખબર નથી તો તું શેની બડાઈ હાંકે છે ? ૩૯. અભયકુમારે પણ કહ્યું : હે ભદ્ર ! આખા પૃથ્વીતલ ઉપર સૂર્યની જેમ પ્રસિદ્ધ ભદ્રશેઠ મારો પિતા છે. ૪૦. બીજા છોકરાએ પણ હસીને કહ્યું : હે માતૃપુત્રક ! (માતાના પુત્ર) તું માતામહ (નાનાને) પિતા માને છે તેથી તું બાળક છે એમ સાચું જણાઈ આવે છે. ૪૧. જે બાળકનું જરાક મીઠું મોઢું કરાવે એટલે તે બાળક કૂતરાની જેમ તેનો થઈ જાય એમાં શું આશ્ચર્ય છે ? ૪૨. તેને સાંભળીને શંકામાં પડેલા અભયે કહ્યું : હે માતા ! તું પોતાના પુત્રને કહે કે મારો પિતા કોણ છે ? ૪૩. નંદાએ પણ કહ્યું : હે વત્સ ! તારા ઉપર વાત્સલ્ય ધરાવતા આ ભદ્રશ્રેષ્ઠી બુધનો પિતા જેમ ચંદ્ર છે તેમ તારો પિતા છે. ૪૪. પછી બુદ્ધિમાન અભયે કહ્યું : હે માતર્ ! ભદ્રશ્રેષ્ઠી તો તારા પિતા છે, જેમ ગુરુ શિષ્યને સાચું કહે તેમ તું મને કહે. ૪૫. બુધ અને ચંદ્રના ઉદાહરણથી માતાએ સામાન્યથી પિતાનું સૂચન કરી દીધું છે કેમ કે જીભ સાચું બોલનારી છે. ૪૬. તે આ પ્રમાણે
જેમ બુધ પ્રભામંડળમાં રહે છે અને ચંદ્ર દેશાંતરમાં રહે છે તેમ હું શ્રેષ્ઠીના ઘરે રહું છું અને પિતા દેશાંતરમાં વસે છે. ૪૭. પછી આંખમાં આંસુ લાવીને ગદ્ગદ્ સ્વરે નંદાએ કહ્યું ઃ સાક્ષાત્ કોઈક દેવ જેવો પુરુષ દેશાંતરમાંથી આવેલ હતો અને હું તેને પરણી હતી. કેટલાક દિવસો પછી તું ગર્ભમાં આવે છતે
Page #24
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧
૧૯ કેટલાક ઊંટ સવારો આવ્યા. ૪૯, તારા પિતાએ તેઓની સાથે વિચારણા કરીને જલદીથી ગયા. અભાગ્યોના હાથમાં ચિંતામણિ કેટલીવાર ટકે? ૫૦. અભયે પણ આ પ્રમાણે કહ્યું : હે માતા! જતા પિતાએ નિધાનની જેમ તારી આગળ કંઈ કહ્યું છે? ૫૧. નંદાએ કહ્યુંઃ તારા પિતા આ પત્ર આપી ગયા છે. હું અર્થને જાણતી નથી. અથવા સ્ત્રીઓની બદ્ધિ કેટલી? પર. તે પત્ર લઈને વાંચી વિચારીને ખશ થયેલ અભયે કહ્યું : હે માત ! હું તને વધામણી આપું છું કે મારા પિતા રાજગૃહ નગરના રાજા છે. ૫૩. કારણ કે પત્રમાં આ પ્રમાણે લખ્યું છે કે- UTU__ST ધવત્નમિત્તવઃ | Tની: પથિવીપના શબ્દોષનિવા |૮|| STUકુર જડી એટલે ધવત્નમતિ: અર્થાત સફેદ દિવાલવાળા પાનઃ એટલે પ્રથવીપન: અર્થાત્ રાજા કારણ કે જો શબ્દ પૃથ્વીવાચક છે. આ સાંભળીને નંદા ચિત્તમાં ઘણું વિસ્મય પામી. અહો ! આ બાળકની બદ્ધિ ત્રણ લોકમાં ચડી જાય એવી છે. ૫૫. અથવા તે પિતાના પત્રમાં શું અસંભાવ્ય હોય કારણ કે શાલિના બીજમાંથી શાલિનો અંકુરો ફુટે. ૫૬. નીતિ વિશારદ અભયે કહ્યું : પિતાનું ઘર સુંદર હોય તો પણ અહીં રહેવું યોગ્ય નથી. ૫૭. કહ્યું છે કે– સ્ત્રીઓને કુમારીપણામાં પિતા, યૌવન વયમાં પતિ, વૃદ્ધાવસ્થામાં પત્ર શરણ છે. ૫૮. આમ બીજી સામાન્ય સ્ત્રીઓ પિતાને ઘરે રહેતી નથી, રાજાની સ્ત્રીઓ તો વિશેષથી ન રહે. રૂપિયામાં ખરીદેલો મણિ સાચવી રાખવામાં આવે તો લાખમાં ખરીદેલા મણિને સુતરામ સાચવવો પડે એમાં શું કહેવાનું હોય? ૧૯. તેથી માતામહ (નાના) ના ઘરેથી પિતાના ઘરે જઈએ. નંદાએ તેની વાત માની લીધી. કોણ એવો છે જે ગામડામાંથી નગરમાં ન જાય? ૬૦. અભયે શ્રેષ્ઠીને નમીને અંજલિ જોડીને વિનંતિ કરી કારણ કે વિનય કુળને અનુસરનારું છે. ૬૧. મારો પિતા રાજા છે તેથી માતા સહિત મને ત્યાં જવાની રજા આપો. વહાલો પણ દૌહિત્ર નાનાને ઘરે રહેતો નથી. ૨. મામાને ઘરે રહેનારાઓના પિતાનું નામ પણ ભુંસાઈ જાય છે. જેના પિતાનું નામ ભંસાઈ ગયું છે એવા વરાકડા શું જીવે છે? અર્થાત્ જીવતા હોવા છતાં મરેલા જ કહેવાય છે. ૬૩. કહ્યું છે કે– ઉત્તમ પોતાના ગુણોથી વિખ્યાત છે, મધ્યમ પિતાના ગુણોથી પ્રસિદ્ધ થાય છે. અધમ મામાના ગુણોથી ઓળ ખાય છે. સસરાના ગુણોથી જે ખ્યાતિ પામે છે તે અધમાધમ છે. ૬૪. જે બહેનને આશ્રય રહીને ખ્યાત બને છે તે અધમતર છે. જેઓ જમાઈ તરીકે ઓળખાય છે તેનું નામ પણ લેવાતું નથી. ૬૫. કાનને વિધવા સૂઈ સમાન આવું વચન સાંભળીને ભદ્રશ્રેષ્ઠી વ્યથા પામ્યા. સ્નેહીજનોને પ્રિયબંધુનો વિયોગ અતિદુઃસહ છે. ૬૬.
પછી બંનેને રજા આપવા શ્રેષ્ઠીએ કોઈક રીતે કબુલ્યું. એકલું દૂધ પણ દુઃખેથી ત્યાગ કરી શકાય છે તો સાકરવાળા દૂધની શું વાત કરવી ? ૨. ધન વિનાની પુત્રીઓ સાસરામાં આદરભાવ પામતી નથી એટલે પુત્રીને ઉત્તમ સામગ્રી સહિત રજા આપવા તૈયારી કરી. ૬૮. માતા પિતાએ નંદાને શિખામણ આપી કે હે નંદા! સસરાના ઘરે ગયેલી તું સાસુ-સસરાની ભક્તા થજે. કારણ કે ત્યાં તે જ તારા માબાપ છે. ૬૯. શોક્યોની સાથે બહેનની જેમ મૈત્રીપૂર્વક રહેવું કેમકે ઝગડા થાય તો આલોક અને પરલોક બંને નષ્ટ પામે છે. ૭૦. તારે પોતાના પતિને દેવતાની જેમ આરાધવો કારણ કે નીતિનું વચન છે કે સ્ત્રીને પતિ એક ગુરુ છે. ૭૧. અને પતિ હાથમાં હોતે છતે બીજાઓથી પરાભવ થતો નથી. તીક્ષ્ણ પણ બાણો બખતરધારીને શું કરી શકે? ૭૨. નંદાએ પણ પિતાની શિખામણને કલ્યાણકારી માની. એક તો ભાવત હતું અને વૈધે બતાવ્યું. ૭૩. પછી દૌહિત્રને કહ્યું તું આઠે આઠ પહોર અર્થાત્ દિવસ-રાત માતાપિતાનું કહ્યું આદરથી કરજે કેમકે માતાપિતા આ લોકના ગુરુ છે. ૭૪. હે પુત્ર! તું એવી રીતે વર્તજે જેથી પ્રજા તારી ચાહક બને. તારા પિતાએ જેમપિતાનું રાજ્ય મેળવ્યું તેમ તું રાજ્યને મેળવીશ. ૭૫. સતત આનંદમાં રહેતા તારા વિના મારું ઘર ચંદ્ર વિનાના આકાશની જેમ કેવી રીતે શોભશે? ૭૬. ભાઈ વિનાના એકલાની
Page #25
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૦ જેમ તારા વિયોગમાં દુર્ભાગ્ય શિરોમણિ મારા મનમાં દશે દિશાઓ કેવી રીતે વસશે? ૭૭. વધારે શું કહેવું ? પિતાના ઘરે ગયા પછી અમને યાદ કરજે કારણ કે દેવલોકમાં જઈને જીવો પાછળના સ્વજનોને યાદ કરતા નથી. ૭૮. અભયે પણ કહ્યું- હે તાત! સર્વથા કિરણોથી જેમ આકાશ ઉદ્યોદિત થાય છે તેમ પૂજ્યશ્રી વડે અલંકૃત કરાયેલ ઘર ઉદ્યોદિત થાય છે. ૭૮. હું પહેલો હું પહેલો એમ વ્યાપિ જતા તમારા ઉજ્વળ ગુણોથી પટની જેમ દિશાઓ શૂન્ય કેવી રીતે બને? ૮૦. આપના ઉપકારો તો સ્તંભમાં કોતરાયેલ અક્ષરોની જેમ મારા હૃદયમાં કોતરાયેલ છે. જો હું વડીલોને ભૂલી જાઉ તો કેવો ગણાઉ? ૮૧. પૂજ્યોએ પિતૃ-ભક્તના વિષયવાળો જે આદેશ આપ્યો છે તેને હું કરીશ. કોણ એવો બુદ્ધિમાન છે જે મણિકુંડલને ગ્રહણ ન કરે? ૮૨. શ્રેષ્ઠીએ મોટી વિભૂતિથી તે બેને રજા આપી. કોણ એવો છે જે સંતાનોને થોડું આપે? ૮૩. જેમ કર્મમુક્ત જીવ દેવલોકને ઓળંગીને મોક્ષમાં જાય તેમ ગ્રામ–આકાર–નગરોનું ઉલ્લંઘન કરતા તે બંને રાજગૃહમાં પહોંચ્યા. ૮૪. જાણે સાક્ષાત્ ઋતુઓથી વીંટળાયેલ વનદેવી ન હોય તેમ પરિવાર સહિત માતાને ઉદ્યાનમાં રાખી. ૮૫. પછી જેમ વિશ્વની સ્થિતિ નિહાળવા માર્કંડેય ઋષિ હરિની કુક્ષિમાં પ્રવેશ્યા હતા તેમ અભય સ્વયં નગરનો વૃત્તાંત જોવા અંદર પ્રવેશ્યો. ૮૬. જેમ બજાણિયો કથાનક કરે ત્યારે ઘણાં લોકો ભેગા થાય તેમ ઘણાં લોકોને એક જગ્યાએ ભેગાં થયેલાં જોયા. ૮૭. અભયે કોઈક માણસને પૂછયું: અરે ! અહીં આટલા બધા લોકો કેમ ભેગાં થયા છે? શું ગોળ ધાણા વહેંચાય છે? ૮૮. તેણે પણ કહ્યું : અરે ! તું તો ગોળધાણાને જાણે છે પણ અહીં તો એવું વહેંચાય છે જે દેવોને લેવાની ઈચ્છા થઈ જાય. ૮૯. તે આ પ્રમાણે
જેમ બુદ્ધિમાનો શાસ્ત્રોને મેળવે તેમ શ્રેણિક રાજાએ ચારસો નવ્વાણું મંત્રીને મેળવ્યા છે. ૯૦. જેમ સંપત્તિ સિદ્ધાંતને ઈચ્છે તેમ મંત્રીઓમાં મુખ્ય મંત્રીની નિમણુંક કરવા શ્રેણિક રાજા બૃહસ્પતિને જીતી લે તેવા ઉત્તમ મનુષ્યને શોધે છે. ૯૧. પછી તેની પરીક્ષા કરવા માટે દીર્ઘદર્શી રાજાએ જેમ ભૂમિમાં નિધાન મૂકે તેમ સૂકા કૂવામાં પોતાની વીંટી નાંખી. ૯૨. લોકોને આ પ્રમાણે આદેશ કર્યો કે જેમ લોહચુંબક લોખંડને ખેંચે તેમ કૂવામાં રહેલી વટીને કાંઠે રહેલો મનુષ્ય હાથથી ગ્રહણ કરશે તેને બુદ્ધિના કૌશલ્યને ખરીદનારી એવી મંત્રીઓની ધૂર્યતા આપવામાં આવશે. અર્થાત્ તેને મુખ્ય મંત્રી બનાવવામાં આવશે. તેને જ અર્ધરાજ્ય આપવામાં આવશે તથા હું પોતાની પુત્રી પરણાવીશ અથવા તેવા પ્રકારના પુરુષ રત્નને જેટલું આપીએ તેટલું થોડું જ છે. ૯૩–૯૫. તેને સાંભળીને અભય પણ મનમાં આશ્ચર્યચકિત થયો. જેમ વાછરડો ગાયોના સમૂહમાં જાય તેમ લોકોના સમૂહમાં ગયો. ૯૬. અને કહ્યું ઃ હે લોકો આ વીંટીને શા માટે ગ્રહણ કરતા નથી? આનું ગ્રહણ કરવું દુઃશક્ય નથી. તમે શા માટે ચિંતામાં પડ્યા છો? ૯૭. લોકોએ કહ્યું હે બાળક! અમે તેને ગ્રહણ કરવા સમર્થ નથી. દર્પણમાં પ્રતિબિંબને ગ્રહણ કરવું શક્ય નથી. ૯૮. કોઈ વૈદેશિક આ કાર્ય કરી આપે તો તેને કરવાની સંમતિ છે? એમ તેણે પુછ્યું ત્યારે લોકે કહ્યું હા! જે ગાયના ધણને વાળે તે અર્જુન છે. ૯૯. ઘણાં દેશોમાં પર્યટન કરીને આવેલા દાઢીવાળા, બહુશ્રુત, વયોવૃદ્ધ એવા અમે આને ગ્રહણ કરવા સમર્થ નથી. ૫00. ઉત્કંઠાવાળો પણ નાનો બાળક આને કેવી રીતે ગ્રહણ કરી શકશે? દુ:ખે કરીને ગ્રહણ કરી શકાય એવા ઊંચે લટકતા ફળને ઠીંગણો ગ્રહણ કરી શકશે? ૫૦૧. અથવા આનો મુખરાગ જ કહી આપે છે કે આણે કલાને ધારણ કરી છે. ચંદ્રને પણ તેવી કલાવગર કાંતિનો પુર હોતો નથી અર્થાત્ ચંદ્રની શોભા જેમ તેનામાં રહેલી કલાને આધારે છે તેવી રીતે આના મુખની શોભા આનામાં રહેલી કલાને આધારે હોવી જોઈએ. ૨.
Page #26
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧
૨૧ આ પ્રમાણે લોક ચિંતામાં ડૂબેલો હતો ત્યારે અભયે ચાકરો પાસે મંગલને માટે સિદ્ધિ આપનારું ગાયનું છાણ મંગાવ્યું. ૩. બુદ્ધિમાન અભયે વટીની ઉપર છાણાના પિંડને નાખ્યું. જેમ ઉપકાર સજ્જનને વળગે તેમ છાણ વટીમાં ચોટી ગયું. ૪. પછી તેને સુકવવા માટે આગળના ભાગમાં સળગતા પુળાને નાખ્યો. કાળે ગરમી પણ ઈચ્છાય છે. ૧૫. જેમ સુગંધિ કળશને ભરી દેવામાં આવે તેમ પાસેના કૂવામાંથી નીક મારફત પાણીથી ભરી દીધો. ૬. જેમ હરખિત થયેલ સ્ત્રીના ચિત્તમાં રહેલ ગોપ્ય મુખની પાસે આવી જાય તેમ કૂવામાં સૂકાઈ ગયેલું છાણ પાણીની સપાટી ઉપર આવી ગયું.૭. પછી અભયે છાણાને હાથથી ગ્રહણ કરીને મુદ્રારત્ન ગ્રહણ કર્યું. અસારમાંથી સારને ગ્રહણ કરે એ ન્યાયનું સ્મરણ કરતા અભયે આ કર્યુ છે એમ હું માનું છું. ૮. વિકસિત નયનોથી વારંવાર માથું ધુણાવતી, આશ્ચર્યચકિત ચિત્તવાળી જનતાએ વિચાર્યું૯. જેમ બાળપણમાં રામચંદ્ર ધનુષ્ય ચડાવ્યું હતું તેમ આ વૃદ્ધોને પણ દુષ્કર કાર્ય કર્યું. ૧૦. લઘુ છતાં ગુણવાન પણ સર્વ કાર્યને સાધે છે. દીવો વાટ માત્રથી શું જગતને પ્રકાશિત નથી કરતો? ૧૧. શું નાનકડું વજ પર્વતના શિખરને નથી ભેદતું? શું અડદના દાણા જેટલું ચિંતામણિ ઈચ્છિતને નથી આપતું ? ૧૨. જ્ઞાન-વિજ્ઞાનથી વિકલ વયોવૃદ્ધ મનુષ્યો પણ કાર્યને સાધી શકતા નથી કેમકે મોટાઓ ડાંગરા હોઈ શકે. ૧૩. પછી ખુશ થયેલ રાજાના માણસોએ જઈને રાજાને ખબર આપી કે કોઈક વૈદેશિક વીર બાળક વનમાંથી આવ્યો છે. ૧૪. જેમ સાહસિક સાપના દરમાંથી મણિને ગ્રહણ કરે તેમ તેણે પોતાની બુદ્ધિથી લોકની સમક્ષ મુદ્રા રત્નને ગ્રહણ કર્યું છે. ૧૫. પછી રાજાએ તુરત જ અભયને બોલાવ્યો કેમ કે તેવા બાળકને ન જોવામાં ક્ષણ પણ પ્રહર જેવી થાય છે. ૧૬. તે પણ જઈને પિતાના બે ચરણમાં પરમ ભક્તિથી નમ્યો અથવા બીજાઓ રાજપુત્રો પાસેથી વિનયગુણને શિખે છે. ૧૭. રાજા પણ પુત્રની બુદ્ધિથી અભયને ભેટ્યો. અથવા બે આંખો પણ જાણે જાતિસ્મરણ જ્ઞાન પામી હોય તેમ પોતાના નહીં જોયેલા ધનને જૂએ છે. ૧૮. જો ઉદયાચલ પર્વતની ઉપર રહેલા ચંદ્રની આગળ બુધ હોત તો સિંહાસન ઉપર બેઠેલા રાજાની આગળ અભયકુમારને ઉપમા આપી શકાત. ૧૯. રાજાએ કહ્યું : હે ધીમદ્ ! જેમ ચંદ્ર આકાશ દેશને છોડીને નિસ્તેજ બનાવે, તેમ તે કયા દેશને છોડીને નિસ્તેજ બનાવ્યું છે? ૨૦. મંથન કરાતા સમુદ્રના પિંડ (ફીણ)સમાન ગંભીર અવાજથી અભયે કહ્યું: હે સ્વામિન્ ! હું બેનાતટ નગરથી આવ્યો છું. ૨૧. અને કહ્યું : હે સ્વામિન્ ! આપે જે ચંદ્રથી મૂકાયેલ દેશ નિસ્તેજ બને વગેરે કહ્યું છે તે કેવી રીતે ઘટી શકે? કેમ કે હું આવ્યો તો પણ નગર તેવું જ છે. અર્થાત્ એમાં કોઈ ફરક પડેલ નથી. રર. એક શંખ સમુદ્રને છોડી દે તો સમુદ્રનું શું ઘટી ગયું? એક આગિયાનો પ્રકાશ આકાશમાં ન હોય તો આકાશની શું શોભા ઘટી જવાની છે? ૨૩. અહો! આની વચનની નિપુણતા કેવી છે ! એમ વિચારતા રાજાએ કહ્યું છે ભદ્ર મુખાંગક! (જેનું મુખ અને શરીર કલ્યાણકારી છે તેવો) ત્યાં રહેનારા ભદ્રશેઠને ઓળખે છે? ૨૪. અભયે કહ્યું ઃ હે વિભુ! હું તેને પૂર્ણપણે જાણું છું કેમકે હમણાં તમારી સાથે જેવો પરિચય છે તેવો એમની સાથે મારે પરિચય છે. ર૫. બીજા ભદ્ર હાથી જેવા ભદ્ર શેઠનું કલ્યાણ થાઓ કેમ કે આના હાથમાંથી સતત દાનનું ઝરણું વહ્યા કરે છે. ૨૬. રાજાએ પૂછ્યું કે તેને નંદા નામની પુત્રી છે જે પૂર્વે ગર્ભવતી હતી તેને શું સંતાન થયું? ૨૭. અતિશય સુબુદ્ધિના ધણી અભયકુમારે કહ્યું : હે દેવ! જેમ કમલિની કમળને જન્મ આપે તેમ તેણે પુત્રને જન્મ આપ્યો છે. ૨૮. તેનું રૂપ કેવું છે? તેના શું સમાચાર છે? તેનું શું નામ છે? એમ રાજાએ અભયને પુછ્યું ત્યારે અભયે સ્પષ્ટપણે કહ્યું. ર૯. હે રાજનું! શરીરના માન, રૂપ, શીલ, તથા વયથી મારા જેવો જ છે એમ જાણો. ૩૦. લોકો વ્યક્તિએ વ્યક્તિએ ભેદને જાણે છે પણ મારામાં અને તેનામાં તલના ફોતરાના ત્રીજા ભાગ જેટલો કંઈ ફરક નથી. ૩૧. તમે રણાંગણમાં તીક્ષ્ણ તલવાર ઉગામીને
Page #27
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર રહ્યા હો ત્યારે દંડમાં કુહાડાને ધારણ કરીને શરણે આવેલો નિર્બળ શત્રુ શું માગે? ૩૨. રાજાએ કહ્યું છે સુભગાનન! એવો શત્રુ અભય માગે, હે રાજન્ ! તમે નંદાના પુત્રનું નામ આ જાણો. ૩૩. હે રાજનું ! બીજા સામાન્ય બે મિત્રનો અભેદ ચિત્રથી હોય છે પણ શરીરથી નહીં પણ અહીં મારે અને તેને ચિત્ત તેમજ શરીરથી ભેદ નથી. ૩૪. અભયની આવી વક્રવાણીથી રાજાએ નિશ્ચય કર્યો કે તે અભય તું જ છે બીજો નથી, નહીંતર આવું તું કેવી રીતે બોલી શકે? ૩૫. લજ્જાથી નમી ગયેલ મુખવાળા અભયે વાણીનું અનુસંધાન કરી કહ્યું કે આપ પૂજ્યપાદ જે જાણો તે તેમજ છે. અર્થાત્ હું તમારો પુત્ર અભય છું. ૩૬.
જેમ આત્મા તે જ પુત્ર છે અને પુત્ર તે જ આત્મા છે એમ ઐક્યને સૂચવતો ન હોય તેમ રાજા હર્ષથી અત્યંત ભેટ્યો.૩૭. જેમ પર્વતની ગુફા સિંહના બચ્ચાને આશરો આપે તેમ રાજાએ લક્ષ્મીથી રંગાયેલા ખોળામાં પુત્રને બેસાડ્યો. ૩૮. વાસને ગ્રહણ કરવાની ઈચ્છાવાળો ન હોય ! અથવા તો પોતાની વાસકુમારને આપવાની ઈચ્છાવાળો ન હોય તેમ રાજાએ કુમારના મસ્તકને વાંરવાર સુંધ્યું. ૩૯. શ્રેણિકે હર્ષના આંસુથી કુમારને વારંવાર નવડાવ્યો જાણે શરીરરૂપી ક્ષેત્રમાંથી ઊગી નીકળેલા બુદ્ધિરૂપી અંકુરાનું સિંચન કરવા ન ઈચ્છતો હોય ! ૪૦. હર્ષ પામેલા રાજાના ખોળારૂપી આકાશનું ભૂષણ ચંદ્ર સમાન રૂપથી કામદેવને જીતી લેનાર એવા અભયકુમાર બાળકે દેવસભામાં ઈન્દ્રનો પુત્ર જયંત આનંદ પામે તેમ રાજલોકને આનંદ પમાડ્યો. ૪૧.
એ પ્રમાણે શ્રી જિનપતિ સૂરિના પટ્ટલક્ષ્મી ભૂષણ શ્રી જિનેશ્વર સૂરિના શિષ્ય શ્રી ચંદ્રતિલક ઉપાધ્યાય વિરચિત શ્રી અભયકુમાર મહર્ષિ ચરિત્ર અભયાંકમાં શ્રેણિકની પરીક્ષા, દેશાંતર ગમન, નંદાને પરણવું, શ્રેણિકનો રાજ્ય અભિષેક, અભયકુમારનો જન્મ, શ્રેણિક મહારાજાને મળવું વગેરેના વર્ણનને જણાવતો પ્રથમ સર્ગ સમાપ્ત થયો. સકળ શ્રી સંઘનું કલ્યાણ થાઓ.
જેમ યોગી યોગથી પરમાત્માના રૂપને જુએ તેમ અભયના દરેક અંગ અને શરીરનું નિરીક્ષણ કરતા પ્રેમમાં આશ્ચર્ય પામીને રાજાએ કુમારના રૂપની પ્રશંસા કરી. ૧. આના બંને પગના તળિયા લાલ, મૃદુ, સ્નિગ્ધ અને વિક્ર છે. તથા ચંદ્ર-વજ–સૂર્ય-શંખ-અંકુશ–પધ-મસ્ય-તુરંગમ-આદર્શ અને હાથીનાં લાંછનથી યુક્ત છે. ૨. દિશાઓને અરીસામય કરતા, તાંબા જેવા લાલ નખો,ગોળ ઊંચા, મનોહર અને વિશાલ છે. તેના બે–પગ કાચબા જેવા ઉન્નત, સ્નિગ્ધ, માંસલ, શ્લિષ્ટ (ભરાવદાર) છે. તથા બંને પગ સરખા અને કમળ જેવા છે. ૩. જેમ કંજૂસના ભંડારમાં રહેલા મણિના દર્શન દુર્લભ હોય તેમ આના બે ગુલ્ફ (એડીનાં ટેરવા) ગુપ્ત હતા. એના બે જાનુ ગૂઢ હતા. બે જંઘા સરલ હતી. મૃદુ અને વિશાળ સાથળ કેળ જેવી કોમળ અને સફેદ હતી. કેડ વિશાળ સુવર્ણના ફલક જેવી હતી. ૪. એની નાભિ દક્ષિણાવર્ત લક્ષણવાળી તથા ગંભીર કૂવા જેવી હતી. તથા પેટ હરિણોના નેતા અર્થાત્ સિંહ સમાન હતું. એનું સત્ત્વ સર્વ પ્રાણીઓને આશ્ચર્ય પમાડે તેવું હતું. ૫. આનું ઉરઃસ્થળ શેરીના કપાટ જેવું વિસ્તૃત શ્રી વત્સને ધારણ કરનારું અને લોમયુક્ત હતું. શું આની વિશાલ પીઠ રાજ્યની ચિંતા કરતા ખિન્ન થયેલ મારી પીઠનો પટ્ટ થશે? અર્થાત્ મને રાજ્યમાં સહાયક થશે? . આની બે સરળ બાહુ જાનુ સુધી લટકતી છે. તેથી અમે માનીએ છીએ કે સૂર્યને ગ્રહણ કરવાની ઈચ્છાવાળી છે. કમળોનું મર્દન કરીને તેણે પ્રાપ્ત કરેલી લાલ કાંતિએ અગ્રેસરતાને પ્રાપ્ત કરી. તેના બે હાથ કઠિન હતા. ૭. સામ્રાજ્યના મંત્રિત્વને વહન કરવામાં ધર એવા આના બે સ્કંધો જાણે વૃષભના સ્કંધ સમાન ન હોય તેવા હતા. આના કંઠે ચાર વિદ્યાને સુખે બેસવા
Page #28
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૨
૨૩ માટે શંખની જેમ ત્રણ રેખા કરી હતી. અર્થાત્ ત્રણ રેખાથી એણે કંઠના ચાર વિભાગ કર્યા હતા. તેમાં ચાર વિદ્યાને બેસવા માટે ચાર આસન કર્યા હતા. ૮. એના બિંબફળ સમાન કાંતિવાળા બે હોઠ જાણે સાક્ષાત્ નગરજનનો અનુરાગ ન હોય તેવો હતો. આના ધારદાર સફેદ અને દઢ દાંતો જાણે મનુષ્યના બત્રીશ લક્ષણો હતા. ૯. આની જીભ કંઈક લાલવર્ણ અને નિર્મળ હતી. આનું તાલુ શૂરત્વને સૂચવનારું કમળની જેવી કાંતિવાળું હતું. આના બે કોમળ ગાલ સરસ્વતી અને લક્ષ્મીને સુખેથી બેસવા માટે બે સારી ગાદીઓ ન હોય તેવા હતા. ૧૦. આની લાંબી, ઊંચી અને સરળ નાસિકા બુદ્ધિથી પ્રાપ્ત કરાયેલ જયની કીર્તિયષ્ટિ ન હોય તેવી હતી. નીલકમળ સમાન આની બે આંખો બંને લોકને જોવાની ઈચ્છાથી શું જાણે વિકસિત ન થઈ હોય તેવી હતી. ૧૧. કપાળની ઉપર રેખાના બાનાથી સુનાસા વંશની ઉપર ભ્રકુટિથી રચાયેલ પણછ પુણ્યરૂપી અનાજના દાણાથી ભરપૂર ક્ષેત્રમાં આવેલ કાગડાને ઉડાડવા જાણે બાણ સહિતનું ધનુષ્ય ન હોય તેવું હતું. ૧૨. દોલા (હિંચકા) સમાન આકારવાળા, રચના વિશેષથી રમ્ય બનેલ, ખભા સુધી લટકતા, બે કાન જાણે બુદ્ધિના ક્રિીડા કરનારા વિમર્શ અને પ્રકર્ષ નામના ભત્રીજા ન હોય તેવા લાગતા હતા. ૧૩. બે કમળો જે અહીં આના મુખ ઉપર ગોઠવાયેલ છે તેથી હું જાણું છું કે આનું મુખ પુનમના ચંદ્ર જેવું છે. આનો સ્નિગ્ધ અંજન જેવો આ શ્યામ કેશપાશ સ્ત્રીઓના મનને બાંધવા માટે પાશ છે. ૧૪. આના માથામાં જમણી બાજુએ એ રીતે આવર્ત (માથાની ભમરી) રચાયું હતું તેમાં પણ કોઈ આશ્ચર્ય ન હતું કેમ કે તેવા ચતુર કુશળ પુરુષોને સમસ્ત પણ પૃથ્વી દક્ષિણા જ છે. ૧૫. આણે ગતિથી રાજહંસોને જીતી લીધા છે. એમાં પણ આશ્ચર્ય નથી કે આ મંત્રશક્તિથી (બુદ્ધિથી) રાજહંસોને (ઉત્તમ રાજાઓને) જીતી લેશે. ૧૬. આના સ્વરે ભાદરવા મહિનાના પાણીવાળા વાદળના અવાજને જીતી લીધો તે યોગ્ય જ છે. અર્થાત્ ભાદરવા મહિનાનો મેઘ જેવો ગંભીર અવાજ કરે તેનાથી આનો સ્વર ગંભીર હતો. ૧૭. જે આ ઊર્ધ્વદર્શી (દૂરંદર્શી -પરલોકનો વિચાર કરનાર) છે તેમાં કોઈ આશ્ચર્ય નથી કારણ કે તે હંમેશા ઉચ્ચપદને (મોક્ષને) વાંછે છે. અથવા વધારે શું કહેવું આનું જે જે અંગ જોવાય છે તે તો લોકોત્તર અને સુંદર છે. ૧૭. શું વિધાતાએ સામુદ્રિકશાસ્ત્ર જોઈને આને લક્ષણોથી યુક્ત બનાવ્યો છે? અથવા તો આના સારને જાણીને સામુદ્રિક શાસ્ત્રની રચના કરી છે? આ પ્રમાણે હર્ષથી શરીરના રૂપનું વર્ણન કરીને રાજાએ પુત્રને પુછ્યું: હે ગોત્રરૂપી આકાશ માટે સૂર્ય સમાન! તારી માતા ક્યાં છે? ૧૯. અભયે કહ્યું: હે તાત! ગુણોથી સુંદર તમારા ચરણરૂપી કમળનું હંસીની જેમ સ્મરણ કરતી સ્વજનોને સાતા આપતી માતા નગરની બહાર ઉદ્યાનમાં રહેલી છે. ૨૦. રાજાએ અભયને આગળ કરીને, નંદાનો નગર પ્રવેશ કરાવવા પોતાના પુરુષોને આદેશ કર્યો અને પોતે પણ પાછળ ગયો. રણમાં ખુંપેલો મનુષ્ય શું શું ન કરે? ૨૧. નંદા પવિત્રશીલના પાત્ર એવા શરીરને હર્ષથી સુશોભિત કરવા લાગી. પુત્રે તેને તેમ કરતા રોકી કેમકે કયારેક પુત્રની શિક્ષા પણ માતાના શુભ માટે થાય છે. ર૨. પતિનો વિયોગ હોય ત્યારે પ્રોષિતભર્તૃક સ્ત્રીઓએ વેશભૂષા કરવી યોગ્ય નથી. સૂર્ય દ્વીપાંતરમાં હોય ત્યારે શું કમલિની કયારેય વિકાશને પામે છે? ૨૩. વિચારણા કરવામાં બુદ્ધિમાન પુત્રના વચનથી, તે પૂર્વના વેશને ધારણ કરીને રહી. બાળક પાસેથી પણ સારવાળા હિતકારી વચનને બુધોએ ઔષધની જેમ શંકા રહિત ગ્રહણ કરવું જોઈએ. ૨૪. જેના હાથ ઉપર સૌભાગ્ય કંકણની શ્રેણી ઢીલી પડી ગઈ છે, જેની આંખમાં આંજણ આંજેલું નથી, જેણે મલિન વસ્ત્રો ધારણ કરેલા છે, અલ્પજળમાં ઉગેલી કમલિની કરતા વધારે ખરાબ સ્થિતિમાં રહેલી નંદાને રાજાએ જોઈ. ૨૫. અહો! આ કેવી કૃશાંગી થઈ ગઈ છે ! અથવા એમાં કોઈ આશ્ચર્ય નથી કે સતી સ્ત્રીનું ચરિત્ર સાધ્વીના ચરિત્ર સમાન
Page #29
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૪
હોય છે. આ પ્રમાણે ચિંતાને વહન કરતા રાજાએ યથોચિત વાત કરીને નંદાને આનંદિત કરી. ૨૬. હર્ષિત થયેલ રાજાએ દરેક દુકાનને રેશ્મી વસ્ત્રોથી, દરેક માર્ગમાં સુંદર તોરણોથી નગરની શોભાને કરાવી. ૨૭. જેની આગળ પુત્ર છે એવી સતી નંદા હાથી ઉપર આરૂઢ થઈ. જેમ જયપુત્રથી યુક્ત ઈન્દ્રાણી પ્રવેશ કરે તેમ ઉત્તમ શણગારને ધારણ કરતી નંદાએ નગરમાં પ્રવેશ કર્યો. ૨૮. દુકાનની શ્રેણી જાણે ચારે બાજુથી ફરકાવાયેલ રેશમી વસ્ત્રોથી પુત્ર સહિત પ્રવેશ કરતી નંદાના ઉતારણા લે છે. અર્થાત્ નંદાને વધાવે છે. ૨૯. સૌંદર્યના ધામ, પુત્ર સહિત પ્રવેશ કરતી નંદાને આનંદના પૂર સહિત એકી ટસે જોતા નગરજનોની આંખો જાણે અત્યંત સ્તંભિત કરી દેવાઈ હોય તેમ ઉન્મેષ અને નિમેષ વગરની થઈ. ૩૦. તે વખતે કૌતુક જોવા ઉત્સુક થયેલી સ્ત્રીઓ આ પ્રમાણે ચેષ્ટા કરવા લાગી– કેટલીક સ્ત્રીઓને એકાવલી હારના સ્થાને વિચિત્ર પ્રકારની મણિમય સુવર્ણની કાંચિને પહેરી. ૩૧. બીજી કેટલીક સ્ત્રીઓએ કંકણથી ભૂષિત અંગોમાં સુવર્ણના કુંડલોને પહેર્યા અને સુવર્ણના કુંડલોને પહેરવાના સ્થાને યથોચિત સ્થાને જડેલા મણિના સમૂહવાળા કંકણોને પહેર્યા. ઉતાવળના આવેશમાં આવેલી કેટલીક સ્ત્રીઓએ કેયૂર પહેરવાના સ્થાને નૂપુરોને પહેર્યા. કુતૂહલથી ઉત્સુક બનેલી કેટલીક સ્ત્રીઓએ પહેરવાના બંને વસ્ત્રનો વિપર્યય કર્યો. અર્થાત્ ઉપરનું વસ્ત્ર નીચે અને નીચેનું વસ્ત્ર ઉપર ધારણ કર્યુ. ૩૩. ભ્રમર જેવી કોઈક કાળી સ્ત્રીએ પુત્રના ભ્રમથી ખોળામાં બિલાડીના બચ્ચાને લીધું. બીજીએ ભૂંડને, વળી ત્રીજીએ પોતાના પુત્રની ભ્રાંતિથી કૂતરાને લીધું, વળી ચોથીએ ગાયના વાછરડા સમાન વાંદરાને અને કોઈએ પુત્રની ભ્રાન્તિથી ભૂંડના બચ્ચાંને પોતાની કેડમાં તેડ્યો. આ બધી સ્ત્રીઓ સખીઓ વડે હસાઈ કે આ નવા પ્રકારના પુત્રો થયા છે કેમકે સમાન વસ્તુઓમાં ભ્રમ થાય છે. ૩૫.
કે
આ પ્રમાણે નગરની સ્ત્રીઓ વડે અણછાજતી ચેષ્ટા કરાઈ. ઘરમાંથી નીકળીને તે તે સ્થાને ઊભી થઈને પુત્ર સહિત નંદાને જોતી સ્ત્રીઓ હર્ષના વશથી બોલવા લાગી. ૩૬. ખરેખર ! નંદાએ ઐશ્વર્યનું કારણ દાનને ભક્તિથી પાત્રમાં આપ્યું છે. આણે કોઈથી હિલના ન કરી શકાય એવું અગ્નિની જ્વાળાને થંભાવી દે તેવું પ્રભાવશાળી શીલ પાળ્યું છે. ૩૭. ખરેખર ! આણે (નંદાએ) દુસ્તપ તપને તપ્યું છે. ધર્મરૂપી પૃથ્વીમાં કુશલ બીજને વાવ્યું છે. જે સદ્ આર્યા આવા પ્રકારના પુત્રની માતા થઈ અને જે શ્રેણિક રાજાની પત્ની થઈ. ૩૮. આનું લાવણ્ય દેવાંગનાઓ કરતા શ્રેષ્ઠ છે; સામાન્ય જનમાં ન હોય એવું એનું રૂપ છે. આનું ગાંભીર્ય જગતથી પણ શ્રેષ્ઠ છે; એના સર્વ અંગનું સંસ્થાન અતીવ સુંદર છે. ૩૯. આનું ગૌર વર્ણ સુવર્ણની કાંતિનો પરાભવ કરે તેવું છે. આનું માધુર્ય શરીરની પ્રિયતામાં એક માત્ર ધુર્ય છે અર્થાત્ આના શરીરની જ શોભા કરતા એનું માધુર્ય વિશેષ છે. આની આદેયતા સર્વજનથી મનોહર છે. સારી રીતે આકર્ષિત કરાયા છે ગુણો જેના વડે એવો આનો સમતા ગુણ શ્રેષ્ઠ (પૂર્ણ) છે. ૪૦ અહો ! વિદૂરભૂમિ જેમ વૈસૂર્ય રત્નને જન્મ આપે તેમ સ્ત્રીજનમાં શિરોમણિ આણે ગુણોના એક ધામ, દેવકુમાર જેવા પુત્રને જન્મ આપ્યો છે. ૪૧. આજ સૌભાગ્યવતી સ્ત્રીઓમાં શિરોમણિ છે શ્રેષ્ઠીપુત્રી હોવા છતાં જેને રાજા પતિ મળ્યો છે. આ જ રત્ન પ્રસૂતામાં અગ્રેસર છે જેણે અભય જેવા પુત્ર રત્નને જન્મ આપ્યો છે. ૪૨. જો વિધિ પ્રસન્ન થાય તો સાચે જ અમે આવી થઈએ. અભિમાનથી મુક્ત થયેલી નંદાએ નગરની સ્ત્રીઓના આવા પ્રકારના સંલાપને સાંભળ્યો. ૪૩. નંદિના નાદ અને પ્રતિવાદથી (પડવાથી) જ્યારે દિગંત પૂરાયેલું હતું અને બાકીના નગરના લોકો હૈયામાં આનંદને ધારણ કરતા હતા ત્યારે મોટા મહોત્સવપૂર્વક રાજાએ નંદાને નગરમાં પ્રવેશ કરાવ્યો. ૪૪. નમતા એવા પુત્રની સાથે નંદા સાસુવર્ગને મસ્તકથી નમી કેમકે પરમ
Page #30
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૨
૨૫
સંપત્તિને પામેલી હોવા છતાં કુલીન સ્ત્રીઓ સદાચારને છોડતી નથી. ૪૫. સાસુઓએ બહુમાનપૂર્વક આશિષ આપી કે સૂર્ય, ચંદ્ર અને તારા સુધી જીવ, પોતાના પતિને પ્રિય થા, સૌભાગ્યવંતી થા અને પુત્રવતીઓને જીતનારી થા. અર્થાત્ ઉત્તમ પુત્રોવાળી થા. ૪૬. હે વત્સ અભય ! હાથીની જેમ તું યૂથનો અધિપતિ થા, રાજ્યને મેળવ અને ચિરકાળ જીવ. અહીં સમૃદ્ધિ થાય તે વૃદ્ધોના આશિષથી થાય છે. કૃપાદશા નો મિપત્યવૃદ્ધિ: કૃપા દૃષ્ટિથી શું સંતાનની વૃદ્ધિ થતી નથી ? અર્થાત્ થાય છે. ૪૭. રાજાએ સુગુણોથી સમૃદ્ધ નંદાને પૂર્વની સુંદરીઓમાં અગ્રેસર કરી. રૂપના સારવાળી તે સુકુલમાં જન્મ પામેલી રાજાની પ્રથમ સ્ત્રી, વીરની માતા થઈ. ૪૮.
આ બાજુ કોઈ વિદ્યાધર રાજા સાથે શ્રેણિક રાજાની પરમ મૈત્રી થઈ. શું ક્યારેય શિયાળની સાથે સિંહની મૈત્રી થાય ? ૪૯. મૈત્રીની સ્થિરતા માટે રાજાએ પોતાની સુસેના બહેનને વિદ્યાધરની સાથે પરણાવી. વૃક્ષોની ઘેઘુરતા પણ તેની માવજત કર્યા વિના લાંબો કાળ ટકતી નથી. ૫૦. શ્રેણિકે બહેનના પતિ વિદ્યાધરને આ પ્રમાણે કહ્યું: હે મિત્ર ! તું મારા બહેન પ્રત્યે ભદ્ર આચરણ કરજે, સ્વપ્નમાં પણ તું આનું વિપ્રિય ન કરીશ. હું તારી ઉપર મૂર્તિમંત મૈત્રી રાખું છું. ૫૧. વિધાધરે તેનું વચન સ્વીકાર્યું કારણ કે સ્વજનોની મૈત્રી ઉભયપક્ષથી શોભે છે. આશ્ચર્યચકિત વિનયના એક ધામ એવો વિધાધર તેને વિમાનમાં બેસાડીને નગરીમાં ગયો. પર. સૌભાગ્ય, માધુર્ય, સુરૂપ વગેરે ગુણોને ધરનારી સુસેના વિદ્યાધરને પ્રિય થઈ. પુત્રી માટે જમાઈને ઘણી ભલામણ કરાય પરંતુ ખરેખર (વાસ્તવમાં તો) પુત્રીના ગુણોથી ભલામણ કરાય છે અર્થાત્ પુત્રીમાં ગુણો ન હોય તો જમાઈને કરેલી સર્વ ભલામણ નિષ્ફળ છે. ૫૩. તેના અસાધારણ ગુણોથી હર્ષ પામેલ વિદ્યાધરે તેને પટ્ટરાણીપદ આપ્યું. વિશેષને જાણનારા કૃતજ્ઞો હંમેશા જ ગુણને અનુરૂપ પદવી આપે છે. ૫૪. પતિની સાથે ધર્મ-અર્થના સરવાળા વિષય સુખોને અનુભવતા કેટલોક કાળ ગયા પછી સરોવરમાં જેમ કમલિની ઉત્પન્ન થાય તેમ આને પુત્રી થઈ. ૫૫. જેમ સીતાની શોક્ય સ્ત્રીઓએ સીતા ઉપર પ્રકોપ કર્યો હતો તેમ સુસેના ઉપર પતિનો સૌથી વધારે સ્નેહ છે એવું જાણીને બાકીની અંતઃપુરની સ્ત્રીઓએ ઈર્ષ્યા કરી. ૫૬. આ ભૂચરપુત્રી સુસેનાએ વિધાધર પતિને એવી રીતે અનુકૂળ કર્યો જેથી બીજી કોઈપણ તેની સાથે વાત કરવા સમર્થ ન થઈ. તેથી આપણે કેવી રીતે જીવવું એમ વિમાસણમાં પડી. ૫૭. અહાહા ! આ ભૂચર સ્ત્રીએ વિધાધર પુત્રી અમારો અતિશય પરાભવ કર્યો ખરેખર વરાકડી એવી બગલીએ રાજહંસોની માથે પગ મૂક્યો છે. ૫૮. ઉગ્ર વિષધરને પકડવાની ઈચ્છા સારી, હંમેશા પણ પારકા ઘરે ભિક્ષા માગવી સારી, પોતાથી હીનકક્ષાના પુરુષના વચનો સહન કરવા સારા, તરસની સાથે ભૂખને સહન કરવી સારી, મહાંતક કષ્ટમાં પડવું સારું, વિભૂષાથી રહિત શરીર સારું, ભયંકર અટવીમાં વાસ કરવો સારો પણ શોક્ય પરાભવ પામેલ આપણે વિલાસ કરવા સારા નથી. ૬૦. તેથી શોક્યનો વ્યાધિ જયાં સુધી નાનો છે ત્યાં સુધીમાં છેદી નાખવો સારો પુત્રના જન્મરૂપ વૃક્ષ થશે તો છેદવો દુષ્કર થશે. પછી ઘણી યુક્તિઓથી અપશબ્દ દૂર નહીં કરી શકાય તેમ આ વ્યાધિ દૂર નહીં કરી શકાય. ૬૧. ઊંડા મૂળ નાખી ગયેલ વૃક્ષને મૂળથી ઉખેડી નાખવું શકય નથી. સ્થિતિના ભારેપણામાં અર્થાત્ ભારે સ્થિતિ હોય ત્યારે ભવ્ય જીવો પણ મોહનીય કર્મની ગાંઠને ભેદી શકતા નથી. ૬૨. નિર્દય બનેલી શોક્યોએ આને વિષ આપીને મારી નાખી. સર્વ વૈરોને ટપી જાય એવા શોક્યના વૈરને શું કંઈ અકરણીય નથી ? ૬૩. તેઓના અણછાજતા ચરિત્રને જોઈને ખેચરેન્દ્રે વિચાર્યુ કે કામાતુર જીવો પરલોકના અપાયને વિચાર્યા વિના જ પાપને આચરે છે. ૬૪. મહામોહને વશ થયેલી આ સ્ત્રીઓએ ચાંડાલણીની જેમ નિષ્ઠુર કર્મ
Page #31
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૬ કર્યું. અથવા હું અહીં શું કરી શકું? જે કામદેવથી હણાયેલો છે તે આ હણાયેલો જ છે. અર્થાત્ કામદેવથી પરાભવ પામેલો જીવ સર્વથી પરાભવ પામેલો છે. ૬૫. તો પણ સુસેનાની પુત્રીના રક્ષણ માટે શ્રેણિકને સોપું કેમકે કેટલાક વિવેક વગરના જીવો શત્રુના સંતાન ઉપર પણ વૈરભાવને રાખે છે. દ૬. વિદ્યાધરે થાપણની જેમ શ્રેણિકને કન્યા સોંપી દીધી. હે રાજનું! તું આનું સર્વ રીતે યોગક્ષેમ કરજે આ તારી બહેનની પુત્રી છે. ૬૭. પછી શ્રેણિકના ઘરે રહેતી તે મેરુપર્વત ઉપર રહેલી કલ્પલતા વૃદ્ધિ પામે તેમ મોટી થઈ. તે વખતે શ્રેણિક રાજાએ આ પ્રમાણે વિચાર્યું કે મારી પુત્રી અભયને પરણાવવી કહ્યું નહીં. ૬૮. તેથી અસીમ લાવણ્ય અને સૌંદર્યના ભંડાર સુસેના પુત્રી અભયને આપું. અનુરૂપ અને સુરૂપ દંપતિનો વિવાહ કરતા મને કીર્તિ પ્રાપ્ત થશે. (૬૯)
પછી શ્રેણિક રાજાએ નિરંતર શાસ્ત્રના અભ્યાસમાં લીન જ્યોતિર્વિદને વિવાહનું લગ્ન પૂછ્યું. ૭૦. ક્ષણમાત્ર સમ્ય વિચારણા કરીને રાજાને જણાવ્યું: હે રાજન! અત્યારે ઉત્તમ વૃષભ લગ્ન પ્રવર્તે છે. તેમાં લગ્નભાવમાં ગુરુ છે, બીજા ભાવમાં ચંદ્ર છે. ત્રીજા ભાવમાં શનિ અને રાહુ છે. ચોથા ભાવમાં શુક્ર છે. મંગળ છઠ્ઠા ભાવમાં છે. બુધ દશમાં ભાવમાં છે. અગિયારમાં ભાવમાં સૂર્ય છે. આથી પ્રમોદ સંપત્તિ આરોગ્ય અને સંતાનની વૃદ્ધિ કરનારું લગ્ન છે. ૭ર. રાજાએ તેની વસ્ત્રાદિથી પૂજા કરી કારણ કે સર્વજીવો વિદ્યાનું બહુમાન કરે જ છે. પછી રાજાના આદેશથી પ્રધાનોએ લગ્નની સામગ્રી એકઠી કરાવવાનો આરંભ કર્યો. ૭૩. ધવલ ગૃહોને લીંપાવી દરવાજા ઉપર તોરણો બંધાવ્યા અને લીલા પાંદડાઓની માળાઓ તથા ભાતભાતના ચંદરવાઓ બંધાવ્યા. ૭૪. સારી હસ્તકળાના જાણકાર ચિત્રકારોએ ત્રણ જગતને આશ્ચર્ય કરે એવા ચિત્રોનું આલેખન કર્યું. અનેક સુવસ્ત્રોની રાશિઓ, નાગરવેલના પાન સહિત સોપારીના ઢેર ખરીદવામાં આવ્યા. ૭૫. સુવર્ણકારોએ મણિમય આભૂષણો બનાવ્યા. માળીઓએ સુંદર માળાઓ ગૂંથી. લોકોએ ઉદાર વેશને ધારણ કર્યા. ૭૬. નગરના લોકોને નિમંત્રણ કરીને મંડપની અંદર ઉત્તમ ગાદલાના આસનો ઉપર બેસાડીને વિશાળ ભાજનોમાં ઈચ્છા મુજબનું ભોજન ક્રમથી પીરસે છે. તે આ પ્રમાણે– ૭૭.
- સૌ પ્રથમ અખરોટ, ખજૂર, નાળિયેર, દ્રાક્ષ, કેરી, રાયણ, દાડમ વગેરે અને જંબીર કેળા નારંગી ખજૂરિકા વગેરે મુખ્ય ફળો પીરસે છે. પછી કાકડી, તુંબડી, કોળું, સૂંઠ, હરડે વગેરે અને બીજા ઘણાં ચાટણો, અનેક પ્રકારના શાક, વડા, નવી કેરી (કાચી કેરી) પાકેલી આંબલીથી સહિત કરંબદા વગેરે પીરસે છે. પછી સુંગધિ ભાત, મગનું પાણી, સારા વર્ણવાળું તાજું ઘી, આનંદ અને સુખકારક લાડુ સહિત સુગંધી ખંડખાધ, ખાંડ અને સુચૂર્ણથી ભરપૂર સારા ખાખડા, કપૂર મિશ્રિત ઘેબર, સન્માંડા, ખીર, કઢેલું દૂધ અને અતિશય નરમ લાપસી, તથા સ્વાદિષ્ટ મજેદાર દહીં, સારી રીતે સંસ્કાર કરેલ ઘટ ઘોળ પીરસે છે. આ પ્રમાણે ભોજન કરાવી, સુચંદનનું વિલેપન કરીને લોકોને તાંબૂલથી સત્કાર કર્યો. ૮૨. નગરના લોકો તેવી રીતે બહુમાન કરાયા જેથી તેઓ આ પ્રમાણે વિચારવા લાગ્યા. આ રાજાના મહેલમાં શું પર્વો નિત્ય નહીં ઉજવાતા હોય? ૮૩. તે વખત અક્ષત પાત્રો આવે છે, સારા પોશાક પહેરેલી સેંકડો સ્ત્રીઓ નૃત્ય કરે છે, સારા કંઠવાળી સ્ત્રીઓ મધુર ગીત ગાય છે. હર્ષિત થયેલ ભટ, ચટ્ટ અને વંઠો કૂદે છે. ૮૪.
બીજું બધું કામ પડતું મૂકીને નિયુક્ત પુરુષોએ સારા મંડપને તૈયાર કર્યો. આકાશમાં વાદળની જેમ તે મંડપમાં વિવિધ વર્ણવાળા ચંદરવા શોભ્યા. ૮૫. શું રાજાની કીર્તિ ઊર્ધ્વગામી ન બની હોય તેમ સૂચવતી ઊંચે લટકતી મોતીની માળાઓ શોભી. સ્થાને સ્થાને મણિઓના સમૂહથી ભરેલા તોરણો તે મંડપમાં ચારે
Page #32
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૨
૨૭ દિશામાં શોભ્યા. ૮૬. ઘણાં સુંદર આભૂષણોથી સુરૂપ બનેલી થાંભલામાં રહેલી પુતળીઓ જાણે પૂર્વ વિવાહ મહોત્સવ ન જોયો હોય એવી દેવીઓની જેમ શોભી. ૮૭. તોરણ માટે ચારે બાજુથી બંધાયેલી લીલા આમ્ર પત્રની શ્રેણીઓ જાણે ગવાતા ધવલ મંગલ ગીતોનો નિતાંત અભ્યાસ કરવા શું પોપટોની શ્રેણી ન આવી હોય તેમ ઘણી શોભી. મંદ પવનથી ફરકતી ધ્વજાઓ તથા મધુર સ્વરવાળી ઘુઘરીઓ લગ્નમંડપમાં સ્ત્રીઓ આવે તે પૂર્વે જ હર્ષથી જ મોટેથી નાટ્ય અને ગીતો ગાવા લાગી. ૮૯. વધુ વરના પ્રવેશમાં શુભ શકુન માટે મૂકવામાં આવેલ ઘણી પ્રભાથી પૂરાયેલા સુવર્ણના કુંભો વિશાળ મંડપની ઉપર શોભ્યાં. ૯૦. ગાઢ કેશરની છાંટ કરાયે છતે અભયકુમારના વિવાહને સાંભળીને જાણે હર્ષના આંસુથી સિંચાયેલી અને પુલકિત ન થઈ હોય એવી પુષ્પોના પગરથી પથરાયેલી પૃથ્વી શોભી. ૯૧. અત્યંત ગોળ, સફેદ ચારે તરફથી લીલા વાંસથી વીંટળાયેલી નિર્મળ સુંદર લગ્નમંડપના ચાર થાંભલાની સાથે બંધાયેલી ચાર ચોરીઓનો કોણ આશ્રય ન કરે? ૯૨.
હે કપૂરી! અહીં કપૂરને લઈ આવ. હે ચંદની! સારા ચંદનને ઘસ. હે ચટા! તું મુકુટોને નજીક લાવ. હે પુષ્પદંતી! પુષ્પની માળાને લાવ. ૯૩. હે સ્થિતિજ્ઞા! વરના અર્ઘદાન માટે અપૂર્વ દૂર્વાને દહીંના પિંડને સર્ચંદનને, અખંડ ચોખાના ઢગલાને, સુંદરી કીમતી થાળમાં તૈયાર કર. ૯૪. હે સુકેશી ! તું સત્વેસરવાળા કંકુમને તૈયાર કર. હે દક્ષા! સ્ત્રીઓના સેંથાની સામગ્રી તૈયાર કર જેથી સ્ત્રીઓ સેંથાના પ્રદેશમાં ફૂલના ગુચ્છાને પૂરી શકે. ૯૫. હે ચતુરા! તું દ્વાર પ્રદેશમાં અતિ આશ્ચર્યકારી મોતીના સાથિયાને પૂર (આલેખ) હે ગોમટા ! તું વેદીની અંદર છાણથી સુંદર ગોમુખને આલેખ. ૯૬. હે આચારવિજ્ઞા ધારિણી ! તું અહીં પાદુકા સહિતની વરમંચિકાને સ્થાપન કર. અરે ! સુકંઠીઓ ! ધવળ મંગળ ગીતો ગાઈને પોતાની કળાઓને સફળ કરો. ૯૭. હે વસ્તિની ! સુગોરી પુત્રીના (કન્યાના) બે ગાલ ઉપર કસ્તુરિકાનું વિલેપન કર જેથી કરીને કામદેવને આકર્ષણ કરવા મંત્ર સમાન પત્રવેલ્લીઓ (પીળ) રચી શકાય. ૯૮. હે સખી ચંદ્રી! તું આળસુ કેમ થઈ છો? હે પદ્મા! તું મીંચાયેલી (મુરઝાયેલી) કમલિનીની જેમ તંદ્રાલ કેમ છો? અરે! કપોલવાદિની ચપલા ! તું આજે ચતુરાઈના વિસ્તારને છોડ. અર્થાત્ તું પોતાની ચતુરાઈ બતાવ. ૯૯. હે ગૌરાંગી ગૌરી! શરીર ઉપરના રાગને કારણે વારંવાર હાથપગ ધોતી ઘણો સમય વિતાવે છે અને આવતી લગ્નવેળાને જોતી નથી. ૧૦૦. આ પ્રમાણે હર્ષના અતિરેકથી પરસ્પર પ્રોત્સાહન આપતી પોતપોતાના કાર્યમાં અતિ મશગુલ થઈ. એટલામાં આઓની પ્રતીક્ષા કરતો મહોત્સવ આવી પહોંચ્યો. ૧૦૧. તે વખતે સ્ત્રીઓ વડે ઉત્સાહના જોશથી ધવળમંગળો ગવાતા હતા ત્યારે પીઠ ઉપર સુસેનાની પુત્રીને બેસાડીને સ્ત્રીઓએ સુતેલોથી શરીરનું અત્યંગન કર્યું. ૨. કુશળ સ્ત્રીઓએ આને સર્વાગે સારી રીતે પીસાયેલી પીઠીને ચોળી, પછી એકાંતમાં લઈ જઈને બાકીની વિધિ પૂરી કરીને ઉત્તમ મંચિકા ઉપર બેસાડી. ૩. વિધાધર પુત્રીને હર્ષથી ઉત્તમ રેશમી વસ્ત્રો પહેરાવીને ચતુર સ્ત્રીઓએ મંચિકાના ચારે ખૂણે વર્ણપૂપકાને સ્થાપીને રતિ–પ્રીતિ સમાન રૂપવાળી કન્યાને મંચિકાની ઉપર બેસાડી પછી સારા પોશાકવાળી સધવા સ્ત્રીઓએ પ્રદેશિની આંગડીઓથી (છેલ્લાથી એક આગળની) તેના અંગે નવ તિલક કર્યા. ૫. પછી તરાકના કાંતેલા લાલ દોરાથી આના જમણા અને ડાબા ઢીંચણને સ્પર્શ કર્યો. પછી વર્ણકમાં સ્થાપન કરીને આના અંગ ઉપરના લેપને દૂર કર્યો. ૬. સ્નાનના આસન ઉપર બેસાડીને સુવર્ણના કુંભમાં રાખેલા પાણીથી તેને સ્નાન કરાવીને તેણીઓએ તેના શરીરને સુકોમલ ઝીણાં વસ્ત્રથી લુછ્યું. ૭. પાણીથી ભીના થયેલા તેના કેશ (વાળ)ને ગાયના આંચળમાંથી દૂધની ધારાની જેમ નીચોવી નીચોવીને એના કેશપાશને
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૮
અભયકુમાર ચરિત્ર સુગંધી ધપોથી ધપાવ્યો. તેના બે ચરણરૂપી કમળને લાક્ષારસથી લેપ્યા અને બાકીના શરીરને કેસરનો લેપ કર્યો. ૯. શું જાણે કામદેવની યશઃ પ્રશસ્તિ ન હોય તેમ તેના બે ગાલ ઉપર સુંદર પત્રવેલ્લીનું આલેખન કર્યું. પછી અંજનથી બે આંખોને આંજી કામદેવ સર્વાગથી (સંપૂર્ણપણે મનવચન કાયાથી) પટુ થયો. ૧૦. આઠમના ચંદ્રનો ભ્રમ કરાવે તેવો ચંદનનો તિલક તેના લલાટ ઉપર શોભ્યો અથવા અભિમાન ઉતરી ગયેલ ભણવાની બદ્ધિવાળો ઈન્દ્રનો મંત્રી (બૃહસ્પતિ) અભયકુમારની પત્ની પાસે જાણે ભણવા ન આવ્યો હોય ! ૧૧. તેણીઓએ અત્યંત સુગંધ પ્રસરાવતો પુષ્પનો અંબોડો બાંધ્યો. ભ્રષ્ટ થતો, ઈચ્છા મુજબ ફરનારો કામદેવ જેના મસ્તક ઉપર પદને ધારણ કરે છે. ૧૨. સ્ત્રીઓએ તેને જલદીથી પારદર્શક સફેદ વસ્ત્રો પહેરાવ્યા અને મસ્તક ઉપર પુષ્પનો મુગટ પહેરાવ્યો કારણ કે સર્વ અંગમાં મસ્તક પ્રધાન છે. ૧૩. સેવિકાઓ ભૂષા નિમિત્તે તેના બે કાનમાં આભૂષણો પહેરાવ્યા. કાનવાળા જીવો પણ લોકોને પૂજનીય છે તો સ્વયં કાન પૂજનીય બને તેની શું વાત કરવી? ૧૪. આના મુખને ચંદ્ર સમજીને કદાચ રાહુ તેને ગ્રસવા આવી જાય તો તેને ભય પમાડવા ખભા સુધી પહોંચેલ કાનની લટમાં લટકતા બે કુંડલના બાનાથી સેવક સ્ત્રીઓએ બે ચક્રોને ધારણ કર્યા. અર્થાત્ તેનું મુખ ચંદ્ર કરતા સુંદર હતું. ૧૫. તેણીઓએ તેના કંઠમાં સુવર્ણનો હાર પહેરાવ્યો તે ઉચિત હતું કારણ કે તેના કંઠે સફેદાઈથી શંખને જીતી લીધેલ. ૧૬. જાણે તેના નાભિરૂપ લટકતો મોટા મોતીવાળો મોતીનો હાર તેના હૃદય ઉપર શોભ્યો. ૧૭. સુપર્વના ગંધથી અને નવા પાનાલની ભ્રાંતિથી ભમરાઓની શ્રેણી જાણે વળગી ન હોય તેવા તેના ગૌર બાહુ ઉપર ધારણ કરાયેલ ઈન્દ્રનીલનું કેયુર યુગલ શોભ્ય. ૧૮. સ્ત્રીઓએ તેના હાથ તથા મસ્તક ઉપર કમળોને બાંધ્યા તેથી હું માનું છું કે કાંડામાં બાંધેલા સુવર્ણના સારવાળા બે સુકંકણના બાનાથી ઉત્તમ વીરપટ્ટોને બાંધ્યાં. ૧૯. તેના હાથની સર્વ આંગડીઓ ઉપર પહેરાવાયેલ રત્નની વટીઓ સારી રીતે શોભી. તેથી અમે માનીએ છીએ કે વિધિરૂપ રાજા પાસેથી કામદશા રૂપ મુદ્રા પ્રાપ્ત કરાઈ છે ૨૦. આની કેડ ઉપર બંધાયેલી મણિની મેખલા જાણે કામદેવરૂપી હાથીને બાંધવા માટે શૃંખલા ન હોય તેવી લાગતી હતી. લક્ષ્મી પાસેથી મેળવીને આના બે પગમાં ઝાંઝરના કડા બાંધવામાં આવ્યા. ૨૧. તેના બે ચરણોની આંગળીઓમાં પહેરાયેલી, મોતીથી માંડીને હીરા સુધીના નંગોથી જડાયેલી સુવર્ણની વટીઓ શોભી એનાથી એમ જણાતું હતું કે નક્કીથી આ વટીઓએ દશે દિશાઓની લક્ષ્મીઓના કેશાલય દ્વારમાં પ્રવેશ કર્યો છે. એમ દરેક અંગોમાં ઉચિત આભૂષણથી શણગારીને દેવકન્યા સમાન તેને ઉપાડીને દેવવિમાન જેવા માયરામાં લઈ ગઈ.ર૩.
આ બાજુ માંગલ્ય કૃત્યો કરીને ઉત્તમ વેશ ધારણ કરીને જેના પીઠભાગમાં પહેરેગીરી બેઠેલ છે એવો નંદાપુત્ર પણ અશ્વ ઉપર આરૂઢ થઈને ઘરેથી નીકળ્યો. ૨૪. તે ચાલતો હતો ત્યારે તેના મસ્તક ઉપર ઉત્તમ છત્ર ધારણ કરાતું હતું, આગળ ચામરો વીંઝાતા હતા, ભાટ ચારણો ઊંચા હાથ કરીને વાંરવાર જોરશોરથી મંગળ નારા બોલતા હતા. ૨૫. પૃથ્વી અને આકાશને ભરી દેતું સર્વનાદી વાજિંત્ર સુંદર નાદથી વાગી રહ્યું હતું. મૃદંગ, વીણા અને ઉત્તમ નાદ સાથે સ્ત્રી સમૂહ નૃત્ય કરી રહ્યો હતો ત્યારે અભયકુમારે માયરા તરફ પ્રયાણ કર્યું. ૨૬. દષ્ટિદોષ ન લાગે તે માટે પાછળ ઉભી રહીને બહેનો લવણ ઉતારતી હતી. અનેક શકુનોની સાથે અભયકુમાર લગ્નના મંડપ દ્વાર પાસે આવી પહોંચ્યો. ૨૭. અશ્વ ઉપરથી ઉતરીને વ્યવહાર કુશળ અભયે આંખોમાંથી અમૃતવૃષ્ટિ કરી. એટલામાં કોઈ સ્ત્રીએ દુર્વાદિપાત્ર, મુશળ, યુગ
૧. સુપર્વઃ સુગંધિ લતાનો સાંઠો.
Page #34
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૨
૨૯
અને રવૈયાને તૈયાર કરીને મૂક્યા. ૨૮. તે વખતે કોઈ સ્ત્રીએ ઉત્તમ સંપુટવાળા ત્રટત્ ત્રટત્ કરતા મીઠાવાળા અગ્નિના બે કોડિયા દરવાજા ઉપર મૂકયા. કેમ કે સૌભાગ્યવંતી સ્ત્રીઓ તે કાર્યમાં ચતુર હોય છે. ૨૯. હે મૃગેક્ષણા ! તું અર્ધ્ય પૂજીને વરને આપ અને થાળમાંથી દુર્વા, બરફ જેવું દહીં અને ચંદનને સાવધાનીપૂર્વક ગ્રહણ કરીને વરને છાંટણા કર. ૩૦. ખરેખર આ ઉત્તમ વસ્ત્રોને ધારણ કરનાર શ્રેષ્ઠ વર છે, જેણે શરીર ઉપર મોટા વસ્ત્રને પહેર્યું છે. શું બાહ્ય આંગણમાં કામદેવ ઉભો છે ? અથવા શું આ ઈન્દ્રકુમાર છે ? ૩૧. હે શ્વશ્રુ ! ચંદનવાળા પુષ્પો કરમાય છે તેથી તું વરને ખોટી ન કર એ પ્રમાણે લગ્નગીતો સાંભળતી કોઈ સ્ત્રી સાસુપદને ધારણ કરતી, હર્ષથી ઉભી થઈ. ૩૨. હર્ષથી ધૂંસરી, રવૈયો અને સાંબેલાની સાથે અર્ધ્ય આપીને, ચોખાથી વધાવીને ત્રણવાર એના કપાળને સ્પર્શ કર્યો. ૩૩. અભયકુમારે શરાવ યુગલને ડાબા પગથી તુરત જ ચર્યુ એટલે તે સ્ત્રી તેના ગળામાં પહેરાવાયેલ ઘણાં ઉદ્ભટ વસ્ત્રોનો છેડો પકડીને વધૂની પાસે લઈ ગઈ. ૩૪. શું ઈન્દ્ર ઈન્દ્રાણીની આગળ ન બેઠો હોય તેવી છટાથી તે સિંહાસન ઉપર ખેચરપુત્રીની આગળ બેસાડાયો ત્યારે વર અને વધૂના હાથમાં ઉત્તમ મીંઢળ બંધાયું. ૩૫. જેનો પતિ જીવતો હતો અને જેના માતા પિતા સાસુ સસરા વિધમાન હતા એવી કોઈક સ્ત્રીએ પીપળા અને શમીની છાલને ખાંડીને લેપ બનાવીને વધૂના હાથમાં મૂક્યું. ૩૬. સાક્ષાત્ જાણે ભાગ્ય ન હોય એવું અતિ ઉત્તમ લગ્ન ઉદયમાં આવ્યું ત્યારે ભાજનમાં શબ્દ થયે છતે (અર્થાત્ સમય વર્તે સાવધાન એવું ડંકો વગાડીને બોલાયે છતે) જ વરનો હાથ વધૂના હાથની સાથે જોડાવાયો. અર્થાત્ હસ્તમેળાપ કરાવ્યો. ૩૭. હવે પછી હંમેશા જ સૌભાગ્યવંત તમારા બેનું ઐક્ય ટકી રહો એવા આશીર્વાદને જાણે ન સૂચવતી હોય તેમ વરની વીંટી વધૂની હાથની આંગળીમાં પહેરાવાઈ. ૩૯. જન્મ અને કલત્ર ઘરમાં અર્થાત્ જન્મ કુંડલીમાં પ્રથમ અને સાતમા ભાવમાં સામ સામે રહેલા અથવા કર્મ અને સુખભાવમાં અર્થાત્ જન્મકુંડલીમાં દસમા અને ચોથા ભાવમાં સામસામે રહેલા બે ગ્રહો એકબીજાને દષ્ટિ કરે તેમ તે બંનેએ તારામેલકની ક્ષણે એકબીજાને અનિમેષ આંખોથી જોયા. ૪૦. સર્વવિધિમાં કુશળ ગોરે ક્ષણથી તે બેના વસ્ત્રોની છેડાછોડી બાંધી તે વખતે બંનેનો હસ્ત મેળાપ થયેલો જોઈને વસ્ત્રોના છેડા જાણે હર્ષ પામીને સ્વયં ન બંધાઈ ગયા હોય તેમ લાગ્યા. ૪૧. જેવી રીતે સંસારી જીવ ભવ્ય અથવા ભવિતવ્યતાને પામીને મનુષ્ય યોનિમાં પ્રવેશ કરે તેમ ગુણોના એક ભાજન વધૂની સાથે અભયે વેદિકામાં પ્રવેશ કર્યો. ૪૨. શ્રુતના આધારે ઘ્યાનરૂપી અગ્નિમાં આ પ્રમાણે કર્મોરૂપી ધાન્યોને હોમ કર્યો એમ બોલતા ગો૨ે મંત્રોચ્ચારપૂર્વક સાત ધાન્યોનો હોમમાં ક્ષેપ કર્યો. ૪૩. શું દેદીપ્યમાન સુરાલયની છાયાથી યુક્ત સૂર્ય ન હોય તેવા આ અભયે વધૂ સહિત જાજ્વલ્યમાન અગ્નિની પ્રદક્ષિણા કરી. ૪૪. ચાર મંડલો ફરે છતે અર્થાત્ લગ્નની ચોરીમાં ચાર ફેરા ફરે છતે હાથી ઘોડા વગેરે ભેટણાં મેળવ્યાં, પણ રાજ્ય ઉપર બેઠેલ આ મંડળોનો ત્યાગ કરશે અથવા તો ઘણાં ભેટણાંનો ત્યાગ કરશે. ૪૫. જેવી રીતે અમાસનો ચંદ્રમા સૂર્યના કિરણોને સારી રીતે ધારણ કરી રાખે તેવી રીતે સમાન મંડલમાં વર્તતા છતાં સાળાઓએ અભયને માટે વરના અંગૂઠાને ધારણ કર્યો. કહેવાનો ભાવ એ છે કે સાળાઓ એક પૃથ્વીમંડલમાં રહેતા હતા. તેઓએ પોતાના બનેવીના અંગૂઠાને પકડી રાખ્યો. તેમ કરવાનું કારણ એ હતું કે બનેવી પાસે આભાવ્ય મેળવવું હતું. (આભાવ્ય એટલે જે વસ્તુની માલિકી કરવાનો જેનો હક હોય તે વસ્તુ તે વ્યક્તિની આભાવ્ય કહેવાય.) ૪૬. સ્વજનોએ અભયને કહ્યું કે દીન, દુઃખી, દયનીય, ચરણકમળમાં પડેલા આ તપસ્વીને સંતોષ થાય તેવું કંઈક આપ. ૪૭. ત્યારે બાળ પણ નંદાપુત્રે તેને મનોરથ કરતા પણ અધિક ધન આપ્યું. શું નાનો પણ કૂવો લોકોને ઈચ્છા મુજબ પાણી નથી આપતો ?
Page #35
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૩૦ અર્થાત્ આપે છે. ૪૮. કરમોચન સમયે કુમારે સંખ્યાતીત ધનને મેળવ્યું. કહ્યું છે કે રાજાઓ કર માફ કરે તો શાશ્વતકીર્તિ અને ધનને મેળવે છે. ૪૯. બ્રાહ્મણે (ગોરે) કરમોચન વખતે વરવધૂને છેડા છોડી છોડી. એક યોગથી કરવા યોગ્ય કાર્યની રાશિની પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ સાથે જ થાય છે. ૫૦. લોકમાં આખું જગત સ્ત્રીવર્ગની પાછળ ન પડ્યું હોય એમ સૂચવવા વધૂની પાછળના ભાગમાં ઉભેલ વર પર્વત જેવા ઊંચા અશ્વ ઉપર ચડ્યો. ૫૧. જનસમૂહને સર્વરીતે આનંદિત અને ભાગ્યશાળી બનાવતો રાજપુત્ર, નાંદીના અવાજથી દિશાઓને ગજવતો પોતાના ઘરના આંગણે પહોંચ્યો. પર. અતિ હર્ષિત થયેલ લોકોએ વરવધૂની આગળ ઘોડાને આદરપૂર્વક નચાવ્યો. કેમકે ઘણું કરીને શૃંગારના પ્રસંગે અશ્વનું ખેલાવવું, કૂદાવવું વગેરે પ્રવૃત્તિ સારભૂત કહેવાયેલી છે. ૫૩. શૃંગારવિધિ (લગ્નવિધિ) ને પૂર્ણ કરવા માટે સર્વ જાનડીઓએ (જાનમાં આવેલી સ્ત્રીઓ) ઈચ્છા મુજબ નૃત્ય કર્યું અને કામદેવને જગાડવા સારભૂત કામના ગીતો ગાયા. ૫૪. સારા મંગળાચારોથી વિદ્ગોના પ્રવેશને દૂર કરીને પ્રશાંત રાજપુત્રે વધુ સહિત મેરુપર્વત જેવા ઊંચા મહેલમાં પ્રવેશ કર્યો. પ૫. વિવાહ મહોત્સવ પૂર્ણ થયા પછી રાજાએ પત્રને અર્ધ રાજ્ય અને મુખ્ય સચિવની પદવી આપી. ઉત્તમ વૃષભને મેળવીને કયો બુદ્ધિમાન તેના ઉપર ભાર ન નાખે ? અર્થાત્ અવશ્ય ભારનું આરોપણ કરે. ૫૬. રાજાએ રાજપુત્રને ઈચ્છતી બીજી પણ રાજપુત્રીઓને પરણાવી. કેમ કે સામાન્ય પુરુષો પણ બે ત્રણ વગેરે કન્યાઓને પરણે છે તો પછી રાજપુત્રોની શું વાત કરવી? ૫૭. જેવી રીતે સજ્જન પુરુષ ક્રોધને ક્ષમાથી જીતે તેમ અભયે કેટલાક ગવિષ્ઠ શત્રુઓને સામથી જીત્યા. જે લોભી હતા તેને ધન આપીને વશ કર્યા. અભિમાની રાજાઓને નમ્ર બનીને જીત્યા. શાઠયને આર્જવથી જીતે તેમ બીજા અવિશ્વાસુ રાજાઓને ભેદથી જીત્યા. જેમ સુસાધુઓ લોભને સંતોષથી જીતે તેમ. બીજા બળવાન રાજાઓને દંડથી જીત્યા. પ૯. હૈયામાં મોટી ભક્તિને ધારણ કરતા તેણે પોતાને પિતાની આગળ એક સામાન્ય પદાતિ માન્યો. લક્ષ્મણે જેમ રામના કાર્યો સાધી આપ્યા તેમ તેણે સર્વ દુઃશકય કાર્યો સાધી આપ્યા. $0.
અને આ બાજુ ઈન્દ્રને જેમ માતલિ નામનો સારથિ હતો તેમ પ્રસેનજિત રાજાને અભિમાની શત્રુઓ રૂપી વૃક્ષને ભાંગી નાખવા માટે હાથી સમાન, કલ્યાણની કલાભૂમિ એવો નાગ નામનો સારથિ હતો. ૬૧. તે સત્યવાણીથી યુધિષ્ઠિર જેવો હતો. તે દીન દુ:ખી પ્રત્યે કરૂણાવાળો હતો. તે કમળના ભાઈ સૂર્ય જેવો હતો, બીજી સર્વસ્ત્રીઓને બહેન સમાન માનતો હતો, તે સુશ્રાવક હતો, રૂપથી સુંદર કામદેવ સમાન હતો. ૬૨. તેને વિશેષ પ્રકારના નિર્મળ) સમ્યકત્વને ધારણ કરનારી સુલસા નામની સ્ત્રી હતી. ૬૩. એકવાર નીચે મુખદષ્ટિ કરીને સુધીર્ઘનિસાસ નાખીને નાગે જન્મથી દરિદ્ર, ધનના અર્થીની જેમ આ પ્રમાણે પોતાના મનમંદિરમાં વિચાર્યું. ૬૪. હું પોતાના પુત્રને ખોળામાં રમાડીશ. મુખ ઉપર ચુંબન કરીશ, પછી માથા ઉપર ધારણ કરીશ આવો જે મારો મનોરથ હતો તે અશોકવૃક્ષના ફુલની જેમ પુત્ર વિના નિષ્ફળ થયો.
૫. મેં બ્રહ્મચર્યનું પાલન ન કર્યું તથા પુત્રની પ્રાપ્તિ ન થઈ એમ કામથી વિડંબિત થયેલ મારો આ લોક સારો ન થયો તેમજ પરલોક પણ સારો ન થયો. ત્રિશંકુની જેમ આકાશ કે ભૂમિ ઉપર સ્થિરતા ન થઈ. ૬૬.
રજથી ઢંકાયેલ સૂર્યના પ્રકાશની નિસ્તેજ કાંતિ જેવા પતિને જોઈને સરળ સ્વભાવિની કોયલના જેવી મધુર સ્વરવાળી સુલસાએ અંજલિ જોડીને તુરત કહ્યુંઃ ૬૭. હે નાથ શું આજે નિધિ કોલસો થઈ ગયો છે? શું આજે ઘોડા વગેરે નાશ પામી ગયા છે? અથવા તો શું રાજા વિફર્યો છે? અથવા તો શું કોઈ બાળા
Page #36
--------------------------------------------------------------------------
________________
૩૧
સર્ગ-૨ આપના હૃદયમંદિરમાં વસી ગઈ છે? અથવા તો શરીરમાં કોઈ પીડા ઉત્પન્ન થઈ છે? જેથી તમે રાહુથી Jસાયેલ ચંદ્ર જેવા થયા છો. જો કહેવા યોગ્ય હોય તો હે પૂજ્ય! પોતાની પત્નીને જણાવો. ૬૯. જેનો તેજસ્વી મણિ ચાલી ગયો છે એવો ઉત્તમ નાગ (સાપ) શોકમાં પડે તેમ શોકના ધામ નાગસારથિએ કહ્યું : અરે ! સદા ભક્તિ પરાયણ તારી પાસે મારે શું છુપાવવા જેવું છે? ૭૦. કહ્યું છે કે– ચિત્તને અનુસરવામાં તત્પર સ્ત્રીને, વિપત્તિમાં કૃતજ્ઞ સુમિત્રને, ઉત્તમ સેવકને અને મનના ભાવો જાણનાર સ્વામીને દુઃખનું નિવેદન કરીને જીવો સુખી થાય છે. ૭૧. જેવી રીતે સાચો તરસ્યો પાણીને ઈચ્છે તેવી રીતે હે પ્રિયા તીવ્ર આશાવાળો હું પુત્રને ઈચ્છું છું. જેવી રીતે વાદળ વિનાની ધરતી તરસી લાગે તેવી રીતે પુત્ર વિનાની કુલાશા શૂન્ય છે. ૭૨. સુલતાએ કહ્યું હે જીવેશ! તમે ઘણી કુલબાલિકાઓને પરણો તેમાંથી કોઈને પણ પુત્ર થશે કેમકે વસ્તુઓનો સંગ્રહકારી ક્યારેય સીદાતો નથી. ૭૩. સારથિ શિરોમણિ નાગે કહ્યું છે મૃગાક્ષિ! આ તું શું બોલી ! આ ભવમાં તારાથી જ હું એકપત્નીવાળો છું અર્થાત્ તારા સિવાય આ ભવમાં મારે બીજી કોઈ સ્ત્રી નથી. બીજી સ્ત્રીઓ મારે માટે પરસ્ત્રી છે. ૭૪. હે મૃવંગી ! તારી કુક્ષિમાં જન્મેલ કામદેવ સમાન પુત્રને માગું છું. હંસને હંસીના પુત્રનું પ્રયોજન છે. શું હંસ બગલીના પુત્રની ઈચ્છા કરે ? ૭૫. હે પ્રિયા ! ચંદ્રની ચાંદનીની જેમ તું જ મારું સર્વસ્વ છે તેથી તે એવા પ્રશસ્ત ઉપાયને કર જેથી મારું ઈચ્છિત અવશ્ય થાય. ૭૬. નમીને સુલતાએ કહ્યું : હે સ્વામિન્! મેલ દૂર કરવામાં પાણીના ઘડાની જેમ સધર્મ જ આનો એક પરમ નિર્દોષ ઉપાય છે. ૭૭. જે ધનના અર્થીઓને ધન આપવામાં દક્ષ છે, પુત્રના અર્થીઓને પત્ર આપવામાં એકો છે. ભોગાર્થીઓને ભોગો આપવામાં દક્ષ છે, પુત્રના અર્થિઓને પત્ર આપવામાં એકો છે. ભોગાર્થીઓને ભોગો આપવામાં લક્ષવાળો છે, પાપ વગેરે ભેદભાવમાં વજની સમાન છે. ૭૮. સ્વર્ગના અર્થીઓને સ્વર્ગનું સુખ આપે છે. મોક્ષના અર્થીઓને મોક્ષકાર્યનો સાધક છે. અથવા તો સમસ્ત ભવનમાં એવું કોઈ કાર્ય નથી જેને ધર્મ ન સાધી શકે. ૭૯. તેથી તે આર્યપુત્ર! હું ધર્મની આરાધના કરીશ જેથી કોઈ વખત પુત્રની પ્રાપ્તિ થશે. કહ્યું છે કે- ઉપાયને આદરતા લોકોને સુખપૂર્વકની ઈચ્છિતની સિદ્ધિ થાય છે. ૮૦. ત્યાર પછી જલદીથી વિભૂષણનો ત્યાગ કરીને, વિષાદનો ત્યાગ કરીને, આયંબિલ વગેરે તપોથી શરીરને શોષવતી, ભગવા વસ્ત્રોને ધારણ કરતી, અખંડશીલનું પાલન કરતી સર્વ વિરતિને ગ્રહણ કરવાની ઈચ્છાવાળી દીક્ષા લેવા પૂર્વેદીક્ષાનો અભ્યાસ કરવા સંવેગના શાસ્ત્રોનું પાન કરતી દિવસો પસાર કરે છે. ૮૨.
અને આ બાજુ બત્રીસ લાખ વિશાળ વિમાનોથી યુક્ત પહેલા દેવલોકમાં અનેક સામાનિક લોકપાલ–સેનાપતિ વગેરે મુખ્ય દેવોનો સ્વામી, સુધર્મા નામની સભામાં ઈન્દ્ર સિંહાસન ઉપર આરૂઢ થયેલ વક્ષ સ્થળ પર ઉત્તમ હારને ધારણ કરતા શકેન્દ્ર સુલતાના ધર્મની (સમ્યકત્વની) પ્રશંસા કરી. ૮૪. અત્યારે ભરતક્ષેત્રમાં એવી બીજી કોઈ શ્રાવિકા નથી જે પોતાના ગુણોથી સુલતાને આંબી (પહોંચી) શકે. ક્યાંક કયારેક ચિંતામણિની તોલે મણિઓના સમૂહ આવી શકે પણ બીજી કોઈ વસ્તુ ન આવે. ૮૫. મનુષ્ય કે વિદ્યાધર, તેને ધર્મમાંથી ચલાયમાન કરવા સમર્થ નથી. અથવા દેવ કે દાનવ સમર્થ નથી તો પછી કાગડા જેવો વરાકડો બીજો શું ધર્મથી ચલાયમાન કરી શકે? ૮૬. આ સાંભળીને સભામાં રહેલ એક દેવ અતિ રોષે ભરાયો. ઈન્દ્ર પણ બંદીની જેમ સ્ત્રીમાત્રની પ્રશંસા કરે છે? અહો! આ કેવી અનીતિ! ૮૭. એમ કરીને આ (ઈન્દ્ર) અમને હલકા ચીતરે છે. સુલતાને ચલાયમાન કરવા કોની શક્તિ નથી? અથવા સ્વામીપણાની સત્તાથી ઈન્દ્ર મહારાજા આવું બોલે ત્યારે કયો દેવ 'આવું ન બોલો' એમ અટકાવે?
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૨
અભયકુમાર ચરિત્ર ૮૮. કહ્યું છે કે– જે જેના સાહચાર્યને સ્વીકારે છે તે તેનો નિષેધ કરતો નથી. જે મનમાં બેસે તે કરાય છે. સ્વામીને અપયશના ભરનો ભય નથી હોતો આથી અહીં સ્વામીપણું કોને વહાલું ન લાગે? ૮૯. તેથી હું હમણાં જ જઈને તેના સાહસને ભાંગીને ચૂરો કરી દઉં. વાયુ ફુકાયે છતે મૂળથી શિખા સુધી વૃક્ષ હચમચે છે તો શું આંકડાનું રૂ સ્થિર રહી શકે? ૯૦. એમ નિશ્ચય કરીને સાધુ વેશને લઈને નિસાહિ નિસાહિત્રણવાર બોલીને સુલતાને ઘરે ગયો કારણ કે ધૂર્તોનું આ છળ આવેશ વિનાનું મનોહર હોય છે. ૯૧. વિકસિતમુખી, હર્ષના આંસુ વહાવતી, મંજિષ્ઠના રાગથી અધિકધર્મરાગને વહન કરતી, આનંદ સાગરમાં ડૂબેલી સુલસાએ અભ્યત્થાન કરીને ભાવથી સાધુને વંદન કર્યા. ૯૨. પછી સુલતાએ ઉત્તમ સાધુને પૂછ્યું: હે ભગવન્! કયા હેતુથી મારા ગૃહાંગણને પવિત્ર કર્યું? પછી દેવસાધુએ કહ્યું : હે ભદ્રા! ગુણના ધામ સાધુ ગ્લાન થયા છે. ૩. વૈધે શીધ્ર અસર કરે તેવું ઉત્તમ લક્ષપાક તેલના ઔષધની ભલામણ કરી છે. તેથી હું તેની યાચના કરું છું ખરેખર! શ્રાવકો મુનિઓના યાચા(માગણી) ભવન હોય છે. ૯૪. અત્યંત હર્ષિત થયેલી સુલસાએ કહ્યુંઃ હે ભગવન્! તેલ કે બીજું કંઈ જે સાધુને ઉપયોગી હોય તેને ગ્રહણ કરો. જે વસ્તુ સાધુને ઉપયોગી બને તે જ પ્રશંસનીય છે બાકીની વસ્તુ વનના પુષ્પની જેમ નિરર્થક છે. ૫. હે મહાત્મનું! તમારી પ્રાર્થનાનો વિષય બનેલી હું આજે જ ભુવનમાં જન્મ પામી છું. અર્થાત્ કૃતાર્થ થઈ છું. શું કોળાની વેલડી કલ્પવેલડીના બિરુદને પામે? ૯૬. એટલામાં તેણીએ શીશાને હાથમાં પકડ્યો તેટલામાં દેવશકિતથી નીચે પડ્યો અને ફૂટી ગયો પણ ઉત્તમ ભાવનો ભંગ ન થયો અર્થાત્ તુલસા સહેજ પણ વ્યાકુળ ન થઈ. ૯૭. સુલસા બીજો શીશો લાવી તે પણ તે જ રીતે ભાંગ્યો તો પણ તેનો આત્મા વિષાદ ન પામ્યો. જો એમ ન હોત તો ચતુર્વિધ સંઘમાં તેનું નામ પ્રથમ લખાયું તે ન લખાત. ૯૮. ત્રીજો શીશો પણ તે જ રીતે ફુટયો તો પણ ચિત્તમાં સહેજે કલુષતાને ન પામી. સાધુની પ્રાર્થનાન પૂરાવાથી ભાવિમાં થનારા કલ્યાણથી વંચિત તેણીએ પોતાની ઘણી નિંદા કરી. ૯૯. દાનનો ભાવ સુપાત્ર, ધન વગેરે સામગ્રી હોવા છતાં પાપની રાશિ એવા મારા લાભનો એકાંત નાશ થયો. શું બકરીના મુખમાં કોળી સમાય? ૨૦૦. તેના નિષ્કપ મેરુ પર્વત જેવા ભાવને જાણીને ઉત્તમ કાંતિના સમૂહવાળા દેવે જેમ શકેન્દ્ર ભરત મહારાજાની પાસે પોતાનો અંગુઠો બતાવ્યો હતો તેમ પોતાને પ્રગટ કર્યો. ૨૦૧ અને કહ્યુંઃ હે કલ્યાણી ! ઈન્દ્ર તારી પ્રશંસા કરી હતી પણ જેમ દર્ભવ્ય જિનેશ્વરની વાણીની શ્રદ્ધા ન કરે તેમ કુબુદ્ધિઓમાં અગ્રેસર મેં તેની શ્રદ્ધા ન કરી. ૨૦૨. હે ધર્મશીલા! જેમ પૂર્વે બે દેવો સનકુમારની પરીક્ષા કરવા આવ્યા હતા તેમ સૌધર્મદેવલોકનો વાસી હું તારી પરીક્ષા કરવા અહીં પૃથ્વી ઉપર અવતર્યો છું. ૩. હે શ્રાવિકા ! ઈન્દ્ર મહારાજાએ જેવી તારી પ્રશંસા કરી હતી તેનાથી તું અધિક જ છે. જેવી રીતે સુવર્ણની સળી કષ, છેદ અને તાપ ત્રણ પરીક્ષામાં પાસ થાય તેમ તું ધર્મની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ છે. ૪. હે શ્રાવિકા શિરોમણિ ! સર્વગુણોની એક ભૂમિ તારામાં મોટો દોષ એ છે કે તારી દૂધ જેવી ઉજ્વળ કીર્તિએ સૌધર્મદેવલોકને ઉજ્વળ બનાવ્યો. (દોષ એટલા માટે કે સૌધર્મ દેવલોકની કીર્તિને ઝાંખી પાડવાની હતી એના બદલે ઉજ્વળ બનાવી.) ૫. ખરેખર દેવલોકના વિમાનો પાંચ વર્ષના છે એમ જિનેશ્વરનું વચન છે સાક્ષાત્ સર્વ વિમાનોની સફેદાઈ જોઈને દેવવર્ગ તેની કેવી રીતે શ્રદ્ધા કરત? ૬. સમ્યકત્વ રત્નની એક નિધાન ભૂમિ હે તુલસા ! હું તને શું આપું? હે પુણ્યાંગી! તો પણ તું કંઈક માગ જેથી દેવનું દર્શન નિષ્ફળ ન થાય. ૭. પતિના સંતોષ માટે તેણીએ કહ્યું ઃ મારી પાસે ધનનો તોટો નથી, કામભોગોની ખામી નથી, નિશ્ચલ ધર્મની ખામી નથી. પણ દેવીની જેમ મારે પુત્રની ખામી છે. (દેવીને પુત્રો હોતા નથી) પીલવા છતા નીરસ શેરડીના સાંઠામાંથી રસ ન નીકળે તેવા
Page #38
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૨
૩૩ વિપરીત ભાગ્યવાળી મારું જીવન બગલાના રુદનની જેમ નીરસ છે. તેમજ લક્ષ્મીથી અત્યંત ભરપૂર છતાં પુત્ર વિના મારું ઘર શૂન્ય છે. ૯. હે દેવ! જો તું ખરેખર પ્રસન્ન થયો હો તો અને નિકાચિત કર્મબંધનો હેતુ ન હોય તો (અર્થાત્ નિકાચિત કર્મબંધ ન થવાનો હોય તો) મને પુત્ર આપ કેમકે ત્રણ જગતના સ્વામી તીર્થકરો પણ નિકાચિત કર્મબંધને તોડવા સમર્થ નથી તો બીજાની શું વાત કરવી ? ૧૦. આને (નાગ સારથિને) પુત્રનો અભાવ છે. (અર્થાત્ આના ભાગ્યમાં પુત્રપ્રાપ્તિ નથી) એમ જાણીને દેવે એને બત્રીશ સટિકા આપી અને કહ્યુંઃ તારે ક્રમથી આ ગોળીઓ ખાવી જેથી તને આટલા (બત્રીશ) પુત્રો થશે. ૧૧. હંમેશા મારું કામ પડે ત્યારે યાદ કરવો હું પાછો આવીશ એમ કહીને તે દેવ અદશ્ય થયો. અથવા તો સત્ત્વથી વશ કરાયેલ દેવો કિંકર (ચાકર)થી પણ અધિક સેવા કરે છે. ૧૨. સુલસાએ પોતાના ચિત્તમાં વિચાર્યું કે આનું ક્રમથી ભક્ષણ કરીશ તો પ્રિય પણ પુત્રોની અશુચિને હંમેશા કોણ સાફ કરશે? ૧૭. તેથી એકી સાથે આ સર્વ ગુટિકાઓનું ભક્ષણ કરું તેથી મને બત્રીસ લક્ષણોથી યુક્ત એક પુત્ર થાય. શું એક પુત્રવાળી સિંહણ સુખેથી ન સુવે ? અર્થાત્ સુવે. ૧૪. આ પ્રમાણે નિશ્ચય કરીને સુલસાએ એકી સાથે બત્રીશ ગુટિકાનું ભક્ષણ કર્યુ. ખરેખર જીવોની બુદ્ધિ અને ચેષ્ટા (પ્રવૃત્તિ) હંમેશા કર્મ અનુસાર થાય છે. ૧૫. ગુટિકાના પ્રભાવથી સુલસાએ એકી સાથે બત્રીશ પુત્રોને ગર્ભમાં ધારણ કર્યા. દેવોએ પણ સ્પષ્ટપણે જણાવ્યું હોય તો પણ બુદ્ધ (જ્ઞાની) આત્મા ભુલ ખાઈ જાય છે તે આશ્ચર્ય છે. ૧૬. જેમ સારા વિકસિત અને પાકેલા ફળોને આંબાના વૃક્ષની કોમળ ડાળીઓ ધારણ કરવા સમર્થ ન થાય તેમ સ્વભાવથી જ વજ જેવા ભારે ગર્ભોને ધારણ કરવા કૃશોદરી સુલસા શક્તિમાન ન થઈ. ૧૭. ઉપાયને જાણનારી સુલસાએ તે દેવને મનમાં ધારીને કાઉસ્સગ્ન કર્યો, જે સંપત્તિ આપવામાં સમર્થ હોય તે વિપત્તિ નાશ કરવામાં સમર્થ
હોય છે. ૧૮.
યાદ કરવા માત્રથી જ તે દેવ તુરત જ ઉત્તમ સુલસા શ્રાવિકા પાસે હાજર થયો. અહીં શું આશ્ચર્ય છે? મહાપુરુષો પોતાની પ્રતિજ્ઞા પાળવામાં સતત તત્પર હોય છે. ૧૯ દેવે કહ્યું : હે ધર્મશીલા સુલતા! શા કારણથી તે મને યાદ કર્યો? સાધર્મિક મમત્વને ધારણ કરતી તું સગા ભાઈની જેમ પ્રયોજન જણાવ. ૨૦. પછી તેણીએ પણ પોતાનો ગુટિકાનો વૃત્તાંત દેવને જણાવ્યો, કેમકે બીજી વાત બાજુ પર રાખો પણ બાળક જ્યાં સુધી રડે નહીં ત્યાં સુધી માતા પણ સ્તનપાન કરાવતી નથી. ૨૧.દેવે કહ્યું તે સર્વ ગુટિકાઓનું એકીસાથે ભક્ષણ કરીને સારું ન કર્યું. જેમ સુંદર બીજ રાશિના જેટલા દાણા હોય તેટલા છોડ થાય તેમ જેટલી ગુટિકા હતી તેટલા પુત્રો થયા છે. ર૨. આમ તને લક્ષણવંતા બત્રીશ પુત્રો થશે. ગુણવાન હોવા છતાં પણ સમાન આયુષ્યવાળા થશે અથવા તો જે બનવાનું હોય તે બને છે. ૨૩. તું વિષાદ ન કર તારી પીડાને હું દૂર કરી દઈશ એમ કહીને દેવ દેવલોકમાં ગયો. વિદેહની ભૂમિ જેમ બત્રીશ વિજયને ધારણ કરે તેમ વ્યથા વિનાની સલસાએ ધારણ કર્યા. ૨૪. દિવસો પૂર્ણ થયે છતે પ્રશસ્ત દિવસે શુભ મુહૂર્તે સુલસાએ સુખપૂર્વક બત્રીશ પુત્રોને જન્મ આપ્યો. ૨૫. તે દિવસે સારથિપુંગવ નાગે પણ ઉત્તમ વર્યાપનક કરાવ્યું. સંતાનરહિતને એક પણ પુત્રનો જન્મ પ્રીતિ ઉત્પન્ન કરે છે તો અનેક પુત્રીનો જન્મ વિશેષ પ્રીતિ ઉત્પન્ન કરે તેમાં શું નવાઈ છે? ૨૬. ધાવમાતાઓથી લાલન પાલન કરતા માતાપિતાની આંખોમાં અમૃતનું સિંચન કરતા, લાવણ્ય, સૌભાગ્યયુક્ત શરીરોથી રાજપુત્રોની જેમ વૃદ્ધિ પામ્યા. ૨૭. જેમ ફળોથી ઉબરાનું વૃક્ષ શોભે તેમ ખોળામાં, મસ્તક ઉપર તથા બે ખભા ઉપર, બે પગમાં, પીઠની ઉપર તથા બે ભુજામાં વળગેલા પત્રોથી નાગસારથિ શોભ્યો. ૨૮. તેણે વારંવાર પુત્રોના આલિંગન, ચુંબન વગેરે ચેષ્ટાઓથી
Page #39
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૩૪ પોતાના મનોરથોને પૂર્યા. અથવા તો ભાગ્યશાળીઓની આ લોકની લક્ષ્મીની શું વાત કરવી પણ પરલોકની લક્ષ્મી તેના હાથમાં રમે છે. ર૯. ક્રમથી સર્વે પુત્રો સર્વકળામાં નિપુણ થયા. જેમ બીજા હંસો રાજહંસને અનુસરે તેમ સમાન વયના કુમાર અવસ્થાને પામેલા પુત્રો શ્રી શ્રેણિક રાજાને અનુસર્યા. ૩૦. સુલતાના બત્રીશ પુત્રો રાજ્યનું પાલન કરતા શ્રેણિક રાજાના સારથિ થયા. પત્રો પોતાના પૂર્વજોના ક્રમથી આવેલ પદ (સ્થાન-હોદ્દો) નું પરિપાલન કરે છે. ૩૧.
અને આ બાજુ મધ્યખંડની અંદર મેરુપર્વતની ઉપર અમરાવતીની જેમ ઘણા પ્રકારથી વિશાળ એવી વૈશાલિકા નામની નગરી હતી. ૩૨. જે કુબેર જેવા ઘણાં શ્રેષ્ઠીઓથી ભરેલી દક્ષિણ દિશાને ભરી દેતી હતી. અર્થાત્ ઉજળી કરતી હતી. જે આકાશને અડતા ચૂના જેવા ઉજ્જવળ ચૈત્યોથી અલકાપુરીને જાણે હસી કાઢતી ન હોય તેવી હતી. ૩૩. જેમ વિદ્વાન પુરુષોનું અંતઃકરણ વિવિધ પ્રકારના રસ, સૂત્ર અને અર્થોથી ભરેલું હોય છે તેમ ત્યાંની દુકાનો વિવિધ પ્રકારના રસ (ઘી-તેલ વગેરે) સૂત્ર (વસ્ત્ર) અને વિવિધ પદાર્થોથી ભરેલી હતી. તર્કશાસ્ત્રની પેઠે તેમાં ઘણાં રત્નોનો સમૂહ હતો. ફળના નિર્ણય માટે તર્ક સહિતનો ન્યાય હતો. ૩૪. વળી તે નગરી સ્ત્રી પુરુષ, હાથી ઘોડા, મયૂર, હંસ સરોવરના કમળ વગેરેના વિચિત્ર ચિત્રોથી સુશોભિત હતી. વિવિધ પ્રકારના ગવાક્ષોથી યુક્ત હતી. ચૂનાથી ઘોળાયેલી પુતળીઓથી સહિત સેંકડો થાંભલાવાળી અતિ વિશાળ શાળાઓ હતી. ૩૫. જેમ યુવાન તરુણીઓને જોઈને ઘરે જવા ન ઈચ્છે તેમ શીતળ–સ્વચ્છ-સ્વાદિષ્ટ સુગંધિ પાણીવાળી પરબોને દીર્ઘકાળ સુધી જોઈને મુસાફરોએ પોતાના ઘરે જવા ઈચ્છા ન કરી. ૩૬.
તે વિશાલા નગરીમાં હૈહયવંશ માટે કલ્પવૃક્ષ સમાન ચેટક નામનો રાજા હતો. સૂર્યની જેમ રાજા માનરૂપી અજગરથી સાયેલ શત્રુઓને વિશે તેજનો ધામ હતો. ૩૭. અહો! વિધાતાની પ્રતિકૂળતા કેવી છે! તેના ચંદ્ર જેવા નિર્મળ આશ્ચર્યકારી યશે સમસ્ત જગતને ઉજ્જવળ કર્યો પણ શત્રુઓના મુખને કાળા કર્યા. ૩૮. શત્રુ સ્ત્રીઓના ક્ષારવાળા કંઈક ઉષ્ણ પણ આંસુના પૂરથી સિંચાયેલી તેની લોકોત્તર ખગ્નલતાએ સુસ્વાદિષ્ટ અને શીતળ ફળોને ઉત્પન્ન કર્યા. ૩૯. તે નીતિમાન રાજાએ બીજાના તથા પોતાના પણ અપરાધોને સહન ન કર્યા. જે પોતાની છઠ્ઠીનું જાગરણ કરતો નથી તે બીજાની છઠ્ઠીમાં કેવી રીતે જાગરણ કરશે? ૪૦. યાચકોને સતત દાન આપવામાં તેનો જમણો હાથ ક્યારેય ન થાક્યો. પરંતુ તે જ જમણો હાથ બાણ ફેંકવામાં પાછળ રહે છે. કેમ કે તે દાનશૉડીર્ય અને યુદ્ધશરીર્ય હતો. ૪૧. જેમ ઘસડાઈ આવેલા પથ્થરોને સમુદ્ર પાછો ફેંકતો નથી તેમ શરણ્યમાં અગ્રેસર સત્ત્વના ભંડાર ચેટક રાજાએ શરણે આવેલ દીન મનુષ્યોને સર્વનાશ ઉત્પન્ન થયે છતે પાછા ન મોકલ્યા. ૪૨. ચેટક રાજાએ ધર્મને પિતા સમાન માન્યો જીવદયાને માતા સમાન માની, સાધર્મિકોને સગા પ્રેમાળ ભાઈની બુદ્ધિથી માન્યા. દેશવાસીઓને પુત્ર સમાન માન્યા. ૪૩. તે વિવેકીએ દેવગુરુના સ્મરણથી ચિત્તને, દરરોજ સ્વાધ્યાય કરીને વાણીને અને જિનેશ્વરની પ્રતિમાના પૂજનથી શરીરને પવિત્ર કર્યો. ૪૪. શ્રી વીર જિનેશ્વરના મામાના હું કેટલા ગુણ ગાઉં? જેમનો યુદ્ધમાં એક દિવસે એકથી વધારે બાણ ન છોડવાનો નિયમ હતો. ૪૫. આ જંબૂદ્વીપના મેરુપવર્તની દક્ષિણ દિશામાં જેમ ગંગા વગેરે નદીઓ વહે છે તેમ જુદી જુદી સ્ત્રીઓની કક્ષમાં જન્મ પામેલી પવિત્રતાની ભૂમિ એવી સાત કન્યાઓ છે. ૪૬. જેમ આકાશમાં સપ્તર્ષિતારા ભ્રમણ કરે છે તેમ દેદીપ્યમાન આભરણમાં ભરેલા રત્નના કિરણોના સમૂહથી દિશામંડળને ઉદ્યોદિત કરતી ભવનમાં ભમતી સાતેય કન્યાઓ શોભી રહી છે. ૪૭. પરમાર્થના જાણ ચેટક રાજાએ બીજાનો
Page #40
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૨
૩૫ વિવાહ ન કરવો એવો નિયમ ગ્રહણ કર્યો હતો. આ હેતુથી (નિયમના પ્રભાવથી) સેંકડો પાણીના ઘડાથી
સ્નાન કરે છે તો પણ આઓ (કન્યાઓ) પાણીના બિંદુથી પણ ભીંજાતી નથી. ૪૮. તો પણ રાજાને પૂછીને તેઓની માતાઓએ પાંચ કન્યાઓને પરણાવી. તે આ કુલસ્ત્રીઓનો કુલધર્મ છે કે પતિને પૂછીને સર્વ કરાય છે. ૪૯. વીતભય નગરના રાજા શ્રીમદ્ ઉદાયનને પ્રભાવતી પરણાવી, ચંપાનગરીના સ્વામી દધિવાહન રાજાને પદ્માવતી પરણાવી. ૫૦. કોસાંબી નગરીના શતાનીક રાજાની સાથે મૃગાવતીને પરણાવી. ચોથી શિવપુત્રીને ઉજ્જૈનના રાજા ચંડપ્રદ્યોતને પરણાવી. ૫૧. શ્રી મહાવીર પરમાત્માના મોટાભાઈ નંદીવર્ધન રાજાની સાથે જ્યેષ્ઠાને પરણાવી. બાકીની બે પુત્રીઓ કુમારી છે તેમાં મોટી સુજ્યેષ્ઠા અને નાની ચેલણા છે. પર. ઉત્તમ નેપથ્યથી વિભૂષિત થયેલી તે બંને બે હાથમાં પુસ્તકોને ધારણ કરતી શોભી, પરસ્પર એકબીજાના અભિમાનથી જાણે સરસ્વતી અને લક્ષ્મીનું રૂપ ધારણ ન કર્યુ હોય તેવી લાગી. ૫૩. જવું, આવવું, ઉભવું, બેસવું વગેરે તથા જિનપ્રતિમાનું પૂજન કરવું. આવશ્યક વગેરે કૃત્યો કરવામાં અને કળાગ્રહણને બિંબ અને તેની છાયાની જેમ હંમેશા સાથે મળીને કરતી હતી. ૫૪. આ બે કુમારી તથા ઉત્તમ દાસીઓથી કન્યાનું અંતઃપુર શોભી રહ્યું હતું ત્યારે જેમ હંસલીઓથી ભરેલા તળાવમાં બગલી આવે તેમ એક દુષ્ટ વૃદ્ધકુતાપસી આવી ચડી. ૧૫. જેમ કોઈ આત્મા મારવાડ દેશની સભામાં ઉપદેશ આપે કે જળશૌચ ધર્મનું મૂળ છે તેમ તે તાપસી અંતઃપુરની કન્યાઓને ઉપદેશ આપવા લાગી કે ધર્મનું મૂળ જળશૌચ જ છે. જળશૌચ વિના આખું જગત ભ્રાન્તિમાં પડેલું છે. ૫૬. તે આ પ્રમાણે
કેટલાક ઘાંચીની જેમ મલિન વસ્ત્ર પહેરનારા માથાનો લોચ કરાવીને કલેશ પામે છે. બીજા કેટલાક ગ્રહિલો ઊભા ઊભા ભોજન કરે છે. કેટલાક નગ્ન રહીને પોતાને છૂપાવતા રહે છે. પ૭. કેટલાક ગધેડાની જેમ રાખથી ખરડાયેલા જટાના ભારને વહન કરે છે. કેટલાક સ્ત્રીની જેમ કેડ ઉપર વસ્ત્ર બાંધીને ગોવાળની જેમ ગાયોને ચારે છે. ૫૮. કેટલાક ભોજનના અર્થીઓ માટીના ઠીકરાને લઈને દીનતા ધારણ કરે છે. આ બધાની સમસ્ત ચેષ્ટા જલશૌચ વગર ફોતરા ખાંડવાની જેમ વંધ્યા છે. ૫૯.
પછી શાસ્ત્રશ્રુતિમાં તીક્ષ્ણ બુદ્ધિવાળી સુજ્યેષ્ઠાએ તાપસીને કહ્યું: શું તું વાયડી થઈને સ્મશાનમાં ભમી છે? શું શું તું સન્નિપાતથી ઉન્મત્ત બનેલી છે? ૬૦. અથવા તો ક્રૂર ગ્રહોથી ગ્રસાયેલી છે? અથવા તો શું કોઈએ તારું લૂંટી લીધું છે? અથવા તો વૃદ્ધાવસ્થાને કારણે તારું મગજ ચસકી ગયું છે? જેથી તે આ અણઘટતું વચન બોલે છે? ૧. જે તું બોલે છે કે જલશૌચ જ ધર્મ છે તે તારી વાત સાચી નથી કારણ કે શાસ્ત્રમાં શૌચ પાંચ પ્રકારે બતાવ્યું છે. તેમાં પ્રથમ શૌચ દયા, બીજું સત્યવચન, ત્રીજું તપ, ચોથું ઈન્દ્રિય જય, પાંચમું જળશૌચ છે એમ તું જાણ. આગળના ચાર શૌચ વિના ઘણાં પણ પાણીથી પાપરૂપી કાદવથી ખરડાયેલ આ આત્મા જેમ મદિરાથી ખરડાયેલ વાસણ શુદ્ધ થતું નથી તેમ કોઈ રીતે શુદ્ધ થતો નથી. ૩. હકુમતા! વિલોડિત જળથી ધર્મ થતો હોય તો પાણીમાં વસનારા શિશુમાર–માછલાં–બગલાં વગેરે બધા કરતા પહેલા દેવભવમાં ઉત્પન્ન થાય. ૬૪. જો જળશૌચથી પરલોકની સિદ્ધિ થતી હોય તો દંભરૂપ પાખંડને શા માટે વળગીને રહી છો? દેડકીની જેમ નદીના પાણીમાં કેમ પડી નથી રહેતી? ૬૫. પરિમિત ગાળેલા પાણીથી શૌચને કરીને જેઓ જિનશાસનની આરાધના કરે છે તેઓ જ સંસાર સાગરને તરે છે તારા જેવા જીવો બીજાને ડૂબાડીને ડૂબે છે. ૬૬.
૧. જળશૌચઃ જળશૌચ એ જ ધર્મ છે એવો ઉપદેશ આપવામાં આવે તો મારવાડ દેશમાં પાણીની અતિશય તંગી હોવાથી ત્યાંના લોકો જળશૌચ કરી શકે નહીં. ત્યાં આવો ઉપદેશ અપ્રીતિકર છે. તેમ અહીં જળશૌચ એ જ ધર્મ છે તે અસ્થાને છે. અર્થાતુ ખોટો છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૩૬
પછી ઉત્તર આપવા અસમર્થ વિલખી થયેલી તાપસી ચૂપ થઈ ગઈ. સૂર્યનો પ્રકાશ ભુવનમાં હોતે છતે ખદ્યોતની કાંતિનો અવકાશ કયાંથી હોય ? અર્થાત્ ન હોય. ૬૭. જેમ છોકરાઓ ગાંડી સ્ત્રીની મશ્કરી કરી, તાળીઓથી તુમુલ મચાવી ઉપહાસ કરે તેમ પોતાની સ્વામિનીના વિજયથી હર્ષાવેશમાં આવેલી અંતઃપુરની દાસીઓએ ઉપહાસ કર્યો. અપમાનિત તાપસીને સાપણીની જેમ ગળામાં પકડીને બહાર ધકેલી. અહો ! પીસાઈ જવાના કષ્ટને પામેલી તાપસીને માત્ર ચુંટન જેટલું દુઃખ પ્રાપ્ત થયું તે આશ્ચર્ય છે. ૬૯. તાપસીએ ચિત્તમાં વિચાર્યુ : મને નમસ્કાર કરવાનું તો દૂર રહો પણ પોતાને પંડિત માનતી રાજપુત્રીએ મને અપમાનિત કરી બહાર કાઢી. ૭૦. રાજપુત્રી પોતાને વિદુષી માને છે એટલે કોઈની પણ મધ્યમાં કોઈને આદરણીય ગણતી નથી તેથી જો હું આને શિક્ષા ન કરું તો ભિક્ષા માગવા સિવાય કંઈ જાણતી નથી. ૭૧. કયા ઉપાયથી આને ભારે શિક્ષા થાય ? અહો ! મેં જાણ્યું, જાણ્યું આને શોકયના સમૂહમાં નાખું કેમકે સ્ત્રીઓને શોક્યનું દુઃખ મોટું હોય છે. ૭ર. પછી તેણીએ ચિત્રકરીની જેમ જાણે આ બ્રહ્માની જ રચના સર્વસ્વ ન હોય તેમ રાજપુત્રીનું રૂપ પટમાં આલેખી લીધું પછી શ્રેણિક રાજાને બતાવ્યું. ૭૩.
રાજાએ પણ પટમાં આલેખાયેલ રૂપને જોયું ત્યારે બીજી સર્વ સ્ત્રીસમૂહનું રૂપ ફિક્કું લાગ્યું. વારંવાર મસ્તકરૂપી કમળને ધુણાવતો ચિત્તમાં હર્ષ પામ્યો અને તેનામાં એકલીન થયો. ૭૪. અહો ! આનો કેશપાશ ભ્રમર જેવો નીલવર્ણો મુલાયમ છે. શું આણે સ્વરથી મોરને વશ કરીને સુભગોના અભિમાનરૂપી વિષને ઉતારવા બળાત્કારે કલાપને ગ્રહણ કર્યો છે ? ૭૫. આની ગોળાકાર મુખમુદ્રાથી પુનમનો ચંદ્રમાં કોઈક એવી રીતે ભંગાયો છે કે કૃષ્ણપક્ષને પામીને દિવસે દિવસે ક્ષીણતાને જ પામે છે. ૭૬. માખણ અને રૂ જેવા સુકોમળ આના બે બાહુ પોતાના ગુણોથી જિતાયેલી પલાયન થતી રિત અને પ્રીતિને વાળથી પકડવા જાનુ સુધી લંબાયા છે. ૭૭. આણે કોઈક દેવીને જીતી લીધી છે નહીંતર કેવી રીતે પ્રજાપતિ પાસેથી સુભરાવદાર સ્તનના બાનાથી બે સુવર્ણકુંભને મેળવત ? ૭૮. અહો ! કૃશ પણ ઉદરથી આણે ત્રણ રેખા મેળવી છે અથવા સ્થૂળતાથી કંઈ મળતું નથી તેમાં અહીં કોઈ આશ્ચર્ય નથી. મધ્યસ્થતા અભ્યુદય (ચડતી)નો હેતુ છે. ૭૯. આનો અપ્રતિમ સમુન્નત નિતંબ કોઈક એવો મૃદુ અને વિશાળ દુર્ગમ છે જેથી આ સ્થળ ઉપર આરૂઢ થઈને કામદેવ હંમેશા યુવાનોને વીંધે છે. ૮૦. આના બે સાથળો અતિસારભૂત અને સદા ફળ આપનાર છે તેની સરખામણી જેનો અંદરનો ભાગ પોકળ છે અને એક જ વખત કંઈક ફળ આપે એવા કેળના વૃક્ષના થડની સાથે કેવી રીતે કરી શકાય ? અર્થાત્ ન કરી શકાય. ૮૧. હરિણીઓ જ્યાં સુધી આની બે વિશાળ આંખો, બે મૃદુ અને સરળ જંઘાને જોતી નથી ત્યાં સુધી ભલે હર્ષથી પુંછડી હલાવે અને આકાશમાં કુદકા મારે. ૮૨. આના કાંતિના ભરથી ભરેલા બે ચરણો શત્રુ એવી લક્ષ્મીની સાથે યુદ્ધ કરવાની ઈચ્છાવાળા થયા પણ આશ્ચર્ય એ છે કે તેઓનું યુદ્ધનું કૌતુક ફળીભૂત ન થયું કેમ કે લક્ષ્મી જલદુર્ગની અંદર ડુબી ગઈ. ૮૩. આનું રૂપ વાણીનો વિષય બનતું નથી અર્થાત્ વચનથી વર્ણવી શકાય તેવું નથી, આનું સૌંદર્ય લોકને અનુરૂપ નથી અર્થાત્ લોકોત્તર છે, આના શરીરનું લાવણ્ય અપૂર્વ છે, અથવા તો આનું સર્વ પણ લોકોત્તર છે. ૮૪. ત્રણ જગતમાં ઘણાં સ્ત્રીમંડળોને બનાવનાર બ્રહ્માના શિષ્યે અહીં પરાકાષ્ટાને પ્રાપ્ત કરી. અનેકવાર અભ્યાસ કરતા બ્રહ્માનું જ્ઞાન જ અહીં પરાકાષ્ટાને પામ્યું છે. અર્થાત્ હજુ સુધી આવું રૂપ બનાવી શક્યો ન હતો. ૮૫.
રાજાએ તાપસીને પુછ્યું : હે ભદ્રા ! તારી પાસે આ કોનું ચિત્રપટ છે ? લાવણ્ય અને સૌભાગ્યની ભંડાર આ મૃગાક્ષી કોઈ ઉત્તમ કવિએ કલ્પેલી મહાકથા છે કે રામકથાની જેમ સત્ય છે ? ૮૬. તાપસીએ
Page #42
--------------------------------------------------------------------------
________________
39
સર્ગ–૨
:
કહ્યું : હે રાજન્ ! આના યથાર્થ રૂપને આલેખવાની શક્તિ કોનામાં હોય ? બ્રહ્માએ પણ ઘણાક્ષર ન્યાયના વશથી સ્વયં આની રચના કરી છે. ૮૭. વિશેષ રાગ થવાથી એના વિશે વિશેષ જાણવાની ઈચ્છાવાળા રાજાએ પૂછ્યું : જેમ ઈન્દ્રાણી સ્વર્ગને અલંકૃત કરે છે તેમ આ કઈ નગરીને શોભાવે છે ? ૮૮. હે આર્યા ! આનો પિતા કોણ છે ? અથવા સીતાનો પિતા જનક રાજા હોય બીજો ન હોય. કોઈ મહાપુણ્યશાળીએ આનો પાણિગ્રહણ કર્યો છે કે નહિ અર્થાત્ કોઈ પુણ્યશાળી આને પરણ્યો છે કે કેમ ? ૮૯. તુરત જ સ્ફુરાયમાન થતી સુંદ૨વાણીથી હર્ષથી કહ્યું ઃ ભુવનમાં આ નામથી અને ગુણોથી સુજ્યેષ્ટા તરીકે પ્રસિદ્ધ પામેલ છે. ૯૦. મહાકિંમતી મણિ જેમ સોનાની વીંટીને શોભાવે તેમ આ વૈશાલિકા નગરીને શોભાવે છે. જેમ અમૃતનો પિતા ક્ષીર સમુદ્ર છે તેમ આનો પિતા ચેટક રાજા છે. ૯૧. ખરેખર ! તે હજુ કુમારી છે એટલું સારું છે હું તે ઉત્તમ પુરુષને જાણતી નથી કે જે લક્ષ્મી જેવી આને પરણશે. વિધાતા બીજા કોઈને પરાધીન નથી. અર્થાત્ જેનું ભાગ્ય પ્રબળ હશે તે પરણશે. ૯૨. જો તું આનો કર (પાણિગ્રહણ) નહીં કરે તો તું ફોગટ પૃથ્વીનો કર (ટેક્ષ વસુલાત) ઉઘરાવે છે. અર્થાત્ તું ફોગટ રાજ્ય કરે છે. કેમકે જે રાજ્યનું ફળ વિષયનો ઉપભોગ છે અને વિષયનો ઉપભોગ સ્ત્રીની સાથે જ છે. તે ઉત્તમ સ્ત્રી આ જ છે. ૯૩. તારું રાજ્ય લક્ષ્મીથી પૂર્ણ હોવા છતાં જો સુજ્યેષ્ટા વિનાનું છે તો હે રાજન્ ! ઘીના ધાર વિનાના ભોજનની જેમ તારું સર્વ સુખ નીરસ છે એમ જાણ. ૯૪. વસ્ત્રાદિથી પૂજીને રાજાએ તેને રજા આપી. બીજા સામાન્ય પુરુષ પણ અભીષ્ટ (ઈચ્છિત) અર્થ જણાવનારની ભક્તિ કરે છે તો પછી રાજાની શું વાત કરવી ? ૯૫.
રાજાએ સુજ્યેષ્ટાની માગણી માટે પોતાના વિશ્વાસુ દૂતને ચેટક રાજા પાસે મોકલાવ્યો. કાર્યનો અર્શી ઉપાયને કરે છે પણ કાર્યની સિદ્ધિ ભાગ્યાધીન છે. ૯૬. શ્રેણિકના મનની સાથે વૈશાલીમાં જઈને રાજાને નમીને દૂતધર્મને યથાવત્ સ્પષ્ટપણે કહેવાની શરૂઆત કરી. તે આ પ્રમાણે– ૯૭.
શ્રેણિક રાજા તમારી સુજયેષ્ટા નામની રાજકન્યાની ગૌરવ સહિત માગણી કરે છે. કેમકે સર્વ પુરુષોએ ચિરકાળથી આ જ માર્ગને આદર્યો છે. ૯૮. વિશ્વમાં એક વીર, સુધીર, શ્રેણિક રાજા જેવો વર મળતો હોય તો શું ન્યૂનતા રહે ? કારણ કે હે રાજન્ ! કન્યા કોઈને પણ આપવાની છે. ૯૯. હે રાજાઓના રાજા ! પાણીવાળા વાદળમાં સુદીપ્ર વિદ્યુતલતા શોભે છે. શ્રેણિક રાજાની સાથે તમારી પુત્રી સુજયેષ્ટા શોભશે તેથી આ યોગ ઉચિત છે. ૩૦૦. રાજાએ કહ્યું : હે દૂત ! શ્રેણિક રાજા આત્મવેદી નથી કેમકે તારો નાયક વાહીક વંશનો છે જે હૈહયવંશની કન્યાને ઈચ્છે છે. શું કલ્પવેલડી લીંબડાના ઝાડ ઉપર શોભે ? ૩૦૧. શું રૂપાની વીંટીમાં જડેલ પદ્મરાગમણિ શોભે ? પોતાના સ્વામીની પ્રશંસા કરવાથી શું ? કારણ કે તેના મૂળથી જ તેના ગુણો જણાઈ ગયા છે. ૩૦૨. તેથી હું પુત્રીને નહીં આપું. જેમ વણિકપુત્ર જેટલી મૂડી લઈને ગયો હોય તેટલી મૂડી લઈને પાછો ફરે તેમ તું જે પગલેથી અહીં આવ્યો છે તે પગલાથી પાછો ફર. અર્થાત્ કંઈપણ વધારે કમાયા વિના દૂત જે સ્વરૂપે આવ્યો હતો તે સ્વરૂપે પાછો ફર્યો. ૩. દૂત પાસેથી જાકારો સાંભળીને શ્રેણિક રાજા વિષાદને પામ્યો. ૪. હાથમાંથી કિંમતી મણિ પડી જવાથી પુરુષ જેવા વિષાદને પામે તેવા વિષાદને પામેલા પિતાને જોઈને પ્રણામ કરીને અભયકુમારે પુછ્યું : હે તાત ! તમારું મુખકમળ કેમ મુરઝાઈ ગયું છે ? પ. શ્રેણિકે કહ્યું : હે વત્સ ! મેં ચેટક રાજા પાસે કન્યાની માગણી કરી તો પણ મને આપવાની ના પાડી દીધી. જે જેના હાથમાં હોય તે તેનો માલિક હોય છે. ૬. અભયે કહ્યું : હે તાત ! હું હોવા છતાં તમારે ખેદ શેનો હોય ? હું એવી રીતે પ્રયત્ન કરીશ જેથી કલ્પવૃક્ષની સમાન આપની કૃપાથી ઈષ્ટાર્થની સિદ્ધિ તુરત જ થશે. ૭. આકાશમાં ગતિ કરવા માટે સૂર્ય સમાન સર્વકલાના સમૂહરૂપ અભયે
Page #43
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૩૮ સ્વયં શ્રેણિક રાજાનું રૂપ પટમાં યથાસ્વરૂપ આલેખ્યું. ૮. ઉપાયના જાણ અભયે મોટા કાર્યના પ્રયોજનથી પૂર્વે અનુભવેલ પ્રભાવશાળી ગુટિકાના પ્રયોગથી સ્વર અને વર્ણનો ભેદ કર્યો. ખરેખર સારી રીતે છુપાવી રખાયેલ વૃત્તિથી કાર્યની સિદ્ધિ થાય છે. ૯. રાજપત્ર અભય વણિકનો વેશ લઈને વૈશાલી નગરીમાં ગયો. વણિકવૃત્તિ કર્યા વિના બીજાને સુખપૂર્વક ઠગી શકાતો નથી. ૧૦. બુદ્ધિના ધામ અભયે રાજાના અંતઃપુરની નજીક દુકાન માંડી. લોકમાં પણ દુર રહેલ લોહચુંબક શું ક્યારેય લોખંડને ખેંચે? અર્થાતુ ન ખેંચે. ૧૧. અભય દરરોજ અંતઃપુરની દાસીઓની જરૂરીયાતની વસ્તુઓને પ્રમાણથી અધિક અધિક આપવા લાગ્યો કેમકે દાનજળથી સિંચાયેલી મતિરૂપી કલ્પ વેલડીઓ મનુષ્યોને ફળે છે. ૧૨. દાસીઓ દુકાનમાં માલ લેવા આવતી ત્યારે અભય મોટા આદરથી રાજાની છબીને પૂજતો હતો કેમકે ધૂર્તોની ધર્મચેષ્ટા કોઈપણ અવસ્થામાં શોભે છે. ૧૩. દાસીઓએ અભયને પૂછ્યું: હે શ્રેષ્ઠિનું! દેવની જેમ ભક્તિથી આની શા માટે પૂજા કરો છો? અભયે કહ્યું: મારા સ્વામી પૂજ્ય શ્રેણિક રાજા છે. ૧૪. શ્રેણિકના ચિત્રને જોઈને દાસીઓએ હાથમાં લીધું. અહો! કામદેવના અંગને જિતનારું આનું રૂપ કેવું છે! સુવર્ણને ઝાંખું પાડે તેવું સુંદર વર્ણ છે. અહો! આનું પવિત્ર લાવણ્ય અગણ્ય છે. ૧૫. અભયે કહ્યું હે ભદ્રાઓ! ખરેખર આનું જેવું રૂપ છે તેના કરતા સોમાં ભાગે છબીમાં આલેખાયેલ છે. કાકતાલીય ગતિથી આને બનાવીને બ્રહ્મા પણ વિસ્મિત થયો છે. ૧૬. જેણે શૌર્યગુણોથી સિંહને, તેવા પ્રકારના શૌડીય ગુણોથી હાથીને, ગાંભીર્યલક્ષ્મીથી સમુદ્રને, ધર્યગુણોથી પૃથ્વીને ધારણ કરનાર ગાંગેય (ભીખ)ને જીતી લીધા છે. ૧૭. જેવી રીતે ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર અને તારાઓનો સમૂહ એકી સાથે આકાશમાં રહેલો છે તેવી રીતે ત્રણ જગતમાં જે જે ગુણો છે તે તે સર્વ એકી સાથે આમાં રહેલા છે. ૧૮.
પછી દાસીઓએ સુયેષ્ટાની પાસે જઈને નિવેદન કર્યું કે હે સ્વામિની! વણિકની પાસે પટમાં આલેખાયેલ રૂપ જેવું રૂપ ક્યાંય પણ થયું નથી અને થશે પણ નહીં ૧૯. ચેટકપુત્રી સુજયેષ્ટાને તે રૂપ જોવાનું કુતૂહલ થયું. આ વયમાં (યૌવનમાં) પૂર્વે નહીં જોયેલ વસ્તુમાં પ્રાયઃ કોનું મન ઉત્સુક ન બને? ૨૦. સખી જેવી સુગુપ્ત મંત્ર રૂપી પાણીને ટકવા માટે પથ્થરના વાસણ સમાન મોટી દાસીને આજ્ઞા કરી કે તું રૂપને જોવા લઈ આવ કેમકે ઉત્તમ મંત્ર જેને તેને અપાતો નથી. ૨૧. તેણીએ પણ રાજપુત્રની પાસે જઈને માગણી કરી કે હે શ્રેષ્ઠિનું! આ ચિત્રપટને આપો કેમકે મારી સ્વામિની આને જોવા ઘણી આતુર થઈ છે કેમ કે જોવાલાયક વસ્તુને જોવી એ જ ચક્ષપ્રાપ્તિનું ફળ છે. રર. શ્રેણિકપુત્રે દાસીને જણાવ્યું હે ભદ્રા! તમે બધા મળીને આની અવજ્ઞા કરશો તેથી હું તમને નહીં આપું કેમકે આ મારું સર્વસ્વ છે. ૨૩. ચેટીએ કહ્યું શું કયારેય તમારી બહેન આવા પ્રકારની અવજ્ઞા કરવાનું વર્તન કરે ? અર્થાત્ મને તમારી બહેન સમાન જાણો. હું જાતિથી દાસી છું પણ કર્મથી દાસી નથી તેથી હે ભાઈ ! તું ખુશ થઈને જલદીથી બતાવવા આપ. ૨૪. શું તમે મને ક્યારેય વચનથી પણ ખોટું કરતા જોઈ છે? તેથી હે દાક્ષિણ્યના સમુદ્ર ! હું મારી સ્વામિનીની આગળ સાચી ઠરુ તેમ કર. ૨૫. અભયે પણ ફરી કહ્યું ઃ જો એમ છે તો તું લઈ જા પણ તારે બીજા કોઈને ન આપવી. તારા ઉપર મને પૂરો વિશ્વાસ છે. ૨૬. ખુશ થઈને છબી લઈ જઈને રાજપુત્રીને બતાવી. છબીને જોયા પછી જાણે છબી સાથે સ્પર્ધા ન કરતી હોય તેમ સ્તબ્ધ થઈ. ૨૭. નક્કીથી ચક્ષુએ ભવ્ય (ઉત્તમ) ગુરુ પાસે શ્રદ્ધાપૂર્વક કામણનો અભ્યાસ કર્યો છે. નહીંતર કેવી રીતે બાકીની ચાર ઈન્દ્રિયરૂપી સ્ત્રીઓને છોડીને ચિત્તપતિ (જીવ) ચક્ષુરિન્દ્રિયમાં લીન થાય? ૨૦. એકાંતમાં રહેલી સુજયેષ્ટાએ દાસીને કહ્યું જેમ તિલોત્તમાએ ઈન્દ્રને પતિ કર્યો તેમ લાવણ્યના સમુદ્ર, સુભગ, સુરૂપ આ રાજાને હું પતિ કરવા
Page #44
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૨
૩૯ ઈચ્છું છું. ર૯. જો ભાગ્ય યોગથી આ મારા સ્વામી ન થાય તો મારા ભોગો સાપના ભોગો જેવા થાઓ. તેથી જો તું મને સ્વામિની માનતી હો તો આનો ઉપાય વિચાર. ૩૦. અથવા તો તે જ વણિક નિર્દોષ ઉપાયનો જ્ઞાતા અને કર્તા છે. આનો સંપર્ક સારા ઉદય પામતા ભાગ્યનો સૂચક છે. શું ઉગતો સૂર્ય પ્રકાશ નથી આપતો? ૩૧. ચેટીએ જઈને તેને આ પ્રમાણે કહ્યુંઃ જેમ રુક્મિ રાજાની બહેન રુક્મિણી હર્ષથી કૃષ્ણ વિશે રાગી થઈ હતી તેમ મારી રાગી થયેલી સ્વામિની તમારા સ્વામીના પત્નીપદને વાંછે છે. ૩ર. તેથી તમે ઉપાયને કરો જેથી પતિના લાભથી તે હર્ષ પામે. આ યોગ્ય જ છે કેમકે સુવર્ણની વટીમાં જડાયેલા મોતીઓ શોભે છે. ૩૩. પરંતુ અહીં લીધેલી પ્રતિજ્ઞાનું દઢપણે પાલન કરવું જોઈએ. જેથી પોતાનું કાર્ય ત્રણ પ્રકારના કૌશલથી પૂર્ણ થાય. લીધેલી પ્રતિજ્ઞાનું પાલન ન કરવાથી આત્માની અને સર્વલોકમાં હાંસી થાય. ૩૪. હું ઉત્તમ સુરંગ તૈયાર કરાવી તેની અંદરથી રાજાને લઈ આવીશ. જેમ સૂર્યને જોઈને કમલિની વિકાસ પામે તેમ રથમાં બેઠેલ રાજાને જોઈને તારી સ્વામિની વિકાસ પામશે. ૩૫. જેમ મયૂરી દેવમંદિરના શિખર ઉપર ઊડીને બેસે તેમ પ્રથમ પ્રસંગે પણ ચિત્ર મુજબ તેને રથમાં બેઠેલા જોઈને તારી સ્વામિની જલદીથી ચડી જાય. ૩૬. આ પ્રદેશમાં, આ દિવસે, આ વારે આ પ્રહરે અને આ ક્ષણે સાક્ષાત્ પુણ્યોદય એવો રાજા આવશે એમ તેણે આને સંકેત કર્યો. ૩૭. ચેટીએ સર્વ રાજપુત્રીને જણાવી આવીને ફરી કહ્યું તમારું વચન પ્રમાણ છે કેમ કે અનેક વિકલ્પો કરવાથી કાર્યની સિદ્ધિ થતી નથી. ૩૮.
પછી અભયકુમારે શ્રેણિક રાજા પાસે સર્વ પ્રવૃત્તિની જાણ કરી. નકાર કરીને ચટક રાજાએ જે આશાને ભાંગી હતી તેને અભયે ફરી સજીવન કરી. ૩૯. અભયકુમારે પોતાના માણસો પાસે જલદીથી સારી સુરંગ ખોદાવી. બીજાઓ જે કાર્ય મહિનાઓથી કરાવી શકે તે કાર્યને રાજાઓ દિવસોથી કરાવી શકે. ૪૦. જેમ ચક્રવાક અને ચક્રવાકી રાત્રિ સમયે સંતાપ પામે તેમ તે દિવસથી હંમેશા મગધરાજનું સ્મરણ કરતી ચેટક રાજાની પુત્રી શરીરમાં ઘણા સંતાપને પામી. ૪૧. કામનો વિકાર દુઃખદાયી છે. બરફ-હાર–ચાંદની-કમળ-મૃણાલ–સચંદન-ચંદ્રચૂર્ણ વગેરે શીતળ પદાર્થોથી તેણીએ શીતળતાને પ્રાપ્ત ન કરી ઉલટાની ઝાકળ બિંદુઓથી જેમ રસજ્વરી (તેવો પ્રકારનો રોગી) દાહને પામે તેમ દાહને પામી. ૪૨. રાત્રે કે દિવસે શયનમાં કે સ્થાનમાં બહાર કે ઘરે, સમુદાયમાં કે એકલી તે ક્ષણમાત્ર પણ શાંતિ ન પામી. ૪૩. ચેટીએ તેને આશ્વાસન આપ્યું કે– હે સ્વામિની તું ધીરી થા, મોહને છોડ અને ઈચ્છિતની સિદ્ધિ થશે એમ હું માનું છું કેમકે તે વણિક આ કાર્યમાં સહાય કરે તેવું જણાયું છે. ૪૪. હે સત્યપ્રતિજ્ઞાવતી ! હે રાજપુત્રી ! હે વિદ્રઢતી ! હે શ્રેષ્ઠ વિવેકવતી ! તારે વિયોગીની ચેણ કરવી ઉચિત નથી. ગુપ્ત કાર્યમાં શું આવી ચેષ્ટા શોભે? ૪૫. યુક્તિભર્યા વચન સાંભળીને સુયેષ્ટા ફરી શાંત થઈ. સુકાઈ ગયેલી પણ પાણીથી સિંચાતી અમૃતનામની વેલડી ફરી સજીવન થાય છે. ૪૬.
અભયે રાજાને સંકેતનો દિવસ જણાવીને બોલાવ્યા. રાજા મનની દોટે ચાલ્યો. સ્વાર્થમાં કોને ઉતાવળ ન હોય? ૪૭. મહારથી સુલતાના પુત્રોની સાથે જતા શ્રી શ્રેણિકને જોઈને દશેય પણ દિકપાળો દશ દિશામાં પલાયન થયા. ૪૮. વીર શ્રેણિક રાજા બત્રીશ સુલતાના પુત્રોની સાથે સુરંગમાં પ્રવેશ્યો જાણે કે
વ્યંતર દેવના સ્વામીઓને જીતીને તેના સ્થાને સુલતાના પુત્રોને સ્થાપન કરવા ન માગતો હોય. ૪૯. જેમ ચૈત્રીપૂર્ણિમાના દિવસે સુવર્ણકમળ પા સરોવરની ઉપર આવે તેમ સંકેત કરેલ સમયે રાજગૃહનો સ્વામી ક્ષણથી સુરંગના દરવાજે આવી પહોંચ્યો. ૫૦. જેમ ચકોરી ચંદ્રના બિંબને જોઈને આનંદ પામે તેમ તેને જોઈને ચિત્ર મુજબ સારી રીતે ઓળખીને તે ક્ષણે જ પરમ પ્રમોદને પામી. ૫૧. ચિત્રપટમાં શ્રેણિકનું જેવું
Page #45
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૪૦ રૂપ જોવાયું હતું તેનાથી એક રેખા પણ આના શરીરનું રૂપ ઓછું ન હતું. જેમ હમણાં પ્રત્યક્ષથી દર્પણમાં રૂપથી પ્રતિરૂપ સરખું દેખાય છે. પણ એક રેખા ન્યૂન દેખાતું નથી તેમ. પર. સુજ્યેષ્ટાએ પણ પોતાનું સર્વ સ્વરૂપ ચેલણાને યથાવત્ કહ્યું. બીજી સખી પાસે કંઈપણ છુપાવતું નથી તો બહેન પાસે તો વિશેષથી છુપાવાતું નથી. પ૩. ચેલુણાએ તેને કહ્યું ઃ જો એમ છે તો હું પણ સાથે આવું છું. આટલા દિવસો જેમ સાથે પસાર થયા તેમ હવે પછી આપણા દિવસો સાથે પસાર થાય, શું ભારંડ પક્ષીઓ ક્યારેય છૂટા પડે છે? ૫૪. શરીરમાં પુલકને ધારણ કરતી પરમાનંદમયી સુજ્યષ્ટાએ કહ્યું તે યોગ્ય વિચાર્યુ શું ચિત્રા અને સ્વાતિ નક્ષત્રનો ઉદય સમાનપણે ઈચ્છતો નથી? ૫૫. ચેલણાને રથમાં બેસાડીને સુયેષ્ટા સ્વયં આભૂષણો લેવા અંતઃપુરમાં ગઈ. કેમ કે નાના ભાઈને સુખી કરીને મોટો ભાઈ પોતાના કાર્યનો આરંભ કરે છે. ૫૬. એટલામાં નાગસારથિના પુત્રોએ કહ્યું : હે દેવ! શત્રુના ઘરે રહેવા કરતા વિષનું ભક્ષણ સારું છે. સર્પોથી ભરેલ રાફડાની જેમ અહીં વધારે રહેવું ઉચિત નથી. પ૭. આ કુમારિકા રથમાં બેસી ગઈ છે તેથી જલદીથી પોતાના નગરમાં પહોંચી જવું જોઈએ કાર્યની સિદ્ધિ થયા પછી ચતુર પુરુષ પોતાના શત્રુને અવસર આપતો નથી. ૫૮. જેમ સમુદ્રની ભરતીનો પ્રવાહ પાછો વળે તેમ રાજા પણ આ સુજ્યેષ્ટા છે એમ મનમાં માનતો જે માર્ગથી આવ્યો હતો તે સુરંગના માર્ગે પાછો વળ્યો. પ૯. જેટલામાં મણિ અને આભૂષણોનો કરંડિયો લઈને સુયેષ્ટા પાછી આવી તેટલામાં તેણીએ ધરતીમાં દટાયેલ નિધાનની જેમ શ્રેણિક રાજાને ન જોયા. ૬૦. પછી તેને હૃદયમાં ઘણો વિષાદ ઉત્પન્ન થયો, પતિ માટે ઉપાય મેં કર્યો પણ તે ચેલ્લણાને ફળીભૂત થયો. રામે સ્વપ્ન જોયું અને ફળ ભરતને મળ્યું. ૧. માટે ફક્ત સુપતિનો નહીં પણ બહેનનો વિરહ સાથે થયો. અભાગી વણિકને કમાણી થવી બાજુ રહી પણ મૂડી નાશ પામી તેના જેવું થયું.
૨,
નાની બહેનની વિરહની વ્યથાથી પીડાયેલી સુયેષ્ટાએ પોકાર કર્યો કે જેમ દૈત્યોએ સમુદ્રનું મંથન કર્યું અને અમૃત બીજા ઉપાડી ગયા. તેમ બીજો કોઈ આ ચેલ્લણાને હરી જાય છે. ૩. બખતર પહેરીને તૈયાર થતા રાજાને પ્રણામ કરીને સારથિ શિરોમણિ વીરાંગને કહ્યું : હે સ્વામિન્ ! હું વિદ્યમાન હોવા છતાં તમે સ્વયં આ કાર્ય માટે સંરંભ શા માટે કરો છો? ૬૪. હે દેવ! અહીં મને જ આદેશ કરો. ક્ષણ માત્રથી શત્રુને જીતીને કુમારીને પાછી લાવીશ. અથવા સારા સેવકને આ અજુગતુ છે? ૫. સિંહ જેમ મહાપર્વતની ગુફામાં પ્રવેશે તેમ મહાપ્રાસાદની જેમ રાજાના અપાયેલ આદેશથી ખુશ થયેલ મહારથી સુરંગમાં પ્રવેશ્યો. ૬ ૬. જેમ સિંહ હાથીઓના બચ્ચાની સાથે યુદ્ધ કરે તેમ મહારથી મહાપરાક્રમી વીરાંગક સારથિએ બખતર, પહેરીને નાગપુત્રોની સાથે યુદ્ધ કર્યુ. ૬૭. મારો સ્વામી એક બાણથી એક શત્રુને હણે છે પણ તેનાથી અધિક પરાક્રમ કરીને હું ખુશ કરું એમ તેણે વિચાર્યું. પછી તેણે એકી સાથે બત્રીશ નાગપુત્રોને હણ્યા. સુરંગ પહોળી ન હોવાને કારણે કેટલામાં આ રથોને બહાર કાઢીને શ્રેણિકને મારે તેટલામાં શ્રેણિક રાજા ઘણો દૂર ચાલી ગયો. કેમ કે વેગીલા ઘોડાઓની સાથે જતા પુરુષને વેળા લાગતી નથી. ૬૯. અભીષ્ટ મનોરથને નહીં સાધનાર વીરાંગક તુરત જ પાછો વળ્યો. ભૂમિ ઉપર રહેલ લાંબો પણ મનુષ્ય શું ભૂજાથી તાડના ફળને તોડવા સમર્થ થાય? અર્થાત્ ન થાય. ૭૦. તેણે ચેટક રાજાને જણાવ્યું કે તેના બધા રથિકોને હણી નાખ્યા છે. પરંતુ વૈરી કન્યાને હરી ગયો છે. શું આપણે આકાશતળમાં પ્રહાર કરીએ? ૭૧. જેમ વાદળ વીજળી અને પાણીના પૂરને એકી સાથે ધારણ કરે તેમ. વૈશાલી સ્વામી એકી સાથે ચેટકપુત્રીના હરણથી વિષાદી અને શત્રુના વધથી આનંદિત થયો. ૭ર.
Page #46
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૨
૪૧. જેમ ભવ્ય જીવો નિમિત્ત માત્રથી પણ તુરત જ પરમ અવબોધન પામે છે તેમ સુજ્યેષ્ટા મુનિન્દ્રો વડે ઈચ્છાયેલ વૈરાગ્યને પામી. ૭૩. જેમ દારૂડિયા કે ગાંડા મનુષ્યો વિડંબનાને પામે છે તેમ અમારા જેવા વિષયાસક્ત જીવો મધ્ય, આદિ કે અંતમાં ઘણાં પ્રકારની વિડંબનાને પામે છે. ૭૪. જો વિષયોમાં કોઈ લાભ થતો હોત તો તેના પરિત્યાગમાં સુંદરીએ તે સમયે સાઈઠ હજાર વર્ષ સુધી ગાઢ તપ શા માટે કર્યો હોત ! ૭૫. તેઓ જ ધન્ય છે, તેઓ જ બુદ્ધિમાન છે, તેઓ જ શૂરવીર છે, તેઓ જ શુદ્ધ છે જેઓ ધનની જેમ પોતાનું બ્રહ્મચર્ય પાળે છે. ૭૬. તેથી રાજીમતીની જેમ લક્ષ્મીને છોડીને કુમારીપણામાં જ ભાગ્ય યોગે હું દીક્ષા ગ્રહણ કરું કેમ કે ધર્મમાં ઉતાવળ કલ્યાણકારી છે. ૭૭
પછી અતિભક્તિથી પિતાને પ્રણામ કરીને તેણીએ દીક્ષા માટે રજા માંગી. બુદ્ધિમાનોએ પણ અહીં બીજું (સામાન્ય) કાર્ય પોતાની ઈચ્છા મુજબ ન કરવું જોઈએ તો પછી વ્રત તો પોતાની ઈચ્છા મુજબ કેવી રીતે કરાય? કારાવાસ સમાન ભવવાસના પાશથી હું બંદીની જેમ નિર્વેદને પામી છું. તમારી કૃપાથી હું અચિંત્યચિંતામણિ સમાન દીક્ષા લઈશ. ૭૯. રાજાએ કહ્યું : હે પુત્રી! તારી વાતથી મને ઘણો આનંદ થાય છે. ખરેખર ! તું જ મારી પુત્રી છે જે સારા ઉત્તમપદ (મોક્ષ)ના અભિલાષથી યથાર્થ નામને ધારણ કરતી ફોઈનું નામ પૃથ્વી ઉપર સાર્થક કરે છે. ૮૦. જે તું બાળપણમાં સચ્ચરિત્રને ઝંખે છે તેથી તે પુત્રીઓમાં કુલમંડળ છે. અથવા તો જગતમાં વેલડીઓ ઘણી હોય છે પણ પ્રાસાદના આભૂષણરૂપ વેલડી કોઈક વિરલ જ હોય છે. ૮૧. રાજપુત્રી સુયેષ્ટાએ મોટી વિભૂતિથી હર્ષપૂર્વક મહત્તરા ચંદના પાસે દીક્ષા લીધી કારણ કે હંસલી કમલિનીમાં ક્રીડા કરે છે. ૮૨.
યથાર્થ હકીકત નહીં જાણતો તે કન્યામાં એકચિત્ત થયેલ શ્રેણિક રાજા પણ દેવીની જેમ રાજપુત્રીને ઈચ્છતો (માનતો) મંત્રાક્ષરની જેમ સુજ્યેષ્ટા સુજ્યેષ્ટા' એમ વારંવાર જાપ કરવા લાગ્યો. ૮૩. રાજપુત્રીએ તેને કહ્યું : અરે ! હું સુજ્યેષ્ટા નથી તેની બહેન ચેલણા છું. હે જીવેશ! તેવા પ્રકારના દુર્ભાગ્યથી તે અહીં ન આવી શકી. ૮૪. ફરી પણ રાજાએ કહ્યું હે મૃગાક્ષી ! તું જ મારે તે (સુજયેષ્ટા) છે. ચંદ્રની કળાની જેમ તું કોઈપણ ગુણથી તેનાથી ઉતરતી નથી. ૮૫. તેવા પ્રકારના સ્વામીલાભથી સુદઃસહ બહેનના વિયોગથી એકી સાથે હર્ષ અને ખેદ પામી. ખરેખર ! સંસારનું સુખ વિચિત્ર છે. ૮૬. હાનિ અને લાભને મેળવનાર રાજા પણ થોડા દિવસોમાં પોતાના નગરમાં પહોંચ્યો. વડવાગ્નિથી સહિત હોવાથી નદીઓના પૂરથી પુરાતા સમુદ્રને લબ્ધિ જ નથી. અર્થાત્ નદીઓ ગમે તેટલી ઠલવાય છતાં સમુદ્રની સપાટી વધતી નથી કારણ કે વધેલું પાણી વડવાગ્નિ પી જાય છે. ૮૭. શ્રેણિકની પાછળ ચાલી રહેલો, સબુદ્ધિનો સમુદ્ર (ભંડાર) અભયકુમાર જલદીથી આવી પહોંચ્યો. તીર્થોમાં જઈને વિદ્વાન ફળને લઈને આવે છે પણ ત્યાં ઘરો વસાવતો નથી અર્થાત્ ત્યાં રોકાઈ જતો નથી. ૮૮. મહા ઉદાર શ્રેણિક રાજાએ પૃથ્વી ઉપર ઈન્દ્રની પુત્રી સમાન ચલ્લણાને ગાંધર્વ વિધિથી પરણ્યો. તેવી રીતે પ્રાપ્ત થયેલી પત્નીને પરણવામાં આડંબર શોભે? અર્થાત્ ન શોભે. ૮૯.
પછી શ્રેણિક રાજા અભયની સાથે સુલતાના ઘરે ગયા અને નાગસારથિના બત્રીશ પુત્રોના સુરંગમાં થયેલ મરણની હકીકત નાગદંપતિને જણાવી. સજ્જન પુરુષો સુદુર્વચન પણ યથાર્થ કહે. ૯૦. કર્ણ માટે વિષ સમાન વચન સાંભળીને નાગદંપતિએ વિલાપ કર્યો કેમકે તેવા ઉપાયોથી પ્રાપ્ત થયેલ પુત્રોનો વિયોગ સુદુઃસહ હોય છે. ૯૧.રે કૃતાંત!રે નિર્ગુણપાપી! તું બીજાના સુખને જોવા રાજી ન થયો. તે વહાણની જેમ અમને બંનેને વગર વાંકે વિશાળ દુઃખ સમુદ્રમાં શા માટે નાખ્યા? રે રે દુરાચાર!જેમ સહસ્રઘાતી વિષ સર્વ
Page #47
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૪૨ વિષોમાં ઉગ્ર છે તેમ અમારા નિર્દોષ પુત્રોને અકાળે મારી નાખતા તે ખલામાં (લુચ્ચાઓમાં) અગ્રેસર છે ૯૩. હવે જો તું એમ કહેતો હોય કે તમારા બધા પુત્રોએ મારો કોઈક અપરાધ કર્યો છે તો અમે કહીએ છીએ કે બધા પુત્રોએ તારો અપરાધ નથી કર્યો કેમ કે બધા દુષ્ટ બને એવી દુર્દીતતા વિશ્વમાં ક્યાંય કયારેય ન ઘટે. ૯૪. હે કર્મચાંડાલ! હવે જો તું એમ કહે કે આમાના કેટલાકે આવું કાર્ય કર્યું છે તો તે અગ્નિની જેમ એકી સાથે સર્વને હણતા લોકમાં પોતાના સમવર્તિત્વ ભાવને સાર્થક કરી બતાવ્યો. અર્થાત્ અગ્નિ ભીના અને સૂકા સર્વ ઈધણને બાળે છે. ૫. અથવા તો હે તપસ્વિનું! આમાં તારો કોઈપણ દોષ નથી. દોરો તૂટી જવાથી મોતીઓ હારમાંથી છૂટા પડી જાય તેમ ભાગ્યના ક્ષયથી અમારા પુત્રો હાથમાંથી સરકી ગયા. ૯૬. અથવા તો પૂર્વે જ તે દેવે કહ્યું હતું કે તારા સર્વપુત્રો એક સમાન આયુષ્યવાળા થશે. તેવા પ્રકારના સમાન યોગના વશથી તેમજ થયું. દેવનું વચન અન્યથા થતું નથી. ૯૭. તે બેને અતિશય શોકમાં પડેલા જોઈને બુદ્ધિમાન અભયે સંવેગના સારભૂત મધુર વચનોથી પ્રતિબોધ કર્યા. અથવા તો કયા વિષયમાં અભય ઓછો પડે ? ૯૮. જેમ વિવેકીઓ પુરુષાર્થના વૈરી ક્રોધને કરતા નથી તેમ હાથીના કાન સમાન સકલ પણ ચલ સ્વભાવી લોકમાં શોક કરતા નથી. ૯૯. અગ્નિનો ઉપાય પાણી છે, વ્યાધિના વિસ્તારનો ઉપાય ચિકિત્સા, શત્રુને જિતવાનો ઉપાય શસ્ત્રાદિ છે, સર્વેનો ઉપાય છે પણ નિરંકુશ મૃત્યુનો ઉપાય નથી. ૪00. જન્મ મૃત્યુથી સહિત થાય છે અર્થાત્ જન્મ અને મૃત્યુને અવિનાભાવ સંબંધ છે. યુવાની વૃદ્ધાવસ્થાની સાથે જ હોય છે. અહીં સંપત્તિ પણ વિપત્તિની સાથે થઈ અને પુત્રાદિનો યોગ વિયોગનું કારણ બન્યું. ૪૦૧. શરીર હંમેશા રોગના સમૂહ સાથે સંકડાયેલ છે. લક્ષ્મી દરિદ્રના ભય સાથે ખરડાયેલી છે. સ્નેહી સ્વજનો ક્ષણથી શત્ર બને છે. આ સંસારમાં પ્રતિપક્ષ સાથેના ભાવોને ધિક્કાર થાઓ. ૪૦ર. તમે બંને જો વીરોમાં શિરોમણિ છો તો સામાન્ય જનની જેમ પરમ શોકને શા માટે કરો છો? આ ધીરતા કોનો આશ્રય કરશે? આપત્તિમાં જે ધર્ય છે તે સાચું બૈર્ય છે. ૩. વાયુ ન ફૂંકાતો હોય ત્યારે રૂના ઢગલામાં અને પર્વતમાં કોઈ ભેદ નથી, વિપ્લવ ઉપસ્થિત થાય ત્યારે પુરુષોની અંદર ધર્મ અને કાયરતાની પ્રવિભાવના કરાય છે. ૪. સામાન્ય જનને શોક કરવો ઉચિત નથી તો વિવેકરૂપી સારા આભૂષણથી ભૂષિત તમારા જેવા પંડિતોની શું વાત કરવી? કેમકે જે થવાનું હતું તે થઈ ગયું છે. ૫. જો આવું ન બનવાનું હોત તો શા માટે તમારા પુત્રો સુરંગમાં પ્રવેશ કરત? એ સમયે શત્રુએ તેઓને કેવી રીતે જાણ્યા? કેવી રીતે એક બાણથી બધા મરણ પામ્યા? અથવા આ ભવિતવ્યતા આવી જ હતી. ૬. તમારા પુત્રો શોક કરવા યોગ્ય નથી કેમકે તે સુધીરોએ ધીર પરાક્રમ કર્યું. જેઓ સ્વામીના કાર્યમાં પોતાના પ્રાણો નથી આપતા તેઓ પણ શું સેવકો કહેવાય? ૭. આવા પ્રકારના વચનોથી અભયે જલદીથી તેઓના શોકને દૂર કર્યો. મંત્રનો જાણકાર ઉત્તમ મંત્રનો પ્રયોગ કરે પછી વિષ કેટલી વાર ટકે? ૮. નાગદંપતિ સાથે આદરથી વાત કરીને રાજા પોતાના મહેલે ગયો. તેઓના સંતાના શ્રેણિક રાજા ઉપર આવો ઉપકાર કર્યો છતા નાગ દંપતિને કોઈ લાભ ન થયો એ ખેદની વાત છે. ૯. કૃષ્ણ જેમ લક્ષ્મીની સાથે ભોગો ભોગવ્યા તેમ જન્માંતરમાં ઉપાર્જન કરાયેલ પુણ્યકર્મથી સર્વ ઈચ્છિત કામને પ્રાપ્ત કરનાર શ્રેણિકે ચેલ્લાણાની સાથે ભોગો ભોગવ્યા. ૧૦. . અને આ બાજુ આ ભરતક્ષેત્રમાં વસંતપુર નામના નગરમાં પૂર્વે જિતશત્રુ નામનો રાજા હતો જેણે બલિષ્ઠ, દર્પિષ્ઠ, ગરિષ્ઠ શત્રુઓને જીતીને પોતાનું નામ સાર્થક કર્યું. ૧૧. આને અમરસુંદરી રાણી હતી. તેણીએ અમરસુંદરી (દેવી)નું રૂપ હરી લીધું. તેથી અનિમેષપણું ન હરી લે એ હેતુથી જાણે ભય પામેલી
Page #48
--------------------------------------------------------------------------
________________
૪૩
સર્ગ-૨
સ્વર્ગમાં ચાલી ગઈ. ૧૨. તે બેને સુમંગલ નામનો પુત્ર થયો જે નૂતન મંગળરૂપ થયો. જે આણે આકારમાત્રથી (દર્શનમાત્રથી) સારું કર્યુ. તથા અહીં મૂળથી પણ રાજયોગ થયો. ૧૩. આ સુમંગલનું મસ્તક સારા છત્રાકાર જેવું હતું. એનું મુખ પૂર્ણિમાના ચંદ્ર જેવું હતું, એની આંખો વિશાળ હતી. એના કાન લાંબા હતા, એની નાસિકા સરળ હતી, તેની દ્વિજરાજી (દંતરાજી) મચકુંદનું અનુકરણ કરનારી હતી. તેના હોઠ અને હાથપગ લાલ હતા. તેનો કંઠ ગોળકાર હતો.તેનો ખભો બળદની ખાંધ જેવો ઉન્નત હતો. તેના બે બાહુ જાનુ (ઢીંચણ) સુધી લટકતા હતા. તેની છાતી કપાટ જેવી હતી. તેની પીઠ વિશાળ હતી, તેનો મધ્યભાગ કૃશ અને ગંભીર નાભિવાળો હતો તેની સાથળો કેળ જેવી હતી, તેની જાનુ અલક્ષ્ય (ન જણાય) તેવી હતી. તેની જંઘા હાથીના સૂંઢ જેવી હતી. તેના બે પગ કાચબા જેવા ભરાવદાર ઉન્નત હતા. અથવા તેના સકલ શરીરની મનોહરતાની શું વાત કરીએ ? ૧૬. આની સમાન વયનો સેનક નામનો મંત્રી પુત્ર થયો જે અલક્ષણવંતોમાં શિરોમણિ હતો. અગ્નિશર્માની જેમ દુર્ભાગ્યનો ભાજન હતો. ૧૭. તેનું માથું ત્રણ ખૂણાવાળું હતું. તેના વાળ અગ્નિ સમાન પીંગરા હતા. તેની આંખો બિલાડીની આંખો જેવી હતી. તેના કાન ઉંદરના કાન જેવા હતા. તેનું નાક ભૂંડના નાકની જેમ ચીપટું હતું. તેના દાંત મુખની બહાર નીકળેલા હતા. તેના ખભા કુંધા હતા. તેના બાહુ ઘણાં બેડોળ હતા. તેની છાતી સાંકળી હતી. તેનું પેટ ગણપતિની ફાંદ જેવું હતું. તેના સાથળ ટૂંકા હતા. તેના જાનુ ગૂઢ ન હતા. તેની જંઘા વક્ર હતી. તેના પગ સૂપડાને જીતે તેવા હતા અર્થાત્ વાંકા હતા. ૧૯. પોતાના રૂપનો અભિમાની સુમંગલ સેનક જ્યાં ભેગો થાય ત્યાં ત્રણ રસ્તે, ચાર રસ્તે, માર્ગમાં, રાજમાર્ગમાં, શૃઙ્ગાટકમાં (ઘણાં રસ્તા ભેગા થાય ત્યાં ચોકમાં) દેવકુલ કે વનમાં તેની મશ્કરી કરતો હંમેશાં હશે છે. ૨૦. પ્રથમ તેના માથા ઉપર ત્રણ વાર હાથ ફેરવીને પછી મુઠ્ઠી વાળીને ફટાક તેના માથા મારે છે. યુવાનોને વિવેક કયાંથી હોય ? ૨૧. તેવા પ્રકારે કદર્થના કરાતા સેનક ઉપર દુઃખના ડુંગરા ઉતર્યા. ઝેરથી લીંપાયેલ અસ્ત્રના મારને સહન કરી શકાય પણ નિષ્કારણ વિડંબના સહન કરાતી નથી. ૨૨. આમ અનેકવાર પરિભવ પમાડાતો તે વૈરાગ્યને પામ્યો તે અહીં આશ્ચર્ય છે કેમ કે વૈરાગ્યનો હેતુ આવ્યા પછી સંસારમાં વિરાગતા અતિ દુર્લભ નથી. ૨૩. મેં ભવાંતરમાં મુનીન્દ્ર કે મહાસતીઓની મશ્કરી કરી હશે નહીંતર તો જેમ પક્ષીઓમાં કાગડો વિરૂપ અને દુર્ભાગ ગણાય છે તેમ લોકમાં વિરૂપ અને અતિ દુર્ભાગ કેવી રીતે થાઉં ? ૨૪. મેં દુર્ભાગતા આદિને આપે તેવા પ્રકારનું કર્મ બાંધ્યું છે જે કર્મોના ઉદયથી જેમ રજ ચાંદનીને મલિન કરે તેમ દૂધ અને બરફ જેવા ઉજ્વળ કુળને મલિન કર્યુ છે. ૨૫. તેથી ધર્મની ઉગ્ર આરાધના કરું જેથી મારા પૂર્વના પાપો નાશ પામે એમ વિચારીને સ્વજન અને નગરને છોડીની જીવની જેમ આ ચાલ્યો ગયો. ૨૬.
કેટલાક દિવસો પસાર થયા પછી રાજાએ હર્ષપૂર્વક મોટી વિભૂતિથી સુમંગલને રાજ્ય ઉપર બેસાડ્યો. પિતાનું પોતાના પુત્રોને વિશે આ કર્તવ્ય છે. ૨૭. ગ્રીષ્મ ઋતુના બપોરના સૂર્ય જેવા પ્રવર પ્રતાપી સુમંગલે અનેક રાજાઓને જીતીને અધિપતિ થયો કેમકે સિંહથી સિંહ જ જન્મે છે. ૨૮.
પોતાને કૃતકૃત્ય માનતા સેનકે હર્ષથી તાપસ વ્રતને સ્વીકાર્યુ. તે રીતે પરાભવ પામેલા બીજા જીવો પણ સ્વબુદ્ધિથી તેવા ધર્મને વિશેષથી આરાધે છે. ૨૯. પોતાનું પૂર્વનું દુર્ભાગ્યમય જીવનનું સ્મરણ કરતા, નિર્વેદથી યુક્ત પોતાના ગુરુ પાસે ઉષ્ટ્રિકા અભિગ્રહને ધારણ કર્યો. કેમકે બાલજનને બોધ પમાડવો કષ્ટકારક છે. ૩૦. એકવાર તપસ્યા કરતાં પૃથ્વી ઉપર વિચરતો સેનક તાપસ રાગથી વસંતપુરને ઝંખે છે. ધિક્કાર થાઓ પોતાની જન્મભૂમિમાં કદર્શના પામેલો લોક ફરી જન્મભૂમિમાં આવવા ઈચ્છે છે. ૩૧. અહીનાં
Page #49
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
४४ રહેવાસી સકલ પણ લોકે તેની આદરથી પૂજા કરી આ તે તપ છે જે જગતને પણ પૂજ્ય છે તેથી અહીં તપનો કોણ કોણ આદર ન કરે? ૩૨. વિસ્મિત થયેલ લોકે પૂછ્યું : કયા વિરાગથી ઘરને છોડીને આ કષ્ટદાયક તપસ્યાને સ્વીકારી છે? ૩૩. તેણે કહ્યું : અહીંના સુમંગલ રાજાએ કુમાર અવસ્થામાં મારો પરાભવ કર્યો હતો તેથી મને વૈરાગ્ય થયો અથવા સાચું બોલવું જ ખરેખર સાચો તપ છે. ૩૪. પછી આ વચન એક કાનથી બીજા કાને જતા રાજાના કાને પહોંચ્યો અથવા તો નૈયાયિક વગેરે મતોમાં શબ્દ વિચિતરંગ ન્યાયથી અન્ય સ્થાને પહોંચે છે તેની જેમ ૩૫. પછી સુમંગલ રાજા ક્ષણથી મહાવિષાદને પામ્યો અથવા આ મહાવિષાદ સ્થાને થયો છે કેમ કે મોટો પુરુષ પોતાના અપરાધને શલ્ય કરતા અધિક માને છે. ૩૬. પછી રાજા સ્વયં જઈને નમીને પિતા જેમ બાળકના અપરાધને ખમે છે તેમ અજ્ઞાનભાવથી પૂર્વે મેં જે તમારા અપરાધો કર્યા છે તેની ક્ષમા કરો એમ આદરથી સેનક તાપસને ખમાવ્યો. ૩૭. શાંતચિત્તે સેનકે કહ્યું : હે રાજન! તમે આ શું બોલો છો? તમે ગુરુની સમાન હોવા છતાં તમારા ઉપર ભક્તિ ભાવ ન જન્મે તો અહીં ક્ષમાનું શું કામ છે? ૩૮. હે રાજન્ ! તમે આ તપમાં નિમિત્ત છો, તપ સંસારરૂપી સમુદ્રને તરવા સેતુ સમાન છે, દુઃખના સમૂહને બાળવા માટે દાવાનળના કંદ સમાન છે. કલ્યાણરૂપી વેલડીને ઉગવા માટે કંદ સમાન છે. ૩૯.
આવા પ્રકારના પાત્રમાં ધનનું વાવવું મહાફળવાળું થાય છે. એવી સમજણથી રાજાએ તેને પારણાનું નિમંત્રણ કર્યું. કેમ કે કૃપણની ભક્તિ લુખી હોય છે. ૪૦. જો કે તપસ્વી સંતોષી હોવાથી રાજપિંડને ઈચ્છતો નથી તો પણ તેણે રાજાનું વચન માન્ય કર્યુ કેમ કે તપસ્વી લોક દાક્ષિણ્યશીલ હોય છે. ૪૧. નમીને આશીષ મેળવીને રાજા ઘેર ગયો, પછી માસખમણ પૂર્ણ થયે તપસ્વી રાજમહેલના દરવાજે આવ્યો, કેમ કે મુનિઓ સત્યપ્રતિજ્ઞાવાળા હોય છે. ૪૨. તે વખતે રાજાને માથામાં શૂળ ઉપડ્યું હોવાથી કોઈનો પણ અંદર પ્રવેશ ન થયો. તપસ્વી શાંતચિત્તે પાછો ફર્યો. તપસ્વીઓને તપની વૃદ્ધિમાં આનંદ જ હોય છે. ૪૩. જો પ્રથમ ઘરે પારણું ન થાય તો લાગટ બીજું માસક્ષપણ કરવું એ હેતુથી તેણે પૂર્વની જેમ બીજું માખમણ આદર્યું. ખરેખર ! સત્ત્વશાળી જીવ સત્ત્વને છોડતો નથી. ૪૪. આ લોકો ભૂખ કેવી રીતે સહન કરે છે એવું બોલનારને જોવા ન ઈચ્છતો હોય તેમ બીજા માસખમણના હેતુથી ઉષ્ટ્રિકામાં અધોમુખ કરીને પ્રવેશ્યો. ૪૫. બીજા દિવસે રાજાને સારું થઈ ગયું એટલે તેના પારણાને યાદ કરીને તાપસ પાસે જઈ નમીને ખમાવ્યા. તપસ્વી વર્ગ ભક્તિથી સાધ્ય (રીઝ) છે. ૪૬. મેં પાપીએ તમને નિમંત્રણ કરીને આજે આ પ્રમાણે બાલની જેમ ઠગ્યો. બીજે પણ તમારું પારણું ન થયું પાપીઓની પ્રવૃત્તિ આવા પ્રકારની જ હોય છે. ૪૭. જેમ લક્ષ્યને વીંધવામાં પ્રવર્તેલ કુધનુર્ધારી પોતાનો હાથ ભાંગે તેમ નિર્ભાગ્યોમાં શિરોમણિ મેં ધર્મના બાનાથી પાપ ઉપાર્જન કર્યું. ૪૮. હે સ્વામિનું! જો કે હું આ કાર્ય માટે વિનંતિ કરવા) યોગ્ય નથી તો પણ જેમ ગંગા નદી પાણીના પ્રવાહથી દેશના મધ્યભાગને પવિત્ર કરે છે તેમ આવીને તમારે મારા આંગણાને પવિત્ર કરવું. ૪૯. મુનિએ કહ્યું : હે રાજનું! તું વિષાદ ન કર. પ્રમાદથી થયેલ દોષ ભાવદોષ ગણાતો નથી. તારી ભાવનાને પૂરી કરીશ. અથવા મહાપુરુષોની પ્રવૃત્તિ પરાર્થ હોય છે. ૫૦. મુનિને નમી રાજા ઘરે ગયો. પારણાના દિવસની રાહ જોતા બીજો માસ પૂરો થયો. સુજ્યને ભજનારાઓને કોઈક રીતે દિવસોની દીર્ઘતા થાય છે. ૫૧. ફરી પણ રાજાને અસ્વસ્થતા થઈ. મુનિ શાંતપણે તે જ રીતે પાછા ગયા. તેવા પ્રકારના તપસ્વીઓને પણ લાભનંતરાયના ક્ષયોપશમ વગર ભિક્ષા મળતી નથી. પર. રાજાએ તેને ગોરવથી ત્રીજી વખત નિમંત્રણ આપ્યું. તપસ્વીએ તેનું વચન માન્ય રાખ્યું. જે તે રીતે વિનંતીને ન
Page #50
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૨
ઠુકરાવવી જોઈએ. ૫૩.
ત્રીજા માસખમણને અંતે તપસ્વી પારણા માટે રાજાને ઘરે ગયા. પુત્રના જન્મથી ખુશ થયેલ રાજા તાપસના પારણાને ભૂલી ગયો. સુખ અને દુઃખમાં પ્રમાદ સમાન છે. ૫૪. ક્ષુધાથી કૃશ થવાથી, ભિક્ષા નહીં મળવાથી ભિક્ષુ રાજા ઉપર ક્રોધે ભરાયો. ખૂબ ઘસવાથી ચંદનના લાકડામાંથી પણ અગ્નિ ઉત્પન્ન થાય છે. ૫૫. કહ્યું છે કે— માર્ગમાં ચાલવા સમાન કોઈ વૃદ્ધાવસ્થા નથી, દારિદ્રય સમાન કોઈ પરાભવ નથી, મૃત્યુ સમાન કોઈ ભય નથી, ક્ષુધા સમાન કોઈ વેદના નથી. ૫૬. વિલખો થયેલ ભિક્ષુ કૃપણના ઘરથી પોતાના સ્થાનમાં ગયો અને વિચાર્યું : આ નામથી જ સુમંગલ છે બાકી કામથી તો મંગળ ગ્રહની જેમ કુમંગલ છે. ૫૭. મેં એની ત્રણ વિનંતિનો સ્વીકાર કર્યો તો પણ તે કુટિલ પોતાના કર્તવ્યને સમજ્યો નહીં. આ તેની ધિાઈ છે. બે ઉડાણમાં મોર પકડાય નહીં પણ ત્રીજા ઉડાણમાં અવશ્ય પકડાય જાય. ૫૮. અથવા તો કૂતરાની પૂંછડીને નળીમાં નાખી નાખીને સીધી કરે તો પણ વક્રભાવને છોડે નહીં. અર્થાત્ કૂતરાની પૂંછડી વાંકીને વાંકી રહે. લીંબડાના ઝાડને દૂધનું સિંચન કરવામાં આવે તો પણ મીઠાશને પામતો નથી. ૫૯. તે પોતે રાત–દિવસ દાળ-કઢી સાથે મિષ્ટ અન્નપાનનું ભોજન કરે છે તેથી જેમ વંધ્યા સ્ત્રી ગર્ભીણીની પ્રસૂતિની પીડાને ન જાણે તેમ બીજાના ભૂખની પીડાને જાણતો નથી. ૬૦. આમ વારંવાર આમંત્રણ આપીને શઠ રાજાએ મને ભૂખથી માર્યો છે. હું જીવું ત્યાં સુધી ફરી આને ઘરે પગ નહીં મૂકું. ગંગદત્ત દેડકો ફરી કૂવામાં આવતો નથી. ૬૧. ક્રોધાંધ તાપસે કુગતિનું કારણ નિયાણું કર્યુ કે આના વધને માટે થાઉં. કૃશ મનુષ્યો કરુણા વિનાના થાય છે. ૬૨. અહો ! દુઃખની વાત છે કે આણે વિકૃષ્ટ તપને શા માટે ધૂળ ભેગો કર્યો ? અથવા તો બાળ તપસ્વીનું પુણ્ય પાપાનુબંધિ પુણ્યમાં પરિવર્તન પામે છે. ૬૩. અભિમાન રહિત અને પશ્ચાત્તાપને પામેલો રાજા સારી રીતે લજ્જા પામ્યો અને ચોથી વેળાએ તપસ્વીને ખમાવવા ન આવ્યો કારણ કે કુલીનો હંમેશા લજ્જાળુ હોય છે. ૬૪. કે
૪૫
કેટલાક કાળ પછી તપસ્વી મરીને અલ્પૠષિવાળા વ્યંતર નિકાયમાં દેવપણે ઉત્પન્ન થયો. ક્ષુધાથી વિહ્વળ થયેલ તપસ્વી આત્માઓને તેટલી સંપત્તિ ઘણી ઘણી લાગે છે. ૫. નીતિથી રાજ્યનું પાલન કરીને રાજા પણ અંતકાળે તૃણની જેમ રાજ્યને છોડીને તાપસની દીક્ષા લીધી. સંતપુરુષો સદા ભોગમાં રમતા નથી. ૬૬. પોતાના તાપસાચારને સારી રીતે પાળીને આયુષ્ય પૂર્ણ કરીને સુવિશુદ્ધ લેશ્યાવાળો તે વૈરાનુબંધ ખપાવવા તે જ (વ્યંતર નિકાય) ગતિને પામ્યો એમ હું માનું છું. ૬૭. પ્રથમ ચ્યવીને સુમંગલનો જીવ શ્રેણિક રાજા થયો. ઘણાં સુખથી લાલિત કરાયેલી રાજ્યલક્ષ્મીએ એનો પીછો ન છોડ્યો એમ હું માનું છું. ૬૮.
કેટલાક દિવસો પછી સેનક તાપસનો જીવ ત્યાંથી ચ્યવીને જેમ બગલો કમળની નાલમાં ઉત્પન્ન થાય તેમ ચેટક રાજાની પુત્રી ચેલ્લણાની કુક્ષિમાં પુત્રપણે અવતર્યો. ૬૯. પુત્ર ગર્ભમાં આવ્યા પછી પૂર્વભવના વૈરથી ચેલ્લણા રાણીને જાણે હૃદય માટે શાકિનીનો મંત્ર ન હોય તેવો પતિના માંસભક્ષણનો સુઘોર દોહલો ઉત્પન્ન થયો. ૭૦. પીડિત થયેલી પણ રાણીએ દોહલાની વાત કોઈને ન કરી. પુછ્યા વિના તેવા પ્રકારનું પાપ પતિદેવની આગળ જણાવવું શક્ય નથી. ૭૧. જેમ બખોલમાં અગ્નિ રહ્યો હોય પછી વૃક્ષને સારી રીતે પાણીથી સિંચવામાં આવે તો પણ સુકાય છે તેમ દોહલો નહીં પૂરાવાથી સારું ભોજન કરતી હોવા છતાં રાણી સૂકાવા માંડી. ૭ર. ગર્ભમાં પાપી જીવ આવ્યો છે એમ જાણીને તેણીએ પાડવા વિવિધ ઉપાયો કર્યા તો પણ ગર્ભ પડ્યો નહીં કેમકે નિરુપક્રમ આયુષ્યનો ક્ષય થતો નથી. ૭૩.
Page #51
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૪
રાજાએ પુછ્યું ઃ કૃષ્ણપક્ષના ચંદ્રલેખાની જેમ તારું શરીર ક્ષીણ કેમ થાય છે ? શું તને પણ ખાવા નથી મળતું ? અથવા કોઈએ તારું કંઈ અહિત કર્યું છે ? અથવા શું તારી આજ્ઞા ખંડિત કરાઈ છે ? ૭૪. અથવા શું કોઈ દુઃસ્વપ્નમાળા જોઈ છે ? અથવા શું કોઈ દુર્નિમિત ઉત્પન્ન થયું છે ? અથવા શરીરમાં કોઈ પીડા ઉત્પન્ન થઈ છે ? હે સર્વાંગસુંદરી તું મને હકીકત જણાવ. ૭૫. કુક્ષિમાં આવીને સ્થિર થયેલ ગર્ભમાં જેના પ્રાણ ન ગયા હોય એવી ચેલ્લણાએ નિઃશ્વાસ નાખીને રાજાને કોઈક રીતે પોતાનું સ્વરૂપ જણાવ્યું. કારણ કે જ્યાં સુધી અંતરના ભાવ કહેવામાં ન આવે ત્યાં સુધી ઉપાય થઈ શકતો નથી. ૭૬. રાજાએ કહ્યું ઃ હે સૌભાગ્યવંતી ! હું તારું ઈચ્છિત જલદી કરાવી આપીશ. દૂર રહેલી વસ્તુને પાસે રહેલી હોય એટલી જલદીથી લાવી આપીશ. ૭૭. તેના મનને આશ્વાસન આપીને રાજાએ અભયકુમારને દોહલાનું સ્વરૂપ જણાવ્યું. છીંક ન આવતી હોય ત્યારે સૂર્યની સામું જોવાય છે. ૭૮. નંદાપુત્રે કહ્યું : હે તાત ! હું હમણાં જ અભીષ્ટ અર્થની સિદ્ધિ કરાવી આપીશ કેમકે બુદ્ધિમાનોની આંખમાં પડેલું તણખલું કયારેય પણ ખુંચતું નથી. ૭૯. રાજપુત્ર અભયે પોતાના માણસ પાસે સસલાનું માંસ મંગાવ્યું. કષ્ટદાયક અવસ્થામાં પડેલા જીવને ઉત્સર્ગ કરતા અપવાદ બળવાન ન બને ? અર્થાત્ અપવાદ પણ લાભ કરનારો થાય.૮૦. રાજાને ચત્તા સુવડાવીને તેના પેટ ઉપર સસલાનું માંસ મુકાવ્યું. કાર્યને તેવી રીતે પાર પાડવું જોઈએ જેથી સાપ ન મરે અને લાકડી ન ભાંગે. ૮૧. તીક્ષ્ણ ક્ષુરી લઈને તેના શરીરને ચીરવાનું નાટક (દેખાવ) કર્યું. રાજાએ પણ જોરથી સીત્કાર કર્યો. માયા કર્યા વિના બીજો સાચું માનતો નથી. અર્થાત્ બીજાને સાચું મનાવવા માયા કરવી પડે. ૮૨. ત્યારે રાજાએ માંસ મોકલાવ્યું. પતિના આદેશથી ચેલ્લણાએ એકાંતમાં માંસ ભક્ષણ કર્યું. કારણ કે સજ્જનોને જાહેરમાં કુનીતિનું આચરણ શોભતું નથી. ૮૩. તે વખતે સ્વામીનું સ્મરણ કરતી ચેલ્લણાનું હૃદય ક્ષણથી કંપ્યુ અને ગર્ભનું સ્મરણ કરતી તેનું હૃદય ઉલ્લસિત થયું. કેમ કે જીવને રાગ અને દ્વેષનો ઉદય એકી સાથે હોતો નથી. ૮૪. દોહલો પૂર્ણ થયા પછી ચેલ્લણાએ પોતાની નિંદા કરી. પતિને હણાવનારી મને ધિક્કાર થાઓ. કારણથી પાપ થઈ ગયા પછી સારા સંસ્કારી જીવોને મોટો પશ્ચાત્તાપ થાય છે. ૮૫. જેમ રાત્રે પુનમનો ચંદ્ર કમલિનીને પોતાનું રૂપ ફરી બતાવે છે તેમ રાણીના મનનું સમાધાન કરવાના હેતુથી રાજાએ ફરી પોતાનું અક્ષત રૂપ બતાવ્યું. ૮૬. રાજાએ કહ્યું : હે સૌભાગ્યવતી ! સંરોહિણી ઔષધિના લેપથી હું ક્ષણથી શરીરે સ્વસ્થ થયો કેમકે ઔષધિઓનો મહિમા મોટો હોય છે. ૮૭. પતિને મૂળ સ્થિતિમાં રહેલા જોઈને ચેલ્લણા ઘણાં સંતોષને પામી કારણ કે આપત્તિને પાર પામી ગયેલા સગાભાઈને જોઈને કોને હર્ષ ન થાય ? ૮૮. જેમ હાથિણી હાથીના બચ્ચાને જન્મ આપે તેમ નવ માસ અને સાડા આઠ દિવસ પૂર્ણ થયા પછી ચેલ્લણાએ સર્વાર્થપૂર્ણ પુત્રને જન્મ આપ્યો. ૮૯. આ પિતાનો મહાશત્રુ છે એમ જાણીને રાણીએ તુરત જ દાસી પાસે પુત્ર ફેંકાવી દીધો. શરીરમાં ઉત્પન્ન થયો હોવા છતાં શું વાળા નામનો દુઃખદાયી જતું ફેંકી દેવાતો નથી ? અર્થાત્ ફેંકી દેખાય છે. ૯૦. શું જાણે વનદેવતાની ક્રીડા અર્થે ન હોય તેમ દાસીએ તેને અશોકવનમાં મૂકી દીધો. ભાગ્યના યોગથી પાછી ફરતી દાસીને રાજાએ પુછ્યું : હે ભદ્રા ! તું કયાં ગઈ હતી ? ૯૧. દાસીએ કહ્યું : રાણીના આદેશથી હું બાળકને છોડવા ગઈ હતી. કારણ કે જેનું અન્ન ખાઈએ તેનું શુભ કે અશુભ કહેલું કરવું જોઈએ. ૯૨. બિલાડી વગેરે જીવોથી પુત્રને દુ:ખ પહોંચવાની સંભાવનાથી રાજા સ્વયં ઉગ્ર વેગથી જઈને બે હાથથી બાળકને લઈ લીધો. અહો ! પુત્ર ઉપર પિતાનો કોઈક અજોડ સ્નેહ છે. ૯૩.
રાજાએ આવીને રાણીને કહ્યું : હે કુલીન સુવિવેકિની બુદ્ધિમતી ! મલેચ્છ સ્ત્રીઓ જેને અકૃત્ય માને
Page #52
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૨
४७ છે એવું કુકર્મ શા માટે કર્યું? ૯૪. તેવા પ્રકારના જ્ઞાનથી રહિત, ઘણાં પુત્રોવાળા તિર્યંચો પણ પોતાના સંતાનોને આ પ્રમાણે તરછોડતા નથી તેમાં પણ તારા જેવી કુલીન મનુષ્ય સ્ત્રી તો કેવી રીતે પુત્રનો ત્યાગ કરે? ૯૫. વસતિથી ભરપૂર રાજ્ય મળે,રાજાનો અવિનાશી પ્રસાદ મળે, અતુલ સૌભાગ્યલક્ષ્મી મળે, ભવનમાં કામદેવ સમાન રૂપ મળી જાય. ભણ્યા વિના સુકલાનો કલાપ આવડી જાય, રોગ વગરના સર્વ ભોગો મળે, શત્રુઓને પીડા ઉત્પન્ન કરે એવી નિર્મળ કીર્તિ મળી જાય પંરતુ પુત્ર ક્યાંય ન મળે. ૯૭. પુત્ર માટે સ્ત્રીઓ દિવસ અને રાત અંબાદિક વગેરે દેવીઓની પૂજા કરે, મૂળિયા ઘસીને પીએ, કેડ અને બે ભુજાઓમાં રક્ષા પોટલીઓ બાંધે ૯૮. જે સ્ત્રીઓ ઘણાં જ્યોતિષીઓને પોતાનો ગ્રહાચાર પૂછે છે તો પછી જેમ પુણ્યહીન પૃથ્વી ઉપર ચિંતામણિ રત્નને ફેંકી દે તેમ મળેલા પુત્રને તું શા માટે ત્યજી છે. ૯૯.
રાણીએ કહ્યુંઃ હે પ્રિયતમ! આ તમારી વાત સાચી છે તો પણ જેમ કંસ ઉગ્રસેનનો વૈરી થયો હતો તેમ આ તમારો વૈરી પુત્ર પાક્યો છે. ૫00. નહીંતર આ ગર્ભમાં આવ્યા પછી મને આવો મહાપાપ દોહલો કેવી રીતે થાય? થોડુંક પણ લસણ પેટમાં જાય તો શું મનુષ્યને દુર્ગધ નથી આવતી? ૫૭૧. પુત્રના સ્નેહી રાજાએ કહ્યું : હે હરિણાક્ષિ! પુત્ર કદાચ વૈરી થાય તો પણ તે પાલન કરવા યોગ્ય છે. પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા ન થાય. ૫૦૨. હે વિચક્ષણા! જો તું આ પ્રમાણે પ્રથમ પુત્રનો ત્યાગ કરીશ તો જેમ કુશના અગ્રભાગ ઉપર રહેલા ઝાકળ બિંદુઓ ટકતા નથી તેમ તારા બાકીના સંતાનો પણ નહીં જીવે. ૩. પોતાને અનિષ્ટ હોવા છતાં પણ પતિના વચનથી રાણી પુત્રનું પાલન કરે છે. શું મહાસતીઓ ક્યારેય, ક્યાંય પતિની આજ્ઞાનો ભંગ કરવા તૈયાર થાય? ૪. ચંદ્રની જેમ પોતાની કાંતિથી આણે અશોકવાટિકાને ઉદ્યોદિત કરી આથી રાજાએ પુત્રનું નામ અશોકચંદ્ર પાડ્યું. પ. કુકડાએ આની ટચલી આંગળી કરડી ખાધી તેની પીડાથી તે રડ્યો. ઉકરડા ઉપર ફેંકી દેવાયો છતાં આટલો કાળ જીવતો રહ્યો તે જ આશ્ચર્ય છે. ૬. રાજાએ પરુ ઝરતી આંગડીને પોતાના મુખમાં રાખી. મુખની ગરમીથી બાળકની પીડા શાંત થઈ. જગત પિતાની પુત્ર ઉપરના અનુરાગની પ્રશંસા કરે છે જ્યારે પુત્ર પિતાને વૈરભાવથી ભજે છે. ૭. રૂઝ આવ્યા પછી તેની આંગળી જરાક કુંઠિત થઈ. તેથી બધા છોકરાઓએ મળીને મશ્કરીમાં તેનું બીજું નામ કુણિત પાડ્યું. ૮. જેમ પૂર્ણિમાના દિવસે પૂર્વદિશા ક્રમથી સૂર્ય અને ચંદ્રને જન્મ આપે તેમ ચેલણાએ ક્રમથી તેજસ્વી કાંતિના ભંડાર સારા રૂપવાળા ઉત્તમ હલ્લ અને વિહલ્લ નામના બે પુત્રોને જન્મ આપ્યો. ૯. ચેલ્લણાની કુક્ષિમાં જન્મ પામેલા આ ત્રણેય પુત્રો નગરમાં ચંક્રમણ કરનારા પિતાને આનંદ આપનારા થયા. જેમ ત્રિકુટ પર્વતના ત્રણ ઊંચા શિખરો પર્વતને શોભાવે તેમ ઝગડા અને કૂડકપટથી રહિત ત્રણેય ભાઈઓ શોભ્યા. સ્કુરાયમાન થતા ભામંડલની શોભા સમાન, જનક રાજાને હર્ષ ઉત્પન્ન કરનાર, દાક્ષિણ્યના ભંડાર, દૂષણોના વેરી, ગરુડને અનુકૂળ, વડીલોની પર્વત જેવી મહાન પ્રતિજ્ઞાઓને પાર પાડનાર એવા રામ જે રીતે લક્ષ્મણ, ભરત અને શત્રુનની સાથે શોભ્યા તે રીતે નિર્ભય અભયકુમાર ત્રણ ભાઈ અશોકચંદ્ર, હલ્લ, અને વિહલ્લ સાથે હંમેશા શોભ્યો.
એમ શ્રી જિનપતિસૂરિ પટ્ટ લક્ષ્મી ભૂષણ શ્રી જિનેશ્વર સૂરિના શિષ્ય શ્રી ચંદ્રતિલક ઉપાધ્યાય વડે વિરચિત શ્રી અભયકુમાર મહર્ષિ ચરિત્ર અભયાંકમાં નંદાનો પ્રવેશ, અભયકુમારનો વિવાહ, સુલતાને પુત્રોની પ્રાપ્તિ ચલ્લણાનું હરણ, શ્રેણિક અને કુણિકનો પૂર્વભવ, કૂણિક, હલ્લ, વિહલ્લની ઉત્પત્તિ નામનો બીજો સર્ગ પૂર્ણ થયો.
(સર્ગ-૨, સમાપ્ત)
Page #53
--------------------------------------------------------------------------
________________
૪૮
અભયકુમાર ચરિત્ર
ત્રીજો સર્ગ
શ્રેણિક રાજાને ગુણોને ધારણ કરનારી ધારિણી નામે બીજી રાણી હતી. શું હાથીને એક જ હાથિણી હોય ? ૧. રૂપ-સૌંદર્ય–સૌભાગ્યના ભારથી ભરેલા તેના શરીર ઉપર કયાંય પણ અપલક્ષણ ન હતા અથવા શું શંખમાં કાલિમા હોય ? ૨. સતીઓમાં શિરોમણિ તેણીએ નિર્મળ કિંમતી શીલ રત્નનું રક્ષણ કરવા નક્કીથી લજ્જા નામની રક્ષા પોટલીને ધારણ કરી હતી. ૩. કમલિની ચંદ્ર સિવાય કોઈને જોતી નથી તેમ પતિવ્રતા ધારિણીએ પતિ સિવાય બીજા કોઈના મુખને જોયું નહીં ૪. બાળપણમાં દૂધના પાનથી જીભ એવી મધુર થઈ જેથી જીભે કયારેય કડવા વેણ ન ઉચ્ચાર્યા એમ હું માનું છું. ૫. આણે ઉત્તમ અધ્યાપક પાસે દાનનો અભ્યાસ કર્યો હશે જેથી યાચકોને દાન આપતા આનો હાથ કયારેય થાક્યો નહીં. નહીંતર આવું કેવી રીતે બનત ? અર્થાત્ દાન આપતા થાક્યા વગર ન રહેત. ૬. દિનલક્ષ્મીની સાથે સૂર્યની જેમ તેની સાથે ઉત્તમ ભોગોને ભોગવતા રાજાના કેટલાક દિવસો પસાર થયા.૭.
એકવાર રાત્રિના છેલ્લા પહોરમાં પંચવર્ણના સુગંધિ ફૂલોનો પગર (ઢગલો) જેમાં પથરાયેલો હતો, જેમાં ધૂપદાનીઓમાંથી ધૂપો મહેકી રહ્યા હતા એવા વાસભવનમાં વિવિધ જાતના મણિ—સુવર્ણ–રૂપાથી ભરેલ સંપૂર્ણ હંસના રોમરાજીથી તૈયાર થયેલ ગાદલાવાળા, નીચે (પગ પાસે) અને ઉપર (મસ્તક પાસે) બે તકિયાથી યુક્ત, માખણ જેવા મુલાયમ ઓછાડથી ઢંકાયેલ ગાલમસુરિયા (ગાલ ટેકવવાનું સ્થાન), ઊંચો ચંદરવો બંધાયેલ હતો, મધ્યભાગમાં જરાક નમેલ, ગંગાના કાંઠા સમાન, દેવ શય્યા જેવા પલંગ ઉપર સૂતેલી રાણીએ નંદાની જેમ સ્વપ્નમાં મદ ઝરાવતા ચાર દાંતવાળા, સફેદ હાથીને મુખમાં પ્રવેશતો જોયો. ૧૩. જેવી રીતે સૂર્યના દર્શનથી કમલિની વિકસે તેવી વિકસિત પર્ણવાળા કમલની જેવી આંખવાળી રાણી તે વખતે જ જાગી કારણ કે તેવા જીવોને અલ્પનિદ્રા હોય છે. ૧૪. ગતિથી હંસલીને જીતતી અર્થાત્ હંસલી કરતા સુંદર ગતિથી ચાલીને કોમલ વાણીથી પતિને જગાડ્યા કેમ કે માર્દવતા સ્ત્રીનું આભૂષણ છે. ૧૫. અને કહ્યું : હે સ્વામિન્ ! મેં હમણાં સ્વપ્નમાં હાથીને જોયો, વૃક્ષની જેમ આ સ્વપ્ન મને શું ફળ આપશે ? ૧૬. જેવી રીતે મેઘધારાથી સિંચાયેલ કંદબવૃક્ષ વિકસિત થાય તેવી રીતે વિકસિત રોમાંચવાળા રાજાએ રાણીને આ પ્રમાણે કહ્યું ઃ ૧૭. હે પ્રિયા તેં જે સ્વરૂપે હાથીનું સ્વપ્ન જાયું છે તેથી નક્કી તારે કુલદીપક, કુલરત્ન, કુલશિરોમણિ કુલાચલ સમાન પુત્ર થશે. ૧૮. હે દેવી ! જેમ કુંતીએ કુલની વૃદ્ધિ કરનાર, ધીર હાથી જેવા બળવાન અને પરાક્રમી ભીમને જન્મ આપ્યો તેમ તું પુત્રને જન્મ આપીશ. ૧૯. આ છૂટા રહેલ વચનને કોઈ ગ્રહણ કરી લેશે એ હેતુથી આણે (ધારિણીએ) શકુન ગ્રંથિના બાનાથી પતિના વચનોને બાંધ્યા. ૨૦. અને કહ્યું : તમારી કૃપાથી મને જલદીથી એમ થાઓ સત્પુરુષોએ ઉચ્ચારેલું વચન અન્યથા થતું નથી. ૨૧. રાજા વડે વિસર્જન (રજા) અપાયેલ રાણી પોતાના આવાસે આવી. કુલસ્ત્રીઓ સર્વ કાર્ય પતિની અનુજ્ઞાપૂર્વકનું કરે છે. ૨૨. જેમ બીજા દુષ્ટ શકુનોથી શુભ શકુન હણાય જાય તેમ બીજા કુસ્વપ્નોથી મારું શુભ સ્વપ્ન હણાઈ ન જાઓ એ હેતુથી સાધ્વીની જેમ હું હમણાં ધર્મજાગરિકા કરું જેથી મને કમલિનીની જેમ નિદ્રા ન આવે. ૨૪. એમ વિચારીને તેણીએ બહેનપણીઓની સાથે સુંદરી, બ્રાહ્મી, નર્મદા સુંદરી, સતી દમયંતી, અંજના, રાજીમતી, સીતા, દ્રૌપદી, પરમાનંદા, ઋષિદત્તા, મનોરમા વગેરે સતીઓના ચરિત્રોને યાદ કર્યા. ૨૬. હું માનું છું કે તેની ધર્મકથા સાંભળવા અસમર્થ મલીન (અંધારી) રાત્રિ ક્ષણથી ચાલી ગઈ. ૨૭.
૧. કમલિનીની : ચંદ્રની ચાંદનીમાં કમલિની ખીલે છે મીંચાઈ જતી નથી તેમ ધર્મજાગરિકારૂપી ચાંદનીમાં મને બિલકુલ ઊંઘ ન આવે.
Page #54
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૩
૪૯ એટલામાં કાલનિવેદકે મોટા અવાજે કહ્યું : રાજા ઉગ્રશાસની હોય તો પોતાના જાગવાના સમયે કોણ ન જાગે? ૨૮. આ તેજનો ભંડાર, લાલ મંડલવાળો સૂર્ય પોતાના કોમલ કિરણોથી ભુવનને પુષ્ટ કરતો આપની (રાજાની) જેમ ઉદય પામે છે. ર૯. કાળરૂપી માળીની પુત્રીની જેમ તારા દર્શનમાં ઉત્સુક દિનલક્ષ્મીએ સૂર્યરૂપ પાકેલા દાડમને તૈયાર કર્યો છે. ૩૦. તેને સાંભળીને મગધાધીશે ચિત્તમાં વિચાર્યું: કાલનિવેદન કરવામાં નિપુણ આ બંદી આજે સારું બોલ્યો. તેથી નક્કી કુલનો ઉદય કરે એવો પુત્ર દેવીને થશે નહીંતર આ પ્રમાણે ઉદય સંબંધી ફળનું સૂચન ન થાય. ૩૨. પછી વ્યાયામ કરીને સુંગધિ તેલથી અત્યંગન કરીને, સુગંધિ પાણીથી સ્નાન કરીને ચંદનાદિથી અંગે વિલેપન કર્યુ. ૩૩. પછી દેવની પૂજા કરીને રાજાએ તિલક કરવાના અવસરે મસ્તક ઉપર સુવર્ણનો મુગુટ પહેર્યો. બે કાન ઉપર લટકતા કુંડલ ધારણ કર્યા, મોટા આમળા જેવા સુંદર મોતીઓથી ગૂંથાયેલ હાર છાતી ઉપર ધારણ કર્યો. ભુજાના બળની પૂજા કરવા જાણે ભૂજા ઉપર કેયૂર (બાજુબંધ) બાંધ્યા. કાંડા ઉપર સુવર્ણના કડાને ધારણ કર્યા મોટા આમળા જેવા સુંદર મોતીઓથી ગૂંથાયેલ હાર છાતી ઉપર ધારણ કર્યો. મૃદુતાને માટે આંગડીને પણ વિટીના બાનાથી સુવર્ણથી ભૂષિત કરી. આને છોડીને હમણાં બીજો કોઈ વીર ભૂતલ ઉપર નથી એમ જણાવવા તેણે જમણા પગે વીરવલયને ધારણ કર્યું. જેમ ઈન્દ્ર દેવોની સાથે સુધર્મ સભાને શોભાવે તેમ દેવસમાન રૂપવાન મંત્રી–સામંતોથી ભૂષિત રાજાએ સભાને શોભાવી. ૩૮. રાજાએ પોતાના સેવકો પાસે,
પ્રસિદ્ધ તે તે શાસ્ત્રના પારગામી આઠ સ્વપ્ન પાઠકોને બોલાવ્યા. ૩૯ સ્વપ્ન પાઠકોએ સ્નાન કરી અંગે વિલેપન કરી કપાળે તિલક કર્યું. પછી માથા ઉપર દહીં, સરસવ, દૂર્વા અને અખંડ ચોખાને ધારણ કર્યા. સફેદ વસ્ત્રોને પહેરીને ફળ વગેરે લઈ આવીને અને રાજાને અર્પણ કરીને આશીર્વચન બોલી પૂર્વ દિશામાં સ્થાપન કરેલી પીઠ ઉપર બેઠાં. મેરુ પર્વત આગળ કુલાચલ શોભે તેમ શ્રેણિક રાજા આગળ શોભ્યા. ૪૨. તે વખતે હાથી–સિંહ– મૃગ-વ્યાધ્રઅશ્વ-શ્કર- સંબર-મયૂર-ચક્રવાક–હંસ વગેરે પક્ષીઓના ચિત્રો જેની ઉપર આલેખાયેલ હતા એવા પડદાની પાછળ આવીને ધારિણી રાણી બેઠી. કેમ કે રાજાની રાણીઓનું વ્રત અસૂર્યપશ્યતા હોય છે. અર્થાત્ રાજાની રાણીઓ સૂર્યને નહીં જોનારી હોય છે. એટલે ક્યારેય અંતઃપુરથી બહાર નીકળતી નથી. ૪૪. રાજાએ સ્વપ્નપાઠકોનો સત્કાર કરીને પૂછ્યું કે આજે સવારે ધારિણી દેવીએ સ્વપ્નમાં હાથીને જોયો. આ સ્વપ્નનું શું ફળ મળશે? તે સ્પષ્ટ જણાવો કારણ કે સૂર્યના કિરણો જ વસ્તુનું દ્યોતન કરવા સમર્થ હોય છે. ૪૫. ત્યાર પછી બધા ભેગા થઈને સારી રીતે ઊહાપોહ (વિચારીને) કરીને તરત જ સ્વપ્નના અર્થને જાણ્યું કેમકે શાસ્ત્રનો અભ્યાસ કલ્યાણકારી છે. ૪૭. પછી સ્વપ્ન પાઠકોએ કહ્યું હે નરાધીશ! સ્વપ્ન શાસ્ત્રોમાં બધા પણ બોત્તેર સ્વપ્નોનું વર્ણન કરેલું છે. ૪૮. આમાંથી ત્રીશ મહાસ્વપ્નો કલ્પવૃક્ષની જેમ મહાફળવાળા છે. તેમાં પણ સિંહ–હાથી–વૃષભ-ચંદ્ર – સૂર્ય–સરોવર-કુંભ- ધ્વજ-સમુદ્ર–માળા– અભિષેક કરતી લક્ષ્મી – રત્નનો રાશિ – વિમાન ભવન અને અગ્નિ એ ચૌદ મહાસ્વપ્નોને તીર્થકરની માતા અને ચક્રવર્તીની માતા જુએ છે. ૫૧. વાસુદેવની માતા આમાંથી કોઈપણ સાત સ્વપ્નોને જુએ છે, બળદેવ ગર્ભમાં આવે ત્યારે તેની માતા ચાર સ્વપ્નોને જુએ છે. પર. મંડલાધિપની માતા આમાંથી એક સ્વપ્નને જુએ છે તેથી હે રાજનું! દેવી મરભૂમિની જેમ પુત્રને જન્મ આપશે. પ૩. પુણ્યનો ભંડાર, શુરવીર પુત્ર નક્કીથી રાજ્યનો સ્વામી થશે કેમકે ચર્મચક્ષુથી જોયેલું
૧. અસૂર્યપશ્યતા : મૂર્વ પતિ તિ - ન+સૂર્ય+q++g-ન સૂર્યપઃ તસ્ય ભવ: તિ+સૂર્યપતા સૂર્યને ન જોવાપણું. આ ઉપપદ સમાસ છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૫૦ હજુ કદાચ ખોટું ઠરે પણ શાસ્ત્ર ચક્ષુથી જોયેલું ક્યારેય ખોટું ન પડે. ૫૪. જેમ કલ્પવૃક્ષ દારિદ્રયનો નાશ કરે તેમ રાજાએ જીવિકાદાન આપીને તેઓને આજીવન દારિદ્રય દૂર કરી દીધું. ૫૫. કહ્યું છે કે– શેરડીનું ખેતર, સમુદ્ર, યોનિનું પોષણ (પુત્ર) અને રાજાની આ કૃપા આ ચાર ક્ષણથી દરિદ્રતાનો નાશ કરે છે. ૫૬. રાજાએ બહુમાનપૂર્વક વસ્ત્ર તાંબૂલનું દાન કરીને સ્વપ્ન પાઠકોની પૂજા કરી. શું પ્રજ્ઞા (બુદ્ધિ) કલ્પલતા નથી? અર્થાત્ છે. પ૭. રાજા સ્વયં સ્નેહથી ધારિણીની પાસે જઈને સ્વપ્ન પાઠકોનું વચન કહ્યું. કેમકે પ્રેમની ગતિ આવી છે. ૫૯.
જેમ રોગી પથ્ય ભોજનથી શરીરની પુષ્ટિ કરે તેમ અતિ સ્નેહાદિથી રહિત પુષ્ટિ કરે તેવા આહારોથી ગર્ભનું પાલન કરતી ધારિણીને ત્રીજા માસે અશોકવૃક્ષ જેવો દોહલો થયો. ૬૦. વિધુતના ગજ્જરવથી સહિત વાદળ વરસતો હોય, નદીઓ પૂરથી ઉભરાતી હોય, ઝરણાઓ વહેતા હોય, ઘાસના અંકુરાના પૂરથી પૃથ્વી ઉભરાતી હોય, મોર નાચી રહ્યા હોય, દેડકાઓ બોલતા હોય તેવા કાળે હું સેચનક હાથી ઉપર બેઠી હોઉં, મારા માથે છત્ર ધારણ કરાતું હોય, મેં ઉત્તમ વસ્ત્રો પહેર્યા હોય, સેવકો મને વીંઝતા હોય, સામંતાદિ પરીવારથી સહિત રાજા મને અનુસરતા હોય, બંદીવર્ગ નારા બોલાવતો હોય, ચત્વર વગેરે સ્થાનોમાં ઈચ્છા મુજબ ભમતી વૈભારગિરિની પાસે વર્ષાકાળની રમ્ય લક્ષ્મીનો આનંદ માણતી હોઉં એવા પ્રકારનો દોહલો થયો. ૫. પરંતુ ખેદની વાત તો એ હતી કે તેને આવો દોહલો અકાળે થયો. ઘણું કરીને લોક જે વસ્તુ દૂર હોય અને દુર્લભ હોય તેને મેળવવા ઈચ્છે છે. દદ. દોહલો પૂર્ણ નહીં થતો હોવાથી ઉનાળાના દિવસોમાં જેમ રાત્રિ નાની નાની થતી જાય તેમ ધારિણી દિવસે દિવસે કૃશ થઈ ગઈ. ૬૭. તો પણ ધારિણીએ આ વાત કોઈને ન જણાવી કારણ કે પોતાની દુષ્કર વસ્તુનું પ્રકાશન કરવું મોટાઓ માટે દુષ્કર છે. ૬૮. ધારિણીની સેવા કરતી દાસીઓએ રાજાને દોહલાનું સ્વરૂપ જણાવ્યું. કારણ કે સકલ પણ સેવક વર્ગ પોતાની ભાંગેલી-તૂટેલી વસ્તુનું રક્ષણ કરે છે. દ૯. રાજા ક્ષણથી જ ધારિણી પાસે ગયો કેમકે પ્રિયપાત્ર સંકટમાં હોય ત્યારે કોને ઉતાવળ ન હોય? ૭૦. રાજાએ ચેલણાની જેમ આને પણ સર્વ હકીકત પૂછી. મહાપુરુષોને ડાબા કે જમણા હાથ ઉપર ભેદભાવ (પક્ષપાત) હોતો નથી. ૭૧. તેણીએ કહ્યું : હે સ્વામિન્! મને અકાળે તક્ષક નાગના મસ્તક ઉપરનું ભૂષણ ચૂડા રત્ન મેળવવા સમાન મેઘનો દોહલો થયો છે. ૭ર. તેથી હે આર્યપુત્ર! હું પોતાનો દોહલો કહેવા શક્તિમાન નથી. કેમકે લોકો અસંભવિત ઈચ્છા કરનારને પાગલ માને છે. ૭૩. શ્રેણિક રાજાએ કહ્યું ઃ હે પ્રિયા તું અધૃતિ ન કર. હે તવંગી ! તારા મનોરથને તુરત જ પૂર્ણ કરીશ. ૭૪. જેને બુદ્ધિથી બૃહસ્પતિ સમાન અભયકુમાર મંત્રી છે તે કેવી રીતે સચોટ ઉપાયને ન કરે? ૭૫. જેમ સૂર્ય કમલિનીને આશ્વાસન આપીને આકાશમાં જાય તેમ તેને ધીરજ આપીને રાજા સભામાં જઈને સિંહાસન ઉપર બેઠો. ૭૬. દોહલાને પૂરો કરવાની ચિંતાએ રાજાનું દિલ કોરી ખાધું. ભયથી ઉત્ક્રાન્ત રાજાએ ક્ષણથી દિશાઓને શૂન્ય જોઈ. અર્થાત્ રાજા કાર્યમાં મૂઢ થયો. ૭૭.
પછી અભયકુમારે રાજાને નમીને અંજલિ જોડીને ભક્તિ ભરી નમ્રવાણીથી આ પ્રમાણે કહ્યું : ૭૮ શું કૂતરાની જેમ કોઈ રાજા દેશને ઉપદ્રવ કરે છે? શું કોઈ પોતાનો વેરી મસ્તક ઉપર માળાની જેમ આજ્ઞાને ઉઠાવતો નથી? ૭૯. અથવા અચિંત્ય ભાગ્યશાળી પૂજ્યનું શું કોઈ કાર્ય સિદ્ધ નથી થતું? અથવા શું દુર્જનની જેમ કોઈ વ્યાધિ અધિક પડે છે? ૮૦. હે પ્રભુ! તમે દિવસના ચંદ્રની જેમ નિસ્તેજ મુખવાળા થયા છો. તેથી પોતાના અશઠ સેવકને તેનું કારણ જણાવો. ૮૧. રાજાએ કહ્યું : હે વત્સ ! આમાનું એક પણ કારણ નથી પણ તારી નાની માતાને આજે મેઘનો દોહલો થયો છે. ૮૨. હે બદ્ધિ નિધાન
Page #56
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૩
૫૧
:
! તે દોહલો પૂરો કરવા તું જ યાદ કરવા યોગ્ય છે કેમકે ગળામાંથી કોળિયો ન ઉતરતો હોય તો પાણી જ ઈચ્છાય છે. ૮૩. અભયે પણ કહ્યું : તમે નિશ્ચિંત રહો કલ્પવૃક્ષ સમાન તમારા પ્રસાદથી હું આને પાર પાડીશ. ૮૪. પૂર્વે અભયને એક દેવની સાથે મૈત્રી થઈ હતી. મનુષ્યને મનુષ્યની સાથે મૈત્રી તો જગતમાં પણ થાય છે પણ દેવની સાથે થાય તે આશ્ચર્ય છે. ૮૫. બ્રહ્મચર્યવ્રતને ધારણ કરીને પૌષધશાળામાં જઈ ઉપવાસને કરી દર્ભના સંથારામાં રહ્યો. ૮૬. પછી દેવને ઉદ્દેશીને અભયકુમારે ધર્મધ્યાન આદર્યું કેમકે પ્રયત્ન વિના દેવ સાધી શકાતો નથી. ૮૭. ધર્મધ્યાનના પ્રભાવે ત્રીજા દિવસે દેવલોકમાંથી આવીને મિત્રદેવ તેની સમક્ષ પ્રગટ થયો. તેના મુગુટના રત્નોના કિરણોથી આકાશમાં ઈન્દ્રધનુષ રચાયું હતું. તેના કપોલતલ ઉપર બે કુંડલ લટકતા હતા. તેના કંઠમાં સુંદર સુગંધિ કરમાયા વિનાના પુષ્પોની ગૂંથેલી માળા લટકતી હતી. તેની બે ભુજામાં કાંતિના પૂરને રેલાવતા કેયૂર શોભતા હતા. તેની કેડ અને કાંડા તેજસ્વી આભરણોથી શોભી રહ્યા હતા. જાનુ સુધી લટકતા હારથી તેનું ઉપરનું શરીર શોભતું હતું. તેના બે પગમાં મણિઓના સમૂહથી ભરેલા સુવર્ણના વલયો શોભતા હતા. અનેક મણિઓ જડેલી વીંટીઓથી તેની આંગડીઓ શોભતી હતી. તેણે અતિકોમળ દિવ્ય દેવષ્યને પહેર્યા હતા. તેના શરીરની કાંતિ બાર સૂર્યની કાંતિને ઝાંખી પાડે તેવી હતી. તેના બે પગ જમીનતલથી ચાર આંગળ અધર ચાલતા હતા. તેની બે આંખો પલકારા વિનાની હતી. અથવા તો વધારે શું કહેવું આકર્ષણ મંત્રથી તો અપ્સરાનો સમૂહ પણ આકર્ષિત થાય છે. ૯૪.
દેવે આને કહ્યું : હે સુંદર ! તેં મને શા માટે યાદ કર્યો ? તું દુષ્કર પણ કાર્યને જણાવ જેથી હું તે સાધી આપું. ૯૫. અભયે કહ્યું : હે દેવ ! મારી માતાને અકાળે મેઘનો દોહલો થયો છે. ૯૬. મારા ઉપર સ્નેહભાવને ધારણ કરતા તમે માતાનો દોહલો પૂરો કરો. બુદ્ધિમાન પણ મનુષ્યોને વરસાદ વરસાવવાની શક્તિ કયાંથી હોય ? ૯૭. અથવા તો તમારા દર્શનથી આ સર્વ સિદ્ધ થયું છે. જેને રત્નાકર મિત્ર હોય તો શું કયારેય સીદાય? ૯૮. ભલે એમ થાઓ એમ કહીને દેવ ક્ષણથી અદશ્ય થયો અથવા દેવો મનુષ્યલોકમાં લાંબોકાળ રહેતા નથી. ૯૯. પછી નિશ્ચિંત બનેલ અભયકુમાર પણ ઘરે ગયો અને પારણું કર્યું. અથવા બીજાઓ પણ આ રીતે ભોજન કરે. ૧૦૦. જેમ ભૂમિ ફાટતા તીરાડ દેખાય તેમ દેવના પ્રભાવથી વર્ષાના ચિહ્નોની પરંપરા એકાએક જ દેખાઈ. ૧૦૧. તે આ પ્રમાણે
પવન વાવાનું અત્યંત બંધ થવાથી તૃણ—વૃક્ષ—લતા વગેરે જાણે અધિક ધ્યાનમાં આરૂઢ ન થયા હોય તેમ નિષ્કપ અને નિર્દોષ થયા. ૨. તત્કાળ સકલ લોક અતુલ તાપથી અત્યંત વ્યાકુળ થયો. અને પંખા વીંઝાવાથી સુખી થયો. ૩. આ વિભુને (આકાશને) કોઈ તુચ્છ ન માની લે એ હેતુથી પદાતિની જેમ વાદળો ચારે બાજુ આકાશમાં ફેલાઈ ગયા. ૪. જોકે અમે ઉન્નતિને પામ્યા છતાં અમારો પુત્ર પાણી નીચ ગામી કેમ થયો એવા વિચારથી ખિન્ન થયેલા વાદળો શું શ્યામ ન થયા હોય ! પ. પૂર્વે પવન વાયો પછી વરસાદ વરસ્યો. આમ છતાં પૃથ્વી આદિના સંયોગ વિના બીજમાંથી અંકુરો ફુટતો નથી. ૬. જેમ જેમ વાદળાંઓ ઘણી ધારાઓથી વરસે છે તેમ તેમ મુસાફરોના શરીરમાં કામના બાણો લાગે છે. ભૂમિની અંદર પ્રવેશી ગયેલ તાપ શત્રુને નક્કીથી હણવા માટે મોટી ધારાથી વરસાદ વરસીને ભૂમિની અંદર પ્રવેશ્યો. ૮. સુમનનો માર્ગ (આકાશ)માં જતા વર્ષાૠતુ સ્વરૂપ રાજાની આગળ દીપિકાની જેમ ઝબકારા મારતી વીજળી ચમકી ઉઠી. ૯. અથવા તો શું તે (વર્ષાઋતુ રાજાના) જ તામ્રવર્ણો સુસ્વર પડઘાઓએ તપેલા ગ્રીષ્મરાજાને જીતીને જાણે તાળીઓના ગડગડાટ વગાડ્યા. ૧૦. મેઘ નિર્દોષ વાદકે (વગાડનારે) ગર્જારવના બાનાથી તે જ ગર્જનાઓને જોશપૂર્વક સ્વાભાવિક વગડાવી છે એમ હું શંકા કરું છું. ૧૧. જાણે પરસ્પર
Page #57
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
પર
સ્પર્ધામાં ન ઉતરી હોય એવી, ખડખડાટ અવાજથી કાનને બહેરી કરનારી, પૂર્વે સૂકી (કોરી) હોવા છતાં નદીઓ ઘણાં પાણીને વહન કરનારી થઈ. ૧૨. ડોક વાળીને ચાતકોએ બાળકોની જેમ દાતા વાદળમાંથી ઈચ્છા પ્રમાણે લીલાપૂર્વક સ્વચ્છ પાણીનું પાન કર્યું. ૧૩. જેમ અમે પાણીમાં રહીને જીવન જીવીએ છીએ તેમ શું બીજો કોઈ પાણીમાં રહીને જીવન જીવતો હોય તો તેમ કહો એમ જણાવવા દેડકાઓએ જલદીથી અવાજ કર્યો. ૧૪. ઘણાં ઉજ્જવળ કલાપને ધારણ કરતા, પાંખોવાળા સ્થિરદષ્ટિ કરતા મયૂરોએ નર્તકોની જેમ તાલબદ્ધ પગ મૂકીને નૃત્ય કર્યું. ૧૫. આચાર અને વર્ણ પણ ભિન્ન હોવા છતાં નામથી સમાનતા હોવાને કારણે પરસ્પર મિત્રતા થાય છે. જો એમ ન હોત તો (અર્થાત્ બલાહક એવું સમાન નામ ન હોત તો) વિરુદ્ધવર્ણ અને આચારવાળા બગલાઓ વાદળને કેવી રીતે ભજત ? ૧૬. મિલન (કાળા) વાદળોએ પાણીને વરસાવીને અમારા શરીરનો સ્પર્શ કર્યો છે એમ ખેદ પામેલી કમલિનીઓ જળના તળમાં ડૂબી ગઈ. ૧૭. અને કમળના નામ વગેરેના વિયોગથી જાણે અતિશય ખેદ પામેલા ન હોય તેવા હંસો પણ દૂરથી જ પ્રવાસ કરી બીજે ચાલ્યા ગયા. ૧૮. પૃથ્વી પોપટના પીંછા જેવી હરિયાલીથી લીલી થઈ. શ્રેણિક રાજાના ભાગ્યને જોઈને નક્કીથી રોમાંચિત થઈ. ૧૯. તેવા પ્રકારના વાતાવરણને નિહાળવા જાણે સિલિંધ–નીપ–કુટજ–કેતકી–માલતી વગેરે વનસ્પતિઓ જાણે ખીલી ન ઉઠી હોય ! ૨૦. પાણીના સિંચનથી ઐરાવણ હાથીના મસ્તકે રહેલ સિંદુરના બિંદુઓ નીચે પડયા અને જાણે ઈન્દ્રગાય ન હોય તેમ શોભ્યા. ૨૧. બાળકોએ પણ રેતીના દેવમંદિરો બનાવીને સારી રીતે રમત કરી, પોતાનો સમય આવે ત્યારે કોણ પોતાની જાત (સ્વભાવ)ન બતાવે ? ૨૨. પૂર્વ વર્ણન કરાયેલી રીતથી વૈભારગિરિની તળેટી વગેરે સ્થાનોમાં ભમીને ધારિણીએ નંદાની જેમ પોતાની ઈચ્છા પૂરી કરી. ૨૩. એમ અભયકુમારે માતાના મનની ઈચ્છાને પૂર્ણ કરાવી આપી કેમકે કલ્પવૃક્ષ જ ચિંતિત વસ્તુને આપે છે. ૨૪. જો ઘરે ઘરે અભયકુમાર જેવા મંત્રીઓ જન્મે તો ત્યારે કયો કયો રાજા પૂર્ણ મનોરથવાળો ન થાય ? ૨૫. અથવા તો શું વને વને કલ્પવૃક્ષો ઉગે ? તિથિએ તિથિએ શું પૂનમનો ચંદ્ર હોય ? ૨૬. શું દ્વીપે દ્વીપે એકલાખ યોજનાવાળો મેરુ પર્વત હોય ? શું સાગરે સાગરે ગાયના દૂધ જેવું પાણી હોય ? ૨૭. શું દરેક નગરી રાજધાની બને ? શું નિધાને નિધાને મણિઓ નીકળે ? ૨૮. જેમ બે પર્વત વચ્ચેની ખીણ હાથીને ધારણ કરે તેમ પુષ્ટદેહિની ધારિણીએ વજ્ર જેવા ભારે ઉત્તમ ગર્ભને ઘણાં સૂખપૂર્વક ધારણ કર્યો. ૨૯. જેમ ગંભીર પુરુષના હૃદયમાં રહેલું રહસ્ય દેખાતું નથી તેમ તેની કુક્ષિમાં પુષ્ટ થયેલ ગૂઢ ગર્ભ ન દેખાયો. ૩૦. જેમ શક્તિ મોતીને જન્મ આપે તેમ નવમાસ અને સાડાસાત દિવસ ગયા પછી લગ્નમાં ઉચ્ચ ગ્રહ રહે છતે પ્રશસ્ત તિથિના દિવસે, લક્ષણવંત, શરીરની કાંતિથી ઘરમાં પ્રકાશ પાથરનાર પુત્રને ધારિણીએ સુખપૂર્વક જન્મ આપ્યો. ૩૨. જેમ ભંગીઓ વડે વાળીને જે શેરીઓ ઉજળી કરાય તેમ તે દિવસે સૂર્યના કિરણો વડે ઘણી પ્રમાર્જિત કરાયેલી દિશાઓ નિર્મળ થઈ. ૩૩. કૃષ્ણ પટ્ટમય સુંદર વસ્ત્રની જેમ આકાશે બાળકની ઉપર નિર્મળ ચંદરવા રૂપ કમળને ધારણ કર્યું. ૩૪. તત્કાલ જન્મેલ બાળકના પલ્લવ જેવા કોમળ શરીરનો સ્પર્શ કરીને મૃદુતાને પામેલો પવન મંદમંદ વાવા લાગ્યો. ૩૫. વૃક્ષને સ્પર્શવાની સ્પર્ધાની ક્રીડામાં પ્રવૃત્ત થયેલા બાળકોની જેમ દાસીઓ એકી સાથે વધામણી આપવા રાજા પાસે દોડી ગઈ. ૩૬. ભરાવદાર શરીરને કારણે દોડવા અસમર્થ, વ્યથા પામેલી ભૂમિ ઉપર નાના નાના પગલા ભરતી ઠીંગણી દાસી પીડિત થઈ. ૩૭. ભરાવદાર નિતંબને કારણે દોડવા અસમર્થ બીજી દાસીએ પોતાના પુષ્ટ નિતંબ અને સ્તનની નિંદા કરી. તે કારણથી સુકુમાર શરીરવાળી દાસી દુઃખી થઈ. ૩૮. ચાલવા અસમર્થ બીજી વૃદ્ઘ દાસી પોતાની
Page #58
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૩
૫૩ વૃદ્ધાવસ્થા ઉપર ગુસ્સે થઈ. ઝાંખું જોતી કોઈક દાસી પોતાની બે આંખો ઉપર ચીડાઈ ઉઠી. ૩૯. કેડની
અલનાને અવગણીને જ તેવા પ્રકારની ગતિના મહાવેગથી, જેના પુષ્ટ સ્તનો ડોલી રહ્યા છે એવી, આગળ થી છાતીના શ્વાસથી હાંફતી છતાં પણ હૈયામાં હર્ષને નહીં સમાવતી, ઉન્માર્ગથી જતી રસ્તામાં અનેક દાસીઓને ખુશ કરતી પ્રિયંવદા નામની એક દાસી જેમ નદી સમુદ્રને મળે તેમ રાજાની પાસે પહોંચી. ૪૨. હાંફતી હોવા છતાં રાજા પાસે ધનને મેળવવાની કાંક્ષાવાળી દાસીએ કહ્યું હે પ્રભુ! જય, વિજય અને સમૃદ્ધિથી તમને વધામણી કરાય છે કે ૪૩. હમણાં જ ધારિણી રાણીએ અમારા મનોરથની વૃદ્ધિની સાથે કામદેવને જીતે એવા પુત્રને જન્મ આપ્યો છે. ૪૪. મારું સંપૂર્ણ શરીર રોમાંચ રૂપ હીરાઓથી ભૂષિત થયું છે. તેથી નક્કીથી અજાગલ સ્તન જેવા આભૂષણો પહેરવાથી શું? ૪૫. એમ વિચારીને રાજાએ હર્ષ પામીને મુગટ સિવાયના શરીર ઉપર રહેલા સર્વ આભૂષણો દાસીને આપ્યા. ૪૬. તથા મહાપાપીઓને ઘણું ધન આપીને કારાગૃહમાંથી છૂટા કરાવે તેમ તેને દાસીપણાના બંધનમાંથી મુક્ત કરી. ૪૭. રાજા બાકીની પણ દાસીઓને યથાયોગ્ય દાન આપ્યું અને આશા રાખીને આવેલાને ઘણાં ધનથી સત્કાર કરે છે. ૪૮. તે વખતે રાજાએ સકલ પણ નગરમાં ચિત્તને ચમત્કાર કરે તેવો પત્રનો જન્મ મહોત્સવ કર્યો. ૪૯. તે આ પ્રમાણે
રૂપ અને સ્વરમાં બેજોડ એવી વારાંગનાઓએ ગીતપૂર્વક નૃત્યનો આરંભ કર્યો. વિદ્યાવંત કલાવિદ્ પુરુષોએ વાજિંત્રો વગાડ્યા. ૫૦. કોયલ જેવી મધુર કંઠવાળી સ્ત્રીઓએ ધવલ મંગલ ગીતો ગાયા. દરવાજે દરવાજે વંદનમાલિકા (તોરણો) બાંધવામાં આવી. ૫૧. લોકોએ અક્ષપાત્રો આપીને રાજાને વધામણી આપી. તેની પ્રતિપત્તિમાં રાજાએ ગુડ સહિત ઘીના પાત્રો આપ્યા. શુકશાળામાં દાણ માફ કરવામાં આવ્યું અને યાચકોને દાન આપ્યું. રાજાની આજ્ઞાથી માન અને ઉન્માનમાં વધારો કરવામાં આવ્યો. દાસ-દાસીઓના સમૂહો હર્ષથી ઉમટી પડ્યા. ૫૩. વિવિધ પ્રકારના અભિવાદન કરનારાઓ ચારે બાજુથી ઉમટી પડ્યા. ગુરુની સાથે નિશાળીયાઓ, બાળક તથા બાલમંદિરના પાઠકો પણ આવ્યા. ૫૪. પરદેશની લક્ષ્મીના પ્રવેશ માટે સ્થાને સ્થાને ચતુર્ત તોરણો પણ બાંધવામાં આવ્યા. પપ. પૃથ્વી ઉપર એક નંદાનો પુત્ર જ મંત્રીઓમાં શિરોમણિ છે જેણે અત્યંત દુઃખથી પૂરી શકાય એવો માતાનો અભિલાષ પૂરો કર્યો. ૫૬. કૌસંભ વસ્ત્રના બાનાથી ઊંચી આંગડી કરીને હટની શ્રેણિએ પરસ્પર એવા સંવાદની મહોર મારી. ૫૭. શું તે આખો દિવસ કલ્યાણમય બની ગયો અથવા સ્વર્ગના સુખવાળો થયો અથવા એક આનંદમય થયો? ૫૮. આ પુત્ર નક્કીથી કાંતિ અને તેજથી ચંદ્ર અને સૂર્ય સમાન થશે એમ જણાવવા ત્રીજા દિવસે તેને ચંદ્ર અને સૂર્ય બતાવવામાં આવ્યા. ૫૯. સ્વજનોએ છટ્ટે દિવસે તેની ધર્મજાગરિકા મનાવી. જાણે કે આ બાળક તેને (ધર્મજાગરિકાને) ગ્રહણ કરવાની ઈચ્છાવાળો છે એમ જાણીને તેની આગળ અક્ષરમાળ બતાવી. ૬૦. દશમે દિવસે સૂતકની શુદ્ધિ થઈ અથવા તો અરિહંતોના જન્મ વખતે આવો કરવાનો આચાર છે એમ સમજીને કરાય છે તો પછી બીજાની શું વાત કરવી? ૬૧. જેમ વીંટીમાં મણિ જડવામાં આવે તેમ બારમા દિવસે રાજાએ સ્વયં ભાઈઓને ભોજન કરાવીને પુત્રનું નામ સ્થાપન કર્યું. દર. આ ગર્ભમાં આવે છતે મેઘનો દોહલો થયો તેથી પુત્રનું ગુણ નિષ્પન્ન મેઘકુમાર નામ સ્થાપન કર્યું. ૬૩.
જેમ અપ્સરાઓથી પાલન કરાતો કલ્પવૃક્ષ વધે તેમ પાંચ ધાવમાતાઓથી દિવસ રાત પાલન કરાતો બાળક મોટો થયો. ૪. ભાઈઓએ આનું પાદ ચંક્રમણ ભદ્રાકરણ, મુંડન, શિખાધાન, નિશાળે ભણવા લઈ જવો વગેરે કાર્યો કર્યા. ૬૫. જેમ જેમ વહાણ વાયુની સહાયથી સમુદ્રનો પાર પામે તેમ પ્રજ્ઞાના
Page #59
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૫૪
ઉત્કર્ષથી મેઘકુમાર પણ જલદીથી કલાના સમૂહના પારને પામ્યો. ૬૬. જેમ સુતારુ સમુદ્ર તરી દ્વીપને પામે તેમ આ મેઘકુમાર કુમારપણાનું ઉલ્લધંન કરીને સુંદર યૌવનને પામ્યો. ૬૭. માતાપિતાએ આઠ દિશાઓની જેમ સમાન કુલ–જાતિની, સમાનવયની, સમાન રૂપ સૌંદર્ય—સૌભાગ્ય લક્ષ્મીકલાને ધારણ કરનારી આઠ–આઠ રાજકન્યાઓનો તેની સાથે પાણિગ્રહણ (લગ્ન) કરાવ્યો. ૬૯. તે આઠેયને રહેવા માટે કૈલાસ જેવા ઊંચા સુંદર એકેક મહેલ અપાવ્યો અને દરેકને એકેક કોટિ રજત તેમજ સુવર્ણનું દ્રવ્ય આપ્યું. કેમકે વણિકની સ્ત્રીઓ કરતા રાજાની સ્ત્રીઓની આમાં વિશેષતા હોય છે. ૭૧. શક્રનો સામાનિક દેવ જેમ સ્વર્ગમાં અપ્સરાઓની સાથે ભોગો ભોગવે તેમ મેઘકુમારે આઠ સ્ત્રીઓની સાથે ભોગ ભોગવ્યા. ૭ર. કયારેક મેઘકુમાર જેમાં ચોથું વગેરે પદો ગૂઢ છે (કહેવાયેલા નથી) એવી પહેલિકાઓ વડે પત્નીઓની સાથે વિનોદ કરતો રહે છે. કેમકે બુદ્ધિમાનોની ગોષ્ઠી આવા પ્રકારની (જ્ઞાનમય) હોય છે. ૭૩. તે આ
પ્રમાણે—
પત્નીઓએ કહ્યું : અમે તમને પ્રથમ પુછશું. કુમારે કહ્યું : પૂછો. શ્રીસૂનુઽિત્વર: શાવવજ્ઞાનેમેપુ જેસરી પુનાતુ અમિનો યુષ્માન્ । ૭૪. લક્ષ્મીના પુત્રને જિતનાર (રુકિમણીનો પુત્ર પ્રધુમ્ન જે કામદેવ હતો તેના રૂપને જીતનાર), અનાદિકાલીન અજ્ઞાનરૂપી હાથીઓની વિશે સિંહ સમાન, એવો જે છે તે યુગપુરુષ તમને પવિત્ર કરો. એ પ્રમાણે ચોથા પાદ વિનાના ત્રણ પાદને બોલાયે છતે લીલાથી જ ચોથા પાદને જાણીને કુમારે પૂર્તિ કરી કે શ્રીનામેયઝિનેશ્વરઃ ચોથા પાદમાં શ્રીઆદિ જિનેશ્વર છે. પછી સ્ત્રીઓએ કહ્યું ઃ હે આર્યપુત્ર ! હવે તમે સમસ્યા પૂછો. કુમારે કહ્યુંઃ પ્રિયં વાછતિ તો વિ સપ્ને ચાપે તુ રોપયેત્ । ૐ મટો ગૃહપર્યાય: િ વદ્યાન્ન સત્ત્વવાન્ । ૭૫. લોક કયા પ્રિયની વાંછા કરે છે ? ધનુષ્ય સજ્જ હોય ત્યારે સૈનિક શું આરોપણ કરે ? ઘરનો પર્યાયવાચી શબ્દ શું છે ? સત્ત્વશાળી પુરુષ કોને શું ન આપે ? પાણીના ટીપાને પ્રસરતા જેટલો કાળ લાગે તેટલા કાળમાં ધ્યાન કરીને (વિચારીને) સ્ત્રીઓએ ઉત્તર શોધીને જણાવ્યું : હે સ્વામિન્ તે પદ 'શરણાં' છે. આ ચારેય પાદનો ઉત્તર એક પદમાં સમાય જાય છે. પ્રથમ પાદનો ઉત્તર જ્ઞમ્ છે. અર્થાત્ સર્વલોક સુખને વાંછે છે. બીજા પાદનો ઉત્તર શરમ્ છે. ધનુષ્ય તૈયાર હોય તો સૈનિક શર બાણનું આરોપણ કરે છે. ત્રીજા પાદનો ઉત્તર નમ્ છે. નગ (ઘર) ઘરનો પર્યાયવાચી શબ્દ છે. ચોથા પાદનો ઉતર શર।મ્ છે. સત્ત્વશાળી શરણે આવેલનું સુપ્રત કરતો નથી. સ્ત્રીઓએ ५छ्युं : किमंकुरजनौ हेतुः किं भोज्यम् स्वर्गवासिनाम्, नारी वाग्छति भर्तारं कीदृशं पतिदेवता ७६ ધ્યાયન્તિ ૫ મુનીન્દ્રાઃ ત્રિં સવા તાત માનસા: પ્રિયંòનવ વાયેન ચતુર્થાં વિતરોત્તરમ્ ॥ ૭૭. અંકુરની ઉત્પત્તિમાં કારણ શું છે ? દેવોનું ભોજન શું છે ? પતિવ્રતા સ્ત્રી કેવા પતિને ઈચ્છે છે ? હંમેશા એકલીન થયેલા મુનીન્દ્રો કોનું ધ્યાન કરે છે ? હે સ્વામિન્ ! આ ચારેયનો એક વાક્યમાં ઉત્તર આપો. સમસ્યા સાંભળીને કુમારે કહ્યું કે આ ચારેયનો ઉત્તર એક અમૃતમ્ છે. અમૃત શબ્દના ચાર અર્થ થાય છે. ૧. પાણી ૨. વિષનો નાશ કરે તેવું ભોજન ૩. ન મરે તે ૪. મોક્ષ. તેમાં પ્રથમ પાણી અંકુરાને ઉગવાનો હેતુ છે. દેવો અમૃતનું ભોજન કરે છે. પતિવ્રતા સ્ત્રી ન મરે તેવા પતિને વાંછે છે અને હંમેશા મોક્ષમાં એકલીન થયેલા મુનીશ્વરો મોક્ષનું ધ્યાન કરે છે. કુમારે પુછ્યું : હ્રાં વિસ્તારયતિ રવિઃ પ્રાતઃ સર્વપ્રાશિષ્ઠા: હ્રા તિતિ मुखाम्बोजेऽह भव्यप्रबोधिका ॥ ७८. गङ्गापारंगतः कीदृक् कृष्णोऽष्टापदभूधरे चैत्यरक्षाकृते का ૧. પહેલિકા ઃ જે સમસ્યામાં ચોથું વગેરેમાંથી કોઈપણ એક પાદ ગુપ્ત હોય તેને શોધી કાઢવાની જે ગોષ્ઠી તે પહેલિકા કહેવાય છે. તેનાથી વિનોદ કરતા હતા.
Page #60
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૩
૫૫ વડવાતારિ સારી નૈ: ૭૯. સવારે સૂર્ય ચારે દિશામાં પ્રકાશ ફેલાવે તેવી કોને વિસ્તારે છે? મુખરૂપી કમળમાં કોણ બેસે છે? અરિહંતોનું એવું શું છે જે ભવ્યજીવોને પ્રબોધ કરે? કેવો કૃષ્ણ ગંગાપાર ગયો? સાગરના પુત્રો વડે ચૈત્યરક્ષા માટે અષ્ટાપદ પર્વત ઉપર શું ઉતારાયું? વ્યસ્ત અને સમસ્તપણે તાતીતt" શબ્દ બોલવામાં જેટલો કાળ જાય તેટલા કાળ સુધી વિચાર કરીને સ્ત્રીઓએ જવાબ આપ્યો કે મારી | અર્થાત્ આ ચારેયનો ઉત્તર એક ભાગીરથી શબ્દમાં આવી જાય છે. સવારે સૂર્ય અને દિશાઓને પ્રકાશનારી માસને (કાન્તિને) વિસ્તાર છે. ભવ્ય જીવોને પ્રબોધ કરનારી (ગીર) અરિહંતોની વાણી મુખકમળમાં રહે છે. રથી (પરાક્રમી) કૃષ્ણ ગંગા પારને પામ્યો. સાગરના પુત્રોએ ચૈત્યરક્ષા માટે ભાગીરથી (ગંગા)ને અષ્ટાપદ પર્વત ઉપર ઉતારી. પછી પત્નીઓએ પુછયું: પ્રિય સિધુસુન T ચોદ્ ભવેનેધષ્ય છીદ્રશ: चरणप्रतिषेधार्थं पञ्चशाखार्थवाचकाः ॥ ८०. के च शब्दास्तथा रम्यास्तडाग: किशो भवेत् कीहक् નરેશ્વ૨: થવ્ય સચ્ચનિધ્યેય ઐતીમ્ | ૮૧ હે પ્રિય! સમુદ્રની પુત્રી કોણ છે? અને મેઘ કેવો હોય? ચરણ પ્રતિષેધ માટે શું બોલાય? શરીરનું અંગ હાથને જણાવનારા બીજા કયા શબ્દો છે? સુંદર તળાવ કેવું હોય? પૃથ્વી ઉપર રાજા કેવો હોય? સમ્ય વિચારીને કહો. ૮૧. પછી તાતત: શબ્દ બે વાર વ્યસ્તપણે અને બે વાર સમસ્તપણે બોલવામાં જેટલો સમય લાગે તેટલા સમય સુધી વિચારીને કુમારે ઉત્તર આપ્યો કે- પધાર: / પદ્મા એટલે લક્ષ્મી અને લોકમાં તે સમુદ્રની પુત્રી કહેવાય છે. મેઘ પદ્મા (સંપત્તિ)ની ખાણ છે. અર્થાત્ વરસાદ વરસવાથી અનાજ વગેરે પાકે તેનાથી ધાન્ય વગેરેની ઉત્પત્તિ થાય અને ધાન્યથી ધન મળે. અર્થાત્ સર્વ સંપત્તિ વરસાદને આધીન છે. પદ્મ : તું ચાલ નહીં એ ચરણપ્રતિષેધાર્થ છે. પથ્થશાખ એટલે હાથ અને તેનો વાચક કર શબ્દ છે. પદ્મ એટલે કમળ અને તેનો આકર એટલે સંયમ કરનાર તે સ્થવિર શોભે છે. પદ્માકર એટલે કૃષ્ણ. પૃથ્વી ઉપર કૃષ્ણ જેવો રાજા જોઈએ. ૮૧. અહો ! આર્યપુત્રનો પ્રજ્ઞાતિશય કેવો છે? એમ બોલતી પત્નીઓને ફરી કુમારે કહ્યું : વતિ શીનન વામનરમ્ | મીસ્થાનમાંધ , શીશ વી દિHITમમ્ | ૮૨. લોક તેને ધાન્યનો પિતા કહે છે. અથવા જવાના કારણને કહે છે. માછલાને રહેવાનું પીડા વિનાનું સ્થાન છે. અથવા હિમનો (બરફનો) આગમ કેવો છે? ૮૨. તે તે તમન્નરીનાથજ્ઞાતિઃ આટલું બોલવામાં જેટલો સમય લાગે તેટલા કાળમાં સમ્યગુ નિર્ણય કરીને સ્ત્રીઓએ કમ્પનદમ્ એમ ઉત્તર આપ્યો. કમ્ એટલે પાણી જે ધાન્યનો પિતા છે, પદમ્ એટલે ચરણ જે ગતિમાં કારણ છે. નદ એટલે સરોવર જે મત્સ્યને રહેવાનું બાધા વિનાનું સ્થાન છે. હિમના આગમનથી કંપ થાય છે. હવે અમે વધારે કઠીન સમસ્યા પછીએ છીએ એમ બોલીને સ્ત્રીઓએ પુછ્યુંઃ વિજ્ઞ: પ્રોઃ સમથર્થ $ 8મામ્ પત્રવાવિવં વિવી, વિ દેતુ धान्यवृद्धये ।। ८3. पृथ्वीपतिविशेष कं, मधुरध्वनिवाचि किम् जयहेतु नपाणां किं किं वा बुध्नाभिधायकम् | ૮૪. પૃચ્છત્તિ ૨ વિષ્ણુરો પિત્રવ્ય વિશેષ: અન્તસ્થીનામુપત્ય છં વપf વતિ પfeતઃ II ૮૫. પંડિતોએ એનો અર્થ સમર્થ જણાવ્યો છે, કયો શબ્દ કંઠવાચિ છે? અથવા કયું પદ પત્રવાચિ છે? ધાન્યવૃદ્ધિનો હેતુ શું છે? કયો રાજા વિશેષ છે? કયો શબ્દ મધુરધ્વનિવાચિ છે? કયો શબ્દ રાજાઓના જયનો હેતુ છે? કયો શબ્દ બુદન શબ્દના અર્થનો અભિધાયક છે? વળી એમાંથી વિષ્ણુ, રોગ, પિતા અને ૧. તાતીતતી વ્યસ્ત એટલે તીતતીત એમ બોલવામાં અને સમસ્ત એટલે તાતીતતી એમ બોલવામાં જેટલો કાળ જાય તેટલા કાળ સુધી વિચાર કરીને. ૨. તત્તાતતઃ : બે વખત વ્યસ્ત એટલે તતત્તાત, તતત્તત અને બે વખત સમસ્ત એટલે તત્તાતત તત્તાતતા બોલવામાં જે સમય લાગે તેટલા વખતમાં વિચારીને.
–
–
–
–
–
Page #61
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૫૬ અવ્યયના વિશેષ અર્થો નીકળે છે. એમાંના એક વર્ણને પંડિતો અંતઃસ્થામાં ઉપાજ્યવર્ણ તરીકે આવે છે એમ જણાવે છે. એવા કયા વર્ષો છે? ત ત ત ત ત ત ત ત તવિપરીત અષ્ટદલ પદ્મ એટલું બોલતા જેટલો સમય લાગે તેટલામાં ધ્યાન કરીને ક્ષણ માત્રથી કુમારે જવાબ આપ્યો કે વિઝન વેતન ા સ અને નમ્ મળીને થતો અલમ્ શબ્દ સમર્થ અર્થનો ધોતક છે. અને ત મળીને થતો નિમ્ શબ્દ પત્ર (પાંદડા)નો ધોતક છે. અને મળીને થયેલો નતમ્ શબ્દ ધાન્યવૃદ્ધિનો હેતુ છે. તે અને ત વર્ણ મળીને થતો નન્ન: શબ્દ નળરાજાનો દ્યોતક છે. * અને 7 વર્ણ મળીને થતો નમ્ મધુર ધ્વનિનો દ્યોતક છે. વ અને 7 વર્ણ મળીને થતો વર્તમ્ શબ્દ રાજાના જયનો હેતુ છે. ત અને 7 મળીને થતો તનમ્ શબ્દ વMનો ધોતક છે. આદિનો ન વિષ્ણુનો, સાત રોગનો, જનક પિતૃનો, બત અવ્યયનો દ્યોતક છે. અન્તસ્થા રત્નવ માં ન ઉપાસ્ય વર્ણ છે. અહો ! મતિ વૈભવથી બૃહસ્પતિને જીતી લેતા કુમારને પ્રજ્ઞાનો ઉત્કર્ષ લોકમાં અપૂર્વ છે. જેનાથી ન જાણી શકાય તેવું જણાયું. હે સ્વામિન્ ! તમે પણ હમણાં કંઈક વિષમતર સમસ્યાને પૂછો, એમ કહેવાયેલ કુમારે પૂછ્યું: વિજ્ઞાન વિદ્યતે – ક્વ વાર્દષ્નનનોત્સવ: મૂર્તિસ્થ પ્રળિના પ્રજ્ઞા દે कस्मिंश्च सुन्दरा ॥ ८. मृगनाभिर्भवेत् कुत्र, कौ च ताच्छील्य कचिनौ प्रत्ययविशेषौ कृत्सु, शेरते पक्षिणः क च वा ॥ ८७ सुदुःप्रायः जलं कुत्र कस्मिन् स्त्री रमते नरि । उत्पाद्ये कुत्र कीदृशं किं वा રંસહ્ય વીદશે I ૮૮. વિજ્ઞાન કયાં હોય છે? અરિહંતોનો જન્મ મહોત્સવ કયાં થાય છે? કયો ગ્રહ દેહ ભાવમાં (અર્થાત્ જન્મકુંડલીમાં પ્રથમભાવ-લગ્નમાં) રહ્યો હોય ત્યારે જીવોની પ્રજ્ઞા સુંદર હોય? કસ્તૂરી ક્યાં હોય? 9 પ્રત્યયોમાં તાત્સલ્ય અર્થને કહેનારા બે પ્રત્યયો કયા છે? અથવા પક્ષીઓ કયાં સૂવે છે? ૮૭. પાણી દુર્લભ કયાં હોય? સ્ત્રી કેવા માણસ ઉપર રાગી થાય? ક્યાં ઉત્પન્ન થનારમાં કેવો પ્રકાર હોય અથવા કેવા પ્રકારના ઉત્પાદ્યમાં હંસોનો ઉત્પાદ હોય? ૮૮. તાતેતુતુતતા એમ વિપરીત અષ્ટદલની વિચારણા કરવા જેટલો સમય પસાર થયો છતાં તે સ્ત્રીઓ ઉત્તર ન મેળવી શકી. અને વિચાર્યું અમારા કઠીન પ્રશ્નોના ઉત્તરો કુમારે ક્ષણથી આપી દીધા. અમે બધાએ ઘણીવાર સુધી વિચારણા કરી છતાં કુમારના પ્રશ્નોના ઉત્તર ન આપી શકી. અથવા ઘણી પણ નદીઓ ભેગી થઈને સાગર બને? શું ઘણી પણ દીવડીઓ ભેગી થાય તો પણ સૂર્યનો પ્રકાશ આપે? એમ પ્રશંસા કરતી સ્ત્રીઓએ કહ્યું છે આર્યપુત્ર! કૃપા કરીને આનો ઉત્તર તમે જ આપો. કંઈક હસીને કુમારે જણાવ્યું: મારુડતમવાર ! પ્રથમ વર્ણ કા અને અંતિમ વર્ણ રુ બંને મળીને થતા કારી પદમાં (શિલ્પીમાં) વિજ્ઞાન હોય છે. ૫ અને ૪ મળીને થતા મરી પદમાં મેરુપર્વત ઉપર અરિહંતનો જન્મ મહોત્સવ થાય છે. ST અને મળીને થતા ગુરી પદમાં જાતકની લગ્ન કુંડલીમાં પ્રથમ ભાવમાં ગુરુ ગ્રહ હોતે છતે જાતક સારી પ્રજ્ઞાવાળો થાય એમ જણાવે છે. રુ અને રુ મળીને કરી પદનાં વાચ્ય હરણની નાભિમાં કસ્તૂરીનો વાસ હોય છે. ત અને ૪ મળીને થતા તપ પદમાં તહ શબ્દથી વાચ્ય વૃક્ષ ઉપર પંખીઓનો વાસ થાય છે. મ અને રુ મળીને થતા મરી પદવાથ્ય મારવાડ દેશમાં પાણી દુર્લભ હોય છે. વા અને રુ મળીને થતો વાર પદવાચ્ય સુંદર મનુષ્યને વિશે સ્ત્રી રમે છે. અને મળીને થતો રુરુ તથા : પ્રત્યય સંસ્કૃતમાં તાત્સલ્ય તરીકે શ્રદ્ પ્રત્યય થાય છે. એમ સ્નેહાળ પત્નીઓ સાથે પ્રશ્નોત્તર વગેરેથી વિનોદ કરતા મેઘકુમારના સુખપૂર્વક દિવસો પસાર થાય છે. ૮૯. જુદી જુદી માતાઓથી જન્મ પામેલા નંદિષેણ, કાળ વગેરે બીજા શ્રેણિકના શૂરવીર પુત્રો થયા. કારણ કે સિંહના પુત્રો સિંહ થાય છે. ૯૦. શ્રેણિકે કૂણિક વગેરે પુત્રોને રાજકન્યાઓની સાથે પરણાવ્યા. પુત્રોને વિશે શું પિતાના મનોરથો ઉત્તરતા હોય? ૯૧. અભયકુમાર ભાઈઓની સાથે
Page #62
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૩
અશ્વવાહ્યાલિ વગેરે ક્રીડાઓથી દિવસોને પસાર કરે છે. ૯૨.
દાક્ષિણ્યના ભંડાર શ્રી વીર જિનેશ્વર નંદિવર્ધન ભાઈના આગ્રહથી ઘરે રહ્યા હતા. બે વરસ પછી તૃણની જેમ રાજ્યને છોડીને દીક્ષા લીધી. જે પોતે નિઃસંગ હોવા છતાં બ્રાહ્મણને અડધું દેવદૂષ્ય આપ્યું. પોતે મહા સમર્થ હોવા છતાં મોટા પણ ઉપસર્ગોને સહન કર્યા. ૯૩. પ્રભુએ ઘાતિકર્મને હણીને કેવળ જ્ઞાનને પ્રાપ્ત કર્યું. પ્રભુની આગળ ઈન્દ્રો પણ ચાકરની જેમ આળોટવા લાગ્યા. ૯૪. પ્રભુનું શરીર (૧) સુગંધવાળું હતું. (૨) મળ અને પરસેવાથી રહિત હતું. (૩). તેમનું લોહી દૂધની ધારા જેવું સફેદ હતું (૪) અને તેમનું માંસ દુર્ગંધ વિનાનું સફેદ હતું. ૯૬. ચર્મચક્ષુ જીવોને પ્રભુના આહાર અને નિહાર અદશ્ય હતા. અને શ્વાસોચ્છ્વાસ કમળ જેવો સુગંધિ હતો. આ ચાર અતિશય જન્મની સાથે હતા. ૯૭. જેના કેશ–રોમ—નખ અને દાઢી નિત્ય અવસ્થિત હતા અર્થાત્ વધતા ન હતા. અરિહંતના સંનિધાનમાં કંઈપણ અસ્થિર ન હોય. ૯૮. પ્રભુએ વિવિધ પ્રકારના પુર આકાર–ગ્રામ–સહિત પૃથ્વીતલ ઉપર વિહાર કરીને વાણી રૂપી કિરણોથી ભવ્ય જીવો રૂપી કમળોને સતત બોધ પમાડ્યો. ૯૯. જેમ અવકાશમાં રહેલ સૂર્ય અંધકારના સમૂહનો નાશ કરે તેમ વિહાર કરતા પ્રભુએ લોકોમાં અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કર્યો.
૨૦૦.
૫૭
એકવાર શ્રેણિક વગેરે રાજાઓના મહાભાગ્યથી જાણે ખેંચાયેલ ન હોય તેમ પ્રભુ રાજગૃહ નગર તરફ સંચર્યા. ૨૦૧. ગંગાનદીમાં વસનાર જડતાથી પોતાને છોડાવવા ન માગતા હોય તેમ નવ સુવર્ણ કમળો સર્વજ્ઞ પ્રભુના બે ચરણ કમળના તળમાં શોભ્યા. ૬૦૨. ભગવાનને માર્ગમાં અનુકૂળ શકુનો થયા અથવા ત્રૈલોક્યના નાથને આખું વિશ્વ અનુકૂળ હોય છે. ૩. નક્કીથી પોતાને વિરુપ બતાવવાને અસમર્થ પ્રભુના પીઠ ભાગમાં રહેલો વાયુ મૃદુપણે વાયો. ૪. આ વૃક્ષો સ્થાવર નામ કર્મના ઉદયને કારણે ભગવાનની વાણી સાંભળવા જઈ શકતા નથી. એટલે જ માર્ગમાં સંચરતા પ્રભુને નમ્યા. ૫. આ પ્રભુએ ભાવ કંટકો નાશ કર્યા છે તો તેની આગળ અમે શી વિસાતમાં ? એમ લજ્જાને કારણે પ્રભુ ચાલે છતે ઊંધા વળી ગયા. ૬. ઊંચે કાંતિના સમૂહને રેલાવતો, પ્રભુની આગળ ચાલતો, દંડથી સહિત ધર્મચક્ર પ્રતિહારની જેમ શોભ્યો. ૭. અંતરના તાપથી રહિત પ્રભુને બાહ્યતાપનો સંતાપ ન થાય એ હેતુથી પ્રભુના મસ્તક ઉપર રહેલા ત્રણ છત્રો ઘણાં શોભ્યા. ૮. ચાલતા વસ્ત્રના બાનાથી ધર્મધ્વજ આગળ ફરકવા લાગ્યો અને કિંકિણીના નાદથી જણાવ્યું કે મારો ભાઈ તારા મહેલમાં રહેલો છે. ૯. ભગવાનની કીર્તિ અને યશરૂપી બે હંસ ન હોય તેમ સ્વયં વીંઝાતી બે સફેદ ચામરો પ્રભુની આગળ શોભી. ૧૦. માર્ગમાં ચાલતા સ્વામીના વિશ્રામ માટે જાણે તપ્પર ન હોય તેમ પ્રભુની નજીકમાં ચાલતું પાદપીઠવાળું સિંહાસન આકાશમાં શોભ્યું. ૧૧. અનેક ક્રોડ દેવોની સહિત ત્રણ જગતના ગુરુ દેવાધિદેવ આ પ્રમાણે રાજગૃહ નગરીમાં પધાર્યા. ૧૨. વાયુકુમાર દેવોએ એક યોજન પ્રમાણ ભૂમિમાં કચરાને દૂર કરીને જાણે સાક્ષાત્ પોતાની કર્મરજને દૂર કરી. ૧૩. મેઘકુમાર દેવોએ સુગંધિ જળની વૃષ્ટિ કરી. તેથી અમે માનીએ છીએ કે પોતાના પુણ્ય બીજોનું વાવેતર કરવા કર્યું છે. ૧૪. દેવોએ પૃથ્વીને રત્ન, મણિ અને સુવર્ણથી બાંધીને બાકીનું કાર્ય પૂરું કર્યું કેમકે સારું પણ ચિત્ર ભૂમિની શુદ્ધિ વિના શોભતું નથી. ૧૫. તેવા પ્રકારના સુગંધના ઉદ્ગારથી સંપૂર્ણ નભોંગણને ભરી દેતી, નીચેના ભાગમાં ડીંટિયું આવે અને ઉપરના ભાગમાં વિકસિત પાંદડાઓ રહે, પાંચવર્ણવાળી જાનુ પ્રમાણ પુષ્પવૃષ્ટિને દેવોએ સતત વરસાવી. દેવોની હાજરી હોય ત્યારે પુષ્પવૃષ્ટિનું થવું આશ્ચર્ય નથી. ૧૭. વૈમાનિક દેવોએ પ્રથમ રત્નનો ગઢ બનાવ્યો. કારણ કે મહાપુરુષો હંમેશા પ્રથમ
Page #63
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૫૮
માર્ગ બતાવે છે. ૧૮. જ્યોતિષ્ક દેવોએ રત્નમય કિલ્લાના રક્ષણ માટે ક્ષણથી બીજો ફરતો સુવર્ણમય કિલ્લો બનાવ્યો એમ હું માનું છું. ૧૯. આનો દુવર્ણવાદ ચાલ્યો જાઓ એમ સમજીને ભવનપતિ દેવોએ અંતિમ રૂપાનો ગઢ સ્વામીના પ્રસાદથી બનાવ્યો. ૨૦. જાણે મોહ ભિલ્લથી મનુષ્ય દેવ અને તિર્યંચોનું રક્ષણ કરવા ગઢ ઉપર મણિ, રત્ન અને સુવર્ણના કાંગરા અનુક્રમે બનાવ્યા. ૨૧. જેમ પૂર્વના ગીતાર્થ સૂરિવરોએ સૂત્રના અનુયોગમાં પ્રવેશ કરવા ચાર દ્વારો રચ્યા હતા તેમ પૂર્વાદિ ચારેય દિશાના વિભાગમાં કિલ્લે કિલ્લે પદ્મરાગ, ઈન્દ્રનીલ વગેરે સર્વરત્નમય, સુખે પ્રવેશી શકાય એ હેતુથી ચાર દરવાજા દેવોએ કર્યા. ૨૩. વ્યંતર દેવોએ કામદેવના રૂપ જેવી પુતળીઓ અને છત્રોથી યુક્ત સર્વરત્નમય તોરણોને કર્યા. ૨૪. પછી બીજા ગઢમાં ત્રણ છત્ર, પીઠ, અશોકવૃક્ષ, ચામર અને દેવસ્કંદાની રચના કરી. ૨૫. પ્રાણીઓના સુખાર્થે અને મત્સરરૂપી મચ્છરોનું નિવારણ કરવા અર્થે જાણે કાલાગ, કપૂર વગેરેથી મિશ્ર એવી ધૂપદાનીઓ કરી. ૨૬. વ્યંતર દેવોએ તે સર્વ કાર્ય કર્યું. પરાધીનપણે બીજી ઘણી ગુલામી સામાન્ય જનની કરવી પડે છે તો કલ્યાણકારી પ્રભુની સેવા કરવામાં શું મૂંઝવણ થાય ? ૨૭. દેવો વડે સંચાર કરાતા સુવર્ણ કમળોમાં બે ચરણને મૂકતા પ્રભુએ પૂર્વદ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યો. ૨૮. જિનેશ્વર દેવે બત્રીશ ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા કરી કેમકે મહાપુરુષો આચારનું પાલન કરે છે. ૨૯. 'તીર્થાય નમઃ' એમ બોલીને પ્રભુ સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બેઠા કેમકે જિનેશ્વરને સંઘ પણ માન્ય છે. ૩૦. ભગવાનના પ્રભાવથી દેવોએ બાકીની ત્રણ દિશાઓમાં ભગવાનની સમાન ત્રણ રૂપો કર્યા. કેમકે દેવો પોતાની શક્તિથી તેમ કરવા સમર્થ નથી. ૩૧. કહ્યું છે કે– સર્વ પણ દેવો પોતાનું સર્વરૂપ ભેગું કરીને અંગૂઠામાં પૂરે તો તે અંગૂઠો ભગવાનના અંગૂઠા આગળ કોલસા જેવો લાગે. ૩૨. સ્વામીના શરીરમાંથી પ્રસરતા તેજને લોકો સહન કરી શકવા સમર્થ થતા નથી આથી બધા દેવોએ ભેગા મળીને ભગવાનની રોજ સેવા થઈ શકે એ હેતુથી દરવાજાના આગડિયાની જેમ ભગવાનના મસ્તકની પાછળ ભામંડલની રચના કરી. જો આ ભામંડલની રચના ન કરવામાં આવે તો તેજના કારણે ભગવાનના દર્શન થઈ શકે નહીં. ભગવાનની પાસે આવી શકાય નહીં. ૩૪. જેમ જેમ દેવોએ દુંદુભિને વારંવાર તાડન કરી તેમ તેમ શોકમાં પડેલો મોહ માથું કૂટવા લાગ્યો. ૩૫.
સાધુ–વૈમાનિક દેવી અને સાધ્વીઓ પૂર્વદ્વારથી પ્રવેશીને પ્રભુને પ્રદક્ષિણા કરીને નમીને અગ્નિખૂણામાં રહ્યા. ૩૬. જ્યોતિષ્ક, ભવનપતિ, વ્યંતર દેવીઓ દક્ષિણ દ્વારથી પ્રવેશીને નૈઋત્ય ખૂણામાં રહી. ૩૭. ભવનપતિ–વ્યંતર– જયોતિષ્ક દેવો પશ્ચિમ દ્વારમાં પ્રવેશીને વાયવ્ય ખૂણામાં રહ્યા. ૩૮. વૈમાનિક દેવો—મનુષ્યો તથા મનુષ્ય સ્ત્રીઓ ઉત્તરના દ્વારથી પ્રવેશીને ઈશાનખૂણામાં રહ્યા. ૩૯. શ્રી ગૌતમ વગેરે ગણધરો આગળ બેઠા તેના પછી કેવળી ભગવંતો બેઠા આ સ્થિતિ (આચાર) શાશ્વત છે. અર્થાત્ છદ્મસ્થ ગણધરો કેવળી કરતા આગળ બેસે. ૪૦. પોતાથી મહદ્ધિક દેવને આવતો જોઈને પૂર્વે આવેલા બીજા દેવો તેને નમસ્કાર કરે છે. તે બેસી ગયા પછી બીજા દેવો તેને નમસ્કાર કરીને પાછળ પોતાના સ્થાને બેસે છે. લોકમાં પણ ઔચિત્ય શોભે (સચવાય) છે તો પછી જૈનશાસનમાં શું વાત કરવી ? ૪૧. અહો ! ત્રણ જગતના ગુરુનો લોકોત્તર પ્રભાવ પણ કેવો છે ! નિત્ય વૈરી હાથી—સિંહ–પાડો–મૃગ – દીપડો—બિલાડો–ઉદર–સાપ–નોળિયો વગેરે અને બીજા પણ પશુઓ વૈર છોડીને બીજા ગઢમાં રહ્યા. ૪૩. વાહનો ત્રીજા ગઢમાં રહ્યા. આ હિંસક પશુઓને ધન્ય છે જેઓને ત્રણ લોકના નાથના દર્શન થયા. ૪૪. સર્વ પણ દેવો હર્ષથી ગજર્યા, પડયા, ઉછળ્યા, કુધા, આળોટયા, ગાવા
Page #64
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૩
૫૯ લાગ્યા, નાચ્યા, સ્તવના કરવા લાગ્યા, હસ્યા. ૪૫. જેમ શરીરમાં જીવના અસંખ્યાત પ્રદેશો સમાઈ જાય છે તેમ સમવસરણમાં અસંખ્યાત જીવો સમાઈ ગયા. ૪૬. અને આ બાજુ જ્યારે સ્વામી પધાર્યા ત્યારે ઉદ્યાન પાલકે આવીને હર્ષથી શ્રેણિક રાજાને વધામણી આપી. ૪૭. જે દેશમાં પ્રભુ વિચરે છે તે દેશમાં પૂર્વે ઉત્પન્ન થયેલા રોગો શાંત થઈ જાય છે. ભાવ રોગ પણ જો નાશ પામે છે તો બાહ્ય રોગની શું વાત કરવી? ૪૮. સર્વ લોકને જીતનાર છ–ભાવ શત્રુવર્ગ જિતાયેલ જોઈને જાણે ભેય ન પામેલા હોય તેમ છે ઈતિઓ પણ નાશ પામે છે. ૪૯. જેમ વાઘ હોતે છતે બકરાનો સમૂહ ઊભો રહેતો નથી તેમ વૈર સમવસરણમાં પગલું ભરતો નથી. જેમ લડાઈના મેદાનમાંથી કાયરો પલાયન થઈ જાય છે તેમ મારિઓ પલાયન થઈ જાય છે. ૫૦. સૂર્યનો ઉદય થાય ત્યારે ઠંડી અને અંધકાર ક્યાં પલાયન થઈ જાય તેની ખબર પડતી નથી તેમ દુકાળ અને ડમર ક્યાં પલાયન થઈ ગયા તેનો પત્તો નથી. પ૧. પાંચેય પણ ઈન્દ્રિયોના વિષયો તે જ વીતરાગના પ્રલોભન માટે નક્કીથી અનુકૂળ (મનોહર) થાય છે. પર. અને બીજું ભગવાનને જોવા માટે સર્વે પણ ઋતુઓ સમકાળે પ્રભુના ઉદ્યાનમાં પ્રગટ થઈ. ૫૩. તે આ પ્રમાણે-મૃદુ પવનની લહેરીથી આંબાની ડાળીઓ જાણે નૃત્ય ન કરતી હોય! અને તે જ કારણથી કોકિલોએ વસંતઋતુરાજનું આગમન ગાયું. ૫૪. હે સ્વામિન્ ! અનેક ખીલતા કદમ્બવૃક્ષની રેણુઓથી કિરણોને કોમળ કરતી ગ્રીષ્મ લક્ષ્મી આવી. ૫૫. કરવત જેવા કાંટાઓ ધરાવતી કેતકીઓથી વિયોગીના હૃદયને સારી રીતે વધતી વર્ષાલક્ષ્મી વિલાસ પામી. ૫૬. વિકસ્વર નવા ઉત્તમ કમળોથી પ્રભુનું પૂજન કરીને શરદઋતુ પોતાને કૃતકૃત્ય બનાવશે. ૫૭. હે સ્વામિન્ ! હેમંતઋતુ રૂપી પ્રેમી નખ જેવા તીક્ષણ મચકુંદના કુંપળિયાઓથી જાણે દિશારૂપી સ્ત્રીના શ્રેષ્ઠ સ્તન ઉપર ક્ષત આપવાને ઈચ્છે છે. ૫૮. પાસે પાસે (ક્રમમાં) રહેલી બે ઋતુઓના ફુલો મચકુંદ અને સિંદૂરવાર શિશિરમાં પણ થયા અથવા તો શિશિર ઋતુને પોતાનું જગત હોય છે.૫૯.
જેના નામના શ્રવણથી તમને પરમ ઉત્સવ જેવો આનંદ થાય એવા આ શ્રીમાન મહાવીર પરમાત્મા સિદ્ધાર્થ રાજાના પુત્ર ત્રિશલાદેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયેલા હમણાં ગુણશીલ ચૈત્યમાં સમોવસર્યા છે. તેથી હે સ્વામિનું ! તમો હમણાં તેમના આગમનની વધામણીથી સારી રીતે વધાવાવ છો. ૬૧. જેમ વસંતઋતુમાં આંબાનું વૃક્ષ મંજરીઓના ગુચ્છાથી લચી પડે તેમ વધામણીને સાંભળીને શ્રેણિક રાજા સર્વાગે રોમાંચથી પુલકિત થયો. દ૨. રાજાએ તેને પ્રીતિથી ઘણું પારિતોષિક દાન આપ્યું. જિનેશ્વરના સમાચાર આપનારને કદાચ રાજ્યનું દાન કરી દેવામાં આવે તો પણ થોડું ગણાય. ૬૩. રાજાએ તુરત જ જિનેશ્વરને વંદન કરવા જવા માટે સામગ્રી તૈયાર કરાવી. પૃથ્વી ઉપર આવેલ કલ્પવૃક્ષને જોવા કોણ ઉત્કંઠિત ન થાય? ૬૪. નિયુક્ત પુરુષોએ તત્ક્ષણ હાથી-ઘોડા-રથ વગેરે તૈયાર કર્યા. રાજાના વચનથી સકલ વસ્તુની સિદ્ધિ થાય છે. ૬૫. પછી સેચનક હાથી ઉપર આરૂઢ થયેલ જેના મસ્તક ઉપર છત્ર ધરવામાં આવ્યું છે, અપ્સરા સમાન સ્ત્રીઓથી વીંઝાઈ રહ્યા છે. આગળ સામાન્ય જનની સાથે મળીને બંદિજનોનો સમૂહ સ્પષ્ટપણે રાજાજ્ઞાનો નારો બોલાવી રહ્યા છે. જેની આગળ સુંદર હાવભાવપૂર્વક પણાંગના વર્ગ સુંદર નૃત્ય કરી રહ્યો છે. ભેરીના ભાંકારના સમૂહના ભંગોથી આકાશ બધિરિત કરાયું છે. હાથી ઉપર બેઠેલા અને શ્રેષ્ઠ મોરપીંછાના આતપત્રો જેના ઉપર ધારણ કરાયા છે એવો તેમજ અભયકુમાર વગેરેથી પરિવરેલ, ઘોડા અને રથો ઉપર આરૂઢ થયેલ મહાસામંતોથી વીંટળાયેલ, ઈન્દ્રાણીઓને ટપી જાય તેવી શુદ્ધ અંતઃપુરની રમણીઓથી જાણે સાક્ષાતુ ઈન્દ્ર નહોય એવા શ્રેણિક રાજા ભગવાનને વંદન કરવા ચાલ્યા.
Page #65
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
o
૭૦. જેમ સર્વાર્થસિદ્ધ વિમાનમાં જનારો જીવ સિદ્ધશિલાની નજીક પહોંચે તેમ ક્ષણથી રાજા સમવસરણની નજીક પહોંચ્યો. ૭૧. જ્ઞાનાદિ ત્રણને (દર્શન-જ્ઞાન- ચારિત્ર) પ્રાપ્ત કરીને જેમ ભવ્ય જીવ અહંકારથી નીચે ઉતરે તેમ ત્રણ છત્ર જોઈને રાજા હાથી ઉપરથી નીચે ઉતર્યો. ૭૨. જેમ જીવ મુક્તિના દ્વાર પાસે પહોંચે તેમ ચાલીને રાજા સમવસરણના દ્વાર પાસે પહોંચ્યો. ૭૩. પછી રાજાએ છત્ર, મુકુટ, ચામર, ખગ અને પુષ્પનો ત્યાગ કરીને મુખશુદ્ધિ કરી. ૭૪. આદરથી એક સાટક (સાંધા વિનાનું) ઉત્તરસંગ કરીને રાજાએ ઉત્તર દિશાના દ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યો. ૭૫. પ્રભુના દર્શન થયે છતે અંજલિ જોડીને રાજા એક ચિત્ત થયો. કેમકે એકચિત્ત થયા વિના સિદ્ધિ થતી નથી. ૭૬. પ્રથમ ગઢમાં પ્રવેશીને પરિવારથી યુક્ત રાજાએ ત્રણ પ્રકારના દુઃખના (મન–વચન–કાયાના) નાશ માટે ત્રણ પ્રદક્ષિણા આપી. ૭૭. કપાળથી ત્રણ વાર પૃથ્વીને સ્પર્શ કરીને, પ્રણામ કરીને હર્ષને વહન કરતા રાજાએ જિનાધીશની આ પ્રમાણે સ્તવના કરી– ૭૮.
ઝાંખુ દેખનાર વૃદ્ધની જેમ હે પ્રભુ ! હું તમારા કેટલા ગુણોને જોઈ શકું ? તો પણ તમારા બે ત્રણ ગુણોની સ્તવના કરું છું. ૭૯. જન્મ મહોત્સવ સમયે અંગૂઠાથી મેરુપર્વતને કંપાવીને તમોએ ઈન્દ્રને ધર્મમાં નિશ્ચલ કર્યો તેવું તમારું નિર્મળ ચારિત્ર મારા મનને આશ્ચર્યચકિત કરે છે. ૮૦. હે પ્રભુ ! માતા પિતાએ મુગ્ધ ભાવથી તમને નિશાળે ભણવા મોકલ્યા તેમાં પણ હે સ્વામિન્ ! ઈન્દ્રના ભાગ્યને માનું છે કેમ કે તેમ ન થયું હોત તો કેવી રીતે ઈન્દ્રના નામનું ઉત્તમ વ્યાકરણ તૈયાર થાત ? અને પૃથ્વી ઉપર કેવી રીતે પ્રસિદ્ધ પામત ? ૮૨. કુમારપણામાં ક્ષણથી તાડ જેટલા વધતા દેવને મૂઠિ મારીને બાળકની જેમ વામન કરી દીધો તે તો જાણે ગર્વનો ચૂરવાનો તમારો પૂર્વ અભ્યાસ હતો. ૮૩. પ્રાણાંત ઉપસર્ગ કરવા તત્પર થયેલ સંગમ ઉપર ક્રોધ કરવો બાજુમાં રહો પરંતુ ઉલટાનું જેમ ઉનાળામાં સમુદ્રનું પાણી વધે તેમ તમારી દયા વૃદ્ધિ પામી. ૮૪. જેમ મનુષ્ય સતત મનુષ્ય લોકને સેવે છે તેમ હંમેશા બોધિ માટે આવતા જતા દેવોએ આપના ચરણકમળની સેવા કરી. ૮૫. હે પ્રભુ ! જઘન્યથી (ઓછામાં ઓછા) પણ ક્રોડ દેવો આપની સેવા કરે છે અથવા આપના સૌભાગ્યની ઉપમા કયાંય ઘટી શકતી નથી અર્થાત્ આપ નિરુપમ છો. ૮૬. હે જિનેશ્વર દેવ ! ભમરાઓ જેની આસપાસ ગુંજારવ કરી રહ્યા છે એવા બીજી વસ્તુ હમણાં બાજુ પર રહો પણ ભુવનમાં તમારી અદ્ભૂત લક્ષ્મીને જોઈને ખુશ થયેલ આ ચૈત્યવૃક્ષ ફૂલ જેવા મનોહર રંગબેરંગી ભમરાઓની સાથે મંદ મંદ પવનથી ચાલતી ડાળીઓરૂપી ભુજાથી નક્કીથી નૃત્ય કરે છે. ૮૮.
આ પ્રમાણે જિનેશ્વર પરમાત્માની સ્તવના કરીને રાજાએ સર્વ પણ મુનિઓને હર્ષથી નમન કર્યા કેમકે મુમુક્ષોએ સર્વવિરધિધર સાધુઓને પૂજવા જોઈએ. ૮૯. પછી રાજા પરિવાર સહિત વૈમાનિક દેવોના સમૂહની પાછળ બેઠો કારણ કે મોટાઓ કરતા બીજા વધારે મોટા હોય છે. ૯૦. તથા જિનેશ્વરને નમીને અભયકુમાર વગેરે કુમારો શ્રેણિક રાજાની પાછળ બેઠા સુપુત્રો પિતાને અનુસરનારા હોય છે. ૯૧. સામંત, સચિવ, શ્રેષ્ઠી, સાર્થવાહ વગેરે લોકો યથાસ્થાને બેઠા કેમકે નીતિ બલવતી છે. અર્થાત્ નીતિ અનુલંઘનીય છે. ૯૨. ત્રણ જગતના સ્વામીએ સર્વભાષાને અનુસરનારી યોજન સુધી પ્રસરતી વાણીથી ધર્મદેશના કરી. ૯૩.
જેમ અમાસની રાત્રિએ ચાંદનીના દર્શન થતા નથી તેમ ચારગતિરૂપ દુઃખથી ભરેલા સંસારમાં લેશપણ સુખના દર્શન થતા નથી. ૯૪. જેમ ઔદારિક શરીરમાં વાત–પિત્ત અને કફને કારણે ત્રણ પ્રકારની વેદના હોય છે તેમ નરકમાં ત્રણ પ્રકારની વેદના' હોય છે. ૯૫. સર્વ નરક પૃથ્વીઓમાં સહજ (ક્ષેત્રકૃત) વેદના થાય છે. છઠ્ઠી નરક સુધી પરસ્પરકૃત વેદના છે અને ત્રીજી નરક પૃથ્વી સુધી પરમાધામીકૃત વેદના ૧. નરકની વેદના : (૧) ક્ષેત્રકૃત (૨) ૫૨માધામી કૃત અને (૩) પરસ્પરકૃત એમ ત્રણ પ્રકારની વેદના નરકમાં હોય છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૩
૬૧ છે. પ્રથમની ત્રણ નરક પૃથ્વીના નરકાવાસો ઉષ્ણ છે. ચોથીમાં કેટલાક નરકાવાસો ઉષ્ણ છે અને કેટલાક શીત છે. છેલ્લી ત્રણ નરક પૃથ્વીના નરકાવાસો અતિશીત છે. ૯૭. કોઈક આત્મા મેરુપર્વત જેટલા બરફના પિંડને જો ઉષ્ણ નરક પૃથ્વીમાં નાખે તો માર્ગમાં પડતા પડતા જ પીગળી જાય છે એટલી ગરમી છે. ૯૮.
અગ્નિ જેવા લાલચોળ મેરુપર્વત સમાન લોખંડનો ગોળો જો શીત નરક પૃથ્વીમાં નાખવામાં આવે તો પડે તે પૂર્વે જ ઠંડોગાર થઈ જાય છે. ૯૯ જેમ શિશિરઋતુમાં પાણીવાળો ઠંડો પવન ફૂંકાયે છતે મનુષ્યને જેવી ઠંડી લાગે તેમ ઉષ્ણ નરક પૃથ્વીમાંથી કોઈ નારકને ઉપાડીને ખદિરના અંગારાથી ભરેલા કુંડમાં નાખવામાં આવે તો શંકા વિના પરમ સુખને અનુભવે એટલી ઠંડી લાગે. ૩૦૦-૩૦૧ કોઈક શીતલ નરકાવાસમાંથી નારકને ઉપાડીને માઘ માસમાં વરસાદ વરસે છતે શીતલ પવનવાળા નિરાવરણ પ્રદેશમાં એને કોઈક રીતે ધારણ કરી રાખે તો પવન વિનાની ભૂમિમાં જેવી હુંફ અનુભવે તેના કરતા વધારે સારી હુંફને અનુભવે. ૩૦૧-૩૦૩. પૂર્વભવના વૈરને કારણે ક્ષણથી વશ કરાયેલા જંગલી પાડાની જેમ નારકો પરસ્પર યુદ્ધ કરે છે. ૪. જેમ ગુપ્તિપાલકો (જેલના અધિકારીઓ) જેલમાં નંખાયેલ મનુષ્યોને વારંવાર પીડાઓ કરે છે તેમ લોકપાલ નામના યમના સંતાન સમાન ક્રૂર મનવાળા ભવનપતિ નિકાયના પરમાધામી દેવો નરકમાં વારંવાર જઈને સેંકડો આપત્તિઓ આપીને નારકોને વારંવાર ભયંકર ત્રાસ આપે છે. ૬. તે આ પ્રમાણે
નરક ભવના દુ:ખો જેમ યંત્રમાં તાંબાના સળિયાને ખેંચવામાં આવે તેમ કલાદ નામના પરમાધામીઓ સાંકડા મુખવાળા ઘટી યંત્રોમાં ઉત્પન્ન થતા નારકોને સાણસાથી ખેંચીને બહાર કાઢે છે. ૭. જેમ કંસે સુલતાના મૃત પુત્રોને શિલા ઉપર પછાડી પછાડીને ચૂર્યા તેમ પરમાધામીઓએ નારકોના પગ પકડી પકડીને શિલાતળ ઉપર પછાડે છે. ૮. જેમ સુથાર વાંસલાથી લાકડાને છોલે તેમ પરમાધામીઓ નારકોના અંગોપાંગને છેદે છે. જેમ ધોબી ધોકાથી વસ્ત્રોને ધોકાવે તેમ પરધામીઓ પૃથ્વી ઉપર આળોટતા નારકને કૂટે છે. ૯. પથ્થરની જેમ ફોડવામાં આવે છે, કરવતથી જેમ લાકડું વેરવામાં આવે તેમ તેને વેરે છે. દાણાની જેમ ચક્કીમાં પીસવામાં આવે છે. અળદની જેમ દળવામાં આવે છે. ૧૦. કુંભીપાકમાં પકાવાય છે. ચણાની જેમ ભેજવામાં આવે છે. જેમ રાજાના રક્ષકો ગામના ગોકુળને રુંધે છે તેમ પરમાધામીઓ રૂંધે છે. ૧૧. નરકના તાપથી તપેલો નારક જ્યારે છાયાનો આશરો લે છે ત્યારે શાલ્મલિ વૃક્ષમાંથી તલવાર સમાન તીર્ણ પાંદડાઓ વડે તલ-તલ જેવા ટૂકડા કરાય છે. ૧૨. તો પણ તેવા પ્રકારની કર્મની પરાધીનતાથી તેઓના શરીરો પારાના બિંદુની જેમ તëણ ભેગા થઈ જાય છે. ૧૩. તૃષાતુર થયેલા જ્યારે સુસ્વાદુ શીતળ જળની યાચના કરે છે ત્યારે વૈતરણીમાં ઉત્પન્ન થયેલા પરુ વગેરે દુર્ગધી પદાર્થોનું પાન કરાવે છે. ૧૪. પૂર્વભવમાં કરેલા પરસ્ત્રીગમન વગેરે પાપોને યાદ કરાવીને આક્રંદ કરતા નારકોની સાથે અગ્નિ જેવી લાલચોળ પુતળીઓનું આલિંગન કરાવાય છે. ૧૫. આ જીભથી તું જૂઠ વચન બોલ્યો હતો એમ ઉદીરણા કરીને રડતો હોવા છતાં બળાત્કારે સીસાનો રસ પીવડાવાય છે. ૧૬. બીજાનું માંસ ભક્ષણ તને ખૂબ પ્રિય હતું એમ યાદ દેવડાવીને પોતાના માંસને ઉખેડીને ટૂકડા ટૂકડા કરીને બળાત્કારે ખવડાવાય છે. ૧૭. હે નાથ! હે નાથ ! અમારું રક્ષણ કરો, રક્ષણ કરો એમ કરુણ સ્વરે બોલતા નારકોને યાદ દેવડાવાય છે કે હે પાપીઓ! નિર્દોષ ભયભીત જીવોને મરાવીને તેનું માંસ ભક્ષણ કરેલ તે શું તમે ભુલી ગયા. અથવા જેવું બીજાનું ઈચ્છાય છે તેવું પોતાનું થાય છે. ૧૯. સ્વયં દુઃખ પામલા નારકોને નરકમાં ભયંકર કદર્થના તો છે જ. તે ઉપરાંત વરાકડા નારકોને તાવની અંદર હેડકી સમાન બીજી પરમાધામીઓની કદર્થના વધારાની પ્રાપ્ત થાય છે. ૨૦.
Page #67
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
તિર્યંચ ભવના દુઃખો અમાપ દુઃખમાંથી નીકળીને ભવાંતરમાં જતા નારકોના જીવો એકેન્દ્રિયથી માંડીને ચઉરિન્દ્રય સુધીમાં ઉત્પન્ન થાય છે. ૨૧. જેમ વાદમાં કુવાદીઓ પરાભવ પામે તેમ વિકસેન્દ્રિયમાં આવ્યા પછી ઘણા દમનને પામે એવા સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. અને હંમેશા નપુંસક વેદને અનુભવે છે. ર૨. વિકસેન્દ્રિયના ભવમાં કાયસ્થિતિને જિતવાની (ખપાવવાની) ઈચ્છાથી ભેદન–છેદન–ઘાત વગેરે દુઃખોની અનંત પરંપરાને પામે છે એમ હું માનું છું. ર૩. કાયસ્થિતિ જીર્ણ થયા પછી (ખપી ગયા પછી) અનંતકાળે જીવો નક્કીથી પંચેન્દ્રિય પશુ યોનિમાં ઉત્પન્ન થાય છે. ૨૪. જેમ શેત્રરંજના પટ ઉપર સોગઠીઓ બંધાય છે તેમ તે ભવોમાં પણ જાળ–વારી-દોરડા-પાશ વગેરે બંધનોથી ઘણાં પ્રકારે બંધાય છે. ૨૫. જેમ શાકિનીઓ સર્ષપ (રાઈ)થી તાડન કરાય છે તેમ લોકો વડે આર, અંકુશ, કશ, કંબા, લાકડી વગેરે સાધનોથી કઠોર અને નિર્દયપણે તાડન કરાય છે. ૨૬ જેમ દરજી કાતરથી વસ્ત્રોને કાપે છે તેમ પશુપાલકો તેઓના ગલ-કંબલ પીઠ-વૃષણ-કાન વગેરેને નિર્દયપણે કાપે છે. ૨૭. જેમ જિનાદિની આશાતના કરનારા જીવો કર્મના ભારથી ભરાય છે તેમ ભૂખ-તરસથી પીડાયેલા પશુઓ ગળામાં અને પીઠમાં મહાભારથી ભરાય છે. ૨૮. જેમ નિર્દય લેણદાર કરજદારને પડે છે. તેમ દમન કરવાની ઈચ્છાથી નવ યૌવનને પામેલા પશુઓને લંઘન કરાવે છે. ર૯. જેમ વાંસ તડતડ શબ્દ કરતા અગ્નિમાં સળગે છે તેમ શરણ વિનાના તિર્યચો પ્રલયકાળના અગ્નિ સમાન દાવાનળમાં વારંવાર સળગે છે. ૩૦. સ્વયં જ ભૂખ તરસથી પીડાયેલા તિર્યંચો બીજા લોકો વડે પીડા કરાય છે. અથવા ભાગ્ય દુર્બળનો ઘાતક છે. ૩૧. જેમ ધનવાન ગામડિયો ગામમાંથી નગરમાં આવે છે તેમ દુઃખ અને વેદના ભોગવીને ઘણાં કર્મો ખપાવીને ત્યાંથી નીકળેલા તિર્યંચો મનુષ્યભવમાં આવે છે. ૩૨. તિર્યંચના ભવમાં પણ ગર્ભાવાસ અને યોનિમાંથી નીકળવાના જે દુઃખો અનુભવાય છે તે મનુષ્યના બીજા સર્વ દુઃખોની સાથે સરખાવી શકાય તેમ નથી. અર્થાત્ મનુષ્ય જન્મ અને ગર્ભાવાસના દુઃખો ઘણા આકરા છે. ૩૩. અગ્નિ સમાન મનુષ્યભવના દુઃખો લાલચોળ તપાવાયેલી સોય શરીરના રોમમાં ભોંકવામાં આવે અને જે પીડા થાય તેના કરતા આઠગણી પીડા ગર્ભવાસમાં થાય છે. ૩૪. ગર્ભાવાસના દુઃખ કરતા અનંતગણું દુઃખ જીવને યોનિમાંથી બહાર નીકળતા થાય છે. ૩૫. બાળપણમાં દાંત ઉગવાથી જીવોને ઘણું દુઃખ થાય છે. પછી કુમારાવસ્થામાં ક્રિીડાને કારણે શરીરનું ઘણું દુઃખ પ્રાપ્ત થાય છે. ૩૬. જેમ ભમરાઓ ફુલોના રસ માટે સ્થાને સ્થાને ઘણાં ભમે છે તેમ યુવાવસ્થા લલનાની લોલ લોચન લક્ષ્મીને માણવા ઘણું ભમે છે. ૩૭. જેમ લાખ ઝરી ગયા પછી વૃક્ષો ક્ષીણ થાય છે તેમ અસ્થાને ઉત્પન્ન થયેલી વિષયની ઈચ્છા નિષ્ફળ થયે છતે દિવસે દિવસે યુવાન શરીરથી ક્ષીણ થાય છે. ૩૮. જેમ તપાસ કર્યા વિના અસ્થાને ચોરી કરનારા જીવો વિનાશને પામે છે. તેમ અસ્થાનને પ્રાપ્ત કરીને ફળ મેળવ્યા વિના જ જીવો વિનાશને પામે છે. ૩૯. અને વળી– જેમ અશોકવૃક્ષના ફૂલોનો સમૂહ ફળ પામતો નથી તેમ પુણ્યહીન પુરુષના વ્યાપાર, રાજાની સેવા, ખેતી, અગ્વાદિનું પોષણ, સમુદ્રની સફર, રોહણાચલ ભૂમિનું ખનન, સતત ધાતુઓનું ધમવું, રસના કૂવામાં
૧. એકેન્દ્રિયઃ નરકના જીવો નરકમાંથી ઉદ્વર્તીને સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય કે તિર્યંચમાં જ આવે છે. તેમાં આવ્યા પછી એકેન્દ્રિય વગેરે ગતિમાં જાય છે. સીધા એકેન્દ્રિય વગેરે ગતિમાં જતા નથી. ૨. કાયસ્થિતિ : પૃથ્વીકાય વગેરે એકેન્દ્રિય મરીને પાછો પૃથ્વીકાય એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તે કાયસ્થિતિ.
Page #68
--------------------------------------------------------------------------
________________
૬૩
સર્ગ-૩ ઉતરવું, મંત્ર-તંત્રનો પ્રયોગ, ભવિષ્યકથન, તથા વણિકની નિત્ય સેવા, શસ્ત્ર અને શાસ્ત્રમાં કશલપણું. ચિત્રાદિનું આશ્ચર્યકારી વિજ્ઞાન તથા રોગીની ચિકિત્સા વગેરે વ્યવસાયો ફળ આપતા નથી. અર્થાત્ જો પુણ્ય ન હોય તો સઘળા વ્યાપારો નિષ્ફળ નિવડે છે. ૪૩. બીજા કેટલાક ઘરના ચારેય ખૂણામાં ઘણાં પ્રકારે સુધાની પીડાને અનુભવતા હોવાથી તથા હંમેશા ક્રોધી ભાર્યા વડે ખેદ પમાડાતા હોવાથી મુખ લઈને (કોઈને કહ્યા વિના) દૂર દેશાંતર ચાલ્યા જાય છે. અને પછી ત્યાં મરણ પામે છે કેમ કે ખેદથી બીજું કંઈ દુઃખકર નથી. ૪૫. જેમ કોઢવાળા શરીરમાં માખીઓ જાળને રચે છે તેમ પ્રાયઃ વૃદ્ધાવસ્થામાં દુઃખ વિશેષથી જીવને દુઃખી કરે છે. ૪૬. અથવા બુદ્ધિની સાથે શરીરનો સંકોચ થાય છે, ગતિની સાથે બે આંખો નિરંતર મંદ પડે છે. ૪૭. અમારો ગુણ (વર્ણ) સફેદ છે અને તેને કેશોએ ગ્રહણ કર્યો તેથી લજ્જા પામીને દાંત અગાઉથી નક્કીથી ચાલ્યા જાય છે. ૪૮. ક્યારેક હિતની બુદ્ધિથી પુત્રોને જો કંઈક શિખામણ આપે ત્યારે પુત્રો તેને કહે છે– હે વૃદ્ધ! મૌન ધરીને કેમ નથી બેસતો? ૫૦. પુત્રો પિતાને કહે છે– તમે કૂતરાની જેમ ભસ–ભસ કરીને અમારા બે કાન ખાઈ જાઓ છો. ૫૧. તમે અમારા પિતા છો એમ લોકમાં જણાવતા અમે ઘણી લજ્જા પામીએ છીએ. પર. જેના પ્રસાદથી સર્વ સુવર્ણના આભૂષણો પ્રાપ્ત કરનારી પુત્રવધૂઓ તેવી અવસ્થાને પામેલા સસરાને જોઈ જોઈને લાજ કાઢવી તો બાજુ પર રહી, ઉલટાની અવજ્ઞાથી પોતાની નાસિકા મરડીને મુખમાંથી ઘૂ ઘૂ એમ ધૂત્કાર કરે છે. પ૩. પત્ની પણ દિવસમાં એકવાર વધ્યો ઘટયો આહાર લાકડાના પાત્રમાં નાખીને રંકની જેમ આપે છે. અર્થાત્ પતિને ભિખારી સમજીને આપે છે. ૫૪. જેમ ઘૂણ લાકડાને કોરી ખાય તેમ ભૂતા, અતીસાર, પણજ, ક્ષય, કોઢ, તાવ વગેરે રોગો શરીરને નિઃસાર કરી દીએ છે. પ૫. આ પ્રમાણે મનુષ્ય ભવના દુઃખો લેશથી બતાવ્યા અથવા તલમાંથી શ્યામલા કેટલા વીણાય? ૫૬.
દેવભવના દુઃખો જેમ કાચના ટૂકડામાં મણિના ગુણો હોતા નથી તેમ દેવભવમાં પરમાર્થથી નિશ્ચિતપણે સુખનો લેશ નથી. પ૭. તે આ પ્રમાણે- અલ્પ ઋદ્ધિવાળા દેવો બીજાની સંપત્તિ જોઈને શોક કરે છે. દુર્જનની જેમ તેની સંપત્તિ પડાવી લેવા માત્સર્યથી પ્રયત્ન કરે છે. પ૮. જેમ રાવણ સીતાને ઉપાડી ગયો તેમ કેટલાક ગાઢ રાગાંધ દેવો બીજાની રૂપવતી દેવીને ઉપાડી જાય છે. ૫૯. પછી શક્તિશાળી દેવો વડે પ્રહાર કરીને જર્જરિત કરાયેલા જાણે મરવા જેવા ન થયા હોય તેવી છેલ્લી દશાને પમાડાય છે. પરંતુ દેવો અનપવર્ય આયુષ્યવાળા હોવાથી આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી મરતા નથી. (આમ છતાં એક વખતના પ્રહારથી તેને છ માસ સુધી વેદના થઈ શકે.) ૬૦. જેમ રાજા કુટુંબી (ખેડૂત– સામાન્યજન)નું સર્વસ્વ હરી લે છે તેમ કોઈ બળવાન દેવ દોષ ઉભો કરીને નિર્બળ દેવનું સર્વસ્વ લૂંટી લે છે. ૬૧. પછી દીનમુખા દેવો તેના બે પગમાં પડીને કરુણ સ્વરે વિનવે છે કે હે સ્વામિન્! પોતાના દાસ ઉપર કૃપા કરો. ૨. ફરી અમે આવો અપરાધ નહીં કરીએ ક્ષમા કરો, મોટાઓનો ક્રોધ નમન સુધી રહે છે. ૬૩. જેમ કાયર પુરુષોના હૃદયો યુદ્ધમાં ભાંગી પડે છે તેમ માળાનું કરમાવું, તંદ્રા, અંગનો ભંગ, ઉદાસીનતા, કલ્પવૃક્ષનો કંપ, કામક્રોધનું વધવું. શ્રી અને લજ્જાનો નાશ વગેરે ચ્યવનના ચિહ્નો જોઈને દેવોના હૈયા ભાંગી પડે છે. ૬૫. જેમ નારકો કુંભમાં વસે છે તેમ સ્વર્ગના સુખોને છોડીને તપેલા લોખંડ જેવી અશુચિની ખાણ માનવની કુક્ષિમાં વસવું પડે છે. ૬ ૬. રત્નમય સ્તંભવાળા મણિની ભૂમિવાળા વિમાનમાં રહીને સર્પના બિલોથી ભરેલી
૧. શ્યામલા : સામો નામનું કાળાવર્ણનું કડ ધાન્ય.
Page #69
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૬૪ ઘાસની ઝૂંપડીમાં કેવી રીતે વસાય? ૬૭. હાહા-હૂહૂ થી યુક્ત દેવીઓના ઉત્તમ ગીતો સાંભળીને ગધેડાના અવાજ જેવા અવાજને કેવી રીતે સંભળાય? ૬૮. મુનિઓના મનનું હરણ કરે તેવી સુંદર રૂપલક્ષ્મી જેવી દેવાંગનાઓને જોઈને કોયલ જેવી કાળી ચાંડાલણીઓને કેવી રીતે જોવાય? ૬૯. દિવ્ય અને પારિજાત કલ્પવૃક્ષના ફૂલોની સુગંધને સૂંધ્યા પછી દારૂ બનાવનારા જેમ દારૂની ગંધ સહન કરે તેમ અશુચિની ગંધ કેવી રીતે સહન કરાય? ૭૦. વિચાર માત્રથી ઉપસ્થિત થતા દિવ્ય રસોવાળા ભોજન કરીને ડુક્કરોની જેમ દુર્ગધ મારતા આહારનું ભોજન કેવી રીતે કરાશે? ૭૧. કામનું ઘર કોમલાંગી દેવીઓનું આલિંગન કરીને હવે કઠોર શરીરવાળી સ્ત્રીઓનું કેવી રીતે આલિંગન કરાશે? ૭ર. પૃથ્વીકાય, અપ્લાય અને વનસ્પતિકાયમાં પોતાની ઉત્પત્તિને જોઈને હૃદય સેંકડો ટૂકડા નથી થતું તે આશ્ચર્ય છે. ૭૩. દેવલોકનું સુખ પરાધીન અને ક્ષય પામનારું હોવાથી અર્થાત્ નવું ઉત્પન્ન ન થતું હોવાને કારણે દેવગતિમાં પણ સુખ નથી. કેમકે ઘેર ઘેર માટીના જ ચૂલા છે. ૭૪.
જેમ વહાણ સમુદ્રનો પાર પમાડે તેમ સંસારથી પાર પમાડવા અને દુ:ખના ક્ષય માટે જૈનધર્મ આરાધવો જોઈએ. ૭૫. જેમ લોકાકાશ અને અલોકાકાશના ભેદથી આકાશ બે પ્રકારે છે તેમ સાધુધર્મ અને શ્રાવકધર્મના ભેદથી જૈનધર્મ બે પ્રકારનો છે. ૭૬. પૂર્વાદિ દિશાઓના જેમ દશ પ્રકાર છે તેમ ક્ષાંતિ, માનનો પરિત્યાગ, આર્જવ, લોભનો નિગ્રહ, તપ, સંયમ, સત્ય, શૌચ દ્રવ્યનો ત્યાગ, (અર્થાત્ અપરિગ્રહ) અબ્રહ્મની વિરતિ એમ સાધુનો સર્વવિરતિ ધર્મ દશ પ્રકારે છે. ૭૮. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, અને ચાર શિક્ષાવ્રતના ભેદથી શ્રાવક ધર્મ બાર પ્રકારનો છે. ૭૯. પ્રાણાતિપાત, અસત્ય, અદત્તાદાન, અબ્રહ્મ અને પરિગ્રહનો એક દેશથી (સ્થૂળથી) ત્યાગ કરવો તે પાંચ અણુવ્રત છે. ૮૦. બંધ, વધ, ચામડીનો છેદ, અતિભારનું આરોપણ, તથા ખાવાપીવાનું ન આપવું તે પ્રથમ અણુવ્રતના પાંચ અતિચાર' છે.
(૧) કન્યા (૨) ગાય (૩) ભૂમિ સંબંધી જૂઠું બોલવું (૪) પારકાની થાપણ ઓળવવી અને કૂટ સાક્ષી પૂરવી આ પાંચ મોટા જૂઠાણા છે. ૮૨. એકાએક ઉપયોગ વિના જૂઠું બોલાય જાય, કોઈની ખાનગી વાત પ્રગટ કરવી, સ્ત્રીની ગુપ્તવાત કહેવી, મૃષા ઉપદેશ આપવો, ખોટા લેખો લખવા તે બીજા વ્રતના અતિચારો છે. ૮૩. ભેળસેળ કરવી, ચોરે ચોરી લાવેલ માલને ખરીદવો, ખોટા તોલમાપ રાખવા ચોરને ચોરી કરવાની પ્રેરણા કરવી, શત્રુના રાજ્યમાં જવું એ ત્રીજા વ્રતના અતિચારો છે. ૮૪. શ્રાવકને અબ્રહ્મની વિરતિ બે પ્રકારે છે. ૧. પોતાની સ્ત્રીથી સંતુષ્ટ રહેવું અથવા ૨. પરસ્ત્રીગમનનો ત્યાગ ૮૫. વિધવા ઈત્વરિકા સ્ત્રી (થોડા કાળ માટે રાખેલી) અનંગક્રીડા તથા બીજાના લગ્ન કરાવવા અને કામનો તીવ્ર અભિલાષ એમ પાંચ અતિચારનો શ્રાવક ત્યાગ કરે. ૮૬. ધનધાન્ય-ક્ષેત્ર–વાસ્તુ-દ્રવ્યસુવર્ણ-કુષ્યદ્વિપદ-ચતુષ્પદ એમ નવ પ્રકારનો શ્રાવકનો પરિગ્રહ છે. ૮૭. ધન-ધાન્ય એ બેનું બંધન, ક્ષેત્ર-વાસ્તુ એ બેનું યોજન, રૂપ્ય અને સુવર્ણ એ બે નું દાન, દ્વિપદ અને ચતુષ્પદનું ગર્ભાધાન અને કુષ્યની ભાવથી વૃદ્ધિ તે પાંચમાં વ્રતના અતિચાર છે. ૮૮. જેમકે ધાન્યની નાની ગુણીઓ ખાલી કરી મોટી ગુણીઓ ભરીને સંખ્યા ઘટાડી દેવી. ક્ષેત્ર અને સીમ વચ્ચેની દિવાલ કાઢીને સંખ્યા ઘટાડી દેવી. સુવર્ણ અને રૂપાને બીજાના નામે ચડાવી દેવું, કુષ્યમાં થાળી વગેરેને ગાળીને મોટી બનાવીને સંખ્યાનું પ્રમાણ જાળવી રાખવું, દ્વિપદ–ચતષ્પદ વગેરેનું ગર્ભાધાન કરાવીને સંખ્યાનું ઉલ્લંઘન કરવું. ચોમાસા વગેરે કાળમાં નીચે ઉપર, તિરછી દિશામાં જે પ્રમાણ કરવું તે પ્રથમ ગુણવ્રત છે. તપેલા લોખંડના ગોળા જેવા ગૃહસ્થને દિશાઓમાં
૧. અતિચાર : અંશથી વ્રતનો ભંગ અને અંશથી અભંગ જેમાં હોય તે અતિચાર ગણાય. અર્થાતુ સંપૂર્ણ ભંગ ન હોય.
Page #70
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૩
૬૫ ગમન કરવું વર્જય છે. ૮૯. ઉપર-નીચે અને તિરછી દિશાના માનનું અતિક્રમણ કરવું અને સેવકને મોકલવો, વિસ્મરણ થવું અને ક્ષેત્રની વૃદ્ધિ કરવી એ પાંચ દિવ્રતના અતિચાર છે. ૯૦. અન-ફૂલ વગેરે એકવાર ભોગવાય તે ભોગ કહેવાય, ઘર વગેરે વારંવાર ભોગવાય તે ઉપભોગ કહેવાય. ૯૧ તે બેનું ભોગથી અને કર્મથી પરિમાણ નક્કી કરવું તે ભોગપભોગ વિરમણ વ્રત નામનું બીજું ગુણવ્રત છે. ૯૨. અજ્ઞાત ફળ, ફૂલ, અનંતકાય, માંસ, મદિરા, માખણનું ભોજન અને રાત્રિ ભોજનનો ત્યાગ કરવો જોઈએ. ૯૩. વિવેકી પુરુષ ઉબર, વડ, પીપળી, કાકોદુંબર, વગેરે વૃક્ષના અને પ્લેક્ષના ફળોનું ભક્ષણ ન કરે કેમકે આના ફળોમાં ઘણાં કૃમિઓ હોય છે. ૯૪. સચિત્ત અને સચિત્તથી પ્રતિબદ્ધ વસ્તુ, તુચ્છ–ઔષધિ, અપકવદુષ્પકવ ભોજન એમ ભોજનના પાંચ અતિચાર છે. ૯૫. અંગારકર્મ વગેરે પંદર કર્માદાનો કર્મથી અતિચાર છે. અને તે ઈટને પકાવવી, ઘડા-કાંસા-લોખંડ અને સુવર્ણને ઘડવું સ્વરૂપ છે. ૯૬. ભટ્ટી ચલાવવી અને તાંબુ સીસું ઓગાળી વસ્તુઓ બનાવવી વગેરે કર્મોમાં અંગાર કર્મ કારણ બને છે. તેથી તેને પણ અંગારકર્મમાં ગણાય છે. ૯૭. ફળ-ફૂલ–પત્રને ચૂંટીને તથા વનને કાપી અને ઉછેરીને, અનાજ પીસીને, વનમાં વૃક્ષો વાવીને આજીવિકા ચલાવવી તે વનકર્મ કહેવાય છે. ૯૮. ગાડાં. ગાડાના પૈડાં વગેરે ભાગ. ધરી. ચક્ર વગેરે બનાવીને વેંચીને તથા માલની હેરફેર કરીને જે આજીવિકા ચલાવવી તે શકટ કર્મ કહેવાય. ૯૯. પાડા, વાહન, ઊંટ, અશ્વ, બળદ, ખચ્ચર વગેરે પશુઓ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ લઈ જવો તે ભાટકક્રિયા કહેવાય. ૪00. હળ, કોદાળી, વગેરેથી પૃથ્વીને ફાડવું તથા ઘણ અને ઘણના ટાંકણાથી પથ્થરોને ફોડવા તે સ્ફોટન કર્મ કહેવાય. ૪૦૧. આકરમાં જઈને ત્રસ જીવોના દાંત, કેશ, નખ, વગેરેને તથા મોતી અક્ષ, શંખ, શક્તિ વગેરેનું ગ્રહણ કરવું તે દંતવિક્રય કહેવાય. ૪૦૨. કુસુંભ, ઘાતકી, લાખ, નીલ, મન:શીલ વગેરે અને બીજા સંસક્ત પદાર્થોનો વ્યાપાર તે લાક્ષાવાણિજ્ય કહેવાય. ૩. મધ, મધ, ચરબી, માંસ, માખણ વગેરેનો વ્યાપાર રસવાણિજ્ય કહેવાય. પણ ઘી, તેલ વગેરેનો વ્યાપાર રસવાણિજ્ય ગણાતો હોવા છતાં દોષવાળો નથી. ૪. મનુષ્ય, હાથી, બળદ, અશ્વ, ઊંટ વગેરેનો તથા પક્ષીઓનો પણ જે વ્યાપાર છે તે કેશવાણિજ્ય કહેવાય. ૫. જંગમ અને સ્થાવર વિષ તથા મન:શીલ, લોખંડ, અસ્ત્ર, હરિતાલ વગેરેનું વેચાણ કરવું તે વિષવાણિજ્ય કહેવાય. દ. જવ, શેરડી, ઘઉં, તલ વગેરેનું યંત્રોમાં પીલાણ કરી આપવું અથવા કરાવી આપવું તે યંત્રપાલન કર્મ છે. ૭. નાકનું વધવું, અંડકોષને કાપવું, તથા શોભા માટે ગલ-કંબલ અને કાનનો છેદ કરવો તે નિલંછન કર્મ કહેવાય. ૮. ધર્મના હેતુ કે વ્યવસાયથી નવા ઘાસની વૃદ્ધિ માટે ઘાસના ક્ષેત્રને સળગાવવું તે દાવાગ્નિ કહેવાય. ૯. અરઘટ્ટ વગેરે યંત્રોથી સરોવર-નદીના પાણીથી જવ અને શાલિના ખેતરોનું સિંચન કરવું તે સર:શોષ કર્માદાન કહેવાય. ૧૦. ક્રિીડા માટે કૂતરા વગેરેનું પાલન અને ધનના હેતુથી અશ્વ-ઊંટ-દાસીઓ વગેરેનું પોષણ કરવું તે અસતી પોષણ કર્મ છે. ૧૧. વિવેકહીન મનુષ્ય આવી પ્રવૃત્તિથી કર્મ બાંધે છે તેથી આવા વ્યવસાયને કર્માદાન કહેવાય છે. ૧૨. આર્તધ્યાન, કૃપાણ (તલવાર) આદિનું દાન, પાપનો ઉપદેશ, પ્રમાદનું આચરણ એમ અનર્થદંડ ચાર પ્રકારે છે. ૧૩. કંદર્પ, સંયુક્ત અધિકરણતા, મૌખર્ય, કૌત્કચ્ય તથા ભોગની આસક્તિ એમ અનર્થદંડ વ્રતના પાંચ અતિચાર છે. ૧૪. સર્વસાવધયોગ અને આર્ત તથા રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરીને અંતઃમુહૂર્તકાળ સુધી સમભાવમાં રહેવું તેને સામયિક વ્રત કહે છે. ૧૫. મનની દુપ્રણિધાનતા, વચનની દુપ્રણિધાનતા,
૧. આકરઃ જે વસ્તુની જ્યાં પ્રચુરપણે ઉપલબ્ધિ થતી હોય તે તે વસ્તુની આકર ગણાય. ૨. સંસક્તઃ ચોંટાળવામાં કામ આવે તેવા પદાર્થો.
Page #71
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૬૬
કાય દુઃપ્રણિધાનતા, સ્મરણ ન રહેવું તથા સામાયિકનો કાળ પૂરો ન કરવો એમ સામાયિકના પાંચ અતિચાર છે. ૧૬. દિગ્વિરતિવ્રતમાં રોજે રોજ સંક્ષેપ કરવો તે દેશાવગાસિક વ્રત છે. ૧૭. સેવકની પાસે વસ્તુ મોકલાવવી કે મંગાવવી, શબ્દ કરવો, રૂપનો અનુપાત કરવો (હું અહીં રહ્યો છું એવું જણાવવા અવાજ, ખોખારો કરવો પોતાની જાતને બહાર પ્રગટ કરવી) અને પુદ્ગલનો પ્રક્ષેપ કરવા સ્વરૂપ પાંચ અતિચાર છે. ૧૮. આઠમ વગેરે પર્વતિથિએ અબ્રહ્મ, ભોજન અને વ્યાપારનો ત્યાગ કરવો તથા શરીરસત્કારનો ત્યાગ કરવો એમ પૌષધવ્રત ચાર પ્રકારે છે. ૧૯. જોયા–પ્રમાર્ષ્યા વિના લેવું–મૂકવું, પરઠવવું, સંથારો કરવો, સ્મૃતિનો ઉપયોગ ન રાખવો અને અનાદર થવો એમ પૌષધના પાંચ અતિચાર છે. ૨૦. સાધુઓને બહુમાનપૂર્વક શુદ્ધ અન્ન-પાન-વસ્ત્ર-પાત્ર-વસતિ વગેરેનું દાન કરવું તે અતિથિસંવિભાગ વ્રત કહેવાયું છે. ૨૧. દેવા યોગ્ય વસ્તુને સચિત્ત વસ્તુથી ઢાંકી દેવી, સચિત્તમાં મૂકવી, આ વસ્તુ બીજાની છે એવું બાનું કાઢવું, માત્સર્યપૂર્વક દાન દેવું, કાળ વેળાનું ઉલ્લંઘન કરવું એ અતિથિસંવિભાગ વ્રતના પાંચ અતિચાર છે. ૨૨. જેમ કર્મથી મુકાયેલ આત્મપ્રદેશો શુદ્ધ થાય છે તેમ પાંચ-પાંચ અતિચારોથી રહિત વ્રત શુદ્ધ થાય છે. ૨૩. સમ્યક્ત્વનું સ્વરૂપ
જેમ સંપૂર્ણ મહેલનો આધાર પાયો છે અથવા વાહનનો આધાર ધૂરા છે તેમ આ બંને પ્રકારના ધર્મનું મૂળ સમ્યક્ત્વ કહેવાયું છે. ૨૪. સમ્યક્ત્વ આત્માનો પરિણામ છે. તે સૂત્ર અને અર્થની રુચિ સ્વરૂપ છે. જેમ ચેતનાદિ લક્ષણોથી ચેતન જણાય છે તેમ શમાદિ લક્ષણોથી સમ્યક્ત્વ જણાય છે. ૨૫. જેમ સાધુને પાંચ મહાવ્રતો છે તેમ પ્રશમ, સંવેગ, નિર્વેદ, કરુણા અને આસ્તિક્ય એમ સમ્યક્ત્વના પાંચ લક્ષણો છે. ૨૬. જેમ સમ્યગ્દર્શન-જ્ઞાન– ચારિત્રથી મોક્ષમાર્ગ છે તેમ દર્શન–મોહનીય કર્મના ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમથી સમ્યક્ત્વ છે. ૨૭. જેમ કાજળ વગેરેથી સફેદ વસ્ત્ર દૂષિત થાય છે તેમ શંકા, કાંક્ષા, વિચિકત્સા, મિથ્યાદષ્ટિનો સંસ્તવ અને પ્રશંસાથી સમ્યક્ત્વ દૂષિત થાય છે. ૨૮. જેમ કલ્પવૃક્ષોથી નંદનવન શોભે છે તેમ ધર્મની દઢતા, શાસનની પ્રભાવના, દેવગુરુની ભક્તિ, વિધિની કુશળતા અને તીર્થની સેવાથી જૈન શાસન દીપી ઉઠે છે. ૨૯. ફોતરાનું ખાંડવું, હાથીનું સ્નાન, વનમાં ગાયન, વનમાં કાસ પુષ્પોનું ખીલવું, કૃપણ શિરોમણિ પાસે પ્રાર્થના (ધનની યાચના કરવી) આંધળાની આગળ નૃત્ય, બહેરાની આગળ જાપ વગેરે સર્વ અનુષ્ઠાનો નિષ્ફળ થાય છે તેમ સમ્યક્ત્વ વિના સર્વ ધર્મ અનુષ્ઠાનો માટીમાં મળી જાય છે. જેમ ચંદ્ર વિના રાત્રી શોભતી નથી તેમ સમ્યક્ત્વ વિના ચારિત્ર શોભતું નથી. જેમ રાજા વિના રાજ્ય, પતિ વિના મૃગાક્ષી શોભતી નથી તેમ સમ્યક્ત્વ વિના ધર્મ શોભતો નથી. ૩૨. જે આત્માઓ સમ્યક્ત્વને ધારણ કરતા હોય છે તેઓએ પછી તુરત મોક્ષ આપનાર સાધુપણાને ગ્રહણ કરવું જોઈએ. સાધુપણું ન પાળી શકે તેણે પરંપરાએ મુક્તિને આપે તે શ્રાવક ધર્મ આરાધવો જોઈએ. પ્રથમ સોપાન ઉપર આરૂઢ થયેલ જીવ ક્રમથી મહેલ ઉપર ચડે છે. ૩૪. શ્રાવકપણું ન પાળી શકે તેણે પણ સમ્યક્ત્વ ધર્મની આરાધના કરવી જોઈએ કેમ કે તે લાંબે કાળે મોક્ષને આપે છે. શું પ્રાપ્ત થયેલ નિધાન ઉપકાર ન કરે ? અર્થાત્ કરે. ૩૫.
એટલામાં બિલ માટે રાખેલ શ્રેષ્ઠ અખંડ કલમ ચોખાને દુર્બળ સ્ત્રીઓએ ખાંડી અને છળીને ફોતરા વગેરેથી શુદ્ધ કરીને તૈયાર કર્યા. ૩૬. રાજાના ઘરે આઢક પ્રમાણ બલિ તૈયાર કરીને પૂર્વના દ્વારથી સમવસરણમાં લઈ ગયા. તે વખતે પ્રભુએ દેશના પૂરી કરી. પુણ્યને વશ કરવા માટે બલિના બાનાથી જાણે યોગચૂર્ણ ન નાખતા હોય તેમ દેવોએ તેમાં (બલિમાં) જ ઉગ્ર સુગંધિ ગંધોને નાખ્યા. ૩૮. આવા પ્રકારનો
Page #72
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૩.
૬૭ આચાર હોવાથી બલિ આકાશમાં ઉછાળાયો. પછી દિવસે પણ આકાશ ક્ષણવાર તારામય થયું. ૩૯. પછી બલિ વેગથી નીચે પડ્યો. જેમ અગાધ પાણીમાં પડીને તારુઓ મણિઓને લઈ લે તેમ તેમાંથી અડધો ભાગ દેવોએ પડે તે પૂર્વે લઈ લીધો. ૪૦. બાકીના વધેલા અડધા બલિમાંથી અડધો ભાગ રાજાએ ગ્રહણ કર્યો. બાકી રહેલા ભાગને લોકોએ લીધો. કેમકે ધર્મ કે કર્મમાં ક્રમ પ્રમાણે વસ્તુની પ્રાપ્તિ થાય છે. ૪૧. બલિનો એક દાણો જેના માથા ઉપર પડે તેના માથાના રોગો નાશ પામી જાય અથવા તો રોગ ન થયા હોય તો છ મહિના સુધી નવા રોગો થતા નથી. (આવો બલિનો પ્રભાવ છે.) ૪૨. સ્વામીની દેશનાથી જૂરપણ જીવો બોધ પામ્યા. સૂર્યનો ઉદય થાય ત્યારે શું ઉંઘણશી જાગતો નથી? અર્થાત્ જાગે છે. ૪૩.
પછી ત્રણ જગતના ગુરુ ભગવાન પાસે મિથ્યાત્વ ગરલ છોડીને રાજાએ સમ્યગ્દર્શનરૂપી અમૃતને ગ્રહણ કર્યું. ૪૪. સારી રીતે મનને ભાવિત કરનાર અભયકુમારે પણ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરીને નમીને આ પ્રમાણે વિનંતી કરી. ૪૫. હે જિનેશ્વર ! હું હજુ દીક્ષા લેવા સમર્થ નથી. શું વાછરડો બળદ જેટલા ભારને ખેંચી શકે તેટલા ભારને ખેંચી શકે? અર્થાત્ ન ખેંચી શકે. ૪૬. તેથી હે સ્વામિન્! મને શ્રાવક ધર્મ આપો, કલ્પવૃક્ષ ન લઈ શકે તોયે શું કરી ન ખરીદી શકે. ૪૭. પ્રભુએ અભયને શ્રાવક ધર્મ આપ્યો. કેમકે જિનેશ્વરો લોકની પાસે યોગ્ય ધર્મ જ કરાવે છે. ૪૮.
પછી મેઘકમારે પણ પ્રભુને અંજલિ જોડીને ભક્તિપૂર્વક કોમળવાણીથી આ પ્રમાણે કહ્યું. ૪૯. હે પ્રભુ ! જન્મ–જરા-મૃત્યરૂપી જળચરોથી ભરેલા આ ભવસાગરમાંથી નીકળવા નૌકા સમાન મને દીક્ષા આપો. ૫૦. હે સ્વામિન્ ! માતાપિતાની અનુમતિ મેળવીને તમારી પાસે દીક્ષા લઈને પુષ્પની જેમ મનુષ્યભવને સફળ કરીશ. ૫૧ પછી ફરી જિનેશ્વરે કહ્યું તારા કાર્યમાં વિઘ્ન ન થાઓ. હે દેવાનાં પ્રિય! સંસારમાં ક્યાંય પણ રાગ કરીશ નહીં. પર. પરંતુ જો જિનેશ્વર ભગવાન સતત ધર્મદેશના આપે તો પણ શ્રમ-ઠંડી-ગરમી-તૃષા-સુધા અને ભયને ગણકાર્યા વગર શ્રોતાઓ જરા પણ કંટાળતા નથી અને સમવસરણમાં રહીને સર્વ પણ આયુષ્યને ખપાવે છે. ૫૪. પછી શરીરનો થાક ઉતારવા પ્રભુ દેવજીંદામાં ગયા. કેમકે તીર્થકરોને પણ જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી શ્રમ છે. ૫૫.
ત્યારપછી પાદપીઠ ઉપર બેસીને શ્રુતકેવલી ગૌતમ સ્વામીએ બીજી પરિસિમાં ધર્મદેશના કરી. ૫૬. અસંખ્ય ભવોને યથાર્થપણે પ્રતિપાદન કરતા, સમસ્ત લોકોના વિવિધ સંશયોને છેદતા ગૌતમ સ્વામી મહારાજા કેવળી નથી એમ છઘસ્થોએ ન જાણું. (છઘસ્થોએ તેમને કેવળી જાણ્યા કારણ કે કેવળીની અને ચૌદપૂર્વની દેશનામાં ભેદ હોતો નથી.) જેના ઉપર જિનેશ્વરનો હાથ મુકાય તેનામાં શું ન સંભવે ? દેશનાના અંતે રાજાઓ વગેરે લોકો યથાસ્થાને ગયા. આઠ પહોરની તીર્થ સેવાનો લાભ કોને મળે? ૫૮.
પછી મેઘકુમાર ઘરે જઈ, માતપિતાના પગમાં પડી આ પ્રમાણે જણાવ્યું. શું ફક્ત બીજાઓમાં વિનીતતા હોય? ૬૦. હે માતા ! મેં ઈન્દ્રોની શ્રેણીથી લેવાયેલ સ્વામીના ચરણકમળને નમસ્કાર કર્યા. તથા તેમના શ્રીમુખે દેશના સાંભળી. ૬૧. જેમ સૂર્યનો ઉદય થતા ઉચ્ચે આકાશમાં ઉદય પામેલું ચંદ્રમંડળ તેજ વિનાનું થાય તેમ મારું મન સંસારથી વિરક્ત થયું છે. ૨. તેથી મને દીક્ષાની અનુમતિ આપો. જેમ ઉત્તર સાધક વિના કાર્યની સિદ્ધિ થતી નથી તેમ તમારી સહાય વિના મારે વ્રતની સિદ્ધિ નથી. ૬૩. જે આવા કડવા વચનને સાંભળતી નથી તે આ માતા ધન્ય છે એટલે જ જાણે મૂચ્છના બાનાથી પૃથ્વી ઉપર ઢળી પડી. ૬૪. જેમ પાણીના સિંચનથી સુકાઈ ગયેલી વેલડી સજીવન કરાય તેમ ચંદનરસના સિંચનપૂર્વકના શીતળ પંખાના પવનોથી ધારિણી ચૈતન્યને પ્રાપ્ત કરાવાઈ. ૬૫. ગદ્ગ અક્ષરે બોલી: હે
Page #73
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૬૮
પુત્ર ! વિવિધ પ્રકારની માનતા માનીને તાળવૃક્ષના ફળની જેમ લોકમાં દુર્લભ પુત્ર એવા તને પ્રાપ્ત કર્યો છે. ૬ ૬. હે બંધ વત્સલ પુત્ર ! જેમ સમ્યક્ત્વના વિરહમાં ચારિત્ર નાશ પામે છે તેમ તારા વિયોગમાં મારું જીવિત ક્ષણથી જાય છે. ૬૭. હે માતૃવત્સલ પુત્ર ! જ્યાં સુધી હું જીવું ત્યાં સુધી તારી અમૃત સમાન દૃષ્ટિથી મારા અંગોને શાંતિ આપ. ૬૮. ચંદ્રલેખાની જેમ હું પરલોકમાં જાઉં પછી હે પુત્ર ! યોગીની જેમ બંધન વિનાનો તું દીક્ષા લેજે. ૬૯. હે હે બુદ્ધિમાન પુત્ર ! જો તું આ પ્રમાણે કરીશ તો તારા વડે કૃતજ્ઞતા કરાયેલી થશે આના વિશે વિશ્વસ્વામી ભગવાન જ દષ્ટાંતરૂપ છે. ૭૦. હે માતા ! તેં સાચું કહ્યું પરંતુ જ્યાં સુધી હું જીવું એવું જે વચન કહ્યું તે એકાંત અનિત્યાદિ આત્માની પ્રરૂપણા કરનાર વચનની જેમ ઘટતું નથી. ૭૧. કહ્યું છે કે— સંધ્યાના રાગ સમાન અથવા પાણીના પરપોટા સમાન જીવિત હોતે છતે કોનું પ્રથમ કે કોનું પછી મરણ થશે તેમ જણાતું નથી. ૭ર. સ્થવિરો પણ જીવે છે અને બાળકો પણ મરે છે. નીરોગીઓ મરે છે. રોગીઓ જીવે છે. ૭૩. હે માતા ! પોતાના પુત્ર ઉપર કરુણા કરીને મોટું મન રાખીને દીક્ષા લેવાની રજા આપ કેમ કે બોધિ સુદુર્લભ છે. ૭૪. ધારિણીએ કહ્યુંઃ પ્રકૃષ્ટ-રૂપ-સૌભાગ્ય—લાવણ્યની રસમુપિકા વિશિષ્ટ કુળમાં જન્મ પામેલી, તારા ઉપર સતત ભક્તિને ધરનારી, તારી સમાન વય, વર્ણ અને ગુણોથી વિભૂષિત, સંભોગ-કલા-કૌશલ્યમાં ચતુર એવી તારે આઠ સ્ત્રીઓ છે. ૭૬. હે પુત્ર ! તું તેઓની સાથે દેવોને પણ દુર્લભ મહાભોગોને ભોગવ. પછી તું પ્રભુ પાસે દીક્ષા લેજે. ૭૭. મેઘકુમારે કહ્યું ઃ તેં મને મનુષ્યભવના ભોગોનું નિયંત્રણ કર્યું તે પણ શરદઋતુના વાદળ અને વીજળીના ચમકારા સમાન છે. ૭૮. રાજ્ય ચરણની રજ સમાન તુચ્છ છે. ભોગો સાપની જેમ ભયંકર છે. કામો ઈચ્છવા યોગ્ય નથી. વિષયો અંતે વિષમાં પરિણમે છે. ૭૯. અને વિષયો શુક્ર-લોહી-વિષ્ઠા-મૂત્ર-શ્લેષ્મ-પિત્તાદિથી થનારા, અનિશ્ચિત, નાશ પામવાના ધર્મવાળા અથવા સમુદ્રમાં તરંગની જેમ અનિત્ય છે. ૮૦. સ્ત્રીઓ દુઃખે કરીને વારી શકાય એવી પાપરૂપી વેલડીઓને વધવા માટે વરસાદ સમાન છે. અશુચિના ઘડાની જેમ સજ્જનોને ગહણીય છે. ૮૧. નક્કીથી પહેલા કે પછી કોણ મરશે એ કોણ જાણે છે ? પાછળથી અવશ્ય છોડવા યોગ્ય વિષયોમાં રતિ શા માટે રાખવી? ૮૨. ધારિણીએ કહ્યું : હે વત્સ ! વિસ્તૃત સામ્રાજ્યની સાથે ઉત્તમ સુવર્ણ અને રજતમાં તને આનંદ કેમ નથી આવતો ? ૮૩. સવારના સૂર્ય સમાન માણિકય, હંસગર્ભ, ઈન્દ્રપુલક વગેરે વિવિધ રત્નો તારી પાસે છે. ૮૪. તું જેના માટે તપ તપવા ઈચ્છે છે તે સર્વ તારી પાસે છે. પ્રકામપણે ભોગવીને પછી તું સાધુ પાસે દીક્ષા લેજે. ૮૫. મેઘકુમારે કહ્યું ઃ પરમાર્થમાં લીન થયેલાઓને ક્ષણભંગુર પદાર્થોનું શું પ્રયોજન છે ? એને તે ક્ષણથી ચોર–અગ્નિ–ભાગીદાર અને રાજાને હાથ થાય છે. ૮૬. જેને ઉપાર્જન કરવામાં દુષ્ટબુદ્ધિ જીવો અહીં (આ લોકમાં) મહાપાપોને આચરે છે. તે પદાર્થોને છોડીને દુર્વાર કર્મોને બાંધીને નરકમાં ભમે છે. ૮૭. સમુદ્ર કયારેય પાણીથી તૃપ્ત થતો નથી. અગ્નિ કયારેય ઈન્ધનથી તૃપ્ત થતો નથી, મુગ્ધબુદ્ધિ જીવ કયારેય સંપત્તિથી તૃપ્ત થતો નથી. ૮૮. પોતાનું જીવન પણ કમળના પાંદડા ઉપર રહેલા પાણીના ટીપાં જેવું ચંચળ, તુચ્છ હોવા છતાં ઘાસ જેવા તુચ્છ સંસારના સુખ ઉપર શા માટે રાગ રાખવો ? ૮૯. કીર્તિને આપનાર હોવા છતાં પણ દુર્ગતિના હેતુ એવા આ રાજ્યથી સર્યું. જેનાથી કાન તૂટી જાય એવા સુવર્ણના આભૂષણોથી શું ? ૯૦. હે માતા ! જેનો આત્મા ઉપશમ પામી ગયો છે તેનું યૌવન પણ વૃદ્ધાવસ્થા જેવું આચરણ કરે છે. જ્યારે અનુપશાંત આત્માઓની વૃદ્ધાવસ્થા યૌવન જેવું આચરણ કરે છે અર્થાત્ શાંત આત્માને યુવાવસ્થામાં વિષયની તૃપ્તિ થઈ જાય છે. અશાંતોને વૃદ્ધાવસ્થામાં પણ કામ શાંત થતો નથી. ૯૬. ધારિણીએ કહ્યું : હે પુત્ર ! તો પણ તું સુકુમાર છે.
Page #74
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૩
૬૯ ચારિત્ર દુષ્કર છે કેમકે મેર સમાન ભારે પાંચ મહાવ્રતો વહન કરવાના છે. ૨. રાત્રિભોજનનો ત્યાગ કરવો પડે તથા નિર્મમત્વ રાખવું જોઈએ. મિત્રબંધુ સમાન શરીર ઉપર પણ નિઃપ્રતિકર્મના આચરવી પડે અર્થાત્ દીક્ષામાં શરીરનું લાલન પાલન છોડવું પડે અને માંડલીના પાંચ દોષોથી રહિત ભોજન કરવું જોઈએ તથા પરિગ્રહનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ. ૯૪. ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિનું પાલન કરવું જોઈએ. માસાદિ પ્રતિમાને વહન કરવી પડે અને દ્રવ્ય-ક્ષેત્ર વગેરેથી અભિગ્રહોનું પાલન કરવું જોઈએ. ૯૫. જીવનભર સુધી સ્નાનનો ત્યાગ કરવો પડે, પૃથ્વીતળ ઉપર શય્યા કરવી પડે ૯૬. અને ક્ષુધા વગેરે બાવીશ પરીષહો સહન કરવા જોઈએ. ૯૭. નિરંતર ઉપયોગપૂર્વક અઢાર હજાર શીલાંગોને વહન કરવા જોઈએ. ૯૮. તેથી હે વત્સકુમાર! દીક્ષા ગ્રહણ કર્યા પછી લોઢાના ચણા ચાવવા જેવું તથા રેતીના કોળિયા ભરવા જેવું કઠણ જીવન જીવવું પડે. ૯૯. બે ભુજાથી સમુદ્ર તરવાનો છે, ભયંકર પૂરવાળી ગંગાનદીને સામે પ્રવાહે તરવાની છે. ૫00. પગથી તીક્ષ્ણ ધારવાળી તલવાર ઉપર ચાલવાનું છે તથા સળગતી અગ્નિ જ્વાળામાં હેલાથી ચાલવા જેવું છે. ૫૦૧. હે સુકુમાર ! ત્રાજવાથી મેરુપવર્તને તોલવા જેવું છે. રાગાદિ ભયંકર શત્રુઓને એકસાથે જીતવાના છે. ૫૦૨. ઉપસર્ગ સહિત પરિષહોને જીતીને સ્તંભ ઉપર ચક્રના આરામાં ઉલટ–સૂલટ ભમતી પૂતળીઓને વિધવાની છે. ૩. ગાઢ નિકુંજમાં રહેલા દુઃખે કરીને લઈ શકાય તેવા વાંસ સુખેથી છેદી શકાય છે. દીક્ષા સુખપૂર્વક લઈ શકાય છે. પરંતુ શીલનો ભાર દુઃખે કરીને વહન કરી શકાય છે. ૪. વિશ્રામ કરતા કરતા લોકો ઘણાં ભારને વહન કરે છે પરંતુ શીલના ભારને માવજીવ સુધી વિશ્રામ લીધા વિના વહન કરવાનો છે. ૫. ચિરકાળથી નહીં આચરાયેલી જગતની જયપતાકા સ્વરૂપ આ દીક્ષા ગ્રહણ કરવાની છે. હે વત્સ ! આવા પ્રકારની ઉપમાઓથી આ દીક્ષાનું પાલન દુષ્કર છે. દ. મેઘકમારે કહ્યું હે માતા! તું જે કહે છે તે સત્ય જ છે એમાં કોઈ સંશય નથી જો એમ ન હોત તો બધા દીક્ષા લઈ લેત. ૭. પરંતુ જિનેશ્વર ભગવાને જે પ્રમાણે સંસારના દુઃખોનું વર્ણન કર્યુ છે તેમાનો એક અંશ પણ દીક્ષાપાલનમાં નથી. શું લવણ સમુદ્રની ખારાશ મારવાડના પાણીમાં છે? ૮. જેઓને કામભોગનું લાંપત્ય છે તેઓને તપાલન દુષ્કર છે. ૯. જેમ સુભટો પ્રહાર સહન કરે છે તેમ તેવા પ્રકારના નિર્વેદને પામેલા કલ્યાણના અભિલાષક શૂરવીરોને શ્રમણાચારો સુસહ છે. ૧૦.
આમ મેઘકુમારે સેંકડો સુયુક્તિઓથી માતાને સમજાવીને દીક્ષાની અનુજ્ઞા મેળવી. ૧૧. પછી પિતા પાસે મેઘકુમારે વિવિધ ઉપાયોથી રાજાની પાસે સંમતિ મેળવવા પ્રયત્ન કર્યો ત્યારે રાજાએ કહ્યું : ૧૨. હે પુત્ર! તું ભયથી ઉદ્વિગ્ન થયો છો તો પણ રાજ્યને ગ્રહણ કર. કૃતજ્ઞ મેઘકુમારે પિતાનું વચન માન્ય કર્યું કેમકે પિતા દુઃપ્રતિકાર છે અર્થાત્ પિતાની અવજ્ઞા ન કરાય. ૧૩. પિતાએ પરમોત્સવપૂર્વક મેઘકમારનો રાજ્યાભિષેક કર્યો. અથવા તેવા પ્રકારના જીવો કઈ કઈ યોગ્યતા નથી ધરાવતા ? ૧૪. હર્ષાવેશમાં આવેલ શ્રેણિક રાજાએ પૂછ્યું હે વત્સ! તારી મનપસંદ ચીજ શું છે તે કહે, હમણાં હું તારું શું કરું? ૧૫. દીક્ષા લેવામાં ઉત્સુક મેઘે કહ્યું : હે તાત કૃત્રિકાપણથી રજોહરણ પાત્રાદિ મંગાવો કેમ કે તપોરાજ્ય દુર્લભ છે. ૧૬. ઉપકરણો મંગાવીને રાજાએ ચૈત્યગૃહોમાં અષ્ટાત્મિક મહોત્સવ કરાવ્યો. કારાગૃહમાંથી કેદીઓને છોડાવ્યા અને અમારિ પ્રવર્તન કરાવ્યું. ૧૭.
પછી રણરણાટ કરતા ઘંટાના સમૂહના ટંકારના અવાજથી દિશાઓને ભરી દેતી, ચાર ગવાક્ષવાળી, ઊંચા સુંદર સ્તંભોવાળી, સ્થાને સ્થાને કાંતિના પૂરને રેલાવતા સુવર્ણ કળશોવાળી, શીતળ પવનથી ફરકતાં ધ્વજાઓનાં સમૂહવાળી, વિશાલ ઉત્તમ શિબિકા ઉપર જાણે એમ ન સૂચવતો હોય કે હું વિમાનમાં આરોહણ
Page #75
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૭૦ કરી રહ્યો છું એવી છટાથી રાજપુત્ર મેઘકુમાર આરૂઢ થયો. ૨૦. જેમ પૂર્વાચલના શિખર ઉપર સૂર્ય આરૂઢ થાય તેમ પૂર્વે મૂકેલ મુખ્ય સિંહાસન ઉપર આરૂઢ થયો. ૨૧. મનુષ્યો વડે વહન કરાતી શિબિકામાં બેઠેલો આ ચિત્તમાં નિશ્ચિલ થયેલ સમવસરણ તરફ ચાલ્યો. ૨૨. પ્રવર વેશ, ફુલોની માળા, ચંદન વગરના વિલેપન તથા વિવિધ આભૂષણોને ધારણ કરતા કુમારના ચક્ષુદોષના નિવારણ માટે (કુદષ્ટિ ન લાગી જાય તેના માટે) કુલમહત્તરાઓએ હર્ષથી વારંવાર લવણોત્તાર કર્યો. ૨૪. ચામર ઢાળનારી સ્ત્રીઓએ ચામર વઝી. બંદિઓએ મોટેથી વિવિધ જયમંગલ શબ્દો ઉચ્ચાર્યા. ર૫. ગાયકોએ અનેક સ્વરમાં સંચારપૂર્વક ગીત ગાયા. વિલાસિનીઓએ હાવભાવથી સુંદર નૃત્ય કર્યું. ૨૬. વાજિંત્ર વાદકોએ બાર પ્રકારના પણ વાજિંત્રો વગાડ્યા ત્યારે બટુકોએ આગળ થઈને ગીતો ગાયા. ૨૭. મેઘકુમારે પણ સ્વયં કલ્પવૃક્ષની જેમ સુવર્ણ અને રૂપ્ય વગેરેનું દાન આપીને લોકનું દારિદ્રય નાશ કર્યુ. ૨૮. મેઘકુમારે દાન આપીને લોકોમાં ભવનો નિર્વેદ, આનંદનો ઉદય, આશ્ચર્યકારી ચિત્તના ચમત્કારને અને શાસનની ઉન્નતિને જલદીથી કરી. ર૯. પિતા શ્રેણિક રાજા અને અભયકુમાર વગેરે ભાઈઓની સાથે મેઘકુમાર સમવસરણમાં પાસે પહોંચ્યો. ૩૦. ત્યાર પછી જેમ કલહંસ માનસરોવરમાં પ્રવેશે તેમ સર્વે પણ મોક્ષના આધારભુત સમવસરણમાં પ્રવેશ્યા. ૩૧. જેમ જ્યોતિષ્ક દેવો મેરુને પ્રદક્ષિણા આપે તેમ તેઓએ પ્રભુને પ્રદક્ષિણા આપી. જેમ ફળથી ભરેલા વૃક્ષો નીચા નમે તેમ ભક્તિમંત પ્રભુને નમ્યા. ૩૨.
પછી પર્ષદાથી સહિત મેઘકુમારના માતાપિતાએ ત્રણ જગતના ગુરુને વિનંતિ કરી. ૩૩. હે સુપ્રભુ! અમારી સચિત્ત ભિક્ષાને ગ્રહણ કરો. શું તમારા સિવાય બીજો કોઈ ઉત્તમ સંપ્રદામ છે? ૩૪. શ્રીવીર જિનેશ્વરે કહ્યું : અમે ગ્રહણ કરીએ છીએ. શિષ્યો પણ અદત્તાદાનને ગ્રહણ કરતા નથી તો ગુરુની શું વાત કરવી? ૩૫. મેઘે પણ કહ્યું : હે પ્રભુ! મને જલદીથી ભવથી પાર ઉતારો. સમુદ્રમાં ડૂબતો કોણ વહાણને મેળવવા ઉતાવળ ન કરે? ૩૬. પ્રભુએ સામાયિક સૂત્રના ઉચ્ચારપૂર્વક વિધિથી મેઘને દીક્ષા આપીને શિક્ષા આપી. ૩૭. હે મુનિ ! તારે યતનાપૂર્વક' સૂવું, યતનાપૂર્વક બેસવું, યતનાપૂર્વક ઊભું રહેવું, યતનાપૂર્વક ચાલવું, યતનાપૂર્વક ખાવું અને યતનાપૂર્વક બોલવું. ૩૮. દેવો તથા દાનવોએ મેઘકુમાર મુનિને વંદન કર્યું. અથવા તો દીક્ષા જગતને પૂજ્ય છે એમાં શું આશ્ચર્ય છે? ત્યાર પછી પ્રભુએ મેઘમુનિને ગણધરને સુપ્રત કર્યો. રાજાનો તો ફક્ત આદેશ હોય બાકીની શિક્ષા અધિકારીઓની હોય. ૪૦.
સાંજે આવશ્યક કરીને મેઘે ગુરુની પાસે સ્વાધ્યાય વાચનાદિકને કર્યું. કેમ કે ક્રિયા ગુરુ સાક્ષીએ કરવાની હોય છે. ૪૧. જેમ રાત્રે દોઢ પહોર ગયા પછી ઘર-દુકાન વગેરેની વહેંચણી કરી દેવામાં આવે તેમ પ્રવર્તકે સાધુઓને સંથારાની ભૂમિ વહેંચી આપી. ૪૨. તેમાં મેઘકુમારને સંથારો કરવા માટે દરવાજા પાસેની ભૂમિ મળી. કેમ કે લાકડું હાથથી માપીને ખરીદાય છે. પણ લટકતાં પીંછાવાળા મોરપીંછથી માપીને નથી ખરીદાતું. કહેવાનો ભાવ એ છે કે સંથારાની ભૂમિ પરિમિત માપથી અપાય છે. ૪૩. જેમ રસ્તામાં પડેલ કમંડલુ ઠેસમાં આવે તેમ તે તે કાર્યના હેતુથી બહાર જતા આવતા સાધુઓના પગની ઠેસ મેઘમુનિને સતત વાગી. ૪૪. જેમ રાત્રીની ચાંદનીમાં કુમુદ પુષ્પોનો સમૂહ જરા પણ બીડાઈ જતો નથી તેમ મેઘકુમાર મુનિ આંખના પલકારા જેટલા કાળ સુધી ઊંઘી શક્યો નહીં. ૪૫. ત્યારે મોહના ઉદયથી આને મનમાં સંકેલેશ ઉત્પન્ન થયો. યોગ્યાયોગ્યનો વિચાર કરવામાં બાધક મોહનીય કર્મને ધિક્કાર
૧. સંપ્રદાન માલિકી ઉઠાવીને જેને દાન આપવામાં આવે તે સંપ્રદાન ૨. યતનાપૂર્વક એટલે જીવ રક્ષાના પરિણામ પૂર્વક.
Page #76
--------------------------------------------------------------------------
________________
૭૧
સર્ગ-૩ થાઓ. ૪૬. હું જ્યારે ગૃહસ્થપણામાં કાર્ય કરવા સમર્થ હતો ત્યારે સર્વપણ મુનિઓ મારી સાથે પ્રીતિપૂર્વક વાર્તાલાપ કરતા હતા ૪૭. જેમ કે હે મેઘકુમાર ! તું જિનમંદિરે જાય છે. ત્યાં અનંત ફળ આપે એવું ઉત્તમ સંગીતને કરાવે છે. ૪૮. તું મુકુંદ-માલતી–જાઈ– કેતકી-રાજચંપક અને કમળોથી વિસ્તારપૂર્વક જિનેશ્વરોની પૂજા કરે છે. ૪૯. હે મેઘ ! તું જિનમુદ્રાદિથી સંશુદ્ધ, પાંચ નમુત્થણંથી સહિત હંમેશા દેવવંદન કરે છે. ૫૦. હે રાજપુત્ર ! તું શું ક્ષેત્ર સમાસાદિ શાસ્ત્રોને ભણે છે? જો તું ભૂલી ગયો હશે તો અમે સ્વયં તને યાદ કરાવીશું. (ચિંતા કરીશ નહિ.) ૫૧. હવે જો તું અર્થથી શાસ્ત્ર સાંભળવા ઈચ્છે છે અને ભાવના હોય તો તારી આગળ વિસ્તારપૂર્વક વ્યાખ્યાન કરીશું. પર. જેમ પિતા પુત્રનું લાલન કરે તેમ તું સાધુ અને શ્રાવકોનું ઘણું વાત્સલ્ય કરે છે એમ કહીને મને લાડ લડાવતા ૫૩. હમણાં તેઓ જ આ છે જેઓ વિભવથી હીન મને શા માટે પથ્થરથી મોટી શીલાને અફડાવે તેમ પગથી ઠેસમાં લે છે? ૫૪. અથવા તો વિજ્ઞાન, જ્ઞાન, વાકચાતુર્ય, દાક્ષિણ્ય, કરુણા, ન્યાય, વિનય, સૌભાગ્ય, વૈરાગ્ય, ક્ષમા,શૌર્ય, કલીનતા, લજ્જાળુતા વગેરે સર્વ ગુણો લક્ષ્મી વિના લેખામાં ગણાતા નથી. ૫૬. ખરેખર ! દીક્ષા દુષ્કર છે એમ માતાએ કહ્યું હતું તે સાચું છે. પણ જ્યાં સુધી માથે ન પડે ત્યાં સુધી કેવી રીતે સમજાય? ૫૭. અથવા સવાર પડશે ત્યારે હું નક્કીથી દીક્ષા છોડીશ કારણ કે હજુ પણ મેં બોરનો કોઈ સોદો કર્યો નથી. ૫૮. આ વેશ પ્રભુને પાછો સોંપીને પોતાના ઘરે જઈશ. કેમકે કરની ચોરી કર્યા પછી દંડ ભરી દેવાથી કરચોરીથી છુટકારો થાય છે. ૫૯. માગમાં કાંટો ભોકાવાથી પુરુષને જેવી રુકાવટ થાય તેવી મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થયેલ મુનિને થઈ. ૬૦. દીક્ષાના દિવસે જ આને જે સંકલેશ ઉત્પન્ન થયો તે નવા ઘરમાં રહેવા ગયેલાને આગ ઉઠે એના જેવું થયું એમ અમે માનીએ છીએ. ૬૧. પ્રભાતે મુનિની સાથે સમવસરણમાં ગયો. જિનેશ્વરને નમસ્કાર કરીને પોતાના સ્થાને બેઠો. ૨. જિનેશ્વરે કહ્યું : હે મેઘ ! તને ચિત્તમાં જે સંકલેશ થયો તે ખરેખર આંબાના ઝાડ ઉપર લીબોડી થવા જેવું થયું. ૩. હે મેઘ ! વિવેકી એવા તને વ્રત છોડવાનો પરિણામ થયો તે યોગ્ય નથી. શું ચંદ્રમામાંથી અગ્નિના તણખા ઝરે? ૬૪. સુસાધુઓના ચરણના સંઘટ્ટથી થયેલી તારી પીડા કેટલા માત્ર છે? હાથીના ભવમાં સહન કરેલી વ્યથાને યાદ કરીશ તો તું આનાથી વધારે ભારે વ્યથાને સહન કરશે. ૬૫.
તું આજ ભરતક્ષેત્રમાં વૈતાઢય પર્વતની નજીકના પ્રદેશમાં આનાથી પૂર્વના ત્રીજા ભવમાં ઉત્તમ હાથી હતો. ૬૬. અને બહુમાનપૂર્વક પ્રધાન પદે પ્રતિષ્ઠિત કરાયેલ એક હજાર હાથીઓનો નાયક હતો.વનેચરોએ તારું સુમેરૂપ્રભ નામ પાડ્યું હતું. ૭. જંગલમાં, નિકુંજમાં, નદીઓમાં, સરોવરમાં, હાથિણી અને કલમોની સાથે ભમતો તું વિવિધ ક્રિીડાઓ કરતો હતો. ૬૮. જેમ રાણીઓની સાથે રાજાના દિવસો પસાર થાય તેમ હાથિણીઓની સાથે રતિસાગરમાં ડૂબેલા તારા કેટલાક દિવસો પસાર થયા. ૬૯.
એકવાર ઉગ્રદાહને કરતો, કૃતાંતની જેમ દારૂણ પેટાળમાં પાણી ચાલ્યા ગયા છે જેમાં એવો ઉનાળો શરૂ થયો. ૭૦. આ ક્ષેત્રમાં સૂર્યનો તાપ આ કાળે વધ્યો તેથી હું માનું છું કે મદોન્મત્ત પ્રચંડ વાયુઓ ફેંકાયા. ૭૧. જેમ દુષ્ટ પુરુષની વૃત્તિઓ ધૂંધળી બને છે તેમ દશે પણ દિશાઓ પ્રચંડ પવનથી ઉડાવાયેલી રજથી ધૂંધળી થઈ. ૭ર. આંખમાં રજ ભરાવાથી, દષ્ટિ ઝાંખી થવાને કારણે સૂર્યના ઘોડા ઝડપથી જવા અસમર્થ બન્યા તેથી હું માનું છું કે દિવસો મોટા થયા છે. ૭૩. જેમ ચિત્રકનું વૃક્ષ ઉનાળામાં સુકાઈ કૃશ થાય તેમ રાત્રિઓ કૃશ થવાને કારણે ત્રણ પહોરવાળી થવાથી તેનું બીજું નામ ત્રિયામા પડ્યું છે એમ હું માનું છું. ૭૪. અમારા જન્મદાતા મહાન પણ પર્વતના શિખર ઉપર ધૂળ જામી ગઈ છે એથી
Page #77
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૭૨ વિહ્વળ બનેલી નદીઓ કૃશ થઈ. ૭૫. સૂર્યના ઉગ્ર તાપથી સરોવરો અલ્પપાણીવાળા થયા. અથવા જે કાળે તેની જરૂર પડે છે તે કાળે તેની અછત વર્તાય છે. ૭૬. અરે આકરા તાપને કરનાર ગ્રીષ્મઋતુ! તું પોતાનું સલામત સ્થાન શોધી લે, મારી સ્ત્રીઓ (નદીઓ)ને શોષી નાખતો આંખથી કાંઈ જોતો નથી? એમ ઠપકો આપવા ઉદ્યત ન થયો હોય તેમ હાથીના ગર્જરવના બાનાથી ઉનાળાને ગળી જવા સમુદ્ર મોજાને ઉછાળ્યા. ૭૮. ઉનાળાએ સર્વ પણ હરિયાળી અને લતાવેલડીઓને સુકાવી નાખી. અથવા દુર્બળ ઉપર કોણ શૂરવીર ન થાય? ૭૯. ઉનાળો પણ વૃક્ષોની છાયાને દૂર કરવા સમર્થ ન થયો કેમ કે જેઓની જીવનશક્તિ મૂળ સુધી પહોંચેલી છે તેઓને યમ પણ શું કરે? ૮૦. ફક્ત આણે (ઉનાળાએ) જવાસાને લીલોછમ રહેવા દીધો બાકી અહીં (આ સંસારમાં) કૃતજ્ઞથી કોઈ બીજો કોઈને પણ પ્રિય થાય છે ? અર્થાત્ કૃતઘ્ન જીવને કોઈ વહાલો થાય છે? ૮૧. જેમ ઘુવડો ગુફામાં રહીને દિવસ પસાર કરે તેમ તાપથી પીડાયેલ ભેંસ અને ડુક્કરોએ ખાબોચિયામાં પડી રહીને દિવસ પસાર કર્યા. ૮૨. પ્રાણીઓનું જીવિતવ્ય વગેરેનું જાણે અધૈર્ય ન સૂચવતો હોય તેમ કૂતરાએ જીભને વારંવાર ઘણી ચલાવી. ૮૩. તે વખતે કેરીઓ પણ પકવાય છે અને લીંબુ વગેરે ફળો પણ પકાવાય છે, ઉત્તમ અને જઘન્યનો કાળ એકસરખો આવે છે. ૮૪. તે વખતે શિરીષ-પાટલ-કદંબ-મલ્લિકા-કેતકી વગેરે વૃક્ષોના પુષ્પો ખીલ્યા, પોતાને કાળે કોણ ન ખીલે? ૮૫. ઉનાળામાં કપૂર મિશ્રિત ચંદનના રસથી સીંચાયેલ ફુલોના હારોને પહેરવાથી અને કદલીના ઘરોમાં રહેવાથી ધનવાનો સુખી થયા. ૮૬. જેમ મહાપુરુષોની સંપત્તિ સર્વલોકમાં કામમાં આવે તેમ સુગંધિ-શીતલ-સ્વાદિષ્ટ પાણીથી ભરેલી પરબો પણ સર્વસાધારણ થઈ. ૮૭. જેમ પરસ્પરના ઘર્ષણથી કુટુંબમાં ઝઘડો ઉત્પન્ન થાય તેમ પરસ્પર વાંસના ઘસાવાથી મહાદવ ઉત્પન થયો. ૮૮. જેમ સિંહનાદથી હરણિયાઓ ધ્રુજે તેમ દાવાનળના ધ ધ અવાજથી સમસ્ત વનચારીઓ ઘણાં ધ્રુજી ઉઠયા. ૮૯. જોશથી ફુટતા વાંસના તડુ ત અવાજથી પશુઓનું મન ભાંગ્યું અને જેમ ઘણાં કુહાડાના ઘાથી રાજસશાલનું વૃક્ષ પડે તેમ પડ્યા (પલાયન થયા). જાણે કે યમરાજ જિદ્વાથી પક્ષીઓને ગળી જવા ન ઈચ્છતો હોય તેમ અગ્નિ ઊંચે ફેલાતી જ્વાળાઓથી સળગ્યો. ૯૧. આ નવા અગ્નિએ ધૂમાડાના ગોટાથી તારાઓને ઢાંકી દીધા અને ઉછળતા લાલ તણખાઓથી આકાશને લાલઘૂમ કર્યું. ૯૨. અગ્નિ સર્વ સુકા અને લીલા ઘાસ, ઝાડ, લતા વગેરેને બાળવા લાગ્યો. કહ્યું છે કે લુચ્ચો બધું લૂંટી જાય છે. ૯૩. જાણે યમરાજનો બીજો હાથ ન હોય તેમ આ દાવાનળ પગ વગરના ઘણાં પગવાળા અથવા બે પગવાળા અને ચાર પગવાળા પ્રાણીઓને બાળવા લાગ્યો. ૯૪. આકાશ ધૂમાડાથી ભરાયો. સૂર્ય લાલ અરીસા જેવો થયો. તેનો પ્રકાશ કુસુંભના કિટ્ટા સમાન વર્ણવાળો થયો. ૯૫. જેમ અસંતુષ્ટ મનુષ્ય દશે દિશામાં ભાગે તેમ દાવાનળને કારણે તૃષાથી પીડાયેલ પશુવર્ગ સ્વ-ભૂથની સાથે દશે દિશામાં નાશી ગયો. ૯૬. પશુવર્ગે વેલડીના મંડપને મસળી નાખ્યું. વૃક્ષોના સમૂહને ભાંગી નાખ્યું. મોટી ડાળીઓને મરડી નાખી અને છાણ-લાદને કર્યું. ૯૭. પછી જેમ બાળ તપસ્વી મોટા કષ્ટથી (અજ્ઞાન તપથી) દુર્ગતિના કારણભૂત રાજ્યને મેળવે તેમ તું હાથી(–મેઘકુમારનો જીવ) કાદવથી ભરેલા સરોવરની પાસે પહોંચ્યો. ૯૮. જેમ જન્મથી દરિદ્ર માણસ કંઈક દ્રવ્ય મેળવીને ખુશ થાય તેમ હે મુનિ ! તું કાદવવાળા સરોવરને જોઈને મનમાં ઘણો હરખાયો.
૧. અપદ એટલે પગ વગરના સાપ વગેરે જીવો, ભૂરિપાદ એટલે ઘણાં પગવાળા ખાન ખજૂરા જેવા પ્રાણીઓ, દ્વિપદ એટલે મનુષ્ય અને પક્ષીઓ, ચતુષ્પદ એટલે ગાય, ભેંસ, સિંહ હરણ વગેરે પ્રાણીઓ.
Page #78
--------------------------------------------------------------------------
________________
૭૩
સર્ગ-૩ ૯૯. તરસ્યો થયેલ તું પરિણામનો વિચાર કર્યા વગર અતીર્થના માર્ગથી કાદવવાળા સરોવરમાં પ્રવેશ્યો અથવા તો દુઃખથી પીડિતની મતિ કેવી રીતે ચાલે? ૬૦૦. જેમ મહારંભથી પ્રાણી દુર્ગતિના સાગરમાં ડૂબે તેમ હે મુનિ ! તું પછી અગાધ કાદવમાં ખૂંપ્યો. ૬૦૧. જેમ મહામોહથી વશ કરાયેલ મનુષ્ય ઘરના સંગથી છૂટી શકે નહીં તેમ તું પોતાને કાદવમાંથી ઉદ્ધરવા જરા પણ શક્તિમાન ન થયો. ૬૦૨. જેમ બે દાંતથી નદીના કાંઠો ભંગાય તેમ તે પૂર્વે યૂથમાંથી બહાર કાઢી નંખાયેલ શત્ર હાથી વડે બે દાંતથી ભેદાયો. ૩. તે સાત દિવસની વેદના સાત વરસની જેમ સહન કરી. સર્વ મળીને એકસો વીસ વર્ષનું આયુષ્ય ભોગવ્યું. ૪. હે મેઘ ! આર્તધ્યાનમાં મરીને તું ફરી વિંધ્યાચલની તળેટીમાં હાથીના ભવમાં ઉત્પન્ન થયો કારણ કે આર્તધ્યાન તિર્યંચગતિ અપાવે છે. ૫. તેવા પ્રકારનો ગુણવાન, ચાર દાંતવાળો, સાડા સાતસો હાથીઓનો સ્વામી તું મેરપ્રભ નામનો હાથી થઈને વિચર્યો. ૬. જેમ મનુષ્ય આ ભવમાં યૌવન વયમાં કરેલ કાર્યને વૃદ્ધાવસ્થામાં યાદ કરે તેમ દાવાનળને સળગેલો જોઈને તેને ફરી જાતિસ્મરણ જ્ઞાન થયું. ૭. જેમ ચતુરંગ સૈન્યથી યુક્ત રાજા શત્રુગણને ઉખેડી નાખે તેમ યૂથથી સહિત તે ગંગા નદીના કિનારાના વૃક્ષો ઉખેડી નાખ્યા. ૮. જેમ મુનિ ચાતુર્માસમાં ત્રણ માંડલા કરે તેમ પોતાના રક્ષણમાં નહીં ખેદ પામેલ તે ત્રણ મોટા માંડલા કર્યા. ૯. જેમ આરાધનામાં તત્પર જિનકલ્પી મુનિ એકેક વાળનો લોચન કરે તેમ તે ઉગતા દરેક ઘાસને ઉખેડી નાખ્યું. ૧૦. તે ત્રણેય માંડલા હાથના તળ જેવા તાલિયાના માથા જેવા અથવા અરીસાની સપાટી જેવા સપાટ થયા. અર્થાત્ ઘાસનો અંકુરો ન ફુટે તેવા નિર્મળ થયા. ૧૧. જેમ પ્લેચ્છના ભયથી પીડાયેલ આત્મા પર્વત તરફ દોડી જાય તેમ ફરી દાવાનળ સળગ્યો ત્યારે તું યૂથની સાથે માંડલા તરફ દોડ્યો. ૧૨. વરને છોડીને હરણ વગેરે પશુઓ પ્રથમ માંડલામાં ખીચોખીચ ભરાઈને રહ્યા. કેમ કે સમાન દુઃખમાં વેરીઓનું પણ મિત્રપણું થાય છે. ૧૩. તું જેટલામાં અંદર ગયો તેટલામાં બીજું માંડલું પણ પૂર્વની જેમ ખીચોખીચ ભરાઈ ગયું હતું. કેમ કે કાર્ય ઉત્પન્ન થયે છતે પોતાની વસ્તુ પણ કામમાં આવતી નથી. ૧૪. પરિવાર સહિત તું ત્રીજા માંડલામાં રહ્યો કેમકે ઘણી સામગ્રી (પરિગ્રહ) હોવા છતાં કંઈક કયારેક ઉપકાર કરે છે. ૧૫. ખણજ ખણવા એક પગ ઉંચે કરીને ઊર્ધ્વગતિને પ્રાપ્ત કરવા તે નક્કીથી પ્રયાણ કર્યું. ૧૬. બળવાન પશુઓના ધક્કાથી એક ભયભીત સસલો નીચે તારા પગ મૂકવાના સ્થાને અજ્ઞાનીની જેમ આવ્યો. ૧૭. હે મેઘ ! સસલાની અનુકંપાથી શરીરને ત્રણ પગ ઉપર નિશ્ચલપણે ધરીને ત્રેતાયુગમાં જેમ ધર્મ રહે તેમ રહ્યો. ૧૮. જેમાં આવા પ્રકારની દયા પાળવામાં આવે તે તિર્યંચ ભવ પણ ધન્ય છે. જેમાં આવી દયા પાળવામાં ન આવે તો તે મનુષ્ય ભવ પણ શું કામનો ? ૧૯. જેમાં દયાની સાથે મિત્રતા છે તે પશુનો ભવ પણ ભલે થાય જેમાં દયાનો સ્વાદ ન મળતો હોય એવો મનુષ્યભવ પણ ન થાઓ. ૨૦. કરુણાલક્ષણવાળા તિર્યંચોએ પણ તત્ત્વને સારી રીતે જાણ્યું પણ વિવિધ પ્રકારના શાસ્ત્રોને જાણનારા કતીર્થિકો તથ્યને જાણતા નથી. ૨૧.મિથ્યાત્વ મોહથી જેઓની આંખો હણાયેલી છે એવા જીવો ભલે છેટા ફરે તમારે તેઓની સાથે કશી લેવાદેવા નથી) પણ જૈન થઈને દયાવાન બનતો નથી તે મને વારંવાર પડે છે. રર. જેઓ પ્રાણી રક્ષાનું એક માત્ર પ્રતિપાદક જિનેશ્વર ભગવાનના વચનને હંમેશા સાંભળે છે, પૂછે છે, પરિષદની આગળ વ્યાખ્યાન કરે છે તેઓ પણ જો દયાપાલનમાં શિથિલ બને છે તો અમે કોની આગળ પોકાર કરીએ? અથવા અમે શું કરી શકીએ ? ૨૪. અમે આ મેરપ્રભ હાથીની સ્તવના કરીએ છીએ. અમે હર્ષથી વારંવાર સ્તવના કરીએ છીએ. અમે તેની સસલા ઉપરની દયાની વારંવાર પ્રશંસા કરીએ
૧. અતીર્થ : જ્યાંથી નદીમાં ઉતરી શકાય તે તીર્થ અને ન ઉતરી શકાય તે અતીર્થ
Page #79
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર છીએ. ૨૫.
હે મેઘમુનિ ! અઢી દિવસ પછી દાવાનળ શાંત થયો અથવા ઘાસ પણ કાળથી પાકે છે. ૨૬. જેમ પરચક્ર ચાલી ગયા પછી દેશવાસીઓ કિલ્લામાંથી બહાર નીકળે તેમ સિંહ વગેરે જીવો માંડલા છોડીને ચાલ્યા ગયા. ૨૭. જેમ પર્વત ઉપરથી શિલા પડે તેમ લાંબા સમયથી પગ તેવી સ્થિતિમાં જકડાઈ જવાથી, અને ખિન્ન થયેલ શરીરવાળો, તૃષાતુર થયેલ તું દુર્ગતિના મસ્તક ઉપર પગ મૂકીને જેટલામાં પાણી પીવા દોડ્યો તેટલામાં એકાએક પૃથ્વી ઉપર પડ્યો. ૨૯. શિયાળ-કાગડા વગેરેએ તૃષ્ણાથી પીડિત તારી ફોલીને કદર્થના કરી તેથી આશ્ચર્ય છે કે ખરેખર આ પંચાયત નરકમાં બેઠી અર્થાત્ જે દશ્ય નરકમાં ઉપસ્થિત થાય છે તે અહીં થયું. ૩૦. જેમ વણિકો રત્નના સમૂહને બાંધે તેમ વ્યથાને સહન કરીને અને સસલાની અનુકંપા કરીને તે મનુષ્યભવનું આયુષ્ય બાંધ્યું. ૩૧. સર્વ મળીને સો વરસનું આયુષ્ય પાળીને મરીને શ્રેણિકના પુત્રરૂપે ઉત્પન્ન થયો. ખરેખર દયા એ કામધેનુ છે. ૩ર. હે વિવેકિન્! પશુના ભવમાં પણ સસલાના રક્ષણ માટે વેદના સહન કરી તો હમણાં તું સાધુઓના સંઘટ્ટાથી કેમ દુભાય છે? ૩૩. હંમેશા શીલથી શોભતા મુનિઓના ચરણની શ્રેણી કોઈક ધન્યના શરીર ઉપર પડે. કોના શરીર ઉપર અમૃતની વૃષ્ટિ વરસે? (તે તું વિચાર.) ૩૪.
પ્રભુની વાણી સાંભળીને મેઘકુમારે પોતાના પૂર્વના બે ભવોને યાદ કર્યા. અથવા સ્વામીની કૃપાથી જીવો પૂર્વના અનંતા ભવોને જાણી શકે છે. અર્થાત્ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. ૩૫. પ્રભુએ તેના દુર્ગાનને દૂર કરાવીને સંવેગી બનાવ્યો. શું વૈદ્ય શોષને દૂર કરીને અમૃતકલાને આપતો નથી? ૩૭. હર્ષાશ્રુની ધારા વહન કરતા મેઘે પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી. ચિત્તને સંકલેશથી રહિત કર્યું. હવે શરીરને પણ કોમળ (સહનશીલ) બનાવીશ. ૩૭. પ્રભુને વારંવાર નમીને મિથ્યા દુષ્કત આપ્યું. ખોટું કાર્ય થયા પછી મહાત્માઓને ઘણો પશ્ચાતાપ થાય છે. ૩૮. પ્રભુને જણાવ્યું : હે વિશ્વસ્વામિન્ ! હવે પછી બે આંખોને છોડીને બાકીનું સંપૂર્ણ શરીર મુનિઓને આપું છું. ૩૯. જેમ સ્વામી સેવકને ઈચ્છા મુજબ પ્રવર્તાવે તેમ આ સર્વે પણ સાધુ મહાત્માઓ ઈચ્છા મુજબ મારા શરીરનો ઉપયોગ કરે. ૪૭. એ પ્રમાણે અભિગ્રહ કરીને શરીરના ગ્રહના નિગ્રહમાં તત્પર સત્ત્વશાળી મેઘે આજીવન સુધી ખદ્ભધારાની જેમ વ્રતનું પાલન કર્યું. ૪૧.
પછી મેઘમુનિએ પ્રભુની સાથે પૃથ્વીતલ ઉપર વિહાર કર્યો. જો કલ્પવૃક્ષની સેવા કરવા મળે તો કોણ દૂર જાય? ૪૨. તે ગુરુની પાસે અગિયાર અંગ ભણ્યો. કેમકે ઉપદેશ વગર એક અક્ષર પણ આવડતો નથી. ૪૩. જીવદયાના પાલનમાં ઉત્સુક મેઘમુનિએ વિવિધ તપ આચર્યા. દયા વિનાનો કરેલો તપ આંધળાની દોરડી સમાન થાય છે અર્થાત્ કર્મની નિર્જરા કરાવતો નથી. ૪૪. પછી મેઘમુનિએ વિશેષથી ગુણરત્ન સંવત્સર તપ કર્યો. જેમ ચંદ્રની સોળ કલા છે તેમ આ તપ સોળ માસ સુધી વહન કરાય છે. ૪૫. પ્રથમ માસે એકાંતરે ઉપવાસ, દિવસે ઉત્કટુક આસનમાં રહેવું અને રાત્રે વીરાસનમાં રહેવું. બીજા મહિનાથી એકેક ઉપવાસથી વધતા વધતા સોળમા માસે સોળ ઉપવાસના પારણે સોળ ઉપવાસ. ૪૭. પ્રથમ માસમાં ઉત્કટુક અને વીરાસન બતાવ્યા છે તે બાકીના મહિનાઓમાં પણ તે બે પ્રકારના આસનોથી ખરેખર રહ્યો. ૪૮. આ પ્રમાણે ચારસો એંસી દિવસમાં તપને સારી રીતે વહન કર્યો. સત્ત્વશાળી જીવોને શું દુષ્કર છે? ૪૯. ત્યાર પછી તેણે દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારની સંખના કરી. બાહ્ય શુદ્ધિ હોવા છતાં અત્યંતર શુદ્ધિ ન હોય તો ત્રણ રુઝાતું નથી. ૫૦. તેમાં શરીર સુકાઈને હાડચામાં રહ્યા છે તે પ્રથમ દ્રવ્ય સંલેખના
Page #80
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૩
છે અને કષાયની ઉપશાંતતા છે તે બીજી ભાવ સંલેખના છે. ૫૧.
૭૫
પછી અનશન ગ્રહણ કરવાની ઈચ્છાવાળા મેઘમુનિએ હર્ષથી શ્રી જિનેશ્વરને પ્રણામ કરીને અંજલિ જોડીને પૂછ્યું : પ૨. હે સ્વામિન ! આપની અનુજ્ઞાથી હું અનશન કરવા ઈચ્છું છું. કોઈપણ કાર્યમાં ગુરુની રજા લેવી જોઈએ તો આવા પ્રકારના કાર્યમાં શું વાત કરવી ? ૫૩. પ્રભુએ કહ્યું : સંકલ્પ કરેલ કાર્યને પાર પાડીને પોતાના ધર્મરૂપી મહેલના શિખર ઉપર ધ્વજનું આરોપણ કર. ૫૪. જિનેશ્વરને નમીને, સર્વ ચતુર્વિધ સંઘને ભાવપૂર્વક ખપાવીને મેઘમુનિએ રાજગૃહી નગરીના છેડે આવેલ વિપુલગિર પર્વત ઉપર આરોહણ કર્યું. એથી હું માનું છું કે દેવગતિમાં જવા માટે પ્રથમ પ્રયાણ કર્યું. ૫૬. શિલાતલનું પડિલેહણ કરીને તેના ઉપર બેસીને અનશન કર્યુ. મહાત્માઓની સર્વક્રિયા આદિ–અંતમાં શુદ્ધ હોય છે. ૫૭. પોતાને સ્વયં અનશન કરવાનો ઉત્સાહ હતો વધારમાં પ્રભુની અનુજ્ઞા મળી એટલે શું કહેવું ? એક તો સિંહ હતો અને વધારમાં કવચની પ્રાપ્તિ થઈ. ૫૮. એક પક્ષ સુધી અનશનનું પાલન કરીને તે વિજય નામના અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. આવા પ્રકારના જીવોની ગતિ શુભ જ થાય છે. ૫૯. મેઘમુનિએ બાર વર્ષ વ્રતનું પાલન કર્યુ. ત્યાંથી ચ્યવીને મહાવિદેહમાં મનુષ્ય ભવ પામી કર્મ ખપાવીને મુક્તિને પામશે. ૬૦.
આ બાજુ શ્રાવકોમાં શિરોમણિ અભયકુમાર બ્રાહ્મ મુહૂર્તો પંચ નમસ્કારનું સ્મરણ કરતો જાગ્યો. ૬૧. વીતરાગ, ચરાચર જગતના જ્ઞાતા, સુરાસુર અને મનુષ્યો વડે પૂજાયેલા શ્રી મહાવીર પરમાત્મા મારા ગુરુ છે તથા ૬૨. જેમ રત્નોમાં ચિંતામણિ રત્ન શ્રેષ્ઠ છે તેમ કુળોમાં પણ શ્રાવકનું કુળ ઉત્તમ છે. હું હમણાં શ્રાવક કુળમાં જનમ્યો છું. ૬૩. મેં સમ્યક્ત્વમૂળ બાર વ્રત અંગીકાર કરેલા છે. એમ બોધ પામેલ બુદ્ધિમાનોમાં ઉત્તમ અભયકુમારે હંમેશા આ પ્રમાણે વિચારણા કરી. ૬૪. પછી ગૃહપ્રતિમાનું વંદન–પૂજન કર્યુ અને પ્રતિમાની સમક્ષ વિધિપૂર્વક પ્રત્યાખ્યાન કર્યું. ૬૫. ધોયેલા વસ્ત્રોને પહેરીને પરિવારથી યુક્ત અભય સવારે નિસીહિનિસીહિ એમ ત્રણ વાર બોલીને જિનમંદિરમાં પ્રવેશ્યો. ૬ ૬. ત્રણ પ્રદક્ષિણા આપીને ત્રણ વાર ભૂમિને મસ્તકથી સ્પર્શીને જિનેશ્વરને નમસ્કાર કર્યો અને મુખકોશને બાંધીને ગભારામાં પ્રવેશ કરીને સુગંધિ મનોહર પુષ્પોથી સર્વ જિનબિંબોને ભક્તિથી પૂજ્યા. ૬૮. જિનેશ્વરની સમક્ષ વિવિધ પ્રકારના નૈવેધો ધર્યા. નવ હાથ દૂર રહી ભૂમિને જોઈને ત્રણવાર પ્રમાર્જન કરીને ૬૯. જિનેશ્વરના મુખ ઉપર દષ્ટિ રાખી, ત્રણ દિશાને છોડીને પ્રમાર્જિત ભૂમિ ઉપર રહીને દેવવંદન કર્યું. ૭૦. ઈરિયાવહિયં પ્રતિક્રમીને નમસ્કાર બોલવાપૂર્વક શ્રેષ્ઠ યોગમુદ્રાથી શક્રસ્તવથી સ્તવના કરી. ૭૧. બે હાથની આંગડીઓને પરસ્પર આંતરામાં સ્થાપીને, કમળના ડોડા જેવી આકૃતિ રચીને પેટ ઉપર બે કોણીને સ્થાપીને આ મુદ્રા રચાય છે. ૭ર. સ્તુતિના સારવાળા સ્થાપના અરિહંત સ્તવાદિથી સિદ્ધસ્તવ સુધીના દંડકો જિનમુદ્રા કરીને કરાય છે. ૭૩. આગળના ભાગમાં બે પગની વચ્ચે ચાર આંગળ અને પાછળના ભાગમાં ચાર આંગળથી ન્યૂન અંતર રાખવામાં આવે છે આ રીતે જિનમુદ્રા કરાય છે. ૭૪. અસાધારણ ગુણોવાળા ઉદાત્ત અને સંવેગ સૂચક સ્તોત્રોથી હર્ષપૂર્વક સ્તવના કરીને મુક્તિ શક્તિ મુદ્રાથી પ્રણિધાન કર્યું. ૭૫. બે હાથની હથેળીઓને કોશાકારપણાથી સમાનપણે જોડીને કપાળ ઉપર અડાળીને કે અડાળ્યા વગર કરાય છે તે મુક્તાશક્તિ મુદ્રા કહેવાય છે. ૭૬. મન–વચન અને કાયાથી ગુપ્ત અભયે વર્ણ—અર્થ અને પ્રતિમા ત્રિકને, છદ્મસ્થ, સમોવસરણ અને મુક્તિ એ ત્રણ અવસ્થાને ભાવતા વિધિપૂર્વક હંમેશા દેવવંદન કર્યું. અને પરિવાર સાથે આ ગુરુ પાસે ગયો. ૭૮. એકસો બાણું સ્થાનોથી શુદ્ધ દ્વાદશવત્ત વંદન કરીને ગુરુની
Page #81
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૭૬
:
પાસે ફરી પચ્ચક્ખાણ કર્યું. ૭૯. બાકીના મુનિઓને પર્યાયના ક્રમથી ભક્તિથી વંદન કર્યું. અને દરેકને શરીર અને સંયમની સુખસાતા પૂછી. ૮૦. પછી અંજલિ જોડીને ગુરુના મુખે વ્યાખ્યાન શ્રવણ કર્યું. પછી ઉભો થઈ ગુરુને વંદન કરી પોતાના ઘરે ગયો. ૮૧. મધ્યાહ્ન જિનપૂજા કરીને, પોતાની પર્ષદાની સંભાળ કરીને ૮૨. ભક્તિથી મુનિઓને વિશુદ્ધ અન્નપાનાદિથી પ્રતિલાભીને દુર્બળશ્રાવકોને ભોજન કરાવીને, દીન–અનાથોને ભોજન આપીને મેઘની જેમ જગતને અર્થનું દાન કરીને પ્રત્યાખ્યાનનું સ્મરણ કરીને માયા વિનાના અભયે સ્વયં સાત્મ્યથી ભોજન કર્યું. ૮૪. ફરી પણ રાજ્યકાર્યોને સુનીતિથી ચિંતવીને દિવસનો આઠમો ભાગ બાકી રહ્યો ત્યારે ભોજન કર્યું. ૮૫. સંધ્યા સમયે જિનબિંબોને બહુમાનથી પૂજીને આવશ્યક કાર્ય (પ્રતિક્રમણ) કરીને ફરી સ્વાધ્યાય કર્યો. ૮૬. શક્તિમુજબ અબ્રહ્મનો ત્યાગ કરીને દેવગુરુનું સ્મરણ કરીને, પંચ નમસ્કારનું સ્મરણ કરી સમયે નિદ્રા કરી. ૮૭. પ્રભાતે નિદ્રાનો ત્યાગ થયો ત્યારે તેણે બ્રહ્મચારી મુનિઓને વિષે પરમ પ્રમોદ ધારણ કરીને ચિત્તની અંદર વિચાર્યું : ૮૮. મૂઢ જીવો સ્ત્રીઓના કાળા વાળ, મજ્જા—ધાતુ અને મળમાં પણ કેવી રીતે વૈડૂર્યમણિના કિરણોની શોભાની કલ્પના કરતા હશે. ૮૯. દિગ્મૂઢ જીવો પશ્ચિમ દિશામાં પૂર્વ દિશાની ભ્રાન્તિ કરે છે તેમ વિપર્યસ્ત બુદ્ધિ રાગાંધો પ્રીતિને લીધે સ્ત્રીના કર્ણ-ગંડસ્થળ–ઓઠ-આંખ-નાક-મુખ–દાંત આદિમાં અનુક્રમે હિંચકો– અરીસો – પ્રવાલ–કમળ–સુવર્ણદષ્ટિ- ચંદ્ર-કંદપુષ્પની કળીઓની કલ્પના કરે છે. ૯૧. તથા રૂપવંતી સ્ત્રીઓના સ્તન યુગલને હર્ષથી જોઈને મોહને લીધે સુવર્ણના કુંભ માને છે પણ લોહીના ઘડા માનતા નથી. ૯૨. એ જ પ્રમાણે વિવેકહીન જીવો સ્ત્રીઓના બાકીના અંગોમાં પણ કયાંક કંઈક પોતાની મનઘડંત કલ્પનાઓ કરે છે. ૯૩. અસ્થિર પ્રેમમાં પાગલ બનેલ મૂઢ જીવો પ્રેમિકાએ પોતાના મુખમાંથી કાઢીને આપેલ લાળ યુક્ત તાંબૂલને અમૃત માને છે. ૯૪. જેમ અશોકવૃક્ષ ફૂલોથી રોમાંચ અનુભવે છે તેમ કરુણાને છોડીને સ્ત્રીઓના ચરણના ઘાતથી મરાયેલ મૂઢ જીવો રોમાંચ અનુભવે છે. ૯૫. બાળપણથી માંડીને જેઓ બ્રહ્મચર્યનું પાલન કરે છે તેઓ શું ધન્ય નથી ? કમળોથી વાસિત કરાયેલી સ્વર્ગની વાવડી શું ધન્ય નથી ? ૯૬. જેમ સજ્જનો દુષ્ટથી દૂષિત કરાયેલ દેશને છોડી દે છે તેમ વિષયોને ભોગવ્યા વિના કે ભોગવીને જેઓ છોડી દે છે તે ધન્ય છે. ૯૭. વધારે શું કહીએ ? જે કે તે, જેવી રીતે તેવી રીતે, જે કે તે અવસ્થામાં, જ્યાં કે ત્યાં, જ્યારે કે ત્યારે કામને જીતે તો જય પામે. અમે તેની સ્તવના કરીએ છીએ. તેના વડે આ પૃથ્વી ભૂષિત કરાય છે. અમારા તેને નમસ્કાર થાઓ તેનાથી યશ પ્રસરો. જેણે કામને જીત્યો છે તે ગુણવાન છે તે કલ્યાણકારી છે. ૯૯. એવો કયો વર્ષ આવશે, એવો કયો માસ આવશે, એવો કયો પક્ષ આવશે, એવી કઈ તિથિ આવશે એવો કયો પહોર આવશે ? એવો કયો ક્ષણ આવશે ? જે ક્ષણે હું મેઘકુમારની જેમ સર્વ સંગનો ત્યાગ કરીને શ્રી મહાવીર જિનેશ્વરના ચરણમાં દીક્ષા લઈશ. ૩૦૧. જેમ સૂર્યની સાથે બુધ વિચરે છે તેમ પ્રભુના ચરણની સેવા કરતો હું તેમની સાથે કયારે વિહરીશ? ૩૦૨. એમ ધ્યાન કરીને ફરી સૂઈને, કાળે જાગીને પૂર્વની જેમ પ્રવૃત્તિમાં લાગ્યો. શું બુદ્ધિમાન કયારેય વિના કારણે આંટા મારે ? ૩. અભયે વિહિત અનુષ્ઠાનને હંમેશા હર્ષથી કર્યું. કોઈ દિવસ સૂર્યનો ઉદય ન થયો હોય એવું બને ખરા ? ૪. જેમ વૈદ્ય ઉત્તમ ઔષધોથી રોગીના શરીરને નીરોગી કરે તેમ તેણે જિનેશ્વરે બતાવેલા ધર્મકૃત્યોથી આત્માની શુદ્ધિ કરી. ૫. સુસેનાની પુત્રી પટરાણી જેમાં છે એવા અંતઃપુરની સાથે વિવિધ પ્રકારના વિનોદથી હર્ષપૂર્વક કાળ પસાર કરતો રહ્યો. ૬. જેમ ઉત્સાહ-મંત્ર-પ્રભુશક્તિના ભેદો પરસ્પર એકબીજાને બાધ કરતા નથી તેમ શાસ્ત્રો વડે બતાવાયેલ પરસ્પર નહીં બાધ કરતા ધર્મ—અર્થ અને કામ પુરુષાર્થનું સેવન કરતો
Page #82
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૩
બુદ્ધિમાન અભયકુમાર દીપી ઉઠયો.૭.
એ પ્રમાણે શ્રીજિનપતિ સૂરિ પટ્ટલક્ષ્મી ભૂષણ શ્રી જિનેશ્વરસૂરિના શિષ્ય શ્રીચંદ્રતિલક ઉપાધ્યાય વડે વિરચિત શ્રી અભયકુમાર મહર્ષિ ચરિત્રના અભયાંકમાં ધારિણીના દોહલાનું પૂરવું. મેઘકુમારનો જન્મ શ્રી મહાવીર જિનનું આગમન, શ્રેણિકના સમ્યક્ત્વનો સ્વીકાર, અભયનો શ્રાવક ધર્મનો સ્વીકાર, મેઘકુમારની દીક્ષા તેના પૂર્વભવનું વર્ણન, વિજય વિમાનમાં ઉત્પત્તિ અભયકુમારની દિનચર્યાનું વર્ણન સ્વરૂપ ત્રીજો સર્ગ પૂરો થયો.
७७
ચોથો સર્ગ
પિતાની આજ્ઞાથી હંમેશા લીલાથી નીતિપૂર્વક, રાજ્યલક્ષ્મીની ચિંતા કરતા બુદ્ધિમાનોમાં શિરોમણિ નંદાપુત્રની સેવા કરવા શિશિર ઋતુ આવી પહોંચી. ૧. તે વખતે ઉત્તર દિશાના પવનની સહાય પામીને ઠંડીનું મોજું સર્વત્ર પ્રસરી ગયું. આમાં કોઈ આશ્ચર્ય નથી કેમ કે સ્વામીની સહાયથી કોણ કોણ લોકમાં વિલાસ નથી પામતું ? ૨. ઘણી ઠંડીના ભાજન એવા તે કાળમાં રાત્રિનું વૃંદ સતત વધ્યું. જે બેનું પરસ્પર ઐક્ય સધાય છે તે બેમાંથી એકની વૃદ્ધિ થતા બીજાની અવશ્ય વૃદ્ધિ થાય છે. ૩. અમારો સ્વામી સૂર્ય હજાર કિરણોવાળો હોવા છતાં મંદ પ્રતાપી કેમ થયો એમ વિષાદમાં પડેલા દિવસો ખરેખર ઘણાં નાના થયા. ૪. અને ઠંડી પણ સતત એ રીતે પડી જેથી સરોવરના પાણી ઠરીને બરફ થઈ ગયા તો પછી ભાજનમાં રહેલ ઘીની શું વાત કરવી ? ૫. બરફના વરસાદે લક્ષ્મીના નિવાસ સ્થાન કમળોને હેલાથી બાળી નાખ્યા અથવા તો અરે ! બધા જડ (મૂર્ખ) ભેગા થઈને ગુણવાન મનુષ્યનો શું પરાભવ નથી કરતા ? ૬. ઠંડીએ ધાન્યના ઢગલા, ઘાસ, વૃક્ષ અને વેલડીઓને બાળી નાખ્યા. જીવોના શરીરોને ધ્રુજાવી દીધા. સૂર્યોદય થયો ત્યારે દિવસને પામીને કોઈક શીતળ પવન લોકના સુખ માટે વાવા લાગ્યો. ૭. ચંપકની પ્રધાનતાવાળા તેલોથી અમ્બંગિત કરાયેલ, કેસરથી વિલેપન કરાયેલ તાપણાની નજીક રહીને ઠંડીને દૂર કરતા શેઠીયાઓએ સૂખપૂર્વકકાળ પસાર કર્યો. ૮. ભોજન વિનાના, વસ્ત્ર વિનાના હંમેશા સંકુચિત થઈ ગયેલ શરીરવાળા, ઠંડીના મોજાથી પીડાયેલ, ગવૈયામાં શિરોમણિ એવા દરિદ્રના છોકરાઓએ દંત વીણાનું વાદન કર્યું. ૯. ઠંડીથી પીડાયેલ મુસાફરોએ ઠંડી દૂર કરવાનું કારણ સ્ત્રીનું આલિંગન છે એમ સ્મરણ કરીને આલિંગન કર્યું. ૧૦. તાપનું કારણ સૂર્ય છે, પાણીનું કારણ વાદળ છે, ભવનમાં કોઈકનું કોઈક કારણ હોય છે પણ આ ઠંડી પડવાનું કારણ દેખાતું નથી તેથી શું આ ઠંડીને માતા નથી, પિતા નથી ? ૧૧. આ પાપી ઠંડીએ અમારી કદર્થના કરી છે જેથી અમે અમારી ક્રિયા કરવા સમર્થ નથી. આ દુઃખ લઈને કયારે જશે લોકોએ પરસ્પર વાર્તાલાપ કર્યો. ૧૨. અમે વિભુ હોવા છતાં લોક કેવી રીતે ઠંડી વડે દરરોજ કદર્થના કરાય છે ? અમે તેનું રક્ષણ કરવા અસમર્થ એમ ઘણાં ખેદને કરતી સર્વ દિશાઓ રોજ સવારે ગ્લાન પામી. ૧૩. પ્રથમ સૌભાગ્ય ચંદન કપૂર – ચંદ્રની ચાંદની કમળની નાળ અને મોતીની માળામાં હતું. ઠંડી પડવાથી કેસર અગ્નિ અને સૂર્યની પ્રભામાં આવી ગયું કારણ કે સર્વ વસ્તુ પોતાના કાળે મોટાઈને પામે છે. ૧૪. પ્રિયંગુલતાથી સહિત સિંદુવારના ફુલો, તથા કુંદલતાથી સહિત રોધાના ફુલો તે વખતે વાતા અતિશય પવનથી પુષ્પિત થયા. વિભુ (સ્વામી)પવનના પ્રભાવથી કોણ વિકસિત ન થાય ? ૧૫. અવસરના જાણ બ્રહ્માની બીજના હેતુભૂત ગરમી સંચય કરીને ઊંડા કૂવામાં મોટા વડની છાયામાં અને સ્ત્રીના બે સ્તનમાં સંગ્રહ કરીને મૂકે છે. કહેવાનો ભાવ એ છે કે વરસાદ પડે ત્યારે ખેડુત
Page #83
--------------------------------------------------------------------------
________________
૭૮
અભયકુમાર ચરિત્ર સંગ્રહ કરીને રાખેલ બીજનું વાવેતર કરે છે તેમ ઠંડી પડે ત્યારે સંગ્રહ કરીને રાખેલ ઉષ્ણતાનો ઉપયોગ લોક કરે છે. ૧૬.
મેરુ પર્વતને અંગૂઠાથી કંપાવનાર આશ્ચર્યકારી પરાક્રમને ધરનાર, રાજાઓ અને ઈન્દ્રો વડે સેવાયેલ, ગૌતમ વગેરે મુખ્ય પર્ષદાથી યુક્ત શ્રીમદ્ વીર જિનેશ્વર સમોવસર્યા. ૧૭. પોતાના સૈન્યની ચરણરજથી સૂર્યને ઢાંકી દેતા શ્રેણિક રાજા પ્રભુને વંદન કરવા આવ્યો. ઈન્દ્રો પણ જેની પપાસના કરે છે તેને વંદન કરવા કયો લોક ઉતાવળ ન કરે? ૧૮. જિનેશ્વરને નમસ્કાર કરી દેશના સાંભળીને સંધ્યા સમયે પાછો ફરીને શ્રેણિક રાજા સ્વયં પોતાના નગર તરફ ચાલ્યો ત્યારે સરોવરના કાંઠે શીતપરિષદને સહન કરવાની ઈચ્છાવાળા, વસ્ત્ર વિનાના નાસિકાના ટેરવા ઉપર દષ્ટિને સ્થિર કરીને કાયાથી બે પ્રકારે કાઉસ્સગમાં સ્થિર રહેલા જાણે સાક્ષાત્ ધર્મનો જ પંજ ન હોય તેવા મુનિને જોયા. ૨૦. મુનિના ગુણોની પ્રશંસા કરતા, રથમાંથી ઉતરીને પ્રમોદપૂર્ણ મનથી ચલ્લણા સહિત રાજાએ જાણે રતિ સહિત કામદેવને જીતી લીધા ન હોય તેવા મુનિને વંદન કર્યું. ૨૧. જેમ કર્મપ્રકૃતિથી સહિત જીવ શરીરમાં પ્રવેશ કરે તેમ ચિત્તમાં તુષ્ટિને વહન કરતો રથ ઉપર આરૂઢ થઈને સાધુની સ્તવનાથી કર્મની નિર્જરા કરતા રાજાએ દેવીની સાથે નગરમાં પ્રવેશ કર્યો. ૨૩. જેમ લક્ષ્મીથી સહિત કૃષ્ણ સમુદ્રમાં શેષનાગની પીઠ ઉપર સૂવે તેમ શ્રેણિક રાજા એક જ સુકોમલ પલંગમાં ચલ્લણા દેવીની સાથે સ્નેહથી સૂતો. ૨૪. આપણા બેનું ઐકય મન તો છે તેથી હમણાં શરીરથી આપણા બંનેનું ઐક્ય થાઓ એમ વિચારીને દંપતી એકબીજાના શરીરનું આલિંગન કરીને સૂઈ ગયા. ૨૫. તે બંનેને ઉંઘ આવી ત્યારે આલિંગન ચાલ્યું ગયું કારણ કે નિદ્રા સર્વ પુરુષાર્થની ઘાત કરનારી છે. (ધર્મ-અર્થ-કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ) ચેલણા રાણીનો હાથ નક્કીથી ઠંડીની પરીક્ષા કરવા શવ્યાની બહાર નીકળી ગયો. ૨૬. આખ પુરુષના સંગની જેમ ચેડા રાજાની પુત્રીના સુંદર અંગનો સંગ મને (ઠંડીને) ક્યાંય કયારેય થયો નથી. આ સંગ કેવો હોય તેનો અનુભવ માણવા શીતળતા ચારે બાજુથી તેની ભૂજામાં વ્યાપી ગઈ. ૨૭. ઠંડીની વેદનાથી પીડાયેલી ચેલ્લણા જાગી ગઈ કેમકે ઠંડી સર્વ અવસ્થામાં સુખ માટે થતી નથી. જેમ વેલડી પોતાના ફળને પાંદડાથી ઢાંકી દે તેમ સીત્કાર મૂકીને ચેલણા પોતાની ભુજાને ઓઢણની અંદર કરી લીધી. ૨૮. દિવસે આવા પ્રકારની અવસ્થાવાળા જોયેલા મુનિને યાદ કરીને બોલી ઊઠી હા ! એનું શું થયું હશે ? ધ્વજના અગ્રભાગની યષ્ટિ જેવી સરળ આશયવાળી મહાસતી ચેલ્લા ક્ષણથી ફરી નિદ્રાને પામી. ર૯. તે વખતે રાજા ક્ષણથી જાગી ગયો કેમકે મોટાઓની ઊંઘ હંમેશા અલ્પ જ હોય છે. તેના વચનને સાંભળીને ક્રોધને વશ થયો. કેમકે પ્રિયપાત્રનો સ્વામી પણ પ્રિયપાત્ર ઉપર ઈર્ષ્યા વગરનો હોતો નથી. રાજાએ વિચાર્યુઃ કમલિનીની નાળમાં ભમરાની જેમ કોઈ દુષ્ટ આના હૃદયમાં વાસ કર્યો છે. એટલે જ આ તેના ઠંડીની પીડાની ચિંતા કરે છે. જે હૈયામાં હોય તે જ ઓઠમાં આવે છે. ૩૧. દુર્જનની ચિત્તવૃત્તિની જેમ દાન, માન, સુંદર ન્યાય, લાભ, લોભ, પ્રચુરભય, કામભોગ, અમૃતમય વાણી, મોટી શક્તિ, વિશાળ કળા, સૌંદર્ય, ગાંભીર્ય, સુરૂપતા, શૂરતા, સૌભાગ્ય, દાક્ષિણ્ય, સુધૈર્ય અને યૌવન વગેરે કોઈપણ ઉપાયોથી સ્ત્રીઓ વશ કરી શકાતી નથી. ૩૩. શાકિની, વિંછી, સર્પ, યોગિની, વેતાલ, ભૂત, ગ્રહ, યક્ષ રાક્ષસોને વશ કરવા માટે ઔષધ-મંત્ર-મૂલિકા મંત્રો તંત્રો વગેરે ઉપાયો છે પણ સ્ત્રીઓને વશ કરવા માટે કોઈ ઉપાયો નથી. ૩૪. ચેલ્લણાની પવિત્રતાનું બાષ્પીભવન થયું છે એવી પ્રકલ્પના કરીને રાજાએ કલંકની શંકા કરીને પોતાનું પેટ ચોળીને સ્વયં શૂળ ઉભું કર્યું. ૩૫. કુળાદિની જેમ ૧. બે પ્રકારે કાઉસ્સગ્ગ: દ્રવ્યથી કાયાનો અને ભાવથી કષાયનો ત્યાગ કરવા રૂપ.
Page #84
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૪
૭૯
ઘણાં પ્રકારે દુષ્ટ વિકલ્પોને કરતા અને સત્કવિની જેમ જાગતા રહેલા રાજાની રાત્રી દુ:ખથી પૂરી થઈ. ક્રોધથી દૂષિત થયેલ ચિત્તવાળાઓને ઊંઘ કયાંથી હોય? ૩૬. પૃથ્વી ઉપર ઈન્દ્રના જેવું ચંડશાસન ચલાવનાર રાજાએ અભયકુમારને આજ્ઞા કરી કે હે અભય ! અશુદ્ધ અંતઃપુરને બાળી નાખ વિચારીને બોલવું એમ તું બોલતો નહીં અર્થાત્ આ વિશે તારે કાંઈ મને ન પૂછવું. ૩૭. આ રાજા આચાર—વિચારમાં હઠાગ્રહી છે એવું કોઈ ન બોલે એટલે નદીના વેગ કરતા વધારે વેગથી જિનેશ્વરને નમસ્કાર કરવા સ્વયં ગયો એમ અમે માનીએ છીએ. ૩૮. ભય વિનાનો અભય પણ પિતાથી ભય પામ્યો આપત્તિમાં મિત્ર સમાન તેણે તે વખતે હૃદયપૂર્વક વિચારણા કરી. વિચાર યોગ્ય પણ પ્રયોજન હોવા છતાં પણ પિતાએ વગર વિચારીને હા હા કેમ આદેશ કર્યો ? ૩૯. કેમકે દૂધમાં પણ કયારેક પૂરા હોય, શંખમાં પણ કયારેક કાળુ લંછન હોય, અમૃત રસમાં કયારેક વિષની છાંટ હોય, પણ માતાઓની પવિત્રતામાં કલંકનો ડાઘ નથી. ૪૦. માતાઓની રક્ષા કરવાની મારી ફરજ છે અને હા હા પિતાની આજ્ઞા પણ આવી છે ? એક બાજુ સિંહ છે બીજી બાજુ બે કાંઠે વહેતી નદી છે તો હમણાં મારે શું કરવું ? ૪૧. સમુદ્રની ભરતીની જેમ અતિદુર્ધર ક્રોધ પ્રભુને (શ્રેણિક રાજાને) હમણાં ઉત્પન્ન થયો છે તેથી યુક્તિપૂર્વકનો ઉપાય કરું જેથી જેમ કામુકના હાથમાંથી દાસી છટકી જાય તેમ રાજાના આત્મામાંથી ક્રોધ ચાલ્યો જાય. ૪૨. પછી બુદ્ધિમાન અભયે અંતઃપુરની નજીક હાથીની ઝુંપડીઓને બાળીને અંતઃપુર સળગી ગયું છે એમ ઘોષણા કરાવી. સજ્જન પુરુષો જેનું પરિણામ સારું આવે તેવું કાર્ય કરે છે. ૪૩.
આ બાજુ રાજાએ પ્રભુને પૂછ્યું : હે જિનેશ્વર દેવ ! ચેલ્લણા રાણી એક પતિવાળી છે કે અનેક પતિવાળી છે ? અહો ! આશ્ચર્ય છે કે માથું મુંડાવીને પછી નક્ષત્રની પૃચ્છા કરાય તેવું રાજાએ આચરણ કર્યું. ૪૪. સ્વામીએ કહ્યું : હે શ્રેણિક ! તારે ચેલ્લણા વિશે કોઈ અણઘટતી શંકા ન કરવી કેમકે તે એક પતિવાળી છે. સીતાની જેમ સર્વસતીઓમાં શિરોમણિ છે અથવા તો ખરેખર ! તે સુંદરી છે. ૪૫. પ્રભુનું વચન સાંભળતા અત્યંત પશ્ચાત્તાપને પામેલો શ્રેણિક રાજા પરમાત્માના ચરણકમળને પ્રણામ કરીને ધનુષ્યમાંથી છોડાયેલા બાણના વેગની જેમ જલદીથી ચાલ્યો. ૪૬. અભયકુમારને સામે આવતા જોઈને રાજાએ પૂછ્યું : શું તેં મારા આદેશનો અમલ કર્યો ? અભયે કહ્યું : જેમ પિતાની આજ્ઞાનું સતત પાલન કરવું રામનું વિભૂષણ હતું તેમ પિતાની આજ્ઞામાં જ મારું પુત્રપણું છે. ૪૭. હે સ્વામિન્ ! મેં તે જ વખતે આપના આદેશનું પાલન કર્યુ છે. જો આદેશનું પાલન ન કરે તો સેવક શાનો ? જેમ કફ સહિતનો વાયુ શરીરમાં વ્યાપી જાય તેમ શોક સહિતનો ક્રોધ રાજાના શરીરમાં વ્યાપી ગયો. ૪૮. શુદ્ધ શીલથી સદા અખંડ પોતાના માતૃમંડલને બાળીને રે પાપી ! તું એમ માને છે કે જેમ અયોધ્યામાં રહીને વિભીષણે લંકાનું રાજ્ય ચલાવ્યું તેમ હું ચલાવીશ. ૪૯. તું જીવતો અગ્નિમાં કેમ ન બળી ગયો ?તને ઘરે રાખીને શું મારે પૂજવો છે ? એમ રાજાએ ગુસ્સાપૂર્વક કહ્યું : અથવા જેમ રુચિ મુજબ રસના (જીભ) વાગોળાય છે તેમ ઈચ્છા મુજબ રાજાઓ વડે બોલાય છે. ૫૦. અભયે રાજાનું વચન માન્ય કર્યું પછી અંજલિ જોડીને કહ્યું : હે તાત ! મેં હંમેશા અરિહંતના વચનને સાંભળ્યું છે તેથી શું મારે બાલમરણથી મરવું ઉચિત હોય ? પણ અવસરે જિનેશ્વર ભગવાનની પાસે દીક્ષા લઈ પંડિત મરણથી મરીશ. ૫૧. જો તમે પ્રથમ આ રીતે આજ્ઞા કરી હોત તો હું સળગતા અગ્નિમાં પડયો હોત પણ જો હું જાતે તે રીતે બળી મર્યો હોત તો મને ધર્મ અને કીર્તિ બેમાંથી કોઈની પણ પ્રાપ્તિ ન થાત. પર. ફરી પણ રાજાએ કહ્યું : હું મૂઢ થયો. શું તું પણ મૂઢ બન્યો ? મૂઢ માણસ કૂવામાં પડે તો શું બીજા બધાએ કૂવામાં પડવું જોઈએ ? ૫૩. હવે તું મારું મોઢું જોયા
Page #85
--------------------------------------------------------------------------
________________
૮૦
અભયકુમાર ચરિત્ર રાખ. મેં બળદિયો ધારણ કર્યો છે પણ મંત્રી નહીં. તું માતાઓને બાળનારો કેવી રીતે થયો? દિવ્ય પ્રસંગે પાંચમાં દેવલોકના લોકપાલની જેમ કાર્યમાં સાક્ષી કેમ રહ્યો? ૫૪. તારી અક્કલને મેં જાણી એમ બોલતા ઘણી મૂચ્છ પામેલો રાજા શત્રુ હાથી વડે ભેદાયેલ હાથીની જેમ ક્ષણથી ધરણી તલ ઉપર પડ્યો. પ૫. મેં સાચી હકીકત પિતાને ન કહી તેથી પરમાર્થથી તો પિતાને મૂચ્છમાં પાડ્યો એમ ખેદને કરતા અભયકુમારે શીતોપચારથી પિતાને સ્વસ્થ કર્યા. પ૬. રાજાને નમીને કહ્યું હે દેવ! ઝળહળતા નિર્મળ શીલથી શોભતા અંતઃપુરનો અતુલ પુણ્યોદય જાગતો હોય ત્યારે ધર્મમાં પાપનો પ્રવેશ કેવી રીતે થાય? ૫૭. તમે સમુદ્ર જેવા વીર ચિત્તવાળા છો છતાં શીલની શંકાથી અંતઃપુરને બાળી નાખવાની આજ્ઞાથી મારી માતૃજન વિશે જે અપ્રસાદ થયો તેમાં ભાગ્યનું વિપરીતપણું કારણ છે. પાપના ઉદયથી સ્થિર પણ પૃથ્વીમાં કંપ થાય છે. ૫૮. હે પ્રતાપથી રાવણના ભાગ્ય જેવા ભાગ્યશાળી ! મેં માતાના ઘરની નજીક રહેલી હાથીની જીર્ણ ઝૂંપડીને ક્ષણથી બાળી અને સમજી વિચારીને તમારી આજ્ઞાનું પાલન કર્યું છે. ૫૯. આંખમાં આંસુ સારતા રાજાએ કહ્યું હે પુત્ર! ભુવનમાં તું જ બુદ્ધિમાન પુત્ર છે કારણ કે તે હૃદયરૂપી ચક્ષુથી તત્ત્વને જોઈને ધન-કીર્તિ અને સગુણોને ઉપાર્જન કર્યા છે. ૬૦. તું જ સર્વપુત્રોમાં શિરોમણિ છે. તું જ ગોત્રરૂપી કમળ માટે સૂર્ય સમાન છે. તું કોઈથી બુદ્ધિથી જીતી શકાય તેમ નથી. અથવા તું જ સર્વગુણોથી ન્યૂન નથી? ૬૧. કારણ કે તે આ કલંકને નિવાર્યો છે. અરે ! જો તે કલંકનું નિવારણ ન કર્યું હોત તો હું મોટું કેવી રીતે બતાવત? રાજાનું તે જ વચન અમૃતમય કેવી રીતે બનત? અથવા જય થયે છતે સર્વ અદ્વિતીય છે. ૨. રાજાએ મહાપ્રસાદથી અભયને પારિતોષિક દાન આપ્યું. માતૃજનની રક્ષા કરતા આ દાનની કેટલી કિંમત? કેમકે માતૃરક્ષા કરીને અભયે ઘણું (કિર્તી–પુણ્ય વગેરેને) ઉપાર્જન કર્યું હતું. ૬૩. ચેટક રાજાની પત્રીનો બીજી વખત જન્મ થયો છે એમ માનીને દર્શન કરવાની લાલસાવાળો રાજા ફરી તેના ઘરે ગયો. ૬૪. હંમેશા નવા નવા પ્રેમને કરતો રાજા વિવિધ પ્રકારના વિનોદને કરતો તેની સાથે રમ્યો. જેમ શિશિરઋતુમાં વાદળમાંથી નીકળતો સૂર્ય ઘણો પ્રિય થાય છે તેમ વિપત્તિમાંથી ઉગરી ગયેલ સ્વજન ઘણો પ્રિય થાય છે. ૬૫.
એકવાર ચલ્લણાએ કહ્યું : હે પ્રિય ! મને એક સ્તંભવાળો ઉત્તમ મહેલ કરાવી આપો કેમકે જેમ શિખાથી મોરલી પ્રશંસનીય બને તેમ હું સર્વ શોક્યોથી ઉત્તમ ગણાઉં. ૬૬. મને એટલો બધો હર્ષ છે કે હું સૂર્યના ઉદયાસ્તને જાણતી નથી. (અર્થાત્ આનંદમાં મારો કાળ કયાં ચાલ્યો જાય છે તેની ખબર પડતી નથી) તો પણ હું જીવિતેશ્વર ! તમારી કૃપાથી મહાવિમાનમાં રહેલી દેવીની જેમ એકતંભ મહેલમાં રહીને ક્રીડા કરું. ૬૭. રાજાએ તેની વાતનો સ્વીકાર કર્યો. પ્રિયા વડે પ્રાર્થના કરાયેલ પુરુષ શું શું કરવાની અભિલાષા નથી કરતો? ૬૮. પછી અભયકુમારને આદેશ કર્યો કે તું ચલ્લણાની ધૃતિને માટે જલદીથી ગગનચુંબી, ઉત્તમ એકસ્તંભવાળા મહેલને આદરથી તૈયાર કરાવ. જેનાથી કાર્યની સિદ્ધિ થાય તેને જ સ્વામી પોતાની આજ્ઞા ફરમાવે. દ૯, અભયે પણ વાસ્તુવિદ્યા કાર્યમાં નિપુણ સુથારને આદેશ કર્યો. કેમકે ઉદાર દિલવાળાનું કાર્ય કરી આપવા બીજા તત્પર હોય ત્યારે પોતે શા માટે મહેનત કરે? ૭૦. જેમ ખરીદ
૧.અમૃતમય વચનઃ રાજાએ અંતઃપુરને બાળી નાખવાનું કહ્યું હતું તે વચન ઝેર જેવું હતું. અભયે ઝૂંપડી બાળીને અંતઃપુર બચાવીને અમૃત સમાન બનાવી દીધું.
Page #86
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૪
૮૧ કરવા નીકળેલો લોક દુકાને દુકાને જઈને વસ્તુની પરીક્ષા (તપાસ) કરે તેમ અભયના આદેશથી સુથાર વનમાં જઈ સ્તંભ માટે યોગ્ય વૃક્ષની દરેક સ્થાને પરીક્ષા કરવા લાગ્યો. ૭૧. જેમ કવિનું મન પ્રશાંત સરસ કાવ્યમાં ઠરે તેમ આનું મન કોઈક વૃક્ષ ઉપર ઠર્યું. લક્ષણવંતા ચિહ્નવાળા વૃક્ષને જોઈને સુથારે હૃદયમાં આ પ્રમાણે વિચાર્યુઃ ૭ર. આ વૃક્ષ બે રીતે ઉત્તમ છે. (૧) બળદની જેમ પુષ્ટ સ્કંધવાળો છે, રાજાની જેમ છત્રથી યુક્ત છે, વેદની જેમ શાખા-પ્રશાખાના ભરના ધામ જેવો છે; ઝળહળતા પ્રવાલના સમુદ્ર જેવો છે. ૭૩. સજ્જનોના સ્વામીની જેમ ફુલોથી વિકસિત છે; પુણ્યના પ્રકર્ષની જેમ ફળોથી ભરેલો છે; મગધના રાજાના રાજ્યની જેમ સારી રીતે બંધાયેલ મૂળવાળો છે. તથા સાધુના મનની જેમ ઉદાર અને ઉન્નત છે. ૭૪. જેવો તેવો પણ વૃક્ષ દેવતાના અધિષ્ઠાન વિનાનો હોતો નથી. આવી ઋદ્ધિવાળો આ વૃક્ષ અધિષ્ઠાયક દેવથી અધિષ્ઠિત હોય એમ સ્પષ્ટપણે જણાય છે. ૭૫. છેદાતો આ વૃક્ષ ખરેખર વિનકારક ન થાઓ તેથી નિશ્ચયથી ઉપવાસ કરીને હું આનો ઉપાય કરું. જેથી પ્રયોજન (કાય) ત્રણ મંગલવાળું થાય. (આદિ-મધ્ય
અને અંત એમ ત્રણ પ્રકારે મંગલ થાય.) ૭૬. એમ વિનિશ્ચય કરીને જેમ પ્રતિષ્ઠાના આગલા દિવસે બિંબની અધિવાસના કરવામાં આવે તેમ ઉપવાસ કરી તે બુદ્ધિમાને ધૂપ, ગંધ અને સુગંધિ ફૂલોથી વૃક્ષને અધિવાસિત કર્યો. ૭૭. એટલામાં શ્રેણિક રાજાની પાસે જઈને દેવે અભયકુમારને કહ્યું : સર્વઋતુના ફૂલ-ફળોના સમૂહથી સતત વિભૂષિત, તારી ઈચ્છા મુજબનો મહેલ હું કરી આપીશ. મારા આશ્રય (નિવાસ સ્થાન) એવા વૃક્ષને કાપવો નહીં. તું જલદીથી સુથારને પાછો બોલાવી લે. આકડાના ઝાડ ઉપર મધપૂડો મળી જતો હોય તો પર્વત ઉપર કોણ ચઢે? ૭૯.
પોતાનું કાર્ય સિદ્ધ થયું છે એમ હર્ષથી જણાવીને અભયે સુથારને પાછો બોલાવી લીધો. દેવે ક્ષણથી એક થાંભલાવાળા મહેલને બનાવી આપ્યો. અથવા દેવને મનથી જ કાર્યની સિદ્ધિ થાય છે. ભિન્ન ભિન્ન પ્રકારના અમાત્યોમાં શિરોમણિ અભયે રાજાને મહેલ બતાવ્યો. જેમકે હે સ્વામિન્ ! પોતાના યશપુંજ સમાન એક સ્તંભવાળા મહેલને આદરથી જુઓ. ૮૧. આમ્ર-રાયણ–બીજપુર-નારંગી-ખજૂરઅશોક– દાડમ તથા લીંબુ-કેળ – મલ્લિકા વગેરે વૃક્ષોથી સહિત હંમેશા ફૂલો અને ફળોથી ભરપુર તથા બંધુક–બાણ–આસન-જાતિ-સપ્તલ– સત્પાટલા- ચંપક– ચંપકરાજ- દ્રાક્ષ-નાગરવેલ વગેરે મંડપો સહિત આ ઉદ્યાનને જુઓ. ૮૩. રાજાએ કહ્યું : જેમ સુકવિ વિવક્ષિત અર્થની સુખપૂર્વક રચના કરતા હોય ત્યારે સાથે વ્યંગ્યાર્થની નિષ્પત્તિ થઈ જાય તેમ મહેલને કરવાની ઈચ્છાવાળા તમારે, અહીં બીજું ઉપવન તૈયાર થયું. ૮૪. હર્ષિત થયેલ પ્રિયપત્ની ચેલ્લણાને સાક્ષાત્ જાણે દેવવિમાન ન હોય તેવા મહેલમાં ઉત્તમ દિવસે સ્થિર લગ્નમાં સ્થાપના કરી. ૮૫. જાણે કામદેવની સ્ત્રી રતિ ન હોય તેમ ચારે બાજુ ફરતી વૃક્ષની હારમાળાની મધ્યમાં રહીને વિવિધ ક્રીડાઓથી સતત રમતી ચેલ્લણા શોભી. ૮૬. તેણીએ ઉદ્યાનના પુષ્પોથી જિનપૂજા કરીને તથા પતિના વાળના પાશને ગૂંથીને ધર્મ અને કામ બે પુરુષાર્થોને સાધ્યા કેમકે વિવેકીઓની લક્ષ્મી ઉભય લોકને સાધનારી હોય છે. ૮૭. જેમ વિમાનમાં રહેલા દેવ અને દેવી કાળ પસાર કરે તેમ મહેલમાં રહીને ભોગમાં તત્પર દંપતીએ ધર્મ અને અર્થને બાધા ન પહોંચે તેમ સુખેથી કાળ પસાર કર્યો. ૮૮.
આ બાજ તે વખતે ચાંડાલની પત્નીને કેરી ખાવાનો તીવ્ર દોહલો થયો. તેણીએ ચાંડાલ પાસે આમ્રફળોની માંગણી કરી કેમકે સ્ત્રીઓને પતિ પાસે માંગણી કરવાનો અધિકાર છે. ૮૯. તેણે પણ કહ્યું : તું પાગલ થઈ છો કેમકે અનવસરે કેરીની માંગણી કરે છે. તેણીએ કહ્યું હે પ્રિય ! ચલ્લણા રાણીના
Page #87
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૮૨ મહેલના ઉધાનમાં કેરીના ફળો છે. શું કૃત્રિકાપણ' માં કોઈ વસ્તુનો ત્રાટો હોય? ૯૦. પછી ચાંડાલ દિવસે ઉધાન પાસે જઈને સુંદર પાકેલા કેરીના વૃક્ષો જોયા. ચોર દિવસે સારી રીતે વસ્તુનું નિરીક્ષણ કરી લે છે જેથી રાત્રે સહેલાઈથી ચોરી શકાય. ૯૧. ચાંડાલ રાત્રે ઉદ્યાન પાસે ગયો. અવનામી વિધાથી કેરીઓ તોડી લીધી. ૯૨. પછી ઉન્નામિની વિદ્યાનું સ્મરણ કર્યું. એટલે તરત ડાળીઓ મૂળ સ્થિતિમાં થઈ ગઈ. જાણે ઘણા પુણ્યના પ્રભાવથી કારાગૃહમાંથી ન છૂટી હોય તેમ ઘણા હર્ષને પામી. ૯૩. જેમ સરોવરમાં કમળો કપાઈ જતા જેવી શોભા લાગે તેવી લણી લીધેલા ફળોના કારણે ઉદ્યાનની શોભાને જોઈને ચેલણા ચિત્તમાં વિષાદ પામી. ૯૪. તે વખતે પ્રિયા ચલ્લણાએ પતિને કહ્યું ઃ કોઈ ઉદ્યાનના આમ્ર ફળોને ચોરી ગયો છે તેથી હે આર્યપુત્ર! અલંકાર અને વેશ વિનાની વિધવા સ્ત્રીની જેમ શોભતું નથી. ૯૫.
ત્યારે રાજાએ નંદાના પુત્રને આદેશ કર્યો છે અદ્ભુત બુદ્ધિનિધાન ! જલદીથી ચોરને શોધી કાઢ. આવા પ્રકારના દેવી શક્તિ ધરાવનાર ચોરથી અંતઃપુરમાં વિપ્લવ થવાનો સંભવ છે. ૯૬. અભયે કહ્યું : હે તાત ! કથાનો વિસ્તાર કરાય છે પણ પ્રભુતાનો વિસ્તાર કરાતો નથી જેમ ભંડારમાં રાખેલી વસ્તુ તરત કાઢીને અપાય તેમ આંબાના ચોરને હું શોધી આપીશ. ૯૭. ચોરને પકડવાની ઈચ્છાથી લોકોના વેશ, વચન, રીતભાત વગેરેનો અભ્યાસ કરવા જેમ વૈદેશિક, કૌતુકી, યુવાન ભમે તેમ ત્રણ, ચાર, કે ઘણાં રસ્તે ભમ્યો. ૯૮. જેમ વૈદ્ય અતિરોગિષ્ટ જીવના શિરાના સ્થાનને પકડી ન શકે તેમ અભયે ઘણાં ઉપાયો કર્યા અને સતત તપાસ કરી તો પણ કેરીના ચોરને શોધી શક્યો નહીં. ૯૯. ચોરને પકડવાની ઈચ્છાથી એકવાર નગરજનો કોઈક સ્થાને સંગીત કરાવતા હતા ત્યાં અભયકુમાર પહોંચ્યો કેમકે કાર્યમાં ખેદ નહીં પામતા જીવો પોતાનું કાર્ય સાધે છે. ૧૦૦.
કુમારને ઉત્તમ આસન આપીને લોકે કહ્યું હે દેવ! ઘણી પ્રસન્નતાપૂર્વક ક્ષણવાર આ આસન ઉપર બેસો. સ્વામીનું ગૌરવ કોણ ન કરે? ૧૦૧. આસન ઉપર બેસીને અભયકુમારે કહ્યું : હે લોકો જ્યાં સુધી નટો ન આવે ત્યાં સુધી મારી કથા સાંભળો કેમકે બુદ્ધિમાનો એક ક્ષણ પણ વિનોદ (આનંદ) વિના બેસતા નથી. ૨. અંજલિ જોડીને નગરજનોએ કહ્યું : હે પ્રતિભાના બૃહસ્પતિ ! તમે મોટી કૃપા કરી. પુણ્યોદયથી તમારી વાણી સાંભળવા મળી. શું ભાગ્યહીનને ઘરે રત્નની વૃષ્ટિ થાય? ૩. અભયે કથા કહેવાની શરૂઆત કરી- જેમકે.
પહેલાં ઉદ્યાન-વાપી-સરોવર-પ્રપા-પ્રાસાદ–ઘર– અને સેંકડો દુકાનોથી યુક્ત વસંતપુર નામનું નગર હતું. જેમાં કૃતજ્ઞ, કરુણાળુ, પરોપકારી, વિનયી, વિચક્ષણ, ઔદાર્ય, ગાંભીર્ય, સુધેર્ય, દાક્ષિણ્ય, સરલાશય વગેરે ગુણોને ધરનાર લોક વસતો હતો. ૫. તે નગરમાં જીર્ણ નામનો શ્રેષ્ઠિ વસતો હતો. કર્મના ઉદયથી તેનો સર્વભવ નાશ પામ્યો હતો. જે દિવસે તેને ભોજનની પ્રાપ્તિ થતી તે દિવસે તેના ઘરે હર્ષથી મહોત્સવ મંડાતો ૬. શેઠને લીલાથી ચાલતી લોચનની કીકીથી સુંદર અર્થાત્ મોહક એવી એક જ પુત્રી હતી. યુવાનોના મનમાં કામ વિકાર જગાવનારી હોવા છતાં દરિદ્રતાને કારણે વૃદ્ધ કુમારિકા થઈ. અર્થાત્ મોટી ઉમર થવા છતાં લગ્ન ન થયા. ૭. પિતાએ ગરીબના પુત્ર સાથે ન પરણાવી અને કોઈ ધનવાન વર તેને ન પરણ્યો. કારણ કે લોક વધૂના માતાપિતા પાસે શ્રેષ્ઠ કિંમતી વસ્ત્રોની પહેરામણી ઈચ્છે છે. ૮. વરને અર્થે કામદેવની પ્રતિમાને પૂજવા માટે ઉપવનમાં જઈને દરરોજ ચોરીને પુષ્પો લાવે છે. તેની પાસે
૧. કૃમિકાપણ દેવ અધિષ્ઠિત દુકાન જ્યાં સર્વ વસ્તુઓ મળે, લેનાર વ્યક્તિની કેવી આર્થિક સ્થિતિ છે તેના ઉપર વસ્તુના ભાવ નક્કી થાય. જેમકે ગરીબને રત્નકંબળ પાંચ રૂપિયામાં મળે જ્યારે તે જ રત્નકંબળ રાજાને એક લાખ રૂપિયામાં મળે.
Page #88
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૪
ફૂલો ખરીદવાના પૈસા પણ કયાંથી હોય ? ૯.
ઘણાં દિવસથી પેધી ગયેલ ચોરને જલદીથી પકડું એવો મનમાં નિશ્ચય કરીને એકવાર ઉદ્યાનપતિ શ્વાસથી રુંધી દેનાર યોગીની જેમ નિશ્ચલ બનીને ઝાડની પાછળ સંતાઈને રહ્યો. ૧૦. પછી વૃદ્ધકુમારી આવી. તેણીએ સરાગથી જોનાર માળીના અંતઃકરણને હરી લીધું. જે સદા ફૂલો ચોરી શકે છે તેને મનનું હરણ કરવું કેટલું માત્ર છે ? ૧૧. તેના પ્રત્યેક અંગમાં કંપ ઉત્પન્ન થયો અને ક્ષણથી મત્સર શાંત થયો. દાહજ્વરને કારણે ઉત્પન્ન થયેલો શરીરનો દાહ અત્યંત શીતજ્વરના વાસમાં (ઉત્પત્તિમાં) રહેતો નથી. ૧૨. બળાત્કારે બે હાથથી તેને પકડીને માળીએ કહ્યું : હે સુંદરી તું મારી સાથે રમણ કર. હે વરવર્ણિની ! ઘણાં દિવસોથી પુષ્પોને ચોરી જતી તું મારા વડે ખરીદાઈ છો. ૧૩. તે બોલી હે ભદ્ર ! તું આ સારું નથી બોલતો. હે માળી ! હજુ પણ હું કન્યા છું. મારે સાધ્વીની જેમ પુરુષનો સ્પર્શ યોગ્ય નથી. અથવા વેશ્યા પણ આ નિયમનું પાલન કરે છે.. ૧૪. હે માળી ! હું તને પૂછું છું કે જો તું આ પ્રમાણે અન્યાય કરશે તો તારી ભાણી, બહેન, પુત્રીનું કેવી રીતે રક્ષણ કરી શકશે ? ૧૫. તેણે કહ્યું : હે કુંભસ્તની ! તું પંડિત છે પણ કાગડાના કીકીના ડોળાની જેમ ઉલટ સૂલટ ન બોલ. કોઈ મોટી શરત કર્યા વિના તને કોઈપણ રીતે છોડીશ નહીં. ૧૬, પૂર્વના પાપના ઉદયથી હું આટલી ઉમર (વય) સુધી કુંવારી રહી. હવે જો કૌમાર્ય અક્ષત નથી તો મને કોઈ પરણશે નહીં. કોણ ખંડિત કાચમણિને ખરીદે ? ૧૭. એમ વિચારીને તેણીએ કહ્યું : હે મહાગ્રહ ! તું અહીં કઈ શરત કરવા માગે છે ? ઘણાં સંકલ્પોથી વિહ્વળ થયેલ માળીએ પણ કહ્યું : હે વિશાલાક્ષી ! જેમ દેવને પ્રથમ બલિ ચડાવવામાં આવે તેમ પરણ્યા પછી અત્યંત તપાવેલ સુવર્ણકમળ સમાન માખણ જેવા મુલાયમ શરીરનો પ્રથમ સંભોગ મને આપવો. ૧૯. ભોજન કરવાની ઈચ્છાવાળો લોક ભોજનનો પ્રથમ કોળિયો કાગડાને ધરે એ ન્યાયથી વિક્ષણાએ મનથી નિશ્ચય કરીને તે વખતે તેનું વચન જલદીથી માન્ય કર્યું. ૨૦. જેમ હરિણી સિંહના પંજામાંથી છૂટે તેમ અખંડ શીલવાળી શ્રેષ્ઠીપુત્રી માળીના પંજામાંથી છૂટેલી શ્રેષ્ઠ આનંદને ધારણ કરતી જેમ મૃગયૂથ ઘરે જાય તેમ ઉત્સુક તે પોતાના ઘરે ગઈ. ૨૧.
૮૩
હવે એકવાર ઘણો ધનવાન યુવાન આને આદરપૂર્વક પરણ્યો. અથવા લોકમાં સારું કરિયાણું કાલાંતરે કિંમતી થાય છે એમાં સંશય નથી. ૨૨. તે બેનું મિલન થયેલું જોઈને સંગમનો ઉત્સુક સૂર્ય જાણે પશ્ચિમ દિશામાં અસ્ત ન પામ્યો હોય ! તથા દારુનું` સેવન કરનાર કોનો ક્ષય ન થાય ? ૨૩. સૂર્યનો અસ્ત થયા પછી જેનું જેનામાં સંભાવ્યપણું હતું તે તેનામાં ન રહ્યું જેમ કે મહાન એવા આકાશમાં રાગ ઉત્પન્ન થયો અને કમળોનો સંકોચ થયો. ૨૪. જે આકાશમાર્ગમાં રહીને સૂર્યે ચરાચર જગતને પ્રકાશિત કર્યુ ત્યાંજ મલિન અંધકારે આવીને અંધારું પાથર્યું. ૨૫. તારાના ભરથી ચમકતું પહોળી આંખોથી મિત્ર (સૂર્ય)ને જોવાની ઈચ્છાથી આકાશ ત્યારે શોભી ઉઠયું. ચારે તરફ અંધકાર છવાઈ ગયો. ભુવનમાં પોતાના રાજ્યમાં કોણ વિલાસ નથી પામતો ? ૨૬. મિત્ર (સૂર્ય) અસ્ત થયે છતે હા અંધકાર વડે આખું વિશ્વ શા માટે વિડંબિત કરાયું ? એમ રોષથી અંધકારનો નાશ કરવા માટે લાલવર્ણને ધારણ કરતો ચંદ્ર ત્યારે ક્ષણથી ઉદય પામ્યો. ૨૭. જેટલામાં ચંદ્ર એક ગાઉ જેટલો આકાશમાં ઉચે ન ચડયો તેટલામાં અંધકાર શરદઋતુના વાદળ જેવો કોમળ (પાતળો) થયો. કેમકે જળ (પાણી) સ્વભાવથી શીતળ છે. ૨૮. ચંદ્રની કળા કોઈક તેવી લોકત્તર છે જે શીતળ હોવા છતાં અંધકારને ભેદવા સમર્થ થઈ. ચક્રયુગલને વિયોજિત કર્યુ અને કૈરવ
૧. દારુ : સૂર્યના પક્ષમાં પશ્ચિમ દિશાનું સેવન કરનાર.
Page #89
--------------------------------------------------------------------------
________________
८४
અભયકુમાર ચરિત્ર (કમળ)ના બંધનમાંથી ભમરાને છોડાવ્યો. ર૯. જેમ આ ચંદ્ર, ગોળાકાર, શીતલ અને અતુલ કલાવાળો છે તેવી રીતે જો કલંક વગરનો હોત તો એની તોલે બીજા કોઈ ન આવત. અથવા આ સંસારમાં કોણ પૂર્ણગુણને ધારણ કરનારો મળે? ૩૦.
એટલામાં જેના કાનમાં કુંડલ ડોલી રહ્યા છે. જેનું ગળું હારથી શોભી રહ્યું છે જેના બે સ્તનમંડલ હારથી ઢંકાયેલ છે. જેની બે ભુજા ઉત્તમ કેયૂરથી શોભી રહી છે, જેના કાંડા કંકણાવલિથી શોભી રહ્યા છે. જેની આંગડીઓ વજ જડેલી વીંટીઓના ભરથી શોભી રહી છે, જેના કેડ પરના કંદોરાની ઘુઘરીઓ વાગી રહી છે, જેના પગમાં પહેરેલા નુપૂરો રણઝણાટ કરી રહ્યા છે. જેણીએ સુનિર્મળ રેશમી વસ્ત્રો પહેર્યા છે, જેના વસ્ત્રો વિલેપનની સુગંધથી મહેકી રહ્યા છે. જેણીએ હંસલીની ગતિનો પરાભવ કર્યો છે એવી વધુ સુંદર વાસઘરમાં પ્રવેશી. ૩૩. આમ્રના અંકુરના આસ્વાદથી મત્ત બનેલ કોયલના જેવા મધુર સ્વરવાળી વધૂએ પોતાના પતિને કહ્યું ઃ પૂર્વે જ્યારે હું આવા પ્રકારના સંકટમાં ફસાયેલી હતી ત્યારે પ્રથમ સંભોગ માળીની સાથે કરવો એવું તેને વચન આપ્યું છે. ૩૪. તેથી હે આર્યપુત્ર! ખુશ થઈને મને જલદીથી તેની પાસે જવાની અનુમતિ આપો. જેથી કરીને હું તેની આગળ સત્યપ્રતિજ્ઞાતા થાઉ. મનુષ્યની એક પ્રતિજ્ઞા જ જીવે છે. અર્થાત્ મનુષ્ય પ્રતિજ્ઞાનું પાલન કરતો નથી તો તે મરેલા જેવો જ છે. ૩૫. તેનું વચન સાંભળીને આ ગંગા નદી જેવી પવિત્ર છે એમ જાણીને હર્ષ પામ્યો. જે આ યુધિષ્ઠિરની જેમ પોતાનું વચન પાળવા તત્પર થઈ છે. ૩૭. એ પ્રમાણે નિશ્ચય કરીને હર્ષથી તેને કહ્યું : હે પદ્માક્ષી ! તું પોતાની પ્રતિજ્ઞા સાચી કર. ઘણું કરીને લોકનું બોલેલું વચન ન બોલાયેલ વચન સમાન કરાય છે. સત્યના રાગી પાંચ કે છ હોય છે. ૩૮. જેમ સમુદ્રમાંથી લક્ષ્મી નીકળે તેમ વાસઘરમાંથી નીકળીને કેટલામાં ક્ષણથી ચાલી તેટલામાં આગળ ચોરો મળ્યા. તેથી અમે માનીએ છીએ કે કુદંડમાં ચાર પુરુષો ગોઠવવામાં આવ્યા હતા. ૩૯.
અમે સારા શકનોથી નીકળ્યા છીએ જેથી અહીં સ્વયં જ સાક્ષાત્ નિધાન આવ્યું છે. જલદીથી પકડો પકડો એમ કહીને લૂંટવા ઉદ્યત થયા. ૪૦. એટલામાં લૂંટવા તત્પર થયેલા ચોરોને તેણીએ કહ્યું છે ભાઈઓ ! સાંભળો આ પ્રયોજનથી હું આગળ જાઉં છું. હું પાછી આવું તે વખતે તમે મારા દાગીના લઈ લેજો. તેના સભાવપૂર્વકના વચનને સાંભળીને ચોરોએ તેને જવા દીધી. ૪૧. પાતળ સુધી જેની દષ્ટિ પહોંચેલી છે, ભૂખથી જેની કુક્ષિ સંકોચાઈ ગઈ છે એવા રાક્ષસે મહાબિલાડો જેમ ઉંદરડીને જુએ તેમ આગળ જતી તેને જોઈ. ૪૨. જેમ ઘણું કરીને ઉંદરડી સ્વયં જ કરંડિયામાં રહેલા સાપના મુખમાં પડે તેમ લંઘનથી બળી ગયું છે શરીર જેનું એવા મારા હાથમાં ભાગ્ય જોગે આ સામેથી આવી છે. ૪૩. એમ બોલીને ભક્ષણ કરી જવાની ઈચ્છાથી રાક્ષસે ભયભીત થયેલી હરણીની જેમ તેને પકડી અને પછી પૂર્વે વર્ણન કરેલ શરતથી છોડી દીધી. (અર્થાત્ જેમ ચોરે તેના સદ્ભાવને સાંભળી છોડી દીધી તેમ રાક્ષસે પણ છોડી દીધી.) કેમ કે કાર્યની સિદ્ધિ ઘણા વિદનવાળી હોય છે. ૪૪. માળી પાસે પહોંચીને કહ્યું તે વખતે ફૂલોને ચોરનારી હું નવોઢા તારી પાસે આવી છું. મેં ખરેખર વચન મુજબ મારા કુળને ઉચિત કર્યુ છે. હવે તું તારા કુળને જે ઉચિત હોય તેમ કર. ૪૫. આ સત્યપ્રતિજ્ઞાવતી મહાસતી છે તેથી મારે કુલદેવતાની જેમ વંદનીય છે એમ બોલીને માળી તેના બે પગમાં પડ્યો. શું એક સભાવ પણ ફળતો નથી? ૪૬. હવે પછી તું મારી બહેન છો, ફોઈ છો, માસી છો અથવા તો માતા છો. હે પતિવ્રતા તું સૌભાગ્યવંતી થા અને પોતાના પતિના ઘરે પાછી જા એમ કહીને રજા આપી. ૪૭.
મારું ઉત્તમ ભક્ષ્ય નવોઢા કયારે આવશે? એમ ફરી સ્મરણ કરતો રાક્ષસ જેટલામાં રાહ જુએ છે
Page #90
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૪
૮૫ એટલામાં જેમ બ્રાહ્મણની શ્રાદ્ધતિથિ આવી પહોંચે તેમ શીલવંતી શ્રેષ્ઠવધૂ ક્ષણથી ત્યાં આવી પહોંચી. ૪૮. નવોઢાએ રાક્ષસને કહ્યું હે પુણ્યશાળી ! ધર્મ ઉપાર્જન કરવાના હેતુથી માળીએ મને છૂટી કરી દીધી છે. તેની વાણી સાંભળી રાક્ષસને જેમ યુદ્ધમાં ભટ્ટના ઉભટ્ટ વચનથી પૌરુષ ચડે તેમ અતુલ પૌરુષ ચડ્યું. ૪૯. દેવ હોવા છતાં પણ આ શું માળીથી હલકો થાઉં? શું અહીં મારી થોડી પણ માણસાઈ ચાલી ગઈ છે? એમ બોલી નમીને તેણે રજા આપી. તે પોતાના ઘરે જા અને ચિરંજીવિની થા. ૫૦.
હવે જેમ પોતાની રાજ્યલક્ષ્મી સામે આવીને પાંડવોની પાસે આવી તેમ તે જે દિશામાં ચાલી તે દિશામાં ઉત્સુકતાથી રાહ જોતા ચોરોની દષ્ટિ તેના ઉપર પડી. ૫૧. માળી અને રાક્ષસ એ બે જે રીતે તેને છોડી દીધી તે સર્વ ચોરોની પાસે જણાવ્યું. પૂર્વે જે ઉપાયથી શીલનું રક્ષણ થયું છે તે ઉપાયને શું બુદ્ધિમાનો ફરી ન કરે? પર. એમ તેના વચનથી હૃદયમાં શલ્પિત થયેલા ચોરોએ કહ્યું : શું માળી અને રાક્ષસથી અમે ઉતરતા છીએ? જેથી અમે પોતાના જીવનને ઘાસની જેમ હલકું કરીએ. પ૩. પ્રણામ કરી ચોરોએ કહ્યું : તું ઘરે જા, પતિની થા. હેબહેન! તું સુભગ છે. તારાના સમૂહથી શરદઋતુની રાત્રિ શોભે તેમ તું આભૂષણોથી શોભાયમાન થા. (અમારે આભૂષણો નથી જોઈતા.) ૫૪. પતિની આગળ માળી–રાક્ષસ અને ચોરોના વૃત્તાંતને જણાવ્યો. જે બીજાની આગળ સદ્ભાવને જણાવે તે શું પતિની આગળ છૂપાવે ખરી? ૫૫. પછી અત્યંત વિસ્મિત થયેલ પતિ પત્નીની સાથે સુખ ભોગવીને ક્ષણથી રાત્રી પૂરી કરી. કેમકે સુખમાં લીન થયેલની સદા આવી ગતિ હોય છે. ૫૬. ઉદયાચલ પર્વત ઉપર ઐરિકવર્ણ જેવા મોટા સ્થળમાં આગમન થવાને કારણે લાલપ્રકાશને ધારણ કરતો સૂર્ય ક્રાંતિના ભરથી સંપૂર્ણ જગતનું રંજન કરતો ઉદય પામ્યો એમ અમે માનીએ છીએ.પ૭. સદા અમારો શત્રુ પાપી અંધકાર આ પર્વતની ગુફામાં વસે છે તેથી રોષે ભરાઈને સૂર્યે કિરણોથી પર્વતના શિખરોને તાડન કર્યુ. ૫૮. હે પ્રિય ! આ તમારો વૈરી, સ્વભાવથી મલિન, નિબિડપણે બાંધીને મેં પકડીને રાખ્યો છે. એમ નીકળતા ભમરાઓની શ્રેણીના બાનાથી કમલિનીએ સૂર્યને અંધકારનો સમૂહ બતાવ્યો. ૬૦. હું માનું છું કે વિયોગના દાહન્વરને શાંત કરવા ચક્રવાક પક્ષીએ પત્ની ચક્રવાકીને જાતે બિસતંતુને આપ્યું. જ્યારે ઘુવડ વગેરે પક્ષીઓ અંધકારના સમૂહમાં રહ્યા કેમકે સરખે સરખાનો મેળ જામે છે. ૬૧. કમલિનીઓને સર્વાગે બળાત્કારે આલિંગન કરીને તેની ગંધ લક્ષ્મીનું હરણ કરનાર શરીર વિનાનો આ વાયુ ભાગ્યશાળી છે. અહીં બીજી કોઈ રીતે શૂરવીરથી છૂટકારો થતો નથી. ૬૨. દંપતીએ સર્વ પ્રભાતના કાર્યો યથાયોગ્ય રીતે તત્ક્ષણ કર્યા. સંતો પોતપોતાના સમયે કરવાના કાર્યોમાં ક્યાંય પ્રમાદ કરતા નથી. ૬૩. સૂઈને જાગેલ લોક મિત્ર, પત્ની અને પુત્રને આજ્ઞાંકિત, ભક્તિયુક્ત, સુકોમલ, સંપત્તિ વિપત્તિમાં સહભાગી, આદરવાળા જુએ છે તે ધન્યતમ છે. ૪. આ સ્ત્રી તેવી ગુણવાન છે એમ ચિત્તમાં વિચારીને ભાઈવર્ગની સમક્ષ જલદીથી કુટુંબપાલનમાં સ્થાપિત કરી કેમકે ઘણાં કટંબીઓ સ્ત્રીને પ્રમાણ માનનારા હોય છે. ૬૫.
આટલી કથા કહ્યા પછી અભયે લોકોને પૂછ્યું : તમે કહો પતિ-માળી–ચોર અને રાક્ષસ આ ચારમાંથી દુષ્કર કોણ છે? ઈર્ષાળુઓએ કહ્યું : અનંતબુદ્ધિના ભંડાર પતિ જ દુષ્કર છે. ૬. સુંદર રૂપથી શોભતી, તત્કાળ પરણાયેલી, સુભગ, નહીં ભોગવાયેલી પત્નીને રાત્રિના સમયે બીજા પુરુષ પાસે મોકલી તે પતિને ધન્ય છે. કારણ કે આવા કાર્ય કરતા પોતાના પ્રાણનું દાન દેવું સુકર છે. ૬૭. આવું અનુચિત વર્તન કરવા ઈચ્છતી પત્ની અમારા જેવાઓને મળી હોત તો ગુસ્સાથી ખદિરની લાકડી લઈને તેને એવી રીતે મારત કે છ માસ સુધી ખાટલામાં પડી રહેત. ૬૮. એના ઉત્તરને નહીં સહન કરનાર પ્રતિવાદીઓની
Page #91
--------------------------------------------------------------------------
________________
૮૬
અભયકુમાર ચરિત્ર જેમ ક્ષુધાતુરોએ તે વખતે કહ્યું કે તે રાક્ષસ જ કેવળ સત્યવાન છે. કેમ કે ઘણો ભૂખ્યો થયો હોવા છતાં તેણે જવા દીધી. ૬૯. જીવો કોઢ-જ્વર-અર્શ-સોજા–ઉદર સ્રવ – પીઠ–આંખ-દાવ–મુખ અને માથાની વેદનાને માસ, વર્ષ કે જીવન સુધી સહન કરે છે પણ ભુખ એક ક્ષણ સહન કરી શકતા નથી. ૭૦. જેમ આજન્મથી દરિદ્રી ખાઉધરા, કાંતારને પાર પામેલ બ્રાહ્મણને ત્રણ ઉપવાસ ઉપર ધૃતપુરનું ભોજન જે સ્વાદ આપે છે તેમ રાક્ષસોને નૃમાંસ સ્વાદ આપે છે. ૭૧. પરદારા લંપટોએ કહ્યું હે બાલીશો ! પહેલા તમે કાંઈક સમજો પછી કોઈપણ નિર્ણય ઉપર આવો. અમારી દષ્ટિએ માળી પર દુષ્કરકારક છે. ૭ર. અસાધારણ રૂપવાળી, વારીની જેમ સારી રીતે કામરૂપી હાથીને બાંધનાર, કામદેવની સ્ત્રી રતિનો પરાભવ કરનારી સ્ત્રીને સુમુનિની જેમ લીલાથી હલાપૂર્વક જેણે છોડી દીધી એવા માળીને ધન્ય છે. ૭૩. મહાકવિને કાવ્યની રચનામાં જેવો રસ ઉત્પન્ન થાય, તાર્કિકરૂપી ચક્રને ચલાવનારને જલ્પ (વિવાદ)માં જેવો રસ ઉત્પન્ન થાય, જુગારમાં જુગારીને જેવો રસ ઉત્પન્ન થાય, યુવાનોને યુવતિઓમાં જેવો રસ ઉત્પન્ન થાય તેના કરતા અધિક રસ માળીને તેના ઉપર ઉત્પન થયો. ૭૪. માતંગપતિ બોલ્યો : અરે ! તને ભાન પણ નથી કે બોરનું ડીટીયું કઈ બાજુ આવેલું છે. અભયકુમારના પ્રશ્નનો જવાબ આપવામાં તારામાં લાયકાત નથી. ૭૫. હે પ્રભુ! હું માનું છું કે ચોરો કેવળ દુષ્કર કૃત્ય કરનારા હોય છે. કેમકે સમસ્ત સવર્ણના વિભૂષણોથી અલંકૃત નવોઢાને રાત્રિમાં લૂંટ્યા વગર છોડી દીધી. ૭૬. જીવો ધનને અર્થે સાગરને તરે છે, ઘોર શસ્ત્રોથી યુદ્ધ કરે છે, વિવિધ પ્રકારના ધાતુઓને ધમે છે. ભયંકર રસકૂપિકામાં રસ લેવા ઉતરે છે, હમેશાં કોદાળીથી રોહણાચલ પર્વતને ખોદે છે. અંગને છેદીને દેવ સમૂહને બલિ આપીને પૂજે છે. તો પછી સામે ચાલીને આવેલી આ લક્ષ્મીને જતી કરે ખરા? ૭૮.
અભયકુમારે આંબાના ચોરને શોધી કાઢ્યો. આથી જ બુદ્ધિમાન શિરોમણિઓ કહે છે કે મૌન સકલ અર્થનો સાધક છે. અર્થાત્ ચોર મૌન રહ્યો હોત તો પકડાત નહીં. ૭૯. અભયે તેને કહ્યું ઃ તું સાચું બોલ કે કેરીની ચોરી કેવી રીતે કરી ? ચાંડાલે કહ્યું : વિદ્યાના બળથી મેં કેરીઓ ચોરી છે. કેમકે અમારા જેવાઓને તે વિદ્યા ચોરીના ફળવાળી છે. અર્થાત્ આવી ઉત્તમ વિદ્યા પણ અમારા જેવા પાસે ચોરી કરાવે છે. ૮૦. અભયે ચોરીનો સર્વ વૃત્તાંત રાજાને જણાવ્યો અને ચોરને સુપ્રત કર્યો. ચોરનો છુટકારો કે શિક્ષા રાજાની આજ્ઞાથી થાય છે. ૮૧. પછી રાજાએ પુત્રને કહ્યું : હે વત્સ! સામાન્ય ચોર પણ ઉપક્ષા કરાતો નથી તો વિદ્યાવિશિષ્ટ ચોરની કેવી રીતે ઉપેક્ષા કરાય? એક તો ચોર દુષ્ટ છે અને બીજું તેણે રાજાના ઘરે ચોરી કરી છે. ૮૨. મંત્રી શિરોમણિ અભયે કહ્યું હે રાજન્ ! પ્રથમ તમે આની પાસેથી વિદ્યા ગ્રહણ કરી લો પછી આપણાથી છૂટેલો આ પલાયન થઈ જશે. હે પ્રભુ! શું કરંડિયામાંથી સાપ છૂટી શકે? ૮૩. પુત્રના વચનને પ્રમાણ કરી સિંહાસન ઉપર બેઠેલ રાજા પૃથ્વી ઉપર બેસેલા ચાંડાલ પાસેથી વિદ્યા ગ્રહણ કરવા લાગ્યો. કેમકે રાજાઓ નહીં કહેવાયેલ નીતિઓને જાણતા નથી. ૮૪. જેમ કુલટા સ્ત્રી ઘરમાં ન રહે તેમ વિદ્યા ભણવા છતાં રાજાના હૈયામાં વિદ્યાએ વાસ ન કર્યો. તેથી રાજાએ ચાંડાલની ઉપર આક્ષેપ કર્યો કે તું મને સરખી રીતે વિદ્યા ભણાવતો નથી. મનમાં કંઈક કપટ કરે છે. ૮૫. બુદ્ધિમાનોમાં શિરોમણિ અભયે કહ્યું હે સ્વામિન્ ! ઘણા વિનયપૂર્વક વિદ્યાને ગ્રહણ કરો. કારણ કે વિદ્યા ગ્રહણમાં ત્રણ હેતુઓ છે. ૧. વિદ્યાનો વિનય ૨. વિદ્યાનું અર્થીપણું ૩. વિદ્યા ભણવાનું ધ્યેય. આના સિવાય બીજો કોઈ શ્રેષ્ઠ હેત નથી. ૮૬. હે તાત! તેમાં પણ ચિંતનશીલ વિચક્ષણોએ વિનયને વિદ્યાનો શ્રેષ્ઠ હેતુ કહ્યો છે.જેમ સંયમના ત્યાગમાં સમ્યગુદર્શન અને સમ્યગુજ્ઞાન મુક્તિ અપાવતા નથી તેમ આના (વિનય) વિના બાકીના બે
Page #92
--------------------------------------------------------------------------
________________
૮૭
સર્ગ-૪
કાર્યસિદ્ધિ આપનારા નથી. ૮૭. હે તાત ! આને સિંહાસન ઉપર બેસાડીને સ્વયં પૃથ્વી ઉપર બેસો ઊંચી ભૂમિ ઉપરથી પાણી નીચે ઢળે છે તેમ વિનયશીલ આત્મામાં વિધા સંક્રમિત થાય છે. ૮૮. વિદ્યાના અર્થી રાજાએ પણ તે પ્રમાણે કર્યું. પોતાની ગરજથી શું નમ્ર ન થવાય ? માન કષાયને છોડનાર શ્રેણિકે ચાંડાલ પાસેથી ઉન્નામિની અને અવનામિની બે વિદ્યા ગ્રહણ કરી. ૮૯. આ હમણાં વિધાગુરુ થયા છે એમ કહીને મગદ્દેશ પાસેથી ચોરને મુક્ત કરાવ્યો. અથવા તો એકવાર કળા મોટા પણ સંકટમાંથી છોડાવે છે. ૯૦. મારો દોહલો પૂરો નહીં થાય એમ માતંગી સતત મનમાં ચિંતા કરતી હતી તેટલામાં શિકારીના હાથમાંથી ભૂંડ છૂટીને આવે તેમ માતંગ છૂટીને ઘેર આવ્યો. ૯૧.
અભયની બુદ્ધિથી સર્વકંટકો દૂર કરીને રાજા જેટલામાં રાજ્યલક્ષ્મીનું પાલન કરે છે તેટલામાં સુરાસુરોથી સ્તવના કરાતા છે ચરણરૂપી કમળો જેના એવા શ્રી મહાવીર જિનેશ્વર સમોવસર્યા. ઉદ્યાન પાલકે જલદી આવીને પ્રભુના આગમનની વધામણી આપી. રાજાએ તેને દારિદ્રરૂપી કંદના મૂળને ઉખેડી નાખે તેવું ધનનું પારિતોષિક દાન આપ્યું. ૯૩. પછી તેજસ્વી, વાંકી ડોકવાળા,ઉન્નત સ્કંધવાળા, સ્નિગ્ધ કેશયાળવાળા, વિસ્તૃત પૃષ્ટ પ્રદેશવાળા, માંસ રહિત મુખવાળા સીધા કાનવાળા, વાયુ અને મનનીજેવા વેગવાળા, ઉત્તમ અશ્વપર બેસીને પ્રભુના આગમનના વૃત્તાંતને સાંભળીને જાણે હર્ષથી નૃત્ય ન કરતો હોય એવો મગધપતિ શ્રેણિક રાજા પ્રભુને વંદન કરવા ચાલ્યો. અથવા તો એના ભાગ્યની કોઈ સીમા ન હતી. ૯૫. હાથથી ઉત્તમ કૃપાણોને નચાવતા, પ્રશસ્ત હાથમાં વિશાલ વજને શોભાવતા એવા શ્રેષ્ઠ પદાતિઓ રાજાની આગળ-પાછળ અને પડખે ચાલી રહ્યા હતા. સિંદુરપુર જેવા લાલકુંભ મંડળોને ધરનારા, વાદળ જેવા કાળા અને ચંચળ એવા હાથીઓ જેની સાથે ચાલી રહ્યા છે. જાણે સૂર્યના ઘોડાઓના સમૂહને હેપારવથી જાણે હસી કાઢતા ન હોય તેવા ઘોડાઓ જેની સાથે ચાલી રહ્યા છે. ઘંટા,પતાકા અને કળશોને ધરનારા જંગમ પ્રાસાદના વૃંદ જેવા રથોથી શોભતો શ્રેણિક રાજા જાણે સ્વર્ગમાંથી ઈન્દ્ર ન અવતર્યો હોય તેમ મહાવીર પરમાત્માને વંદન કરવા ચાલ્યો. ૯૮. જેમ નીલોત્પલ અંતર્ગત પુંડરીક કમળ શોભે સામંતોના મસ્તક ઉપર રહેલ ચંદનથી નિર્મિત છત્રની અંતરાલમાં રહેલ રાજાના મસ્તક ઉપર રહેલું શ્વેત આતપત્ર ઘણું શોભ્યું. ૯૯.
આગળ માર્ગમાં જનમવા માત્રથી ત્યજી દેવાયેલી બિલાડી-ભૂંડ-સર્પ અને કૂતરીના મડદાથી પણ અતિ દુર્ગંધવાળી હોવા છતાં રૂપથી સ્વરૂપવાન એવી કોઈક બાળકી પડેલી હતી. ૧૦૦. યુદ્ધના મેદાનમાં કયારેય પીછેહઠ નહીં કરનાર સૈનિકો જેમ ગંધહસ્તીની ગંધથી બીજા હાથીઓ ભાગી જાય તેમ બાળકીના ગંધથી ક્ષણથી ભાગ્યા અને પોતાની નાસિકાને હાથથી દબાવીને ચાલવા લાગ્યા. ૨૦૧. રાજાએ પુછ્યું : અરે ! આ શું થયું ? એક સૈનિકે રાજાને જણાવ્યું જાણે સાક્ષાત્ પાપની માળા ન હોય એવી અત્યંત દુર્ગંધમય એક બાલિકા અહીં પડેલી છે. ૬૦૨. રાજાએ સ્વયં તેને જોઈને લેશમાત્ર પણ જુગુપ્સા ન કરી. હું આનું ચારિત્ર્ય ભગવાનને પૂછીશ એમ વિચારતો રાજા આગળ ચાલ્યો. ૩. ભગવાન પાસે પહોંચીને નમીને રાજાએ પૂછ્યું : હે સ્વામિન્ ! મેં આજે લશણની દુર્ગંધ જેવી દુર્ગંધ મારતા શરીરને પામેલી એક બાલિકાને મેં આજે માર્ગમાં જોઈ તેણીએ એવું કયું કર્મ બાંધ્યું હશે ? ૪. લોકોને બોધ થાય એ હેતુથી પરમાત્માએ કહ્યું :
પર્યંત દેશના શાલિપૂર્વક ગામમાં ધનમિત્ર નામનો ધનાઢય વણિક રહેતો હતો. અથવા તો શું ભૂમિ ઉપર કમળો નથી ઉગતા ? જાણે સાક્ષાત્ ધનલક્ષ્મી ન હોય તેવી હર્ષને ધરનારી ધનશ્રી નામે એને ઉત્તમ
Page #93
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
८८ પુત્રી હતી. એકવાર ઉનાળાના સમયે તેના પિતાએ એનો લગ્ન સમારંભ યોજાયો હતો. ૬. યુગપ્રમાણ ભૂમિ ઉપર દષ્ટિ રાખીને ચાલનારા, ડાબા હાથમાં ઉત્તમ દંડને ધારણ કરનારા દર્પિષ્ઠ કામરૂપી હાથીને ભેદવા માટે જાણે શું પગની આંગડીઓના નખરૂપી અંકુશને ન વધાર્યા હોય તેવા, સાચું બોલવામાં અનુરક્ત છતાં લોકોને પીડા નહીં કરનારા, કર્મમળથી રહિત છતાં મલિન વસ્ત્રવાળા, એવા પ્રશાંત અને દાંત મુનિઓ ધનમિત્રના ઘરે ભિક્ષા લેવા પ્રવેશ્યા. ૮. સુબંધુ શ્રેષ્ઠીએ મુનિઓને વાંદીને પુત્રીને કહ્યું છે પત્રી ! તારા વિવાહ મંગળ અવસરે આ મુનિઓ પધાર્યા છે તેથી આળસુના ઘરે ગંગા અવતરી છે. ૯. માતંગના ઘરે સ્વર્ગમાંથી ઐરાવત અવતર્યો છે. વૈતાઢયની ગુફામાં મણિનો દીપ પ્રગટ થયો છે. દરિદ્રના ઘરે રત્નનો વરસાદ વરસ્યો છે. અથવા મારવાડની ભૂમિમાં કલ્પવૃક્ષ ઉગ્યો છે. ૧૦. આ મુનિઓ તારા મંગલ પ્રસંગે એકાએક પર્યત ભૂમિમાં આવ્યા છે તેથી તે વિવિધ પ્રકારના મનોહર એષણીય ભોજનથી સ્વયં તેઓને પ્રતિલાભિત કર. ૧૧. પછી ઉત્તમ સુવર્ણના આભૂષણોથી અલંકૃત, ચંદન, અને કપૂરના વિલેપનથી વિલિંપિત, ઉત્તમ વેશથી સજ્જિત, પ્રમોદને ભજનારી ધનશ્રી મુનિઓને વહોરાવવા ઊભી થઈ. ૧૨. ભવિષ્યમાં અહીં રહેવાનું છે તેથી અગાઉથી જો પોતાના આવાસને જોવા માટે જાણે ઉત્સુક ન હોય તેમ મુનિઓના પરસેવાના કારણે ભિના થયેલ મલિન વસ્ત્રોની ગંધ ધનશ્રીની નાસિકામાં પ્રવેશી ગઈ. ૧૩. પોતાની નાસિકાને અત્યંત મચકોડતી, શૃંગારમાં મૂઢ થયેલી તેણીએ વિચાર્યું : જિનેશ્વરોએ સકલ અંશથી પણ સુંદર અને શંકાદિ દોષોથી રહિત ધર્મ જગતમાં પ્રરૂપ્યો છે. ૧૪. પરંતુ જો અચિત્ત પાણીથી સ્નાન કરાય તો શું દૂષણ લાગે? આમ પરસેવાના મળથી ખરડાયેલ વસ્ત્રો ધારણ કરતા સાધુઓએ શું ઘાંચીની જેમ ભમવું જોઈએ? ૧૫. એમ સ્વમતિ કલ્પનાથી ચિંતવતી ધનશ્રીએ ત્યારે દુઃસહ દુર્ગધ નામ કર્મને બાંધ્યું કેમકે જીવ ધ્યાન અનુસાર કર્મ બાંધે છે. ૧૬. હે રાજનું! આની આલોચના કર્યા વિના કાળથી મરીને આ નગરમાં ગણિકાની કુક્ષિમાં ઉત્પન્ન થઈ. જેમ વૈરાગીઓની લક્ષ્મી અરતિને ઉત્પન્ન કરે તેમ તેણીએ માતાને અરતિ ઉત્પન્ન કરી. ૧૭. હે રાજનું! ગર્ભને પાડવા પણાંગનાએ પ્રગહન ઔષધના સમૂહને પીધો તો પણ ગર્ભ પડ્યો નહીં કેમકે નિકાચિત આયુષ્યમાં કોઈ ઉપક્રમ લાગતો નથી. ૧૮. વેશ્યાએ આજે જ પુત્રીને જન્મ આપ્યો છે અને પાકેલા વ્રણમાંથી નીકળેલ પરુને જેમ છોડી દેવાય તેમ કર્મના યોગથી દુર્ગધની ભાજન બનેલી પુત્રીને જલદીથી માર્ગમાં મૂકી દીધી છે. ૧૯. ફરીથી રાજાએ જિનેશ્વરને પૂછયુંઃ આ વેશ્યાની પુત્રી હવે કેવા સુખ દુઃખને ભોગવશે કેમકે નારકના જીવ સિવાય બીજો કોઈ એકાંત દુઃખી નથી. ૨૦. પ્રગટ થયેલ કેવળજ્ઞાનથી સંપૂર્ણ લોકના ક્ષેત્રને સાક્ષાત્ જોનાર પ્રભુએ કહ્યું ઃ આણે પૂર્વે ઉપાર્જન કરેલ સકલ દુઃખને ભોગવી લીધું છે હવે પછી સુખને ભોગવશે તેને સાંભળ. ૨૧. હે શ્રેણિક! આઠ વરસની થશે ત્યારે આ તારી પ્રિય પત્ની બનશે. વણકરે વણેલી અત્યંત સુકોમળ પટ્ટપટી શું રાજાઓને ઉપયોગી નથી બનતી? રર. હે પ્રભુ! આ જ મારી રાણી થઈ છે એમ કેવી રીતે જાણવું? એમ કૌતુકથી રાજાએ પૂછ્યું ત્યારે ભૂત-ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળના જ્ઞાતા પ્રભુએ ક્ષણથી જવાબ આપ્યો – ૨૩. હે રાજનું! તું સ્ત્રીઓની સાથે હર્ષથી, ક્રીડા કરતો હોઈશ ત્યારે તારી પીઠ ઉપર પર્યાણની લીલાથી જે આરોહણ કરશે તે ક્ષણે તારી દુર્ગધારાણી છે એમ જાણજે. ૨૪. અહો ! માનસરૂપી સરોવર માટે હંસિકા સમાન આ મારી પ્રિય પત્ની કેવી રીતે થશે? એમ કૌતુહલ પામેલ રાજા જિનશ્વરને નમીને પોતાના ઘરે ગયો. ૨૫.
૧. પ્રગહ : બળાત્કારે પકડીને ખેંચી લે તેવા તીવ્ર ઔષધો
Page #94
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૪
૮૯ અને આ બાજુ કોઈ આહિરની સ્ત્રીએ માર્ગમાં પડેલી બાલિકાને જોઈને વિચાર્યુંઃ શું આ કોઈ દેવકન્યા છે? અથવા દેવાંગનાથી છૂટી પડી ગયેલી કોઈ દેવી છે? અથવા પાતાળમાંથી નીકળેલી કોઈ નાગકન્યા છે? ૨૬. હું સંતાન વિનાની છું તેથી આને લઈ લઉ તો આ માટે ઉત્તમ પુત્રી થાય. જેની પાસે પોતાનું આભૂષણ ન હોય તે શું માગીને ન પહેરે? મૃત્યુથી રક્ષણ કરવામાં સમર્થ વિધાતાએ નક્કી મારા માટે જ આ માર્ગમાં નિરાધાર પડેલી છતાં માંસરુચિ બિલાડી–જંગલી કૂતરા-ગીધ–કાગડા–ભૂંડ વગેરેથી આને બચાવી છે. ૨૮. એમ નિશ્ચય કરીને તેણે નિધાનની જેમ ગ્રહણ કરી ઘણાં હર્ષથી પોતાના ઘરે લઈ ગઈ અને પોતાની કુક્ષિમાં જન્મેલી છે એવી રીતે પાલન કર્યું. અહીં કોઈપણ ક્યાંયથી લભ્યને મેળવે છે. અર્થાત્ પોતાના ભાગ્યથી જીવને વસ્તુની પ્રાપ્તિ થઈ જાય છે. ૨. આહિરણ વડે પાલન પોષણ કરાતી દુર્ગધા બાળપણ અને કુમારાવસ્થાને અનુભવીને જેમ સાહિત્ય અને સવ્યાકરણ બંને ભણીને બુદ્ધિમાન વિશદ પ્રમાણશાસ્ત્રનું અવગાહન કરે તેમ યૌવન વયને પામી. ૩૦. જેમ સારા ગોચરમાં ચારો ચરતી ગાયો સુખપૂર્વક પુષ્ટ થાય તેમ ઘી-દૂધ-દહીં, શેરડીના ભોજનથી તે થોડા દિવસોમાં પુષ્ટ થઈ. ૩૧.
હવે તે ક્યારેક શૃંગાર-લીલારસના રંગમંદિર સમાન કૌમુદી મહોત્સવ જોવા માટે માતાની સાથે નગરમાં આવી. કેમકે આ દેશ આવા પ્રકારના કુતૂહલનો પ્રિય છે. ૩૨. આખા શરીર ઉપર વસ્ત્રો પહેરીને પ્રચ્છન્નવૃત્તિથી રાજા અને અભયકુમાર રાત્રિએ લોકમેળામાં આવ્યા કારણ કે તે રીતે ઈચ્છામુજબ કૌતુક જોઈ શકાય. ૩૩. આ પોતાનો સ્વજન છે. આ પર છે, આ મહાન છે, આ બાળક છે, આ યુવાન છે, આ સ્ત્રી છે એવા કોઈ ભેદભાવ વિના અહમિન્દ્રની જેમ લોકો ત્યાં ત્યારે સ્વચ્છંદી રીતે વર્તવા લાગ્યા. ૩૪. જેમ યાત્રાના ઉત્સવ પ્રસંગે તીર્થોમાં ભીડ થાય તેમ રાસ-ગીત-નૃત્ય જોવામાં ઔસુય ધરનારા જીવોનો પરસ્પર ઘણો સંઘટ્ટો થયો. ૩૫. રાજાના ખભા ઉપર પોતાની ભુજા મૂકીને આહિરપુત્રી કૌતુક જોવા માટે ઉભી રહી. રાજા પણ ભારથી ભરેલો હોવા છતાં જાણે ભાર નથી લાગ્યો એવો ડોળ કરીને રહ્યો. દુર્ગધાના શરીરના સ્પર્શથી રાજાનો કામ નિરંકુશપણે ઉદ્દીપન થયો. સૂર્યના કિરણોના યોગથી શું સૂર્યકાંત મણિમાં અગ્નિ ઉત્પન્ન નથી થતો? ૩૭. કામના વિચારોથી અત્યંત વિહ્વળ થયેલ રાજાએ વિચાર્યું કે આનું શરીર આમ્રપલ્લવ અને શિરીષના ફૂલો કરતા પણ વધારે કોમળ અને સુંદર છે. ૩૮. જો હું માગણી કરીને આને પરણીશ તો સકલ પણ લોક ત્યારે કલ્પના કરશે કે ઈન્દ્રિયલોલુપ રાજા જે જે રૂપવતી કન્યાને જુએ છે તેને તેને વાંછે છે. ૩૯. તેથી બીજા કોઈ ઉપાયથી આને પરણું એમ વિચારીને રાજાએ જાણે સાક્ષાત્ પોતાના સમુત્સુક હૃદયને બાંધતો ન હોય તેમ તેના વસ્ત્રના છેડે ટ્વટી બાંધી. ૪૦. પછી રાજાએ અભયને કહ્યું હે વત્સ! અહીં બેઠેલા આપણે સ્વયં ક્ષણથી ચોરાયા છીએ. કોઈએ મારી વીંટી ચોરી લીધી છે. કોઈ ઉત્સુક ચોરીને બીજે દ્વારથી નીકળી ગયો છે. ૪૧. મારી વીંટી ચોરાઈ છે એનું મને બહુ દુઃખ નથી પણ સોનું ચોરાયું છે તેનું મને દુઃખ થાય છે. કેમકે હે અભય! સોનું ચોરાય તે સારું નથી ગણાતું. ૪૨. તેથી હે વત્સ! વિલંબ કર્યા વિના ચોરની તપાસ કર કેમકે અગાધ પાણીમાં પડી ગયેલ રત્નને તુરત શોધી લેવામાં ન આવે તો પછી કાયમ માટે ગયું છે એમ સમજી લેવું. ૪૩.
પછી અભયકુમારે સેવકો પાસે જેમ ચોપાટ રમનારો સોગઠીઓથી ચોપાટ ઉપર બીજાની સોગઠીઓને બાંધે છે તેમ લોકને નીકળવાના બધા તારો રુંધાવી દીધા. ૪૪. દ્વારિકા નગરીની જેમ બંધ કરાયેલ નગરના કિલ્લાના દરવાજામાંથી નીકળતા એકેક માણસને તપાસ માટે લેવાય તેમ વૃંદમાંથી નીકળતા ઉત્કૃષ્ટ, સામાન્ય અને જઘન્ય સ્વરૂપવાળા એકેક માણસને અભયે તપાસ્યા. ૪૫. જેમ ગ્રંથને
Page #95
--------------------------------------------------------------------------
________________
0
અભયકુમાર ચરિત્ર શોધનારો એકેક અક્ષરને તપાસે તેમ વિચક્ષણ અભયે ક્રમથી નીકળતા દરેક લોકોના મસ્તક, મુખ સર્વ સ્થાનોની તપાસ કરાવી. ૪૬. એ પ્રમાણે નિપુણતાથી દરેક મનુષ્યની તપાસ કરતા હતા ત્યારે આહિર૫ત્રીના વસ્ત્રમાં બાંધેલી શ્રેણિક રાજાની વીંટી જોવામાં આવી. કેમકે સારા ભાવથી કાર્ય કરનારને અવશ્ય સિદ્ધિ થાય છે. ૪૭. અભયે આહિર પુત્રીને કહ્યું તે રાજાની વીંટી કેવી રીતે ચોરી. અરે ! તું સ્વયં વયમાં નાની લાગે છે પણ તારું પરાક્રમ મોટું છે. ૪૮. બે કાનમાં આંગડીઓ નાખીને આહિર૫ત્રીએ કહ્યું : હે દેવ! મેં વીંટી ચોરી કે ચોરાવી નથી. અથવા ચોરવા માટે ભ્રકુટિથી બીજાને સંજ્ઞા કરી હોય તો સકલ લોકપાલ અને દશેય દિશાના નાથ મારી ચેષ્ટાને જાણે છે. અથવા તે વિભુ! વિષમ દિવ્યને કરીશ અથવા પરીક્ષા કરનાર દેવતાનો સ્પર્શ કરી તમને ખાતરી કરાવી આપું. ૫૦. ખરેખર! શરીરનું ગૌરપણું સુસંસ્થાન, લાવણ્ય, સારા બાંધાથી યુક્ત આહિરપુત્રીને જોઈને પિતાને રાગ થયો છે નહીંતર આના વચનમાં આટલી નિર્ભયતા કેવી રીતે હોય? ૫૧. એમ જાણવા છતાં પણ મંત્રી શિરોમણિએ કહ્યું : હે સુંદરી! તે સાચું કહું તો પણ આવા પ્રકારના ચોરીનો માલ દેખાવાથી હું તને કેવી રીતે છોડી શકું? પર. તો પણ તું રાજા પાસે આવ. રાજાને કુશળ જાણીને બધું સારું કરાશે એમ આશ્વાસન આપીને અભય તેને રાજા પાસે લઈ ગયો. કેમકે સુપુત્રો પિતાનું ઈષ્ટ કરનારા હોય છે. ૫૩. રાજાએ પ્રણામ કરતા અભયને પુછ્યું : હે બુદ્ધિરૂપી કમલિનીને વિકસવા માટે સૂર્ય સમાન પુત્ર! તે સંશય વિના ચોરના સરદારને શોધી કાઢયો છે નહીંતર તારા મુખ ઉપર કાન્તિ કયાંથી હોય! ૫૪. અભયે જલદીથી કહ્યું : હે તાત! આ ચોરી પકડાઈ ગઈ છે. કામદેવને જીતનારી, ચોરના વૃંદમાં શિરોમણિ આણે તમારા મનની સાથે મુદ્રાને ચોરી લીધી છે. પ૫. ત્યારે કંઈક હસીને રાજાએ કહ્યું : હે સુપુત્ર ! આ તારી વાત નક્કીથી સાચી છે. આ સ્ત્રીને હું પરણવા ઈચ્છું છું. નીચકુળમાંથી પણ સ્ત્રી રત્ન મેળવાય છે. ૫૬. દુર્ગધાના ભયભીત થયેલ માતાપિતાને બોલાવીને અભયકુમારે કહ્યું : તમારી પુત્રીએ રાજાની વીંટી ચોરી છે. લોભથી જીવ કયું પાપ ન કરે? ૫૭. જો રાજાને પુત્રી પરણાવશો તો તમારો છુટકારો થશે નહીંતર નહીં. યોગ્ય વિચાર કરીને જલદી નિર્ણય જણાવો કેમકે સંતાનના અપરાધમાં પિતા દંડને પાત્ર બને છે. ૫૮. રાજા શક્તિથી કે ભક્તિથી પુત્રીને ગ્રહણ કરશે તેથી સામે ચાલીને આપીએ એજ સારું છે. હસવામાં કે રડવામાં આ અવશ્ય મહેમાન થવાના છે તો પછી હસતા રહેવામાં મજા છે. ૫૯. એમ વિચારીને માતાપિતાએ અંજલિ જોડીને કહ્યું છે પ્રભુ! આ વસ્તુ નક્કીથી રાજાની છે જેમ કાગડાના માળામાં કોયલ મોટી થાય તેમ આ ફક્ત અમારા ઘરે મોટી થઈ છે. ૬૦. અને વળી – રાજા પુત્રીનો વર થતો હોય તો ત્રણ ભુવનમાં અમને શું શું નથી મળ્યું? અમને હમણાં નવ નિધાન અને ચૌદ રત્નોની પ્રાપ્તિ થઈ છે. ૬૧. રાજા અમારી પુત્રીને પરણશે એવો સ્વપ્નમાં પણ અમને મનોરથ નથી થયો. અહીં શું કોઈ કયારેય ક્યાંય નારીનો પતિ દેવ બને એવી સંભાવના કરે? ૬૨. ભાગ્યના યોગથી આ પુત્રીને ગ્રહણ કરો. રાજ્યલક્ષ્મી સમાન પુત્રીની સાથે રાજાનો સંગમ થાઓ. જેમ કાશ્યપમુનિ રાજાના સસરા થયા હતા તેમ અમે રાજાના સસરા થઈશું. ૬૩. શ્રેણિક રાજા ઘણાં હર્ષથી આહીર પુત્રીને પરણ્યો. પૃથ્વી પર આવી સ્વેચ્છા રાજાઓને જ શોભે. રાજાએ સારા કુળમાં ઉત્પન્ન થયેલી ચેલ્લણા વગેરે દેવીઓમાં આને અગ્રેસર કરી. પ્રેમના અનુરાગથી આ લોક કુળને જોતો નથી. ૬૫.
તેની સાથે પાંચેય પ્રકારના મનોહર વિષયસુખોને પ્રીતિથી ભોગવતા જેમ શિયાળાના દિવસો જલદીથી પસાર થાય તેમ રાજાના આઠ વરસ લીલાથી પસાર થયા. દ. જેમ ઈન્દ્ર મહારાજા રંભાદિ
Page #96
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૪
૯૧ દેવીઓની સાથે ક્રીડા કરે તેમ એકવાર શ્રેણિક રાજા હાર-જીત કરાવે તેવા પાસાઓની રમતથી બધી રાણીઓની સાથે ક્રીડા કરવા લાગ્યો. ૬૭. જે જેના વડે જીતાશે તેની પીઠ ઉપર જીતનારો બળદની જેમ સવારી કરશે એમ પરસ્પર શરત નક્કી થઈ. કારણ કે જુગારમાં રાજા અને રંક સમાન ગણાય છે. ૬૮. બાકીની દેવીઓ જ્યારે જીતી જતી ત્યારે જયનું સૂચન કરવામાં સમર્થ એવા વસ્ત્રના છેડાના ભાગને રાજાની પીઠ ઉપર મૂકતી હતી. કેમકે કુલીનોની સર્વ પણ ચેષ્ટા કુળ અનુસાર થાય છે. દ૯. વેશ્યાપત્રીએ રાજાને જીત્યા ત્યારે બીજી રાણીઓની ઉત્તમ ચણ જોવા છતાં પણ ક્ષણથી રાજાની પીઠ ઉપર આરૂઢ થઈ. ખરેખર ! પોતાનો સ્વભાવ માથામાં (મગજમાં) રહે છે અર્થાત્ સ્વભાવ જતો નથી. ૭૦. હે નાથ ! હું નીચી હોવા છતાં તમારા પ્રસાદથી સ્વતઃ ઉચ્ચપદને પ્રાપ્ત થઈ છું. મને હજુ પણ વધારે ઉચ્ચ સ્થાનને આપો એમ રાજાના પીઠ ઉપર આરૂઢ થયેલી તેણીએ પોતાનો અભિપ્રાય જણાવ્યો. ૭૧. તીર્થકરના વચનનું સ્મરણ થતા રાજા હસ્યો, પીઠ પરથી નીચે ઉતરીને તેણીએ(દુર્ગધા રાણીએ) પુછ્યું : હે સ્વામિન્ ! તમારે શા માટે હસવાનું થયું? કેમકે કારણ વિના મોટાઓને હસવાનું થતું નથી. ૭૨. રાજાએ કહ્યું ઃ પુનમના ચંદ્રને વ્યાધિનો પ્રકોપ આપનાર મુખકમળને ધારણ કરનારી હે દેવી ! હું લીલાથી હસ્યો હતો કેમકે પોતાના મિત્રમંડળમાં રૂચિ મુજબ વર્તી શકાય છે. ૭૩. મધુરભાષિણી દેવીએ કહ્યું : હે જિનેશ્વર ! હું સાચાભાવથી તમને પૂછું છું અને તમે મશ્કરીમાં મારા વચનને ઉડાવી દો છો તેથી કૃપા કરીને મને સાચું કહો. ૭૪. હે પ્રિય! જો તમે મને સત્ય હકીકત નહીં જણાવો તો હું વાણીથી જ તમારી સ્ત્રી છું. (હૈયાથી નહીં) એમ તમે કબૂલ કરો એવો આગ્રહ કર્યો. કેમકે સ્ત્રીઓનો આગ્રહ કીડીના આગ્રહ કરતા આકરો હોય છે. ૭૫. પછી પૂર્વજન્મથી માંડીને પીઠ ઉપર આરોહણ કરવા સુધીનો સર્વ વૃત્તાંત જિનેશ્વર ભગવંતે જેમ કહ્યો હતો તેમ તેની આગળ સંભળાવ્યો. ૭૬.
રાજાના મુખથી પોતાના વૃત્તાંતને સાંભળીને તે ધન્યા સંસાર ઉપરથી વૈરાગ્યને પામી. આ સંસાર નિર્વેદનો મોટો હેતુ છે છતાં કોઈ વિરલ આત્માને વૈરાગ્ય થાય છે તે આશ્ચર્ય છે. ૭૭. અહો! જિનધર્મની હિલનાનું પાપ દુરંત છે પૂર્વે આવા પ્રકારનું શ્રાવકકુળ મેળવ્યું હોવા છતાં સમસ્ત હીનકુળોમાં શિરોમણિ એવા વેશ્યાના કુળમાં જન્મ પામી. ૭૮. કસ્તૂરી–સુંદર-ચંદન–કપૂર ના વિલેપનોથી હું સુંગધિ બની પણ વિષ્ઠા-પરુ આદિની દુર્ગધને ટક્કર મારે તેવા વિષમ ભાવોને પામી. ૭૯. જેઓ અજ્ઞાનપણામાં મુનિનો દ્રોહ, નિંદા અથવા હિલના કરે છે તેઓ તિર્યંચ અને નરકના ભવોમાં યાતના ભોગવી ચાંડાલ, ડુંબ વગેરે જાતિઓમાં ઉત્પન્ન થાય છે. ૮૦. જેઓ સાધુઓની આશાતનાનું ફળ સારી રીતે જાણે છે છતાં ચારિત્રવંતોની આશાતના કરે છે તો જે તપસ્વિઓ સ્વયંહિંસાદિ પાત્રોમાં રત બનેલા છે તેઓ ચારિત્રવંતોની કઈ અશાતના નહીં કરે? ૮૧. તેથી દુઃખરૂપી વનને બાળવા માટે ચારિત્રને હું ગ્રહણ કરું એમ વિચારીને તેણીએ હર્ષથી રાજા પાસે દીક્ષાની અનુમતિ માગી કેમકે મોટાઓનું ચિંતન તુરત ફળદાયક થાય છે. ૮૨. હે સ્વામિન્ ! તમારી કૃપાથી મારે આ ભવ સારો થયો. હવે હું સંસારથી વિરક્ત થઈ છું તેથી ભવાંતરની સાધના કરીશ કેમકે સત્સંગ બંને ભવને સુધારે છે. ૮૩. કૃપા કરીને મને જલદીથી રજા આપો જેથી હું શ્રીમદ્ મહાવીર પરમાત્મા પાસે શિવસુખને આપનારી દીક્ષા લઉં. કોણ એવો છે જે શક્તિ હોવા છતાં પોતાના બંધનને ન તોડે? ૮૪. રાજાએ કહ્યું જેની બુદ્ધિ રૂપી ચક્ષુઓ ઉઘડી છે એવી હે દેવી! તું જ પૃથ્વી ઉપર પુણ્યનું ભાન છો. તને ધન્ય છે કે જે તે પ્રભુની શિષ્યા થઈશ અથવા કોણ કલ્પવૃક્ષના સેવકપણાને પામે? ૮૫. અમે તત્ત્વને જાણનારા હોવા છતાં પણ પાપી છીએ કાદવના પિંડમાંથી વૃદ્ધ બળદ પોતાને
Page #97
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૯૨
ઉત્ક્રરવા સમર્થ થતો નથી તેમ ક્ષણવાર સુખ આપનાર નાશવંત કામભોગોથી પોતાને ઉદ્ધરવા માટે શક્તિમાન નથી. ૮૬. હે વિવેકિની ! તારું સંયમ નિષ્કંટક બનો. હે સુંદરી ! પોતાના ઈચ્છિતને સારી રીતે સાધ એમ કહીને રાજાએ તેને દીક્ષાની અનુમતિ આપી. કૃષ્ણ મહારાજાની જેમ દીક્ષા લેવાની ભાવનાવાળાને અટકાવ્યા નહીં. ૮૭. પ્રણયિજનને આનંદ આપનારું દાન આપીને રાજાએ તેનો સુંદર દીક્ષામહોત્સવ કર્યો. મોક્ષમાં એકમના તેણીએ શ્રીમદ્ મહાવીર પરમાત્મા પાસે દીક્ષા લીધી. ૮૮.
રોહિણેય ચોરનું કથાનક
આ બાજુ વૈભાર ગિરિની ગુફામાં ન્યાયથી રહિત કલિકાળનો ભાઈ, લોહખુર નામનો ચોર વસતો હતો. પાપીઓને ધિક્કાર થાઓ જેઓને નિર્જન સ્થાનમાં રહેવાની રતિ છે. ૮૯. બંને પ્રકારે નક્ષત્ર બળમાં એકમાત્ર વલ્લભ લોહખુર સંધિ કરવા છતાં પણ સંધિનો ભેદક બનીને નગરમાં અર્થકામથી ભરપૂર લોકોના ઘરોનો ભોગવટો કર્યો અને લૂંટયા. ૯૦. ચોરી લાવેલ સર્વ મુદામાલને રાખવા આણે વૈભારગિરિમાં ગુફા બનાવી. હાડકાઓથી પૃથ્વી ખોદી શકાય છે તો લોહખુર ગુફા ન બનાવી શકે ? ૯૧. આજીવિકાના બીજા ઘણાં ઉપાયો હોવા છતાં તેને ચોરી કરવામાં ઘણી પ્રીતિ હતી. ભૂંડ હંમેશા ઉત્તમ ભોજન છોડીને વિષ્ઠાનો રાગી બને છે. ૯૨. જેમ શુક્રવારને રોહિણી નામની સ્ત્રી હતી તેમ લોહખુરને રોહિણી નામની સ્ત્રી હતી. જેમ ચંદ્રને રોહિણી સ્ત્રી હતી તેમ આને લોકમાં શત્રુભૂત થયેલી અતિક્રોધી રોહિણી નામે માન્ય સ્ત્રી હતી. ૯૩. લોહખુરને રોહિણી નામની સ્ત્રીની કુક્ષિમાં જન્મેલો રૌહિણેય નામનો પુત્ર હતો. જે રોહિણેય (ચંદ્રનો પુત્ર બુધ)ને જીતીને શત્રુમંડલમાં સંચરતો આ કયાંય જોવાયો નહીં. ૯૪. રૂપ અને ચેષ્ટાથી સમાન અને સમસ્ત તેવા પ્રકારના ગુણોનો ભંડાર આ પુત્ર જાણે ખરેખર બીજો ઉદ્ઘર લોહખુર ન હોય તેવો થયો. ઘણું કરીને પુત્રો પિતા જેવા થાય છે. ૯૫. પોતાનો અંતિમ કાળ આવેલો જાણીને ચોરે પુત્રને પાસે બોલાવ્યો અને આ પ્રમાણે શિખામણ દેવા લાગ્યો. કારણ કે મરણ કાલે પોતપોતાનું રહસ્ય બીજાને જણાવવા માટેનો અવસર હોય છે. ૯૬. હંમેશા તારા જ સુખનું એક કારણ મારું વચન અવશ્ય માનશે તો હું તને તત્ત્વને કહું છું. કોણ પોતાના વચનને નિરર્થક જવા દે ? ૯૭.
હવે રૌહિણેયે તેને કહ્યું : શું કોઈ ઉત્તમપુત્ર ક્રયારેય પિતાના વચનને કયાંય ઉત્થાપે ખરો ? તેથી મને પોતાની આજ્ઞા જણાવો. ૯૮. પુત્રની વિનયગર્ભિત વાણી સાંભળીને કઠોર આશયી લોહખુર હર્ષ પામ્યો. ફાંદવાળો જેમ પોતાના હાથે પોતાની ફાંદ ઉપર હાથ મૂકે તેમ પુત્રના અંગોનો સ્પર્શ કર્યો. ૯૯. લોહખુરે કહ્યું : હે વત્સ ! સકલ લોકમાં તું જ પોતાના કુળનો વિભૂષણ છે. જેમ રામ પિતા ઉપર ભક્તિને ધારણ કરતા હતા તેમ કલાનિધિ તેં પોતાના પિતા ઉપર સદા ઉત્તમ ભક્તિને ધારણ કરે છે. ૩૦૦. મણિ આદિથી નિર્માણ થયેલ ત્રણ ગઢવાળા સમવસરણમાં બિરાજમાન શ્રી વીર જિનેશ્વર ધર્મદેશના આપે છે. જેમ બહેરો મનુષ્ય ન સાંભળે તેમ તું બે કાનથી કયારેય તેનું વચન સાંભળીશ નહિ. ૩૦૧. હે પુત્ર ! જો તું તેના વચનને સાંભળશે તો થાળીને પણ નહિ મેળવે ? અર્થાત્ એક ટંક ભોજન પણ નહિ મેળવે. જેમ પૃથ્વી ઉપર લોક વિદ્યાથી ઠગાય છે તેમ તેની પાસે એવી કોઈક લોકોત્તર કલા છે જેનાથી લોક ઠગાય છે. ૩૦૨. જે એકવાર પણ તેનું વચન સાંભળે છે તેનું માથું અને મોઢું મુંડાઈ જાય છે. દામણ નાખેલા ગધેડાની જેમ બ્રહ્મચર્ય પાડવું પડે છે. રોગીની જેમ ઉપવાસ કરવા પડે છે. તેનું મિલન થયે છતે પોતાના ધનનો નાશ
૧. નક્ષત્ર–બળ–વલ્લભ : ન–ક્ષત્રમ્ -ઈતિ નક્ષત્રમ્ જે ક્ષત્રિયો નહીં તે અર્થાત્ જે ન્યાયી ન હોય તે અન્યાયી – અનીતિનું બળ જેને પ્રિય છે એવો તે લોહખુર.
Page #98
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૪ કરી દે છે. આ સતત ભિક્ષાચરોની સાથે ભોજન કરે છે. અહીં વધારે કહેવાથી સર્યું તે દેહથી, વર્ણથી, અને સંપત્તિથી ભ્રષ્ટ થાય છે. ૪. પોતાના કાર્યમાં દક્ષ, પોતાનો પટ્ટ વિભૂષણ, બુદ્ધિનો ભંડાર, એવો તું પત્ર હોતે છતે જેમ ઘણાં ધનવાનને મનુષ્યથી ચિંતા હોતી નથી તેમ મને પાછળની બીજી કોઈ ચિંતા નથી. દ. પુત્રે તેના વચનનો સ્વીકાર કર્યો પોતાની બુદ્ધિ મુજબની સમાધિને પામીને મર્યો અને પોતાના પાપ કર્મોના કારણે નરકમાં ગયો. શું કર્મ પણ ક્યારેય ચોરથી ભય પામે? ૭. પિતાના દેહની મહાવિસ્તારથી મરણોત્તર ક્રિયા કરીને ચોર શોકથી મુક્ત થયો. ઘુવડ પણ સૂર્યોદય થાય એટલે દુઃખી થાય છે. ૮. કાળ ગયે છતે શોકને ભૂલીને રોહિણીનો પુત્ર નગરને લૂંટવા નીકળે છે. લૂંટારાઓમાં શિરોમણિ રૌહિણેયે પિતાની જેમ લૂંટવાનું ચાલુ કર્યું. ખરેખર ! શોક પાંચ દિવસ રહે છે. ૯.
વિવિધ પ્રકારના નગર અને ગામથી યુક્ત પૃથ્વીતલ ઉપર વિહાર કરતા, ભવિક જીવોને પ્રતિબોધ કરતા શ્રીમદ્ મહાવીર પરમાત્મા તે વખતે નગરમાં સમોવસર્યા. ૧૦. વૈમાનિક વગેરે દેવોએ એક મુહૂર્ત માત્ર કાળમાં સમોવસરણની રચના કરી. દેવો વડે નિરંતર સંચાર કરાતા સુવર્ણકમળોમાં બંને પગ મૂકતા પૂર્વના દ્વારથી પ્રવેશીને તીર્થને નમસ્કાર કરી સિંહાસન ઉપર બેસીને વીર જિનેશ્વરે એક યોજન ગામિની વાણીથી મનુષ્ય અને દેવની પર્ષદામાં ધર્મનો ઉપદેશ આપ્યો. ૧૨. જેમ ભવ્ય જીવ વીર્ષોલ્લાસથી ઘણી મોહનીય કર્મની સ્થિતિને ખપાવીને ગ્રંથિદેશ ઉપર આવે તેમ ત્યારે ચોરી કરવાની ઈચ્છાવાળો ચોર નગરની અત્યંત નજીકની ભૂમિમાં આવ્યો. ૧૩. પિતા વડે ભરમાયેલા તેણે વિચાર્યું જો હું આ માર્ગથી જઈશ તો મારે એમની વાણી સાંભળવી પડશે. આ સિવાય જવા માટે બીજો માર્ગ નથી. અરે રે! જેમ માછલો ગાઢ જાળમાં ફસાય તેમ હું કષ્ટમાં ફસાયો છું. ૧૪. જો હું નગરમાં નહીં જાઉ તો દરિદ્રની જેમ નક્કીથી મારા કાર્યો સીદાસે તેથી કાનમાં આંગડી નાખીને બહેરો બની જાઉ. શું પ્રસંગે ગાંડા ન થવાય? ૧૫. જેમ ઘીના ઘડાને બરાબર ઢાંકવામાં આવે તેમ બે કાનમાં આંગડી ભરાવીને પાછળ જાણે ધાડ આવતી હોય તેમ ક્ષણથી ઉતાવળો નગરમાં ચાલ્યો. ૧૬. - રોજે રોજ આ રીતથી માર્ગમાં જતા-આવતા તેના કેટલાક દિવસો કષ્ટમાં પસાર થયા. વિપરીત બુદ્ધિવાળાની આવા પ્રકારની ચેષ્ટાને ધિક્કાર થાઓ. ૧૭. અરે ! તું મોહની ઉંઘમાં કેમ સૂતો છે? જાગ જાગ એમ પ્રતિબોધ કરવા માટે જાણે શિખામણ ન આપતો હોય તેમ એક વખત પૂર્વની જેમ વેગથી તેના પગમાં કાંટો ભોંકાયો. ૧૮. કાંટાની ગાઢ વેદનાથી પીડાયેલ તે આગળ એક પણ ડગલું ભરવા સમર્થ ન થયો. જે ભાવિમાં મધુર ફળની પ્રાપ્તિ થવાની છે તે વેદના પણ ખરેખર પ્રશંસનીય છે. કાંટાને ખેંચવાની ઈચ્છાથી તેણે ક્ષણથી બે કાનમાંથી આંગડીઓ બહાર કાઢી ત્યારે બે સુગતિના બે દરવાજા બંધ કરાયેલા હતા તે તેણે નક્કીથી ઉઘાડ્યા. ૨૦. દેવોની માળા કરમાતી નથી. તેઓની બે આંખો મટકુ મારતી નથી. તેઓના પગ ભૂમિને સ્પર્શ કરતા નથી. રજ–મલ-પરસેવાથી રહિત શરીરવાળા દેવો હંમેશા આનંદી હોય છે. આવું ભગવાનનું વચનરૂપી અમૃત પગમાંથી કાંટો કાઢતી વખતે ક્ષણથી તેના કાનમાં રેડાયું. શું જાણે શરીરની રક્ષા કરવા સમર્થ મંત્રાક્ષરો તેના કાનમાં જલદીથી ન પડ્યા હોય! રર. અરે ! મને ધિક્કાર થાઓ કેમકે મારા વડે ઘણું સંભળાઈ ગયું. અથવા આણે ચોરી સંબંધી કાંઈ કહ્યું નથી. કાનમાં પ્રવેશી ગયેલ તત્ત્વ પાછું નીકળી ન જાય એવી શંકાથી તેણે બે કાન જલદીથી ઢાંકી દીધા. ૨૩. પવનના વેગથી તે આગળ ગયો. જેમ તીડનું ટોળું ખેતરમાં અનાજ ચણી જાય તેમ પૂર્વની જેમ ચોરીમાં પ્રવૃત્ત થયેલ ચોરના સરદારે નગરને ગાઢ રીતે ઉપદ્રવ કર્યો. ૨૪. નગરને સતત લૂંટે છતે સારા માણસો ભેગાં થઈ મગધરાજની
Page #99
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૯૪
પાસે ગયા અને નમીને હર્ષથી બેઠા. કેમકે રાજાને પ્રજાનો પિતા કહ્યો છે. ૨૫. રાજાને જણાવ્યું : તમારી કૃપાથી અમારે કોઈ વાતની ખામી નથી. દુકાનો અને ઘરો કરિયાણાથી ભરેલા છે. દિવસો સુસમૃદ્ધિના ભાજન છે અર્થાત્ દિવસો સુખપૂર્વક પસાર થાય છે. પરંતુ હે પ્રભુ ! દરરોજ રાત્રિએ ચોરો ધન ચોરી જાય છે. એ કહેવત સાચી છે કે વાવે કોક અને લણે કોક. ૨૭. જે રાજા યુદ્ધ ભૂમિમાં તીક્ષ્ણ ધારદાર વિવિધ પ્રકારના શસ્ત્રોથી પણ પીડા ન પામ્યો તે તેઓના વચનથી તત્ક્ષણ ચિત્તની અંદર ઘણો પીડાયો. ૨૮. લાલચોળ આંખ કાઢી. લલાટે ભ્રકુટિ ચડાવીને હોઠને કચકચાવતા તેણે ગુસ્સાથી દંડપાશિકને કહ્યું : તારી ઘોર ઉપેક્ષા કલ્યાણકારી નહીં થાય. ૨૯. શું અહીં તારું ભાગ્ય ફુટયું છે ? કોના લવાદમાં હું તારો જામીન થાઉં અથવા શું તું ચોરનો ભાગીદાર થયો છે ? શું તું મારા બહેનનો છોકરો છે ? અથવા શું તું મારો જમાઈ છે ? આ અર્થ વગરનું છે જે તું દંડપાશિકના બાનાથી મારો પગાર ખાય છે. જેમ રાજાના માણસો પુત્ર વિનાના ઘરની મિલકત લઈ જાય તેમ તારી ઉપેક્ષાથી ચોરો નગરને લૂંટે છે. ૩૧. અરે ! શું તું અમને સત્ત્વહીન માને છે જેથી તેં અમારો ભય છોડી દીધો છે. અમે ગુસ્સે થયેલા પાપી તારો નિગ્રહ કરીશું. શું ઉકાળેલું પાણી શરીરને દઝાડતું નથી ? ૩૨
નમીને દંડપાશિકે કહ્યું ઃ રોહિણેય નામનો ચોરનો સરદાર છે જે નજરે પડ્યા પછી પણ જેમ પૃથ્વી પરનો ઈન્દ્ર કેસરી સિંહ ન પકડી શકાય તેમ પકડી શકાતો નથી. ૩૩. કેમકે વિજળીના ચમકારાની ઝડપે ઊડીને શાલ, ઘર અને દુકાનને ઠેકીને ભાગે છે જેમ બપોર પછી પોતાની છાય! પકડી શકાતી નથી તેમ આ પકડી શકાતો નથી. ૩૪. કૃપા કરીને સ્વામી પોતાનું આરક્ષકપણું હમણાં જ ગ્રહણ કરે, નક્કીથી મારે આરક્ષકપણાનું કોઈ કામ નથી. જેનાથી જે કાર્ય થઈ શકે તેને તે કાર્ય સોંપવું જોઈએ. ૩૫. ભ્રક્રુટી ચડાવીને રાજાએ અભયને સૂચના કરી. અભયે દંડપાશિકને કહ્યું : હાથી ઘોડા વગેરે સૈન્યને નગરની બહાર ગોઠવ અને ખેદ ન કર. ૩૬. જ્યારે ચોર નગરની અંદર પ્રવેશે ત્યારે જેમ દીપડો લોભના વશથી પાંજરામાં આવી ગયા પછી પાંજરું બંધ કરી દેવાય તેમ ઉપયોગ રાખીને નગરને ઘેરી લેજે. ૩૭. જેમ સમુદ્રના મોજાના વેગથી ઉચ્છાડાયેલ માછલો ક્ષણથી સમુદ્રના કાંઠે પડે તેમ નગરની અંદર ત્રાસ પમાડાયેલ ચોર જલદીથી નગરની બહાર કૂદશે. ૩૮. પછી તું જાળમાં પડેલા હરણની જેમ ચોરને જલદીથી પકડી લેજે. ભલે તેમ કરીશ. એમ કહીને ચોરને પકડવા માટે સંપૂર્ણ તૈયારી કરી. ૩૯. શ્રેણિક રાજાએ શેઠિયાઓને કહ્યું : તમે ઘરે જાઓ નિરાકુલ થઈને રહો. ચિંતા ન કરવી એમ ગૌરવપૂર્વક નગરજનોને આશ્વાસન આપ્યું. ખરેખર નીતિશાલી રાજાઓ નીતિપાલનમાં એકતાન હોય છે. ૪૦,
ન
તે દિવસે ચોર પરગામ ગયેલ હતો તેથી અજાણતા રાત્રિએ આવીને નગરમાં પ્રવેશ્યો. ખરેખર ભ્રમથી પણ કૂવામાં પડવાનું થાય. ૪૧. સર્વ સામગ્રીના સદ્ભાવમાં દંડપાશિકે તે વખતે જ ચોરને પકડીને બાંધીને રાજા સમક્ષ હાજર કર્યો. બુદ્ધિપૂર્વકનો પરાક્રમ શું કાર્યની સિદ્ધિ ન કરે ? ૪૨. રાજાએ કહ્યું : શિષ્ટનું પાલન અને દુષ્ટને શિક્ષા કરવી અમારો ધર્મ છે. પકડાયેલ ચોરનો જલદીથી નિગ્રહ કરો. કેમ કે વ્યાધિ એક ક્ષણ પણ ઉપેક્ષા કરાતો નથી. ૪૩. નમીને અભયે કહ્યું : હે તાત ! આ ચોર મુદ્દામાલ સાથે પકડાયો નથી તેથી તપાસ કર્યા વિના નિગ્રહ ન કરવો જોઈએ. ખરેખર પૃથ્વી ઉપર એક વિવેક શોભે છે. ૪૪. રાજાએ આને પુછ્યું ઃ તું કયાં વસે છે ? અહીં કયા પ્રયોજનથી આવ્યો છે ? અહીં શા માટે વસ્યો છે ? તું આજીવિકા કેવી રીતે ચલાવે છે ? શું તું રૌહિણેય છે ? ૪૫. પોતાનું નામ સાંભળી ચિકત થયેલ તેણે કહ્યું : મારું નામ દુર્ગચંડ છે. હું કાયમ શાલિપૂર્વક ગામમાં વસું છું અને ખેતીથી આજીવિકા ચલાવું છું.
Page #100
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૪
૯૫
૪૬. કોઈ કાર્યથી નગરમાં આવ્યો હતો અને થાકી ગયેલ હું દેવકૂલમાં સૂતો હતો. સ્વયં સદાચારી હોવા છતાં પણ નિર્ધન એવા મને કોણ પોતાના ઘરમાં આશરો આપે ? ૪૭. હે રાજન્ ! રાત્રિનો કેટલોક ભાગ પૂરો થયા પછી ઉઠીને હું પોતાના ઘર તરફ જવા પ્રવૃત્ત થયો કેમકે બુદ્ધિ ભવિતવ્યતાને અનુસરે છે. ૪૮. દંડપાશિક મને પકડવા દોડયો ત્યારે હું પોતાના ભંગને અને શ્રદ્ધાને અવગણીને જલદીથી કિલ્લાને ઉલ્લંઘવા કૂદકો માર્યો. જેમ વિહ્વળ કૂવામાં પડતો તણખલાને પકડે તેમ કોઈપણ જાતની ઈજા નહીં પામતો હું નગરની બહાર પડ્યો અને માછલાની જેમ આરક્ષકો વડે પકડાયો. પાપના ઉદયવાળો જે જે વ્યવસાય કરે તે તે નિષ્ફળ થાય. ૫૦. હે દયાનિધિ દોષ વિનાનો હું ચોરની જેમ અતિ નિર્દયપણે બાંધીને તમારી પાસે કેવી રીતે લવાયો ? અથવા તો અહીં મારા કર્મનો જ અપરાધ છે. ૫૧. આને છોડી દેવો કે નિગ્રહ કરવો તેનો નિર્ણય કરવા તેને કારાગૃહમાં નાખીને તેણે કહેલ ગામમાં તપાસ કરવા રાજાએ પોતાના માણસને મોકલ્યો. ૫૨.
ગામના લોકોને પોતાના વિશ્વાસુ બનાવીને રોહિણીયાએ પોતાની સુરક્ષાની બધી તૈયારી કરી રાખી હતી. કેટલાક દુષ્ટ ચિત્તવાળા પોતાના સુખ માટે પાણી પહેલા પાળ બાંધે છે. ૫૩. રાજાના માણસે ગામલોકોને પૂછ્યું ત્યારે ગામલોકે કહ્યું કે નક્કીથી દુર્ગચંડ અહીંનો રહેવાસી છે પણ આજે કયાંક ગયો છે. ઘરે બેઠેલાને કયાંય પેટપૂરતી થતી નથી અર્થાત્ ન કમાય તો પેટ કેવી રીતે ભરાય ? ૫૪. ગામલોકોએ જે કહ્યું હતું તે માણસે યથાસ્થિતપણે રાજાની આગળ નિવેદન કર્યું. પછી અભયકુમારે વિચાર્યું : અહો ! ચોરની પણ સુગૂઢ મંત્રતા કેવી છે ! ૫૫. પછી અભયકુમારે આકાશને અડતો, સાતમાળવાળો, વિવિધ પ્રકારના મણિઓથી યુક્ત, સુવર્ણની ભીંતવાળો, ઉપર મનોહર ચંદરવા છવાયેલ, કિરણોથી આકાશના ઉદરને પૂરી દેતો. સુરાંગના સમાન વિલાસિનીઓ અને સારા કંઠવાળા ગાંધર્વો જેમા રાખવામાં આવ્યા એવો મહેલ તૈયાર કરાવ્યો રાજાઓએ ચિંતવેલું કાર્ય શું સિદ્ધ થતું નથી ? તેના વૃત્તાંતને જાણવા દારૂ પીવડાવીને, બેભાન કરીને, ઉત્તમ વસ્ત્રો પહેરાવીને, ક્ષણથી તેને શય્યામાં સુવડાવ્યો. ૫૮. ક્રોધી, વ્યસની, રોગી, પ્રિયાનો રાગી, દારૂપીનાર, મરણ પથારીએ પડેલના ચિત્તમાં રહેલું રહસ્ય જલદીથી જ પ્રગટ થાય છે. ૫૯. ક્ષણ પછી દારૂનો નશો ઉતર્યો ત્યારે ઉઠીને ચોરે ત્યાં સર્વ વસ્તુનું નિરીક્ષણ કર્યુ. જેમ અરણ્યવાસી નગરની શોભા જોઈને વિસ્મય પામે તેમ વિસ્મિત થયો. ૬૦. શું આ ઈન્દ્રજાળ છે ? શું આ મતિનો ભ્રમ વિભ્રમ છે ? શું આ બીજું કોઈ અલૌકિક સ્વપ્ન છે ? જેટલામાં તેણે આ પ્રમાણે વિચાર્યું તેટલામાં મનુષ્યના સમૂહે કહ્યું : હે પ્રભુ ! સૂર્ય અને ચંદ્ર સુધી જીવો, આનંદ પામો. તમે અહીં મહાવિમાનમાં ઉત્તમ દેવ થયા છો. આ અમે તમારો સેવકો છીએ. જેટલામાં અમે તમને સ્વામીરૂપે ઈચ્છતા હતા તેટલામાં તમે અહીં ઉત્પન્ન થયા છો. ૬૨. હે નાથ ! મનુષ્ય ભવમાં દુર્લભ એવી આ સુરાંગનાઓ તમને સ્વયં પ્રાપ્ત થઈ છે તેથી જેમ તારાઓની સાથે ચંદ્ર આદરથી સુખ ભોગવે તેમ તમે આઓની સાથે · સુખ ભોગવો. ૬૩. એમ ઘણી ખુશામત કરીને એકાએક ગેલને' છોડીને તેની આગળ બધાએ સાથે સંગીત કર્યુ. ખરેખર તમારું આ પ્રમાણે થશે એમ સૂચવ્યું. ૬૪.
એટલામાં સુવર્ણદંડધારી પુરુષની સાથે ત્યાં આવીને અને બંને ભ્રકુટીઓ ચડાવીને કોઈકે ગુસ્સાથી કહ્યું : અરે ! આ તમોએ શું માંડ્યું છે ? ૬૫. ગાંધર્વ વગેરે સંગીતકારોએ જણાવ્યું : હે પ્રતિહાર ! લોકાલોકમાં જેનું પ્રચુર ફળ પ્રાપ્ત થાય છે એવું વિજ્ઞાનનું સર્વસ્વ અમે પોતાના સ્વામી આગળ ઈચ્છા
૧. ગેલ : આનંદ-પ્રમોદભર્યો વર્તાવ
Page #101
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૯૬ મુજબ બતાવવા માટે તત્પર થયા છીએ. ૬૬. પ્રતિહારે કહ્યું તમે તમારું કૌશલ બતાવો તેની ના નથી પણ તમે પહેલા આની પાસે દેવસ્થિતિ કરાવો. મનુષ્યો રીતિનું ઉલ્લંઘન કરતા નથી તેમાં પણ દેવો વિશેષથી રીતિનું ઉલ્લંઘન કરતા નથી. ૬૭. દેવોની કેવા પ્રકારની રીતિ હોય એમ પુછાયે છતે આણે આક્ષેપ સહિત તેઓને આ પ્રમાણે કહ્યું: તમે નક્કીથી મનુષ્યો હોવા જોઈએ કારણ કે તમે મૂળ કૃત્યને કરવાનું ભૂલી ગયા. ૬૮. જેમ વિવાહ પ્રસંગે સસરાને ઘરે પ્રવેશ કરતા વરને શ્લોકાદિ ઉત્તમ કાવ્યો પૂછવામાં આવે છે તેમ દેવલોકમાં ઉત્પન્ન થતા દેવને પ્રથમ કરાયેલા દુષ્કતોને પછી સુકૃતોને પૂછવામાં આવે છે. ૬૯. તેઓએ કહ્યું ઃ તમોએ આ યાદ કરાવ્યું તે સારું કર્યું. કારણ કે અમને અમારા સ્વામીની પ્રાપ્તિ થઈ તેના હર્ષના અતિરેકથી અમારું જે કર્તવ્ય હતું તે ભૂલી ગયા. અથવા હર્ષના આવેશમાં કોણ સંચલિત નથી થતું? ૭૦. અરે ! સુનીતિ ચતુર પ્રતિહાર! તું જ આ દેવસ્થિતિ પૂછ એમ તેઓએ કહ્યું ત્યારે તેણે પુછ્યું: હે પ્રભુ! પોતાના પૂર્વભવમાં આચરેલા પુણ્ય અને પાપનું સ્વયં પ્રકાશન કરો. ૭૧. રોહિણીયા ચોરે વિચાર્યું : હું દેવલોકમાં ઉત્પન્ન થયો છું તે શું સત્ય છે? અથવા તો શું આ અભયનું પડ્યુંત્ર છે? અથવા તેવા પ્રકારની સ્થિતિમાં કોણ સંદેહન પામે? ૭૨. મારે અહીં આનો નિર્ણય કેવી રીતે કરવો? અરે રે ! પ્રભુનું વચન સંભળાઈ ગયું હતું. ૭૩. જો ભગવાનના વચનની સાથે આના વચનનો મેળ પડશે તો હું સાચો જવાબ આપીશ નહીંતર કોઈક બીજો ઉત્તર આપીશ. કહેવત છે કે આડે લાકડે આડો વેર (વેધ). ૭૪. એટલામાં રૌહિણીયાએ સારી રીતે ફરી નિરીક્ષણ કર્યું તેટલામાં દેવના નેત્રના અનિમેષ વગેરે લક્ષણો પ્રભુએ બતાવ્યા હતા તે અહીંયા ન દેખાયા. તેથી હું દેવલોકમાં ઉત્પન્ન નથી થયો. તાંબાના રૂપમાં રહેલ સવર્ણ શં સોનાની પરીક્ષામાં પાસ થાય ? ૭૫. શું આ બધું કપટ નહીં રચાયું હોય? એમ રૌહિણીયો વિચારતો હતો ત્યારે પ્રતિહારે તેને જણાવ્યું : હે સ્વામિનું! તમારું ચારિત્ર સાંભળવા દેવ-દેવીઓ ઉત્સુક થયા છે. ૭૬. ચોરે કહ્યું જો કે મોટાઓને પોતાની પ્રશંસા કરવી ઉચિત નથી તો પણ ભક્તિથી અનુરક્ત થયેલ પોતાના દેવ-અને અપ્સરા પરિવારની આગળ સર્વનું પણ કથન કરાય છે. ૭૭. મેં (પૂર્વભવમાં) સુંદર દેરાસરો બંધાવ્યા હતા. વિવિધ પ્રકારની પ્રતિમાઓની પ્રતિષ્ઠાઓ કરાવી હતી. તથા પૂજાઓ રચાવી હતી. અનેકવાર સમેતશિખર, શત્રુંજયરૈવતગિરિ વગેરેની તીર્થયાત્રાઓ કરી હતી. ૭૯. અતુલ્ય શ્રી સંઘનું વાત્સલ્ય કર્યું હતું. પાંગળા અને અંધાને સતત દાન કર્યુ હતું. હંમેશા આદરપૂર્વક દેરાસરોના જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. તથા કલંકરૂપી કાદવ વિનાના શીલનું પાલન કર્યુ હતું. ચોથભક્ત, છઠ્ઠ વગેરે સુદુસ્તપ તપોને તપ્યા હતા. નિરંતર બારેય પ્રકારથી ભાવનાઓ ભાવી છે. મેં હંમેશા આવા પ્રકારના સુકૃત્યો આચર્યા છે. હવે જો ખોટું જ કહેવાનું છે તો બાકી શું રાખવું? ૮૦. દંડપાક્ષિકે કહ્યું ઃ હે વિભો! હવે પોતાના પૂર્વભવોના દુગરિત્રોનું વર્ણન કરો. શુભગ્રહોનું વર્ણન કરીને
જ્યોતિષીઓ શું અશુભગ્રહોનું વર્ણન નથી કરતા? ૮૧. લોહખુરના પુત્રે તેને ફરી કહ્યું હંમેશા સુસાધુના સંસર્ગથી ક્યારેય દુશ્ચરિત્રનું આચરણ કર્યું નથી. તેનાથી બીજું જે કંઈ સંભળાયેલું છે તે અન્ય સંબંધી છે. (મારું નથી.) ૮૨. હે દંડપાશિક ! ક્યારેક ગુરુની કૃપાથી કોઈક સુકૃતમાં મેં તેવી મતિ કરી છે જેથી પાપ દૂરથી જ ભાગી ગયું. શું સૂર્યના ઉદયમાં અંધકાર રહે ખરો? ૮૩. ફરી પણ દંડપાલિકે કહ્યું: સંસારમાં હંમેશા એક સરખો ભાવ રહેતો નથી. મુનિઓને પણ અંતર્મુહૂર્ત પછી પ્રમત્તતા આવી જાય છે. ૮૪. તો પણ પરસ્ત્રીગમન ચોરી વગેરે પાપો તારા વડે ક્યાંક ક્યારેક કરાયા હશે. રોજે રોજ અતિ ઉત્તમ ખીરનું ભોજન કરવા છતાં શું અરુચિ ન થાય? અર્થાત્ થાય. ૮૫. ચોરે કહ્યું : હે પ્રતિહાર શિરોમણિ! સ્વપ્નમાં
Page #102
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૪ પણ ચોરી, પરસ્ત્રીગમન કે બીજું કોઈ પાપ મેં ક્યારેય કર્યું નથી નહીંતર ઉત્તમ સાધુ સેવા કેવી રીતે કરી શકત. ૮૬. અને તું જ કહે જો મેં ત્યારે આવા પાપો કર્યા હોત તો આવા પ્રકારના દેવલોકના ઐશ્વર્યને કેવી રીતે મેળવત? શું જવના બીજમાંથી શાલિની નિષ્પત્તિ થાય? ૮૭. ત્યારપછી તેઓએ આવીને અભયકુમારને ચોરનું સ્વરૂપ જણાવ્યું. જેમ કે- હે પ્રભુ! તે ધૂર્તોનો પણ ધૂર્ત છે જેણે લીલાથી તેવા ઉપાયોથી અમને ઠગ્યા છે. ૮૮.
આ બાજુ ચમત્કાર પામેલ ચોરે લાંબા સમય સુધી પોતાના ચિત્તમાં ચિંતા કરી કે જો તે વખતે જીવનદોરી સમાન જિનેશ્વરનું વચન મારા કાનમાં પડ્યું ન હોત તો નરક સમાન અનેક પ્રકારના સેંકડો યાતનાઓથી ભરેલા ઘણાં દુઃખો ભોગવીને હું યમના દરબારમાં પહોંચ્યો હોત. લાંબા સમય પછી પણ અમારા જેવા ચોરોનું અવસાન આવા પ્રકારે થાય છે. ૯૦. તીર્થંકર પરમાત્માના વચનરૂપી અમૃતને છોડીને મેં ચોરના વચનરૂપી મહાવિષનું પાન કર્યુ. અત્યંત સુગંધી કેરીને છોડીને ઊંટ શું કડવો લીમડો નથી ખાતો? ૯૧. હા! પિતાએ જિનેશ્વરના વાક્યરૂપી અમૃતના પૂરના પાનથી મને વંચિત રાખ્યો અને આવી અવસ્થાને પામ્યો. છૂટી જાઉ તો પ્રભુનો શિષ્ય થાઉં ખરેખર જેઓએ બાળપણથી પણ પ્રભુનું શરણ સ્વીકાર્ય છે તે જ ધન્ય પુરુષો પુણ્યનું ભાજન છે. ૯૩.
આ બાજુ અભયે વિચાર્યું કે ઘણાં ઉપાયોથી ચોર ચોર રૂપે સિદ્ધ કરી શકાયો નથી તેથી વીર જિનેશ્વરને પૂછું. હાથમાં કંકણ હોય તો દર્પણનું શું પ્રયોજન છે? ૯૪. અભયે વરપ્રભુની પાસે પહોંચીને પ્રણામ કરી અંજલિ જોડીને પૂછ્યું : શંકાના સમૂહરૂપી અંધકારને છેદવા સૂર્ય સમાન હે સ્વામિન્ ! આ ચોર છે કે નહીં? ૯૫. કેવળજ્ઞાનરૂપી જ્યોતિથી સર્વ વસ્તુ સ્તોમને પ્રકાશિત કરનાર વીર જિનેશ્વરે તેને કહ્યું ઃ પૂર્વે તે ચોર હતો હમણાં મારો શિષ્ય છે. આ જગતમાં ચોર કે દાનીની કયાંય ખાણ નથી. ૯૬. નાથને પ્રણામ કરીને ઘરે આવીને અભયે જલદીથી રાજા પાસે રોહિણેયને કારાગૃહમાંથી છોડાવ્યો. અથવા સંસારરૂપી જેલમાંથી પણ તે છોડાવાય છે. ૯૭. રૌહિણેય પણ જિનેશ્વરની પાસે જઈને નમીને વિનયથી આ પ્રમાણે કહ્યું : હે પ્રભુ! એક યોજન પ્રમાણ વિસ્તારમાં પ્રસરતી તમારી વાણી જગતમાં જય પામો. ૯૮. નંદાપુત્રની બુદ્ધિરૂપી દુર્ધર કુટપાલકો વડે સમર્થ રાજાઓ પણ બંધાયા છે તેના કુટપાશમાં આ હરણ પણ પડ્યો. જો તમારી વાણીરૂપી કાતર ન મળી હોત તો તે પાશોને કેવી રીતે છેદી શકત? ૯૯. હે પ્રભુ ! હું તમારી વાણીની શ્રદ્ધા કરતો ન હતો છતાં પણ જેમ તમારી વાણીનું પાન કરીને મરણમાંથી છુટ્યો તેમ હવે પછી જન્મ જરા વગેરે સંકુલ સમાન ભવમાંથી મુકાઉં તેમ કરો. ૪00.
તેના ઉપર કરુણા વરસાવતા પ્રભુએ તેને સમ્યકત્વમૂલ યતિધર્મનો આદેશ (ઉપદેશ) કર્યો. કિરણોના સમૂહથી વિશ્વને ઉદ્યોત કરતો સૂર્ય શું ચાંડાલના ઘરને છોડી દે? અર્થાતુ ન છોડી દે. ૪૦૧. હે પ્રભુ! જો હું વિરતિને યોગ્ય હોઉં તો મને જલદીથી વિરતિ આપો. એમ વિનંતિ કરતા રૌહિણેયને ભગવાને કહ્યું છે ભદ્ર ! તું નક્કીથી દીક્ષા લેવાને યોગ્ય છે. ૨. હું તમારી પાસે વ્રત લઈશ પણ તે પૂર્વે રાજાની આગળ મારે કંઈક નિવેદન કરવું છે. એમ બોલતા રોહિણેયને રાજાએ કહ્યું ઃ હે પૂજ્યતાના ભંડાર ! શંકા મૂકીને જણાવ. તેણે કહ્યું : હે પૃથ્વીશ્વર ! તમારા વડે જે ચોર સંભળાયો છે તે રૌહિણેય હું જ છું બીજો કોઈ નથી. જેમ કામદેવ ચારિત્ર રત્નને લૂંટે છે તેમ મેં તમારું આખું નગર લુંટયું છે, હે રાજનું! જેમ ગારડિક મહાગારુડ વિદ્યાથી નાગને વશ કરે તેમ વિપત્તિને દળી નાખનારી પરમાત્માની વાણી સાંભળીને મેં અભયકુમારની બુદ્ધિને જીતી લીધી. ૫. તેથી હે રાજનું! પોતાના કોઈ વિચક્ષણ પુરુષને મોકલો તો હું તેને ચોરીનો માલ
Page #103
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૯૮
સુપ્રત કરું. પછી હું જિનેશ્વરની પાસે વ્રત ગ્રહણ કરીશ. મારા જેવા ચોરોની બીજી કોઈ રીતે શુદ્ધિ થતી નથી. ૬. રાજાએ આદરથી તેની પ્રશંસા કરી. તું જ ધન્ય છો. તું જ કૃતપુણ્યોમાં ઉત્તમ છો જેને એકવારના સંકટમાં પણ કૌસુંભ વસ્ત્રની જેમ ક્ષણથી વિરાગિતા થઈ. ૭. આદેશ કરાયેલ નંદાના પુત્રની સાથે ચોર પોતાના ઘરે ચાલ્યો. તેની પાછળ જનતા પણ ચાલી કેમકે ઢોલ નહીં વાગવા છતાં લોક કૌતુકથી નૃત્ય કરે છે. ૮. તેણે ખાઈ, પર્વત, સરોવરના કાંઠે, ઝાડી, ગુફા, જંગલ વગેરે સ્થાનોમાં જે ધન દાટયું હતું તેને કાઢીને થાપણની જેમ અભયકુમારને સુપ્રત કર્યુ. ૯. સુનીતિના ભંડાર નંદાના પુત્રે પણ જેની જે વસ્તુ હતી તેને તે વસ્તુ સુપ્રત કરી. પોતે તેમાંથી જરાપણ ન લીધી. શું પૃથ્વી ઉપર બીજી કોઈ રીતે ન્યાયઘંટા વાગે ખરી ? ૧૦. રૌહિણેયે પોતાના ભાઈઓ આગળ યથાસ્થિત અભિપ્રાયને જણાવીને બોધ પમાડ્યો. ભગવાનની કૃપાથી રૌહિણેયને કોઈક કૃપા ઉત્પન્ન થઈ. ૧૧.
અત્યંત હર્ષથી શ્રેણિક રાજાએ સ્વયં તેનો શ્રેષ્ઠ દીક્ષા મહોત્સવ કર્યો જે લીંબોડીના સ્વભાવને છોડીને કેરીના સ્વભાવને પામ્યો હોય તે શા માટે ન પુજાય ? ૧૨. જગતના એક માત્ર સ્વામી શ્રી વર્ધમાન જિનેશ્વરે લોહખુરના પુત્રને દીક્ષા આપી. ચોર હોવા છતાં પણ ભવિતવ્યતાના વશથી આને કેવી કલ્યાણમાળાની પ્રાપ્તિ થઈ ? ૧૩. શરીર ઉપર સ્પૃહા વિનાના રૌહિણેય મહામુનિ ચોથ ભક્તથી માંડીને છ માસ સુધીના દુસ્તપ તપોને વૈરાગ્યથી તપ્યા. ધાર્મિક મોક્ષ માટે શું શું નથી કરતો ? ૧૪. જીવોને અત્યંત અભય દાન આપીને, દ્રવ્ય અને ભાવથી શરીરની સંલેખના કરીને તીર્થંકરની આજ્ઞાથી પર્વતના શિખરે નિર્મળ પાદપોગમન અનશન કરીને, તીર્થંકરોને, સિદ્ધોને, આચાર્યોને, ઉપાધ્યાયોને, સુમુનિગણને યાદ કરતા રૌહિણેય મુનિ સ્વર્ગમાં ગયા. ૪૧૫.
શ્રી જિનપતિસૂરિ પટ્ટલક્ષ્મી ભૂષણ શ્રી જિનેશ્વર શિષ્ય શ્રી ચંદ્રતિલક ઉપાધ્યાય વડે વિરચિત શ્રીઅભયકુમાર મહર્ષિચરિત્ર અભયાંકમાં ચેલ્લણાને યોગ્ય એક સ્તંભ મહેલનું નિર્માણ, આમ્રફળનું ચોરવું, શ્રેણિકનું વિદ્યાગ્રહણ, દુર્ગંધાની કથા, રૌહિણેય ચોરનું પકડાવું, તેની દીક્ષાનું વર્ણન નામનો ચોથો સર્ગ સમાપ્ત થયો.
પાંચમો સર્ગ
અને આ બાજુ સમુદ્રની મધ્યમાં આવેલો અને જેમાં મધ્યસ્થ જન વસતા હતા અને જાણે લક્ષ્મીને ક્રીડા કરવાનું સ્થાન ન હોય એવો આર્દક નામનો દેશ છે. ૧. જેમ સુગંધિ પદાર્થોની દુકાનવાળો પાળો (શેરી) સુગંધથી મઘમઘે તેમ એલાયચી, લવિંગ, કક્કોલ, જાયફળ વગેરે સુગંધિ વૃક્ષોથી મઘમઘી રહેલ ઉદ્યાનો જેમાં આવેલા છે. ૨. જાતિવંત મોતીની જેમ તે દેશની ભૂમિઓ, હંમેશા પાણીવાળી હતી. જેમ ઘેટાના શરીર ઉપર ઉનના વાળ ઉગેલા હોય તેમ તેની ભૂમિ લીલી હરિયાળીથી ભરપૂર હતી. ૩. જેમ છીપલીના પેટાળમાં મોતીઓના સમૂહો પડેલા હોય તેમ સર્વ ઋતુમાં થનારા મોટા ધાન્યના ઢગલાઓ તેની ભૂમિ ઉપર સતત પડેલા હતા. ૪. સર્વ પ્રકારની લક્ષ્મીથી આશ્ચર્યકારી કાર્યોમાં અગ્રેસર એવો આર્દ્રક નામનો દેશ છે. તેમાં આદ્રર્ક નામનું વિખ્યાત નગર છે. ૫. તે નગરમાં વણિકોની બજારો અનેક પ્રકારના હાથીદાંત, પ્રવાલ, મોતી, માણિક્યની દુકાનોથી ભરેલી હતી. જાણે સાક્ષાત્ તેની ખાણો ન હોય તેમ શોભતી હતી. ૬. કમળોથી યુક્ત, ગંભીર, જળ ભરેલી વાવડીઓ શોભી જાણે પાતાળ ભવનોએ તેને જોવા માટે આંખો પહોળી ન કરી હોય ! ૭. તે નગરમાં ઈંધણોનો (બળતણનો) છેદ હતો. ફૂલોનું જ બંધન
Page #104
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૫
૯૯ હતું. મૂટકોમાં જ ફૂટન હતું, વસ્ત્રોનું જ નિપીડન” હતું. ૮. તે દેશના અર્થજનના મનના અભીષ્ટોને પૂજવા માટે કલ્પવૃક્ષ સમાન આÁક નામનો રાજા હતો. ૯. જયશ્રી રૂપી શ્રેષ્ઠ સ્ત્રીના ચાહક આ રાજાની અસ્મલિત પ્રસરવાળી તલવારે ચારે બાજુથી સતત દૂતપણાને કર્યું. ૧૦. આશ્ચર્ય તો એ હતું કે રાજામાંથી કીર્તિરૂપી નદી થઈ જે પૃથ્વીમાં વ્યાપીને રાજાઓના મસ્તક ઉપર આરૂઢ થઈ. ૧૨. જેમ કામદેવને રતિ નામની સ્ત્રી હતી તેમ લાવણ્ય અને રૂપાદિથી સર્વ લોકને વિમોહ પમાડનારી આદ્રકા નામની તેની રાણી હતી. ૧૩. કરુણાને અભેરાઈએ ચડાવીને શાશ્વત કાળથી કૂલટાઓ વડે કદર્શિત કરાયેલ શીલ પોતાના રક્ષણ માટે તે ક્ષત્રિયાણીને (આદ્રકાને) શરણે ગયું. અર્થાત્ આદ્રકા ઉત્તમ શીલવંતી હતી. ૧૪. વારાંગના સ્ત્રીઓ વડે હરણ કરાયો છે સારભુત વૈભવ જેનો એવી શીલવતી સ્ત્રી આદ્રકા પાસે પોકાર કરવા ગઈ. એમ હું સંભાવના કરું છું. ૧૫. જેમ સુદશીવાળું વસ્ત્ર પહેરનારના ગુપ્તભાગોનું રક્ષણ કરે છે તેમ નિર્મળ ગુણોથી પૂર્ણ બીજાની છાની વાતને ગુપ્ત રાખનાર આદ્રક નામનો તેને પુત્ર થયો. ૧૬. બહુજનને આનંદદાયી, સર્વ મંગલોથી યુક્ત શરીરવાળો, અંકુઠિત શક્તિવંત કુમાર હોવા છતાં પ્રૌઢ બુદ્ધિને ધરતો હતો. ૧૭. કુબેર અને ઈન્દ્રની જેમ આદ્રક અને શ્રેણિક રાજાને પરસ્પર મૈત્રી હતી. ૧૯.
એકવાર શ્રેણિકે ભેટયા સાથે મંત્રીને આદ્રક રાજા પાસે મોકલ્યો. ખરેખર! સ્નેહ શરીરધારીઓને હોય છે. ૨૦. સભામાં બેઠેલ રાજાને બહુમાનથી પ્રણામ કરીને મંત્રીએ સંચળ-નિંબપત્ર-કંબલ વગેરે ભેટમાં આપ્યા. ૨૧. શૂરવીર હોવા છતાં તેની વાણી કોઈને પીડાકારી ન થઈ. તેનું શરીર દુર્દર્શ ન હતું. તેનામાં સૂર્ય જેવી સંતાપતા ન હતી. ૧૮. ભેટશું જોઈને આદ્રક રાજા અત્યંત આનંદિત થયો. જે વસ્તુ જે દેશમાં ન થતી હોય તે વસ્તુનું તે દેશમાં નક્કીથી અત્યંત મૂલ્ય હોય છે. ૨૨. રાજાએ પૂછ્યું: પરિવાર સહિત મારાભાઈ શ્રેણિક રાજાને કુશલ વર્તે છે ને? ૨૩. મંત્રીએ કહ્યું હંમેશા કમળને વિકસાવનાર પ્રતાપના એક નિધાન, ચક્રવાકને આનંદ આપનાર, અંધકારનો નાશ કરવામાં દક્ષ સૂર્યની જેમ ઘણા ભાગ્યશાળી મારા પ્રભુનું સર્વત્ર કલ્યાણ વર્તે છે. ૨૫. આદ્રકુમારે પૂછ્યું હે તાત! આ શ્રેણિક રાજા કોણ છે? દિવસની સાથે સૂર્યની જેમ તમારે તેની સાથે પ્રીતિ કેમ છે? ૨૬. રાજાએ કહ્યું : હે વત્સ! શ્રેણિક મગધ દેશનો રાજા છે. તેના પૂર્વજોની સાથે મારા પૂર્વજોની સદા મૈત્રી હતી. ૨૭. તે સાંભળતા જેમ ચૈત્રમાસના આરંભમાં આમ્રવૃક્ષ મંજરીઓથી ભરાઈ જાય તેમ આદ્રકુમાર રોમાંચથી ભરાયો અને હર્ષના ઉત્કર્ષથી આ પ્રમાણે પુછ્યું: હે મંત્રિનું ! જેમ ચંદ્રનો પુત્ર બુધ છે તેમ શ્રેણિક રાજાને સમસ્ત ગુણવાળો કોઈ પુત્ર છે? ર૯. જેમ સત્યની સાથે શૌચ અને ન્યાયની સાથે ગૌરવને શાશ્વત મૈત્રી છે તેમ હું તેની સાથે શાશ્વત મૈત્રી કરવા ઈચ્છું છું. ૩૦. સચિવે કહ્યું હે સ્વામિન્ ! પાંચશો મંત્રીઓનો સ્વામી, ઔત્પત્તિકી વગેરે બુદ્ધિઓનો ધામ, કરુણારૂપી અમૃતનો સાગર, પરોપકારિતાનો ઈચ્છુક, કળાવાન, ધર્મજ્ઞ, પરાક્રમી, વાચકોના ઈચ્છિતને પૂરવામાં કલ્પવૃક્ષ સમાન, ગુણદોષના વિભાગને જાણનાર, કૃતજ્ઞ, લોકપ્રિય એવો અભયકુમાર નામનો શ્રેણિક રાજાનો પુત્ર છે. ૩૩. તે બે આંખોથી તેને જોયો નથી તો શું કાનથી તેને સાંભળ્યો નથી? શું કોઈ ક્યાંય સૂર્યને ન જાણે! ૩૪. આકાશમાં તારાની જેમ સંપૂર્ણ ત્રણ જગતમાં એવા ગુણો નથી કે તેનામાં ન વસ્યા હોય! ૩૫. રાજાએ કહ્યું : હે વત્સ! તું શ્રેણિક પુત્ર સાથે મૈત્રી કરવા ઈચ્છે
૧. મૂટકઃ અનાજનો ડંડો (કણસલું) જેને લાકડીથી ધોકાવીને દાણા છુટા પડાય છે. ૨. નિપીડનઃ નિચોવવું, વસ્ત્રોને જ નિચોવવામાં આવતા હતા. ૩. વાણી: સૂર્યના પક્ષમાં કિરણો. ૪. રાજાના પક્ષમાં ઐશ્વર્યને ઉલ્લાસિત કરનાર, બળના એક નિધાન, રાજ્યને આનંદ આપનાર અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનાર,
Page #105
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૦૦
છે તે યોગ્ય જ છે. કોણ કુળની પરંપરાનું પાલન ન કરે ? ૩૬. પિતાની પ્રેરણા પામેલો તે બમણો ઉત્સાહિત થયો. એક તો સ્વયં ઉત્કંઠિત હતો અને મોરે ટહુકો કર્યો. ૩૭. કુમારે સંભ્રમથી મંત્રીના કાનમાં કહ્યું : હે સચિવેશ્વર ! તારે મને પુછયા વિના પોતાના દેશમાં ન જવું. ૩૮. શ્રેણિકના સચિવે કુમારના વચનને સ્વીકાર્યું. જો કાર્ય સુંદર હોય તો કોણ તેનું સમર્થન ન કરે ? ૩૯. રાજાએ સચિવનું બહુમાન કર્યું. પ્રતિહારીએ આવાસમાં ઉતારો આપ્યો. કેમકે સમર્થ સ્વામીના સેવકો ગૌરવને પામે છે. ૪૦. બીજા દિવસે રાજાએ મોતી વગેરે ભેટણાં આપીને પોતાના સચિવ સાથે (માણસ પાસે) તેનો વોળાવો કર્યો. અર્થાત્ રજા આપી. ૪૧.
આર્દ્રકુમારે પણ શ્રેણિક રાજાના મંત્રીને કહ્યું : અરે ! તમે મારો આ સંદેશો અભયકુમારને જણાવશો. ૪૨. જેમ કે– હે ધીધન ! જેમ દશરથ રાજા ઈન્દ્રની મિત્રતા અને ભાતૃભાવને ચાહે છે તેમ દૂર વસતો આર્દ્રકુમાર તારી મિત્રતા અને ભાતૃભાવને વાંછે છે. ૪૩. એમ સંદેશો પાઠવીને મોતી વગેરે ભેટણાં આપીને તેને વિસર્જન કર્યો. હું માનું છું કે તેણે ભાવિ ગુરુ અભયકુમારની પૂજા માટે કર્યું. ૪૪.
બંને સચિવો' રાજગૃહમાં જઈને આર્દ્રક રાજાએ આપેલ સર્વ વસ્તુઓ શ્રેણિક રાજાને અર્પણ કરી. ૪૫. મંત્રીએ આર્દ્રકુમારે આપેલ સર્વ ભેટ અભયકુમારને આપીને તેનો સંદેશો જણાવ્યો. ૪૬. જિનશાસનમાં નિપુણ અભયકુમારે વિચાર્યું : ખરેખર આર્દ્રકુમારે પૂર્વ જન્મમાં સંયમનું પાલન કર્યુ હશે. ૪૭. જેમ શ્રામણ્યની વિરાધના કરીને માસક્ષપક ચંડકૌશિક જ્યોતિષ દેવલોકમાં ઉત્પન્ન થયો તેમ આર્દ્રકુમાર અનાર્ય દેશમાં ઉત્પન્ન થયો છે. ૪૮. ખરેખર ભાગ્યનું ભાજન આર્દ્રકુમાર આસન્ત સિદ્ધિક છે કેમકે અભવ્ય કે દૂરભવ્ય મારી મિત્રતાને ઈચ્છે નહીં. ૪૯. સમાન શીલ, સમાન ધર્મી, સમાન ચેષ્ટા તથા સમાન વયમાં મિત્રતા નક્કીથી ઘટે છે. ૫૦. ઘણું કરીને હંમેશા સમાનધર્મી જીવોમાં મોટી પ્રીતિ થાય છે. કહ્યું છે કે અર્ધાની સાથે અર્ધ અને પા ની સાથે પા નક્કીથી મળી જાય છે. ૫૧. તેથી કોઈપણ ઉપાયથી હું આર્દ્રકુમારને પ્રતિબોધું જેથી તે પોતાના આત્માને ઈષ્ટ ધર્મમાં પ્રવર્તાવે. પર. ભેટણાના બાનાથી હું જિનેશ્વરની પ્રતિમાને મોકલું જેથી તેને જોઈને જાતિસ્મરણ જ્ઞાન પામે. ૫૩. ચિંતામણિની જેમ સાક્ષાત્ અપ્રતિમ યુગાદિદેવની જાત્યરત્નની પ્રતિમા ભરાવીને ઘંટિકા, ધૂપદાની વગેરેના દાબડાની સાથે પેટીમાં મુકાવ્યા. ૫૫. ભવરૂપી સમુદ્રને તરવા માટે નાવડી સમાન પેટીના ઢાંકણાંને તાળું લગાવીને પોતાની મુદ્રાથી અંકિત કરી. ૫૬. અભયના મતિવૈભવે ઈન્દ્રોના ગુરુ બ્રહ્મના ચિત્તમાં નિશ્ચયથી આશ્ચર્યને ઉત્પન્ન કર્યું કારણ કે તે અભવ્ય કે દૂરભવ્યનો જીવ નથી એવો નિશ્ચય કરીને સ્વયં આર્દ્રકુમારના પ્રતિબોધને માટે આવો ઉપાય કર્યો. ૫૮. રાજાએ ઘણાં ભેટણાંઓની સાથે આર્દ્રક રાજાના માણસને વિસર્જન કર્યો કારણ કે સજ્જનોની ચેષ્ટાઓ પ્રીતિમાં વૃદ્ધિ કરાવનારી હોય છે. ૫૯.
અભયકુમારે પણ તેના હાથમાં પેટી આપીને વિવિધ પ્રકારે તેને સત્કારીને આ પ્રમાણે સંદેશો કહેવડાવ્યો. ૬૦. તું આ પેટી આર્દ્રકુમારને હાથોહાથ આપજે અને મારાભાઈ એવા તેને આ પ્રમાણે સંદેશો આપજે. ૬૧. તારે એકલાએ પેટીને આદરપૂર્વક ઉઘાડવી. અંદર રહેલી વસ્તુનું નિરીક્ષણ કરવું. બીજા કોઈને આ વસ્તુ ન બતાવવી. ૬૨. હર્ષથી અભયકુમારના વચનને સ્વીકારીને, પોતાના નગરમાં જઈને સચિવે પોતાના સ્વામીને ભેટણું અર્પણ કર્યું. ૬૩. અને આર્દ્રકુમારને પેટી અર્પણ કરીને સ્પષ્ટપણે નંદાના પુત્રનો સંદેશો જણાવ્યો. ૬૪.
૧. આર્દ્રક રાજાનો સચિવ અને શ્રેણિક રાજાનો સચિવ એમ બે જણ.
Page #106
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૫
૧૦૧ એકાંતમાં રહીને આદ્રકુમારે મોક્ષનગરની શેરીની જેમ પેટીને જલદીથી ઉઘાડી. ૫. તેણે અંધકારને નાશ કરવામાં સમર્થ, પરમાત્માની કલાની જેમ પેટીમાં રહેલી યુગાદિ દેવની પ્રતિમા જોઈ. ૬૬. પછી ચિત્તમાં વિચાર્યું શું આ કોઈ ઉત્તમ આભૂષણ છે? શું તેને મસ્તકે ધારણ કરું? શું તેને ગળામાં ધારણ કરું? શું બે કાનમાં પહેરું? અથવા શું બે ચરણમાં પહેરું? અથવા તો શું બે હાથમાં પહેરું અથવા તો શું છાતી ઉપર ધારણ કરું? અથવા બીજા કોઈ અંગમાં ધારણ કરું? અથવા તો શું આ કોઈ બીજી વસ્તુ છે? ૬૮. મેં આ વસ્તુને પૂર્વે કયાંક જોઈ હોય એવું લાગે છે પરંતુ પોતાના ગર્ભાવાસની જેમ તેને યાદ કરી શકતો નથી. દ૯. આ પ્રમાણે ચિંતવતા તેને જાતિસ્મરણ ઉત્પન્ન કરે તેવી મૂર્છા થઈ. અથવા કષ્ટને ભોગવ્યા વિના ફળની પ્રાપ્તિ થતી નથી. ૭૦. તરત જ જાતિ સ્મરણજ્ઞાનને પામેલા આન્દ્રકુમારને જેમ મૂચ્છ ચાલી ગયા પછી ભુલાઈ ગયેલું પ્રભાતે યાદ આવે તેમ પૂર્વભવના વૃત્તાંતનું સ્મરણ થયું. ૭૧.
પૂર્વના ત્રીજા ભવમાં હું મગધ દેશમાં વસંતપુર નગરમાં સામાયિક નામનો ગૃહસ્થ હતો. ૭૨. બંધમતી નામે મારી પ્રિય પત્ની હતી. જંગમ કલ્પવૃક્ષ જેવા સુસ્થિત નામના આચાર્ય ભગવંત પધાર્યા હતા. ૭૩. પછી હું પત્નીની સાથે તેને વંદન કરવા ગયો હતો. પ્રગટ થયેલ નિધિને લેવા કોણ ઉતાવળ ન કરે? ૭૪. આદરથી નમસ્કાર કરીને પત્ની સહિત મેં તેમના મુખે ધર્મ સાંભળ્યો કેમકે ચંદ્રમાંથી અમૃત જ મળે. ૭૫. જેમ સુમંત્રથી વિષનો વેગ શરીરમાંથી નીકળી જાય તેમ તેમના વચનથી અમારા અંતઃકરણમાંથી ભોગની સકલ ઈચ્છા નીકળી ગઈ. ૭૬. અમે બંનેએ સુસ્થિત આચાર્ય ભગવંત પાસે દીક્ષા લીધી. સર્વ પણ પ્રયત્નનું પ્રધાન ફળ હોય છે જ. ૭૭. સદા પણ વ્રતને પાળતો હું સાધુની મધ્યમાં રહ્યો. મારી પત્ની સાધ્વીઓ પાસે રહી. સદાચારથી જ ધર્મ સિદ્ધ થાય છે. ૭૮.
એકવાર હું ગુરુની સાથે વિહાર કરતો નગરમાં ગયો. સાધ્વીઓની સાથે રહેલી બંધુમતી તે વખતે ત્યાં આવી. ૭૯. સંવેગથી દીક્ષા લીધી હોવા છતાં પણ બંધુમતીને જોતા મેં પૂર્વના ભોગોને યાદ કર્યા. કેમકે કર્મની ગતિ વિચિત્ર છે. ૮૦. પોતાને ભૂલી જઈને હું તેની ઉપર અત્યંત રાગી થયો. કામાધીન પ્રાણી પોતાની અવસ્થાને વિચારતો નથી. ૮૧.મેં પોતાનો અભિપ્રાય બીજા સાધુને જણાવ્યો. તેણે પણ પ્રવર્તિનીને જણાવ્યો. સંતો માલિન્યના ભીરુ હોય છે.૮૨. તે પ્રવર્તિનીએ પણ બંધુમતીને સર્વવૃત્તાંત જણાવ્યો કારણ કે બધા ધાર્મિક આત્માઓને આવા પ્રકારની મતિ હોય છે. ૮૩. સતી સાધ્વી બંધુમતી તેને સાંભળીને વિષાદ પામી. ધર્મકૃત્યમાં અજુગતું જોઈને કોણ કોણ ખેદ નથી પામતું? ૮૪. બંધુમતીએ પ્રવૃત્તિનીને જણાવ્યું ગાઢ રાગના વશથી જો આ મદવાન હાથીની જેમ મર્યાદા ઓળંગે તો ત્યારે બંને પણ પ્રકારે અબળા મારી અહીં વૃદ્ધ ગાયની જેમ કઈ ગતિ થશે? ૮૬. હું દૂર દેશાંતરમાં ગયા છતાં પણ જો ચંદ્ર કમલિનીની ઉપર જેમ રાગ ધારણ કરે છે તેમ નક્કીથી આ રાગ ધારણ કરશે તો આ મહાનુભાવ મારા નિમિત્તે ભવમાં પડશે. હે સ્વામિની! મારું અને તેનું શીલ ખંડન ન થાઓ. ૮૮. તેથી હે ભગવતી ! હું જલદીથી મરણને સ્વીકારીશ કેમકે વિષમ કાર્ય ઉપસ્થિત થયે છતે પોતાનો વિનાશ (મરણ) પણ સુંદર છે. ૮૯. અનશનને સ્વીકારીને સત્ત્વની સમુદ્ર બંધુમતી સાધ્વીએ ગળાફાંસો ખાઈને દુઃખની સાથે જ જીવિતનો ત્યાગ કર્યો. ૯૦. પછી બંધુમતી ક્ષણથી દેવલોકમાં ગઈ. જેવી તેવી રીતે મરેલા શુભાત્માઓની પણ શુભ ગતિ થાય છે. ૯૧. તેના વૃત્તાંતને જાણીને હું પશ્ચાત્તાપને પામ્યો અને મેં વિચાર્યું : મહાપાપ કરનાર મને ધિક્કાર થાઓ. ૯૨. કારણ કે પરમાર્થથી તો મે બંધુમતી સાધ્વીને હણી છે. ફક્ત ઋષિ હત્યાજ નહીં સ્ત્રી હત્યા પણ સાથે લાગી છે. ૯૩. તેથી હું માનું છું કે મને નરકમાં પણ સ્થાન નહીં મળે. આ લોકમાં હું હંમેશા
Page #107
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૦૨ નિંદાને પાત્ર થઈશ. ૯૪. પુરુષ થઈને મેં વ્રતનું ખંડન કરી કલંકિત કર્યું મારા મુખ ઉપર દાઢી ઉગવાને બદલે કૂતરાના મુખે કેમ ન થઈ? અર્થાત્ હું કૂતરા કરતા પણ અધમ થયો. ૯૫. પૃથ્વી ઉપર એક બંધુમતી સાધ્વી સત્ત્વશાળી થઈ જેણીએ મારા તરફથી થનાર કલંકની શંકાથી જીવિતનો ત્યાગ કર્યો. ૯૬. મારા દોષથી અખંડવ્રતધારિણી પણ જો મરણ પામી તો હૈયાથી શીલવંત ભગ્ન મારે શું જીવવું ઉચિત છે? ૯૭. તેથી હું પણ નક્કીથી પ્રાણનો ત્યાગ કરીશ. એમ નિશ્ચય કરીને મેં અનશન કર્યું. ૯૮. શુભધ્યાનથી મારીને હું દેવલોકમાં દેવ થયો. મારી પણ જે શુભગતિ થઈ તેમાં મારો પશ્ચાત્તાપ કારણ છે. ૯૯. સ્વર્ગમાંથી ચ્યવીને હું ધર્મ વિનાના દેશમાં ઉત્પન્ન થયો અથવા તો શુભાશુભ કર્મ લાંબે કાળે પણ ફળે છે જ. ૧૦૦. જો અભયે પ્રતિમા ન મોકલાવી હોત તો મોહસાગરથી આંધળા કૂવામાં પડેલ આંધળાની જેમ મારો કોણ ઉદ્ધાર કરત? ૧૦૧. ભાવનિદ્રાએ બલિ કરીને મને અનાર્ય દેશની શય્યામાં સુવડાવી દીધો તે આ અભયકુમારની બુદ્ધિથી જાગ્યો. તેથી આ અભયકુમાર મારા માતા-પિતા, મિત્ર, પ્રેમાળ સ્વજન, સગોભાઈ થયો અથવા આ બધા સગપણોથી શું કામ છે? કેમકે તે મારો ગુરુ થયો છે. ૩. તે કયો વર્ષ હશે? તે કયો માસ હશે? તે કયો પહોર હશે? તે કઈ ક્ષણ હશે? જેમાં મારે અભયકુમારની સાથે મેળાપ થશે. ૪. તેથી પિતાની રજા લઈને કે રજા લીધા વગર હું નક્કીથી તેમની પાસે જઈશ. જે રીતે કે તે રીતે પણ હું આ કાર્ય કરીશ. ૫. તેજ દિવસથી માંડીને કુમારે ફૂલ વગેરેથી યુગાદિ દેવની પ્રતિમાની રોજ પૂજા કરી. ૬.
એકવાર અવસરે આદરપૂર્વક પિતાને જણાવ્યું. કાર્યની સિદ્ધિ થાય કે ન થાય પણ રાજાઓને અવસરે જણાવવું જોઈએ. ૭. હે તાત ! જેમ ચકોર ચંદ્રના દર્શનને ઈચ્છે તેમ હું ઉત્કંઠિત મનવાળો હું શ્રેણિકના પુત્રને મળવા ઈચ્છું છું. ૮. આદ્રક સ્વામીએ કહ્યું હું તારો વિયોગ સહન કરવા સમર્થ નથી. પરદેશની ભૂમિઓ અપાયવાળી હોય છે તેથી તારે વિદેશમાં ન જવું જોઈએ. ૯. હે વત્સ! તું સદા ઘરે રહીને તેની સાથે મૈત્રી કર. દૂર પણ વસતા મેઘ અને મયૂરને શું મૈત્રી થતી નથી? ૧૭. ખરેખર આપણા પૂર્વજોની પણ પ્રીતિ આ રીતે થયેલી હતી. એ નીતિનું તું પણ પાલન કર. કેમકે કુલનીતિ શુભાવહ (કલ્યાણકારી) છે. ૧૧.જેમ લડાઈ માટે ઉત્કંઠિત થયેલ અને પત્ની વિશે રાગી થયેલ ભટ યુદ્ધમાં જવા કે ઘરે રહેવા સમર્થ થતો નથી તેમ પિતાની આજ્ઞા વગર જવા માટે શક્તિમાન ન થયો અને અભયને મળવાની ઉત્કંઠાથી ઘરે રહેવા સમર્થ ન થયો. ૧૨.
જે દિશામાં અભયકુમાર હતો તે દિશામાં મુખ રાખીને આદ્રકુમારે ભોજન-આસન-સ્થાન–શયન વગેરે ક્રિયાઓને હંમેશા કરી. ૧૪. ઉત્સુક આદ્રકુમાર પક્ષીની જેમ બે પાંખથી ઊડીને પણ ત્યારે અભયકુમારની પાસે જવા ઝંખે છે. ૧૫. જેમ પાણીમાંથી બહાર નીકળેલું માછલું સ્થળમાં રતિ પામતું નથી તેમ આણે નંદાપુત્રના વિયોગમાં જન કે વિજનમાં રતિને પ્રાપ્ત ન કરી. ૧૬. મગધ દેશ કઈ દિશામાં છે? રાજગૃહ નગર ક્યાં છે? એમ અભય પાસે જવા ઉત્સુક થયેલ કુમારે પાસે રહેલા લોકોને પુછ્યું. ૧૭. કુમારની ચેષ્ટા જોઈને રાજાએ વિચાર્યું. નક્કીથી મારો પુત્ર અભય પાસે ચાલ્યો જશે. ૧૮. અમારા દેખતા જ આ હાથમાંથી ચાલ્યો જશે. જેનું મન ઉચ્ચક થયું છે તે શું ક્યારેય સ્થિર રહેશે? ૧૯. તેથી હું આને સારી રીતે નજર સમક્ષ રાખું જેથી મને છોડીને ચાલ્યો ન જાય. પાંખવાળો પણ પક્ષી પાંજરે પુરાયેલો
શું ઊડી શકે ? ૨૦
પછી આર્વક રાજાએ પાંચશો ભટોને આદેશ કર્યો કે આ કુમાર મગધ દેશમાં ન ચાલ્યો જાય એનું તમારે ધ્યાન રાખવું. ૨૧. જેમ કર્મપ્રકૃતિઓ સંસારી જીવને ન છોડે તેમ કુમારની પાછળ ફરતા ભટો પૂંઠ
Page #108
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૫
૧૦૩ છોડતા નથી. ૨૨. પોતાને કારાગૃહમાં પૂરાયેલની જેમ માનતા અને અભયકુમારના ચરણકમળને યાદ કરતા કુમારે છૂટવાના ઉપાયને આ પ્રમાણે વિચાર્યો. ૨૩. તેણે દરરોજ વાલ્લાલિમાં ઘોડાને વહન કર્યો. આળસુ જીવોને કાર્યની સિદ્ધિ થતી નથી. ૨૪. પાંચશો પણ ભટો અશ્વ ઉપર આરૂઢ થઈને કુમારના પડખે રહ્યા. ઘોડાને થોડે દૂર સુધી લઈ જઈને પાછો લાવ્યો. ૨૫. ભટોને વિશ્વાસ પમાડવા દરરોજ થોડો થોડો અધિક જઈને મૂળ સ્થાને સ્વયં પાછો આવી જતો હતો. ધર્મ માટે કરેલું કપટ પણ સારું છે. ૨૬. રોજે રોજ તેમ કરતા તેના ઉપર ભટો પણ વિશ્વાસુ બન્યા. એમ કરીને આ આખા જગતને વિશ્વાસ પમાડી દે તો નવાઈ જેવું નથી. ૨૭. તેણે વિશ્વાસુ પુરુષોને પોતાનો અભિપ્રાય જણાવ્યો. અતિગુપ્ત કે અતિપ્રગટચિંતિતની સિદ્ધિ થતી નથી. ૨૮. પોતાના વિશ્વાસુઓની પાસે સમુદ્રમાં વહાણ તૈયાર કરાવ્યું. જેમ પોતાને જ્ઞાનાદિ ગુણોથી પૂર્યો તેમ નૌકાને રત્નો વગેરેથી ભરી. ર૯. આદ્રકુમારે જંગમ મહેલ સમાન નૌકામાં આગળ નિશ્ચિત રીતે યુગાદિ દેવની પ્રતિમા સ્થાપન કરાવી. ૩૦. પૂર્વની જેમ અશ્વ ઉપર આરૂઢ થઈને આદ્રકુમાર અદશ્ય થયો. જાણે ઉન્નત ગુણસ્થાન ન હોય તેવા વહાણ ઉપર ક્ષણથી આરૂઢ થયો. ૩૧. જેમ ભવ્ય જીવ ગ્રંથિનું ઉલ્લંઘન કરીને સમ્યગ્દર્શન પામે તેમ ગુરુ જેવા વહાણથી મિથ્યાત્વ જેવા સાગરનું ઉલ્લંઘન કરીને આર્યદેશમાં પહોંચ્યો. ૩૨. વહાણમાંથી ઉતરીને થાપણની જેમ સાચવેલી પ્રતિમાને શ્રેણિકના પુત્ર પાસે મોકલાવી આપી. ૩૩. ધર્મબીજની વૃદ્ધિ માટે જિનભવન, પ્રતિમા, પુસ્તક (આગમ) ચતુર્વિધ સંઘ અને સાતક્ષેત્રમાં ઘણું ધન વાવ્યું. ૩૪. યતિલિંગને ગ્રહણ કરીને આદ્રકુમારે ઉત્તમ મંત્રની જેમ સ્વયં સામાયિક સૂત્રને ઉચ્ચાર્યું. ૩૫. તેટલામાં આકાશમાં રહીને દેવતાએ આ વચન કહ્યું તું જ શૂર છે, તું જ ઈન્દ્રની જેમ સત્ત્વશાળી છે. ૩૬. રાજ્યને છોડીને જે તે આ પ્રમાણે દીક્ષા લેવા પુરુષાર્થ કરે છે પણ તારું ભોગફળ કર્મ નિકાચિત (પ્રતિબંધક) છે. ૨૭. તેથી નિકાચિત કર્મ ખપી જાય ત્યાં સુધી રાહ જો. કેમકે ભોગવ્યા વિના નિકાચિત કર્મ ક્ષય પામતું નથી. ૩૮. ભોગાવલી કર્મો બાકી હોય ત્યાં સુધી જિનેશ્વરો પણ દીક્ષા લેતા નથી. જિનેશ્વરના માર્ગે ચાલનારાઓએ પણ તેજ રીતે વર્તવું જોઈએ. ૩૯. આગ્રહને છોડીને ભોગોને ભોગવ્યા પછી તું દીક્ષા લેજે. રસ્તામાં અડધે છોડી દેવું પડે તેવા ભારને ઊંચકીને શું લાભ? ૪૦. તેના વચનને અવગણીને પૌરુષને ફોરવીને તેણે દીક્ષા ગ્રહણ કરી કેમકે અર્થી દોષને જોતો નથી. ૪૧.
- પૃથ્વીતલ ઉપર વિહાર કરતા આ પ્રત્યેક બુદ્ધ ભવિતવ્યતાના વશથી વસંતપુર નગરમાં આવ્યા. ૪૨. ચણનારાના જાણે યશ પિંડ ન હોય તેવા ગગનચુંબી ચૂના જેવા સફેદ મહેલો તે નગરમાં શોભતા હતા. ૪૩. સધનના માલિકની જેમ ઘણી સુગંધવાળા વિકસિત કમળોના ઘર સમાન પુષ્પોથી વસંતપુર પ્રથમ હરોડનું નગર થયું. ૪૪. જાણે જંગમ પ્રશમનો પંજ ન હોય તેમ ધર્મધ્યાનમાં પરાયણ આર્દુમુનિ તે નગરના કોઈક દેવકુલમાં પ્રતિમા ધરીને રહ્યા તે નગરમાં શ્રેષ્ઠ ગુણોથી નિર્મળ, ધનસંપત્તિથી મહાન દેવદત્ત નામનો શ્રેષ્ઠિ રહેતો હતો. ૪૬. રૂપ–વય, અવસ્થા તથા ગુણોથી સભાનપણે શોભતી ધનવતી નામની તેની પત્ની હતી. ૪૭.
બંધમતીનો જીવ દેવલોકમાંથી ચ્યવને જાણે જંગમ લક્ષ્મી ન હોય તેમ તે બેની શ્રીમતી નામની પુત્રી રૂપે થયો. ૪૮. ધાવમાતાઓથી પાલન કરાતી, ભાઈઓથી લાલન કરાતી શ્રીમતી ધૂલ ક્રીડાની ઉચિત વયને પામી. ૪૯. તે વખતે સમાનવયની સખીઓની સાથે શ્રીમતી જાણે જંગમતીર્થને વંદન કરવા દેવકુલમાં આવી. ૫૦. તે બાલિકાઓ પતિવરણની ક્રીડાથી રમવા પ્રવૃત્ત થઈ કેમકે બાલ્યવયમાં પોતપોતાના સ્વભાવને ઉચિત ચેષ્ટાઓ થાય છે. ૫૧. હે સખીઓ! તમે પતિને વરો એમ એઓએ
Page #109
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૦૪
પરસ્પર વાર્તાલાપ કર્યો. કોઈકે કોઈકને મનથી પોતાની ઈચ્છા મુજબનો પતિ બનાવ્યો અને વરોને વરી. પર. જે વયમાં આવા પ્રકારની પણ ચેષ્ટાઓ શોભે છે તે બાળપણને કયો લોક ન ઈચ્છે ? ૫૩. શ્રીમતીએ કહ્યું : હે સખીઓ ! હું આ મુનિને વરી છું. ભૂખ સર્વની સમાન જ છે છતાં કોઈકને કોઈક ભોજન ગમે છે. ૫૪. હે વત્સા ! તું સારા વરને વરી તું સારા વરને વરી એમ દેવતાએ ઘોષણા કરી. જગતમાં અસારને ગ્રહણ કરનારા જીવો અનેક છે પણ સારને ગ્રહણ કરનારા બહુ થોડા છે. ૫૫. મોટી ઘોષણા કરીને દેવતાએ રત્નોનો વરસાદ વરસાવ્યો, પોતાના ઘરે દાન ન થાય પણ દાનની પ્રશંસા તો થાય ને ? ૫. લાંબા સમય પછી મેં પોતાના પતિને મેળવ્યા છે, હવે નક્કીથી ચાલી ન જાય એ હેતુથી આકાશવાણીથી ચકિત બનેલી શ્રેષ્ઠીપુત્રી મુનિના પગમાં વળગી. ૫૭. જેમ પુત્રના અતિ લાડથી અનુકૂળ ઉપસર્ગની પ્રાપ્તિ થાય તેમ વ્રતરૂપી વાદળ માટે પવન સમાન આ અનુકૂળ ઉપસર્ગ ઉપસ્થિત થયો. ૫૮. એમ વિચારીને સાધુ જલદીથી તે સ્થાન છોડી ચાલ્યા ગયા. અગ્નિ સળગે છતે કોણ શીઘ્ર પલાયન ન થાય ? ૫૯. સ્વામી વિનાની લક્ષ્મીનો માલિક રાજા થાય છે તેથી રાજા ત્યાં ધન લેવા આવ્યો. સ્વયં ટપકીને મોઢામાં પડતો રસ કોને મીઠો ન લાગે ? ૬૦. જેમ સૂર્ય—ચંદ્ર અને ગ્રહો રાહુથી ગ્રસાય છે તેમ અનેક પ્રકારના કરની આવક મેળવતા પૃથ્વીમંડલના સ્વામી રાજાઓ લોભ કષાયથી બંધાય છે. ૬૧. જેટલામાં રાજપુરુષો રત્નો લેવા લાગ્યા તેટલામાં ફૂંફાળા મારતા સર્પો પ્રગટ થયા. ૬૨. ધનની તૃષ્ણાવાળો પણ રાજા રત્નો લીધા વગર પાછો ફર્યો. જ્યાં સુધી ભય બતાવાતો નથી ત્યાં સુધી લજ્જા રહે છે. અર્થાત્ ભય ઉપસ્થિત થયે છતે જીવ લજ્જા મૂકીને ભાગે છે. ૬૩.
દેવીએ કહ્યું : વરણક'ના પ્રસંગે મેં આ બાલિકાને ધન આપ્યું છે. લક્ષથી ભ્રષ્ટ થયેલ ધનુર્ધરની જેમ રાજા વિલખો થઈ ચાલ્યો ગયો. ૬૪. શ્રીમતીના પિતાએ સમસ્ત પણ રત્નોને લઈ લીધા. શું સ્વયં સામે આવતા ધનને કોઈ છોડી દીએ ? ૬૫. આશ્ચર્યચકિત થતો લોક પછી ક્ષણથી પોતાના સ્થાને ગયો. કેમકે ઘણાં બધા કૌતુકો જોવાથી કાંઈ પેટ ભરાઈ જતું નથી. ૬૬. કેટલાક વરસો પછી શ્રીમતી વિવિધ પ્રકારના યુવાનોના મન અને આંખને વશ કરનાર કાર્યણ સમાન યૌવનને પામી. ૬૭. લક્ષ્મીને જીતીને મેળવાયેલ યશથી જાણે યુક્ત ન હોય એવા બે અર્જુન સુવર્ણના બનેલા નુપૂરોથી તેના બે ચરણો શોભ્યા. ૬૮. કામ અને ચિત્તનું જાણે સરળપણું ન સૂચવતા હોય તેમ તેની બે જંઘા હાથીની સૂંઢની જેમ સરળ અને કોમળ હતી. ૬૯. કેળના સ્તંભ સમાન, સારા ગોળ, કોમળ તેના બે સાથળો ઘણાં શોભ્યા જાણે શંભુની આંખના અગ્નિથી તપેલા કામદેવ વડે આશ્લિષ્ટ કરાયા ન હોય! ૭૦. તેનો નિતંબનો ઉચ્ચ પ્રદેશ ખરેખર મારવાડની કઠોર ભૂમિ હતી નહીંતર તેનો આશ્રય કરીને રહેલા કામભિલ્લ દુર્જય કેવી રીતે થાત ? ૭૧. ઉપર પડેલી ત્રણ વલિથી તેની કુક્ષિ કૃશ થઈ. વલિઓથી પરાભવ પામેલા કોનું શ્યામપણું ન થાય ? ૭૨. અમે માનીએ છીએ કે યુવાનોના ચિત્તને મોહ પમાડવા માટે બે ઐન્દ્રજાલિકના ગોળા હોય તેમ તેના બે વિશાળ ભરાવદાર સ્તનો શોભ્યા. ૭૩. મુખરૂપી ચંદ્રની શોભાને જોવા અસમર્થ, ઉન્નાલ કમળ જેવા, અગ્રભાગમાં રહેલા તેના બે હાથ શું અધોમુખ કરીને નીચે ન રહ્યા હોય તેવા જણાતા હતા. ૭૪. બંધુમતીના મુખ આગળ આવીને કલાને બતાવતો ન હોત તો ચંદ્રની કલાની પરીક્ષા થાત બાકી આકાશમાં રહીને કળાને પ્રસરાવતો હોય તેથી શું તે કળાવાન ગણાય ખરો ? કહેવાનો ભાવ એ છે કે બંધુમતીનું મુખ ચંદ્ર કરતાં સુંદર હતું. ૭૫. તેના બીજા પણ અંગો લોકના મનમાં પ્રીતિ ઉત્પન્ન કરનારા થયા. અથવા તો લાડુ
૧. વરણક – વેવિશાળ, સગપણ
Page #110
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૫
૧૦૫ જયાંથી ખવાય ત્યાંથી મીઠો જ લાગે. ૭૬. જેમ ભ્રમરો કમલિનીની પાસે આવે તેમ ઘણાં સુંદર વરો યૌવનવયને પામેલી આને પરણવા માટે અનેકવાર આવ્યા. ૭૭.
પિતાએ શ્રીમતીને કહ્યું : હે વત્સ! ઘણાં ઉત્તમ વરો આવેલા છે તેથી આમાંથી કોઈક વરને વર. ૭૮. શ્રીમતીએ કહ્યું હે તાત! ત્યારે દેવકુલમાં જે ભટારક ભંડારને જોયા હતા તે સાધુને હું વરી છું. ૭૯. અને વળી તેનો પક્ષ કરનારી દેવીએ રત્નોનો વરસાદ વરસાવ્યો હતો. તે દેવીની સાક્ષીમાં વરણક (સગપણ–વેવિશાળ) થયું છે. ૮૦. હે તાત! તમોએ પણ રત્નોને ગ્રહણ કર્યા છે તેથી પરમાર્થથી તો તમે માન્ય કર્યું છે પણ વચનથી આ કાર્ય થયું નથી. ૮૧. તમે સર્વ લોકની સમક્ષ એકવાર તેને આપી છે. હવે બીજો વર ઈન્દ્રસમાન મળે તો તેને આપવી ઉચિત નથી. ૮૨. સર્વજન વડે કહેવાયેલી આ ઉક્તિને શું તમે સાંભળી નથી ? જેમકે સજ્જનો વડે વાણી એકવાર બોલાય છે તેમ કન્યા એકવાર અપાય છે. ૮૩. પુત્રીના વચનને સાંભળીને દેવદત્તે કહ્યું : હે વત્સ! જાણે કે તું બૃહસ્પતિની પુત્રી ન હોય તેવી વિદુષીઓમાં શ્રેષ્ઠ છે. ૮૪. હે પુત્રી ! આ મુનિ કયા સ્થાને છે તે હું જાણતો નથી. જેમ જેના પગમાં ભ્રમરાઓ ચોંટેલા હોય તેઓ એક સ્થાને સ્થિર થતા નથી તેમ મુનિઓ એક સ્થાને સ્થિર રહેતા નથી. ૮૫. તને જે અભીષ્ટ છે તે પાછા આવશે કે નહીં તે જણાતું નથી. કદાચ ભાગ્ય જોગે આવી ચડે તો ઓળખાશે કેવી રીતે? ૮૬. આ નગરમાં એક સરખા ભિક્ષુઓ કેટલા નથી આવતા? તેથી તેમને કેવી રીતે ઓળખવા? છાશ સફેદ છે, દૂધ સફેદ છે તેથી છાશ અને દૂધનો ભેદ કેવી રીતે જાણવો? ૮૭. કદાચ ઓળખાય જાય તો પણ આ તને પરણે કે ન પરણે માટે જ્વરનો નાશ કરનાર તક્ષક નાગના મણિની જેમ આને પડતો મૂક. ૮૮. શ્રીમંત સુકલમાં જન્મેલા, સુભગ, રૂપવાન ઘણાં વરો આવેલા છે તેમાંથી એકની પસંદગી કર. ૮૯. પુત્રીએ કહ્યું : હે તાત ! તમે જે કહો છો તેમાં કોઈ શંકા નથી. ગુરુની વાણી સાચી જ છે. ૯૦. હે તાત ! જેમ બુદ્ધિમાન શ્લોકાદિના લક્ષણને જુએ છે તેમ ઘોષણાના ભયથી આના પગમાં પડતી મેં એક લક્ષણ જોયું હતું. ૯૧. આ ભવમાં તે જ સાધુ મારા પતિ થશે નહીંતર રોગો જેવા સુંદર પણ ભોગોથી મારે સર્યું. ૯૨. જેમ પાંચ વખત ઘીની ધાર નાખીને (ઘણાં ઘીવાળી) બનાવેલી લાપસી પેટ ભરેલાને રુચિકર થતી નથી તેમ બીજા સારા પણ વરો મને હૈયામાં રુચિકર થતા નથી. ૯૩. તેના નિશ્ચયને જાણીને પુત્રીના પ્રેમથી પીગળી ગયેલ શ્રેષ્ઠીએ તેને કોમળ વાણીથી કહ્યુંઃ ૯૪. જો તારા ચિત્તમાં આ જ નિશ્ચય છે તો તું મારા ઘરે રહીને ઘરે આવેલ સર્વ મુનિઓને ઈચ્છા મુજબ દાન આપ. ૫. તારાપુણ્યથી આકર્ષાયેલ તે મુનિ પણ કદાચ આવે એમ શ્રેષ્ઠીએ પુત્રીને કહ્યું : કેમ કે માતાપિતાનો સંતાન ઉપર તેવા પ્રકારનો પ્રેમ હોય છે. ૯. જેમ વર્ષાઋતુનો વાદળ સતત વરસે તેમ પિતાના વચનથી શ્રીમતીએ ભિક્ષાચરોને સતત દાનનો વરસાદ વરસાવ્યો. જેને જે કાર્યમાં રસ હોય તેને તે કાર્ય કરવામાં ઉત્સાહ જાગે છે. ૯૮. તે નગર તરફ પ્રયાણ કરવાના શકુનને પણ આદ્રકમુનિએ જોયા નહીં. જે ગામમાં ન જવું હોય તે ગામનો માર્ગ કોણ પૂછે? ૯૯. બાર વરસ પછી દિગ્બોહથી આદ્રકમુનિ તે નગરમાં આવ્યા. આથી જ લોક કહે છે કે પ્રાણીએ ચિંતવેલું થતું નથી. ૨૦૦. માધુકરી વૃત્તિને કરતા મુનિપુંગવ ઘટકુટી' ન્યાયથી પ્રભાતે શ્રીમતીના ઘરે ભિક્ષા માટે પ્રવેશ્યા. ૨૦૧. જેમ ગોવાળ જુદા જુદા પ્રકારના બળદોના સમૂહમાંથી બળદને ઓળખી લે છે
૧. ઘટ્ટકુટિ ન્યાયઃ નગરનો કર ન ભરવા ખેડૂત રાત્રે નગરમાં આવ્યો. કર ભરવાના સ્થાને પ્રવેશ ન કરતા નગરમાં પ્રવેશવાના છિદ્રને શોધવા આખી રાત નગરની ચારે બાજ ભમ્યો. સવારે પાછો કર ભરવાના સ્થાનેથી પ્રવેશ કર્યો. એમ આદ્રક મુનિ પરણવા માંગતા ન હતા છતાં પરણવા એ ગામમાં અનાયાસે આવવું પડ્યું.
Page #111
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૦૬ તેમ શ્રીમતીએ લક્ષણ જોઈને મુનિને ઓળખી લીધા. ૨. તેણીએ સ્નેહથી તેને કહ્યું : ત્યારે દેવકુલમાં બાલિકાઓની સાથે ક્રીડા કરતી હું પોતાની ઈચ્છાથી તમને વરી છું. ૩. હરિણીની જેવી મુગ્ધ મને છોડીને તમે દેશાંતરમાં કયાં ગયા હતા? ૧.બાળકને ઠગવું સહેલું છે. ૪. હે જીવિતેશ્વર! હમણાં તો હું તમને જવા દઈશ તો જ જઈ શકશો (અન્યથા નહીં) ચતુર એકવાર છેતરાયા પછી સાવધાન થઈ જાય છે. ૫. હે સ્વામિન્ ! ચંદ્રસમાન તમને મેં જ્યારથી જોયા નથી ત્યારથી કમલિનીની જેમ મારો કાળ દુઃખથી પસાર થાય છે. ૬. તેથી હે મહાકરુણાસાગર ! મારા ઉપર પ્રસન્ન થાઓ. હે મહાભાગ! મારી સાથે લગ્ન કરો, સંતો દુઃખી ઉપર વાત્સલ્યવાળા હોય છે. ૭. જો વ્રતનો આગ્રહ રાખી મને નહીં પરણો તો હું નક્કીથી તમને સ્ત્રી હત્યાનું પાપ આપીશ. ૮. શ્રીમતી આ પ્રમાણે બોલતી હતી ત્યારે ઘણાં માણસો ભેગાં થઈ ગયા. ચિત્તમાં આશ્ચર્યચકિત થયલો રાજા પણ ત્યાં આવ્યો. ૯. રાજા વગેરેએ કહ્યું : હે સાધુ! આની પ્રાર્થનાને સફળ કરો કારણ કે સાધ અને કલ્પવૃક્ષ બંને એક સ્વભાવી છે. ૧૦. પછી સાધએ કહ્યું : અરે ! રોગીને અપથ્ય આપવાની જેમ તમે મારું ખોટું જ વાત્સલ્ય કરો છો. ૧૧. કહ્યું છે કે– – »ામ વિE
BTHT વિજ્ઞHT: BTમાં% પ્રાર્થના અBTHT યાનિ તિH I ૬૬ (દશવૈકાલિક).
કામ શલ્ય છે, કામ વિષ છે, કામ આશીવિષ સમાન છે, કામની પ્રાર્થના કરતા જીવો ઈચ્છા નહીં હોવા છતાં દુર્ગતિમાં જાય છે. ૧૨. શલ્યાદિ ત્રણ અર્થાત્ શલ્ય, વિષ અને આશીવિષ એક ભવમાં દુઃખદાયક બને છે પણ કામ તો પાપકર્મની જેમ ભવોભવ પીડા આપે છે. ૧૩. પ્રવ્રયાને સ્વીકારીને જેઓએ ઘરની ધૂળની જેમ ભોગોને છોડી દીધા છે તે ભોગોને હું ફરી કેવી રીતે ભોગવું? કોઈ વમન (ઉલટી)નું ભોજન કરતું નથી. ૧૪. અરે રે ! અશુભ સૂચવનાર સ્વપ્નની જેમ મારી આગળ અયુક્ત કામભોગની વાર્તાથી સર્યું. ૧૫. રાજા વગેરે સર્વેએ કહ્યું : હે મુનિ સત્તમ! આ તમારી વાત સાચી છે પરંતુ કંઈક કહેવા જેવું પણ છે. ૧૬. ઘણાં વરસો પસાર થઈ ગયા, વરને ઉચિત વય પણ પસાર થઈ ગઈ. હે મુનિ ! આણે સ્વપ્નમાં પણ તમારા સિવાય બીજા વરને ઈક્યો નથી. ૧૭. તેથી તે વિચક્ષણ ! તમે આના મનમાં અભીષ્ટનું પૂરણ કરો. આ સ્ત્રીના ગ્રહથી કયારેય બીજી રીતે પ્રાણોનો ત્યાગ ન કરે. ૧૮. હે સાધુ! ભક્ત ભોગી થઈને ફરી પણ વ્રત આચરજો, વ્રતને આચરતા તમારી પછી શુદ્ધિ થશે, ૧૯. દીક્ષાનો પ્રતિષેધ કરનાર દેવતાના વચનને યાદ કરતા તથા શ્રીમતીના ભાઈ, રાજા અને લોકની પ્રાર્થનાથી નહીં ગમતું હોવા છતાં પણ તેઓનું કહેવું માન્યું. કેમકે પાંચ જણા ભેગાં થઈને એક ડાહ્યાને ગાંડો કરે છે. ૨૧. ચારિત્રને છોડીને તે મુનિ શ્રેષ્ઠીની પુત્રીને પરણ્યા કેમકે કોઈપણ કર્મને અન્યથા કરવા સમર્થ નથી. ર૨.
આદ્રક શ્રીમતીની સાથે ગૃહસ્થપણું પાળવા લાગ્યો. એક ભવમાં પણ જીવને ઘણી અવસ્થાઓ આવે છે. ૨૩. સાપની ફણા જેવા વિવિધ ભોગોને પ્રીતિથી ભોગવતા તે બંનેને કુલદીપક સમાન પત્ર થયો. ૨૪. જાણે ઘણી વચાથી મર્દન કરાયેલી ન હોય તેમ બાળકની જીભ ક્ષીર કંઠત્વને છોડીને ઘણી વિકાસને પામી. ૨૫. પુત્ર બોલતો થાય તેટલી વયને પામ્યો ત્યારે પતિએ શ્રીમતીને કહ્યું રોહિણીના પુત્ર બુધની જેમ હમણાં તેને સહાય કરનારો પુત્ર થયો છે. ૨૬. તેથી હે પ્રિયા ! મને ફરી દીક્ષા લેવાની રજા આપ. જેથી જેમ પાશમાંથી પક્ષી નીકળે તેમ હું ગૃહસ્થપણામાંથી નીકળવા ઈચ્છું છું. ૨૭. જો તું રજા નહીં આપે તો હું દીક્ષા નહીં લઉ કેમકે તારા પુત્રની ક્રીડા સમાન તે મારા વડે વારંવાર છોડાઈ છે. ૨૮. પતિનો વૃત્તાંત પુત્રને જણાવવા અર્થે શ્રીમતી રૂની પુણીઓ સહિત રેંટિયાને લઈ આવી. કેમકે સ્ત્રીઓની મતિ શીઘ કામ
૧. ચા : જડીબુટ્ટી
૨. ક્ષીરકંઠત્વ: માતાનું સ્તનપાન કરવું તે
Page #112
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૫
૧૦૭
કરે છે. ૨૯. માતાને કાંતતી જોઈને પુત્રે કહ્યું : હે માતા ! સામાન્ય લોકની જેમ તેં આ શું માંડ્યું છે ? ૩૦. શ્રીમતીએ કહ્યું : હે વત્સ ! તારા પિતા દીક્ષા લેશે તેથી આ કાર્ય આરંભ્યું છે. ઘણું કરીને પતિ વિનાની સ્ત્રીઓની આજીવિકા આ રીતે ચાલે છે. ૩૧. પુત્રે લાડભર્યા વચનોથી માતાને કહ્યું : હું પિતાને બાંધી રાખીશ પછી કેવી રીતે જશે ? ૩૨. જેમ ત્રાકનું સૂતર લઈને સાળો લગ્નના ચોથા ફેરામાં વરને બાંધે તેમ તેણે પિતાના બે પગ બાંધ્યા. ૩૩. અને કહ્યું : હે માતા ! તું ભય ન પામ મેં પિતાને સારી રીતે બાંધી દીધા છે. જેમ પોતાના કર્મથી બંધાયેલ સંસારી જીવ મોક્ષમાં જઈ શકતો નથી તેમ પિતા નહીં જઈ શકે. ૩૪. આદ્રર્ક કુમારે વિચાર્યું : નારંગાદિ ફળની જેમ બાળક પણ પુત્રનો મારા ઉપર કેવો અતુલ સ્નેહ છે ! ૩૫. જેટલા આંટા છે તેટલા વરસ હું ઘરે રહીશ કારણ કે ભાગ્યે આટલા આંટા દેવરાવ્યા છે. ૩૬. જેટલામાં શ્રીમતીના પતિએ ગણ્યા તો સ્વર્ગના માર્ગમાં બંધનની જેમ બાર થયા. ૩૭. તે વ્રત ગ્રહણ કરવા બાર વરસ અટકયો. આથી બુદ્ધોએ કહ્યું છે કે મોટાઓને પણ કલ્યાણો ઘણાં વિઘ્નવાળા હોય છે. ૩૮. એમ શ્રીમતીએ પુત્રના બાનાથી પતિને વ્રત લેવામાં નિષેધ કર્યો. બીજા ઉપાયથી જો કાર્યની સિદ્ધિ થતી હોય તો વૈર કરીને કોણ કરે ? ૩૯. ગૃહવાસ સુખી સમૃદ્ધ હોવા છતાં આને પ્રીતિદાયક ન થયો કેમ કે રાજહંસને સુવર્ણના પાંજરામાં તિ આવતી નથી. ૪૦.
બાર વરસને અંતે રાત્રિના પાછલા ભાગમાં સંવેગરૂપી રસને વહન કરવા માટે નીક સમાન એવી ચિંતાને કરી. ૪૧. અહો ! પૂર્વના જન્મમાં મેં મનથી આ જ વ્રતને ભાંગ્યું હતું. અહો ! તેના વિપાકથી હું અનાર્ય દેશમાં ઉત્પન્ન થયો. ૪૨. વ્રતના ભંગનું ફળ જાણતો હોવા છતાં પાપી એવા મેં કાયાથી પણ હમણાં વ્રતના સેંકડો ટૂકડા કર્યા. ૪૩. અજાણતા કરેલું પાપ મહાદુ:ખને માટે થાય છે હમણાં જાણતા મેં વ્રતનું ખંડન કર્યુ છે તો મારી શી ગતિ થશે ? ૪૪. ધર્મને નહીં જાણનારા પૃથ્વીતલ ઉપર શોકને પાત્ર છે. ધર્મને જાણીને નહીં આરાધનારા લોકો મહાશોકને પાત્ર છે. ૪૫. પણ ધર્મને ગ્રહણ કરીને વચ્ચેથી જ છોડી દે છે. તે અતિમહાશોકને પાત્ર છે. હું તેમાનો થયો છું. ૪૬. તેથી હમણાં વ્રતખંડનની શુદ્ધિને માટે દીક્ષા ગ્રહણ કરું. તે વખતે હું ડૂબ્યો તો વિવેકી એવો હું શું વધારે ડૂબું ? ૪૭. સવારે શ્રીમતીને કહ્યું : હવે હું દીક્ષા લઈશ કેમકે કાર્યની ધરાને વહન કરનાર તારે ઉત્તમ પુત્ર છે. ૪૮. બુદ્ધિમતી શ્રીમતીએ પતિને દીક્ષાની રજા આપી કેમકે વિવેકીઓ કોઈપણ કાર્યમાં એકાંત પકડવાળા નથી હોતા. ૪૯. આર્દ્રકુમારે અનંતાનંત દુઃકર્મને મૂળમાંથી ઉખેડી નાખવા સમર્થ ભાગવતી દીક્ષાને ફરી ગ્રહણ કરી. ૫૦. ત્રિજગતના ગુરુ શ્રી મહાવીર જિનેશ્વરને વંદન ક૨વા તથા પોતાના ગુરુ અભયકુમારના દર્શન માટે આ મહાત્મા રાજગૃહ તરફ ચાલ્યા. વિશિષ્ટ ગુણના લાભ માટે કયો વિદ્વાન પ્રયત્ન નથી કરતો ? પર.
આ બાજુ જંગલની અંદર સામંતો ચોરી કરીને આજીવિકા ચલાવતા હતા. રાજસેવાથી મુકાયેલ પદાતિઓની બીજી કઈ ગતિ સંભવે ? ૫૩. જેમ કપિલ કેવળીને માર્ગમાં પાંચશો ચોરો મળ્યા હતા તેમ માર્ગે જતા મુનિને પાંચશો સામંતો મળ્યા. ૫૪. આર્દ્રમુનિને ઓળખીને તેઓએ હર્ષથી વંદન કર્યું. લાંબા સમય પછી પોતાના સ્વામીના દર્શન થયે છતે કોને હર્ષ ન થાય ? ૫૫. તેઓને ધર્મલાભ આશીષ આપીને મુનિએ આ પ્રમાણે કહ્યું : અરે ! તમે કૂતરાની જેમ કુજીવિકા શા માટે કરો છો ? ૫૬. તેઓએ કહ્યું : જેમ તમે સાપ જેવા અમને ઠગીને જે સ્થાને ચાલ્યા ગયા તેને તમે જ જાણો છો. ૫૭. ત્યારથી અમે સર્વત્ર તમારી તપાસ કરી તો પણ ભાગ્યહીન એવા અમોએ તમને કયાંય જોયા નહીં. ૫૮. જેમ યુદ્ધમાં પરાભવ પામેલા ભટો સ્વામીને પોતાનું મુખ બતાવવા સમર્થ ન થાય તેમ મુખ્ય બતાવવા અસમર્થ અમે અહીં રહ્યા
Page #113
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૦૮
છીએ. ૫૯. સ્વામીની સેવાથી રહિત અમે ચોરવૃત્તિથી જ જીવીએ છીએ. કેમકે સ્થાનથી ભ્રષ્ટ થયેલ દાંત, કેશ, નખ અને મનુષ્યો શોભતા નથી. ૬૦. મુનિએ કહ્યું : તમે દુરાચરણ કરીને જીવો છો તે યોગ્ય નથી. અરે ! યુગ શમિલાના ન્યાયથી મનુષ્ય જન્મ દુર્લભ છે. ૬૧. તેઓએ પણ મુનિને પુછ્યું : હે વિભુ ! યુગ શમિલા શું છે ? ભવ્ય જીવોને બોધ પમાડવા સમર્થ સાધુએ કહ્યું ઃ ૬૨. છેલ્લા સ્વયંભૂરમણ સમુદ્રના પૂર્વકાંઠે કોઈક દેવ યુગને નાખે અને તેના જ પશ્ચિમ કાંઠે શમિલાને નાખે. ૬૩. જેમ શમિલાનો યુગના છિદ્રમાં પ્રવેશ થવો દુર્લભ છે તેમ સંસારમાં મનુષ્ય ભવથી ભ્રષ્ટ થયેલ જીવને ફરી પણ મનુષ્ય ભવ મળવો દુર્લભ છે. ૬૪. કદાચ પ્રચંડ પવનથી ઉછળતા મોજાથી પ્રેરાયેલી શમિલા યુગના છિદ્રમાં પરોવાઈ જાય એમ સંભવે. ૬૫. પરંતુ નિદ્રા-હાસ્ય-કષાય વગેરેથી ફોગ કરેલ મનુષ્ય ભવ બીજી વેળા મળવો મુશ્કેલ છે. ૬૬. તેથી સર્વ પુરુષાર્થને સાધનારા મનુષ્યભવને પામીને ધર્મકાર્યમાં પ્રયત્ન કરો. ૬૭. મન–વચન–કાયાથી, કરવું–કરાવવું, અનુમોદવું એમ નવ પ્રકારે ત્રસ અને સ્થવર જીવોનું સતત રક્ષણ કરવું તે ઉત્તમ ધર્મ છે. ૬૮. લોકપ્રિય, સાચું, સર્વજીવોનું અનુકંપા કરે તેવું તથા વિચારપૂર્વકના વચનને હંમેશા બોલવું, ૬૯. સર્પના મહાવિષની જેમ નાની કે મોટી પણ પારકી વસ્તુનું સર્વદા ત્યાગ કરવો. ૭૦. દેવીઓ, મનુષ્ય સ્ત્રીઓ અને તિર્યંચ સ્ત્રીઓને જાવજ્જીવ સુધી ત્રણ પ્રકારે બહેન અને માતા સમાન માનવી. ૭૧. જેમ રોગી અપથ્યનો ત્યાગ કરે તેમ બાહ્ય તેમજ અત્યંતર સકલ પણ પરિગ્રહમાં મૂર્છાનો ત્યાગ કરવો જોઈએ. ૭ર. આ ધર્મ પરમ ભાઈ છે. પરમ વાત્સલ્યવાળો મિત્ર છે. દુઃખરૂપી સાપ માટે મહામંત્ર સમાન છે. પાપ રૂપી વ્યાધિ માટે શ્રેષ્ઠ ઔષધ છે. ૭૩. જો તમે સ્વામીના ભક્ત છો તો હું પણ તેનો પુત્ર છું. હંસની પાછળ હંસ ચાલે તેમ તમે મારી પાછળ ચાલો. ૭૪. તેઓએ કહ્યું ઃ ગૃહવાસમાં તમે અમારા સ્વામી થયા. હમણાં તમારાથી બોધ પમાડાયેલ અમારા તમે ગુરુ થયા. ૭૫. તેથી હે પ્રભુ ! અમને વ્રતનું દાન કરીને ભવથી નિસ્તાર કરો. કૂવામાં પડતો કયો મનુષ્ય હાથના ટેકાને ન ઈચ્છે ? ૭૬. પછી મુનિસત્તમે તેઓને દીક્ષા આપી. હંમેશા પણ મહાપુરુષો હજારોના પેટ ભરનારા હોય છે. ૭૭. આર્દ્રકમુનિએ તત્કાળ દીક્ષા આપી. જેમ કલભોની સાથે ચાલતો હાથી શોભે તેમ પાંચશો સાધુઓની આગળ ચાલતા આર્દ્રક મુનિ ઘણાં શોભ્યા. ૭૮.
ન
મુનિઓમાં સિંહ સમાન આર્દ્રક મુનિની સામે દુર્મુખ, કલહપ્રિય, દીપડાની જેમ સુદુઃપ્રેક્ષ ગોશાળો માર્ગમાં મળ્યો. ૭૯. પોતાને વિદ્વાન માનતો, અણબોલાવ્યો વાચાળ ગોશાળો આર્દકમુનિની સાથે વાદ કરવા ઉપસ્થિત થયો. ૮૦. વિકસિત નેત્રવાળા (વાદ સાંભળવા ઉત્સુક) ભૂચરો અને ખેચરો ત્યાં ભેગાં થયાં. મફતમાં બીજાનો તમાસો કોણ ન જુએ ? ૮૧. ગોશાળાએ આર્દ્રક મુનિને કહ્યું : તમે કેશનો લોચ વગેરે સકળ ક્રિયા ઉખરભૂમિમાં વાવેલા બીજની જેમ ફોગટ કરો છો. ૮૨. જેમ સર્વ ધાન્યોને ઉગવા માટે વરસાદ એક કારણ છે તેમ સર્વભાવોનું શુભાશુભ ફળ આપવામાં નિયતિ જ એક કારણ છે. ૮૩. તે આ પ્રમાણે- અશ્વમાંથી અશ્વની ઉત્પત્તિ નિયત છે. હાથીમાંથી હાથીની ઉત્પત્તિ નિયત છે. મનુષ્યમાંથી મનુષ્યની ઉત્પત્તિ થાય છે. સ્ત્રીઓ સ્ત્રીઓના આકારથી નિયત છે. ૮૪. શીયાળામાં ઠંડી પડવાનું નિયત છે. ઉનાળામાં ગરમી પડવાનું નિયત છે. ચોમાસામાં વરસાદ પડવાનું નિયત છે. તેમાં નિયતિ કારણ છે. ૮૫. હે મુનિ ! જો તેમાં નિયતિ કારણ ન હોત તો જે નિયત આકારવાળા થાય છે તે ન થાત અને એમ જો ન હોત તો લાંબા થાત. ૮૬. સ્વર્ગાદિ પણ જ્યારે પ્રાપ્ત થશે ત્યારે અહીં જ થશે આથી ફોતરા ખાંડવા સમાન ફોગટ તપ કરતા તમે કલેશ પામો છો. ૮૭.
Page #114
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૫
૧૦૯ આ રીતે આક્ષેપ કરાયેલા મુનિશ્રેષ્ઠ મોટા અવાજથી ઉત્તર વાળ્યો. શું સિંહ હાકને સહન કરે ? ૮૮. અરે ! આ તારો કપોલવાદન (બળબળાટ) પામરની પર્ષદામાં સુંદર છે. શિયાળાની ચિચિયારી શિયાળોમાં જ શોભે છે. ૮૯. નિયતિ હોવા છતાં પૂર્વનું કર્મ, સ્વભાવ, કાળ અને પુરુષાર્થ વિના કાર્યની સિદ્ધિ થતી નથી. ૯૦. જો એકલી નિયતિ ભાવોનું કારણ હોય તો કોઠીમાં પડેલું બીજ કેમ ઉગતું નથી? (અર્થાત્ ઉગવું જોઈતું હતું છતાં ઉગતું નથી.) ૯૧. નિયત આકાર અને કાળ ઉપર ૮૪-૮૫ શ્લોકમાં બતાવ્યા મુજબ) પ્રરૂપણા કરતા તે સ્વયં જ કાળને પણ અવશ્ય પ્રમાણિત કર્યો છે. ૯૨. નિયતિ વગેરે વિના એકલો કાળ પણ હેતુ બનતો નથી. જેમ કે નિયતિ કારણ હોય તો ચોમાસામાં પણ ક્યારેક વૃષ્ટિ થતી નથી એ કેવી રીતે બને? ૯૩. પ્રતિમા બનવા અયોગ્ય અને યોગ્ય પથ્થર લાકડું વગેરે નિશ્ચિત દષ્ટાંતોથી સ્વભાવની પણ હેતુતા સિદ્ધ છે. ૯૪. એકલા સ્વભાવની પણ હેતુતા કારણ બનતી નથી. નહીંતર પુરુષના પ્રયત્ન વિના યોગ્ય લાકડામાંથી પ્રતિમા બની જાત. (પણ એવું થતું જોવાતું નથી) ૯૫. વ્યવહાર (વ્યાપાર–પુરુષાર્થ) માં સમાનતા હોવા છતાં કોઈક સ્થાને લાભ થાય છે. બીજા સ્થાને લાભ થતો નથી. તેથી એ નક્કી થાય છે કે આનો હેતુ કર્મ (ભાગ્ય) પણ છે. ૯૬ તેવા પ્રકારના પુરુષાર્થ વગેરેથી કયાંક તેવું નિકાચિત કર્મ નાશ પામી જાય છે તેથી કર્મ પણ એકલું કારણ બનતું નથી. ૯૭. પુરુષાર્થ કરીને ભૂમિને ખોદીને પાણીનું પૂર મેળવાય છે તેથી પુરુષાર્થને પણ હેતુરૂપે માનવો જોઈએ. ૯૮. કોઈપણ કાર્યમાં એકમાં કારણપણું નથી. નિયતિ વગેરે કારણો વિના પુરુષાર્થ કરવામાં આવે તો પણ ભૂમિમાંથી પાણી ન પણ નીકળે. ૯૯. તેથી આ બધા મળીને કાર્યના હેતુઓ છે પણ કોઈ એકેક હેતુની સામગ્રીથી સર્વ સંભવ નથી. ૩00. નિયતિ આદિ સમસ્ત જ કારણોથી વિવાદ યોગ્ય વસ્તુ ઉત્પન્ન થાય છે. કેમકે આ બંનેમાં અન્વય અને વ્યતિરેક વ્યાપ્તિનું અનુસરવાપણું છે. અર્થાત્ જ્યાં જ્યાં નિયતિ આદિ સમસ્ત કારણો હાજર છે ત્યાં ત્યાં વિવાદ યોગ્ય વસ્તુની ઉત્પત્તિ (સિદ્ધિ) થાય છે. આ અન્વય વ્યાપ્તિ છે. જ્યાં જયાં વિવાદ યોગ્ય વસ્તુની ઉત્પત્તિનો અભાવ છે ત્યાં ત્યાં નિયતિ આદિ સમસ્ત કારણોનો અભાવ છે. આ વ્યતિરેક વ્યાપ્તિ છે. જે જેની અન્વય-વ્યતિરેક વ્યાપ્તિને સૂનિશ્ચિતપણે સિદ્ધ કરે છે તે તેનાથી જન્ય હોય છે. જેમ કે બીજાદિને અનુસરનારો અંકુરો, અર્થાત્ કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષાર્થ આ પાંચ કારણોથી સહિત બીજ છે ત્યાં ત્યાં અંકુરો છે. અન્વય વ્યાપ્તિ, જ્યાં જ્યાં અંકુરાનો અભાવ છે ત્યાં ત્યાં પાંચ કારણોથી સહિત બીજનો અભાવ છે. આ વ્યતિરેક વ્યાપ્તિ છે. ૨. વિવાદને યોગ્ય વસ્તુ કાલાદિ સામગ્રીને અનુસરે છે તેથી કાલાદિ સામગ્રીથી જન્ય વસ્તુ છે એમ અનુમાન પણ વિદ્યમાન છે. ૩. આ પ્રમાણે યુક્તિ અને પ્રમાણોથી મુનિએ ગોશાળાને નિરુત્તર કર્યો. અને તે મુંગો થઈ ગયો. સૂર્યની આગળ ખદ્યોત કેટલો પ્રકાશે ? જેમ જય જય મંગલ બોલતા ભટો યુદ્ધમાં વિજયી ભટ્ટની સ્તવના કરે તેમ ખેચર વગેરેએ પ્રમોદથી આદ્રક મુનિની સ્તવના કરી. ૫.
ત્યાંથી વિહાર કરતા આદ્રક મુનિ હસ્તિ તાપસના આશ્રમમાં પહોંચ્યા. તે આશ્રમમાં હાથીનું માંસ તડકામાં સુકવવા માટે પાથરેલું હતું. હાથીના ચામડા અને હાડકાથી તે આશ્રમ ભરેલો હતો અને તેથી કતલખાના જેવો લાગતો હતો. તે આશ્રમની ઝુંપડીઓ તાપસ અને તાપસીઓથી ભરેલી હતી. ૭. જાણે નવા રાક્ષસો હોય તેમ તે તાપસોએ હાથીને મારીને સતત માંસનું ભક્ષણ કરતાં ઘણા દિવસો પસાર કર્યા. ૮. તે તાપસોની એવી માન્યતા હતી કે એક–એક હાથીને મારવો સારો છે કેમ કે તેના માંસથી ઘણો કાળ પસાર થાય છે. ૯. પાડા-ડુક્કર, બકરા, સસલા, માછલાં, મૃગ વગરને અથવા ઘણાં પ્રકારના પક્ષીઓને
Page #115
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૧૦ અથવા તો ધાન્યનો નાશ કરવાથી શું? જો ભોજન માટે ઘણાં પશુઓનો સંહાર કરાય તો અધિક પાપ લાગે. પણ વિચક્ષણ પુરુષ લાભ-હાનિનો વિચાર કરીને કાર્ય કરે. ૧૧. આ પ્રમાણે પોતાની બુદ્ધિથી ધર્મની કલ્પના કરીને દયામાં તત્પર તેઓએ મારવા માટે એક મોટા હાથીને પોતાની જેમ બાંધ્યો હતો. ૧૨. જાણે જંગમ જીવાદોરી હોય તેમ આÁકમુનિ ભારે સાંકળોથી હાથીને જ્યાં બાંધીને રાખ્યો હતો તે રસ્તેથી જવા લાગ્યા. ૧૩. લોકો વડે ભક્તિ વંદના કરાતા, પાંચશો સાધુઓથી પરિવરેલા આદ્રમુનિને જોતા લઘુકર્મી હાથીએ વિચાર્યઃ ૧૪. જે લોકો આ મુનિને નમે છે તે ધનભાગ્ય છે હું પણ આને નમસ્કાર કરું પરંતુ ચોરની જેમ બંધાયેલ પુણ્યહીન હું શું કરું? ૧૫. મુનિની દૃષ્ટિથી હાથીની શૃંખલાઓ જીર્ણ દોરડીની જેમ તૂટી. મુનિના પ્રભાવથી તેનો કર્મબંધ પણ જલદીથી તુટ્યો. ૧૬. પરમ ભક્તિથી મુનિને વંદન કરવા સન્મુખ દોડ્યો. તેના ભયથી સર્વલોકદશેય દિશામાં પલાયન થયો. ૧૭. મુનિ તેવી અવસ્થામાં રહ્યા ત્યારે લોકો એકી અવાજે બોલ્યા આ મુનિને હણશે કેમકે પશુઓ વિવેકી નથી હોતા. ૧૮. આના પ્રસાદથી જાણે મેં મોક્ષ મેળવ્યો એમ જાણે વ્યક્ત ન કરતો હોય તેમ હાથીએ સૂંઢને નીચે નમાવીને મુનિના બે ચરણને નમસ્કાર કર્યા. ૧૯.
પછી હર્ષના પૂરથી ભરાયેલ હાથી સાધુ ઉપર ફરી ફરી દષ્ટિ કરતા માતા જેવી અરણ્યની ભૂમિમાં પહોંચ્યો. ૨૦. મુનિનો અતિશય પ્રભાવ જોઈને તાપસી ક્રોધે ભરાયા. કયા અવિવેકીને ગુણવાનો ઉપર મત્સર ન થાય? ૨૧. આદ્રકમુનિએ ઘણી કોમળવાણીથી તાપસોને કહ્યું તમો મિથ્યાજ્ઞાનના પ્રભાવથી આને ધર્મ માની બેઠા છો. ર૨. તમારી એ વાત સાચી છે કે આહાર વિના કાયા ટકતી નથી. આહાર પણ અનાજનો સારો છે. ૨૩. અનાજનું ભોજન સારું હોવા છતાં સાવધના ત્યાગી સાધુઓને તે પણ વાપરવો કલ્પતો નથી. સાધુઓને સચિત્ત ભોજન ન કલ્પે અથવા તો ગૃહસ્થો સાધુ માટે અચિત્ત ભોજન તૈયાર કરે તે પણ ન કલ્પ. ૨૪. કાચું, રંધાતું, અને રંધાઈ ગયેલા એમ ત્રણેય પ્રકારના માંસમાં અનંતા જીવો ઉત્પન થાય છે તેવા માંસની શું વાત કરવી ? ૨૫. ઘણાં બધા જીવો કરતા એક હાથીને મારવો સારો એવો જે તમારો અભિપ્રાય છે તે સારો નથી. કેમકે પંચેન્દ્રિય જીવોનું ચૈતન્ય ઘણું વિકસિત થયું હોય છે. ૨૬. એકેન્દ્રિય જીવોનું ચૈતન્ય ઘણું જ અલ્પ વિકસિત હોય છે. વગેરે યુક્તિઓથી મુનિએ તેઓને પ્રતિબોધ પમાડ્યો. ૨૭. આર્દક મુનિ વડે મોકલાયેલા તાપસો પણ સમવસરણમાં આવ્યા. સંવેગ પામીને તેઓએ શ્રી મહાવીર પરમાત્મા પાસે દીક્ષા અંગીકાર કરી. ૨૮.
હાથીના છૂટકારાને તથા તાપસીના પ્રતિબોધને સાંભળીને અભયકુમારની સાથે શ્રેણિક રાજા આદ્રકમુનિ પાસે આવ્યો. ર૯. પરિવાર સહિત રાજાએ પ્રીતિથી મુનિને વંદન કર્યું. મુનિએ અભીષ્ટ કલ્પવૃક્ષ સમાન ધર્મલાભ આપ્યો. ૩૦. રાજાએ કહ્યું જેમ અયોગી મુનિશ્વરનો શૈલેષીકરણથી મોક્ષ થાય છે તેમ તમારા દર્શનથી હાથીનો છૂટકારો થયો. ૩૧. જેમ ચિત્રોથી ભીત ભરાઈ જાય તેમ આશ્ચર્યથી મારું મન ભરાઈ ગયું છે. મુનિએ નિરંહકાર એવા શ્રેણિક રાજાની સન્મુખ કહ્યું ઃ ૩૨. મને હાથીનું છૂટવું દુષ્કર જણાતું નથી. પરંતુ હે રાજન્! રેટિયાની ત્રાકના સૂતરથી બંધાયેલનો મોક્ષ જ દુષ્કર છે. ૩૩. તે સાંભળીને વિસ્મયને પામેલા શ્રેણિક રાજાએ પૂછ્યું : ભગવાન (આદ્રકમુનિ) વડે પ્રતિપાદિત કરાયેલ આ તર્કસૂત્રાદિ શું છે? ૩૪. મહર્ષિએ પોતાનું સંપૂર્ણ ચરિત્ર કહ્યું. જે નક્કીથી ભવ્ય જીવોને સ્વર્ગ અને મોક્ષ આપવામાં બાહેંધરી રૂ૫ છે. ૩૫. અનેક સત્ત્વોથી ભરપૂર મુનિનું ચરિત્ર સાંભળીને રાજા, અભયકુમાર અને જનતા
Page #116
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૫
૧૧૧ વિસ્મિત થઈ. ૩૬.
પછી કૃતજ્ઞતાશાલી મુનિએ અભયને કહ્યું તું જ એક ધર્મ બંધુ છે. પરમવત્સલ મિત્ર છે, તે મહામતિ રાજપુત્ર! તે મને જે પ્રતિમા મોકલાવી તેને જોઈને હું તરત જ જાતિ સ્મરણ જ્ઞાન પામ્યો. ૩૮. હે બાંધવ! તે સ્વર્ગના સુખો હસ્તગત કર્યા. તે મને ધર્મમાં જોડીને મોક્ષસુખનું પ્રદાન કર્યું. ૩૯. અનાર્ય દેશરૂપી નદીમાં ડૂબેલા મને તે બુદ્ધિરૂપી દોરડીથી ખેંચીને શુભ ધર્મરૂપી દેશના કાંઠે સ્થાપિત કર્યો. ૪૦. તારાથી બોધ પામેલ મને દીક્ષાની પ્રાપ્તિ થઈ તેથી તું મારો ગુરુ છે. સાધુ હોય કે ગૃહસ્થ હોય ધર્મના દાનથી ગુરુ થાય છે. ૪૧. ઘણાં પણ ભવોમાં તારા ઉપકારનો બદલો વાળવા સમર્થ નથી. સમ્યકત્વના દાતાઓનો પ્રત્યુપકાર શક્ય જ નથી. ૪૨. અરે અભયકુમાર ! તું ભવ્ય જીવોને બોધ પમાડીને તથા દિવસે દિવસે ઉત્તરોત્તર ધર્મની આરાધના કરીને વૃદ્ધિ પામ. ૪૩. રાજપુત્રે કહ્યું : હે પ્રભુ ! તમે આવું ન બોલો. શુભાશુભ ફળની પ્રાપ્તિમાં બીજો નિમિત્ત માત્ર છે. ૪૪. દ્રવ્ય-ક્ષેત્રાદિ સમગ્ર સામગ્રીને પ્રાપ્ત કરીને જીવો લભ્ય (પ્રાપ્ત કરવા યોગ્ય) અર્થને પ્રાપ્ત કરે છે. કોઈ હર્તા કે કર્તા નથી. ૪૫. રાજા, અભય અને સર્વલોક મુનિને નમીને ઘરે ગયા. પરિવાર સહિત મુનિ સમવસરણમાં ગયા, ૪૬. ત્રણ પ્રદક્ષિણા આપીને, પરમેશ્વરને વાંદીને યથા સ્થાનમાં બેસીને મુનિએ જિનવાણીનું પાન કર્યું. ૪૭. જેમ રાખથી અરીસાને નિર્મળ કરાય તેમ હંમેશા જિનેશ્વરની પર્યાપાસનાથી મુનિએ આત્માને અતિશય નિર્મળ કર્યો. ૪૮. ઘાતિકર્મનો ક્ષય કરીને, કેવળજ્ઞાનને પ્રાપ્ત કરીને કેટલાક કાળે કર્મ ખપાવીને આદ્રક મુનિ મુક્તિપુરીમાં ગયા. ૪૯.
કેવળજ્ઞાન રૂપી પ્રદીપથી ત્રણ જગતનું ધોતન કરતા શ્રી મહાવીર પ્રભુ ફરી રાજગૃહ નગરમાં આવ્યા. ૫૦. પ્રભુ દેવોએ રચેલ સમોવસરણમાં રહ્યા. સૂર–માનવની પર્ષદામાં આ પ્રમાણે ધર્મ કહ્યો. ૫૧. ચોલ્લકાદિ (ભોજનાદિ) દશ દષ્ટાંતથી સુદુર્લભ મનુષ્ય ભવ પામીને વિવેકીઓએ ધર્મમાં સારી રીતે ઉદ્યમ કરવો જોઈએ. જેમ અમોઘ ઔષધથી રોગો નાશ પામે છે તેમ ધર્મથી વિપત્તિઓ નાશ પામે છે અને ચિંતામણિની જેમ સર્વ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. ધર્મને કરતા કદાચ લાભાંતરાય કર્મના વશથી જો ઉનાળામાં સરોવરના પાણીની જેમ વિભવ ક્ષય પામે તો પણ ખરેખર તેના (ધર્મના) જ મહાન પ્રભાવથી આ જ ભવમાં પ્રાયઃ જિનદત્તની જેમ અત્યંત વિભવની પ્રાપ્તિ થાય છે- તે આ પ્રમાણે
જિનદત્તનું કથાનક વિવિધ પ્રકારના ચિત્રોથી ભરપુર સુંદર વિચારસરણી ધરાવતા લોકથી ભરેલું વસંતપુર નામનું નગર હતું. ૫ તેમાં ચૂનાથી ઘોળેલા સુંદર હજારો મહેલો હતા હું માનું છું તે નગરની શોભાને જોવા માટે શેષ નાગના મસ્તકો બહાર ન આવ્યા હોય! ૫૭. તેમાં શત્રુઓરૂપી કુમુદના સમૂહનું સંકોચન કરવા સૂર્ય સમાન એવો યથાર્થ નામવાળો જિતશત્રુ રાજા હતો. ૫૮. તે રાજા વાણીથી અને દાનથી બે રીતે ઉદાર હતો તેથી હું માનું છું કે બૃહસ્પતિ (વાણીનો સ્વામી) નાશીને સ્વર્ગમાં ચાલ્યો ગયો અને દાનેશ્વરી બલિ પાતાળ ભવનમાં ચાલ્યો ગયો. ૫૯. તે નગરમાં શ્રમણોપાસકોનાં સમૂહમાં અગ્રેસર તથા ધાર્મિક પુરુષોમાં મુખ્ય જિનદત્ત નામનો વ્યાપારી થયો. ૬૦. તે પોતાના નામની જેમ જીવ-અજીવ–પુણ્ય-પાપઆશ્રવ-સંવર અને નિર્જરા, બંધ અને મોક્ષને એમ નવ તત્ત્વોને જાણતો હતો. તે નિયાણા વિનાની મોક્ષસંપત્તિનું કારણ શુદ્ધ દાન આપતો હતો. આનંદથી સતત શીલનું પાલન કરતો હતો. શક્તિ મુજબ તપને તપતો હતો. ભાવનાઓનું ચિંતન કરતો હતો. ધર્મના રહસ્યને જાણવામાં કુશળ તેણે મનુષ્ય ભવને
Page #117
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૧૨ સફળ કર્યો. ૩. ધન અને દાન આપવામાં દક્ષ આ ઘર, ન્યાયાલય, લોક, રાજકુલ અને અન્યત્ર પણ સર્વત્ર માન્ય બન્યો. ૬૪.
તેને દાક્ય (ચતુરાઈ)-દાક્ષિણ્ય-સૌંદર્ય અને શીલશાલિન્યને વહન કરતી જિનદાસી નામે ધર્મપત્ની હતી. ૫. ઘરના ભારને સારી રીતે ધારણ કરવામાં મૂળ સ્તંભ સમાન ચાર પુત્રો તેની કુક્ષિમાં ઉત્પન્ન થયા હતા. ૬૬. નાગદેવ, જિનદેવ ત્રીજો ધનદેવ, ચોથો સોમદેવ એમ ક્રમશઃ નામવાળા હતા. ૬૭. તેઓને ક્રમથી નાગશ્રી, જિનશ્રી, ધનશ્રી તથા છેલ્લી સોમશ્રી પત્નીઓ થઈ, સર્વ પણ શીલ, સૌરભથી શોભતી હતી. ૬૮. તેના ઘરે દાસ-દાસીઓ કામ કરતા હતા. તેથી પુત્રો અને પુત્રવધૂઓ મણિ સુવર્ણના આભૂષણોને ધારણ કરીને સુખપૂર્વક રહેતા હતા. ૬૯. પણ જિનદત્ત શ્રાવક ઘણાં દ્રવ્યનો વ્યય કરી, સંમેતશિખર, અષ્ટાપદ વગેરે તીર્થોની ઘણીવાર યાત્રા કરી. ૭૦. તેણે શ્રી સંઘની પૂજા, આગમોનું લેખન, નબળા શ્રાવકોનો ઉદ્ધાર, તથા જિન મંદિરોનો જીણોદ્ધર કરાવ્યો. ૭૧. તેણે તે જ નગરમાં કાંતિવાળી દિવાલોથી ઊંચું, સુંદર સ્તંભોથી રમ્ય, લટકતી પુતળીઓવાળું, સુવર્ણ કુંભથી શોભતા મંડપવાળું, હાથી–અશ્વ અને મનુષ્યની પીઠોથી સમૃદ્ધ, પર્વના શિખર જેવું ઊંચું, સુવર્ણદંડ અને કળશથી યુક્ત, અત્યંત મનોહર, પ્રચર તોરણોથી સુંદર, દેવોના વિમાન જેવું એક જિનાલય બનાવડાવ્યું. ૭૪. તે મંદિરમાં અનુપમ શ્રી યુગાદિ જિનેશ્વરની પ્રતિમાને સ્થાપન કરાવી અને પોતાને સુગતિમાં સ્થાપન કર્યો. ૭૫. ઉદારાશયી તેણે જિનમંદિરમાં ત્રણેય સંધ્યાએ (સવાર-બપોર-સાંજ) દેવપૂજા અને મનોહર સંગીતને કરાવ્યું. ૭૬. આણે હર્ષપૂર્વક અઠ્ઠાઈ, કલ્યાણક તથા ચતુર્માસાદિક પર્વોમાં વિશેષથી મહિમાને વિધિવત્ કરાવ્યો. ૭૭.
આ પ્રમાણે ધર્મની આરાધના કરતો હોવા છતાં પણ તેના દુઃકર્મયોગથી લક્ષ્મી ક્ષીણ થઈ. અથવા તો કુલટા લક્ષ્મી ક્યાંય સ્થિર થતી નથી. ૭૮. આ નગરમાં આજીવિકા થશે નહીં એમ વિચારીને શ્રેષ્ઠી કુટુંબ પરિવારને લઈને કોઈક ગામમાં ગયો. શું દારિદ્રય શુભને માટે થાય છે? ૭૯. ગામડામાં છાશ વગેરે ગોરસ, પાણી, બળતણ વગેરે મફત મળે છે તેથી ગરીબ લોક ગામમાં વસવાનું ઈચ્છે છે. ૮૦. જેમ કાદવમાં કમળ રહે તેમ ઘાસ, લાકડા વગેરે લાવીને બનાવેલી ઝૂંપડીમાં પુત્રાદિ પરિવાર સાથે રહ્યો. ૮૧. જિનદત્તના પુત્રો લોકના ખેતરોમાં હળખેડવાની મજૂરી કરવા લાગ્યા. અથવા તો આ સંસારમાં કોની ચડતી પડતી નથી થતી? ૮૨. પુત્રવધૂઓ વણિકોના ઘરનું પાણી ભરવું વગેરે મજૂરીના કાર્યો કરવા લાગી. અથવા તો વિધિ જેમ ઢોલ વગાડે તેમ નૃત્ય કરવું પડે છે. ૮૩. જિનદાસીએ જાતે પોતાના ઘરનું કામકાજ કર્યું. આ જગતમાં કોના વડે ભાંડાગારમાં પુણ્ય જ જમા કરાવાયું છે? ૮૪. જિનદત્તે ઘરના છોકરા-છોકરીઓને સાચવવાનું કામ કર્યું. ધાર્મિકપ્રાણીની દુર્દશા કરનાર વિધિને ધિક્કાર થાઓ. આ પ્રમાણે સતત કષ્ટના કાર્યો કરનારા હોવા છતાં પણ તેઓને પરિમિત ઘીવાળું ઘેંસ વગેરેનું ભોજન પ્રાપ્ત થયું. ૮૬. તો પણ અખિન્ન ચિત્તવાળા, સત્ત્વના ભંડાર જિનદત્તે ધર્મકાર્યમાં ઉદ્યમને ન જ છોડ્યો. ૮૭.
આ પ્રમાણે કેટલોક કાળ મોટા કષ્ટથી પસાર થયો ત્યારે જિનદત્ત ચારેય પણ પુત્રોને કહ્યું: ૮૮. હે વત્સો! હું જિનચૈત્યોને જુહારવા નગરમાં જાઉ છું. હવે હું જીવું કે મરું પણ પાછળ તમારે સમાધિથી રહેવું. ૮૯. પુત્રો એકી અવાજે બોલ્યા- હે વાતુલચેષ્ટિત તાત ! ધર્મ-ધર્મ એમ બોલતા તમે હંમેશા અમને ખેદિત કર્યા છે. ૯૦. શરીર, વર્ણ (જ્ઞાતિ) અને ધનથી તમે સર્વથા ભ્રષ્ટ થયા છો તો પણ ધર્મનું પૂછડું મૂકતા નથી. ૯૧. હે ધર્મગ્રહિલ! ધર્મને માટે ધનનો વ્યય કરતા તમારા ઘરના ચારેય પણ ખૂણામાં
Page #118
--------------------------------------------------------------------------
________________
સર્ગ–૫
૧૧૩ ભૂખ આવીને રહી છે. ૯૨. હે વૃદ્ધક ! તું મૌન ધરીને અહીં જ ઘરમાં પડ્યો રહે. તું દેવોની સાથે શું કરીશ? તારા ચિત્તમાં દેવો વસેલા છે. હવે દેવોનું તમારે શું કામ છે? બાલીશની જેમ અત્યંત અસંબદ્ધ બબડો છો. ૯૪. દાન ભોગના યોગથી લક્ષ્મી ક્યારેય ક્ષય પામતી નથી. કૂવામાંથી રોજ પાણી કાઢવામાં આવે છતાં શું કૂવો ખાલી થાય છે? ૯૫. પરંતુ ક્ષયવાળા મનુષ્યના શરીરની જેમ પાપ કર્મના ઉદયથી લક્ષ્મી ક્ષય પામે છે. ૯૬. અથવા તો અવિવેકીઓ એવા તમારી સાથે વાદ કરીને શું કરવું છે? હું મારું ચિંતિત કરીશ. વિવેકીઓ પોતાના સ્વાર્થ (કલ્યાણ)ની હાની ન કરે. ૯૭. આજે ભાગ્યે જોગે હું ચેત્યોને વાંદીશ એમ ભાવના કરતો આ પુત્રોની રજા વિના પણ નગર તરફ ચાલ્યો. ૯૮. લોકોએ કૌતુકથી પણ નગરમાં પ્રવેશ કરતા શ્રેષ્ઠીને ન જોયો. ત્યારે આવકાર આપવો જુહાર કરવાની શું વાત કરવી? ૯૯. ખેરખર દારિદ્રય પરમ અદશ્યીકરણ અંજન છે. કારણ કે દેખતો નજીકમાં રહેલા દરિદ્રને જોઈ શકતો નથી. ૪00. શ્રેષ્ઠીએ વિચાર્યું. તે જ હું છું. તે જ આ લોકો છે. સાથે હોવા છતાં હું તેઓને જોઉં છું. તેઓ મને જોતા નથી. અહો ! દારિદ્રયનો વિલાસ કેવો છે? ૪૦૧. આથી જ કહ્યું છે કે- હે દારિદ્રય તને નમસ્કાર થાઓ કેમકે તારા પ્રસાદથી હું સિદ્ધ થયો છું. કારણ કે હું બધાને જોઉં છું મને કોઈ જોતું નથી. ૨. પરબ ઉપર અંગનું પ્રક્ષાલન કરીને સ્વયં ગળેલ પાણી લઈને જિનમંદિરના દ્વાર પાસે પહોંચ્યો. ૩. અહો ! ભાગ્યજોગે આ જિનદત્ત શેઠ પધાર્યા એમ વિચારીને હાથમાં માળા લઈને કોઈ માળીની પુત્રીએ શ્રેષ્ઠીને કહ્યું હે શ્રેષ્ઠિનું! મારી પાસેથી ઉત્તમ માળા ખરીદી લીઓ. મારી પાસે આજે એક લખોટી નથી તો હું તારી પાસેથી માળા કેવી રીતે ખરીદું? ૫. આણે કહ્યું : હે તાત! તમે જે આપ્યું છે તે જ અમે ખાઈએ છીએ. બાકી તો શાકભાજી વગેરે ખરચ માટે કમાઈએ છીએ. ૬. હે તાત! પોતાની પુત્રી ઉપર કૃપા કરીને આ માળા લીઓ એમ બોલતી જિનદત્તના બે ચરણને પકડીને માળીની પુત્રી ઊભી રહી. ૭. શેઠે કહ્યું છે વત્સા ! હું ફક્ત દેવને વાંદવા આવ્યો છું. પરંતુ માળા આપ્યા વિના તને સમાધિ ન રહેતી હોય તો મને માળા આપ. ૮. તેની આપેલી માળા લઈને ત્રણવાર નિસાહિ નિસીહિ બોલીને રોમાંચિત થયેલ શેઠ આત્મમંદિરમાં પ્રવેશ્યા. ૯. સર્વસાધારણ ધોયેલ વસ્ત્ર પહેરીને મુખકોશ બાંધીને શેઠ ગભારાની અંદર પ્રવેશ્યા. ૧૦. રોમાંચિત અંગવાળા બે આંખોમાંથી હર્ષના આંસુ વહાવતા ફુલોથી ભગવાનની પૂજા કરતા શેઠે કહ્યું : ૧૧. હે ભુવનપ્રભુ! એવા દિવસો હતા જ્યારે મેં તમારી સુવર્ણમય પુષ્પોથી અને આભૂષણોથી પણ પૂજા કરી હતી. ૧૨. ઉત્સવના પ્રસંગોમાં મહાવિભૂતિથી વિધિપૂર્વકની રથયાત્રાથી અને સંગીતપૂર્વક મેં તમારી ભક્તિ કરી હતી. ૧૩. હે જિનેશ્વર ! આજે કેવો દિવસ આવી ગયો જેમાં હું દુર્દશાને પામેલો બીજાના ફૂલોથી તારી પૂજા કરું છું. ૧૪. ખરેખર ! કોઈક ધર્મની આરાધના કરનાર ભવ્યને મેં અંતરાય કર્યો હશે તેનું આ ફળ મને હમણાં મળ્યું છે. ૧૫. એ પ્રમાણે ભાવનાપૂર્વક શેઠે ઘણી ગહ કરી. પૂજા કરીને બહાર રહીને દેવવંદન કર્યા. ૧૬. પૂજાના વસ્ત્રો ઉતારીને શેઠ જ્યાં ધર્મઘોષ સૂરિની ધર્મદેશના ચાલતી હતી ત્યાં ગયા. ૧૭. સભાના છેડે બેઠેલા શેઠે સૂરિરાજને વંદના કરી. સૂરિએ આને મોટા સંભ્રમથી ધર્મલાભ આપ્યો. ૧૮. વ્યાખ્યાન આપતા આચાર્ય ભગવંત કોઈ ધનવાનનો આવો ગૌરવ નથી કરતા તો શું રાજા આવ્યા છે? ૧૯. એમ આશ્ચર્યચક્તિ થયેલ સભાજનોએ જેટલામાં પાછું વાળીને જોયું તેટલામાં ફાટેલ તુટેલ મેલા વસ્ત્રો પહેરનાર કરચલીની લટકતી ચામડીવાળો, જેનું હાડપિંજર દેખાઈ રહ્યું છે, જેમ તેમ વિખેરાયેલ વાળવાળો વૃદ્ધ દેખાયો. ૨૧. અહો! આ રંક જેવા વૃદ્ધનો શા કારણથી આટલો બધો આદર કરતા હશે? રર. સભાજનો આ પ્રમાણે વિચારતા હતા ત્યારે ગુણવાન ઉપર બહુમાન ધરાવતા ગુરુએ
Page #119
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૧૪
કહ્યું : હે શ્રેષ્ઠિન્ ! આગળ આવો આગળ આવો . ૨૩. હે પ્રભુ ! મને અહીં બેસવું ઠીક છે એમ બોલતા શેઠને લઈને શ્રાવકોએ આચાર્ય ભગવંત પાસે મુકયા. ૨૪. સૂરિએ કહ્યું : અહો ! શ્રાવકો એક ચિત્તથી સાંભળો– આ જિનદત્ત નામના ઉત્તમ શ્રાવક છે. ૨૫. આ શેઠે ચોવીશ જિનેશ્વરનું મંદિર બનાવડાવ્યું છે. અમુક અમુક સ્થાને એમણે ચૈત્યો બનાવડાવ્યા છે અને ઉપાશ્રય પણ. ૨૬. એમણે સમસ્ત સંઘનું વાત્સલ્ય, અનેકવાર તીર્થયાત્રાઓ, વંદન, પ્રતિક્રમણ, તપો કર્યા છે. ૨૭. આ ધન્ય છે આ કૃતપુણ્ય છે, આ સુજન્મા છે, આ બુદ્ધિમાન છે, આ ધનેશ્વર છે, આ ધીર છે, આ ગંભીર છે, ૨૮. આ પ્રમાણે સૂરિએ સ્વયં જ શ્રેષ્ઠીની પ્રશંસા કરી કેમકે આગમની અંદર દર્શનાચારના ગુણોનું ઉપબૃહણાદિ કરવાનું કહ્યું છે. ૨૯. સૂરિને નમીને ઉભા થયેલ અનુત્યેક જિનદત્તને એકાંતમાં લઈ જઈને યોગી જેવા પુરુષે આ પ્રમાણે કહ્યું : ૩૦. હે પુરુષશ્રેષ્ઠિન્ ! ગુરુએ સ્વયં તને મોટો માણસ કહ્યો છે. તેથી જો તમે યાંચાભંગ કરતા નથી તો હું માગું. ૩૧. મારી આવી દશા પ્રત્યક્ષ જ છે તેથી જોઉં તો ખરો આ શું માંગે છે ? એમ વિચારી જિનદત્ત શેઠે કહ્યું : હે ભદ્ર ! તને જે ઈચ્છિત હોય તે માગ. ૩ર. આ સાંભળી યોગી જેવા પુરુષે માગ્યું : દારિદ્રયને નાશ કરનાર આ મંત્રને મારી પાસેથી ગ્રહણ કર. કેમકે તારા જેવો બીજો પાત્ર નથી. ૩૩. જિનદત્તે કહ્યું : મંત્ર તમારી પાસે રહેવા દો. મારે હમણાં ધર્મ કરવાના દિવસો છે ધન ભેગું કરવાના નહીં. ૩૪. બીજાએ આદરપૂર્વક કહ્યું : મેં પહેલા જ તમારી પાસે યાચના કરી છે આથી પ્રસન્ન થઈને તમારે આ મંત્ર ગ્રહણ કરવો અને ન લેવાનો આગ્રહ છોડી દેવો. ૩૫. શ્રેષ્ઠીએ વિચાર્યું : લોક તથા મારા બધા પુત્રો એકી અવાજે કહે છે કે ધર્મમાં કોઈ સાર નથી. ૩૬. અને જો ધર્મ સારભૂત હોત તો જિનદત્ત પૂર્વે વૈભવવાળો હતો પણ હમણાં દરિદ્ર શિરોમણિ ન થાત. ૩૭. આવા પ્રકારની મનોવૃત્તિના નાશ માટે અને ધર્મની પ્રભાવના માટે હું મંત્ર ગ્રહણ કરું એમ વિચારીને કહ્યું : જો એમ છે તો મંત્ર આપ. ૩૮. પ્રીતિથી નવ અક્ષરનો મંત્ર આપ્યો અને કહ્યું ઃ આનો ૧૦ હજાર જાપ કરવો. ૩૯. કાળી ચૌદશને દિવસે સ્મશાનમાં જઈને શ્રેષ્ઠીએ વિધિપૂર્વક મંત્રનો જાપ કર્યો ત્યારે આકાશમાંથી વિમાન ઉતર્યું. ૪૦. હાલતા ચાલતા કુંડલોથી સુશોભિત દેવે વિમાનમાંથી ઉતરીને કહ્યું : હે શ્રેષ્ઠિન્ ! કયા કારણથી મને યાદ કર્યો. ૪૧. જિનદત્તે કહ્યું : હે દેવ ! આ તો તમે સ્વયં જ જાણો છો ? દેવે કહ્યું ઃ જો એમ છે તો તમે ઈચ્છિતને માગો. ૪૨. હે દેવ ! માળીની પુત્રીના પુષ્પોથી મેં જિનપૂજા કરીને જે પુણ્ય ઉપાર્જન કર્યુ છે તેનું ફળ મને આપો. ૪૩. જિનમંદિર–તીર્થયાત્રાદિ કરવાથી જે પુણ્ય ઉપાર્જન કર્યુ છે તેને ભાંડાગારમાં જમા રહેવા દો એમ બોલતા શેઠને દેવે કહ્યું ઃ ૪૪. હે શ્રાવક ! બીજાના પુષ્પોથી પૂજા કરતા તેં સુગતિને ઉપાર્જન કરી છે તે ફળ આપવા હું શક્તિમાન નથી પરંતુ હું તારું કંઈક કરવા ઈચ્છું છું. ૪૫. તું ઘરના ચારેય ખૂણામાં નિધાનોને મેળવશે એમ કહીને દેવ તુરત જ દેવલોકમાં ગયો. ૪૬.
:
ગામમાં જઈને શ્રેષ્ઠિએ પુત્રોને કહ્યું : ચાલો આપણે નગરમાં જઈએ. તેઓએ કહ્યું : અરે ! હજુ પણ તમારું પાગલપણું જતું નથી. ૪૭. કોણ વારંવાર ઉચાળા ભરશે ? અહીં જ ઘેંસ' વગેરેમાં પ્રાપ્ત થતા તેલથી ઘણો સંતોષ વર્તે છે. ૪૮. ત્યાં તો ઘેંસ તેલથી ભ્રષ્ટ થઈશું. નગરમાં આપણને તેલવાળું ભોજન પણ નહીં મળે. તેથી અમે આવશું નહીં તમે સ્વયં જાઓ અને વળી આ રીતે ફર ફર કરવાથી શું દારિદ્રય છેદાશે ? ૪૯. શ્રેષ્ઠીએ કહ્યું : સુશુકનથી ત્યાં ચોક્કસ લાભ થશે. પોતાના નગરમાં જવાથી આપણી દશા વળશે. ૫૦. હે પિતર્ ! જો તમે ત્યાં ગયા વગર નથી રહી શકતા તો ચાલો, નિકટમાં શુભ કર્મનો ઉદય ૧. ક્ષિપ્રૌલમ્ – અલ્પ મૂલ્યવાળું જલદીથી રંધાઈ જતું ભોજન જેમકે ઘેંસ, ખીચડી વગેરે.
- કામ માં
Page #120
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૫
થવાનો હતો તેથી પુત્રોએ પિતાની વાતને સ્વીકારી લીધી. ૫૧.
કુટુંબ સાથે શ્રેષ્ઠી નગરમાં આવ્યા. ઘરમાં પ્રવેશ્યા. ખંડેર થઈ ગયેલ ઘરને જોઈને વિચાર્યું : ૫૨. શ્રેષ્ઠી કયારે પાછા આવશે એવા વિચારમાં જાણે ન ડૂબી ગયા હોય તેમ ભાંગી ગયેલ દરવાજાના મસ્તકે રહેલા બે તડક (પીઢિયા) પરસ્પર મળી ગયા. ૫૩. મારા બે ગાલની જેમ બે જીર્ણ કપાટ ઢીલા થયા. જેમ મારા મુખમાંથી દાંતો પડી ગયા છે તેમ દિવાલમાંથી ઈંટો પડી ગઈ છે. ૫૪. મારા વાળની જેમ છત ઉપર ઢાંકવાના લાકડા ભાંગી ગયા. મારી બે આંખોની જેમ ચિત્રશાળાનું ચિત્ર ગળી ગયું છે. ૫૫. ઊંદરોએ ધાન્યના ઢગલાને ચડી જાય એવા ધૂળના ઢગલા બનાવ્યા હતા. મોરપીંછનું છત્ર રાખવાના સ્થાને કડવો લીંબડો ઉગ્યો હતો. ૫૬. ખરેખર મારા વિયોગને કારણે આ ઘર પાણીના રેલાના કારણે ઝાંખી પડેલી ભીંતના ભાગના બાનાથી રડી રડીને શાંત થયું છે. ૫૭. અત્યંત ભાગ્યહીન હાલતા ચાલતા અમોએ જે ઘરને છોડી દીધું છે તેને સ્થાવર તૃણવેલડીઓ વીંટાઈ વળી છે. ૫૮. સદ્ભાગ્યની જેમ પાટિયાઓ ચારે બાજુથી પોતાના સ્થાનથી નીકળી ગયા છે. જેમ બે પગમાં ચીરા પડે તેમ દિવાલોમાં તીરાડો પડી છે. ૫૯. અહો ! જેની શાળામાં ચારે બાજુ સુંદર ચંદરવા બાંધેલ હતા ત્યાં કરોડિયાએ લાળથી જાળા કેવી રીતે બાંધ્યા. ૬૦. પૂર્વની દશાને યાદ કરતા અને વર્તમાન અવસ્થાને વિચારતા શ્રેષ્ઠી પરિવાર સહિત ઘરમાં પ્રવેશ્યો. ૬૧. શ્રેષ્ઠિએ પુત્રવધૂઓ પાસે ગાયના છાણનું લીંપણ કરાવીને પાણીથી ભરેલ બે કુંભોને મુકાવ્યા. ૬૨. નાગદેવ વગેરે પુત્રો ગળિયા બળદની જેમ બે પગ લંબાવીને પૃથ્વીતલ ઉપર અત્યંત ઢળી પડ્યા. ૬૩. શ્રેષ્ઠીએ તેઓને કહ્યું : આ નગરના ચૈત્યોના દર્શન કર્યા પછી ઘણો સમય ચાલી ગયો છે તેથી તમારે આજે ચૈત્યની પરિપાટી કરવી જોઈએ. ૬૪. ધમધમ થતા સર્વે પણ પુત્રોએ કહ્યું : હે તાત ! ધર્મ-ધર્મ બોલતા હજુ પણ વિરામ પામતા નથી. અર્થાત્ ધર્મનું પૂછડું છોડતા નથી. ૬૫. અહો ! અમે માર્ગથી થાકી ગયા છીએ અને હજુ ચૈત્યવંદના કરાવે છે. માળિયા ઉપરથી પડેલાને આ દોડવાનો ઘાત થયો. ૬૬. જિનદત્તે કહ્યું : હે વત્સો ! ક્ષણથી ઉભા થાઓ, દેવોને વંદન કરો જેથી તમને ઈચ્છિત ભોજનની પ્રાપ્તિ થશે. ૬૭. આ પિતા કૂતરાની જેમ ભસ ભસ કરે છે વિરામ પામતા નથી એમ બોલતા પુત્રોની સાથે શ્રેષ્ઠીએ ચૈત્યવંદના કરી. ૬૮. ઘરે આવીને શ્રેષ્ઠીએ પુત્રોને કહ્યું ઃ આજે તમને શાલિ–દાળ વગેરેનું ભોજન કરાવીશ. કેમકે દેવવંદના ઈચ્છિતને આપનારી છે. ૬૯. તેઓએ પણ કહ્યું ઃ શાલિ વગેરેની વાતને દૂર રાખો. હે તાત ! ઈચ્છિત ઘેંસથી પારણું કરાવો. ૭૦. દઢધર્મી શેઠે કહ્યું : ઘેંસની વાતને છોડો જો હું તમને શાલિ આદિનું ભોજન આપું તો તમે શું ધર્મ કરશો ? ૭૧. પુત્રોએ કહ્યું : હે તાત ! જો તમે કહેશો તો અમે દુઃકર પણ ધર્મ કૃત્યને સતત હર્ષથી કરીશું. ૭ર. શ્રેષ્ઠીએ કહ્યું : જો એમ છે તો ત્રિકાલ દેવપૂજન, અને સંધ્યાએ પ્રતિક્રમણ અને ચૈત્યવંદન શક્તિ અનુસાર પચ્ચક્ખાણ વગેરે પરમ ધર્મકૃત્યને હંમેશા આદરવા. કેમકે તે આ લોક અને પરલોકમાં કલ્યાણકારી છે. ૭૪. અમોએ રાત્રે ઠંડી, દિવસે તાપ, કવેળાએ કુભોજન કાંટાનો વેધ વગેરે ઘણું સહન કર્યું છે. ૭૫. વંદન, પ્રતિક્રમણ વગેરે અનુષ્ઠાનો આદરવા સુશકય છે તેથી અમે તે સર્વ કરીશું એમ બધા પુત્રોએ એકી સાથે કહ્યું. ૭૬. પુત્રવધૂઓએ કહ્યું : હવે પછી અમે પણ પારકા ઘરે મજૂરી કરવા કરતાં સુશક્ય ધર્મકાર્યને કરીશું. ૭૭. તે જ રીતે પૌત્રોએ કબૂલ્યું. શુદ્ધબુદ્ધિ શ્રેષ્ઠીએ ત્યાંજ અભિપ્રાયોને સ્વહસ્તે પત્રમાં લખાવી લીધા. ૭૮.
પછી શ્રેષ્ઠીએ બલિવિધાનાદિપૂર્વક ભૂમિનું પૂજન કરીને પુત્રો પાસે ઘરના એક ખૂણામાં ખોદાવ્યું. ૭૯. અહો ! લાંબા સમય પછી આજે પિતાને આ નિધાનનું સ્મરણ થયું. એમ વિચાર કરતા પુત્રોએ મોટા
૧૧૫
Page #121
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૧૬
:
કળશને જોયો. ૮૦. જેટલામાં કુંભને ઉઘાડ્યો તેટલામાં સુવર્ણ માણેક વગેરેથી ભરેલો જોયો. ૮૧. પિતાની આજ્ઞાથી કેટલાક સુવર્ણને વટાવીને પુત્રો વસ્ત્રો, થાળ, કચોળા વગેરે અને શાલિ વગેરે લઈ આવ્યા. ૮૨. પુત્રવધૂઓએ તત્ક્ષણ સુંદર રસોઈ તૈયાર કરી. જિનદત્ત વગેરેએ ભોજન કર્યું. જગતમાં આ એક વસ્તુ (ભોજન) જય પામો. ૮૩. ભોજન કર્યા પછી સારા વસ્ત્રો પહેરીને ઘણું ઉત્તમ ભેટણું લઈને શેઠ તથા પુત્રો રાજકુલે ગયા. ૮૪. રાજાને ભેટણું ધરીને શેઠ અને પુત્રોએ નમસ્કાર કર્યા. અતિ ગૌરવથી અપાયેલ આસનો ઉપર બેઠા. ૮૫. રાજાએ સ્વયં ગૌરવપૂર્વક શ્રેષ્ઠીને કહ્યું : હે શ્રેષ્ઠિન્ ! ઘણાં દિવસો પછી તમે ભાગ્ય યોગે હમણાં દેખાયા છો. ૮૬. જ્યારે જ્યારે મહાજન અમારી પાસે આવ્યું ત્યારે ત્યારે અમે હંમેશા આ પ્રમાણે ચિત્તમાં વિચાર્યું : ૮૭. શા કારણથી જિનદત્ત વણિક મહાજન મંડળમાં સર્વથા દેખાતા નથી ? ૮૮. શ્રેષ્ઠીએ જણાવ્યું : અહીં અમારી આજીવિકા ચાલતી ન હતી. તેથી અમે તમારાથી દૂર ગયા હતા. ૮૯. ફરી પોતાના ભાગ્યોથી મનુષ્યો થઈને દેવના (રાજાના) ચરણને યાદ કરતા પરિવાર સહિત અમો અહીં આવ્યા છીએ. ૯૦. રાજાએ મોરપીંછ છત્ર સુવર્ણની સાંકળ આપીને પુત્ર સહિત શ્રેષ્ઠીની ઉપર સ્વયં કૃપા કરી. ૯૧. અર્થીઓને દાન આપતો, લોકો વડે પ્રશંસા કરાતો શ્રેષ્ઠી રાજમંદિરથી પોતાના ઘરે આવ્યો. ૯૨.
અહો ! આ ધર્મનો પ્રભાવ છે કે ઘણી દૂર ચાલી ગયેલી લક્ષ્મીને શ્રેષ્ઠીએ પાછી વાળી એમ સ્વજનો બોલી ઉઠયા. ૯૩. જેમ તંબોલી નાગરવેલના પાનના ટોપલાને સુધારે તેમ શ્રેષ્ઠીએ સુથાર અને કડિયાઓ પાસે ઘરને સમારાવ્યું. ૯૪. ઘણું કરીને પુત્રો, પુત્રવધૂઓ, પૌત્રો ભયથી અને ભાવનાથી પણ હંમેશા શ્રેષ્ઠીએ કહેલા ધર્મકાર્યમાં ઉદ્યમ કરે છે. ૯૫. કયારેક આળસ કરીને ચૈત્યવંદનાદિ ન કરે ત્યારે શ્રેષ્ઠીએ
તેઓને આ પ્રમાણે પ્રેરણા કરી. ૯૬. હે વત્સો ! શું તમોએ પોતપોતાનું અનુષ્ઠાન કરી લીધું ? ત્યારે તેઓએ કહ્યું : હે પિતા ! અમે આજે રાજસભાથી મોડા આવ્યા છીએ. થાક અને ઊંઘ આવવાથી અમે દેવવંદન કર્યુ નથી. ૯૮. કૃત્રિમ કોપ કરીને જિનદત્તે કહ્યું ઃ રે રે ! તમે પોતાનું બોલેલું વચન પણ શું ભૂલી ગયા ? ૯૯. હળ ખેડવા વગેરે મજૂરી કરતા હતા ત્યારે તમને થાક ન લાગ્યો ને હવે સુખાસનમાં બેસીને ધર્મસ્થાનોમાં જવામાં તમને થાક લાગી ગયો ? ૫૦૦. તમને ભોજનાદિની કોઈ ચિંતા નથી તેથી તમારું શરીર ઘણું પુષ્ટ થઈ ગયું છે. સુખની અતિશય લંપટતાથી તમે ધર્મ કરવાને ઈચ્છતા નથી. ૫૦૧. તેથી પત્ર લઈ આવો તમે પોતાના વચનને જલદીથી ફોક કર્યુ છે પુત્રોને બીજો કયો દંડ આવે ? સર્વેપણ પુત્રો બે પગમાં પડ્યા. અને પિતાને કહ્યું : હે તાત ! કુબુદ્ધિને પામેલા અમે એકવાર ભૂલ કરી છે. ૩. હવે પછી હંમેશા જ અમે જે કબૂલ્યું છે તે કરશું. તેથી પુત્રવત્સલ તાત ! અમારા આ અપરાધની ક્ષમા કરો. ૪. સારું એમ પિતા વડે ક્ષમા કરાયેલા પુત્રો પૂર્વની જેમ ધર્મકાર્યમાં રત થયા અથવા પોષ્યની પ્રવૃત્તિઓ પોષકને આધીન છે. ૫. અમે તો પહેલેથી જ પોતપોતાના કાર્યો કરી લઈએ નહીંતર જો પિતા આવશે તો આપણને ઘણો ઠપકો આપશે. ૬. એમ વિચારીને તુરત જ પુત્રો, પૌત્રો, પુત્રવધૂઓએ પણ વંદન–પ્રતિક્રમણ વગેરે આગળથી કર્યું. ૭. એમ રોજે રોજ સાથે ધર્મ કરતા તલ્લીન થઈ ધર્મનો અભ્યાસ કરવા લાગ્યા.૮.
જ્યારે માંદગી આદિને કારણે ધર્મ અનુષ્ઠાન ન કરી શકતા ત્યારે તેઓને મોટી અરતિ થતી. ૯. હર્ષ પામેલ પુત્રો, પુત્રવધૂઓ પૌત્રોએ પરસ્પર વાર્તાલાપ કર્યો કે પિતાએ અમને સુખી કર્યા. અમારો ભવથી નિસ્તાર કર્યો. ૧૦. ઉત્તમ ભોજન, વસ્ત્રો, આભરણો વગેરે આપીને શેઠ પુત્રો પાસે ઘણાં ધર્મકૃત્યો કરાવે છે. ૧૧. કલ્પવૃક્ષ કરતા ચડી જાય તેવી પિતાની મોટી કૃપાથી અમારા આલોક અને પરલોક બંને પણ
Page #122
--------------------------------------------------------------------------
________________
સર્ગ-પ
૧૧૭
સુધર્યા. ૧૨. ધર્મથી રંગાયેલ કુટુંબને જાણીને જિનદત્તે બાકીના ત્રણ નિધાનોને પ્રગટ કરી આપ્યા. ૧૩. સાતક્ષેત્રની અંદર પોતાનું ધન વાવીને પોતાના સમયે જિનદત્ત વગેરે સર્વ પરમ સુરસંપદાને પામ્યા. ૧૪. કેટલાક ભવો પછી કેવળજ્ઞાન પામીને એકાંતિક સુખથી વ્યાપ્ત શાશ્વતી સિદ્ધિને પામશે. ૧૫.
દર્દુરાંક દેવનું કથાનક
હે ભવ્યો ! ધર્મના માહત્મ્યને જાણીને તેમાં આદરપૂર્વક પ્રયત્ન કરો જેથી હંમેશા સુખ સંપત્તિ મળે. ૧૬. પ્રભુએ એમ મધુરવાણીથી ઉપદેશ આપ્યો ત્યારે પંચવર્ણ મણિઓથી ખચિત, સુવર્ણના ભૂમિતળવાળું, દેવો અને મનુષ્યોથી ભરેલ સમોવસરણની ભૂમિમાં કોઈક ગળતા કોઢવાળો જેમ દેવમંદિરમાં કાગડો આવે તેમ આવ્યો. ૧૮. જેમ ચિત્રા નક્ષત્રનો મેઘ પાણીથી કણોનું સિંચન કરે તેમ કોઢીએ શંકા વિના પ્રભુના બે ચરણ ઉપર પરુ વગેરેની છાંટથી સતત સિંચન કર્યું. ૧૯. તે જોઈને મગધાધીશ કોઢિયા ઉપર ઘણા ગુસ્સે થયા કેમકે જિનાદિની અશાતના કરનાર ઉપર વિવેકીઓ ગુસ્સો કરે તે યોગ્ય છે. ૨૦. આ પાપી છે, મર્યાદા વિનાનો છે, લજ્જા વગરનો છે, ભય વિનાનો છે, જે ઈન્દ્રાદિની હાજરીમાં પ્રભુની સામે પ્રતિકૂળ વર્તન કરે છે. ૨૧. ઈન્દ્રો વગેરે પાપ કરનાર આને કોઈક હેતુથી જો શિક્ષા નથી કરતા તો ભલે ન કરે ૨૨. હું પણ આને સ્ફુટપણે યોગ્ય ઔષધને આપું. કેમકે દેહાંતદંડ સિવાય બીજો કોઈ દંડ આપવો ઘટતો નથી. ૨૩. ગુરુનો પરાભવ થતો જોઈને જે હાથ જોડી બેસી રહે છે તે નિકૃષ્ટ શિરોમણિની માતા મરો. ૨૪. આ પ્રમાણે રાજા વિચારે છે ત્યારે ભગવાનને છીંક આવી. કોઢીએ પ્રભુને કહ્યું : હે પ્રભુ ! આપ મરો તો સારું. ૨૫. રાજાને છીંક આવી ત્યારે તમે જીવો તો સારું પણ નંદાના પુત્રને છીંક આવી ત્યારે કહ્યું : જીવો તો સારું અથવા મરો તો સારું. કાલસૌરકને છીંક આવી ત્યારે જીવો તો સારું નહિ, મરો તો સારું નહિ એમ કહ્યું. ત્યારે રાજા અગ્નિમાં નંખાયેલી આહુતિની જેમ તેના ઉપર અધિક ઉકળી ઉઠયો. ૨૭. કોઢીની ચેષ્ટા કરતા પણ તેના દુર્વચનો દાઝયા ઉપર ડામ લગાડવાની જેમ વધારે પીડાકારક થયા. ૨૮. સમવસરણની મધ્યમાં રહેલા આને હું શું કરી શકું ? આને બહાર નીકળવા દો પછી મંગળ દેખાડું. અર્થાત્ શિક્ષા આપું. ૨૯. દેશના પૂરી થઈ એટલે કોઢી ભગવાનને નમીને ઉભો થયો. રાજાએ તેને પકડવા માટે પોતાના માણસોને સંજ્ઞા કરી. ૩૦. રાજાના માણસો જેટલામાં પકડવા ગયા તેટલામાં દિવ્યરૂપ ધારણ કરનાર તે પક્ષીની જેમ આકાશમાં ઊડ્યો. ૩૧. પુરુષોએ આવીને કોઢીનો વૃત્તાંત જણાવ્યો ત્યારે વિસ્મિત રાજાએ ત્રિજગતના ગુરુને પુછ્યું : ૩૨. હે પ્રભુ ! આ કોઢી કોણ છે ? શા માટે પરુથી તમારા ચરણનું લીંપન કર્યું ? જે દિવ્ય રૂપ કરીને આકાશમાં ઊડી ગયો. ૩૩. હાથમાં રહેલ આમળાની જેમ વિશ્વની સમસ્ત વસ્તુને જોતા પ્રભુએ તુરત જ તેના વૃત્તાંતને કહેવાની શરૂઆત કરી.-૩૪.
હે રાજન્ ! ગાય-બળદ-વાછરડાઓ જેમાં ચારો ચરી રહ્યા છે એવા વત્સ દેશમાં જઘન્ય–મધ્યમ લોકની માતા એવી કૌશાંબી નામની નગરી છે. ૩૫. તે નગરીમાં દેવ મંદિરોના શિખરો ઉપર ફરકતો ધ્વજપટ શોભી રહ્યો છે. ધર્મની આરાધના કરતા લોકને જોઈને જાણે ધર્મ પ્રીતિથી નૃત્ય ન કરી રહ્યો હોય તેમ જણાતું હતું. ૩૬. તે નગરમાં ઉત્તમ ભૂમિતળમાંથી શોભતા ધનવાનોના વિશાળ ઘરોમાં યક્ષકર્દમને છોડીને બીજો કોઈ કર્દમ (કાદવ) નથી. ૩૭. તે નગરમાં પણ્યના સમૂહોથી ભરેલી ચાર દુકાનોમાંથી બધી ચીજવસ્તુઓની પ્રાપ્તિ થાય છે પણ જે વસ્તુ જગતમાં નથી તે નથી મળતી અર્થાત્ તે નગરમાં ચાર કૃત્રિકાપણ હતી. ૩૮. ત્યાં બંધ અને પાત ગુણશ્રેણીમાં હતો, માયા, લોભ અને મદનો ઉદય તથા ભય,
૧. યક્ષકર્દમ – કર્પૂર, અગર, કસ્તૂરી અને કંકોલને સમાન ભાગે મિશ્રિત કરીને બનાવેલો લેપ.
Page #123
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૧૮ શોક અને જુગુપ્સા ફક્ત કર્મગ્રંથોમાં હતા. વિતંડાવાદ નિગ્રહ સ્થાન, પ્રતિજ્ઞાની પ્રત્યક્ષ બાધિતા, છળ તર્કશાસ્ત્રમાં જ હતા. પણ લોકોમાં ન હતા. ૪૦. તે નગરમાં કલ્પવૃક્ષની જેમ યાચકના અભીષ્ટને પૂરવામાં, શત્રુઓના સેંકડો સૈનિકોને જીતી લેનાર શતાનીક નામનો રાજા હતો. ૪૧. તે સમુદ્ર જેવો ગંભીર મેરુ જેવો સ્થિર, ચંદ્ર જેવો શીતળ, બૃહસ્પતિ જેવો નીતિજ્ઞ, રામ જેવો નીતિમાન હતો. ૪૩. તેનું એક દૂષણ એ હતું કે પરસ્ત્રીથી વિમુખ હોવા છતાં પણ તેણે પર રાજ્યની લક્ષ્મીને હઠથી ગ્રહણ કરી. ૪૪.
તે નગરમાં દરિદ્રોમાં શિરોમણિ, મૂર્ખાઓનો ઉદાહરણ સેતુક નામનો બ્રાહ્મણ હતો. ૪૫. જેમ ભિલ્લને કષ્ટથી દિવસો જાય તેમ પત્ની સાથે પોતાની અવસ્થાને ઉચિત આના કેટલાક દિવસો પસાર થયા. ૪૬. ગર્ભવતી થયેલી પત્નીએ બ્રાહ્મણને કહ્યું : ઘી વગેરે સામગ્રી લઈ આવો જેથી અહીં જ (ઘરેજ) સૂતિકર્મ કરાય. ૪૭. વિપ્રે કહ્યું ઃ હે પ્રિયા ! હું ક્યાંથી સામગ્રી લાવું? કેમકે અમાસના ચંદ્રની જેમ મારે કોઈ કલા નથી. ૪૮. કળા વગર કંઈપણ પ્રાપ્ત થતું નથી. લોકમાં કળાનું જ મહત્ત્વ છે. જાતિનું નહીં. કુળનું પણ મહત્ત્વ નથી. ૪૯. તુરત જ બુદ્ધિ ઉત્પન્ન થઈ છે એવી બ્રાહ્મણીએ પતિને કહ્યું તમે રાજાની સેવા કરશો તો ધનની પ્રાપ્તિ થશે. ૫૦. કારણ કે રાજાઓ પ્રણયિજનની પ્રાર્થનાને પૂરવા સમર્થ છે. લોકમાં રાજાઓ જ કામકુંભો છે બાકી કામકુંભની કથા ખોટી છે. ૫૧. વળી આ રાજાઓ બીજાના ગુણ-અવગુણની પરીક્ષા કરતા નથી. દેવોની જેમ અતિભક્તિથી પ્રસન્ન કરાય છે. પર. બ્રાહ્મણીનું તે વચન સાંભળીને બ્રાહ્મણ ફળ-ફૂલના પાત્રો ભરીને મહા-આદરથી શતાનીક રાજા પાસે જઈને રોજેરોજ સેવા કરવા લાગ્યો. ૫૩. બુદ્ધિ ન હોય છતાં બીજાની બુદ્ધિથી કાર્ય કરે તો તે પણ સુંદર છે. ૫૪.
એકવાર ચંપાના રાજાએ પદાતિ–અશ્વ-હાથી વગેરે લઈને જેમ રાહ ચંદ્રને રૂંધે તેમ કૌશાંબી નગરીને ચારે બાજુથી રુંધી દીધી. પ૨. છળને શોધતો શતાનીક રાજા નગરીની અંદર રહ્યો. જે પરાક્રમથી સાધ્ય ન હોય તેને ઉપાયથી સાધવો જોઈએ. ૫. ઘણાં કાળ પછી દધિવાહન રાજાના સૈનિકો ખેદ પામ્યા. ખરેખર કિલ્લો દુર્જય છે. પ૭. વર્ષાકાળ શરૂ થયો. જેમ મુસાફર લાંબા સમય પછી ઘરે જવા ઉત્કંઠિત થાય તેમ રાજા પાછો જવા તૈયારી કરવા લાગ્યો. ૫૮. તે વખતે સેઢેક ફૂલો લેવા ઉદ્યાનમાં ગયો હતો. સેટુકે શત્રુ સૈન્યને પાકેલા પાંદડાવાળા વૃક્ષ જેવું જોયું. ૫૯. જલદીથી આવીને બ્રાહ્મણે શતાનીક રાજાને ખબર આપી કે હે રાજન્ ! આ તારો શત્રુ ભાંગી ગયેલા દાંતવાળા હાથીની જેમ પાછો જાય છે. ૬૦. હમણાં જો તું પરાક્રમ ફોરવશે તો શત્રુને જીતી લઈશ. મહાવૃક્ષની જેમ વ્યવસાય સમયે જ ફળે છે. ૬૧. તેનું વચન ઉચિત છે એમ જાણીને સૈન્ય લઈને શતાનીક રાજાએ દધિવાહન રાજાના સૈન્ય ઉપર ક્ષણથી હલ્લો કર્યો. ૨. મુશળધાર વરસાદની જેમ બાણની ધારાનો વરસાદ વરસાવ્યો, તેનાથી પીડાયેલ ચંપેશનું સૈન્ય બળદોની જેમ નાશી ગયું. ૩. અલ્પ પરિજનવાળો ચંપેશ લશ્કરને છોડીને ચંપા નગરીમાં ગયો. સ્વામી સલામત રહે તો સર્વકાર્યોની સિદ્ધિ થઈ શકે. ૬૪. શતાનીક રાજાએ તેની ભંડાર હાથી વગેરે સંપત્તિ કલ્થ કરી. અથવા તો યૂથપતિ નાશી ગયે છતે બાકી રહેલાઓ કાર્ય સાધી શકે ખરા? ૬૫.
અત્યંત ખુશ થયેલ રાજાએ નગરમાં પ્રવેશ કર્યો. પછી બ્રાહ્મણોને કહ્યું : હે ભટ્ટ ! તારી ઈચ્છા મુજબ માગણી કર. ૬૬. નિર્ભાગ્યશિરોમણિએ રાજાને કહ્યું : ભટ્ટિનીને પૂછીને માગીશ. મૂર્ખઓ પારકાનું મુખ જોનારા હોય છે. અર્થાત્ મૂર્ખઓ પારકી બુદ્ધિથી કામ કરનારા હોય છે. ૬૭. શ્રાદ્ધનું ભોજન કર્યું હોય તેમ અત્યંત ખુશ થયેલ ઘરે જઈને સ્ત્રીને કહ્યું : હે ભટ્ટિની ! રાજા ખુશ થયો છે તેથી શું માગણી કરું? ૬૮. બુદ્ધિના ભંડાર બ્રાહ્મણીએ ચિત્તમાં વિચાર્યુઃ જો હું આની પાસે પ્રામાદિકની માગણી કરાવીશ
Page #124
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૫
૧૧૯ તો બીજી સુંદર સ્ત્રીઓને પરણશે અને મારી ખબર પણ નહીં પૂછે કારણ કે ધનવાનોની આવી રીતિ હોય છે. ૭૦. તેથી હું થોડુંક મંગાવું જેથી આ મને છોડી ન દે. કયો ડાહ્યો પોતાના ઘોડાથી પોતાની ધાડને પડાવે? ૭૧. હે પ્રિય! રોજ તમારું દર્શન તથા અગ્ર આસન ઉપર ભોજન અને દક્ષિણામાં એક દીનાર આટલું રાજા પાસે માંગો. ૭૨. બાકીના લોભથી સર્યું કેમકે મોટા બ્રાહ્મણોને સંતોષ એ ભૂષણ છે. એમ ભટ્ટિકાએ શીખવાડ્યું. ૭૩. બ્રાહ્મણે ભટ્ટિકાની સૂચના મુજબ સર્વ રાજા પાસે માગ્યું. રાજાએ કહ્યું છે બ્રાહ્મણ ! કલ્પવૃક્ષ પાસેથી પાંદડું માગવાની જેમ મારી પાસે આ શું માગ્યું? ૭૪. બ્રાહ્મણે કહ્યું છે રાજનું! બ્રાહ્મણીએ કહ્યું હોય તેના કરતા દોરી બનાવવાની વાટ વગેરે કંઈપણ અધિક માગતો નથી. ૭૫. હે ઝૂંપડુંગવ ! આ મતિશાલિની બ્રાહ્મણી જેટલું પાણી પીવાનું કહે તેટલું જ પીઉં છું તેનાથી વધારે નહીં. ૭૬. આ (બ્રાહ્મણી) પરમ મિત્ર છે. આ પરમ દેવતા છે, આ પરમ સર્વસ્વ છે, આ મારું જીવિત છે, ૭૭. આ જડ (મૂખ) આવા પ્રકારની જ કૃપાને ઉચિત છે. ડોલ સ્નાન થઈ શકે તેટલું પાણી ગ્રહણ કરે છે. ૭૮. એમ વિચારીને તથા આનો સરળ સ્વભાવ જાણીને રાજાએ આલોચાદિ સર્વ માગણી મંજૂર રાખી. ૭૯. રાજા સાથે વાર્તાલાપ કરતા, અગ્રાસને ભોજન કરતા અને દીનારને મેળવતા આણે આદરભાવ પ્રાપ્ત કર્યો. ૮૦. લોકે પણ લોકમાન્ય બ્રાહ્મણને ભોજનનું નિમંત્રણ કર્યું. જેના ઉપર રાજા પ્રસન્ન થાય તેના ઉપર કલ્પવૃક્ષ ફળ્યો છે. ૮૧. દક્ષિણાના લોભથી કરેલા ભોજનને વમી વમીને ફરી ફરી ભોજન કર્યું. બ્રાહ્મણોના લોભના સ્થાને કોઈ વસ્તુ આવતી નથી. અર્થાત્ બ્રાહ્મણોમાં લોભ સર્વોપરી છે. ૮૨.
ઘણી દક્ષિણા મળવાથી બ્રાહ્મણ ઘણો ધનવાળો થયો. જેમ વૃક્ષની ડાળીઓ ફૂલે ફાલે તેમ બ્રાહ્મણ કુટુંબથી વધ્યો. ૮૩. અર્જીણ આહારના વમનથી ઉંચે ચડેલ અપકવ (કાચા)રસોથી આને ચામડીનો રોગ થયો. જેવા પ્રકારની ક્રિયા ફળ પણ તેવા પ્રકારનું પ્રાપ્ત થાય છે. અર્થાત્ પાપક્રિયાથી પાપનું અને ધર્મક્રિયાથી ધર્મનું ફળ પ્રાપ્ત થાય છે. ૮૪. ઉપચાર નહીં કરવાથી તેનો વ્યાધિ વધ્યો. વૈર, વ્યાધિ, ઋણ, અગ્નિ આ ચારેય પણ સમાન છે. ૮૫. જેનું નાકનું ટેરવું ચિબાઈ ગયું છે. જેના હાથપગ સડી ગયા છે, જેનો સ્વર ભાંગી ગયો છે એવો તે સાક્ષાત્ પાપના પુજના ઉદયવાળો થયો. ૮૬. તો પણ તૃપ્ત નહીં થતા બ્રાહ્મણે રાજાની આગળ ભોજન કર્યું કારણ કે લોભીઓ પોતાની પાંચે ઈન્દ્રિયોથી લજ્જા પામતા નથી. ૮૭. અતિશય અનુચિત જોઈને મંત્રીઓએ રાજાને જણાવ્યું. આ કોઢરોગ ઊંટના રોગવિશેષની જેમ ચેપી છે. ૮૮. તેથી તેની સાથે બેસીને ભોજન કરવું સારું નથી. જેનાથી પોતાનો નાશ થાય તેવા વાત્સલ્યથી શું? ૮૯. તેના પુત્રો નીરોગી છે તેમાંથી કોઈ એકને આદેશીના સ્થાને થનાર આદેશની જેમ તેનું પદ આપો. ૯૦. ભલે એમ કરો એમ રાજાએ સંમતિ આપી ત્યારે મંત્રીઓએ બ્રાહ્મણને કહ્યું હવે પછી તારે પુત્રને રાજસભામાં મોકલવો. ૯૧. તારે ઘરે જ રહેવું એમ આદેશ પામેલ બ્રાહ્મણ નારાજ થઈને પુત્રને રાજસભામાં મોકલવા લાગ્યો. ૯ર. વ્યાધિ ઉગ્ર થયો ત્યારે પુત્રોએ વાછરડાની બાંધવાની ઝુંપડીની જેવી ઝૂંપડી બનાવી આપી. ૯૩. આ એકલો ઝૂંપડીમાં કેવી રીતે રહેશે એવી બુદ્ધિથી માખીઓએ તેને ચારે બાજુથી ઘેરી લીધો. ૯૪. જુના ખાટલા ઉપર બેઠેલો આ વારંવાર રડતો હોવા છતાં પણ કોઈએ તેના વચનને કાને ન ધર્યુ તો પછી તેની આજ્ઞા માનવાની વાત કયાંથી રહે? ૯૫. તેના પુત્રોએ તેની આજ્ઞા
૧. આદેશીના સ્થાને આદેશ - આ વ્યાકરણનો ન્યાય છે. આદેશીના સ્થાને થનારો આદેશ આદેશી જેવો હોય છે. જેમકે સંબંધક ભૂતકૃદન્તનો સ્તવકિધુ પ્રત્યય છે. ઉપસર્ગપૂર્વકના ધાતનો 7 ને બદલે 4 આદેશ થાય છે તે પ્રત્યય પણ પત્ની ની જેમ કિધુ પ્રત્યય ગણાય છે. તેથી ગુણ ન થાય.
Page #125
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૨૦ બિલકુલ ન માની. એટલું જ નહિ પણ તેની સામે ઉલ્લંઠ વચનો બોલવા લાગ્યા. ૯૬. પુત્રવધૂઓએ ફેંકી દેવા જેવા આહારને લાકડાના વાસણમાં નાખીને ચાંડાળની જેમ તેને અવજ્ઞાથી આપ્યું. ૯૭. ત્યારે નાસિકાને મરડતી, જુગુપ્સાને કરતી પુત્રવધૂઓ, વળી ગયેલ ડોકવાળા બ્રાહ્મણની આગળ ઘૂ ઘૂ કરતી ઘૂંકે છે. ૯૮. આવું વર્તન જોઈને બ્રાહ્મણે વિચાર્યું પુત્રવધૂઓ પારકા ઘરની પુત્રીઓ છે. તેઓ ભલે પોતાની ઈચ્છા મુજબ વર્તન કરે હું કંઈપણ દૂષણ નહીં આપું. ૯૯. પણ આ પાપી પુત્રો મારાથી સંપત્તિ પામીને મારી ઉપર પગ મૂકીને કેવી રીતે રહ્યા છે. ૬૦૦. અથવા જે પાળની કૃપાથી તળાવ ગૌરવને પામે છે તે વૃદ્ધિ પામીને તળાવ તે પાળનો જ નાશ કરે છે. ૬૦૧. જેમાંથી સુવર્ણ સમાન કાંતિવાળો અગ્નિ ઉત્પન્ન થાય છે તે નિરંકુશ બનેલો પ્રથમ પોતાના આશ્રય (ઈધણ)ને બાળે છે. ૬૦૨. તેથી અવમાનનું ફળ કૃતઘ્ન પુત્રોના માથામાં જ નાખું જેથી પોતાના વૈરનો બદલો વળે. ૩.
એમ વિચારી પુત્રોને ભેગા કરી કહ્યું : હે પુત્રો! કોઢ રોગથી દુઃખી થયેલો હું જીવવાથી કંટાળ્યો છું. ૪. પોતાના કુલાચારનું પાલન કરીને હું હમણાં મરવા ઈચ્છું છું. તેને સાંભળીને પત્રો અમૃતપાનની જેમ હર્ષ પામ્યા. ૫. જે આ પિતા મરવા ઈચ્છે છે તે ઘણું સારું છે. ઔષધ વગર જ વ્યાધિ મટતો હોય તો ભલે મટે. ૬. તેઓએ કહ્યું : હે તાત ! અહીં જે કાર્ય કરવાનું હોય તેની અમને આજ્ઞા કરો કારણ કે તમારી આજ્ઞાનું પાલન કરવું એ જ અમારું કર્તવ્ય છે. ૭. હે વત્સો! એક પુષ્ટ શરીરી બકરાને જલદીથી લઈ આવો જેથી વિવિધ પ્રકારના મંત્રોથી મંત્રીને તેને પવિત્ર કરું. ૮. કુટુંબ સાથે ભેગા મળીને આનું ભક્ષણ કરવું જેથી તમારા કુળમાં શાંતિ અને આરોગ્ય થાય એમ તેણે પુત્રોને કહ્યું. અહો ! હે વિપ્ર ! આજે બળદે બીજા બળદને જન્મ આપ્યો છે એવા લોકના મુખે બોલાયેલા વચનને જે સરળભાવે સાચું માની લેતો એવા તે સેઢકે આજે પ્રપંચ કેમ રચ્યો? કેમ કે લોકો શિક્ષા વિના પણ પાપબુદ્ધિ જીવને ઓળખી જાય છે. ૧૧. તેની કુટિલતાને નહીં જાણતા પુત્રો પણ પશુને લઈ આવ્યા અને તેને અર્પણ કર્યો. યુવાનોને અક્કલ ક્યાંથી હોય? ૧૨. બ્રાહ્મણો દરરોજ પોતાના શરીર ઉપરના મળ-પરુને વાટોથી લૂછી-લૂછીને ભોજનની સાથે પશુને ખવડાવી. ૧૩. સાતેય પણ ધાતુમાં કોઢનો ચેપ લાગી ગયા પછી બ્રાહ્મણે પશુને મારીને કુટુંબને ભોજન કરાવ્યું. ૧૪. પરમાર્થને નહિ જાણતા પુત્રોએ પશુનું ભોજન કર્યું. પછી પોતાને કૃતાર્થ માનતા બ્રાહ્મણે પુત્રોની રજા માંગી. ૧૫. હે વત્સ! હવે હું ચિંતા વિનાનો થયો છું તેથી કોઈક તીર્થમાં જાઉં છું. આવા પ્રકારનો મારો ભવ અહીં પૂરો થયો છે આથી હું ભવાંતરમાં જઈશ. ૧૬. એમ કહીને જેમ સાપ બીલમાંથી નીકળે તેમ ઘરમાંથી નીકળીને અગમ્ય શ્વાપદ પશુઓથી ભરેલ મહા અરણ્યમાં પહોંચ્યો. ૧૭. માર્ગમાં થાકેલો, સૂર્યના તાપથી તપેલો આ કોઢની સાથે સ્પર્ધા કરતી તૃષાથી પીડિત થયો એમ હું માનું છું. ૧૮. પાણી પાણી એમ ધ્યાનમાં પડેલો અહીં તહીં ભટકતો તે કોઈ દેશમાં જીવિતવ્યની આશા સાથે પાણીના ધરા પાસે પહોંચ્યો. ૧૯. હરડે, બહેળા અને ખદીર આમળા એ ત્રણથી યુક્ત કાંઠા ઉપર ઉગેલા લીંબડા કર્ધક, બાવળ, વગેરે વૃક્ષોમાંથી ખરી પડેલા ફૂલો અને પાકા ફળોથી મિશ્રિત બનેલું પાણી ઉનાળાના પ્રખર સૂર્યના તાપથી ઉકાળા સ્વરૂપ બન્યું છે. ૨૧. એવા પાણીને અમૃતની જેમ માનતા સેઢકે પીધું. ખરેખર પ્રસંગ વસ્તુઓની મૂલ્યતાને સમજાવે છે. અર્થાત્ ખરે પ્રસંગે વસ્તુની કિંમત થાય. રર. તૃષાર્ત થયેલા તેણે જેમ જેમ પાણી પીધું તેમ તેમ તેને ફરી ફરી કૃમિઓની સાથે વિરેચન થયું. ૨૩. સતત ઝરાના પાણીના પાનના પ્રભાવથી કેટલાક દિવસોમાં આનું શરીર સોળવલા (શુદ્ધ) સોના જેવું તેજસ્વી થયું. ૨૪. તેવા પ્રકારની શરીરની કાંતિ જોઈને તે મનમાં અધિક ખુશ થયો. તેણે સ્વપ્નમાં પણ વિચાર્યું ન
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૨૧
સગ–૫ હતું કે મને આવું સુંદર આરોગ્ય પ્રાપ્ત થશે. ૨૫. બળવાન વિધાતા અનુકૂળ હોય તો રોગી નીરોગી બની જાય અને પ્રતિકૂળ હોય તો નીરોગી રોગી બની જાય. ૨૬. તેથી કૌશાંબીવાસી લોકને મારા શરીરની શોભા દેખાડું. લોકની દષ્ટિમાં ન આવે એવી સારી પણ શોભા શું કામની ? ૨૭. પુત્રોની અને પુત્રોની સ્વયં કરેલી દશાને હું જોઉ. ધન્ય પોતાની સુંદર ઉદાર દશાને જુએ છે. ૨૮. એમ વિચારીને તે પોતાની નગરી તરફ ચાલ્યો. નગરમાં પ્રવેશ કરતા તેને લોકોએ વિકસિત ચક્ષરૂપી કમળોથી જોયો. ર૯. લોકે પુછ્યું છે વિપ્ર ! ફરી નવયૌવન વયને કેવી રીતે પામ્યો? તારી અવસ્થા જોઈને અમે આશ્ચર્યચકિત થયા છીએ. ૩૦. બ્રાહ્મણે લોકોને કહ્યું હંમેશા એકાગ્ર ચિત્તથી સુતીર્થની સેવા કરતા મને દેવતા પ્રસન્ન થયા છે. ૩૧. દેવતાએ લોકમાં જુગુપ્સા ઉત્પન્ન કરે તેવા મારા વ્યાધિને દૂર કર્યો છે. ખુશ થયેલા દેવો સ્વયં દેહને સ્વર્ગ પણ બનાવી દે છે. ૩ર. જેના ઉપર દવો પ્રસન્ન થાય છે તે આ બ્રાહ્મણ ધન્યતમ છે. એમ લોકો વડે વારંવાર પ્રશંસા કરાતો બ્રાહ્મણ ઘરમાં પ્રવેશ્યો. ૩૩. આણે કીડાઓના સમૂહથી ખવાય ગયેલ વૃક્ષના પાંદડાની જેમ મહાવ્યાધિથી સળગી ગયેલ અંગવાળા પુત્રોને જોયા. ૩૪.
ઘણાં ખુશ થયેલ બ્રાહ્મણે પુત્રોને કહ્યું રે પાપીઓ ! મારી અવજ્ઞાનું ફળ ઉગ્રપણે ભોગવો. ૩૫. પુત્રોએ કહ્યું : હે તાત ! અમે તમારા પાંચ પુત્રો છીએ. હા હા તમે પુત્રો ઉપર નિષ્કરુણ કર્મ શા માટે કર્યું.? ૩૬. રે ચલિતમતિ વૃદ્ધ ! આવા કુકર્મને કરતા પાપથી ભય ન પામ્યો? અથવા ધોળાવાળથી લજ્જા ન આવી? ૩૭. સેઢુક પણ ગુસ્સે થયો. રે દુષ્ટો! પૂર્વે તમે પિતાની કૂતરાની જેમ કદર્થના કરીને શું દયાવાળું કર્મ કર્યું હતું? ૩૮. તમે પાપીઓ ભય અને લજ્જા વગરના બની ગયા. જેનાથી તમે ઉચ્ચપદને પામ્યા તેની પણ આ પ્રમાણે વિડંબના કરી. ૩૯. લોક બીજાના નાના દોષને જુએ છે પણ પોતાના પર્વત જેવા મોટા દોષોને જોતા નથી. ૪૦.રે મહામૂર્ખાઓ! તમે વણિક કે બ્રાહ્મણના ઘરોને નથી જાણતા જેથી તમે આ પ્રમાણે મારી હિલના કરી. ૪૧. હું રંક હતો છતાં તમોને આ ઉચ્ચપદ સુધી પહોંચાડ્યા અથવા તો ઠીકરાથી ઘટ ભંગાય છે. ૪૨. પુત્રોની સાથે ઝગડો કરતા સેઢકને લોકોએ કહ્યું જો મુગ્ધ પુત્રોએ ભૂલ કરી તો ડાહ્યા એવા તારે શું ભૂલ કરવી જોઈએ? ૪૩. શું એક કૂવામાં પડે તો શું બીજાએ કૂવામાં પડવું? શું તે નથી સાંભળ્યું કે પુત્ર કુપુત્ર થાય પણ માવતર કમાવતર ન થાય. ૪૪. આ પ્રમાણે લોકો એકી અવાજે તેની નિંદા કરી. ખરેખર લોક થોડીવાર પૂરતી સ્તવના કે નિંદા કરે છે પણ સતત કરતા નથી. ૪૫.
લોકો વડે તિરસ્કાર કરાયેલ બ્રાહ્મણે જેમ જનાપવાદથી ભય પામેલ રામે સીતાનો ત્યાગ કર્યો તેમ જલદીથી કૌશાંબી નગરીને છોડી દીધી. ૪૬. હે રાજનું! પછી તારા નગરમાં આવીને જીવિકા માટે તારા દ્વારપાલનો આશ્રય કર્યો, કેમકે વિદેશમાં નિર્ધનોની આજીવિકા આવા પ્રકારની હોય છે. ૪૭. હે રાજનું! પૃથ્વીતલ ઉપર વિહાર કરતા અમે અહીં આવ્યા. કેમકે જિનેશ્વરો વિહરે છતે જ લોકો ઉપર ઉપકાર થાય છે. ૪૮. જ્યાં સુધી અમે આવીએ નહીં ત્યાં સુધી તારે અહીંથી ઉભા ન થવું એમ બ્રાહ્મણને આદેશ કરીને દ્વારપાળ અમને વંદન કરવા આવ્યો. ૪૯.
અને આ બાજુ સેઢક બ્રાહ્મણે દુકાળમાંથી પાર પામેલા દ્રમુકની જેમ દરવાજે રહેલ દુર્ગાના ઘણાં બલિને ખાધું. ૫૦. લોલતાથી ગળા સુધી ભોજન કર્યું. ઉનાળાનો કાળ હોવાથી જેમ વાયુ વૃક્ષનો આશ્રય લે તેમ તૃષ્ણાએ તેનો આશરો લીધો. અર્થાત્ તેને અતિશય તરસ લાગી. ૫૧. તૃષાથી પીડાયેલ તેણે વિચાર્યું: વિશ્વને જીવાડનાર પાણીમાં પહેલેથી જ ઉત્પન્ન થાય છે તે જળચરોને ધન્ય છે. પર. રાત દિવસ
Page #127
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૨૨ પાણીમાં વસતા આ જળચરો રુચિ મુજબ ઉપર જાય છે, નીચે ડૂબકી મારે છે, તિરછુ ચાલે છે. પ૩. તથા અમૃત સમાન શીતળ જળનું પાન કરે છે. અથવા અમૃતની તો ફક્ત કથા જ છે. ખરેખર પાણી એ જ અમૃત છે. ૫૪. તરસ્યો થયો હોવા છતાં દ્વારપાળના ભયથી દરવાજાને છોડીને કોઈ તળાવ ઉપર ન ગયો. સેવકનું જીવન કષ્ટદાયક છે. પ૫. જેમ શ્લોકાદિને સારી રીતે ગોખવા પ્રવૃત્ત થયેલો મંદબુદ્ધિ શિષ્ય રટણ કરે તેમ પિપાસાથી પીડિત સેટુંક પાણી પાણી એમ રટણ કરવા લાગ્યો. ૫૬. મરીને નગરના દરવાજાની બહાર વાવડીમાં દેડકારૂપે ઉત્પન્ન થયો. ખરેખર જીવ જે લેગ્યામાં મરે છે તે લેગ્યામાં (ગતિમાં) ઉત્પન્ન થાય છે. ૫૭. હે રાજનું ! જાણે દેડકાના ઘણાં સભાગ્યોથી પ્રેરાયેલા ન હોય તેમ અમે ફરી પણ તારા નગરમાં આવ્યા. ૫૮. હે રાજન્ ! સર્વ લોક અમને વંદન કરવા ઉધુક્ત થયો ત્યારે વાવડી ઉપર પનીહારિઓએ આ પ્રમાણે સંલાપ કર્યો. ૧૯. તેમાંથી એક બોલી : હે બહેન! શું આજે કોઈ મહોત્સવ છે જેથી લોકો એક તરફ મુખ રાખીને હર્ષથી જાય છે. ૬૦. બીજીએ આક્ષેપ સહિત કહ્યું : હલા! તું શ્રીમંતની પુત્રી છે કે મૂર્ખ છે? એટલું પણ જાણતી નથી કે જેના ચરણોમાં ચાકરોની જેમ ઈન્દ્રો આળોટે છે તે આ શ્રીમાન્ મહાવીર પરમાત્મા ઉધાનમાં સમોવસર્યા છે. ૨. જો તું આને જાણતી નથી તો કંઈપણ જાણતી નથી. કેમકે નબળી આંખોવાળો પણ સૂર્યના ઉદિત મંડળને જાણે છે. ૬૩.
આવા સંલાપોને સાંભળીને સંજ્ઞી દેડકાએ વિચાર્યુઃ પૂર્વે મહાવીર એ પ્રમાણેનું નામ નક્કી કયાંક સાંભળ્યું છે. ૬૪. ઊહાપોહ કરતા તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. જે આગળ ભવિષ્યના પ્રતિબોધની વાર્તાનું નિવેદન કરનાર ન હોય તેમ હું માનું છું. ૬૫. દેડકાએ વિચાર્યું. તે વખતે મને દરવાજા ઉપર મૂકીને દ્વારપાળ જેને વંદન કરવા ગયો હતો તે આ મહાવીર પરમાત્મા પધાર્યા છે. દ૬. તેથી જેમ આ લોકો જિનેશ્વરને વંદન કરવા જાય છે તેમ હું પણ જાઉ કેમકે તીર્થ સાધારણ છે અર્થાત્ કોઈપણ જીવ તીર્થની આરાધના કરવા હકદાર છે. ૬૭. કૂદતો કૂદતો દેડકો અમને જલદીથી વંદન કરવા આવ્યો. તારા ઘોડાની ખૂરથી યુરીની જેમ આ છૂંદાયો. ૬૮. શુભધ્યાનમાં રહેલો આ મરીને દક્રાંક દેવ થયો. કેમકે ભાવ (અંતરનો શુભ પરિણામ) સૂર્યના પ્રકાશ જેવો છે, ક્રિયા આગિયાના પ્રકાશ સમાન છે. ૬૯. ઈન્દ્ર દેવસભાની પર્ષદામાં તારા સમ્યકત્વની પ્રશંસા કરી. કેમકે સમ્યગ્દષ્ટિ જીવોને અન્યોના ગુણોમાં પણ પક્ષપાત હોય છે. ૭૦. હમણાં ભરતક્ષેત્રમાં શ્રેણિક મહારાજા જેવો બીજો કોઈ જિનધર્મનો શ્રદ્ધાળુ નથી. મણિઓ ઘણાં છે પણ ચિંતામણિ સમાન કોણ છે? જેમ પવન સુમેરુપર્વતને ડગાવી શકતો નથી તેમ દેવો સહિત ઈન્દ્ર પણ શ્રેણિક રાજાને જૈનધર્મમાંથી ચલાયમાન કરી શકે તેમ નથી. ૭૨. જેમ ભારે કર્મી જિન વચનની શ્રદ્ધા કરતો નથી તેમ તેણે ઈન્દ્રના વચનથી શ્રદ્ધા ન કરી. પછી તે આ દર્દરાંક દેવ તારી પરીક્ષા કરવા આવ્યો. ૭૩. હે રાજન્ ! દેવે ગોશીર્ષ ચંદનથી અમારા બે ચરણનું વિલેપન કર્યું. બાકીનું બધું તારી શ્રદ્ધાને તોડવા માટે કર્યું છે. ૭૪.
ફરી પણ રાજાએ કહ્યું : હે પ્રભુ ! તમારી આ વાત મને સમજમાં આવી પણ મંગળ અને અમંગળ વચનનું કારણ સાંભળવા ઈચ્છું છું. ૭૫. ભગવાને કહ્યું : હે પ્રભુ! તમે દુઃખમય સંસારમાં કેમ રહો છો? મોક્ષમાં જાઓ. (અને અનંત સુખના ભોકતા બનો) એ અભિપ્રાયથી મને મરો એમ દર્દરાંક દેવે કહ્યું . ૭૬. હે રાજનું! જીવતા જ તારે સુખ છે પણ મરીને તારે નરકમાં જવાનું છે એ હેતુથી તને જીવ એમ કહ્યું. ૭૭. અભય જીવતા ધર્મની આરાધના કરશે મરીને દેવલોકમાં જશે તેથી તેના વિશે બંને પ્રકારનું વચન કહ્યું. ૭૮. કાલશકરિક જીવશે ત્યાં સુધી પાપ કરશે મર્યા પછી સાતમી નરકમાં જશે. તેથી બંને રીતે એનો
Page #128
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૫
૧૨૩ નિષેધ કર્યો. અર્થાત્ જીવે તોય સારું નહીં અને મરે તોય સારું નહીં. ૭૯.
નરકપાતને સાંભળીને મગધેશ્વર ધ્રુજી ઉઠયો કેમકે નરકનું દુઃખ સાંભળીને પણ ભય ઉત્પન્ન થાય છે. ૮૦. રાજાએ કહ્યું : હે જગન્નાથ ! તમે સ્વામી હોતે છતે મારે શા માટે નરકમાં જવું પડે? કેમ કે કલ્પવૃક્ષ હોતે છતે ગરીબાઈ રહેતી નથી. ૮૧. ભગવાને કહ્યું હે રાજન્ ! તે નરકનું આયુષ્ય બાંધી લીધું છે. તેથી તારે અવશ્ય નરકમાં જવાનું છે. અન્યથા થવાનું નથી. ૮૨. હે રાજનું! દેવો દાનવો, ચક્રવર્તીઓ અથવા અમારા જેવા તીર્થકરો નિકાચિત કર્મને અન્યથા કરી શકતા નથી. ૮૪. આગામી ચોવીશ જિનેશ્વરોમાં તું પદ્મનાભ નામે પ્રથમ તીર્થકર થઈશ તેથી ફોગટ ખેદ ન કર. ૮૫. રાજાએ ફરી જણાવ્યું કે સંનિપાત ઘણો આકરો હોય તો પણ સર્વેદ્ય મતિથી વિચારીને યથાયોગ્ય ઔષધ આપે છે. ૮૬. હે નિર્મળ કેવળજ્ઞાનરૂપી લોચનને ધરનાર જિનેશ્વર ! દુર્ગતિમાંથી બચાવે તેવો કોઈક ઉપાય મને બતાવો. ૮૭. સમાધાન માટે જિનેશ્વરે કહ્યું ઃ હે રાજન્ ! જો તું કપિલા બ્રાહ્મણી પાસે સાધુ-સાધ્વીઓને ભાવથી દાન અપાવે છે તો જો તું કાલશકરિક પાસે કતલખાનું બંધ રખાવે તો જેમ ડીંટીયામાંથી ફૂલનો છુટકારો થાય તેમ તારો નરકથી છુટકારો થાય. ૮૯. અથવા તો સોમનાથ કયારેય મરશે નહીં અને આચાર્ય કાષ્ઠ ઉપર (ચિતા ઉપર) ચડાવશે નહીં એ નિશ્ચિત છે. ૯૦. ભગવાનની વાણીને સંજીવની સમાન માનીને મગધેશ્વર જિનેશ્વરને પ્રણામ કરીને નગર તરફ ચાલ્યો. ૯૧.
એટલામાં રાજાની પરીક્ષા કરવા તે જ (દક્રાંક) દેવ પાણીમાં જાળથી માછલા પકડતા મુનિને બતાવ્યો. ૯૨. તેને બોલાવીને રાજાએ કહ્યું : હે મુનિ ! તમે આ શું આરંભ્ય છે? આણે કહ્યું હું માછલા વેંચીને ઉત્તમ કંબલ (કામળી) ને લઈશ.૯૩. હે નરેશ્વર ! તેનાથી શરીરને ઢાંકીને વર્ષાકાળમાં હું અપ્લાયિક જીવોની રક્ષા કરીશ કારણ કે ધર્મનું મૂળ દયા છે. ૯૪. રાજાએ વિચાર્યું : આ મુનિ મુગ્ધબુદ્ધિ છે જે એકેન્દ્રિયની રક્ષા કરવા પંચેન્દ્રિયનો ઘાત કરે છે. ૯૫. પાપાંશથી ભય પામેલો આ ઘણાં ગાઢ પાપમાં લપેટાયો. અહો! હવાડાથી ભય પામેલો આ કૂવામાં પડ્યો. ૯. રાજાએ આને કંબલ અપાવી. શાસનનો ઉદ્દાહ ન થાય એ હેતુથી કુપાત્રને પણ કંબલ અપાય છે. ૯૭. પછી દેવે નગરમાં જતા રાજાને દુકાનોમાં કપર્દક (કોડી = ધન) ને માગતી એક ગર્ભવતી સાધ્વીને બતાવી. ૯૮. તે સાધ્વીને જોઈને રાજા ઘણો ખેદ પામ્યો. તેવું અજુગતું જોઈને કયો સુશ્રાવક ન દુભાય? ૯૯. અરે ! હા આ શાસનનું બીજું માલિન્ય ઉત્પન્ન થયું. દુકાળ શાંત થયો તો તીડનું આગમન થયું. ૭૦૦. હા ભાગવતી દીક્ષા લઈને આવા પ્રકારની મુગ્ધ સાધ્વી કેવી રીતે પાલન કરે છે? એમ વિચારીને તેને બોલાવીને રાજાએ કહ્યું: ૦૦૧. તું બીજું અકાર્ય કરીને શા માટે પ્રગટ કરે છે. જો માંસ ભક્ષણનું પાપ કરાય તો તેને પ્રગટ કરવા ગળે હાડકાં બંધાય? ૨. હું તારી સર્વ સારસંભાળ કરાવીશ એમ કહીને રાજાએ તેને ગુપ્ત રાખી. અથવા તો પોતાની જંઘાને ઉઘાડી પાડવાથી જીવ સ્વયં લજ્જાય છે. ૩. પ્રસવ નજીક હોવાથી સર્વ કળાને જાણનારા રાજાએ સ્વયં આની સૂતિકર્મની વ્યવસ્થા કરી કેમકે તે વેળા તેવા પ્રકારની છે. ૪. આની પ્રસૂતિની એવી દુર્ગધ ઉઠી કે જેથી નાસિકા ફાટી જાય તો પણ આને જૈનશાસન પ્રત્યે દુર્ભાવ ન થયો. ૫. જનમવા માત્રથી બાળક દેવમાયાથી એવો રડ્યો જેથી તેનો અવાજ ત્રણ શેરી સુધી પહોંચ્યો. ૬. તેને જોઈને શ્રાવકોમાં શ્રેષ્ઠ રાજા અત્યંત વ્યથાને પામ્યો. મેં ઉપાય કરીને તેના પૂર્વના સર્વ પાપો છુપાવ્યા હમણાં એવી કોઈ સૂઝ (સમજ) પડતી નથી કે આને (શાસનના ઉડ્ડાહને) કઈ રીતે બચાવવું. અથવા આભ ફાટે ત્યાં થીગડું કયાં દેવું? ૮.
એટલામાં રાજાની જૈનશાસનમાં નિશ્ચલતા જોઈને સ્વાભાવિકરૂપ કરીને દેવે હર્ષથી આ પ્રમાણે
Page #129
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૨૪ કહ્યું : ૯. હે રાજનું ! ઈન્દ્ર દેવ સભામાં તારી જેવી પ્રશંસા કરી તેવો તું છે અથવા તો તેનાથી પણ તું વિશેષ છે. ૧૦. હે સત્ત્વના ભંડાર ! પ્રકાશ પણ અંધકાર બની જાય. મેરુ પર્વત ચલાયમાન થાય, પાણી પણ સળગે અથવા અમૃત પણ ઝેર બની જાય કદાચ સૂર્ય પશ્ચિમમાં ઉગે તો પણ તું સમ્યકત્વથી ચલાવી શકાય તેમ નથી. ૧૨. કદાચ સમુદ્રની મોટાઈના પારને પમાય પણ તારી મોટાઈના પારને સર્વથા પામી શકાય તેમ નથી. ૧૩. મારા જેવો તારી કેવી પૂજા કરી શકે? તો પણ હું દીવાના વાટ સમાન પૂજા કરું છું. અર્થાત્ અલ્પ પૂજા કરું છું. ૧૪. તું હાર અને બે ગોળાને ગ્રહણ કર. જે માણસ તૂટી ગયેલ હાર અને ગોળાને સાંધશે તે મરણ પામશે. ૧૫. એમ કહીને બે ગોળા અને એક હાર આપીને દેવ ક્ષણથી ઈન્દ્રજાળ જોવાયાની જેમ અદશ્ય થયો. ૧૬. મગધરાજાના રાજ્યનું જેટલું મૂલ્ય હતું તેટલું મૂલ્ય એક હારનું હતું તે સુનિશ્ચિત છે. ૧૭.
રાજાએ કપિલાને બોલાવીને ગૌરવસહિત કહ્યું હે શુદ્ધમતી ! સાધુઓને આદરપૂર્વક ઘણી ભિક્ષા આપ. ૧૮. તું જે માગીશ તો હું સર્વ નક્કીથી આપીશ. એક બાજુ મારું વચન છે બીજી બાજુ ઉત્તમ મુનિદાન છે. ૧૯. કપિલાએ કહ્યું હે રાજન્ ! તું મને સર્વથી સુવર્ણમય કરે છે અર્થાત્ મારા ભારોભાર સવર્ણ આપે અથવા મને મારી નાખે તો પણ હું દાન નહીં આપું. ૨૦. મુનિને દાન આપીને હજુ સુધી મેં મારા આત્માને કલંકિત કર્યો નથી તો હમણાં મામુલી કારણથી મારા આત્માને દૂષિત નહીં કરું. ૨૧. તેને લોહચુંબક સમાન જાણીને રાજાએ છોડી દીધી. પછી કાલશૌકરિક કસાયને કહ્યુંઃ ધૂળની જેમ કસાયના ધંધાનો ત્યાગ કર. રર. તું ધનને માટે આવા પ્રકારનું પાપ કરે છે તો હું તને ઘણું ધન આપીશ જેથી તું કુબેર જેવો થશે. ૨૩. તેણે કહ્યું કસાયપણું કેવી રીતે પાપ ગણાય? કેમકે તેના આધારે ઘણાં જીવો જીવે છે. ૨૪. હું તેનો કેવી રીતે ત્યાગ કરું? ખરેખર મને બીજું કંઈ પ્રિય નથી. કસાઈનો વ્યવસાય કરતો કરતો હું મરીશ. ૨૫. આ પાપી હિંસાથી વિરામ પામશે નહિ એટલે તેને નરક સમાન કૂવામાં ઉતાર્યો. ૨૬. અરે પાપી! હિંસા કરતો તું નરકમાં પડીશ એમ બોલતા રાજાએ તેને અહોરાત્ર કૂવામાં રાખ્યો. ૨૭. રાજાએ ભગવાન પાસે જઈને જણાવ્યું કે હે પ્રભુ! આઠ પહોર સુધી કસાયને હિંસા કરતા અટકાવ્યો છે. ૨૮. જિનેશ્વરે કહ્યું ઃ આણે કૂવામાં રહીને માટીમાં પાંચશો પાડાને ચીતરીને માર્યા છે. ર૯. હે રાજન્ ! કપિલા અને કાલશૌકરિક બંને અભવ્યના આત્માઓ દુર્ગધી લશણની જેમ પોતાના સ્વભાવને છોડતા નથી. ૩૦. અવશ્ય ભાવીભાવ અન્યથા થવાનો નથી. આ પ્રમાણે સંબોધિત કરાયેલ રાજા પ્રભુને નમીને ઘરે ગયો. ૩૧. ભવ્ય જીવોના પ્રતિબોધને માટે ભગવાને પણ અન્યત્ર વિહાર કર્યો. અથવા નક્કીથી સૂર્ય જગતમાં ઉદ્યોત કરીને અન્યત્ર ચાલ્યો જાય છે. ૩ર.
કેટલોક કાળ ગયે છતે કાલશૌકરિકને મરણ નજીક આવ્યું કેમ કે જીવોની આ પ્રકૃતિ છે. ૩૩. હંમેશા પાંચશો-પાંચશો પાડાને મારતા તેણે જે પાપને ઉપાર્જન કર્યુ તે અત્યારે ઉદય પામ્યું. ૩૪. તેના પ્રભાવથી શરીરમાં મહારોગો ઉત્પન્ન થયા અને પીડાને ઉત્પન્ન કરી અથવા તો જે અપાય છે તે મેળવાય છે. ૩૫. હે પિતા! હે માતા! હે તાત! હે ભક્ત સુલતાના પુત્ર! હું મરી ગયો, હું મરી ગયો, એમ વારંવાર બરાડા પાડ્યા. ૩૬. તેની પાસે રહેલા બીજા પણ દુઃખથી દુઃખી થયા. આંખે આંસુ સારતા લોકો કરુણ સ્વરે રડ્યા.૩૭. પિતાની પાસે રહેલા સુલસે પિતાને હર્ષ ઉત્પન્ન કરવાની ઈચ્છાથી લાવણ્ય જળની વાવડી સમાન, સૌંદર્યના ઉત્કર્ષ ધામ, નૃત્યમાં પ્રવીણ વેશ્યાઓ પાસે વેણું–વીણા-મૃદંગ વગેરે વાજિંત્રોપૂર્વકના ગીતોથી મધુર સ્વરવાળા સંગીતને કરાવ્યું. ૩૯. તથા કપૂર-કસ્તૂરીથી મિશ્રિત ચંદનના
Page #130
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૫
૧૨૫ રસોથી દેહનું લીપન કરીને નાકની આગળ સુગંધિ લેપ કરાવ્યો. ૪૦. પિતાને વિવિધ પ્રકારના મધુર અન્નનું ભોજન આપ્યું. અને અત્યંત કોમળ શય્યામાં સુખપૂર્વક સુવડાવ્યો. ૪૧. જેમ પિત્તથી પીડાયેલ સાકરને પ્રતિકૂળ માને તેમ પાપના ભારથી પીડાયેલ કસાયે સુંદર પણ શબ્દાદિને ઘણાં પ્રતિકૂળ માન્યા. ૪૨. સુતા, ઉઠતા, જાગતા, બેસતા, ભુખ્યા કે પેટ ભરેલ કોઈપણ અવસ્થામાં આણે સર્વથા રતિને પ્રાપ્ત ન કરી. ૪૩. તેવા પ્રકારની ચેષ્ટા જોતા સુલસને ભય ઉત્પન્ન થયો. ઉત્પાતની પરંપરા જોઈને કયો મનુષ્ય ક્ષોભ નથી પામતો? ૪૪. અભયકુમારની પાસે જઈને તેણે સર્વ નિવેદન કર્યું. નંદાના પુત્ર વિના બીજો કોણ કાર્યનો ઉપાય બતાવે? ૪૫. ઔત્પાતિકી આદિ બુદ્ધિના ધણી અભયકુમારે કહ્યું ઃ તારા પિતાએ જીવોની હિંસા કરીને સાતમી નરક પૃથ્વીના ઘોર પાપો બાંધ્યા છે તે જેમ પાણી ભરેલા ઘડામાં પાણી ન સમાય તેમ આના આત્મામાં નહીં સમાતા પાપો ઉછળવા લાગ્યા છે. ૪૭. કારણ કે અતિ ઉગ્ર પુણ્ય-પાપનું ફળ ત્રણ વર્ષ, ત્રણ માસ, ત્રણ પક્ષ કે ત્રણ દિવસોથી ફળે છે. ૪૮. તેથી આને અતિ બિભત્સ શબ્દાદિ વિષયોનો અનુભવ કરાવે કારણ કે સન્નિપાતીને કડવું ઔષધ આપાય છે. ૪૯. ઘરે જઈને અભયના વચન ઉપર વિશ્વાસને ધારણ કરતા સુલસે અતિતીક્ષ્ણ કાંટાવાળી શય્યામાં પિતાને સુવાડ્યો. ૫૦. અતિદુર્ગધ મારતા મળથી તેનું શરીર લેપાવ્યું. રસ વગરનું ઉકાળેલું તીખું ભોજન કરાવ્યું. ૫૧. અત્યંત ક્ષારવાળું ઉષ્ણ અને તીખું પાણી પીવડાવ્યું. ગધેડા અને ઊંટોના કર્કશ અવાજો સંભળાવ્યા.પર. કાણા–વામન–પંગઅંધ વગેરે પુરુષોના ચિત્રો બતાવ્યા. પાપના ઉદયથી સુખને અનુભવતા આણે આ પ્રમાણે કહ્યું: ૫૩. હે વત્સ! માખણથી પણ કોમળ અતિ સુંદર શય્યા છે. નાસિકાને પ્રિય સુગંધના સંભારવાળું વિલેપન છે. ૫૪. હે વત્સ ! દેવના ભોજનને ચઢી જાય તેવું આ સુસ્વાદિષ્ટ ભોજન છે. શું આ માન સરોવરમાંથી લાવેલ શીતલ મધુર પાણી છે? પપ. હે વત્સ! બે કાનથી અમૃત સમાન શબ્દો સાંભળું છું તે શું અપ્સરાઓનું ગાયન છે? ૫૬. દેવલોકમાં રહેનારા, પૂર્વે નહીં જોયેલા જીવોના જે સુંદર રૂપો દેખાય છે તેનું કોઈ મૂલ્ય નથી. અર્થાત્ ઘણાં કિંમતી છે. ૫૭. પોતાના જીવનમાં આવા પ્રકારના સુખનો ક્યારેય અનુભવ કરેલ નથી
જ્યારે ભાગ્ય લાગે ત્યારે દશા વળે છે. ૫૮. હે વત્સ! સુપુત્ર થઈને પણ તે શા માટે મને પહેલાથી કારણ વગર આવા પ્રકારના સુખોથી વંચિત રાખ્યો? ૫૯. પિતાની સેવા પ્રકારની ચેષ્ટાને અને વચનને જાણીને સુલસે વિચાર્યું. આ (પિતાની આ પરિસ્થિતિ) ભવનિર્વેદનું સુંદર કારણ છે. ૬૦. હા હા મારા પિતાને આ ભવમાં હિંસાથી ઉત્પન્ન થયેલ મહાપાપનો કેવો વિપાક થયો? ૬૧. પણ કાળ અને મહાકાલ વગેરે જેમાં ઉત્પન્ન થયા છે એવી દુર્ગતિમાં ભવાંતરમાં આ દુઃખને કેવી રીતે સહન કરી શકશે? ૨. સુલસ આ પ્રમાણે વિચારતો હતો અને બીજા સ્વજનો આક્રંદ કરતા હતા ત્યારે કાલશૌકરિક શરણ વિનાનો મરણ પામ્યો. ૬૩. મરીને સાતમી નરકભૂમિમાં અપ્રતિષ્ઠાન નામના આવાસમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળો નારક થયો. ૪. ભેગાં થઈને બધા ભાઈઓએ સુલસને કહ્યું : હે સુબુદ્ધિ ! ક્રમથી આવેલ પિતાના પદને શોભાવ. ૬૫. તારી કૃપાથી સ્વજનો અને સેવકો જીવે છે. પ્રભુતા અને લોકના તોષને જાણતો તું નિરુધમ કેમ બેઠો છે? ૬૬. અમારે મન નક્કીથી તું કાલશકરિકના સ્થાને છે કેમકે નીતિમાનોએ સ્વામીના પુત્રને સ્વામી સમાન માનવો. ૬૭. સુલસે કહ્યું તમે સારું નથી કહ્યું કેમકે હું કોઈ આવા પાપકર્મમાં નહીં પડું. ૬૮. જીવઘાતથી મળતા પ્રભુત્વનું અને ભાઈઓના થતા પોષણનુ મારે કોઈ કામ નથી. કારણ કે તે દુર્ગતિના કારણો છે. ૬૯.
ભાઈઓએ કહ્યુંઃ શું તારા પૂર્વજો મૂખ હતા જેઓએ સ્વજન અને અન્યનું ભરણપોષણ થાય એવું
Page #131
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૨૬ કર્મ કર્યું હતું. ૭૦. તું જ પંડિત છે અથવા તારા પાંડિત્યને જાણ્યું. નાળમાં ભેરવીને પોતાની સાથે અમને મારે છે. ૭૧. કુલાચારને યથાસ્થિત આચરે છે તે પુત્ર છે. આચાર રહિત પુરુષો અને તિર્યંચોમાં શું અંતર છે? ૭૨. સ્વામીનો પુત્ર થઈને તું એક સામાન્ય માણસ ન થયો. કસાઈનો પુત્ર હોવા છતાં આ લોકમાં હક્કો' પણ ન થયો.૭૩. સુલસે તેઓને આ પ્રમાણે કહ્યું : પૂર્વજો પાંગળા, વ્યાધિથી પીડિત, આંધળા અથવા રંક થયા હોય તો ત્યારે શું પછી જન્મનારાઓએ તેવા થવું? કેમકે ગાડરિયો પ્રવાહ મૂર્ખઓમાં શોભે. ૭૫. જેનાથી નરકમાં જવું પડે તેવા કુલાચારથી શું? જો પચે નહીં તો સારું ભોજન પણ શું કામનું? ૭૬. હિંસાના પાપથી ઉત્પન્ન થયેલ તેવા પ્રકારના મારા પિતાના દુ:ખને જોઈને તમે બાલીશો આ પ્રમાણે કેમ બોલો છો? ૭૭. અથવા વધારે કહેવાથી સર્યું! હું આ અતિરૌદ્ર અનિષ્ટ ફળદાયક પાપને સર્વથા નહીં આચરું. ૭૯. અસગ્રહના ફંદામાં ફસાયેલા ભાઈઓએ પણ ફરી કહ્યું : તું ડરપોક જો પાપથી ભય પામે છે તો સર્વ પાપનો ભાગ પાડીને અમે વહેંચી લઈશું. તારે તો નક્કીથી આ વિષયમાં ગંગાસ્નાન જ છે. અર્થાત્ તારે માથે કોઈ પાપ આવશે નહીં. ૮૦. જેમ કૃષ્ણ રાહુનું માથું કાપ્યું તેમ તું એકપાડાનું માથું કાપજે બાકીનું યથોચિત કાર્ય અમે કરીશું. ૮૧.
ભાઈઓને પ્રતિબોધ કરવા સુલસે કુહાડીથી પગને છે. તેવા પ્રકારના જીવોને કંઈક સત્ત્વ હોય છે. ૮૨. પૃથ્વી તલ ઉપર પડીને કરુણ સ્વરથી પોકાર કર્યો કે હે ભાઈઓ! પગની વેદનાથી હું ઘણો દુઃખી થાઉં છું. જેમ ગોત્રજો બાપદાદાની સંપત્તિનો ભાગ પાડીને ગ્રહણ કરે છે તેમ તમે ગ્રહણ કરો. જેથી હું ક્ષણમાત્રથી સુખી થાઉં. ૮૪. તેઓએ કહ્યું ઃ અહીં પરપીડાને લેવા કોઈ સમર્થ નથી. સમુદ્રની મધ્યમાં રહેલો અગ્નિ કોના વડે બુઝાયેલો છે? ૮૫. સુલસે કહ્યું ઃ જો આને ગ્રહણ કરવા શક્તિમાન નથી તો જીવઘાતથી બંધાયેલ પાપને કેવી રીતે ગ્રહણ કરશો. ૮૬. જે નદીના પાણીમાં ડૂબેલાને બહાર કાઢવા શક્તિમાન નથી તે સમુદ્રના પાણીના પૂરમાં ડૂબેલાને કેવી રીતે બહાર કાઢશે? ૮૭. જે કર્મ જેના વડે કરાય છે તે કર્મ તેના વડે જ ભોગવાય છે. અગ્નિપ્રવેશના કાર્યમાં કિનારા ઉપર રહેલો દાઝતો નથી. ૮૮. જીવ એકલો ઉત્પન્ન થાય છે. એકલો જ મરે છે. સમુદ્રમાં માછલાની જેમ જીવ એકલો સંસારમાં ભમે છે. ૮૯. માતા-પિતા-પ્રેમાળ ભાઈ–મિત્ર-સ્વામી દુર્ગતિમાં પડતા જીવને બચાવી શકતા નથી. ૯૦. પ્રાણી રક્ષામાં તત્પર એક ધર્મ જ મહાપોતની જેમ સમુદ્રમાં પડતા જીવની રક્ષા કરવામાં સમર્થ થાય છે. ૯૧. તેથી કસાઈખાનાનો ત્યાગ કરીને ધર્મમાં જ પ્રવૃત્ત થાઓ. કાલકૂટ ઝેરને છોડીને કોણ અમૃતની ઈચ્છા ન કરે? ૯૨. એમ તેણે વિવિધ પ્રકારના સુંદર વાક્યોથી બંધવર્ગને બોધ પમાડ્યો. જેને અભયકુમાર પાસેથી બોધ પ્રાપ્ત થયો હોય તેનામાં તેવી પ્રતિબોધક શક્તિ હોય એ સ્થાને છે. (ઉચિત છે.) ૯૩. ધર્મના એક માત્ર રહસ્યને જાણનાર અભયકુમારને પોતાના ગુરુ માનતા સુલસે પાપો છોડી દીધા. મેરુપર્વત જેવા દઢ સમ્યકત્વને ધારણ કરનાર સુલસે અધિક હર્ષથી વિધિપૂર્વક ધર્મનું હંમેશા પાલન કર્યું. ૯૪.
એ પ્રમાણે શ્રી જિનપતિ સૂરિ પટ્ટલક્ષ્મી ભૂષણ શ્રી જિનેશ્વર સૂરિ શિષ્ય શ્રી ચંદ્રતિલક ઉપાધ્યાય વડે વિરચિત શ્રી અભયકુમાર મહર્ષિ ચરિત્ર અભયાંકમાં આદ્રકુમારનો પ્રતિબોધ, દદ્રાંકદેવની ઉત્પત્તિ હાર અને બે ગોલકનો લાભ, તુલસના પ્રતિબોધનું વર્ણન કરતો આ પાંચમો સર્ગ પૂર્ણ થયો, શ્રી સંઘનું શુભ થાઓ.
૧. હક્કો – એક સામાન્ય હાક પાડનારો માણસ ન થયો. અર્થાત્ સત્વહીન થયો.
Page #132
--------------------------------------------------------------------------
________________
સર્ગ
૧૨૭ છઠ્ઠો સર્ગ હર્ષથી ભરાયેલ શ્રેણિકે ચેલ્લણાને ઉત્તમ હાર અર્પણ કર્યો. ઉત્તમ સ્નેહ ધરાવતા શ્રેણિકે બે ગોળા અભયની માતાને અર્પણ કર્યા. ૧. નંદાએ મત્સરપૂર્વક રાજાને કહ્યું તમે બે ગોળા આપીને મારી મશ્કરી કરો છો. કન્યાની જેમ શુ હું આ ગોળાની સાથે રમું? એમ કહીને નંદાએ ક્રોધથી બે ગોળાને દીવાલની સાથે અફળાવ્યા. જેમ માળામાંથી પડેલું ઈંડું ફૂટી જાય તેમ બંને ગોળા ફૂટી ગયા. ૩. એક કુંડલમાંથી કાંતિથી દિશાને ભરી દેતા સૂર્ય અને ચંદ્ર જેવા તેજસ્વી બે કુંડલ નીકળ્યા. બીજામાંથી બે સુકોમલ દેવદૂષ્ય નીકળ્યા. ૪. તેને જોઈને અત્યંત આનંદિત થયેલી નંદાએ ક્ષણથી પણ લઈ લીધા. ખરેખર વિષાદમાંથી હર્ષ અથવા હર્ષમાંથી વિષાદને પામતા જીવોને એક ઘડીનું અંતર નથી પડતું. ૫. વસ્ત્રો અને કંડલને જોઈને લોભથી ચલ્લણા લેવાની લાલચ થઈ. જેમ જેમ જીવ સંપત્તિને પામે છે તેમ તેમ જીવની તૃષ્ણા વધે છે. ૬. માનિનીએ પોતાના પતિને કહ્યું ઃ હે પ્રિય! મને કુંડલ વગેરે અપાવો જેથી મારા આભૂષણો પરિપૂર્ણ થાય. કેટલું પણ આપવામાં આવે છતાં સ્ત્રીઓને સંતોષ થતો નથી. ૭. અત્યંત નીતિનિપુણ રાજાએ કહ્યું છે દેવી! તું વિચાર્યા વિનાનું બોલે છે. અહીં જે જે સારી સારી વસ્તુઓ છે તે તે તને પ્રથમ આપું છું. ૮. જે જે બાળજનને રમવા ઉચિત છે તે તે તારી બહેનને અનાદરથી આપું છું. તેના ભાગ્યથી ગોળામાંથી નિધિની જેમ વિભૂષણ નીકળ્યા છે. ૯. હે સવિવેકીની પ્રિયા! તું જ કહેશું અહીં આપેલી વસ્તુ પાછી લેવાય? જો આપેલી વસ્તુ ગ્રહણ કરાય તો તે ઉલટીને ચાટવા બરાબર છે. ૧૦. હે ચેટકરાજાની પુત્રી પ્રિયા! શું તને આવું બોલવું શોભે? બીજી સ્ત્રી કરતા કુલવાન સ્ત્રીમાં શું ફરક છે? કેમકે તેઓ પણ વિચારણા કરતા નથી. ૧૧. હે ધીમતી ! તું એકવાર સહજ વગર વિચાર્યે બોલી છો પણ હવે ફરીથી આવું નહીં બોલતી. હે કોમલાંગી! યુક્તિ રહિત વચન બોલાયે છતે લોકમાં – લજ્જાય છે. ૧૨.
કોપના વેગના વશથી ચેલ્લણાએ રાજાને મોટેથી કહ્યું આવા વિવિધ ધૂર્તના વચનોથી મુગ્ધ લોક ઠગાય છે. ૧૩. હે પ્રિય! જો મને કુંડલાદિ નહીં અપાવો તો હું નક્કીથી મરીશ. પ્રણયનો ભંગ કરનાર લોકની સાથે જીવવાનું હોય તો તેવા જીવનથી શું? ૧૪. રાજાએ કહ્યું: જો સૂર્ય પશ્ચિમમાં ઉગે અથવા સાગર મર્યાદાને છોડે તો પણ હું આવું નહીં કરું.(આપેલું પાછું નહીં લઉ.) ૧૫. સર્વ બાંધવ જનને ઉપહાસ કરનાર મરણથી તારે મરવું ઉચિત નથી. સમજાવવા છતાં જો તું મરવાના સ્વાગ્રહથી વિરામ પામતી નથી તો તારી ઈચ્છા મુજબ કર. ૧૬. ત્યાર પછી ક્રોધના આવેશથી જેના બે સ્તન ધ્રુજી રહ્યા છે એવી ચેલણા મરવા માટે ગવાક્ષમાં ચઢી. ખરેખર લોભનો વિલાસ દુરંત છે. ૧૭. હું સ્વયં ભુસકો મારું એમ વિચારે છે તેટલામાં વેશ્યાની સાથે આદરથી મંત્રણા કરતા મહાવતને પૃથ્વીતલ ઉપર જોયો. ૧૮. ચેટક રાજાની પુત્રીએ વિચાર્યુઃ એકાંતમાં રહેલા આ લોકો શું મંત્રણા કરે છે તેને ચુપકીથી સાંભળું એમ સમાધિમાં લીન થયેલની જેમ નિશ્ચલ થઈ. ૧૯.
મહસેના વેશ્યાએ કહ્યું : હે મારા પ્રિય મહાવત ! રાજહસ્તીનું ઉત્તમ વિભૂષણ ચંપકમાળા મને પહેરવા આપ. ૨૦. જેથી આજે હું વિજય મહોત્સવમાં શ્રેષ્ઠ આભૂષણથી યુક્ત દાસી તરીકે ખ્યાતિને મેળવું. જે તારી કૃપા રૂપી કલ્પવૃક્ષનું સમીહિત ફળ સિદ્ધ થાય. ૨૧. મહાવતે આદરથી કહ્યું છે વિવેકિની ! મેં તને માળા આપી છે એમ રાજા જાણી જાય તો મને ચોરની જેમ મારી નાખે. રર. સર્વ વિપત્તિની ભાઈ એવી હાથીની માળા હું તને નહીં આપું. કોઈ વિચક્ષણ પોતાનું ઘર બાળીને ક્યારેય વરો કરે શું? ૨૩. વેશ્યાએ ઈર્ષ્યાથી કહ્યું : હે પ્રાણપ્રિય! દાસીના મહોત્સવમાં જો આ માળા પહેરવા નહીં
Page #133
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૨૮ આપો તો તમારા ઉપર સાહસ કરીને હું પ્રાણમુક્તિ કરીશ. ૨૪. જો હું મરું તો પણ મારી સાથે ભોગવેલા સુખને યાદ કરશો. કૃત્રિમ એવા તમારાથી હું ઠગાઈ છું. (અર્થાત્ તમે કૃત્રિમ સ્નેહવાળા છો.) હવે તમને દહીંવડા નહીં મળે. ૨૫. આણે પણ ઈર્ષાથી એને જવાબ આપ્યો કે પૃથ્વી ઉપર તારા વિના બીજી ઘણી સુભગ નાયિકાઓ છે. શું ચીભડી વિના લગ્ન ન થાય? ૨૬. જો તું મરીશ તો મારી ગાંઠનું રત્ન જવાનું નથી, ફક્ત પોતાના ઘરમાંથી નાશ થશે. આ ટ્રેષમાં ચિંતાયેલું થશે. ૨૭. નિમિત્ત વિનાના ગુસ્સામાં તું કુગ્રહને છોડ. તેને છોડીને મને પૂર્વની જેમ ભજ. હવે જો તું મરવાની ઈચ્છાવાળી છે તો શું આગળ આંબા રોપેલા છે? ૨૮. પછી મહાવતે હસ્તિપાલકને જણાવ્યું હે મિત્ર! તારામાં વિરાગિણી બનેલી આને છોડી દે છોડી દે. શું તારા વડે આ કહેવત સંભળાઈ નથી કે ખેંચતાણ ઢીલું મૂકી દેવું એ જ કાર્યનું ઔષધ છે. ર૯. જેમ કાંઠા વિનાનો માટીનો ઘડો સહેલાઈથી પકડી શકાતો નથી તો ઘડાને (બાંધીને) ગ્રહણ કરવો જોઈએ. જેમ બ્રાહ્મણે કિંશુકને પકડ્યો હતો. ૩૦. હસ્તિપકે મેંઠને પુછ્યું આ બ્રાહ્મણ કોણ છે તે તું કહે, તેણે કહ્યું : જો તને સાંભળવાનું કુતૂહલ છે તો તે સાંભળ. ૩૧.
બ્રાહ્મણ અને કિંશુકવૃક્ષની કથા ઉત્તરાપથના માર્ગથી જતા કોઈક બ્રાહ્મણે કેસુડાના વૃક્ષને જોયો. જાણે ફૂલના રાગથી તે તેના ઉપર રાગવાળો થયો. ૩૨. આ વૃક્ષના ફૂલ પદ્મરાગમણિની જેમ હંમેશા શોભે છે. હું આનું બીજ પોતાના દેશમાં લઈ જાઉં જેથી ત્યાં કેસુડાના ફૂલો થાય. ૩૩. આ બીજ લઈને ઘરે આવ્યો અને હર્ષથી વાડીની અંદર વાવ્યું. અહો ! ધર્મકાર્યને છોડીને જીવો સતત અન્ય કાર્યમાં ઉદ્યમવાળા થાય છે. ૩૪. બાકીના બધા કાર્યના સમૂહને છોડી બ્રાહ્મણ તેને નિરંતર સિંચવા લાગ્યો. જો તેણે આ પ્રમાણે જિનશ્વર ભગવાનનું પક્ષાલ કર્યું હોત તો તેને કઈ ચિંતિતની પ્રાપ્તિ ન થાત? ૩૫. સ્વચ્છ–શીતલ મીઠા પાણીથી આદરપૂર્વક સિંચાતું બીજ બ્રાહ્મણના મનોરથોની સાથે પલ્લવ-અંકુર અને મનોહર દળોથી શોભવા લાગ્યું. ૩૬. વાડીના વૃક્ષોની શોભામાં ઘણો વધારો કરતી કેસુડાની શોભાને જોઈને તે બ્રાહ્મણ બમણો આનંદ પામ્યો. અનેક ફૂલોની વાંછાથી સિંચન કર્યું. ૩૭. હે મિત્ર પુંગવ! મૂળ અતિ સ્નિગ્ધ થવાથી વડની જેમ કેસુડાને એક ફૂલ આવ્યું નહીં. આથી બ્રાહ્મણની ચારે બાજુથી નિંદા થઈ. ૩૧. જ્યારે એક પણ ફૂલ ન આવ્યું ત્યારે બ્રાહ્મણ પણ કેસુડા ઉપર અત્યંત ક્રોધે ભરાયો શું કોઈ સળી ગયેલા કરિયાણા ખરીદવા દુકાને જાય? ૩૯. આના મૂળને સિંચન કરતા મેં ફક્ત દુ:ખના સમૂહને મેળવ્યો તેથી હું આના ઉપર અગ્નિ મૂકું. જે કરંબક (દહીંવડા) ખાશે તે માર સહન કરશે. ૪૦. ગાઢ કોપથી ભરાયેલા બ્રાહ્મણે જાણે સાક્ષાત્ પોતાના આત્માનો કોપ ન હોય તેમ ધગધગતો અગ્નિ મૂળમાં રોપ્યો. ૪૧. નક્કીથી આ ક્રોધી બ્રાહ્મણ મને વધારે અનર્થ ન કરે એવા ભયથી રુક્ષભાવને કારણે તે કેશુડો ચારે બાજુથી અત્યંત ફૂલ્યો. ૪૨. આ પ્રમાણે જ દુષ્ટ સ્ત્રીઓ કઠોર ભાવથી વશ કરાય છે. અને વળી સમજાવવા છતાં ન માને તો તું પોતાનું હિત કર. ૪૩. જેમ પૂર્વે બ્રહ્મદત્તે તેજસ્વી સુવર્ણની માળાથી બકરીની પૂજા કરી તેમ આ સકલ પણ લોક પોતાનું હિત સાધતા જીવને પૂજે છે. ૪૪. હસ્તીપાલકે કહ્યું ઃ હે મિત્ર! તે સારું ઉદાહરણ કહ્યું. પૂર્વે કોણ બ્રહ્મદત્ત થયો છે તેને હું હમણાં સાંભળવા ઈચ્છું છું. ૪૫. મેંઠે કહ્યું : હે મિત્ર! તું સાંભળવા ઈચ્છે છે તો હું કહું છું તે સાંભળ કેમકે અર્થીને તો ભરતની કથા કહેવામાં વાંધો નથી તો બીજી કથાની શું વાત કરવી? ૪૬.
Page #134
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૬
૧૨૯ બ્રહ્મદત્તનું કથાનક સર્વભૂમિમાં શિરોમણિ પાંચાલ નામનો વિખ્યાત દેશ છે જ્યાં કીડીના નગરાની જેમ વેપારીઓની નિરંતર અવર જવર રહે છે. ૪૭. ઘણી લક્ષ્મીને ઉપાર્જન કરનારા વણિકો અન્ય દેશમાંથી અહીં આવે છે. જેમ ઉદાર (દાતા) ના પડખા સેવનારા યાચકો હર્ષ પામીને પોતાના ઘરે જાય છે તેમ વણિકો હર્ષ પામીને પોતાના ઘરે જાય છે. ૪૮. આ દેશમાં રત્ન–સુવર્ણ–રજતાદિનું ધામ કાંપીત્યપુર નામનું વિખ્યાત નગર છે. સફેદ મહેલના વલયના બાનાથી શેષરાજની જેમ નગરનું રક્ષણ કરે છે. ૪૯. હે મિત્ર ! ધુત-મધ-પરદારસેવન–ચોરી-માંસ શિકાર અને વેશ્યા આ સાત વ્યસનોએ અહીં જીવોમાં પગ પેસારો પણ નથી કર્યો અર્થાત્ લોકો સાત વ્યસનથી મુક્ત હતા. ૫૦.
આ નગરમાં રત્નોમાં શિરોમણિ જેવો બ્રહ્મદત્ત નામનો ચક્રવર્તી રાજા હતો. કામપુરીના નવા ભંડારને આશ્રયે રહેલો હતો. બધા મુગુટ બદ્ધ રાજાઓ પગમાં પડતા હતા. ૫૧. દેવીઓ કરતા શ્રેષ્ઠ સૌંદર્યને ધરનારી અંતઃપુરની ઉત્તમ સ્ત્રીઓને એકેક યુવતિની જેમ હંમેશા જ એકી સાથે ભોગવતો હતો. પર. એકવાર પવનના વેગને જીતી લે એવા ઘોડા ઉપર સવાર થયો અને મનુષ્યોની સાથે નગરની બહાર નીકળ્યો કેમકે રાજાઓને અશ્વનું કૌતુક હોય છે. ૫૩. શેષભૂમિના રાજાઓની દેખતાં જ દુઃસ્વભાવી ઘોડો એકાએક જેમ પાપી જીવ કગતિમાં જાય તેમ મહાટવીમાં પહોંચ્યો.૫૪. રાજા ક્યાં લઈ જવાયા છે એમ ચિંતાથી વ્યાકુળ થયેલું તેનું સર્વ જ સૈન્ય પાછળ ચાલ્યું. અથવા તો તુંબથી રહિત એકલા આરાઓના સમૂહથી કાર્યની સિદ્ધિ થાય છે? ૫૫. રાજાઓની સાથે નગરમાં પહોંચીને આણે દિવસનું કાર્ય કર્યું. ત્યાર પછી જેમ સૂર્ય રાત્રે સમુદ્રમાં ચાલ્યો જાય તેમ આ રમ્ય વાસભવનમાં પ્રવેશ્યો. ૫૬.
શયનમાં રહેલા રાજાને રાણીએ કહ્યું : હે નાથ ! દુષ્ટ ઘોડા વડે હરાયેલ તમારા વડે આજે ક્યું નવું કૌતુક જોવાયું? પૃથ્વી સેંકડો આશ્ચર્યથી ભરેલી છે. ૫૭. રાજાએ કહ્યું ઃ હે પ્રિયા! પૂર્વે મેં ન જોયું હોય એવું કૌતુક જોયું તેથી એક મનવાળી થઈને સાંભળ કેમકે ખાનગી વાત કહેવા માટે તું જ પાત્ર છે. ૫૮. હે દેવી ! ઘોડાથી હરણ કરાયેલ હું એકલો જ અટવીમાં જઈ પહોંચ્યો. પૂછના ઘાતના અવાજથી જંગલના જીવોને કંપાવનાર સિંહોનો સમૂહ ઘણો આનંદ આપે છે. ૫૯. દાન (મદ) થી ઘણાં ભમરાઓને તુષ્ટ કરનાર મેઘ જેવા કાળા હાથીઓ કયાંક ગર્જના કરે છે. પાડાઓનો સમૂહ પરસ્પર લળીને શિંગડાઓને ટકરાવીને અગ્નિના તણખાઓને ઝરાવે છે. ૬૦. જેમ ખેડૂત હળથી મુસ્તક (એક જાતનું ઘાસ)માટે પૃથ્વીને ખેડે છે તેમ અલમસ્ત ભૂંડો નાકથી આગળના વરાહને જોવાની ઈચ્છાથી પૃથ્વીને ખોદે છે. ૬૧. હે પ્રિયા હંમેશા લીલા મીઠા ઘાસના ભક્ષણથી પુષ્ટ થયેલા હરણોએ રાત્રિએ ચંદ્રમામાં રહેલા મૃગને મળવા માટે કૂદકા માર્યા. ૨. હે કૃશોદરી ! ક્યાંક ગહન વાંસની ઝાડીમાં પોતાની ઈચ્છા મુજબ ચમરી ગાયનો સમૂહ ચરતો હતો અને પુછડાના વાળને કોઈક કાપી લેશે એવા ભયથી કયાંય જવાની ઈચ્છાવાળો ન હતો. ૬૩. હે સુંદરી ! ઉનાળાના સૂર્યના કિરણોથી તપાવાયેલો હું ઘોડા ઉપર જ રહેલો વૈરીથી પણ અધિક પાપી પિપાસાથી પીડાયો. ૬૪. તત્પણ ઘોડા ઉપરથી ઉતરીને પાણીને શોધવા આમતેમ ભમતા મેં જેમ કારાગૃહમાં રહેલો સજ્જનને જુએ તેમ એક સરોવરને જોયું. ૬૫. કાંઠા ઉપરના વૃક્ષોની છાયાના આભાસથી શ્યામ થયેલ અને સરોવરમાં ઉગેલ વિકસિત શ્વેતકમળથી સુશોભિત થયેલ સરોવર તારાની શ્રેણીથી સહિત શરદઋતુના આકાશની શોભા જેવું હંમેશા થયું. ૬. હે કમલ જેવા દીર્ઘ લોચનવાળી! સરોવરના છેડા પર રહેલ ઘણા વર્ણવાળી શેવાલથી તે અલંકૃત હતું. તેના નેત્રપટ અને મસ્તક બંધાયેલા હતા. તે
Page #135
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૩) પટ્ટવિલાસી ખગ્નની જેમ શોભતું હતું. ૬૭. જે ચક્રવાક પક્ષીરૂપી સુવર્ણના આભૂષણોવાળા વાયુથી ઉછળતા મોજારૂપી હાથથી કાંઠા ઉપર રહેલા વૃક્ષોરૂપી પુત્રોને જાણે હર્ષથી ભેટવા ઈચ્છે છે. ૬૮. અને જે હંસના સ્વરથી ક્રીડા કરતો હતો, મધુરનાદથી ગુંજારવ કરતો હતો આમ વિવિધ ક્રિયાને કરીને પૃથ્વી ઉપર સ્થપાયેલ અદ્વૈતવાદનું ખંડન કરે છે. ૬૯. હે પ્રિયા! તે સરોવરને જોતા હું મનમાં જે આનંદ પામ્યો તેનું વર્ણન કરવું શક્ય નથી. પરંતુ બીજી મધુરતાનો મેં જે અનુભવ કર્યો તે મને યાદ આવે છે. તે આ પ્રમાણે૭૦.
હે પ્રિયા ! ત્યાર પછી મને ચેતના આવી. મન પ્રફુલ્લિત થયું. ઈન્દ્રિયોની સાથે રોમાંચો પુલકિત થયા. અથવા આ પાણી એ જ અમૃત છે. ૭૧. જેમ પરાક્રમી ક્ષત્રિય શત્રુ સૈન્યનું મથન કરવાને પ્રવેશે તેમ હું હર્ષથી પાણીના પૂરમાં પ્રવેશ્યો. ૭ર. હે દેવી! માછલાની જેમ મેં સ્વેચ્છાથી પાણીનું વિલોડન કર્યું. તથા મરૂભૂમિના મુસાફરની જેમ જલદીથી પાણી પીધું. શૌચવાદીની જેમ સ્નાન કર્યું. ૭૩. પાણીમાં કરવાની ક્રિયાને કરીને જેટલામાં હું હર્ષથી બહાર નીકળ્યો તેટલામાં સરોવરમાંથી બહાર નીકળતી સુતનુ કન્યાને જોઈ. ૭૪. તેનું રૂપ જોઈ વિસ્મિત થઈ મેં વિચાર્યુઃ જેણે પોતાની પુત્રીને છોડી નથી તે પ્રજાપતિએ આને બનાવીને તેના ઉપર લોભાયો નથી તે મને અહીં આશ્ચર્ય લાગે છે. ૭૫.
આ નાગકન્યાનું રમ્ય મુખ જોઈને રંભાએ અરીસામાં પોતાનું મુખ જોયું. એટલે ક્ષણથી પોતાનું અભિમાન ઓગળી ગયું. પછી રંભાએ મોટેથી નિઃશ્વાસ મૂક્યો તેથી ચંદ્રરૂપી દર્પણમાં કાલિમા થઈ. લોક જે ચંદ્રના લાંછનને કહે છે તે ખોટું છે એમ અમે માનીએ છીએ. અર્થાત્ કાલિમા ચંદ્રનું લાંછન નથી પણ રંભાનો નિઃશ્વાસ છે. કહેવાનો ભાવ એ છે કે નાગકન્યા રંભાથી પણ સ્વરૂપવાન હતી. ૭૭. બે આંખમાંથી કટાક્ષરૂપી બાણને ફેંકવા માટે ધનુષ્ય સમાન આ નાગકન્યા, સર્વ જ ચરાચર ભુવનને જીતવા તૈયાર થયેલ કામદેવના હાથમાં હોત તો કંદમૂળ-ફળ-પત્ર ખાનારા ઊભા ન રહી શકત અર્થાત્ જેનેતર મુનિઓનું પતન કરત. પક્ષ–બહુમાસ–વર્ષ પર્યત આરાધના કરનારા ન ટકત અથવા યોગીઓ પણ ન ટકત. કહેવાનો ભાવ એ છે કે કામદેવ નાગકન્યાના રૂપથી બધાને વશ કરી લેત. ૭૯. હે પ્રિયા ! હું ધ્યાન કરતો હતો ત્યારે નાગકન્યા સરોવરમાંથી નીકળીને વડના ઝાડ નીચે રહી. મેં સ્વયં માન્યું કે એ વડની અધિદેવતા છે. ૮૦. હે રૂપશાલિની ! પછી ગોનસ સાપ ક્ષણથી વૃક્ષ ઉપરથી ઉતર્યો. હર્ષ પામેલો કાલપાશની જેવો ભીષણ નાગકન્યા પાસે આવ્યો. ૮૧. જેમ ઉત્તમ નટી નાટકમાં સીતાના રૂપને છોડીને રાક્ષસીના રૂપને ધારણ કરે તેમ પોતાના અદ્ભુત રૂપને છોડીને નાગકન્યા તત્પણ સર્પિણી થઈ. ૮૨. મારી દેખતા હર્ષથી તેની સાથે સુરત ક્રીડા કરવા પ્રવૃત્ત થઈ. દર્પથી જેની વિવેકચક્ષુ મીંચાઈ ગઈ છે એવા જીવોને લજ્જા ક્યાંથી હોય? ૮૩. હે પ્રિયા! અકૃત્ય કરનાર પોતાની સ્ત્રીને જોઈને જેમ કોપ પામે તેમ હું તેના ઉપર કોપ પામ્યો. અહો ! કુલને કલંક આપનારું સ્ત્રીનું ચરિત્ર કેવું છે ! ૮૪. નહીંતર કામથી પીડાયેલી આ નાગકન્યા કૃત્રિમ સર્પિણીનું રૂપ બનાવીને કેવી રીતે સાપની સાથે રમે ? અથવા સ્ત્રી કુપાત્રને વિષે રમે છે ! ૮૫. આ પણ લજ્જા વિનાનો મારી સમક્ષ મનુષ્ય સ્ત્રીનું ધર્ષણ કરે છે. અથવા તો કૂતરા સમાન કુત્સિત આચરણ કરનારાને લજ્જા ક્યાંથી હોય? ૮. આ નિષ્ઠુર કામદેવે ભુવનમાં કોની કોની વિડંબના નથી કરી ? પરંતુ કામદેવ બાણ વિના આ વિશ્વને ધારણ કરી રાખે છે તો ઉદ્ધત આંખોવાળા આ બેને શું ન ધારણ કરે ? ૮૭. તેથી આ બે પાપીઓને હું શિક્ષા કરું જેથી બીજો આવું વર્તન ન કરે. દુષ્ટને શિક્ષા અને શિષ્ટનું પાલન રાજાઓનો ધર્મ છે. ૮૮. જેમ શિક્ષક નવા ઘોડાને ચાબુકથી મારે
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૩૧
સર્ગ-૬
તેમ રોષથી લાલ આંખવાળો હું સરોવરમાંથી બહાર નીકળ્યો. અને ચંદ્રના મંડળના મુખ જેવા તે બેને ચાબુકથી ફટકાર્યા. ૮૯. હે દયિતા ! ક્ષણથી મિથુન મૂર્છિત થયું અને ક્ષણથી મેં તેને છોડી દીધું. સદ્કટો પડેલા શત્રુને પણ શું કયાંય માર મારે ? ૯૦. જેમ ઉત્તમ કવિની કાવ્ય રચનામાં અભિધેય અર્થની પાછળ વ્યંગ્ય અર્થનો સમૂહ આવે તેમ પાયદળ હસ્તી–અશ્વ આદિનું સૈન્ય મને શોધતું આવી પહોંચ્યું. ૯૧. તે વખતે એક ક્ષણ પૂરતો હું વ્યગ્ર ચિત્તવાળો થયો હતો અને જેટલામાં ચૈતન્ય પામેલ તે સર્પનું યુગલ કયાંક ચાલી ગયું હતું. જે પલાયન થાય છે તે જીવે છે. ૯૨. પછી સર્વ સૈન્યથી પરિવરેલો હું સ્વયં પોતાના નગરમાં આવ્યો. હે સુંદરાંગી ! વિસ્મયને પમાડનારું આ કુતૂહલ મેં જોયું. એમ કહીને રાજા શરીરની ચિંતા માટે વાસઘરમાંથી બહાર નીકળ્યો. ૯૩. અને સકલ દિશા સમૂહને ઉદ્યોત કરતા ઉત્તમ નાગકુમાર દેવને તે વખતે જોયો. ૯૪. હે બ્રહ્મદત્ત ! તું હંમેશા વિજય પામ. દુષ્ટનો નિગ્રહ કરનાર હું તારા પક્ષમાં છું. કાર્યના વશથી હું અહીં આવ્યો છું એમ દેવે તેની આગળ કહ્યું. ૯૫. આ અતિ તેજસ્વી કાંતિવાળો કોણ હતો ? આ કયા સ્થાનથી આવ્યો છે ? એમ વિચારતા રાજાએ તેને પુછ્યું : હે ભદ્ર ! તારું શું પ્રયોજન છે તે મને કહે. ૯૬. દેવે કહ્યું હે રાજન્ ! સરોવર ઉપર તેં જે નાગકન્યાને જોઈ હતી તે મારી પ્રિયા છે. તેણીએ આવીને મને કહ્યું કે બ્રહ્મદત્ત રાજાએ મને આ વિડંબના કરી છે. ૯૭. મેં તેને કહ્યું : હે પ્રિયા ! તે નિઘૃણે તારી આવી દશા શા માટે કરી ? મારી પ્રિયાએ કહ્યું : સાવધાન થઈને સાંભળો. ૯૮. હે જીવિતેશ્વર ! હું તમારી પાસેથી ત્યારે સરોવર ઉપર ક્રીડા કરવા ગઈ. જેટલામાં હું સરોવરમાંથી નીકળી તેટલામાં તેણે મને વિશેષથી જોઈ. ૯૯. તે જ વખતે કામદેવે પોતાના સમસ્ત બાણોથી તેના ઉપર પ્રહાર કર્યો. કારણ કે દેદીપ્યમાન દીપકની શિખા પાસે ભમતા પતંગિયાનું ક્ષેમકુશળ કયાં સુધી રહે ? ૧૦૦. તે દુરાત્માએ મને પ્રાર્થના કરી કે કામરૂપી અગ્નિના તાપથી તપેલા મારા શરીરને અમૃતરસથી ચઢી જાય તેવા પોતાના શરીરના સંગથી ઠંડુ કર. ૧૦૧. મેં તેની કઠોર વચનથી તર્જના કરી કે તું અધમ મનુષ્ય છે. હું દેવી છું. કોયલ અને કાગડાની જેમ આપણો સમાગમ કેવી રીતે થાય ? ૨. વિષયલોલુપી તું જો જાતિનો વિચાર કરતો નથી તો પણ તું નરકથી કેમ ભય પામતો નથી ? પૂર્વે રાવણે જેમ પરસ્ત્રીનો અભિલાષ કર્યો હતો તેમ તું શા માટે કરે છે ? ૩. બિલાડીનું બચ્ચું દૂધને જુએ છે પણ દંડને જોતું નથી. તારું મોઢું જોવામાં પાપ છે. મારા દષ્ટિમાર્ગથી હટી જા. ૪. એમ મારી પ્રિયાએ મને વારંવાર કહ્યું. પછી હું પાપી કુબુદ્ધિ તારા (બ્રહ્મદત્ત) ઉપર ઘણાં કોપને પામ્યો. અથવા ભવાભિનંદી જીવોને કહેવાયેલું હિતનું વચન શાંતિને માટે થતું નથી. પ. તેણે ખરીદેલી કર્મકરી (ચાકરાણી)ની જેમ મને સેંકડો ચાબુકોથી નિર્દયપણે ફટકારી, તમે મારા પતિ હોતે છતે શું જાર પુરુષની સાથે મારો સંગ થાય ? ૬. તેનું વચન સાંભળીને હું ક્રોધના અસાધારણ આવેશને પામ્યો. પત્નીના વચનથી કોણ કોણ ભાઈ ઉપર પણ દુર્ભાવને પામતો નથી ? ૭. તે અનંગશાલિકાને સાંત્વન આપતા મેં કહ્યું : હે દેવી ! જરા પણ ખેદ ન કરીશ તેને જલદીથી લાત મારીને હું મારું વેર વાળું છું. ૮. હે પ્રિયા ! હું હોતે છતે વિષય સુખના લાલચુએ તને મારી છે તેથી નક્કીથી તેણે સિંહની કેસરા ખેંચી છે. ૯. પછી વેગથી ભૂમિને પ્લાવિત કરનાર નદીના પૂરની જેમ હું અહીં આવ્યો છું. તેટલામાં મારી સ્ત્રીની યથાવત્ કથાને કહેતા મેં સાંભળી. ૧૦. મારી સ્ત્રીના વચનરૂપી પવનથી દીપિત થયેલો મારો કોપાગ્નિ શાંત થયો. સત્ય—શીલવાન તારી પાસે શત્રુ પણ મિત્ર બની જાય છે. ૧૧. તેથી મારી દુષ્યેષ્ટાને ક્ષમા કર. કારણ કે મોટા પુરુષોની ક્ષમા જ ઉત્તમ પ્રિયા છે. મારી પાસેથી કંઈક માગ. કેમકે દેવનું દર્શન અમોઘ છે. ૧૨. ચક્રવર્તીએ કહ્યું : મારે કોઈ વસ્તુનું પ્રયોજન નથી તો પણ હે દેવ પુંગવ ! તારું વચન નિરર્થક ન બનો
Page #137
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૩૨
૧૩. એટલે માગું છું કે મારા નગરમાં વ્યાધિ–અકાલ મરણ અને ઈતિઓ ન થાય તેવું કરો. દેવે રાજાને કહ્યું કે હું તને આ વરદાન આપું છું.૧૪. હે રાજન્ ! બીજું ઉત્તમ વરદાન માગ જેથી તું મને રોજ યાદ કરે, તેણે પણ કહ્યું હું બધા સંજ્ઞી જીવોની ભાષાને જાણું તેવું કરો. ૧૫. દેવે કહ્યું : હે રાજન્ ! તું સંજ્ઞી જીવોની ભાષા જાણી શકશે જો તું બીજા કોઈને તેની વાત કહેશે તો તારું માથું ફાટશે. એમ સ્પષ્ટપણે કહીને દેવ ચાલ્યો ગયો. ૧ ૬. દેવો ઘણું કરીને આવા દોષભર્યા વરદાનો આપે છે અથવા તો શું બકરી એકલું દૂધ આપે છે ? શું છાણ સહિત દૂધ નથી આપતી ? ૧૭. પછી વરદાનને મેળવીને અતિ ખુશ થયેલ રાજા પોતાના નગરમાં પ્રવેશ્યો. ઘણાં જીવો ચક્રવર્તીની સંપદાને પામે છે પણ તેમાંથી બહુ થોડા સર્વ જીવોની વાણી જાણનારા બને છે. ૧૮.
મેં
એકવાર ચક્રવર્તીએ હર્ષથી કસ્તૂરી વગેરે વિલેપનોથી પોતાને અંગરાગ કરાવ્યો. ગંધમાં લંપટ થયેલી ગરોડીએ પતિને કહ્યું : હે જીવિતેશ ! બ્રહ્મદત્ત રાજાના વિલેપનમાંથી કંઈક ભાગ મને આપો જેથી હું મારા શરીરને સુશોભિત કરું અથવા તો આ જીવિતવ્યનું જ ફળ છે. ૨૦. ગરોડાએ કહ્યું : હે યિતા ! જો હું વિલેપન લઈ આવું તો કુટાઈ જાઉં. વ્યાજ સાથે મારી વસુલાત થઈ જાય. તેથી વિલેપન નહીં આપું. ૨૧. આ વાત સાંભળીને સકલ સભાજનની મધ્યમાં રાજા વિસ્મયપૂર્વક હસ્યો. જે સ્થાનમાં જેનું વચન ન સમજી શકાય તે સભામાં તેનો ગર્વ વધે છે. (રાજા ગૃહકોકિલની ભાષા જાણતો હતો. સભામાં બીજો કોઈ જાણતો ન હતો તેથી રાજાનું મહત્ત્વ વધ્યું.) ૨૨. રાણીએ કહ્યું : હે સ્વામિન્ ! તમે શા માટે હસ્યા તે મને કહો. રાજાએ કહ્યું : હે સુભગ શિરોમણિ સુંદરી ! હું તો નિષ્કારણ (સહજ) હસ્યો છું. ૨૩. રાણીએ બે ત્રણ વાર ફરી ફરીને પુછ્યું તો પણ રાજાએ જવાબ ન આપ્યો. ત્યારે રાણીના મનમાં શંકા થઈ કે ખરેખર રાજા મારી ઉપર હસ્યો છે. ૨૪. બહુવાર આદરપૂર્વક પુછ્યું છતાં રાજાએ જવાબ ન આપ્યો તેથી રાણીએ મનમાં વિચાર્યુ હું તેની પ્રેમસમુદ્ર હોવા છતાં મને જવાબ નથી આપતા તેથી નક્કીથી રાજાના મનમાં કોઈક અગ્નિ (કષાય) રહેલો છે. ૨૫. એમ આકુલિત થયેલી રાણીએ ફરી આગ્રહપૂર્વક પુછ્યું : હે પ્રાણનાથ ! તમે મારી પાસે કેમ છુપાવો છો ? બાળક ભોળવાય હું નહીં. ૨૬. હે સ્વામિન્ ! જો તમે મને નહીં જણાવશો તો મારો સ્પષ્ટ જ નિર્ણય છે કે મારે મરવાનું છે. માનભંગવાળાઓને જીવવા કરતા મરવું સારું છે. ૨૭. રાજાએ કહ્યું : હે મૃગાક્ષી ! તું મરશે કે નહીં તેની મને ખબર નથી પણ જો હું કહીશ તો મારું મરણ નિશ્ચિત છે. ધોબી વડે છૂટો મુકાયેલો ગધેડો શું પલાયન નથી થતો ? ૨૮. ગાઢ કુગ્રહને વશ થયેલી રાણી બોલી : જુઠાણાઓથી મને કેમ ઠગો છો ? બોલવા માત્રથી જો કોઈ મરતું હોય તો આ જગત મનુષ્યો વિનાનું થઈ જાય. ૨૯. પ્રેમપાશથી બંધાયેલ રાજાએ પુરુષોની પાસે ચિતા તૈયાર કરાવી. હાથિણીના સ્પર્શમાં મોહિત થયેલો હાથી શું ખાડામાં નથી પડતો ? ૩૦. હે દેવી ! હાસ્યનું કારણ હું તને કહીશ એમ તેને પ્રબોધ કરતો ચક્રવર્તી રાણીને લઈને ચિતા તરફ ચાલ્યો. અહો ! ચક્રવર્તીની પણ મૂઢતા કેવી છે ? ૩૧. ત્રણ રસ્તે, ચાર રસ્તે અને પાંચ રસ્તે સર્વ સ્થાને લોકો એક જ ચર્ચા કરવા લાગ્યા કે આને કોઈ સાચી સલાહ આપનારા નથી ? અથવા બીજા કોઈ હિતકારી નથી ? જેથી રાજા અજુગતું કાર્ય કરવા તૈયાર થયો છે. ૩૨. એક ખીલા સમાન કાર્ય માટે ચૈત્ય સમાન રાજાની ઉપેક્ષા કરાય છે અથવા તો નક્કી આનું રાજ્ય નાશ પામવાનું છે. ૩૩.
જેટલામાં રાજા ક્ષણથી આગળ ચાલે છે તેટલામાં બકરીએ પોતાની ભાષામાં બકરાને કહ્યું : હે સ્વામિન્ ! રાજાના જવના ઘાસમાંથી મારા માટે એક પૂળો લાવો. ૩૪. બ્રહ્મદત્ત રાજાના લાખો વછેરાઓ,
Page #138
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૬
૧૩૩ ઘોડીઓ, ઘોડાઓ વગેરે ઈચ્છા મુજબ જવનો ચારો ચરે છે મારે પણ જવ ચરવાની ઈચ્છા છે. ૩૫. હે પ્રિય! અત્યાર સુધી પ્રાયઃ આકડાના પાન, ફૂલો, ઈન્દ્રવારુણી અને તેવા પ્રકારના ફળો મેં ખાધા છે તેથી આજે મને જવનું પારણું કરાવો. ૩૬. બકરાએ કહ્યું ઃ હે પ્રિયા ! જવનું ભક્ષણ કોને વહાલું ન હોય ! હે
જુમતી ! બુદ્ધિમાનોએ યોગ્યવસ્તુની ઈચ્છા કરવી જોઈએ અયોગ્યની નહીં. ૩૭. જો ઘોડાઓ જવ ખાય છે તો વીર્ય વિનાની અહીં તારુ શું જાય છે? જો ઘી સુગંધિ વર્તે છે તો ત્યારે છાણને શું લાભ? ૩૮. હે આત્મવલ્લભા ! હું જવના પૂળાને લાવું ત્યારે રસ્તામાં રાજાના માણસો મને ઘણું મારશે ત્યારે શું તું વચ્ચે બચાવવા આવીશ? તેથી હું તાજા જવને નહીં લાવું. ૩૯. પછી ગુસ્સાથી બકરીએ કહ્યું : જો તું પૂળો નહીં લાવે તો હું પ્રાણનો ત્યાગ કરીશ આગળ ઉપર તને ઘણો પશ્ચાત્તાપ થશે. ૪૦. શું તું નથી જોતો કે રાજા પણ રાણી માટે પ્રાણ આપવા તૈયાર થયો છે જો તને હાડકાની મકિ જ પ્રિય હોય તો તે મારો પતિ નથી. મારી બીજી ગતિ છે. અર્થાત્ મારે બીજાનું શરણ છે. ૪૧. કઠોર હૃદયવાળા બકરાએ કહ્યું : જો તું કદાગ્રહથી મરવા તૈયાર થઈ છે તો મર હું ખરેખર જીવતો રહેવાનો છું. શું પોતાના મરણમાં જગત બુડે? (મરે ?) ૪૨. હે અક્કલ વગરની ! હમણાં આપણું દામ્પત્ય ન રહેતું હોય તો ભલે ન રહે. મેં ઘણી સ્ત્રીઓને છોડી દીધી છે. તારા વિના પણ મારું કામ અટકશે નહીં. ૪૩. આ મૂર્ખ રાજા મનુષ્યમાં પશુ સમાન છે જે કુત્સિત રંડાથી મોહિત થયેલો ધિક્ ! નાથ વિનાની વસુંધરાને છોડીને મરવા તૈયાર થયો છે. ૪૪.
આ સ્ત્રી સિવાય આને બીજી હજારો રૂપાળી સ્ત્રીઓ છે. આ ચક્રવર્તી નિદર્ય છે કારણ કે આવા પ્રકારની હત્યાથી મનમાં જરાપણ પીડાતો નથી. ૪૫. આ સર્વ પુરુષાર્થનો સાધક મનુષ્ય ભવ પામીને કેવી રીતે નિષ્ફળ કરે છે? અથવા ભાગ્ય કટિલ હોતે છતે બુદ્ધિ બહેર મારી જાય છે. ૪૬. તે સાંભળીને રાજાએ વિચાર્યુઃ આ બકરો સારો પણ હું નહીં કેમકે આ પશુ હોવા છતાં તેને રાગનો નિગ્રહ કરે તેવું કંઈક પૌરુષ છે. ૪૭. ચક્રવર્તી હોવા છતાં મને પુરુષવ્રત નથી જે હું આના વશમાં પડ્યો છું. વિરાગીની જેમ રાજ્ય અને રાષ્ટ્રને છોડીને મેં કેવું આચરણ કર્યું. ? ૪૮. આ પશુએ મને પશુ ગણાવ્યો. અવિચારી મારામાં પશુપણું ઘટે છે. અહીં કોપ કરવો ઉચિત નથી. યથાર્થ કહેનાર ઉપર કોપ કેવો? ૪૯. ઉગ્ર વિષના વેગથી મૂર્ણિત થયેલ અજ્ઞાની જીવો પોતાનું હિત કેવી રીતે સાધે? જ્ઞાનથી જ સર્વ ક્રિયાઓ શુભ બને છે. ૫૦. આ વચનોને સાંભળતા મને તત્ક્ષણ લાભ થયો. તેથી આ ગુરુને પૂજીને હું ઋણમુક્ત થાઉં બીજી કોઈ રીતે ઋણ મુક્ત થઈશ નહીં. ૫૧. એમ વિચારતા રાજાએ કંઠમાંથી મોટી સુવર્ણની માળાને ઉતારીને બકરાના ગળામાં હર્ષપૂર્વક પહેરાવી. મૃત્યુથી બચાવનારને શું દેય નથી? પર. રાજાએ પણ દયા વિના પ્રિયાને કહ્યું હું તને હાસ્યનું કારણ નહીં જણાવું. હે કુમતિ ! તું મર હું નહીં મરું. કોઢીની સાથે અગ્નિમાં ન બળી મરાય. ૫૩. જેમ મહાવૈધને શરણે ગયેલો રોગી બચી જાય તેમ રાજા મરવાથી બચ્યો. ભાંગેલ મનવાળી માનભંગિની ઘરે ગઈ. શું છે તે રીતે મરવું સહેલું છે? પ૪. હે પ્રાજ્ઞ હસ્તિપાલક ! આણીનો કદાગ્રહ દુષ્ટ છે તેનો નિગ્રહ કરીને સુખનું ભાજન થા. વેશ્યા સ્ત્રીઓથી શું કલ્યાણ થાય? પપ.
| સર્વ પ્રવૃત્તિ સાંભળીને શ્રેષ્ઠ ગવાક્ષમાં રહેલી ચેલણાએ વિચાર્યું હું અભિમાનથી મુકાઈ. સારું થયું મેં આ કથાનક જાણ્યું. ૫૬. અહો ! આ મેંઠ કેવો ઉત્તમ છે જેને આવા પ્રકારનો મતિવૈભવ છે. સરસ્વતી જે કોઈ ઉપર કૃપા કરે છે તેને આવા પ્રકારની મતિ થાય છે. ૫૭. આણે સુબુદ્ધિથી જે કહ્યું છે તે સાચું જ છે. જો હું ત્યારે મારી હોત તો મારું જ અહિત થાત. આ શ્રેણિક રાજા જેના ઉપર હાથ મુકશે તે તેના
Page #139
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૩૪ માટે ચેલ્લણા જ છે. ૫૮. અહિત મૃત્યુથી હું અવશ્ય રૌરવાદિ નરકમાં ઉત્પન્ન થાત. શું કોઈ દુર્ગતિમાં લઈ જનાર છે? અથવા શું કષાયરૂપી વૈરીઓથી કોઈ બચાવનાર છે? ૫૯. મેંઠે કહેલ કથાનકને સાંભળીને ચેલણા મરવાના પરિણામથી બચી ગઈ. ચેલુણાએ હારમાં જ અત્યંત ધૃતિને ધારણ કરી. હે લોકો! જે કે તે રીતે અહીં બોધ પામો. ૬૦. રત્નોના કિરણોથી ઈન્દ્ર ધનુષની રચના કરનાર હાર તેના હૃદય ઉપર શોલ્યું. ૬૧. જેમ દેવલોકમાં ઈન્દ્રાણી શોભે તેમ બે કાનમાં કંડલને અને શરીર ઉપર દેવ દૂષ્યને ધારણ કરતી નંદા પણ અતિશય શોભી. ૨. અને આ બાજુ
દેવમંદિરો, સભાસ્થાનો, તળાવ, કૂવા, ધર્મના મઠો આદિ અનેક સ્થાનોનું સંકુલ, જાણે સંપત્તિઓનો ભંડાર ન હોય તેવું સાકેતપુર નામનું નગર હતું. ૬૩. તે નગરમાં ઊંચા દેવમંદિરના શિખર ઉપર રહેલા સુવર્ણ કળશની સાથે મળેલો કમળોની કળીના સમૂહનો ભ્રમ થવાથી જાણે સુગંધ લેવા ઉત્કંઠિત ન થયો હોય તેમ ચંદ્ર શોભ્યો. ૬૪. જેની પાસે હંમેશા બુધ મંડળ (વિદ્વાનોનું મંડળ) રહેલું હતું. જેમ મિત્રના ચરણનો આધાર ન હતો. નવા ચંદ્રની જેમ ચંદ્રાવત સક નામનો રાજા હતો. કહેવાનો ભાવ એ છે કે તે નગરમાં ચંદ્રાવતંસક રાજા હતો. જેની પાસે હંમેશા વિદ્વાનોનું મંડળ રહેલું હતું. પોતે સ્વયં એવો બળ વાન હતો જેથી બીજાની સહાયની જરૂર ન હતી. બીજના ચંદ્રની જેમ દિવસે દિવસે તેની સૌમ્યતા વૃદ્ધિ પામતી હતી. ૫. આની પાસે તલવાર રૂપી નૂતન સૂર્ય હતો. જેણે શત્રુઓની સ્ત્રીના સ્તનમાં રહેલા દૂધના સમૂહને સર્વરીતે શોષી લીધું. ૬. તેના પ્રતાપરૂપી આ અગ્નિએ સમુદ્ર-મહાસરોવર-નદી-કૂવાની અંદર રહેલા શત્રુઓને પણ અત્યંત બાળ્યા. શું કોઈ દેવની સંકજામાંથી છૂટે? ૬૭. હંમેશા જ એકધારું દાન આપતા તેણે યાચકોને સફળ કર્યા. તેથી દીનમુખા ન દેખાયા. પરંતુ આ બાણો શ્યામ મુખા દેખાયા. અર્થાત્ ચંદ્રાવતંસક રાજા દાની અને પરાક્રમી હતો. ૬૮. ધર્મ-અર્થ અને કામમાં તેણે ધર્મને જ બહુ માન્યું. અથવા તો અહીં મહાપુરુષો મૂળને જ ગ્રહણ કરે છે. (ધર્મ સર્વ પુરુષાર્થોનું મૂળ છે. ધર્મ પુરુષાર્થ વિના એક પણ પુરુષાર્થની સિદ્ધિ થતી નથી.) ૬૯. જેમ કામદેવને રતિ અને પ્રીતિ બે સ્ત્રીઓ છે તેમ આ ન્યાયી રાજાને પોતાની સમાન સંક્લેશથી રહિત બે સુંદર સ્ત્રીઓ છે. ૭૦. પ્રથમ રાણીએ સતીઓમાં શિરોમણિ, રૂપથી સુંદર એવી સુદર્શના પુત્રીને અને બીજી રાણીએ શીલરૂપી મુખ્ય ગુણ રત્નને ઉગાડવા સમર્થ એવી પ્રિયદર્શના નામની પુત્રીને જન્મ આપ્યો. ૭૧. પ્રથમ રાણીએ જાણે ભૂમિ ઉપર બે અશ્વિનીકુમાર ન આવેલા હોય તેવા બે પુત્રોને જન્મ આપ્યો. પ્રથમ પુત્રનું નામ ગુણસાગર એનું બીજું નામ સાગરચંદ્ર હતું. ૭૨. ઉત્તમ મુનિચંદ્ર તીર્થકરની સેવા ભક્તિ કરનારો મુનિચંદ્ર નામે બીજો પુત્ર હતો. ૭૩. બીજી સ્ત્રીને રૂપથી કામદેવ જેવા બે પુત્રો થયા. તેમાં પ્રથમ સૂર્યની કાંતિના પુંજ સમાન ગુણચંદ્ર અને બીજો તરત ઉદય પામેલ ચંદ્ર જેવો બાલચંદ્ર પુત્ર હતો. ૭૪. રાજાએ હર્ષથી પ્રથમ પુત્રને યુવરાજ પદ આપ્યું. સદ્ગણી મોટા પુત્રને છોડીને શું ક્યાંય પણ નાનો પુત્ર પ્રતિષ્ઠિત કરાય છે? ૭૫. રાજાએ મુનિચંદ્ર પુત્રને કુમાર ભક્તિમાં અવંતિકા નગરી આપી. સ્વામીઓ કયારેય ઉચિત દાનનું ઉલ્લંઘન કરતા નથી. ૭૬. આમ સુકુટુંબાદિથી સહિત, મોટી રાજ્યલક્ષ્મી ધારણ કરતા, ધર્મ-કામ અને વિભવને ઉપાર્જન કરતા રાજાએ દિવસો પસાર કર્યા. ૭૭.
માઘ મહિનાની ઠંડીમાં, મુનિની જેમ ધર્મમાં ઘણાં લીન બનેલા, પાપકર્મને હણવાની ઈચ્છાથી રાજાએ રાત્રે વાસમંદિરમાં કાઉસ્સગ્ન કર્યો. ૭૮. જ્યાં સુધી આ દીપક બળે છે ત્યાં સુધી કાઉસ્સગ્ન નહીં પાળું એમ મનમાં નિશ્ચય કર્યો. શું અહીં ધર્મની સિદ્ધિ બીજી રીતે થાય? અર્થાત્ ઉગ્ર ધર્મ કર્યા વગર
Page #140
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૬
૧૩૫ ધર્મની સિદ્ધિ ન થાય. ૭૯. પ્રથમ પહોર પૂરો થયો છે એમ જણાવવા ઘટિકામાં ટકોરો પડ્યો તેથી હું માનું છું કે તેના ઘણાં કર્મરૂપી શત્રુઓના માથામાં ઘાત પડ્યો. ૮૦. અહીં સમયે તેલ ઓછું થઈ જવાથી (તેલ બળી જવાથી) આ દીવાનો પ્રકાશ અતિ ઝાંખો પડી જશે. અહીં ખરેખર કોઈકને કયારેક સ્નેહનો નાશ અભ્યદયનું કારણ બને છે. ૮૧. આપણો સ્વામી અહીં ઘોર અંધકારમાં કેવી રીતે રહેશે? એમ સમજીને શધ્યાપાલિનીએ તેલ પૂર્યું. ખરેખર અજ્ઞાનીનું ચારિત્ર દુ:ખદ છે. ૮૨. જેમ લિંગ સહિતની અભિધા પોતાના વિષયને પ્રકાશિત કરે છે. જેમ પરિભાષાથી શાસ્ત્ર પ્રકાશિત થાય તેમ તે પ્રદીપની શિખાએ આખા ભવનને પ્રકાશિત કર્યું. ૮૩. રાજાના હૃદયમાં ભાવદીપક પ્રકાશતો રહ્યો છે તેથી મારે પ્રકાશવાની શું જરૂર છે એટલે અર્ધરાત્રસમયે, દીવો ક્ષય પામવા માટે વધારે પ્રકાશ્યો. ૮૪. સ્વામીની જેમ ગુણથી યુક્ત, પ્રભાનું ઘર, અંધકારના કંદને દળવામાં સમર્થ એવો આ દીપક પ્રભુને વિષે સ્નેહનો ત્યાગ કરશે એમ સમજીને શય્યાપાલિકાએ તેલ પૂર્યું. ૮૫. જાણે કે આ રાજાના ધ્યાન ઘરમાં રહેલા મણિની સાથે સ્પર્ધા ન કરતો હોય તેમ તેણીએ દીવેટને વધારે તેજ કરીને દીવાને તેજસ્વી બનાવ્યો. ૮૬. રાજા સતત વધતા પરિણામથી ધ્યાન કરે છતે ફરી ચોથો પહોર નજીક આવ્યો ત્યારે દીપક ફરી મંદ થયો. અહીં આપ્તની હાજરી હોય ત્યારે વધવું કેટલું ઉચિત હોય? ૮૭. રાજા ઉપરના વાત્સલ્યથી પોતાના મનથી તેણીએ ફરી તેલ પૂર્યું. મૂર્ખ લોકને અનુસરનારી ભક્તિ વાંદરાએ કરેલી ભક્તિ સમાન હોય છે. ૮૮. હું અત્યંત વિપત્તિઓને પાર પામી ગયો છું. એમ મહા આનંદથી દીવો ચારે બાજુથી વધારે ઉલ્લસિત થઈને પ્રકાશ્યો. ૮૯. ભવવિકારના ભીરુ રાજાએ વિશેષથી ભાવનાને ચિંતવી. હંમેશા આ એક જ જીવ એક ભવમાંથી બીજા ભવમાં નક્કીથી ભમે છે. ૯૦. જીવ એકલો જ નરક સમાન ગર્ભાવાસમાં દુઃખપૂર્વક રહે છે. ઘણાં દુઃખોથી પીડાયેલો જીવ એક જ યંત્ર યોનિમાંથી નીકળે છે. ૯૧. શરણથી રહિત જીવ એક જ ઘણાં પ્રકારની મહાવ્યાધિઓથી પીડાય છે. કર્મને પરાધીન જીવ એકલો જ પોતાના કર્મને ઉચિત ગતિમાં જાય છે. ૯૨. જીવ સકલ પરિગ્રહથી અન્ય છે; તેથી શા માટે શરીર ઉપર મમત્વ રાખવું જોઈએ ? ૯૩. હે જીવ! તે ક્યાં ક્યાં સતત વેદનાનો અનુભવ નથી કર્યો.? તે તે ભવમાં ભાવ વિના તારે બહુ જ અલ્પ નિર્જરા થઈ. ૯૪. જિનવચનને સ્વીકારી શ્રદ્ધાથી સહન કરનારને મહાફળવાળી થઈ. તેથી ઉપસ્થિત થયેલ આ વેદનાને સહન કરી જેથી જલદીથી પ્રયોજન સિદ્ધ થાય. ૯૫. પાપ કર્મના ઉદયથી નરકના ભવમાં જે વેદના પ્રાપ્ત થઈ છે તેના કરતા તો આ વેદના અનંતગુણ હીન છે એ સુનિશ્ચિત છે. ૯૬. અસ્થિર, મલિન, પરવશ શરીરથી જો વિપરીત ગુણવાળો (સ્થિર, નિર્મળ અને સ્વાધીન) ધર્મ કરાય છે તો શું પ્રાપ્ત નથી કરાતું? ૯૭.
રાજા જરા પણ ધ્યાનથી ચલિત ન થયો. પુષ્પથી પણ સુકુમાર શરીરવાળો બાકીની રાત્રીમાં વેદનાને સમભાવે સહન કરતો મરણ પામ્યો. ૯૮. સારભૂતના સમૂહવાળાદેવલોકમાં મોટી ઋદ્ધિવાળો દેવ થયો. જો કે કોઈક કારણથી મોક્ષને ન પામ્યો તો શું દેવપણું પ્રાપ્ત ન થાય? ૯૯. બીજો ક્યો ગૃહસ્થ સભ્યના ઘર આની તોલે આવી શકે? ચિત્ત માત્રથી જેણે આવો અભિગ્રહ કર્યો હતો તેને લીલાથી જ સારી રીતે પાર પમાડ્યો. ૨૦૦. પરમધર્યા વિનાના કેટલાક જીવો સ્વમુખે અભિગ્રહ લઈને યથેષ્ટ બોલનાર બાળકોની જેમ વચ્ચેથી કેમ છોડી દે છે?૨૦૧. કમંડલુ–કપાલ-દંડક–શ્વેતવસ્ત્ર ધારણ કરવાથી શું? દાઢી અને માથાના વાળનો લોચ કરાવવાથી શું ? સ્વીકાર કરેલ નિયમનું પાલન કરવું એ જ વ્રત છે. ૨૦૨. જેમ
-
-
—
૧. અભિધા – વિષયને પ્રકાશિત કરનારી શબ્દમાં રહેલી શક્તિને અભિધા કહે છે.
Page #141
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૩૬ ચકચકિત સુવર્ણ કુંભ દેવમંદિરના શિખરને શોભાવે તેમ નગરના લોકને આનંદિત કરતા પ્રથમ પત્રે રાજાનું સ્થાન શોભાવ્યું. ૨૦૩.
એકવાર આણે સાવકીમાતાને કહ્યું ઃ તમે આ સંપૂર્ણ રાજ્યને ગ્રહણ કરો. તમારો પત્ર આ રાજ્ય સંભાળે. ભવથી ભય પામેલો હું દીક્ષા લઈશ. ૨૦૪. રાજા સામે ચાલીને માતાને રાજ્ય આપવા ગયો છતાં માતાએ લીધું નહીં. લીઓ લીઓ એમ કહેવા છતાં ચોરો પણ લેતા નથી. ૫. ગંધહસ્તી, રથ, ઘોડા, ચામર, છત્ર, બંદિના સમૂહથી શોભતું મંડલેશ, સચિવેશ્વર, પ્રતિહાર વગેરે પરિવારથી યુક્ત રાજાને ત્રણ, ચાર અને મહામાર્ગોમાં પ્રભ્રમણ કરતા જોઈને પશ્ચાત્તાપ પામેલી સાવકી માતાએ હૃદયમાં વિચાર્યું: ૭. તે વખતે રાજા રાજ્ય આપતો હોવા છતાં મેં રાજ્ય ગ્રહણ ન કર્યું. હમણાં હું શું કરું? હવે બે હાથ ઘસતી રહું? અથવા સ્ત્રીઓ હંમેશા તુચ્છમતિવાળી હોય છે. ૮. મેં જો તે વખતે રાજ્ય લીધું હોત તો મારા પુત્રો નક્કીથી અત્યારે સવિલાસને કરતા હોત. ખરે પ્રસંગે દુર્મતિની બુદ્ધિ ચાલતી નથી. ૯. તેથી હું આને જલદીથી મારું જેથી આ રાજ્ય મારા પુત્રોને મળે. પેટ ભરેલું હોય ત્યારે ફળ ન તોડાય તે શું પથ્યકારિણી ભૂખ લાગે ત્યારે ન તોડવું? ૧૦. તથા વિચાર્યુઃ શું વજ પડીને ચૂરો નથી કરતું? શું તીક્ષ્ણ તલવાર વડે ફળાતું નથી. દાતરડાના સમૂહથી શું છેદાતું નથી ? ૧૧. પાણીના પૂરથી શું તાણી જવાતું નથી? અગ્નિ વડે શું બળાતું નથી ? શું તપસ્વિઓ મરણનો પ્રતિકાર કરે છે? આ રાજાને જરા પણ સત્ત્વ નથી. તેથી આ કોઈક ઉપાયથી મારી નાખ્યું. ૧૨. આ રાજા જરા પણ ભૂખ સહન કરવા સમર્થ નથી તેથી તેણીએ રસોઈયાને દિવસે દિવસે કહ્યું પ્રભાતે રાજાને યોગ્ય ભોજન લઈ આવ. ૧૩. પછી તેણે તે પ્રમાણે કર્યું. બીજે વખતે તેણે દાસીના હાથે સુંદર સિંહ કેશરીયો લાડુ મોકલાવ્યો. જાણે ભુખના દાંતને પાડનારો ગોળો ન હોય? ૧૪. હાથમાં લાડુ લઈ જતી દાસીને જોઈને રાણીએ પુછયું : તારા હાથમાં શું છે? દાસીએ કહ્યું : હે સ્વામિની ! રાજા માટે લાડુ લઈ જાઉં છું. ૧૫. કેવો છે મને બતાવ તો ૧ બાલીને તેણીએ જલદીથી વિષથી ખરડાયેલ હાથથી લાડુ લીધો. અહો! આ લાડુ સુંદર છે એમ વારંવાર બોલી. ૧૬. પણ આ લાડુમાં જરા સુગંધ નથી એમ બોલીને પાછો આપ્યો. અહો ! લોકમાં વિશ્વાસ ઉત્પન્ન કરાવનારી માયાવીઓની વચન ચાતુરી કેવી કેવી હોય છે? ૧૭. દાસીએ આવીને રાજાના હાથમાં લાડુ અર્પણ કર્યો. ત્યારે ભાગ્યના વશથી રાજાના બે ભાઈઓ ત્યાં હાજર હતા. પછી રાજાએ મનમાં વિચાર્ય: ૧૮. આ બંને ભાઈઓ ભુખ્યા છે તેથી હું કેવી રીતે લાડુ ખાઉ?પછી લાડુના બે સરખા ભાગ કરીને બંને ભાઈઓને વહેંચી આપ્યા. ૧૯. નાનાભાઈ ઉપર પર સજ્જનનો પ્રેમ પત્ર જેવો હોય છે. લાડુ ખાવા માત્રથી બંને ભાઈનો દષ્ટિભંગ થયો. શરીર કંપવા લાગ્યું. અને મૂર્છા આવી. આ જાણીને જાણે પોતાનું રાજ્ય ન હારી ગયો હોય તેમ રાજા ઘણો વ્યાકળ થયો. ૨૭. નક્કીથી આ ઝેરની અસર છે નહીંતર આવી સ્થિતિ ન થાય. આનો ઉપાય જલદીથી કરું. હમણાં ઉપાય કરવામાં નહીં આવે તો આગળ જતા શત્રુની જેમ દુર્જય થશે. ૨૧. રાજાએ શ્રેષ્ઠ સેંકડો વૈદ્યો પાસે સુવર્ણનું પાણી, શ્રેષ્ઠ યંત્ર મણિ વગેરે મુખ્ય ઉપચારોથી તે બેને ક્ષણથી સાજા કરાવ્યા. ૨૨. યથાર્થ સ્વરૂપને જાણવાની ઈચ્છાથી રાજાએ જલદીથી દાસીને બોલાવીને પુછ્યુંઃ અરે! કોણ પાપીએ આ ઘોર પાપને કર્યું છે? ૨૩. દાસીએ કહ્યું : હે સ્વામિન્ ! હું પરમાર્થ જાણતી નથી સ્વામીની નાના ભાઈની માતાએ મારા હાથમાંથી લાડુ લીધો હતો. ૨૪. આવા પ્રકારના ઘોર પાપને (ન બોલી શકાય તેવા) આણે કર્યુ છે. હે રાજન્ ! કાકડીમાંથી આ અગ્નિ નીકળ્યો છે. ૨૫. રાજાએ પણ સાવકીમાતાને બોલાવીને સ્વયં નિષ્ફરપણે તર્જના કરી કે ઘણાં રૌદ્ર મનવાળી તે શાકિનીની જેમ આવું ઘોર
Page #142
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૬
૧૩૭ પાપ કેમ કર્યું. ૨૬. હું જ્યારે તમને રાજ્ય આપતો હતો ત્યારે સ્પૃહા વગરના તમે રાજ્ય લીધું નહીં અને હમણાં આવા પ્રકારનું વર્તન કર્યું. આ તમારી બંને ચેષ્ટા પરસ્પર વિરુદ્ધ કેમ છે? ૨૭. હું આજે આ રીતે તારા વડે નિરર્થક મરાયો હોત અને કદાચ હું મરણ પામત તો ધર્મ વિહોણા મારી કઈ ગતિ થાત? ૨૮. હે માતા ! તમે આખું રાજ્ય હર્ષથી નક્કીથી સ્વીકારી લો. જો પ્રીતિથી કાર્ય સિદ્ધ થતું હોય તો કોણ કડવાશ ઉભી કરે ? ર૯. તત્ક્ષણ રાજાએ બે ભાઈઓ ઉપર રાજ્યનો ભાર મૂકીને હર્ષથી દીક્ષા લીધી. અથવા તો તારા પુત્રને વ્રત લેવું શ્રેયસ્કર છે. ૩૦. દુષ્કર ચરણને આચરતા દુપ્તપ તપોભરને કર્યું અને જાણે સાક્ષાત્ મૂર્તિમાન ધર્મ ન હોય તેમ સતત મૃતરૂપી અમૃતનું પાન કર્યું. ૩૧.
એકવાર અવંતીપુરથી બે સાધુઓ આવ્યા. આણે તેઓને પુછ્યુંઃ હે મહામુનિ ! સાધુઓની સાધના સારી ચાલે છે ને? ૩૨. ત્યાર પછી તે બંનેએ કહ્યું : હે મહામુનિ! ત્યાં રાગ અને દ્વેષના નાના ભાઈ જેવા રાજપુત્ર અને પુરોહિત પુત્ર સાધુઓને બહુ હેરાન કરે છે. ૩૩. હે મહામુનિ ! ભક્ત-પાન-વસ્ત્રાદિ કોઈ વસ્તુની ત્યાં ન્યૂનતા નથી. શ્રાવકો જે ભક્તિ કરે છે તેની ઉપમા નથી. ૩૪. પાઠનું સ્પષ્ટપણે પરાવર્તન થવાથી, અર્થનું ચિંતન સારી રીતે થવાથી, પઠન-પાઠનોથી નૂતન સાધુ તથા તપસ્વીઓને આગમનું અધ્યયન જલદીથી સારી રીતે થાય છે. ૩૫. આ સાંભળીને મુનિ એકાએક ખેદ પામ્યા. હા તપસ્વીઓને પીડા કરીને તે બે (રાજપુત્ર અને પુરોહિત)પુત્ર ભવરૂપી સમુદ્રના તળિયે પડશે. શું મુનિની કદર્થનાથી જીવ કલ્યાણ પામે? ૩૬. તે બંનેને બોધ પમાડવા ગુરુની રજા લઈને મુનિએ શીધ્ર અવંતિ તરફ પ્રયાણ કર્યું. અથવા મુનિઓ સદા એકમાત્ર પરોપકાર કરવામાં રત હોય છે. ૩૭. ત્યાં પહોંચીને પોતાની કાર્યની સિદ્ધિ માટે કોઈક વસતિમાં ઉતર્યા. ત્યાં પૂર્વે રહેલા સાધુઓએ આગંતૂક નૂતન મુનિની ભક્તિ કરી કેમકે ગુરુની જેમ અતિથિ પૂજનીય છે. ૩૮. ભિક્ષાકાળે સ્થાનિક સાધુઓએ વિનંતી કરી કે અમે તમારું ભક્તપાન લઈ આવશે. આગમમાં સાચું કહ્યું છે કે પરોણાની ત્રણ દિવસની ભક્તિ કરવી જોઈએ ૩૯. તેણે કહ્યું : તમારે ભક્તિ કરવી ઉચિત છે. પરંતુ હું આત્મલબ્ધિક છું. મને દ્વેષી અને ભદ્ર કુલને બતાવે તેવી સંઘાટક સાધુ સહાયમાં આપો. ૪૦. સ્થાનિક ગુરુએ કહ્યું : હે વત્સ! તું મહાત્માની સાથે જઈને ઘરો બતાવ એમ કહી શૈક્ષકને સાથે મોકલ્યો. શું બુદ્ધિમાન વીસ પૈસામાં મળતી વસ્તુ માટે રૂપિયો ખર્ચો? ૪૧. જેમ યુદ્ધ કરવાની ભાવનાવાળાને શત્રુનું લશ્કર બતાવે તેમ તેણે ઉત્કંઠિત મુનિને બધા ઘરોને બતાવતા કુમારનું ઘર બતાવ્યું. ૪૨. અહીં શું થાય છે તે જોઉ તો ખરો એમ વિચારી મુનિએ જલદીથી ક્ષુલ્લક સાધુને રજા આપી. મોટેથી ધર્મલાભ બોલીને તેણે કુમારના ભવનમાં પ્રવેશ કર્યો. ૪૩. હા હા હા એમ મોટેથી બોલતી અંતઃપુરની સ્ત્રીઓ ઘરમાંથી બહાર નીકળી અને જેમ કૃપણ માતાપિતાની સ્ત્રીઓ બોલે તેમ સાધુનું વારણ કરતા બોલીઃ હે પ્રભુ! અહીં આ ઘરમાં જશો નહીં. ૪૪. મોટેથી બૂમ પાડીને મુનિએ કહ્યું : અરે હે ભદ્રિકો ! તમે આકુલ કેમ છો? શું અહીંયા મહાદારૂણ સર્પો રહે છે? અથવા શું અહીં ચોરોનો વાસ છે? ૪૫. આ કોઈ નવા સાધુ આવેલા છે. રોકવા છતાં અટકતા નથી. હે ગૃહિલ! અગ્નિને યાદ ન કરો. સ્મારિત કરાયેલો અગ્નિ ઘણાને સળગાવે. ૪૬. આ પ્રમાણે અંતઃપુરની સ્ત્રીઓ સતત વિચારતી હતી ત્યારે મુનિ અંતઃપુરમાં પ્રવેશ્યા. જેનું મન કાર્યમાં લીન થયું છે તે કોઈને મચક આપતા નથી. ૪૭.
આ સુંદર રમકડું સ્વયં આપણી પાસે આવ્યું છે એમ બોલતા બહાર નીકળીને રાજપુત્ર અને પુરોહિત પુત્રો પોતાની સુગતિનો દરવાજો બંધ કરે તેમ ક્ષણથી અંતઃપુરનો દરવાજો બંધ કર્યો. ૪૮.
૧. આત્મલબ્ધિક – પોતાનું લાવેલું ભક્તપાન વાપરવાનો અભિગ્રહ હોય તે આત્મલબ્ધિક સાધુ.
Page #143
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૩૮ બંનેએ કહ્યું હે મુનિ ! હાવ-ભાવ-હાથ-પગ-આંગળીના ન્યાસપૂર્વક નૃત્યને જાણો છો કે નહિ? આ અને આના સિવાય બીજું કંઈ ભણ્યા છો? ૪૯. મુનિએ કહ્યું તમે વાજિંત્ર વગાડો જેથી હું સારી રીતે નૃત્ય કરી શકું કેમકે વાદન વિના સારી રીતે નૃત્ય થઈ શકે નહીં. ૫૦. બંને કુમરોએ વાદન શરૂ કર્યુ ત્યારે ભૂમિ ઉપર પાત્રાને મૂકીને મુનિ મનોહર નૃત્ય કરવા લાગ્યા. આથી જ સકલ કલા શિખવા યોગ્ય છે. ૫૧. મુનિ જલદીથી ઉત્તમ પ્રકારનું નૃત્ય કરવા લાગ્યા. અભિનયની સાથે તાલ નહીં મિલાવતા તે બંનેએ જેમ બઠર પાઠક સંસ્કૃતના પાઠનો ભંગ કરે તેમ નૃત્યના તાલનો ભંગ કર્યો. પર. મુનિ પુંગવે કહ્યું : હે પામર બાલીશો! હું હમણાં નૃત્ય કરી રહ્યો છું તમે મનોહર તાલ પૂરાવતા નથી. ૫૩. મુનિનું વચન સાંભળીને ક્રોધના વેગને વશ થયેલા તે બંને વેળાનું ઉલ્લંઘન કરીને મુનિને મારવા તૈયાર થયા. મૂર્ખાઓને કલા ન આવડે ત્યારે કલહ નામની કલાને ફોરવે છે. ૫૪. કલા જાણનારા મુનિએ ક્ષણથી લુચ્ચાના સરદાર તે બેને કઠોર રીતે માર્યા. ગંધહસ્તીની આગળ બીજા હાથીઓ કેટલીકવાર ક્રિીડા કરી શકે ? ૫૫. મલ્લની જેમ મુનિએ બંનેના સાંધાને ઉતારી નાખ્યા અને ત્યાંથી નીકળી જઈને કયાંક ઉદ્યાનમાં ચાલ્યા ગયા. દંડપાત્ર લાતોના દેવ વાતોથી માનતા નથી. ૫૬. જડાઈ ગયેલની જેમ અકડ થયેલા જાણીને પરિવારે તરત રાજા પાસે આવીને જણાવ્યું કોઈ મુનિએ આજે કુમારોની દુર્દશા કરી છે. પ૭. તે સાંભળીને મુનિચંદ્ર રાજાએ જલદીથી વસતિ (ઉપાશ્રય)માં આવીને ગુરુને કહ્યું ઃ ક્યા મુનિએ આવીને બંને કુમારોની આવી દુર્દશા કરી છે? ૫૮. ગુરુએ પોતાના સર્વ સાધુઓને પુછ્યું કે આ રાજાની શું ફરિયાદ છે? સાધુઓએ જવાબ આપ્યો.- હે પ્રભુ! અમે આ વિશે કશું જાણતા નથી. ૫૯. આના ઘરના કારણે બીજા પાડોશીના ઘરે પણ ગોચરી માટે જતા નથી. કોણ જાણી બુઝીને આગમાં પડે? ૬૦. જો બે કુમારોને મુનિ મળે તો તેને પીડા પમાડીને ગોળ મળ્યા જેવો આનંદ થાય છે એમ જાણવું. હે વિભો! દેવ-ગુરુને યાદ કરતો થઈ જાય તેટલી હદ સુધી પીડા કરાય છે. ૬૧. આ લોકોએ આવેલ નૂતન મુનિને છંછેડ્યો હશે આથી તેણે જ નક્કીથી આ બેની દુર્દશા કરી હશે. શું દરેક બિલમાં ગિરોડી જ હોય ! કોઈ બિલમાં સાપણ પણ હોય. ૨. તે સાંભળીને ગુરુએ રાજાને કહ્યું : હે રાજનું! તમે તે મુનિની તપાસ કરો. કારણ કે ભાંગવા સમર્થ હોય તે જ સાંધવા સમર્થ બને. ૬૩. રાજાએ પોતાના માણસો પાસે ત્રણે રસ્તે વગેરે ચારે બાજુ તપાસ કરાવી. શોધ કરીને પુરુષોએ મુનિની ખબર જણાવી. રાજા સ્વયં ઉદ્યાનમાં ગયો. ૪. જેટલામાં રાજાએ ઉદ્યાનની અંદર પ્રવેશ કર્યો તેટલામાં આગમનું પુનરાવર્તન કરતા સાગરચંદ્ર ભાઈ મુનિને જોયા. ૬૫. મોટા આદરથી મુનિને પ્રણામ કરીને રાજા લાથી નીચા મુખવાળો થયો. મુનિને પ્રશ્ન પુછવાને બદલે આ પૃથ્વીને પ્રશ્ન પૂછ્યો- હેદયિતા (પૃથ્વી) હું તને શું પૂછું? ૬૬. ચંદ્રાવતંસક રાજાના પુત્ર મુનિએ કહ્યું ઃ હે રાજનું! જે તું આ બે બાળકો મુનિના પ્રત્યેનીક બની શાસનને ઉપદ્રવ કરે છે તેની કેમ ઉપેક્ષા કરે છે? ૬૭. હે રાજનું! તે પોતાના પિતાની સ્થિતિ (રીતિ) જોઈ છે તેથી શું તને આવું શોભે? રાજારૂપી સિંહના પુત્ર તારે શિયાળપણું પણ ન થયું. અર્થાત્ તું સિંહનો પુત્ર થઈને શિયાળ જેવો પણ ન થયો. ૬૮. અથવા તો અહીં તારો દોષ નથી. સર્વ–લોકો પોતાના પુત્રને ગુણવાન માને છે. વાઘણ પણ પોતાના પુત્રને સૌમ્ય હૃદયવાળો જ માને છે. ૬૯. પરંતુ હાલના કરાયેલા સાધુઓ હાનિને આપે છે અને તાડન કરાયેલા સાધુઓ મરણ પણ આપે આથી તે દુરાત્માઓ છે કેમકે તેઓ આવેલા સાધુઓને હેરાન કરે છે. ૭૦. રાજાએ મુનિના બે પગમાં પડીને કહ્યું હે ક્ષમાનિધિ ! એકવાર તમે મારા અપરાધોને ક્ષમા કરો. ૭૧. બંને કુમારોનું દૂષણ જાણ્યા પછી મેં વારણ ન કર્યું. સંપત્તિથી આંધળા બનેલા અમારા જેવાઓને સારું
Page #144
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૬
૧૩૯
નરસું પારખવાની બુદ્ધિ કયાંથી હોય ? ૭ર. તેથી પોતાના ભાઈ ઉપર અને આ બંને કુમાર ઉપર કૃપા કરીને જલદી સાજા કરો. કારણ કે આ બંને તમારા પુત્રો છે. ૭૩. મુનિપુંગવે કહ્યું : હે રાજન્ ! આ બંને કુમારો દીક્ષા લે તો હું તરત જ સાજા કરું અથવા ગુણકારી કડવું પણ ઔષધ બળાત્કારે પીવડાવાય છે. ૭૪. પહેલા તમે આ બંનેને સાજા કરો તો હું તે બંનેને દીક્ષાગ્રહણનું પૂછી શકું. કેમકે અત્યંત સજ્જડ કરી બેસાડેલા ઢાંકણાવાળા કુતુપમાંથી શું ઘી કયારેય નીકળે ? ૭૫. આવીને સાધુએ જલદીથી અવયવને વાળીને બંનેને સારા મુખવાળા કર્યા. રાજાએ કહ્યું ઃ જો તમે જીવવાની ઈચ્છાવાળા છો તો આ વ્રતને ગ્રહણ કરો. ૭૬. અનિચ્છાએ પણ તેવા પ્રકારના મુનિનું વચન માન્યું. અથવા જીવિતનો અર્થી લોક સુબંધુમિત્રની જેમ દીક્ષા ન લે ? અહો ! જે વાળી દેવાયું છે તે સર્વ ચંચળ છે. પણ આ મહા અદ્ભુત છે કે કુમારના સાંધાઓ ચંચળ હતા તેને મુનિએ વાળીને નિશ્ચલ કર્યા. ૭૮.
મુનિએ બંનેનો લોચ કરીને જલદીથી દીક્ષા આપી અને પછી ગ્રહણ અને આસેવન શિક્ષા આપી. અનર્થદંડકારીઓને બળાત્કારે પણ અપાયેલ ધર્મનું કારણ સુંદર પરિણામને પામ્યું. ૭૯. આ મારા કાકાએ મને દીક્ષા આપી છે એમ શુભમનથી રાજપુત્રે દીક્ષાનું સુંદર પાલન કર્યું. જીવોને ધર્મકર્મના વિષયની મમતા પણ નિશ્ચયથી સુંદર ફળવાળી થાય છે. ૮૦. પુરોહિત પુત્રે વિચાર્યું : શુભફળો આપનાર ચારિત્રને મેં પ્રાપ્ત કર્યુ તે સારું થયું પણ આણે મને બળાત્કારે દીક્ષા આપી તે સારું ન થયું. ૮૧. વળી પુરોહિત પુત્રે જાતિમદ પણ કર્યો : હું ઉત્તમ છું. બીજો (રાજપુત્ર) ઉત્તમ નથી. જેમ પક્ષીઓમાં ગરુડની જાતિ ઉત્તમ છે તેમ મનુષ્યમાં બ્રાહ્મણ જાતિ ઉત્તમ છે. ૮૨. બંને પણ વ્રતનું પરિપાલન કરીને ઉત્તમ દેવલોકમાં ગયા. મુનિક્રિયા મોક્ષફળને આપનારી છે. તે સ્વર્ગની ભેટ આપે એમાં કોઈ આશ્ચર્ય નથી. ૮૩. તે બંનેએ પરસ્પર વિચારણા કરી કે આપણા બેમાંથી જે પહેલા ચ્યવે તેને બીજાએ બોધ કરવો અથવા તો સજ્જનોની મૈત્રી ભવિષ્યના ફળમાત્રના ચિંતનવાળી હોય છે. ૮૪.
ઃ
રાજગૃહ નગરમાં પોતાના કાર્યમાં નિપુણ કોઈક મેદિની નામની સ્ત્રી રહેતી હતી. તેણે માંસ વેચવાનો ધંધો કર્યો. કેમકે પાપીઓની જીવિકા પાપવાળી જ હોય છે. ૮૫. કોઈક ધનવાનની પત્ની સાથે આને ગાઢ મૈત્રી થઈ. તે હંમેશા મેદિની પાસે માંસની ખરીદી કરે છે. ૮ ૬. શેઠાણીએ પતિ સહિત મેદિનીને બોલાવીને પ્રીતિથી પોતાના ઘરની પાસે રહેવા વ્યવસ્થા કરી આપી. ગાઢ પ્રેમમાં વિવશ થયેલા લોકો કોઈ નિંદનીય કાર્યને ગણકારતા નથી. ૮૮. પૂર્વ ભવમાં કરેલી જુગુપ્સાથી પુરોહિતનો પુત્ર મેદિનીના પુત્ર રૂપે ઉત્પન્ન થયો. કાળ પરિપકવ થાય એટલે કર્મ ફળ આપવા માટે જાગૃત થાય છે. ૮૯. શ્રેષ્ઠિની ખરેખર નિંદુ' છે તે તે સમયે તેણે મૃતપુત્રીઓને જન્મ આપ્યો. આ જગતમાં વિધિવડે કોના સર્વ મનોરથો પુરાયા છે ? ૯૦. મેદિનીએ શેઠાણીની પુત્રી લીધી અને તેને પોતાનો પુત્ર આપ્યો. આમ સંતાનોની અદલાબદલી કરી. બુદ્ધિમાનોએ આને જ મૈત્રી કહી છે. કારણ કે મિત્રનું સ્વયં અર્થ સાધન કરી આપે છે. ૯૧. જેમ કોઈ ગરીબ મનુષ્ય કયાંય પણ બીજાના નિધિને મેળવીને ભયથી પોતાના ઘરે લઈ જાય છે તેમ શેઠાણી પણ તેના પુત્રને છુપી રીતે લઈને જલદીથી પોતાના મહેલમાં ચાલી ગઈ. ૯૨. પુત્રજન્મને જાણીને તત્ક્ષણ ઘણાં હર્ષ પામલો તેનો પતિ જેમ મહાવર્ષાથી સિંચાયેલ નીપવૃક્ષ વિકસિત થાય તેમ અતિ પુલકિત થયો. ૯૩. તેણે હૃદયમાં ચિંતવ્યું : મારે ફક્ત પુત્રનો જન્મ નથી થયો. પણ દક્ષિણા સહિતના ભોજનની જેમ મારી પત્ની જીવસ્ર થઈ. ૯૪. ધનવાળા શેઠે પુત્રના જન્મોત્સવમાં મોટું વર્ધાપનક કરાવ્યું. પ્રિય પુત્રનો ૧. નિંદ – જેને મરેલા પુત્રો જન્મે તે સ્ત્રી નિંદુ કહેવાય. ૨. જીવસૢ – જીવતા સંતાનોને જન્મ આપનારી.
:
Page #145
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૪૦ જન્મ થયે છતે શું માતાપિતા પોતાના મનોરથો પૂરતા નથી? ૯૫. એકવાર તેણે સમાન સગોત્રની સાક્ષીમાં પુત્રનું ગુણ નિષ્પન્ન નામ પાડ્યું આ મેતવંશમાં આર્ય થયો છે તેથી તેનું નામ આર્ય સહિત મેત થાઓ. અર્થાત્ મેતાર્ય નામ રાખ્યું. ૯૬. શુકલ પક્ષના બીજના ચંદ્રમાની જેમ તે દિવસે દિવસે વધ્યો. પિતાએ ઉપાધ્યાયની પાસે બધી કલા ભણાવી. ૯૭. જેમ કાચી કેરી ખટાશને છોડીને મીઠાશને પ્રાપ્ત કરે તેમ બાળપણ ઓળંગીને તે પણ સુંદર રમણીઓને મોહિત કરે તેવા યૌવનને પામ્યો. ૯૮. જેમ મિત્ર મંત્ર કાર્ય કરવા વિચારણા કરવા) પ્રેમપાત્ર મિત્રના ઘરે આવે તેમ દેવ શુદ્ધબોધિ પમાડવા તેની પાસે આવ્યો. આ સંસારમાં મોહના સંકજામાંથી છૂટવું દુરંત છે. ૩૦૦. મેતાર્ય યાનમાં બેસીને નગરમાં ભમતો હતો. તેને પ્રતિબોધ કરવા પૂર્વના મિત્ર દેવ દેવમાયા કરી મેદન અને મેદિનીનું રૂપ લીધું. મેદને આંસુ સહિત કહ્યું. ૩૦૧. કદાચ આ મારો પુત્ર હોય તેથી હું આ પ્રમાણે ઉપાય રચું. એમ દેવમાયાથી મેદિનીએ પતિને યથાસ્થિત હકીકત કહી. આ આપણો પુત્ર છે તેને તમે ગ્રહણ કરો. ૨. જેમ કર્મયોગીઓના મનને ઉપશમ શ્રેણીના ટોંચ (અગિયારમાં ગુણ સ્થાનક) ઉપરથી નીચે પાડે તેમ દેવે તેને શિબિકામાંથી ઉંચકીને ક્ષણથી નીચે ખાડામાં નાખ્યો. ૩. સ્વજનોના મુખ ઉપર કાલિમાને ચોપડીને કાલદૂતની જેમ ભસ્ન કરતો ઉન્મદ મદન બંદીની જેમ ખેંચીને પોતાની ઝૂંપડીમાં લઈ ગયો. ૪. મેતાર્ય ગંધાતા પાણીવાળા, કાદવ-કીચડ સમાન, ઘણી માખીઓથી વ્યાકુળ બણબણતા મેદનના ઘરે રહ્યો. અરેરે ! મેં આ શું કર્યું એમ અત્યંત વિલખો થયો. ૫. તેને વિલખો જોઈને દેવે પોતાને પ્રગટ કરીને કહ્યું : હે મિત્ર! મેં તને ઘણાં પ્રકારે બોધ કર્યો. તું સર્વ જાણતો હોવા છતાં કેમ પ્રમાદ કરે છે. દ. શ્રેષ્ઠીપુત્રે દેવને કહ્યું છે દેવબાંધવ! હું આ સર્વ જાણું છું પરંતુ હમણાં હું દીક્ષા લેવા સમર્થ નથી. ખરેખર મારા જેવા જીવો કાયર છે. ૭. તેથી પ્રસન્ન થઈને મને બાર વરસની મુદ્દત આપો. પછી તમે જેમ કહેશો તેમ જલદી કરીશ કેમકે તમે મારા ગુરુ છો. ૮. ઉત્તમ દેવે કહ્યું બીજું તને મનમાં જે ગમતું હોય તે કહે તેને પણ હું પૂરું. સ્નેહ જીવોનો શું નથી કરતો? ૯. આણે પણ હર્ષથી કહ્યું હે દેવ! રાજપુત્રીને અપાવ જેથી મારી હીનકળની નિંદનીયતા જાય. ખરેખર લાભથી લોભ વધે છે. ૧૦. હે ભાઈ ! દાન આપવાથી કાષ્ઠના દેવની પ્રતિમાનું મુખ ઉઘળી જાય છે તેથી તારે આદરથી રાજાને ભેટશું આપવું. ૧૧. આ બકરો છાણમાં જાન્યરત્નના સમૂહને નક્કીથી હગસે એમ કહીને દેવપુંગવે આને સુંદર બકરો આપ્યો. ૧૨. અતિ હર્ષિત શ્રેષ્ઠીપુત્ર (મેતાર્ય) લાભની જેમ મૂર્તિમાન બકરાને લઈને ગયો અને લક્ષણવંત વચ્છરાની જેમ ઘરના આંગણે બાંધ્યો. ૧૩. તેવા પ્રકારના દેવના પ્રભાવથી બકરો દરરોજ મણિઓની લીંડીઓ કરે છે. તેનો પિતા શ્રેષ્ઠી ઘણાં રત્નોના થાળ ભરીને મેતાર્યને રાજમંદિરે લઈ ગયો. ૧૪. સંપૂર્ણ ભટણું ધરીને રાજાને કહ્યું : પોતાની પુત્રીને મારા પુત્ર જોડે પરણાવો. ખરેખર સ્નેહીજનો અમારા વિષયને જાણે છે. ૧૫. હે વૃદ્ધ! તું અત્યંત અજુગતુ કેમ બોલે છે? શું તારી બુદ્ધિ નાશી ગઈ છે? એમ કહીને રાજાએ પોતાના માણસોને ચોરની જેમ શેઠને ગળે પકડાવીને બહાર કાઢયો. ૧૬. તો પણ શેઠ દરરોજ રત્નનો થાળ ભરીને રાજાની પાસે પૂર્વની જેમ જાય છે. પોતાના વીશ નખોને ઘસીને શું આ રત્નો ઉપાર્જન કરાયા છે? અર્થાત્ હાથ પગ ઘસીને (જાત–મહેનત કરીને) ઉપાર્જન કરાયા છે ? ૧૭. રાજા શેઠ પાસેથી રોજ ભેટશું લીધા કરે છે પણ પોતાની પુત્રીને આપતો નથી. અહો ! શ્રેણિક રાજા પણ કેવું વર્તન કરે છે ! ૧૮.
એકવાર અભયકુમારે શ્રેષ્ઠીને પુછ્યું તું હંમેશા મણિઓને કયાંથી લાવે છે? અને સર્વ રાજાઓ આવા રત્નદાનને કરી શકતા નથી. ૧૯. વણિકે આદરથી સાચી હકીકત જણાવી કે હે મંત્રીનાયક! જેમ
Page #146
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૪
૧૪૧ સ્વાતિ નક્ષત્રનો વરસાદ મોતીના સમૂહને આપે તેમ બકરો રોજ મણિની લીંડીઓ મૂકે છે. ૨૦. અભયે કહ્યું ઃ તારી પાસે આવો બકરો છે તો થોડા દિવસ અમને પણ બકરો રાખવા આપ. પ્રિયાની જેમ લક્ષ્મી કોને પ્રિય ન હોય! ૨૧. શ્રેષ્ઠીએ અભયનું વચન માન્ય કર્યું એટલે અભયે રાજાના ઘરે બકરો બાંધ્યો. પોતાના કાર્યના હેતુથી મનુષ્યનું અને પશુનું ગૌરવ થાય છે. રર. બકરાએ સરસવના ગંધવાળી લીંડીઓને અધિક આપી. તેથી અભયે નિશ્ચય કર્યો કે નક્કીથી આ દેવની શક્તિ છે. ૨૩. દેવશક્તિની પરીક્ષા કરવા અભયે શ્રેષ્ઠીપુત્રને કહ્યું કે ભાર પર્વત ઉપર રાજા અતિકષ્ટથી ચૈત્યવંદન કરવા જાય છે. અર્થાત્ માર્ગ સારો નથી. ૨૪. તેથી રાજમાર્ગ ઉપર જેમ રથ ચાલે તેમ વૈભારગિરિ ઉપર રથ ચાલે તેવો માર્ગ બનાવી આપ. ૨૫. જેમ આકાશમાં વાદળ રચાય તેમ તરત જ દેવશક્તિથી રથનો માર્ગ તૈયાર થયો. ૨૫. અભયે તેને કહ્યું : નગરની ફરતો સુવર્ણનો કિલ્લો બનાવી આપ. જે કાર્ય આશ્ચર્યકારી હોય તેને બુદ્ધિમાનો કરે છે. ૨૬. દેવે ઈન્દ્રજાલિકની જેમ તુરત જ સુવર્ણનો કિલ્લો કરી આપ્યો. અભય શ્રેણિક રાજાની પુત્રીને અપાવવા અત્યંત તત્પર થયો. ૨૭. જો તું સમુદ્રની ભરતીમાં સ્નાન કરે તો રાજા તને પુત્રી આપે. કોણ એવો વિચક્ષણ મલિન મુખમાં તિલક કરે? ૨૮. અભયકુમાર આ વાત કરી રહ્યો છે તેટલામાં જાણે પૃથ્વીમાંથી અત્યંત ફૂત્કાર કરતો સાપનો સમૂહ ન ઉછળતો હોય ! ક્યાંકથી યુદ્ધ કરવાને ધસમસતી મહાસેના ન આવી રહી હોય! તથા પ્રચંડ વાયુ અને પુષ્કળ રેતી ન ઉછાળતો હોય તેવી મહાન ગર્જના કરતો રત્નાકર સાગર ધસતો દેખાયો. ૩૦. ત્યાર પછી તેઓએ વિચાર્યુંઃ ઉછળતા મોજારૂપી હાથને ઉચા કરીને પુત્ર ચંદ્રમાને આલિંગન દેવાને ઈચ્છતો ન હોય. વળી સર્વ સ્થાને ફરી વળેલા સફેદ ફીણોના વસ્ત્રોને ધારણ કરીને સમુદ્ર મગધ દેશની નદીઓને પરણવા ઉત્સુક ન થયો હોય એમ માનીએ છીએ. વળી આ સમુદ્ર શંખ–શુક્તિ-મણિ–મૌક્તિકના સમૂહના બાનાથી પરમપ્રીતિથી મગધના રાજા માટે ભેટશું ન લાવ્યો હોય એમ માનીએ છીએ. ૩૩. આ સમુદ્ર મત્સ્ય-કાચબા-મગર આદિના બાનાથી હર્ષના પુરથી વિવશ પોતાના કુળોને બતાવવા ઉદ્યમ કર્યો છે એમ અમે માનીએ છીએ. દેવ માયાથી આવેલા સમુદ્રના પાણીથી અત્યંત સ્નાન કરીને શ્રેષ્ઠીપુત્ર શુદ્ધ થયો. માનવી વડે કરાયેલી શુદ્ધિ દેવો વડે વિશેષથી શુદ્ધિને પામે છે. ૩૫. રાજાએ પુત્રીને પરણાવી. સર્વ સ્ત્રીઓથી યુક્ત મેતાર્ય શિબિકામાં આરૂઢ થઈને નગરમાં ભમ્યો તેવા પ્રકારના ભાગ્યશાળી જીવોને આ મનુષ્ય ભવમાં પણ તેવી ભાગ્ય સંપત્તિ થાય છે. ૩૬. જેમ ધર્મથી વાસિત મતિવાળા મહામુનિ ઉત્તમ બ્રહ્મચર્ય અને ગુપ્તિથી શોભે તેમ સુંદર ભક્તિ-કુલ–શીલથી શોભતી નવ પત્નીઓની સાથે શોભ્યો. ૩૭. સકલ સ્ત્રીઓની સાથે સતત સુંદર વેષયિક સુખોને ભોગવતા તેને લીલાથી બાર પણ વરસ દિવસની જેમ પસાર થયા. ૩૮. મિત્ર દીક્ષા લેવા ઉદ્યમિત બને એ હેતુથી દેવ ફરી મિત્રને પ્રતિબોધ કરવા આવ્યો. સજ્જન પુરુષોને હંમેશા પોતાના મિત્ર ઉપર પ્રેમ હોય છે. ૩૯. ત્યારપછી તેની સ્ત્રીઓએ માગણી કરી. હે દેવ ! અમને પણ ભાવથી તેટલા વરસ સંસારમાં રહેવા આપો. શું તમારી કૃપા અમને એકવાર ન મળે? ૪૦. દેવે પણ તેની સ્ત્રીઓની માગણીનો સ્વીકાર કર્યો. પ્રાર્થના કરાયેલ કલ્પવૃક્ષો પણ ઈચ્છિતને આપે છે તો શું દેવો ન આપે? ૪૧. પૂર્વ બંધાયેલા બંધનોથી પણ મેતાર્ય સ્ત્રીઓની સાથે ચોવીશ વરસ ગૃહવાસમાં રહ્યો. ૪૨. પછી સર્વ સ્ત્રીઓની સાથે મેતાર્ય પાપરૂપી જંગલને બાળવા માટે અગ્નિ સમાન વ્રતને ગ્રહણ કર્યુ. ખરેખર સૂર્યનો ઉદય સદા કાંતિથી યુક્ત જ થાય છે. ૪૩.
પછી મેતાર્ય મુનિએ આગમનો ઘણો અભ્યાસ કર્યો. સદાગચ્છમાં રહ્યો અને નવપૂર્વ ભણ્યો. શું
Page #147
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૪૨ ગચ્છરૂપી કલ્પવૃક્ષ ન ફળે? ૪૪. જ્ઞાનના મંદિર ગુરુના ઉપદેશથી પોતે એકાકી વિહાર કરવા યોગ્ય છે એમ જાણીને એકાકી વિહાર સ્વીકાર્યો. ખરેખર યોગ્યતા કાર્યને સાધનારી છે. ૪૫. મુનિએ પૃથ્વી ઉપર સર્વત્ર વિહાર કર્યો અને એકવાર તે મુનિ રાજગૃહ નગરમાં આવ્યા. અથવા મુનિઓ હંમેશા પવનની જેમ સંગરહિત વિચરે છે. ૪૬. ઉચ્ચ-નીચ કુળોમાં તેવી માધુકરી વૃત્તિનું પાલન કરતા જાણે પોતાના આત્મારૂપી સુવર્ણની શુદ્ધિ કરવા ન ઈચ્છતા હોય તેમ સોનીના ઘરે વહોરવા પધાર્યા. ૪૭. તીર્થકરની પ્રતિમાને પૂજવા માટે રાજા દરરોજ જાત્ય સુવર્ણના એકસો આઠ જવલા ઘડાવતો હતો. ૪૮. શ્રાવકોમાં શિરોમણિ રાજાએ મોટા આદરપૂર્વક તે જવલાથી ભગવાનની ત્રિકાળ પૂજા કરી. ૪૯.
સોનીએ માણસોને કહ્યું ઃ આ મુનિને કંઈક વહોરાવો કોઈ વહોરાવવા ઉભો ન થયો. અથવા દાનબુદ્ધિ ઘણાં જીવોને હોતી નથી. ૫૦. એટલામાં એકવાર કહેવા છતાં કોઈએ ભોજન ન વહોરાવ્યું ત્યારે વહોરાવવાની ભાવનાવાળો પોતે જ ઘરમાં ગયો અથવા માનીઓ આવા પ્રકારના જ હોય છે. ૫૧. તે વખતે જાણે મુનિપુંગવના આયુષ્યના દળિયા ન હોય તેમ ક્રૌંચ પક્ષી જવલા ચણી ગયો. ઘરની બહાર નીકળતા સોનીએ જવલા ન જોયા. પર. હા હા શ્રેણિક રાજાને જિનબિંબની પૂજાનો સમય નજીક આવી રહ્યો છે એવી મુંઝવણથી સોની ભયભીત થયો. કારણ કે સોનીઓની જાત અલ્પ સત્ત્વવાળી હોય છે. ૫૩. જો હું રાજાને જવલા નહીં આપું તો નક્કીથી મને મારશે. અહીં બીજા કોઈ છે નહિ તો શું આ મુનિએ જવલા લઈ લીધા છે? ૫૪. જેમ આ મુનિ શાંત-દાંત દેખાય છે તેમ નક્કીથી ધનના નિઃસ્પૃહી છે. અથવા એમ પણ સંભવે કે સ્ત્રીઓની જેમ ધન ઉપર કોણ આસકત ન થાય? ૫૫. સોનીએ મુનિને આદરપૂર્વક પૂછ્યું. અહીંથી કોણ જવલા ઉપાડી ગયું છે તે મને કહો. તમે જાણો છો કારણ કે તમે જવલાને જોયા છે. ૫૬. ક્રૌંચ જીવની દયા ખાતર મુનિ લેશ પણ તેની આગળ ન બોલ્યા. બીજાને પીડા ઉપજાવે તેવા વચન બોલવામાં સાધુઓ મુંગા હોય છે. ૫૭. તેણે સાધુના માથાને ભીના ચામડાથી બાંધ્યું અને જાણે પોતાને પાપકર્મથી લેપ્યો તો પણ મુનિએ કચપક્ષી જવલા ચણી ગયું છે એમ ન કહ્યું. ૫૮. સુનિષ્કિર મર્મ બોલે છતે જેવી વેદના થાય તેમ તેણે માથાની વાધર એવી ખેંચીને બાંધી જેથી તેને દુઃસહ વેદના થઈ. ૫૯. મુનિએ પાપી સોની ઉપર રોષનો લેશ પણ ન કર્યો. ઉલટાની તેના ઉપર કરુણા કરી કેમકે મહાત્માઓ કરુણાવાળુ હોય છે. ૬૦. વિચાર્યું. જો હું પૃથ્વીતલ ઉપર ન હોત તો આ મારા ઉપર દુષ્ટ ભાવનાવાળો ન થાત. શું ચિત્રકાર આકાશમાં ચિત્ર દોરે છે? ૬૧. અરેરે ! મેં એને પાપમાં નાખ્યો એમાં દોષ મારો પોતાનો છે. લીંબડાની સાથે સંયોગ પામેલા આંબાની કડવાશમાં લીંબડાનો દોષ છે. ૨. જો આણે ઉપસર્ગ ન કર્યો હોત તો હું કેવી રીતે ક્ષમાનું ફળ મેળવત. શિલાની સાથે શિલાને ઘસ્યા વગર તણખા ઝરે? ૬૩. ઘણાં દિવસો પછી મને આજે ક્ષમા રાખવાનો અવસર મળ્યો છે. આવા પ્રકારના ઉપસર્ગમાં જે ક્ષમા ધારણ કરાય છે તે જ સાચી ક્ષમા છે પણ આના જેવી ક્ષમા ન હોય તે અક્ષમા જ છે. ૬૪. જેના પ્રસાદથી ખરેખર ક્ષાંતિના ફળને સારી રીતે મેળવ્યું. આ ખરેખર કેવળ ઉપકારી છે. આ જન પાસેથી મને કઈ ભક્તિ મળતી નથી? ૫. જે પોતાના ધર્મની બાધાને અવગણીને મારા કરેલા પાપને હણવા તૈયાર થયો છે તે આ મારે ધર્મસૂરિની જેમ પૂજ્યતમ વર્તે છે. દ૬. મારા મનને ઘણી પીડા ઉપજાવીને મારા નિમિત્તે ગંભીર ભવસમુદ્રના પાણીમાં ડૂબશે અને ઘણું દુઃખ ભોગવશે. ૬૭. શું મારા વડે આની કેવળ જ્ઞાન અને દર્શનરૂપી બે આંખો ઉગાડાઈ છે? એમ ઉત્તમ ભાવનાને ભાવતા એના બે ડોળા બહાર નીકળ્યા. ૬૮.
Page #148
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૬
૧૪૩ ખાંધ ઉપરથી લાકડાના ભારાને નીચે પછાડવાથી થયેલા અવાજના ભયથી ક્રૂચ જીવે જલદીથી જવલાને બહાર કાઢયા. પહેલા શા માટે આપણે આવું ન કર્યું? ૬૯. તેને જોઈને લોકોએ સોનીની ઘણી નિંદા કરી. હે અધમતર દુષ્યષ્ટિત! તે આ મુનિને શું કર્યું? તારા જવલા આ પક્ષીએ ભક્ષણ કર્યા છે. ૭૦. એમ મુનિને પીડા આપતા તે આ કહેવત સાચી પાડી છે કે ભૂંડે વાડી ખાધી અને ભેંસના બચ્ચાનું શરીર ભંગાયું. અર્થાત્ પાડાનાં વાંકે પખાલીને ડામ થયો. ૭૧. હે દુષ્ટ ! હે દુષ્ટ! હે ઋષિઘાતક! કોઈ ગતિમાં તારું સ્થાન નથી. તારું મોઢું જોવામાં પાપ થાય છે. ૭ર. શત્રુના વૃંદની જેમ લીલાથી ઘાતિકર્મને હણીને વિકર્મી સાધુપુંગવે જેમ સારો ભટ જયપતાકાને મેળવે તેમ કેવળજ્ઞાનને મેળવ્યું. ૭૩. આંખ ચાલી ગઈ હોવા છતાં નિપુંગવે સર્વલોકાલોકને જોયું. લોચન વગેરે હંમેશા કેવળજ્ઞાનરૂપી રાજાના ચાકરના ચાકર છે. (કેવળજ્ઞાનના ચાકર મતિ-શ્રત વગેરે ચાર જ્ઞાનો છે અને તેના ચાકર ચક્ષુરિન્દ્રિય છે.) ૭૪. યોગ નિરોધ કરીને અંત મેહૂર્તમાં કર્મથી મુક્ત બનીને મુનિ એક સમયમાં શાશ્વત મોક્ષમાં ગયા. કેમ કે કર્મથી મુક્ત જીવનો સ્વભાવ ઉર્ધ્વગામી છે. ૭૫. જેમ આઠ માટીના લેપથી લેપાયેલી, પાણીના તળિયે રહેલી તંબડી પાણીની સપાટી ઉપર આવે તેમ અથવા અગ્નિ જેમ સ્વભાવથી ઉપર જાય તેમ અથવા આઠ કર્મોના નાશથી જીવની ગતિ ઊર્ધ્વ હોય છે. ૭૬.
શરદઋતુના ચંદ્રના કિરણ જેવી સફેદ, મધ્યભાગમાં આઠ યોજન જાડી ક્રમથી પાતળી પાતળી થતી અંતે માખીની પાંખ જેટલી જાડી, મનુષ્યલોક જેટલા પ્રમાણવાળી, ઊંધી કરેલી છત્રીના જેવી આકારવાળી પૃથ શિલા, જૈનધર્મરૂપી શ્રેષ્ઠ રાજ્યનું એક નિશ્ચિત સંપૂર્ણ છત્ર છે. ૭૮. તે શિલાની પછી એક યોજન અલોક છે. યોજનાના અંતિમ ચોવીશમાં ભાગે સિદ્ધના જીવો રહેલા છે. ૭૯. સિદ્ધના જીવો પોતાના શરીરથી ત્રીજા ભાગ ન્યૂન, અવગહનાવાળા હોય છે. આ મેતાર્યમુનિ તે પ્રદેશમાં જઈને સ્થિર થયા, ત્યાં એક સરખો શાશ્વત ભાવ હોય છે. ૮૦. ત્યાં ઈષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ નથી. અભિમાનવશતા નથી. દીનતા નથી. જરા નથી, મરણ નથી અથવા જન્મ નથી, આધિની સાથે રોગોનો સમૂહ નથી. ૮૧. ત્યાં ખેદ, ભય, શોક, હાલન, છેદન, ભેદન, વધ, બંધન વગેરે નથી અથવા બીજું કંઈ અશુભ નથી. શું ક્ષીર સમુદ્રમાં ખારાશ હોય ? ૮૨. જાણે મરણના વિજયના સૂચક અનંત વીર્ય-દર્શન–જ્ઞાન–ચારિત્ર–સુખ સ્વરૂપ પંચક કર્મથી રહિત જીવોને નિત્ય જ હોય છે. ૮૩. આ જગતમાં સિદ્ધના જેવું સુખ મનુષ્ય કે દેવને નથી. સૂર્યની કાંતિ સમાન પ્રભા કયાંય ન હોય. ૮૪. ભીલ શહેરની અનુભવેલી ઉત્તમ લક્ષ્મીની ઉપમા ન આપી શક્યો, એમ મોક્ષ સુખની સંપત્તિની કોઈ ઉપમા આપવા સમર્થ નથી. ૮૫. તે આ પ્રમાણે
જિતશત્રુ નામનો રાજા થયો. જે પ્રચુર કાંતિથી સૂર્ય હતો. પ્રવર મેધાથી બૃહસ્પતિ હતો, તેજથી સૂર્યથી ચડી જાય તેવો હતો. ૮૬. જેમ કાળ જીવને લઈ જાય તેમ એકવાર વિપરિત શિક્ષા પામેલો અશ્વ તેને હરીને ગાઢ-રૌદ્ર જંગલમાં લઈ ગયો. ૮૭. જેમ અસંતુષ્ટ તૃષ્ણાથી પીડા પામે તેમ રાજા તરસથી પડાયો. પાણી પીવા ઘોડા પરથી નીચે ઉતર્યો. કેમકે સ્વામીપણું સુખને ઈચ્છે છે. ૮૮. ક્યાંય પાણી નહીં જોવાથી પિપાસિત મૂચ્છથી પૃથ્વીતલ ઉપર પડ્યો. સુકોમલ શરીરી જીવો થોડા ફ્લેશથી દુ:ખ પામે છે તો વધારે કષ્ટની શું વાત કરવી? ૮૯. અહીં સમયે કોઈ ભીલ આવ્યો. જાણે રાજાના પુણ્યથી ન ખેંચાયો હોય! સુંદર વેશધારી રાજાને જોઈને આ મનમાં ઘણો વિસ્મિત થયો. ૯૦. આ કોઈ મોટો રાજા છે જે આવી દશાને પામ્યો છે. શું આવા જીવોની સાથે અમારો મેળાપ ક્યારેય થાય? તેથી આના ઉપર ઉપકાર
Page #149
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૪૪ કરું. ૯૧. તે કમળનો પડિયો બનાવીને જલદીથી પાણી લઈ આવ્યો અને તેનું શરીર સિંચ્યું. અહો! તેવા પ્રકારના જીવોને પણ દયા હોય છે. ૯૨. રાજા જલદી ચેતનાને પામ્યો, અભિધાન ચિંતામણિ કોશમાં પાણીને જીવન અમૃત વગેરે નામથી કહેવાયેલ છે તે ઉચિત જ કહેવાયું છે. ૯૩. સુઈને જાગેલાની જેમ જેટલામાં ઉભો થઈને રાજા દશે દિશામાં જોતો હતો ત્યારે વ્યાકુલ સર્વજ સૈન્ય પાછળ શોધતું અહીં આવી પહોંચ્યું. ૯૪. જેમ ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય જીવ અને પુદ્ગલોને અન્ય સ્થાને લઈ જાય છે તેમ રાજા જન્મદાયી આ ભીલને પોતાના નગરમાં લઈ ગયો. ૯૫. નગરના ઐશ્વર્યને જોતો તે ઊંચા કાન અને આંખોવાળો થયો. અર્થાત્ આશ્ચર્યચકિત થયો. પૂર્વે ક્યારેય આવું ઐશ્વર્ય ન જોયું હોય તેવો અરણ્યવાસી તે જંગલી પશુની જેમ તોફાની પણ થાય. ૯૬. રાજાએ આને અપ્સરા સમાન વિલાસી જન અને ચાકરોથી સહિત ઉત્તમ ઘરને અપાવ્યું. કૃતજ્ઞ જીવોની ચેષ્ટા સુંદર હોય છે. પૃથ્વી સર્વદા બે નરોને ધારણ કરો અથવા આ બે નરો વડે પૃથ્વી ધારણ કરાયેલી છે. ૯૭. જેને કર્તવ્યમાં ઉપકારની બુદ્ધિ છે અને જે પૃથ્વીને પીડા કરતો નથી તે બે વડે આ પૃથ્વી ધારણ કરાયેલી છે. ૯૮. વળી શૌર્ય, ધૈર્ય, નીતિ, દાક્ષિણ્યતા, વકતૃત્વ, સ્થિરતા, અને ગૌરવ આદિ ગુણોનો સમૂહ ભલે હોય પણ જો ઉપકાર કરવો અને ઉપકાર જાણવો એ બે ગુણો ન હોય તો તે સર્વ નેત્ર વિનાના મુખ જેવું લાગે છે. ૯૯. અપ્સરાઓની સાથે દેવોની જેમ પાંગનાઓની સાથે સ્પર્શ-રૂપ-રસ-ગંધ-સુસ્વરને ભોગવતા ત્યાં ભીલના કેટલાકદિવસો પસાર થયા. ૪૦૦.
ત્યાં મહેલમાં ભીલ પ્રવર લીલાથી વિષય અને સુખોને અનુભવતો રહે છે. તેટલામાં આની શ્રેષ્ઠ લક્ષ્મીને નિહાળવા વર્ષાઋતુ આવી. ૧. જાણે શિલા ઉપર લખાયેલ રાજાના જીવિતનું રક્ષણ કરનાર યશની પ્રશસ્તિઓ ન હોય તેમ મોર, બગલા અને આ હાર બંધ ઘણાં સદ્વાદળા (પાણીવાળા વાદળા) આકાશમાં શોભ્યા. ૨. સહજ વેરી પાણી સાથે મારે મિત્રતા બંધાઈ એમ જાણીને હર્ષિત થયેલ અગ્નિએ (વીજળીએ) પોતાના ઝલક–ઝલક ચમકારા લોકોને બતાવ્યા. અર્થાત્ વીજળી ચમકવા લાગી. ૩. મારી શોક્ય ઘનવાતની કુક્ષિમાં જનારી આ પૃથ્વી છે એવા મત્સરથી વરસાદે મોટી પાણીની ધારારૂપી બાણોથી પૃથ્વીને ભેદી. ૪. હે પુલિન્દ ! તું આ નવા તાજા પાણીમાં પૂર્વની પેઠે ક્રીડા કરવા ચાલ એમ ખળખળ અવાજના બાનાથી પવનથી ઉત્સુક બનેલા ઝરાઓ જાણે તેને બોલાવવા લાગ્યા. ૫. ઊંચા મહેલ ઉપર રહેલા ભિલ્લે વહી રહેલી નદી અને નિર્જરણાને જોઈને જેમ હાથી વિંધ્ય પર્વતની ભૂમિને યાદ કરે તેમ પોતાની અટવીને યાદ કરી. ૬. આંબાના બગીચામાં રહેલો ઊંટ જેમ લીંબડાના પાનમાં ઉત્કંઠિત બને તેમ ક્ષણથી ભલ્લ પોતાના સુસંતુષ્ટ જનને મળવા ઉત્કંઠિત થયો. ૭.
ત્યાર પછી સર્વથા નહીં રહેવા ઈચ્છતા ભિલ્લને રાજાએ કષ્ટથી રજા આપી. ઉપકારી જીવિત કરતા પણ દુઃપરિત્યાજ્ય છે. ૮. પૂર્વે ઘણીવાર જોયો હોવા છતાં હમણાં શ્રેષ્ઠ વેષ અને સુવર્ણના આભૂષણોને ધારણ કરતા પોતાના સ્થાને પહોંચેલા ભિલ્લને ભાઈઓ ઓળખી ન શક્યા. ૯. જંગલના હરણિયાઓ તપસ્વીને અથવા સાધુઓને જોઈને જેમ ભય પામે છે તેમ આને જોઈને ભય પામેલા સર્વે સ્વજનો પલાયમાન થયા. ૧૦. અરે! આકુલ થઈને તમે આમ કેમ ભાગો છો? આપણે પૂર્વે વિવિધ ક્રીડાથી સાથે રમ્યા છીએ તેને બે ભાઈઓ! તમે કેમ યાદ કરતા નથી. ૧૧. આ સાંભળીને તેઓને વિશ્વાસ થયો એટલે
Page #150
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૬
૧૪૫
તેઓ પાછા ફરીને નિત્ય લાલન થવાથી થયેલ કોમળ શરીરના સ્પર્શ સુખના ભરને મેળવવાની ઈચ્છાથી નક્કીથી ભિલ્લને ઘણાં ભેટયા. ૧૨. ઘણાં હર્ષથી સ્વજનોએ કહ્યું : હે મિત્ર ! તું આટલા દિવસ કયાં ગયો હતો ? અમે બધાએ તપાસ કરી પણ ગૂઢ મંત્રની જેમ તું કયાંય અમારી નજરે ન આવ્યો. ૧૩. તેણે શરૂઆતથી માંડીને અંત સુધી પોતાનો સર્વ વૃત્તાંત જણાવ્યો. આ સાંભળીને તેઓ વિસ્મય પામ્યા. ભિલ્લના ઉપદેશથી તેઓએ સ્વર્ગનું સુખ અનુભવ્યું. ૧૪. પછી તેઓએ પુછ્યું : ત્યાંની સ્ત્રીઓ આપણી સ્ત્રીઓ જેવી છે ? શું ત્યાંના હાર આપણા ગૌજના (લાલ ચણોઠીના) હાર સમાન છે ? શું ત્યાંનાં મકાનો આપણા મકાનો જેવા છે ? ૧૫. એમ તેઓએ બીજું પુછ્યું ત્યારે નગરના ગુણો જાણતો હોવા છતાં તે ઉત્તર આપવા માટે સમર્થ ન થયો. કેમકે અહીં કોઈ ઉપમા ઘટતી નથી. ૧૬. સિદ્ધિ સુખની ઉપમા કોઈ સુખ સાથે ઘટતી નથી તો પણ હું કંઈક દષ્ટાંતને કહું છે તેને હે લોકો ! તમે સાંભળો. ૧૭. વેણુ–મૃદંગ– વીણા આદિના સ્વર સાથે ઉત્તમ ગીત નિરંતર સાંભળવા મળતા હોય નિત્ય સુંદર સ્ત્રીઓ દષ્ટિએ પડતી હોય, ઉત્તમ સુગંધી દ્રવ્યો સુંઘવા મળતા હોય, શ્રેષ્ઠ પ્રકારના પકવાન જમવા મળતા હોય, ઈચ્છિત મધુર ભંડા જળ પીવા મળતા હોય, સ્વાદિષ્ટ મુખવાસ આરોગવા મળતા હોય, સુવા અત્યંત મૃદુ શય્યા મળતી હોય, મેઘની ગર્જનાથી માતા શ્રેષ્ઠ ભોજન પીરસતી હોય આશ્ચર્ય ચકિત પ્રિયા સામે આવીને આલિંગન દેતી હોય, જેને કોઈ માનસિક ચિંતા ન હોય એવો પુરુષ જે ઉત્તમ સુખનો અનુભવ કરે છે તેના કરતા અનંતગણું સુખ મોક્ષમાં છે. ૨૦. સકલ કાલના ભેગા કરેલ સુખના સમૂહનો અનંતતમ વર્ગ કરવામાં આવે તો તે સમસ્ત પણ ગગનમાં માતું નથી તેટલા સિદ્ધના સુખનો વિસ્તાર થાય. ૨૧. જ્યાં સુધી સૂર્ય-ચંદ્ર– સિંધુ–સાગર રહેશે ત્યાં સુધી સિદ્ધનો જીવ ચેતનની જેમ અવિનશ્વર, એકાંતિક, અદ્ભુત સુખનો અનુભવ હંમેશને માટે કરશે.
૨૨.
જેમ માલવ રાજાના માણસોની પરંપરાથી અવંતિદેશની ઈંટો વત્સ દેશમાં આવી તેમ એક કાનથી બીજે કાને જતું સોનીનું ચરિત્ર રાજાના કાન સુધી પહોંચ્યું. ૨૩. કાલકૂટ વિષ જેવા વૃત્તાંતને સાંભળીને કોપથી લાલચોળ બનેલા રાજાએ આદેશ કર્યો કે સર્વ બાલ સ્ત્રીથી સહિત મુનિના ઘાતકને જલદીથી મારી નાખો. ૨૪. તે જ ક્ષણે સાધુ ઘાતક સોનીએ ઘરના દરવાજા બંધ કરીને પોતાના પરિવાર સહિત સાધુવેશ લીધો અર્થાત્ દીક્ષા લીધી. અથવા પ્રાણના ભય સમાન બીજો કોઈ મોટો ભય નથી. ૨૫. સર્વ પરિવાર સહિત સોની સાધુએ રાજા પાસે જલદીથી આવીને કહ્યું : હે રાજન ! જેમ સૂર્ય તેજથી શોભે તેમ તમે શ્રેષ્ઠ ધર્મકાર્ય કરતા શોભો. ૨૬. શ્રેણિક રાજાએ સોનીને કહ્યું : તું જૈનધર્મમાં અત્યંત દઢ થા. જ્યાં સુધી તારું આયુષ્ય છે ત્યાં સુધી તું ચારિત્રને સફળ કર. મારા તરફથી તને મુક્તિ છે નહીંતર પાપના પુંજનું ફળ તારે ભોગવવું પડશે. અથવા વિવેકી પુરુષો ભક્તિથી કે બળથી લોકો પાસે શુદ્ધ ધર્મ કરાવે છે. ૨૭.
શ્રીમદ્ જિનપતિ સૂરિ પટ્ટલક્ષ્મીભૂષણ શ્રી જિનેશ્વર સૂરિના શિષ્ય શ્રી ચંદ્રતિલક ઉપાધ્યાય વિરચિત શ્રી અભયકુમાર મહર્ષિ ચરિત્ર અભયાંકમાં ચલ્લણા નંદાને દેવના હાર, અને ગોલકનું દાન, તેના પ્રસંગથી આવેલ બ્રહ્મદત્તને વરની પ્રાપ્તિ, મેતાર્થ મહર્ષિ ચરિત્રવર્ણન નામનો છઠ્ઠો સર્ગ સમાપ્ત થયો. સકલ શ્રી સંઘનું કલ્યાણ થાઓ.
Page #151
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૪૬ સાતમો સર્ગ સમ્યગદર્શનથી શોભતા શ્રેણિક રાજાને શુદ્ધ શીલથી શોભતી ચેલ્લણા વગેરે અંતઃપુરની રાણીઓ હતી. ૧. મહામંત્રી મંડળના મસ્તક સમાન, સર્વનીતિના ભંડાર, રાજ્ય કારભારને સંભાળતો મહાબુદ્ધિશાળી અભયકુમાર મંત્રી હતો. ૨. ત્રણ પ્રકારના સારભૂત પુરુષાર્થને સાધતા શ્રેણિક રાજાના દિવસો પસાર થયા. ૩. જેમ ભાઈનો સ્નેહ તૂટે તેમ સુખપૂર્વક દિવસો પસાર કરતી ચેલણાનો દÉરાંક દેવે આપેલો હાર તૂટયો. ૪. જેમ ગાઢ વાંસની ઝાડીના મધ્યભાગને ન જોઈ શકાય તેમ ઘણા વક્ર (અટપટા) હારને સાંધવા કોઈ પ્રાયઃ સમર્થ ન થયું. ૫. જે આ હારને સાંધશે તે મરશે એમ જાણીને કોઈ જાણકારે સાંધવાનું સાહસ ન કર્યું. . સળગતા અંગારાના અગ્નિમાં કોણ હાથ નાખે? કાળા સાપના મુખમાં કોણ પોતાનો હાથ નાખવા ઈચ્છે? ૭. પટહ વગડાવીને રાજાએ ઘોષણા કરાવી કે હે લોકો! જે કોઈ આ દિવ્યહારને કોઈપણ રીતે સાંધી આપશે તેને રાજા નક્કીથી એકલાખ દ્રવ્ય આપશે. કેમકે ઘણાં દ્રવ્યના વ્યય વિના મોટું કાર્ય સિદ્ધ થતું નથી. ૯. પટને સાંભળીને કોઈક મણિકાર (ઝવેરીએ) વિચાર્યું: હારને સાંધીને હું એક લાખ મેળવું. ફોગટ કેમ જવા દઉ? ૧૦. કારણ કે મને અઠાણું વરસ થયા છે. હવે મારે જીવવાના બે વરસ બાકી છે. આ પ્રાણ સમાન લક્ષ્મી ભવોભવ દુર્લભ છે. ૧૧. મારા નામનો ઉદ્ધાર કરનારા મારા પુત્રો જીવે. જે પુત્રોને જીવિકા ન આપે તેવા પિતાથી શું? ૧૨. એમ વિચારી તેણે પટહને ઝાલ્યો. હું શંકા કરું છું કે સુતેલા યમરાજ રૂપી સાપ સ્વયં જાગ્યો. ૧૩. હારને સાંધવા પૂર્વે તેણે પચાસ હજાર દ્રવ્ય લઈ લીધું. કેમકે બાનુ લીધા વિના કરિયાણાનો સોદો થતો નથી. ૧૪. કોઈ એકાંત સ્થાનમાં હાર સાંધવા ગયો કારણ કે સુંદર કાવ્યની રચના વિજનમાં જ થાય છે. ૧૫. ત્યાર પછી તેણે જેમ ભંડારી નાણાને ગોઠવે તેમ ક્રમથી મોતીઓને સમાન ભૂમિ ઉપર ગોઠવ્યા.૧૬. પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે દોરાઓ ઉપર મધ ચોપડ્યું. મધુર જ માણસોના મુખે કાર્ય સિદ્ધ થાય છે. ૧૭. દોરાના છેડાઓને અને મોતીઓને તેણે પરસ્પર વધુ અને વરના છેડા છોડીની જેમ મેળવ્યા. ૧૮. મધમાં લુબ્ધ થયેલી ભમરીઓ ભમરાઓ જેમ કમળના ગર્ભમાં પ્રવેશે તેમ દિવ્ય મોતીઓના કાણામાં આવીને પ્રવેશી. ૧૯. મુખમાં દોરાના છેડાને લઈને ભમરીઓ પાછી નીકળી. કાર્યની સિદ્ધિ થયે છતે કોની જેમ પાછો જાય? ૨૦. જેટલામાં બધા દોરા મોતીના કાણામાંથી નીકળ્યા તેટલામાં તેના છેડાને કાપીને વિધિ મુજબ બાંધ્યા. ૨૧. આ પ્રમાણે બુદ્ધિના પ્રયોગથી તેણે પૂર્વની જેમ હાર તૈયાર કરી દીધો. અથવા અહીં મહાપ્રજ્ઞની બુદ્ધિને શું અસાધ્ય છે? રર. હારની નિષ્પત્તિ થયે છતે મણિકારનું માથું અર્જકમંજરીની જેમ સાત ટુકડા થયું. ૨૩. શોકથી વિહ્વળ થયેલ પુત્રોએ તેનું મૃતિ કાર્ય કર્યું. અથવા તેવા પ્રકારના પિતાના વિયોગથી કોણ દુઃખી ન થાય? ૨૪.
પુત્રોએ રાજકુળમાં જઈને રાજાને હાર અર્પણ કર્યો. પારકાની વસ્તુ ઘરે રખાતી નથી તો રાજાની વસ્તુ કેવી રીતે રખાય? ૨૫. રાજાએ માત્ર તાંબૂલ આપીને સત્કાર કર્યો બાકીના પચાસ હજાર ન આપ્યા. વિલખા થઈને ઘરે ગયા. ૨૬. અને વિચાર્યુંઃ હા આપણને રાજાએ કેવી રીતે ઠગ્યા? અન્યાય કરતા રાજાઓના આખલાને કોણ બાંધે? ૨૭. જ્યાં સુધી કાર્યની સિદ્ધિ ન થાય ત્યાં સુધી મોટાઓએ પણ નીચોના વિશે નીચા થઈને આદર કરવો જોઈએ. ૨૮. આસનમાં, શયનમાં, દાનમાં, ભોજનમાં, વાર્તાલાપમાં, તથા લોકમાં જ્યાં સુધી કાર્ય સિદ્ધિ ન થાય ત્યાં સુધી ગૌરવ જાળવી રાખવો જોઈએ. ર૯. કાર્યસિદ્ધિ થઈ જાય પછી કોઈ ખબર પણ પુછાતી નથી. (ગરજ મટી એટલે વૈધ વેરી) ઘણું પણ કાર્ય કરી આપ્યું હોવા છતાં કામ પતી જાય એટલે તરછોડી દેવાય છે. ૩૦. અડધા લાખની આશાથી અમે
Page #152
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૭
૧૪૭ રાજકુળમાં ગયા હતા તો પણ તેની બદલીમાં હજાર કે સો પણ ન મળ્યા. ૩૧. જો ન્યાયવાન શ્રેણીક રાજા પણ આવું કરે તો બીજા ધનલોભી રાજાઓ શું કરશે? ૩૨. જ્યાં હાથીઓને કેડ સમાન પાણી હોય ત્યાં ગધેડાઓનો સ્વર્ગવાસ થાય છે એ સુનિશ્ચિત છે. ૩૩. અથવા આ રાજા સારો જ છે જે આપેલું પાછું લેતો નથી કારણ કે આ કલિકાળમાં એવા કેટલાક હોય છે કામ પતી જાય એટલે આપેલું પાછું આંચકી લે છે. ૩૪. કેટલાક કૃતન પાપ બુદ્ધિઓ ઉપકારી ઉપર ફક્ત ઉદાસીન નથી બનતા પણ જેમ શિકારીઓ હરણને જાળમાં ફસાવે છે તેમ ઉપકારીને વિવિધ પ્રકારના મોટા સંકજામાં નાખે છે. ૩૬. તેથી આપણે સારા છીએ કેમકે આપણને મળેલું ધન પાછું ન લઈ લીધું. જેઓ મૂળ મૂડીને ગુમાવતા નથી તેઓ પુણ્યશાળી કહેવાય. ૩૭. એમ વિચારી તેના પુત્રો પોતાના કાર્યમાં લાગી ગયા. કેમકે વ્યાપારથી જ કાર્યની સિદ્ધિ થાય છે પણ ચિંતવનથી નહીં. ૩૮.
આ બાજુ મણિકાર આર્તધ્યાનમાં ડૂબીને મર્યો અને વાનરના ભવમાં ઉત્પન્ન થયો. વિરલ જીવોને શુભ ગતિ થાય છે. ૩૯. યૌવન વયને પામેલો વાંદરો આખા નગરમાં ભમ્યો. પવનની જેમ વાંદરાઓ ક્યાંય પણ એક સ્થાને રહેતા નથી. ૪૦. જેમ જુગારમાં સોગઠી પોતાના ઘરમાં જાય તેમ લોટ માગતા બ્રાહ્મણની જેમ ઘરે ઘરે ભમતો વાંદરો પોતાના ઘરે પહોંચ્યો. ૪૧. ઘરને તથા વિકસિત થયેલ છે નેત્રરૂપી કમળ જેઓનું એવા સ્વજન વર્ગને વારંવાર જોઈને વાંદરાએ ચિત્તમાં વિચાર્યુઃ ૪૨. મેં પૂર્વે આ સર્વને કોઈ સ્થાનમાં જોયું છે જેમ અભ્યાસુ ગ્રંથને યાદ ન કરી શકે તેમ હું યાદ નથી કરી શકતો.૪૩. એમ ઈહાપોહને કરતા તેણે બે આંખ મીંચી. જેમ લુચ્ચો સજનની લક્ષ્મીને જોઈને ક્ષણથી પડે તેમ મૂચ્છથી પડ્યો. ૪૪. વાંદરાને મૂચ્છિત થયેલો જાણીને તેના પુત્રોએ વિચાર્યું આણે અભિલાષ દષ્ટિથી આપણને ઘણીવાર સુધી જોયા કર્યુ છે. ૪૫. આપણને જોઈને આ કોઈક કારણથી જેમ આતુર પિત્તના ઉદ્ગથી પડે તેમ આ ગાઢ મૂચ્છ પામ્યો છે. ૪૬. તેઓએ ભાઈની બુદ્ધિથી ઠંડા પાણીના સિંચનપૂર્વક સારા તાલના પંખાથી વારંવાર વિઝયો. ૪૭. ચેતના પ્રાપ્ત કરીને વાંદરો જલદીથી ઊભો થયો. આથી જ સાચું કહ્યું છે કે વાયુ અને પાણી જગતના પ્રાણ અને જીવન છે. ૪૮. જેમ મંગો અને બહેરો પોતાની ઓળખ આપવા માટે અક્ષરો લખે તેમ જાતિસ્મરણ જ્ઞાન પામેલા વાંદરાએ પોતાની ઓળખ આપવા ભૂતલ ઉપર અક્ષરો લખ્યા. ૪૯. હારને સાંધી આપનારો હું તમારો પિતા છું. કર્માનુસાર હું આવી ગતિમાં ઉત્પન્ન થયો. ૫૦. તે જાણીને તેઓએ વિચાર્યુઃ વિવિધ પ્રકારની કુયોનિમાં લઈ જઈને સર્વ પ્રાણીઓને વિડંબના કરનાર કર્મનાવિલાસને ધિક્કાર થાઓ. ૫૧.
આ જીવ દેવ થઈને પણ ક્યારેક નારક થાય છે. એક છત્રી રાજા થઈને રંક થાય છે. પર. સકલ શાસ્ત્રોને જાણ્યા પછી પણ મૂર્ણ થાય છે. ચતુર્વેદી બ્રાહ્મણ થઈને પછી લોકમાં ફરનારો થાય છે. પ૩. કામદેવ જેવો રૂપવાન થઈને પછી બેડોળ બને છે. પોતાને અત્યંત પવિત્ર માનતો વિષ્ઠામાં કૃમિરૂપે ઉત્પન્ન છે. ૫૪. સંસારનો આવો સ્વભાવ જોઈને પણ જીવો જેમ મળમાંથી કૃમિઓ નીકળવા માગતા નથી તેમ સંસારમાંથી નીકળવા ઈચ્છતા નથી. પ૫. જેમ કાયરો યુદ્ધ માટે તૈયાર થતા નથી તેમ શારીરિક-માનસિક અનેક દુઃખોના કંદ માટે દાવાનળ સમાન ધર્મમાં પણ ઉધત થતા નથી. ૫૬. આ પ્રમાણે પુત્રો વિચારે છે ત્યારે ફરીથી તેણે અક્ષરો લખ્યા કે બાકીના પચાસ હજાર લેવાના હતા તે મળ્યા કે નહીં ? પ૭. ખેદિત થયેલા તેઓએ પણ વાનરને કહ્યું કે અમે બધું મેળવ્યું એમ અંગૂઠાને નાક ઉપર રાખીને બતાવ્યો. ૫૮. તમારા વિના રાજાએ એક કાણી કોડી આપી નથી. જીવોને બે આંખની જ શરમ
Page #153
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૪૮ હોય છે. ૫૯. તેને સાંભળીને વાનરે રાજા ઉપર ઘણો ક્રોધ કર્યો. કંઈ મળે કે ના મળે પણ નબળાને ક્રોધ ઉત્પન્ન થાય છે. ૬૦. હાર મેળવવાની ઈચ્છાથી વાંદરો વધારે પડતો અંતઃપુરની નજીકમાં ફરવા લાગ્યો. સ્થાને કે અસ્થાને જવામાં તિર્યંચોને કોઈ રોકતું નથી. ૬૨.
એકવાર હાર-કંડલ-કેયૂર વગેરે આભૂષણથી ભૂષિત ચેલુણા દેવી રાજહંસની જેમ સગતિથી ચાલતી ક્રીડા કરવા દાસની સાથે અશોક વનમાં ગઈ. ચંદ્રરેખા (કલા) પણ સદા અનેક કલાવાળી રહેતી નથી. ૬૪. જાણે કૃપા ન કરતી હોય તેમ જલક્રીડા કરવા ઉતરતી રાણીએ સર્વ પણ દાગીના દાસીના હાથમાં આપ્યા. ૬૫. હારને વસ્ત્રમાં વટીને દાસી અશોકવૃક્ષની નીચે ઉભી રહી. લોક પૂજ્યની જેમ પૂજ્યની વસ્તુને માથે ચડાવે છે એમ અમે માનીએ છીએ. ૬૬. જાણે જળમાં પડેલા પોતાના પ્રતિબિંબને ભેટવા ન ઈચ્છતી હોય તેમ ચેલ્લણા જલક્રીડા કરવા વાવડીમાં પ્રવેશી. ૪૭. રાણીના સંઘટ્ટનથી પાણી એક પગથિયું ઉપર આવ્યું. કોણ રાજાની સેવાથી ઉચ્ચ પદવી પ્રાપ્ત કરતું નથી? ૬૮. ચેલ્લણા ઊંડા પાણીમાં ઉતરી તેથી દુઃખે કરીને પ્રાપ્ત ન કરી શકાય એવી ચેલણાની કાયાના સ્પર્શની પ્રાપ્તિના હર્ષથી જળ ઉછાળ્યું. દ૯. મજ્જન અને ઉન્મજ્જનની ક્રીડામાં તિરચ્છી ચાલતી આ સાક્ષાત્ જલદેવતાની જેમ શોભી.૭૦. રાણીની ક્રીડાના કારણે વાવડી પણ સમાકુલ જળવાળી થઈ. અથવા તો મોટાઓ વડેજ મોટાઓનો ભાર સહન કરાય છે. ૭૧. પાણીએ ચેટકપુત્રીના શરીર ઉપરના અંગરાગને મેળવ્યું. જેના ઘરમાં વસાય છે તેનો માલિક પણ ભાડાને મેળવે છે. ૭૨.
એટલામાં કોઈપણ સ્થાનમાંથી વાંદરો ત્યાં આવ્યો. અવસરને શોધતા જીવો અવસર મેળવી લે છે જ. ૭૩. જે વૃક્ષની નીચે દાસી હતી તે અશોકવૃક્ષની ડાળી ઉપર વાંદરો ચઢ્યો. કાર્ય સાધવા નિકટપણું જોઈએ. ૭૪. અહો! મારે ઘણાં કાળ પછી આજે મનોરથ ફળ્યો. એમ વિચારતો પાણીનું બિંદુ ડાળી ઉપર સરકી નીચે આવે તેમ આવ્યો. ૭૫. જેમસિંહ હાક મારનાર સિવાય બધાને છોડી દે તેમ બાકીના અલંકારોને છોડીને વાંદરાએ હારને ઉપાડ્યો. ૭૬. તેણે એવી સિફતથી હાર ઉપાડ્યો જેથી દાસી ન જાણી શકી. ચાલાક પુરુષોને આવી કળા સિદ્ધ હોય છે. ૭૭. વાંદરાએ વિચાર્યું હારને તોડીને એવી રીતે ફેંકી દઉ જેથી એકેક છૂટા છૂટા વેરાયેલા મોતી પક્ષીના માળાની જેમ મળે નહિ.૭૮. અથવા તો જેમ કૃપણો નિધિને મૂકે તેમ મહારણ્યમાં અજાણી ભૂમિમાં લઈ જઈને મૂકી આવું. ૭૯. અથવા તો પોતાની જાતિવાળા વાંદરાઓને એકેક મોતી આપી દઉં જેથી પોતાના કંઠમાં ધારણ કરીને મનુષ્યની જેમ શોભે. ૮૦. અથવા તો આવા વિકલ્પોથી સર્યું પુત્રોને હાર આપી દઉ કારણ કે તેઓજ પરમાર્થથી મારા દક્ષિણાનું સ્થાન છે. ૮૧. હવે કોઈને ખબર ન પડે તેમ આવીને મોટા પુત્રને હાર આપ્યો કેમકે તે સમસ્ત કુટુંબનો વડો હતો. ૮૨. પુત્રે પણ આકાશને ખુબ ચકચકિત કરતા હારને ગ્રહણ કર્યો. ખરેખર બહુ થોડા જ જીવો પ્રથમ પરિણામનો વિચાર કરે છે. અર્થાત્ મોટા ભાગના જીવો પરિણામનો વિચાર કર્યા વિના કાર્યનો આરંભ કરે છે. ૮૩. અને આ બાજુ
જેમ સમુદ્રમાંથી લક્ષ્મી નીકળે તેમ પાણીથી ભિનાયેલી ચેલ્લેણાદેવી લીલાથી વાવડીમાંથી બહાર નીકળી. ૮૪. એટલામાં દાસીએ માથા ઉપરથી પોટલી ઉતારી તેટલામાં જેમ અમાસની રાત્રે ચંદ્ર ન દેખાય તેમ દેવીનો હાર ન દેખાયો. ૮૫. દિવ્ય હારને નહીં જોતી ચલણા પરમ શોકને પામેલી તક્ષણ ઉડી ગયેલા જીવ જેવી થઈ. અર્થાત્ મૃતપ્રાયઃ થઈ. ૮૬. તેણીએ દાસીને કહ્યું તું સુતેલી કોઈ વડે ચોરાઈ છે. હે મૂર્ખ!તું નક્કીથી બે પોલા ગાલથી ભોજન કરે છે. ૮૭. જો તે હારનું રક્ષણ નથી કર્યું તો શેનું રક્ષણ
Page #154
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૭
૧૪૯ કર્યુ? સ્વામીથી રહિત બાકીના ભદ્રોથી પણ શું કરાય છે? અર્થાત્ મુખ્ય આભૂષણ હાર વિના બાકીના આભૂષણો શું કામના છે? ૮૮. કારણ કે- જેમ બુદ્ધિમાનોને સ્વર વિના કાવ્ય સ્વાદ આપતું નથી તેમ હાર વિના મને કોઈ અલંકાર ગમતું નથી. ૮૯. દાસીએ રાણીને કહ્યું : હે ન્યાયગામિની સ્વામિની ! પૂર્વે ન અનુભવ્યો હોય તેવો મોટો વિસ્મય મને હમણાં થયો છે. ૯૦. તમે આમ કોપ ન કરો મેં પશુ અથવા મનુષ્યને કે બીજા કોઈને હાર લઈ જતો જોયો નથી. ૯૧. હે સ્વામિની! તું સ્નાન કરતી હોય ત્યારે અહીં કોણ પ્રવેશી શકે? કોણ ઉનાળામાં મધ્યાહ્નના સૂર્યને જોવા સમર્થ થાય? ૯૨. મને લાગે છે કે આ હાર પગ કરીને કયાંક ચાલ્યો ગયો છે. નહીંતર એક ક્ષણમાં અદશ્ય કેવી રીતે થાય? ૯૩. પછી અશોકવનમાં હારની તપાસ કરી પણ કમલને છોડી ક્યાંય હાર ન જોવાયો. ૯૪. દુ:ખી થયેલી ચેલ્લણાએ પતિને હારનો વૃત્તાંત જણાવ્યો અથવા તો જુગારમાં બધુ હારી ગયેલા જીવ જેવી થઈ. ૯૫. રાજાએ આખા નગરમાં પટહ વગડાવ્યો. પરષાર્થ કરનારને કયારેક ફળની પ્રાપ્તિ થાય. અર્થાત હાથ જોડીને બેસી રહે તો કાર્યની સિદ્ધિ ન થાય. ૯૬. જે કોઈએ આ હારને અજાણતા લીધું હોય તે હૃદયમાં ભય રાખ્યા વિના મને અહીં આવીને આપી જાય. ૯૭. આ પ્રમાણે જાહેર કરવા છતાં જે હાર નહીં આપે અને પાછળથી ખબર પડશે તો તેને મહાદંડ આપવામાં આવશે. ૯૮. આ પ્રમાણે લોકોને ખબર આપવા શ્રેણિકે ત્રણ, ચાર રસ્તા ઉપર સ્થાને સ્થાને મોટેથી ઘોષણા કરાવી. ૯૯. આવું કરવા છતાં પણ કોઈએ હાર ન આપ્યો. અહો ! જે લે તે શું કહેવા માત્રથી પાછું આપી જાય? ૧00. પછી રાજાએ અભયકુમારને ઉગ્ર આજ્ઞા ફરમાવી કે તું સાત દિવસમાં દિવ્ય હારને મેળવી આપ. ૧૦૧. જો તું હારને નહીં શોધી આપે તો ચોરની જેમ તારો નિગ્રહ કરાશે. સ્વામીઓની જીભ ઈચ્છા મુજબ દોલાયમાન થાય છે. અર્થાત્ સ્વામીઓ વગર વિચાર્યું બોલે છે. ૨. હાર મેળવવાની ઈચ્છાથી અભયકુમાર પણ ત્રણ રસ્તે વગેરે ભમે છે. વ્યવસાય વિના પાતાળમાંથી પાણી નીકળતું નથી. ૪.
અને આ બાજુ તે વખતે જાણે સાક્ષાત્ ધર્મના અંગો હોય એવા શિવ-સુવ્રત-ધનદ-યોનય નામના ચાર સાધુઓની સાથે સુવ્રતાચાર્ય નિરંતર પૃથ્વીતલ ઉપર વિહાર કરતા તે જ નગરમાં આવ્યા. ૫. અભયકુમાર વડે અપાયેલ શાળામાં ધર્મની આરાધના માટે ઉતર્યા. કેવળજ્ઞાનનો લાભ પણ શરીરના આશ્રય વિના નથી થતો. ૬. જિનકલ્પ સ્વીકારવાની ભાવનાવાળા આચાર્ય–ભગવંતે ધૈર્ય માટે તુલના કરવાનો આરંભ કર્યો. કેમકે ધૈર્યથી કાર્યની સિદ્ધિ થાય છે. ૭. જેમ સિદ્ધાંતમાં પાંચ સમિતિઓ છે તેમ તુલના પાંચ પ્રકારે છે. ૧. તપ ૨. સત્ત્વ ૩. સૂત્ર ૪. એત્વ અને પ. બલ ૮. પ્રથમ તુલના ભુખ સહન કરવા માટે છે. બીજી સ્થિરતા માટે, ત્રીજી કાલના બોધ માટે, ચોથી સંગના ત્યાગ માટે તથા શરીરનું સામર્થ્ય ન ટકે ત્યારે મનની સમાધિ ટકી રહે એ હેતુથી પાંચમી તુલના કરાય છે. ૧૦. જિનકલ્પના અર્થીઓને ચોથ ભક્ત, છઠ્ઠ, અટ્ટમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ વગેરે તપોથી તપની તુલના હોય છે. ૧૧. ચતુર્થ તપ ત્યાં સુધી કરવું જોઈએ જ્યાં સુધી સાધુના યોગો ન સધાય. એ પ્રમાણે છઠ્ઠાદિમાં પણ સમજી લેવું. ૧૨. જો બાધા ન આવતી હોય તો છ માસના ઉપવાસ કરે. અને બીજી તુલના પાંચ પ્રતિમાથી થાય છે. ૧૩. પ્રથમ પ્રતિમા ઉપાશ્રયની અંદર, બીજી તેની બહાર, ત્રીજી ચોકમાં, ચોથી શૂન્યઘરમાં થાય છે. ૧૪. અને પાંચમી સ્મશાનમાં વહન કરવાની છે. આ પાંચેય પ્રતિમાને વહન કરતા જો એકાએક ઊંદરનો ભય આવી પડે તો તેને જીતે અને ઊંઘને પણ ક્રમે ક્રમે ઓછી કરે. ૧૫. ત્રીજી તુલનામાં ધ્રુવપણે પરિચિત કરેલ સૂત્રોને નિરંતર ભણે. ૧૬. જેથી મેઘ-અને રજથી ન ઢંકાયેલ નક્ષત્ર મંડલ અને સૂર્યમંડલના
Page #155
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૫૦ આધારે દિવસ અને રાત્રિમાં પ્રેક્ષા અને ભિક્ષાના કાળને સતત જાણે. ૧૭.
હંમેશા એકત્વાદિ ભાવના એ રીતે ભાવે કે ગુરુ આદિમાં પણ મમત્વ ન રહે તો બીજાની શું વાત કરવી. તે આ પ્રમાણે- ૧૮. મારો આત્મા આનંદ-દર્શન-જ્ઞાન-સમ્યકત્વ વીર્યથી યુક્ત છે. બાકી બધું મારા આત્માથી પર છે. ૧૯. ધન મારું નથી, ઘર મારું નથી, મિત્ર–પત્ની પત્રો વગેરે મારા નથી, ઉપકરણ મારા નથી, શરીર પણ મારું નથી. ૨૦. આ ધર્મ બાંધવો મારા નથી. મારું કંઈ નથી આ પ્રમાણે જેનું મમત્વ છેદાઈ ગયું છે એવા સાધુને ઉત્તમ નિઃસંગતા થાય છે. ૨૧. આચાર્ય, પદસ્થ કે બીજો કોઈ મમતાનો આશ્રય નથી. જ્ઞાનાદિ ગુણો જીવને સુગતિમાં થઈ જાય છે. અને જ્ઞાનાદિને આપનારા સુગતિમાં લઈ જાય છે. ૨૨. છેલ્લી તુલના કાયા અને ચિત્તના ભેદથી બે પ્રકારની છે. તેમાં પ્રથમ કાયોત્સર્ગ વિધિમાં શક્તિ ફોરવવી અને બીજી વૃતિ ધારણ કરવી તે છે. ૨૩. આ બંને પ્રકારનું બળ અભ્યાસથી થાય છે. અહીંયા લખી–મલ આદિ અનેક ઉદાહરણો છે. ૨૪. સામાન્ય જનને દુઃકર જિનકલ્પનો આચાર આગમમાં ઘણાં પ્રકારે કહેલો છે. ૨૫. તે વખતે સુસ્થિત નામના આચાર્ય સત્ત્વની તુલના કરતા ઉપાશ્રયની બહાર કાઉસ્સગ્નમાં નિશ્ચલ રહ્યા. ૨૬.
આ બાજુ હારની શોધમાં ફરતા અભયકુમારના છ દિવસ રાત પસાર થયા અને સાતમો દિવસ શરૂ થયો. ૨૭. તો પણ જેમ અગાધ સમુદ્રમાં ડૂબેલા વહાણનો પત્તો ન લાગે તેમ ક્યાંય હારનો પત્તો ન લાગ્યો. ૨૮. ત્યાર પછી અભયે વિચાર્યું. કયાંય હારનો પત્તો લાગ્યો નથી. પિતાએ આપેલ સમયની મુદ્દત હવે એક રાત્રિ છે. ર૯. હાર ન શોધી આપનારને રાજા શું શિક્ષા કરશે તે હું જાણતો નથી. આજ્ઞાનું પાલન થાય ત્યાં સુધી જ સ્વામીઓ સારા છે. ૩૦. ખુશ થયેલા સ્વામીઓ ચાકરો ઉપર સારું વર્તન રાખે છે. વિફરે તો દૂર રહેલા જ બાળે છે. ૩૧. આ રાત્રે હું ધર્મધ્યાનમાં રહું. કદાચ આવેલું સંકટ ટળી જાય. ૩૨. ધર્મના પ્રભાવથી સર્વ વસ્તુમાં સારભૂત હાર મળી પણ જાય. ધર્મ જ વિપત્તિઓનો નાશ કરીને કલ્યાણ કરે છે. ૩૩. એ પ્રમાણે નિશ્ચય કરીને અભયે વસતિમાં (ઉપાશ્રય)માં આવીને પરમ ભક્તિથી મુનિઓને વંદન કર્યું. ૩૪. સાધુઓની ઉપાસના કરીને અભયે અવ્યાપાર પૌષધ ગ્રહણ કર્યો. (આહાર પૌષધ, શરીર સત્કાર પૌષધ, બ્રહ્મચર્ય પૌષધ અને અવ્યાપાર પૌષધ એમ ચાર પ્રકારના પૌષધ છે. તેમાંથી અવ્યાપાર પૌષધને કર્યો.) મનિપણાની સુખની ઈચ્છાથી દર્ભના સંથારામાં રહ્યો. ૩૫. એટલામાં કોઈક સમુદ્રમાં હારને મૂકી દીધો હોય તેથી હું તેને હજાર દીર્ઘકિરણોથી તપાસ કરું. ૩૬. એ પ્રમાણે ખરેખર સૂર્યને મતિ ઉત્પન્ન થઈ એટલે અસ્ત પામવાના બાનાથી સૂર્ય જલદીથી સમુદ્રની મધ્યમાં પ્રવેશ્યો. ૩૭. ઘણાં લાલવર્ણના વાદળોથી આકાશને તાંબા જેવું લાલચોળ કરતી સંધ્યાએ ભુવનોદરને હર્ષિત કર્યા. ૩૮. નંદાપુત્ર વડે નહીં પકડાયેલ હારના ચોરનારના યશને લખવા માટે કાજળ જેવા શ્યામ અંધકારે વિશાળ નભ પટ્ટને લેપ્યો. ૩૯. અહીં (આકાશમાં) ફૂલો નથી એવા પોતાના અપવાદને ભૂંસવા આકાશે તારાના બાનાથી ફૂલોને બતાવ્યા. ૪૦. મેં ફૂલો બતાવ્યા હવે ફળને બતાવું એમ આકાશે ચિત્તમાં નિશ્ચય કર્યો. ૪૧.લંછન સહિત વિદ્ગમ જેવા લાલ ચંદ્રબિંબના ઉદયના બાનાથી આકાશે સુવ્રત અને સુપરિપક્વ પોતાના ફળને બતાવ્યું. ૪૨. જેમ સદ્ગુરુ વાણીથી ભવ્ય જીવોને તરબોળ કરે તેમ ચંદ્રમાએ ચાંદનીથી ચરાચર જગતને તરબોળ કર્યું. ૪૩.
મણિકારના પુત્રે તે વખતે ચિત્તમાં વિચાર્યુઃ આ હાર મારે ઘર નથી આવ્યો પણ સંધિવા ઉત્પન્ન કરે
૧. લંખ - વાંસ ઉપર દોરડું બાંધીને તેના ઉપર નાચ કરનાર લંખ કહેવાય છે.
Page #156
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૭
૧૫૧ તેવો આહાર આવ્યો છે. ૪૪. જો રાજા જાણશે તો મને આપત્તિમાં નાખશે. કુલક્ષણો ઘોડો ઘરમાં હોય તો કેટલું કશળ થાય? ૪૫. વળી હું આને છપાવીશ તો પણ થોડા દિવસોમાં લોકને ખબર પડ્યા વિના રહેશે નહીં. ૪૬. સાફસુફી, હજામ કળા, ચાંદની, ચોરી, સ્ત્રીઓ સાથેની ક્રીડા તથા મંત્ર ચોથા દિવસે પ્રગટ થાય છે. ૪૭. એ પ્રમાણે નિશ્ચય કરી તેણે વાંદરાને હાર સમર્પણ કર્યો. કયો એવો પંડિત છે વસ્ત્રના છેડામાં ભરાયેલ કાંટાને ન કાઢે? ૪૮. વાંદરાએ કલ્પના કરી કે હું જેને ઘરે હારને નાખીશ તે પણ વધ્ય થશે કારણ કે ચોરીનો મુદ્દામાલ સર્પ કરતા ભયંકર છે. ૪૯. તેનું મરણ કરાવવા સ્વરૂપ અનર્થદંડનું પાપ કરીને મારે શું કરવું છે? જેમ પટ્ટને મુંડવાથી હજામના હાથમાં આવતું નથી તેમ અનર્થદંડના પાપથી મને શું મળશે? ૫૦. જન્માંતરીય પાપથી હું કુયોનિમાં પડ્યો છું તો હમણાં મારે શા માટે પુષ્ટ કરવું જોઈએ. ૫૧. જેમ રાજા ઉપર નેત્રપટ (આંખ) સ્થિર થાય છે તેમ મોક્ષના એકમાત્ર લક્ષવાળા બ્રહ્મચારી સાધુઓ ઉપર આ શ્રેષ્ઠ ભક્તિ કરે છે. પર. તેથી આ હારને કોઈ મુનિની પાસે મૂકી દઉં. આ પ્રયોજનને પાર પાડું જેથી સર્વત્ર કુશલ થાય. પ૩. મારી પાસે પોતાની કોઈ સામગ્રી નથી તેથી આ પારકી વસ્તુથી સાક્ષાત્ ધર્મ જેવા આચાર્ય ભગવંતની પૂજા કરું.૫૪. એમ હૃદયમાં વિચારીને તેના (આચાર્ય ભગવંતના) કંઠમાં હાર નાખીને અત્યંત ચિંતાથી મુક્ત થયેલો વાંદરો પોતાના સ્થાનમાં ગયો. ૫૫. દૂધ જેવો સફેદ મોતીનો હાર આચાર્ય ભગવંતના કંઠમાં શોભ્યો. હું માનું છું કે હૃદયમાં નહીં સમાતું ધર્મધ્યાન બહાર આવ્યું છે. ૫૬. વિવિધ પ્રકારના રૂપને ધરનારો તારારૂપી સ્ત્રીઓના ખોળામાં જાણે ન રહેલો હોય તેમ હારના મોતીઓમાં પ્રતિબિંબિત થયેલો ચંદ્ર શોભ્યો. પ૭. મુનિપુંગવોએ મળીને અમારો શા માટે ત્યાગ કર્યો? તેથી કોઈ અપકારથી અમે મુનિઓને લોભાવીએ એમ નિશ્ચય કરીને પોતાનું અસ્તિત્વ ટકી રહે એ હેતુથી જાણે આ મુક્તાવલીને સાધુ પાસે મોકલાવી ન હોય ! ૫૯. અથવા સૂરિને પરણવાની ઈચ્છાથી મુક્તિરૂપી સ્ત્રીએ વરણના પ્રસંગે સાધુના કંઠકંદલમાં હાર નાખ્યો છે એમ હું માનું છું. ૬૦.
પછી જેમ મંત્રસાધકની સિદ્ધિ માટે ઉત્તર સાધક આવે તેમ જિનકલ્પની તુલના કરતા ગુરુ પાસે શિવ નામનો શિષ્ય આવ્યો. ૬૧. જેમ કાયર જન તલવારના સમૂહને જોઈને કંપે તેમ સૂરિના કંઠમાં મનોહર કાંતિવાળા હારને જોઈને શિવ સાધુ કંપ્યા. દ. ખરેખર આ તે જ હાર છે જેના કારણે બુદ્ધિમાન અને નિર્ભય અભયકુમાર અત્યંત વ્યાકુળ થયો છે. ૬૩. જે આ મુનિઓ પારકા ઘાસના તણખલાથી પણ ત્રાસ પામે છે તે મુનિના કંઠમાં હાર નાખનારે સારું અનુષ્ઠાન નથી કર્યું. ૪. સાચા મુનિના ભાવથી આ હાર અજીર્ણ આહાર સમાન છે તેથી હું જાણતો નથી કે આવું શું પરિણામ આવશે? ૬૫. કોઈપણ જો આને જોઈ જશે તો શાસનની અપભ્રાજના થશે. કેમકે દેવ વિવાદને જગાવે છે. આને જે ઠીક લાગે તે કરે. ૬૬. આ પ્રમાણે ઘણાં સંકલ્પ-વિકલ્પો કરતા આધિથી પીડાયેલા સાધુએ પોતાના કાઉસ્સગ્નનો સમય પૂરો કર્યો. ૬૭. નિસાહિ નિસીહિ એમ બોલીને સાધુએ ઉપાશ્રયમાં પ્રવેશ કરવો જોઈતો હતો એને બદલે ભયભીત નિદ્રાલુની જેમ ભય ભય એમ બોલીને પ્રવેશ કર્યો. ૬૮. અભયકુમારે કહ્યું : હે ભગવનું, સમસ્ત ભવના ભાવોથી બાહ્ય તમારે શેનાથી ભય હોય? ૬૯. પરિગ્રહ વિનાના તમારે ચોર-અગ્નિભાગીદાર–રાજા–પાણી આદિનો ભય નથી. પરિગ્રહના ભાજનમાં (આશ્રયમાં) ભય હોય છે. ૭૦. સાધુએ કહ્યું કે શ્રાવક! સાધુઓને હંમેશા કલ્યાણ જ છે મને ગૃહસ્થપણાનો ભય યાદ આવી ગયો. ૭૧. અભયે કહ્યુંઃ પૂજ્યોએ ગૃહસ્થપણામાં કેવી રીતે ભયનો અનુભવ કર્યો? હે મુનિ! આ કથા હું સાંભળવા ઈચ્છું છું. તેથી મને કહો. ૭૨. મુનિએ કહ્યું : હે બુદ્ધિમાન શ્રાવક સમૂહમાં શિરોમણિ ! સાંભળ કેમકે
Page #157
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૫૨ વિદ્વાન જ કથા રસને જાણે છે. ૭૩.
શિવમુનિની કથા ઘણાં ફળવાળા કેળવૃક્ષોથી દેવલોકની લક્ષ્મીને જીતનારી ઉજ્જૈની નામે નગરી છે. ૭૪. ચરણના ઝાંઝરના ક્ષેપ અને હાવભાવથી ઘણું સુંદર નર્તકીનું નૃત્ય જોઈને આ નગરી જાણે અધિક ઉત્કંઠિત થઈ. ૭૫. જે નગરીમાં પ્રાસાદના શિખરો ઉપર સંઘની કીર્તિઓ મંદપવનથી ફરકતી શ્વેત ધ્વજાના બાનાથી નાચી ઉઠી. ૭૬. તે નગરીમાં અન્યોન્ય-અસંગતિ–પ્રત્યેનીક, વ્યાઘાત અને સંકર, અતિશયોક્તિ, વ્યાજોકિત, પ્રસ્તુતોક્તિ, સહોક્તિ, અધિક્ષેપ, સંદેહ, અર્થાતરન્યાસ દીપક વિરોધ, ઉપહતિ અને ભ્રાન્તિ વગેરે પદોનો પ્રયોગ કાવ્યમાં હતો પણ લોકમાં નહીં. ૭૮. એ નગરી આખી સમૃદ્ધ હતી છતાં તેમાં શિવ અને શિવદત્ત નામના બે દરિદ્ર ભાઈઓ રહેતા હતા. અથવા ભાગ્યે જ ફળે છે. ૭૯. એકવાર અમે (શિવ અને શિવદત્ત) ધન કમાવા સુરાષ્ટ્ર દેશમાં આવ્યા. જ્યારે ધનવાનો પણ બીજા સ્થાને ધન કમાવાની ઈચ્છા કરે છે. (તો નિર્ધનોની શું વાત કરવી?) ૮૦. અમે બંને ત્યાં લાંબા કાળ પછી ઘણું ધન કમાયા કયારેક નિર્ગુણોને પણ સુંદર દશા આવે છે. ૮૧. અને ધનને કોથળીમાં નાખીને સારી રીતે સીવીને સાચવ્યું. ફૂલ પણ રસને પાંદડાની અંદર ધારણ કરે છે. ૮૨. હે ગૃપનંદન (અભયો ! અમે બંનેએ તે નકુલ (દાબડા)ને કેડમાં સજ્જડપણે બાંધ્યો. નિર્ધન માણસો મેળવેલા ધનને આદરથી ન સાચવે ? ૮૩. કુટુંબને મળવા ઉત્કંઠિત બનેલા અમે બે પોતાની નગરી તરફ ચાલ્યા. ઉપાર્જન કરેલી લક્ષ્મીને કેવળ સ્વયં જ ભોગવે તો એમાં પુરુષવ્રત ક્યાં રહ્યું? ૮૪. અમે બંનેએ માર્ગમાં નકુલને વારા ફરતી ઉપાડ્યો. અથવા બળદો ઘાણીને પણ વારાફરતી ચલાવે છે. ૮૫. હે મંત્રિનું! જ્યારે નકુલક મારી પાસે હતો ત્યારે પાપ અને લોભને વશ થયેલો હું વિચારવા લાગ્યો. ૮૬. ભાઈને મારીને જલદીથી ધન સ્વયં હાથ કરી લઉં. બે ભારંડ પક્ષીઓ ભક્ષ્યને પોતપોતાના મુખથી ખેંચે છે. ૮૭. નકુલક ભાઈના હાથમાં હતો ત્યારે તેને એવો જ દુષ્ટ વિચાર આવ્યો. જેની પાસે લક્ષણ છે તેની પાસેથી દુર્ગધ જતી નથી. ૮૮. શત્રુની જેમ આવા પ્રકારની મનોવૃત્તિ ધરાવતા અમે બે જાણે વૈતરણી ન હોય એવી ગંધવતી નદી પાસે પહોંચ્યા. ૮૯. તેની મધ્યમાં નરકાવાસ જેવું મોટું સરોવર છે. જે જળ–શેવાળથી ભરેલો છે, વિવિધ પ્રકારના જળચરોથી યુક્ત છે. ૯૦. થાક દૂર કરવા અમે બે તેમાં હર્ષથી પ્રવેશ્યા. મુસાફરો માર્ગમાં પાણી મળી જાય તો સ્વર્ગ મળ્યું એવો આનંદ માને છે. ૯૧.બાહ્યમળ અને દુર્ગાનથી ઉત્પન્ન થયેલ બીજો અંદરનો મળ એમ બેવડા મળ ને અમે કેવી રીતે સહન કરી શકીશું એમ વિચાર કરી શરીરનો મેલ ધોવા અંદર પડ્યા. ૯૨. તે વખતે પાણીના પૂરથી શરીરને ધોતા જાણે કર્મ મળનો અપગમ ન થયો હોય તેમ મને શુભ વિચાર આવ્યો. ૯૩.અહો ! મેં પાપીએ સતત અત્યંત વત્સલ પણ ભાઈ ઉપર કેવા મહાપાપને વિચાર્યું! ૯૪. આ નકુલક નક્કીથી ધન નથી પણ અનર્થ છે જે દષ્ટિકોણથી વસ્તુ જોવાય છે તે દષ્ટિકોણથી વસ્તુની વ્યવસ્થા કરાય છે. ૯૫. ભાઈના વધની બુદ્ધિને ઉત્પન્ન કરનાર આ ધનથી સર્યું. મારનારી સોનાની તલવાર શું કામની ? ૯૬. એમ નિશ્ચય કરીને મેં સરોવરમાં નકુલકને નાખી દીધો. શું સાપ દુઃખદાયી કાંચળીને ઉતારતો નથી? ૯૭. શિવદત્તે કહ્યું હે ભાઈ! પોતાની હાનિ અને લોકમાં હાસ્યાસ્પદ એવું બાળક જનને ઉચિત આ શું કર્યું? ૯૮. મોટા કષ્ટથી ચણેલા ઊંચા પ્રાસાદના શિખર ઉપર શિલાને ચડાવીને ગાંડો ક્ષણથી તેને નીચે ફેંકે તેમ ઘણો માર્ગ કાપીને નગરની નજીક આવીને તે પાણીના પૂરમાં નકુલક ફેંકી દીધો. ૨૦૦. મેં કહ્યું હે ભાઈ ! આ નકુલક મારી પાસે હતો ત્યારે મને તારા ઉપર જે દુષ્ટ બુદ્ધિ થઈ તે શત્રુ
Page #158
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૭
૧૫૩ ઉપર પણ ન થજો. ૨૦૧. જેમ શાકિનીમંત્રસાધક શાકિનીને મારે તેમ નાના ભાઈને મારીને હું આ ધન લઈ લઉ એવો દુષ્ટ વિચાર આવ્યો હતો. ૨. શિવદત્ત પણ કહ્યું : હે ભાઈ ! તે સાચું કહ્યું. મારું પણ ચિત્ત તારો દ્રોહ કરવા તૈયાર થયું હતું. ૩. આ ધન એક જાતની ઠગવિદ્યા છે એમાં કોઈ સંશય નથી. જેનાથી મોહિત થયેલા જીવો પોતાની સમાન ભાઈને હણે છે. તે જે આ નકુલકને પાણીના પૂરમાં પધરાવી દીધો તે સારું કર્યું. ધન સર્વ વિપત્તિનું મૂળ છે. તેમ કરવું યોગ્ય જ હતું. ૫. પ્રશાંત ચિત્તવાળા અમે બંને પોતાને ઘરે આવ્યા. ખણજનો નાશ થયા પછી કોને સુખ ઉત્પન્ન ન થાય? ૬. માતા અને બહેનને ભક્તિથી મસ્તક નમાવીને અમે બંને પીઠ (આસન) ઉપર બેઠા. ૭. વિનય સર્વત્ર કલ્યાણકારી છે. ૭. માતાએ અમારા બેનું પગ પ્રક્ષાલન વગેરે કર્યું. પુત્ર સિવાય માતાને કોણ વહાલો હોય? તો પછી અતિથિ બનેલા પુત્રોની શું વાત કરવી? ૮. અમારું અતિથિપણું સાચવવા માતાએ જાણે યમરાજની દૂતિ ન હોય એવી બહેનને માછલા ખરીદવા મોકલી. ૯.
જ્યારે અમે દાબળાને પાણીમાં ફેંકી દીધો હતો ત્યારે ભક્ષ્યની બુદ્ધિથી માછલું તેને ગળી ગયું હતું. તિર્યંચોને જ્ઞાન કયાંથી હોય ! ૧૦. જેમ વ્યાધ હરણને જાળમાં પકડે તેમ કોઈ માછીમાર સરોવરમાં આવીને તે જ માછલાને જાળમાં પકડ્યો. ૧૧. પોતાના આત્માને પાપકર્મને સોંપવાના ઈચ્છાથી જાણે માછીમારે માછલાને વેંચવા ચાર રસ્તે મૂક્યો. ૧૨. મારી બહેને જેના પેટમાં નકુલક પડેલો છે એ માછલાના વિનાશ માટે કર્મ—ધર્મના વશથી સાપના કરંડિયાની જેમ ખરીદ્યો. ૧૩. હે અભય! પાપીની સગી બહેન જેવી મારી બહેને નરકના દરવાજાના કપાટની જેમ તે માછલાને કાપ્યો. ૧૪. હે ધીમદ્ ! પથ્થરમાંથી દેડકો નીકળે તેમ માછલાના પેટમાંથી ધનનો નકુલક તુરત નીકળ્યો. ૧૫. જેમ ઊંદર ધનને હરીને બિલમાં મૂકે તેમ મારી બહેને નકુલકને લઈને હર્ષથી પોતાના ખોળામાં રાખી દીધો. ૧૬. માતાએ મારી બહેનને પૂછ્યું : હે સત્યભાષિણી ! બોલ નાગવલ્લીના પાનની જેમ કેડમાં શું ભરાવ્યું છે ? ૧૭. બહેને કહ્યું છે માતા! મેં કંઈ છુપાવ્યું નથી વ્યગ્ર ચિત્તવાળી તને માત્ર દષ્ટિનો ભ્રમ થયો છે. ૧૮. કૃતાંતના પાશથી જાણે ખેંચાઈ ન આવી હોય તેમ શંકા-આતંકથી આકુલ થયેલી અમારી માતા બહેન પાસે આવી. ૧૯. જાણે ભૂત ન વળગ્યું હોય તેવી મારી પાપી બહેને છરી લઈને માતાને નિર્દયપણે મારી નાખી. ૨૦. પછી હાહારવ કરતા અમે બંને બહેન પાસે દોડ્યા. ભયથી તેના ખોળામાંથી નકલક જીવની જેમ નીચે પડ્યો. ૨૧. અમે નકુલકને ઓળખીને અત્યંત ખેદ પામ્યા. અનર્થથી અમે દૂર ભાગ્યા તો અનર્થ અમારી પાછળ દોડ્યો. ૨૨. અહો ! અમે આ નકુલકને પાણીમાં ફેંકી દીધો હતો શાકિનીના સમૂહની જેમ ફરી પાછો કેવી રીતે ઉપર આવ્યો. ૨૩. જેમ કલહંસો ખાબોચિયામાં રાગ કરતા નથી તેમ જેઓ અનર્થના ભાજન ધનમાં હંમેશા રાગને કરતા નથી તેઓ ધન્ય છે, તેઓ પુણ્યશાળી છે. ૨૪. જેમ રીંગણાનું ફળ રોગોનું નિદાન (કારણ) છે તેમ ધન જ છેદ–ભેદ-ભય-મહેનત-કલેશ–બંધ –વધ વગેરે આપત્તિઓનું કારણ છે. ૨૫. શું અમે હવે માતાનો ઘાત કરનારી બહેન ઉપર ક્રોધ કરીએ? અથવા તો નષ્ટ થયેલું કાર્ય ફરી સંધાતુ નથી. ૨૬. હવે બહેન ઉપર પરમ અનર્થ કરીશું તો પણ અહીં વેર જ વધશે કોઈ સિદ્ધિ થશે નહીં. ૨૭. અને વળી માતા પોતાના કર્મથી જ મરાઈ છે તો હવે બીજો શા માટે મરાવો જોઈએ? ડાહ્યા પડેલા ઉપર પાટુ મારતા નથી. ૨૮. તેથી ગૃહવાસ છોડી આપણા આત્માનો વિસ્તાર કરીએ. બુદ્ધિમાન સ્વાર્થને સાધે, સ્વાર્થને બ્રશ એ મૂર્ખતા છે. ર૯. અમે બે સરોવર પાસે પહોંચ્યા હતા ત્યારથી અનર્થના ભાજન ધન ઉપર વૈરાગ્ય થયો હતો. ૩૦. બહેનના વૃત્તાંતને જોઈને જે અમને અત્યંત વૈરાગ્ય થયો તેનાથી અમારો
Page #159
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૫૪
રાગ ઉખડીને કાાયિત વસ્ત્રમાં ચોંટયો એમ જાણવું. ૩૧. માતાનો અગ્નિ સંસ્કાર કર્યો. બહેનને ધન આપીને અમે બંનેએ સર્વ સુખનું કારણ વ્રતને ગ્રહણ કર્યું. ૩૨. હે અભયકુમાર ! મેં ઘરે (સંસારમાં ) આવું અનુભવ્યું. અથવા ગૃહસ્થપણામાં ભય સિવાય શું બીજું કંઈ છે ? ૩૩. અભયકુમારે કહ્યું : હે પ્રભુ ! તમે સાચું કહ્યું કેમકે હૃદયચક્ષુથી જોવાયેલું કયારેય ફરતું નથી. ૩૪. તો પણ હે ભગવન્ ! જેમ મધ પીનારો મધને જુએ તેમ આ પ્રાણીઓ ધનને પ્રાણથી પણ પ્રિયતમ માને છે. ૩૫. વિવેક ચક્ષુથી જોનારા જીવો જ દ્રવ્યના સ્વરૂપને જુએ છે. અંજન વિશેષથી અંજાયેલ આંખ વિના કોણ નિધિને જાણે છે ? ૩૬. તમે જ અહીં કૃતાર્થ બન્યા છો જેઓએ મોક્ષમાર્ગનો આશ્રય કર્યો છે માન સરોવરમાં ઉત્પન્ન થતા કમળોની સમાન શું બીજા કોઈ કમળો છે ? ૩૭. નંદાના પુત્ર અભય ધર્મ ચર્ચા કરવામાં ઉધત હતા ત્યારે સારાવ્રતવાળા સુવ્રત મુનિ ઉપાશ્રયની બહાર આવ્યા. ૩૮.
ગુરુના કંઠમાં હાર જોઈને આ મુનિપણ કંપ્યા. સાધુ વર્ગને ધનથી જે ભય થાય છે તે ભૂષણ છે દૂષણ નથી. ૩૯. અહો ! કોઈ ચોરે લોભથી આ હારને ચોરતા તો ચોરી લીધો પણ જેમ મોટો કોળિયો મોઢ ામાં ન જાય તેમ મોટી ચોરી ચિત્તમાં ટકી નહીં. ૪૦. જેમ બળરામના રૂપમાં મોહિત થયેલી માતાએ પુત્રના ગળામાં ગાળિયો (દોરડી) નાખ્યો તેમ ક્ષોભ પામેલા તેણે ગુરુના ગળામાં હાર નાખ્યો. ૪૧. ઘણાં પાપકર્મથી લેપાયેલ કોઈક ચોરે મુનિ ઉપર શત્રુભાવને ધારણ કરીને આવું કાર્ય કર્યુ હશે એમ લાગે છે. ૪૨. કહ્યું છે કે— પોતાના કાર્યને સાધવા વનમાં વસતા મુનિને મિત્ર–ઉદાસીન અને શત્રુ એમ ત્રણ પ્રકારના પક્ષો સંભવે છે. ૪૩. આ પ્રમાણે કલ્પિત સંકલ્પ કરનારા, વસતિમાં પ્રવેશતા આ મુનિએ વિકલ્પના સંભ્રમથી મહાભય એમ બોલ્યા. ૪૪. અભયકુમારે કહ્યું : હે ભગવન્ ! સિંહ જેવા આપને કેવી રીતે મહાભય લાગે ? ૪૫. સુવ્રત મુનિએ કહ્યું : હે શ્રાવક ! જેમ ભુલાઈ ગયેલ સુભાષિતનું પ્રભાતે સ્મરણ થાય તેમ ગૃહસ્થપણામાં અનુભવેલ ભયનું હમણાં સ્મરણ થયું. ૪૬. અભયે સાધુને પુછ્યું : પૂજ્યપાદે મહાભયને કેવી રીતે અનુભવ્યો તે સાંભળવા ઈચ્છું છું. ૪૭. મુનિએ કહ્યું : હે મંત્રિન્ ! જેમ પૃથ્વીતલ ઉપર રજ સ્થાને સ્થાને વર્તે છે તેમ સ્થાને સ્થાને ભય વર્તે છે. ૪૮. તો પણ મને જે હેતુથી મહાભય થયો તેને તું સાભળ કારણ કે બુદ્ધિમાનો તેને સાંભળવા અધિકારી છે. ૪૯.
સુવ્રત મુનિનું કથાનક
જેમ પેટાનદીઓ ગંગાના પ્રવાહમાં વહે છે તેમ જેમાં સારા સાર્થો હળીમળીને નિરંતર ચાલી રહ્યા છે એવો અંગ નામનો દેશ છે. ૫૦. જેમાં એકવાર વાવેલા સર્વેપણ ધાન્યો પ્રાયઃ જાતિવાન ફૂલોની જેમ વારંવાર લણાય છે. અર્થાત્ એકવાર વાવ્યા પછી વારંવાર વાવવા પડતા નથી. ૫૧. હે અભય ! ગામડાના સર્વ ઉત્તમ ગુણોને ધરાવતો, દેશના છેડે આવેલ એક ગામમાં હું શૌર્યવાન ધનવાન ખેડૂત રહેતો હતો. પર. જેણે સ્વર્ગની દેવીઓને શોક્ય બનાવી છે એવી રૂપ-સૌંદર્યથી સમૃદ્ધ મારે એક પત્ની થઈ. ૫૩. જેમ રાજહંસ હંસલીની સાથે ભોગો ભોગવે તેમ પત્નીની સાથે લીલાથી ભોગોને ભોગવતા મારે કેટલોક કાળ પસાર થયો. ૫૪.
એક વાર ક્રૂર લુચ્ચા ચોરોએ ગામમાં ધાડ પાડી. ધિક્ લોકો ગામને પણ નગરની જેમ સમૃદ્ધ માનીને લૂંટે છે. ૫૫. નબળા લોકો પ્રાણ લઈને કયાંય પલાયન થયા. અથવા ગામડિયાને કેટલું બળ હોય ? ૫૬. હે શ્રાવક ! હું શરીરને સંકોચિત કરીને ઘરના એક ભાગમાં ઝાડીમાં છુપાયેલ શિકારીની જેમ છુપાઈ ગયો. ૫૭. પાપ કર્મથી વશ કરાયેલ મારી પત્નીએ વિચાર્યું : હમણાં ગામના લોકો કયાંક ભાગી
Page #160
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૭
૧૫૫ ગયા છે મારો પતિ પણ કયાંક ગયો છે. ૫૮. જો કોઈ મારા પતિને મારી નાખે તો સારું થાય કારણ કે મારા હાથમાં ભોકાયેલ કાંટાની જેમ ખૂંચે છે. ૫૯. હું ચોરોની સાથે જાઉં અત્યારે સુંદર એકાંત વર્તે છે. મોટા ભાગ્યોથી આવા પ્રકારનો અવસર મળે છે. ૬૦. જો હું આ ક્ષણે અહીંથી નથી ગઈ તો પછી ક્યારેય નહીં જઈ શકું. ઈન્દ્રધ્વજને પૂજવાનો અવસર વરસમાં એકવાર આવે છે. ૬૧. એમ વિચારીને તે પાપિણીએ ચોરોને ખુલ્લેખુલ્લે જણાવ્યું કે ગ્રામલક્ષ્મીની જેમ મને તમારી પલ્લીમાં જલદી લઈ જાઓ. ૨. હું તમારી રાગી અને ભક્ત પત્ની થઈશ. ખરેખર તમે મારા ભાગ્યથી ખેંચાઈને અહીં આવ્યા છો. ૬૩. તારુણ્યના ભરથી ભરેલી, રૂપ અને લાવણ્યથી શોભતી આ સામે ચાલીને પોતાને અર્પણ કરે છે તો તેને કેવી રીતે જવા દેવાય? ૬૪. એમ નિશ્ચય કરીને ચોરો આને હર્ષથી લઈ ગયા. શું શિયાળુ પાકેલી બોરડીને ક્યારેય છોડી દે? ૫. તે અટવી કેવી છે – તે અટવીમાં ક્યાંક પર્વત જેટલા મોટા હાથીદાંતના ઢગલા પડેલા છે. ક્યાંક ગાય-ભેંસ- દીપડા-હરણના ચામડાની ચિતા પડેલી છે. ૬૬. કયાંક ચમરી ગાયના ચમરો ખીલામાં લટકી રહ્યા છે. કયાંક પશુઓના હાડકાનો ઢગલો પડેલો છે. ૬૭. પછી ચોરો તેને રત્નપ્રભા પૃથ્વીની જેમ લોહી-માંસ-ચરબી-દારુ વગેરેના ઢગલામાંથી દુર્ગધને છોડતી પલ્લિમાં લઈ ગયા. ૬૮. પછી ચોરોએ પોતાના સ્વામીને અર્પણ કરી. નાયક સિવાય બીજો કોણ આવા પ્રકારની સ્ત્રીને ધારણ કરવા સમર્થ થાય? ૬૯. પલ્લિપતિએ તેને ઇન્દ્રાણીની જેમ માનીને પોતાની પત્ની બનાવી. અથવા તો ખીરને પ્રાપ્ત કરીને રંક કયાંય માતો નથી. ૭૦. તેણીએ હર્ષપૂર્વક પલ્લિનાથની સાથે વિષય સુખ ભોગવ્યું. કમલા (લમી)ની જેમ સ્ત્રીઓ નીચનો આશ્રય કરે છે. ૭૧.
ચોરો ચાલી ગયા પછી લોકો ફરી પાછા ગામમાં આવ્યા. ઘરમાંથી સાપ નીકળી ગયા પછી કોણ પાછું ઘરમાં નથી આવતું? ૭ર. પાંચની સાથે રહેવું જોઈએ એ ન્યાયને યાદ કરતો હું પણ ઘરમાંથી બહાર નીકળ્યો. ૭૩. લોકો પાછા આવી ગયા પણ મારી પત્ની ન આવી. મોઢે લઈને ભાગી ગઈ હોય તો શું ક્યારેય પાછી આવે? ૭૪. ચોરો તેને લઈ ગયા છે એવો નિશ્ચય કરીને તેના ભાઈઓએ મને કહ્યું છે મહાસત્ત્વ! તું હાથપગ જોડીને કેમ બેસી રહ્યો છે? ૭૫. ઘણું પણ ધન આપીને પોતાની પત્નીને લઈ આવ. શું તે નીતિનું આ વચન નથી સાંભળ્યું કે ધન જતું કરીને સ્ત્રીનું રક્ષણ કરવું જોઈએ. ૭૬. તું વિદ્યમાન હોવા છતાં જાર પુરુષ તારી સ્ત્રીને ભોગવે તે તારા માટે કેટલું ઉચિત છે? અધમ અને કૂતરામાં શું ફરક છે? ૭૭. તેથી દ્રવ્યાદિની સામગ્રી હોવા છતાં તારે ઉપેક્ષા કરવી યોગ્ય નથી. યુદ્ધ કરીને પણ શું રામ રાક્ષસ પાસેથી સીતાને ન લાવ્યા? ૭૮. આ પ્રમાણે પ્રેરણા કરાયેલ હું બખતર પહેરીને ચાલ્યો. જો રાજા દુર્બલ હોય તો સૈનિકો વડે જ મરાય છે. ૭૯. પ્રિયાની સાથે મારો પ્રિય મેળાપ કયારે થશે એમ વિચારતો હું સાક્ષાત્ વિષ વેલડીની ક્યારી સમાન પલ્લિમાં ગયો. ૮૦. પલ્લિમાં દાનના ઉપચારરૂપ કાર્મણથી તે બંને વશ કરાયા. મેં ત્યાં એક વૃદ્ધાની સાથે સંપર્ક કર્યો. ૮૧. વૃદ્ધાએ મને આ પ્રમાણે કહ્યું : હે વત્સ! જો તું દુષ્કર કાર્ય સાધવા ઈચ્છે છે તો હું નક્કીથી કરી આપીશ. ૮૨. મેં તેને કહ્યું : હે માતા! આ પલ્લિમાં એવો કોઈ નથી જેની આગળ હું પોતાની વાત જણાવી શકે. ૮૩. ખારાપાણીવાળા મારવાડમાં મીઠા વીરડાની જેમ તું એક જ છે જે મારા કાર્યને કરી શકે. ૮૪. તેથી તે સ્વજન વત્સલ માતા! વત્સલ્યની પાસે જ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરાય છે. ૮૫. હું અમુક નામનો અને અમુક ગામનો રહેવાસી છું. ચોરો મારી પત્નીને ગ્રામમાંથી અહીં લાવ્યા છે. ૮૬. હે માતા તે હમણાં પલિપતિને ઘરે રહે છે. રત્ન જ્યાં જાય ત્યાં સર્વ રીતે શોભે છે. ૮૭. “તારા ઉપર પરમ પ્રેમને ધારણ કરતો તારો પતિ તારા ચરણના
Page #161
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૫૬ પાતથી પવિત્ર કરાયેલ આ પલ્લિમાં આવ્યો છે.” આ પ્રમાણે તારે તેની આગળ કહેવું એમ મેં વૃદ્ધાને સમજાવીને મોકલી, દૂતનું કાર્ય સ્થવિર સ્ત્રીઓને સોંપાય છે. ૮૯. પછી સ્થવિરાએ કહ્યું : હે વત્સ! તું ખેદ ન કર હું તારો સંદેશો પહોંચાડી દઈશ. શિષ્ટજનનો આચાર સુંદર હોય છે. ૯૦. તત્ક્ષણ જ મારી પત્ની પાસે જઈને આણે કહ્યું : હે સર્વાંગસુંદરી વત્સા ! તારો પતિ અહીં આવ્યો છે. ૯૧. સગુણથી શોભતી તારા ઉપર તારો પતિ રાગી છે. ગુણો ઉપર અહીં કોને પક્ષપાત નથી હોતો? ૯૨. હે સુભગા! તેણે મને તારી પાસે સંદેશો આપવા મોકલી છે તેથી કહે હું તેને શું જવાબ આપું? ૯૩. કૃત્રિમ સ્નેહ બતાવતી તેણીએ સ્થવિરાને કહ્યું : મારા પતિ જાતે મને અહીં લેવા આવ્યા છે તે અતિ સારું થયું. ૯૪. આ જે તે ઉપાય કરીને મને ચોરો પાસેથી છોડાવશે. જો બીજો કોઈ આવ્યો હોત તો મારો છુટકારો થાત કે ન પણ થાત. ૯૫. કેમકે એક આંગડીથી બીજી આંગડીમાં મોટું અંતર હોય છે. જેવો પતિનો પ્રેમ હોય તેવો સ્નેહાળ ભાઈનો પણ પ્રેમ હોતો નથી. ૯૬. તમારે મોટા આદરપૂર્વક મારો અભિપ્રાય તેને જણાવવો કે હું ચોરો વડે પકડાઈ છું છતાં જીવતી રહી છું તેમાં હે જીવિતેશ્વર ! તમારા સંગમનો મનોરથ કારણ છે. આશા લંબાવવા યોગ્ય છે. આ સર્વ પણ લોક આશા ઉપર જીવે છે. ૯૮. જે હું મરી ન ગઈ તે સારું થયું નહીંતર અમારો મેળાપ ન થાત. આથી જ કહેવાય છે કે જીવતો નર ભદ્ર જુએ છે. ૯૯. આજે પલ્લિપતિ સ્વયં ક્યાંક બહાર જવાનો છે એ ગયા પછી મારો પતિ મારી પાસે આવે. ૩00. નિઃશંક બનેલી હું તેને છટકારાનો ઉપાય બતાવીશ કારણ કે એકાંત વિના રહસ્ય કહેવું શક્ય નથી. ૩૦૧. તેના વડે આ પ્રમાણે કહેવાયેલી વૃદ્ધા પોતાને કૃતાર્થી માનતી મારી પાસે આવીને હર્ષપૂર્વક કહ્યું ઃ ૨. જેમ સીતા રામના બે ચરણનું ધ્યાન કરતી રાક્ષસના ઘરે રહી તેમ તારી સ્ત્રી તારા બે ચરણનું ધ્યાન કરતી પલ્લિ પતિના ઘરે રહી છે. ૩. તેણીએ કહેવડાવ્યું છે કે જેમ બહેરાશ નાશ પામે છતે શબ્દ કાનમાં આવે તેમ પલ્લિ પતિ બહાર જાય ત્યારે મારી પાસે આવે ૪. જેમ મહાવાદી વાદીનું ભાષણ પ્રાશ્નિક (પરીક્ષક)ની આગળ રજૂ કરે તેમ વૃદ્ધાએ મારી પત્નીને જણાવેલ ચાટુ વચનોને મારી સમક્ષ રજૂ કર્યા. પ. પલ્લિ પતિ બહાર નીકળ્યો ત્યારે અતિ ઉત્કંઠિત થયેલો હું જલદીથી સાંજે તેના ઘરે પહોંચ્યો કારણ કે ગુપ્ત કાર્ય કરવાનો તે સમય છે. ૬. હું તેના દષ્ટિપથમાં પડ્યો ત્યારે વેશ્યાની જેમ કૃત્રિમ સ્નેહનો અભિનય કરતી તેણીએ મારું અભ્યત્થાન વગેરે કર્યું. ૭. જાણે બંને કાનમાં અમૃત ન વર્ષાવતી હોય તેમ કોયલના કંઠ જેવી મધુરકંઠિની તે શઠ બોલી : ૮. મારા પતિનું આગમન થયું તે સારું થયું. સ્વામીઓ ચિરંજીવો. અહો ! મારી ભાગ્ય સંપત્તિ કેવી છે જે મારા પતિનું દર્શન થયું. ૯. નદીઓ સાગરમાં આવે છે. સાગર નદીઓ પાસે જતો નથી. પણ તમે મારી પાસે આવ્યા તે વિપરીત થયું. ૧૦. હે સ્વામિન્! હું પરવશ બનેલી શું કરું? હંસમાં ઉત્કંઠિત બનેલી હંસલી પાંજરામાં પૂરાયેલી હોય તો શું કરે? ૧૧. જેમ વર્ષાકાળ પૂર્ણ થયે છતે સૂર્યકમલિનીને દર્શન આપે તેમ તમે મને ઘણાં દિવસો પછી દર્શન આપ્યા. ૧૨. લાંબા સમય પછી ભાઈ મળે અને જેવો પ્રેમ ઉભરાય તેવો પ્રેમ બતાવતી મારી પત્ની રોવા લાગી. ૧૩. અહો ! આને મારા ઉપર કેવો વાણીને અગોચર સ્નેહ છે એટલે હું તેના ઉપર ગાઢ વિશ્વાસુ થયો. માયાવીઓથી કોણ ઠગાતું નથી? ૧૪. મેં પોતાના હાથથી આના આંસુઓ લુગ્યા. હું આને પાણી (દુઃખ)માંથી બહાર કાઢીશ તેવી મને નિશ્ચિત બુદ્ધિ થઈ. ૧૫. હું પણ આને ગદ્ગદક્ષરથી બોધ કરવા લાગ્યો. હે પ્રિયા! તારે શોક ન કરવો. સંસારની આવી સ્થિતિ છે. ૧૬. કહ્યું છે કે કોની નિર્ભર્સના નથી થતી? કોણ વ્યાધિથી પીડાતો નથી? કોની લક્ષ્મી સ્થિર હોય? કોણ સતત સુખી હોય? ૧૭. થોડીવાર પછી માયાથી આ કંઈક શોક વગરની થઈ.
Page #162
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૭
૧૫૭ અથવા સ્ત્રીઓના ચરિત્રને સ્ત્રીઓ જ જાણે છે. ૧૮. હે સ્વામિન્ ! તમે આને અલંકૃત કરો એમ બોલીને મને પલ્લિપતિની શય્યા ઉપર બેસાડ્યો. ૧૯. તે મલિન ચિત્તવાળી હોવા છતાં પણ મારો મળ દૂર કરવાના હેતુથી પલંગ પર બેઠેલા મારા બે પગ ધોવા લાગી. ૨૦.
એટલામાં અપશુકન થવાથી પલિપતિ પાછો આવ્યો જાણે કે સાક્ષાત્ મારા અસાતાનો વિપાક ન હોય! ૨૧. પલ્લિનાયકને જોઈને મનમાં હરખાતી, મનથી દુષ્ટ, ધૃષ્ટ, મીઠું બોલવામાં શિરોમણિ મારી સ્ત્રીએ મને કહ્યું ૨૨. હે સ્વામિન્ ! એક ક્ષણ શય્યાની નીચે છુપાઈ જાઓ. મેં વિચાર્યું બીજું અને થયું બીજું. ૨૩. હે પ્રિય! આ પલિપતિને હું સ્થાને રાખીશ (સમજાવીને રાખીશ, જેથી તમને આંચ નહીં આવવા દઉં. તમારે મનમાં સર્વથા અસમાધિ ન કરવી. ૨૪. હે મહામતિ અભય! પ્રિયાના વચનથી હું કંઈક નિર્ભીક થયેલો ચોરની જેમ પલંગની નીચે રહ્યો. ૨૫. મારી સ્ત્રીએ જાતે બહુમાનથી પલ્લિપતિનો સત્કાર કર્યો અને તે પણ તે જ શય્યા ઉપર બેઠો. ૨૬. તેના પગ ધોતી પત્નીને જોઈને હું અત્યંત દુભાયો. અથવા આ ખેદ સ્થાને છે. ૨૭. તથા પાપી ચોર મારી સ્ત્રી પાસે દાસીની જેમ કાર્ય કરાવે છે? શું પારકા હાથ શુભ હોય? ૨૮. આ પતિભક્તા સ્ત્રીને છોડાવવાની વાત તો દૂર રહી પણ મેં પોતાને હમણાં આપત્તિમાં નાખ્યો. ર૯. આ પ્રમાણે કેટલામાં પત્નીની પ્રતિકુળતાનો વિચાર કરું છું તેટલામાં હે શ્રાવક! હું અજાણ હોતે છતે જે થયું તે સાંભળ. ૩૦.
કુટિલાશયા મારી પત્નીએ પલિપતિને કહ્યું જો કોઈક રીતે મારો પતિ તમારી પાસે હમણાં આવે તો તમે શું કરો? હે પલિપતિ તે તું જલદી કહે. આ શું ઉત્તર આપે છે તે સાંભળવા હું સાવધાન થયો. ૩૨. ચોરના સ્વામીએ કહ્યું : હે સ્વામિની ! કદાચ તારો પતિ ઘરે આવશે તો હું શુભ આચરણ કરીશ. ૩૩. પોતાના વિભવને ઉચિત આદરપૂર્વક તેની ભક્તિ કરીને તારા માતાપિતાની જેમ હું પણ તને સમર્પણ કરીશ. ૩૪. તું જેની પાસે જાય તે કેવી રીતે પૂજ્ય ન બને? જેની પાસે રાજમુદ્રા હોય તે રંક હોય તો પણ શું સન્માન નથી પામતો? ૩૫. હે મગધરાજના પુત્ર (અભયો ! એટલામાં મેં વિચાર્યુ: અહો ! મારું મનોરાજ્યપૂર્ણ થશે અને પલિપતિની સાથે મારે શ્રેષ્ઠ મૈત્રી થશે. એક દ્રમથી મને બે વસ્તુની પ્રાપ્તિ થઈ. ૩૭. મને પૂજવા સંબંધી પલ્લિપતિનું અમૃત જેવું વચન આને સર્વથા સુખ આપનારું ન થયું. ૩૮. ક્રોડ કષ્ટને ઉત્પન્ન કરે એવું અનિષ્ટ વચન મને શું કહો છો? એવા ભાવને સૂચવનારી રોષથી ભયંકર ભ્રકુટીને તેણીએ કરી. ૩૯. ભ્રકુટીના દર્શનથી ભાવને જાણીને ચોરપતિએ કહ્યું હે વરવાર્ણિની ! તારી આગળ મેં ચતુરાઈ (મશ્કરી કરી છે. જો સાચું પૂછે તો હું તને અર્પણ નહીં કરું. કૃષ્ણને સમુદ્રનું મંથન કરીને જે લક્ષ્મીને મેળવી તે શું આપી (છોડી) દેવા માટે મેળવી હતી? ૪૧. હે ગૌરાંગી! ઉલટું આને નિર્દય ગાઢ બંધનોથી બાંધીને, ઘણાં ચાબુકોથી વારંવાર ફટકારીને પોતાના બે હાથને સુખી કરીશ. એક દ્રવ્યનું અભિલાષપણું છે તે મોટા વૈરનું કારણ છે. ૪૩. હે શ્રાવક! તેવા પ્રકારના વચનને સાંભળીને મારી પત્નીનું વંશજાલી જેવું ગહન ચારિત્ર વિચાર્યું. ૪૪. અહો ! મારી પત્નીનો વચન વિન્યાસ કેવો હતો ! અહો તેનો સંદેશો કેવો હતો ! અહો ! તેણીએ કેવો મારો સત્કાર કર્યો! અહો તેણીએ કેવી રડવાની ક્રિયા બતાવી! ૪૫. આ પાપિણીએ મને મારવા આ કાવતરું રચ્યું છે. શું બીજા કોઈ હેતુ માટે બકરાનું પોષણ કરાય છે! ૪૬. શય્યાની નીચે રહીને હું આ પ્રમાણે વિચારતો હતો ત્યારે તેણીએ ભુસંજ્ઞાથી પલ્લિપતિને ઈશારો કર્યો. ૪૭. પલિપતિએ મારા વાળ પકડીને ખેંચીને જેમ દંડપાશિકનો માણસ છુપાયેલા ચોરને બહાર કાઢે તેમ બળાત્કારે બહાર કાઢયો. ૪૮. પછી મારા બે બાહને પીઠ પાછળ ખેંચીને ભીના ચામડાથી
Page #163
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૫૮
થાંભલાની સાથે બાંધ્યો. શું ચોરો હમણાં મને આ કર્મની શિક્ષા કરશે ? ૪૯. જેમ જાતિવંત ઘોડાને ચાબુક મારી મારીને શિક્ષિત કરાવાય તેમ મને વારંવાર ચાબુકોથી ફટકાર્યો. ૫૦. નિર્દય તાડન કરાતો હું મોટી વ્યથાને પામ્યો. બુદ્ધિમાનોએ સાચું જ કહ્યું છે ''પરવશતા તે નરક છે.'' ૫૧. જાણે સાક્ષાત્ મારા અશુભ કર્મનો પુંજ ન હોય તેવો પલ્લિપતિ મારી તેવી અવસ્થા કરીને સ્વયં સૂઈ ગયો. ૫૨. પલ્લિપતિ અને મારી સ્ત્રીને ગાઢ નિદ્રા આવી ત્યારે કયાંકથી પણ આવીને કૂતરાએ ભીની ચામડાની દોરીને ખાધી. ૫૩. આ બંને સૂતા હતા ત્યારે મારા બંધન નિર્વિઘ્ને છૂટયા. આ જ કારણથી કહેવાયું છે કે પાપીઓ સૂતેલા સારા. ૫૪. ચિત્રથી ચિત્રાયેલ મનવાળો હું ધ્યાન કરવા લાગ્યો કે વાદળની જેમ કર્મોની ગતિ જાણવી શક્ય નથી. ૫૫. મારું બંધન શાથી થયું ? અથવા આ બેને કેવી રીતે ઊંઘ આવી ગઈ ? તત્ક્ષણ કયાંકથી પણ કૂતરાનું આગમન શાથી થયું ? ૫૬. તેણે એકાએક જ બંધનને શાથી ખાધું ? અહીં વધારે શું વિચારવું ? કર્મ જ સુખદુઃખનું કારણ છે. ૫૭. વૈરનો બદલો વાળવા આની જ તલવારથી પલ્લિપતિને મારીને શું હું પોતાના ઘરે જાઉં ? ૫૮. અથવા તો આને મારવાથી શું ? આનો કોઈ દોષ નથી. મારી સ્ત્રીનો જ દોષ છે. ૫૯. અથવા આ દુઃશીલા પાપિણીને ઘરે લઈ જાઉં ? જેવી તેવી પણ પત્ની પરઘરે સારી નથી. ૬૦. ચોરની તલવાર લઈને જે રીતે તે ન જાગે તે રીતે મારી પત્નીને ઉઠાળીને મેં નિષ્ઠુરતાથી કહ્યું ઃ ૬ ૧. હે દુઃશીલા ! હે લજ્જાથી મુકાયેલી હે પતિનો નાશ કરનારી ! હે પાપિણી ! જો તું કાંઈ બોલીશ તો તારું માથું ઉડાવી દઈશ. ૬૨. આ રીતે ભયભીત કરાયેલી તે મારાથી આગળ ચાલવા માંડી. અથવા તો મારી નંખાયેલના મુખો જલદીથી સંભળાય છે. ૬૩. ચોરની ખબર લેવાના હેતુથી મેં હાથમાં તલવારને લીધી. અમે બંનેએ સૂચિભેધ (ગાઢ) અંધકારમાં અમારા ઘર તરફ પ્રયાણ કર્યું. ૬૪. તેણીએ વસ્ત્રના છેડાના ભાગમાં રહેલી દશીઓને કાઢી કાઢીને માર્ગમાં વેરતી આવી. વૈરનો બદલો વાળવા સમસ્ત પણ લોક પોત–પોતાની શક્તિ અનુસાર પ્રયત્ન કરે છે. ૬૫. અમે બંને ચાલતા હતા ત્યારે રાત્રિ જલદીથી પૂરી થઈ તેથી હું માનું છું કે મારા પત્ની સાથેના સંબંધને જાણવા અસમર્થ થઈ. ૬ . હું પત્નીની સાથે ગાઢ વંશજાળીમાં પ્રવેશ્યો. હે સન્મતિ (અભય) ! હું પોતાને લંકામાં પ્રવેશેલો માનતો હતો. ૬૭. તેણી એ રસ્તા પર વેરેલા દશીઓના ટૂકડાને હું જાણતો ન હતો ખરેખર પુરુષો પાસે એક શૌર્ય જ પરમ બળ છે. પરંતુ સ્ત્રીઓ પાસે બુદ્ધિનું પરમ બળ છે. ૬૮. પગી પગલાની શ્રેણીને અનુસારે લક્ષિત સ્થાને પહોંચે તેમ દશીના ટુકડાના અનુસારે ચોરનું પૂર પાછળ આવી પહોંચ્યું. ૬૯. આ પકડાયો પકડાયો એમ બોલતા હરખાયેલા ચોરો પિતાના ઘરની જેમ વંશજાળીમાં પ્રવેશ્યા. ૭૦. હે મંત્રિન્! ચોરોએ મને તલવારના પ્રહારોથી જર્જરિત કર્યો. વૈરીના હાથમાં સપડાયેલાઓને શું સુકુમારિકા (સેવ)ની પ્રાપ્તિ થાય ? ૭૧. લાકડાની જેમ બળાત્કારે મને પૃથ્વીતલ ઉપર પાડ્યો અને મારી નાખવાની ઈચ્છાથી મને દુઃખ આપ્યું. ૭ર. બે હાથ-પગ અને માથામાં મને ખીલાથી જડી દીધો. આ જગતમાં કોણે સ્ત્રીના કારણે આપત્તિઓ નથી મેળવી ? ૭૩. કંઠે આવેલા પ્રાણ જેવી મારી અવસ્થા કરીને જેમ દારૂડિયો દારૂને લઈ જાય તેમ ચોરો મારી પત્નીને લઈને ચાલી ગયા. ૭૪. અહો ! દશીના ક્ષેપની મારી બુદ્ધિ ફળવાળી થઈ જેના પ્રભાવથી પાપી પતિ મરણાંત કષ્ટને પામ્યો. ૭૫.
તેણીએ મનપ્રિય પલ્લિપતિને ફરી મેળવ્યો. એમ હર્ષ પામેલી મારી પત્ની પલ્લિપતિના ઘરે રહી. ૭૬. ત્યાર પછી કાંયથી કોઈક વાંદરો મારી પાસે આવ્યો. તે વખતે (દુઃખના કાળે) સહાય મળે તે પણ પુણ્ય છે. ૭૭. મને જોઈને મૂર્છા પામેલો તે ભૂમિ ઉપર પડયો. હું માનું છું કે મારું તેવા પ્રકારનું દુઃખ
Page #164
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૭
૧૫૯ જોવા અસમર્થ થયો. ૭૮. તે ક્ષણથી ચેતના પામીને ક્યાંક જંગલમાં ચાલ્યો ગયો. આ જંગલમાં રહેતા મને ફરીથી મૂર્છા ન આવી જાય એવી બુદ્ધિથી તે ગયો. ૭૯. પછી વાંદરો શલ્યોદ્ધારણી અને સંરોહિણી નામની બે ઔષધિ તથા કમળપત્રમાં પાણી લઈ આવ્યો. ૮૦. જાણે સાક્ષાત્ મારી પીડાને ઘસતો ન હોય તેમ તેણે ખીલા કાઢવા માટે શલ્યોદ્ધારણી ઔષધિને શિલા ઉપર જલદીથી ઘસી. ૮૧. તેણે ચંદનની જેમ ઔષધિને મારા ત્રણ ઉપર લગાવી આથી જ વિકલ્પથી વાંદરાને મનુષ્ય કહેવાય છે. (કેમકે વાંદરો પણ ક્ય રેક મનુષ્યના કાર્યો કરે છે.) ૮૨. ઉત્તમ ઔષધિના પ્રભાવથી મારા પાંચ સ્થાનોમાંથી પાંચેય ઈન્દ્રિયોની વ્યથા સમાન ખીલાઓ નીકળી ગયા. ૮૩. વ્રણસંરોહિણી ઔષધિ ઘસીને તેના ઉપર ઉત્તમ રસ લઈને મનુષ્યની જેમ વાનરે મારા અંગ ઉપર લખ્યું. ૮૪. તત્ક્ષણ જ મારા શરીર ઉપર ઘા રુઝાઈ ગયા. કારણ કે ઓષધિ–મણિ અને મંત્રોનો અચિંત્ય પ્રભાવ છે. ૮૫. હે મંત્રિનું! જેમ વસંત ઋતુમાં વનરાજી ખીલી ઉઠે છે તેમ હું વાંદરાની કૃપાથી નવચેતનવંતો થયો. ૮૬. તે કપિપુંગવે મારી આગળ આ પ્રમાણે અક્ષરો લખ્યા. પૂર્વભવમાં હું સુપ્રતીત વ્રજમાં સિદ્ધકર્મ નામનો ભદ્રિક વેધ થયો અને આયુર્વેદશાસ્ત્રમાં નિપુણ થયો અને ધનવંતરી વૈદ્યની જેમ સર્વરોગનો ચિકિત્સક થયો. ૮૮. કરેલા કર્માનુસાર હું વાંદરાના ભવમાં ઉત્પન્ન થયો. મનુષ્યપણું કે વાનરપણું પૂર્વે ઉપાર્જિત કરેલા કર્મનું ફળ છે. ૮૯. જેમ હાથીનો નાયક અટવીમાં ભમે તેમ હું નાયક થઈને યુથની સાથે લીલાથી અટવીમાં ભમ્યો. ૯૦.
એકવાર હું વાનર અને વાનરીઓ સાથે ક્રીડા કરતો હતો ત્યારે કોઈ યમ જેવો બલવાન વાંદરો આવી ચડ્યો. ૯૧. જેમ સુગ્રીવે સાહસગતિની સાથે યુદ્ધ કર્યું તેમ મારી સ્ત્રીમાં લુબ્ધ થયેલા તેની સાથે હું ક્રોધથી લાલ બનીને યુદ્ધ કરવા લાગ્યો. ૯૨. મરવા જેવી અવસ્થા પમાડીને આણે મને ક્ષણથી જીતી લીધો અથવા પૃથ્વી ઉપર શેરને માથે સવાશેર હોય છે. ૯૩. જેમ દુર્યોધને પાંડવોને જુગારમાં જીતીને રાજ્ય પડાવી લીધું તેમ ભાગીદારની જેમ મને યૂથમાંથી દૂર કરીને મારા પરિવારને ભોગવે છે. વસુંધરા વીર ભોગ્યા છે. ૯૫. રાજ્યથી ભ્રષ્ટ થયેલ રાજાની જેમ પોતાના યૂથથી ભ્રષ્ટ કરાયેલ એકલો ગરીબડો હું સર્વત્ર ભણું છું. ૯૬. તારા આયુષ્યથી ખેંચાયેલો ભમતો હું અહીં આવ્યો છું એમ માનું છું. હે મહાભાગ! તને જોઈને હું ધ્યાનમાં ચડ્યો. ૯૭. મેં પૂર્વે આને ક્યાંય જોયો છે એમ વારંવાર વિચારતા મને જાતિ સ્મરણ જ્ઞાન થયું. અને સકલવૈદ્યવિદ્યા ઉપસ્થિત થઈ. ૯૮. બે ઔષધિઓ લાવીને તેને સાજો કર્યો. સજ્જનોની સકલ કલાઓ પરોપકારના એક સારવાળી હોય છે. ૯૯. તેથી હે મહાભાગ! હમણાં શત્રુ પાસેથી મારા યૂથને નક્કીથી પાછો મેળવવા સમર્થ થાઉ ૪૦૦. જેમ રામે સુગ્રીવને સહાય કરી હતી તેમ તું મને સહાય કર. પોતાની વસ્તુ સત્ત્વ વિના પ્રાપ્ત થતી નથી. ૪૦૧. હે અભય! પછી મેં વાનરને કહ્યું કે પ્રાણદાયક તે મને બહુ જ મામુલી કામ બતાવ્યું. ૪૦૨. જેમકે- કોઈ પુત્ર સવારે ઉઠીને માતાપિતાને નમે, પછી સુગંધિ તેલથી અત્યંત અત્યંગન કરીને સ્નાન કરાવવામાં નિપુણ એકતપ્ત પાણીથી સ્નાન કરાવે. સુંદર ખાદ્ય પદાર્થોથી ભોજન કરાવે, સ્વયં માખીઓને ઉડાળે, ચંદ્ર જેવા શીતળ – ચંદનથી કસ્તૂરી યુક્ત વિલેપન કરાવે, સુંદર કુંડલાદિ અલંકારોથી અલંકૃત કરાવે, ચીનદેશ વગેરેમાં બનેલા વસ્ત્રો પહેરાવે, શ્રવણની જેમ ખાંધ ઉપર બેસાડીને વહન કરે. આવી ભક્તિને કરતો પુત્ર પણ માતા પિતાના ઉપકારનો બદલો વાળી શકતો નથી. તેમ છે કપીશ્વર! હું પણ તારો ઉપકાર વાળી શકતો નથી. ૭. જેમ તે પ્રાણાંત કષ્ટમાં પડેલા મને ઉગાર્યો તેમ જો હું તને તે પ્રકારે બચાવું તો ઉપકાર વળે. અથવા તો તેવી રીતે ઉપકાર કરું તો પણ ઉપકાર વળે તેમ નથી. ૯. કેમકે કહ્યું છે કે જે વગર ઉપકારે ઉપકાર કરે તેને જ ઉપકાર કહ્યો છે. ઉપકારી
Page #165
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૬૦ ઉપર ઉપકાર કરવો તે વણિક ધર્મ છે સાધુ ધર્મ નથી. ૧૦. તો પણ શત્રુ ઉપર જય મેળવવામાં તને સહાય કરીને ભક્તિ કરીશ. લોકો વડે ચંદ્ર અવસ્થા પ્રમાણે પૂજાય છે. ૧૧.
શત્રુ વાનર પોતાના યૂથની સાથે જ્યાં વિલાસ કરતો હતો ત્યાં પોતાના કાર્યની સિદ્ધિ માટે લઈ ગયો. ૧૨. બુદ્ધિમાન વાનરે મને ઝાડ નીચે ઉભો રાખ્યો કેમકે બુદ્ધિ વિના એકલા પરાક્રમથી કાર્યની સિદ્ધિ થતી નથી. ૧૩. તે ઉત્સાહપૂર્વક શત્રુની સાથે યુદ્ધ કરવા લાગ્યો. અથવા સ્વામી પાસે હોય ત્યારે કૂતરો પણ જુસ્સાદાર બને છે. ૧૪. દાંતોને કચકચાવતા, બે પૂંછડાને ઉછાળતા, પૃથ્વી ઉપર પૂંછડાને પછાળતા, આકાશમાં ઉછળતા, મોટેથી ઘૂરકતા, લાલ આંખ કરતા, મારા વડે આશ્ચર્યપૂર્વક જોવાતા તે બે વાનરોએ મુષ્ટામુષ્ટિ, કેશાકેશિ, દંતાદંતિ, નખાનખિથી વાલી–સુગ્રીવની જેમ યુદ્ધ કરવા લાગ્યા. ૧૭.
યૂથમાંથી કોઈપણ વાંદરાએ બેમાંથી એક પણ નાયકને સહાય ન કરી. અથવા સર્વ લોક સંસારમાં બીજાનો તમાશો જોનાર હોય છે. ૧૮. નખ અને દાંતના ઘાથી લોહીલુહાણ થઈ રહેલા શરીરવાળો આ વાંદરો શત્રુ વાનર વડે જિતાયો. સર્વદા બળવાનનો જય છે. ૧૯. આ જલદીથી નાશીને મારી પાસે આવ્યો. તેણે આ પ્રમાણે અક્ષરો લખ્યા. વાષ્પીનો (મૂંગા) બીજું શું કરે ? ૨૦. ચિત્તમાં તારી સહાય લઈને મેં ઘણું યુદ્ધ કર્યું. ખીલાના બળથી વાછરડો ઘણો મદ કરે છે. ૨૧. હે મિત્ર! તારી દેખતા હું આ દશા પામ્યો. મને ચિત્તમાં તારો ઘણો વિશ્વાસ હતો તું મને સહાયક થઈશ. રર. હમણાં હું કોની આગળ પોકાર કરું. જ્યાં સુધી ભીંતમાં આથડી ન પડાય ત્યાં સુધી જવાય છે. ૨૩. હે મંત્રિનું ! પછી મેં તેને કહ્યું : હે વાનર શિરોમણિ જે તું બોલે છે તે આપ્તના વચનની જેમ નક્કીથી સત્ય છે. ૨૪. પરોપકાર કરવામાં નિષ્ણાંત તું જીવિત હોતે છતે મેં તને સહાય ન કરી. તેમાં આ કારણ છે. ૨૫. જેમ પાણી અને દૂધનો ભેદ ન પારખી શકાય તેમ અત્યંત ઉગ્ર ક્રોધથી યુદ્ધ કરતા તમારા બે માં હું ભેદ ન પારખી શક્યો. ૨૬. હે મહાભાગ ! અજાણતા પણ હું વિપરીત પ્રવૃત્તિ કરી દઉં તો સહાય કરવાનું બાજુ પર રહો પણ નુકસાન કરી દઉ. ૨૭. જરાકુમારે શું અજાણતા કૃષ્ણને ન માર્યો? અજાણતા લોકો દાંતોથી શું જીભને કચડી નથી નાખતા? ૨૮. જેમ પીળી ધ્વજાના ચિહ્નથી સૂર્યના વિમાનને ઓળખી શકાય તેમ તું પોતાના ગળામાં વનમાળાને તે રીતે ધારણ કરી જેથી હું તને ઓળખી શકું. ર૯. મારું વચન માનીને તેણે જાણે ભવિષ્યની જયલક્ષ્મીની વરમાળા ન હોય તેમ વનમાળાને ગળામાં ધારણ કરી. ૩૦. સંગ્રામમાં ઉત્પન્ન થનાર શરીરના તાપનો નાશ કરવા જાણે શું ગળામાં વનમાળા ધારણ ન કરી હોય તેમ વૈરીની સાથે યુદ્ધ માંડ્યું. ૩૧. જેમ કિલ્લા ઉપર ચઢેલો ભટ નીચેનાને મારે તેમ તેના વૈરીના મર્મપ્રદેશ ઉપર મેં પથ્થર માર્યો. ૩૨. ગાઢ પ્રહારથી અત્યંત પીડા પામેલો ઘણો અન્યાયી છે એમ જાણીને શું પ્રાણોએ તેને ન ત્યજી દીધો હોય! અર્થાત્ અત્યંત અન્યાયકારી વાંદરાનો પ્રાણોએ ત્યાગ કર્યો. ૩૩. આગળ પલ્લિપતિ મૃત્યુના કાર્યરૂપ જે નાટક ભજવવાનું છે તેની પૂર્વભૂમિકા સ્વરૂપ શું રંગ પ્રવેશ ન હોય તેવો કપિઘાત મારા હાથે થયો. ૩૪. ત્યાર પછી મારો ભાઈ વાનર ગાઢ-ઉત્કંઠિત ચિત્તથી અને આનંદના પૂરની સાથે પોતાના યૂથનો સ્વામી થયો. ૩૫.
વાનરની રજા લઈને હું ક્રોધથી પલ્લિપતિની પાસે ગયો. મૃગલાઓ વડે સિંહને જે ઘાત અપાય છે તે શું સિંહ ભૂલી જાય? ૩૬. આ મરણ પામેલ જીવને નીકળવાનો દરવાજો ન હોય તેમ મેં રાત્રે પલિપતિના ઘરે ખાતર પાડ્યું. ૩૭. અનિવૃત્તિ ગુણસ્થાને (૯મા ગુણ ઠાણે) છેલ્લા અંશમાં (ભાગમાં) માયાની સાથે જેમ લોભ રહેલો હોય તેમ મારી પત્નીની સાથે એક જ શય્યામાં સૂતેલા પલ્લિપતિને જોયો. ૩૮. હે શ્રાવક અભય! હું પ્રથમથી જ આ બંને ઉપર ક્રોધે ભરાયેલો હતો અને હમણાં તે બને તેવી સ્થિતિ રહેલા
Page #166
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૭
૧૬૧ જાણીને ગાઢતર ક્રોધિત થયો. ૩૯. પૂર્વે પણ બહેન નૃત્ય કરવાની ઈચ્છાવાળી હતી અને હવે તેના બે ચરણમાં રણકાર કરતી ઝાંઝર બાંધવામાં આવી પછી શું કહેવાનું હોય! ૪૦. પલિપતિનો વિનાશ કરવા મેં નિવૃણ ચિત્તથી તેની જ કાળા સાપ જેવી દારૂણ તલવાર હાથમાં લીધી. ૪૧. પલ્લિપતિને ગળી જવા શું જાણે યમે જીભને ન લંબાવી હોય એવી કોશમાંથી ખેંચેલી તલવાર અત્યંત ચમકી. ૪૨. જેમ ખેડૂત દાતરડાથી જુવારને વાઢે તેમ મેં તલવારથી તેનું મસ્તક વાઢ્યું. કોપરૂપી ભૂતથી વશ કરાયેલા અને પરાભવ પામેલા જીવો શું ન કરે ?૪૩. જેમ માંત્રિક શાકિનીને પકડે તેમ કોપાવેશને વશ થયેલ મેં પાપિણી પત્નીને વાળથી પકડી. ૪૪. મેં પત્નીને અધિક્ષેપ કર્યો. હે કુલટા ! હે કુલદૂષિકા! હે મહાઘોર રાક્ષસી ! હે ચલૅન્દ્રિયા! આગળ ચાલ જો પોકાર કરીશ તો હે રાંડ! હે ચંડા! જેમ પલિપતિનું કર્યું તેમ તારું કરીશ. ૪૬. જ્યાં સુધી સ્ત્રીહત્યા સ્ત્રીહત્યામાં લેખાતી હોય ત્યાં સુધી જ સ્ત્રી હત્યા છે નહીંતર ખરહત્યાની જેમ સ્ત્રીહત્યા ગણાતી નથી. ૪૭. જેમ બપોર પછીની દોડતા શરીરની છાયા આગળ આગળ ચાલે તેમ ભય પામેલી આ જલદીથી મારી આગળ ચાલવા માંડી. ૪૮. હે દુઃકૃતકારિણી ! હમણાં પણ દશાક્ષેપને કરશે તો તને ચરમ દશાને પહોંચાડું. આ પ્રમાણે માર્ગમાં તેની ઉપર આક્રોશ ઠાલવતા જીભને સુખ આપતો હે અભય! હું પોતાના ગામમાં નિવિને લઈ ગયો. ૫૦. પછી મેં આ દુશ્ચારિણી સ્ત્રી સ્વજનોને સોંપી દીધી. કોણ ગળા ઉપરની ગંડમાળાને ફોડવા ન ઈચ્છે? ૫૧.
એટલામાં અભયે કહ્યું : જો પૂર્વે તમે તેનો ત્યાગ કરી દીધો હતો તો પછી પ્રાણનો સંશય કરાવે એવા સંરભને શા માટે કર્યો? પર. સુવ્રત સાધુએ કહ્યું તે સાચું કહ્યું પણ તેમાં જે હેતુ છે તેને હે કુશાગ્રબુદ્ધિ અભય! સારી રીતે સાંભળ. પ૩. અનર્થકારિણી પત્નીનું મારે કોઈ પ્રયોજન ન હતું પરંતુ લીધેલી પ્રતિજ્ઞાને પૂરી કરવા સરંભ કર્યો. ૫૪. અભયે સાધુને કહ્યું : હે ભગવન્! આ એમ જ છે. નીચ પુરુષો વિદનના ભયથી કાર્યનો આરંભ કરતા નથી. જેમ શત્રુકુક્કડાથી ત્રાસ પામેલ કુકડા સંગ્રામમાંથી ભાગી જાય છે તેમ મધ્યમ પુરુષો કાર્યનો આરંભ કરીને વિપ્ન આવે ત્યારે અધવચ્ચે મૂકીને ભાગી જાય છે. તમારા જેવા સત્ત્વશાળી જીવો સેંકડો વિદ્ગો આવે તો પણ કાર્યને છોડતા નથી. ૫૭. યુદ્ધમાં પ્રહારોથી જર્જરિત થયેલો ઉત્તમ ક્ષત્રિય નાકના ટેરવા ઉપર શ્વાસ આવે તો પણ શું શસ્ત્રને છોડે? ૫૮. મંત્રી વડે એમ સ્તવના કરાતા મુનિ પુંગવે કહ્યું : પત્નીની ચેષ્ટાને યાદ કરતો હું પરમ વૈરાગ્યને પામ્યો. ૫૯. જેઓને મૂળથી સ્ત્રીઓ નથી તે આ ગૃહસ્થો ધન્ય છે. જ્યાં ક્યારેય ઈતિઓ નથી તે દેશ ધન્ય કેમ નહીં? ૬૦. તેઓ ધન્ય છે, તેઓ વંદનીય છે તેઓ વડે આ પૃથ્વીતલ ભૂષિત કરાયું છે. જેઓએ સ્ત્રીને પરણવાનો વિચાર પણ નથી કર્યો. ૬૧. જેઓ હંમેશા વિષવેલડીની જેમ સ્ત્રીઓ ઉપર રતિ કરતા નથી તેઓએ દુશમનના ગુપ્ત મર્મ સ્થાનને જોયું છે. ૨. સેંકડો કપટનું ધામ, સંધ્યાની જેમ ક્ષણથી રાગી અને વિરાગી થતી સ્ત્રીઓ ઉપર કોણ વિશ્વાસ મુકે? ૬૩. મનમાં વિચારે છે બીજું, મુખમાંથી બોલે છે બીજું, અને કાયાથી કરે છે બીજું આ સ્ત્રીઓની વિપરીતાને ધિક્કાર થાઓ. ૬૪. બુદ્ધિમાનો ગંગાની રેતી, હિમાલય પર્વત અને સમુદ્રના પાણીના માપને જાણે છે પણ સ્ત્રીના હૃદયને જાણતા નથી. ૫. માયાથી ગહન ચિત્તવાળી સ્ત્રીઓના ભાવને કોણ જાણે છે? કેમકે ઘણાં જીવો કર્મપ્રકૃતિના સ્વરૂપને જાણતા નથી. દ૬. રાગી થયેલી સ્ત્રી દૂધ-ખાંડ-દ્રાક્ષ અને અમૃત જેવી છે. વિરાગી થયેલી મહાનાગ, દુષ્ટ મંત્ર અને ગર સમાન છે. ૬૭. રાગી થયેલી સ્ત્રીઓ પરલોક ગયેલા પતિની પાછળ મરે છે, અને દ્વેષી થયેલી જીવતા પણ પતિને ક્ષણથી મારે જ છે. ૬૮. આ સ્ત્રીઓ રડે અને રડાવે છે, મૃષા વચનો બોલીને લોકોને પોતાના વિશ્વાસ કરે છે.
Page #167
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૬૨ કપટથી વિષને ખાય છે. દ૯. આ સ્ત્રીઓ કુળથી વશ કરાતી નથી, રૂપથી વશ કરાતી નથી, મનથી વશ કરાતી નથી. ૭૦. પણ મહારાગ એવા કામરાગથી ગ્રસ્ત થયેલ દષ્ટિવાળા કેટલાક જીવો સ્ત્રીઓને બીજી રીતે જુએ છે તથા તેઓનું વચન છે કે હું સાચું કહું છું. હિતકારી કરું છું. ફરી ફરી સારભૂત કહું છું કે આ અસાર સંસારમાં મૃગાક્ષી સ્ત્રીઓ સારભૂત છે. ૭ર. પ્રિયાનું દર્શન જ થાઓ, બીજાનું દર્શન કરવાનું શું કામ છે? જે સરાગચિત્તથી પણ મોક્ષ પમાય છે. ૭૩. તેથી મેં ગૃહવાસને છોડીને દીક્ષા ગ્રહણ કરી કારણ કે તે દીક્ષાના પાલનમાં સ્ત્રીના વસ્ત્રના છેડાનો સ્પર્શ પણ ઈચ્છાતો નથી. ૭૪. તેથી તે બુદ્ધિના ધામ અભય ! મેં સુસ્થિત આચાર્ય ભગવંત પાસે મરણનો નાશ કરનારી ભાગવતી દીક્ષા લીધી. ૭૫. હે નીતિજ્ઞ ! મને આ મહાભય હમણાં યાદ આવી ગયો. પટજ્ઞાનથી (ક્ષયોપશમ ભાવના જ્ઞાનથી) ઉત્પન થયેલ સંસ્કાર કોની સ્મૃતિ માટે ન થાય? ૭૬.
અંજલિ જોડીને અભયકુમારે મુનિને કહ્યું : હે ભગવન્! પૃથ્વીતલ ઉપર તમે કૃતપુણ્ય છો જે તમને ભવનો નિગ્રહ કરનાર સ્થિર વૈરાગ્યે થયો. કારણકે ઘણું કરીને મર્કટ (વાંદરો) વૈરાગ્ય જીવોને થાય છે. ૭૮. ભય વિનાનો અભય જ્યારે ત્રીજા પહોરમાં ભાવના ભાવતો હતો ત્યારે ધનદ સાધુ વસતિમાંથી બહાર નીકળ્યા. ૭૯. સૂરિના કંઠમાં રહેલા હારને જોઈને આ મુનિ વિદ્યતના ઝબકારાની જેમ ક્ષણથી એકાએક કંપ્યા. ૮૦. અહો ! કર્મના વિપાકને નહીં જાણતા કોણે આવું કર્મ કર્યું છે ? અને પોતાના આત્માને મહાગાધ ભવસમુદ્રમાં ડુબાડ્યો છે. ૮૧. કલંક આપવાના હેતુથી કોઈક શત્રુએ આ કાર્ય કર્યું છે. કારણ કે પાપીઓને કોઈ અકૃત્ય અકૃત્ય લાગતું નથી. ૮૨. અથવા કોણ નિષ્કલંકોને કલંક આપવા સમર્થ થાય? ચંદ્ર ઉપર ફેકેલી ધૂળ શું ચંદ્રને ચોંટે? ૮૩. આજ કારણથી ખરેખર અભય વ્યાકુલ વર્તે છે. અથવા આવા પ્રકારના હારની ચોરીમાં અભયની વ્યાકૂલતા સ્થાને છે. ૮૪. એ પ્રમાણે કાર્ય થયે છતે હું જાણતો નથી શું થશે? અથવા ચિંતાથી સર્યું જે થવાનું હશે તે થશે. ૮૫. પોતાના પહોરમાં સૂરિની સેવા કરીને ભય પામેલ મુનિ 'અતિભય' એમ ધીમેથી બોલીને વસતિમાં પ્રવેશ્યા. ૮૬. અભયકુમારે પૂછ્યું : તમને ભય કયાંથી? સુખના એક ધામ મોક્ષમાં દુઃખનો પ્રવેશ કયાંથી હોય? ધનદ મુનિએ કહ્યું : તું (અભય) જે કહે છે તે પ્રમાણે છે એમાં કોઈ સંશય નથી. યતિઓ સાત ભયથી મુક્ત હોય છે. ૮૮. માત્ર ગૃહસ્થાવાસમાં મેં જે ભય અનુભવ્યો તેનું સ્મરણ થયું. અથવા કોનું મન સદા એક ધ્યાનમાં ટકી રહે? ૮૯. અભયે કહ્યું હું તમારી આ કથાને સાંભળવા ઈચ્છું છું. ખરેખર સજ્જન પુરુષોના ચરિત્રો અમૃત કરતા પણ ચડી જાય છે. ૯૦. તેણે કહ્યું : હે શ્રાવક! જો તમારે સાંભળવાની ઉત્કંઠા હોય તો સંભળાવું છું કારણ કે અહીં ભુખ્યો લોક ભોજન કરાવાય છે. ૯૧.
ધનદમુનિનું કથાનક અવંતિ નામના દેશમાં જે મોટા કુટુંબોને વસવા માટે ઉદ્યાન સમાન એક ગામ હતું. તે ગામમાં ઘણાં પુષ્ટ ગોકુલો હતા. એકવર્ણવાળું હોવા છતાં તે ચાર પ્રકારના વર્ણવાળા લોકોથી શોભતું હતું. તે ગામનો રહેવાસી ક્ષાત્ર તેજથી સુંદર હું ક્ષત્રિય હતો. વળી હું સૌષ્ઠવ શરીરને ધરાવતો હતો. ૯૩. અવંતીદેશમાં વસતા શ્રેષ્ઠ કુળમાં જન્મ પામેલ ક્ષત્રિયની રૂપવતી પુત્રી હતી. હે મંત્રિનું ! પરિણામને નહીં જાણતા પાપની મૂર્તિ આ લક્ષ્મીને ઉતાવળથી પરણ્યો. કામીઓને વિચારણા હોતી નથી. ૯૫.
એકવાર હું પત્ની તેડવા આનંદ સહિત ચાલ્યો. જમાઈ સસરાના ઘરને પોતાના ભંડારની જેમ માને છે. ૯૬. હાથમાં તલવાર લઈને હું એકલો માર્ગમાં ચાલવા લાગ્યો. જે ક્ષત્રિયો બીજાને સહાય કરે
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૬૩
સર્ગ-૭
તેઓને શું બીજાની સહાયની જરૂર પડે ? ૯૭. હું અતિઘોર મહાકાલ નામના શ્મશાનમાં પહોંચ્યો. મેં માન્યું કે ત્યાં રત્નપ્રભા પૃથ્વીનો એક પાતળો આવ્યો હતો. ૯૮. અને તે સમયે સૂર્ય પશ્ચિમ સમુદ્રમાં ડુબ્યો. સૂર્યનું એક પણ કિરણ બચાવનાર ન થયું. ૯૯. આથમતા સૂર્યમંડળના આલિંગનથી જાણે સરાગ થયેલી સંધ્યા લાલવર્ણવાળી થઈ. ૫૦૦. આ પિતૃવનમાં જતા ઘણાં પણ લોકો ભય પામે છે. હે પ્રાણ ! તું ભય વિના એકલો આ શ્મશાનમાં શા માટે જાય છે. ૫૦૧. અથવા ત્યાં પહોંચીને તું હકીકત જાણશે. સ્વયં જ ત્યાં જઈને ઉભો રહ્યો એટલે રોષના વશથી સંધ્યા જાણે લાલ થઈ. ૨. અથવા જેનું વર્ણન સંભળાય છે એવું શ્મશાન ભયાનક છે તો સાક્ષાત્ દેખાતું શ્મશાન પ્રાણ હરે એમાં શું આશ્ચર્ય હોય ? ૩. તે શ્મશાન કેવું છે– શ્મશાનમાં કોઈક સ્થાને ભૂતોનું ટોળું નાચી રહ્યું છે. કોઈક સ્થાને માલિક વિનાના કલેવરો પડેલા છે. ૪. કોઈક જગ્યાએ જાણે યમના પથ્થરના ગોળા ન હોય તેમ ખોપડીઓ પડેલી છે. કોઈક સ્થાન યશના પૂંજ સમાન હાડકાઓથી ભરેલું હતું. પ. કોઈક સ્થાન ચર્મ–લોહી અને માંસથી કતલખાના જેવું લાગતું હતું. કયાંક શૂળીઓ ઉભી કરેલી હતી. કયાંક ઘૂવડોનો ગર્જારવ સંભળાતો હતો. ૬. કોઈક ભાગ પિશાચોના સમૂહના ભૈરવના અવાજથી ભયંકર હતો. કોઈ સ્થાને ભૂતોનું ટોળું નાચતું હતું. કોઈ સ્થાને ચંડ ડાકિણીઓનો સમૂહ રહેલો હતો. ૭. કોઈક સ્થાને હાથમાં તીક્ષ્ણ છૂરીઓ લઈને શાકિનીઓ ઉભી હતી. કોઈ સ્થાને ચિતાનો અગ્નિ સળગી રહ્યો હતો. કયાંક ઘોર અંધકાર વ્યાપેલો હતો. ૮. કોઈક સ્થાને મહાઘોર શિયાળનો અવાજ સંભળાતો હતો. ૯. હે મંત્રિન્ ! આવા શ્મશાનમાં ઉત્તરીય વસ્ત્રથી પોતાના મુખરૂપી કમળને ઢાંકીને હાથમાં ભાજનને લઈને કરુણ સ્વરે રડતી જાણે આજ શ્મશાનની અધિષ્ઠાત્રી દેવતા ન હોય એવી એક સ્ત્રીને મેં જોઈ.૧૧. ક્ષત્રિયોની નિર્ભીકતા જાતિને કારણે હોય છે એટલે ભય છોડી અને કરુણાને લાવીને મેં તેને કહ્યું : હે ભદ્રા ! તું કેમ રડે છે ? શું તને ચોરોએ લૂંટી છે ? શું તારો કોઈ સ્નેહાળ ભાઈ પરલોક ગયો છે ? ૧૩. ઉન્મત્ત કે પરમાં આસક્ત થયેલ પતિએ તને છોડી દીધી છે ? અથવા તો સાસુ કે નણંદે તારી ભત્ચના કરી છે. ૧૪. અથવા તો તને શું બીજું ગાઢતર દુઃખ પીડી રહ્યું છે ? શંકા વગર મને પોતાનું રડવાનું કારણ કહે. ૧૫. માર્ગમાં દોડવાને કારણે હાંફતી સ્ત્રીની જેમ શ્વાસની ધમણને ફૂંકતી દીનતાનું નાટક કરતી તે ક્ષણથી કહેવા લાગી. ૧૬. જેના દર્પણ સમાન ચિત્તમાં પ્રતિબિંબ પડે તેની જ આગળ પોતાનું દુઃખ કહેવાય અથવા તો જે દુઃખરૂપી સમુદ્રમાં ઉગારવા સમર્થ હોય તેને કહેવાય પણ શું જેના તેના આગળ પોતાનું દૈન્ય બતાવાય ? ૧૮. દુઃખનો નિગ્રહ કરવામાં સમર્થ હોય તે દુઃખીને જોઈને દુઃખી થાય. તેવા પુરુષો હાલમાં પૃથ્વી ઉપર કયાં છે ? ૧૯. મેં કહ્યું ઃ તું પોતાનું દુઃખ જણાવ કારણ કે પૃથ્વી ઉપર દુઃખ દૂર કરનારા પુરુષો હોય છે. ષટ્ઠલ (નિર્બળ) બધી જગ્યાએ નથી તેમજ પહલ (પરાક્રમી) પણ નથી. ૨૦. માયા બહલા તે બોલી ઃ જો તું કહે છે તેમ છે તો અરે ! સાંભળ જે તું શૂળી ઉપર લટકેલો જુએ છે તે મારો પતિ છે. ૨૧. હું આને પ્રાણ કરતા પ્રિય હતી. અને તે મને પણ પ્રાણ કરતા પ્રિય છે. કેમકે એક હાથે તાળી પડતી નથી. ૨૨. મારા પતિએ ઘણું કરીને મારું વિપ્રિય કર્યું નથી. મેં પણ તેનું ખરાબ ઈઝ્યું નથી. અથવા હિતકારીનું કોણ પ્રતિકૂલ કરે ? ૨૩. પણ આજે કંઈક રાઈના દાણા જેટલા દોષને કાઢીને નીતિ–રીતિ અને દયાને નેવે મૂકીને રાજાના માણસોએ આરક્ષકો પાસે આવી દશા કરાવી છે. બધા અધિકારોમાં આરક્ષકનો અધિકાર અધમાધમ છે. ૨૫. પતિની આવી દશા જોઈને મેં ઘણાં પ્રકારે વિલાપો કર્યા. અથવા કુલપુત્રીઓનો આવો કુલધર્મ છે. ૨૬. હે શુભાનન ! હું બહું વિલાપ કરું તો પણ શું થાય ? તેઓના હાથમાં સપડાયેલાને મારા જેવા કંઈ બચાવી શકે ? ૨૭. મેં વિચાર્યું કે મારા હાથે આને છેલ્લું
Page #169
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૬૪
પાન ભોજન કરાવું. આ કઈ પૂજાને યોગ્ય ન હોય ? ૨૮. દંડપાશિકોના ભયથી હું દિવસે ન આવી શકી. અથવા સ્ત્રીઓને જ્યાં ત્યાં ભય રહેલો હોય છે. ૨૯. જો કે મારા જેવી કુલ સ્ત્રીઓને શીલરક્ષણના હેતુથી રાત્રે ઘરની બહાર પગ ન મૂકવો જોઈએ. ૩૦. તો પણ પરમ સ્નેહને વશ થયેલી હું રાત્રે ભોજન કરાવવા આવી છું. કારણ કે સ્નેહ ઘણો બળવાન છે. ૩૧. હું ઠીંગણી હોવાને કારણે શૂળી ઉપર રહેલા પતિને ભોજન કરાવવા શક્તિમાન નથી. તે અવસ્થા મને બાધ કરે છે. ૩ર. હે મહાભાગ ! આ મારો સર્વ પ્રયાસ નિષ્ફળ થયો તે કારણથી ભાગ્યહીન હું રડું છું. ૩૩. આથી સ્વામીને ભોજન કરાવવા તારી સહાય માંગું છું. અથવા જેના હાથમાં વરસાદનું પાણી છે તે અનાજના ઢગલાને (પાકને) ઈચ્છે છે. ૩૪. પરલોકના માર્ગ પર પ્રયાણ કરવા આરૂઢ થયેલ પોતાના પતિની ભક્તિ કરનારી હું પતિને પ્રિય એવા દહીંનું ભોજન કરાવવા ચાહું છું. ૩૫. અહો ! આની પતિ ભક્તિ કોઈક લોકોત્તર છે. એ પ્રમાણે કૃમિના રંગથી રંગાયેલી પટ્ટપધા (વસ્ત્ર ઉપરની ભાત) શ્રેષ્ઠ થાય છે. ૩૬. બધાને ઘરે આવું સ્ત્રી રત્ન હોતું નથી અથવા અહીં કોઈક જ ખેતરમાં શાલિચોખા થાય છે. ૩૭. હે મંત્રિન્ ! આ પ્રમાણે વિચારીને મેં કહ્યું : હે પતિવ્રતા મારી પીઠ ઉપર ચડીને પોતાનો મનોરથ પૂરો કર. ૩૮. જેમ બાળકને નારંગી વગેરે ફળો મળે અને છાનો થઈ જાય તેમ મારું વચન સાંભળીને આનું રડવું બંધ થઈ ગયું. ૩૯. જેમ યુદ્ધમાં પ્રવેશ કરતો સૈનિક વસ્ત્રથી માથું બાંધે તેમ અતિ હર્ષિત તેણીએ માથા ઉપર વસ્ત્રને તે રીતે બાંધ્યું. ૪૦. ભાજનને હાથમાં લઈને તે જલદીથી મારી પીઠ ઉપર ચઢી અને હું અજુગતા વિભ્રમમાં પડ્યો. ૪૧. એટલામાં તેણીએ મને કહ્યું : હું ધૃતપૂરાદિના પૂરથી જ્યાં સુધી પતિને ભોજન ન કારવી લઉં ત્યાં સુધી મારી સન્મુખ ન જોવું. ૪૨. નહીંતર જો તું મારી સામું ઊંચું જોઈશ તો મને લજ્જા થશે અને મારા હાથમાંથી પાત્ર પડી જશે. કારણ કે કુળ સ્ત્રીઓને લજ્જા હોય છે. ૪૩. જે મારી પીઠ ઉપર લાગશે તેને હું નીચે પાડીશ એમ સૂચન કરતી તે પીઠ દેશ ઉપર શોભી. ૪૪. હે શ્રાવક શિરોમણિ ! મારી પીઠ ઉપર રહેલી તેને પુનમના સમુદ્રના ભરતીની જેમ ઘણીવેળા થઈ. ૪૫. હે મંત્રિન્ ! તેના ભારથી દબાયેલા મેં વિચાર્યું : શું આ પોતાના પતિને આ રીતે સુવર્ણનું ભોજન કરાવે છે ? ૪૬. અથવા શૂળી ઉપર આરોપણ કરાયેલો આ કેટલું ભોજન કરાવાય છે ? આને આટલી વાર કેમ લાગે છે ? એટલામાં મેં ઊંચે જોયું. ૪૭. તેટલામાં પાપિણી શૂળી ઉપર આરોપણ કરાયેલ પુરુષની કાયામાંથી કાતરથી માંસને કાપી કાપીને લીધું. અથવા કર્મના દળિયા લીધા. ૪૮. આખી નગરી યોગિનીની પીઠ સંભવે છે. તેને શાકિની જાણીને હું ક્ષત્રિય હોવા છતાં ભય પામ્યો. ૪૯. તલવારને ભૂલી જઈને હું નગરી તરફ પલાયન થયો તે વખતે મારું અધોવસ્ત્ર સારકી ન પડયું તે પણ સારું થયું, ૫૦. આ મારો પતિ છે એમ તે મને ન ઓળખી શકી એટલે શંકાથી પાપિણી મને મારવા પાછળ દોડી. ૫૧. જેમ બ્રહ્મહત્યા મહેશ્વરની પાછળ પડે તેમ હું આગળ અને મારી તલવારને ધારણ કરતી તે પાછળ પડી. પર. તેણીએ તે જ ખડ્ગથી નગરીમાં પ્રવેશતા મારા સાથળને છેદ્યું. પોતાના ઘોડાઓએ જ ધાડ પાડી. ૫૩. હું યક્ષિણીના દરવાજે પડ્યો. મેં કુલદેવીને યાદ કરી અથવા સંકટમાં પડેલા કુલદેવતાનું ધ્યાન કરે છે. ૫૪. સસરાને ઘરે જઈને સાક્ષાત્ જાણે લક્ષ્મી ન હોય તેવી કુલશાલિની પત્નીને તેડી લાવીશ. ૫૫. આ પ્રમાણે ઉત્તમ મનોરથો લઈને હું આ નગરીમાં આવ્યો છું. કઈ શાકિનીએ મને દુર્દશામાં નાખ્યો છે ? ૫૬. હે દેવી ! કૃપા કરીને શરણ વગરના મારું રક્ષણ કર. દ્રોણી (નાવડી) વગર કોણ સાગરને તરી શકે ? ૫૭. એ પ્રમાણે વિલાપોને કરતો હું ઘણો વ્યથિત થયો. મારી આગળ પ્રગટ થઈને કુલદેવતાએ
ન
કહ્યું ઃ ૫૮. હે સ્વચ્છ માનસ વત્સ ! તું ઘણો ખેદ ન કર. હે સર્વત્ર વિખ્યાત વીર ! હે ધીર ! ધીરતાને ધારણ
:
Page #170
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૭
૧૬૫
કર. ૫૯. જેને સંપત્તિમાં હર્ષ નથી, વિપત્તિમાં વિષાદ નથી, સંગ્રામમાં કાય૨૫ણું નથી તેના વડે આ ભુવન ભૂષિત કરાયું છે. ૬૦. ક્ષત્રિય હોવા છતાં તું નપુંસક જેવો થયો તેથી અમે માનીએ છીએ કે ઉનાળ ામાં સૂર્યને શીતળતા પ્રાપ્ત થઈ. ૬૧. અમારે હંમેશા શાકિનીઓની સાથે સમજૂતી થઈ છે કે નગરીના બહારના ભાગમાં તમારે શાકિનીપણું અજમાવવું અંદર નહીં. ૬૨. નગરીની અંદર શાકિનીપણું નહીં આચરી શકે. હે વત્સ ! તું નગરીની અંદર આવી ગયો છે અથવા તો સૌધર્મ અને ઈશાનેન્દ્ર વચ્ચે મર્યાદા નક્કી થયેલી છે. ૬૩. તેથી હે ક્ષત્રિય ! કિલ્લાની બહાર તારું સાથળ છેદ્યું છે. કહ્યું છે કે ભિલ્લો પણ પોતાની પલ્લિમાં રહેલા બળવાન છે. ૬૪. હે ક્ષત્રિય ! તું મનમાં જરાપણ અસમાધિને ન કરીશ. અર્ધા કપાયેલા વૃક્ષની જેમ તારું સાથળ નવું થઈ જશે. ૬૫. જેમ જળના સિંચનથી વેલડી પાંગરે તેમ કુલદેવીના પ્રભાવથી મારું સાથળ એકાએક નવું થયું. ૬૬. ભક્તિ ભરેલા હૃદયવાળા કુલદેવીને પ્રણામ કરીને પરમાનંદથી સ્તવના કરવાની શરૂઆત કરી– ૬૭.
હે કુલની ચિંતા કરનારી દેવી ! હે કુલના કષ્ટને કુટનારી ! હે કુલના આધિ વ્યાધિના સમૂહને નાશ કરનાર સૂર્ય! ૬૮. હે કુલના સંતાપને બુઝાવનાર શરદ ઋતુના પુનમની ચાંદની ! હે કુલરક્ષિકા દેવી ! હે કુલવૃદ્ઘ કરી! ૬૯. હે કુલચિંતામણિ દેવી ! હે કુલકામધેનુ ! હે સ્વામિની ! હૈ કુલકલ્પતા દેવી ! હે કુલલોક પિતામહી ! (દાદી) ૭૦. હે સર્વકુલકારિકા ! હે જનતાંબિકા ! તું જગતલ ઉપર આનંદ પામ, જય પામ વૃદ્ધિ પામ. ૭૧. હે સ્વામિની જો તેં મારો પ્રતિકાર ન કર્યો હોત તો મૂળ છેદાઈ ગયેલા વૃક્ષની જેમ મારુ શું થાત ? ૭ર. જળની વૃષ્ટિથી ધાન્યની વૃદ્ધિની જેમ કુળમાં જે વૃદ્ધિ છે જે સમૃદ્ધિ છે. જે કલ્યાણ છે તે આ સર્વ તારો પ્રસાદ છે. ૭૩. હે જીવિતદાયિકા ! મંદ બુદ્ધિ, સ્ખલના પામતી જીભવાળો મારા જેવો તારી કેટલી સ્તુતિ કરે ? અથવા પાંગળો કેટલું ચાલી શકે ? ૭૪. હર્ષને ધારણ કરતા મેં આ પ્રમાણે કુલદેવતાની સ્તવના કરી. તારું બીજું હું કંઈ ન કરી શકું તો પણ મારી આટલી સ્તુતિ થાઓ. ૭૫. આજે હું જીવતો પ્રિયાને મળીશ એમ ઉતાવળો ઉતાવળો સજ્જડ બંધ કરાયેલ દરવાજાવાળા સસરાને ઘરે પહોંચ્યો. ૭૬. હું દરવાજાને ઉઘડાવું એવી બુદ્ધિથી ચાવી જાય તેટલા કાણામાંથી મેં ઘરની અંદર દીવાની પ્રભાથી ક્ષણથી જોયું. ૭૭. તેટલામાં મારી પત્ની પોતાની માતાની સાથે હર્ષથી અમૃતની જેમ દારૂને માનતી પીતી હતી. ૭૮. મદ્યપાનની વચ્ચે ઈચ્છામુજબ માંસ પેશીને ખાય છે. ઉપાધ્યાય કઈ કુશિક્ષાનો બોધ ન આપે ? ૭૯. પત્નીના ચરિત્રને સ્વયં આંખેથી લાંબા સમય સુધી જોઈને ચિત્તમાં ચમત્કાર પામેલા મેં વિચાર્યું : આ દારૂ પીનારી પત્નીને શીલ સંભવતું નથી. કારણ કે લશણ ખાનાર જીવના મુખમાં સુગંધ કયાંથી આવે ? ૮૧. જ્યાં સુધી જીવ અવિવેકનું ઘર સૂરાપાન નથી કરતો ત્યાં સુધી જ મનુષ્યોમાં ગમ્યાગમ્યનો વિવેક છે. ૮૨. મદ્યપાન મહાપાપ છે જેનાથી જીવોની મતિ ઉખર ભૂમિમાં વાવેલા બીજની જેમ ક્ષણથી નાશ પામે છે. ૮૩. જેમ સમસ્ત દુ:ખોનું કારણ અસાતાવેદનીય કર્મ છે તેમ સમસ્ત અનર્થોનું મૂળ મદ્ય છે એમ જ્ઞાનીઓએ કહ્યું છે ૮૪. એકલી પણ મદિરા દુષ્ટ છે તેમાં પણ માંસ સાથે પીધેલી મદિરા વિશેષથી દુષ્ટ છે, એકલી પણ શાકિની અનર્થ કરનારી છે અને ઘોડા ઉપર આરૂઢ થયેલી શાકિની અધિક અનર્થ કરનારી છે. ૮૫. જો માતા આવી હોય તો તેની પુત્રી તેવી હોય કેમકે સાપણની કુક્ષિમાં વિષવલ્લી (સાપણ) જ ઉત્પન્ન થાય છે. ૮૬. મેં તેની ચેષ્ટા જોઈ હવે તેના વચનને સાંભળું. એમ એકાગ્ર બનીને નિષ્કુપ રહ્યો. ૮૭.
સાસુએ પુત્રીને પુછ્યું : આવું સ્વાદિષ્ટ માંસ તે કયાંથી મેળવ્યું ? અથવા શું કંઈ સાધ્ય નથી ?
Page #171
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૬૬ અર્થાત્ છે. ૮૮. હું માનું છું કે લોકમાં અમૃતરસની વાત જ સંભળાય છે. ખરેખર આજ અમૃત છે પરંતુ મુગ્ધ લોકો જાણતા નથી. ૮૯. હું વિશેષથી સાવધાન થયો ત્યારે તેણીએ કહ્યું ઃ આ તમારા જમાઈનું અત્યંત સુંદર માંસ છે. ૯૦. વિસ્મિત થયેલી વૃદ્ધાએ કહ્યું ઃ હે પુત્રી ! મારી આગળ આવું અજુગતુ કેમ બોલે છે? ૯૧. ખુશ થયેલી પુત્રીએ પોતાનું સર્વ ચરિત્ર કહ્યું. પાપ કર્યા પછી પાપીઓને અલૌકિક આનંદ થાય છે. ૯ર. હે વત્સ! તું ઘણી ભ્રમિત થઈ છે. પતિની આવા પ્રકારની દશા કરીને સારું ન કર્યું. ૯૩. ઘણાં લંપટ બનીએ તો પણ સ્થાન અવશ્ય વિચારવું જોઈએ અથવા તો મત્ત પણ હાથી પોતાના સૂંઢની રક્ષા કરે છે. ૯૪. આ પ્રમાણે વૃદ્ધાએ પોતાની પુત્રીને શિક્ષા આપી. પાપી પણ વૃદ્ધોની પાસે કંઈક સમજણ હોય છે. ૯૫. હૃદયમાં ઇર્ષા ધારણ કરતી પુત્રી વૃદ્ધાને કંઈક કહેવા લાગી. કારણ કે અભિમાનીઓને શિક્ષા કયારેય સુખદાયક બનતી નથી. ૯૬. ના પાડી હોવા છતાં પતિએ શા માટે ઊંચું જોયું? તેથી પોતાએ કરેલા ફળને ભોગવે. ૯૭. હે માતા ! મેં ધાર્યું હતું કે શૂળીમાં ભેદાયેલા પુરુષના ઘણાં માંસને લઈને હું પોતાના ઘરે કૃતકૃત્ય થયેલી આવીશ. ૯૮. જે કહેલા વચનને કરતો નથી તે આવી શિક્ષાને જ યોગ્ય છે. શું ક્યાંય ગધેડાના કાન આમળ્યા વિના શું સીધો ચાલે? ૯૯. પત્નીની ચેષ્ટાને જોતો અને વાણીને સાંભળતો મારે ભયના અંકરાની જેમ ચારે બાજથી રોમાંચ ઊંચા થયા. 500.
કામદેવના તીક્ષ્ય બાણથી વધાયેલા મને ધિક્કાર થાઓ આ સ્ત્રી કુલવતી છે એમ સમજીને હર્ષથી પરણ્યો. ૬૦૧. આ મ્લેચ્છની સ્ત્રીઓ કરતા પણ અતિશય અધમ ચારિત્રવાળી થઈ. અથવા સુંદર રૂપ હોવા છતાં પણ ઈન્દ્રવારુણ કડવું હોય છે જ. ૬૦૨. જો શીલાદિ ગુણો મચકુંદ સમાન નિર્મળ ન હોય તો બકરીના આંચળ જેવા કુલનું શું કામ છે? ૩. જો સુંદર ગુણો છે તો કુલાદિનું શું કામ છે? ગુણ વિનાના પુરુષોનું કુળ જ કલંકરૂપ છે. ૪. ગુણ માટે કુલ ઈચ્છાય છે. જો ગુણોથી રહિત કુળ છે તો તે કુળનું શું કામ છે? દૂધ માટે ગાય રખાય છે. દૂધ નહીં આપતી ગાયનું શું કામ છે? ૫. આ કુલીન છે એમ જાણીને એના ઉપર રાગી થયો. જો હવે આનામાં આવા લક્ષણો છે તો જાતિ દિશામાં જાય, કુળ પાતાળમાં જાય, લક્ષ્મી અદશ્ય થાય. રૂપ વિરૂપતાને પામે. ૭. પરંતુ પુરુષોને એક જ પરમ શીલ મળે જેનાથી આ ભવ અને પરભવમાં શુભની પરંપરા થાય. ૮. તેથી ગૃહસ્થરૂપી પક્ષી માટે પાશ સમાન ગૃહવાસથી સર્યું. કોણ પારતંત્ર્ય રૂપી આ અગ્નિથી દાઝેલો સ્વાતંત્ર્યને ન ઈચ્છે? ૯. વૈરાગ્ય પામેલો હું ત્યાંથી તે જ પગલે પાછો ફર્યો. આગળ કૂવો જોઈને કયો ડાહ્યો પાછો ન ફરે? ૧૦. પાછો ફરીને હું તે જ યક્ષિણીના મંદિરમાં સૂતો અથવા તો બીજા નિમિત્તથી પણ દેવની સેવા અભાવહ છે. ૧૧. ચિંતામાં ડૂબેલો હોવા છતાં પણ મને ક્ષણમાત્રથી ઊંઘ આવી ગઈ. અથવા શૂળી ઉપર ચડેલાને પણ ઊંઘ આવી જાય છે. ૧૨. હે મગધાધિપનિંદન! ઘવડોના હર્ષની સાથે મારી રાત્રિ જલદીથી પસાર થઈ. ૧૩. અંધકારના ક્ષયથી પૂર્વ દિશાનું મુખ વિકસિત થયું. માલિન્યનો નાશ થયે છતે કોણ ઉજ્વળ ન થાય? ૧૪. બાકીની પણ દિશા નિર્મળમુખવાળી થઈ. અથવા તો સર્વે પણ પૂર્વે બતાવેલા આચારનું પાલન કરે છે. ૧૫.
મુનિઓ મધુર સ્વરથી આવશ્યક કરવા લાગ્યા. મુનિઓ દિવસે પણ મોટેથી નથી બોલતા તો રાત્રે કેવી રીતે મોટેથી બોલે? ૧૬. જે શ્રાવક સાધુની ઉપાસના કરે છે તેઓ પણ આવશ્યકાદિમાં પ્રવૃત્ત થયા. જેઓ ધર્મમાં પ્રવૃત્ત થાય છે તે ઉચિત જ છે. ૧૭. બાકીના પણ ગૃહસ્થો જલદીથી ગૃહકાર્યોમાં પ્રવૃત્ત થયા. લોકો હંમેશા સંસારના કાર્યોમાં ઉત્કંઠિત હોય છે. પત્નીને ત્રિવિધ-ત્રિવિધ પ્રકારે હેલાથી છોડીને ૧. ઈન્દ્રવારુણ – એક પ્રકારનું ફળ
Page #172
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૭
૧૬૭ વિષયોના સમૂહને જીતનારો હું પોતાને ગામે ગયો. ૧૯. ભાઈઓને પોતાનો અભિપ્રાય યથાસ્થિત જણાવીને સર્વ સંસારના દુ:ખમાંથી છોડાવનાર વ્રતને ગ્રહણ કર્યું. ૨૦. હે મંત્રિન્ ! આ અતિભય મને યાદ આવી ગયો. આ મનરૂપી મર્કટ ક્યાંય પણ ક્યારેય પણ વારંવાર ભમે છે. ૨૧. મંત્રીઓમાં શિરોમણિ અભયે મુનિપંગવને કહ્યું ઃ હે ભગવન્! તમે જે કહ્યું કે તે પ્રમાણે છે પણ મુગ્ધ લોકો બોધ પામતા નથી. ર૨. તમે જ જ્ઞાનચક્ષુથી સ્ત્રીના સ્વરૂપને જાણ્યું છે. નિર્ધામક વિના સમુદ્રનો મધ્યભાગ જાણી શકાતો નથી. ૨૩. સ્ત્રી સંગને છોડનારા તમે જ ધન્ય છો. જેના તેનાથી શું લોખંડની શૃંખલા તોડી શકાય? ૨૪. તમે જ પરમ શૂર છો, તમે જ પરમ સ્થિર છો. તમે જ પૃથ્વી ઉપર ધીર છો, તમે જ ગુણની ખાણ છો. ૨૫. તમે જ ક્ષમાના આધાર છો, તમે જ યશસ્વી છો. તમે જ સુગંભીર છો, તમે જ બંધુર (સુંદર) છો. ૨૬. તમે જ કામદેવને જીતનારા છો, તમે જ વિચક્ષણ છો, તમે જ દેવ છો, તમે જ લક્ષણવંત છો. ૨૭. કામભોગથી નિરાકાંક્ષ, શાંત- દાંતેન્દ્રિય, અભ્યદય ફળના કાંક્ષી તમે સ્ત્રીજનનો સંગ છોડ્યો છે. ૨૮.
યોનયમુનિનું કથાનક ત્યાર પછી ચોથા પહોરમાં છેલ્લા મુનિ જાણે જંગમ કલ્પવૃક્ષ ન હોય એવા ગુરુની સેવા કરવા ઉપાશ્રયમાંથી નીકળ્યા. ર૯. જેમ અગ્નિથી સિંહ ભય પામે તેમ કંઠપીઠ પર લટકતા સુંદર હારથી આ મુનિ ભય પામ્યા. ૩૦. નક્કીથી દદ્રાંક દેવે આપેલો આ હાર છે. આવા પ્રકારનો હાર મનુષ્ય વડે ન બનાવાયેલ હોય. ૩૧. આના માટે જ રાજાએ પુત્રને ઉગ્ર આજ્ઞા ફરમાવી છે. રાજ્ય જેટલી કિંમત ધરાવતા હાર માટે શું ન કરાય? ૩૨. મુનિ પુંગવો જેને જોવાની ઈચ્છા નથી કરતા તે હાર ગુરુનું અલંકાર કેવી રીતે થાય? ૩૩. હાર ચોરીને ચોરે કંઈ સુંદર નથી કર્યું. સકલ પણ નગરમાં બીજો લોક વિદ્યમાન હતો ત્યારે ૩૪. જેને સાળા નથી, સાસુ નથી એવા ગુરુના કંઠમાં આ દિવ્ય હાર નંખાયો તે જ હાસ્યને ઉત્પન્ન કરે છે. ૩૫. આ પ્રમાણે સંભ્રમથી બ્રાન્ત થયેલા વસતિમાં પ્રવેશતા જાણે પૂર્વના મુનિઓના ભયની સ્પર્ધા ન કરતા હોય તેમ ભયાતિભયને કહ્યું. ૩૬. પૂર્વના સાધુઓ જે બોલ્યા હતા તે જ આ સાધુ બોલ્યા. જાણે પરસ્પર આ સાધુઓએ મંત્રણા ન કરી હોય તેમ વિચારતા નંદાના પુત્રે કહ્યું- શું તમને પણ ભય પડે છે? શું સૂર્યના કિરણો પાસે અંધકાર ઉભો રહે? ૩૭. આલોક –પરલોક આદાન-મરણઆજીવિકા–અકસ્માત અને અપયશ એમ સાત પ્રકારના ભય છે. ૩૮. જેમ ઉપશાંત મોહ ગુણ સ્થાનકે સાત કર્મોનો બંધ નથી તેમ સાધુઓને સાત ભયોનો ભય નથી. ૩૯. યોનય સાધુએ કહ્યું છે મહામતિ તું સાચું કહે છે. ૪૦. પરંતુ ગૃહસ્થપણાના ભયને ચડી જાય એવો ભય મને યાદ આવ્યો. ૪૧. અભયે કહ્યું હું તેને સાંભળવા ઈચ્છું છું. મુનિ સત્તને પોતાનું ચરિત્ર કહેવું શરૂ કર્યું. ૪૨. સુરાગારથી રહિત છતાં પણ ઘણાં દેવમંદિરવાળી, પરચક્રનો પ્રવેશ નથી થયો છતાં શ્રેષ્ઠ ચાક્રિકો તેમાં ભ્રમણ કરતા હતા. ૪૩. અખંડગુણથી પૂર્ણ હોવા છતાં સગુણના ખંડથી યુક્ત છે. અલ્પલવણવાળી હોવા છતાં આશ્ચર્ય એ છે કે બહુ લાવણ્યથી ભરેલી હતી. ૪૪. બધી દિશામાં વિશાલ હોવા છતાં ઘણાં કિલ્લાથી સુશોભિત હતી. જળવાળી હોવા છતાં જડ વગરની હતી. આવા પ્રકારની ઉજ્જૈની નગરી હતી. ૪૫. તેમાં ધનદત્ત ૧. આલોક ભય – સ્વજાતિનો ભય અર્થાતુ મનુષ્યને મનુષ્યથી, દેવને બીજા દેવથી, તિર્યંચને બીજા તિર્યંચથી અને નારકને બીજા નારકથી ભય આવે તે આલોક ભય. ૨. પરલોક ભય - પરજાતિનો ભય – મનુષ્યને દેવનો ભય, તિર્યંચને મનુષ્ય કે દેવનો ભય, વગેરે. ૩. આદાન ભય - ચોરાઈ જવાનો ભય. ૪. મરણ ભય – મૃત્યુનો ભય ૫. આજીવિકા ભય – મારી આજીવિકા ચાલશે કે નહિ.૬. અકસ્માત ભય - વિજળી વગેરેના ભય, પડી જવાનો ભય વગેરે ૭. અપયશ - હું આ કાર્ય નહીં કરું તો લોકમાં મારો અપજશ થશે એવો ભય.
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૬૮
અભયકુમાર ચરિત્ર નામનો શ્રેષ્ઠી હતો જે ઉત્તમ ગુણોની ખાણ હતો. તે હંમેશા સ્કૂલ (ઉદાર) લક્ષવાળો હોવા છતાં પણ કયારેય સ્થળ (જળ) લક્ષવાળો ન હતો. અર્થાત્ જડબુદ્ધિ નહતો. ૪૬. ભદ્રા હાથિણીની જેમ દાનવાળી હોવા છતાં પણ મદના લેશ વિનાની. અર્થથી અને નામથી તેને સુભદ્રા પત્ની થઈ. ૪૭. પ્રીતિથી પોતાના કુલાચારનું પાલન કરતા તે બેનો હું કુલસંતતિના તંતુ સમાન પુત્ર થયો. ૪૮. અગણ્ય પુણ્ય અને લાવણ્યમય તથા અતિશય રૂપને ધારણ કરતી બુદ્ધિમતિ (બુદ્ધિવાળી) શ્રીમતી નામે મારી પત્ની થઈ. ૪૯. હે ધીનિધિ! આને મારા ઉપર કોઈક લોકોત્તર સ્નેહ હતો. તેણીએ શાંતિ સ્નાત્રના જળની જેમ મારું પાડધોવાણ પીધું. ૫૦. આનામાં અતુલ્ય વિનય હતો. હું તેનું આસન, શયન, ભોજનના વિષયમાં જે કંઈ પણ વિપ્રિય કરતો તો પણ તે મારા ઉપર સમાન દષ્ટિ રાખતી હતી. ૫૧. અમૃતના પુંજ જેવી, તથા કલ્યાણકારિણી પત્નીને માનતા મારો પ્રીતિથી કેટલોક કાળ પસાર થયો. પર,
એકવાર તેણીએ મને કહ્યું હે સ્વામિન્ ! મને મૃગના પૃચ્છનું માંસ ખાવાની ઈચ્છા થઈ છે. નવી વસ્તુમાં કોને રૂચિ ન હોય? ૫૩. મેં કહ્યું : હે કમલાક્ષી ! મૃગના પૃથ્થો કયાં છે તે મને કહે જેથી હું તેનું માંસ લાવી આપું. ૫૪. પત્નીએ કહ્યું : હે નાથ ! રાજગૃહ નગરમાં શ્રેણિક રાજાના ઘરે છે કૃત્રિકાપણમાં શું પ્રાપ્ત ન થાય? ૫૫. હે મહામંત્રિનું! પછી હું તમારા નગર તરફ ચાલ્યો. પ્રાણીઓને કોઈ નિમિત્ત વિના દેશનું દર્શન થતું નથી. ૫૬. જાણે આગળ અરણ્યમાં રહેવા માટે અભ્યાસ કરવાની શરૂઆત ન કરતો હોઉ તેમ બહાર ઉદ્યાનના વૃક્ષની સુશીતલ છાયામાં વિશ્રામ કર્યો એમ અમે માનીએ છીએ. પ૭ તે વખતે નગરમાં મોટો મહોત્સવ ચાલતો હતો તેથી અલંકાર અને નેપથ્યથી સજ્જ બનીને પણાંગણનાઓ નગરની બહાર નીકળી. ૫૮. વિટુ (જાર) જેવા પુરુષો પણ ક્રીડા કરવા બહાર નીકળ્યા. શું વિદૂષકો વિના નાટક ભજવાય? ૧૯. ઉધાનમાં હર્ષપૂર્વક વિવિધ ક્રીડાઓ કરીને વિટોની સાથે વેશ્યાઓ જલદીથી જળ ક્રિડા માટે સરોવરમાં પડી. ૬૦. હું પહેલો હું પહેલો એવા અહંપૂર્વિકાના ભાવથી તેઓ જલદીથી જળમાં પ્રવેશ્યા ત્યારે સરોવરનું પાણી ઉછળ્યું. જડો વડે અન્યનો વેગ (ઉત્સાહ) સહન કરવો શક્ય નથી. ૬૧. આ લોકોએ સરોવરમાં ઉન્મજ્જન નિમજ્જન કર્યું તે જાણે એમ સૂચવતું હતું કે આપણે પણ ભવમાં આવું કર્યું છે એમ હું માનું છું. ૨. વહાણની જેમ ચારે બાજુ ઉછળતા મોજાના નિર્મળ પાણીના પૂરમાં આ લોકો તિરૂચ્છા પ્રવેશ્યા. ૬૩. અર્થાત્ ડૂબકી મારવા લાગ્યા. ૩. તેઓ સ્નાન કરતા હતા ત્યારે ચક્રવાક વગેરે પક્ષીઓ ત્રાસ પામ્યા. પાણીને આશ્રયે રહેલા જીવોને કયાંયથી અકતોભયતા હોય? અર્થાતુ ન હોય. કહેવાનો ભાવ એ છે કે જળ અને જડ (મૂરખ)ને શરણે રહેલાઓને હંમેશા ભય હોય છે. ૬૪. લટકતા કેશપાશવાળી સ્ત્રીઓના મુખો ગંધમાં લુબ્ધ થયેલ ભમરાઓના સમૂહોને ધારણ કરતા કમળોની જેમ શોભ્યા. ૬૫. પુષ્પ, પલ્લવ, સત્પન્ન ફળથી યુક્ત વેલડીઓ જાણે ન હોય, તેમ મોતી-વિદ્રુમવૈડૂર્ય-સ્વર્ણના આભૂષણ ધરાવતી ભુજાઓ શોભી. દ૬. તેઓના શરીર પરના કુકમના વિલેપનથી સરોવરનું પાણી રાગ (રંગ)વાળું થયું. જડજીવોને સ્ત્રીઓના સંગમાં કેટલી વીતરાગતા હોય? ૬૭. અપ્સરાઓમાં ઈન્દ્રિયાણીની જેમ પણ્યાંગનાના સમૂહમાં રૂપલક્ષ્મીની પરમાવધિ મગધસેના વેશ્યા હતી. ૬૮. જેમ પતંગિયો દીપની શિખામાં લોભાય તેમ ત્યારે આકાશમાં સંચરતો કોઈક વિધાધર યુવાન મગધસેના વેશ્યા ઉપર લોભાયો. ૬૯. જેમ રાવણે સીતાને ઉપાડી તેમ પરિણામનો વિચાર કર્યા વિના ગગનતળમાં વિચરતા આણે રાગથી વેશ્યાને ઉપાડી. ૭૦. અહો ! સાકરની અંદર કાંકરો કયાંથી આવ્યો
૧. અકતોભયતા - કયાંયથી પણ ભય ન આવે તે અકતોભય અને તેનો ભાવ તે અકતોભયતા
Page #174
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૭
૧૬૯ એમ બાકીના સ્ત્રી પુરુષો પરસ્પર વાર્તાલાપ કરવા લાગ્યા. ૭૧. જેમ દીપડાથી હરિણી ભય પામે તેમ હું આ પાપીથી ભય પામું છું. અરે અરે ! અહીં કોઈ એવો છે જે કાળી ચૌદશના દિવસે જન્મ્યો હોય. ૭ર. કે જે મને આ પાપીથી છોડાવે એમ વિલાપ કરતી તેને જોઈને મને કરુણા ઉત્પન્ન થઈ. ૭૩. જેમ કામદેવ જીવને હૈયામાં વધે તેમ ધનુર્વેદને જાણનારા મેં કાન સુધી બાણને ખેંચીને આને પાદતલમાં વધ્યો. ૭૪. ત્યારે ઘાથી પીડાયેલ ખેચરના હાથમાંથી વેશ્યા જલદીથી પડી. અથવા શું અન્યાય કયાંય ફળે? ૭૫. તથા વેશ્યા પાણીમાં એ રીતે પડી જેથી તેના હાડકા ભાંગવાનું તો દૂર રહો પણ એનો એક પણ વાળ પણ વાંકો ન થયો. ૭૬. સરોવરમાંથી નીકળીને તે મારી પાસે આવી. ઉપકાર ગુણથી ખેંચાયેલો કોણ કોનું સાનિધ્ય નથી કરતો? ૭૭. અંજલિ જોડીને મગધસેનાએ કહ્યું : હે સ્વામિન્! એક ક્ષણ આ શીતલ કેળ ઘરમાં પધારો. ૭૮. મને ત્યાં લઈ જઈને દાસીઓ પાસે તેલથી મારું સુખપૂર્વક અત્યંગન કરાવ્યું. હું માનું છું કે તેણીએ પોતાના અંતરના સ્નેહને મારા શરીરમાં લેપ કરાવ્યો. ૭૯. સુગંધિ પાણીથી સ્નાન કરાવીને અને વિલેપન કરાવીને મને બે સુંદર વસ્ત્રો પહેરાવ્યા. ૮૦. તેણીએ કાવ્યની જેમ ઉત્તમ શાકવાળું, વિવિધ પ્રકારના રસવાળું, સુપરીપકવ ભોજન મને કરાવ્યું. ૮૧. દાસીઓએ પલંગ ઉપર રહેલા મારી ઉત્તમ વિશ્રામણા કરી. જેણે વિદ્વાનના પડખા સેવેલા તેની પાસે કોઈક કલા સંભવે છે. ૮૨. કુલજ્ઞમાં એક શિરોમણિ મગધસેનાએ શધ્યામાં રહેલા મને પરમ આદરથી કહ્યું ઃ ૮૩. તમે કોણ છો? કયા હેતુથી અને કયા સ્થાનથી તમે આવ્યા છો? સજ્જન મહાપુરુષોના ચરિત્રને સાંભળવા યોગ્ય છે. ૮૪.
મેં મારી કથની કહેવાનું શરૂ કર્યું. હે કૃતજ્ઞા ! હે વરવર્ણિની ! હું અમુક નામનો શ્રેષ્ઠી પુત્ર અવંતિનગરીનો રહેવાસી છું. ૮૫. અત્યંત ભક્ત, શીલ લજ્જાથી યુક્ત, મૃગપૃચ્છના માંસની અર્થિણી પત્નીએ મને આ કાર્ય માટે મોકલ્યો છે. ૮૬. તેને સાંભળીને બુદ્ધિમતી વેશ્યાએ કહ્યું હે જીવિતદાયક! હે આર્યપુત્ર! પોતાની પત્ની દુરશીલા છે એમ જાણવું. ૮૭. જો તારી પત્ની સુશીલ હોત તો તને આ રીતે ન મોકલ્યો હોત. બુદ્ધિમાનો પરોક્ષ વસ્તુને અનુમાનથી જાણે છે. ૮૮. જો તે ભક્તા હોય તો તને કષ્ટ કર્મમાં ન નાખત. કોળિયો મીઠો લાગતો હોય તો કોણ ઘૂંકી દે ? ૮૯. સ્ત્રીઓના સ્વભાવને અમે જ જાણીએ છીએ. ખરેખર સાપના ચરિત્રોને સાપ જાણે છે. ૯૦. તેના વચનને નહીં સહન કરતા મેં કહ્યું : હે સુંદરી તું આવું ન બોલ કારણ કે તે શીલ અને ભક્તિનો ભંડાર છે. ૯૧. હું જ એને ઓળખું છું. મેં તેને હંમેશા શીલવંતી જોઈ છે. ચકોર જ ચંદ્રિકાને યથાસ્વરૂપે જાણે છે. ૯૨. જેમ કામુક ધનનો ક્ષય કરાવનારી અમારામાં ગુણને જુએ છે તેમ જે જ્યાં રાગી હોય તે ત્યાં ગુણને જુએ છે. ૯૩. એ પ્રમાણે સારી રીતે વિચારીને તે વિચક્ષણ વેશ્યા મૌન રહી. કારણ કે અત્યંત ભારપૂર્વક રજૂ કરેલ હોય તેને બીજો કારણ માને છે. ૯૪. વેશ્યાએ સ્કુરાયમાન થતા કાંતિના સમૂહથી દિશારૂપી આકાશને ઉદ્યોતિત કરતા પોતાના ઉત્તમ મુગુટને ઉતારીને મારા માથે પહેરાવ્યો. અહો ! વેશ્યામાં પણ કોઈક કૃતજ્ઞતા દેખાય છે. ૯૬. હું હર્ષપૂર્વક વેશ્યાની સાથે રહ્યો તેટલામાં સંધ્યાકાળ પ્રવર્યો. તેણીએ મને કહ્યું હે સ્વામિન્ ! આપણે હમણાં નગરમાં જઈશું. ૯૭. મારો દાક્ષિણ્યનો સ્વભાવ હોવાથી મેં તેનું વચન માન્યું. કોણ કૃતજ્ઞના વચનનો નિષેધ કરે? ૯૮. ચાકરોએ તેને માટે રથના ઘોડા તૈયાર કર્યા. કેટલીક વેશ્યાઓ રાણી સમાન હોય છે. ૯૯. વાજિંત્રો વાગે છતે, અંગનાગણ નૃત્ય કરે છતે, ચચ્ચરી અપાએ છતે બંદીવાનોએ નારાઓ બોલાવ્યું છતે હું મગધસેનાની સાથે રથમાં બેઠો અને દેવની છટાથી નગરમાં પ્રવેશ્યો. ૭૦૧. તેટલામાં જાણે જંગમ અંજનગિરિ ન હોય તેવો મટે ભરાયેલો હાથી આલાન સ્તંભને ઉખેડીને લોકોની સન્મુખ દોડ્યો. ૭૦ર.
Page #175
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૭૦ હાથીના ભયથી કોઈક લોક ક્યાંક દશે દિશાને લઈને પલાયન થયો. હાથીના સૂસવાટાને કોણ સહન કરે? ૩. જેમ ધાડ પાડનારો દુકાનમાં રહેલા ધાન્યના કુંડમાં હાથ નાખે તેમ હાથીએ ક્ષણથી મારા રથમાં સૂંઢ ભરાવી. ૪. વાહનમાંથી ઉતરીને હું ક્ષણથી હાથીને ભગાડવા લાગ્યો. કેમ કે કુશલતા બતાવવાનો આ અવસર છે. ૫. ક્ષણથી બે દાંતની અંદર, ક્ષણથી બે પગની વચ્ચે, ક્ષણથી પાછળના ભાગે, ક્ષણથી બંને પડખે, ક્ષણથી આગળ, ક્ષણથી દૂર જેમ આશામાં પડેલા વણિક પુત્રને વચનની ચતુરાઈથી ધનવાન ભગાડે તેમ મેં તેને ભગાડીને ખેદ પામ્યો. ૭. પાછળ પડેલો મદધારી હાથી અને મારી નાખશે. બિલાડાની સામે દોટ મુકતા ઊંદરનું શું કલ્યાણ થાય? ૮. પોતાના બળનો વિચાર નહીં કરતો આ વૈદેશિક મદ ભરાયેલા હાથીને છંછેડે છે એમ લોકો બોલતા હતા ત્યારે મેં તેને એવો ખેદ પમાડ્યો કે જેમ વિરેચનથી મનુષ્ય હતાશ થાય તેમ ભયથી નિસ્પંદ થયો. ૧૦. પછી ક્ષેપકમુનિ ક્ષપકશ્રેણીના શિખર ઉપર આરૂઢ થાય તેમ હું હાથીની પીઠ ઉપર ક્ષણથી આરૂઢ થયો. ૧૧. સકલ જન જયારવ કરે છતે મેં સંતુષ્ટ થયેલા મહાવતોને હાથી સોંપ્યો. ૧૨. હું ફરી રથ ઉપર ચડ્યો ત્યારે મારી કલાને જોઈને છક થયેલી પણ્યાંગના સ્નેહની પરમ કોટિ ઉપર આરૂઢ થઈ. ૧૩. અમે બંને ક્ષણથી ચૂના જેવા સફેદ મહેલમાં પહોંચ્યા અને ક્ષણમાત્ર વિનોદને કરતા અતિ પ્રમોદથી ત્યાં રહ્યા. ૧૪.
પણાંગનાએ કહ્યું : મારે આજે રાજમંદિરે નૃત્ય કરવાનો વારો છે. વેશ્યાઓ આવા પ્રકારના વ્યવસાયવાળી હોય છે. ૧૫. તમે હમણાં રાજકુલમાં આવી અને મારા નૃત્યને જુઓ. કલાવિજ્ઞ પ્રિયપાત્ર જેને જુએ તે જ કલા છે. ૧૬. મેં કહ્યું હું રાજમંદિરે નહીં આવું. વિદ્વાનોની ગણતરીમાં કોણ પંચમ થાય? ૧૭. પછી મને છોડીને એકલી મગધસેના નૃત્ય કરવા રાજમંદિરે ગઈ. બુદ્ધિમાન પોતાના અપવાદનું રક્ષણ કરે છે. ૧૮. જેમ દેવીઓ સુધર્મસભામાં જાય તેમ તે તારા (અભયકુમારના) પિતા–અમાત્યસામંત-શ્રેષ્ઠી વગેરેથી અલંકૃત સભામાં ગઈ. ૧૯. રંગભૂમિમાં પ્રવેશીને આણે આશીર્વાદપૂર્વકની દેવસ્તુતિને કરી કેમકે બુદ્ધિમાનોનો આ આચાર છે. ૨૦. જન્મ સ્નાન પ્રસંગે મેરુપર્વતના વિશાલ ઊંચા શિખર ઉપર હૂહૂ વગેરે દેવોએ મધુર ગાંધારગ્રામથી રમ્ય ગીતો ગાયા ત્યારે રંભા–મેના–ધૃતાચી વગેરે દેવીઓએ જેની આગળ નૃત્ય કર્યું હતું તે મહાવીર પરમાત્મા તમારા શાશ્વત કલ્યાણને બતાવો. ૨૧. વાજિંત્રમાં નિપુણોએ તકાર–ધોકાર જેવા નાદોથી ત્રણ પ્રકારના મૃદંગોને વગાડ્યા. રર. પછી નિપુણ વિણા વાદકોએ ક્રમ અને ભૂતક્રમપૂર્વકના ઘણાં પ્રકારના તાનોની સાથે વીણાને જલદીથી વગાડી ૨૩. અને વિણવિકોએ (મોરલી વગાડનારા) અનેક સ્વરના સંચારવાળી અત્યંત મધુર સ્વરવાળી નિપુણતાથી (સુંદર) મોરલીને વગાડી. ૨૪. હાથ તાળીઓને લઈને ગાતી ગાયનીઓએ વસંતશ્રી-રાગ–મધુવાદ વગેરે ઉત્તમ ગીતોને ગાયા. ર૫. ઉત્તમ વેશથી વિભૂષિત મગધસેના વેશ્યા વિવિધ પ્રકારના અંગહારના અભિનયોથી યુક્ત, જમીન અને આકાશમાં જેની ગતિ છે એવું, ભ્રકુટિ–હાથના પ્રક્ષેપોવાળા નવા નવા હાવભાવોથી સુંદર નૃત્ય કરવા પ્રવૃત્ત થઈ. ૨૭. આ નૃત્ય કરતી હતી ત્યારે સકલ પણ સભાજન ચિત્રમાં આલેખાયેલની જેમ અથવા સ્તંભમાં કોતરાયેલની જેમ સ્તબ્ધ થયો. ૨૮. તેના ઘરમાં રહેતા મેં ત્યારે વિચાર્યું હમણાં સકલજન નાટક જોવામાં વ્યગ્ર છે. ૨૯. રાજાના મહેલમાં જઈને મૃગના પૃચ્છના ભાગને કાપીને તેનું માંસ ગ્રહણ કર્યું? મોહાંધ શું નથી કરતો? ૩૧. રક્ષાપાલોને ખબર પડી ગઈ એટલે જઈને રાજાને જણાવ્યું કે હે સ્વામિન્ ! કોઈએ આવીને મૃગના પૂંછને કાપી લીધું છે. ૩૨. રાજાએ રંગમાં ભંગ પડવાના ભયથી તેઓને ઉત્તર ન આપ્યો. કોઈક પ્રસંગે એક લાખનું નુકસાન થાય તો પણ રાજાઓ સહન કરી લે
Page #176
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૭
૧૭૧ છે. ૩૩. મેં વિચાર્યું. મારું સાધ્યસિદ્ધ થયું છે. સવારે હું ઉજ્જૈની નગરીમાં જઈશ. ૩૪. હમણાં હું મગધસેનાના નૃત્યને જોઉં. પ્રયોજન સિદ્ધ થયે છતે રહેનારાઓને પછીથી શાંતિ રહે છે. ૩૫. કોઈ મને ઓળખી ન જાય એવી રીતે તેની સભામાં રહ્યો. દુર્જન હોય કે સજ્જન હોય પણ આનંદનો પ્રસંગ ચાલતો હોય ત્યારે કોણ ઓળખવાનો પ્રયત્ન કરે ? ૩૬. હું મગધસેનાને એકીટસે જોઈ રહ્યો. પણ જો જિનમૂર્તિના દર્શનમાં આ પ્રમાણે દષ્ટિ સ્થિર થઈ જાય તો શું સિદ્ધ ન થાય? ૩૭. તેના નૃત્યના કૌશલને કારણે ભવ્ય સંગીતનો જલસો થયો. વસ્ત્ર ઉપર ભાત કરવામાં આવે તો શું ન શોભે? ૩૮. તેના વિજ્ઞાનના અતિશયને જોઈને ખુશ થયેલ રાજાએ કહ્યું : હે નર્તકી! તારું નૃત્ય સુંદર છે કલાથી કોણ ખુશ નથી કરાતો? ૩૯. હે કલાકૌશલની ભંડાર નર્તકી ! તારું નૃત્ય સુંદર છે. મન ઈચ્છિત વરદાન માંગ કલાથી શું પ્રાપ્ત ન કરાય? ૪૦. તેણીએ કહ્યું હે દેવ! તમારું વરદાન થાપણમાં રહેવા દો. સમયે હું માગીશ. થાપણમાં મૂકેલું શુભ હોય છે. ૪૧. એમ બીજીવાર ખુશ થયેલ રાજાએ વેશ્યાને કહ્યું ઃ વરદાન માગ. તેણીએ પણ બીજું વરદાન થાપણ રાખ્યું. ૪૨. ફરી પણ ખુશ થયેલ રાજાએ ત્રીજું વરદાન આપ્યું. કૈકેયીની જેમ પણાંગનાએ તેને પણ થાપણમાં મુક્યું. ૪૩. જો મારો પ્રિય અહીં સભામાં રહેલો હશે તો મને ઉતર આપશે એમ સમજીને વિદુષીમાં શિરોમણિ વેશ્યાએ મને જાણવાને માટે હું સભામાં છું કે નહીં તે જાણવાને માટે) આ પ્રમાણે બોલી : ૪૪. મૃગના પુચ્છના આમિષનો ચોરનાર, ચૂડામણિનો લેનાર, તથા ઉત્કૃષ્ટ કાર્ય કરનાર મારો જીવિતદાતા જ સભામાં રહેલો હોય તો વર્ષાકાળમાં વાદળમાંથી મુક્ત કરાયેલ સૂર્યની જેમ પ્રગટ થાય. ૪૬. મેં કહ્યુંઃ હે પ્રિયા ! હું રંગભૂમિમાં સ્થાન મેળવીને બેઠો છું. હે પ્રિયવાદિની તને જે ઈષ્ટ હોય તે કહે. ૪૭. તેણીએ રાજાને કહ્યું ઃ આ મારો જીવિતદાયક છે, જેણે ઊંદરડીની જેમ મને ખેચર પાસેથી છોડાવી છે. ૪૮. તેથી હે દયાસિંધુ! મારા પ્રથમ વરદાનથી આજ મારો પતિ થાય. હે રાજન! વેશ્યા એવા નામથી મારે સર્યું. ૫૦. હે અભયકુમાર ! તારા પિતાએ આ સર્વ સ્વીકાર્યું કારણ કે મહાપુરુષોનું વચન એક જ હોય છે. ૫૧. સંગીતનો કાર્યક્રમ પૂરો થયા પછી રાજા ત્યાંથી ઉભો થયો. બાકીના લોકો પણ યથાસ્થાને ગયા. પર. જેમ સતાવેદનીય પ્રકૃતિ જીવને સુખમાં લઈ જાય તેમ આનંદના પૂરને ધારણ કરતી તે મને પોતાના ઘરે લઈ ગઈ. પ૩. તેની સાથે રહેતા મેં નવા નવા મુખ્યગીતોથી દરરોજ સ્વર્ગના સુખની જેમ શરીરથી સુખ અનુભવ્યું. ૫૪. તે રીતે સુખને અનુભવતો હોવા છતાં મેં શ્રીમતીને યાદ કરી. ઘીને પીવડાવાતો છતાં પણ મત્તપુરુષ બત્કારને કરે છે. પ૫. મેં પણાંગનાને કહ્યું : હે પ્રિયા ! મારા ઘણાં દિવસો પસાર થઈ ગયા છે. મને અત્યંત અશાંતિ થઈ છે. શ્રીમતી શું કરતી હશે? ૫૬. જો તું મને ખુશ થઈને રજા આપે તો હું જાઉં નહીંતર નહીં વિચક્ષણોએ બંનેને સંમત કાર્ય કરવું જોઈએ. ૫૭. શ્રીમતી ધૂર્તા આને સાચે જ અવશ્ય દુઃખી કરશે એમ વિચારતી તેણીએ મને કહ્યું ઃ ૫૮ જો તમારે અવશ્ય જવાનું હોય તો મને પોતાની સાથે લઈ જાઓ દેવમૂર્તિ વિના ક્યારેય પણ દેવગૃહ હોતું નથી. ૫૯. મેં કહ્યુંઃ જો તારે મારી સાથે આવવું છે તો તે રાજાની રજા લઈ લે. અન્યને આધીન પણ વસ્તુ ન લેવી જોઈએ તેમાં પણ રાજાને આધીન વિશેષથી ન લેવું જોઈએ. ૬૦.
પણાંગનાએ રાજકુળમાં જઈને રાજાને વિનંતી કરી કે હમણાં ત્રીજા વરદાનનો અવસર ઉપસ્થિતિ થયેલ છે તે મને આપો. ૬૧. વિના સંકોચે વરદાન માગ એમ રાજાએ કહ્યું. તારા પિતાની (શ્રેણિક રાજાની) જીભ કયારેય નીતિને ઠુકરાવતી નથી. ૨. તેણીએ રાજાને જણાવ્યુંઃ મારો પતિ હમણાં નગરીમાં જવા ઈચ્છે છે ૬૩. હે નાથ ! તમારી આજ્ઞાથી હું તેની સાથે જવા માંગું છું. શું વેશ્યા કુલવધૂ કરતા હલકું
Page #177
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૭૨
આચરણ કરે ? ૬૪. શ્રેણીક રાજાએ આને રજા આપી. ઉચિત કે અનુચિત માગણી હોય તો પણ વરદાનને નિષ્ફળ કરવું ઠીક નથી. ૫. નવી કુલવધૂની જેમ વિવિધ પ્રકારની વાહન આદિની સામગ્રી તૈયાર કરીને મારી સાથે ચાલી. ૬ ૬. જુદા જુદા આકર–પુર–ગામના સંકુલથી યુક્ત પૃથ્વીતલને જોતો ખુશ થતો હું ઉજ્જૈની પુરી પહોંચ્યો. ૬૭. પ્રવેશનું મુહૂર્ત નહીં હોવાથી નવી પરણીત વધૂની જેમ મેં તેને નગરની બહાર રાખી. ૬૮. પત્ની વિશે ઘણો ઉત્કંઠિત હોવા છતાં પણ વેશ્યાના વચનથી શંકામાં પડેલો હું એકલો જ હાથમાં તલવાર લઈને ગયો. ૬૯. મેં રાત્રે એક શય્યામાં બીજા પુરુષની સાથે સૂતેલી પોતાની સ્ત્રીને જોઈ. ૭૦. હું ક્રોધે ભરાયો. અથવા તો પત્ની બીજા પુરુષ સાથે વાત કરતી હોય તો તે પણ સહન કરવું શક્ય નથી. તો આ સહન કરવું કેવી રીતે શક્ય બને ? ૭૧. કરુણા વિનાના મેં સ્થાનમાંથી તલવાર ખેંચીને તેનું માથું ઉડાવી દીધું. ક્રોધી ખરેખર યમ છે. ૭ર. હવે મારી આ પાપિણી પત્ની શું કરે છે તેને જાણવાના હેતુથી જેમ દિવસે ઘુવડ સંતાઈ જાય તેમ હું અંધકારના પુરમાં છુપાઈ ગયો. ૭૩. જારના શરીરમાંથી વહેતો લોહીના રેલાનો સ્પર્શ થવાથી સાક્ષાત્ માયાની વેલડી ક્ષણથી જાગી ગઈ. ૭૪. આ શું એમ સંભ્રમ પામેલી મરેલા હૃદયવલ્લભને જોઈને જેમ ધન ખોવાઈ જાયને ઉંદરડી ખેદ પામે તેમ પરમ ખેદને પામી. ૭૫. કોઈ કંઈપણ હકીકત ન જાણે એ હેતુથી તેણીએ જરા પણ સીત્કાર ન કર્યો. અથવા ધૂર્ત કે લૂંટાઈ ગયેલો બાવીશ નિસાસા નાખે. ૭૬. સર્વ બાજુથી દિશાઓને જોઈને મનમાં નિર્જન પ્રદેશ છે એમ જાણતી શ્રીમતીએ જારના કલેવરને ખાડામાં દાટ્યો અને જાણે પોતાના આત્માને દુર્ગતિમાં ન નાખતી હોય ! ૭૭. શોકના ભયથી પૂરાયેલી તેણીએ ધૂળથી ખાડાને પૂરી દીધો અને લોહીથી ખરડાયેલી ભૂમિનું છાણથી લિંપન કર્યું.૭૮. ફરી આ પાપિણી સૂઈ ગઈ. અથવા ભાવ નિદ્રાથી સૂતેલી આની ઊંઘ સદાકાળની હોય છે અર્થાત્ ભાવનિદ્રાળુ દિવસ અને રાત ઊંઘતો જ હોય છે. ૭૯. પત્નીની ચેષ્ટા જોઈને હું ચિત્તમાં અત્યંત વિસ્મિત થયો. સાપણ જેવી સ્ત્રીઓની ગતિ અત્યંત કુટિલ હોય છે. ૮૦. ખરેખર સ્ત્રીઓ શસ્ત્ર–અગ્નિસિંહ-વાઘ– સાપ-વૃશ્ચિક—વેતાલ-પ્રેત-ભૂત સમાન હોય છે. ૮૧. શસ્ત્રથી ભૂત સુધીના જીવોને છંછેડીએ તો જ મારે છે પણ અનુકૂળ કે પ્રતિકૂળ ગમે તે સ્થિતિમાં સ્ત્રીઓ મારકણી બને છે. ૮૨. પત્નીનું દુશ્ચરિત્ર ઘણું સાંભળવા છતાં હું તેના ભાવને ન ઓળખી શકયો. અથવા પાતાળ કુવાનું તળિયુ કોણ માપી શકે ? ૮૩. બહુદષ્ટ (ઘણો જ્ઞાની) હોય તો પણ સ્ત્રીઓના હૃદયને જાણવા સમર્થ નથી. કોણે આકાશ પ્રદેશના અંતને જોયો છે ? ૮૪. ઉચ્ચકુળમાં જન્મેલી હોવા છતાં, ધન દોલતથી તરબળો કરી દેવામાં આવે છતાં કાંઠાની મધ્યમાં રહેલી નદીની જેમ સ્ત્રી નીચ સ્થાને જાય છે. ૮૫. સ્ત્રીઓની મનોવૃત્તિ પવનથી પણ ચંચળ છે. તિથી પવન બાંધવો સહેલો છે પણ સ્ત્રીઓ કોઈ રીતે બાંધી શકાય તેમ નથી. ૮૬. જેમ ઉન્માર્ગે ચાલતી નદી બંને કાંઠાનો નાશ કરે છે તેમ કુમાર્ગગામિની સ્ત્રી બંને કુળનો ક્ષય કરે છે. ૮૭. પ્રધાનકુળમાં જન્મેલી હોવા છતાં હા આવી દુરાચારિણી થઈ. ૮૮. તો પછી વેશ્યાઓ ઉપર કેવી રીતે વિશ્વાસ મૂકી શકાય ? જો પોતાના પુત્રો પણ આપણા થતા નથી તો બીજા આપણા કેવી રીતે થાય ? ૮૯. જે અનેક જારોથી ભોગવાયેલી છે તે મારે ઘરે કેટલો કાળ રહેશે ? અને વળી સ્વાછંધને ભોગવનારી પારતંત્ર્યનો સ્વાદ મેળવી શકતી નથી. ૯૦. તેથી રોગ જેવા દારૂણ ભોગોથી સર્યું. વેશ્યાને પોતાના સ્થાને મૂકીને હું હમણાં પોતાનું કાર્ય સાધું ૯૧ એમ વિચારીને હે મંત્રીન્દ્ર ! ભવનમાંથી જલદીથી નીકળીને ઉધાનમાં પહોંચી વેશ્યાને આ પ્રમાણે કહ્યું : ૯૨. તેં મારી સ્ત્રીને જેવી જાણી તેવી જ નીકળી છે. ખરેખર સ્ત્રીના સ્વભાવને સ્ત્રી જ જાણે છે. ૯૩. તેથી આવ ફરી આપણે રાજગૃહમાં જઈએ. વિષની જેમ જાણીને
Page #178
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૭
૧૭૩ પછી કોણ તેની પાસે રહે? ૯૪. જેમ ગાડીભાડુ કરીયાણા ખાલી કરીને તરત પાછો ફરે તેમ તેની સંમતિથી અમે ક્ષણથી પાછા વળ્યા. હે શ્રાવક! તારા નગરમાં આવીને શ્રદ્ધાથી મુકાયેલો (વેશ્યા ઉપર પણ શ્રદ્ધા ઊડી જવાથી) હોવા છતાં હું વેશ્યાને ઘરે રહ્યો. અથવા એકાએક બંધન તોડવું સહેલું નથી ૯૬. કલા કલાપને જાણતી તેની સાથે મારે કેટલાક દિવસો પસાર થયા. ૯૭. એકવાર મેં વેશ્યાને કહ્યુંઃ મે મૃગશાવક લોચના! ઉજ્જૈનપુરીમાં જવાની ઈચ્છાવાળા મને રજા આપ. ૯૮. તેણીએ મને કહ્યું : હે સ્વામિન્! જેમ કપડું વણતાં વણકર નિરંતર આવ જા કરે તેમ ઘડી ઘડી શું આવ જા કરો છો? ૯૯. તમે ત્યાં નહીં જાઓ તો શું તમારું કાર્ય બગડી જવાનું છે? શું તમે પોતાના સ્ત્રીના ચરિત્રને એટલીવારમાં ભૂલી ગયા. ૮00. મેં કહ્યું ઃ હે પ્રિયા તે સર્વ સાચું કહે છે પરંતુ તે રાત્રે મેં માતા પિતાનું દર્શન ન કર્યું. ૮૦૧. મારા વિયોગમાં માતાપિતા ઘણાં દુઃખી થશે. પાણીના સિંચન વિના શું વેલડીઓ સુકાઈ નથી જતી? ૨. બુધની જેમ જેને હંમેશા પિતાનું મીલન થતું નથી તેવા પાશના કારણભૂત ચોર જેવા પુત્રથી સર્યું. ૩. તે પુત્રથી શું જેનાથી માતાપિતા માતાપિતા ગણાતા નથી. જે પુત્ર માતાપિતારૂપી ચરણકમળમાં ભમરા જેવું આચરણ કરતો નથી તેની સાથે કયારેય સંયોગ ન થાઓ. ૪. જે માતાપિતાની હર્ષથી દિવસ રાત ભક્તિ કરતો નથી અને માતાના યૌવનને હરનારો જન્મ્યો તોય શું લાભ? ૫. જેથી તું મને હર્ષથી રજા આપ તો માતા પિતાને મળું કેમકે મોટા ભાગ્યથી વડીલોની સેવા પ્રાપ્ત થાય છે. ૬. આ પ્રમાણે ગાઢ આગ્રહ કર્યો ત્યારે મધુર ભાષિણીએ કહ્યું : હે સ્વામિન્! જો એમ છે તો તમે જાઓ તમારો માર્ગ કલ્યાણકારી થાઓ. ૭. પણ તમારે જલદીથી પાછા પધારવું કારણ કે હું તમારા વિરહને સહન કરી શકું તેમ નથી. પાણી વિના માછલી જીવી શકતી નથી. ૮. હે રાણી! ભલે તેમ થાઓ. અહીં વધારે શું કહ્યું, તારા વગર હું પણ રહી શકતો નથી. ચંદ્ર અને ચંદ્રિકાની પ્રીતિ પરસ્પર સાધારણ હોય છે. ૯. હું જલદીથી જ પાછો આવીશ. તું હૈયામાં અધીરજ ન રાખ. દૂર ગયેલો પણ હંસ શું કમલિની પાસે ફરી નથી આવતો? ૧૦. આવા પ્રકારના વિવિધ અમૃત રસ જેવા કોમળ વચનોથી મેં તેને (વેશ્યાને) બોધ પમાડી. વાણીમાં શું કરકસર કરવી. ૧૧. હે મહામંત્રિન! જેમ કેદી કારાગૃહમાંથી છૂટે તેમ આ સ્થાનમાંથી હું ઉજ્જૈની નગરીમાં ચાલ્યો. ૧૨.
ઘરે પહોંચીને વિયોગ–અગ્નિથી અતિ સંતપ્ત થયેલા માતાપિતાને પોતાના સંગમરૂપી પાણીથી આલાદિત કર્યા. ૧૩. ભક્તિથી માતા પિતાની રજા લઈને પત્નીના ભવને આવ્યો. હું તેના પૂર્વના સ્વરૂપને જાણતો નથી એવો દેખાવ કરીને પૂર્વની જેમ રહ્યો. ૧૪. આ પણ ધૂર્તા પૂર્વની રીતિ પ્રમાણે મારી સાથે વર્તવા લાગી. આ પ્રમાણે અમે બંને ધૂર્તોનો મેળાપ ચાલ્યો. ૧૫. આગળ ખોદેલા જારના ખાડા ઉપર સ્નેહપૂર્વક સૌ પ્રથમ ભોજનની સામગ્રી ધરી. અહો! મરણના સાત દિવસ ગયા પછી હજુ પણ જાર પરષ ઉપરનો રાગ જતો નથી. ૧૬. તેને ધરીને પછી બાકીના લોકોને ભોજનાદિ આપ્યું. પંચાચારથી (જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર) મુકાયેલી જીવોની આવી સ્થિતિ થાય છે. ૧૭. નિઃશંક માનવાળી તેણીએ રોજ રોજ આવું વર્તન કર્યું. અથવા પાત્રતા વિનાના જીવોને લોકોમાં ભય અને લજા હોતી નથી. ૧૮. એકવાર આનો નિશ્ચય કરવા મેં તેને કહ્યુંઃ અરે સુંદર સાકરથી મિશ્રિત ધૃતપુરને બનાવ. ૧૯. જેમ બ્રાહ્મણને શ્રાદ્ધભક્તિમાં શ્રદ્ધા (ઈચ્છા) હોય તેમ મારે ખાવાની ઘણી ઈચ્છા છે. હે પ્રિયા! જ્યાં સુધી હું ભોજન કરવા ન બેસું ત્યાં સુધી તારે કોઈને ન આપવા. ૨૦. કપટ નાટકમાં
૧. લોકમાં બધ ગ્રહને ચંદ્ર ગ્રહનો પત્ર માનવામાં આવે છે છતાં બધ ચંદ્રને શત્ર માને છે અને ચંદ્ર બધને મિત્ર માને છે એમ જ્યોતિષ શાસ્ત્રમાં મનાય છે. બુધ અને ચંદ્રનું મહિનામાં એકવાર મીલન થાય છે.
Page #179
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૭૪ ચતુર સુભક્તાનું નાટક કરતી આણીએ શઠતાથી કહ્યું હે નાથ ! આ શું બોલો છો. ૨૧. સુંદર પતિ વિના શું મારે બીજો કોઈ પ્રિય છે? શું પદ્મિનીને સૂર્ય સિવાય બીજો કોઈ વલ્લભ હોય? ૨૨. પ્રથમ તમને ભોજન પીરસીને પછી બીજાને અપાય છે. સૌથી પ્રથમ ગુરુ (વડીલ) પૂજનીય છે. સ્ત્રીઓને પતિ જ ગુરુ છે. ૨૩. તો પણ તમે પોતાનો અભિપ્રાય જણાવીને મારું ધ્યાન દોર્યું તે સારું કર્યું. કયારેક અજાણતા મારાથી વિપરીત પણ થઈ ગયું હોય. ૨૪. ધૃતપુર તૈયાર થતા મારા પગ ધોઈને, વિશાલ આસન ઉપર બેઠેલા મારી સામે થાળ રાખ્યો. ૨૫. જાણે સાક્ષાત્ પોતાનું હૃદય ન હોય તેમ ખાડાની ઉપર પરમ આદરપૂર્વક ધૃતપુરને ધરીને લજ્જા વગરની તેણીએ બાકીનું ધૃતપુર મને પીરસવા માટે મુકયું. અહો ! આ આની પરમ ધૃષ્ટતા કેવી છે ! ૨૭. મેં કહ્યું : કેમ હજુ સુધી પણ..... (શું હજુ પણ જારને ભૂલી નથી?) તેણીએ કહ્યું ઃ મારે તમારાથી શું? મે કહ્યું : હે કલંકિની ! તારા જાર બ્રાહ્મણથી મારે શું? ૨૮. ક્રોધની પરંપરાને પામેલી આણીએ લલાટ ઉપર ભ્રકુટિના બાનાથી મને અત્યંત બીવડાવવા ક્રોધરૂપી નાગ બતાવ્યો.ર૯ પછી ક્રોધથી તેનું શરીર અને આંખ લાલ થયા. ક્રોધ ઉત્પન્ન થયા પછી રાગ વડે તે આલંગિત કરાઈ.૩૦. થર થર થતી શરીરવાળી મારી સ્ત્રી જાણે ભૂત વળગ્યું હોય તેમ સર્વથી કંપવા લાગી. ૩૧. પછી તેણીએ મારા ઉપર આક્ષેપ કર્યો કે રે રે ! મારા પ્રિયના ઘાતક ! હું આજે પોતાના વલ્લભનું વેર વાળીશ. ૩૨. એવા ઘણાં વચનોથી તેણીએ મારી તર્જના કરી, નાચવા માટે ઉભા થયેલને શું લાજ કાઢવી શક્ય છે? ૩૩. ત્યાર પછી અત્યંત તપેલા ઘીની તપેલી લઈને જાણે યમની કિંકરી ન હોય તેમ દોડી. ૩૪. હે શ્રાવક! રાક્ષસી સમાન વિકરાળ બનેલી જોઈને ત્યારે ભયથી હું નાશી છુટ્યો. નાશતો હું જેટલામાં દરવાજે પણ ન પહોંચ્યો તેટલામાં તે પાપિણીએ જેમ સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાને રહેલા જીવને લાભ પ્રકૃતિ પકડી લે તેમ મને દ્વાર દેશે પકડી લીધો. ૩૬. તેણીએ ગરમ તેલવાળી તપેલી મારી ઉપર ફેંકી આવી સ્ત્રીના સંયોગથી આવું ફળ મળે છે. ૩૭. અડધા દાઝી ગયેલા શરીરવાળો હું કષ્ટથી માતાના ઘરે પહોંચ્યો અથવા તો મરતાએ સંજીવની યાદ કરવી જોઈએ. ૩૮. હે મંત્રિન્! જેમ માળી બગીચાનું પાલન કરે તેમ સર્વ વિક્ષેપને છોડીને માતા મારી સેવા કરવા લાગી. ૩૯. હે શ્રાવક! હું માતાની કૃપાથી સારો થયો. ભાગ્યવાનોના જ માતાપિતા ચિરંજીવ રહો. ૪૦.
પછી હું વિચારવા લાગ્યો કે સર્વથા દુર્જનની જેમ ત્યાગ કર્યા સિવાય કુભાર્યાને બીજો કોઈ દંડ નથી. ૪૧.ભાંડની જેમ, નપુંસકની જેમ કુલદૂષણ કુલટા ત્યાજ્ય છે. સળગતી ઘેટી દૂર હોય તે સારી. ૪૨. તેથી આવા પ્રકારની વિડંબનાથી ભરેલા ગૃહવાસથી સર્યું. અથવા મદ્યપાનમાં આનાથી બીજું કાંઈ હોઈ શકે? ૪૩. જો ગૃહવાસમાં સારાપણું હોત તો લીલાથી આને જિનેશ્વર, ચક્રવર્તી, બળદેવે શા માટે છોડ્યો? ૪૪. તેથી ભાઈઓ પાસેથી રજા મેળવીને પોતાના સદ્ભાવને જણાવીને મેં દીક્ષા લીધી અને દુઃખના મસ્તક ઉપર પગ મૂક્યો. ૪૫. હે મહાભાગ! મારા ચિત્તમાં પૂર્વના ભયનું સ્મરણ થયું. કારણ કે જીવને ક્યારેક કંઈક યાદ આવી જાય છે. ૪૬. તેને સાંભળીને વિસ્મયને પામેલ વારંવાર માથું ધુણાવતા આ અભયકુમારે આ પ્રમાણે કહ્યું : ૪૭. હે ભગવન્! આ આમ જ છે. આ જ ગૃહવાસ આવા પ્રકારનો છે. તો પણ તે પ્રભુ! પ્રાણીઓને ઘણું કરીને પ્રિય છે. ૪૮. કારણ કે તેના સ્વરૂપને જાણવા છતાં અમારા જેવા કેટલાક જેમ દારૂ પીનારા દારૂમાં આસક્ત થાય છે તેમ સંસારમાં જ આસક્ત બને છે. ૪૯. તો સંસારના સ્વરૂપને નહીં જાણનારા બીજા સંસારમાં લોભાઈ જાય તેમાં શું નવાઈ છે? દીવામાં પતંગિયાનું પતન હંમેશા જોવાયેલું છે. ૫૦. તમે સત્ત્વશાળી છો ક્ષણથી ગૃહવાસને છોડીને દીક્ષા ગ્રહણ કરી. રૌદ્ર રણમાં કોણ
Page #180
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૭
૧૭૫ પ્રવેશે? ૫૧. તમે ધન્ય છો, પુણ્યશાળી છો જેઓએ મોક્ષમાર્ગનો આશ્રય કર્યો છે. આ દુર્માર્ગમાં જતું આખું જગત નીચે પડે છે. પર. તમે જ તત્ત્વને જાણીને વ્રત સ્વીકાર્ય છે. અથવા દુર્બોધ તેરશ માતાને કોણ જાણી શકે? ૫૩. તે ધર્મચર્ચામાં લીન હતો ત્યારે રાત્રી નાશી ગઈ. અંધકારના સમૂહથી બળેલાને ધર્મચર્ચા ગમતી નથી. પ૪. જ્યોતીરૂપ કલાનો ભંડાર હોવા છતાં હાર પ્રાપ્ત ન કરાયો એમ ખેદને વહન કરતા ચંદ્ર અસ્ત પામ્યો. ૫૫. આકાશમાં નક્ષત્રો એક પછી એક ઝાંખા પડવા લાગ્યા, વડીલ ગયા પછી શું ગ્રહો પ્રકાશે? ૫૬. પછી સૂર્યરૂપી વલ્લભનું આગમન થયે છતે જાણે કૌસ્તુભ વસ્ત્રોને ધારણ ન કર્યા હોય તેમ વિદ્ગમ જેવા લાલ શરીરીવાળી સંધ્યા શોભી ઉઠી. પ૭. ઘરે જવાની ઈચ્છાવાળા મંત્રીએ મુનિઓને વંદન કર્યું. અથવા કયાંક ધર્મનીતિ પણ રાજનીતિની સમાન હોય છે. ૫૮. મંત્રની જેમ સાધુઓના પવિત્ર ચરિત્રોનું ચિંતવન કરતો અભય વસતિ (ઉપાશ્રય)ની બહાર નીકળ્યો. ૫૯. સૂરિના કંઠમાં રહેલા હારને જોઈને રાજપુત્ર અભય ખુશ થયો. હાર ન મળત તો પોતાના જીવનનો સંદેહ હતો એવા સમયે હારની પ્રાપ્તિ થવા છતાં હર્ષ ન થયો. ૬૦. આ હાર માટે આણે સાત દિવસ બહુ પ્રયત્નો કર્યા તો પણ વંધ્યાના પુત્રની જેમ કયાંય ન મેળવી શક્યો. ૬૧. હમણાં તો ઉપાય વગર જ મને હાર મળી ગયો તેથી વ્યવસાય પુરુષાર્થ ફળતો નથી. સમય પ્રાણીઓને ફળ આપે છે. ૨. અહો ! સન્મુનિઓની લોકોત્તર નિર્લોભતા કેવી છે ! આકાશ જેવી નિર્મળ સ્ફટિકતા બીજે ક્યાં હોય ! ૬૩.
આવા પ્રકારના હારને જોઈને કયો સામાન્ય જન છોડી દે. મુખમાં કડવું ન હોય તેવા સ્વાદિષ્ટ ફળને કોણ ન ખાય? ૬૪. સકલ પણ જગતમાં ક્યાંય આવો દેવ નથી, દાનવ નથી, માનવ નથી, પશુ નથી જે ધનમાં અને સ્ત્રીમાં ક્યારેય લોભાતો ન હોય. કારણ કે પરિગ્રહાદિ સંજ્ઞા ભવોભવ અભ્યાસ કરાઈ છે. ૬૬. આઓ ધન્ય છે. આ પુણ્યશાળી છે. આ પવિત્ર આશયવાળા છે. આઓ પૃથ્વીને શોભાવે છે કેમકે તેઓ ધનમાં લોભાતા નથી. ૬૭. અથવા જેઓને મહેલ ઝુંપડી જેવો લાગે છે, લાવણ્યમય સ્ત્રીઓનો સમૂહ ચાડિયા જેવો લાગે છે. સુંદર વર્ણવાળું સુવર્ણ પણ ઘાસના ઢગલા જેવું લાગે છે, અગણ્ય મણિની શ્રેણીઓ માર્ગના કાંકરા સમાન લાગે છે. હાર સાપ સમાન લાગે છે. મુગુટ ઠીકરા સમાન લાગે છે, સુવર્ણના કંડલને સાપનું કુચવું માને છે. નિસ્પૃહતા યુક્ત સામાન્ય પણ જન લોકોને પૂજ્ય બને છે તો આવા મુનિઓ કેવી રીતે વંદનીય ન બને? ૭૧. હું ધન્ય છું. હું કૃતપુણ્ય છું. જે મેં આ રાત્રિમાં મહાત્મા મુનિઓની આદરપૂર્વક, પર્યાપાસના કરી. ૭૨. સાધુ સેવાથી ઉત્પન્ન થતા ધર્મનું હારની પ્રાપ્તિ સ્વરૂપ આ આનુષાંગિક ફળ મને પ્રાપ્ત થયું. ૭૩. હું માનું છું કે હારનું સૂચન કરવા માટે ભય એ પ્રમાણે બોલ્યા હતા. અથવા મહાત્માઓને દ્રવ્યનો સંપર્ક ભયનું કારણ થયું તે સ્થાને છે. ૭૪. અહો ! આ ગુરુ કાયાના લાલનપાલનથી મુક્ત છે. કાયાનો નિગ્રહ કરનાર છે. સર્વ પણ આચારનું પાલન કરનાર છે. જિનકલ્પને વહન કરવાની ઈચ્છાવાળા છે. ૭૫. તે ગુરુના આવા પ્રકારના શિષ્યો થાય તે યુક્ત છે. સ્વામી વિજયી બને છતે શું સેવકો કયારેય સીદાય? ૭૬.
પછી અભયકુમારે ઉત્તમ જીવોના ગુરુ સુસ્થિત આચાર્યને પરમ ભક્તિથી વંદન કર્યું. ૭૭. સર્વથા કંચનનો ત્યાગ કરનાર સૂરિના કંઠમાંથી રાજ્યલક્ષ્મીના સારભૂત હારને અભયે ગ્રહણ કર્યો. ૭૮. જઈને અભયકુમારે જાણે પોતાનો બીજા આત્મા ન હોય એવા હારને રાજાને અર્પણ કર્યો. ૭૯. રાજા અતિ હર્ષ પામ્યો અથવા નવી વસ્તુની પ્રાપ્તિ કરતા ખોવાયેલી વસ્તુની પ્રાપ્તિથી વિશેષ આનંદ થાય છે. ૮૦. રાજાએ તુરત જ ચલ્લણાને હાર મોકલી આપ્યો. દક્ષ પુરુષો પોતાની પ્રેયસીની પ્રીતિની ઉત્પત્તિમાં વિલંબ
Page #181
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૭૬ કરતા નથી. ૮૧. રાજાએ પુત્રને કહ્યું હે મહામતિ વત્સ અભય! તું જ હમણાં સચિવ સમૂહમાં શિરોમણિ વર્તે છે. ૮૨. પૃથ્વીમંડળ ઉપર તું જ પોતાની માતાનો પુત્ર છે. તું જ કલાના શ્રેષ્ઠ રસના કુંભનો ઉત્પાદક છે. ૮૩. જેમ ચૂડામણિ ગ્રંથનો જાણકાર ખોવાયેલી વસ્તુને શોધી શકે છે તેમ જેની પ્રાપ્તિની કોઈ સંભાવના ન હતી તેવા હારને તે લીલાથી મેળવી આપ્યો. ૮૪. એમ ઘણી પ્રશંસા કરતા રાજાએ પુત્ર ઉપર ઘણો પ્રસાદ કર્યો. કયો બુદ્ધિમાન આવા ઉત્તમ પુત્ર ઉપર યશનો કળશ ન ઢોળે? ૮૫. હે વત્સ! જ્યાં સુધી ચંદ્ર-સૂર્ય-પર્વત-પૃથ્વી, ક્ષીર સમુદ્ર છે ત્યાં સુધી આનંદ પામ ! પ્રજાના સર્વ અભિલાષને પૂરતો તું હર્ષથી રહે એ પ્રમાણે અભય મંત્રીને આશીર્વાદ આપતી ચેલ્લણાએ શું તેના નિર્મળ મહેલ ઉપર ધ્વજાનો આરોપ ન કરતી હોય તેમ પ્રસાદને કર્યો. ૮૬.
એ પ્રમાણે જિનપતિસૂરિના પટ્ટલક્ષ્મીભૂષણ શ્રી જિનેશ્વરસૂરિના શિષ્ય ચંદ્રતિલક ઉપાધ્યાય વિરચિત શ્રી અભયકુમાર મહર્ષિના ચરિત્ર અભયાંકમાં દિવ્યહારનું સાંધવું, તેની ચોરી થવી, તેના અનુસંધાનમાં આવેલી ચાર કથા અને હાર પ્રાપ્તિનું વર્ણન નામનો સાતમો સર્ગ પૂરો થયો. સકળ શ્રી સંઘનું કલ્યાણ થાઓ.
આઠમો સર્ગ આ ભરતક્ષેત્રમાં માલવ નામનો વિખ્યાત દેશ હતો. ધાન્યની ઘણી નિષ્પત્તિ થવાને કારણે શોભન નામે પ્રસિદ્ધ થયો. જેનું પરિમાણ (ક્ષેત્રફળ) ૧૮ લાખ, ૯૨ હજાર હતું. ૧. તે દેશમાં વિવિધ પ્રકારના વસ્ત્રોની પ્રાપ્તિ સુલભ હતી. ઘઉનો દેશ હોવાને કારણે ઘણાં ખાજાનું ભોજન કરીને અહીં ગરીબ લોક પણ સુખેથી નભતો હતો. અથવા તો આચ્છાદન અને પેટપૂર્તિ એ બેની વાંછાથી અહીં વસતો હતો. ૨. હું માનું છું કે ઊંચે ઊંચે ઉછળતા મોજાના સમૂહથી ભય ઉત્પન્ન કરે તેવા સ્વરી પાણીથી બે કાંઠે વહેતી નદીઓને જોઈને ઉત્પન્ન થયેલ ભયના ભારથી દુષ્કાળે એક પગલું પણ ક્યારેય ન ભર્યું. ૩. માલવ દેશમાં વિશાળ ઉજ્જૈની નામની નગરી છે. બીજી એવી કઈ નગરી છે જે આ નગરીની આગળ શાંત ન થઈ હોય. અર્થાત્ ઉજ્જૈન નગરી બધા કરતા ઉત્તમ હતી. માલવ દેશમાં આવેલી હોવા છતાં ઘણી ઐશ્વર્યવાળી હતી. આશ્ચર્યકારી એક રૂપવાળી હોવા છતા વિત્રિી રૂપવાળી હતી. ૪. શેવાલરૂપી નીલ વસ્ત્રોવાળી, ખળખળ કરતા અવાજના નાદથી સનૂપુરવાળી, ઘણા પાણીના અતિશયથી જેનો મધ્યભાગ હંમેશા લીલોછમ હતો, વિશાળ મોજાના ભુજાવાળી, કમળોના મુખવાળી, સખીની જેમ ઉજ્જૈની નગરીના પડખાને નહીં છોડતી સીપ્રા નામે નદી હતી. ૫. તે લક્ષ ઉપર એક દષ્ટિ કરનાર ઘણાં માછીમાર-રાજહંસ– માછલાના સમૂહ–મેંઢક–સારસ–સાપ અને કમળોથી ભરેલી હતી. વિવિધ પ્રકારના મોટા મોજાઓને ભાંગવામાં કુશળ વિશાળ શિપ્રા નદી ઉજ્જૈની નગરીની જેમ શોભતી હતી. ૬. જુદા જુદા રાજાઓના મસ્તકના મુગુટમાં ઝળહળતા મણિઓનો સમૂહ જેના ચરણ કમળને ચુંબન કરતો હતો. એવો સૂર્યની જેમ ઉગ્ર તેજનું ધામ ચંડપ્રદ્યોત રાજા તે નગરીમાં હતો. ૭. ધનુષ્યતોમર–કૃપાણ–બાણના સમૂહથી ચંડપ્રદ્યોતના ભયંકર યુદ્ધને જોઈને શત્રુ રાજાઓનો ગર્વ ગળી ગયો, પોતાના મુખમાં આંગળી નાખીને પ્રાણોની યાચના કરતા શત્રુ રાજાઓ ઉલટાનું તેનું રક્ષણ કરનારા થયા. ૮. પૃથ્વીના મુકુટ સમાન અન્ય રાજાઓથી આની સરસાઈ થોડી નહીં પણ ઘણી થઈ કારણ કે આણે પ્રથમ શત્રુરાજા પાસેથી કરીને ગ્રહણ કર્યું અને પાછળથી પોતાનું પણ તેઓને આપ્યું. ૯.
કયારેક ચૌદ રાજાઓથી યુક્ત, ઉગ્રબળી પ્રદ્યતન રાજા રાજગૃહને ઘેરો ઘાલવા ઉજ્જૈનીપુરીથી
Page #182
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૮
૧૭૭ ચાલ્યો અથવા વિજયની કાંક્ષા રાજાઓનું ભૂષણ છે. ૧૦. આગળના પગથી સતત કુદતા, બંને પડખે ચામરની શ્રેણી રૂપી પાંખને ધારણ કરતા, સૂર્યના ઘોડાઓને ભેટવા માટે જાણે નિશ્ચય ન કર્યો હોય તેવા મારમાર કરતા ઘોડાઓ ચાલ્યા. ૧૧. ઘંટના રણકારથી પક્ષીઓને બહેરા કરતા, આકાશમાં ઉછળતા, સુવર્ણકુંભના ઊંચા દંડોને ધારણ કરતા, ચારે બાજુથી જાણે દેવોના ચર વિમાનો ન ચાલ્યા હોય તેમ શ્રેષ્ઠ વેગવાળા અશ્વરથો શોભ્યા એમ હું માનું છું. ૧૨. સિંદુરના પૂરથી ભરાયેલ કુંભતટવાળા, તમાલપત્રની શ્રેણી સમાન કાળા ડિબાંગ શરીરવાળા હાથીઓ શોભ્યા. હું માનું છું કે શું મેઘવાહન દેવે આને પોતાના આ વાહનો રૂપી ચંચળ વાદળોને મોકલાવ્યા છે. ૧૩. તલવાર, ધનુષ્ય–બાણ વગેરે વિવિધ પ્રકારના પ્રહરણોને ધારણ કરતા, સન્મુખ કૂદકા મારતા પદાતિઓને જોઈને આ જનમારક લોક (પદાતિ) મને મારશે એમ સમજીને જાણે ભય-ન પામેલ હોય તેમ યમરાજ અદશ્ય થયો. ૧૪. શ્રેષ્ઠ ઘોડાઓએ તીક્ષ્ણ ખરોથી અખિલ ભૂમિ પરના સકલ શલ્યોને મૂળમાંથી જ ઉખેડી નાખ્યા. જેમ હળથી જમીન ખેડાય તેમ સુતીક્ષ્ણતર ચક્રની ધારવાળા રથોથી તુરત જ માર્ગોને ખોદી નાખ્યા. ૧૫. પાછળ આવતા ગોળ રોટલી જેવા હાથીના પગથી ભૂમિ સપાટ કરાઈ. સીમા વિનાના મોટા હાથીના વૃંદના ગંડસ્થળમાંથી ઝરતા મદના પ્રવાહોથી ભાદ્રપદના વાદળની જેમ માર્ગ સિંચાયો. ૧૬. પોતાની સામગ્રી ભરીને પાછળ ચાલતા ગાડાઓ વડે માર્ગ ફરીથી ખોદાયો. બહુ ધાન્યની ગુણીઓને વહન કરતા બળદો ઉપરથી વેરાતાધાન્યથી વિશાળ ભૂમિનળ ઉપર બીજનો ક્ષેપ થયો. અર્થાત્ વાવણી થઈ અને સુખપૂર્વક ખેતીનું કાર્ય થયું. ૧૭. જનતા વડે આશ્રય કરાયેલી હોવા છતાં મારા સ્વામીની આ પૃથ્વી કેવી રીતે પીડિત કરાઈ એમ અધિક ગુસ્સે થયેલી કૂદતા ઘોડાના ખુરના ઘાતથી ઉછળેલી રજે તેના આખા સૈન્યને આંધળું કર્યું. ૧૮. અત્યંત પ્રચંડ પવનથી અત્યંત ગાઢ ધૂળની ડમરી ઊંચે ચારે બાજુ ફેંકાઈ જાણે એક આતપત્રની જેમ પૃથ્વીના રાજ્યને કરવા માટે સંપૂર્ણ આકાશમાં ફેલાઈ ગઈ. ૧૯. પાછળ પોતાના પૂરના કારણે વિસ્તૃત થતી ધૂળની ડમરીએ પ્રકાશ પાથરતી કાંતિનો લોપ કરીને સૂર્ય અને ચંદ્રને આચ્છાદન કર્યા અથવા તો આ નીચ લોકો ઉન્નતિને પામીને બીજું શું કરે? ૨૦. રજે વૃક્ષોને, પર્વતના શિખરોને, જળાશયોને, કાષ્ઠોને અધિક કલુષ કર્યા. અથવા તો જીવ સ્વયં
સ્ફટિકની જેમ નિર્મળ હોવા છતાં કર્મની રજથી મલિન કરાયો છે. ૨૧. રજથી ખરડાયેલ કાકોલ-ઘુવડ– કોકિલ–મોર-પોપટ–દ્ધિક વગેરે અને હંસ સારસ વગેરે આકાશમાં ઊડતા એક સરખા દેખાયા. ખરેખર રાગના ઉદયમાં મુનિઓ પણ ગૃહસ્થની તુલ્ય થાય છે. ર૨. રસ્તામાં બીજા ઘણા દેશના રાજાઓને જીતીને તેના સૈન્યોની સાથે પોતાના સૈન્યથી ભૂમિપીઠને ભરી દેતો ચંડપ્રદ્યોત રાજાને આવતા શ્રેણીક રાજાએ સાંભળ્યું. કારણ કે રાજાઓ અહીં હજાર આંખવાળા હોય છે. ૨૩. રાજાએ હૈયામાં વિચાર્યું. હું અલ્પબળવાળો છું અને આ ચંડપ્રદ્યોત મહાબળની જેમ ઘણો બળવાન છે. હું એનો કેવી રીતે સામનો કરી શકીશ? સમુદ્રની ભરતીને રોકવા કોણ સમર્થ થાય? ૨૪. સિંહથી ત્રાસ પમાડાયેલ હાથીની જેમ આકલમનવાળા રાજાએ શું કરવું એમ વિમાસણમાં પડ્યો અને લક્ષ્મીના ધામ અભયકુમારના મુખકમળ ને જોયું. કેમકે રોગથી પીડાયેલાએ વૈદ્યનો આશરો લેવો જોઈએ. ૨૫.
પછી રાજાના ભાવને જાણીને અભયકુમારે અંજલિ જોડીને પ્રગટ થયેલ શ્રેષ્ઠ વર્ણવાળા, ભય વગરના ઘણાં પરાક્રમી શ્રેણીક રાજાને જણાવ્યું. કેમકે બુદ્ધિમાનો આકારથી પરચિત્તને જાણનારા હોય છે. ૨. હે તાત ! હે નાથ ! ચિત્તમાં શેની ચિંતા કરો છો? તમારા પ્રસાદના કારણે હું પદાતિ થયો છું. હું શત્રની સાથે લડી લઈશ. અથવા લોકમાં ઈન્દ્રની સાથે ગરુડનું યુદ્ધ નથી સંભળાયું. ૨૭. અથવા જીવરાશિનો સંહાર
Page #183
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૭૮ કરનારા યુદ્ધથી સર્યું. બુદ્ધિ લડાવીને કોઈક એવો ઉપાય કરું જેથી સુખપૂર્વક શત્રુને જીતી લઉ. ગોળથી મરી જતો હોય તો શું તેને કયારેય ઝેર અપાય? ૨૮. કહ્યું છે કે– સમસ્ત સુખનો હેતુ સામ હોવા છતા, પ્રવર ભેદને કરનારી બુદ્ધિ હોવા છતાં, દાનથી ઘણાં ભેદનું કાર્ય થઈ જતું હોય તો કોણ પ્રથમ દંડનીતિનો ઉપયોગ કરે? ૨૦. હે તાતપત્ની વસુધા ! તું શત્રુના ઘરે ન જતી એમ જણાવીને સચિવ શિરોમણિ અભયકુમારે દીનારોના દાબળા ભરી ભરીને શત્રુ સૈન્યની છાવણીના સ્થાને જમીનમાં દટાવીને પૃથ્વીની સારી રીતે પૂજા કરી. ૩૦. ગાઢ અંધકારરૂપી હાથીના મસ્તક ઉપર આરૂઢ થયેલ શત્રુ ચંડપ્રદ્યોત રાજા થોડા દિવસોમાં જાણે પોતે મોસાળે આવ્યો હોય તેમ હર્ષથી રાજગૃહી નગરીમાં આવ્યો. ૩૧. મેરુ પર્વત જેવા ધીર અવંતિ દેશના રાજ શિરોમણિએ વિવિધ પ્રકારના ઘોડા-રથ-હાથી-પદાત્તિના સમૂહથી જેમ કરોડિયો પોતાની લાળથી જાળને રચે તેમ નગરને ચારે દિશાથી સારી રીતે ઘેરો ઘાલ્યો. ૩૨. આ સામથી માને તેમ નથી કારણ કે અતિશય અભિમાની છે. દાનને ઉચિત નથી કારણ કે પોતે અસંખ્ય ધનવાળો છે. આ દંડ્યું નથી કારણ કે બહુ દંડથી ચંડ છે. આ આત્મા કેવળ ભેદને યોગ્ય છે. ૩૩. એમ વિચારીને બુદ્ધિમાન અભયે પોતાના આખ પુરુષોની સાથે જાણે તે પ્રદ્યોતરાજાને મૂળમાંથી ઉખેડી નાખવા પત્રિકા ન હોય તેવા એક લેખને મોકલ્યો. જલદીથી ચંડપ્રદ્યોત પાસે પહોંચીને આપ્ત પુરુષોએ માલવદેશના રાજાને ભગાડવા જાણે યંત્ર ન હોય એવા લેખને અર્પણ કર્યો. ૩૪. અને જેટલામાં રાજાએ સ્વયં એકાંતમાં લેખને વાંચ્યો તેટલામાં તેણે આ પ્રમાણે લખાણને વાંચ્યું. ૩૫. જેમ કૃતિકા તારાના છના ઝૂમખાંમાં કંઈ ભેદ નથી તેમ ચેટક રાજાની છએ પત્રીઓમાં હું કંઈ ભેદ જોતો નથી. મારે મન શિવા રાણી ચેલ્લણાથી અધિક છે. તમે મારા માસા થતા હોવાથી હું કંઈક કહેવા માગું છું. ૩૬. હે રાજનું! જેમ હંસ ચાંચથી દુધ અને પાણીને જ પાડે તેમ મારા પિતા શ્રેણિક રાજાએ દીનારની રાશિથી ભરેલી પેટીઓના દાનથી આ તારા સર્વે મુકુટ બદ્ધ રાજાઓને ફોડી નાખ્યા છે. (પોતાના પક્ષના કરી લીધા છે.) ૩૭. જેમ વિચાર વગરનો રાજા જનમાં આંતક ફેલાવનાર નિયોગી ચરટને પટ્ટમાં પોતાના દેશ આપે તેમ તારા મુકુટ બદ્ધ રાજાઓ નિશ્ચયથી તને બાંધીને શ્રેણીકને અર્પણ કરશે. ૩૮. જો તમને મારા વચનમાં વિશ્વાસ ન બેસતો હોય તો રાજાઓની નિવાસ ભૂમિની નીચે જલદીથી તપાસ કરાવો જેથી સાચા ખોટાનું ભાન થશે. પ્રત્યક્ષ પ્રમાણથી જણાઈ જતું હોય તો બીજા પ્રમાણની શી જરૂર છે? ૩૯. પછી તેણે પોતાના આખ પુરુષ પાસે એક મુગુટબદ્ધ રાજાની છાવણીની ભૂમિને ખોદાવી તો દીનાર ભરેલી પેટી જોઈ. શું આ વસુધાએ ભિન્ન ભિન્ન પ્રકારના પુત્રોને જન્મ આપ્યો છે?૪૦. વિસ્મયપૂર્વકના ભયથી આકુલ થયેલ મનવાળા ચંડપ્રદ્યોતે વિચાર્યું શું શ્રેણિકે મારા સેવકોને ધન આપીને પોતાને વશ કર્યા છે? વૃદ્ધાવસ્થાને પામતા આણે આવું કર્યું? ૪૧. જો કોઈપણ રીતે સ્વજનતાને છોડીને અભયે મને આ ન જણાવ્યું હોત તો આ લોકોએ મને રાજાને અર્પણ કરી દીધો હોત. શત્રુ પણ પંડિત હોય તો તે સારો છે. ૪૨. ચંદ્રની જેવી શીતળ અને અમૃત જેવી મીઠી વાણી બોલનાર અભય સમાન ભાઈ ન મળ્યો હોત તો મને બાંધીને શત્રુ રાજાને અર્પણ કરી દેત તો શું અહીં મારા માતાપિતા રાજ્યને કરત? ૪૩. ચિંતાના ભારથી દબાયેલો અને ભયના વશથી જેનો ધોતીયો ઢીલો થઈ ગયો છે એવો ઉજ્જૈનીનો રાજા ત્યાંથી નાશી ગયો. અભયના મંત્રરૂપી મેઘથી વ્યાકુલિત થયેલા કયા રાજહંસો મોઢે લઈને ભાગતા નથી? ૪૪. બખતર અને કવચને પહેરીને સૈન્ય સહિત શ્રેણિક રાજા નગરમાંથી નીકળ્યો અને જેમ રવૈયો ગોરીમાં રહેલા દહીનું મથન કરે તેમ છાવણીમાં રહેલા ચંડપ્રદ્યોત રાજાના સકલ સૈન્યનું ઈચ્છા મુજબ મથન કર્યું. ૪૫. શ્રેણીને તેના સૈન્યનું એવું મથન કર્યું કે કોઈપણ
Page #184
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૮
૧૭૯ સૈનિક ધનુષ્ય પર બાણ પણ ચડાવી ન શક્યું. યોધાઓ સ્વામીની સાથે (હાજરીમાં)યુદ્ધ કરે છે. કોણ એવો છે આજ્ઞા આપનાર સ્વામીની ગેરહાજરીમાં યુદ્ધને ઈચ્છે? ૪૬. જેમ તેવા કોઈક અભિમાનના પ્રસંગે કૌટુંબિકના વૈભવને ભય વગરનો અધિકારી ગ્રહણ કરે તેમ આણે (શ્રેણીકે) ચંડપ્રદ્યોત રાજાના સૈન્યમાંથી ઘણાં ઘોડા–રથ-હાથી વગેરે મુખ્ય વસ્તુને લઈ લીધી.૪૭.
આ અવંતિપતિ શ્રેણિક રાજાની ભૂમિને વેગથી ઓળંગી ગયો. તેને શ્રેણિકનો દેશ બહુ નાનો લાગ્યો અર્થાત્ ચંડપ્રદ્યોત ભયથી અતિ વેગથી પલાયન થયો. વધારે શું કહેવું? સસલો પ્રાણ લઈને દરમાં જાય તેમ ચંડપ્રદ્યોત પોતાના નગરમાં પહોંચ્યો. ૪૮. બીજા પણ મુકુટબંધ રાજાઓ આ શું? એમ ચિત્તમાં વિચારતા પ્રદ્યોત રાજાની પાછળ ભાગ્યા. પોતાનો સ્વામી પલાયન થયે છતે ભૂંડનો સમૂહ રહેતો નથી. ૪૯. અમે અને સૈનિકોએ પણ આજે શત્રુનો વાળ બંધ કર્યો હતો તે વાળ બંધ કરવો અમને શોભતો નથી. અર્થાત્ રાજાઓએ અને સૈનિકોએ એવી પ્રતિજ્ઞા કરી હતી કે શત્રુને જીતીને ન આવીએ ત્યાં સુધી માથાના વાળ બાંધશું નહીં તેથી હમણાં વાળ બાંધવા અમને શોભતા નથી. એમ વિચારીને છૂટા માથાના વાળ રાખીને કોઈક રીતે અવંતી નગરીમાં પાછા ફર્યા. ૫૦. અંજલિ જોડીને સામંત રાજાઓએ ચંડપ્રદ્યોતને જણાવ્યું સ્વામિન્! મોટી પ્રતિજ્ઞાવાળા તમોએ આ શું કર્યું? અમે અહીં કોઈ પરમાર્થ જાણતા નથી. તેથી તમે કૃપા કરીને પરમાર્થ જણાવો. ૫૧. જેમ રોગી વૈધની આગળ પોતાના પરમાર્થને જણાવે તેમ ચંડપ્રદ્યોતે પોતાના વિકારબીજને પોતાના હૈયામાં જે ખોટી શંકા થયેલી તેને) જણાવ્યું. રાજાઓએ કહ્યું : હે રાજન્ ! અમે સ્વયં તમારા ચરણકમળને સ્પર્શીને રહ્યા હતા ત્યારે વંચન (ઠગાઈ) કેવી રીતે ઘટે? પર. પછી પોતાના બે હાથને ઘસતા ચંડપ્રદ્યોતે કહ્યું પ્રપંચને રચીને અભયે મને પણ ઠગ્યો. અથવા તો આણે સકલ પૃથ્વીને સકલ કાળ કેવળ ફૂટબુદ્ધિથી ભોગવી છે. પ૩. શિવાદેવી મારી માસી થાય છે કહીને આ કુટિલ અભયે અકુટિલ એવા મને છેતર્યો. આ મારા સ્વજન થાય એમ જાળ બિછાવીને ધૂર્તો, ધનવાનોનું સુખપૂર્વક જ ભક્ષણ કરે છે. ૫૪. - જો હું તેને બાંધીને અહીં મંગાવું તો હું પૃથ્વી ઉપર જન્મ્યો છું એમ માનીશ એમ હૃદયમાં વિચારીને દઢ નિર્ણય કરીને રહ્યો. શું ઇર્ષાળુ શત્રુના ઘાતને ભૂલે? પ૫. શ્રેષ્ઠ ઐશ્વર્યથી યુક્ત ઈન્દ્ર સભાની જેમ સામંતરાજા સચિવો વગેરેથી સહિત મહાસભામાં, દઢ નિશ્ચયી, પ્રકૃતિથી ક્રોધી ચંડપ્રદ્યોતે નવા મેઘના ગંભીર અવાજ સમાન વાણીથી આ પ્રમાણે કહ્યુંઃ ૫૬. આ સભામાં શું કોઈ એવો છે જે અભયને બાંધીને મને જલદીથી અર્પણ કરે? ત્યાં એક વેશ્યાએ કહ્યું હું આ કામ કરી આપીશ. સ્થાને ઘણાં કૃષ્ણપાક્ષિક જીવો હોય છે. અર્થાત્ અધમ કાર્ય કરનારા જીવો ઘણાં હોય છે. ૫૭. તું જ એક મારા રાજ્યમાં વસે છે. તું જ શૂર છે. તે જ સદાચતુર છે. આ પૃથ્વી ઉપર તું જ વિદૂષી છે. તું જ એક લીલાપૂર્વકની કલાથી યુક્ત છે. ૫૮. અહીં વધારે કહેવાથી શું? હે મધુરગાત્રી! તું જ મારું સુદઃકર કાર્ય કરી આપીશ. રાજાએ સ્વયં તેની આ પ્રમાણે પ્રશંસા કરી. પ્રક્ષિત (ઉજણ કરાયેલી) ધૂરા ગાડાનું નામ ધારણ કરે છે. ૫૯. હે કલાની સમુદ્ર ! જો તું દ્રવ્યાદિ સામગ્રીને ઈચ્છે છે તો હું તેને પૂરી પાડીશ કારણ કે તંતુ તુરિ અને વેમ વિના વણકર પણ વસ્ત્ર બનાવવા સમર્થ થતો નથી. એ પ્રમાણે રાજાએ વેશ્યાને કહ્યું. ૬૦. તે બુદ્ધિમાની વેશ્યાએ લાંબા સમય સુધી હૈયામાં વિચાર્યું રાજાની સમક્ષ પ્રતિજ્ઞા તો કરી તો પણ હમણા હું તેને કેવી રીતે પાર પાડીશ? કારણ કે બોલવું સહેલું છે કરવું અઘરું છે. ૬૧. મગધદેશના મહેન્દ્રનો વિખ્યાત પુત્ર અભય ધીર
૧. વાળબંધ: વાળનો બંધ, કેશ બાંધીને જે પ્રતિજ્ઞા કરાય છે.
Page #185
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૮૦ છે, સ્થિર છે, સકલ શાસ્ત્રનો જાણકાર છે, ગવિષ્ઠ-દુષ્ટ શત્રુ સમૂહના મર્મને ભેદનારો છે. બીજા ઉત્તમ નિર્મળ ગુણોથી પૂરો છે. ૬૨. અમારા જેવા પરાક્રમીઓ તેને બાંધવા માટે વારંવાર પણ ભેગાં થયા તો પણ તેને બાંધવા સમર્થ થયા નથી અથવા તો ઘણાં ઊંદરો ભેગાં થઈને બિલાડાના કંઠે ઘંટ બાંધી શકે? ૬૩. જેમ વારીના પ્રયોગનું કપટ રચીને હાથીને બાંધવો શક્ય છે તેમ આને ધર્મના કપટથી બાંધવો શક્ય છે. બીજી કોઈ રીતે મનુષ્ય, અસુરો કે દેવો આને બાંધી શકે તેમ નથી. કોણ અમને ધર્મનું મર્મ શીખવાડે? ૬૪. પોતાની સહાય માટે કામદેવની રતિ અને પ્રીતિ જેવી બે સ્ત્રીઓની માગણી કરું એમ વિચારીને આ વેશ્યાએ સમાન રૂપવાળી દ્વિતીય વયની બે સ્ત્રીઓની રાજા પાસે માગણી કરી. ૬૫. રાજાએ જલદીથી તેને બે સ્ત્રીઓ સહિત, પુષ્કળ ધન આપ્યું. અથવા અહીં સાધ્યની સિદ્ધિ માટે ક્યારેય ધનના વ્યયની ગણતરી કરાતી નથી. ૬૬. કપટ ક્રીડાની કોટડી સમાન તે ત્રણેય પણ સાધ્વીગણની સેવા કરતી પ્રગટપણે શ્રુત ભણવા લાગી. જાણે શું મોહનીય કર્મની પૂર્વની ત્રણ પ્રકૃતિનો પંજ ન હોય! (સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય) ૪૭. સાધ્વીની સેવાના પ્રભાવથી તેઓ જલદીથી બહુશ્રુત થઈ. ગાઢ માયાથી જ સુશ્રાવિકાના આચારનું પાલન કરવામાં નિપુણ થઈ. શું કાચમણિ ઈન્દ્રનીલની કાંતિને ધારણ નથી કરતું? ૬૮. સુસાધ્વીગણની તેવા પ્રકારની સેવા કરવા છતાં પણ તેઓના હૃદયમાં ધર્મરૂપી અમૃત પરિણામ ન પામ્યું. પંડ્ર નામની શેરડીના ખેતરની મધ્યમાં ઉગેલો નાનો તંબ શું મીઠાશને ગ્રહણ કરે છે? દ૯. જલદીથી સર્વ સામગ્રીને તૈયાર કરાવીને સતત કપટના એક માત્ર ચિત્તવાળી જાણે સાક્ષાત્ સર્વઘાતીની ત્રણ દુષ્ટ પ્રકૃતિઓ ન હોય તેમ તેઓ રાજગૃહ નગરી તરફ ચાલી. ૭૦. અહીં કરિયાણા વેંચવાથી ઘણો લાભ થશે એમ જાણીને સાર્થ નગરમાં જાય તેમ નિત્ય પ્રયાણ કરવામાં તત્પર, પરને ઠગવામાં એક ચિત્ત, બે તરુણીથી યુક્ત ચિરંતન વયવાળી વેશ્યા રાજગૃહ નગરમાં પહોંચી. ૭૧. તે પરિવારથી સહિત કયાંક ઉદ્યાનમાં ઉતરી. નગરમાં રહેલા જિનમંદિરોની ચૈત્યપરિપાટી માટે ઉત્કંઠિત થયેલી તે તુરત જ જાણે અભયને બાંધવાની વિધિની રંગભૂમિમાં પ્રવેશ ન કરતી હોય તેમ રાજગૃહી નગરીમાં પ્રવેશી. ૭ર.
ત્યાં સકલ પણ ચેત્યોને વાંદતી શુભ નિર્મળ સફેદ વસ્ત્રોને ધારણ કરતી, ત્રણવાર નિશીહિ નિસીહિ બોલતી વેશ્યા રાજાએ કરાવેલ સુંદર ઊંચા જિનમંદિરમાં પ્રવેશી. ૭૩. જિનમંદિર અતિ મજબુત બને એ હેતુથી નીચે ભૂમિમાં કઠણ પથ્થર આવે ત્યાં સુધી ઊંડે ખોદીને પાયો ભરવામાં આવ્યો હતો. અથવા તો ભીંતની સપાટીને સાફ કર્યા વિના ચિત્રની સંપદા દીપતી નથી. ૭૪. તે ચૈત્યનું આંગણું કાંતિથી યુક્ત, પ્રતિબિંબ ઝીલવાને યોગ્ય અને સર્વ બાજુથી સમતલ હતું. હે અહીં આવેલા લોકો ! મારી જેમ નિર્મળ સમતાથી યુક્ત બનો એમ જાણે ન સૂચવતું હોય! ૭૫ તે ચૈત્યની સારી ભાતિગળવાળી, પહોળ ૧, લાંબી પગથિયાની શ્રેણી અધિક શોભતી હતી. અહીં આરોહણ કરતા મનુષ્યોને આશ્ચર્ય કરતી હતી. એના ઉપર આરોહણ કરનારની સ્થિતિ હંમેશા જ મોક્ષ મહેલના શ્રેષ્ઠ શિખર ઉપર થતી. ૭૬. તે ચૈત્યની ત્રણેય બાજુ સુંદર દ્વારશાખ, સુકપાટ અને શ્રેષ્ઠ ઉત્તરાંગથી સુંદર ઊંચા અને પહોળા જાણે મનુષ્ય દેવ અને મોક્ષગતિના પ્રવેશ દ્વાર ન હોય તેવા સન્માનની જેમ દરવાજા શોભ્યા. ૭૭. જગતમાં ચંદ્ર એક છે એનો કોઈ અપવાદ ન બોલે તે માટે દેરાસરનો એકેક સ્તંભ ચંદ્ર જેવો નિર્માણ કરાયો હતો અને તે સ્તંભો સફેદ ઉન્નત અને જાણે જિનેશ્વર ભગવાનના કીર્તિસ્તંભ નહોય તેમ શોભ્યા. ૭૮. સંઘના પ્રવેશ મહોત્સવ માટે જાણે નિર્માણ ન કરાયા હોય તેવા ઉત્તમ એક ઘાટથી ઘડેલા (જેમાં સાંધો ન હોય તેવા) બંને બાજુ મુખ
Page #186
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૮
૧૮૧ લક્ષ્મીની મૂર્તિવાળા, સિંહ–પોપટ વગેરેની આકૃતિને ધારણ કરતા તોરણો થાંભલાની વચ્ચે શોભતા હતા ૭૯. તે ચેત્યમાં સુવર્ણ કળશોથી યુક્ત પ્રેક્ષાગુખ' અક્ષતત્રિકમુખ અને વિયભુખમંડપ શોભતા હતા તે જાણે એમ જણાવતા હતા કે તીર્થંકર પરમાત્માએ કર્મપરિણામ રાજાનો પરાજ્ય કરીને ગ્રહણ કરી લીધેલ શ્રેષ્ઠ પટ્ટટી (વસ્ત્રના તંબ) ન હોય, ૮૦. તે ચૈત્યના સુમંડપની નીચે દીર્ઘ, પત્ર (પાખંડી) થી યુક્ત તથા વિતાન એ પ્રમાણે નામને ધારણ કરતા કમળો લટકતા હતા. તેનાથી એમ જણાતું હતું કે સંસારરૂપી કૂવામાં પડેલા જીવોને ઉદ્ધરવા માટે હસ્તાવલંબરૂપી લક્ષ્મીને નિતાંત ધારણ કરતા હતા. ૮૧. ચરણમાં ચાલતા અને રણકાર કરતા કડાને, કાનમાં લટકતા કંડલને, હાથમાં કંકણને ધારણ કરતી, શ્રેષ્ઠ રૂપવાળી, ઉત્તમ ભંગ રચનાથી રચિત એવી કેટલીક પુતળીઓ તે ચૈત્યના મંડપના કટ (ઝાલર)માં શોભતી હતી. ૮૨. તેઓમાંથી કેટલીક પુતળીઓના હાથમાં ધનુષ્ય–ભાલાફલક-(ઢાલ)-છૂરિકા-તલવાર–ચક–બાણશૂળ- તોમર વગેરે શસ્ત્રો હતા. અને શિલ્પીઓ વડે સારા ઘાટથી ઘડાયેલી હતી. અને લોકો વડે પ્રશંસિત કરાઈ હતી આનાથી એ જણાતું હતું કે મોહરૂપી ભિલિપતિને નાશ કરવાના હેતુથી કરાયેલું હતું. ૮૩. વળી કેટલીક પુતળીઓના હાથમાં કાંસી-તાલ-લલિકા-ઢોલ–વેણુ-વીણા–ભંભા–મુકુંદ-મુરજ-ત્રિકશંખ વગેરે વાજિંત્રો હતા. અને ઈન્દ્રાણિઓની જેમ શોભતી હતી. તેથી એમ જણાતું હતું કે સ્વર્ગીય નાટક ભજવવા ન અવતરી હોય ! ૮૪. ત્યાં ચેત્યમાં વિવિધ સ્વરૂપી હાથીઓની પીઠ, મનુષ્યની પીઠ, અને અશ્વની પીઠવાળી શ્રેષ્ઠ આકૃતિઓ ઘણી શોભતી હતી. તેથી એમ જણાતું હતું કે આ સમવસરણની ભૂમિ છે એવી બુદ્ધિથી તિર્યંચો વૃષભ પ્રભુને હર્ષથી સાંભળવા આવીને નક્કીથી બેઠા હતા. ૮૫. તે ચૈત્યનું શિખર કૈલાસ પર્વતના (અષ્ટાપદ) શિખરની અત્યંત સમાન હતું. ચારે બાજુથી ગૌર (ઉજ્વળ) શિખરોથી વિટાયેલું હતું. આવા પ્રકારની ચૈત્યની સંપત્તિને કારણે પરિવાર સહિત રાજા પણ ઘણો શોભતો હતો. અર્થાત્ રાજાની શોભાનું કારણ આ ચૈત્ય હતું. ૮૬. તે મંદિરના નીલપથ્થર (કિંમતી પથ્થર)થી બનેલા આમલસારને જોઈને બુદ્ધિમાનોએ હૃદયમાં આ પ્રમાણે વિચાર્યું કે વિધાતાએ દષ્ટિદોષ દૂર કરવા સુંદર વલયાકૃતિ આ નીલવસ્ત્રને બનાવ્યું છે ? ૮૭. તે ચૈત્યના અત્યંત ઉંચા શિખર ઉપર સુવર્ણનો કુંભ જે પોતાના કિરણોથી આકાશના દિગ્વિભાગને ભરી દેતો હતો તે ઉદયાચલ પર્વતના શિખર ઉપર ઉદય પામેલા શરદઋતના પુનમના ચંદ્રની બિંબલક્ષ્મી (શોભા)ને સારી રીતે ધારણ કરતો હતો. ૮૮. મંદ-મંદ પવનથી ફરકતી ધ્વજાનો સુવર્ણમય દંડ જે શ્રેણિક રાજાનો પ્રતાપ ગણાતો હતો તે જાણે કીર્તિરૂપી બહેનને નૃત્ય કરાવવા પ્રવૃત ન થયો હોય તેમ શોભતો હતો. ૮૯. રણફારથી સર્વ દિશામાં ઉત્પન્ન થયેલ પડઘાના બાનાથી જાણે સમસ્ત ભવ્ય જનને શ્રી તીર્થકરની નિરૂપમ પ્રતિમાને પૂજવા માટે ન બોલાવતી હોય તેમ ઘંટાઓ મંદિરમાં શોભતી હતી. ૯૦. વિણા–સુવંશ-મુરજ–વગેરેના ધ્વનિનો સમાગમ થયે છતે વિશેષ બોધ ન થવા છતાં શબ્દના ઐક્યમાં વાસિત થઈ છે મતિ જેની એવો લોક આ સમયે પ્રેક્ષણક વિધિમાં (નૃત્ય વિધિમાં) સતત એક ચિત્ત થયો. ૯૧.બે પ્રકારના અંધકારનો નાશ કરનારી, ભવવાસનાથી ઉત્પન્ન થયેલ દુર્ગતિના દુઃખને દળનારી, મોક્ષને આપનારી એવી ગર્ભગૃહવાસમાંથી છોડાવનાર પણ જિનેશ્વરની મૂર્તિ ગભારામાં પ્રતિષ્ઠિત કરાઈ છે તે આશ્ચર્યકારી છે. ૯૨. ઉદ્યત્કિરણ સમૂહને રેલાવતા સુવર્ણદંડ અને કુંભથી યુક્ત દેવકુલિકાઓથી ચારે બાજુ વીંટળાયેલ જિનમંદિર સાક્ષાત્ જાણે પૃથ્વી ઉપર દેવ વિમાન ન
૧. પ્રેક્ષાગુખ મંડપ: રંગમંડપ, અક્ષતત્રિક મુખ મંડપ = રંગ મંડપની આગળનો મંડપ અને વિયતુ મુખ મંડપ = ચારે દિશામાં ખુલ્લો મંડપ. ૨. આમલસાર : દેવમંદિરના શિખર ઉપર સ્થાપન કરવામાં આવતો પથ્થર
Page #187
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૮૨ અવતર્યું હોય તેમ જનમાનસમાં લાંબા સમય સુધી આશ્ચર્ય પમાડ્યું. ૯૩.
પછી તે ગણિકા શ્રેણીક રાજાના (ઉપર વર્ણવેલા) ચૈત્યમાં વિધિપૂર્વક પ્રવેશી. નૈવૈદ્ય અને પુષ્પના સમૂહથી ઉત્તમ પૂજા કરી. પછી જનસમૂહને મુદ્રિત કરવા ત્રણમુદ્રાપૂર્વક ચૈત્યવંદન કરવા શરૂઆત કરી. ૯૪. એટલામાં મોટા પરિવારથી પરિવરેલો, હાથીની ગતિ જેવી ગતિવાળો, ગતિભેદનો જાણકાર નિંદાનો પત્ર અભય ચેત્યોને વાંદવા આવ્યો. અથવા આવો વ્યાક્ષેપવાન (રાજ્યકાર્યમાં ડૂબેલો) પણ ધર્મકૃત્યમાં સીદાતો નથી. ૯૫. સુમધુર ધ્વનિથી ચૈત્યોને વંદન કરતી, ઉત્તમ પ્રકારના વૈરાગ્યને પામેલી, બે સુંદરીઓની સાથે રહેલી ગણિકાને જોઈને અત્યંત આનંદિત થયેલ અભયકુમારે વિચાર્યું: ૯૬. સંવેગના રંગે રંગાયેલી, ઘણાં ચૈત્યોને વંદન કરતી, બે સત્તરૂણીની વચ્ચે રહેલી, જાણે ચિત્રા અને સ્વાતિ નક્ષત્રની વચ્ચમાં રહેલી ચંદ્રની મૂર્તિ ન હોય તેમ આ કોઈ સુશ્રાવિકા લાગે છે. ૯૭. ગણિકાએ તીર્થકરના મુખકમળ ઉપર સ્થિર દષ્ટિ કરીને, મધુર સ્વરથી કાન માટે અમૃત સમાન વાણીથી, પરિવર્તમાન-શ્રદ્ધા-અનુચિંતનસવિતુ (બોધ) ધૃતિ અને ધારણાથી ચૈત્યોને વંદન કર્યા. ૯૮. જો હું દેરાસરની અંદર જઈશ તો આને જિનભક્તિમાં અંતરાય થશે એમ વિચારીને અભય બહાર જ રહ્યો. તેવા પ્રકારની સ્ત્રીઓથી સ્વાભાવિક દૂર રહેવું કલ્યાણકારી છે. ૯૯. તેટલામાં મુહૂર્ત પછી પ્રણિધાન પાઠ કરીને પાછળની ભૂમિતળનું પ્રમાર્જન કરી સાવધાનીપૂર્વક તે ધીમે ધીમે ઉભી થઈ. ખરેખર માયાવીઓ બકવૃત્તિને આચરતા હોય છે. ૧00. જેના રોમેરોમ આનંદના અંકુરાના વિકસિત થયા છે એવો ઉત્તમ ધર્મરૂપી ધનનો શાહકાર અભય જિનમંદિરના મધ્યભાગમાં પ્રવેશીને મોટા હર્ષપૂર્વક તેની સાથે વાત કરવા જલદીથી પાસે આવ્યો. ૧૦૧. હે વંદા (ચૈત્યવંદન કરનારી) હું તને વંદું છું એમ બોલતા તેણે જલદીથી ગણિકાની સાથે આદરથી વાત કરી. કારણ કે આગમજ્ઞ સાધર્મિકોના સમાગમને પરમપ્રમોદથી ઉત્સવ તુલ્ય માને છે. ૧૦૨. હે ધર્મશીલા! તું કોણ છે? તમે ત્રણેય પણ સંવર–વિવેક અને શમરૂપ એક લક્ષ્મીને ધારણ કરનારી છો એમાં શંકા નથી. ૩. સંવેગના અભિનયનું નાટક રચતી વેશ્યાએ રમણીય વચનથી કહ્યું : પરમકોટિના શ્રાવકાચારનું પાલન કરતા અવંતિ નિવાસી ધનવાન વણિકની હું પત્ની છું. ૪. કેટલોક કાળ ગયા પછી મારો પતિ મરણ પામ્યો અથવા અહીં આશ્ચર્ય શું છે? આ મનુષ્યનું શરીર સ્થિર કયાં સુધી રહે? આથી હે સચિવ! મોટા તપથી શરીરને અધિક કષ્ટ આપનારી હું કેવળ ધર્મનિષ્ઠ થઈ છું. ૫. હે મંત્રિનું! આ બે મારા પુત્રની સ્ત્રીઓ છે જેઓ સ્વાધ્યાય-વંદન-વગેરે અનુષ્ઠાનોમાં પટુ છે. તે મારો પુત્ર પણ મરણને શરણ થયો. અથવા અહીં (મનુષ્યભવમાં) સંધ્યાના વાદળના રાગ-સમાન લોકના જીવિતવ્યમાં શું આશ્ચર્ય હોય? ૬. હે રાજપુત્ર ! કોઈક ભવમાં અમે બધાએ એકસરખું દુષ્કર્મ કર્યું હોય એવી સંભાવના છે. હે શ્રાવક! નહીંતર ધર્મમાં તત્પર અમારા જેવાની આવી અસંગત અવસ્થા ન થાય. ૭. હે ક્ષિતીશ! ભવભીરુ આ બંને પુત્રવધૂઓએ મારી પાસે દીક્ષા લેવાની પ્રાર્થના કરી. જેણે સિદ્ધિ નીકટ કરી છે તેને મુનિ ચરિત્રનો મનોરથ થવો ઉચિત છે. ૮. મેં પુત્રવધૂઓને કહ્યું : હે વત્સ! ધર્મથી પવિત્ર બનેલા શરીરવાળી તમને બેને ધન્ય છે. જે તમે ચારિત્ર ગ્રહણ કરવાની ઈચ્છાવાળી થઈ છો. હું પણ જલદીથી દીક્ષા લઈશ. એકલવાયી ઘરે રહીને હું શું કરીશ? ૯. જ્યાં સુધી ચારિત્રની સામગ્રી ન મળે ત્યાં સુધી આપણે ગૃહસ્થપણામાં રહીને તીર્થયાત્રા કરીએ એમ છે શ્રાવક અભય ! મેં પુત્રવધૂઓને જણાવ્યું. પછી જેમ ચૂર્ણિ અને વિવૃતિ (ટીકા) સૂત્રના ૧. મુદ્રિત કરવા : ધ્યાન ખેચવા, આકર્ષિત કરવા. ૨. ત્રણ મદ્રાઃ જિનભદ્રા મુક્તાશક્તિ મુદ્રા અને યોગમુદ્રા એમ ચૈત્યવંદનમાં ત્રણ મુદ્રા છે.
Page #188
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૮
૧૮૩ અર્થને સ્વીકારી લે તેમ આ બંનેએ મારી વાતને સ્વીકારી લીધી. ૧૦. હે રાજપુત્ર! સંમેતશિખર–ભરૂચગિરનાર–શત્રુંજય વગેરે મહાન તીર્થોની વિધિથી જાત્રા કરીને ધનનો શુભમાં વ્યય કરીને અમે હમણાં કૃતાર્થ થઈ છીએ. ૧૧. યાત્રા કરીને પોતાના ઘરે પાછા ફર્યા ત્યારે અમને સાંભળવા મળ્યું કે શ્રેણિક રાજાએ જાત્યરત્નમય પ્રતિમાઓથી વિભૂષિત મંદિરોને કરાવ્યા છે. ૧૨. તેથી સંસારથી અતિશય નિર્વેદ પામેલી હું ચૈત્યોને વંદન કરવા આવી છું. તેણી આ પ્રમાણે ઘણાં માયાપૂર્વકના જૂઠા વચનો બોલીને અભયને વિશ્વાસમાં લીધો. જૂઠાણાઓ નભી જતા હોય તો ત્યારે સંકટ શું છે? ૧૭. બંને પ્રકારે ઉદાર અભયે આને કહ્યું ઃ તમોએ શરીરને પવિત્ર બનાવ્યું છે. તમે આજે મારા અતિથિ થાઓ કેમકે ઉત્સવના ઈક્ષકને કયારેક ઉત્સવ આવી મળે છે. ૧૪. દુષ્ટ હૃદયી વેશ્યાએ અભયને કહ્યું : તમારા જેવા ઉદાર ધાર્મિકોએ વિનંતિ કરવી ઉચિત છે પણ હે બુદ્ધિમાન ! સવારે પ્રતિક્રમણ કરતા મેં આજે તીર્થોપવાસનું પચ્ચખાણ કર્યું છે. ૧૫. હે શ્રાવક દેવ-ગુરુની કૃપાથી હું માર્ગમાં (તીર્થયાત્રા કરતા) પણ પોતાના ધર્મકૃત્યને કરી શકું છું. હે સુબુદ્ધિ! જો એમ કરતા મારો દીક્ષા મનરોથ જલદીથી પૂર્ણ થાય તો હું સંપૂર્ણ ફળને પામી ગણાઉં. ૧૬. ખુશ થયેલ અભયે વેશ્યાને કહ્યું : તો તમારે આવતી કાલે પારણું મારે ઘરે જ કરવું. હે બહેન ! મુનિઓની જેમ તમારા જેવાઓનું પારણું પુણ્યશાળી મનુષ્યને ઘરે થાય છે. અર્થાત્ પુણ્યશાળી મનુષ્યને તમારા જેવાનો પારણાનો લાભ મળે બીજાને નહિ. ૧૭. બે કાનને ઢાંકીને સુશઠ વેશ્યા બોલી હે મંત્રિનું! જિનશાસનમાં નિપુણ પણ આવું કેવી રીતે બોલી શકે કે હું આ કાર્ય આવતીકાલે કરીશ? ભવસમુદ્રના મધ્યભાગના અજ્ઞાત મુગ્ધ જીવો આવા પ્રકારના વચનો બોલે છે. (બીજા નહીં) ૧૮. હે સચિવેશ્વર ! આવતીકાલે સારો દિવસ ઉગશે એમ કોણ જાણે છે? તપેલા લોખંડના ગોળા ઉપર પડેલા પાણીના બિંદુ જેવું ચંચળ જીવિતવ્ય હોતે છતે જીવો સૂઈને જાગે છે તે પણ ખરેખર અહીં આશ્ચર્ય છે. ૧૯. આ હેતુથી જ સર્વ પણ કાર્યોમાં મુનિઓ હંમેશા વર્તમાન જોગ એમ બોલે છે. ભાષા સમિતિના અતિશયને જાણનાર સાધુ સિવાય શું બીજાઓ આવું નિશ્ચિત પણ બોલી શકે ? ૨૦. ભાગ્યજોગે હું સવારે ફરી આને નિમંત્રણ કરીશ એમ હૃદયમાં વિચારીને અભયકુમાર મૌન રહ્યો. માયા વિલાસનું ધામ, શ્રેષ્ઠ શાંત વેશને ધરનારી આ વેશ્યા પર્ષદાની સાથે પોતાના સ્થાને ગઈ. ૨૧. શુદ્ધવિધિથી ચૈત્યવંદન કરીને દેવભવનમાંથી નીકળીને અભય પણ પોતાના ઘરે જતા માર્ગમાં પરિવારની આગળ પ્રશંસા કરવા લાગ્યો. સજ્જન પુરુષોને ગુણાનુરાગ સહજ જ હોય છે. રર. આનો સુવેશ સજ્જન પુરુષોમાં પ્રથમ હરોડનો છે. આનો શ્રેષ્ઠ શમ જીવોના વિકારને શાંત કરનારો છે. આનું જિતેન્દ્રિયત્ન કોઈક લોકોત્તર છે. આની ભાષા દુષ્કૃતરૂપી વૃક્ષની શાખાને છેદનારી છે. ૨૩. આનું અનિત્યાદિ ભાવનાનું ચિંતન પણ શ્રેષ્ઠ છે. આનો વિષય ત્યાગ વચનને અગોચર છે. વધારે કહેવાથી શું? આ સાક્ષાત્ યોગીશ્વરની પુત્રી છે અથવા શું ધર્મમૂર્તિ છે? ૨૪. બુદ્ધિમાન હોવા છતાં પણ અભય તેના કૂટભાવને જાણી શક્યો નહીં તેથી સરળ સ્વભાવી તેની પ્રશંસા કરતો ઘરે ગયો. કોણ એવી ચકોર દષ્ટિવાળો છે જે વૈતાઢય પર્વતની ગુફામાં રહેલ વસ્તુના સમૂહને જોવા સમર્થ થાય? ૨૫. સવારે હું સ્વયં તે શ્રાવિકાને ઉત્તમ ભોજયથી ભોજન કરાવીશ એવા શ્રેષ્ઠ મનોરથથી હર્ષથી તેણે સમસ્ત રાત્રિ પસાર કરી. કેમકે સાધર્મિકથી બીજો કોઈ શ્રેષ્ઠ ભાઈ નથી. ૨૬. સવારે અભયે તેને (વેશ્યાને) ગૃહ ચેત્યોને વંદન કરાવીને ઉત્તમ ભોજન કરાવ્યું. અથવા તો
૧. વર્તમાન જોગ: વર્તમાન જોગ સાધુઓની ભાષા છે તેનો અર્થ એ છે કે જે વખતે જેવા સંજોગો હશે તે વખતે ભગવાનની આજ્ઞા મુજબ તેમ કરીશું. નિશ્ચિતપણે કહેલું હોય અને સંજોગવશાત્ કાર્ય ન થાય તો સાધુને મૃષાવાદનો દોષ લાગે.
Page #189
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૮૪ ધર્મરસિક નિર્મળ બુદ્ધિ જીવો પૃથ્વીને પોતાની તુલ્ય માનતા વિકલ્પને (શંકાને) કરતા નથી. ૨૭. દીક્ષાપૂર્વે ઘણી તીર્થયાત્રાને કરતી આણે ઘણા દ્રવ્યનો વ્યય કર્યો છે. દીક્ષા લેતી વખતે આ કેવી સુંદર સંઘપૂજા કરશે એમ વિચારીને અભયે તેને ઘણા વૈભવનું દાન કર્યું. ૨૮.
બીજા દિવસે અભયને બાંધવાના એકમાત્ર આશયથી આ ગણિકા અધમે ઘણાં આદરથી અભયકુમારને પોતાના ઘરે ભોજન કરવા વિનંતી કરી. અથવા લાંબાકાળે પણ બિલાડીનું છળ ફળે છે. ર૯. રાત્રિ-દિવસ સુકૃતકાર્યમાં સમુદ્યત થયેલી આનો ક્યારેય સમાધિભંગ ન થાઓ એમ વિચારીને અભયે ભાગ્યના યોગથી તેની વિનંતીને માન્ય કરી. ૩૦. ઘણાં પરિવાર સાથે આને ઘરે જઈશ તો આ મારી ધર્મની બહેનને ઘણાં ધનનો વ્યય થશે એમ વિચારીને અલ્પ પરિવારને લઈને અભય તેના ઘરે જમવા ગયો. ખરેખર મોટાઓને સાધર્મિકની મોટી પીડા થાય છે. ૩૧. વિવિધ પ્રકારના ભોજનો કરાવીને પાપિષ્ઠ, દુષ્ટ, નિવૃષ્ઠ, અધમ, હર્ષ પામેલી વેશ્યાએ સારા પીણાના બાનાથી અભયકુમારને ચંદ્રહાસ મદિરા પાઈ દીધી. ૩૨. ભોજન કર્યા પછી તરત જ નંદાપુત્રને એવી ઊંઘ આવી જેથી તે એક પગલું ભરવા સમર્થ ન થયો. મદ્યપાન સમસ્ત શયનના ઉદયનું વસ્ત્ર છે. અર્થાત્ મદ્યપને તુરત જ ઉઘ આવી જાય. ૩૩. હે ધર્મબંધુ! આ સર્વ તમારું જ છે બધી ચિંતા છોડીને તમે અહીં જ સૂઈ જાઓ. એમ તેના કહેવાથી અભયકુમાર બુદ્ધિના સમૂહની સાથે ત્યાં જ સૂતો. અર્થાત્ અભયની બુદ્ધિ પણ નષ્ટ પામી ગઈ. ૩૪. ખુશ થયેલી વેશ્યાએ વેગીલા ઘોડાના ઉત્તમ રથમાં અભયને ચડાવીને પોતાના ચાકરવર્ગની પાસે પ્રદ્યોત રાજાની નગરી તરફ જલદીથી રવાનો કરાવ્યો. પાપી આત્માઓને પાપ મનોરથનો વૃક્ષ ફળે છે. ૩૫.
શ્રેણીક રાજાએ માણસોને આદેશ કર્યો કે ચારે બાજુથી અભયકુમારની તપાસ કરો. તપાસ કરતા ચાકરો જલદીથી વેશ્યાના આવાસે પહોંચ્યા અથવા તો ખોવાઈ ગયેલી વસ્તુને પ્રથમ સંભાવનાના સ્થળે શોધવી જોઈએ એવો ક્રમ છે. ૩૬. હે માતા ! શું અહીં રાજપુત્ર અભય આવ્યો હતો? તેઓ વડે એ પ્રમાણે પુછાયેલી વેશ્યાએ કહ્યું હા આવ્યો હતો તે ત્યારે જ જલદીથી ચાલ્યો ગયો હતો. કારણ કે જો તે અહીં નિરાંત કરીને બેસી રહ્યો હોય તો શું એનું રાજ્યકાર્ય ન સીદાય? ૩૭. બારવ્રતધારી શ્રાવિકા ખોટું ન બોલે એમ તેના વચન ઉપર વિશ્વાસ રાખીને સેવકો બીજે શોધવા ગયા. અત્યંત માયાવીઓ પૃથ્વીને (આખા જગતને) પણ ઠગે છે. ૩૮. હવે જો હું અહીં વધારે સમય રહીશ તો ભાગ્ય જોગે નક્કીથી પ્રથમ ભદ્રા' (વિષ્ટિ)નો ઉદય થશે તો હું આપત્તિમાં આવી જઈશ એમ વિચારીને સુંદર રથમાં બેસીને ગણિકા અધમા પલાયન થઈ ગઈ. પૂર્વે ગોઠવણ કરાયેલ ઘણાં રથોથી જલદીથી અભયને ઉજ્જૈનમાં લઈ જઈને હરખાતી કૂડકપટની પેટી ગણિકાએ જાણે સાક્ષાત્ રાજાનો અભય ન હોય તેવા અભયને અર્પણ કર્યો. એમ હું માનું છું. ૪૦. રાજાને પોતાની બહાદુરી જણાવતી ગણિકાએ હર્ષથી અભયને ફસાવવાની વિધિ કહી. શું કૂતરી પણ બટકા રોટલાને માટે પોતાના માલિક આગળ પૂંછડી પટપટાવતી નથી ? ૪૧. રાજાએ તેને કહ્યું ઃ હે વિદુષી ! ધર્મના નાનાથી તે આને છળ્યો તે સારું ન કર્યું. અભિમાનથી નચાવાયેલા હોવા છતાં કેટલાક ભૂમિ પરના ઈન્દ્રો (રાજાઓ) પ્રાયઃ અપજશથી ભય પામે છે. ૪૨. રાજાએ સચિવને કહ્યું : હે સચિવ! જેમ બીલાડીએ સીત્તેર કથાઓ કહીને પકડી લીધો હતો તેમ આ પણાંગનાએ અતિશય બુદ્ધિમાન તને પકડી લીધો. ૪૩. અભયે કહ્યું : હે રાજન્ ! તારી નિર્મળ નીતિની શું વાત કરવી? જે તને
૧. ભદ્રાઃ ભદ્રા એ કરણ છે દર મહિનામાં આઠ વખત આવે છે. સુદપક્ષમાં ચોથ, આઠમ, અગિયારસ અને પુનમના દિવસે આવે છે. વદમાં ત્રીજ, સાતમ, દશમ અને ચૌદશને દિવસે આવે છે. વિશિષ્ટ શુભ કાર્યોમાં ત્યાજ્ય છે.
Page #190
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૮
૧૮૫ આવા પણ વિષમકાળમાં હંમેશા જ પ્રવર અપૂર્વ નીતિ ઉલ્લસિત થાય છે જેને વિચક્ષણ પરષોએ શાસ્ત્રમાં કયાંય જોઈ નથી. ૪૪. તારી અસાધારણ સૂર્યવૃત્તિ (પરાક્રમ)ને અને શ્રેષ્ઠ રાજ્યધર્મને જોઈને સિંહ નક્કીથી વનમાં ચાલ્યો ગયો છે અને યમરાજ (યુધિષ્ઠિર) દિગંતમાં પલાયન થઈ ગયો છે. હે રાજનું ! અહીં તારામાં અને તારી રાજ્યનીતિમાં શું સંભાવના ન કરાય? અર્થાત્ તારા રાજ્યમાં સર્વપણ સંભવે એવું તારું પરાક્રમ છે. ૪૫. જેને આપણાંગના સમાન રાજ્યની ચિંતા કરનારા છે તે તારા રાજ્યમાં શું શું ન ઘટે? એમ કહીને અભયે જલદીથી રાજાનો ઉપહાસ કર્યો. અથવા તો પાંજરામાં પૂરાયેલો સિંહ પણ આખર સિંહ જ છે. ૪૬. પોતાના ઉપહાસને કરે તેવું આ વચન સાંભળીને રાજા મત્સરના ભરથી ભરાયો અને લજ્જાને પામ્યો. ત્યાર પછી પ્રદ્યોતે રાજપોપટની જેમ તેને કાષ્ઠના મજબૂત પાંજરામાં પૂર્યો. ૪૭. અભયકુમારે પૂર્વે જે ખેચરેશ્વરની પુત્રીને પરણ્યો હતો તેને શિવાદેવીએ અભયને અર્પણ કરી. હવે આ પત્રી પહેલાં શિવાદેવી પાસે કેવી રીતે આવી તેનું વર્ણન હમણાં એક ચિત્ત બનીને સાંભળો. ૪૮.
બાહ્ય અને અત્યંત ગુણોના ધામ આ ખરેખર તેની અત્યંત વહાલી પ્રાણપ્રિયા હતી. જીવોના હૃદય સ્થળ પર રહેલી કહેવાયેલ ગુણો ધરાવતી મોતીની માળા શું ક્યાંક ક્યારેક પડી ન જાય? અર્થાત્ પડી જાય. ૪૯. વિદ્યાધર રાજાની પુત્રી ઉપર પતિનો અધિક પ્રેમ જોઈને બાકીની શૌક્ય સ્ત્રીઓ આના ઉપર વિશેષથી મત્સરને પામી. અહીં શોકય સ્ત્રીઓ શોક્યપણાને ધારણ કરે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. જેમ ચંદ્ર બુધની માતા રોહિણીનું સન્માન કરતો હતો તેમ અભયકુમારે હંમેશા અલંકાર-વિલેપન – સુંદર વચન – તાંબૂલ–પુષ્પ–વસ્ત્ર વગેરે સામગ્રીથી આનું અતિશય સન્માન કરતો હતો. ૫૧. તેથી આપણે તેવો કોઈક ઉપાય કરીએ જેથી સ્વજનોમાં પણ અપવાદ ન થાય અને આર્યપુત્ર આના ઉપર વિરાગી થાય. સંક્રમણ થતું વિષ અહીં નિગ્રહ કરાય છે. અર્થાત્ ચડતા ઝેરને અટકાવી શકાય છે.) પર. પછી શોકયોએ પોતાની માનીતી દાસીઓની મારફત વસ્ત્રાદિક વસ્તુના દાનથી ઘણી સિદ્ધ થયેલ વિદ્યાવાળી ઉદ્ધરતર ચાંડાલણીઓની સેવા કરી. કેમકે કામ પડે તો ગધેડાને પણ બાપ કહેવો પડે. પ૩. દાસીઓએ આઓને વિનયથી શોક્યોની બધી વાત કરી. ચાંડાલણીઓ કહ્યું : દેવીઓએ અમને ઘણાં દિવસે શા માટે યાદ કરી છે? તેથી ભાગ્યજોગે અમને ઉચિત કાર્ય ફરમાવો. મહાપુરુષોની પ્રેગ્યતા પણ શું અલ્પપુણ્યોથી સુલભ થાય? અર્થાત્ ઘણા પુણ્યોથી મોટાની સેવા કરવા મળે. ૫૪.ખેચર રાજાની પુત્રીનું સ્વરૂપ જણાવીને દાસીઓએ પોતાના સ્વામિનીઓએ કહેલા સંદેશાને જણાવ્યો. વિધાના બળથી અહીં કોઈક ઉપાય કરો જેથી તે પાપિણી સ્વપતિને અનિષ્ટ થાય. ૫૫. ખેચરપુત્રીએ પતિને અત્યંત વશ કરીને શોક્યોને મોટા દુ:ખમાં નાખી છે. સ્ત્રીઓને પતિ જ સર્વસ્વ છે. પતિ પરવશ થયે છતે સ્ત્રીઓને સુખ કયાંથી હોય? ૫૬. તમારા કાર્ય માટે જે મંત્રતંત્રાદિનું કૌશલ છે તે જ નિર્મળ અને સફળ ઔષધને અમે વિના વિલંબે જલદીથી કરીશ એમ કહીને ચાંડાલણીઓએ દાસીઓને વિસર્જન કરી. ૫૭.
દયાથી રહિત મનની વૃત્તિને ધિક્કાર થાઓ ! પછી માતંગીઓએ આખા નગરમાં મારી ફેલાવી, અહો! અતિમૂઢ જીવો અતિચંચલ એક ભવના હેતુથી સેંકડો પાપોને આચરે છે. ૫૮. પોતાની નગરીમાં ઉપદ્રવને ઉત્પન્ન થયેલ જોઈને અભયે માતંગીઓને ઉપાય પૂછયો. હે ભદ્રાઓ ! કયા કારણથી આ નગરમાં મારી ઉત્પન્ન થઈ છે? તમે જાણીને નિવદેન કરો કારણ કે તમે સર્વ વસ્તુને જાણો છો. આ સાંભળીને માતંગીઓ મનમાં હરખાઈ. પ૯. જાતિહીન ચાંડાલણીઓએ કહ્યું ઃ હે રાજપુત્ર! અમે અહીં કંઈ જાણતી નથી પરંતુ પૂજ્યો જેની સંભાવના રાખે છે તેથી અમે જાણીએ છીએ કેમકે મહાપુરુષો જ્યાં
Page #191
--------------------------------------------------------------------------
________________
છે. ૮૪
અભયકુમાર ચરિત્ર
૧૮૬ ત્યાં સંભાવના કરતા નથી. પણ વિશ્વાસુ ઉપર જ સંભાવના કરે છે.) ૬૦. તમારા કૃપારૂપી સૂર્યની કાંતિવાળા પ્રકાશને જાણીને નિશ્ચિતપણે આ કહેવામાં આવશે. જેઓ આ લોકમાં પણ ચાટુ વચનો બોલે છે તથા તે ચાંડાલણીઓએ પણ રાજપુત્રની આગળ જે કહ્યું તેમાં કોઈ આશ્ચર્ય નથી. ૬૧. રાત્રે ખેચરપુત્રીના મુખને લોહીથી વિલેપીને ચાંડાલણીઓ તેના ઘરમાં ખોપરી વાળ વગેરે અશુચિને નાખી. અહો ! સ્થાને કે અસ્થાને અશુચિને નાખતા કાગડાઓ કશું વિચારતા નથી. ૨. તેઓએ આવીને રાજપુત્રને કહ્યું : હે દેવ! પોતાના ઘરમાં જ અગ્નિ ઉત્પન્ન થયો છે. કેમકે મારિ તમારા ઘરમાં છે. જો અમારી વાત સાચી ન હોય તો (અર્થાત્ ખોટી હોય તો) હે સચિવેશ્વર ! જ્ઞાનીઓમાં જે અમારું નામ છે તે અમે ભૂંસી નાખશું (અર્થાત્ અમે જ્ઞાની છીએ એમ નહીં કહેવાઈએ.) ૩. જેમ મંત્રથી અભિમંત્રિત ઘડો બીજાના ઘરને છોડીને સ્વયં જ ચોરના ઘરે જ જાય છે તેમ અમારું મારિના એક વિષયવાળું જ્ઞાન તારે ઘરે વારંવાર જાય છે. ૬૪.
જેટલામાં અભય પોતાના ઘરે તપાસ કરવા ગયો તેટલામાં પોતાની સ્ત્રીને લોહીથી ખરડાયેલ મુખવાળી જોઈ અને ઘરમાં હાડકાં વગેરેને જોઈને દઢ અનુરાગના ભરથી સજ્જડ થયેલ ચિત્તનો ભેદ કરે તેવા પરમ ખેદને પામ્યો. ૫. અહો ! વિદ્યાધરની પુત્રી પિતાના બહેનની પુત્રી થઈને પણ આ આવી કેમ નિવડી? આ જગતમાં સંસારવાસથી અત્યંત વાસિત થયેલ સંસારી જીવોમાં આ સર્વ ઘટે છે. ૬૬. સારાકુળમાં ઉત્પન્ન થઈ હોવા છતાં સમસ્ત જનતાનો ક્ષય કરનારી હોવાથી મારે હમણાં આ ત્યાજ્ય છે. અથવા ઉત્તમ રાજાઓ સર્વપ્રકારે સતત પ્રજાનું યોગ ક્ષેમ કરે છે. ૬૭. તેણીઓને બોલાવીને અભયે કહ્યું : તમે આને ઉચિત શિક્ષા કરો. પણ એવી રીતે શિક્ષા કરવી જેથી અપવાદ ન થાય. હંમેશા ગુપ્તપણે કરાયેલ અપવાદ જ શોભે. ૬૮. આને બહાર લઈ જઈને ચાંડાલણીઓએ આની બહુ બહુ ભર્જના કરી. જેમ જેમ તારા પતિએ તારી ઉપર બહુ કૃપા કરી તેમ તેમ તને અતિશય મદ ચડ્યો. ખાધેલું ભોજન વિરલ પુરુષોને પચે છે. ૬૯. અરે ! અલ્પવયમાં આ મહાવિદ્યા ક્યા અધ્યાપક પાસેથી શીખી છે તે કહે. હે ઘોરતર પાતકને આચનારી માતંગી ! તે શા કારણથી આ મારિને વિકર્વી છે? ૭૦. એ પ્રમાણેના વચનોથી ચાંડાલણીઓએ વિધાધરપુત્રીની ઘણી તર્જના કરી. છતાં હૈયામાં સમજતી હતી કે આનો કોઈ દોષ નથી તેથી તેને દેશના સીમાડા ઉપર લઈ જાય છે અને જેમ ચરપુરુષો બંદીને વિકટ જંગલની અંદર છોડી દે તેમ તેને છોડી દીધી. ૭૧. હું માનું છું કે ચાંડાલણીઓએ અક્ષત અંગવાળી તેને વનમાં છોડી દીધી તે પણ સુંદર કર્યું. દેવની પ્રતિમા અખંડ હોય તો ક્યારેક ફરી મંદિરમાં પ્રતિષ્ઠિત કરાય છે. ૭ર. જાણે સાક્ષાત્ દુષ્ટકર્મ પ્રકૃતિઓ ન હોય તેવી ચાંડાલણીઓ ક્ષણથી તેને મૂકીને પાછી ફરી. અને ગાઢ દુઃખના ભરથી વિશેષ રીતે પીડાયેલી વિદ્યાધરેશ્વર પુત્રી ઘણાં વિવિધ પ્રકારના વિલાપો કરવા લાગી. ૭૩. જેમ પવનના પુરથી હણાયેલી વાદળની શ્રેણી વિખેરાઈ જાય તેમ પાપિણી એવી હું ગર્ભમાં જ કેમ ન ગળી ગઈ? જેમ દિવ્ય કરવાના પ્રસંગે શ્રેષ્ઠ માંત્રિક વડે અગ્નિ થંભાવી દેવાય છે તેમ હું પાપના ભરથી કેમ સ્થગિત ન કરાઈ? ૭૪. અથવા અસાધારણ દુઃખના સમૂહને પામેલી માતાના ઉદરમાંથી નીકળતી મરી કેમ ન ગઈ? સાવકી માતાઓએ મારી માતાને મારી નાખી ત્યારે સાથે મને કેમ ન મારી નાખી? ૭૫. હે ખલમાં અગ્રેસર, સર્વમાં અધમાધમ વિધાતા ! મેં તારો શું અપરાધ કર્યો છે? જેમ જનકરાજાની પવિત્ર પુત્રી સીતાને લોકે કલંક આપ્યો તેમ તેને કલંક આપ્યો. ૭૬. હે જનમાનસના ભાવને અને દોષોને જાણનારા દેવ! જેમ દુર્વાયુ નાવડીને સમુદ્રમાં ઊંધી વાળે તેમ દોષ વિનાની મને તે કષ્ટના સમૂહમાં નાખી. ૭૭.
Page #192
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૮
૧૮૭ અથવા આ વિધાતાની આગળ મારે અધિક શું કહેવાનું હોય? પોતાના પતિની આગળ જ કષ્ટનું વર્ણન કરવું જોઈએ. શું પતિ સિવાય બીજો કોઈ કુલ નાયિકાની પીડાને જાણે છે? અથવા કોઈ અસમાન પીડાને જાણે? (ભુખ્યો ભુખના દુઃખને જાણે, પેટ ભરેલો ભુખના દુઃખને જાણે?) ૭૮. હે જીવેશ! હે ગુણનિધિ! હે મગધ રાજાના વંશરૂપી આકાશ સ્થળમાં ઝગમગતા સૂર્યસમાન ! હે નંદાના ઉદરરૂપી સરોવર માટે રાજહંસ સમાન ! હે વિવિધ બુદ્ધિમાન મંત્રીઓમાં શિરોમણી ! હે નીતિજ્ઞ ! હે નીતિરત ! હે કેવલ નીતિપાલ! હે નાથ ! મનમાન્યા દોષની સંભાવના કરીને નિર્દોષ એવી મને અત્યંત રૌદ્ર જંગલમાં મુકાવી તે શું તમને ઉચિત લાગે છે? ૮૦. હે સ્વામિન્! તમે સાક્ષાત્ આ મારો દોષ જોયો નથી તો પણ મને દિવ્ય કરવાની તક કેમ ન આપી? પ્રત્યક્ષ ચોરને છોડીને તમારે બીજો કોઈ વિચાર કરવો યોગ્ય નથી. તમે સુબુદ્ધિથી વિચારો. ૮૧. હે આર્યપુત્ર દોષના ચિહ્ન જોઈને હું દંડ કરું એમ જો તમે વિચારતા હો તો તે પણ ઉચિત નથી. કેમકે આવી નીતિ સામાન્ય જનમાં શોભે. હે નિર્મળમતિથી શાસ્ત્રને જાણનારા! આ તમારી મતિ કલ્યાણ (હિત)ને ચોરનારી છે. ૮૨. જેમ વણિકલોક ધન-સંપત્તિની મૂડી ઉપર જીવે છે તેમ સર્વપણ લોક તમારી બુદ્ધિ આધારે જીવે છે. હે પ્રિય ! પોતાના વિષયમાં સ્વયં કેમ ભ્રાત થયા? અથવા મંદ વૈદ્યપણ બીજા પાસે ચિકિત્સા કરાવે છે. ૮૩. અથવા હે સ્વામિન્ ! મારા પ્રચુર પાપકર્મના ઉદયથી તમારી પણ આવી બુદ્ધિ થઈ. આ વિષયમાં મને જરા પણ શંકા નથી કારણ કે હંમેશા પણ બુદ્ધિ કર્મને અનુસરે છે. અર્થાત્ ભાવભાવ પ્રમાણે બુદ્ધિ ચાલે છે. ૮૪. દુર્દેવ યોગના કારણે જો કદાચ સ્ત્રીઓ પતિ વડે ત્યજાયેલી થાય તો કેવી રીતે જીવન જીવે? કાં તો તેઓ જ્યાં મોટી થઈ છે એવા પિતાને ઘરે જાય અથવા તો એકમાત્ર શીલથી શોભતા પોતાના મોસાળે જાય. ૮૫. હે પ્રિય! વૈતાઢયપર્વતની ભૂમિ મારો પ્રથમ પક્ષ છે. (અર્થાત્ પિતાનો પક્ષ છે) અને બીજો જે મોસાળથી પક્ષ છે તે તો સકલ તમારો પક્ષ છે. હે જગતના શરણ આર્યપુત્ર ! હે સ્વામિન્ ! આજે તમારા વડે મુકાયેલી શરણ વિનાની કોની પાસે જઈને પોકાર કરું? ૮૬. આ પ્રમાણે તેણીએ સેંકડો વિલાપ કર્યા. સકલ પણ દિશાઓને શૂન્ય જોતી જંગલમાં એવી રીતે રહી જેથી તેના કંઠ–ઓષ્ઠ-તાલુ-જીભ અને હૃદય શોષાયા. ૮૭. કહ્યું છે કે– વિદ્યમાન ગુણોના વિનાશથી અને અવિદ્યમાન દોષોના આરોપણથી જે દુ:ખ ઉત્પન્ન થાય છે તે સમુદ્રના પણ પાણીના પૂરને શોષી નાખે છે. તો મનુષ્ય માત્રના હૃદયને ન શોષી નાખે એમાં શું કહેવું? ૮૮.
એટલામાં જલદી જ તેના પુણ્યથી ખેંચાયેલા તાપસોએ આવીને કહ્યું : તું કોણ છે? દેવસૃષ્ટિની એકમાત્ર નિષ્ફર કુચેષ્ટાને અનુભવનારી તું ક્યાંથી આવી છે? હે ભદ્રમૂર્તિ ! તું શા માટે રડે છે? ૮૯. અસાધારણ નિસાસાને મૂકતી, પિતાની જેમ તાપસો ઉપર વિશ્વાસ ધારણ કરતી તેણીએ પોતાનું ચરિત્ર કહ્યું. તેને સાંભળીને તાપસો વિદ્યાધરનરેશ્વર પુત્રીની સાથે ઘણું દુ:ખ પામ્યા. અર્થાત્ તાપસો તેના દુઃખે દુઃખી થયા. ૯૦. પીડિત થયેલા તાપસોએ તેની સમાધિ માટે કહ્યું : હે પુત્રી ! હૃદયમાં અત્યંત અવૃતિને ન કર. કારણ કે નિષ્કરુણ લોકમાં મુખ્ય રેખાને પ્રાપ્ત કરનાર આ પાપકર્મનું ઉગ્ર ફળ છે. ૯૧. હે પુત્રી ! આ કુકર્મો જગતમાં કોની વિડંબના નથી કરી? આ કુકર્મે કોને સંકટમાં નથી નાખ્યા? આ કુકર્મે કોની વિપુલ લક્ષ્મીનું હરણ નથી કર્યું? આ કુકર્મે પૃથ્વી ઉપર કોની અપભ્રાજના નથી કરી? ૯૨. હે વિદુષી! જો આ વિધિનો પરિણામ બધા માટે સમાન છે તો બુદ્ધિમાનો કયો ખેદ કરે? શું તે ક્યાંય ક્યારેય પણ આ લોકોક્તિ નથી સાંભળી કે પાંચની સાથે રહેવાથી અહીં દુઃખ ન થાય? ૯૩. તું શ્રેણિક રાજાની ઉતમ ભાણી છે તથા તું નક્કીથી કુલવધૂ છે. તું અમારી પણ ભાણી છે અને કુલવધૂ છે કારણ કે રાજા છે તે મારો
Page #193
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૮૮ ભાઈ છે. ૯૪. પૃથ્વી કાંટાવાળી છે તેથી સાચવીને ચાલજે. તાપ ઘણો છે તેથી માથે વસ્ત્ર ઓઢજે એમ બોલતા ઋષિઓ વડે આશા વિનાની તે દયાપૂર્વક ઘણી વિકટ ઝુંપડીવાળા આશ્રમમાં લઈ જવાઈ. ૯૫. પોતાના ઘરની જેમ તાપસીની મધ્યમાં સુખે સુખે હર્ષપૂર્વક રહેલી છે ત્યારે અહો! તેના દર્શનના અમૃતરસનું પાન કરવાની ઈચ્છાવાળો ન હોય તેવો ઉજ્જૈની જતો સાથે ત્યાં આવ્યો. ૯૬. ત્યારપછી સાર્થના લોકો તેને લઈને શિવાદેવીને સોંપવા માટે જલદીથી ચાલ્યા. આ આ રીતે જ અવસરને પ્રાપ્ત કરીને પોતાના પતિની સાથે મેળાપને પામશે એ હેતુથી જ જાણે સાર્થ ચાલ્યો. ૯૭. ઊંટ-બળદ-પાડા અને ગધેડા પણ જેમાં કરિયાણાના ગાડાઓને સતત ખેંચી રહ્યા છે જેમાં એવો વિકરાળ-ધનુષ્ય-બાણ અને તલવારને ધારણ કરતા રક્ષકો જેનું રક્ષણ કરી રહ્યા છે એવો સાથે ચાલ્યો. ૯૮. હિંગુલ, પ્રવાલ, લવણાદિક વસ્તુ ભરેલી ગુણીઓને વહન કરતા, વિશાળ પીઠ અને સુદીર્ઘ-શૃંગવાળા, ઘંટના રણકારને કરતા, માર્ગની જનતાને જાણે બોલાવતા ન હોય એવા બળદો જેમાં શોભતા હતા. વિવિધ પ્રકારના કરિયાણાના સમૂહોથી ભરેલા ગાડાઓ ચાલતા હતા ત્યારે કીચડ કિચુડ અવાજથી પૃથ્વી રડી. અથવા તો કોના વડે પૈડાનો ઘાત સહન કરાય? ૨00. ઘણાં મૂલ્યવાળા (કિંમતી) કરિયાણાના સંભારના (જથ્થામાં) યંત્રને (ગાડીને) ગાઢ માર્ગમાં વહન કરીને ચાલતા ઊંટના સમૂહો રસ્તામાં આવતી વૃક્ષની ડાળીઓને લણી લેતા હતા. મોટા શરીરવાળા જીવોનું ચારે બાજુથી પણ સર્વ મન-વચન અને કાયાનું ઈચ્છિત પુરાય છે. ૨૦૧ લોક અમારું અપશકન કરે છે. પણ સંતોષ પમાડાયેલ આ લોક આ પ્રમાણે અમારું સુશુકન કરે છે એમ વિચારીને પાણીની પખાલને વહન કરતા પાડાઓએ લોકોની તરસને મીટાવી. ૬૦૨. કાનને ઊંચા કરીને, ડોકને સીધી લંબાવીને ઘાસને મૂળમાંથી ઉખેડી નાખતા, દાંતોથી પરસ્પર કરડતા ગધેડાઓ માર્ગમાં ચાલ્યા. શું કષ્ટ આવે છતાં સ્વભાવ જાય? ૩. એમ વિદ્યાધરેશ્વરની પુત્રીની સાથે આંતરે આંતરે પ્રયાણ કરતા તાપસી પ્રદ્યોત રાજાની નગરીમાં સુખપૂર્વક પહોંચ્યા. આથી બુદ્ધિમાન પુરુષો સાથેની સહાય લે છે. ૪.
મુનિઓએ સંપૂર્ણ હકીકત જણાવીને શિવાદેવીને આદરપૂર્વક વિધાધર પુત્રી સોંપી અથવા સમુદ્રમાંથી નીકળી ગયેલું રત્ન અંતે તો રત્નપરીક્ષકના હાથમાં આવે છે. ૫. ચેલ્લણાની બહેન થતી હોવાથી અભયને પોતાનો ભાણેજ માનતી શિવાદેવીએ વિદ્યાધરપુત્રીને ગૌરવપૂર્વક પુત્રવધૂની જેમ માની. આવા પ્રકારના વર્તનથી ઘણો સ્વજનવર્ગ પણ ભદ્રિક થાય છે. ૬. દોષના કલંકની શંકા દૂર થવાથી અભયે તેની સાથે વૈષયિક સુખ ભોગવ્યું. અથવા સૂર્ય ક્યાં સુધી રજથી ઢંકાયેલ રહે? ૭. રાજાએ અભયને સુખડ, કપૂર, કસ્તૂરી, સુવેલ વગેરે સર્વ ભોગાંગોને આપ્યાં. અથવા તો બંધાયેલો હાથી રાજા પાસેથી સુંદરતર ભક્ષ્યને મેળવે છે. ૮. ચાર પ્રકારના સૈન્યની જેમ પોતાના કાર્યને સાધતા (૧) શિવાદેવી (૨) અનલગિરિ હાથી (૩) અગ્નિભીરુ રથ (૪) લેખવાહ્ય લોહજંઘ એમ ચાર ઉત્તમ રત્નો ચંડપ્રદ્યોત રાજાને થયા. ૯. રાજાધિરાજ પ્રદ્યોત લોહજંઘને સતત ભરૂચ નગરમાં મોકલે છે. આ કારણથી પ્રદ્યોત બીજા રાજાઓની જેમ રાજ્યાસ્વાદ માણી શકતો નથી. ૧૦. અહીંના રહેવાસી રાજાઓ દૂતના વારંવારના આગમનના કાર્યથી ત્રાસી ગયા. અને મનમાં ઉદ્વેગને ધારણ કરવા લાગ્યા. કારણ કે વહાણની જેમ આ પાપી દૂત એક દિવસમાં શીધ્રપણે પચીશ યોજનાનું અંતર કાપીને આવી જાય છે. ૧૧. બીજો દૂત તો મહિને કે પંદર દિવસે એકવાર આવે તેથી તેટલા દિવસ તો શાંતિ રહે. સત્યપ્રતિજ્ઞ આ રોજ અહીં આવી પહોંચે છે અને શાંતિથી રહેવા દેતો નથી. ૧૨. તેથી આને જલદીથી મારીએ એમ વિચારીને એકાંતમાં તેનું ભાથું બદલીને ઝેરના લાડવા મૂકી દીધા. સામાન્ય લોકના ઘરે બળવાન ધાડ પડે છે. ૧૩. જેમ માણિક્ય-મસ્યના સમૂહથી ભરપૂર
Page #194
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૮
૧૮૯
સમુદ્રમાંથી ભરતીનું પાણી નીકળી જાય તેમ રાજાના આશયથી અજાણ, વિષથી ભરેલા લાડુથી ભરેલી ભસ્ત્રાને સંધ ઉપર લઈને લોહજંઘ તુરત જ નીકળીને ચાલ્યો. ૧૪. ભોજનનો સમય થયો ત્યારે માર્ગમાં સરોવરને કાંઠે બેસીને હાથ પગ ધોઈને ભોજન માટે દંતધોવન કર્યું. કેટલાક જીવો માર્ગમાં પણ શૌચક્રિયા કરવાનું ચુકતા નથી. ૧૫. જેમ વૈતાઢય ગુફાના અધિષ્ઠાયક દેવે પૃથ્વીરૂપી સ્ત્રી માટે ભુજંગ સમાન કુણિકને દરવાજા ખોલતા અટકાવ્યો હતો તેમ અપશુકનોએ તેને ભાથું ખોલવા અટકાવ્યો. ૧૬. શુકનના મહિમાને જાણતા તેણે ક્ષણથી ભોજન કરવાનો વિચાર માંડી વાળ્યો. આ હેતુથી જ લોક સુબુદ્ધિથી સમસ્ત વિષયના જ્ઞાનનો અભ્યાસ કરે છે. ૧૭. ત્યાંથી ઊભો થઈને આગળ વધારે દૂર જઈને ભોજન કરવા તૈયારી કરે છે તેટલામાં ફરી શુકનોએ અટકાવ્યો. પૂર્વની જેમ ભોજન કરવું માંડી વાળ્યું. અથવા તો મુસાફરો મુસાફરી શકુનના જ્ઞાનના બળથી હંમેશા જ જીવન જીવે છે. ૧૮. ત્રીજીવાર પણ પૂર્વની જેમ થયું. ભુખ્યો થયો હોવા છતાં તેણે ભાથું ન વાપર્યું. અહો ! શુભ શુકનનો પ્રભાવ આવો છે જે વારંવાર થયા રાખે છે.૧૯. તેણે આ સર્વ હકીકત રાજાને જણાવી. રાજાએ તુરત જ અભયને જણાવી. હે બુદ્ધિધન ! હે બુદ્ધિવિભાવાલય! તારા સિવાય બીજો કોણ હેતુને જાણે ? ખરેખર આ ગૂઢ કોયડો છે. ૨૦. જેમ સાધુઓ પડિલેહણ કરતી વખતે પાત્રાને સૂંઘે છે તેમ ભસ્ત્રાને સૂંઘીને અભયે કહ્યું : હે રાજન્ ! આ ઘણો ભાગ્યશાળી છે જે અનર્થકારણમાં સપડાયેલો હોવા છતાં જલદીથી પોતાના પગલે પાછો આવ્યો. અથવા તેવા પ્રકારના તમારા પુણ્યોથી શું ન થાય ? ૨૩. જેમ ન્યાયપ્રિય રાજાઓ પોતાના દેશમાંથી લુચ્ચાઓને કાઢી મૂકે તેમ જંગલમાં જઈને આ ભાથાને પરાંગમુખે છોડી દેવો. અભયના વચન ઉપર વિશ્વાસ મુકીને રાજાએ તુરત જ તે પ્રમાણે કરાવ્યું. ૨૪. આગળ રહેલ ઘાસ–વૃક્ષ-પત્ર–વેલડીઓને બાળીને તે સાપ નીકળીને તુરત જ મરણ પામ્યો. ખરેખર લાકડાના ભારાને બાળીને તેજસ્વી પણ અગ્નિ જલદીથી બુઝાઈ જાય છે. ૨૫. અભયને વેશ્યા લઈ આવી છે એટલું જ નથી પણ મારા મોટા ભાગ્યની કલ્યાણકારી સંપત્તિથી આ લવાયો નહીંતર આજે સાપરૂપી અગ્નિના બાનાથી આકસ્મિક પ્રલયકાળ આવ્યો હોત.. ૨૬. રાજાઓમાં શ્રેણિક જ ધન્ય છે જેને સંકલ્પમાત્રથી ચિંતિત અર્થને પરિપૂર્ણ કરનાર અભયકુમાર જેવો પુત્ર થયો છે. શું અહીં ઘરે ઘરે કલ્પવૃક્ષ ઊગે છે ? ૨૭. જેને આવા પ્રકારનો શ્રેષ્ઠ બુદ્ધિમાન મંત્રી છે તેને અમે કયારેય વક્રદષ્ટિથી જોવા સમર્થ નથી. જેના ચિત્તભવનમાં પરમેષ્ઠિમંત્ર વસેલો છે તેને પિશાચ અને ભૂતો શું કરી શકે ? ૨૮. આ પ્રમાણે હર્ષના ભરથી ભરાયેલા મનવાળા ચંડપ્રદ્યોતે અભયકુમારને કહ્યું હે ધીમન્ ! એક પોતાના બંધનના છૂટકારા સિવાય સુદુર્લભ પણ વરદાનને શંકા વિના માગ. ૨૯. અતિશય બુદ્ધિમાન, ઉદાસીનતાથી રહિત, સ્વૈર્યગુણથી પૃથ્વીપરના ઈન્દ્રને પણ જીતનારા અભયે કહ્યું : આ મારું વરદાન તમારી પાસે થાપણરૂપે રહેવા દો. હું ભય વિનાના કરિયાણાના ઘરમાં સલામત રહેલો છું. ૩૦. પૂર્વે રાજાની અંગારવતી રાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયેલી, વાસવ વર્ણપૂર્વકની દત્તા નામની અર્થાત્ વાસવદત્તા નામની, સૌભાગ્યની ભૂમિ, અખિલ બંધુજનને માન્ય પુત્રી હતી. ૩૧. જુદા જુદા ઘણા સગા ભાઈ અને બીજાના હાથમાં સ્થાનને પામતી, દરરોજ ધાવમાતાઓ વડે પરિપાલન કરાતી, સ્વયં પિતા વડે સતત જ લાલન કરાતી વાસવદત્તા જેમ હંસલી કમળદળમાં શોભે તેમ શોભી. ૩૨. કાલુઘેલું બોલતી, હાથથી દાઢીના વાળને ખેંચતી, ખોળામાં રહેલી પિતાને સુખ આપનારી થઈ કારણ કે બાળકની સર્વ પણ ચેષ્ટા સુખ આપનારી થાય છે. ૩૩. માતાપિતાના સેંકડો મનોરથોની સાથે મોટી થતી, પ્રાયઃ સમચતુરસ શરીરના માનને ધારણ કરતી, લોકો વડે વિસ્ફારિત આંખોથી જોવાતી, બાળપણને વિતાવીને કુમારભાવને
Page #195
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૯૦ પામી. ૩૪. શાસ્ત્રાનુરાગમતિનું ધામ, પુનમની રાત્રિના ચંદ્રના કિરણની જાણે સાક્ષાત્ મૂર્તિ ન હોય એવી વાસવદત્તાએ ઉત્તમ અધ્યાપક પાસેથી કષ્ટ વગર જ સર્વ પણ નિર્મળકળાને જલદીથી ગ્રહણ કરી. અર્થાત્ શીખી લીધી. ૩૫. ગાંધર્વકળામાં નૈપુણ્ય પ્રાપ્ત કરનાર કોઈ અધ્યાપક ભણાવનાર મળ્યો નહિ તેથી પરમગીતકલાને ન ભણી શકી. સર્વજ્ઞની બુદ્ધિના વિભવને છોડીને બાકીના જીવોનું મતિનું તારતમ્ય નિશ્ચિત છે. ૩૬. પિતાએ કલ્યાણકારી, ઘણાં લક્ષણોથી લક્ષિત શરીરવાળી, માધુર્ય, દાસ્ય, વિનય, સ્થિરતાદિ ગુણોથી પૂર્ણપુત્રીને પુત્રથી અધિક માની. ગુણો ગૌરવને પામે છે. પુત્રો કે પુત્રીઓ નહીં. ૩૭. રાજાએ પોતાના અમાત્યને આ પ્રમાણે પૂછ્યું : હે બહુશ્રુતદષ્ટા મંત્રિનું! (ઘણો પીઢ અને અનુભવી) કોણ ગાંધર્વવેદમાં વિદુર છે જે પુત્રીનો કલ્યાણકારી અધ્યાપક થાય? ૩૮. જેમ રસોઈકળાને સારી રીતે શીખનારી વણિક સ્ત્રીઓ પતિને આનંદ આપે છે તેમ સારી રીતે ગાંધર્વકળાને શીખનારી રાજપુત્રીઓ પતિના કુળમાં હંમેશા આનંદ આપનારી થાય છે. ૩૯. હે અમાત્ય! જેમ શાસ્ત્રાભ્યાસ કરતા સુવિચક્ષણનો કાળ હંમેશા સારી રીતે પસાર થાય છે તેમ ભરતનાટ્ય, સુંદર ગીત વિદ્યામાં આનંદ મેળવવામાં એકમાત્ર તત્પર એવી રાજપુત્રીઓનો કાળ સુખેથી પસાર થાય. ૪૦. પછી વચનમાં નિપુણ મંત્રીએ કહ્યુંઃ મૃગાવતી રાણીનો પુત્ર, પવિત્ર ગીતોનો જાણકાર, કોસાંબી નગરીનો રાજા ઉદયન ગાંધર્વ વિદ્યામાં નિપુણ છે. જાણે કે તે ગાંધર્વકલાનો બીજો બ્રહ્મા છે. ૪૧. રાજાઓના મુગટની માળાથી નમાયેલ હે રાજન્ ! હું સંભાવના કરું છું કે લુંટારુની ટોળીનો સરદાર, પરમ તત્ત્વનો જાણકાર આ ઉદયન રાજાએ હાહા-હૂહૂ દેવોના ઈન્દ્રની ગાનારીઓના રહસ્યને બળાત્કારે ચોરી લાવેલ છે. કહેવાનો ભાવ એ છે કે ઉદયન ગાંધર્વો કરતા પણ ઉત્તમ ગીતને ગાતો હતો. ૪૨. આ એવું ગાય છે કે જેમ મુનિઓ ઈન્દ્રિયોને વશ કરે તેમ અત્યંત આક્ષેપ કરીને ગીતરસિક મનુષ્યોને તથા મદવાળા હાથીઓને ક્ષણથી બાંધી લે છે. ૪૩. ઉત્તમ સંગીતની કળાથી આ અસંખ્ય હાથીઓના સમૂહને બાંધે છે. અમે નિર્દોષ શ્રેષ્ઠ ઉપાય કરીને તેને બાંધીને, જલદીથી અહીં લઈ આવશું. ૪૪. હે દેવ ! સંસ્થાન–વર્ણથી સર્વથા સુશોભિત શરીરવાળો, યંત્રના પ્રયોગથી ગમનાદિ કરે તેવો જેથી લોકો તેને સાચો હાથી મારે તેવો એક હાથી જંગલમાં મૂક્વો જોઈએ. ૪૫. જેમ વહાણમાં શસ્ત્રોને સજ્જ કરીને સૈનિકો રહે તેમ તેના જઠરમાં બળવાન સૈનિકો રહેશે. જેમ પૂંઠમાં વાતો પવન નાવડીને ચલાવે તેમ આ નહીં દેખાતા સૈનિકો આ કૃત્રિમ હાથીને ચલાવશે. ૪૬. સાચા હાથી સમાન તે કૃત્રિમ હાથી જંગલમાં ભમતો હશે ત્યારે તેને પકડવામાં પ્રવૃત્ત થયેલ ઉદયન રાજાને હાથીના પેટમાં રહેલા સૈનિકો તેને બાંધી લેશે. શું બળવાન કરજદારો દેણદારની સામે ધરણું નથી કરતા? ૪૭. આ પ્રમાણે બાંધીને લવાયેલ ઉદયન રાજા સ્વામીની ઉત્તમ બુદ્ધિશાળી પુત્રીને સારી રીતે ભણાવશે. પોતાના પ્રાણ બચાવવાના હેતુથી જીવ અયોગ્ય (પોતાને ન છાજે) પણ કર્મને કરવા તૈયાર થાય છે. ૪૮. અરે અરે ! તમે આ સારી યુક્તિ બતાવી તેથી હવે તું જ હાથીને તૈયાર કરાવ. એમ રાજાના કહેવાથી પ્રધાને જલદીથી હાથી તૈયાર કરાવ્યો. અથવા તો રાજા પાણી માગે તો શું તરત હાજર ન થાય? અર્થાત્ થાય જ. ૪૯. જેમ મહાકવિથી કરાયેલ પરિકલ્પિત પણ કાવ્ય સભૂત સુચરિત્રથી પણ વિશેષ સારો થાય છે તેમ સ્વાભાવિકતાથી કરતા પણ કૃત્રિમ હાથીનું સંસ્થાન સુંદર બન્યું. ૫૦. સૂંઢને ઊંચી કરતો ઍહિત (ગર્જના), દંતઘાત વગેરે મુખ્ય સેંકડો ચેષ્ટાને વારંવાર કરતો, પેટની અંદર પ્રચુર શસ્ત્રો ધારણ કરતો, વનમાં ભમતો હાથી લોકો વડે જોવાયો. ૫૧. હર્ષથી રાજાની પાસે જઈને તેઓએ કહ્યું: રાજ! જાણે દેવલોકમાંથી ઈન્દ્રનો ઐરાવણ હાથી ન અવતર્યો હોય એવો શ્રેષ્ઠ લીલાથી અરણ્યની ભૂમિ ઉપર વિચરતો આવ્યો છે.
Page #196
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૮
૧૯૧
પર. વનેચરના વચન સાંભળીને ક્ષણથી જાણે અમૃતનું પાન ન કર્યું હોય તેમ રાજા પરમ આનંદને પામ્યો. તે હાથીને પકડવા મિથ્યાત્વ મોહ જેવા ભયંકર વનની અંદર રાજા સ્વયં પ્રવેશ્યો. ૫૩. સંપૂર્ણ પરિવારને દૂર રાખીને, અત્યંત એકાગ્ર ચિત્તવાળો આ સુદક્ષ એકલો જ ધીમે ધીમે જેમ અન્યમાં લીન થયેલ હરણને પકડવાની ઈચ્છાવાળો દીપડો એક મનવાળો થઈને જાય તેમ તેની સન્મુખ જવા પ્રવૃત્ત થયો. ૫૪. કલાનો અભિમાની રાજા–કૃત્રિમ હાથીની નજીકની ભૂમિમાં જઈને અતિ મધુર સ્વરથી ગાવા લાગ્યો. એ રીતે ખરેખર કલા કલ્પિત ફળને માટે થાય છે. ૫૫. જેમ જેમ રાજા વધારે ને વધારે ગાય છે તેમ તેમ હાથીને પકડવાની ઈચ્છાવાળા અંદર બેઠેલા સૈનિકો રાજાના મનની સાથે જ હાથીને નિશ્ચલ કરે છે. ૫૬. મારા ગીતથી આ હાથી અત્યંત મોહિત થયો છે એમ જાણીને પકડવામાં એક માત્ર સજ્જ ઉદયન રાજા જેમ પોતાના રીસાઈ ગયેલા ભાઈને સાંત્વન આપવા જાય તેમ હાથીની અત્યંત નજીક ગયો. ૫૭. રાજપ્રસાદના મદથી મત્ત થયેલ અધિકારીની જેમ હાથી અતિશય સ્તબ્ધ થયો છે એમ નિશ્ચય કરીને રાજા હર્ષથી સિંહની જેમ છલાંગ મારીને હાથી ઉપર આરૂઢ થયો. ૫૮. અમારા માથા ઉપર આરૂઢ થયેલો આ બહાદુર કોણ છે એમ ગુસ્સાથી સુભટો હાથીના પેટમાંથી બહાર નીકળીને હાથી ઉપર ચઢેલા ઉદયન રાજાને નીચે પાડ્યો અને સહાય વગરના તેને બાંધી લીધો. ૫૯. જો કે વત્સરાજ ઉદંડ, ચંડિમ અને પ્રચંડ ભુજાના બળથી પ્રકાંડ હતો છતાં એકલો હોવાને કારણે, હાથમાં શસ્ત્ર ન હોવાને કારણે અને શત્રુના કબ્જામાં હોવાને કારણે સૈનિકોની સાથે તેણે યુધ ન કર્યું. સિંહ પણ તેવી રીતે પાંજરામાં પુરાયેલો હોય તો શું પરાક્રમ બતાવે ? ૬૦. માયા અને પ્રપંચથી વશ કરાયેલ વત્સરાજને લાવીને ખુશ થયેલ સુભટોએ પોતાના સ્વામીની આગળ હાજર કર્યો. રાજાઓના હળો કામ કરતા નથી પણ છળો તો કામ કરે છે. ૬૧. માલવપતિએ કહ્યું : હે વત્સરાજ ! તું મારી પુત્રીને સંપૂર્ણ ગાંધર્વકળા ભણાવ અને સુખે સુખે મારા ઘરે રહે નહીંતર તારું કલ્યાણ નથી. ૬૨. સમયજ્ઞ ઉદયને દીર્ઘ દષ્ટિથી વિચાર્યું : રાજપુત્રીને ભણાવતા હાલમાં કાળક્ષેપ કરું. કાલાંતરે કદાચ કલ્યાણ થાય. એક સ્વપ્નથી રાત્રિ પૂરી થતી નથી. ૬૩. દુષ્ટ દશાને પામેલો રસોયો શું આગળ જતા નળરાજા ન થયો ? એમ વિચારીને તેણે રાજાનું વચન માન્ય કર્યું. પંડિત પુરુષો એકાંત આગ્રહી હોતા નથી. ૬૪.
રાજાએ તેને ફરી કહ્યું : હે કૌશાંબિકેશ્વર ! મારી પુત્રી કાણી છે તેથી કૌતુકથી પણ તું તેને જોતો નહીં નહીંતર આ લજ્જા પામશે. ૬૫. ભાગ્યના વશથી મારી પુત્રીનું મુખ એક આંખથી રહિત છે. હે માનવેન્દ્ર ! જેમ ચાંદની આકાશમાં રહેલ એક તારાને શોભાવે છે તેમ તું પ્રવર ગીતકળા શીખવાડીને તેને શોભાવ. ૬૬. અંતઃપુરમાં આવીને રાજાએ પુત્રીને કહ્યું : હે સુકૃતની એક પાત્ર ! તારા માટે ગાંધર્વકળાનો જાણકાર બોલાવ્યો છે. પરંતુ તે અતિશય કોઢી છે ઘણું કરીને કલાવાન પણ કોઈક પ્રકારના દોષથી દૂષિત હોય છે. ૬૭. હે પુત્રી ! તું સ્વાભાવિકપણે કયારેય આ કોઢીને જોઈશ નહીં. જે કોઈ માંગલિક હોય એને જોવું જોઈએ. દુર્મંગલના એક વિષયવાળી દિદક્ષા કેમ રખાય ? ૬૮. પ્રવર રૂપને જોવા યોગ્ય તારી બે આંખો બીભત્સ કોઢીના શરીરને જોવા યોગ્ય છે ? શું દેવકન્યા ઈન્દ્રના ઘોડાને જોઈને પામર કૂતરાને જોવાની ઈચ્છા કરે ? ૬૯. અને વળી હે પુત્રી ! તને એકવારમાં ઘણી સમજણ આપી છે. હે પિતાની આજ્ઞાનું પાલન કરનારી પુત્રી ! સ્વપ્નમાં પણ તારે જોવાની ઈચ્છા ન કરવી. અધ્યાપકને જોવાનો મનોરથ પણ ન કરવો. કેમકે બુધ (પંડિત) અપથ્ય વિષયની શ્રદ્ધા ન કરે. ૭૦. હે વત્સા ! તું સતત એવી રીતે અભ્યાસ કર જેથી થોડા દિવસોમાં ગાંધર્વ સંગીતમાં નિપુણ થઈ જાય જેથી કરીને આ કોઢીને જલદીથી રજા આપી
Page #197
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૨ દઈએ કારણ કે આનો પરિચય શુભને માટે નથી. ૭૧. રાજપુત્રીને પડદાની અંદર રાખીને ઉદયન પાસે ભણવાની વ્યવસ્થા કરવામાં આવી. હું માનું છું કે બિલાડીની આગળ ઉત્તમ દૂધની પાત્રી ધરવામાં આવી. ૭૨. રાજાએ તેને પરમ આદરથી સાત સ્વર, સકલ રાગ, અનેક ભાષા, ત્રણ ઉત્તમ ગ્રામ રાગ, બહુમૂછન ગીત, ઘનભિદ કલા શીખવાડવા પ્રારંભ કર્યો. ૭૩. અહો ! એમ ગુરુ-શિષ્યા ભાવને ધારણ કરતા, હંમેશા એકબીજાને નહીં જોતા, બંનેનો કેટલોક કાળ સુમૂઢતાથી પસાર થયો. અહીં કોઈક કોઈક રીતે કાળ પસાર કરે છે. ૭૪.
ગાંધર્વકલાના જાણનારા મારા ગુરુ કેવા છે તેને હું આજે જલદીથી જોઉં પાઠ ભણતી પણ રાજપુત્રીએ એક ચિત્તે વિચાર કર્યો. બાળકો પોતાનું ચપળપણું ક્યાં સુધી રોકી શકે? ૭૫. અધ્યાપકે જે રીતે પાઠ આપ્યો તે રીતે એણે પાઠને ગ્રહણ ન કર્યો પણ અન્યચિત્ત થયેલી તેણીએ વિપરીત રીતે ગ્રહણ કર્યો. રોજ અભ્યાસુ મનુષ્યના હૈયામાં સમ્યક પરિણામ પામતું નથી તો બીજાની શું વાત કરવી? ૭૬. પછી તેણે માલવરાજની પુત્રીની તર્જના કરતા કહ્યું : હે કાણી ! તું ગીતશાસ્ત્રના પાઠને કેમ યાદ નથી રાખતી? પૂર્વના ઋષિઓ કષ્ટ સહન કરીને મહાન ગ્રંથોની રચના કરી છે. મૂર્ખાઓ તેનો નાશ કરે છે. ૭૭. હે દુઃશિક્ષિતા! માતાપિતાએ તને ઘણી માથે ચડાવી છે જેથી તું આમ સરખી રીતે ભણતી નથી. જ્યાં સુધી સંતાનોને દમદાટી આપીએ ત્યાં સુધી જ કહેલું કરે છે. ૭૮. તે વખતે તર્જનાથી દુભાયેલી વાસવદત્તા બોલીઃ રે કોઢી! તું પોતાનો દોષ જોતો નથી જેથી મને રોકટોક વગર કાણી કહે છે. અથવા અહીં સર્વ પણ લોક જગતને પોતા સમાન જુએ છે. ૭૯. ઉદયન રાજાએ વિચાર્યુંઃ રાજપુત્રીએ મને જે રીતે કોઢી જાણ્યો છે તે રીતે જ આ કાણી લાગે છે. કારણ કે જ્ઞાની પુરુષો અનુમાનથી સર્વ જાણે છે. ૮૦. કર્મ જ સાક્ષાત્ મેલા૫ અને વિઘટન કરનારું છે એમ વિચારીને ત્યારે કપડાનો પડદો દૂર કર્યો. કેમકે મનુષ્યોને અભિમાન સહજ હોય છે. ૮૧. ઉદયન રાજાએ યુવાનના લોચનરૂપી પક્ષીને ગળી જવા માટે જંગલી પશુ સમાન દેવકન્યા જેવી રાજપુત્રીને જોઈ. તેણીએ પણ રૂપથી વૈમાનિક દેવોનો પરાભવ કરે તેવા ઉદયન રાજાને જોયો. ૮૨. સુંદર રૂપવાળો મૃગાવતીનો પુત્ર હર્ષ પામ્યો અને આ બાજુ ઘણાં સૌરભને ધારણ કરતી રાજપુત્રી હર્ષ પામી. જેમ પુનમનો ચંદ્ર કમલિનીને હર્ષ કરે તેમ પરસ્પર જલદીથી બંનેએ સ્મિત ફરકાવ્યું. ૮૩. હૈયામાં હર્ષને ધારણ કરતી રાજપુત્રીએ કહ્યું : હે સૌભાગ્ય રત્નના સમુદ્ર ! હું પિતા વડે ઠગાઈ છું. કેમકે મિથ્યાત્વથી વાસિતની જેમ આટલા દિવસ સુધી મેં એકાંત સુખકર તારા દર્શનનું પાન ન કર્યું. ૮૪. આ ઘન વસ્ત્રના પડદાથી વંચિત રખાયેલી હું તમારા અનઘ સંબંધને ન પામી. શું કૃતિકા નક્ષત્રની પાસે રહેલી રોહિણી પ્રિયા પણ દૂર રહેલા ચંદ્રના યોગને પામે છે? ૮૫. હે સ્વામિન્ ! તમે મને જે આ કલા શીખવાડી છે તે સદા નિશ્ચયથી તમારા ઉપયોગમાં આવો. તેથી હે કામદેવ સમાનરૂપવાળા ! તમે મારા પતિ થાઓ. સૃષ્ટિના કર્તા (બ્રહ્મા) યોગ્યનો યોગ કરીને વિખ્યાત થાઓ. ૮૬. વિકસિત થયેલ રોમરાજીવાળા અને હીરાથી ભૂષિત અંગવાળા ઉદયન રાજાએ રાજપુત્રીને કહ્યું : હે પૂર્ણિમા ચંદ્રમુખી ! તું કાણી છે એમ તારા પિતાએ આપેલ પરિચયથી હું ઠગાયો છું. ૮૭. જેમ વાસુદેવ રુમિણિને લઈ ગયા તેમ અવસરને મેળવીને હું તને લઈ જઈશ. પ્રજ્ઞા વિશેષથી બૃહસ્પતિની બુદ્ધિને જીતનારી હે વાસવદત્તા તું અહીં મનમાં અન્યથા નહીં વિચારતી. ૮૮. અહીં પણ રહેલા આપણે એને ત્રીજા પુરુષાર્થની સિદ્ધિ (કામ)ની પ્રાપ્તિ થાઓ. હે સુતનુ! હૃદયની સાથે હૃદય મળી જાય તો શું કંઈ ગોપનીય છે? ૮૯. અનુરાગના પૂરથી ચતુરાઈભર્યા વાર્તાલાપને કરતા તે બેનું સ્વયં દૂતપણું થયું. જલદીથી પરસ્પર શરીરથી પણ સંયોગ થયો.
Page #198
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૮
૧૯૩ ઘણું કરીને યુવાન વયમાં વિવેક રહેતો નથી. ૯૦. કાંચનમાલા દાસી ધાત્રીએ તે બેના સમસ્ત પણ સ્વરૂપને પ્રદ્યોતરાજાની પુત્રી પાસેથી જાણી લીધો. કારણ કે જ્યાં હૃદયની એકતા હોય ત્યાં છુપાવવા જેવું શું છે? ૯૧. જેમ પ્રધાન ઉધાનમાં માળી વડે વિધિપૂર્વક સંભાળ કરાતા કેળ અને કેરીના વૃક્ષો સુખથી કાળ પસાર કરે તેમ તે કાંચન માલા વડે સેવા કરતા તે બેએ હર્ષથી એકાંતમાં સુખપૂર્વકકાળ પસાર કર્યો. ૯૨.
અને આ બાજુ એરંડાના દંડની જેમ આલન સ્તંભને બળથી ભાંગીને, ગૃહોને ભાંગતો, મહાવતને દાદ નહીં આપતો નગરજનોને ઘણો ક્ષોભ પમાડતો અનલગિરિ હાથી નગરમાં ભમવા લાગ્યો. ૯૩. કેટલાક લોકો માળ ઉપર ચડી ગયા. કેટલાક યુવાનો દેવમંદિરમાં ચઢી ગયા. કેટલાક ચારે બાજુથી વિકટ અટવીમાં ચાલ્યા ગયા. કેટલાક પાંદડાથી ઘટ વૃક્ષોની ડાળીઓમાં ભરાઈ ગયા. ૯૪. જે વૃદ્ધો ભાગવા શક્તિમાન ન હતા તે ભયથી દુકાન-મઠ-ઘર-સભા- પરબોના ખૂણામાં ભરાઈને રહ્યા. અથવા તાપથી ઘણાં સંતાપ પામનારા વનસ્પતિ વગેરેના જીવો શું સ્થાનાંતર કરી શકે? ૯૫. અને બાળકો મનમાં ઉત્પન્ન થયેલ ભયના ભરથી ભાગીને છલાંગ મારતા ઊભા થયા અને ચારે બાજુ ભાગ્યા અથવા દડા રમવાની ક્રિીડામાં સામેથી પડે તેમ વેગથી ભૂમિ ઉપર ચારે બાજુ પડ્યા. ૯૬. ભેગી થઈને સ્ત્રીઓ પરસ્પર આ પ્રમાણે કહેવા લાગી. હે માતાઓ ! મેરુપર્વત જેવો અનલગિરિ હાથી આજે લુચ્ચાની જેમ તોફાને ચડ્યો છે તેથી શું થશે? અથવા પર્વત પરથી વહેતા નદીના પ્રવાહનો સામનો કરવો શક્ય નથી. ૯૭. હે સખીઓ! આમ કેમ હાથીથી અધિક ભય પામો છો? હમણાં ભયને છોડીને ધીર થાઓ. કારણ કે અત્યંત ભયના વશથી નિર્બળના પ્રતિનિધિઓને પલાયન થઈ જવું અહીં શક્ય નથી. ૯૮. જન સમાજને ક્ષોભ પમાડતો ઉચ્છંખલ પણ હાથી આ નગરમાં કેટલું નુકસાન કરશે? શું સાંભળવામાં નથી આવ્યું કે ધનિકનું જેટલું પુણ્ય હોય તેટલું વંચક તસ્કરોનું હોતું નથી. ૯૯. રાત્રે આગ લાગે અને જે સંક્ષોભ ઉત્પન્ન થાય તેવો નગરમાં ચારેબાજુ સંક્ષોભ ઉત્પન્ન થયેલો જોઈને, જલદીથી અભયને બોલાવીને પ્રદ્યોત રાજાએ પુછયું: ૩00 હે તત્કાલ બુદ્ધિના ભંડાર અભય ! વિવશ (ઉન્મત્ત) અનલગિરિ હાથી સ્વવશ ક્યારે થશે? તે તું કહે. વાળમાં ગૂંચ કાઢવાના પ્રસંગે કાંસકો જ યાદ કરાય છે. ૩૦૧. ઔત્પાતિક બુદ્ધિના સ્વામી અભયે કહ્યું : હે રાજનું! જેમ સ્ત્રીઓ ઉત્તમ કાર્મણથી પતિને વશ કરે તેમ જો વત્સરાજ આ હાથી આગળ સંગીત કરશે તો વશ થશે. ૨.
પછી પ્રદ્યોત રાજાએ વત્સરાજને આદેશ કર્યો કે તું ગીત ગા. વાસવદત્તાની સાથે વત્સરાજ પણ હાથીની આગળ સુંદર ગીત ગાવા લાગ્યો. અથવા તો પરાધીન માણસ કયું કાર્ય નથી કરતો? ૩. રાજપુત્રીના તાલની સાથે આનું ગીત વિશેષ મધુરતાને પામ્યું. એકલું પણ કમળના સરોવરનું પાણી મીઠું હોય તો પરમ સાકરથી મિશ્રિતની શું વાત કરવી? ૪. વત્સરાજે ગીત ગાયું ત્યારે પર્વત જેવો હાથી પણ નલની જેમ નષ્ટસંજ્ઞી (ભાન ભૂલો) થયો. હું માનું છું ત્યારથી લોકોએ એનું નામ નલગિરિ પાડ્યું. ૫. વત્સરાજે નલગિરિ હાથી ઉપર આરૂઢ થયો અને તેની શરદઋતુના ચંદ્ર જેવી શુભકીર્તિ ગગનમાં વ્યાપી ગઈ. જેમ શૂરવીર શત્રુરાજાને પોતાના રાજાને સોપે તેમ વશ થયેલ હાથીને મહાવતોને સુપ્રત કર્યો. ૬. ચંદ્ર સૂર્ય લવણ સમુદ્ર–મેરુપર્વત રહે ત્યાં સુધી અભયવિજય પામો. જેની દુર્ભેદને ભેદ કરે તેવી (અર્થાત્ સમસ્યાનો ઉકેલ લાવી આપે તેવી) મતિ-વાણી અને પ્રજ્ઞા કામદેવના પાંચબાણની જેમ સમાન છે. ૭. અભયના કાર્યથી ખુશ થઈને રાજાએ બીજું વરદાન આપ્યું. અભયે પણ પૂર્વની જેમ થાપણમાં રાખ્યું. અથવા તો મોક્ષ (છુટકારા) સિવાય બીજા ફળોનું શું કામ છે? ૮. શું જાણે તારા-ગ્રહ-નક્ષત્રોથી સહિત ચંદ્ર ન
Page #199
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૯૪ ચાલતો હોય તેમ સામંત મંત્રી, બલનાયકથી યુક્ત, અંતઃપુરથી સહિત, પુરજનોથી અનુસરતો ચંડપ્રદ્યોત રાજા ઉદ્યાન તરફ ચાલ્યો. ૯.
અને આ બાજુ ઉદયન રાજાનો મંત્રી યોગંધરાયણ માર્ગમાં ભમતો ભમતો ત્યાં આવ્યો. અને તપેલી ભૂમિ જેવા તેણે બુદ્ધિપૂર્વક મોટેથી બોલ્યું કે, તે ચંડપ્રદ્યોત તપેલા અંતર અગ્નિને ધારણ કરશે. ૧૦. કમલપત્ર જેવી વિશાલ નેત્રવાળી તે જ ચંદ્રાનનાને, તે જ ચંદ્રનનાને ફરીથી તે ચંદ્રાનના રાજા માટે ન હરી જાઉ તો મારું નામ યૌગંધરાયણ નહીં. ૧૧. યૌગંધરાયણના વચનના શ્રવણરૂપી પવનના સંપર્કથી પ્રદીપ્ત થયો છે કોપાગ્નિ જેનો એવા પ્રદ્યોત રાજાની દુકટાક્ષથી ગહન દષ્ટિ શનિગ્રહની દષ્ટિની જેમ તેના ઉપર પડી. ૧૨. ત્યારે યૌગંધરાયણને તત્કાલ બુદ્ધિ સૂઝી ગઈ. જાણે હૈયામાં ઉદયનનું બંધન દૂર કરતો હોય તેમ સુદક્ષ બાળકની જેમ જલદીથી કેડ ઉપરથી વસ્ત્ર ઉતારીને ભંડ (વિદૂષક)ની જેમ મસ્તક ઉપર બાંધ્યું. ૧૩. દિગંબરરૂપને ધારણ કરનાર તેણે રાજાની કોપાગ્નિને શાંત પાડવા ઊભા ઊભા જ મૂત્ર કર્યું. જીવોના શરીરમાં જેટલા રોગો છે તેટલા તેના ઔષધો પણ અવશ્ય છે. ૧૪. નક્કીથી આ કોઈક વાકડો ગાંડો છે જે લોકોની સમક્ષ આવા પ્રકારનું જુગુપ્સનીય આચરણ કરે છે. એમ વિચારીને કોપને શાંત પાડીને રાજા આગળ ચાલ્યો. ૧૫. ઉધાનમાં પહોંચીને રાજાએ જલદીથી ઉત્તમ સંગીત ગોષ્ઠિને કરાવી. જેમ દેવલોકમાં દેવોના અધિપતિ મહેન્દ્રો કહેવાય છે તેમ પૃથ્વીના અધિપતિઓ પૃથ્વી ઉપર મહેન્દ્રો ગણાય છે. ૧૬. નવીન શ્રેષ્ઠ ગીતકળાને જોવા માટે પોતાની પુત્રી અને ઉદયન ઉપર હર્ષને ધારણ કરતા પ્રદ્યોત રાજાએ જલદીથી બોલાવ્યા. અથવા કોણ એવો છે જે ચંદ્રની નવી કલાને જોવા ન ઈચ્છે? ૧૭. ત્યાર પછી ઉદયને માલવરાજની પુત્રીને કહ્યું પોતાના ઘરે જવા માટે જેમ માનસ સરોવરમાં વર્ષાઋતુમાં ક્રીડા કરતા રાજહંસને સુવર્ણ કમળના વર્ણ જેવો સુંદર અવસર પ્રાપ્ત થાય તેવો આપણને પ્રાપ્ત થયો છે. ૧૮. આની આજ્ઞાથી વાસવદત્તાએ પણ પ્રીતિથી ઘણા ગુણવાળી સત્યા નામની વેગવતી હાથિણીને જેમ નાવિક વડે સમુદ્ર તરી જવા નાવડી તૈયાર કરાય તેમ તૈયાર કરાવી. ૧૯. પ્રાણાંતને કરનારું સંકટ આવશે એમ જોઈને પેટના અવબંધ સમયે હાથિણી રડી. તેના અવાજને સાંભળીને બીજાના ગર્વને હણનાર અંધ નૈમિત્તિકે કહ્યું : ૨૦. હમણાં આ હાથિણી જે રીતે રડે છે તેનાથી એ જણાય છે કે સો યોજન જઈને જંગલના પર્વતના શિખર ઉપર મુકાયેલી માછલીની જેમ આ પોતાના પ્રાણો છોડશે. ૨૧. ઉદયન રાજાના કહેવાથી વસંત મહાવત હાથિણીની બંને બાજુએ જાણે વિદનના ભૂત સમૂહના નાશ માટે ન હોય તેવા બે બે મૂત્રના ઘડા બાંધ્યા. રર. ઉદયન રાજા, હાથમાં વાંસળીને ધારણ કરતી રાજપુત્રી, વસંત મહાવત આ ત્રણ કાંચનમાલાની સાથે હાથિણી ઉપર આરૂઢ થયા. મને લાગે છે કે અવંતિ રાજાની મૂળકીર્તિ ન હોય! ૨૩. હે રાજ! તું જા તું જા એમ પ્રયાણ કરવા તૈયાર થયેલા રાજાને હાથથી ઘણી સંજ્ઞાને કરતા ઘણા હર્ષવાળા યૌગંધનારાયણે જેમ ઉત્તમ તાર્કિક ન્યાયથી પ્રમેયને સિદ્ધ કરે તેમ લીલી ઝંડી આપી. ૨૪. રે રે ભટો ! સાંભળો. પછી એમ નહીં બોલશો કે કહ્યું નહીં. જે આ ઉદયન રાજા લોકોની દેખતા રાજપુત્રી–મહાવત–વેણુ-ધાત્રી અને હાથિણીને ધોળે દિવસે લઈ જાય છે. ૨૫. એમ મોટેથી બોલીને ઊંચા હાથ કરીને ઉદયને વાયુવેગને જીતનારી હાથિણીને ભગાડી. સત્તેજસ્વીની ચોરી પણ આવા પ્રકારની હોય છે. ૨. આ સાંભળીને બે હાથને ઘસતો રાજા ક્રોધથી વડવાનલથી ભરેલા વિષાદ સમુદ્રમાં ડુબયો. પ્રદ્યોત રાજાએ વિચાર્યું પુત્રીને ભણાવવા માટે વત્સરાજને પકડીને લાવ્યો હતો. ૨૭. પણ અત્યારે હાથિણી વગેરેથી સહિત પુત્રીને ઉપાડીને દિવસે પણ કેમ ભાગી જાય છે? પોતાની ઘંટા બીજાના ગાયની ગળે બાંધી હોય તો ઘંટાની
Page #200
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૮
૧૯૫
ન
સાથે ગાય ચાલી જાય છે. ૨૮. હું હમણાં તેને બાંધીને જલદી લઈ આવીશ. તે છળી મારાથી ભાગીને કયાં જશે ? બાજપક્ષીની આગળથી છટકી ગયેલી ચકલીની આકાશમાં ઊડી જવાની શક્તિ કેટલી હોય ? ૨૯. પ્રદ્યોત રાજાના આદેશથી આંખના પલકારામાં ઘણાં પરાક્રમી શસ્ત્રધારી સુયોધા સૈનિકો નલિંગિર હાથી ઉપર આરૂઢ થયા. પર્વત ઉપર રહેલા જાણે સિંહ ન હોય તેમ શોભ્યા. ૩૦. પવન અને મનના વેગથી વધારે વેગથી જતો અનલગિરિ હાથી માર્ગમાં શોભ્યો. ફરી પણ સમુદ્રમંથન કરવાના હેતુથી જાણે સ્વયં આ પર્વત ન ચાલ્યો હોય તેવો લાગ્યો. ૩૧. જેમ યૌવન ભરને પામેલો કુમાર પચીશ વરસનો થાય તેમ જલદીથી વેગથી જતા વત્સરાજ પચીશ યોજન દૂર ગયા ત્યારે અનલિગિર હાથી રાજાની નજીક પહોંચી ગયો. ૩૨. દક્ષ બુદ્ધિમાન ઉદયન રાજાએ વેગથી ધસી આવતા અનલગિરિને રોકવા માટે હાથિણી ઉપરથી મૂત્રઘટિકાને ઉતારીને સાક્ષાત્ જાણે પોતાની આપત્તિને ચૂરતો ન હોય તેમ ફોડી. ૩૩. મહાવતો અંકુશ મારીને અનલિગિર હાથીને ચલાવવા ઘણી મહેનત કરે છે તો પણ તેના મૂત્રને સૂંઘવા ક્ષણથી ઊભો થઈ ગયો. શું આ પશુઓ કયાંય કયારેય પોતાના સ્વામીના કાર્યને સીદાતું જાણે છે ? ૩૪. મહાવતોએ તેને ઘણા કષ્ટથી ચલાવ્યો. આરો અને અંકુશના મારથી પીડાતો અનલિઝિર ફરી વેગથી ચાલવા માંડયો. અથવા મોટું પણ વહાણ મનુષ્યો વડે ચલાવાય છે. ૩૫. ફરી ઝડપથી જતો હાથી સો ગાઉ ગયા પછી વેગવતી હાથિણીની નજીક પહોંચી ગયો.. જે શરૂઆતમાં એક પગલું આગળ હોય તે સેંકડો પગલા આગળ રહે છે તે સુનિશ્ચિત છે. ૩૬. શત્રુ રાજાના સૈનિકની આશાની સાથે બીજી મૂત્રઘટિકા ફોડીને નીચે ફેંકી. હાથી પણ જાણે મારી જેમ આ લોક અશુચિમાં ન ડૂબેલો હોય એવું સૂચવવા પૂર્વની જેમ સૂંઘવામાં રોકાયો.૩૭. નગિરિ મૂત્ર સુંઘવા થોડીવાર ઊભો રહ્યો તેટલામાં હાથિણી હરિણીની જેમ દૂર ચાલી ગઈ. ખાડા વગેરે સ્થળનું ઉલ્લંઘન કરતી કુશળતાથી ફરી ત્રીજા સો ગાઉ ચાલી ગઈ. ૩૮. ત્રીજીવાર પણ અનલગિરિ હાથિણીની નજીક પહોંચી ગયો. શિખર ઉપરથી પડતી પાણીની ધારાને કેટલી વાર લાગે ? ૩૯. રાજાએ ત્રીજીવાર મૂત્રની ઘટિકાને ફોડીને તેજ રીતે પૃથ્વી ઉપર નાખી. જેણે સાક્ષાત્ પુરુષાર્થનું ફળ મેળવ્યું છે તે સુચતુર પુરુષાર્થમાં આદરવાળા કેમ ન થાય ? ૪૦. વૈશેષિકોએ પોતાના પ્રમાણ ગ્રંથમાં ગંધને પૃથ્વીનો ગુણ કહ્યો છે. આ વાત સાચી હોય કે ખોટી પણ હાથી પૃથ્વીને સૂંઘવામાં આસક્ત થયો. ૪૧. ફરી તેટલા અંતરે જઈને હાથિણીની પાસે પહોંચ્યો. ઘટિકાને ફોડીને ઉદયન આગળ ચાલ્યો. આગમોમાં પિંડ–ચર્ચા કરતી વખતે જે લુબ્ધકનું દૃષ્ટાંત અપાયું છે તેની સમાન આ થયું. ૪૨. હર્ષથી પૂરાયેલો ઉદયન પોતાની નગરીમાં પહોંચી ગયો. મહામાર્ગમાં ચાલવાથી થાકેલી વેગવતી હાથિણી મરણને શરણ થઈ. કારણ કે અતિશય ખેંચવાથી વસ્તુ તૂટી જાય છે. ૪૩. જેટલામાં અનલગિરિ હાથી ભૂમિને સૂંઘતો ઘણીવાર રહે છે તેટલામાં યુદ્ધ કરવા સૈનિકો નગરમાંથી બહાર નીકળ્યા. અને ચંડપ્રદ્યોતના સર્વ સૈનિકો અનગિરિ હાથી લઈને પલાયન થયા. કારણ કે સર્વલોક પોતાના લાભમાં પ્રવૃત્ત થાય છે. ૪૪. તેઓએ આવીને ચંડપ્રદ્યોત રાજાને ઉદયનની હકીકત જણાવી. અહો ! અમે માનીએ છીએ કે અગ્નિની શિખામાં તૈલનો પૂર નંખાયો. અર્થાત્ તેઓએ આવીને ચંડપ્રદ્યોતના ક્રોધમાં વધારો કર્યો. ૪૫. તેને સાંભળીને રાજા ઘણો ક્રોધે ભરાયો. અનેક યુદ્ધ કરવામાં નિપુણ યોદ્ધાઓને યુદ્ધનો આદેશ આપ્યો. આજે પ્રયાણ કરવા માટે કાયર લોકને ભય ઉત્પન્ન કરે એવી ભેરી જોરથી જલદીથી વગડાવી. ૪૬. મંત્રીઓએ જેનું પરિણામ સારું આવે એવા સુંદર વચનોથી ગુસ્સા થવાના સ્વભાવવાળા પોતાના સ્વામીને યુક્તિપૂર્વક વાર્યો. જો તેમ ન કરે તો પ્રધાનોની સચિવતા કયાંથી રહે ? ૪૭. હે ન્યાયનિષ્ઠ રાજન ! ઘણી
Page #201
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૯૬
પણ પ્રાણપ્રિય પુત્રી પરઘરે જાય છે. વત્સ દેશની રાજાની સામે પરમ આદરથી (રસપૂર્વક) આવો સંરંભ કેમ કરો છો ? ૪૮. હે દેવ ! તારી પુત્રી પોતાની બુદ્ધિથી પણ ગુણવાન વત્સેશ્વર પતિને વરી છે તો તેમાં અનુચિત શું થયું ? હંસી જો હંસને અનુસરનારી હોય તો શું પ્રશંસનીય ન બને ? ૪૯. હે રાજન્ ! ગુણના હૈ ભંડાર વત્સરાજ સિવાય બીજા કયા ઉત્તમ જમાઈને મેળવત નારાયણે સમુદ્રનું મંથન કરીને કેટલા કૌસ્તુભ મણિઓને મેળવ્યા ? ૫૦. અને બીજું હે રાજન્ ! વત્સરાજે તારી પુત્રીના કુમારભાવને હર્યું છે તેથી ઉદયનને છોડીને બીજાને તારી પુત્રી પરણાવવી ઉચિત નથી. ૫૧. તું વત્સરાજને પુત્રીનો પતિ માન. તારી પાસે આનું આટલું લેણું હતું. જો આવું ન હોત તો તને તેની પાસે પોતાની પુત્રીને ભણાવવાની બુદ્ધિ કેવી રીતે થાત ? અને તે પણ અહીં કેવી રીતે આવત ? પર.
આ પ્રમાણેના સુમંત્રીના વચનોથી રાજાનો કોપ શાંત થયો. અને રાજાના હૈયામાં હર્ષ ઉત્પન્ન થયો. રાજાએ જમાઈના ભાવ (સંબંધ)ને માન્ય કરે તેવા વિવિધ પ્રકારના હાથી-ઘોડા–રથ-શ્રેષ્ઠ માણેક—સુવર્ણનો રાશિ–વસ્ત્રો તથા અનેક ભેટણાઓ ક્ષણથી મોકલાવ્યા. અથવા હાથમાં રાજમુદ્રાને ધારણ કરનારને કઈ મન ઈચ્છિત વસ્તુઓ નથી મળતી ? ૫૪.
એવામાં એકવાર રાજ્યસંપત્તિ-ધાન્યસંપત્તિ-વ્યાપાર સંપત્તિ તથા નિર્ભયતા આદિ અનેક ગુણોને ધરાવતી ઉજ્જૈની નગરીમાં લોકોના આક્રંદની સાથે ભયંકર આગ લાગી. ૫૫. હે લોકો ! અનાદિ કાળથી તમે સપ્તાર્ચિસ્ એ નામથી મને બોલાવો છો એ હેતુથી લોકોને ભય પમાડવા, ઘણી જ્વાળાને ધરતા અગ્નિએ ભયભીત કરાયેલ મનુષ્યના મનની જેમ જ્વાળાઓ છોડી. ૫૬. ખીલાના સમૂહના બાનાથી રસના–જીભ (=જ્વાળા)ને પ્રસારીને ધગ્ ધગ્ ધક્ એ પ્રમાણે ઉગ્રગર્વથી વારંવાર શબ્દો છોડ્યા. શું આ અગ્નિ ધૂમાડાના ગોટાના કારણે કાંતિ વિનાના થયેલ સૂર્યનો વિપ્લવ કરશે ? એવી શંકા થઈ. ૫૭. સાંધા તૂટવાથી વિકટ વાંસના ઘણાં પ્રકારના શત્ શત્ કરનારા શબ્દોથી અગ્નિએ જેમ શંખના ફૂંકવાના અવાજથી વૈરીવર્ગ ત્રાસ પામે તેમ લોકના ચિત્તમાં ઘણાં ભયને ઉત્પન્ન કર્યો. ૫૮. જેમ કટુમુખવાળો કુનેતા ગાળો ભાંડીને લોકોને પીડા ઉપજાવે તેમ દિશારૂપી ગંગનાંગણને ધૂમાડાના ગોટાથી ભરી દેતા અગ્નિએ લોકોની આંખમાંથી પાણી પડાવતા આખા જગતને આંધળું કર્યું. ૫૯.
ધૂમાડાથી અવલિપ્ત ચંદ્રના બિંબથી મનોહ૨, રાત્રે ઉડતા અગ્નિના કણિયાઓથી વ્યાપ્ત, લાલવસ્ત્ર અને સૂતરના ફુલોથી ભરેલું જાણે નીલવસ્ત્ર ન હોય તેમ ત્યારે આકાશ શોભી ઉઠયું. ૬૦. મારા વૈરી પાણીએ જેની અતિશય વૃદ્ધિ પમાડી છે એવી ઘણી ડાળીવાળા ગાઢ પાંદડાવાળા, ઊંડા મૂળવાળા, બીજાને આશ્રય આપનાર વૃક્ષોને અગ્નિએ ક્રોધથી બાળ્યા. ૬ ૧. જીવિતવ્યને સંદેહ કોટિમાં ચડાવીને ઘણાં બળતા ઘરમાં પ્રવેશીને, લોકો ઘણી કિંમતી વસ્તુને લાવીને બહાર રાખી અથવા શું સળગતો પણ દંડ ખેંચી લેવાતો નથી ? ૬૨. ત્યાં ચોરની ટોળી આવી, ચારેબાજુ ફરી વળી, સળગતા ઘરમાંથી બધી વસ્તુઓ ઉપાડીને પોતાના ઘરમાં લઈ ગયા. અથવા કરંબકનો ઘડો કાગડા માટે ભાંગ્યો. ૬૩. ભાગ્યહીન લોકોનું ધન જે ઘરની અંદર રહી ગયું હતું તેને અગ્નિને બાળી નાખ્યું. અને બીજું જે બહાર કાઢીને રાખ્યું હતું તેને લૂંટારાની ટોળી જલદીથી લૂંટી ગઈ. શું હજામત કરાવવાના ભયથી માથું કપાવાય ? ૬૪. પોતાના નગરમાં ગાઢ અગ્નિને ઉઠેલા જોઈને શું કરવું એની ગડમથલમાં પડેલા રાજાએ અભયકુમારને બોલાવીને પુછ્યું. નદીમા પૂર આવે ત્યારે ટેકરી યાદ આવે છે. ૬૫. હંહો ! પોતાના ગોત્રરૂપી ગગન સ્થળમાં રહેલ સૂર્યના બિંબ સમાન ! હે બુદ્ધિથી બ્રહ્માની બુદ્ધિનો પરાભવ કરનાર અભય ! ભવ્ય જીવના ઘણાં પણ કર્મજાળની
Page #202
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૮
૧૯૭
જેમ આજે વૈરી અગ્નિ કેવી રીતે બુઝાશે ? ૬૬. ઔપપાતિક બુદ્ઘિના ધણી અભયે કહ્યું : હે રાજન્ ! અગ્નિની સામે અગ્નિ મૂકો જેથી ઉત્પન્ન થયેલો અગ્નિ શાંત થશે. અથવા તો પગમાં લાગેલો કાંટો બીજા કાંટાથી નથી કઢાતો ? ૬૭. શેરીની ધૂળ, પાણી, છાણ, ગોરસ, (છાશ વગેરે)ને છાંટવાથી અને ગાઢતર કુટવા છતાં પણ જે અગ્નિ શાંત ન થયો તે અગ્નિની સામે બીજો અગ્નિ સળગવાથી શાંત થયો. અથવા જીવ પોતાના વંશમાં ઉત્પન્ન થયેલ જીવથી શાંત થાય છે. ૬૮. જ્યાં શ્રેણિકરાજાના પુત્રના પગલા થાય ત્યાં પૃથ્વીતલ ઉપર તે નગર અને તે દેશ જય પામે છે. વિવિધ પ્રકારના મણિ—સુવર્ણ—આભૂષણ-ઉત્તમ વેશથી સહિત સારા વાળવાળો મનુષ્ય શોભે છે. ૬૯. એ પ્રમાણે પ્રમોદના ભરથી પૂર્ણપણે ભરાયેલ પ્રદ્યોત રાજાએ અભયને, મોક્ષ (છૂટવા) સિવાયનું ત્રીજું વરદાન આપ્યું. નાની બીબી પણ હંમેશા બીબી કહેવાય છે. ૭૦. આ દાન (વરદાન)માં કુશલતાને નહીં જોતો બુદ્ધિના ભંડાર શ્રેણિક રાજાના પુત્રે તેને પણ થાપણ તરીકે રાખ્યો. અથવા લવણ વિનાની સુંદર પણ રસોઈ કોને ખુશ કરે ? ૭૧.
બીજી બધી નગરીઓને ઉત્તમ ગુણોથી જીતી લેતી, સતત હર્ષ પામેલા લોકથી ભરેલી ઉજ્જૈનીમાં એકવાર ચારે બાજુથી અશિવ ઉત્પન્ન થયો. ખાંડના ઢગલામાં શું કાચનો ટૂકડો ન આવે ? ૭ર. ચંડપ્રદ્યોત રાજાએ અભયને જલદીથી શાંત કરે તેવા ઉપાયને પુછ્યો. કેમકે હેમંત રાત્રિમાં હિમપાતથી ઘણાં પીડિત જીવોને સૂર્યોદય યાદ આવે છે. ૭૩. કષ્ટ દળનાર અભયે કહ્યું : હે રાજન્ ! જેમ ગંગા વગેરે મુખ્ય નદીઓ સમુદ્રને મળે તેમ આભરણ અને વેષથી વિભૂષિત થઈને તારી સર્વ અંતઃપુરની રાણીઓ સભામાં આવે. ૭૪. હે રાજન્ ! તે દેવીઓમાં તને જોતી દૃષ્ટિથી જીતીલે તે મને જણાવવી. પછી હું તમને તેનો ઉપાય જણાવીશ અને ખરેખર તે અશિવના નાશનો ઉપાય બનશે. ૭૫. તેણે તે પ્રમાણે કર્યુ ત્યારે રાજાને જોઈને બીજી દેવીઓએ માથું નમાવી દીધું. શિવાદેવીએ દષ્ટિથી પતિને જીત્યા. કેટલીક સ્ત્રીઓ પણ પુરુષભાવને ધારણ કરે છે. ૭૬. રાજાએ આ હકીકત અભયને જણાવી. લોકોત્તર અદ્ભૂત મતિના સ્વામી અભયે કહ્યું : રાત્રે શિવાદેવી ભૂતિની પૂજા કરે કેમકે ધૈર્યહીન પુરુષો તેની પૂજા કરી શકતા નથી. ૭૭. હે રાજન્ ! અહીં શિવાના સ્વરૂપવાળો ભૂત ઉભો થશે અને જલદીથી ઘણા વધવા લાગશે ત્યારે શિવા દેવીએ સ્વયં જ તેના મુખમાં હાથથી પ્રવર ક્રૂર બલિ નાખવો. ૭૮. પતિની આજ્ઞાથી શિવાદેવીએ તે રીતે જ કર્યુ. અહો ! ક્ષણથી અવંતિમાં અશિવની શાંતિ થઈ. આગળ જતા એ શિવને કરશે એટલે ભાઈઓએ તેનું નામ શિવા પાડયું. ૭૯. તેને અંતઃપુરમાં ઘણી સ્ત્રીઓ હતી પરંતુ શિવાદેવીથી જ કાર્યની સિદ્ધિ થાય છે. અથવા તો અનેક પ્રકારના ઘોડા—લોખંડ– લાકડું–પથ્થર–વસ્ત્ર–પાણી–મનુષ્ય અને નાયિકામાં પરસ્પર ઘણું અંતર હોય છે. ૮૦. અશિવના ઉપશમને જોઈને આના સૌભાગ્યથી રાજા ઘણો હર્ષ પામ્યો. આની મતિએ બીજાની બુદ્ધિનો પરાભવ કર્યો. ભૂમિવલયમાં સર્વનદીઓમાં નિર્મળ જળરાશિ ઉછળતા મોજાવાળી તો ગંગા જ છે. અર્થાત્ ગંગા નદીને કોઈની ઉપમા આપી શકાતી નથી તેમ અભયની બુદ્ધિને કોઈની ઉપમા આપી શકાય તેમ નથી. ૮૧. મેરુ પર્વત એક લાખ યોજન પ્રમાણમાપથી નિશ્ચિત છે. કાળ પણ પલ્યોપમ આદિથી મર્યાદિત છે. દ્વીપ અને સમુદ્રો પણ વેદિકા સુધીના છે. લોકો પણ ચૌદરાજ પ્રમાણ નિશ્ચિત છે. ૮૨. આ પ્રમાણે ઘણી પણ વસ્તુઓમાં નિશ્ચયથી ઘણી અને વધારે ઘણી મર્યાદાઓ સમાયેલી છે. પરંતુ આની મતિની કોઈ મર્યાદા નથી. આકાશની જેમ ઘણાં લાંબા અંતરે પણ આની સીમા નથી તે આશ્ચર્ય છે. ૮૩. એમ અતિ હર્ષિત થયેલ રાજાએ રાજગૃહના શ્રેણિક રાજાના પુત્રને પૂર્વની જેમ ચોથું વરદાન આપ્યું. ઘણો પણ વરસાદ વરસે તો પણ કેશુડાના ઝાડને ત્રણ પાંદડા જ હોય છે. ૮૪.
Page #203
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૧૯૮ પોતાના બંધનમાંથી છૂટવાના ઉપાયને સારી રીતે વિચારીને બુદ્ધિના ક્રીડાભવન અભય બધા વરદાનની માગણી કરી ખરેખર ધનુર્ધર સારી રીતે નિરીક્ષણ કરીને બાણ છોડે છે. ૮૫. તમે મહાવત બનીને અનલગિરિ હાથી પર આરૂઢ થયા હો ત્યારે હું શિવાદેવીના ખોળામાં બેઠેલો અગ્નિભીરુ, રથના લાકડાથી બનેલી ચિત્તામાં પ્રવેશ કરું એમ વરદાન માગું છું. પોતે સમર્થ હોય તે બીજાનો પરાભવ કરવા સમર્થ થાય છે. ૮૬. તેણે માગેલા વરદાનને આપવા અસમર્થ રાજાએ પોતાના બે હાથ જોડીને અભયકુમારને રજા આપી. હે મંત્રીરાજ! તું વિજય પામ. અમારે હજુ રાજય કરવાની ઘણી ઈચ્છા છે. ૮૭. હાથથી મૂછને મરડીને અભયે રાજાની સમક્ષ મોટી પ્રતિજ્ઞા કરી. હે રાજન્ ! બકવૃત્તિના ભાઈ ધર્મના છળથી તમે મને અહીં લાવ્યા. ૮૮. વાઈડા (પાગલ)ની જેમ ઘણી બૂમો પાડતા સર્વલોકની દેખતા જ હું તમને ધોળે દિવસે ઉપાડી જઈશ. જો હું પોતાનું બોલેલું ન કરી બતાવું તો મારા પિતાનો પુત્ર નહીં. ૮૯. પ્રદ્યોત રાજા વડે સત્કાર કરાયેલ અભય વિદ્યાધરપુત્રીની સાથે થોડા દિવસમાં રાજગૃહ નગરીમાં પહોંચ્યો અને મગધ રાજાના વૈરીના એક ધામ ચંડ-પ્રદ્યોત પાસે ખેદ પહોંચ્યો. ૯૦. પ્રદ્યુમ્નકુમારની જેમ અભયે ઘણા વિયોગ અગ્નિદાહના જવલંત તાપથી તપેલા શરીરવાળા માતાપિતાને પોતાના સંગમરૂપી અમૃતની વૃષ્ટિથી ઘણા હર્ષથી આનંદિત કર્યા. ૯૧. રાત્રિ-દિવસ પિતાના ચરણ કમલમાં ભ્રમર જેવું આચરણ કરનાર અભયનો કેટલોક કાળ પૂર્વની જેમ હર્ષપૂર્વક પોતાની નગરીમાં વ્યતીત થયો. વિબોધોને (સજ્જનોને) વડીલનું સન્નિધાન દુઃત્યાજ્ય છે. ૯૨.
પોતાનું હરણ કરનાર વેશ્યાની સાથે જેણે નક્કીથી સ્પર્ધા માંડી છે એવા અભયે એકવાર માલવદેશના રાજાને બાંધવા માટે કામદેવની રાજધાની સમાન બે વેશ્યાઓને ગ્રહણ કરી. ૯૩. શબ્દયજ્ઞની જેમ રાજપુત્ર અભયે ગુટિકાના પ્રયોગથી જલદીથી પોતાના સ્વર અને વર્ણમાં ભેદ કર્યો. પછી વણિકનો વેશ લઈને ઉજ્જૈની નગરીમાં આવ્યો. રાજમાર્ગ ઉપર મોટું ઘર ભાડે લીધું. ૯૪. શૃંગાર પર્વતના શિખર ઉપરથી ઘણાં પ્રકારના તરંગોને ઝીલવા ગંગાનદી સમાન, ગંગાદેવીના કુંભ જેવા વિશાળ અને ઊંચા સ્તનવાળી, શ્રેષ્ઠરૂપવાળી, હરણીની આંખો જેવી સુંદર આંખવાળી, બે સ્ત્રીઓને માર્ગમાં જતા રાજાએ એકી નજરે જોઈ. ૯૫. આ બંનેએ પણ બળવાન કટાક્ષના લક્ષ્યવાળી આંખને ક્ષણથી રાજા ઉપર નાખી. ધર્મના છળથી કોઈને પણ ઠગવો શક્ય છે પણ કામના છળથી તો કોકને ઠગવો શક્ય છે. ૯૬. આ બંને મનમાં ધારણ કરતો કામદેવથી ભેદાયેલ રાજાએ ઘરે આવીને લોલતાથી તે બેની પાસે દૂતીને મોકલી. રાજા પણ કામથી પીડાયેલો થાય તો રંકની જેમ દુઃખી થાય છે. ૯૭. ત્યાં પહોંચીને દૂતી એકાંતમાં તે બે વેશ્યાને ભક્તિથી કહે છે : હે પૂર્ણ ચંદ્રમુખી ! હે મૃગાક્ષી! જે ક્ષણે રાજાનો તમારી બેની સાથે પરસ્પર દષ્ટિમેળ થયો ત્યારે ઘણો અનુરાગ થયો છે. ૯૮. ત્યારથી રાજા કામરૂપી ઉનાળાના દિવસના મધ્યાહ્નના ઉષ્ણ કિરણોથી તપ્ત થયો છે. આને પોતાના અંગના સંગ સ્વરૂપ ચંદ્રકિરણની શીતળતાથી ઠંડો કરો. ૯૯. એમ ચાટુવચન બોલતી ઘણો કૃત્રિમ કોપ કરીને તે બંનેએ તેને ગળાથી પકડી. હે દુષ્ટ ચરિત્રાધમ! હે નષ્ટપૃષ્ટા દૂતી! આવું અયોગ્ય અમારી આગળ કેમ બોલે છે? ૪૦૦. હે દૂતીકાર્યમાં નિરત ! હે સુધર્મથી વિરત ! અમારી દષ્ટિપથમાંથી દૂર ચાલી જા. એમ તે બે એ તેની ગાઢતર ભર્સના કરી. નિઃસ્પૃહીઓના ચિત્તમાં રાજા તૃણ જેવો હલકો છે. દૂતીએ રાજા પાસે જઈને યથાવૃત્તાંત જણાવ્યો. ૪૦૧. રાજા વેશ્યા ઉપર ઘણો રાગી થયો. અમારે વેંચવું નથી, તેંચવું નથી એમ વેંચનારા બોલતા હોય ત્યારે નક્કીથી કરિયાણાના ભાવ ઉપર ચડે છે. ૨. રાજાએ દૂતિને કહ્યું : તે જે કાર્ય કર્યું છે તે ફરીથી કરીશ તો સિદ્ધ થશે તેમ કરીને તું મને
Page #204
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૮
૧૯૯ સંકટમાંથી બહાર કાઢ. અથવા અંધકારથી બહાર કાઢવા સૂર્યની પ્રભા જ સમર્થ છે. ૩. બીજે દિવસે પણ દૂતીએ જઈને કહ્યુંઃ ભવનમાં તમે બે સૌભાગ્યની ધામ છો. અને આ કારણથી સમૃદ્ધિથી ઈન્દ્ર સમાન પણ પ્રદ્યોત રાજા તમારા નકારભર્યા વચનથી આજે ખેદ પામે છે. ૪. તેથી હર્ષપૂર્વક મારા વચનને માન્ય કરો. અને તમારા ઉપર આદરવાળા મારા સ્વામીને જલદીથી ભજો. વણિક સ્ત્રી પણ સ્થાનમાં રાજાનો આશ્રય કરે છે. ઊંચા પદે આરૂઢ થવું તે શું દૂષણ છે? ૫. જો કે તમે મૂઢતાથી સુભગ શિરોમણિ રાજાનું અપમાન કરો છો તો પણ તમારા બેના ચરણો રાજાનું શરણ છે. અગ્નિથી દાઝેલાને અગ્નિ શરણ છે. ૬. હે દૂતી ! ગઈકાલે પણ તને ઘણી વારી હતી તો તે બઠર શિરોમણિ ! આજે ફરી કેમ આવી? શું તારા પિતાની અમે કંઈ થાપણ દબાવી છે? અજ્ઞાની લોક પૂંછડા અને શિંગડા વિનાનો પશુ છે. ૭. એમ વચનોથી તર્જના કરીને ફરી કંઈક કોમળ બનીને તે બેએ તેને મનાવી લીધી. અથવા તો આલોકના કાર્યની સિદ્ધિને ઈચ્છતા લોકે આલોકના માર્ગને અનુસરવું જોઈએ. ૮. દૂતીએ આવીને રાજાને જણાવ્યું કે તે બે જરાક ઢીલી પડી છે પણ સંભોગને ઈચ્છતી નથી. તેથી તે બે ઉપરનો અભિલાષ છોડો કારણ કે લોક ઈચ્છતો ન હોય ત્યારે ઈચ્છા કેવી! ૯. મન કાયાથી કંઈક સ્વસ્થ થઈને રાજાએ તેને કહ્યું હે વિદૂષી ! હે પોતાના સ્વામીનું કાર્ય કરવામાં બંધાયેલી બદ્ધિમતી ! હે મહિલામાં ચતુર ! તું તે બેને મનાવ. ૧૦. હે ભદ્રા ! તારી પાસે સકલ નિરૂપણ કલા છે અને ન પીગળે તેને પીગળાવી દે તેવી વાણી છે. તેથી મને શ્રદ્ધા છે કે તે બેને પોતાને વશ કરી લઈશ. શું ચંદ્રની કાંતિથી ચંદ્રમણિઓ ખેદ પામતી નથી? ૧૧. આ પ્રમાણે રાજાએ તેને આકાશમાં ઘણી ચગાવી અર્થાત્ ફુલાવી. ત્રીજા દિવસે જઈને લટકાથી બોલી : મહાલવણ સમુદ્રની અંદર ડૂબેલા રાજાએ મોટી આશા કરીને ફરી તમારી પાસે મોકલાવી છે. ૧૨. રાજા તમારા બેનું એવું ધ્યાન કરે છે કે આખા જગતને તમારામય જુએ છે. પોતાના મિત્ર કે અમારી આગળ તેણે જે વર્ણન કર્યુ છે તે સંદેશા હું કહું છું. ૧૩. જો તમે જીવાડશો તો જ હું જીવીશ. મારું માથું તમારા ખોળામાં છે. તેથી સ્વયોગ્ય કાર્ય કરો એમ રાજાએ પગમાં પડી કહેવડાવ્યું છે. ૧૪. તુરત જ કંઈક ગાઢ સ્નેહનું નાટક ભજવતી તે બેએ કહ્યું : હે વિદુષી ! આ કોને ન ગમે? આ અમારો ભાઈ પાંજરામાં પડેલી મેનાની જેમ પવિત્ર શીલવાળી અમારી બેનું રક્ષણ કરે છે. ૧૫. હે સખી! દિવસે કે રાત્રે આ અમને બેને ઘરની બહાર પગ મૂકવા દેતો નથી. તે શ્રીમતી ! અમને આ ભવમાં રાણીપણું પથ્ય છે અને પરલોકમાં મુનિપણું પથ્ય છે. અમને તે બંને ન મળ્યા. ૧૬. આજથી સાતમે દિવસે અમુક તિથિએ અમુક ક્ષણે અમારો ભાઈ બહાર જશે. તેથી રાજા એકલો જ છૂપાવેશે આવે. કારણ કે રાજા કે રંક બંનેનું ચૌર્ય-આચરણ સરખું જ છે. અર્થાત્ ચોરી કરવાની રીત બધા માટે એક સરખી છે. ૧૭. તેણીએ જઈને હર્ષથી રાજાને વાત કરી. એકસો આઠગણો જેનો આનંદ વધ્યો છે એવી તે બે એ અભયકુમારની પાસે જઈને સમસ્ત વૃત્તાંત જણાવ્યો. હંમેશા લોક પોત-પોતાના સ્વામીના વિજયને ઈચ્છે છે. ૧૮.
ભુવનમાં આશ્ચર્યકારી બુદ્ધિના સ્વામી અભયે પ્રદ્યોત સમાન મનુષ્યને મત્ત કરીને તેનું નામ પ્રદ્યોત પાડ્યું. હું માનું છું કે શત્રુબંધના નાટકનો પ્રથમ પ્રવેશ પૂરો થયો. ૧૯. બીજા બુદ્ધિમાન શિષ્યોને છોડીને બહાર શિષ્યોની પાછળ લાગેલો અધ્યાપક ભ્રષ્ટ થાય તેમ ગાંડાભાઈની પાછળ લાગેલા અમે પોતાના સર્વ સારા કાર્યોથી ભ્રષ્ટ થયા છીએ. ૨૦. ગ્રહને વશ થયેલા સંસારી જીવની જેમ આ મારો ભાઈ અહીં તહીં ભમશે, ખરેખર મારે આનું કેવી રીતે રક્ષણ કરવું અર્થાત્ આને કેમ સાચવવો? પ્રયોજન માટે કયો કયો પોકાર નથી કરાતો? ૨૧. હું આને ઉત્તમ વૈદ્યની પાસે લઈ જઈશ. ઘણી રાડો પાડવા છતાં માચીમાં
Page #205
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૦૦ બાંધીને અભય આને જેમ બાળજીવો નહીં ભણતા બાળકને સારી રીતે બાંધીને નિશાળે લઈ જાય તેમ બજારની મધ્યમાંથી લઈ ગયો. રર. તે લોકો મારા એક વચનને સાંભળો. હું પ્રદ્યોત રાજા છે. આ પ્રમાણે બાંધીને લઈ જવાતા મને આની પાસેથી છોડાવો. અને કોકવાર આ પ્રમાણે ઊંટની જેમ જોરથી રડ્યો. ૨૩. નગરના લોકો આવીને આને જોઈને પરસ્પર હસતા મશ્કરી કરતાં કહ્યું : જે આ ઉત્તમ રાજાને છોડાવશે તેને રાજા તુરત જ અતુલ રાજ્યને આપશે. ૨૪. મતિરૂપી કમલિનીના વિકાસમાં ચંદ્રોદય સમાન અભયે હંમેશા તેમ કરતા બાળકથી માંડી પંડિત સુધીના સકલ પણ લોકને અત્યંત વિશ્વાસ પમાડ્યો. ૨૫.
આંગડીને વેઢે દિવસોને ગણતો રાજા પણ કષ્ટથી અને તાપથી સાતમા દિવસને પામ્યો. જ્યાં સુધી મનને અભિમત વસ્તુની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ક્ષણ પણ અષાઢમાસના દિવસ જેવી લાંબી લાગે છે. ૨૬. ઉત્કંઠાને પામેલ રાજા નક્કી કરેલા સમયે ક્ષણથી તે બેની પાસે આવ્યો. અથવા અહીંથી દાતરડાનું હરણ કરીને દૂર ચાલી ગયેલો કૂતરો ત્યાં જઈને ખાનાર પરલોકના પરમ તત્ત્વને જાણશે. ૨૭. આની ઈન્દ્રિયો કુમાર્ગમાં પ્રસરે છે. ચાકરના અપરાધથી સ્વામીને દંડ થાય છે. અમે ન્યાયી મંત્રિના પુરુષો છીએ. એમ કહીને જાણે અભયના પુરુષોએ તે વખતે રાજાને બાંધ્યો. ૨૮. અભયકુમારે માંચીની સાથે બાંધેલા રાજાને ધોળા દિવસે નગરની મધ્યમાં થઈને લઈ જવા લાગ્યો. ત્યારે રાજાએ ઘણી રાડો પાડી કે શત્રુ વડે હું પ્રદ્યોત રાજા હરણ કરાઉ છું. ર૯. ત્યારે લોક કહે છે કે અરે ! કોઈ એવો સમર્થ છે કે જે આ અવસરે આના મોઢામાં ધૂળ નાખે? અર્થાત્ આને બોલતો બંધ કરે? કૂતરાની જેમ ભસતા આણે અમારા બે કાનને ખાધા છે. જેણે અમારા અધિપતિની સાથે વિપ્લવને માંડ્યા છે. ૩૦. અભયે પણ કહ્યું હે લોકો! હું આનાથી ઘણાં દિવસોથી કંટાળ્યો છું. આજે આને ઘણું ઔષધ આપીશ જેથી કરીને મારો આ ભાઈ ભસવાનું બંધ કરે. ૩૧. અને આ પ્રમાણે માસીનો પતિ એવો પ્રદ્યોત રાજા અભયકુમારથી સજ્જડ બંધનને પામ્યો. અથવા તો કહ્યું છે કે કેટલાક દિવસો સાસુના અને કેટલાક દિવસો વહુના. ૩ર.
પર્વે અભયે ઘણાં સ્થાનોમાં અત્યંત વેગવાળા ઘોડાના રથો તૈયાર કરીને રાખ્યા હતા. તેના મારફત પ્રદ્યોત રાજાને પોતાના નગરમાં પહોંચાડ્યો. લાભના બીજા દિવસે નુકશાન પણ થાય. ૩૩. પ્રતિજ્ઞાધૂરા ધારણ કરવામાં સમર્થ, ધર્યના અગ્રેસર અભયે પોતાના પિતાની આગળ જેનું મોઢું જોવું ન ગમે તેવાની સામે ઊભો રાખે તેમ ચંડપ્રદ્યોતને ઉભો રાખ્યો. ૩૪. પોતાના પુત્ર અભયને કેદમાં રાખ્યો હતો એવું
સ્મરણ થતા જેને હૈયામાં કોપ ઉત્પન્ન થયો છે એવો શ્રેણિક રાજા અસાધારણ તલવાર ખેંચીને ચંડપ્રદ્યોત રાજાની સામે મારવા દોડ્યો. રાજાઓને નીતિની વિચારણા હોતી નથી. ૩૫. સંપૂર્ણ નીતિનાં રહસ્યને જાણનાર અભયે આદરથી પિતાને આ પ્રમાણે જણાવ્યું– ગાઢ શત્રુ હોવા છતાં હે પ્રભુ! આ ઘરે આવેલો છે તેથી ભાઈની જેમ આદરથી આતિથ્ય કરવા યોગ્ય છે. ૩૬. સંપદાના સમ્રાટ શ્રેણિક રાજાએ સન્માનપૂર્વક અપૂર્વ વસ્તુઓ આને આપીને વિસર્જન કર્યો. સત્વહીન એવો તે પોતાના નગરમાં ગયો. ઈન્દ્ર પણ આપત્તિમાં તેજ વિનાનો થાય છે. ૩૭. ચંદ્રની જ્યોત્સા, હરહસ નામનું ઘાસ, બરફ, ગંગાનું નીર, મચકુંદ, ક્ષીર, સ્ફટિક અને શરદઋતુના વાદળની કાંતિ સમાન ગુણોથી નવા નવા ઘણાં આશ્ચર્યોને ઉત્પન્ન કરનાર બુદ્ધિના ભંડાર અભયકુમારે પિતાને ઘણો હર્ષ પમાડ્યો.
એ પ્રમાણે શ્રી જિનપતિ સૂરિના પટ્ટલક્ષ્મીભૂષણ શ્રી જિનેશ્વરસૂરિના શિષ્ય શ્રી ચંદ્રતિલક ઉપાધ્યાય વિરચિત શ્રી અભયકુમાર મહષિના ચરિત્રના અભયાંકમાં રાજગૃહનો રોધ, ચંડ પ્રદ્યોતનો ભેદ અભયકુમારનું હરણ ચાર વરદાનની પ્રાપ્તિ, બંધમાંથી મુક્તિ, પ્રતિજ્ઞાનું પૂરું કરવું વગેરેનું વર્ણન કરતો આઠમો સર્ગ પૂરો થયો.
Page #206
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૯
૨૦૧ નવમો સર્ગ લોકો જેમાં સતત સુખપૂર્વક વસી શકતા હતા, ધર્મ-અર્થ-કામથી સુંદર રાજ્યનું પાલન કરતા અને રાજ્યની ચિંતાનો ભાર જેણે અભયકુમાર ઉપર મૂક્યો છે એવા ભંભાસાર (શ્રેણિક) રાજાના કેટલાક દિવસો સુખપૂર્વક સારી રીતે પસાર થયા. ૩. જેમ પ્રવર્તક મુનિ ઉપર આદરપૂર્વક ગચ્છનો ભાર મૂકનાર અનુયોગના વ્યાખ્યાતા સૂરિનો કાળ કેવળ શ્રતમાં પસાર થાય તેમ મત્ત હાથીઓથી ખીચોખીચ, શ્રેષ્ઠ સંસ્થાનવાળા ઘોડાઓથી યુક્ત, જુદી જુદી સભાઓથી સહિત, ચિત્રશાળાઓથી ઉપશોભિત, ઉત્તમ સંગીતથી વ્યાપ્ત એવા તે રાજગૃહ નગરમાં ધનદત્ત નામનો સાર્થ શિરોમણિ થયો. ૫. હર્ષથી વાચકોને દાન આપતા તેણે ફોઈએ પાડેલા પોતાના નામને સાર્થક કર્યું. ૬. જેમ શુદ્ધ સુવર્ણની વીંટીમાં જડેલ જાત્ય રત્નનું તેજ પ્રકાશિત થાય તેમ લક્ષ્મીના નિધાન તેનું શીલ પ્રકાશિત થયું. ૭. જેમ પાકેલી શેરડીમાં મીઠાશ ઉત્પન્ન થાય તેમ સર્વ ગુણોથી પૂર્ણ તેના મધુર વચનોમાં અતિશય મધુરતા થઈ. ૮. જેમ ચક્રવર્તી લડાઈમાં ચક્રને આગળ કરે તેમ તેણે અમૃતની પુત્રી સમાન ગુણોમાં સૌ પ્રથમ ઔચિત્યને આગળ કર્યુ. અર્થાત્ તે ક્યારેય ઔચિત્યને ચૂકતો ન હતો. ૯. આણે સર્વ પણ ગુણોમાં વિકારને છોડ્યો હતો પણ એના નય નામના ગુણમાં વિકાર પાછળ પડ્યો હતો.[ગુણોને જણાવનાર વાચક શબ્દોમાં આગળ ક્યાંય વિ અક્ષર આવતો ન હતો પણ તેના નિય' ના ગુણમાં વિકાર (અક્ષર) પાછળ લાગ્યો હતો અર્થાત્ વિ+નય – વિનય એનો ગુણ હતો.] ૧૦.
આને વસમુતી નામે પત્ની હતી. જે વિજ્ઞાનકર્મમાં નિપુણ અને બીજાના મર્મ બોલવામાં જડ હતી. ૧૧. લગ્ન સમયે તેણીએ પોતાના પતિના દોષો લોકો પાસેથી સાંભળ્યા હતા છતાં પણ તે પતિને પ્રાણથી પણ પ્રિય થઈ. ૧૨. ગુરુની વાણીમાં બંધાયેલી શ્રદ્ધાવાળી, મર્યાદાથી સહિત, સર્વને સહન કરનારી અને સ્થિર આ ચાર ગુણોથી તે વસુમતી' સાર્થક નામવાળી થઈ. ૧૩. વાચકોને અમાપ (માપ વગરનું) દાન આપવા છતાં તેણીએ જરા પણ માનને ન કર્યું તો તેમાં શું આશ્ચર્ય છે? ૧૪. હંમેશા પ્રેમપૂર્વક દાંપત્યનું પાલન કરતા તે બે નો દિનલક્ષ્મી અને સૂર્યની જેમ કેટલોક કાળ પસાર થયો. ૧૫. તે બંને વૈભવવાળા હોવા છતાં પુત્ર ન થયો. ઘણું કરીને ગરીબને વધારે સંતાન થાય છે. ૧૬. તે કારણથી તે બે ત્યારે સતત દુઃખી થાય છે. અથવા તો જગતમાં કોના મનોરથો પૂરા થયા છે? ૧૭. જેમ સ્ત્રી યુવતિ હોવા છતાં પતિ વિનાની નિષ્ફળ છે તેમ પુત્ર વિના આપણા બેની સંપત્તિ નિષ્ફળ છે. ૧૮. સવારે ઉઠીને જેઓ સૂર્યના કિરણની જેમ પુત્રનું મુખ જુએ છે તે દરિદ્રોને ધન્ય છે. ૧૯. જ્યાં પુત્રો દેખાતા નથી તે શું ઘર કહેવાય? ધૂળક્રીડા કરતા બાળકો વિનાની શેરીઓ ધૂળના ઢગલા જેવી છે. ૨૦. પુત્રની પ્રાપ્તિ નહીં થવાથી સાર્થવાહી વિશેષથી દુઃખી થઈ. તેને એક પહોર મહિના જેવો થયો. તેણીએ મનમાં ચિંતવ્યું. ર૧. જેમ ગ્રહ-નક્ષત્ર-તારાઓને જન્મ આપનારી રાત્રિઓ પ્રશંસનીય બને છે તેમ પુત્રોને જન્મ આપનારી સ્ત્રીઓ પ્રશંસનીય છે. ૨૨. જે સ્ત્રીઓ કાલુઘેલું બોલનાર પુત્રના મસ્તકનો સ્પર્શ કરે છે તે જ ભાગ્ય સંભારની ભાગીનીઓ છે. ૨૩. જે સ્ત્રીઓ હર્ષથી બે પગને ચલાવતા, સુંદર વાળને ઉછાળતા, દૂધ પીવામાં લુબ્ધ મુગ્ધપુત્રોને સ્તનપાન કરાવે છે તે ધન્ય છે. ૨૪. સ્ત્રીઓ પોતાના પુત્રોને કંઈક ગરમ પાણીથી સ્નાન
૧. વસુમતી એટલે પૃથ્વી : આ ચાર વિશેષણો પૃથ્વીમાં ઘટી જાય છે. ગુરુગિરિ એટલે મોટા પર્વતોનો આધાર, સમુદ્રથી વીંટળાયેલી, સર્વના ભારને સહન કરનારી અને સ્થિર.
Page #207
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૦૨
કરાવીને ચક્ષુર્દોષના વિનાશક ગોળના તિલકને કરે છે તે ધન્ય છે. ૨૫. આસનમાં, શયનમાં સ્થાનમાં, ગમનમાં, ભોજનમાં હંમેશા હર્ષથી પુત્રોને ખોળામાં લઈને બેસે છે તે સ્ત્રીઓ ધન્ય છે. ૨૬. આનંદના ભરથી ભરેલી સ્ત્રીઓ કાલુ બોલનારની જેમ બનીને પુત્રોને બોલાવે છે તે ધન્ય છે. ૨૭. તે આ પ્રમાણે હે મંડલેશ્વર ! હે સામંત ! હે દેવરાણક ! હે રાજન્ ! હે સુભગ શિરોમણિ ! હે તાત ! પૃથ્વીતલ ઉપર જય પામ આનંદ પામ. ૨૮. હું તારું બિલ કરીશ, હું તારું ઉતારણ કરીશ, ક્રોડ દીવાળી જીવ હું તારું દુ:ખ લઈને જઈશ. ૨૯. જે સ્ત્રીઓ પોતાના પુત્રના નામકરણ અને ભદ્રાકરણ (બાલમોવારા ઉતરાવવા) ના પ્રસંગોને જુએ છે તે લોકમાં ખ્યાતિ પામે છે ૩૦. જે સ્ત્રીઓ પુત્રોના લેખશાળા કરણને બહુ વિસ્તારથી જુએ છે તે જ સ્ત્રીઓ ગણનાપાત્ર થાય છે. ૩૧. જે સ્ત્રીઓ સવારે ઊઠીને લેખશાળામાં જતા પુત્રોને હંમેશા જ સુંદર ભોજન આપે છે, લેખશાળામાંથી આવેલા પુત્રોને બુદ્ધિની વૃદ્ધિ માટે મરિચાદિથી યુક્ત દૂધને પાય છે, ઉદાર ધનવાનોની પુત્રીઓને પરણતા પુત્રોને હંમેશા હર્ષથી જુએ છે તે જ પુણ્યશાળી છે. ૩૪. જે સ્ત્રીઓ સાત પ્રકારના પકવાનોથી ગૌરવપૂર્વક ભોજન કરાવાય છે અને સ્ત્રીઓ સાત પ્રકારના ગાલીચામાં બેસાડાય છે તે સર્વ મહિમા પુત્રની જનેતા હોવાને કારણે વર્તે છે. તેથી નક્કી પુત્રવાળીજ સ્ત્રીઓ ધન્યતમ છે. ૩૬. ચંદ્રમંડળને નહિ જોનારી કમલિનીની જેમ જાનુ અને કોણીથી માપનારી હું નિર્ભાગ્યમાં શિરોમણિ છું. ૩૭. અથવા વધારે કહેવાથી શું ? ખરેખર તેમાં કોઈ શંકા નથી કે જન્મથી દરિદ્ર સ્ત્રીને પુત્રી હોય તો તે પણ મારા કરતા ધન્ય છે. સુલબ્ધ સુજન્મિકા છે. સર્વ અલંકારના અભાવમાં કાચનું અલંકાર પણ સારું છે.
૩૯.
મૂળમાંથી ફળો થાય છે એમ જાણીને વસુમતીએ પુત્રની આશાથી ઘસી ઘસીને ઘણીવાર મૂળિયાઓ પીધા. ૪૦. પુત્રની અભિકાંક્ષિણી આણે પુત્રની પ્રાપ્તિમાં અંતરાય કરનાર કર્મોને અત્યંત ભય પમાડવાના હેતુથી કેડ, બે ભુજા તથા ડોક ઉપર વિવિધ પ્રકારના રક્ષાના ઉપાયો (પોટલીઓ)ને બાંધ્યા. ૪૨. તેણીએ પ્રસિદ્ધ પ્રભાવશાળી દેવતાઓને ઘણાં પ્રકારના નૈવૈદ્ય-ધૂપ-પુષ્પ-વિલેપનથી પૂજ્યા. ૪૩. દેવતાઓની આગળ બે હાથ જોડીને ઘણાં પ્રકારે માનતાઓને માની. ૪૪. જો તમારી કૃપાથી મને પુત્ર થશે તો હું નક્કીથી પુત્ર અને પતિ સહિત તથા સર્વ સુર અને પિતૃપક્ષના ભાઈઓની સાથે, ગરીબ લોકના ચિત્તને ચમત્કાર કરનારા ઉજમણાને કરીને હર્ષથી સુવર્ણ પુષ્પોથી તમારા બે ચરણની પૂજા કરીશ. અને પુત્રને ખોળામાં લઈને સારી રીતે નૃત્ય કરીશ. અને હર્ષથી અભિનયપૂર્વક નાટક કરાવીશ. અથવા પુત્રના કારણથી સ્ત્રીઓ કઈ કઈ માનતાઓ નથી માનતી ? ૪૮. તેણીએ નૈમિત્તિકને પૂછ્યું કે મને પુત્ર કયારે થશે ? કાર્યનો અર્થી અલ્પજ્ઞને સર્વજ્ઞની જેમ માને છે. ૪૯. ટીપણું હાથમાં લઈ ખડુથી કુંડલી આલેખીને, ગ્રહોને યથાસ્થાને સ્થાપન કરીને સાવધાનપૂર્વક જોઈને આ વચનોથી ફળાદેશને કરવા લાગ્યો. આ લોક આડંબરથી ખાવા માટે શક્ય છે અર્થાત્ આડંબરથી આ લોકને રીઝવી પોતાનું ઈચ્છિત સાધી શકાય છે. ૫૧. મંગળ વગેરે ક્રુર ગ્રહો શુભ સ્થાનમાં રહેલા નથી તેથી તેની પૂજા કરાવો અને મંડલપૂજન કરાવો. પર. જેથી તમારું અભીષ્ટ થશે. આ પૃથ્વીતલ ઉપર દાન એ જ રાજા છે. શું તેં નથી સાંભળ્યું કે ધનના દાનથી પાપનો ક્ષય થાય છે ? પુત્રની અભિકાંક્ષિણી વસુમતીએ તે મુજબ કર્યું. હર્ષિત થયેલા જ્યોતિષીઓએ કહ્યું : તારા મનોરથો જલદીથી પૂર્ણ થશે. બ્રાહ્મણની પૂજા કરવાથી તારા અશુભ ગ્રહો શુભ થશે. ૫૫. તે તે પ્રકારના લોકોએ બતાવેલા મંત્રોનો તેણીએ જાપ કર્યો. એમ પુત્ર માટે વિવિધ ઉપાયો કર્યા પણ એક પણ ઉપાય ફળીભૂત ન થયો. ફળ કર્મને આધીન હોય ત્યારે શું બીજા ઉપાયોથી ફળ સિદ્ધિ થાય ? ૫૭.
Page #208
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૯
૨૦૩ પુત્ર પ્રાપ્તિના અંતરાય કર્મના ક્ષયોપશમથી એકવાર કોઈક ભાગ્યશાળી જીવ તેની કુક્ષિમાં અવતર્યો. ૫૮. જેમ પૃથ્વી નિધિને ધારણ કરે તેમ વસ્તુમતિએ ગૂઢગર્ભના કારણે અલક્ષ્ય અને મુનિના શીલની જેમ દુર્વાહ ગર્ભ ધારણ કર્યો. પ૯. તેણીએ બીજી સ્ત્રીઓની સહાયપૂવર્કના ઘણાં ઉપાયોથી ગર્ભનું પોષણ કર્યું. ધનવાન ગૃહસ્થોને શું અસાધ્ય છે? ૬૦. કાલ પૂર્ણ થયે છતે, દિશાઓ રજથી મુક્ત થયે છતે જેમ વંશલતા મોતીને જન્મ આપે તેમ તેણીએ પુત્રને જન્મ આપ્યો. ૧. અતિ હર્ષ પામેલ ધનદત્તે ચિત્તને ચમત્કાર કરે એવો વિસ્તારપૂર્વકનો વપનક મહોત્સવ કરાવ્યો. ૬ર. મહોત્સવ પ્રવર્યો ત્યારે ઘણાં પ્રમોદને ધરતો લોક ચારે બાજુથી વધામણી આપવા આવ્યો. ૬૩. સર્વત્રતુના ફલ-ફૂલવાળા ઉધાન સમાન સત્કલમાં જન્મ પામવાથી તે નક્કીથી કૃતપુણ્ય છે. ૬૪. બારમે દિવસે માતાપિતાએ તેનું નામ કૃતપુણ્ય જ પાડ્યું. કેમકે જે નામ પ્રસિદ્ધ થયું હોય છે તે સુંદર હોય છે. ૬૫. શુભચેષ્ટાથી લોકોને પરમ આનંદ આપતો બાળક પિતાના મનોરાજ્યની સાથે ક્રમથી વધ્યો. દ૬. આઠ વર્ષનો થયો ત્યારે માતાપિતાએ ઉત્તમ કલાચાર્ય પાસે મોકલ્યો. કેમકે પ્રથમ વયમાં વિદ્યા ભણવાનું વિધાન છે. ૬૭. જેમ અનુકૂળ પવન હોય ત્યારે વહાણ રત્નદ્વીપમાં પહોંચી જાય તેમ તે બુદ્ધિમાને થોડા દિવસોમાં બધી કળાઓ ભણી લીધી. ૬૮.
ગાંભીર્ય અને રત્નોથી જાણે બીજો સાગર ન હોય તેમ તે જ નગરમાં સાગરદત્ત નામનો બીજો શ્રેષ્ઠી હતો. ૬૯ તેને માધુર્યાદિ ગુણોથી યુક્ત જયશ્રી નામની પુત્રી થઈ. કેમકે હંમેશા જ દ્રાક્ષની વેલડીમાંથી દ્રાક્ષ જ થાય છે. ૭૦. જડાધિપતિ (સમુદ્ર)માંથી હલકા લોકો પાસે જનારી સ્પર્ધા કરતી લક્ષ્મીને અસાધારણ ગુણોથી જીતી લીધી તેથી તેણીએ જયસૂચક નામ જયશ્રી પ્રાપ્ત કર્યું. ૭૨. માતાપિતાએ આ કન્યાની સાથે કૃતપુણ્યને પરણાવ્યો. કેમકે બુદ્ધિમાન રત્નના ભાજનમાં હાથ નાખે. ૭૩. એમ વસુમતીના બધા મનોરથો પૂર્ણ થયા. કોઈક વિરલને જ ચિંતિત દાવ પડે છે. ૭૪. પરંતુ કૃતપુણ્ય જિતેન્દ્રિય હોવાથી પોતાની પત્ની ઉપર આસક્ત ન થયો તો વેશ્યા સ્ત્રીઓની શું વાત કરવી? ૭૫. તે તે વિલાસને નહીં કરતા પુત્રને જાણીને માતા ખેદ પામી. સુંદરીનું સૌંદર્ય ખરેખર કરમાઈ ગયું. ૭૬. વસમુતીએ ધનદત્તને કહ્યું છે સ્વામિનું ! કામભોગથી વિમુખ થયેલો તમારો પુત્ર વૃદ્ધની જેમ આચરણ કરે છે. ૭૭. જો પુત્ર ભોગોને ભોગવતો નથી તો આ ધનથી શું? જે શરીરને ન શોભાવે તેવા સુવર્ણથી શું? ૭૮. વિવિધ પ્રકારના વિલાસોને કરતા પુત્રને હું જોવા ઈચ્છું છું. પોતાના સંતાનના વિલાસોને જોવામાં સ્ત્રીઓને મહાન આનંદ થાય છે. ૭૯. તેથી તેવા પ્રકારના મિત્રોની સાથે પુત્રને સંગ કરાવો જેથી તે કામભોગમાં ઘણો આસક્ત થાય. ૮૦. ધનદત્ત પણ કહ્યું ઃ હે પ્રિયા! તું નક્કીથી મુગ્ધ છે જે આમ ગામડિયાની જેમ અસંબદ્ધ પ્રલાપ કરે છે. ૮૧. આ વિષયમાં તારો પુત્ર સ્વયં પ્રવૃત્તિ કરશે કેમકે જીવોએ ભવોભવ વિષયનો અભ્યાસ કરેલ છે. ૮૨. જો આ મુનિની જેમ અત્યંત શાંતાત્મા થશે તો તારા કહેવા મુજબ આપણે ઉપાય કરીશું. ૮૩. હે પુત્રવત્સલ પ્રિયા ! હમણાં તું મૌન રહે. પ્રથમ તેલ જોવાય પછી તેલની ધાર જોવાય. ૮૪. કુગ્રહથી ગ્રસાયેલી વસુમતીએ ફરી કહ્યું હમણાં જ આને સંસારનો રાગી કરો ત્યાં સુધી મને મનની શાંતિ નહીં થાય. ૮૫. અહો! આના શરીરમાં કોઈક કુધાતુ ઉત્પન્ન થયો છે આ પ્રમાણે વારંવાર રોકવા છતાં પોતાનો આગ્રહ છોડતી નથી. ૮૬. મૃતકની મુદિની જેમ (મડાગાંઠની જેમ) બુદ્ધિમાન સ્ત્રીઓની પણ કદાગ્રહની ગાંઠ સુયુક્તિરૂપી નખોની છીપથી છૂટતી નથી. ૮૭. એ પ્રમાણે વિચારતા તેણે પ્રિયાનું વચન માન્યું. અથવા તો સ્ત્રીઓ આંગડીના ટેરવે પુરુષોને નચાવે છે. ૮૮.
Page #209
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૦૪ પિતાએ દુર્લલિત ટોળકીની પાસે પુત્રને મુક્યો. રક્ષણના અર્થીને પોતાના હાથે બાંધીને દુશ્મનના હાથમાં સોંપ્યો. ૮૯. જેમ કર્મો પાપી જીવને કુયોનિમાં લઈ જાય તેમ દુલલિતની ટોળકી કૃતપુણ્યને દુરાચારના સ્થાનોમાં લઈ જવા લાગી. જેમ કે- કોકવાર વિટ–ભટ જેવા જનસમૂહથી ભરેલી, ભીડથી ખીચોખીચ અતુલદેવકુલમાં લઈ ગઈ. ક્યારેક અશ્લીલ ભાષા બોલતા વ્યંગ જુગારીઓથી ભરેલ જુગારના પીઠામાં તેને લઈ ગયા. જેમ પરમધામીઓ પાપીઓને ભઠ્ઠીમાં લઈ જાય તેમ કયારેક ઈંગાર અને હાસ્ય ભરેલી કથાઓ જ્યાં ચાલતી હતી તેવા જનસમૂહમાં લઈ ગઈ. ક્યારેક આશ્ચર્યને ઉત્પન્ન કરનાર તાલાચાર્ય પાસે લઈ ગઈ. કયારેક મલ્લિકા-જાઈ–મચકંદાદિ ફૂલોથી શ્રેષ્ઠ તથા આમ્ર અને કેળના વૃક્ષોથી ભરેલ ઉદ્યાનમાં લઈ ગઈ. કયારેક વાપી, તડાવ, નદી વગેરે જળસ્થાનોમાં લઈ ગઈ. કયારેક પરમ સ્થાન પર લઈ ગઈ. કયારેક ગામડિયાઓની સભામાં, ક્યારેક તંબોલીની પાસે, ક્યારેક માળીના ઘરે, ક્યારેક વેશ્યાના પાળામાં, ક્યારેક વિટના ટોળામાં તથા આના જેવા બીજા સ્થાનોમાં લઈ ગઈ. ૯૬. (સાતનું કુલક)
આ પ્રમાણે દુર્લલિત ટોળકીએ પોતાની વાસના કૃતપુણ્યમાં સંક્રમણ કરી. અથવા લીંબડાના સંગમાં, આંબાને કડવાશ દૂર નથી. ૯૭. તે વખતે તે નગરમાં જગતને જીતવામાં કામદેવનું અમોઘ શસ્ત્ર એવી દેવદત્તા નામની વેશ્યા વસતી હતી. ૯૮. કયારેક દુર્લલિત ટોળકી કૃતપુણ્યને વેશ્યાને ઘરે લઈ ગઈ. પાપની ટોળીમાં ભળનારનું આજ પરિણામ આવે છે. ૯૯. જેમ તાવથી મુક્ત થયેલો પથ્યને જોઈને હર્ષ પામે તેમ યુવાનવય, શ્રેષ્ઠ અલંકાર અને નેપથ્યને ધારણ કરનાર કૃતપુણ્યને જોઈને વેશ્યા હર્ષ પામી. ૧૦૦. કહ્યું છે કે– મહોત્સવોથી પરિવાર, સાહસથી ક્ષત્રિય, વ્યસનથી દુર્મત્રી, દક્ષિણાથી બ્રાહ્મણ, હરણથી શિકારી, વાદળથી ખેડૂત, વિવિધ દાનીઓથી યાચક, પુત્રની વાણીથી પિતા, અનેક લાભોથી વણિક, રોગીઓથી વૈદ્ય જેમ હર્ષ પામે છે તેમ યુવાનોથી ગર્ભશ્રીમંત વેશ્યાઓ હર્ષ પામે છે. ૧૦૩. વેશ્યાએ તેને ધનવાન જાણીને અભ્યત્થાન કર્યું. બીજો સામાન્ય લોક ધનનું બહુમાન કરે છે તો વેશ્યાઓની શું વાત કરવી? ૪. વેશ્યાએ તુરત જ આસનાદિ આપીને કૃતપુણ્યનો સત્કાર કર્યો અને બીજી પણ પ્રતિપત્તિ કરી. ૫. તથા આણે વેશ્યાએ) શ્રેષ્ઠ ઉપાર્જન કરાયેલ પુણ્યની સાથે સત્કારપૂર્વક ઘણાં પ્રકારના શૃંગારમય મનોહર વચનોથી કૃતપુણ્યને વશ કર્યો પણ ઘરમાં હૃદયને વશ ન કર્યું. અર્થાત્ વેશ્યા અત્યંત હર્ષ પામી. ૭. જેમ વિચક્ષણ વ્યસની ભણેલી શાસ્ત્ર શ્રેણીને ભૂલી જાય છે તેમ વેશ્યા વડે હરણ કરાયેલું છે ચિત્ત જેનું એવો કૃતપુણ્ય અલંકાર સહિત, મોહક, હંમેશા અનુકૂળ વર્તનારી, સ્વરૂપવાન, દુષણોથી રહિત, ગુણવૃદ્ધિને પામેલી, પત્નીને પણ ભૂલી ગયો. ૯. અસંખ્ય પુરુષોની અવર જવરથી ઘસાઈ ગયેલા આંગણાવાળી વેશ્યાઓ હંમેશા નિર્લજ્જ હોય છે. ૧૦. જેમ નદીના પથ્થરો ઘસાઈ ઘસાઈને વિવિધ આકારવાળા થાય છે તેમ વેશ્યાઓ વડે વિટો રગડાયા છે અને વિટો વડે વેશ્યાઓ રગડાઈ છે. ૧૧. જેમ મોહનીય કર્મની પ્રકૃતિઓ જીવોને મોહ પમાડે છે તેમ વેશ્યાઓ વચન-નેપથ્ય-હાસ્ય-દષ્ટિ વગેરે મોહનોથી પુરુષોને મોહ પમાડે છે. ૧૨. કુલીન સ્ત્રીઓ પરપુરુષનો ત્યાગ કરનારી, લાજ કાઢનારી, લજ્જાલ, શીલવાન, કૂવાના દેડકાની જેમ ઘર છોડીને નહીં ભટકનારી હોય છે. આવી કુલીન સ્ત્રીઓ વિદુર (ચતુર) હોવા છતાં તેવા પ્રકારના પતિનું રંજન કરવા જાણતી નથી. ૧૪. જેમ માછલું સરોવરને છોડવા સમર્થ ન થાય તેમ કૃતપુણ્ય વેશ્યાના ઘરને એક ક્ષણ પણ છોડવા સમર્થ ન થયો. ૧૫. પિતાએ પુત્રના સ્નેહના કારણે હર્ષથી વેશ્યાના ઘરે રોજ ધન મોકલ્યું. અહોહો! પ્રેમનું ગાંડપણ કેવું છે! ૧૬. જાણે બીજો કલ્પવૃક્ષ ન હોય તેમ
Page #210
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૯
૨૦૫ તેણે કપૂરથી માંડીને મીઠા સુધીની સર્વ સામગ્રી વેશ્યાને પૂરી પાડી. ૧૭. વેશ્યા, શિલ્પ, રાજ્યના હોદા, વ્યાપાર અને યુદ્ધ સુધીની સર્વ પ્રવૃત્તિઓમાંથી જે કાંઈ ધન ઉપાર્જન કરાયું છે તે સર્વ સ્ત્રીમાં સમાઈ જાય છે અર્થાત્ સ્ત્રીઓ પાછળ ફના થઈ જાય છે. ૧૮. હું માનું છું કે તેવા પ્રકારના પુત્રના અન્યાયને જોવા અસમર્થ માતાપિતા એકવાર મરણને શરણ થયા. ૧૯. ત્યારપછી જગતલોકમાં વિખ્યાત, કલીનમાં શિરોમણિ, પતિભક્તા પત્નીએ ધન મોકલવાનું ચાલુ રાખ્યું. ૨૦. જે જેના હક્કનું હતું તે તેની પાસે જઈને રહ્યું. જ્યાં પુરુષ વિચાર ન કરે ત્યાં આવી દશા થાય. ૨૧. નવી કમાણીના અભાવથી તથા પૂર્વ પૂંજીનો વ્યય થવાથી દીવાના તેલની જેમ કૃતપુણ્યનો વિભવ ક્ષીણ થયો. ર૨. ટીપા ટીપાથી સતત ક્ષય પામતો, નવી આવકના અભાવે ખરેખર સાગર પણ ખાલી થઈ જાય છે. ૨૩. તો પણ આ વેશ્યા કૃતપુણ્ય પાસે ધનની માગણી કરે છે. કારણ કે માગવામાં વેશ્યાઓની જીભ રૂ કરતા પણ હલકી હોય છે. ૨૪. જેમ સર્વસ્વ આપી દીધું છે એવો ક્ષીણ પણ વૈભવી યાચકો વડે કદર્થના કરાય છે, જેમ બ્રાહ્મણો વડે યજમાન કદર્થના કરાય છે તેમ વેશ્યા વડે આ કૃતપુણ્ય કદર્થના કરાય છે. ૨૫. જયશ્રીએ પૂણી કાંતવાના ફાળકાની સાથે આભરણો મોકલ્યા. સ્ત્રીઓમાં કંઈક સત્ત્વ હોય છે. ૨૬. કુટ્ટિનીએ વિચાર્યું અમાસના ચંદ્રની જેમ આનું અમારે શું કામ છે? કારણ કે અમારા કુળમાં વૈભવ પૂજ્ય છે. ૨૮. જેમ કે કાર અનુબંધવાળો (કિત)પ્રત્યય લાગ્યો હોય તો ધાતુની ગુણવૃદ્ધિ થતી નથી તેમ જો આ અહીં રહેશે તો બીજા તરફથી જે મળશે તે નહીં મળે. ર૯. તેથી સાપની જેમ આ જારને બહાર કાઢીને ઐશ્વર્યથી કુબેર સમાન બીજાને અહીં પ્રવેશ કરાવું. ૩૦. આની વરાકડી સ્ત્રી જીવતી રહે એ હેતુથી પોતાના હજાર સુવર્ણ અને પછી તેના આભરણોને પાછા મોકલ્યા. તેથી હું માનું છું કે કડવી તુંબડીમાં પણ મધુર ફળ થયું. ૩૨. એકવાર રાત્રિમાં ઉપાડીને તેને ઘરની બહાર સુવાક્યો, અથવા ઊંઘણશીઓને ભેંસપણું જ થાય છે. ૩૩. જેટલામાં આણે જાગીને જોયું તો પ્રાણપ્રિયા વેશ્યાને ન જોઈ. તેમજ તેના પરિવારને પણ ન જોયો. ૩૪.
ગાઢ વિષાદ સાગરમાં ડૂબેલા આણે વિચાર્યું ઃ અહો ! અહો ! વેશ્યાઓ મને થુંકની જેમ ઘૂંકી નાખ્યો. ૩૫. જ્યાં સુધી મારી પાસે ધન હતું ત્યાં સુધી જ આ વેશ્યા સેવકની જેમ મારી થઈ અને ધનના ક્ષયમાં આ પાપી વેશ્યાઓ સદા શત્રુ જેવી લાગે છે. ૩૬. અર્થનો ક્ષય ન થાય ત્યાં સુધી આ વેશ્યાઓ કામુકને ગળામાં પકડતી નથી. મારા પિતા જીવતા હતા ત્યાં સુધી ધનનો ક્ષય ન થયો હતો. નક્કીથી મારા માતાપિતા મરણ પામ્યા છે. અહો ! કુળના ક્ષયમાં હું નક્કીથી પાંગળો થયો છું. ૩૮. ધન આપનાર ઉપર વેશ્યાનું ચિત્ત છે. તેનું વચન રાગ વગરનું મધુર છે, અને શરીરનું દાન છે. તેથી મન-વચન અને કાયાથી વેશ્યા દુઃકર કરનારી છે. ૩૯. હળદરના રાગની સમાન, જીભ ઉપર વસનાર, દારિદ્રયનું દાન આપવામાં દક્ષ હે વેશ્યારાગ! તને નમસ્કાર થાઓ. ૪૦. જો કાજલમાં સફેદાઈ હોય, જો લીંબડામાં મધુરતા હોય, જો લસણમાં સુગંધ હોય જો ઝેરમાં આયુષ્ય હોય, જો યમરાજમાં કરુણા હોય, અગ્નિમાં શીતત્વ હોય, લુચ્ચામાં ઉપકારીપણું હોય ત્યારે વેશ્યામાં પ્રેમ હોય. ૪૨. વેશ્યાઓનો પ્રેમ પણ સસલાના શીંગડા સમાન છે આ જે મારા જેવા મૂર્ખ છે તે વેશ્યાની પાછળ ધનરાશિનો ખુવાર કરે છે. સ્વપ્નમાં ઉપાર્જન કરાયેલ ધનનો ભોગવટો કરતા તેઓ ગાંધર્વપુરમાં ઘરો બનાવીને વસે છે. ૪૪. વેશ્યાજાતિ વિજળી, પાણીનો પરપોટો, સમુદ્રના મોજાં, પવન અને ચિત્ત કરતા પણ હંમેશા ઘણી ચંચળ હોય છે. ૪૫. જુગારે
૧.કિંતુ પ્રત્યયઃ જેમકે ની ધાતુને કર્મણિનો ક્ત પ્રત્યય લાગે ત્યારે ની ધાતુનો ગુણ ને થતો નથી તેમ ની + ત = નીતઃ લઈ જવાયો. અહીં નેત: ન થાય.
Page #211
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૦૬ નળની જે અવસ્થા કરી, દારૂએ કૃષ્ણની જે અવસ્થા કરી તેવી અવસ્થા કામુકના ઘરે વેશ્યા ક્ષણથી જ કરે છે. ૪૬. જેમ ધર્મજ્ઞ સંસારને તૃણ સમાન ગણે છે, જેમ વૈરાગી કામિનીને તૃણ સમાન ગણે છે તેમ વેશ્યા નિર્ધનને તૃણ સમાન ગણે છે. ૪૭. જેમ કુસ્વામીની સેવાથી સેવક, કુનયોથી રાજા, વિષયોની લોલતાથી મુનિ, ક્રોધાગ્નિથી તપસ્વી, કુતર્કોથી વિચક્ષણ, મદથી કુલવાન નીચે પડાય છે તેમ વેશ્યાથી કામી નીચે નીચે પડાય છે. ૪૯. તીડ જેમ ચોખાના ખેતરનો ઘુણા જેમ લાકડાની શ્રેણીનો નાશ કરે છે તેમ ગણિકા સર્વ ઈચ્છિત ધનવાનોનો નાશ કરે છે. ૫૦. શું કાગડો પક્ષી (ગરુડ) થાય? શું કાચ પણ મણિ થાય? શું ગધાગાડી ઘોડાગાડી થાય? શું એરંડો વૃક્ષ કહેવાય? શું દાસપણ માનવ કહેવાય? શું હરણ હાથી કહેવાય? શું વેશ્યા પણ અંગના (ઉત્તમસ્ત્રી) થાય? વેશ્યાનો આસક્ત પણ શું પ્રેમી થાય? પર. જેનો પિતા દ્રોહ છે, જેની માતા ચોસઠકલા (ચતુરાઈ) છે, જેનો પ્રાણ જુઠાણું છે, જેનું વ્રત પરધન હરણ છે, જેનું
સ્વશરીર કરિયાણું છે. જેનો ભાઈ દંભ છે. જેને વેશ્યા નામનો દુષ્ટ સોદાગર છે. તેનાથી મનુષ્યોને દૂર રહેવું કલ્યાણકારી છે. ૫૪. હે ઉદાર! હે સુભગ ! હે સ્વામિન્! તારા વિરહમાં ક્ષણથી મારું જીવિત ચાલ્યુ જશે એમ પૂર્વે બોલનારી વેશ્યા હવે રે રે નિરાશ! હે નિલજ્જ ! હે નિર્ધન ! મારા ઘરમાંથી ચાલ્યો જા એમ બોલતા લજ્જા પામતી નથી. ૫૬. આવી વેશ્યાને કારણે મેં માબાપને સ્નેહાળ પત્નીને અને ભાઈને પણ છોડ્યા. ૫૭. માતાપિતાએ મારું નામ કૃતપુણ્ય શા માટે પાડ્યું? પાપ કરનાર મારું નામ કૃતપાપ જ રાખવું યોગ્ય હતું. ૫૮. વેશ્યામાં આસક્ત થયેલ મેં પાપીએ પૂર્વે ઉપાર્જિત કરાયેલ ઘણા પણ ધનને લીલાથી ગુમાવ્યું. ૫૯.
કેટલાક મહાત્માઓ સ્વભુજાથી ઉપાર્જન કરેલ સંપત્તિનો ધર્મસ્થાનમાં વ્યય કરે છે. ૬૦. ઘણો પણ વિષાદ કરવાથી મારું કંઈ વળવાનું નથી તેથી ઘરે જઈને જોઉ કે મારી પ્રિયા શું કરે છે. ૬૧. એમ વિચાર્યા પછી કૃપુષ્ય પોતાના ઘરે ગયો. એકમાત્ર પત્નીથી સહિત અને અત્યંત લક્ષ્મીથી રહિત પોતાના ઘરને જોયું. ૨. કૃતપુણ્યને જોવા માત્રથી પ્રિયાએ અભ્યત્થાન કર્યું. હું માનું છું કે તેના પુણ્યની વેલડી સ્વયં સરસ થઈ. ૬૩. ક્ષણથી પાણીના છાંટણા કરીને ચાર પ્રકારની વિધિથી પીઠ ઉપર બેસાડીને તેના બે ચરણનું પ્રક્ષાલન કર્યું. ૬૪. સ્નાન કરાવવાની ઈચ્છાવાળી જયશ્રીએ આને સ્નાન કરવાનું જુનું વસ્ત્ર આપ્યું. કેમ કે સ્નાન કરવામાં આવું વસ્ત્ર ઉચિત છે. ૫. હું માનું છું કે રોમછિદ્રોમાં પોતાના પ્રેમને ઉતારવા તેણીએ આદરથી પતિને તેલથી અત્યંગન કરવાનું શરૂ કર્યું. દ૬. જયશ્રીના ગુણોથી હરાયુ છે ચિત્ત જેનું એવા કૃતપુયે સારી રીતે વિચાર્યુંઃ ગુણોથી પથ્થર પણ પીગળાવાય છે તો ચેતનની શું વાત કરવી? ૬૭. અહો ! આનું કુલીનત્વ કેવું છે ! અહો ! આની વિનીતતા કેવી છે ! અહો ! આની લોકોત્તર ભક્તિ કેવી છે! અહો ! આનો નિઃસીમ પ્રેમ કેવો છે! અહો! આની લજ્જા કેવી છે! અહો આનું શીલ કેવું અનુત્તર છે ! અહો આનું ચાતુર્ય કેવું અવર્ણનીય છે ! અહો આનું સર્વ પણ અનુપમ છે ! ૯. ઘણાં વરસો સુધી આને છોડી દીધી હોવા છતાં મારા ઉપર કેવી ભક્તિ રાખે છે? શું સોનાની સળીને કયારેય કાટ લાગે? ૭૦. પતિ પરદેશ ગયો હોય ત્યારે પત્ની નક્કીથી શીલભ્રષ્ટ થાય છે એમ જે કહેવાય છે તેને આણે ખોટું પાડ્યું. ૭૧. ચારિત્રરૂપી નાવડીથી આણે ગૌરવ વધાર્યું. જે આની જગ્યાએ બીજી કોઈ ત્યજાઈ હોત તો દૌર્ભાગ્યના ધામ પતિને અનુકૂળ ન વર્તત. ૭ર. જેમ કૃમિ અશુચિમાં રાગી થાય તેમ આ અમૃતમય પત્નીને છોડીને વિષમયી વેશ્યામાં કેમ આસક્ત થયો? ૭૩. અથવા આંબાના પાંદડાને છોડીને ઊંટ લીંબડા–બાવળ–શમીના પાંદડામાં રાગી થાય છે. ૭૪. આ સ્ત્રી હોવા છતાં ઉત્તમ છે, હું પુરુષ હોવા
Page #212
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૯
૨૦૭ છતાં સારો નથી. મારી ચેષ્ટા વિષ જેવી છે જ્યારે આની ચેષ્ટા અમૃત જેવી છે. ૭૫. કૃતપુણ્ય જ્યારે આ પ્રમાણે વિચારી રહ્યો હતો ત્યારે જયશ્રીએ વેશ્યાના સંગથી ચોંટેલ મેલને મૂળથી ઉખેડતી ન હોય તેમ તેના શરીરની ઉદ્વર્તના કરી. ૭૬. એકવાર તપેલા (નવસેકા–શરીરને અનુકૂળ) પાણીથી પતિને સ્નાન કરાવીને કોમળ હાથથી પોતાના શરીરની જેમ વસ્ત્રથી લંડ્યું. ૭૭. વેશ્યા વડે કરાયેલી હકાલપટ્ટીથી થયેલા સંતાપને છેદવા વિલેપનોથી લેપ કરીને બે નવા વસ્ત્રો પહેરાવ્યા. ૦૮. તેણી વિભવ અનુરૂપ ઉત્તમ ભોજન પીરસ્યું. કેમકે સમસ્ત ભક્તિનો સાર ભોજન જ છે. ૭૯. જેમ ચંદ્રમા રોહિણીની સાથે વસે તેમ હર્ષ પામેલ સાર્થવાહ પુત્ર તે જ રાત્રીએ પત્નીની સાથે વસ્યો. ૮૦. ઋતુ સ્નાતા પત્ની તે વખતે ગર્ભવતી થઈ. તેણે પત્નીને પુછ્યું: તારી પાસે કંઈ ધન છે? ૮૧. જેથી દેશાંતર જઈને વ્યવસાય કરું. જેવો પવન હોય તેવું છાપરું કરાય. ૮૨. બીજું આ નગરમાં રહીને સહેલો ધંધો કરી શકાય તેમ નથી. (અર્થાત્ ઓછી મૂડીએ સહેલાઈથી કમાવી શકાય તેવો) જે ધંધો વિદેશમાં અજ્ઞાત હોય તેવા ધંધાને કરું. ૮૩. જયશ્રીએ સાચેસાચું જણાવ્યું કે મારી પાસે આભૂષણો તથા વેશ્યાએ આપેલ હજાર સોનામહોર છે.૮૪.
તે વખતે સાર્થ વસંતપુર તરફ પ્રયાણ કરવા તૈયાર હતો. ભાગ્યશાળીઓને અભીષ્ટ સામગ્રી આગળ જ હાજર થઈ જાય છે. ૮૫. પ્રશસ્ત દિવસે સાથે પ્રયાણ કરીને જ્યાં પડાવ નાખ્યો હતો ત્યાં કતપુણ્ય પણ તે પ્રદેશ તરફ સ્વયં ચાલ્યો. ૮૬. આજે પણ હજુ મારો પતિ ભોયપથારી ઉપર ન સુવે એમ વિચારીને જયશ્રીએ સુદીર્ધ, વિશાળ, ઉત્તમ પલંગ લાવીને આપ્યો. અહો સર્વ અવસ્થામાં તેની વિનીતતા કેવી છે! ૮૮. હવે સાર્થે પડાવ નાખેલ ભૂમિની નજીક ક્યાંક દેવકુલમાં જયશ્રીએ પલંગને પાથર્યો જાણે કે ભવિષ્યની લક્ષ્મીના સ્વાગત માટે ન હોય! ૮૯. હે જીવેશ! આ શય્યામાં શયન કરો. સવારે હું આને ઘરે લઈ જઈશ. એમ કહીને તે શરીરથી જ ઘરે ગઈ, મનથી નહીં. ૯૦. ઉત્તમ પલંગમાં તેને શાંતિથી ઊંઘ આવી ગઈ. સાધન સામગ્રી ઉત્તમ હોય તો સાધ્ય (કાર્યો પણ તેવા પ્રકારનું પ્રાપ્ત થાય છે. ૯૧.
આ બાજુ તે જ નગરમાં કોઈક શેઠાણી રહેતી હતી. સમુદ્રની જેમ તાગ ન મળે તેની પાસે ધનનો તાગ ન હતો. અર્થાત્ અગણ્ય ધનવાળી હતી. ૯૨. લક્ષ્મી ઘણી હતી છતાં તેને પુત્ર એક જ હતો. અથવા તો સર્વ વિપુલ સંપત્તિ કોને થાય? ૯૩. તેણીએ જાણે ચાર દિશાની જંગમ સંપત્તિ ન હોય તેવી ચાર કન્યાઓની સાથે પુત્રને પરણાવ્યો. ૯૪. તેવા પ્રકારની સંપત્તિ હોવા છતાં તે ક્યારેક સાગરની મુસાફરીએ ગયો. મનુષ્યની વિડંબના કરનાર તૃષ્ણાને ધિક્કાર થાઓ. ૯૫. શ્રેષ્ઠી પુત્ર ઘણું ધન કમાવીને પાછો આવતો હતો ત્યારે આકાશમાં ભારંડપક્ષીનું ઇડું ફૂટે તેમ તેનું વહાણ સમુદ્રમાં ભાંગ્યું. ૯૬. જેમ પરિગ્રહી અને મહારંભી નરકમાં જાય તેમ વહાણમાં રહેલો મોટા ભાગનો લોક સમુદ્રમાં ડૂબી ગયો. ૯૭. જેમ કોઈક ધાન્યનો દાણો ઘટીમાં પીસાયા વિનાનો નીકળે તેમ વહાણનો એક કારીગર સમુદ્રમાંથી જીવતો નીકળ્યો. ૯૮. તેણે એકાંતમાં શેઠાણીને પુત્રની હકીકત જણાવી. કલ્યાણકારી વાર્તા ખાનગીમાં કહેવાય. ૯૯. તેને સો દીનાર આપીને શેઠાણીએ કહ્યુંઃ તું આ વાત ક્યાંય કરીશ નહીં. હે ભદ્ર ! તું ગંભીર રહેજે આ વાત કોઈને ન કરતો. ૨૦૦. દુઃખથી બળેલી શેઠાણીએ વિચાર્યું પુત્ર તો મરણ પામ્યો છે. હવે જો લક્ષ્મી રાજ ભેગી થશે તો નક્કી ક્ષત ઉપર ક્ષાર પડશે. ૨૦૧. કુલટાની જેમ પોતાના ઘરમાંથી ચાલી જતી લક્ષ્મીને હું ક્યા ઉપાયથી સર્વ રીતે પાછી વાળું? ૨૦૨. હા હા મને ઉપાય મળ્યો જેમ સેનાપતિને હાથી–અશ્વ-રથ અને પદાતિ એમ ચારેય સેના વશ હોય તેમ મારી ચારેય પણ પુત્રવધુઓ કહ્યાગરી છે. ૩. જેમ પૂર્વે યોજનગંધા સ્ત્રી વ્યાસઋષિને તેડી લાવી હતી તેમ હું કોઈક પુરુષને સંતતિની વૃદ્ધિ માટે
Page #213
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૦૮ તેડી લાવું. ૪. તે જ રાત્રે તે પુત્રવધૂઓની સાથે પૂજાના બાનાથી દેવકુલમાં ગઈ જ્યાં કૃતપુણ્ય ખાટલામાં સૂતો હતો. ૫. ચારેય પુત્રવધૂઓએ તેને ખાટલા સહિત ઉપાડ્યો તેનો એક દિવસ એવો હતો ખાટલામાંથી ઉપાડીને બહાર નાખ્યો હતો. ૬. અને એક દિવસ એવો આવ્યો ઘરના સ્વામી તરીકે લઈ જવાયો. અહો! બંનેમાં ઊંઘ સમાન હોવા છતાં કર્મના વિપાકમાં કેવો ભેદ છે ! ૭. કૂતપુણ્યને ઉપાડીને ઘરમાં લાવ્યા પછી વૃદ્ધાએ ચારેય પુત્રવધૂઓને કહ્યું: હે પુત્રીઓ! તમારો સ્વામી સમુદ્રમાં ડૂબી ગયો છે. ૮. આ પણ મારો પુત્ર છે જે આજે મને લાંબા કાળ પછી મળ્યો છે. જે રાત્રિના છેલ્લા પહોરમાં દેવીએ મને સ્વપ્નમાં કહ્યું છે. ૯. આગામી રાત્રિએ અમુક દેવકૂલમાં જે સૂતેલો છે તે તારો પુત્ર છે એમ જાણવું અને તારે લઈ આવવો. ૧૦. હે પુત્રીઓ ! તે પ્રમાણે જ થયું છે દેવતાની વાણી ખોટી પડતી નથી. તેથી હું હમણાં તમારા દિયરને તમારા સ્વામી તરીકે આપું છું. ૧૧. તેના રૂપ અને લાવણ્યથી આકર્ષિત થયેલી ચારેય પુત્રવધૂઓએ જેમ વેદમાં કહેવાયેલા વચનને સ્મૃતિગ્રંથ માન્ય કરે છે તેમ માન્ય કર્યો. ૧૨. હંમેશા લોક સ્વયં અન્યાય કરવામાં ઉદ્યત થાય છે તેમાં પણ જો વડિલોની પ્રેરણા મળે તો શું કહેવું? બળવાનની સાથે બળ પ્રકાશિત થયું. (બળવાનને બળની સહાય મળી) ૧૩. જેમ વ્યંતર દેવો અગ્રમહિષીઓની સાથે વિષયસુખ ભોગવે તેમ કૃતપુણ્ય પણ તે ચારેયની સાથે વિષયોને ભોગવે છે. ૧૪. પોતાના ઘરનો દરવાજો નહીં જોનાર કૃતિપુણ્ય બાર પહોરની જેમ બાર વરસ પસાર કર્યા. ૧૫. એકેક સ્ત્રીને સારા સ્વભાવવાળા, મધુરભાષી, સુંદર શરીરવાળા ચાર-પાંચ, ચાર-પાંચ પુત્રો થયા. ૧૬.
પછી દુષ્ટ સ્વભાવિની સ્થવિરાએ હૈયામાં દુષ્ટપણે વિચાર્યું ઃ કુલની ઉન્નતિ અને ધનનું રક્ષણ કરનારા પૌત્રો થયા છે તો આ વિટનું શા માટે નિમ્પ્રયોજન પોષણ કરવું જોઈએ. ઘી ઘણું હોય તો શું ડાંગરા (નાંગરા – જેમાં ઉજણ પૂરવાની જરૂર પડતી હોય તેવા આગડિયા, ગાડાની ધરી વગેરે) ચોપડવામાં વપરાય? ૧૮. નિર્દાક્ષિણ્યમાં શિરોમણિ સાસુએ વહુને કહ્યું : હે પુત્રીઓ ! આ મારો પુત્ર નથી પણ બીજો કોઈક છે. ૧૯. ધનનું રક્ષણ કરવા આ તે વખતે લવાયો હતો. હમણાં આપણું સર્વ પ્રયોજન સિદ્ધ થયું છે. ૨૦. જેમ ઊંટના સમુદાયમાંથી રોગી ઊંટ બહાર કઢાય છે તેમ આને બહાર કાઢો. અથવા ફૂલોમાંથી સુગંધ લઈને છોતા બહાર ફેંકાય છે. ૨૧. જેમ પિત્તથી પીડાયેલાને તિખું સુસ્વાટા પડાવે તેમ કૃતપુણ્ય ઉપર સ્નેહના પૂરથી પૂરિત ચિત્તવાળી ચાર સ્ત્રીઓના નાકમાં સુસવાટા થયા. અર્થાત્ પોતાના પતિને બહાર કાઢવા જરા પણ પસંદ ન પડ્યું. ૨૨. પરંતુ તેઓ વૃદ્ધાનું વચન ભંગ કરવા સમર્થ ન થઈ. અથવા તો શ્રુતિમાં (વેદમાં) કહેવાયેલું વિચારાતું નથી. ર૩. જેની પાસે ધન છે તેની આજ્ઞા અને ઐશ્વર્ય બળવાન છે. બધાનું પણ સામર્થ્ય લક્ષ્મીકૃત જ છે. ૨૪. શંકાસ્પદ ચિત્તથી તેણીઓએ સ્થવિરાને ધીમેથી કહ્યું છે માતા! જો તમારી રજા હોય તો અમે આને ભાથું બાંધી આપીએ. ૨૫. એક દિવસ પણ જેની સાથે મેળાપ થયો હોય તે પણ ભાથા વગર મોકલાતો નથી. તો પછી આને કેવી રીતે ખાલી હાથે રજા અપાય? ૨૬. હા ભલે તમે તેમ કરો એમ વૃદ્ધાએ રજા આપી ત્યારે જલદીથી તેની સ્ત્રીઓએ મણિમોદક બનાવ્યા. ૨૭. સ્ત્રીઓએ તેના ભાથામાં દારિદ્રયરૂપી કિલ્લાને ભેદવામાં પથ્થરના સમાન સર્વ મણિ નાખેલ લાડુઓને મૂક્યા. ૨૮. જેમ મોજાઓ વહાણને ઉંચકે તેમ પુત્રવધૂઓએ રાત્રે ગાઢ નિદ્રાથી સુવડાયેલા તેને ઉપાડ્યો. ર૯. શોકરૂપી અગ્નિથી તપેલી શરીરવાળી સ્ત્રીઓએ પલંગ સહિત જ તેને દેવકુલમાં મૂક્યો. ૩૦. આના ઓશીકે હર્ષ કરનારા લાડુનું ભાથું મૂકયું. હંમેશા સુંદર વસ્તુ પણ સુંદર દેશમાં ગયેલી હોય તો ૧. મણિમોદકઃ અંદર જેમાં મણિ નાખેલા છે એવા લાડુ
Page #214
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૯
૨૦૯ શોભે છે. ૩૧.
તે વખતે કર્મયોગના વશથી તે જ સાથે ત્યાં આવ્યો. ખરેખર કયારેક ટાલિયા અને બિલ્લાનો સંયોગ નક્કીથી થાય છે. ૩ર. આજે વસંતપુર નગરથી સંઘ આવ્યો. જયશ્રીએ કાનને માટે અમૃત સમાન ઘોષણા સાંભળી. ૩૩. ખરેખર મારો ભર્તા પણ આવેલ હશે તેથી હું સામી જાઉ. શું ભક્તિ કોઈ રીતે અન્યથા થાય? ૩૪. એમ ચિત્તમાં વિચારીને સવારે જાણે બીજી લક્ષ્મી ન હોય? જયશ્રી જલદીથી સાર્થની મધ્યમાં ગઈ. જેમ સૂર્યની પ્રભા કમળને જગાડે તેમ જયશ્રીએ દેવકુલમાં સૂતેલા પતિને જગાડ્યો. ૩૬ શું આ ઈન્દ્રજાળ છે? શું આ સ્વપ્ન છે? અથવા શું આ મતિવિભ્રમ છે. અથવા આ કંઈ અન્ય જ છે? એમ વિચારતો તે જાગ્યો. ૩૭. સુખે સુવા માટે હું આ ખાટલી દેવકુલમાં લઈ ગઈ હતી પછી બીજે દિવસે મેં તેને જોઈ ન હતી એમ જયશ્રીએ વિચાર્યું. ૩૮. કૃતપુણ્યની સાથે જયશ્રી મોદક સહિત ખાટલીને લઈ જઈને હર્ષથી પોતાના પતિને સ્નાન વગેરે કરાવ્યું. ૪૦. કૃતપુણ્ય ઘરેથી નીકળ્યો હતો ત્યારે જયશ્રીના ગર્ભમાં જે પુત્ર હતો તે અગિયાર વરસનો થયો. ૪૧. જેમ વાછરડો ગાયની પાસે આવે તેમ જ્યાં સતત પાઠ ચાલતા હતા એવી લેખશાળા નામની શાળામાંથી છૂટીને પુત્ર ઘરે આવ્યો. ૪૨. પુત્રે માતા પાસે વારંવાર ભોજન માગ્યું. હે માત! હે માત! ભુખ્યા થયેલા મને જલદીથી ભોજન આપ. ૪૩. તે વખતે જયશ્રીએ ભાથામાંથી કાઢીને એક મોદક પુત્રને આપ્યો, બાળકોને ખાવાનું આપવામાં ન આવે તો વાસણ માંગે (પછાડે) છે. ૪૪. જાણે અમૃત ફળ ન મળ્યું હોય તેમ માનતા બાળકે ઘરમાંથી નીકળીને લાડુ ભાગ્યો ત્યારે તેમાંથી મણિ નીકળ્યો. ૪૫. મણિને છુપાવીને બાળકે લાડુ ખાઈ લીધો. અથવા ઊંદરને પણ પરિગ્રહ નામની સંજ્ઞા હોય છે. ૪૬. તેના પ્રભાવને નહીં જાણતા બાળકે કંદોઈની દુકાને જઈને મણિ આપ્યું. બાળકો ખરેખર બાલ હોય છે. ૪૭. બાળક મણિના બદલામાં વડા લઈ આવ્યો. બ્રાહ્મણોની જેમ બાળકોને ખાવાની વસ્તુમાં કંઈ આડું આવતું નથી. ૪૮. કંદોઈએ પાણીની કુંડિમાં મણિ નાખ્યો. કારણ કે તેઓમાં એવો રિવાજ હતો કે કોઈ લાભની ચીજ આવે તો કુંડીમાં નાખવી. ૪૯. જેમ બે સગાભાઈનો ધનમાં ભાગ પડે તેમ કુંડીમાં રહેલું પાણી બે ભાગમાં વહેંચાઈ ગયું. ૫૦. આ ખરેખર જલકાંત મણિ છે એમ નિશ્ચય કરીને જેમ અરીસો ચંદ્રને છુપાવે તેમ તેણે રત્નને છુપાવી દીધું. ૫૧.
આ બાજુ પોતાની ક્રિયાકાંડમાં તત્પર કોઈક બ્રાહ્મણ હતો તેણે કયારેક વારંવાર યજ્ઞ કરવાનો આરંભ કર્યો. પર. યજ્ઞની રક્ષા કરવા તેણે કોઈક દાસને રાખ્યો. ઉત્તમ-મધ્યમ અને હીન બધા ભેગા મળીને કાર્ય સાધે છે. પ૩. દાસે કહ્યું હે બ્રાહ્મણ જો તું મને વધેલી રસોઈ આપે તો હું અહીં તારી પાસે કામ કરીશ નહીંતર કોઈપણ સંજોગોમાં નહીં. ૫૪. બ્રાહ્મણે તેનું વચન સ્વીકાર્યું. તે હર્ષપૂર્વક બ્રાહ્મણનું કાર્ય કરવા લાગ્યો. માગેલું મળતું હોય તો ચાકર પણ સ્વજન થાય છે. ૫૫. તેણે પણ હંમેશા સાધુઓને પ્રાસુક અને એષણીય ભોજન વહોરાવ્યું. લઘુકર્મા જય પામે છે. ૫૬. પરઘરમાં કામ કરીને આણે કેવી રીતે વહોરાવ્યું. (દાન આપ્ય)? અથવા તો કેટલાકને કેટલીક દાન શ્રદ્ધાળુતા સહજ હોય છે. ૫૭. વિભવના ભારથી ભરેલા હોવા છતાં કેટલાક મનુષ્યો સ્વયં દાઝી ગયેલ ખાખરાના ટૂકડાને આપતા નથી. ૫૮. દાનથી દેવનું આયુષ્ય બાંધીને કાળ કરીને દેવલોકમાં ઉત્પન્ન થયો. મોક્ષગતિને અપાવનાર મુનિભક્તિને દેવલોક આપવો કેટલા માત્ર છે? પ૯. આણે સતત લાંબા સમય સુધી દેવલોકના સુખો ભોગવ્યા. સ્વયં વાવેલા ધાન્યોને જે લખે છે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. ૬૦. દેવલોકમાંથી ચ્યવીને શ્રેણિક રાજાનો નંદિષણ નામે પુત્ર થયો. જે પુણ્યાનુંબંધિ પુણ્ય છે તે મોક્ષના ઉદયવાળો છે. ૬૧. કુમારની જેમ નંદિષેણકુમારે
Page #215
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૧૦
કલાનિધિના શિરોમણિ પાસેથી બધી કલા હસ્તગત કરી લીધી. ૬૨. મોટા કર્મ ગુણ અને દ્રવ્યનો સમવાય (સાથે રહેવું) સદા સ્થિર છે. પછી પછીના અનુવૃત્તિના આધારમાં એક હેતુભૂત છે. અર્થાત્ મોટા એટલે ક્ષાયિક ભાવના, કર્મ એટલે ક્રિયા (–ચારિત્ર), ગુણ–જ્ઞાનાદિ દ્રવ્ય ચેતન એ ત્રણેયનો હંમેશા સમવાય હોય છે અને તે સ્થિર હોય છે. ૬૩. જેમ વૈશેષિક મતવાળો પદાર્થની સાથે ઘણા પ્રકારની જાતિને ઘટાવે છે તેમ રાજાએ ઘણી શ્રેષ્ઠ કન્યાઓની સાથે પરણાવ્યો. અર્થાત્ વૈશેષિક એક જ દ્રવ્યમાં દ્રવ્યત્વ, પદાર્થત્વ, જડત્વ, વગેરે ઘણી જાતિઓ ઘટાવે છે. ૬૪. જેમ દેવ અપ્સરાની સાથે ભોગો ભોગવે તેમ આનંદના સમૂહ અમૃતકુંભમાં ડૂબેલા તેણે પત્નીઓની સાથે હંમેશા અનુપમ ભોગો ભોગવ્યા. ૬૫.
અને આ બાજુ સ્વચ્છ ગંભીર (ઊંડા) પાણીના પૂર (જથ્થા)થી ઘણી ભરેલી, ઊંચે ઉછળતા મોજાને ધારણ કરતી ગંગા નામની નદી છે. ૬ ૬. તે સરસ્વતીની જેમ હંસથી શોભતી છે. કાચબાઓથી યુક્ત છે. તે ચારે તરફથી ઉત્પન્ન થતા વિવિધ પ્રકારના આવર્તોના શાશ્વત સમૂહવાળી હતી. તે હંમેશા સમુદ્રમાં મળતી હતી. ગંગામાં કમળોએ પોતાનું સ્થાન રચ્યું હતું. લોકોએ ગંગાને ગૌરવનું સ્થાન બનાવી હતી. તે લક્ષ્મીની સમાન હતી.
આ નદી હિમાલયમાંથી ઉત્પન્ન થયેલી છે. શંકરને પ્રીતિ દાયિની છે. ઘણાં જીવોને તૃપ્ત કરનારી જાણે સાક્ષાત્ પાર્વતી હતી. ૬૯. ગંગા નદી વહેતી હોવાને કારણે નજીકના દેશના વનમાં સલ્લકી, તાલ, ચિંતાલ, પિપ્પલ વગેરે વૃક્ષો શોભતા હતા. ૭૦. તે વનમાં ઘણી યૌવન હાથિણીઓની સાથે પરિવરેલો, બળવાન હાથીઓના મદને ગાળનાર કોઈક યૂથપતિ હાથી વસતો હતો. ૭૧. કામાભિલાષી માનવની જેમ પત્નીઓની સાથે કયારેક ગંગા નદીમાં પડીને જળક્રીડાથી ક્રીડા કરી. ૭૨. હાથી અને હાથિણીઓએ પરસ્પર સૂંઢમાં પાણી ભરીને શૃંગિકોની (કામીઓની) જેમ પરસ્પર છંટકાવ કર્યો. ૭૩. જેમ ધૂળેટીના દિવસે મનુષ્યો એકબીજાને ધૂળ ઉડાડે તેમ કયારેક તેઓએ સૂંઢમાં ધૂળ ભરીને પરસ્પર ઉડાળી. ૭૪. પીપળ, સલ્લકી વગેરે વૃક્ષના પાંદડાઓને લઈને આદરપૂર્વક સ્નેહથી પરસ્પર એકબીજાને જેમ હંસો મૃણાલને આપે તેમ આપ્યા. ૭૫. આ કલભો (હાથીના બચ્ચા) મને યૂથમાંથી બહાર કાઢીને હાથિણીઓનો ઉપભોગો કરશે એવી બુદ્ધિથી તેણે નિકાચિત વૈરની જેમ જનમવા માત્રથી મારી નાખ્યા. ૭૬.
આ બાજુ બ્રાહ્મણનો જીવ અધમ યોનિમાં ભમ્યો. અથવા તો જેણે યજ્ઞો કરેલા હોય તેને શું બીજું ફળ મળે ? ૭૭. એકવાર કર્મના ઉદયથી બ્રાહ્મણનો જીવ યૂથમાં રહેલી એક હાથિણીના ઉદરમાં ઉત્પન્ન થયો. ૭૮. હાથિણીએ વિચાર્યું : જેમ સાપ પક્ષીના બચ્ચાને ખાઈ જાય તેમ આ પાપી કૃપાહીન હાથીએ મારા અનેક પુત્રોને મારી નાખ્યા છે ૭૯. તેથી કોઈપણ ઉપાય કરીને હમણાં આ અધમથી ગર્ભનું રક્ષણ કરું જેથી હું હંમેશા પુત્રનું મુખ જોઉં. ૮૦. એમ ચિત્તથી સારી રીતે વિચારીને હાથિણી પગમાં લાગેલા પ્રહારની જેમ માયાથી જ લંગડી થઈ ગઈ. ૮૧. ગતિની વિકલતાને ધારણ કરતી તે મંદ મંદ ચાલી. શું સ્ત્રી જાતિને માયા શીખવાડેલી હોય છે ? ૮૨. બીજા હાથીને આ ભોગ્યા ન થાઓ એમ વિચારતા મોહથી ગ્રસ્ત થયેલ યૂથપતિએ સ્વયં તેની રાહ જોઈ. ૮૩. જેમ ઘણાં કરિયાણાથી ભરેલું ગાડું સાર્થમાં મળે તેમ હાથિણી પણ કયારેક અડધા પહોરથી, કયારેક પહોરથી, કયારેક બે પહોરથી, કયારેક એક દિવસથી, કયારેક બે દિવસથી, કયારેક ત્રણ દિવસથી યૂથપતિની પાસે જઈને મળે છે. ૮૫. લાંબાકાળે યૂથપતિને આ રીતે ભેગી થઈને એવી રીતે વિશ્વાસ પમાડ્યો જેથી શંકાશીલ હાથી પણ વિશ્વાસુ બની ગયો. ૮૬. અમે વનસ્પતિના પ્રસાદથી (ઘાસથી) જીવીએ છીએ એમ ગૌરવને જણાવતા અત્યંત આસન્નપ્રસવા
Page #216
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૯
૨૧૧ હાથિણીએ મસ્તક ઉપર પૂળાને લઈને જાણે પોતાનું ઘર હોય તેમ પૂર્વે જોયેલા એક તાપસના આશ્રમમાં ગઈ. ૮૮. ઘણી ભય વિનાની તેણીએ તાપસોને વંદન કર્યા. મુનિઓ કોને વિશ્વાસુ બનતા નથી? ૮૯. આ વરાકડી રક્ષણની અર્થી છે એમ જાણીને દયામાં તત્પર તાપસોએ કહ્યું : હે વત્સા ! તું કયાંયથી ભય ન પામ. અહીં શાંતિથી રહે કારણ કે તાપસો સ્વભાવથી કરુણાલુ હોય છે. શું ઈન્દ્ર પણ સમુદ્રમાં ડૂબેલા પર્વતોને કંઈ કરે? ૯૧. પિતાના ઘરની જેમ નિર્ભયપણે જેમ લોક સજ્જનની પાસે જાત્ય રત્ન મૂકીને દેશાંતર જાય તેમ આશ્રમમાં રહેતી તેણીએ હર્ષથી સુખે સુખે હાથી બચ્ચાને જન્મ આપ્યો. ૨. જેમ લોક સજ્જનની પાસે જાત્યરત્ન મૂકીને દેશાંતર જાય તેમ પુત્રને તાપસના આશ્રમમાં પાસે મૂકીને તે વનમાં ગઈ. ૯૩. હાથિણી પણ વચ્ચે વચ્ચે આશ્રમમાં આવીને પુત્રને સ્તનપાન કરાવી જતી. માતાઓને સમુદ્ર જેવો પત્ર સ્નેહ દુસ્તર છે. ૯૪. જેમ એકેક દાણાથી પક્ષીઓ દરરોજ પોતાના માળામાં રહેલા બચ્ચાનું પોષણ કરે છે તેમ મધુર-કોમળ- સલ્લકીના પાંદડાથી તથા સુપકવ નીવારના પૂળાઓથી તાપસોએ કલભહાથીનું પોષણ કર્યું. ૯૬. તાપસો વડે પુત્રની જેમ વાત્સલ્યપૂર્વક પાલન કરાતો હાથી જાણે તેઓનો જ સાક્ષાત્ અપાય હોય તેમ મોટો થયો. ૯૭. હર્ષિત થયેલા હાથીએ નિકુમારોની સાથે ક્રિીડા કરી. કીડામાં સંવાસ એ જ કારણ છે પણ જાતિ કારણ નથી. ૯૮. તાપસોએ પાણીના પૂરથી દરરોજ પોતાના પુત્રોની જેમ સ્વયં વાવેલા પ્રિય વૃક્ષોનું સિંચન કર્યુ. ૯૯. તાપસોને સિંચન કરતા જોઈને હાથીના બચ્ચાએ પણ સૂંઢથી પાણીના પૂરને ભરી ભરીને હંમેશા સિંચન કર્યુ. ૩૦૦. તાપસોએ પ્રીતિથી દરરોજ પાણીથી સિંચન કરાતા હાથીનું સેચનક યથાર્થ નામ રાખ્યું. ૩૦૧. તે યુવાન વયને પામ્યો ત્યારે ઘણો મદે ભરાયો. કોણ પુરષ એવો છે જે યૌવનલક્ષ્મીને પામીને મદ ન કરે? ૩૦૨. યથારુચિ ભમતો આ ગંગાના કાંઠે પહોંચ્યો. પાંખ આવ્યા પછી પક્ષીઓ જ્યાં સુધી માળામાં રહે? ૩૦૩. તે વખતે તેનો પિતા પણ કયાંયથી આવી ગયો. ૪. કોપના આવેશથી ભરાયેલ સેચનક હાથી પ્રલયકાળના વાદળની જેમ ગર્જના કરતો જલદીથી પિતા તરફ દોડ્યો. ૫. વૃદ્ધ થયેલ પણ યૂથપતિ યુદ્ધ કરવા માટે સંમુખ થયો. વિષ વિનાના સાપને પણ પગ લાગી જાય તો ફણા ચડાવે છે. ૬. ક્રોધી અને માની તે બંને પરસ્પર યુદ્ધે ચડ્યા જાણે સાક્ષાત્ પહેલો અને બીજો માન ન હોય! (અનંતાનુબંધી માન અને અપ્રત્યાખ્યાની માન) ૭. તેઓના દાંતના સંઘટ્ટાથી ઉત્પન્ન થયેલા અગ્નિના તણખાં શોભ્યાં. હું માનું છું કે તે પૃથ્વી દ્રવ્યના વર્ગણાના પરમાણુઓ છે. ૮. આ બંનેની સૂંઢ પરસ્પર એકબીજામાં ભરાવાથી રચાયેલ નાગબંધ શોભ્યો. ૯. શું અંજનગિરિ અને કૈલાસ પર્વત ન હોય તેમ આકાશમાં ઉછળતા કાળા અને સફેદ પિતાપુત્ર બંને હાથીઓએ યુદ્ધ કર્યું. ૧૦. આ પોતાના સંતાનોને હણનારો મહાપાપી છે મનમાં લાવીને સેચનકે પિતા યૂથપતિને ક્ષણથી મારી નાખ્યો. ૧૧. સર્વ યૂથ સેચનકને શરણે આવ્યું. સતત ઈચ્છા મુજબનું સ્વામિત્વ કોને ન ગમે? ૧૨. હાથિણીઓ પણ આના ઉપર અનુરાગી થઈ. જેનો ઘણો ઉદય થાય છે તે જ ભૂમિ ઉપર વંદાય છે. ૧૩. ત્યારે દુર્બુદ્ધિ સેચનકે હૃદયમાં વિચાર્યુંઃ માતાએ બાલ્યાવસ્થામાં તાપસના આશ્રમમાં મારું રક્ષણ કર્યું. જીવી જવાથી મેં મારા પિતાને મારી નાખ્યા. તેમ મારા પુત્રો મોટા થઈને મને મારી નાખશે તો? ૧૫ એમ વહેમમાં પડેલા તેણે વિચાર્યું કે આશ્રમને ભાંગીને હું મારું કલ્યાણ કરું. (સલામત બનું.) અથવા તો બીજાનું ખાઈને પોતાનું બચાવાય છે. ૧૬. જેમ અનંતાનુબંધિ ક્રોધ જન્મથી માંડીને કરેલા ધર્મને ભાંગી નાખે તેમ જલદીથી જઈને સેચનકે તાપસના આશ્રમને ભાંગી નાખ્યો. ૧૭. જેમ વાયુ રેતી ઉડાળી ઉડાળીને સપાટ રણ કરી નાખે તેમ હાથીએ વૃક્ષોને ઉખેડી ઉખેડીને નામ નિશાન ન મળે તે રીતે તાપસના
Page #217
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૧૨ આશ્રમનું કર્યું. ૧૮. તાપસો દશે દિશામાં પલાયન થયા. બળવાન–શત્રુ નજીકમાં હોય ત્યારે રાત્રે રહેવું શક્ય નથી. ૧૯. પોતાના હાથે આ પાપીને અમે કેમ મોટો કર્યો જે અહીં અમને સુખે રહેવા દેતો નથી. ૨૦. અમે આને ચોરની જેમ અત્યંત બંધનમાં નાખીએ એમ વિચારીને તાપસો શ્રેણિક રાજાની પાસે ગયા. ૨૧. સ્વયોગ્ય આશિષ આપીને રાજાને જણાવ્યું જેની છત્ર છાયામાં સુખપૂર્વક વસાય છે તે શું પ્રશંસાપાત્ર નથી ? ૨૨. હે રાજનું! ચંદ્રની ચાંદની જેવો સફેદ, પૂર્વ તરફ ઊંચા આસનવાળો, સૂંઢને લાગેલ છે ચાર દાંત જેને, સૂક્ષ્મ બે પીળી આંખોવાળો, વીશ નખવાળો, ભૂમિને સ્પર્શતી સૂંઢવાળો, સૂંઢથી કંઈક નાની પૂંછડીવાળો, સમુન્નત નાની ડોકવાળો, વિસ્તૃત ઊંચા કુંભ સ્થળવાળો, ક્રમથી નીચું નમતા વંશકવાળો, જેના પાછળના બંને ભાગ ઢળતા છે, શરીરના બંને બાજુના ભાગો ઉન્નત છે જેના લક્ષણો અને ચિહ્નોથી લક્ષિત સેચનક નામનો હાથી અમુક વનમાં વસે છે. ૨૬. વધારે કહેવાથી શું? શું ઐરાવણનો ભાઈ છે? આ ઉત્તમ હાથી સમુદ્ર મંથન કરતા નીકળ્યો છે. ૨૭. આ સેચનક હાથી તારી પાસે જ શોભે. ઈન્દ્રને છોડીને શું ઐરાવણ બીજા પાસે હોય? ૨૮. જલદીથી ઉચિત સામગ્રીથી તાપસોની પૂજા કરીને કૃતાર્થ રાજાએ પરમ હર્ષથી રજા આપી. ર૯. જેમ શ્વાસનિરોધક શ્વાસને રૂંધે તેમ સમગ્ર સામગ્રી લઈને રાજાએ વારીના પ્રયોગથી, હાથીને બાંધ્યો. ૩૦. તીક્ષ્ણ, અંકશ, આરોથી તેમજ નિબિડ મગરોથી આને અતિશય મારવામાં આવ્યો કેમકે ભય વિના શિક્ષા આવતી નથી. ૩૧. સાંકળોથી આને બે પગ બાંધીને હાથીને આલાન સ્તંભની સાથે બાંધી દેવામાં આવ્યો. સ્વજનોનો ત્યાગ કરીને એકાકી થયેલ આત્મા કોના કોના વડે દબાતો નથી. ૩૨. સૂંઢ, પૂંછડું અને બે કાન ચલાવતો હાથી ભાગ્યે આપેલી દશાની જેમ ક્રોધથી ધ્યાન કરવામાં તત્પર થયો. ૩૩. આશ્રમનું કલ્યાણ થયું એમ સંતુષ્ટ થયેલા, કૂદકા મારતા તુચ્છ ધર્મીઓ સર્વે પણ તાપસી આવીને હાથીનો સર્વથી તિરસ્કાર કરવા લાગ્યા. એક જૈનમતને છોડીને બીજા દર્શનમાં વિવેક નથી. ૩૫. રે રે દુર્ઘતમાતંગ ! તું ચાંડાલ છે એ સુનિશ્ચિત છે. ઉપકારીનું ઋણ ચૂકવવાને બદલે વધારે પીડા કરી. ૩૬. રે પાપી! જન્મથી માંડીને અત્યાર સુધી કરુણાળુ અમોએ તારું ઘણું લાલન પાલન કર્યું. ૩૭. માતાના દૂધથી વંચિત રહેનાર બાળકની જેમ હંમેશા મહાદરથી પોતાના હાથે કોળિયો કોળિયો આપીને મોટો કર્યો. ૩૮. હે કૃતધ્વ! તે ક્ષણથી અમારા આશ્રમને ભાંગ્યો. અથવા પોષણ કરાયેલ સાપ પાસેથી ડંસ સિવાય બીજું કાંઈ મળે ? ૩૯. તારા કરતા કૂતરા લાખ ગણા સારા જેઓને ખાખરાનો ટૂકડો આપવામાં આવે તો ઘણો ઉપકાર માને છે. ૪૦. રાંક છે એમ સમજીને સજ્જનો લુચ્ચાઓને પોષે છે. તેની બદલીમાં દુષ્ટ મહાપાપીઓ તેઓને વિપત્તિમાં નાખે છે. ૪૧. આ શરણાર્થીઓ છે એમ માનીને સજ્જનો હંમેશા તેઓનું રક્ષણ કરે છે. દુર્જનો તે જ ઉપકારી સજ્જનોને મારે છે. ૪૨. ભૂખ્યા થયેલા લુચ્ચાઓ ધાર્મિકતાનો ઢોંગ કરીને રહે છે. ધાર્મિકો આઓનું ઘણું વાત્સલ્ય કરે છે. ૪૩. પુષ્ટિને પામેલા, પાછળથી શત્રુભાવને ધારણ કરતા, કૃતજ્ઞ બનીને આ પાપીઓ તેઓના વિરોધી બને છે. ૪૪. સેંકડો ઉપકાર કરીને દુર્જનો પોતાના કરી શકાતા નથી. દૂધથી સિંચન કરવામાં આવે તો પણ શું લીંબડો મીઠો થાય? ૪૫. જો કે આ લોકમાં સજ્જનો લુચ્ચા માટે કાયાનો ભોગ આપે છે તો પણ આ (લુચ્ચો) સ્નેહને તોડે છે, કઠોરતાને આચરે છે. ૪૬. માથા ઉપર ચડાવાય તો પણ ખરેખર લુચ્ચો લુચ્ચો જ છે. સાપને દૂધ પીવડાવવામાં આવે તો પણ વિષને ધરનારો જ થાય છે. ૪૭. આ દુર્જનથી બચવા એક જ ઉપાય છે કે સાપની જેમ હંમેશા તેનો દૂરથી ત્યાગ કરવો. ૪૮. હવે જો તે લુચ્ચો પીછો ન છોડતો હોય
૧. વારી: હાથીને પકડવા માટે કરવામાં આવતો ખાડો
Page #218
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૯
૨૧૩
તો બીજો ઉપાય એ છે કે તેની જેમ આક્રમણ કરીને મોઢું પકડવું. ૪૯. ભાગ્યજોગે અમને ઉપસર્ગ કરવાનું તને આ ફળ મળ્યું. કદર્થના કરાયેલા મુનિઓ કલ્યાણને માટે થતા નથી. ૫૦. તેં જે પોતાને ઉચિત ફળ મેળવ્યું છે તે બહું સારું થયું નહીંતર જડ લોક હંમેશા પાપને જ આચરે. ૫૧.અરે ! તું આ પ્રમાણે બંધાયે છતે આશ્રમ નિવિઘ્ન થયું. એક દુર્જન બંધાએ છતે બાકીનાને શાંતિ થાય છે. પર.
આ પ્રમાણે આક્રોશ કરાતો હાથી અગ્નિની જેમ સળગ્યો. બુદ્ધિમાનો પણ ક્રોધને પામે છે તો અજ્ઞાનીઓની શું વાત કરવી ? ૫૩. જેમ માછીમાર માછલાને નિબિડ જાળમાં ફસાવે તેમ પ્રપંચ કરવામાં ચતુર લુચ્ચા મુનિઓએ મને પાશમાં નંખાવ્યો છે. ૫૪. જેમ મહાબળવાન વૃક્ષને ઉખેડી નાખે તેમ આણે કોપના આવેશથી ક્ષણથી જ ખીલાને ઉખેડી નાખ્યો. ૫૫. તાપસોને ઘણો ભય પમાડતો સડી ગયેલ દોરડાની જેમ શૃંખલાને તત્ક્ષણ તોડી નાખી. ૫૬. હાથી છૂટે છતે ભયથી તાપસો પોતાના જીવિતને લઈને કાગડાની જેમ દશે દિશામાં નાશી ગયા. ૫૭. જાણે કે માતાને યાદ ન કરતો હોય તેમ હાથી વિવિધ પ્રકારના વૃક્ષોથી સંકીર્ણ અને ઘણાં જળશયોથી પૂર્ણ અટવીમાં પહોંચ્યો. ૫૮. પછી અભયકુમાર વગેરે કુમારો ઉત્તમ ઘોડેસવારની તથા સામંતો વગેરેની સાથે શ્રેણિક રાજા ઉત્તમ ઘોડા ઉપર બેસીને હાથીને પકડવા સ્વયં જલદીથી અટવી તરફ ચાલ્યો. રાજાઓ તો પોતાના વાછરડાને વાળવા જાય છે. ૬૦. ઘોડા ઉપર આરૂઢ થયેલા રાજા વગેરે અને ઉત્તમ ઘોડેસવારોએ જેમ શત્રુના કિલ્લાને વીંટે તેમ હાથીને ચારે બાજુથી ઘેરી લીધો. ૬૧. તેઓએ પણ હાથીને લોભાવ્યો, તર્જના કરી, જગતમાં જે કંઈ સર્વ વસ્તુ છે તે ભક્તિ અને શક્તિથી સાધ્ય છે. ૬૨. અબુઝ મનુષ્યની જેમ મદ અને મત્સરથી વિહ્વલ સેચનક હાથીએ કોઈને પણ ગણકાર્યો નહીં. ૬૩. નંદિષણ કુમારની મૂર્તિને જોતા અને વચનોને સાંભળતા સાધુની જેમ શાંત થયો. ૬૪. સેચનક હાથી વિભંગ જ્ઞાની હતો તેથી તેણે નંદિષણની સાથે પૂર્વભવના સંબંધને જાણ્યો. ૬૫. હાથીના પેટ ઉપર બાંધેલી દોરડીને પકડીને છલાંગ મારીને જલદીથી પણ ઉત્તમ નંદિષેણ નથી મુકાયું પગલું જેના ઉપર એવા હાથી ઉપર આરૂઢ થયો. અર્થાત્ અત્યાર સુધી નંદિષણ સિવાય બીજો કોઈ હાથી ઉપર ચડયો ન હતો. ૬૬. જેમ ગારુડમંત્રથી સાપ સ્તંભિત થાય તેમ નંદિષણની વાણીથી હાથી દંતઘાતાદિથી વિરામ પામ્યો. ૬૭. શ્રેણિક વગેરેથી વીંટળાયેલ સેચનક ઉપર આરૂઢ થયેલ નંદિષણ જાણે નવો ઈન્દ્રનો પુત્ર હોય તેમ ઘણો શોભ્યો. ૬૮. મેં શૃંખલ હાથીને વશ કર્યો તેથી હું પોતાના આત્માને વશ કરીશ એમ સૂચવવા તેણે હાથીને સ્તંભમાં બાંધ્યો. ૬૯.
ન
બીજા આચાર્ય ભગવંતો હાથીના વિષયમાં બીજી રીતે જણાવે છે. જેમ કે જ્યારે તાપસના વચનોથી ગુસ્સે થયેલો હાથી વનમાં ગયો ત્યારે તે દેવતા અધિષ્ઠિત હતો. ૭૦. તે વખતે દેવતાએ તેને કહ્યું હતું કે હે વત્સ સેચનક ! અરે તે પૂર્વે તેવા પ્રકારનું કર્મ બાંધ્યું છે. ૭૧ જેથી કરીને તું શ્રેણિક રાજાનો વાહન થશે તું બળાત્કારે કર્મ ભોગવશે. કારણ કે કર્મ જ બળવાન છે. ૭૨. હે વત્સ ! તું જા અને આલાન સ્તંભનો આશ્રય કર. જેથી કરીને તું પૂજાશે. તું અનુકૂળ થયે છતે કોણ તારું પ્રિય ન કરે ? ૭૩. દેવીના વચનમાં વિશ્વાસ મૂકતા હાથીએ તેમજ કર્યું. જેને દેવીના વચનમાં વિશ્વાસ ન બેસે ત્યારે તે કોનામાં વિશ્વાસ કરે ? ૭૪.
ત્યારપછી હસ્તિપાલે જઈને રાજાને જણાવ્યું : હે દેવ ! જેના માટે તમે વનમાં ગયા હતા તે હાથી તમારા પુણ્યને ખેંચનાર સજ્યંત્રથી આકર્ષાયેલો સ્વયં અહીં આવીને આલાન સ્તંભ પાસે ઊભો છે. ૭૬. તેને સાંભળીને હર્ષિથી પૂરાયેલ રાજાએ વિચાર્યું : આ હાથીઓમાં શિરોમણિ ખરેખર દેવતા અધિષ્ઠિત છે. નહીંતર આ પશુ સ્વયં કેવી રીતે આવે ? એ પ્રમાણે આનંદથી પુલકિત રાજાએ હાથીને નગરમાં પ્રવેશ
Page #219
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૧૪
કરાવ્યો. ૭૮. રાજાએ શુભ દિવસે હાથીને પટ્ટબંધ કર્યો. કેટલાક તિર્યંચોની પણ ભાગ્યની સીમા હોતી નથી. ૭૯. આદરપૂર્વક ગોળવાળા ઘઉં વગેરેના મુખ્ય ભોજનો અને ઉત્તમ શેરડી વગેરે હાથીને ખવડાવવામાં આવે છે. ૮૦. હાથીને લવણ જલથી આરતી અને ઓવરણા કરવામાં આવે છે. ઉત્તમવિધિમાં એકવાર બાહ્ય અને અત્યંતર સુખો પ્રાપ્ત થાય છે. ૮૧.
એકવાર હાથી પાણી પીવા અને ન્હાવા માટે નદીમાં પ્રવેશ્યો ત્યારે હાથીને તંતએ પકડયો. પોતાના ક્ષેત્રમાં કોનું બળ નથી ચાલતું ? ૮ર. તંતુક ચાર પગવાળો વજ સ્ફૂરક સંસ્થાનવાળો વજ્રથી પણ ન ભેદાય એવી પીઠવાળો હોય છે. ૮૩. તેના ચારેય પણ પગમાં પ્રાણીને પકડવા માટે એકેક ઉપાય (સાધન) હોય છે. તેનું પકડવાનું સાધન તંતુ વરત' જેટલું લાંબુ અંગૂઠા જેટલું જાડું હોય છે. તંતુ મહેલની દિવાલ જેટલો ઊંચો અને દિવાલની જાડાઈ જેટલો જાડો. અહો ! લોકમાં આનું નિર્માણ કેવું અદ્ભુત છે ! ૮૫. પૃથ્વીતલ ઉપર મૂકેલા પગમાં પ્રાણને પૂરીને તંતુને પ્રસારીને પાણીમાં રહેલા જીવને પકડે છે. ૮ ૬. જેઓએ સાક્ષાત્ તંતુકને જોયો છે એની પાસેથી અમે તેનું સ્વરૂપ સાંભળ્યું છે અને અમે અહીં જણાવ્યું છે. ૮૭. પુરુષોએ જઈને રાજાને ખબર આપ્યા કે હે દેવ ! જેમ નરકથી હિંસક પકડાય તેમ તંતુકે સેચનકને પકડ્યો છે. ૮૮. રાજા વડે પૂછાયેલા અભયે કહ્યું : હે તાત ! કયાંયથી પણ ચિંતામણિ સમાન જળકાંતમણિ હમણાં મળે તો હાથી છૂટી શકે બીજી કોઈ રીતે નહી. અહીંયા બીજો કોઈ પુરુષાર્થ કામ લાગે તેવો નથી. ૯૦. અમારી પાસે ઘણાં રત્નો છે. પણ તેમાં જળકાંતમણિ નથી. જેમ પુસ્તકમાં રહેલી વિદ્યા ખરે ટાણે ઉપયોગી થતી નથી તેમ હમણાં રત્નો આપણને ઉપયોગી થતા નથી. ૯૧. પુત્રી દ્રવ્ય આપીને (અર્થાત્ પુત્રીને પરણાવીને) કયાંયથી પણ જળકાંતમણિ મેળવવું જોઈએ કારણ કે સેચનકથી બીજું કોઈ શ્રેષ્ઠ હસ્તિરત્ન નથી. જલકાંત મણિ લાવીને જે સેચનક હાથીને તંતુકથી છોડાવશે તેને હે લોકો ! રાજા હજાર ગ્રામ સહિત પોતાની પુત્રી પરણાવશે. એમ પટહ વગડાવીને રાજાએ ઘોષણા કરાવી. ૯૪.
હું રાજાની પુત્રીનો પતિ થઈશ તથા ભાગ્યથી ૠદ્ધિ સહિત એક હજાર ગામને પ્રાપ્ત કરીશ અને દારિદ્રયના મસ્તકે પગ મૂકીશ એમ સમજીને કંદોઈએ જલદીથી જઈને હર્ષથી પટહનો સ્પર્શ કર્યો. ૯૬. જલદીથી નદી ઉપર પહોંચીને મણિને નાખ્યો એટલે જેમ અનાજના દાણાને દાબતા બે ભાગ થઈ જાય તેમ પાણીના બે ભાગ થઈ ગયા. ૯૭. સ્થળ છે એમ જાણીને હાથીને મૂકીને તંતુક જલદીથી નાશી ગયો. સસલાના ચરણમાં જે શીવ્રતા છે તે જ તેનું બળ છે. ૯૮. વૃત્તાંતને સાંભળીને રાજાએ લોકને પુછ્યું કે કોણે હાથીને તંતુકથી છોડાવ્યો ? ૯૯. લોકોએ કહ્યું : કંદોઈએ હાથીને બચાવ્યો છે. જેમ મધ્યમ પુણ્ય અને પાપમાં ગરકાવ થાય તેમ રાજા વિષાદ અને આશ્ચર્યમાં ડૂબી ગયો. ૪૦૦. અહો ! કંદોઈને આવું ઉત્તમ મણિરત્ન પ્રાપ્ત થયું ! અથવા શાસ્ત્રમાં સંભળાય છે કે કૂતરાની દાઢમાં શું મણિ ન હોય ? ૪૦૧. આને પોતાની પુત્રી કેવી રીતે અપાય ? શું પંડિતો લાખના મૂલ્યવાળા મણિને કાગડાની ડોકમાં બાંધે ? ૪૦૨. પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે જો હું કન્યાને પરણાવું તો પ્રતિજ્ઞાના લોપથી જગતમાં કુવાદિની જેમ મારી નિંદા થશે. ૪. હું કંઈપણ (પ્રતિજ્ઞા પાળવા કે ભાંગવા) કરવા સમર્થ નથી. દુઃખી જીવો કરવા માટે બધું સ્વીકારે પણ પાલન કરવું દુષ્કર છે. પ. એમ રાજા ચિંતામાં પડ્યો ત્યારે હે શ્રોતાઓ નગરમાં જે બનાવ બન્યો તેને એકાગ્ર ચિત્તથી કુતૂહલપૂર્વક સાંભળો. ૬.
ભોજન સમયે એક મોદકને ભાંગતી જયશ્રીએ પોતાના શીલની જેમ નિર્મળ રત્ન જોયું. ૭. હૈયામાં
૧. વરત : વાવમાંથી કોસથી પાણી કાઢવા માટેનું જાડું દોરડું. તેની લંબાઈ કૂવાના પાણીની ઊંડાઈ જેટલી હોય છે.
Page #220
--------------------------------------------------------------------------
________________
સ –૯
૨૧૫ ગાઢ આશ્ચર્ય પામેલી તેણીએ સાક્ષાત્ જાણે દારિદ્રયના કંદોને ભાંગતી હોય તેમ બીજા લાડુઓને ભાંગ્યા. ૮. જેમ નાળીયેરમાં ગોટો નીકળે તેમ દરેક લાડુમાંથી એકેક રત્ન નીકળ્યું. ૯. તેણીએ કૃતપુણ્યને પુછ્યું: હે સ્વામિન્ ! ચોરના ભયથી રત્નોને ગોદડીમાં સીવી દે તેમ તમે શું લાડુમાં નાખી દીધા. ૧૦. હે જીવેશ! મારા બધા આભૂષણો અને હજાર સુવર્ણને કેમ ન વાપર્યા? ૧૧. ગાંભીર્યના ભંડાર આણે કહ્યું : હા ચોરના ભયથી મેં રત્નો છુપાવી રાખ્યા હતા. હે પ્રિયા માર્ગો વિષમ હતા. ૧૨. હે શીલશાલિની! જો બીજી રીતે ધન ઉપાર્જન થતું હોય તો આભૂષણો વગેરે વટાવવાની શું જરૂર છે? ૧૭. હે પ્રિયા ! બીજા આભૂષણો કરાવવા કરતા તો આ જુના દાગીના ન વેચવા સારા કારણ કે આને વેંચીને ફરી બીજા કરાવવા જઈએ તો સોનીનું ઘર ભરાય અર્થાત્ તેને જ લાભ થાય. (જુના આભૂષણની મજૂરી જાય અને નવા આભૂષણની મજૂરી આપવી પડે.) ૧૪.
જયશ્રી બોલીઃ હે નાથ ! મેં એક લાડુ પુત્રને આપ્યો હતો. તેમાં મણિ હોવો જોઈએ એમ હું ધારું છું. ૧૫. કૃતપુણ્ય જાણતો હતો છતાં જયશ્રીને કહ્યું ઃ લાડુમાં મણિ હતો કે નહિ એમાં શું પૂછવાનું હોય? જેમ કૃષ્ણની છાતીમાં કૌસ્તુભમણિ હતો તેમ લાડુમાં નક્કીથી મણિ હતો જ.૧૬. હે પ્રિયા! તે સારું ન કર્યું. તેથી પુત્રને જલદીથી પૂછ કે તેણે ક્યાં રાખ્યું છે? આમાં શંકા શું હોય? ૧૭. તત્ક્ષણ પુત્રને બોલાવીને જયશ્રીએ પુછ્યું : હે વત્સ! સાચું બોલ લાડુમાં નીકળેલા મણિને ક્યાં રાખ્યો છે? ૧૮. હે વત્સ, તને લાડ, સેવ અને ગોળધાણા આપીશ માટે તું સાચું બોલી જા. ૧૯. ઘણાં ખુશ થયેલ પુત્રે સાચું જણાવ્યું કે હે માતરૂ! મણિના બદલામાં મેં કંદોઈ પાસે વડા લીધા છે. ૨૦. કૃતપુણ્યનો પુત્ર અતિ શીઘ્રતાથી પિતાને કંદોઈની દુકાને લઈ ગયો. ભોજનની લાલચ આપીને બાળકો પાસે કામ કઢાવી શકાય છે. ૨૧. કૃતપુણ્ય કંદોઈની સાથે ઝગડો કર્યો. અરે! કંદોઈ મારા પુત્રે તારી પાસેથી વડા લીધા છે તેની કિંમત લઈને મને મણિ પાછો આપ. વાણિયાઓ અધિક લાભને જવા દેવા ઈચ્છતા નથી. ૨૩. કંદોઈએ કહ્યું : હે શ્રેષ્ઠિનું ! તમે જરાય સારું બોલતા નથી. તમારા પુત્રે સામે આવીને મારી પાસે વડા માગ્યા છે. વડા આપીને મેં રત્ન લીધું છે એમને એમ નથી લીધું. તમે શું કિંમતી કરિયાણા ઓછા ભાવમાં પડાવી લેતા નથી ? ૨૫. હે વાણિયાના શિરોમણિ ! તું જા હું મણિ નહીં આપું. કૃતપુણ્ય કહ્યું હું મણિ લઈને જઈશ એમને એમ નહિ. ૨૬. એમ વિવાદ કરતા તે બે રાજકુલમાં ગયા. રાજકુળમાં ગયા વિના શું ઝઘડાનો અંત આવે? ૨૭. તે બંનેએ ત્યારે જાણે કે રાજાની ચિંતારૂપી શાકિનીને ભગાડવા માટે મંત્ર ન હોય તેવું પોતાના વિવાદનું કારણ રાજાને જણાવ્યું. ૨૮. અરે કંદોઈ ! આના પુત્રને આપેલી વસ્તુની કિંમત લઈને તું કૃતપુણ્યને મણિ ક્ષણથી આપી દે. ર૯. એમ રાજાએ કંદોઈ પાસેથી રત્ન કૃતપુણ્યને અપાવ્યું. અથવા બધા પણ મોટું જોઈને તિલક કરે છે. ૩૦. અને વિચાર્યું કે આ મણિનો સ્વામી થયો તે સારું થયું. ચંદ્ર અમૃતનો આધાર છે. ૩૧. અમે આ પુત્રીને મોટી કરીને સંકટમાંથી કેવી રીતે છૂટશું એવી ચિંતા હતી તે કંદોઈને બદલે કૃતપુણ્ય ઉતમ વર પ્રાપ્ત થવાથી તે ચિંતા પૂરી થઈ. ૩૨. નક્કીથી તેમાં પુત્રીનું ભાગ્ય જાગે છે અથવા સર્વ પણ આ લોક પોતાના પુણ્યોથી જીવે છે. ૩૩. એમ રાજાએ હર્ષથી કૃતપુણ્યને એક હજાર ગામ આપીને શુભ દિવસે મનોરમા નામની પુત્રી પરણાવી. ૩૪.
તે વખતે દેવદત્તા વેશ્યાએ જાણ્યું કે કૃતપુણ્ય ઐશ્વર્યને પામ્યો છે લક્ષ્મી કોની પ્રસિદ્ધિ નથી કરતી? ૩૫. ત્યારે જાણે સાક્ષાત્ માયાની પેટી ન હોય તેમ શ્યામ અને વાંકડિયા વાળને ધારણ કરતી દેવદત્તાએ વાળની વેણી બાંધી. ૩૬. જેમ દંતવાણિજક હાથી દાંતને ઘસીને ઉજળા કરે તેમ દેવદત્તા વેશ્યાએ સતત
Page #221
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૧૬ તાંબૂલના ભક્ષણથી અત્યંત લાલ થયેલા દાંતને ઘસીને ઉજળા કર્યા. ૩૭. આણે બે હાથમાંથી કંકણાવલિને અને ડોકમાંથી હારને ઉતાર્યો જાણે પવિત્રતા અને સત્યની આવલિ (શ્રેણી) ન હોય તેમ. ૩૮. આ ધૂર્તાએ ગળામાં હારને બદલે સૂતરનો દોરો બાંધ્યો. જાણે એમ બતાવવા માગતી હતી કે હું આ હારને લાયક નથી. તુચ્છને શું ઉચિત હોય? ૩૯. ધન આપનારને વિશે પણ વિરાગી થઈ છું તેવું બતાવવા તેણી આવા પ્રકારના શ્વેતવસ્ત્રોને ધારણ કર્યા. ૪૦. આણે વિવિધ પ્રકારના વચન ચાતુર્યમાં ચતુર પોતાની દાસીને કૃતપુણ્યની પાસે મોકલી. ૪૧. વરસાદ વરસ્યા પછી ઘાસના પૂળામાંથી પાણી આવે તેમ માયાથી આંસુ સારતી આ કૃતપુણ્યની આગળ રહીને ગદ્ગદ્ વાણીથી બોલીઃ ૪૨. જે દિવસે બુદ્ધિભ્રષ્ટ વૃદ્ધાએ કલ્પવૃક્ષ સમાન તમને ઘરમાંથી હકાલપટ્ટી કરી ત્યારથી માંડીને હે શ્રેષ્ઠિનું! તારી દેવદત્તા પ્રિયાએ સ્નાન તાંબૂલપુષ્પાદિ સર્વભોગાંગનો ત્યાગ કર્યો છે. ૪૪. ઘણાં દુઃખના ભરથી દુ:ખી થયેલી આણે જાણે અતિ પરિચયથી ગાઢ દુર્ભાગ્યના પાત્રો ન થયા તેમ આભૂષણોને દૂર કર્યા છે. ૪૫. પણ માતાની પાસે એનું કંઈ ચાલ્યું નહીં તારા વિયોગથી ઉત્પન થયેલ રોષથી જાણે વેણી બાંધી. ૪૬. તારા વિયોગના દુઃખથી કુસ્વભાવી બાળકની જેમ ફક્ત રડવા લાગી. ૪૭. વૃદ્ધાએ આને કહ્યું તું ભણ્યનું ભોજન કર. જલદીથી દુધનું પાન કર. આહાર વિના નિરાધાર શરીર ટકતું નથી. ૪૮. તારી પ્રિયાએ જણાવ્યું કે જેમ સૂર્યના દર્શન પછી દિશા વસ્ત્રને ધારણ કરે છે તેમ મારા અતિપ્રિય કૃતપુણ્યના દર્શન થશે પછી મારા મુખમાં દાણો પડશે. ૪૯. પુત્રીનો આગ્રહ જોઈને ખેદ પામેલી વૃદ્ધાએ તમારી શોધ માટે જલદીથી દાસીઓને મોકલાવી. ૫૦. તમને ઘણાં શોધવા છતાં પણ ક્યાંય ન મળ્યા. અથવા તો હાથમાંથી પડી ગયેલું રત્ન જેમ-તેમ (સહજ) મળતું નથી. ૫૧. તેઓ પાછી ફરીને તારું સ્વરૂપ જણાવ્યું તો પણ દેવદત્તાએ ભોજન કરવા ન માન્યું. તેના નિર્ણયમાં કંઈ બાંધછોડ ન થઈ. પર. આ ભોજન નહીં કરે છતે અમે વગેરે સમસ્ત પણ પરિવાર વિષાદ પામ્યા કારણ કે અમારી સ્વામિની અમારે સર્વસ્વ છે. ૫૩. ભાગ્ય યોગે તે વખતે મોટો નૈમિત્તિક આવ્યો. અથવા સ્વામિનીનું ભાગ્ય હંમેશા લોકોત્તર છે. ૫૪. હું કંઈક દેવદત્તાને શીખામણ આપું એમ પીઠ પાછળ રહેલા તેણે કહ્યું. કોણ બીજાની વ્યથાને જાણે? (એ વખતે દેવદત્તા મહાવ્યથામાં હતી.) પપ. સ્વામિનીએ તેને કહ્યું : હે ભદ્ર! આ ભવમાં કતપુણ્ય મારી કાયાનો સ્પર્શ કરશે અથવા તો અગ્નિ (બેમાંથી એક). ૫૬. નિમિત્તકે કહ્યું : હે ભદ્રા સુગાત્રિ! કૃતપુણ્ય કોણ છે? સુમંત્રની જેમ નિરંતર આ પ્રમાણે જેનું ધ્યાન કરે છે. પ૭. ત્યારપછી તારી આલિંગન વગેરેની ક્રીડાને યાદ કરીને વિશેષથી રડી. અથવા તો તેનો તારી ઉપરનો સ્નેહ કોઈક લોકોત્તર છે. ૫૮. વૃદ્ધાએ નૈમિત્તકને કહ્યું તું સર્વ જાણે છે તેથી જોઈને કહે કૃતપુણ્યની સાથે પુત્રીનો મેળાપ ક્યારે થશે? ૫૯. લગ્ન સામર્થ્ય અને નાડી સંચારને જાણીને પરીવાર સાવધાન થયે છતે આણે કહેવાની શરૂઆત કરી. ૬૦.
ખરેખર આને બાર વર્ષ પછી પ્રિયનો સંગમ થશે જો મારી આ વાત સાચી ન પડે તો હું પુસ્તકને હાથ નહીં લગાડું. ૬૧. તેને સાંભળીને દેવદત્તામાં કંઈક પ્રાણ આવ્યો. હે શ્રેષ્ઠિનું (કૃતપુણ્ય) ! સતી શિરોમણિ દેવદત્તાએ માતાને આ પ્રમાણે કહ્યું : ૬૨. હે માતા! નિમિત્તશે સારું જણાવ્યું પણ તેટલા વરસ સુધી કોણ જીવશે કે કોણ નહીં જીવે? ૬૩. સ્થવિરાએ દેવદત્તાને કહ્યું : હે વત્સા ! તું મારું કહ્યું માન. પોતાની માતાનું કહ્યું માનીને ભોજન કરીને તેટલો કાળ જીવ. ૬૪. પ્રાણોને ધારણ કરતી તને અવશ્ય પ્રિયનો સંગમ થશે. જીવતા-જાગતા જીવોને કલ્યાણની પરંપરા થાય છે. ૬૫. દેવદત્તાએ કહ્યું : હે માતા! જો તું બીજા પુરુષને સેવવાનું ન કહેતી હોય તો ભોજન કરું નહીંતર નહીં. ૬ ૬. વૃદ્ધાએ કહ્યું છે
Page #222
--------------------------------------------------------------------------
________________
સર્ગ–૯
૨૧૭ પુત્રી! તું આવું કેમ બોલે છે? મેં પાપિણીએ તારા પતિને બહાર કાઢયો છે. ૬૭. હે પુત્રી! તે કારણથી તું આવી દશાને પામી છે. જે એકપણ ચોરી કરાઈ છે તે કુટીરમાં માતી નથી. ૬૮. આ મારી ભૂલથી હું હમણાં પસ્તાઉં છું તેથી તેને બીજા પુરુષ માટે કેવી રીતે આગ્રહ રાખું? ૬૯. વૃદ્ધાએ તેનું વચન માન્ય કર્યા પછી તારા સંગમના મનોરથવાળી દેવદત્તાએ શરીરને ટકાવવા ભોજન કર્યું. ૭૦. હે શ્રેષ્ઠિનું! યોગિનીની જેમ તારા બે ચરણનું સતત ધ્યાન કરતી આણે બાર વર્ષ માંડ પસાર કર્યા છે. ૭૧. બાર વરસ પસાર થયા પછી હજુ કયાંયથી તમારા સમાચાર મળતા નથી તેથી શું નૈમિત્તિકનું વચન ખોટું પડશે? અથવા છીછરા ક્યારામાં રહેલા પાણીની જેમ મારું ભાગ્ય છીછરું છે. ૭૩. હે સુંદર! આમ વિચાર કરતી તે જેટલામાં રહે છે તેટલામાં બે કાનને માટે અમૃત સમાન તારું આગમન સાંભળ્યું. ૭૪. તારા આગમનને સાંભળીને આજે પોતાને જીવતી અને ત્રણભુવનમાં વસતી માને છે. ૭૫. હે સુભગ ! તારી પ્રાણપ્રિયા દેવદત્તાએ ઘણાં આદરથી મને તારી પાસે મોકલાવી છે. ૭૬. તારા વિયોગ અગ્નિથી સંતપ્ત થયેલી તેણીએ વચનથી સંદેશો કહેવડાવ્યો છે કે પોતાના દુઃખનું કહેવાનું સ્થાન તારા સિવાય બીજો કોઈ નથી. ૭૨. તેથી હે સ્વામિન્ ! હે કરુણામૃત સાગર ! હે પ્રિય! આવીને મને દર્શન અને પ્રાણભિક્ષા આપ. ૭૮.
કૃતપુણ્ય શ્રેષ્ઠીએ ચતુરાઈમાં નિપુણ તેને કહ્યું ઃ જો બીજો દુષ્ટ જણાઈ ગયો છે તો શું એને પંપાળવાનો હોય ? મેં તેને ઓળખી લીધી છે અને તમારા ચારિત્રને જાણ્યું છે. માલવનો રાજા જોવાયો અને માલવ દેશમાં થતા ખાખડા પણ ખાધા. ૮૦. હે ભદ્રા ! પોતાનું કલ્યાણ ઈચ્છતા લોકોએ તમારી છાયામાં પણ ન આવવું જોઈએ. વિદ્વાનોએ વિષભૂમિના વૃક્ષની જેમ તમારો વિશ્વાસ ન કરવો જોઈએ. ૮૧. જેમ વેલડીઓ વડે જ વૃક્ષ ભક્ષણ કરાય તેમ હું તમારા વડે પગથી માથા સુધી ભક્ષણ કરાયો છે. તે શું મને યાદ ન આવે? ૮૨. સઆચરણથી રહીત, શરીરથી જ કોમળ, (મન-વચનથી નહીં) સાપણ જેવી ઉગ્રભોગમાં ઉત્પન્ન થયેલ સર્પો જેવી, ગતિથી વક્ર, સર્વ રીતે પછી પછીના વિલાસોથી પુરુષરૂપી ઊંદરડાને ખાનારી વેશ્યાઓ ઉપર કેવો વિશ્વાસ રખાય? ૮૪.
દાસીએ કહ્યું હે શ્રેષ્ઠિનું! તમે જે કહો છો તે સાચું છે. મોટા ભાગે વેશ્યાઓ આવી હોય છે. ૮૫. પરંતુ મારી સ્વામિની દેવદત્તા આવી નથી. શું ક્યાંય પાંચેય આંગડીઓ સરખી હોય? ૮૬. મારા ઘરના ખૂણામાં બેઠેલી આ પણ ભલે ખાય. પૂર્વે મારે આની સાથે શ્રેષ્ઠ પ્રેમ હતો. ૮૭. એમ વિચારીને આણે દાસીને કહ્યું હે હલા! જો તારી સ્વામિનીને મારી ખરેખર જરૂર હોય તો ૮૮. જેમ નદી સમુદ્રમાં જાય તેમ સર્વ વિચારણાનો ત્યાગ કરીને સીધી રીતે ચાલીને મારી ઘરે આવે. ૮૯. હર્ષિત થયેલી દાસીએ કૃતપુણ્યને કહ્યું હે શ્રેષ્ઠિનું! મારી સ્વામિનીને સુવિશાળ અલગ ઘર રહેવા માટે આપ. જેથી પર્ષદાથી સહિત અમારી
સ્વામિની રહી શકે અથવા તો અમારે જ તમારી પાસે સમીહિતને માગવું છે. ૯૧. આણે પોતાના ઘરની પાસે ક્ષણથી ઉત્તમ ઘર આપ્યું. એક હજાર ગામના સ્વામીને શું તોટો હોય ? ૯૨. જેમ બંધાતા કર્મમાં સજાતીય પ્રકૃતિ સંક્રમણ કરે તેમ પરિવારથી સહિત કૃતપુણ્યની પાસે આવી. ૯૩. જાણે સાક્ષાત્ ભુવનની લક્ષ્મી ન હોય એવી જયશ્રી, રાજપુત્રી મનોરમા અને દેવદત્તા વેશ્યાની સાથે ઉત્તમ વણિકપુત્ર શોભ્યો. ૯૪. તેમાં સમસ્ત ગુણોથી પરિપૂર્ણ જયશ્રી વડીલો વડે કહેવાયેલી છે, પ્રથમ પત્ની છે, પુત્રવાળી છે તેથી તેને કુટુંબની સ્વામિનીના પદે સ્થાપન કરું કારણ કે ગુણનું પૂજન કરવું ઉચિત છે. ૯૬. શ્રી શ્રેણિક રાજાની પુત્રી, રૂપશાલિની, પ્રસિદ્ધિનું કારણ, અને રાજપુત્રી હોવાને કારણે મને વિશેષ માનનીય છે. ૯૭. વળી દેવદત્તા સર્વ રતિ ક્રીડાના ચાતુર્યમાં પંડિત છે, અકુલીન હોવા છતાં કાયાના સુખને આપનારી છે તેથી
Page #223
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૧૮ આનો પણ મારે સત્કાર કરવો જોઈએ. અશુચિ સ્થાનમાં ઉત્પન્ન થયેલી હોવા છતાં પણ કેતકી માથા ઉપર ધારણ કરાય છે. ૯૯. તે ચારેય પણ શેઠાણીની પુત્રવધૂઓ પણ મારા ઉપર રાગી અને ભક્તિવાળી છે અને સપ્રવર ચતુર છે નહીંતર ઉત્તમ લાડુઓમાં મણિ ન નાખત. તેથી દેવીઓને શોક્ય બનાવે તેવી ચારેયને અહીં બોલાવી લઉ. ૫૦૧. તેઓને બોલાવ્યા પછી ધનસંપત્તિ પાછળ જ આવશે. પૃથ્વીને જીતી લેનાર રાજાઓને કયા ભંડારો સ્વયં ઉપાર્જન કરાયેલા ન થાય? અર્થાત્ રાજ્યને જીતી લેતા રાજાઓને રાજ્યના ભંડારો આનાયાસે પ્રાપ્ત થાય છે. ૫૦૨. તે પણ પુત્રો કુલને કેતુ સમાન છે. દુર્લભ પુત્ર સંપત્તિ ફોગટ કેમ છોડી દેવાય? ૫૦૩. જેમ વેલડીની સાથે વેલડીના ફળો આવે છે તેમ પત્નીઓની સાથે પુત્રો પણ સ્વયં પાછળ આવશે. ૪.
મહામતિ કૃતપુણ્ય અભયકુમારની આગળ પોતાની વિચારણા જણાવી. ૫. હે મહામંત્રિનું! આ જ નગરમાં અઢળક સંપત્તિને ધારણ કરતી શેઠાણી રહે છે. તેને ફોતરા વિનાના શાલિની જેમ ચાર સારભૂત પુત્રવધૂઓ છે. ૬. તેનો પુત્ર મરણ પામ્યો છે તેણીએ મને પોતાના ઘરે લઈ જઈને ચારેય પુત્રવધૂના પતિ તરીકે અને પોતાના પુત્ર તરીકે મને સ્વીકાર્યો હતો. ચારેય પૂત્રવધુઓને પુત્રો થયા પછી મને બહાર કાઢી મુક્યો. ૭. હું તેનું ઘર જાણતો નથી. તેથી તું કોઈપણ ઉપાયથી તપાસ કરાવ. હે રાજપુત્ર! તું કોના વડે કાર્યનો ઉપાય નથી પુછાયો? ૮. જાણે વૃદ્ધા માટે કૂટ–યંત્ર ન હોય બે દરવાજાવાળા સુરાગારને જલદીથી કરાવ્યું. ૯. તેમાં કૃતપુણ્યની સમાન લેપ્યમય પ્રતિમાની સ્થાપના કરાવી અને તેના ચિત્તમાં હર્ષને સ્થાપન કરાવ્યો. ૧૦. અભયે વૃદ્ધાના ઘરને શોધી કાઢવા માટે આખા નગરમાં આ પ્રમાણે એક મંત્ર સમાન ઘોષણા કરાવી. ૧૧. પુરુષ, સ્ત્રી, બાળક, બાળિકા, કુમાર, કુમારી અથવા વૃદ્ધ કે તરુણ કોઈપણ અવસ્થામાં મનુષ્ય સુરાલયમાં આવવું અને વિધનહારિણી યક્ષપ્રતિમાને સાત દિવસની અંદર વાંદવી અને પૂજી જવી નહીંતર સંકટ આવશે એમ નૈમિત્તિકે કહ્યું છે. ૧૪. વિનના ભયથી લોક ત્યાં આવવા લાગ્યો. કયારેક છળથી જેવી રીતે કાર્યની સિદ્ધિ થાય છે તેવી રીતે બળથી નથી થતી. ૧૫. જેમ ગાઢ ઉછળતા ભરતીના પાણીના મોજાના સમૂહનું અંતર દેખાતું નથી તેમ ત્યાં આવતા લોકનું અંતર દેખાતું નથી. અર્થાત્ અત્યંત ભીડ છે. ૧૬. જેમ જીવ આત્મામાં રહેલ કેવળ જ્ઞાન અને કેવળ દર્શનથી લોકને જુએ તેમ ગવાક્ષમાં બેસેલા અભય અને કૃતપુણ્ય લોકને જોયો. ૧૭. વિનના ઘાત માટે લોકે પ્રતિમાને નમીને સારી રીતે પૂજી, અહો! આ લોકના સુખનો અર્થી પ્રાણી કઈ ચેષ્ટા નથી કરતો? ૧૮. જેમ મૂઢ જીવના બે કાનમાંથી કહેવાનું વચન નીકળી જાય તેમ લોક એક દરવાજામાં પ્રવેશી બીજે દરવાજે નીકળી ગયો. ૧૯, ફળથી ભરેલી ડાળીને ધારણ કરતી જાણે જંગમ કદલી (કેળ) ન હોય તેમ આંગડીની પાસે કેડની પાસે રહેલી પુત્રવધૂઓથી યુક્ત વૃદ્ધા આવી. ૨૦. હે સન્મતિ આ તે વૃદ્ધા છે, તે આ મારી સ્ત્રીઓ છે અને આ મારા પુત્રો આવ્યા છે એમ ભ્રકુટિની સંજ્ઞાથી શ્રેષ્ઠીએ મંત્રીને બતાવ્યા. ૨૧. તત્પણ કૃતપુણ્યની સમાન મૂર્તિ જોઈને પ્રાણપ્રિય પતિને યાદ કરીને પુત્રવધુઓએ આંસુઓ સાર્યા. રર. લાંબા સમય પછી આજે અમને અમારા પિતા મળ્યા એમ આનંદથી ભરાયેલા બાળકો પ્રતિમા પાસે આવ્યા. ૨૩. હે તાત! અહીંથી અમને મૂકીને તમે આટલા દિવસ સુધી ક્યાં ગયાં હતા.? એમ બોલીને પુત્રો ક્ષણથી પ્રતિમા ઉપર ચડ્યા. ૨૪. એકે કહ્યું: હું જ પોતાના પિતાનો વહાલો છું તેથી હું ખોળામાં બેસીશ બાકીના તમે દૂર રહો. ૨૫. બીજાએ કહ્યું : અરે ! તું દૂર થા હું જ પિતાનો ઘણો પ્રિય છું. પિતાએ પૂર્વે મને સુંદર ફળાદિક આપ્યા હતા. ૨૬. હું એક જ પિતાના ખોળામાં બેસીશ. હે ભાઈઓ! એમ બાકીના બધા
Page #224
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૯
૨૧૯
બાળકોએ કહ્યું કેમકે બાલચેષ્ટા તેવા પ્રકારની છે. ૨૭. આ પ્રમાણે વિવાદ કરતા તેઓમાંથી કેટલાક ખોળામાં, કેટલાક બે ઢીંચણમાં વળગ્યા. કેટલાક પગમાં વળગ્યા. કેટલાક માથામાં, કેટલાક કાંધ અને ભુજામાં બીજા કેટલાક પીઠમાં વળગ્યા. અથવા મહાપુરુષોને પણ કયારેક ભ્રાન્તિ થાય છે. ૨૯. ત્યાં રહેલા પુત્રો આમતેમ ફરી ફરી ઉછળવા લાગ્યા કેમકે વાંદરાની જેમ બાળકો કયાંય સ્થિર થતા નથી. ૩૦. પ્રતિમાએ કૃતપુણ્યના ઘણાં પુત્રોને આકર્ષિત કર્યા. બે પુત્રોની સાથે સ્થવિરા અંબિકાની મૂર્તિ પાસે ગઈ. ૩૧. સ્થવિરા અને માતાએ પુત્રોને કહ્યું : હે વત્સો ! જલદી આવો ઘણી વાર થઈ ગઈ છે. ૩૨. લટકાળી વાણીથી બધાએ એકીસાથે કહ્યું : હે માતાઓ ! તમે ઘરે જાઓ અમે પિતા પાસે રહીએ છીએ. ૩૩. આ તમારા પિતા નથી. તમારા પિતા ઘરે છે. પરંતુ હે પુત્રો ! આ દેવની પ્રતિમા છે એના ઉપર ન બેસાય. ૩૪. કારણ કે પ્રતિમા ઉપર બેસવાથી કલ્યાણનો નાશ કરનારી આશાતના થાય. હે મુગ્ધો તમે કંઈ સમજતા નથી. તમને શું કહેવું ? ૩૫. અમે તમને નારંગી, કેળા, ખર્જુર, અખરોટ, દ્રાક્ષ, કેરી વગેરે આપશું તેથી ઘરે ચાલો. ૩૬. જેમ નવી ખરીદેલી ગાયને પ્રલોભાવીને ઘરે લઈ જવાય તેમ ઘણાં પ્રલોભનથી પુત્રોને ઘરે લઈ ગઈ. ૩૭. જેમ ચોર પોતાની પલ્લિમાં સૈન્યને મોકલે તેમ અભયે તુરત જ પોતાના પુરુષોને ગુપ્તપણે વૃદ્ધાની પાછળ મોકલ્યા. ૩૮. અને તેઓને શિક્ષા આપી કે વધૂઓની સાથે આ વૃદ્ધા ઘરમાં પ્રવેશે તે મને જણાવવું. ૩૯. તેનું ઘર જોઈ આવીને પુરુષોએ ભાળ આપી કે તુરત કૃતપુણ્યને લઈને અભયકુમાર ઉભો થયો. ૪૦. ત્યારે તે બંને વૃદ્ધાને ઘરે ગયા. પુત્રવધૂઓના ભાગ્યથી ગયા કે પોતાના ભાગ્યથી ખેંચાઈને ગયા તે અમે જાણતા નથી. ૪૧. એકાએક જ પતિને જોઈને અમૃતથી સિંચાયેલની જેમ પત્નીઓ સર્વ રીતે પરમ આનંદથી ઉભરાઈ ગઈ. ૪૨. અહો ! આજે સુનક્ષત્ર છે. અહો ! આજે શુભતિથિ છે અહો ! આજે સારો દિવસ છે. આજે યોગ પણ શુભ છે. ૪૩. જેમ વહાણ કોઈ અજાણ્યા બંદરે પહોંચી જાય તેમ આ અમારા પતિ એકાએક અમારી પાસે આવ્યા છે. ૪૪.
જે
આ બાજુ અભયકુમારે સ્થવિરાને કહ્યું : હે વૃદ્ધા ! તું મારા નગરમાં હંમેશા અન્યાયને કેમ કરે છે ? ૪૫. હે સ્થવિરા તેં અમારી સાથે વિપ્લવ કેમ કર્યો? હે કપટનાટકાચાર્યા! આ પ્રમાણે તે અમને ઠગ્યા છે. જેમ આયુષ્યનો બંધ ન થતો હોય ત્યારે આયુષ્યના ભાગના કર્મના દળિયા શેષ કર્મોને મળે છે તેમ પુત્ર વિનાનાનો સર્વ પણ વિભવ રાજાનો થાય છે. ૪૭. હે વૃદ્ધા ! દ્રવ્યની રક્ષા માટે કૃતપુણ્યને ઘરે લઈ જઈ બાર વરસ સુધી રાખ્યો. ૪૮. પુત્ર સંતતિ થયા પછી તેને શા માટે બહાર કાઢી મૂકયો ? દ્વિદળધાન્યમાં જેમ તેલ (સ્નિગ્ધતા) ન હોય તેમ અહો ! તારામાં નિઃસ્નેહતા કેવી છે ! ૪૯. આના ચંદન જેવા સુગંધિ શીલથી પણ તારો રુંવાળો ન ફરકયો તો શું તું પથ્થરની બનેલી છે. ૫૭. આ પૌત્રી–પૌત્રોને અને ચારેય પણ પુત્રવધૂને અને સર્વલક્ષ્મી આને અર્પણ કરી દે અને તું પૂર્ણપણે બે હાથવાળી થા અર્થાત્ ધન વિનાની રહે. આ તને અન્યાયનો દંડ છે. અથવા બીજા રાજાઓ તો તારા માથા ઉપર વર્જિની કરીને(મશી ચોપડાવી) કાઢશે. પર. અહો ! પૂર્વ અવસ્થામાં સ્વચ્છંદલીલાથી ચારેય પણ પુત્રવધૂઓ બળાત્કારે તાબામાં રાખી હતી તે વૃદ્ધા અભયની આગળ એક પણ વચન બોલવા શક્તિમાન ન થઈ. અથવા વણિક જાતિ ત્રણ ભાગથી ન્યૂન માટીના કાગડા જેવી નથી. અર્થાત્ ડરપોક છે. ૫૪. અભયકુમારે આજીવિકા ચાલે તેટલું ધન અને ઈચ્છા મુજબના વસ્ત્રો મળી રહે તેટલું ધન રહેવા દીધું. ૫૫. કૃતપુણ્ય પણ પત્ની અને પુત્રો અને ધન લઈને ગયો અને વૃદ્ધાને છ દાંત બચ્યા અને મુખ બોખું થયું. ૫૬. વિશેષજ્ઞ કૃતપુણ્યે ગુણાનુરાગથી હર્ષપૂર્વક જયશ્રીને કુટુંબની સ્વામિની પદે સ્થાપી. બાકીની છએ સ્ત્રીઓએ જેમ વિનીત સાધ્વીઓ
Page #225
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૨૦ મહત્તરાના વચનનું ખંડન ન કરે તેમ તેની આજ્ઞાનો સ્વીકાર કર્યો. ૫૮.જેમ મુનિ પુંગવ સંશુદ્ધ ભક્ત-પાન એષણાથી શોભે તેમ સાત પત્નીઓથી સેવાતો શ્રેષ્ઠી શોભ્યો. જયશ્રીની કુક્ષિમાં ઉત્પન્ન થયેલ પુત્ર અગ્રેસર છે. જેમાં એવા પુત્રોથી પરિવરેલ કૃતપુણ્ય ફળના સંભારને ધારણ કરતા આમ્રવૃક્ષની જેવો થયો. ધર્મ-અર્થ-કામના સારવાળા કૃતપુણ્યના કેટલાક દિવસો સુખપૂર્વક પસાર થયા. ૬૧.
અને આ બાજુ ભુવનમાં આનંદકંદને ઉગવા માટે વાદળ સમાન, અનેક પ્રકારના દુઃકર્મ રૂપી રોગને નાશ કરવામાં અમૃત સમાન, જન્મમરણ–દુર્ગતિના દુઃખરૂપી લાકડા માટે દાવાનળ સમાન, વિવિધ પ્રકારના આધિ-વ્યાધિના નાશ માટે ઔષધિ સમાન, સંપૂર્ણ અતુલ કલ્યાણની વેલડીની વેલ માટે નવા વાદળ સમાન, લોકમાં આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવા આઠ પ્રાતિહાર્યથી શોભતા, અનેક ક્રોડ દેવો જેના ચરણકમળની સેવા કરે છે, શ્રી ગૌતમ ગણધર ઉત્તમ સાધુઓથી સહિત, ભવ્ય જીવોને બોધ પમાડવાના હેતુથી પૃથ્વીતલ ઉપર જુદા જુદા નગર, આકર અને ગામમાં સતત વિહરતા ભગવાન શ્રી મહાવીર સ્વામી રાજગૃહ નગરની પાસે શ્રેષ્ઠ ગુણશીલ ચૈત્યમાં સમવસર્યા. ૬૭. પરમાનંદથી પૂરિત પોતાને કૃતાર્થ માનતા વૈમાનિક–જ્યોતિષ્ક, અસુર અને વ્યંતર દેવોએ પોતાના નાથ માટે તુરત સમવસરણ કર્યું. પ્રભુની સેવાની પ્રાપ્તિ પણ સદ્ભાગ્યોથી થાય છે. નવ સુવર્ણકમળમાં બે ચરણને મૂકતા પ્રભુ પૂર્વ દિશાના દરવાજામાંથી સમવસરણમાં પ્રવેશ્યા. ૭૦. ચૈત્યવૃક્ષ એકેન્દ્રિય હોવા છતાં તેનો મહિમા કોઈક એવો મોટો છે જેને ત્રિભુવન નાથે સ્વયં પ્રદક્ષિણા કરી. ૭૧. અહો! આશ્ચર્ય છે કે નીચે કરાયેલું સિંહાસન પણ પ્રભુના બેસવાથી ભુવનની ઉપર થયું. ૭૨. સંસારના સ્વરૂપને જાણતા જીવોના મનમાં ભાવના પ્રવેશે તેમ ત્યાં ક્ષણથી બાર પર્ષદા પ્રવેશી. ૭૩. જ્યારે ત્રિજગન્નાથ પ્રભુ ઉદ્યાનમાં સમોવસર્યા ત્યારે તેના પાલકે જઈને રાજાને વધામણી આપી. ૭૪. હે રાજન્ ! જેના નામ સ્મરણથી જ સારી રીતે પાકેલી કાકડીઓની જેમ આપત્તિઓ ગળી જાય છે જેમ કોટિવૈધના રસથી ઘણું સુવર્ણ થાય છે જેમ તપેલા લોખંડ ઉપર પડેલું પાણીનું બિંદુ જલદીથી ઊડી જાય છે તેમ જેના દર્શનથી દારિદ્રય નાશ પામે છે, કયાંક અખંડ શાસન એકક્ષત્ર સામ્રાજ્યની પ્રાપ્તિ થાય છે, અણિમાદિ સિદ્ધિ અને નિશ્ચિત મોક્ષની પ્રાપ્તિ થાય છે તે આ સિદ્ધાર્થ રાજાના કુલરૂપી આકાશમાં સૂર્ય સમાન, ત્રિશલા રાણીની કુક્ષી રૂપી મેરુપર્વતની ભૂમિમાં થયેલ કલ્પવૃક્ષ સમાન ભગવાન શ્રી મહાવીર સ્વામી તીર્થંકર પરમાત્મા હમણાં હે સ્વામિન્! ઉદ્યાનમાં સમોવસર્યા છે. તમારા પુણ્યકર્મની અવધિ નથી. ૭૯. હે દેવ! તેમના આગમનથી આજે તમે સારી રીતે વધામણી કરાવ છો. જિનેશ્વરના આગમનના સમાચાર સિવાય તમારે બીજું કોઈ પ્રીતિનું કારણ નથી. ૮૦.
તીર્થકરના આગમનનો વૃત્તાંત સાંભળવાથી જાણે સાક્ષાત્ ધર્મના અંકુરા ઉત્પન્ન ન થયા હોય તેમ રાજા રોમાંચથી પુલકિત થયો. ૮૧. રાજાએ પ્રિય બોલનારને (ભગવાન પધાર્યા હોય છે એવા સમાચાર આપનારને) દારિદ્રયની પરંપરાનો નાશ કરે એવા દાનને આપ્યું. રાજાઓ ગરીબાઈનો નાશ કરનારા હોય છે. ૮૨. રાજાએ તત્ક્ષણ ભગવાનને વંદન કરવા જવાની સામગ્રીને તૈયાર કરાવી. વંદન કર્યા વિનાની ક્ષણ પણ મહિના જેટલી લાંબી થઈ. ૮૩. અભયકુમાર વગેરેથી સહિત રાજા સ્વભાવથી અચલ (સ્થિર) હોવા છતાં પણ સેચનક હાથી ઉપર બેસીને ભગવાનની પાસે જવા નીકળ્યો. ૮૪. ત્રણ છત્રો જોઈને રાજા હાથી ઉપરથી નીચે ઉતર્યો. પ્રભુને જોઈને માનથી નીચે ન ઉતરે તો તે પણ આશ્ચર્ય છે. ૮૫. પાંચ ૧. સ્વામી બેસે એટલે સિંહાસન નીચું રહે. પણ ત્રણ ભુવનના નાથ તેનો ઉપયોગ કરે છે તેથી તેનું મહત્ત્વ વધે છે. ઉત્તમ પુરુષો જેનો ઉપયોગ કરે તે ઉત્તમ જ હોય.
-------
-
----
-------
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૨૧
સર્ગ-૯ પ્રકારના અભિગમ સાચવીને રાજા પંચમી ગતિ માટે કામદેવને જીતનારા પ્રભુને નમવા સમવસરણમાં પ્રવેશ્યો. ૮૬. પર્ષદાની સાથે શ્રેણિક રાજા પ્રદક્ષિણાવર્ત ભ્રમણથી જેમ જેમ ત્રણ પ્રદક્ષિણા કરી તેમ તેમ મોહ રાજાના માથા ઉપર વ્યથાના આવર્નો ઉભા થયા તેમ અમે માનીએ છીએ. ૮૮. ત્રણવાર ભૂતલને સ્પર્શ કરીને જિનેશ્વરને નમીને, રાજાએ ભક્તિથી ભરેલી વાણીથી આ પ્રમાણે સ્તુતિનો આરંભ કર્યો. ૮૯.
નક્ષત્રો ઘણાં હોવા છતાં મંદદષ્ટિ આત્મા કેટલાક જ નક્ષત્રોને જુએ છે. તેમ તમારામાં અનંતગુણોનો સમૂહ હોવા છતાં હું કેટલાક ગુણોને જાણું છું. ૯૦. તો પણ હે ભગવન્! તારી ભક્તિમાં મારું ચિત્ત રાગી થયું છે. મારી ચલાચલ રસના (જીભ) તારા ગુણો ગાવા ઈચ્છે છે. ૯૧. હે નાથ ! તમે પ્રાણાંત કલ્પના પુષ્પોત્તર વિમાનમાંથી રાજહંસની જેમ ચ્યવને દેવાનંદાની કુક્ષિરૂપી કમળમાં અવતર્યા. ૯૨. હંમેશા પવિત્ર એવા તમે અષાડ સુદ-૬ ના દિવસે અવતર્યા તેથી અષાડ માસની પવિત્રતા સંગત જ છે. ૯૩. તથા આસો માસની પ્રથમ તેરસના દિવસે (ગુજરાતી ભાદરવા વદ-૧૩) દેવાનંદાની કુક્ષિમાંથી ત્રિશલાદેવીની કૃષિનો આશ્રય કર્યો તે તમારા વિશે એક અચ્છેરું છે. ૯૪. તેથી હું માનું છું કે સર્વ મનોરથોની સિદ્ધિ કરનારી હોવાથી તે દિવસથી સર્વ સિદ્ધિદા ત્રયોદશી તરીકે વિશેષ પ્રસિદ્ધ થઈ. ૯૫. હે પ્રભુ! ચૈત્ર શુદ તેરશના દિવસે આપનો જન્મ થયો અને તે જ દિવસે સ્નાત્ર મહોત્સવ પ્રસંગે ઈન્દ્રને થયેલી શંકાનું નિરાકરણ કરવાના હેતુથી લીલાપૂર્વક મેરુને કંપાવતા તમે જે આશ્ચર્ય કર્યુ તેથી અમે માનીએ છીએ કે આ માસ પણ ચેત્ર (આશ્ચર્ય કરનાર) થયો. ૯૭. હે જિનનાથ ! જે માસની દશમના દિવસે તમે એકાકી નિર્વાણ માર્ગમાં શિરોમણિ સર્વ વિરતિરૂપ દુર્ગ ઉપર આરોહણ કર્યું તેથી તે માસનું નામ મૃગÍષ થયું તે યુક્ત જ છે. ૯૯. હે પ્રભુ! જે મહિનાની સુદ દશમના દિવસે ઘાતિકર્મરૂપ સમુદ્રનુ શુકલધ્યાનરૂપી મોટા વૈશાખ (રવૈયા)થી મથન કરીને જરા-મરણનો નાશ કરનાર કેવળજ્ઞાનરૂપી અમૃતને ઉપાર્જન કર્યું તેથી તે માસનું નામ વૈશાખ રાખવામાં આવ્યું. ૬૦૧. હે પ્રભુ! તમારા પાંચેય કલ્યાણકો ઉત્તરા ફાલ્યુનીમાં થયા. જે જેના વડે મેળવવા યોગ્ય છે તે તેના વડે મેળવાય છે. અર્થાત્ જેનું માગણું હોય તે લે.૬૦૨. હે સર્વજ્ઞ પ્રભુ! તમારું નિર્વાણ કલ્યાણક કઈ તિથિને પવિત્ર કરશે તેને હું જાણતો નથી. ૩. એમ છ કલ્યાણકોથી સ્તવન કરાયેલ છે જિનેશ્વર ! એવું કરો જેથી છ ભાવ શત્રુઓને જીતનારો થાઉં. (કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સર આ છ ભાવશત્રુઓ છે.) ૪. એમ જિનેશ્વરની સ્તવના કરીને જિનવાણી સાંભળવાની ઈચ્છાવાળા શ્રેણિક રાજા પર્ષદાની સાથે પોતાના સ્થાને બેઠો. ૫. પુણ્યાત્મા કૃતપુણ્ય પણ તે જ દિવસને પવિત્ર માનતો પત્ની-પુત્રાદિ પરિવારથી પરિવરેલો હર્ષપૂર્વક સમવસરણમાં જઈને પ્રભુને નમીને બેઠો. પુણ્યશાળીઓ જ જિનેન્દ્રસમાન તીર્થનું સેવન કરે છે. ૭.
અનંતકાળ સુધી અવ્યવહાર રાશિમાં વસીને જીવ કોઈક રીતે (ભવિતવ્યતાના પરિપાકથી) વ્યવહાર રાશિમાં આવે છે. ૯. જાણે નવા સ્થાનની પ્રાપ્તિથી હર્ષ પામેલ ન હોય તેમ અનંતકાયમાં અનંત અવસર્પિણી–ઉત્સર્પિણીકાળ સુધી રહી શકે. ૧૦. ત્યાંથી ચ્યવને ફરી પૃથ્વી-પાણી–અગ્નિ-પવનમાં પૃથક પૃથક અસંખ્યાત ઉત્સર્પિણી સુધી રહે. ૧૧. તેમાંથી નીકળેલો જીવ બે ઈન્દ્રિયાદિ ત્રસકાયમાં સાધિક બે હજાર સાગરોપમ સુધી રહે. ૧૨. જેમ ઘાણીમાં બળદ ફરે તેમ અવ્યવહાર રાશિને છોડીને બીજા સ્થાનોમાં ફરી ફરી આવે છે અને જાય છે. ૧૩. એ પ્રમાણે કુયોનિમાં ભમતો જીવ ચલકાદિ દષ્ટાંતોથી દુર્લભ કયારેક કયાંક મનુષ્ય ભવ પામે છે. ૧૪. અહો ! તેમાં પણ આર્યદેશ, સુમતિ, સુંદરકુલ, વિશાળ સાધુ સામગ્રી, જિનવાણી શ્રવણ તથા ધર્મની શ્રદ્ધા, આરોગ્ય, સમસ્ત ઈન્દ્રિયોનું પાટવ, પ્રવજ્યા, એમ
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૨૨
અભયકુમાર ચરિત્ર ઉત્તરોત્તર વિશેષ દુઃપ્રાય છે. ૧૬. તેથી આ સામગ્રીને પ્રાપ્ત કરીને પ્રમાદ કરવો યોગ્ય નથી. પરંતુ કર્મને હરનાર શર્મ (સુખ)ને ઉત્પન્ન કરનાર ધર્મમાં ઉદ્યમ કરવો જોઈએ. ૧૭. ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે, ધર્મ વ્યાધિ માટે મહા ઔષધ છે. ધર્મકર્મરૂપી સાપના ઝેરને ઉતારવા માટે અકસીર મંત્ર છે. ધર્મ દુઃખરૂપી ઈન્ધનને બાળવા માટે દાવાનળ સમાન છે. ૧૮. ધર્મ સકલ કલ્યાણરૂપી વેલડીને ઉગવા માટે વાદળના ઉદય સમાન છે. ધર્મ સંસાર સમુદ્ર તરવા માટે વાહણ સમાન છે. ૧૯. ધર્મ માતા છે, ધર્મ પિતા છે, ધર્મ સુવત્સલ ભાઈ છે. ધર્મ કાર્ય વિનાનો મિત્ર છે, ધર્મ વ્યસનથી પાર પમાડનાર છે. ૨૦. ધર્મથી રૂપની પ્રાપ્તિ થાય છે, ધર્મથી કુલની પ્રાપ્તિ થાય છે. ધર્મથી અનુત્તર જાતિ પ્રાપ્ત થાય છે. ધર્મથી ઈન્દ્રિયની પરિપૂર્ણતા થાય છે. ધર્મથી સારું શરીર મળે છે. ૨૧ ધર્મથી આજ્ઞાયુક્ત રાજ્ય મળે છે. ધર્મથી વાસુદેવપણું મળે છે. ધર્મથી એકછત્ર ચક્રવર્તિત્વ મળે છે. ર૨. ધર્મથી ઉત્તમ સ્થાન, ધર્મથી ઈન્દ્રપણું, ધર્મથી નવરૈવેયકપણું, ધર્મથી પાંચ અનુત્તરપણું મળે છે. ૨૩. ધર્મથી ગણધર પદવી દૂર નથી તથા ધર્મથી તીર્થકર પદની પ્રાપ્તિ થાય છે. ૨૪. ધર્મથી અનંત સુખનું એક ધામ મોક્ષ નક્કીથી પ્રાપ્ત થાય છે. સમ્યક સેવાયેલો ધર્મકલ્પવૃક્ષ શું ફળ ન આપે? ૨૫.
દાન–શીલ–તપ અને ભાવથી ધર્મ ચાર પ્રકારનો છે. ચાર ગતિમય સંસારરૂપી શત્રુનો નક્કીથી નાશ કરનાર છે. ૨૬. જ્ઞાનદાન, અભયદાન, ધર્મોપષ્ટભદાન અને ચોથું અનુકંપાદાન (દયા)થી દાન ધર્મ ચાર પ્રકારનો છે. ૨૭. જે બોધ પમાડવા સિદ્ધાંતની વાચના વગેરે કરાય છે, પટ્ટિકા પુસ્તકાદિ લેખન સામગ્રી અપાય છે તે જ્ઞાનદાન કહેવાયેલ છે. ૨૮. જ્ઞાનના લાભથી બોધ પામેલ જીવ વિરતિને સ્વીકારે છે. પછી કર્મ ક્ષય કરીને કેવલી થઈ સિદ્ધ થાય છે. ર૯. તેથી ચક્ષસમાન સિદ્ધાંતનું જ્ઞાનદાન આ સમસ્ત કલ્યાણનું કારણ કહેવાયું છે. ૩૦. મન-વચન અને કાયાથી, કરવું–કરાવવું અને અનુમોદવું એમ ત્રિવિધ–ત્રિવિધથી જે સર્વ પ્રાણીઓનું રક્ષણ કરાય છે તે અભયદાન છે. ૩૧. તેમાં સ્થાવર અને ત્રસના ભેદથી જીવો બે પ્રકારના છે. પૃથ્વી-પાણી–અગ્નિ-વાયુ અને વનસ્પતિના જીવો સ્થાવર છે એમ તમે જાણો. ૩૨. પ્રત્યેક અને સાધારણના ભેદથી વનસ્પતિના જીવો બે પ્રકારે છે. પૃથ્વી વગેરે જીવો બાદર અને સૂક્ષ્મ એમ બે પ્રકારના છે. પ્રત્યેક જીવો છે તે સૂક્ષ્મ નથી પણ બાદર જ છે. ૩૩. સુગંધના દાબડાની જેમ લોક સૂક્ષ્મ જીવોથી ભરેલો છે. વિવિધ પ્રકારની માટી, ખડી, ધાતુ, વિદ્રમ તથા ત્વરિકા ઢેકું–લવણ–રેતી વગેરે તાંબુ વગેરે સર્વ ખાણો પૃથ્વીકાય કહેવાયેલ છે. ૩૫. હિમ, બરફ, કરા, વાદળનું પાણી, તથા વાપી સરોવર, નદી, સિંધનું પાણી અપ્લાય કહેવાયેલ છે. ૩૬. વિદ્ય-ઉલ્કા-મર્મર અંગાર વગેરે અગ્નિ હોય છે. ઉત્કલિકા, ઝંઝાવાત વગેરે તાલવૃત્તાંદિથી ઉત્પન્ન થતો વાયુકાય છે. ૩૭. લતાપુષ્પ પત્ર–વૃક્ષ–તૃણ-અંકુર વગેરે વનસ્પતિકાય છે. જિનેશ્વરોએ પૃથ્વી વગેરે કાયોને એકેન્દ્રિય કહ્યા છે. ૩૮.
શુક્તિ, શંખ, કોડી, જલોકસ, ગંડૂપદ, કૃમિ, પોરા વગેરે અને તેના જેવા બીજા પણ બેઈન્દ્રિય કહ્યા છે. ૩૯. કીડી, યુકા, લીખ, મંકોડા, માંકડ, ઉધેહી, વગેરે ઘણાં પ્રકારના તેઈદ્રિય કહેવાયા છે. ૪૦. પતંગિયા, માખી, ડાંસ, ભ્રમર, કંસારી, વીંછી, મચ્છર વગેરે ચતુરિન્દ્રિય છે. ૪૧. સંજ્ઞિ અને અસંન્નિના ભેદથી પંચેન્દ્રિય બે પ્રકારના છે. ગર્ભજ અને નારક તથા દેવો સંજ્ઞી છે. બાકીના સંમૂર્છાિમ છે. (અસંજ્ઞી) ૪૨. જેઓને મનોજ્ઞાન છે તે સંજ્ઞી છે, બાકીના અસંજ્ઞી છે. પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી સંજ્ઞીઓ બે
Page #228
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૯
૨૨૩
પ્રકારના છે. ૪૩. પર્યાપ્તિઓ છ છે. ૧. આહાર ૨. શરીર ૩. ઈન્દ્રિય ૪. ઉચ્છ્વાસ ૫. ભાષા અને ૬. મન. એકેન્દ્રિયને ચાર, સંજ્ઞીને છ અને બાકીના જીવોને પાંચ પર્યાપ્તિઓ છે. ૪૪. જે જીવો પોતાની પર્યાપ્તિઓ પૂરી કરે છે તે પર્યાપ્ત કહેવાય છે. જે અપર્યાપ્ત જીવો છે તે પોતાની પર્યાપ્તિઓ પૂરી કરતા નથી. ૪૫.
નારક–તિર્યંચ-મનુષ્ય અને દેવના ભેદથી જીવો ચાર પ્રકારે છે. રત્નપ્રભા વગેરેમાં ઉત્પન્ન થયેલા નારકો સાત પ્રકારના છે. ૪૬. જલચર, ખેચર અને સ્થળચરના ભેદથી તિર્યંચો ત્રણ પ્રકારના છે. મનુષ્યોમાં કેટલાક ગર્ભજ છે, બાકીના સંમૂર્ણિમ છે. ૪૭. સંમૂર્ણિમ મનુષ્યો વમન–માત્ર-સ્થંડિલ-શુક્રશ્લેષ્માદિમાં નક્કીથી ઉત્પન્ન થાય છે. પરંતુ અંતર્મુહૂર્ત સુધીના આયુષ્યવાળા હોય છે. ૪૮. વ્યંતર, અસુર, જ્યોતિષ અને વૈમાનિક એમ દેવો ચાર પ્રકારના છે. દેવો સ્ત્રી અને પુરુષ એમ બે પ્રકારે છે. ગર્ભજ જીવો સ્ત્રી-પુરુષ અને નપુંસક એમ ત્રણ પ્રકારે છે. ૪૯. બાકીના બધા જીવો નપુંસક છે. આ પ્રમાણે છ જીવનિકાયને જે અભયદાન આપે છે તે બુધ છે. ૫૦. તેના વડે નક્કીથી રાજ્ય, સામ્રાજ્ય અને સુરનાથતા અપાઈ છે. અથવા તો વિશ્વમાં રહેલા સર્વ પણ સુખો અપાયા છે. ૫૧. ઈન્દ્રથી માંડીને મળમાં રહેલા કૃમિ સુધીના સર્વ જીવો જીવવાને ઈચ્છે છે. પર. જેમ લોખંડ વગેરે ધાતુઓમાં સુવર્ણ ઉત્તમ છે તેમ યશ—ધર્મનું કારણ અભયદાન સર્વ દાનોમાં ઉત્તમ છે. ૫૩. આ વિષયોમાં જે ઉદાહરણ કહેવાય છે તેને સાંભળો જેથી તમને પણ દાન આપવાની ઈચ્છા થાય. ૫૪.
વસંત ઋતુની જેમ આશ્ચર્યોથી ભરેલા વસંતપુર નગરમાં પૂર્વે વિખ્યાત જિતશત્રુ નામનો રાજા હતો. ૫૫. તે રાજાને જાણે દેવલોકમાંથી અવતરેલી દેવીઓ ન હોય તેવી પરમ પ્રેમની ભૂમિ ચાર રાણીઓ હતી. ૫૬. તે નગરમાં અન્યાય કરવામાં રત કોઈક ચોરને પ્રચંડ દંડપાશિકોએ સાંજના સમયે પકડયો. ૫૭. રાજાના આદેશથી આને પૂંછડું અને બે કાન કપાયેલ સાક્ષાત્ જાણે પાપનો પુંજ ન હોય એવા ગધેડા ઉપર બેસાડ્યો. ૫૮. અત્યાર સુધી તેં મારું (ચોરિકાનું) લાલન-પાલન કર્યું. ધિક્ અનાથ થયેલી મારી ચિંતા કોણ કરશે ? (કહેવાનો ભાવ એ છે કે ચોર દરરોજ ચોરી કરીને ચોરિકાનું લાલન-પાલન કરતો હતો. હવે પકડાયો હોવાથી ચોરી બંધ થઈ તેથી ચોરિકાને આ ચિંતા થઈ.) એમ ચોરિકા પ્રેમથી કોડિયાના માળાના બાનાથી બંને પણ બાહુને ચોરના ગળામાં નાખીને વળગી. ૬૦. ચોરના શરીરને ધાતુમષીના ચૂર્ણથી લેપ્યું. વધ માટે લઈ જવાતા ચોરને આના સિવાય બીજી કોઈ વિડંબના હોય ? ૬૧. ભયથી કંપતા શરીરમાંથી જાણે લોહીના બિંદુઓ ઉછળતા ન હોય તેમ તેના મસ્તક ઉપર કણવીરના પુષ્પો મૂકવામાં આવ્યા. ૬૨. મને એકવાર જીવિત આપો, કોઈપણ રીતે એકવાર છોડો એમ કૃપાને માગતા તેણે જાણે કે શૂલાને ખભે વહન કરી. ૬૩. સ્વકર્મમળથી લજ્જાયેલ ચોર જાણે કે સૂર્યને જોવા અસમર્થ બન્યો હોય તેવું જણાવવા જીર્ણ સૂપડો અને છત્રના બાનાથી વચ્ચે પડદો કરવામાં આવ્યો. ૬૪. કલકલ કરતું છોકરાઓનું ટોળું તેની પાછળ વળગ્યું. અહો ! અહો ! રાજાનો થોડો પણ વાંક નથી આની જ ચોરીના પાપનું ફળ છે. ૬૬. આગળ વિરસ ડિમડિમવાદનના બાનારૂપ ઉદ્ઘોષણના નારાઓથી યમરાજ જાણે પોતાની પાસે ન બોલાવતો હોય એવું દશ્ય નિર્માણ થયું. ૬૭. જાણે એક પરમ સંજીવની ન હોય તેમ મત્ત હાથી ઉપર બેઠેલી એક રાણીએ સર્વત્ર નગરમાં ભમાડાતા તેને જોયો. ૬૮. તેણીએ કરુણાથી વિચાર્યું: અહો ! દંડપાશિકો આને વધસ્થાને શા માટે લઈ જાય છે ? ૬૯. કેટલા મનોરથોથી આની માતાએ મોટો કર્યો
Page #229
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૨૪ હશે? કારણ કે માતા પોતાના પુત્રને રાજા સમાન માને છે. ૭૦. તેથી આજનો દિવસ રાજા પાસેથી છોડાવીને આનું પુત્રની જેમ ગૌરવ કરું. ૭૧. સ્વભાવથી ધીમી ચાલનારી હોવા છતાં આ રાણી ઝડપથી રાજા પાસે ગઈ અને ચોરને છોડાવી લાવી. કેમ કે અહીં વિલંબનો અવસર નથી. ૭૨. પોતાની દાસીઓ પાસે સ્નાન કરાવી, ઉત્તમ ભોજન આપીને, સુગંધિ વિલેપનોથી સર્વાગે વિલેપન કરાવ્યું. સારી માળા અને વસ્ત્રો પહેરાવ્યા તથા રાણીએ સતત તાંબૂલથી સત્કાર કરાવ્યો. ૭૪. રાત્રિએ શ્રેષ્ઠ વેશ્યાની સાથે સંવાસ કરાવ્યો. જે સુખો પૂર્વે ભોગવ્યા ન હતા તે પણ તેને આપવામાં આવ્યા. ૭૫. બીજા દિવસે બીજી રાણીએ તેને પૂર્વની જેમ જ પ્રાર્થના કરી કારણ કે દિવસના ક્રમથી વારા પ્રાપ્ત કરાય છે. ૭૬. બીજી રાણીએ ચોરનો વિશેષથી સત્કાર કર્યો. ઘણું કરીને લોક સ્પર્ધાથી વધારે ઉત્સાહિત થાય છે. ૭૭. ત્રીજા દિવસે ત્રીજી રાણીએ સેવા કરવાનો વારો લીધો. ધર્મમાં કે કાર્યમાં દેખાદેખીથી અધિક અધિક ઉદ્યમ કરાય છે. ૭૮. તેણીએ પૂર્વની બંને રાણીઓ કરતા અધિક સત્કાર કર્યો. શું સુદપક્ષનો ચંદ્ર ઉત્તરોત્તર અધિક અધિક પ્રકાશિત નથી થતો? ૭૯.
ચોથી દેવીએ રાજા પાસે કોઈ માગણી ન કરી. મહાપુરુષો જેવા તેવા દાનમાં મોટું ન નાખે. ૮૦. રાજાએ જાતે આવીને આદરપૂર્વક પૂછ્યું : હે દેવી! બીજી રાણીઓની જેમ તું કેમ કંઈ માગતી નથી? ૮૧. રાણીએ કહ્યું માગવા છતાં ન મળે તો પોતાની લઘુતા કરવા કોણ માગણી કરે? ૮૨. રાજાએ કહ્યું છે તવંગી! તું આવું કેમ બોલે છે? રાજ્ય, રાષ્ટ્ર, અમે અને બીજું જે કંઈ સુંદર છે તે સર્વ તારું જ છે. ૮૩. તેથી પોતાની મન–વાંછિત મોટી પણ વસ્તુને માગ, હે પ્રિયા ! ઘણું કરીને કલ્યાણકારી પ્રાર્થના કોના વડે નથી કરાતી? ૮૪. રાણીએ કહ્યું કે સ્વામિનું! જેનું પાલન થઈ શકે તેવું વચન બોલવું જેથી પૂર્વે આગ્રહપૂર્વક બોલાયેલું વચન પાછળથી કલ્યાણ કરનારું થાય. અર્થાત્ એલફેલ ન બોલવું. જે બોલીએ તેનું અવશ્ય પાલન કરવું જેથી વિશ્વાસ જળવાઈ રહે. ૮૫. રાજાએ કહ્યું : એક સામાન્ય પુરુષની આગળ કરેલી પ્રતિજ્ઞા પણ ફોક કરાતી નથી તો તારી પાસે કરેલી પ્રતિજ્ઞાની શું વાત કરવી? ૮૬. હે સ્વામિનું! જો એમ છે તો આ ચોરને જલદીથી અભયદાન આપો. હું બાહ્ય આડંબરમાં માનતી નથી એમ તેણીએ રાજાને જણાવ્યું. ૮૭. રાજાએ ક્ષણથી પણ ચોરને વધમાંથી છૂટો કર્યો. પુરુષોએ બોલેલું પ્રલયકાળમાં પણ ફોક થતું નથી. ૮૮. અથવા વારી હાથીના સમૂહને બાંધે છે, વાગરા મૃગના સમૂહને બાંધે છે; જાળ માછલાઓને ફસાવે છે અને વાણી સજ્જનોને પણ બાંધે છે. ૮૯. બાકીની રાણીઓએ આ રાણીની પ્રાર્થનાને હસી કાઢી. અહો! આણે આપી આપીને શું આપ્યું? એક દ્રમ, એક રૂપિયો કે એક વિશાપક પણ ન આપ્યો. (વિશોપક એટલે વીસ રૂપિયાનો સિક્કો) ૯૦. આણે ઈચ્છા મુજબ ગળું વગાડ્યું એટલે ક્ષણથી મુખમાંથી વચન બોલાયું. (અવાજ ઉત્પન્ન થયો) તેમાં પોતાનું કંઈ લેવું–દેવું નથી ૯૧. અહો! આ પણ રાણી દાતાઓમાં પોતાને ગણાવે છે ! જેમ ઊંદર આમળાને લઈને ભારવહન કરનારાઓમાં પોતાને માને છે તેમ ધર્મના મર્મને જાણનારી ચોથી રાણીએ બીજી રાણીઓને કહ્યુંઃ વિચાર્યા વિના તમે મારા ઉપર કેમ સતત હસો છો? ૯૩. તમે ત્રણ છો હું એક છું તેથી તમારી સામે કેવી રીતે ઉભી શકું? કારણ કે ઘણાં અન્યાયીઓ ભેગા થઈને એક ન્યાયીનો પરાભવ કરે છે. ૯૪. હે ભગિનીઓ ! તમારે ચોરને પૂછવું એ જ પોતાનો અભિપ્રાય જણાવશે બીજી માથાકૂટ કરવાથી શું? ૯૫. સર્વ પણ લોક પોતાના કાર્યની પ્રશંસા કરે છે. પરંતુ આ વાત બીજો કોઈ તટસ્થ કહેતો હોય તો માન્ય બને. ૯૬. બાકીની
Page #230
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૯
૨૨૫
રાણીઓએ ચોરને જલદીથી બોલાવીને પૂછ્યું : તને વધારે લાભ કોનાથી થયો ? અમારાથી કે આનાથી ? ૯૭. લાંબો સમય ચિત્તમાં વિચારીને ચોરે કહ્યું : હે માતાઓ ! તમારા બધામાંથી આ રાણીએ મને વિશેષ ઉપકાર કર્યો છે. ૯૮ કહ્યું છે કે— મરતાને મેરુપર્વત આપો કે રાજ્ય આપો તો તે તેના માટે અનિષ્ટ જ છે કારણ કે જીવ મેરુને કે રાજ્યને છોડીને જીવવા ઈચ્છે છે. ૯૯. મરણના ભયથી કંપિત થયેલ મને ત્રણેય દિવસ સ્વાદિષ્ટ પણ ભોજન વિષભોજન જેવું લાગ્યું. ૭૦૦. અત્યંત શ્રેષ્ઠ, રૂપ, ગંધ અને સ્પર્શ પણ મને આટલા દિવસ સુખ આપનારા ન થયા. ૭૦૧. આની કૃપાથી જ હું સંકટ સમુદ્ર તરી ગયો. હે માતાઓ ખરેખર આજે જ મારો જન્મ થયો છે એમ માનું છું. ૭૦૨. હું આજે જ જીવલોકને જીવતો માનું છું કારણ કે પોતાના મરણમાં આખું જગત ડૂબે છે તે નિશ્ચિત છે. જીવિતના લાભથી મેં એકચ્છત્ર પૃથ્વીનું રાજ્ય તથા સકલ સ્વરાજ્ય મેળવ્યું છે એમ હું માનું છું. ૪. આથી જ જિનેશ્વર ભગવાન કહે છે કે—
દાનધર્મ
બુદ્ધિમાન સર્વજનને ઈષ્ટ, સર્વને કલ્યાણકર, અભયદાન માટે રાત–દિવસ પ્રયત્ન કરવો જોઈએ. ૫. અભયદાનથી લોકને દીર્ઘ-આયુષ્યતા, જનપ્રિયત્વ, કાંતતા, સશકતતા, સુનીરોગિતા, પરિપૂર્ણ ઈન્દ્રિયત્વ અને રૂપત્વની પ્રાપ્તિ થાય છે. ૬. દાયક અને ગ્રાહકના દેય–કાલ અને ભાવની વિશુદ્ધિથી ધર્મોપગ્રહ દાન પાંચ પ્રકારનો કહ્યો છે. ૭. તેમાં પ્રથમ દાયક અપશ્ચાત્તાપી, મદથી રહિત, જ્ઞાની, નિરાશંસ, શ્રદ્ધાલુ, અને વિનયી હોવો જોઈએ. ૮. તેમાં જે ગ્રાહક છે તે પાપ વ્યાપારથી મુકાયેલ પુર—ગ્રામ વસતિ આદિના મમત્વને છોડનાર હોવો જોઈએ તથા રસગારવ, ઋદ્ધિગારવ, સાતાગારવથી રહિત, ગુપ્તિઓથી ગુપ્ત, સમિત તથા મવિનાનો, જ્ઞાન દર્શન ચારિત્રને ધરનાર અને માધ્યસ્થ્યમાં નિપુણ, અબ્રહ્મથી વિરત, ધીર, તપોનુષ્ઠાનમાં તત્પર સત્તર પ્રકારના સંયમને અખંડપણે પાલનારો હોવો જોઈએ. ૧૧. આહાર, પાત્રા, વસ્ત્ર વગેરે આપવાની વસ્તુઓ પ્રાસુક અને એષણીય તથા સતત ન્યાયપૂર્વકના દ્રવ્યથી ઉપાર્જન કરાયેલ હોય તે દેયશુદ્ધ કહેવાય. ૧૨. અવસરે જે અપાય તે દાન કાલશુદ્ધ બને છે. અકાળે અપાતા દાનનો કોઈ ગ્રાહક ન થાય. ૧૩. અહો ! સમસ્ત ગુણોથી સંપુર્ણ પાત્ર ઉપસ્થિત થયું છે, મારું ચિત્ત દાન આપવાની ઈચ્છાવાળું છે, ન્યાયથી ઉપાર્જન કરેલું ધન છે. હું ધન્ય છું. હું કૃતપુણ્ય છું. મારું જીવિત સુલબ્ધ થયું. મારું ધન જે આવા પાત્રને ઉપયોગમાં આવશે. આ ભાવનાથી પાત્રમાં જે દાન અપાય તે ભાવશુદ્ધ જાણવું. કારણ કે તે કર્મશુદ્ધિનું કારણ બને છે. ૧૬. કાયા વિના ધર્મ થતો નથી. ભોજન વિના કાયા ટકતી નથી. તેથી વિચક્ષણ પુરુષ ધર્મોપગ્રહદાન આપે. અહો ! જે પુણ્યાત્મા હંમેશા ધર્મોપગ્રહદાનમાં પ્રવૃત્તિ કરે છે તે તીર્થની વૃદ્ધિ કરે છે. હે જીવો ! તમે વિચારો કે આ હેતુથી ધર્મોપગ્રહદાતા શું ઉપાર્જન નથી કરતો ? ૧૯. અંધ, પંગુ, જરાથી જીર્ણ, દીન, વ્યાધિથી પીડિત, કારાગૃહમાં નંખાયેલ અને અતિશય નિર્ધન અનુકંપ્ય કહેવાય છે. ૨૦. પાત્ર–અપાત્રની વિચારણા કર્યા વિના અનુકંપા કરીને આવાઓને જે દાન અપાય છે તે દયાદાન કહેવાય. ૨૧. શુભ ભાવનું કારણ બનતું હોવાથી આ દાન પણ સુંદર છે. આ સમસ્ત પણ ધર્મમાં મન જ પ્રમાણ છે. અર્થાત્ મન શુભ હોય તો બધું શુભ છે. મન અશુભ હોય તો બધું અશુભ હોય છે. ૨૨.
શીલધર્મ
સાવધ યોગની વિરતિથી શીલ ધર્મની આરાધના થાય છે. તે વિરતિ બે પ્રકારે છે. ૧. દેશવિરતિ ૨.
Page #231
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૨૬ સર્વવિરતિ. ૨૩. તેમાં દેશવિરતિ અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રતના પાલનથી થાય છે. સર્વવિરતિ અહિંસાદિ મહાવ્રતના પાલનથી પાંચ પ્રકારે છે. ૨૪. મનવચન-કાયાથી, કરવું–કરાવવું અને અનુમોદનાના ભેદથી જીવવધથી વિરામ પામવું તે અહિંસાવ્રત છે. ૨૫. મનગુપ્તિ, આદાન-ઈર્યા અને એષણા એ ત્રણ સમિતિ, દષ્ટ–અન્નપાનનું ગ્રહણ એ પ્રથમ અહિંસા મહાવ્રતની ભાવના છે. ૨૬. અનવદ્ય હિતકારી અને પ્રિય સત્યવચન બોલવું તે મૃષાવાદ વિરતિ નામનું બીજું મહાવ્રત છે. ૨૭. ભય-લોભ-હાસ્યના પચ્ચખાણથી સતત વિચારણા કરીને સત્સાધુ હંમેશા આ વ્રતની ભાવના ભાવે, પારકી નહીં આપેલી વસ્તુનું ગ્રહણ કરવું તે અદત્તાદાન વિરમણ વ્રત છે. ૨૮. સારી રીતે વિચારીને અવગ્રહની યાચના કરે, ફરી ફરી પણ યાચના કરે, આટલા માનવાળો આટલા અવગ્રહનો સંગ્રહ કરવો. પૂર્વે સાધર્મિક રહેલા હોય તેની પાસેથી તેવા અવગ્રહની યાચના કરવી. ગુરુ વગેરેએ રજા આપેલ ભક્તપાનાદિનું ભોજન કરવું. ૩૧. મન-વચન-કાયાથી, કરવું–કરાવવું–અનુમોદવું એમ ત્રિવિધ–ત્રિવિધ વૈક્રિય અને ઔદારિક કામનો ત્યાગ કરવો તે અઢાર પ્રકારે બ્રહ્મચર્યવ્રત છે. ૩૨. નપુંસક–સ્ત્રી અને પશુવાળા સ્થાનનો ત્યાગ કરવો, સ્ત્રીના આસનનો ત્યાગ, ભિત્તિ અંતરનો ત્યાગ, સ્ત્રી સંબંધિ કથાનો ત્યાગ, પૂર્વે અનુભવેલી ક્રીડાની સ્મૃતિનો ત્યાગ, સ્નિગ્ધ તેમજ અતિમાત્ર ભોજનનો ત્યાગ આ નવ બ્રહ્મચર્યવ્રતની ભાવના છે. ૩૪. સર્વ વસ્તુ ઉપરની મૂછનો જે ત્યાગ કરાય છે તે પરિગ્રહ વિરતિ નામનું પાંચમું વ્રત છે. ૩૫. ઉત્તમ મુનિ શુભ-રૂપ-ગંધરસ અને સ્પર્શ ઉપર રાગ અને અશુભ રૂપ-ગંધરસ અને સ્પર્શ ઉપર દ્વેષનો ત્યાગ કરવારૂપ આ વ્રતની ભાવના ભાવે. ૩૬. પાંચ ભાવનાઓથી યુક્ત પાંચ મહાવ્રતો કહ્યા. છઠ્ઠ રાત્રિભોજન વિરમણ વ્રત છે. ૩૭. બે પ્રકારના શીલના પ્રભાવથી જીવો મોક્ષમાં ગયા છે, જશે અને જાય છે. ૩૮. અત્યંત કુર ચિલાતી પત્ર વગેરે જીવો પણ આ શીલના માહભ્યથી પરમ અભ્યદય લક્ષ્મીના સ્થાનને પામ્યા છે. અર્થાત્ મોક્ષમાં ગયા છે. ૩૯. જો તમે લીલાપૂર્વકના મનોહર, ચૂલા ફરકતા મોક્ષપદની વાંછા કરો છો તો વિસ્તૃત નિર્મળ શીલમાં સંકલ્પ અને વિકલ્પને છોડીને રહો. ૪૦.
તપ ધર્મ ધાતુની જેમ જીવોના કર્મોને તપાવે છે તે તપ કહેવાય છે. તે બાહ્ય અને અત્યંતરના ભેદથી બે પ્રકારનું છે. ૪૧. તેમાં પ્રથમ બાહ્ય તપ અનશન, ઊણોદરી, રસત્યાગ, વૃત્તિસંક્ષેપ, કાયક્લેશ, સલીનતા એમ છ પ્રકારે છે. ૪૨. અત્યંતર તપ પ્રાયશ્ચિત, વૈચાવૃત્ય, સ્વાધ્યાય, વિનય, શુભધ્યાન અને કાઉસ્સગ એમ છ પ્રકારે છે. ૪૩. દઢપ્રહારીની જેમ જેણે ઘણાં પાપો કર્યા છે એવો જીવ તપથી કર્મને હણીને તે જ ભવમાં સિદ્ધ થાય છે. ૪૪. અહો ! જેનાથી નિકાચિત કર્મનો ક્ષય થાય છે તે તપમાં યથાશક્તિ અત્યંત ઉદ્યમ કરો. ૪૫.
ભાવધર્મ અહો ! ચોથા ભાવધર્મમાં બાર પ્રકારની ભાવના છે. અનિયત્વ, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશૌચ, આશ્રવ, સંવર લોક સ્વરૂપ, નિર્જરા, બોધિ અને ધર્મના ઉપદેશકની દુર્લભતા એમ બાર ભાવના છે. ૪૭. જે સવારે છે તે બપોરે નથી, જે બપોરે છે તે રાત્રે નથી, જે રાત્રે છે તે સવારે નથી. એમ વસ્તુમાં અનિત્યતા છે. ૪૮. સકલ પણ લક્ષ્મી ચંચળની જેમ ચલાચલ છે. કમળની પાંદડીના કિનારે લાગેલ પાણીની જેમ પ્રેમ નશ્વર છે. ૪૯. સર્વે વિભ્રમો નક્કીથી સંધ્યાના રાગ સમાન છે, બધા
Page #232
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૯
૨૨૭
વિષયો પર્વત પરથી વહેતી નદીના પૂર સમાન છે. ૫૦. પુત્ર–મિત્ર-પત્ની વગેરેનો યોગ ઉછળતા મોજા સમાન છે. જીવોનું રૂપ શરદઋતુના વાદળ સમાન છે. ૫૧. યૌવન વનના હાથીના કાનની જેમ અસ્થિર છે. જીવિત સ્ત્રીના કટાક્ષના વિક્ષેપ જેવું ચંચળ છે. પર. બુદ્ધિમાન સદા બંધના એક કારણભૂત મમત્વની શાંતિ માટે ચિત્તમાં અસ્થિરતાની ભાવના ચિંતવે. ૫૩.
જો દેવો અને દાનવો મૃત્યુના વિષયને પામે છે અર્થાત્ મરણ પામે છે ત્યારે ભવાંતરમાં જતા જીવને કોણ શરણ બને ? ૫૪. કર્મ વડે યમરાજ પાસે લઈ જવાતા આ જીવને માતા કયાંય શરણ થતી નથી, પિતા શરણ થતા નથી. બહેન શરણ થતી નથી. ભાઈશરણ થતો નથી. સ્વજન શરણ થતો નથી. જન કે સ્વજન શરણ થતો નથી. મિત્ર કે પત્ની શરણ થતી નથી. ૫૬. આયુષ્ય ક્ષય થયે છતે આ જીવોને મંત્રો બચાવી શકતા નથી. મણિઓ બચાવી શકતા નથી. તંત્રો બચાવી શકતા નથી, ઔષધો બચાવી શકતા નથી, માન્યતાઓ બચાવી શકતી નથી, ગ્રહપૂજનો બચાવી શકતા નથી. રક્ષા વિધાનો કોઈ કામ લાગતા નથી. એ આ પ્રમાણે સકળ લોક શરણથી રહિત બને છતે જિનેશ્વરો બતાવેલ ધર્મ એક જ શરણ બને છે. ૫૯ રાજા, રંક, બ્રાહ્મણ, ચાંડાલ, સુખી, દુ:ખી સુધીર બુદ્ધિ, દુર્ભાગ, સુભગ, રૂપવાન, રૂપહીન, સ્વામી, સેવક ધનવાન, નિર્ધન, દુર્જન, સ્વજન, દેવ, કૃમિ જે કોઈ હોય તે સંસારી પોતાના કર્મથી આ પ્રમાણે આ સંસારમાં ભમે છે. ૧. હંમેશા કુવાદિની જેમ અહીં તહીં ભમતો જીવ કઈ કઈ જાતિમાં ઉત્પન્ન નથી થયો અને કઈ કઈ જાતિમાં મર્યો નથી ? કેશના અગ્રભાગ જેટલો આકાશનો કોઈ ભાગ બાકી નથી રહ્યો જ્યાં જીવ જન્મ મરણોથી સ્પર્ધો ન હોય ? ૬૩. આ જીવ ભવાંતરમાંથી એકલો જ આવે છે, અહો ! એકલો જ અંધકાર અને દુઃખથી ભરેલા ગર્ભમાં વસે છે ! ૬૪. જીવ એકલો ઉત્પન્ન થાય છે, જીવ એકલો કર્માનુસાર આગળના ભવમાં જાય છે. ૬૫. પેટભરાની જેમ જીવ એકલો જ સુખ ભોગવે છે. જીવ એકલો જ સ્વયં ઉપાર્જન કરેલા દુઃખને ભોગવે છે. ૬ ૬. જીવ એકલો અનેક પાપો કરીને ધન ઉપાર્જન કરે છે. કાગડાની જેમ સ્વજનો ભેગા થઈને તેના ધનને ભોગવે છે. ૬૭. જીવ એકલો જ સર્વથી ભરેલ ઘોર અંધકારવાળા નરકોમાં ઘણી વેદનાઓ સહન કરે છે. ૬૮ ભાઈ, મિત્ર, વિભવ અને શરીરથી પણ આ આત્મા ભિન્ન જ છે કેમકે આ બધાથી આત્માનું લક્ષણ જુદું જ છે. ૬૯. જે જીવ કાયાદિથી પોતાને ભિન્ન ઓળખે છે તે સન્મતિ ધનપુત્રાદિના વિનાશમાં પણ વિષાદને અનુભવતો નથી. ૭૦. શુક્ર, મજ્જા, અસ્થિ, મેદ, માંસ, ૨સ અને લોહીનું સ્થાન કાયામાં પવિત્રતા કયાંથી હોય ? ૭૧. નવ દ્વારોથી દુર્ગંધ, બીભત્સ, અને મળને ઝરાવનારી કાયામાં પણ પવિત્રતતાની બુદ્ધિ કરવી તે મહામોહનો વિલાસ છે. ૭ર. શાલિ વગેરે ધાન્યોનો ઘણો પ્રસરતો ગંધ દૂર પણ રહેલા લોકને અત્યંત મોહ પમાડે છે. તે ઔદારિક શરીરના સંપર્કથી વિનાશિત કરાયેલ લોકના નાકને બંધ કરાવે છે. ૭૪. જેમ ધોવાતો કોલસો કાળાશને ધારણ કરે છે તેમ રોજ સ્નાન કરાવાતું શરીર મળને જ છોડે છે. ૭૫. જીવમાં કર્મનો સંચય કરાવે છે તે આસવ કહેવાયેલ છે. પ્રાણાતિપાતના ભેદથી તે સત્તર પ્રકારનો છે. ૭૬. પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ, શ્રવણ-ચક્ષુ ઘ્રાણ-જિહ્વા અને સ્પર્શ એ પાંચ ઈન્દ્રિયો તથા ક્રોધ–માન—માયા– લોભ ચાર કષાય, મન–વચન અને કાય એમ ત્રણ દંડ એમ સત્તર પ્રકારનો આસ્રવ છે. ૭૮. મોહથી, વિહ્વળ થયેલા જીવો આ નહીં રોધ કરાયેલ આસ્રવોથી પાપનો સંચય કરે છે. ૭૯. સંપૂર્ણ આસ્રવદારનો નિરોધ સંવર કહેવાયેલ છે. જેટલા આસવના ભેદ છે તેટલા જ સંવરના ભેદો છે. ૮૦. જેટલા રોગો છે
Page #233
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૨૮ તેટલી ઔષધિઓ છે. દયા, સત્યવચન, અસ્તેય, બ્રહ્મચર્ય, અકિંચ , ચાર કષાયનો નિરોધ, પાંચ ઈન્દ્રિયનો નિગ્રહ અને ત્રણ દંડનો નિરોધ એમ સંવરના સત્તર ભેદ છે. ૮૧. મહામતિ અમોઘ બાણની જેમ અમોઘ સંવરથી દુષ્ટ કર્મ શત્રુઓને હણીને જય પતાકાને પ્રાપ્ત કરે છે. ૮૨. બે પગ પહોળા કરી, બે કેડ ઉપર બે હાથ રાખીને મનુષ્યનું જેવું સંસ્થાન થાય તેવા આકારવાળો આ લોક છે. ૮૩. તે લોક નીચે વેત્રાસન આકારવાળો છે. ઉપર મુરજ સંસ્થાનવાળો છે અને ચૌદરાજ પ્રમાણ છે. ૮૪. એકેક રજુ વિસ્તારવાળી રત્નપ્રભા વગેરે સાતેય નરકપૃથ્વીઓ ઘનોદધિ, ઘનવાત અને તનવાતની ઉપર આકાશમાં રહેલી છે. ૮૫. સતત દુઃખના સંબંધવાળી છે. જાણે નિરંતર અંધકારવાળા પાપીઓના આવાસો ન હોય તેવા નરકાવાસો છે. ૮૬. એક ત્રણ, સાત, દશ, સત્તર, બાવીશ અને તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળી યથાક્રમથી જાણવી. ૮૭. પ્રથમ નરક પૃથ્વીમાં ઉપર નીચે હજાર હજાર યોજન છોડીને બાકીના ભાગમાં ભવનપતિના દેવો છે. ૮૮. નાગ, સુવર્ણ, વિધુ, અગ્નિ, વાયુ, સ્વનિત, દ્વીપ, અબ્ધિ અને દિકુમાર નામથી દશ પ્રકારે છે. ૮૯. ઉપરના હજાર યોજનમાં ઉપર-નીચે સો-સો યોજન છોડીને વચ્ચેના આઠશો યોજન ભાગમાં વ્યંતરો દેવો રહે છે. ૯૦. પિશાચ, રાક્ષસ, યક્ષ, કિંજુરુષ, મહોરગ, ગંધર્વ, કિન્નર ભૂત એ પ્રમાણેના નામથી આઠ પ્રકારના વ્યંતર દેવો છે. ૯૧. અઢી ઉદ્ધાર સાગરોપમમાં જેટલા સમય છે તેટલી સંખ્યામાં તીર્થ્યલોકમાં દ્વીપ-સમુદ્રો છે. ૯૨. તેમાં પ્રથમ એક લાખ યોજન પ્રમાણ જંબૂદ્વીપ છે. પછી પછીના દીપ સમુદ્રો પૂર્વ પૂર્વ કરતા બમણાં બમણાં માપવાળા છે. ૯૩. અઢી દ્વીપ અને તેની અંદર બે સમુદ્રો પૂર્વ પૂર્વ કરતા બમણાં મનુષ્યના જન્મ મરણનું સ્થાન છે. ૯૪. ભરત-ઐરાવત અને મહાવિદેહ દરેક પાંચ વિદેહ ક્ષેત્રમાં એકેક મેરુપર્વત છે. તેની બંને બાજુ સોળ સોળ વિજયો છે. ૯૬. વક્ષસ્કાર પર્વત, નદીઓ અને સીતા નદીથી આ વિદેહની સોળ વિજયો કરાઈ છે. એકેક વિજય વેતાઢય પર્વતથી બે ભાગ કરાયો છે. દરેક બે ભાગ ગંગા અને સિંધુ નદીથી છ ખંડમાં વિભક્ત કરાયો છે. ૯૭. શિખરી પર્વત સુધી ઐરાવત ક્ષેત્ર છે, હિમાદ્રિ સુધી ભરતક્ષેત્ર છે. કાલોદધિ, પુષ્કર સમુદ્રથી માંડીને સ્વયંભૂરમણ સુધીના સમુદ્રો ઉદક રસવાળા છે. ૯૮, પ્રથમ સમુદ્ર લવણ રસવાળો છે. એક ક્ષીર રસવાળો છે, બીજો સમુદ્ર વારુણી રસવાળો છે. ત્રીજો સમુદ્ર ધૃતરસવાળો છે. બાકીના ઈક્ષરસવાળા છે આમાં એક પણ સમુદ્ર દધિરસવાળો નથી. ૮૦૦. સ્વયંભૂરમણ સમુદ્રમાં એક હજાર યોજનવાળા, કાલોદધિમાં સાતસો યોજનવાળા અને લવણોદધિમાં પાંચશો યોજનવાળા માછલાઓ હોય છે. ૮૦૧. આ ત્રણ સમુદ્રોમાં ઘણાં માછલાઓ છે. બાકીના અસંખ્યાત સમુદ્રોમાં થોડા જ માછલાઓ છે. ૮૦૨.
સમભૂમિથી સાતસો નેવું યોજન ઉપર તારા મંડળ શરૂ થાય છે. આઠસો યોજન ઉપર સૂર્ય, આઠસો એંસી યોજને ચંદ્ર છે. એકસો દશ યોજનમાં આખું જ્યોતિષ ચક્ર સમાય જાય છે. ૪. જંબુદ્વીપમાં બે, લવણ સમુદ્રમાં ચાર, ધાતકીખંડમાં બાર, પ્રથમ કાલોદધિમાં બેતાલીશ, અડધા પુષ્કરવર દ્વીપમાં બોતેર ચંદ્રો છે. સૂર્યની સંખ્યા પણ આ પ્રમાણે જ છે. ૬. મનુષ્યક્ષેત્રમાં એકસો બત્રીશ ચંદ્ર અને એકસો બત્રીશ સૂર્ય છે. ત્યારપછી દરેક દ્વીપ સમુદ્રમાં ક્રમથી વધતા અસંખ્યાતા ચંદ્ર અને સૂર્ય થાય છે. તથા મનુષ્યક્ષેત્રમાં આવેલા ચંદ્ર વગેરે ચર અને બીજામાં સ્થિર છે. ૮. એકેક ચંદ્રના પરિવારમાં અઠયાશી ગ્રહો તથા અઠયાવીશ નક્ષત્રો અને છાસઠ હજાર નવસો પંચોતેર (૬૬૯૭૫) કોટાકોટી તારાઓ છે. ૧૦. વ્યંતર, જ્યોતિષ અને ભવનપતિ દેવો યથાક્રમથી પલ્યોપમ, સાધિક પલ્યોપમ અને સાધિક સાગરોપમના
Page #234
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૯
૨૨૯ આયુષ્યવાળા છે. ૧૧. ઊર્ધ્વલોકમાં સૌધર્મ વગેરે બાર દેવલોક, નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાન છે. ૧૨. તેમાં પ્રથમ આઇ દેવલોકમાં એકેક ઈન્દ્ર છે. બાકીના બે બે દેવલોકમાં એકેક ઈન્દ્ર છે આ પ્રમાણે કલ્પોપન દેવલોકની સ્થિતિ છે. ૧૩. રૈવેયકાદિમાં ઉત્પન્ન થયેલા દેવો અહમિન્દ્ર છે. તેઓ મુનિ જેવા વીતરાગ હોય છે અને દેવલોકમાં નિરાકુલ રહે છે. ૧૪. પહેલા દેવલોકમાં બત્રીસ લાખ, બીજામાં અઠ્યાવીશ લાખ, ત્રીજામાં બાર લાખ, ચોથામાં આઠ લાખ અને પાંચમામાં ચાર લાખ વિમાનો છે. તેના પછી ઉપર ત્રણ દેવલોકમાં છઠ્ઠામાં પચાસ હજાર, સાતમામાં ચાલીશ હજાર, અને આઠમામાં છ હજાર વિમાનો છે. નવમાં અને દશમાં દેવલોકમાં ચારસો વિમાનો છે. ૧૬. આરણ અને અશ્રુતમાં ત્રણશો વિમાનો છે. પ્રથમના ત્રણ રૈવેયકમાં એકશો અગિયાર, મધ્યમના ત્રણ ગ્રેવેયકમાં એકસો સાત અને ઉપરના ત્રણમાં સો વિમાનો છે. અનુત્તરમાં પાંચ વિમાન છે. ૧૮. પ્રથમ દેવલોકમાં બે, બીજામાં સાધિક બે, ત્રીજામાં સાત, ચોથામાં સાધિક સાત, પાંચમામાં દસ, છઠ્ઠામાં ચૌદ અને સાતમામાં સત્તર સાગરોપમની સ્થિતિ છે. ૨૦. હવે પછી ઉપર ઉપરના દેવલોકમાં એક સાગરોપમની સ્થિતિ વધારતા છેલ્લે અનુત્તરમાં તેત્રીશ સાગરોપમની સ્થિતિ છે. ૨૧. સવાર્થસિદ્ધ વિમાનથી બાર યોજન દૂર સિદ્ધશિલા છે. સિદ્ધો નિત્ય સુખી અને અક્ષયસ્થિતિવાળા હોય છે. રર. આ લોક કોઈ વડે બનાવાયો નથી અથવા કોઈવડે ધારણ કરાયો નથી પરંતુ લોક સ્વયં સિદ્ધ છે અને ફક્ત આકાશમાં રહે છે. ૨૩.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુલાસ્તિકાયથી અને કાળથી એમ છ દ્રવ્યોથી આ લોક ભરેલો છે. અલોકમાં એકલો આકાશ છે. ૨૪. હે લોકો! આ પ્રમાણે લોક સ્વરૂપની સારી રીતે ભાવના ભાવો જેથી કરીને સુખપૂર્વક મન એકાગ્ર થાય. ૨૫. કર્મપુદ્ગલના ક્ષય સ્વરૂપ નિર્જરા છે. તે સકામ અને અકામના ભેદથી બે પ્રકારે છે. ૨૬. રોગ, ઠંડી વગેરે દુઃખોને અનુભવતા અજ્ઞાની જીવોને અકામ નિર્જરા થાય છે. ૨૭. જ્યારે જ્ઞાન-દર્શનથી યુક્ત જીવોને સ્વયં ઉત્પન્ન થયેલી અને કરણથી ઉત્પન્ન થયેલી વેદનાને સ્વેચ્છાથી સહન કરતા સકામ નિર્જરા થાય છે. ૨૮. નિર્જરાના હેતુવાળા તપથી સકામ નિર્જરા થાય છે અથવા કાર્યમાં કારણના ઉપચારથી તો નિર્જરા બાર પ્રકારની છે. ૨૯. એકેન્દ્રિયાદિ તિર્યંચગતિમાં ઘણું ભમતા જીવોને જિનધર્મની પ્રાપ્તિ સ્વરૂપ બોધિનું દુર્લભપણું છે. ૩૦. અકર્મભૂમિ અને અનાર્યદેશમાં ઉત્પન્ન થનાર મનુષ્યને બોધિનું દુર્લભપણું છે. આર્યદેશમાં પણ ચાંડાલ વગેરે કુળોમાં બોધિ દુર્લભ છે. ૩૧. સુજાતિ અને સુકુળની પ્રાપ્તિ થઈ હોવા છતાં અવજ્ઞાઆળસ અને મોહાદિથી ધર્મને નહીં સાંભળતા જીવોને બોધિ સુદુર્લભ છે. ૩૨. રાજાનો પ્રસાદ પણ, સુંદર ભોગ લક્ષ્મી પણ મોટું પણ સામ્રાજ્ય અને સ્વરાજ્યની પણ પ્રાપ્તિ થઈ જાય. ૩૩. કયારેક અણિમાદિ મહાસિદ્ધિ પણ પ્રાપ્ત થાય પણ ભવચ્છેદી જિનધર્મ સહેલાઈથી પ્રાપ્ત થતો નથી. ૩૪. આ પ્રમાણે હમણાં બોધિની દુર્લભતા કહેવાઈ. હવે ધર્મોપદેશકની કહેવાતી આ દુર્લભતાને સાંભળો. ૩૫. તીર્થકર, કેવલી, ગણધર, શ્રુતકેવલી, અથવા દશપૂર્વધર પણ ધર્મદેશક દુર્લભ છે. ૩૬. સંપૂર્ણ આચાર પાલક આચાર્ય, ચૌદપૂર્વધર ઉપાધ્યાય અથવા તેવા પ્રકારનો બીજો કોઈ સાધુ મળવો ખરેખર દુર્લભ છે. ૩૭. ચાર્વાક–બૌદ્ધ સાંખ્ય વગેરે ઉન્માર્ગના પ્રવર્તકોથી ઠગાયેલા જીવો જિનધર્મના પ્રરૂપકને સ્વીકારતા નથી. ૩૮. ધર્મને શોધવા નીકળેલ છતાં ઉસૂત્ર ભાષકોથી ઠગાયેલા જીવો શુદ્ધ ધર્મના ઉપદેશકને કયારેય જાણતા નથી. ૩૯. શુદ્ધ ઉપદેશક વિના મુક્તિના ઉપાયને નહીં જાણતાં અરઘટ્ટઘટી જેવા જીવો ભવભૂપમાં
Page #235
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૩૦ ભમે છે. ૪૦. જેમ ભિલ્લો મોતીને છોડીને ચણોઠીને લાવે છે તેમ અજ્ઞાનીઓ નીલમણિને છોડીને કાચને લાવે છે. ૪૧. જેમ નિર્ભાગ્ય કલ્પવૃક્ષને છોડીને લીંબડાને સેવે છે તેમ મૂર્ખાઓ અમૃતને છોડીને વારંવાર ઝેરને પીએ છે. ૪૨. આ પ્રમાણે જ શુદ્ધ ધર્મ આપનાર ગુરુને છોડીને સરખા વેશથી ભ્રમિત થયેલ જડો કુગુરુને સેવે છે. ૪૩. જેમ હંસ પાણીમાંથી દૂધને ગ્રહણ કરે તેમ ભિન્ન પ્રકારના કુગુરુની મધ્યમાં રહેલા સુગુરુને ઓળખીને પંડિતો સદ્ગુરુને મેળવે છે. ૪૪. હે જનો! આ રીતે ધર્મનો ઉપદેશક દુર્લભ છે. આથી શુદ્ધ ધર્મોપદેશકને મેળવીને હંમેશા તેના વચનને સાંભળો. ૪૫. ભવ્યોએ બાર પ્રકારની ભાવના ભાવવી જોઈએ. અહો! જેમ મંત્રના ધ્યાનથી વિષનો નાશ થાય છે તેમ ભાવનાના ભરથી પાપનો નાશ થાય છે. ૪૬. અરીસા ભવનમાં રહેલ ભરત ચક્રવર્તીની જેમ દાન વિના, શીલ વિના, તપશ્ચરણ વિના વિશુદ્ધ ભાવના ધર્મના પ્રભાવથી જીવો ઘાતિકર્મનો નાશ કરીને કેવળ જ્ઞાનને મેળવે છે. ૪૮. તેથી હે ભવ્યો ! ભાવ ધર્મમાં આદર કરો. એવો કોણ છે જે કોમળ (સરળ) ઉત્તમ ઉપાયમાં આદર ન કરે? ૪૯. આ પ્રમાણે સ્વામીની દેશનાથી ઘણાં ભવ્યજીવો બોધ પામ્યા કેમકે સૂર્યના ઉદયમાં કમળો ખીલે છે જ. ૫૦.
આ બાજુ અવસર પામીને કૃતપુણ્ય અંજલિ જોડીને ભગવાનને વિનંતિ કરી. બુધ અવસરને જાણીને બોલે છે. ૫૧. હથેળીમાં રહેલ આમળાની જેમ સમસ્ત ત્રણ ભુવનને જાણનાર હે પ્રભુ! મેં પૂર્વભવમાં શું શુભાશુભ કર્યું છે પર. જેમ વાદળથી ઢંકાયેલ સૂર્યનો તડકો, તૂટક તૂટક થાય તેમ મને ભોગો અંતરાયપૂર્વકના થયા. પ૩. કોઈકે પૂર્વભવના યોગથી અથવા બીજા કોઈ કારણથી મને ભક્તિ આદિથી સુંદર આ સાતપત્ની થઈ છે. ૫૪. મંથન કરાતા સમુદ્રના નાદ જેવા ગંભીર નાદથી પ્રભુએ કહ્યું –
એક નગરમાં સૂરાદિત્ય નામનો ગૃહસ્થ થયો. ૫૫. શીલરત્નથી વિભૂષિત રત્ના નામની તેને સ્ત્રી હતી. તેને પ્રસન્ન મુખવાળો પ્રસન્નાદિત્ય નામનો પુત્ર થયો. ૫૬. પ્રચંડ પવનથી હણાયેલ દીપક જેવું આ જીવલોકનું ચંચળપણું હોવાથી સૂરાદિત્ય મૃત્યુ પામ્યો. પ૭. આજીવિકાથી સીદાતી તેની સ્ત્રીએ પર ઘરમાં ખાંડવું, પીસવું, પાણી ભરવું, લીંપવું વગેરે કાર્યો કર્યા. ૫૮. તેના પુત્રે લોકોના વાછરડા ચાર્યા. નહીં ભણેલા બાળકોને આ રીતે આજીવિકા મળે છે. ૫૯.
એકવાર નગરમાં ભૈરવીભક્ષણ' ઉત્સવ પ્રવર્યો જેમાં કૃપણ લોક તેવા ભોજનના સ્વાદને અનુભવી શકે. ૬૦. સમાન વયના બાળકોને પાયસનું (ખીરનું) ભોજન કરતા જોઈને વત્સપાલક બાળકે માતાની પાસે ખીરની માગણી કરી. ૬૧. માથારૂપી કમળને ધુણાવતા (અર્થાત્ અતિ આનંદથી) બાળકો કોઈક રીતે સ્વાદિષ્ટ પાયસ (ખીરનું) ભોજન કરે છે. હે માતા ! મને પણ તે આપ. ૬૨. પછી આ પતિની સંપત્તિને યાદ કરતી ઘણી રડી. સાક્ષાત્ જાણે દુ:ખના બુંદ ન હોય તેવા ઘણાં આંસુને સાર્યા. ૬૩. આણીએ પુત્રને કહ્યું તું મારી પાસે પાયસને માગે છે પણ ખાલી ઘરમાં કયાંય ચોખાને પણ જુએ છે? ૬૪. હે પુત્ર! રાબ પણ આપણને મોટા કષ્ટોથી મળે છે તે પણ સમયસર ન મળે તો ખીર તો કયાંથી મળે? ૬૫. આ લોક પુણ્યશાળી છે તેથી તેઓને એવું ભોજન ઉચિત છે પણ તે પુત્ર ! ગળું પકડીને બહાર કઢાયેલ ભાગ્યવાળા આપણને શું તેવું ભોજન મળે? ૬૬. પછી પડોશણોએ આવીને પુછ્યું : હે બાઈ ! તું શા માટે રડે છે તે સાચું કહે. ૬૭. આણે કહ્યું હે ભગિનીઓ! પુત્ર ખીર માગે છે પણ એને ખબર નથી કે હું કેવી રીતે ઘર ચલાવું છું. ૬૮. તેનું વચન સાંભળીને પાડોશણો તેના દુઃખે ઘણી દુઃખી થઈ. તેથી તેઓ
૧. ભૈરવીભક્ષણ ઉત્સવઃ જે ઉત્સવમાં ખીર બનાવીને ભોજન કરાય એવો ઉત્સવ
Page #236
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૯
૨૩૧ મહાત્માઓની પ્રથમ હરોડને પામી. ૬૯. કહ્યું છે કે– બીજાના ગુણોને જાણનાર થોડા છે. સત્કાવ્યને રચનારા થોડા છે. સાધારણ સંપત્તિવાળા થોડા છે. (અર્થાત્ પોતાની સંપત્તિનો બધા ઉપયોગ કરી શકે તેવા) દુઃખી ઉપર દુઃખ પામનારા (અર્થાત્ દુઃખીનું દુઃખ જોઈ દુઃખી થનારા) થોડા છે. ૭૦. પાડાસણોએ કહ્યું હે સખી ! તું ઝેર સમાન ખેદને ન કર. અમે તારા પુત્રના સર્વ મનોરથ પૂરશું. ૭૧ કોઈકે મીઠો ગોળ આપ્યો. કોઈકે મીઠું દૂધ આપ્યું. કોઈકે ચોખા અને કોઈકે ખાંડ તુરત આપી. ૭૨. થાળી, બળતણ વગેરે સામગ્રીથી પરમાનના બાનાથી પોતાના પુત્રનું પુણ્યનું સાધન ખીર તૈયાર કરી. ૭૩. માએ આસન ઉપર બેઠેલા પુત્રની આખી થાળીમાં તુરતજ ગોળથી બનાવેલી ખીર પીરસી. ૭૪. ત્રણ ગુપ્તિથી ગુપ્ત, પાંચ સમિતિથી સમિત, સુસમાધિથી સંયત, દાંત, શાંત, મલિન શરીર અને વસ્ત્રવાળા, વશેન્દ્રિય, માસખમણના તપસ્વી સાધુ તે ક્ષણે તેના ઘરે પધાર્યા જાણે સાક્ષાત્ વત્સપાલક બાળકનો શુભપુણ્યોદય ન હોય! ૭૬. આ મુનિને જોઈને આનંદ પામ્યો. અહો! જન્મથી દરિદ્ર એવા મને વહોરાવવાના ભાવ થયા અને ક્ષીર પણ પ્રાપ્ત થઈ. ૭૭. તથા ઉત્તમ પાત્રની પણ પ્રાપ્તિ થઈ. અહો ! હું ઘણો ધન્ય છું. ત્રણ સંગમવાળું તીર્થ ક્યારેક જ પ્રાપ્ત થાય છે. ૭૮. ઊઠીને પરમ ભક્તિથી મુનિને નમીને કહ્યું : હે પ્રભુ! કૃપા કરીને શુદ્ધ પાયસને ગ્રહણ કરો. ૭૯. દ્રવ્યાદિ (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ)નો ઉપયોગ મૂકીને તેના અનુગ્રહણની ઈચ્છાથી અનાસક્ત પાત્રભૂત મુનિએ સ્વયં પાત્ર ધર્યું. ૮૦. થાળીમાંની ત્રીજા ભાગની ખીર વહોરાવી અથવા પ્રાણીઓની દાન પ્રવૃત્તિ વિચિત્ર હોય છે. ૮૧. આ થોડીક ખીર મહાત્માની ભુખ નહીં ભાંગે તેથી અધિક આપું એમ વિચારીને તેણે ફરી પણ તેટલી વહોરાવી સુદપક્ષ ચંદ્રને દિવસે દિવસે એકેક કલા વધારે આપે છે પણ એકી સાથે નથી આપતો. ૮૩. આટલી પણ સાધુને પૂરી નહીં થાય કેમ કે ત્રણ આઢકથી દ્રોણ ભરાતો નથી. ૮૪. માધુકરી વૃત્તિને કરતા સાધુને વાલ વગેરે પ્રાપ્ત થશે. રાગ દ્વેષથી રહિત આ સાધુ વાલ વગેરે પણ વહોરશે. પછી તે કદનની સાથે મિશ્રિત થયેલ આ પરમાન પણ જેમ કર્કશવાણીની સાથે શૃંગારરસ નાશ પામે તેમ પરમાન નહીં રહે. ૮૬. તેથી છેલ્લો ભાગ મહાત્માને આપે નિર્ધન શિરોમણિ મને ફરી વહોરાવવાનો પ્રસંગ ક્યારે મળશે? ૮૭. અને બીજું આવું પાત્ર મને
જ્યારે ત્યારે નહીં મળે અર્થાત્ જવલ્લે જ મળે મોતીને વરસાવનારા વાદળો ક્યારેક જ દેખાય. ૮૮. એમ વિચારીને બાકીની ખીર વહોરાવવાના બાનાથી તેણે નક્કીથી શુભકર્મની શ્રેણીરૂપી થાપણ મુનિ પાસે મૂકી. ૮૯. આટલી બસ-આટલી બસ એમ કરતા સાધુએ ખીરને ગ્રહણ કરી કેમકે ઉત્તમ મુનિઓ લોભ રાજાની આજ્ઞાને વશ થતા નથી. ૯૦.
ભિક્ષા લઈને મુનિએ તેને ઘણા ગુણવાળો ધર્મ આપ્યો. સૂર્ય હજારગણું આપવા માટે પાણીને ગ્રહણ કરે છે. ૯૧. દાન આપતા પુત્રને માતાએ કહ્યું : હે વત્સ! ઉદાર ચિત્તથી તું સાધુને વહોરાવ. ૯૨. હું તને બીજી આપીશ. તું માઠું ચિંતવીશ નહિ. બીજું ભોજન સુલભ છે પાત્રનો સંગમ દુર્લભ છે. ૯૩. છ પાડોશણોએ આવી પ્રશંસા કરી. તું ધન્ય છે, કૃતપુણ્ય છે. તું ઘણાં સુલક્ષણવાળો છે. ૯૪. જેને ઘરે શુદ્ધ શીલથી અલંકૃત, ઉપશાંત સાધુ સ્વયં પધાર્યા છે. ૯૫. આમને પાત્ર પૂર (જેટલું જરૂર હોય તેટલું) આપીને મનુષ્યભવને સફળ કર વિરલ પુરુષો જ પ્રથમ ધર્મ પુરુષાર્થને સાધે છે. ૯૬. જો તને ઘટશે તો અમે ફરી આપીશું. તને આપેલું પણ શુભ સ્થાનમાં જશે. જે સર્વ ઉપકારી બનશે. ૯૭. આ પ્રમાણે સન્મનિને દાન આપીને અને દાનની પ્રશંસા કરીને સર્વેએ પણ સુમનુષ્યનું આયુષ્ય બાંધ્યું. તથા બધાએ
Page #237
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૩૨ સુંદરતર ભોગો ઉપાર્જન કર્યા. ૯૮. પરંતુ રત્નાએ હૃદયમાં વિચાર્યું. આ મુનિ મલવાળા કેમ રહ્યા? જો શરીરનું પ્રક્ષાલન કર્યું હોત તો શું હાનિ થાત? ૯૯. જેમ લશણભક્તની પાસે રહેવું શક્ય નથી તેમ કાયાના મળમાંથી પ્રસરતી દુર્ગધ પાસે રહેવું શક્ય નથી. ૯૦૦. બીજી રીતે પણ ધર્મ આરાધી શકાય છે. મલિન રહીને જ ધર્મની આરાધના થાય તેવું નથી. શું ધન મેળવવાના ઘણાં ઉપાયો નથી હોતા? ૯૦૧.
પછી પોતાના સ્થાને આવીને રાગદ્વેષ વિનાના મુનિએ 'સાપનું દરમાં પ્રવેશ' એ ન્યાયથી ભોજન કર્યું. કહેવાનો ભાવ એ છે કે સાપ બિલમાં સીધો જ પ્રવેશ કરે છે પણ વાંકો ચૂકો નહિ. બિલ સિવાય હંમેશા વાંકોચૂકો ચાલે છે. તેમ સાધુઓ મોઢામાં કોળિયા મૂકીને ડાબી જમણી બાજુ વાગોળતા નથી સીધો ઉતારી જાય છે. અર્થાત્ અનાસકત ભાવે ભોજન કરે છે. ૯૦૨. વત્સપાલનો જીવ તું શ્રેષ્ઠીપુત્ર થયો. પાડોશણો તારી જયશ્રી વગેરે છ પત્નીઓ થઈ. ૩. નિંદાથી દુઃકર્મ ઉપાર્જતી રત્ના ગણિકા (વેશ્યા) થઈ. કર્યગણ પ્રસ્તાવ (પ્રસંગ) ને લે છે. ૪. હે મહાભાગ!તે મુનિને ભક્તિથી પરમાનથી ત્રણ અંતરે વહોરાવ્યું, તે તે ક્ષણે આંતરે આંતરે વહોરાવવાથી તારા ભોગો અંતરાયવાળા થયા. અથવા સારા વેગથી જતો રથ પણ ખાડો આવે ત્યારે ખંચકાય જ છે. ૬. પરંતુ તમને સર્વને પરિણામ સારું આવ્યું કેમકે પાત્રદાન પોતાના ભાવી ફળનું કારણ છે. ૭. કૃતપુણ્ય ફરી ભગવાનને વિનંતી કરી કે હે ભગવન્! આ દેવદત્તા મારી પૂર્વભવની માતા હતી. તેણીએ મારું સર્વસ્વ લઈને અનાથની જેમ રાંકડા એવા મને ક્ષણથી બહાર ધકેલ્યો તેનું શું કારણ છે? ૯. સંપૂર્ણ વસ્તુ સમૂહને જોતા પ્રભુએ કહ્યું ઃ આ ભવથી પૂર્વના ત્રીજા ભવમાં તમે બે ચંદ્ર અને ભદ્ર નામના પરસ્પર મિત્રો હતા. આ સંસારમાં કોને કોની સાથે મિત્રતા અને શત્રુતા નથી થઈ? ૧૧. ચંદ્ર અને ભદ્ર પરસ્પર લેણદેણનો વ્યવહાર કર્યો. લોકમાં આજ પ્રીતિનું લક્ષણ કહેવાયેલ છે. ૧૨. આપવું લેવું, છાની વાત કરવી, પુછવું, ભોજન કરવું અને કરાવવું એ છ પ્રીતિના લક્ષણો છે. ૧૩. પરસ્પર પ્રીતિને ધરતા તે બેના કેટલાક દિવસો પસાર થયા. એકવાર ચંદ્રના ઘરે કોઈક ઉત્સવ ઉપસ્થિત થયો. ૧૪. ચંદ્ર પોતાની પત્ની માટે વિવિધ પ્રકારના મણિ જડેલ આભૂષણની ભદ્ર પાસે માંગણી કરી કારણ કે સ્ત્રીઓ આભૂષણપ્રિય હોય છે. ૧૫. જે મિત્રને કામમાં આવે તે જ વસ્તુ સાર્થક છે એમ બોલતા ભદ્ર હૃદયવાળા ભદ્ર તેને આદરથી આભૂષણ આપ્યું. ૧૬. ઉત્સવ પૂરો થયા પછી લોભમાં પડેલા ચંદ્ર ભદ્રને આભૂષણ પાછું ન આપ્યું. અથવા તો ધન જ મતિને બગડવાનું કારણ છે. ૧૭. ચંદન જેવા શીતળ ભદ્ર ચંદ્રને કહ્યું કે મેં તને આભૂષણ આપ્યું તેને ઘણાં દિવસો થઈ ગયા હવે પાછું આપ. ૧૯. અહો! જેમ કર્મવડે આત્મા શરીરમાં મુકાય તેમ મેં તારા અલંકારને રાત્રે છાણાના ઢગલામાં સુરક્ષિત સ્થાને મૂક્યું હતું. ૨૦. કોઈ ચોર આવીને તારું આભૂષણ હરી ગયો છે, અથવા ચોરો ચોરીના સાહસમાં હોશિંયાર હોય છે. ૨૧. તેનું વચન સાંભળી ભદ્ર ઘણો વિષાદ પામ્યો. અહો! આણે મારું અસ્ત્રા વિના મુંડન કરી નાખ્યું. રર. આની જેવી ધૃષ્ટતા છે તેનાથી હું માનું છું કે આ પાછું નહીં આપે. તલમાં તેટલું જ માત્ર તેલ છે. એ નિશ્ચિત છે. ર૩. આ સંસારમાં એટલું સુનિશ્ચિત છે કે જ્યાં સુધી મિત્રનું ધન હાથમાં નથી આવતું ત્યાં સુધી જ મિત્ર મિત્ર છે. ૨૪. જેમ હાથમાં રહેલ ધનુષ્યમાંથી બાણ છૂટી જાય છે તેમ ધન હાથમાં રહ્યું હોય ત્યારે ગુણવાન પણ મિત્રમાંથી ગુણો ક્ષણથી નીકળી જાય છે. ૨૫. તો પણ હું મધુર વચનોથી સમજાવી જોઉ જો માની જાય તો સારું છે. કેમકે શીંગડા અને પૂંછડામાં પંપાળાયેલી ગાય દોવા દે છે. ૨૬. એમ વિચારીને ભદ્રે તેને ફરી કહ્યુંઃ હે મિત્ર! મજાક છોડીને આભૂષણ પાછું આપ. ૨૭. હે ચંદ્ર ! તું ચંદ્રની જેમ સદા સૌમ્ય
Page #238
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૯
૨૩૩
કલાનો ભંડાર છે. બુધ જનને અત્યંત આનંદ આપનાર છે, સદાચારી અને પરમ શીતલ છે. ૨૮. હે વિચક્ષણ વિવેકિન્ ! કલંકની જેમ પરદ્રવ્યના હરણથી પોતાને કલંકિત ન કર. ૨૯. પ્રપંચ રચવામાં ચતુર ચંદ્રે દુષ્ટ ચિત્તથી આગ્રહપૂર્વક કહ્યું : જો હું કયાંય પણ મિત્રનું આભૂષણ છૂપાવતો હોઉ, તો કઠોર દિવ્યથી તને ખાતરી કરાવું. હે મિત્ર ! વસ્તુ નાશ પામ્યા પછી બીજો કોઈ ઉપાય નથી. ૩૧. જો મારી પાસે ઘણી લક્ષ્મી હોય તો હું બીજું નવું આભૂષણ કરાવીને પણ તને આપી દઉ. ૩૨. ભદ્રે કહ્યું ઃ તું આ વાણીનો વિલાસ કરવો છોડી દે. હે નિઃસત્ત્વ વિચારહીન ! આભૂષણ લઈને દિવ્ય કરવાની શાહુકારી કરે છે ? હે મિત્ર તું બે પગથી પડેલો છે છતાં તારી ટંગડી ઊંચી છે. ૩૪. પરંતુ આભૂષણના કારણથી હું તારી સાથે મૈત્રી નહિ તોડું એમ કહીને ભદ્ર પણ મૌન ધરીને રહ્યો. ઘણાં ઘણાં બૂમ બરાડા પાડવાથી અહીં કશું વળવાનું નથી. ૩૬. ત્યારથી માંડીને આણે જેમ દુર્જન સજ્જના ધનને હરવાનો ઉપાય વિચારે તેમ ચંદ્રની લક્ષ્મી હરવા માટે ઉપાય વિચાર્યો. ૩૭. આવા પ્રકારના પરિણામવાળો ભદ્ર વિધિના વશથી મરણ પામ્યો. સંસારમાં કોણ સ્થિર રહ્યું છે ? ૩૮. પછી ઠગવાના ચિત્તવાળો તે રત્નાના ભવમાં ઉત્પન્ન થયો. કર્મરૂપી સુથાર યથારુચિ જીવને સ્ત્રી પુરુષના ભવને પમાડે છે. ૩૯. ચંદ્રના દ્રવ્યનું હરણ કરીશ એવા પ્રકારના અભિપ્રાયથી ઉત્પન્ન થયેલ કર્મથી આ ધન વગરની થઈ અથવા કર્મની ગતિ વિષમ છે. ૪૦. પાછળથી ચંદ્રને થોડોક પશ્ચાતાપ થયો કે મેં મિત્રને ઠગ્યો તે સારું ન કર્યું. ૪૧. બીજાને પણ ઠગવું કલ્યાણ માટે થતું નથી તો શું નિત્ય ઉપકાર કરનાર મિત્રને ઠગવું કલ્યાણકારી થાય ? ૪૨. આ પશ્ચાતાપથી કંઈક ક્ષીણકર્મ થયેલ તે મર્યો. કોઈને આજે કે કોઈને કાલે મૃત્યુની વાટે જવાનું છે. ૪૩. આ રત્નાનો પુત્ર થયો. ધિક્
ભવિતવ્યતા નામની નટી વડે જીવ કેવી રીતે નચાવાય છે ? ૪૪. બંનેને પણ દરિદ્રતા પ્રાપ્ત થઈ. દ્રવ્ય (ધન) આત્મા અને ચિત્તનો વિશ્લેષણ (ભેદ) ફરી થયો એમ હું માનું છું. ૪૫. હમણાં તું કૃતપુણ્ય નામનો વૈભવી થયો. રત્ના ગણિકા થઈ. ખરેખર પોતપોતાનું જ કર્મ ફળે છે. ૪૬ જે તેં પૂર્વભવમા તેનું આભૂષણ હરણ કર્યુ હતું તેણે આ ભવમાં તારું બધું હરણ કર્યુ. જે કર્મ બાંધ્યું હોય તે જઘન્યથી દશ ગણું ફળ આપે છે. ૪૭. ગુસ્સે થયેલ ક્ષત્રિયની જેમ સ્વયં બાંધેલું દુઃકૃત લાંબા સમય પછી પણ જીવોને અવશ્ય ફળ આપે છે. ૪૮. આ કારણથી ભવ્યોએ થોડું પણ દ્રવ્ય કયારેય ન લેવું જોઈએ. વિશેષથી તમારા જેવા ભવભીરુએ. ૪૯. લોકનું ધન લેવામાં પણ જો આ ગતિ થતી હોય તો અહો ! દેવદ્રવ્યના ભક્ષકને કેવો વિપાક મળે ? ૫૦. કહ્યું છે કે– સ્વસ્થ અને પ્રજ્ઞાહિન શ્રાવક જો દેવદ્રવ્યનું ભક્ષણ કરે કે ઉપેક્ષા કરે તો પાપકર્મથી લેપાય છે. ૫૧. જે જિનદ્રવ્યનું ભક્ષણ કરે છે અથવા બોલી બોલેલ ધનને આપતો નથી નાશ થતા દ્રવ્યની ઉપેક્ષા કરે છે તે ભવ સમુદ્રમાં વારંવાર ભમે છે. પર. મૂઢ જિનેશ્વરના સાધારણ દ્રવ્યનો જે ઉડાહ કરે છે તે ધર્મને જાણતો નથી. અથવા તેણે નરકનું આયુષ્ય બાંધી લીધું છે ૫૩. શક્તિ હોવા છતાં, જે મુનિ ચૈત્યના સાધારણ દ્રવ્યનો વિનાશ થતો જોઈને ઉપેક્ષા કરે છે તે મુનિ પણ સંસારમાં ઘણો ભમે છે. ૫૪. ચૈત્યનું સાધારણ દ્રવ્ય લઈને જે કબૂલતો નથી, ધન હોવા છતાં આપતો નથી તેને મિથ્યાદષ્ટિ જાણવો. ૫૫. જેઓ દેવદ્રવ્યના કરજદાર છે તેઓની પાસે તેના સંબંધિઓ ઘરમાં લોભથી મફતમાં કામ કરાવે તો તે સંબંધિઓને દેવ દ્રવ્યના ભક્ષણનો દોષ લાગે. ૫૬. તો આ દોષ ખરમ્ભષ્ણિકા સ્વરૂપનો છે. (અર્થાત્ દોષ નાનો હોવા છતાં કઠોર છે.) અથવા તો જીવોનું તેવું પુણ્ય સંસારની વૃદ્ધિ માટે થાય છે. તો પછી પોતાના ભોગમાં દેવદ્રવ્ય વાપરે તો તેની શું વાત કરવી ? ૫૭. કયાંય પોતાના અંગ (જવાબદારી) ઉપર દેવદ્રવ્ય વ્યાજે ન
Page #239
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૩૪ આપવું. વ્યાજ થોડું ઓછું મળતું હોય તો પણ થાલ (વસ્તુ ગીરવે રાખીને) ઉપર આપવું. ૫૮. જ્ઞાન-દર્શન– ચરિત્રને વધારનારું, શાસનની ઉન્નતિ કરનારાં દેવદ્રવ્યનું ભક્ષણ કરતો જીવ અનંત સંસારી થાય છે. ૫૯. કહ્યું છે કે– સાધ્વીના શીલનો ભંગ, દેવદ્રવ્યનું ભક્ષણ, ધર્મનો ઉડાહ (ઉસૂત્ર ભાષણ) અને ઋષિનો ઘાત એ ચાર કારણોથી જીવનો બોધિનો ઘાત થાય છે. ૬૦. દેવદ્રવ્યનો ભક્ષક જીવ દરેક ભવમાં લાંબા કાળ સુધી વારંવાર ભૂખ અને તરસના દુઃખો સંકાશ શ્રાવકની જેમ સહન કરે છે. ૬૧. તે આ પ્રમાણે
સંકાશ શ્રાવકનું દષ્ટાંત આ જ (જંબદ્વીપના) ભરત ક્ષેત્રમાં કેવળીની જેમ ઘણાં યોગોથી યુક્ત ઘણાં દેશોથી પૂર્ણ સદા સ્થિર, અપ્સરા અને દેવોના વિમાનો તથા મુનિઓથી ભરપૂર અમરાવતી સમાન ગંધિલાવતી નગરી છે. ૬૩. તેમાં જાણે સાક્ષાત્ દેવલોકમાંથી વિમાન ન અવતર્યુ હોય એવું શક્રાવતાર નામનું જિનમંદિર હતું. ૬૪. તે મંદિરમાં લગભગ બધા લોકો પૂજન અને વંદન માટે આવતા હતા કેમકે ગંગા નદી કોઈના પિતાની નથી. ૫. તેમાં આનંદ શ્રાવકની સમાન પાપનાશક સંકાશ નામનો શ્રાવક રહેતો હતો. ૬. તે તત્ત્વજ્ઞ, સમ્યગ્દષ્ટિ, બારવ્રતધારી, દાન-શ્રદ્ધા-તપ અને શીલવાન, ત્રિકાળ, દેવપૂજક ઉભયતંક પ્રતિક્રમણ કરનાર હતો. ૬૭. આજે તે દેવગૃહમાં નામ લખવા વગેરેનું કામ કરતો હતો. વ્યાજે પૈસા આપવા વગેરે ઉપાયોથી તેણે દેવદ્રવ્યની વૃદ્ધિ કરી. ૬૮. આ પ્રમાણે વહીવટ કરતા તેના કાર્યમાં કોઈએ અવિશ્વાસ કે શંકા ન કરી. કારણ કે ભવિતવ્યતા તેવી જ હતી. શુદ્ધસ્ફટિક સમાન આ સંકાશે એકવાર દેવદ્રવ્યને ગ્રહણ કર્યું. હું માનું છું કે મહાવિષધર કાળા સાપને પકડ્યો. ૭૦. કામ પતી ગયા પછી પણ તેણે દેવદ્રવ્ય પરત ન કર્યું. આથી દેવદ્રવ્યની વ્યવસ્થામાં ત્રણ–ચારને રાખવા જોઈએ. એકલાને ન સોંપવું જોઈએ ૭૧. તેણે દેવદ્રવ્યના ભક્ષણની નિંદા કે ગઈ કંઈપણ ન કરી. સ્વાદને મેળવનારી તે પાપીની જીભે ત્યારે કંઈ પણ ન ગણકાર્યું. ૭૨. એકવાર દુષ્કર્મની આલોચના કર્યા વિના મરણ પામ્યો. મરણ અને જન્મ પ્રાણીઓને સહચારી હોય છે. ૭૩. અસંખ્યાત કાળ સુધી આપણે દરેક ભવમાં દુઃખ સહન કર્યું. મંદાગ્નિને જેમ ભોજ્ય દુર્જર (ન પચે તેવું ભોજન) છે તેમ દેવદ્રવ્યના ભક્ષકને દેવદ્રવ્યનું ભક્ષણ પચવું દુર્લભ છે. ૭૪. તે આ પ્રમાણે.
અરેરે ! તારા ગળામાં દેવદ્રવ્ય ગયેલું છે. એમ અત્યંત યાદ દેવડાવતા પરધામી દેવો વડે મોટેથી રડતો હોવા છતાં બળાત્કારે તપેલા સીસાનું પાન કરાવાતો, ભેદ–બંધન–વધ-છેદ-શેકન, સ્ફોટન વગેરે પીડાઓને તથા તપ્ત લોખંડની પુતળીઓની સાથે આલિંગન કરાવતા કુંભીપાકાદિથી પીડાતા આણે નરકમાં મહાદુઃખોને સહન કર્યા. ૭૭. ત્યારપછી દેવદ્રવ્યભક્ષણના પાપથી આ તિર્યંચયોનિમાં ઉત્પન્ન થયો ત્યારે માતાના સ્તનમંડલમાંથી દૂધ નાશ પામ્યું.૭૮. પછી ભુખ અને તરસથી પીડાયેલ આ ઘણીવાર મર્યો. કોઈ ભવમાં, પોષણ મળવાથી તે યુવાવસ્થાને પામ્યો ત્યારે તે ભવમાં કયારેક અગ્નિથી કયારેક જાર પુરુષથી ક્યારેક પાપી શિકારીઓથી મરાયો. ૮૦. કયારેક જેઠ મહિનામાં તરસથી પીડાયેલ આ મારવાડની અંદર જયપુરની ભૂમિ ઉપર નિર્દય પુરુષો વડે વહન કરાયો. (અર્થાત્ ગાડાદિમાં જોડાયો) ૮૧. લાકડીના મારથી અને વિવિધ પ્રકારના આરના વેધથી તે વ્યથાને પામ્યો. દેવદ્રવ્યના ભક્ષણથી આ વરાકડાએ ઘણું સહન કર્યુ. ૮૨. મનુષ્ય ભવમાં પણ દારિદ્રય, વિષાદ, ચિંતા, સંતાપ, શોક વગેરેએ તેનું અનેકવાર ભક્ષણ
Page #240
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૯
૨૩૫ કર્ય. ૮૩. સ્વર્ગમાં ઉત્પન્ન થયેલ આણે આભિયોગિક દેવપણું મેળવ્યું. ત્યાં પણ બીજા દેવોની મનોહર સંપત્તિને જોઈને ઈર્ષ્યા, વિષાદ, માત્સર્ય, ક્રોધ, લોભાદિથી પીડાયો. અલ્પઋદ્ધિ અવિવેકીઓની આવી રીતિ છે. ૮૫. જેમ પર્વત ઉપરથી વહેતી નદીના પથ્થરો ઘસાઈને ગોળ બને છે તેમ એ પ્રમાણેના દુઃખના ઉપભોગથી તેનું કર્મ પાતળું પડ્યું. ૮૬.
આ જંબુદ્વીપમાં બીજા નગરની રમ્યતાના અભિમાનરૂપી કફનો નિગ્રહ કરનાર નાગર (સૂંઠ) સમાન તગરા નામની નગરી હતી. ૮૭. દેવભવમાં પોતાના પુણ્યકર્મના વધેલા અલ્પ અંશના પ્રભાવથી તે તગરા નગરીમાં કુબેર સમાન શ્રેષ્ઠીનો પુત્ર થયો. ૮૮. પુત્રના કર્મના ઉદયથી તેનો પિતા પણ દરિદ્ર થયો. કેમકે ઉગ્રકર્મોની પાસે બીજા કર્મો ટકતા નથી. ૮૯. સર્વ નિર્ભાગ્યોમાં શિરોમણિ આને ધિક્કાર થાઓ કારણ કે આનો જે દિવસે જન્મ થયો તે પછી થોડા દિવસોમાં પિતા પણ નિર્ધન થયો. ૯૦. પછી સર્વ લોકોએ તેની ઘણી નિંદા કરી. પડેલા ઉપર કોણ કોણ પાટું નથી મારતા? ૯૧. ધનના દુઃખથી બળેલો તેનો પિતા મરણ પામ્યો. ખરેખર તેના પાપ ઉપર કલગી લાગી. ૯૨. પોતાના પાપકર્મથી હણાયેલ તેણે જે વ્યવસાયો કર્યા તેનું તેણે અવકેશીના વૃક્ષની જેમ પૂરું ફળ ન મેળવ્યું. ૯૩. નીચ કર્મ કરવા છતાં તેણે પેટપૂરતું ન મેળવ્યું. અંદર ક્રૂર કર્મનો ઉદય હોય ત્યારે બાહ્ય કર્મો શું કરી શકે? ૯૪. હવે દુઃખથી બળેલા તેણે વિચાર્યુંઃ પૂર્વ જન્મમાં મેં એવું ક્રૂર કર્મ કર્યું છે જેથી તૃપ્તિ (સંતોષ)નું સુખ મળતું નથી. અર્થાત્ શાંતિ મળતી નથી. ૯૫. કેટલાક પીડા વગર ધનને ઉપાર્જન કરનારા પુણ્યશાળીઓ પોતાના સર્વપણ ભાઈઓને ધનથી પોષે (પુષ્ટ કરે) છે. ૯૬. પુણ્ય વિનાના મારું પોતાનું એક પેટ આગળથી અને પાછળથી ભેગું થઈને કેમ રહે છે? અર્થાત્ મારો પેટનો ખાડો પૂરાતો નથી. ૯૭. કૂતરો પણ રોજ પોતાનું પેટ ભરે છે. અભાગ્યના નિધાન મારે ત્રીજા અડધા દિવસે (અર્થાત્ અઢી દિવસ પછી) પેટ પૂરણ ન થયું. ૯૮. તથા આને કોઈક એવું ભુખનું દુઃખ ઉપડ્યું જેથી પ્રાણ ત્યાગની વાંછાવાળો થયો. ૯૯.
અને આ બાજુ ભવ્ય જીવોના ભાવ રોગનાં ચિકિત્સક કેવલી ભગવંત તે નગરીમાં આવ્યા. તેથી લોકો તેને વંદન કરવા માટે સતત ગયા. શું સૂર્યના ઉદયમાં કમલનો સમૂહ વિકાસ ન પામે? ૧૦૦૧. નજીકમાં કલ્યાણ પામનારો તે પણ કેવલી વિશે ઉત્કંઠિત થયેલો વંદન કરવા ગયો. કેમકે ભાવિમાં જેનું કલ્યાણ થવાનું હોય તેઓને તીર્થયાત્રામાં મનોરથ થાય. ૧૦૦. ભક્તિથી નમીને લોક યથાસ્થાને બેઠો. પછી પ્રતિબોધ કરવાના ભાવથી કેવલીએ ધર્મદેશના આપી. ૩. જન્મ-મરણ-દારિદ્રય-રોગ-શોકાદિ ઉપદ્રવો લોભાદિક મહાપાપમાંથી જ ઉત્પન્ન થાય છે. ૪. તો પણ લોભ નામના કુગ્રહથી ડંસાયેલા જીવો મહાપાપને આચરતા કંઈ પણ ગણકારતા નથી. ૫. જીવોને જે કંઈ દુઃખ આવે છે તે લોભને કારણે છે અને જે કંઈ સુખ આવે છે તે સંતોષના કારણે છે. ૬. તેથી બુદ્ધિમાનોએ લોભને છોડીને સંતોષમાં રમણતા કરવી જોઈએ. માનસરોવરમાં વસતા હસો શું ખાબોચિયામાં રમણ કરે? ૭.
તુરત જ પ્રસંગને પામીને શ્રેષ્ઠીપુત્ર વિનંતી કરી કે હે નાથ ! પૂર્વભવમાં મેં શું દુષ્કૃત કર્યું છે જેના વશથી હે જગન્નાથ! જેમ જાતિ અંધ મનુષ્ય દિવસે કે રાત્રે ન જોઈ શકે તેમ મેં સુખનો અનુભવ ન કર્યો. ૯. સર્વભાવોને સાક્ષાત્ જોનારા કેવલીએ સંકાશ શ્રાવકના ભવથી માંડીને બધા ભવોનું વર્ણન કર્યું. ૧૦. વીતરાગ કેવલીની પાસે ભવો સાંભળીને તે વૈરાગ્ય પામ્યો એમાં શું આશ્ચર્ય હોય? ૧૧. અહોહો! ધૃષ્ટ, દુષ્ટ, પાપિઇ દુરાત્માએ મેં સંકાશના ભવમાં દેવદ્રવ્યનું ભક્ષણ કર્યું. ૧૨. સુંદર સાધુ અને શ્રાવકની
Page #241
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૩૬ સામગ્રી પામીને સિદ્ધાંતના રહસ્યને જાણીને અંતે આવી દશાને પામ્યો. ૧૩. મારા કરતા તો આ ફળ વિનાનું ઘાસ સારું પરંતુ મારી એક નિષ્ફળતા તો બીજા કટુ ફળને આપનારી થઈ. ૧૪. દેવદ્રવ્ય ભક્ષણનો કેવો વિપાક થયો? કયારેય વિષનું ભક્ષણ કરવું કલ્યાણ માટે થતું નથી. ૧૫. પૂર્વ જન્મોમાં સારભૂત મનુષ્ય ભવ પણ પામીને હું આ રીતે હારી ગયો છું. એમ પોતાની નિંદા કરીને તેણે કેવલીને પૂછ્યું: હે ભગવન્! આ પાપથી મારો કેવી રીતે છુટકારો થાય? ૧૭. પોતાની સંપત્તિ અનુસાર દેવદ્રવ્ય ચૂકવી દે જેથી તારે સર્વ સારું થશે એમ કેવલીએ કહ્યું. ૧૮. હે પ્રભુ! ભોજન અને વસ્ત્ર મેળવવા ઉપરાંત જે કંઈ ધન મેળવું તે હું દેવદ્રવ્યમાં ભરપાઈ કરી આપીશ એમ તેણે અભિગ્રહ ધારણ કર્યો. ૧૯. અભિગ્રહ લેવાના કાળથી જિનદ્રવ્ય ભક્ષણથી ઉત્પન્ન થયેલ તેનું પાપ ક્ષય પામવા લાગ્યું. ૨૦. જેમ જામીનદાર કરજદાર પાસેથી લેણદારને ધન અપાવવા લાગે તેમ આનો લાભોદય વ્યયસાયમાંથી ધન અપાવવા લાગ્યો. ૨૧. પછી પરમ આનંદથી તેણે ચિત્તમાં વિચાર્યું અહો! અભિગ્રહના પ્રભાવથી હું સુખપૂર્વક લાભનું મુખ જોઉં છું. રર. જેમ નરકવાસી લાભ ન મેળવે તેમ આટલા દિવસો સુધી મેં રંકપ્રાયે પણ કોઈ લાભ ન મેળવ્યો. ૨૩. મને જે લાભ થયો છે તે પણ ધર્મના પ્રભાવથી થયો છે. તેથી ધર્મમાં વિશેષ સમુદ્યમ કરવો ઘટે છે. ૨૪. બમણા ઉત્સાહને પામેલા શ્રેષ્ઠીપુત્રે દરરોજ જિનપ્રતિમાનું સ્નાન-અર્ચન-પૂજન- કર્યું. ૨૫. મને એમ લાગે છે કે ઉત્કૃષ્ટ ભાવથી ચૈત્યભક્તિ કરતા આને ધર્મની સાથે સ્પર્ધા કરતા દ્રવ્યનો લાભ વધ્યો. અર્થાત્ જેમ જેમ એનો ધર્મ વધે છે તેમ તેમ તેનો ધનલાભ વધે છે. ૨૬. આઠ પ્રકારના મદને અને આઠ પ્રકારના કર્મને ભેદવા માટે તેણે ચૈત્ર તથા આસો માસમાં આઠ આઠ વખત આશ્ચર્યકારી અષ્ટાદ્ધિક મહોત્સવ ચૈત્યમાં કર્યો. ર૭. જેમ દહીં ઘીને ધારણ કરે છે તેમ તેણે દહીં અને ઘીના અભિગ્રહને ધારણ કરતા જીર્ણોદ્ધાર કરતા પોતાના આત્માને ભવમાંથી ઉદ્ધાર્યો. કહેવાનો ભાવ એ છે કે જ્યાં સુધી જીર્ણોદ્ધારનું કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી ઘી દહીં વગેરે ન વાપરવાનો નિયમ કર્યો. ૨૮. આ કારણે ઘણાં ધર્મસ્થાનોમાં વપરાતું હોવા છતાં પણ વિદ્યાની જેમ તેનું ધન વધ્યું. અર્થાત્ જેમ વિદ્યાનો વપરાશ વધે તો વિદ્યા વધારે ચડે છે તેમ ધન વપરાવાથી ધનની આવક વધવા લાગી. ૨૯. ઘણાં દ્રવ્યના વ્યયથી જાણે સાક્ષાત્ પ્રતિબોધક કેવલીનો પ્રસાદ ન હોય તેમ તેણે ઘણાં જિનમંદિરોને બનાવરાવ્યા. ૩૦. ભવ ભ્રમણના ભીરુ તેણે ત્રણ ચાર શ્રાવકોની પાસે લેખન વગેરેની ચિંતા વિકલ્પ વિના કરી. ૩૧. જેમ કૃપણ પોતાના ધનનું રાત દિવસ રક્ષણ કરે તેમ આણે જરાક પણ નાશ થતા દેવદ્રવ્યનું વિચક્ષણ પુરુષોને સાથે લઈને રક્ષણ કર્યું. ૩ર. આરંભ કરાયેલ ગુણશ્રેણીની દલિક રચનાની જેમ આણે વિધિથી દેવદ્રવ્યની રાશિ વધારી. ૩૩. જેમ સન્મુનિ ચારિત્રનું પાલન કરે તેમ વધતા શુભધ્યાનથી શ્રેષ્ઠીપુત્રે જાવજીવ સુધી અભિગ્રહનું પાલન કર્યું. ૩૪. તેવા પ્રકારના નિર્મળ ચિત્તથી અંત સમયની આરાધના કરીને મણિના દર્પણ સમાન સંકાશનો આત્મા દેવલોકમાં ગયો. ૩૫. દેવદ્રવ્યના ભક્ષણના દોષથી ઉત્પન્ન થયેલ સંકાશના દુઃખસમૂહને સાંભળીને વિવેકી જીવે દેવદ્રવ્યના ગ્રહણમાં હંમેશા પણ મન ન કરવું જોઈએ. ૩૬. જ્ઞાનદર્શન ચારિત્રને વધારનાર, શાસનની ઉન્નતિ કરનાર જિનદ્રવ્યનું હંમેશા રક્ષણ કરતો જીવ અલ્પ સંસારી થાય છે. ૩૭. જ્ઞાન-દર્શન–ચરિત્રને વધારતા શાસનોન્નતિને કરતાદેવદ્રવ્યની વૃદ્ધિ કરતો જીવ તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે. ૩૮. ભવભ્રમણના ભીરુ વિવેકીભવ્યોએ બોલેલું દેવદ્રવ્ય તુરત જ વિશેષથી ભરપાઈ કરી દેવું જોઈએ. ૩૯. પોતાની કલ્યાણ લક્ષ્મીને ઈચ્છતા શ્રાવકોએ હંમેશા પોતાના ધનની જેમ દેવદ્રવ્યનું
Page #242
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૯
૨૩૭ રક્ષણ કરવું જોઈએ તેમજ વૃદ્ધિ કરવી જોઈએ. ૪૦.
આ પ્રમાણે જિનેશ્વર વડે કહેવાયેલ પૂર્વભવ સાંભળીને કૃતપુણ્ય વગેરેને તુરત જાતિસ્મરણ જ્ઞાન થયું. ૪૧. સંસાર ઉપરથી વૈરાગ્ય પામેલ કૃતપુણ્ય સ્ત્રીઓ સહિત ત્રણ જગતના ગુરુ આગળ આ પ્રમાણે વિનંતી કરી. ૪૨. લોકાલોકને જોનારા તમોએ કેવળજ્ઞાનરૂપી દીપકથી સર્વપણ જે જણાવ્યું છે તે તેમજ છે. હે પ્રભુ! તમારા પ્રસાદથી જાતિ સ્મરણ પામેલો હું પૂર્વભવના વૃત્તાંતને સ્વહસ્તની જેમ જોઉં છું. ૪૪. હે સ્વામિન્ ! જેમ હરણ પાશથી ખેદ પામે તેમ હું સંસારવાસથી કંટાળ્યો છું તેથી મને જલદીથી દીક્ષા આપી કૃપા કરો. ૪૫. જિનેશ્વર દેવે કહ્યું : હે વિવેકી! આંખના પલકારા જેટલો પણ વિલંબ ન કર. વિવેકીઓને આજ કરવું ઉચિત છે. ૪. પરમાનંદના પૂરથી પૂરાયેલા કૃતપુણ્ય પ્રભુને નમીને ઘેર ગયો. સ્વયં વ્રતના મહાભારને ગ્રહણ કરવા ઈચ્છતા તેણે કુટુંબને ભેગું કર્યું અને પુત્રો ઉપર ઘરનો ભાર મુકયો. ઘણી જ ત્વરાથી દીક્ષા લેવા માટે વિશાલ શિબિકા ઉપર આરૂઢ થયો. ઉત્તમ ભાવના ભાવતા ગંધહસ્તીરાજની જેમ યાચકવર્ગને દાન આપતો દીક્ષા લેવા નીકળ્યો. શ્રેણિક રાજાએ સ્વયં તેનો દીક્ષા મહોત્સવ કર્યો. બંદિતૃદોએ તેની મંગળ માળાને ગાઈ. જેમકે– આયથાર્થ કૃતપુણ્ય છે. આણે સુમનોહર લક્ષ્મીને ભોગવીને અને રૂચિમુજબ સ્વયં દાન આપીને ગૃહવાસનું ફળ મેળવ્યું છે અને હમણાં શ્રી મહાવીર પરમાત્માના શુભચરણમાં વ્રત ગ્રહણ કરીને ભાવિ જન્મ સફળ કરશે. એમ લોકો વડે કરાતી શ્લાઘાને સાંભળતો અને પત્નીઓની સાથે નગરમાંથી નીકળીને સમવસરણમાં ગયો. ૫૩. શિબિકામાંથી ઉતર્યો પણ ભાવનાઓમાંથી ન ઉતર્યો અને સમવસરણમાં પ્રવેશ્યો. એ રીતે લોક માનસમાં પ્રવેશ્યો. ૫૪. પ્રદક્ષિણાપૂર્વક નમીને તે પ્રભુની સન્મુખ ગયો. હે નાથ ! મને જલદીથી સંસાર સાગરથી પાર ઉતારો. ૫૫. સ્વયં પ્રભુએ પત્નીઓ સહિત કૃતપુણ્ય શ્રેષ્ઠીને દીક્ષા આપી. અતિ ધન્યના મસ્તક ઉપર જિનેશ્વર ભગવાનનો હાથ પડે. ૫૬. સર્વ દેવો અને મનુષ્યોએ કૃતપુણ્ય મુનિને નમસ્કાર કર્યા. ચારિત્રવંત પુરુષો કોને કોને નમસ્કરણીય નથી બનતા? ૫૭. પ્રભુએ ગ્રહણ અને આસેવન શિક્ષા માટે કૃતપુણ્યને ગણધરને સોપ્યો અને જયશ્રી પ્રમુખ સાધ્વીઓને પ્રવર્તિનીને સોંપી. ૫૮. કૃતપુણ્ય મુનિએ દીનતા વિના ચારિત્રસાર ધર્મની સુંદર આરાધના કરવા લાગ્યા. જયશ્રી વગેરે સાધ્વીઓએ વિધિપૂર્વક પુત્રની જેમ સર્વકાળનું પાલન કર્યું. ૫૯. અતિચાર રહિત સાધુપણાનું પાલન કરીને અંતસમયની આરાધના કરીને તે બધા ભોગથી સમૃદ્ધ ઉત્તમ દેવલોકના સુખને પામ્યા. પછી ત્યાંથી ક્રમથી ચ્યવને સામગ્રીને પામીને કલ્યાણ, ઐશ્વર્ય અને સુખનું ધામ નિત્ય ભય વિનાના મોક્ષને પ્રાપ્ત કરશે. ૬૦.
એ પ્રમાણે શ્રી જિનપતિસૂરિ પટ્ટલક્ષ્મીભૂષણ શ્રી જિનેશ્વરસૂરિના શિષ્ય શ્રી ચંદ્રતિલક ઉપાધ્યાય વિરચિત શ્રી અભયકુમાર મહર્ષિચરિત્ર અભયાંકમાં કૃતિપુણ્યનો જન્મ, નંદિષણ અને સેચનકની ઉત્પત્તિ, અભયકુમારની બુદ્ધિનો પ્રયોગ, કૃતપુણ્યને પુત્રાદિ લક્ષ્મીની સંપ્રાપ્તિ, શ્રીમદ્ મહાવીર જિનેશ્વરનું આગમન, કૃતપુણ્યનો પૂર્વભવ, વ્રતનું ગ્રહણ વગેરેનું વર્ણન કરતો આ નવમો સર્ગ પૂરો થયો. શ્રી સંઘનું કલ્યાણ થાઓ.
Page #243
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૩૮
દશમો સર્ગ
પ્રશમના ધામ અને યુગમાં શ્રેષ્ઠ જ્ઞાનના ધારક વિખ્યાત કરાયું છે તેવા પ્રકારના હર્ષના ભરનું આગમન જેના વડે એવા સુધર્મા ગણધરે એકવાર ત્યારે રાજગૃહને પવિત્ર કર્યું. ૧. તે સુધર્મા સ્વામી પશુ–નપુંસકના ભયથી રહિત બીજાના ઘરે ઉતર્યા. કેમકે સાધુઓને ભાડાના ઘરમાં રહેનારાની જેમ પોતાના ઘરો હોતા નથી. ૨. અભ્યદયના એક માત્ર સ્થાન ગણધર ભગવંતને ભાવથી વંદન કરીને લોકો ધર્મ સાંભળવાની ઈચ્છાથી બેઠા. સુતીર્થને પામીને કોણ એવો છે જે સેવા કરવામાં આળસ કરે.૪. વિવિધ ભવ્ય જીવોને બોધ પમાડવાની ઈચ્છાથી દેવદંદુભિના નાદ સમાન ધ્વનિથી ગણધર ભગવંતે હસ્ત નક્ષત્રના વાદળાઓ અમૃત જેવા મધુર પાણીને આપે તેમ ધર્મદેશના આપી. ૫.
સુધર્મા સ્વામીની દેશના આખા ભરતક્ષેત્રમાં થતા ધાન્યના ઢગલામાં દેવ એક આઢક પ્રમાણ સરસવના દાણા નાખે. પછી તે દેવ ધાન્યને જેમ વૈદ્ય એક રસમાં બીજા રસમાં હલાવી હલાવીને મિશ્રણ કરે તેમ દેવ પણ ધાન્યના ઢગલાનું મિશ્રણ કરે ત્યાર પછી વૃદ્ધ સ્ત્રીને તેમાંથી સરસવના દાણા વીણીને આપવાનું કહેવામાં આવે તો શું તે વૃદ્ધ
સ્ત્રી દાણાને વીણી આપે? કદાચ ઉત્તમદેવના નિયોગથી (ઉત્તમ પુણ્યના પ્રભાવથી) દાણા વીણાય જાય એવું બને પણ જન્મ-મરણ–જરા રોગથી ખરડાયેલ ભવવનમાં ઘણું ભમતા ગુમાવેલ મનુષ્યભવ ફરી મળવો અતિ દુર્લભ છે. ૮. તેથી તે લોકો ! આ મનુષ્યભવ પ્રાપ્ત કરીને દુઃખના વિઘાતક ધર્મને આરાધો જેથી લોક અને પરલોકમાં અનંત સુખદાયિની મનવાંછિત સિદ્ધિ મળે. ૯. એ પ્રમાણે મનોહર દેશનાને સાંભળીને લોકો ભિન્ન પ્રકારનો બોધ પામ્યા. તેમાં જે બુદ્ધિમાનો હતા તે અધિક વિરતિને પામ્યા. અર્થાતુ સર્વવિરતિને પામ્યા. ઓછી બુદ્ધિવાળાઓએ દેશવિરતીને સ્વીકારી. અને બીજા નિર્મળ સમ્યગ્દર્શનને પામ્યા. ૧૦. ઉત્તમ ભાવને પામેલા એક કઠિયારાએ ગણધર ભગવંતને કહ્યું : હે પ્રભુ ! તમારી દેશના સાંભળીને હું ભવથી ઘણો વિરક્ત થયો છું. ભવરૂપી નદીને તરવા માટે સમર્થ (છિદ્ર વિનાનું) નાવ સમાન વ્રત આપો એમ કઠિયારાએ પ્રાર્થના કરી. વ્રતમાં સાહસ (પુરુષાર્થ) જ કારણ છે ધનાઢયતા કારણ નથી. ગરીબાઈ પણ કારણ નથી. ૧૨. આની સુયોગ્યતાને જાણીને સુધર્મા ગણધરે દીક્ષા આપી. પછી તેને સાધુના આચારો શિખવ્યા જેથી અહીં ભવસ્થિતિ (ભવમાં રહેવાનો કાળ) દઢ સ્થિર થાય. અર્થાત્ ભવસ્થિતિ રોજે રોજ વધ્યા કરે છે, તે વધતી અટકીને સ્થિર થાય. ૧૩. તે સુમુનિઓની સાથે ગોચરીએ ગયો. અને ચૈત્યવંદનના હેતુથી જિનમંદિરમાં ગયો. જેમ ભસવાના સ્વભાવવાળો કૂતરો ભસે તેમ લોક માર્ગમાં જતા આના ઉપર જલદીથી હસવા લાગ્યો. ૧૪. અહો! આ અતિ દુષ્કરકાર છે. એણે ઘણી લક્ષ્મીનો કઈ રીતે ત્યાગ કર્યો? અહો! આણે પૂરા લાકડાના ભારને જલદીથી છોડી દીધો. ૧૫. અરે! પોતાનું પેટ ભરવાની ચિંતામાંથી મુક્ત થયેલ આ હમણાં શાંતિથી રહે. ઘણાં ભોજનને ખાનારો આ હમણાં સુખનો ધામ થયો. સતત અને ઘણા ભુખના દુઃખથી આ છૂટી ગયો. અર્થાત્ ગૃહસ્થ વાસમાં એને ખાવાપીવાની ચિંતા હતી તેનાથી મુક્ત થયો. ૧૬. લોકોના ઉપહાસના વચનો સાંભળીને નૂતન સાધુ મનમાં ઘણાં દુભાયો. નિંદિત કરાયેલ જન્મ, કર્મ અને મર્મ જગતમાં દુઃસહ બને છે. ૧૭. સુધર્મા સ્વામી પાસે જઈ અંજલિ જોડી નવીન સાધુએ વિનંતિ કરી– હે પ્રભુ! જલદીથી જ વિહાર કરો કારણ કે હું અપમાનને સહન કરવા સમર્થ નથી. ૧. હસ્તપયોચ ઃ સૂર્ય જ્યારે હસ્ત નક્ષત્રમાં આવે તે વખતે જે વરસાદ પડે તે ધાન્યના રસને ઉત્પન્ન કરે છે. સૂર્ય દરેક નક્ષત્રમાં ૧૩ કે ૧૪ દિવસ રહે છે.
Page #244
--------------------------------------------------------------------------
________________
સર્ગ–૧૦
૨૩૯ ૧૮. ઉપકાર કરવામાં નિપુણ ગણધર ભગવંતે શેક્ષક સાધુના વચનને માન્ય કર્યું. નવવિવાહિતની જેમ નવ દીક્ષિતનાં કારણે જાણે ગણધર ભગવંતે આ નિર્ણય ન કર્યો હોય! ૧૯. પછી પોતે વિહાર કરવાના છે એમ ગણધર ભગવંતે અભયકુમારને જણાવ્યું. શ્રાવક જો પ્રવચનમાં નિપુણ હોય તો તેનું ઔચિત્ય જાળવવામાં શાસનનું ગૌરવ થાય છે. ૨૦. પછી અભયકુમારે વિનયથી પૂછ્યું: હે પ્રભુ ! આપ જલદી કેમ વિહાર કરો છો? શું આજે મારું ઘણું પણ પુણ્ય કર્મ પરવારી ગયું? ૨૧. ગણધર ભગવંતે કહ્યું છે મહામતિ નગરના લોકો નવદીક્ષિતની મશ્કરી કરે છે. તેથી આજે અમે અહીંથી વિહાર કરવાની ઈચ્છાવાળા છીએ. અહીં બીજું કોઈ કારણ નથી. ૨૨. સમસ્ત બુદ્ધિના ભંડાર અભયે કહ્યું: હે ભગવન્! આપ એક દિવસ સ્થિરતા કરો. હે મુનિપુંગવ! ત્યાર પછી તમને જે ઠીક લાગે તે કરો, ૨૩. ત્યારે ગણધર ભગવંતે કહ્યું : સારું તેમ થાઓ. સન્મતિના ભંડાર અભયકુમારે રાજભંડારમાંથી મણિની ભરેલી ત્રણ પેટીઓ મંગાવી. ૨૪. અને બજારના માર્ગમાં મૂકાવી. કિરણની કાંતિને રેલાવતી ત્રણેય પેટીઓ ઝળહળી ઉઠી. અભયની બુદ્ધિ ઉપર ખુશ થયેલી પૃથ્વીએ બતાવવાને માટે જાણે નિધિ પ્રકટ ન કર્યો હોય! ૨૫. અહીં સકલ નગરમાં લોક આવે કેમકે શ્રેણિક રાજાનો પુત્ર અભયકુમાર મણિનો ઢગલો આપે છે તેથી તેને ગ્રહણ કરીને ગરીબાઈને ટાળો. ૨૬ એ પ્રમાણે પોતાના માનીતા મનુષ્યના મુખ દ્વારા નગરની અંદર મોટેથી ઘોષણા કરાવી જેમ સાંજે ગાયનું ધણ પોતાના ઘર તરફ જાય તેમ લોકોની ભીડ બજાર તરફ ચાલી. ૨૭. જેણે સ્ત્રી-પાણી અને અગ્નિનો ત્યાગ કર્યો હોય એવો કોઈ તમારામાં હોય તે આ મણિના ત્રણેય ઢગલાને ગ્રહણ કરે. જયશ્રી સુભટમાં વસે છે. ૨૮. આ પ્રમાણે અભયકુમારે લોકને કહ્યું ત્યારે વિનયથી લોક બોલવા લાગ્યો કે અગ્નિ અને પાણીનો ત્યાગ કર્યા પછી પથરા સમાન મણિઓનું અમારે શું કામ છે? ર૯. હે સ્વામિન્ ! (અભયકુમાર) આંગણામાં બકરીને બાંધવાની ત્રેવડ નથી અને હાથી આદિની સામગ્રીને લેવા બજારમાં નીકળે તેના જેવું આ છે. પાણી–અગ્નિ અને ચકોરદસ્ (અર્થાત્ સ્ત્રી) વિના ધનનો ગ્રહ પણ તેના જેવો છે. કહેવાનો ભાવ એ છે કે ધન, સ્ત્રી વગેરે ભોગનું કારણ છે. જેના ગ્રહણથી કાર્યનો ત્યાગ થઈ જતો હોય તો તે કારણ વસ્તુના ગ્રહણથી શું લાભ? ૩૦. અભયકુમારે મધુર વાણીથી કહ્યું : તેવા પ્રકારનો ત્યાગી જો તમારામાં નથી તો સંપૂર્ણ પાપ-જલ અને અગ્નિના ત્યાગી મુનિવર મણિના ઢગલાનો માલિક થાઓ ૩૧. હે બુદ્ધિમાનો! અતિ દુષ્કર કરનારા આ મુનિ ઉપર તમે શા માટે હસો છો? આ મુનિએ સ્ત્રી વગેરેના ત્યાગથી આ મણિ રાશિનો ત્યાગ કર્યો છે. ૩૨. તૃણ–મણિ–સુવર્ણ અને રજકણ વિશે સમાન દષ્ટિવાળા, પરજન- સ્વજન- મિત્ર-શત્રુ- સ્તુતિ કરનાર– નિંદક ઉપર સમાનદષ્ટિવાળા જે મુનિસત્તમો છે તે હસન-હીલન-નિંદન કે ગહણાને યોગ્ય છે? તમે વિચારો. ૩૪. મુનિનું અલીકરણ જીવોને ભવરૂપી સમુદ્રમાં ભ્રમણ કરાવે છે તેથી ઐશ્વર્ય અને સમૃદ્ધિના ત્યાગી મુનિવરને આદરપૂર્વક નમો પૂજો અને સ્તવના કરો. ૩૫. પશ્ચાતાપને પામેલી જનતાએ કહ્યું : હે મતિરૂપી કમળ વનને વિકસિત કરવામાં સૂર્ય સમાન ! અમે ભવમાં ભમાડનાર પાપનો નાશ કરનાર તારા શાસનનો અભિલાષ કરીએ છીએ. ૩૬. હે સચિવેશ્વર ! જેમ ખલ પુરુષો સજ્જન ઉપર હસે તેમ અમે જડતાથી મુનિ ઉપર હસ્યા. હવે પછી અમે નક્કીથી કયારેય મુનિની હીલના નહીં કરીએ. ૩૭. અમે પ્રથમથી જ પાપમાં ડૂબેલા હતા. હમણાં કુવ્યવસાય કરીને અધિક પાપી થયા. એક તો પાણીમાં પડેલા હતા અને બીજું ગળામાં શિલા બાંધી. ૩૮. જેમ ધનદેવ સાર્થવાહના બળદે નદીમાંથી પાંચશો ગાડા બહાર કાઢ્યા હતા તેમ તે પરમગુરુ બનીને અમને અનીતિના માર્ગમાંથી ઉદ્ધર્યા.૩૯. જેમ સોગઠીની પરંપરા જીતનારા
Page #245
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૪) ઘરમાં જાય તેમ જાણે સર્વમણિઓને મેળવ્યા હોય તેમ ચિત્તમાં પૂરને અનુભવતી જનતા પોતાના ઘરે ગઈ. ૪૦.
સુધર્મા ગણધરની પાસે જઈને કહો કે નગરનો લોક ભદ્રક થયો છે તેથી હે ભગવન્! જીવોના બોધ માટે અહીં રહો. ૪૧. નૂતન પણ સાધુ સુસમાધિ પૂર્વક સુવિધિથી વતન પાલન કરે. અહીં રહેતા તમારા બે ચરણ કમળની સેવા કરવાનો લાભ નગરના ઘણા લોકોને તથા અમને મળશે. ૪૨. ગણધર ભગવંતે ત્યારે આશિષ આપ્યા કે હે મુનિના મન રૂપી કમળાકરને માટે ભ્રમર સમાન! હે પ્રવચનની ઉન્નતિકારક પ્રવૃતિ કરનાર! તું પ્રવર ધર્મધુરાને વહન કર. ૪૩. એમ આશ્ચર્યકારી ચરિત્રથી ચમત્કૃત કરાયું છે. સંપૂર્ણ પૃથ્વી મંડલ જેના વડે એવા અભયકુમારે ત્રણ પુરૂષાર્થને સાધ્યા. ઉત્તમબુદ્ધિ અને મંદબુદ્ધિમાં આ અંતર છે. ૪૪. શ્રેષ્ઠ વસ્ત્રાલંકારથી વિભૂષિત, ચંદ્ર જેવી સફેદ ચામરોથી ઘણી વેશ્યાઓ વીંઝણુ નાખી રહી હતી. ઘણાં મંત્રી સ્વજનો અને પુત્ર વગેરે અતુલ લોકથી વીંટળાયેલ હતા. મગધ દેશના કુબેર જેવા ધનવાન વણિકો જેના બે ચરણ કમળને નમતા હતા. એવા શ્રેણિક રાજા શ્રેષ્ઠ સ્ત્રીઓની સાથે ક્યારેક સભામાં બિરાજમાન હતા. ૪૬. તે વખતે જે થયું તે આ પ્રમાણે છે. હમણાં આ નગરમાં ઘણી મોંઘી વસ્તુ કઈ છે? એમ ઘણા સ્વસ્થ મનવાળા શ્રેણિક રાજાએ સભામાં પ્રશ્ન કર્યો. અથવા અહીં સુખના પૂરના વશથી રાજાઓના મનમાં તુફાનો ઉઠે છે. ૪૭. અભયકુમારને છોડીને બીજાએ પોત-પોતાની બુદ્ધિથી જવાબ આપ્યો. અથવા યુદ્ધ માટે વિચરતાં સુભટોની સેનામાં પ્રથમ બાણાવાળીઓ ઉતરે છે. કહેવાનો ભાવ એ છે કે યુદ્ધ સૈનિકોથી શરૂ થાય છે પણ રાજા યુદ્ધમાં પ્રથમ ન ઉતરે તેમ અહીં સૈનિક જેવા સામાન્ય પુરુષોએ રાજાને પ્રથમ જવાબ આપ્યો પણ બુદ્ધિના રાજા અભયકુમારે પ્રથમ જવાબ ન આપ્યો. ૪૮. કોઈએ કહ્યું કે હમણાં અશ્વ સૌથી મૂલ્યવાન છે. ત્રીજાએ પુષ્પ, ચોથાએ કેસર પાંચમાંએ વસ્ત્ર, છઠ્ઠાએ સુવર્ણ, સાતમાએ રજત, આઠમાએ મીઠું, નવમાએ લોખંડ, દશમાએ ઘી, અગિયારમાએ કસ્તૂરી અને બારમાએ કહ્યું કે હમણાં કલમ ચોખા ઘણાં મૂલ્યવાન છે. ૪૯. આમ જુદી જુદી વ્યક્તિઓએ પોતાની બુદ્ધિ પ્રમાણે ભિન્ન-ભિન્ન જવાબો આપ્યા. એકમાત્ર, અમૃત સમાન પરિણામે, શુભ ભાવિ જીવના તાપને શમાવવા માટે પાણી સમાન અતિ સુંદર વચનને સૂક્ષ્મ બુદ્ધિથી વિચારીને અભયે જલદીથી કહ્યું કે જેમ મારવાડમાં પાણી મૂલ્યવાન છે તેમ અહીં હાલમાં માંસ નિશ્ચયથી મહામૂલ્યવાન છે. એમ પોતાના હૃદયમાં કોઈપણ વિકલ્પ કર્યા વગર નિશ્ચયથી ધારણ કરો. ૫૧. ત્યાર પછી પોતાની બુદ્ધિથી પંડિત બનેલા બીજાઓએ સર્વરીતે ઈર્ષ્યાના ભરથી જલદી જવાબ આપ્યો કે માંસ ઘણું સસ્તુ છે. આ વચન પર્વતની જેમ ન ચલાવી શકાય તેવું છે. અર્થાત્ આ વચન સત્ય છે, પરંતુ જેમ શરદઋતુમાં સરોવરમાં પાણી સુલભ હોય છે તેમ અહીં પાંચ પ્રકારનું માંસ રૂની જેમ સુલભ છે. કારણ કે રૂપિયામાં ઘણું માંસ મળે છે. પ૩. પરંતુ અભયકુમાર અમારી વાત ઉડાવે છે ખરેખર રાજપુત્રો ક્રીડાપ્રિય હોય છે. રાજાએ તેઓના વચનને સાચું માની લીધું. આ જગતમાં સારી બુદ્ધિવાળા જીવો બહુ ઓછા હોય છે. ૫૪. અહો! હું પૂછું છું તેમાં તું શા માટે હસે છે ? આથી રાજા જરાક અભય ઉપર ગુસ્સે થયો. અરે ! અભય તું હસવાના સ્થાનને જાણતો નથી શું સ્વયં પોતાની આપત્તિને ઈચ્છે છે? ૫૫. લેશમાત્ર ભય વિનાના અભયે કહ્યું હું સારી રીતે વિચારીને યોગ્ય બોલ્યો છું. જ્ઞાનના મદમાં ભરાયેલા આ બહેરા જાણતા નથી તેથી તેઓની સાથે કોણ પ્રવાદ કરે? ૫૬. રાજાએ કહ્યું બીજાઓએ કહ્યું તે શું અસત્ય છે? શું તું અહીં એક જ સાચો છે? તારું વચન પ્રમાણથી હણાયેલું છે. પ૭. રાજાના અપમાનભર્યા વચનને ગળી જઈ અભયકુમાર ઘણાં હર્ષપૂર્વક
Page #246
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧૦
૨૪૧ બોલ્યોઃ પૂજ્યપાદે લોકોના વચનને માની લીધું છે. તો ભલે મનાયેલું રહે તેથી મને કોઈ હાની નથી. ૫૮. હે વિભુ ! જો કે અત્યારે મારી પ્રતિભા ચાલી ગઈ છે. અર્થાત્ ખોટો ઠર્યો છે. તો પણ હે જિતાહિત (શત્રુઓને જીતનારા હે પિતાશ્રી) હું જલદીથી મારા બોલેલા વચનને પૂરવાર કરી આપીશ. શું લોકો પ્રમિતિનું કારણ ઉદાહરણ વિના મારા ઉપર વિશ્વાસ કરશે? ૧૯. પોતાની વાત પૂરવાર કરવા અભયે પિતા પાસે પાંચ દિવસ રાજ્ય કરવાનો ઉત્તમ અવસર માગ્યો. કેમકે પોતાની પ્રભુતા વિના મનુષ્યોને ફળ મળતું નથી. ૬૦. રાજાએ ક્ષણથી અભયને રાજ્ય આપ્યું. પુરુષો અભિવાંછિતને આપનારા હોય છે. શ્રેણિક રાજા અવરોધ (લડાઈ)નો વિરોધી હોવા છતાં પાંચ દિવસ સુધી આનંદપૂર્વક અવરોધ (અંતઃપુર)માં સુખપૂર્વક રહ્યો. ૬૧.
આજે ક્ષણથી રાજાના શરીરમાં અતિગાઢ રોગ ઉત્પન્ન થયો છે. વૈધે કહ્યું છે કે માણસના કલેજાના બે યવ જેટલા માંસથી મટશે. ૨. પોતાના સ્વામી શ્રેણિક રાજા ઉપર ભક્તિ ધરતા હો તો પોતાના કલેજામાંથી બે યવ માંસ આપો. અરે ! પીરજનો હમણાં પરીક્ષાની શિલાનો કિનારો પ્રગટ થશે. અર્થાત્ રાજા ઉપર તમારી કેવી ભક્તિ છે તે આજે ખબર પડશે. ૩. રોગથી મુક્ત થયેલ કૃતજ્ઞ રાજા તમારા ઈચ્છિતને જલદીથી આપશે એમ અભયે માણસ પાસે ઘણી વસતિવાળા નગરમાં ઘણી ઘોષણા કરાવી. ૬૪.
પછી કોઈએ પણ આ ઘોષણાનો સ્વીકાર ન કર્યો. કોણ સામે ચાલીને મરણની આપત્તિને વહોરે? જગતના જીવોને જીવન સતત પ્રિય હોવાથી કૃમિને પણ મરવું ઈચ્છિત નથી. કેમકે જગતના સર્વ જીવોને જીવવું ગમે છે. ૬૫. આનંદના ઉત્સાહમાં આવીને માંસ ઘણું સસ્તુ છે એમ જેઓ બોલતા હતા તે બધાને રાજા અભયે પુછ્યું : મુખ્ય રાજાની ઉપશાંતિ માટે યવના માન પ્રમાણે માંસને આપતા તમને શું વાંધો આવે? પૂર્વે તમોએ રાજા અને લોક સમસ્ત માંસ સુલભ છે એમ કહ્યું હતું. દ૬. ભયભીત થયેલ તેઓએ અભયને કહ્યું : દયા કરીને અમને અભય આપો. આ અમે કુમુખવાળા તાંબાના રણકારની જેમ બોદા મુખવાળા જોયા. (અર્થાત્ અભયનું વચન સાંભળીને રાજાઓ તાંબાના રણકારની જેમ પડી ગયેલ મુખવાળા થયા.) તમે અમારી પાસેથી ઘણા ક્રોડગુણ ધનને લો અને અમારા ઉપર કરુણા કરો. હે રાજન્ ! અતિદયાળુ હૈયાવાળા તમે આ ધનથી (અમે આપીએ છીએ તે ધનથી) બીજા પાસેથી માંસ ખરીદી લો. ૬૯. અત્યંત મદ ગળી ગયેલા રાજાઓએ અભયની સામે ધનના ઢગલાઓ પાથર્યા શું કયારેય શેરડીને ગાઢ પીલ્યા વિના રસ નીકળે? ૭૦. કૂડ કપટના ભર વિનાના અભયે પણ કૂટ કરીને ઉપાયથી મેળવેલા વિભવથી રાજાના ભવનને ભરી દીધું છે. તે એવો હતો જે બીજાની જેમ પોતાના ધનમાં તત્પર હોય, અર્થાત્ બીજાઓ ધનમાં આસક્ત થઈ કૂટ ઉપાયોથી ધન મેળવે તેમ તેણે ધન ન મેળવ્યું. પણ રાજાઓએ સ્વેચ્છાથી ધન આપ્યું. ૭૧. અભયે આખા દેશમાં પાંચ દિવસ સુધી કર ઉઘરાવવાના સ્થાનોમાં સંપૂર્ણ પણ કરની માફી આપી. જો એની જગ્યાએ બીજો કોઈ હોત તો અસત્ પણ આચરણ કરત અર્થાત્ કર માફ કરવાને બદલે કર લેવાનું કાર્ય કરત. ૭ર. આણે વિશેષથી લોકને ધનનું દાન આપીને સુખનો બાગ બનાવ્યો. બુધ (બુદ્ધિમાન) જ ઉત્તમ વસ્તુ મેળવીને પાંચ દિવસમાં ભૂમિ ઉપર (દેશમાં) પોતાના કીર્તિરૂપી ઉદ્યાનને રોપે છે. ૭૩.
પાંચ દિવસ પછી ઉત્તમમતિ શ્રેણિક રાજાએ પોતાના રાજ્યના કારભારને સંભાળી લીધો. રાત્રે સમુદ્રમાં ચાલ્યો ગયેલો સૂર્ય શું દિવસે આકાશમાં નથી આવતો? ૭૪. સભામાં ઘણાં ધનના ઢગલાને
Page #247
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૪૨ જોઈને રાજાએ હર્ષથી અભયકુમારને કહ્યું અહો! આ વિભવ ક્યાંથી આવ્યો? અથવા તો વિભવ કોને આનંદ નથી આપતો? ૭૫. અંજલિ જોડીને અભયે કહ્યું ઃ સચિવ વગેરેએ આવીને આપ્યું છે. હે તાત ! તમારા શુભકર્મની લબ્ધિનો ઉદય કયા અભ્યદયને નથી કરતો? ૭૬. રાજા ઘણો ગુસ્સે થયો. અરે ! તલની જેમ નગરને પીલીને અનીતિ કરી છે નહીંતર પાંચ દિવસમાં આટલું ધન એકાએક કયાંથી આવે? ૭૭. અરે ! ચોરટાની જેમ માત્ર પાંચ દિવસમાં નગરને લૂંટી લીધું છે. અરે અભય ! શું તું આમ અનીતિ કરીને રાજ્યને ચલાવીશ? ૭૮. શું આ નગરમાં કોઈ લોક કયારેય માગ્યા વિના ઘણા ધનને આપે? લોકને ઘણું પાડીને તે પૂર્વજોની કીર્તિનો નાશ કર્યો છે. ૭૯. અભયે અમૃતના પંજ કરતા મધુરવાણીથી શ્રેષ્ઠ વિનયથી ભાવપૂર્વક રાજાને કહ્યું : હે તાત ! જો મેં અપયશ ઉપાર્જન કર્યો હોય તો પોતાના ચરો મારફત નગરમાં તપાસ કરાવો. ૮૦.
પછી રાજાએ હર્ષ અને રોષ વગરના (તટસ્થ) પુરુષોને રાત્રે તપાસ કરવા નગરમાં મોકલ્યા. અરે ! તમે નગરમાં ત્રણ રસ્તા વગેરે સ્થાનોમાં એકલા મળીને અભયની ચેષ્ટાને સાંભળી આવો. ૮૧. પછી રાજાના પુરુષોએ આખા નગરમાં અભયની કીર્તિને સાંભળી. મેરુ પર્વત ઉપર સુવર્ણ કાંતિ જ હોય છે. આમ્રવૃક્ષ ઉપર મધુર શોભા જ હોય છે. ૮૨. યુવતિ વર્ગે કહ્યું ઃ અભય ચિરકાળ સુધી પૃથ્વી ઉપર આનંદ અને સુખપૂર્વક જીવો. જેમ વરસાદ આખી પૃથ્વીને સુખી કરે તેમ આણે પાંચ દિવસમાં આખી પૃથ્વીને સુખી કરી. ૮૩. જેમ ચંદ્ર વિપુલ આકાશને શોભાવે તેમ આણે જ પોતાના કુળને સુશોભિત કર્યું. જેમ ગુરુ વડે અપાયેલ વરદાનથી સતી નાથવાળી થાય તેમ આનાથી જ પૃથ્વી નાથવતી થઈ. ૮૪. જે ભરતના પૂર્વજોની જેમ કોઈક રીતે લોકોને નીતિના માર્ગે લઈ ગયો. બીજો કોઈ હોત તો રાજાધિકાર મેળવીને તળિયાની માટીને ઉપર કરત. અર્થાત્ પ્રજાને પીડા કરત. ૮૫. જેઓને એકમાત્ર ન્યાયી, લોકના ભયને દૂર કરનાર ઉત્તમપુત્ર પ્રાપ્ત થયો છે તે માતાપિતા પણ જગતના લોકનો ઉદ્ધાર કરનાર અને શ્રેષ્ઠ પુણ્યના ભંડાર બન્યા. ૮૬. આ પ્રમાણે અભયની કીર્તિને સાંભળીને શ્રેષ્ઠ હર્ષને પામેલા સેવક પુરુષો રાજાની પાસે આવ્યા. પછી તેઓએ સંપૂર્ણ હકીકત સવિશેષથી રાજાને જણાવી. ૮૭. હર્ષને ધારણ કરતા ઉત્તમ રાજાએ અભયને કહ્યું : અરે વત્સ ! હે અન્યજનના તેજને જીતી લેનાર ! આ તારું ચરિત્ર પંડિત જનને વિસ્મય કરનારું છે. ૮૮. તે હંમેશા ધનના દાનથી જ અહીં નાગકુમાર દેવના શરીર સમાન નિર્મળ કીર્તિને મેળવી છે. ત્યારે તે જો લોકો પાસેથી આ દ્રવ્ય મેળવ્યું હોત તો અપ્રિયતાની પ્રસિદ્ધિને અપાવનાર અપયશનું ઉપાર્જન થાત. ૮૯. પણ તે તો લોકો પાસેથી ધન ગ્રહણ કર્યું અને ચંદ્ર જેવા નિર્મળ યશને પ્રાપ્ત કર્યો. કપટ કરવામાં ચતુર કૃષ્ણ પણ પૃથ્વી ઉપર વિખ્યાત પુરુષોત્તમતાને પ્રાપ્ત કરી. ૯૦. અહીં એક પ્રસિદ્ધ (અનુભૂત) આશ્ચર્ય છે કે મતિ અને શૌર્યની જેમ લક્ષ્મી અને યશ બંનેનું એકી સાથે કેવી રીતે ઉપાર્જન થયું? આવી શંકા છે તેથી તથ્ય શું છે તે તું કહે. કહેવાનો ભાવ એ છે કે પ્રાયઃ બુદ્ધિ અને પરાક્રમ એક વ્યક્તિમાં જોવા મળતા નથી તેમ લક્ષ્મી અને યશ એક વ્યક્તિમાં જોવા મળતા નથી છતાં તારામાં બંને સાથે જોવા મળ્યા તેનું અમને આશ્ચર્ય છે તો આનું રહસ્ય અમને કહે એમ શ્રેણિકે અભયને કહ્યું. ૯૧. પછી અભયે વિનયપૂર્વકમદ વિનાના કલ્યાણકારી વચનથી પિતાને કહ્યું પૂર્વેનગરમાં માંસની દુર્લભતા કહી હતી તેને લોકોએ માન્ય કરી ન હતી. હે રાજનું! આટલા પણ ધનની બદલીમાં સ્વજન કે પરજન કોઈએ પણ પોતાના કાળજાનું બે યવમાત્ર માંસ ખરેખર ન આપ્યું. ૯૩. તું આ શું બોલે છે? એમ રાજા વડે પુછાયેલ મંત્રીશિરોમણિ નિષ્કપટ અભયે પાંચ દિવસમાં થયેલી પોતાની વિતક રાજાને યથાર્થપણે
Page #248
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧૦
૨૪૩ કહી સંભળાવી. ૯૪. રાજાએ અને નગરના લોકે અભયના પંચમુખી વચનની શ્રદ્ધા કરી. લોક એકલો એકલો અભયના ગુણોનું ગીત ગાય છે અથવા તો વિશ્વાસ કરે છે. ૯૫. સંપૂર્ણપણ પરિવાર એકી અવાજે અભયના ગુણની સ્તવના કરીને ભવમાં દુર્ધર હર્ષના પૂરના સુખને મેળવ્યું. પૃથ્વી ઉપર સારાની સાથે કોણ સારું નથી બનતું? ૯૬. તે પોતાના વંશરૂપી આકાશમાં સૂર્ય સમાન ! હે સંકટ સમુદ્રમાં ડૂબેલાને તરવા માટે નાવ સમાન ! હે મતિરૂપી કમલિનીને વિકસવા માટે સૂર્ય સમાન! હે સર્વશ્રેષ્ઠ વિચક્ષણોમાં શિરોમણી અભય ! ૯૭. તે અમને શરદઋતુના અમૃત જેવા ચંદ્રના કિરણ જેવો ઉજ્જવળ માર્ગ બતાવ્યો. શું શ્વેત ચિત્રકવૃક્ષથી પ્રિયતાનું ઘર અગ્રુપૂર્ણ આંખનું ઉદ્ઘટન ન થાય? ૯૮. રાજાએ જેનું જેટલું ધન હતું તેને તેટલું પાછું આપ્યું. મોટાઈનું એક ધામ સમુદ્ર શું ક્યારેય પોતાની પૃથ્વીની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે? ૯૯. મનમાં હર્ષ ધારણ કરતી જનતાએ પોત પોતાના ધનને મેળવ્યું. લક્ષ્મી વિનાનો મનુષ્ય નક્કીથી સતત રજ કરતો હલકો બને છે. ૧૦). આ પ્રમાણે શરદઋતુના વાદળ, દહીં, ચંદ્ર અને બરફ જેવા નિર્મળ, આશ્ચર્યકારી જુદા જુદા સેંકડો ચરિત્રોથી પ્રતિબોધ કરતા અભયે હંમેશા દયાપૂર્વક સમય પસાર કર્યો. ૧૦૧.
એકવાર રજતગિરિ (વૈતાઢ્ય પર્વત) અને ચંદ્ર જેવા નિર્મળ યશવાળા સિદ્ધિવધૂના હૃદયસ્થળના હાર એવા તીર્થકર શ્રી મહાવીર પરમાત્મા વિહાર કરતા ત્યાં રાજગૃહ નગરમાં પધાર્યા. ૨. હર્ષના પૂરથી ભરાયેલ કાયાવાળા અર્થાત્ અત્યંત હર્ષને વહન કરતા ચારેય નિકાયના દેવોએ આવીને સમુદ્રના સારને ગ્રહણ કરે તેમ નષ્ટ થયેલ લૌકિક દેવતાઈનો ગર્વ ફરી પ્રાપ્ત કર્યો. કહેવાનો ભાવ એ છે કે દેવલોકના સુખો ભોગવીને જે પુણ્ય ભોગવાઈ ગયું છે તે ફરી પ્રભુનો જન્માભિષેક સમવસરણની રચના વગેરે સેવા કરીને અને જિનવાણી સાંભળીને ફરી નવું ઉપાર્જન કરે છે. ૩. સુર–અસુર અને માનવના સમૂહથી નમાયેલ જિનેશ્વર સંઘને નમસ્કાર કરીને સિંહાસન ઉપર બેઠા એટલે દ્વેષરૂપી શત્રુ મરવા પડ્યો. ૪. જેમ જાનૈયાઓ લગ્નમાં જાય તેમ બાર પ્રકારની ધન્ય પર્ષદા સમવસરણમાં આવી. પાપઘાતક શ્રેણિક રાજા પણ સ્વામીને નમસ્કાર કરવા આવ્યો. ૫. વિશિષ્ટ શાશ્વત ભક્તિને ધારણ કરતા શ્રેણિક રાજા વીર જિનેશ્વરને નમસ્કાર કરીને બેઠા. ખરેખર બુદ્ધિમાન જંગમતીર્થને પ્રાપ્ત કરીને પોતાના જન્મને સાર્થક કરે છે. ૬. યોજનગામિની વાણીથી પ્રભુએ ધર્મદેશના આપી. ખરેખર રત્નના નિધાનમાંથી રત્નની રાશિ નીકળે છે. ૭. જો તમે મુક્તિવધૂને વરવા અને દુઃખરૂપી સમુદ્રને તરવા ઈચ્છો છો તો હંમેશા જ જ્ઞાન અને ચારિત્રની આરાધના કરો. ૮. જ્ઞાન અને ચારિત્ર બેમાંથી એકની આરાધનાથી કયાંય પણ કયારેય પણ અભીષ્ટફળની પ્રાપ્તિ જોવાઈ નથી. અર્થાત્ બંનેની સાથે આરાધના કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે પણ એકની આરાધનાથી નહીં. શું એક પૈડાવાળો રથ એકપણ પગલું આગળ ચાલે? ૯. અન્વય અને વ્યતિરેકથી યુક્ત વાદિની જેમ ફળવાદી બને છે. કહેવાનો ભાવ એ છે કે ઉત્તમ સાધન સામગ્રી ખામી વિનાની હોય તો કાર્યની સિદ્ધિ થાય છે તેમ પદાર્થની સિદ્ધિ કરવા માટે અન્વય અને વ્યતિરેક બંને પ્રકારની વ્યાપ્તિ જોઈએ. અહીં બોધ ૧. પંચમુખી વચનઃ જે વચનમાં પક્ષ, સાધ્ય, હેતુ, ઉદાહરણ અને ઉપનય હોય તે રૂપ પંચમુખી વચન કહેવાય. ૨. અન્વય-વ્યતિરેક વ્યાપ્તિ -વ્યાપ્તિ એટલે અવિનાભાવ સંબંધ અર્થાતુ એકને છોડીને બીજાનું ન રહેવું તે જેમકે ધૂમ અને અગ્નિ.
જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં અવશ્ય અગ્નિ હોય તે અન્વયવ્યાપ્તિ. અને જ્યાં જ્યાં અગ્નિનો અભાવ હોય ત્યાં ત્યાં ધૂમનો અભાવ હોય તે વ્યતિરેક વ્યાપ્તિ, આ વ્યાપ્તિની સહાયથી બેમાંથી એક અંગ જે ઈન્દ્રિયનો વિષય બનતો હોય તેના ઉપરથી ઈન્દ્રિયનો વિષય નહીં બનતા બીજા અંગનો બોધ થાય છે.
આ વ્યાપ્તિની સહાયથી પર્વત ઉપર ધૂમને જોઈને નહીં દેખાતા અગ્નિનો બોધ કરી શકાય છે. કેમકે ધૂમ અને અગ્નિની વ્યાપ્તિ છે.
Page #249
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
માટે આંધળા અને પાંગળાના યુગલનું ઉદાહરણ છે. ૧૦. તે આ પ્રમાણે—
પરચક્રના ભયથી લોક નગરમાંથી નીકળીને કોઈક વનમાં ચાલ્યો ગયો. જો દેવો પણ ભયથી દિશાઓમાં નાશી જાય છે તો બીજા મનુષ્યો કોણ માત્ર છે ? ૧૧. બીજા દિવસે જંગલમાં પણ લોકોને ચોરનો ઘણો ભય ઉત્પન્ન થયો. અહો ! વિપત્તિરૂપી સમુદ્રમાં ડૂબેલા જીવની પીઠમાં વળગેલું દુઃખ પાછળ અને પાછળ દોડે છે. ૧૨. લોક ચાલ્યો ગયો. ભયના ગંધ વિનાનો પાંગળો આંધળો તે બે નગર છોડીને કયાંય ન ગયા. ભક્ષક જીવોમાં શિરોમણિ કીડો શું કોદ્રવ (એક જાતનું અનાજ) ખાવા તૈયાર થાય ? ૧૩. બધા ચોરો લોકોના ઘરને લૂંટીને ચાલ્યા ગયા પછી નગરમાં આગ લાગી. છિદ્રનો નિપાત (ઉત્પન્ન) થયે છતે ઘણાં દોષો આવે છે. ૧૪. જમીન ઉપર રહેલા માછલાની જેમ દીનમુખ આંધળો જેની પોતડી ઢીલી થઈ ગઈ છે એવો અગ્નિની સન્મુખ ચાલ્યો. શું હાથ જોડીને બેસી રહેલાનું કલ્યાણ થાય ? ૧૫. ચાલી નહીં શકતા દીન પાંગળાએ દશે દિશામાં જોયું. જીભ ખચકાતી હોય તેવો કાલો માણસ જાણતો હોવા છતાં પંડિતોની સભામાં સારું વચન બોલી શકે ? ૧૬.
૨૪૪
પાંગળાએ આંધળાને કહ્યું ઃ તને ચાલવા માટે બે પગ મળેલા છે છતાં બળી મરવા કેમ બેસી રહ્યો છે ? ખરેખર તું પતંગિયાની જેમ પોતાને સળગતા અગ્નિમાં કેમ પાડે છે ? ૧૭. હે મિત્ર ! હું નિર્મળ આંખવાળો છું. ખરેખર તું બળવાન ચાલવામાં સમર્થ છે. કોઈક શિલ્પના બળથી બળવાન હોય કોઈક તેલના (શરીરના) બળથી બળવાન હોય. ૧૮. હે ભાઈ ! મને તારી પીઠ ઉપર બેસાડ જેથી આપણે બંને સુખપૂર્વક નગરમાં ઈષ્ટ સ્થાને પહોંચી જઈએ. અથવા જેને ઉપાય મળેલ હોય તેને આ જગતમાં અપાય કયાંથી હોય ? ૧૯. અમૂઢ (ચતુર) પંગુ આંધળા મનુષ્ય ઉપર જલદીથી આરૂઢ થયો. આંધળાના બે પગનો ઉપયોગ કરીને ભાંગેલ રાજ્યને અતિ સુંદર કરીને મેળવ્યું અર્થાત્ બંનેએ પોતાના પ્રાણ બચાવ્યા. ૨૦. પછી બુદ્ધિમાન પંગુએ રસ્તામાં આંધળાને કયાંય સ્ખલનાની ગંધ પણ ન આવે તે રીતે દુર્ગપથમાં પણ ચલાવ્યો. એમ પાંગળો આંધળાને ઈષ્ટપુરમાં લઈ ગયો. સારી રીતે યોજેલો ઉપાય કયાં ફળતો નથી ? ૨૧. તેથી તમે જાણો કે ચારિત્ર અને જ્ઞાનથી યુક્ત ઉપાય સિદ્ધિને આપનાર છે. હવે વ્યતિરેક ઉદાહરણને સાંભળો. આનાથી (અન્વય–વ્યતિરેક દષ્ટાંતથી) જ્ઞાન વિવેકવાળું બને છે. ૨૨. કોઈક નગરમાં વિશ્વને ત્રાસ ઉત્પન્ન કરે તેવો તેજસ્વી અગ્નિ ઉત્પન્ન થયો. તેણે અવાજ સહિત સુસવાટા મારતા મોટા પવનની જેમ અનેક જન આક્રંદ કરતા વસ્તુ સમૂહને સળગાવી દીધું. ૨૩. શોકમાં ડૂબેલો કોઈક લોક પોતાના વિભવને છોડીને કયાંય પલાયન થઈ ગયો. પોતે જીવતો જાગતો બચી જશે તો નક્કીથી આ ધન ફરીથી જીવશે અર્થાત્ મળ શે ૨૪. લોકોએ નગરમાં ભાગ્યથી હણાયેલ પંગુ અને અંધને ન સંભાળ્યા. ચોરો જ્યારે નપુંસકને હરી જતા હોય ત્યારે શૂરવીરોની સાથે હોય તેવો પુરુષ બચાવવા દોડે ? ૨૫. અત્યંત સામે ધસતી અગ્નિની જ્વાળાએ અંધને બાળી નાખ્યો અને તે મરણ પામ્યો. સંમુખગામિતાથી પણ કોણ અવશ્ય અગ્નિને વશ્ય કરવા સમર્થ થાય ? અર્થાત્ કોણ એવો સમર્થ છે જે સન્મુખ જઈને ન બુઝાવી શકાય તેવા અગ્નિને બુઝાવી દે ? ૨૬. અગ્નિ નજીક આવી રહ્યો છે એમ બોલતો, અગ્નિના વિચારમાં ચડેલો પોતાએ કરેલ કર્મને અવશ્ય ભોગવવાના છે એમ સમજતો પંગુ આર્ત્તધ્યાનને કરતો મરણ પામ્યો. ૨૭. આ પ્રમાણે આ બંને પણ એકબીજાને સહાયક ન બનવાને કારણે પોતાનું પ્રયોજન સાધવાને સમર્થ ન થયા. ધનુષ્યમાંથી બાણ છોડવું હોય તો પણ બે હાથ વિના છોડી શકાતું નથી. ૨૮. મોક્ષસુખના સમૂહને ઉત્પન્ન કરનાર, ભવનમાં નિર્મળ, જ્ઞાન સહિતના ચારિત્રમાં વિવેકીપુરુષોએ ઉદ્યમ કરવો જોઈએ. ૨૯.
Page #250
--------------------------------------------------------------------------
________________
સર્ગ–૧૦
૨૪૫
આ પ્રમાણે રસપૂર્વક ધર્મ સાંભળીને હર્ષથી પ્રભુના ચરણને નમીને નિર્મળાચારપ્રિય ભવ્યજન સમૂહ પોતપોતાના ઘરે ગયો. ૩૦. તે વખતે એક ખેચર હૃદયમાં સંતાપિત થયો. સારી કીકીવાળા આંખ સોજી જવાથી જેમ દુઃખી થાય તેમ દુઃખી થતો વિધાધર ઊંચે ઊડે છે. નીચો પડે છે. વિવર્ણ (નિરક્ષર) થયેલ તત્ક્ષણ જ વિદ્યાપદ ભૂલી ગયો. ૩૧. ઊંચે ચડતો અને નીચે પડતો શોકથી મૂછ પામતો તેને જોઈને રાજાએ કેવળજ્ઞાનથી અનાથ ભગવાનને આ પુછ્યું. ૩૨. અડધી પાંખ આવેલ પક્ષીની જેમ અથવા સમુદ્રમાં ઘણા પવનથી હણાયેલ વહાણની જેમ હે જિનેશ્વર દેવ! આ ખેચર ફરી ફરી આ શું કરી રહ્યો છે? ૩૩. હે રાજનું! આજે આ આકાશગામિની વિદ્યાનો વર્ણ ભૂલી ગયો છે. તેથી આ આકાશમાં ઊડી શકતો નથી. ખરેખર બે ઔષધમાંથી એક ઔષધને ખાનારો રોગનાશક થતો નથી. ૩૫. તીર્થકર પરમાત્માએ તરત જ કહ્યુંઃ ઐહિક સિદ્ધિને આપનારો પણ મંત્ર જો એક અક્ષરથી ન્યૂન હોય તો સિદ્ધિદાયક થતો નથી. તેથી એક અક્ષરથી હીન જિનતંત્રને હંમેશા કદાગ્રહને છોડીને ન ભણાવવો જોઈએ. ૩. એજ રીતે આત્મહિતસ્વીએ હમેશાં પણ અધિક અક્ષર ભણાવવાનો આગ્રહ ન રાખવો જોઈએ. અર્થાત્ યથાર્થ ભણાવવો જોઈએ જેમ અધિક ભોજન આપવાથી રસના (જીભ) અવશ્ય થાય છે (અર્થાત્ નિગ્રહ થતો નથી) તેમ અધિક–ઓછો અક્ષર ભણવામાં સેંકડો અનર્થોની આપત્તિ આવે છે. ૩૭.
મૂર્ખ લોકો ભવભવને મુકાવનાર સૂત્રને ઓછા-વધારે અક્ષરપૂવર્ક ભણે તો વૃક્ષપઘહિમાનિનો અર્થભેદ થઈ જાય છે. ૩૮. તેમ જિનેશ્વર વડે કહેવાયેલ સૂત્રને આગળ-પાછળ-ન્યૂન અધિક કરીને વાંચે–ભણે તો તીર્થકર વડે ઉપદેશાયેલ સુંદરતા અનુષ્ઠાન ખરેખર ભેદનારું થાય છે. તે અનુષ્ઠાન ભેદાયે છતે જ્ઞાન સુખના સમૂહરૂપ મોતીઓને ઉત્પન થવા માટે શુક્તિસમાન મુક્તિની પ્રાપ્તિ કયાંથી થાય? ૩૯. મુક્તિના અગમમાં (ન જવામાં) દીક્ષા ફોગટ થાય અને તેથી ભિક્ષા મોક્ષનું અંગ બનવાને બદલે પેટ ભરવાનું સાધન થઈ જાય. તેથી અધિક કે ઓછું એમ બંને રીતે ભણવામાં પરિણામ કટુ છે તેથી તેમ ન કરવું જોઈએ. ૪૦. ખેચરની કથા સાંભળીને શ્રેષ્ઠબુદ્ધિ અભયકુમારે જલદીથી આવીને અમૃતરસથી પણ કોમળ વાણીથી ખેચરને આ પ્રમાણે કહ્યુંઃ ૪૧. જો કહેવાને ઉચિત હોય તો મારી આગળ પોતાની નિરવદ્ય વિદ્યાને જણાવ. હું યથાક્ષર કહું છું એમ કહી ઘણાં હર્ષથી અભયના વચનને સ્વીકાર્યું. ૪૨. તેણે અભયને વિદ્યાનો થોડીક ભાગ કહ્યો એટલે અભયે સંપૂર્ણ પાઠ તેને કહી સંભળાવ્યો. અભયની પાસે એક પદ ઉપરથી પદના સમૂહનો બોધ કરાવે તેવી નિર્મળ શક્તિ હતી. ૪૩. વિદ્યાનું સ્મરણ થવાથી રોગના કષ્ટના સમૂહથી મુકાયેલની જેમ ખેચર ઘણો હર્ષ પામ્યો. જાણે સજ્જનના મુખમાંથી નીકળતી નીતિ ન કહેતો હોય તેમ વિદ્યાધરે અભયને વિદ્યા સાધવાની રીતિ કહી. ૪૪. જળવૃષ્ટિની જેમ સર્વજનમાં ઉપકાર કરનાર અભયકુમારની રજા લઈને જેમ સિદ્ધનો આત્મા સર્વ કર્મનો ક્ષય કરીને મોક્ષમાં જાય તેમ ખેચર આકાશમાં હર્ષપૂર્વક ઊડ્યો. ૪૫. મનના વેગથી પણ ઝડપે જનાર ખેચર જલદીથી પોતાના ઘરે પહોંચ્યો. અભયકુમાર પણ વિદ્યાસાધીને પૃથ્વી ઉપર તુરત જ શ્રેષ્ઠ ખ્યાતિને પામ્યો. ૪૬. એ પ્રમાણે સફેદ કમળ જેવી નિર્મળ કીર્તિનું કારણ અનેક પ્રકારના શુભકાર્યોથી રાજપુત્ર અભયે લોકના ચિત્તને આશ્ચર્ય કરે તેવા વિવિધ કાર્યો નિરંતર કર્યા. ૪૭.
૧. વૃષપરહિમાનિ: આ સમાસને વૃષ–પા અને હિમ છૂટું પાડીને ભણે અને વૃષપા અને હિમ એમ સમાસ છૂટું પાડીને બોલે તો અર્થમાં ઘણો ભેદ થઈ જાય છે તેથી વાકયને સંગત અર્થ થાય તે પ્રમાણે સમાસ ખોલવો જોઈએ.
Page #251
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૪૬ મંત્રીવર્ગમાં શિરોમણિ નંદાના પુત્ર અને બીજા ઘણા સામંત વગેરે મુખ્ય પુરુષોની સાથે સિંહાસન ઉપર બીરાજમાન શ્રેણિક રાજા સાક્ષાત્ ઈન્દ્રની જેમ શોભ્યો. ૪૮. બુદ્ધિમાન, ધર્મના મર્મજ્ઞોમાં શિરોમણિ, વાચસ્પતિ અભયકુમારની સાથે રાજાએ ઘણા પ્રકારની અમૃતને જીતનારી, પંડિતજનને અત્યંત આનંદ પમાડતી સત્કથાઓને કરી. ૪૯. એકવાર પ્રમોદના સારવાળા સવિનોદથી લીલાપૂર્વક સુખથી કાળ પસાર થાય છે ત્યારે સુવર્ણ સિંહાસન ઉપર બેઠેલા રાજાએ હર્ષથી આ પ્રમાણે કહ્યુંઃ ૫૦. હે લોકો! તમે કહો કે ધાર્મિક જીવો ઘણાં વસે છે કે પાપી જીવો ઘણાં વસે છે? બુદ્ધિમાન નંદાપુત્રને છોડીને સભામાં રહેલા બાકીના લોકોએ કહ્યું કે હે દેવ! પાપી લોક ઘણા વર્તે છે. હે રાજનું! અહીં ધાર્મિક લોક બહુ જ થોડા છે. દુકાનમાં રૂ વગેરે ઘણું મળે છે જ્યારે રત્નાદિક પરિમિત જ મળે છે. પર. હે તાત! ધાર્મિકજનો ઘણાં છે અને પાપી જીવો થોડા જ છે એમાં શંકા નથી એમ જેનો અંતરનો ભાવ સુદુર્લક્ષ છે એવા અભયે કહ્યું અથવા તેવા પ્રકારના સૂરિઓ કેટલા હોય? પ૩. હે લોકો ! મારું વચન સાચું ન હોય તો તમે જલદીથી તેની પરીક્ષા કરો. અથવા અહીં બધાએ પોતપોતાનો અભિપ્રાય જણાવે છે તેમાં જે પ્રમાણથી સિદ્ધ થાય તે બોધમાં મુખ્ય બને. કહેવાનો ભાવ એ છે કે બધાએ ધાર્મિકજનની સંખ્યા વિશે પોતાનો અભિપ્રાય જણાવ્યો છે. હવે તેમાંથી પ્રમાણથી પૂરવાર થાય તે સ્વીકારાય બીજું નહીં તેથી સર્વના અભિપ્રાયની પરીક્ષા કરવી જોઈએ. ૫૪. હવે પ્રભુ! એ પ્રમાણે જ છે તેથી જલદીથી પરીક્ષા કરો અને અમારા મનમાં રહેલ સંશયનું નિવારણ કરો એમ લોકે કહ્યું. અથવા તો સ્વાધીન સ્વામીને જીવો જીવો એમ કોણ આશીષ નથી આપતું? પપ. અભયે શંખ જેવા સફેદ અને વાદળ જેવા કાળા બે દેવાલયો જલદીથી તૈયાર કરાવ્યા. તેમાં શંખ જેવા સફેદ દેવાલય સજ્જનોની કીર્તિને ઝગઝગાટ કરતું હતું અને વાદળ જેવો કૃષ્ણ દેવાલય દુર્જનની અપકીર્તિને ફેલાવતું હતું. પ૬. અભયકુમાર નીતિના એક માર્ગમાં રહ્યો અને ડિડિમથી મોટેથી ઘોષણા કરાવી કે જે કોઈ આ નગરમાં ધાર્મિકજન હોય તે સર્વે પણ જલદીથી હાથમાં બલિ લઈને જેમહંસનું વૃંદ માનસરોવરમાં આવે તેમ શંકારહિત દેવાલયોમાં આવે અને જે પાપી આત્મા હોય તે જેમ ડુક્કર કાદવવાળા ખાબોચિયામાં પેશે તેમ કૃષ્ણ દેવાલયમાં પ્રવેશે. ૫૮. આ સાંભળીને ઘણો લોક ચારે બાજુથી શુભ દેવાલયમાં પ્રવેશવા ઉમટ્યો. જેમ સારા ઉચિત કરિયાણાની રાશિને ધરાવતી બજાર ખૂલે છતે ધસારો થાય તેમ તે મંદિરના દરવાજે આવ્યા અને એક દરવાજેથી પ્રવેશીને બીજે દરવાજે નીકળ્યા. જેમ ચક્રવર્તીનું સમસ્ત સૈન્ય વૈતાઢ્ય પર્વતની વિશાળ ગુફામાં પ્રવેશે તેમ. ૬૦. અરે! તું ધર્મિષ્ઠ કેવી રીતે છે સ્પષ્ટ કહે. તું ધમષ્ટિ કેવી રીતે છે તે કહે એમ રાજાના માણસોએ એકેકને ગંભીર સ્વરથી પૂછ્યું. ૧. કોઈકે કહ્યું હું ખેડૂત છું પંગુ વગેરેના ઘરે ધાન્યના ઢગલા વરસાવું છું. પોતાના ટોળાની સાથે આવેલા પક્ષીઓ મારા ધાન્યના કણોને ચણીને સુખપૂર્વક જીવે છે. ૨. આ સર્વલોક રાજા, દાની ગૃહસ્થ પણ અથવા તો યતિ અને બીજા પણ સર્વ ત્યાં સુધી જ સ્વસ્થ રહે છે. જ્યાં સુધી પોતાની કુક્ષિમાં ઉત્તમ ભોજન પડેલું હોય. ૩. તે ધાન્યને ઉત્પન કરતા મારામાં કેવી રીતે ધાર્મિકત્વ ન હોય? પછી પ્રશ્ન કરાયેલ બીજા બ્રાહ્મણે જલદીથી કહ્યું હું પોતાના ષટ્કર્મ કૃત્યને આચરનારો છું. બીજાઓને જે કરવું દુષ્કર છે તે બકરાદિના ઘાતથી યજ્ઞસમૂહને હું હંમેશા જ કરું છું. અને તે હણાયેલ પશુઓ–દેવલોકમાં જાય છે. વિવિધ પ્રકારના દેવીઓના આલિંગનને પામે છે. ૬૫. રાત્રિ-દિવસ શુદ્ધ અગ્નિના હોમથી સમસ્ત દેવલોકને પ્રમોદથી ખુશ કરું છું. ખુશ થયેલ દેવો પૃથ્વી ઉપર વરસાદ વરસાવે છે. ધાન્યની નિષ્પત્તિ થાય છે અને તેનાથી લોક સુસ્થિત બને છે. ૬. મારા આપેલ લગ્નના મુહૂર્તીથી સર્વલોક વિવાહાદિને કરે છે. પછી તેઓ હર્ષથી સાંસારિક સુખ ભોગવે છે
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૪૭
સર્ગ-૧૦
અને સ્વર્ગના હેતુવાળા પુત્રના મુખને જુએ છે. ૬૭. વેદપાઠથી પવિત્ર થયેલા બ્રહ્માના મુખમાંથી નીકળેલા જે બ્રાહ્મણો છે તે પાપથી મુક્ત થયા છે. જેમ કાદવવાળા પાણીમાં કમળ લેપાતો નથી તેમ આ જીવો કયારેય પાપથી લેપાતા નથી. ૬૮.
વળી ત્રીજાએ આ પ્રમાણે કહ્યું : હું ક્ષત્રિય છું. પોતાના વ્રતના પાલનથી ક્ષોત્રિય કરતા ચડિયાતો છું. (ક્ષોત્રિય એટલે ક્રિયાકાંડ કરાવનાર વિદ્વાન બ્રાહ્મણ) મેં શત્રુને કયારેય પોતાની પીઠ બતાવી નથી યુદ્ધમાં પડેલા ઉપર હું પ્રહાર કરતો નથી. ૬૯. ક્ષત્રિયો વડે રક્ષાયેલ લોક નિર્ભય બની સારી રીતે ધર્મકાર્ય કરે છે. તે ક્ષત્રિય જાતિમાં જન્મેલા મારે ધર્મ કેમ ન થાય ? ૭૦.
વળી ચોથાએ કહ્યું : હું દોષ વિનાનો વૈશ્ય છું. પશુપાલ્યાદિકા પોતાની સમસ્ત ક્રિયાઓ કરું છું. રાજ્યનો કર ભરું છું. આનાથી બીજું શું સુંદર હોય ? એ પ્રમાણે પાંચમાંએ કહ્યું : હું વ્યાપાર કરીને જીવું છું. હંમેશા પોતાની દુકાનનો સેવક છું. હિંગ તેલ વગેરે શુદ્ધ વસ્તુઓ વેચીને ધન કમાઉં છું અને સુખે જીવું છું. જેમ વાદળ ભૂમિ ઉપર રહેલા વનમાં વરસે છે તેમ હું પોતાની શક્તિ મુજબ ભિક્ષુકોને ધન આપું છું. તેથી હું ધાર્મિક કેમ નહીં ? ભો કોવિદો (વિદ્યાનો) તમે જ ઉચિત કહો બીજાએ કહ્યું : હું વૈધ છું. લોકોના મળ–મૂત્ર-નાડીના ધબકારા અને ચેષ્ટાને સારી રીતે તપાસીને લાંઘણ, ઉકાળો, તપેલા પાણીના પાનાદિથી વાત-પિત્ત-જ્વર-શ્લેષ્મ વગેરે સ્વરૂપથી રોગાના સમૂહનો નિગ્રહ કરીને સર્વ રોગીઓની સેવા કરું છું. જે કામ કરવામાં ભાગ્યના વશથી દેવો પણ સમર્થ થતા નથી. એ પ્રમાણે રોગોની ચિકિત્સા કરતા શું મારે જીવરક્ષાપૂર્વકનો શ્રેષ્ઠ ધર્મ ન થાય ? ૭૫. વળી બીજાએ તેની સમક્ષ આ પ્રમાણે કહ્યું : હું પોતાની જાતિમાં મુખ્ય કલાલ છું. લોકોને ઉત્તમ સુરા (દારૂ) આપું છું. જેમાં મન કરે છે, મન રહે છે તે સુરા કહેવાય છે. ૭૬. જીવોને એકમાત્ર સુખ આપવાથી મારે ધર્મ થાય છે હું પાપી અધમ છું. એ વાત દૂર રાખો એમ બીજાએ કહ્યું : હું અધિકારી છું. ન્યાયથી લોક પાસેથી ધન મેળવું છું. દુરાચાર કરતા લોક પાસેથી ધન લઈને હું ક્ષણથી જ શિક્ષા કરું છું. તેથી નૈષ્ઠિક યતિની જેમ મારામાં કેવી રીતે અત્યંત ધાર્મિકપણું ન ઘટે ?
૭૮.
આ પ્રમાણે એકેકને પુછવામાં આવતા દરેક પોતાને ધાર્મિક જણાવ્યા. પોતાના મનથી કોણ ચર (અધાર્મિક ) છે ? એટલામાં મરણ સન્મુખ થયેલ કસાયે પાપથી ભરેલો હોવા છતાં પોતાને ધાર્મિક કહ્યો. ૭૯. પાડો–બકરો—ગાય વગેરે જીવોના સમૂહને સ્વેચ્છાથી હણીને ભાણેજ, બહેન, અન્ય જ્ઞાતિને માંસનું વિતરણ કરું છું. સાર ભાગને ગ્રહણ કરું છું. ૮૦. પ્રાધૂર્ણકને આપીને બાકીના વધેલા માંસને અગ્નિમાં પકાવીને ખાઉ છું. વેંચવાથી સર્વોપણ માંસભક્ષીઓ આનંદ પામે છે. તેથી હે બુધો ! કહો હું કેવી રીતે ધાર્મિક ન ગણાઉં ? ૮૧. સફેદ મંદિરમાં પ્રવેશીને સર્વ પણ લોકે પોતાને ધાર્મિક પૂરવાર કર્યો. કોણ નિર્ગુણ છે ? મિથ્યા માર્ગમાં જનારા જીવો શું કયારેય પણ પોતાને નિર્ગુણ માને છે ? ૮૨. પણ બે શ્રાવકો કૃષ્ણ દેવાલયમાં પ્રવેશ્યા કારણ કે અહીં પ્રજા વિચિત્ર ચિત્તવાળી હોય છે. તેજથી સૂર્યનો પરાભવ કરતાં શ્રેણિક રાજાના પુરુષોએ કૃષ્ણમંદિરમાંથી નીકળતા શ્રાવક યુગલને પુછ્યું : તમો બે જે કૃષ્ણ દેવાલયમાં પ્રવેશ્યા તો તમોએ શું પાપ કર્યુ છે તે કહો. પોતાને ધાર્મિક માનતો બીજો સમસ્ત પણ લોક સફેદ દેવાલયમાં પ્રવેશ્યો. ૮૪. તે બે શ્રાવકોએ ખેદપૂર્વક જણાવ્યું કે અમે બંને મહાપાપને કર્યુ છે. અમે ગુરુની પાસે મધપાનનું વ્રત સ્વીકાર્યુ હતું તેનું પ્રમાદથી ખંડન કર્યું. ૮૫. હે રાજપુરુષો ! અમે ઘણાં અધમ છીએ. આ
:
Page #253
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૪૮
લોકમાં પાપી ચોર છીએ. અમારા બેનો આ દેવાલયમાં પ્રવેશ ઉચિત છે. સર્પ અને લુંટારાને આવું સ્થાન મળે છે. ૮૬. અહીં ફક્ત સાધુઓ ઘણાં ધન્ય છે જેઓ ભાવથી દઢપણે વ્રતને ગ્રહણ કરે છે. જેઓ અંગીકાર કરેલ વ્રતને જાવજજીવ સુધી સર્વથા પાર પમાડે છે. ૮૭. કરેલી પ્રતિજ્ઞાનો નિર્વાહ કરનારા જે આ શ્રાવકો છે તે પણ લક્ષણથી અલંકૃત શરીરવાળા છે. અર્થાત્ તે પણ લક્ષણવંતા છે. ગ્રહણ કરેલ સ્થૂળ અભિગ્રહને હંમેશા સારી રીતે આરાધે છે તે પણ નક્કીથી ધન્ય છે. ૮૮. પૂર્વે જેઓએ અભિગ્રહ નથી કર્યો તે સારા છે પણ અભિગ્રહનું ખંડન કરનારા સારા નથી. રત્ન વિનાનો અલંકાર ઘણો સારો છે પણ રત્નનષ્ટ આભૂષણ સારુ નથી. ૮૯. મનુષ્યભવમાં શોકસંતાપ–દુ:ખના સમૂહનો નાશ કરનાર જૈન શાસનને પ્રાપ્ત કરીને જેમ શરીરમાં પડેલો વા શરીરને ભાંગે તેમ અમે પોતાના અભિગ્રહને શા માટે ભાંગ્યો ? ૯૦. આ કારણથી અમે પોતાનું પાપ જણાવવા અમે લોકોના દેખતા આ કૃષ્ણ દેવાલયમાં પ્રવેશ્યા. હે સજ્જનો ! હંમેશા (સના = હંમેશા) આ પાપ પ્રગટ થાય તે સારું. પોતાનો ધર્મ ગુપ્ત રહે તે સારો. ૯૧. લોકોએ જે કહ્યું છે કે પાપીઓ ઘણાં હોય છે અને ધર્મના અર્થી સૂરિઓ થોડા જ હોય છે - વચન બુદ્ધિના ભંડાર અભયને મળ્યું હતું. યુક્તિયુક્ત વચન કોને સંમત ન હોય ? ૯૨. ફક્ત તેણે જે આશયથી જણાવ્યું છે તે સંભવના અમે આ રીતે કરીએ છીએ. પાપીઓ હંમેશા પોતાને ધાર્મિક ઓળખાવે છે. ધાર્મિકો હંમેશા પોતાના દોષને જાણે છે. આ અર્થને જણાવવા ત્યારે અભયકુમારે લોકોની આગળ એમ કહ્યું હતું. અથવા તો થોડા જ પંડિતો અભયના ગંભીર ચિત્તને જાણી શકે છે. ૯૪. અહીં કહેવાનો ભાવ એ છે કે લોકોએ કહ્યું હતું કે ધાર્મિકો થોડા હોય છે અને પાપીઓ વિશેષ હોય છે. જ્યારે અભયકુમારે ધાર્મિકો વિશેષ હોય છે અને પાપીઓ થોડા હોય છે એમ કહીને લોક વિરુદ્ધ પણ પોતાના કથનને દષ્ટાંતથી પૂરવાર કરી આપ્યું. આમ કરીને દેખાવથી ધાર્મિક અને પરમાર્થથી ધાર્મિકનો ભેદ કરી બતાવ્યો. લોકોનું વચન પરમાર્થથી સાચું છે એમ સિદ્ધ કરી બતાવ્યું. લોકે રાજપુત્રની પ્રશંસા કરી કે હે મંત્રિરાજ ! તું અસામાન્ય તેજનો ભંડાર છે. પોતાના વચનરૂપી કિરણથી જગતરૂપી કમળને બોધપાત્ર (વિકસિત) કરે છે. ૯૫. હે નંદાપુત્ર ! સૂર્ય-ચંદ્ર-તારા—દ્વીપ–મેરુપર્વત–ભૂપીઠ સમુદ્ર રહે ત્યાં સુધી આનંદ પામ. તું જગતને આનંદ પમાડ અતુલ વિશાળ રાજય લક્ષ્મીને પ્રાપ્ત કર. ૯૬. સન્મુનિની જેમ નિર્મળબુદ્ધિના ભંડાર અભયકુમારે ઘણાં કાળ સુધી હંમેશાં શંખ અને મચકુંદ જેવા ઉજ્જવળ પવિત્ર સુકૃતના સમૂહનાં સત્રોથી (યજ્ઞોથી) લોકોના મનમાં વિવિધ પ્રકારના ઘણાં આશ્ચર્યો કર્યા. ૯૭.
એ પ્રમાણે શ્રી જિનપતિસૂરિના પટ્ટલક્ષ્મીભૂષણ શ્રી જિનેશ્વરસૂરિના શિષ્ય ચંદ્રતિલક ઉપાધ્યાય વડે વિરચિત શ્રી અભયકુમાર મહર્ષિ ચરિત્રમાં અભયાંકમાં કાષ્ઠ કઠિયારાની કથા, માંસની મોંઘાઈ, વિદ્યાધરે આપેલ વિદ્યાની પ્રાપ્તિ, કૃષ્ણ અને શુકલ પ્રાસાદ પ્રસંગ, ધાર્મિક અને અધાર્મિકની પરીક્ષાનું વર્ણન નામનો દશમો સર્ગ પૂરો થયો. શ્રી સંઘનું કલ્યાણ થાઓ.
Page #254
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧૧
૨૪૯
અગિયારમો સર્ગ
સમય પ્રમાણે ધર્મ—અર્થ-કામનું સેવન કરનાર, રાજ્ય સંપત્તિમાં નિઃસ્પૃહ, વિપત્તિદલનમાં સમર્થ, નાના પણ ભાઈના કડવા વચનને સહન કરનાર શિષ્યની રક્ષા અને દુષ્ટને શિક્ષા કરવામાં હંમેશા ઉદ્યત અભયે દેશમાં સર્વત્ર ન્યાયઘંટાને વગડાવતો, પોતાના પૂર્વજોને ભૂલાવતો પિતાના રાજ્યને ચલાવ્યું. ૩. જેમ વહાણ સ્વયં તરે છે અને બીજાને તારે છે તેમ સ્વયં ધર્મની આરાધના કરી અને બીજા પાસે કરાવી.૪.
શ્રેણિકપુત્ર અભયે બાહ્ય અને અત્યંતર શત્રવર્ગને એવી રીતે જીત્યા જેથી ફરીથી આ શત્રુ વર્ષે તેની સામું પણ ન જોયું. ૫. એકવાર રાજાએ હર્ષથી નંદાના પુત્રને કહ્યું : હે વત્સ ! જો કે તું ઘણો નિઃસ્પૃહ છે તો પણ રાજ્યને ગ્રહણ કર. તારા જેવો મોટો પુત્ર રાજ્યને યોગ્ય છે બીજો નહીં. અથવા ભારને ખેંચવામાં બળદ જ ગાડામાં જોડાય છે. ૭. હવે પછી હું ચિંતામણિના મહાત્મ્યને જીતે એવા શ્રી વીર જિનેશ્વરના ચરણકમળ ને દરરોજ સેવીશ. ૮. હે વત્સ ! મેં લાંબા સમય સુધી રાજ્ય કર્યું. હવે પરલોક પણ સાધવો જોઈએ. નીચ મનુષ્યો જ પાપમાર્ગમાં પડયા રહે છે. ૯. એક બાજુ લુચ્ચાના મુખનો શણગાર છે, બીજી બાજું પિતાની આજ્ઞાનું ખંડન છે. બીજી બાજુ વિશાળ સંસાર સાગરમાં ડૂબવાનું છે. ૧૦. આવા સંકટમાં પડેલો હું હમણાં શું કરું ? હું હું મેં ઉપાયને જાણ્યો એમ ચિંતવીને અભયે કહ્યું ઃ ૧૧. આ પ્રમાણે પિતાએ જે આજ્ઞા કરી છે તેનું પાલન કરવું સુંદર છે. અથવા બીજો કોણ અહીં ઉચિતને જાણે ? હે તાત ! તો પણ કેટલોક કાળ રાહ જુઓ. સમયે વિનંતિના સ્થાન આપને જણાવીશ. ૧૩.
અને આ બાજુ તે વખતે ભુવનને આનંદ આપનાર સંપૂર્ણ વિશ્વનાયક શ્રીમહાવીર જિનેશ્વર ઉદાયન રાજાને દીક્ષા આપીને જાણે અભયના પુણ્યથી ખેંચાયેલ ન હોય તેમ ક્ષણથી મરુ દેશમાં આવ્યા. ૧૫. દેવોએ તત્ક્ષણ સમવસરણ રચ્યું. કેમકે તેઓ મનથી કાર્ય સાધનારા હોય છે. ૧૬. જાણે સર્વ રીતે સુવર્ણનું પવિત્રપણું ન જણાવતા હોય તેમ નવ સુવર્ણ કમળમાં સ્વયં બે પગને મૂકતા પ્રભુ પૂર્વના દરવાજામાંથી સમવસરણમાં પ્રવેશ્યા અને મોટેથી બરાડા પાડતો મોહ ચરટ નાશી ગયો. ૧૮. તીર્થના નાથ હોવા છતાં પણ તીર્થને નમસ્કાર થાઓ એ પ્રમાણે બોલ્યા પ્રભુ સિંહાસન ઉપર બેઠા નીતિરૂપી નદીઓ જિનેશ્વરરૂપી પર્વતમાંથી વહે છે. ૧૯. તિર્યંચો, મનુષ્યો અને દેવો પ્રભુને વંદન કરવા આવ્યા. શું પરાધીન વરાકડા નારકો વંદન કરી શકે ? ૨૦. જે ક્ષણે સ્વામી આવ્યા ત્યારે ઉધાન પાલકે જઈને હર્ષથી શ્રેણિક રાજાને વધામણી આપી. ૨૧. હે દેવ ! જગતના સ્વામી, ઈન્દ્રો વડે સ્તવના કરાયેલ, કર્મનાશક, વિશ્વ નમસ્કારણીય, ધર્મના પ્રવર્તક, અનુત્તરજ્ઞાની, પરમ આર્હત્ત્વના સ્વામી, પરમ તીર્થંકર ભગવાન શ્રી મહાવીર પરમાત્મા હમણાં જ ઉધાનમાં સમવસર્યા છે. આજે ભાગ્ય યોગે તેમના આગમનની વધામણી કરાવ છે. ૨૪. જિનેશ્વર દેવના આગમનના સમાચારથી શ્રેણિક રાજા ઘણો રોમાંચપૂર્વક પરમ આનંદને પામ્યો. ૨૫. ભગવાન ઉપરના બહુમાનને કારણે રાજાએ તેને પ્રીતિદાન આપ્યું. એની બદલીમાં પોતે સ્વયં અસંખ્યાત પુણ્યને ઉપાર્જન કર્યુ. ૨૬. ખરેખર આજે જ મારી સકલ લક્ષ્મી કૃતકૃત્ય થઈ. જે ભાગ્યજોગે જિનેશ્વરના વંદનના કાર્યમાં ઉપકારક થશે. ૨૭. જેમ સમુદ્ર સકલ દિશાઓ પૂરતો ધસી આવે તેમ રાજા સર્વ સામગ્રીથી પ્રીતિથી સમવસરણમાં ગયો. ૨૮.
મારી શંકાનું સમાધાન થશે તેથી અતિ ઉત્સાહિત અભયકુમાર પણ મહાનંદથી પિતાની સાથે સમવસરણમાં ગયો. ૨૯. અભયકુમારાદિ પરિવારથી સહિત શ્રેણિક રાજા ઊંચા સિંહાસન ઉપર બીરાજમાન સુવર્ણકાંતિવાળા જિનેશ્વરને ત્રણ પ્રદક્ષિણા આપતા જેમ તારાથી સહિત ચંદ્ર સુમેરુ પવર્તની
Page #255
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૫૦ ચારેય બાજુ ફરતો શોભે તેમ અતિશય શોભ્યો. ૩૧. જિનેશ્વરને નમીને સ્તવના કરીને પર્ષદાની સાથે શ્રેણિક રાજા ધર્મ સાંભળવા ઉચિત સ્થાને બેઠો. ૩૨. યોજન સુધી સંભળાનારી ભવ્ય જીવોને શરણ્ય વાણીથી પ્રભુએ દેશના આપવાનો આરંભ કર્યો. ૩૩. કેવળ દુઃખથી ભરેલા આ અસાર સંસારમાં ધર્મ જ એક સાર છે. દુઃખનો નિવારક ધર્મનું મૂળ, પરમેષ્ઠિ નમસ્કાર છે. રાજ્યના સાત અંગનું મૂળ જેમ રાજા હોય તેમ ૩૫. અરિહંત, સિદ્ધ આચાર્ય, ઉપાધ્યાય અને ઉત્તમ સાધુઓ એ પાંચ અહીં પરમેષ્ઠિ છે. ૩૬. પ્રાતિહાર્ય વગેરે પૂજાને જે યોગ્ય છે તે અર્હત્ કહેવાય. ફરી કર્મરૂપી શત્રુને હણનારા હોવાથી અરિહંતો' કહેવાય. ૩૭. કર્મસમૂહનું બીજ બળી જવાથી સર્વ કર્મના ક્ષયથી સિદ્ધશિલા ઉપર આરોહણ કરે છે તે સિદ્ધ કહેવાય છે અને તેના પંદર ભેદ છે. તે આ પ્રમાણે ૩૮. સ્ત્રીલિંગ સિદ્ધ, પુલિંગ સિદ્ધ નપુંસક લિંગ સિદ્ધ, સ્વલિંગ, અન્યલિંગ અને ગૃહિલિંગ સિદ્ધ, એક, અનેક સિદ્ધ, તીર્થ—અતીર્થ સિદ્ધ, તીર્થકર, અતીર્થકર સિદ્ધ, પ્રત્યેક સ્વયંબુદ્ધ-બુદ્ધબોધિત સિદ્ધ ૩૯. જ્ઞાન દર્શન, ચારિત્ર-તપ અને વીર્ય સ્વરૂપ પાંચ આચારોથી યુક્ત, ધર્મનાં ચિંતક આચાર્યો છે. ૪૦. હંમેશા શિષ્યોને ભણાવવામાં ઉદ્યત છે તે ઉપાધ્યાય છે. ક્રિયા કલાપથી મોક્ષને સાધતા હોય તે સાધુઓ છે. ૪૧. દિવસે, રાત્રે, સુખમાં, દુઃખમાં, શોકમાં, હર્ષમાં, ઘરે, બહાર ભુખ-તરસમાં, જવા–રહેવામાં પરમેષ્ઠીનું ધ્યાન કરવું જોઈએ. ૪૨. જેમ દહીનું સાર માખણ છે તેમ સત્કર્મ ધર્મનો સાર પરમેષ્ઠી નમસ્કાર છે. કવિત્વમાં ધ્વનિ કાવ્ય સાર છે. ૪૩. પરમેષ્ઠી નમસ્કાર ભાવપૂર્વક સ્મરણ કરવાથી અગ્નિ પણ પાણી બની જાય છે. સર્પ પણ ફૂલની માળા બની જાય છે. ઝેર પણ અમૃત બની જાય છે. કૃપાણ (તલવાર) પણ ગળાનો હાર બને છે. સિંહ પણ હરણ બની જાય છે. શત્રુ પણ મિત્ર બને છે. દુર્જન પણ સજ્જન બને છે. ૪૫. જંગલ મહેલ બને છે. ચોર પણ રક્ષક બને છે. કૂર પણ ગ્રહો જલદીથી સૌમ્ય બને છે. ૪૬. કુશુકનો પણ સુશકુનોના ફળને ઉત્પન કરે છે. કુસ્વપ્નો જલદીથી પણ સુસ્વપ્ન બની જાય છે. ૪૭. શાકિની માતા બની જાય છે. વિકરાળ વેતાલો પણ વાત્સલ્યને ધરનારા પિતા જેવા બને છે. ૪૮. દુષ્ટ મંત્ર-તંત્ર-યંત્રાદિનો પ્રયોગ નિષ્ફળ થાય છે. સૂર્યનો ઉદય થયે છતે શું ઘુવડો વિલાસ પામે? ૪૯. આથી જ બુદ્ધિમાનોએ જાગતા, સૂતા, રહેતા, ચાલતા, ભૂઅલનામાં છીંકમાં નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવું જોઈએ. ૫૦. નમસ્કારના પ્રભાવથી આ લોકમાં અર્થ-કામ વગેરે અને પરલોકમાં સુકુલ ઉત્પત્તિ, સ્વર્ગ અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ૧૧. તે આ પ્રમાણે
નમસ્કાર વિશે શ્રાવક પુત્રનું દષ્ટાંત પૂર્વે જિનેશ્વરનો ભક્ત, ક્રિયામાં તત્પર એક શ્રાવક હતો, તેનો પુત્ર તેનાથી વિપરીત ગુણવાળો થયો. પર. ભારે કર્મી હોવાથી તે ધર્મનું નામ સાંભળવા શક્તિમાન ન થયો. શ્રાવક કુળમાં જન્મ મળી જાય એટલે જીવમાં ધર્મના સંસ્કાર આવી જાય એવું નથી પણ લઘુકર્મી બને તો ધર્મના સંસ્કાર જાગૃત થાય. ૫૩. પિતાએ દરરોજ પુત્રને શિક્ષા આપી કે દેરાસર જવું જોઈએ. ઉપાશ્રયે ગુરુ પાસે જવું જોઈએ. ૫૪. પુત્રે કોઈ ધર્મ શિક્ષા ન માની ત્યારે પિતાએ તેને પરમેષ્ઠી નમસ્કાર મહામંત્ર શીખવાડ્યો. પપ. અને કહ્યું : હે વત્સ! આ પરમ વિદ્યા છે. તું સંકટમાં પડે ત્યારે સંકટ વિનાશિની આ વિદ્યાનું ધ્યાન કરવું. ૫૬. પુત્રે પિતાનું વચન માન્યું ત્યારે કંઈક સમાધિત થયેલ શ્રાવક કેટલાક કાળથી મરણ પામ્યો. ૫૭. પિતા ૧. મરીન નિત તિ: રિ++તૃ અરિહંન્દ્ર પ્ર.બ.વ. અરિહૃત્તીર: કર્મરૂપી શત્રુને હણનારા (સિ.લે. શબ્દાનુશાસનમ્ ૫.૧.૪૮) ૨. ધ્વનિ વ્યઃ વાચ્યાર્થ, લક્ષ્યાર્થ, ઐદંપર્યાય ત્રણ પ્રકારના અર્થમાં ઔદંપર્યાયને જણાવે તે ધ્વનિકાવ્ય
Page #256
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧૧
૨૫૧ મરણ પામ્યા પછી અરણ્યના હાથીની જેમ નિરંકુશ આ કુબુદ્ધિક જેવા તેવાની સાથે રખડવા લાગ્યો. ૫૮. તેને બત્રીસ લક્ષણવાળો જાણીને કોઈ દુષ્ટબુદ્ધિ ત્રિદંડીએ તેના ઘરની નજીકમાં ઘર વસાવ્યું. ૫૯. પછી તેણે દાન–ભોજન-સન્માન-સંલાપ વગેરે રીતિથી શ્રાવક પુત્રની સાથે પરમ મૈત્રી કરી. ૬૦. એક વખત ત્રિદંડીએ તેને કહ્યું ઃ જો તું અખંડ મૃતકને લાવે તો હું તને ધનવાન બનાવું. ૬૧. ધનના લોભી તેણે મૃતકને શોધતા વૃક્ષ ઉપર લટકતા માણસને જોયો અને શ્રાવપુત્રે ત્રિદંડીને જણાવ્યું. ૨. તે બંને ભેગા મળી કાળી ચૌદશના દિવસે પૂજાના ઉપકરણોની સાથે તુરત જ મૃતકને કોઈક ભયંકર સ્મશાનમાં લઈ ગયા. ૬૩. ત્રિદંડીના કહેવાથી શ્રાવકપુત્રે મૃતકના હાથમાં તલવાર આપી અને પોતે તેના બે પગમાં તેલ ઘસવા લાગ્યો. ૬૪. પાપાત્મા પાખંડીએ શ્રાવકપુત્રના વધ માટે ભૂતથી અધિષ્ઠિત થયેલ મૃતકને ઉઠાળવા વિદ્યાનો જાપ શરૂ કર્યો. ૬૫. ભયભીત બનેલ શ્રાવકપુત્ર તરત જ પિતાના વચનને યાદ કરીને દઢપણે પરમેષ્ઠી નમસ્કારનું ધ્યાન કરવા લાગ્યો. ૬ ૬. પછી પાખંડીના મનોરથની સાથે વેતાલ ભૂમિ પર પડ્યો. પાખંડીએ વિશેષથી જાપ કરવાનું ચાલુ કર્યું. ૬૭. નમસ્કાર મંત્રના અતિશય પ્રભાવને જોઈને શ્રાવકપુત્રે પંચ નમસ્કાર મંત્રનું ઘણું સ્મરણ કર્યુ. ભૂત ફરી ઉભો થઈને પૃથ્વી ઉપર પડ્યો. ૬૮. પરિવ્રાજક પુછયું : અરે ! શું તું કંઈ જાણે છે? શ્રાવકપુત્રે કહ્યું ના હું કંઈ નથી જાણતો. અજ્ઞાન બનીને પણ ક્યારેક છૂટી જવાય છે. દ૯. પાપી પાખંડીએ યમને બોલાવવા નક્કીથી ઘણા જાપ કર્યા. શ્રાવકપુત્રે શ્રદ્ધાથી એકચિત્તથી નમસ્કાર મંત્રને ગણ્યો. ૭૦. ગુસ્સે થયેલ વ્યંતર ત્રીજી વખત ઉભો થઈ જેમ સુથાર લાકડાને ફાડે તેમ તલવારથી ત્રિદંડીના બે ભાગ કર્યા. ૭૧. અને તેનું શરીર તુરત જ સુવર્ણ પુરુષ થયો. શ્રાવકપુત્ર તેને ઘેર લઈ ગયો. ૭ર. નમસ્કાર મંત્રના પ્રભાવથી આ ધનવાન થયો. નહીંતર મરાયેલો આ તેનો સુવર્ણ પુરુષ બનત. ૭૩. ધર્મના પ્રભાવને જોઈને તે શ્રાવક૫ત્ર ધર્મનો આરાધક થયો. હવે ઈચ્છિત પ્રાપ્તિના વિષયવાળા દષ્ટાંતને સાંભળો. ૭૪.
નમસ્કાર મંત્ર ઉપર શ્રીમતીનું દષ્ટાંત પૂર્વે અહદ્દાસી નામની શ્રાવિકા જિનધર્મની આરાધિકા હતી. તેનો પતિ મિથ્યાદષ્ટિ હતો. ભાગ્યથી બંનેનો યોગ થયો. ધર્મનો દ્વેષી હોવાને કારણે તેનો પતિ બીજી સ્ત્રીને પરણવા ઈચ્છે છે. પરંતુ શ્રીમતી જીવતી હતી તેથી બીજા કોઈએ તેને પોતાની પુત્રી ન આપી. ૭૬. તેણે શ્રીમતીને મારી નાખવા ઉપાય વિચાર્યો. કોઈ ઉપાયથી આ પત્નીને મારી નાખું. ૭૭. એકવાર તે ઘડામાં કાળો સર્પ લઈને આવ્યો અને ઘરમાં એકાંત સ્થળે રાખ્યો. ભોજન કર્યા પછી પ્રિયાને કહ્યું ઃ ૭૮. અમુક જગ્યાએ ઘડામાં ફૂલો પડેલા છે આથી હે ગજગામિની! તું મને લઈને આપ. ૭૯. સરળ સ્વભાવિની શ્રીમતી શ્રાવિકા પણ કહેલા સ્થાને ફૂલ લેવા ગઈ અહીં અંધકાર છે એટલે તેણીએ પંચનમસ્કાર મંત્રનું સ્મરણ કર્યું. ૮૦. નમસ્કારને ગણતી તેણીએ ઘડામાં હાથ નાખ્યો. તે વખતે તેનો પતિ પોતાના મનોરથનું ધ્યાન કરતો રહે છે. ૮૧. તે વખતે શાસનદેવીએ સાપને દૂર કરીને ચમકતી સુંદર ફુલની માળાને અંદર મૂકી. ૮૨. પછી શ્રાવિકાએ ઘડામાંથી ફૂલની માળા કાઢી લાવીને કુટિલ પતિને હાથમાં આપી. ૮૩. આ કોઈ બીજા સ્થાનમાંથી તો માળા નથી લાવીને? એની ચોકસાઈ કરવા તે ઉઠીને તે ઘડાની પાસે ગયો. ૮૪. તેણે ઘડાની અંદર બહાર બધે નિરીક્ષણ કર્યું પણ ક્યાંય સાપ જોવામાં ન આવ્યો. ફૂલોની ઘણી સુગંધ પ્રસરતી જોઈ. (અનુભવ કર્યો.) ૮૫. તેને પોતાના દુષ્કૃત્યનું ભાન થયું અને તીવ્ર પશ્ચાતાપને પામ્યો. શ્રીમતીના પગમાં પડી પોતાનું દુશ્ચરિત્ર જણાવ્યું. ૮૬. હે મહાસતી ! મેં અધમ બની તારો અપરાધ કર્યો છે તેને તું ક્ષમા કર. ૮૭. ખુશ
Page #257
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
પર
થઈને આણે તેને ઘરની સ્વામિની કરી. શ્રીમતીથી પ્રતિબોધ પામેલ તે પણ ઉત્તમ ઉત્તમ શ્રાવક થયો. ૮૮. આ પ્રમાણે નમસ્કાર તેને કામભોગ આપનાર થયો. હવે આનાથી મળેલ આરોગ્યફળને સાંભળો. ૮૯. નમસ્કાર મહામંત્ર ઉપર શ્રાવકનું દૃષ્ટાંત
પૂર્વે એક નદીના કાંઠે સુંદર નગર હતું. તે નગરનો મનુષ્ય શરીરની ચિંતા માટે નદી ઉપર ગયો. ૯૦. તેણે પાણીમાં તણાઈને આવતા બીજોરાને જોયું. લાભોદય કર્મ ઉદયમાં આવ્યું છે એમ માનતા તેણે બીજોરાને લઈ લીધું. ૯૧. તેણે રાજાને બીજોરું આપ્યું. રાજાએ રસોઈયાને આપ્યું. રસોઈયાએ રાંધીને ભોજન સમયે રાજાને પીરસ્યું. ૯૨. વર્ણ–ગંધ અને પ્રમાણથી સારી રીતે સંસ્કારિત કરાયેલ સ્વાદિષ્ટ બીજોરાનું ભોજન કરતા રાજાને અનેરો આનંદ થયો. ૯૩. ખુશ થયેલ રાજાએ તેના ઉપર ઘણો પ્રસાદ કર્યો. માણસોને કહ્યું કે આની ઉત્પત્તિનું મૂળ શોધો. ૯૪. પથ્યનું ભાથું લઈને તેઓ નદીના કાંઠે કાંઠે ચાલ્યા. નિરીક્ષણપૂર્વક જતા તેઓએ ઉત્તમ વનખંડને જોયું અને વિચાર્યું કે ૯૫. આ વૃક્ષ નક્કીથી દેવ અધિષ્ઠિત હોવું જોઈએ. ફળને લેનારો અહીં મરતો હોવો જોઈએ. નહીંતર આ વૃક્ષ ઉપર આટલા બધા ફળો ન હોત ! ૯ ૬ . તેઓ આવીને રાજાને હકીકત જણાવી. રસની લંપટતાથી રાજા બીજોરાની લાલસાથી વિરામ ન પામ્યો. ૯૭. અરે ! બીજો મરે કે જીવે મારે ફળ જોઈએ જ એમ રાજાએ કહ્યું. અથવા બીજાનું માથું બીજાનો છૂરો મારે શું ? ૯૮. પછી રાજાના આદેશથી લોકોના નામની ચિઠ્ઠિઓ બનાવીને ઘડામાં નાખી. રાજાઓ પાપથી ભય પામતા નથી. ૯૯. જેના નામની ચિઠ્ઠિ નીકળે તે વનખંડમાં જઈને બીજોરું લાવીને બહારના ભાગમાં રહેલ મનુષ્યને આપે છે. પોતે અંદર જલદીથી મરે છે. ૧૦૦.
આ પ્રમાણે યમ જેવો વિકરાળ કાળ પસાર થાય છે. ત્યારે એકવાર શ્રાવકના નામની ચિકિ નીકળી. કોઈપણ રાજાના પંજામાંથી ન છૂટી શકે. ૧૦૧. આ કોઈ (વૃક્ષનો અધિષ્ઠાયક દેવ) વિરાધિત વ્રતવાળો હોવો જોઈએ. હવે આ વિરાધિત વ્રતવાળો જ ન રહી જાય અને કદાચ નમસ્કાર મંત્રના સાંભળવાથી બોધ પણ પામી જાય એમ વિચારીને બુદ્ધિમાન શ્રાવકે મુખકોશ બાંધીને નિસીહિ, નિસીહિ, નિસીહિ એમ ત્રણવાર બોલીને નમસ્કાર મંત્રને મોટેથી બોલતો તે શ્રાવક વનખંડમાં પ્રવેશ્યો. ૩. નમસ્કાર મંત્ર સાંભળીને વ્યંતર દેવ વિચારવા લાગ્યો કે મેં પૂર્વભવમાં જિનધર્મની આરાધના કરી અને અહો ! વિરાધના કરીને વ્યંતર કેવી રીતે થયો ? ૪. આણે મને કોઈ ઉપાયથી બોધ ન પમાડયો હોત તો જીવ વધ કરીને હું ભવસાગર પડત. તેથી આ શ્રાવક ધર્મદાતા ગુરુ છે. નિશ્ચયથી આ પૂજ્ય છે. ૬. વંદન કરીને વ્યંતરે કહ્યું ઃ અરે શ્રાવક પુંગવ ! અહીં કોઈએ બીજોરું લેવા ન આવવું. હું જાતે જ સુંદર બીજોરાને આપીશ. ૭. શ્રાવકે આવીને રાજાની આગળ તે વાત જણાવી. રાજાએ હર્ષથી શ્રાવકને ઘણું ધન આપ્યું. ૮. વ્યંતરે રાજાના ઓશીકે રોજ એકેક બીજોરાને મૂકયું. દેવો પ્રતિજ્ઞાપાલક હોય છે. ૯. નમસ્કાર મંત્રના પ્રભાવથી શ્રાવકે જલદીથી લક્ષ્મી અને આરોગ્યને પ્રાપ્ત કર્યા. જીવિતથી બીજું કોઈ ઉત્તમ આરોગ્ય નથી. ૧૦. હવે અમે નમસ્કાર મહામંત્રના પરલોકના ફળને કહીએ છીએ. તે આ પ્રમાણે–
વસંતપુર નગરમાં જિતશત્રુ રાજા થયો. ૧૧. તે નગરમાં લીલાવતી નામની વેશ્યા હતી. તે શ્રાવિકા થઈ અને તે ચંડપિંગલ ચોરની સાથે રમણ કરે છે. ૧૨. એકવાર ચોરે રાજાના ઘરે ખાતર પાયું. અને ઉત્તમ હાર ચોર્યો કેમકે ચોરો સાહસિક હોય છે. ૧૩. ચોરે લીલાવતીને હાર આપ્યો. તેણીએ હારને છૂપાવીને રાખ્યો. એકવાર તે નગરમાં મોટો ઉદ્યાનિકોત્સવ થયો. ૧૪. આભૂષણ પહેરીને વેશ્યા અને દાસીઓ ઉદ્યાનમાં ગઈ. હું આજે બધી દાસીઓને બતાવી દઉં કે તમારા કરતા ઘણી સંપત્તિવાળી છું એમ
Page #258
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧૧
૨૫૩
સમજીને વેશ્યાએ હાર પહેર્યો. ૧૫. કાંતિમય હારને વારંવાર જોતી દાસીઓને વિસ્મય થયો અને લીલાવતીના ચિત્તમાં અભિમાન થયું. ૧૬. જે રાણીનો હાર હતો તેની દાસીઓએ આ હારને ઓળખી લીધો. છુપાવાતી પણ ચોરી ચોથે દિવસે પ્રગટ થઈ જાય છે. ૧૭. હકીકત જાણનાર રાજાએ લોકને પુછ્યું કે આ વેશ્યા કોની સાથે રહે છે ? તેણે કહ્યું કે હાલમાં ચંડપિંગલની સાથે રહે છે. ૧૮. રાજાએ ચોરને શૂળી ઉપર ચડાવ્યો. વેશ્યા શ્રાવિકાએ વિચાર્યુ : મારા દોષથી ચંડપિંગલ વલ્લભ મરાયો. ૧૯. હિતકાંક્ષિણી વેશ્યાએ પંચ નમસ્કાર મંત્ર સંભળાવ્યો અને કહ્યું ઃ તું આ પ્રમાણે નિયાણું કર ૨૦. કે ભવાંતરમાં હું આ રાજાનો પુત્ર થાઉં. એમ ચોરે નિયાણું કર્યુ અને શુભધ્યાનમાં મર્યો. ૨૧. ચોરનો જીવ પટરાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. કાળક્રમે માતાપિતાના મનોરથની સાથે જન્મ્યો. ૨૨. પુત્રના પુણ્યથી વેશ્યા તેની ક્રીડનધાત્રી થઈ. તે ચતુરાએ ગર્ભ અને મરણકાળને જાણ્યો. ૨૩. ગર્ભકાળ અને મરણકાળનો તફાવત સરખો આવ્યો. આ કદાચ ચંડપિંગલનો જીવ તો નહીં હોય ને ? ૨૪. તેને ૨માડતી બોલી : હે ચંડપિંગલ ! તું રડ નહીં. પોતાનું નામ સાંભળવાથી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. ૨૫. કાળથી મોટો થતો તે રાજ્ય માટે અત્યંત યોગ્ય થયો. જિતશત્રુ રાજાના મરણ પછી તે રાજા થયો. ૨૬. નમસ્કાર મહામંત્રમાં રાગી બનીને તેણે જિનધર્મની આરાધના કરી. અંતે ગણિકા શ્રાવિકાએ અને રાજાએ દીક્ષા લીધી. સમ્યક્ચારિત્રનું પાલન કરીને બંને દેવલોકમાં ગયા. ૨૭. પરલોકના ફળમાં અમે બીજું ઉદાહરણ કહીએ છીએ.
ન
પૂર્વે મથુરાપૂરીમાં જિનદત્ત નામનો શ્રાવક થયો. ૨૮. હુંડિક નામના ચોરે પોતાની ઈચ્છા મુજબ ઘરો લુંટયા. એકવાર ચોરી કરતા ચોરને તલવારોએ પકડ્યો. ૨૯. તેઓએ જાણે પાપની ચૂલા હોય એવી શૂળી ઉપર તેને ચડાવ્યો. આનો કોઈ સંબંધી છોડાવવા ન આવે એમ ધ્યાન રાખવા રાજાના મનુષ્યો ગુપ્તપણે રહ્યો. ૩૦. દયાનિધિ જિનદત્ત શ્રાવક તે માર્ગે ચાલ્યો. તરસ્યા થયેલ ચોરે શેઠની પાસે પાણીની માગણી કરી. ૩૧. અહો શ્રાવક ! મને ઘણી તરસ લાગી છે તેથી જલદીથી પાણી પીવડાવ. કેમકે શ્રાવકો જીવો ઉપર દયાળું હોય છે. ૩૨. જિનદત્તે કહ્યું ઃ તું આદરથી નમસ્કાર મંત્રનું સ્મરણ કર. હું હમણાં જ ઠંડુ પાણી લઈને આવું છું. ૩૩. જો તું નમસ્કાર મહામંત્રને ગણવાનું ભૂલી જઈશ તો લાવેલું પાણી તને નહીં આપું. હુંડિકે તેની વાત સ્વીકારી એટલે શેઠે તેને નમસ્કાર મહામંત્ર શીખવાડયો. ૩૪. જિનદત્ત પાણી લેવા માટે ગયો. ચોર પણ નમસ્કાર મહામંત્રનું પરાવર્તન કરવા લાગ્યો. ૩૫. પાણી લઈને આવતા શ્રાવકને જોઈને ચોર મનમાં અત્યંત હર્ષ પામ્યો કે મને હમણાં પાણી પીવા મળશે. ૩૬. નમસ્કારને ગણતો જ ચોર મરીને યક્ષના ભવમાં ઉત્પન્ન થયો. નમસ્કારનું આ કેટલું ફળ છે ? અર્થાત્ નમસ્કારનું આ અતિ અલ્પ ફળ છે. ૩૭.
ચોરને ભોજન આપનાર છે એટલે રાજાના માણસોએ શ્રાવકને પકડ્યો. રાજાને જણાવ્યું. રાજાએ પણ શેઠને શૂળી ઉપર ચડાવવાનો આદેશ કર્યો. ૩૮. દંડપાશિકો તેને શૂળી ઉપર ચડાવવા લઈ ગયા. ભાગ્યે પણ પરોપકારીઓની કેવી દશા કરી ? ૩૯. જેટલામાં યક્ષે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકયો તેટલામાં જાણે શરીરધારી ભાગ્યે શૂળી ઉપર લઈ જવાતા શેઠને જોયો. ૪૦. પર્વતને ઉપાડી નગર ઉપર રહીને દેવે કહ્યું : ૨ે રે ! પાપીઓ તમે હમણાં મરો ! ૪૧. તમે મારા આ પૂજ્ય શ્રાવક ગુરુને ખમાવો નહીંતર પાતાળ કે આકાશમાં તમારો છૂટકારો નહીં થાય. ૪૨. નગરજનો સહિત રાજાએ વારંવાર ખમાવીને શ્રાવકને છૂટો કર્યો અથવા તો પ્રાણને માટે ન્યાય મેળવાય છે. ૪૩. લોકોએ યક્ષનું મંદિર બનાવ્યું. એ પ્રમાણે મહામંત્રનું
Page #259
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૫૪ સ્મરણ સુકુલમાં ઉત્પત્તિ સ્વરૂપ સ્વર્ગનો હેતુ બને છે. ૪૪. પરમેષ્ઠી નમસ્કારના પ્રભાવથી જ જીવો નિત્ય સુખને આપનારી સિદ્ધિને પ્રાપ્ત કરશે, પ્રાપ્ત કરે છે અને પ્રાપ્ત કરી છે. ૪૫. ભરત-ઐરાવત અને મહાવિદેહમાં જન્મેલા ઉત્તમ મનુષ્યો સિદ્ધિ સુખ આપનાર આ નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરે છે. ૪૬. જે મનુષ્ય ભાવથી નમસ્કાર મહામંત્રનો એકલાખવાર જાપ કરે છે અને જે સંઘને પૂજે છે તે તીર્થકર થાય છે. ૪૭. જો નમસ્કાર મંત્ર ઉપર બહુમાન ન હોય તો લાંબા સમય સુધી તપેલું તપ, ઘણું ભણેલું શ્રત અને આધેલું ચારિત્ર નિષ્ફળ બને છે. ૪૮. આ નમસ્કાર મહામંત્ર ચૌદપૂર્વનો સાર છે તેથી બુદ્ધિમાનો આ નમસ્કારમાં પ્રયત્ન કરે છે. ૪૯. અંત સમયે આનું વિશેષથી ધ્યાન કરવું જોઈએ કારણ કે આ અવસ્થામાં આ જ શ્રેષ્ઠ શસ્ત્ર છે. ૫૦. જેમ ઘર સળગે છતે તેનો માલિક બીજા વિભવને છોડીને વિપત્તિનો વિસ્તાર કરવામાં સમર્થ એક રત્નને ગ્રહણ કરે છે. ૫૧. અથવા તો યુદ્ધમાં દુર્જય શત્રુને જીતવા માટે સુભટ એક અમોઘ શસ્ત્રને ગ્રહણ કરે છે. પર. એમ મરણ સમયે ચૌદપૂર્વધરો પણ સર્વ શ્રુતનું પરાવર્તન કરવા સમર્થ થતા નથી. ૫૩. આ ચૌદપૂર્વીઓ દ્વાદશાંગીને છોડીને નમસ્કાર મંત્રમાં લીન થઈને તેનું ચિંતન કરે છે. ૫૪. પદ્માસનમાં બેસી યોગમુદ્રાથી હાથ જોડીને સંપદાથી યુક્ત નમસ્કાર મંત્રને ભવિક જીવ સ્વયં ગણે છે. પ૫. ઉત્સર્ગથી નમસ્કાર ગણવામાં આ વિધિ છે. સંપૂર્ણ નમસ્કાર ગણવામાં સમર્થ ન હોય ત્યારે દરેક પરમેષ્ઠીપદનો પ્રથમ અક્ષર અસિઆઉસાનું ધીમેથી ધ્યાન કરવું જોઈએ. હવે આ પણ સમર્થ ન બને ત્યારે ફક્ત ૐ નું ચિંતવન કરે. પ૭. આ 38 પદની વ્યુત્પત્તિથી અરિહંતો, અશરીરી (સિદ્ધો) આચાર્ય, ઉપાધ્યાય તથા મુનિઓ સંગૃહિત કરાયા છે. ૫૮. કુંઠિત થયેલી વાણીથી અથવા ગાઢ ગ્લાનીથી જો % પદને ગણવા સમર્થ ન બને તો ત્યારે આ કરે. ૫૯. ભાવથી યુક્ત તે સારા કલ્યાણ મિત્ર વડે આદરથી મધુર સ્વરે બોલાતા નમસ્કાર મહામંત્રને સાંભળે. ૬૦. જે મહાત્મા અંતકાળે નમસ્કાર મહામંત્રને પ્રાપ્ત કરે તેણે સુખને હાથમાં લીધું અને દુઃખને તિલાંજલિ આપી. ૬૧. મોટું ભાગ્ય હોય તો જ મરણ સમયે નમસ્કાર મહામંત્ર પ્રાપ્ત કરાય છે. સમુદ્રમાં ડૂબતા કયા જીવના હાથમાં નૌકાની પ્રાપ્તિ થાય? દ૨. આ નમસ્કાર મંત્ર પિતા છે, માતા છે, બહેન છે, બાંધવ (સ્વજન) છે, ભાઈ છે, આજ પરમ મિત્ર છે, આ જ ઉપકારક છે, સમસ્ત મંગલમાં આ જ પ્રથમ મંગલ છે. આનું નિત્ય ધ્યાન કરવામાં તત્પર પ્રાણી પણ મંગલ છે. ૬૪. તેથી પોતાનું પરમ કલ્યાણને વાંછતા ભવ્ય જીવોએ હંમેશા બહુ આદરપૂર્વક પંચ નમસ્કારના ધ્યાનમાં તત્પર રહેવું જોઈએ. ૫. પ્રભુની દેશનાથી લોકો નમસ્કારમાં રત થયા. જિનેશ્વરોનો ઉપદેશ હંમેશા સફળ જ થાય છે. દ૬. આ પ્રમાણે દિવસે દિવસે ભગવાનના મુખથી ધર્મ સાંભળતા પરમાનંદને ધારણ કરતા પ્રાણીઓ બોધને પામે છે. ૬૭.
બીજા દિવસે જિનેશ્વરને નમીને બુદ્ધિમાન અભયે મધુરવાણીથી આત્મસિદ્ધિના સારવાળી સ્તવન કરવાનો આરંભ કર્યો. ૬૮. હે પ્રભુ! તારી આજ્ઞાની બહાર રહેલા જીવો આકાશ પુષ્પની જેમ જીવ નથી એમ બોલે છે કેમકે આત્મા પ્રમાણનો વિષય બનતો નથી. ૬૯. આ આત્મા પુરુષસ્ત્રી, બળદ, ઊંટ, ઘોડા, હાથી વગેરેની જેમ કયારેય ક્યાંય કોઈ વડે પ્રત્યક્ષથી ગ્રહણ કરાતો નથી. કહેવાનો ભાવ એ છે કે પાંચ ઈન્દ્રિય અને મનથી પુરુષવર્ગને જાણી શકાય છે તેમ આત્મા જાણી શકાતો નથી. ૭૦. અનુમાનથી આ આત્મા જાણી શકાતો નથી કારણ કે સાધ્યની સાથે અવિનાભાવ (વ્યાપ્તિ) સંબંધ ધરાવતું લિંગ કયાંય જોવાયેલું હોય તો અનુમાન પ્રવર્તે નહીંતર અનુમાન પણ ન થાય. ૭૧. આત્મારૂપ સાધ્યની સાથે કોઈ લિંગ જોવાતું નથી. તેની સમાન કયાંય પ્રસિદ્ધિ નથી જેનાથી ઉપમાન થઈ શકે અર્થાત્ ઉપમાન પ્રમાણથી
Page #260
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧૧
૨૫૫ જાણી શકાય તેમ નથી. ૭૨. આગમો પરસ્પર વિરુદ્ધ અર્થ બતાવતા હોવાથી આત્માનું પ્રતિપાદન કરનારા આગમમાં કઈ શ્રદ્ધા કરાય? કહેવાનો ભાવ એ છે કે આગમો કોઈ સ્થાને આત્મા છે એમ બતાવે છે. વળી બીજે સ્થાને આ જગત શૂન્ય છે એમ બતાવે છે. ૭૩. આત્મા હોય તો ઉત્પન્ન થતી હોય અને આત્મા ન હોય તો ઉત્પન્ન ન થતી હોય એવી કોઈ વસ્તુ નથી જેથી જ્ઞાનીઓ અર્થોપત્તિથી આત્માને જાણી શકે. પાંચેય પ્રમાણથી એક પણ પ્રમાણથી આત્મા સિદ્ધ ન થતો હોવાથી આત્મા નથી એમ સિદ્ધ થાય છે. પરંતુ આ વસ્તુ અસત્ય છે કારણ કે જીવ પ્રમાણનો વિષય બને છે. ૭૪. હું સુખી છું, હું જ્ઞાતા છું એ વચનો પ્રત્યક્ષ વિષયના બોધને જણાવનારા છે. કહેવાનો ભાવ એ છે કે હું સુખી છું. હું દુઃખી છું. હું જ્ઞાતા છું એવા વિધાનોમાં હું પદ ઉદ્દેશ્ય છે અને સુખી, દુઃખી જ્ઞાતા વગેરે પદો વિધેય છે. ઉદ્દેશ્ય અને વિધેયને અવિનાભાવ સંબંધ હોય છે. હું ને સુખ–દુઃખનો બોધ અનુભવગમ્ય છે. પોતાનો અનુભવ પ્રત્યક્ષ હોય છે. આ આત્મા છે એમ બુદ્ધિમાનોએ અનુમાનથી પણ જાણવું. તે આ પ્રમાણે– સુખ-દુઃખ વગેરે ધર્મો કોઈકને આશ્રયીને રહેલા છે. કેમકે આશ્રયનો ધર્મ બનતા હોવાથી. જેમ નવ્યત્વ, વત્તત્વ ધ ઘટને આશ્રયીને રહેલા છે. ૭૭. સુખાદિ વગેરે જે ધર્મો છે તે દેહાદિને આશ્રયે રહેલા નથી. કેમકે તેમાં બાધક દોષનો સંભવ છે. તેથી આ ધર્મોનો જે આશ્રય (ધર્મી) છે તે તે જ આત્મા છે એમ નિશ્ચય થયો. ૭૮. કહેવાનો ભાવ એ છે કે શરીરસ્થ જીવને અગ્નિનો સ્પર્શ થતા વેદના અનુભવે છે. જીવ ચાલી ગયા પછી એ જ શરીરને ચિતામાં બાળી નાખવામાં આવે તો પણ બળતરા અનુભવતો નથી. આ આત્મા ઉપયોગ આત્મા છે. કર્મોનો કર્તા છે. કર્મોનો ભોક્તા છે, શરીરથી ભિન્ન છે, વગેરે લક્ષણોથી જ્યારે ઓળખાય છે ત્યારે આ આત્મા ઉપમાનનો વિષય કેમ ન બને? ફક્ત સાધર્મ ઉપમાનથી નહિ પણ વૈધર્મ ઉપમાનથી પણ જણાય છે. ૮૦. મધ્ય-આદિ અને અંતમાં વિરોધ ન હોવાથી આગમમાં આત્માનું પ્રામાણ્ય ઘટે છે. આત્મા કામધેનુ ગાય છે, આત્મા એક છે. એ પ્રમાણે લક્ષણ છે. ૮૧. એ સિદ્ધાંત પણ આત્માનો સતત નિશ્ચય કરાવે છે. સર્વસ્વનો નાયક જીવ અથપત્તિથી પણ જાણી શકાય છે. ૮૨. જો આત્મા નથી તો અહીં પરલોક કોનો થાય? અથવા પુણ્ય-પાપ, બંધ–મોક્ષ અને સુખાદિ કોના ગણવા? ૮૩. દિવસે ભોજન નહીં કરનારનું પીનત્વ (જાડાપણું) રાત્રિ ભોજનને અર્થપત્તિથી જણાવે છે તેમ જેના વગર સુખાદિ ઘટી શકતા નથી તે આત્માને અર્થોપત્તિથી જાણવો. ૮૪. હે સ્વામિન્! આત્માના ગૃહ (બોધ થવા)માં આમ પાંચેય પ્રમાણો સાર્થક થાય છે પરંતુ તારી સેવાનો ત્યાગ કરનારા મૂઢો જાણતા નથી. ૮૫. ભવ્ય જીવો તારી કૃપાથી જ વસ્તુને યથાસ્થિત જાણે છે અથવા સૂર્યના ઉદયથી જ સદશ વસ્તુ સદશરૂપે (સ્વસ્વરૂપે) દેખાય છે. ૮૬. હે મહાવીર જિનેશ્વર ! મારા ઉપર એવી કૃપા કરો જેથી મારી બુદ્ધિ આસ્તિક્યમાં સતત રમણ કરે. આ પ્રમાણે સ્તુતિ કરીને તથા વર્ધમાન જિનેશ્વરને નમીને દેશનાને અંતે અભયકુમારે પ્રભુને વિનંતિ કરી. ૮૮.
હે પ્રભુ ! જેમ કેવળીઓમાં છેલ્લા જંબુસ્વામી કેવળી થશે તેમ રાજર્ષિમાં અંતિમ રાજર્ષિ કોણ થશે? ૮૯. ભગવાને કહ્યું ઃ હે અભય ! ચૌદપૂર્વમાં જેમ બિંદુસાર પૂર્વ અંતિમ કહેવાયેલ છે તેમ ઉદયન રાજર્ષિ અંતિમ થશે. ૯૦. લલાટે અંજલિ જોડીને અભયે ફરી પૂછ્યું: હે સ્વામિન્ ! આ ઉદાયન કોણ છે? કૃપા કરીને મને કહો. ૯૧. મંથન કરાતા સમુદ્રના અવાજ સમાન ગંભીર અવાજથી પ્રભુએ ઉદાયન રાજાનું ચરિત્ર કહેવાની શરૂઆત કરી. ૯૨.
ઉદાયન રાજર્ષિનું ચરિત્ર આજ ભરતક્ષેત્રમાં રમણીય ગુણોનાં સમુદ્ર, સમુદ્રના કિનારે આવેલ સિંધુ સૌવીર નામનો દેશ
Page #261
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૫૬ આવેલ છે. ૯૩. જ્યાં એકવાર વાવેલા ધાન્યો જાત્યાદિ ફૂલોની જેમ અથવા દૂર્વાકુરોની જેમ ઘણીવાર લણાય છે. ૯૪. જ્યાં દુકાળ પ્રાયશઃ પોતાના વૈરી પાણીથી પૂર્ણ સિંધુ નદીના શ્રવણથી એક પગલું ભર્યું નથી. ૫. ત્યાંના રહેતા લોકોના ઘરે આવેલો મુસાફર કોઈજાતની ઓળખાણ નહીં હોવા છતાં ભોજન કર્યા વિના પાછો જતો નથી. ૯૬. કહેવાનો ભાવ એ છે કે ઓળખાણ–પીછાણ વિનાનો કોઈ મુસાફર આવેલ હોય તો દયાળુ લોકો એને ભોજન કરાવ્યા વિના ન રહેતા. અથવા તે દેશનું અમે કેટલું વર્ણન કરીએ? ત્યાંના રહેવાસીઓ ઘણી સરળ પ્રકૃતિવાળા હતા. ૯૭. તે દેશમાં ચોર-પરચક્રાદિથી ઉત્પન્ન થયેલ ભયથી રહિત હોવાથી યથાર્થ નામનું વિતભય નગર હતું. ૯૮. જેમાં પ્રાસાદના શિખરો ઉપર ફરકતી ધ્વજાઓમાં કંપન હતું. પથ્થરોમાં જ કઠોરતા હતી, તલવારોમાં જ તીક્ષ્ણતા હતી, તલના વિકારોમાં ખલ હતું. (તલને પીલવા પછી વધેલ દ્રવ્યને ખલ કહેવાય.) કાવ્યોમાં જ બંધન હતું. સ્વપ્નમાં જ વિયોગ હતો. ધર્માદિના ઉપાર્જનમાં ચિંતા હતી. વિચિત્ર ચિત્રક્રિયામાં જ વર્ણશંકર હતું. હાથીઓમાં જ મત્તત્વ હતું પણ લોકમાં આમાનું કશું ન હતું. ૨૦૧. હે મહામતિ! તે નગરમાં એક જ દોષ એ હતો કે સર્વ લોક પરના દુઃખે દુઃખી હતો. ૨૦૨. આ નગરમાં ઉદાયન નામનો રાજા થયો. જે કમળ જેવી આંખવાળો હતો, તેની આંખો ઈર્ષારૂપી ઝેરથી રહિત હતી, જાણે બીજો મુક્ત મુનિ ન હોય તેવો હતો. ૨૦૩. હું માનું છું કે જેમ સતી સ્ત્રી પતિ સિવાય કોઈને આલિંગન કરતી નથી તેમ વીરવૃત્તિ બાયલાઓને છોડીને હર્ષથી તેને આલિંગન કરતી હતી. ૪. ઉદાર ઉદાયન રાજાનો હાથ બંને રીતે કમળના નાળ જેવો કોમળ હતો. તેના હાથે સકલ પણ પૃથ્વીને સુખી કરી. ૫. વિષયમાં આસકત ચિત્તવાળો હોવા છતાં પણ તે વિષય લંપટ ન હતો. પરદારાથી નિવૃત્ત થયેલો હોવા છતાં તે પરદારા સહોદર હતો. દ. મને શંકા થાય છે કે ન્યાયપ્રિય આ રાજાના દેશમાંથી અપમાનિત થયેલ અન્યાય પોતાનું મોટું લઈને બીજા દેશમાં ચાલ્યો ગયો. ૭. તે ઉદાયન વીતભય વગેરે ત્રણસો ત્રેસઠ નગરનો નાયક હતો અને સિંધુ સૌવીર વગેરે સોળ દેશોનો સ્વામી હતો. ૮. તે મહાસન વગેરે દશ મુગુટ બદ્ધ રાજાનો સ્વામી હતો. હે શ્રેણિક નંદન! બીજા પણ રાજાઓને આ જીતનારો હતો. ૯. આ રાજાને સ્નેહાળ સારી વાટોથી યુક્ત પ્રભાવાળી દીવાની જ્યોત જેવી પ્રભાવતી નામની રાણી હતી. ૧૦. તેનું અલંકાર શીલ હતું પણ તે શીલની અંલકાર થઈ. અર્થાતુ જેમ સુવર્ણની વિટીથી મણિ શોભે અને મણિથી સુવર્ણની વીંટી શોભે તેમ. શીલથી શોભી અને તેણીએ શીલને શોભાવ્યું. ૧૧. તેની લજ્જાળતા શોભી અત્યંત વલ્લભતાને ધારણ કરતી પોતાના ભાઈ શીલને ખોળામાં રમાડવા લજ્જાળુતા પ્રભાવતીની પાસે આવી એમ હું માનું છું. ૧૨. ક્ષીર સમુદ્રના ફીણ અને ચંદ્રના કિરણની નિર્મળતાને જીતનાર જે ચેટક રાજાની પુત્રી પ્રભાવતીના કૂળની અમે શું વાત કરીએ? ૧૩. શ્રાવકધર્મની ધરાનો આધાર હતી, સમ્યગ્દર્શનથી સુંદર હતી અને તેણીએ પોતાના ચરિત્રથી તીર્થની પ્રભાવના કરી હતી. આ રાજાને પ્રભાવતીની કુક્ષિમાં ઉત્પન્ન થયેલ અભીચિ નામનો પુત્ર હતો. અભીચિ પત્ર અભિજિત નક્ષત્રમાં જન્મ્યો હોવાથી શૂરવીર હતો. અભીચિએ યૌવરાજ્ય લક્ષ્મીનું પાલન કર્યું અર્થાત્ તે યુવરાજ હતો. આ રાજાને વિખ્યાત કેશી નામનો ભાણેજ હતો. ૧૬.
આ બાજુ ચંપા નગરીમાં કુમારનંદી નામનો સોની હતો જેણે કુબેરની જેમ પોતાના ધનની સંખ્યાને ન જાણી. ૧૭. કબૂતરની જેમ તે સ્વભાવથી અત્યંત કામ લંપટ હતો અને કામે પણ તેને આવા પ્રકારની વિડંબનામાં નાખ્યો. સંકટ ક્યાં સુલભ નથી? ૧૮. તેણે જ્યાં જ્યાં રૂપવતી કન્યા જોઈ કે સાંભળી ત્યાં ત્યાં રૂપવતી કન્યાને પરણવાને માટે પાંચશો સોનામહોરો આપી. ૧૯. ધનના લોભથી માતાપિતા વડે
Page #262
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧૧
૨૫૭ અપાયેલી કન્યાઓને તે પરણ્યો. દ્રવ્ય પ્રાણો (ધન)થી જીવને શું શું પ્રાપ્ત નથી થતું? ૨૦. આ પ્રમાણે તે પાંચશો સ્ત્રીઓને પરણ્યો. કામથી ગ્રહિલ જીવોની આવા પ્રકારની રીતિ હોય છે. ૨૧. એક થાંભલાવાળા મહેલની અંદર વસતા તેણે તેઓની સાથે હંમેશા ક્રીડા કરી. પોતે ઉપાર્જન કરેલ ભોગોને ભોગવતા જીવો કોના વડે વારણ કરાય છે? ૨૨. જેમ નરકમાંથી નીકળવાની ઈચ્છાવાળા નારકોને આયુષ્યકર્મ જવા દેતું નથી તેમ તે ઈર્ષાળુએ સ્ત્રીઓને ઘરની બહાર પગ મૂકવા ન દીધો. ૨૩. આ સોનીને શુદ્ધ પાંચ અણુવ્રતને ધરનારો નાગિલ નામનો શ્રાવક મિત્ર હતો. કોઈપણ આત્મા સર્વથા ગુણ વિનાનો હોતો નથી. ૨૪.
આ બાજુ અગાધ સમુદ્રના મધ્યભાગનો તાગ મેળવવા જાણે સમુદ્રમાં પ્રવેશ્યો ન હોય તેમ પંચશીલ નામનો દીપ હતો. ૨૫. જાણે પરસ્પર પ્રીતિ કરવા મળેલી ન હોય તેમ સરસ્વતી અને લક્ષ્મી જેવી બે વ્યંતર દેવીઓ તે દ્વીપમાં રહેતી હતી. ૨૬. શિવની સાથે ગંગા અને ગૌરીની જેમ તે દ્વીપના સ્વામી વિધુમાલી પતિની સાથે આ બંને ક્રિીડા કરતી હતી. ૨૭. એકવાર ઈન્દ્રની તીર્થયાત્રા કરવા નંદીશ્વર દ્વિીપમાં ચાલ્યો. મહાત્માઓનું પુણ્ય પુણ્ય (ધર્મ) માટે જ થાય છે. ૨૮. ઈન્દ્રના આદેશથી પતિ સહિત તે બંને દેવીઓ નંદીશ્વર દ્વીપ ચાલી. ધાર્મિક જીવોનો સંયોગ પણ ધન્ય જીવોને થાય છે. ર૯. ત્યારે જ પર્વત ઉપર ભ્રષ્ટ થયેલ પથ્થરની જેમ શરણ વગરનો પંચશીલનો અધિપતિ પલકારામાત્રથી ચ્યવી ગયો. ૩૦. શોક મહાસાગરમાં ડૂબેલી તે બેએ વિચાર્યુઃ શાંતિકર્મ કરતા આ વેતાલ ઉત્પન્ન થયો. ૩૧. હવે આપણે કોઈક જીવને લોભાવીએ જે આપણો પતિ થાય. કેમકે અનાથ સ્ત્રીઓ પરાભવને પામે છે. ૩૨. પતિની કાંક્ષિણી તે બંને જેટલામાં કેટલાક આકાશમાં ગઈ તેટલામાં વિધ્યાચળની ભૂમિ ઉપર હાથિણીઓની સાથે ક્રીડા કરે તેમ ચંપા નગરીમાં પાંચસો સ્ત્રીઓની સાથે ક્રિીડા કરતા કુમારનંદી સોનીને જોયો. ૩૪. આ સ્ત્રીઓમાં લંપટ છે તેથી નક્કીથી આ વ્યગ્રહિત કરી શકાય તેમ છે. મનગમતા કામોથી કામીઓ લોભાવી શકાય છે બીજા નહીં. ૩૫. એમ વિચારીને તે બંને જલદીથી તેની પાસે આવી. પ્રયોજનથી પ્રાણી ઉપર કે નીચે લઈ જવાય છે. ૩૬. દિવ્ય કાંતિવાળી બંને દેવીઓને જોઈને કામદેવથી વશ કરાયેલ સોનીએ આ પ્રમાણે વિચાર્યુ કામદેવ બળાએ છતે શું આ બે રતિ અને પ્રીતિ ચારે બાજુ ભમે છે? અથવા તો ઋષિના શાપથી ભ્રષ્ટ થયેલી શું રંભા અને તિલોત્તમા છે? ૩૮. ઘણાં આનંદમાં પૂરથી પુલકિત થયેલ કુમારનંદિએ તે બેને પુછ્યુંઃ પુણ્ય અને લાવણ્યની સરિતા (નદી) તથા સ્ત્રીઓમાં શિરોમણિ તમે બે કોણ છો ? ૩૯. વસંતઋતુમાં ઉત્પન્ન થયેલ કોયલ જેવા મધુર સ્વરથી તે બેએ કહ્યું અમે બે હાસા અને પ્રહાસા દેવીઓ છીએ એમ હું માનવ! તું જાણ. ૪૦. ફરી ફરી પણ તે બેને જોતો તે ઘણી મૂચ્છ પામ્યો. વૈરી કામ શું કામીને બીજું કંઈ આપે? ૪૧. મૂડ્ઝ ટળી ત્યારે રમવાની ઈચ્છાથી તેણે તે બંને પ્રાર્થના કરી કે પોતાના સંગમરૂપી પાણીનો છંટકાવ કરીને કામથી તપેલા મને ઠંડો કરો. ૪૨. દેવીઓએ કહ્યુંઃ જો તારે અમારી બેની સાથે પ્રયોજન હોય તો તે અનઘ! તારે પંચશીલ દીપ ઉપર આવવું. ૪૩. એમ કહીને ધનુષ્યમાંથી મુકાયેલ બાણની જેમ તે બંને જલદીથી આકાશમાં ઉડી ગઈ. અથવા તો પાશમાંથી છૂટેલો પક્ષી જેમ ઉડી જાય તેમ.
કુમારનંદીએ સોનાના થાળનું ભેટણું ધરીને રાજાને વિનંતી કરી કે હે દેવ! હું પંચશીલ દ્વીપની અંદર જાઉ છું. ૪૫. રાજાની રજાથી સોનીએ નગરની અંદર પટલ વગડાવ્યો. અથવા તો કામીઓ શું શું ઉપાય ન કરે? ૪૬. જે કુમારનંદીને પંચશીલ દીપ ઉપર લઈ જશે તેને નક્કીથી સોની ક્રોડ દ્રવ્ય આપશે. ૪૭. તેને સાંભળીને જીર્ણ થઈ ગયેલ કાયાવાળા એક વૃદ્ધ વિચાર્યું ઃ દહીંના ઘોળમાં ભોજન મળ્યું. અર્થાત્
Page #263
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૫૮ શિખંડ પૂરીનું ભોજન મળ્યું. ૪૮. ક્રોડ દ્રવ્ય લઈને પોતાના પુત્રોને આપીશ, યશકીર્તિને આપનાર સાહસ કરી જલદી મરવાની ઈચ્છાવાળો હું શરીરના ફળને મેળવું. અથવા ચાલી જતા પામર ઊંટનો લાભ ઉઠાવાયું છે. ૫૦. વિરે પટહને ઝીલીને ક્રોડ દ્રવ્યને ગ્રહણ કર્યું. જીવિતની સામે કોટકોટીની પણ કેટલી કિંમત હોય? ૫૧. તેણે તત્ક્ષણ કોડ દ્રવ્ય પુત્રોને વહેંચી આપ્યું. પત્ની અને પુત્રો માટે ધન, ઉપાર્જન કરાય છે. પર. ભિન્ન આશય હોવા છતાં વૃદ્ધ અને કુમારનંદી માર્ગમાં ચાલે તેટલું ભાથું લઈને સમુદ્રના કાંઠે આવ્યા. પ૩. સમુદ્રમાં પ્રવેશવાની ઈચ્છાથી વૃદ્ધ નાવિકે શુભકર્મ જેવું નિચ્છિદ્ર, લુચ્ચાના હૃદયની જેમ નિષ્ફર (મજબૂત) વહાણ તૈયાર કર્યુ. ૫૪. જીતવાની ઈચ્છાવાળાની જેમ જેનું પ્રયાણ ડામાડોળ જેવું હતું. વહાણની બંને બાજુએ પણ બીજના ચંદ્રમાની જેમ મુખમાં અને છેડામાં તીક્ષ્ણ પાટીયા જડવામાં આવ્યા હતા. ૫૫. ઘરના આચ્છાદાનની જેમ તીરછ દિશામાં ચારેય બાજુથી ઢાંકવામાં આવ્યા હતા. ૫૬. જેના મધ્યભાગમાં વરા નામે ઓળખાતા બે થાંભલા ઉભા કરવામાં આવ્યા હતા. ૫૭. નાળીયેરની છાલથી ચારે બાજુથી બંધ કરવામાં આવ્યું હતું. કાવ્યની જેમ ખીલા મારીને દઢ રીતે બંધ કરવામાં આવ્યું હતું. ૫૮. વહાણના મધ્યમાગમાં નિશ્ચયથી સ્થવિરની કીર્તિરૂપી વેલડીને ચડવા માટે ઊંચો કૂપક સ્તંભ શોભતો હતો. ૫૯. એમાં વિશદ્ધ દોરાથી વણાયેલ વિશાળ, સીધી ગતિમાં લઈ જનાર સફેદ સઢ હતો જે સિતપટની જેમ શોભ્યો. ૬૦. એકવાર પીઠનો પવન વાયે છતે તેના નંગરો ઉચકાયા. સોની અને વૃદ્ધને લઈને વહાણ સમુદ્રમાં ચાલ્યું. ૬૧. સવારે દાતણ કરતી વખતે ગુજરાતીઓ મોઢામાં પાણી ભરીને કોગળા કરે તેમ ક્યાંક માછલાઓએ હર્ષથી મુખમાં પાણી ભરીને છોડ્યું. ૨. ત્યારે તે માછલાઓ તળથી ઉપર જાય છે. પછી નીચે જાય છે. કેટલાક માછલાઓ સાપની જેમ પોતાની જાતિવાળા માછલાઓને ગળી ગયા. ૬૩. માછલાઓએ ચાલતા વહાણની સાથે મુગ્ધતા ભરી ક્રીડા કરી અને કેટલાક મોજાની માળાની સપાટી ઉપર રહ્યા. ૬૪. જેમ સ્મારણાદિને નહીં સહન કરતા વેશધારી સાધુ ગણની બહાર જાય તેમ પાણીના સંક્ષોભ (પછડાટ)ને નહીં સહન કરતા કેટલાક કિનારે ફેંકાયા. ૬૫. કેટલાકોએ અજગરની જેમ ક્યાંક ફૂત્કારો કર્યા. જેમ હાથીઓ માથાથી પર્વતને મારે તેમ અગ્રભાગથી વહાણને ભરાવ્યું. ૬૬. એમ પહોળી આંખ કરીને માછલાઓની ચેષ્ટાને જોતા અને પરસ્પર પોત પોતાની કથક કરતા બંનેએ દુસ્તર સંસારની જેમ ઘણા સમુદ્રને પસાર કર્યો. ૬૮. વિશાળ સમુદ્રની મધ્યમાં વૃદ્ધ સોનીએ કહ્યું છે મિત્ર ! તું સમુદ્રના કાંઠે વડને જુએ છે? ૬૯. આ પર્વતની તળેટીમાં ઊગ્યું છે. સુરાજ્યની જેમ બદ્ધમૂલ (અતિશય દઢ) છે. યદુવંશની જેમ અનેક શાખાઓથી વિસ્તૃત થયેલ છે. ૭૦. હે ભદ્ર ! જ્યારે વહાણ વૃક્ષની નીચેથી પસાર થતું હોય ત્યારે વાંદરાની જેમ વૃક્ષની વડવાઈને પકડી લેજે. ૭૧. મહાવર્તવાળા સમુદ્રમાં નાવડી ફસાઈને ડૂબી જશે. હું અને તું બેમાંથી એકેય બચશું નહીં. ખલનો મનોરથ ફળશે. ૭ર. હે મિત્ર! જેમ ચોકીદાર પોતાને સ્થાને સુવા જાય તેમ પંચશીલ દ્વીપથી ભાખંડ પક્ષીઓ રોજ સાંજના અહીં સુવા આવે છે. ૭૩. ત્રિપોઈની જેમ ભાખંડ પક્ષીઓ ત્રણ પગવાળા હોય છે. હે સુંદર ! તેના વચ્ચેના પગમાં પોતાને મલ્લગાંઠથી વસ્ત્ર વડે બાંધીને દઢ વળગી રહેજે જેથી કરીને હેમિત્ર!તું સુખપૂર્વક પંચશીલ ઉપર પહોંચી જશે નહીંતર પરમાચાર્યક્ષુલ્લક વગેરેની જેમ કઠોર પૃથ્વી ઉપર પાત થયે છતે દાંત ભાંગશે. ૭૬. આ પરમાચાર્ય વગેરે કોણ છે તે તું અમને કહે એમ સોનીએ પુછ્યું ત્યારે વૃદ્ધે કહેવાનું શરૂ કર્યું.
૭૭. પૂર્વે કોઈક સન્નિવેશમાં પરમાચાર્ય થયો. એકવાર સ્વર્ગમાંથી કામધેનુ ગાય પૃથ્વી ઉપર આવી. તેને જોઈને ક્ષુલ્લક હૈયામાં અતિશય આનંદિત થયો. ૭૯. ક્ષણથી કામધેનુ નીલ ગગનમાં ઊડી
Page #264
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧૧
૨૫૯
પરમાચાર્યના શિષ્યે ચતુરાઈથી પુંછડાને પકડયું. ૮૦. તેના પુંછડામાં વળગેલો આ મનોહર સુખવાળા સ્વર્ગમાં ગયો. ત્યાં સુંદર મોદકનું ભોજન કરતો કેટલાક દિવસો રહ્યો. ૮૧. કામધેનુ ગાયના પુંછડાને લાગેલો આ ફરી પૃથ્વી ઉપર આવ્યો. ગાઢ ઉત્કંઠિત ગુરુએ તેને હર્ષથી જોયો. ૮૨. શિષ્યને આદર સહિત આલિંગન કરીને પરમાચાર્યે પુછ્યું : હે વત્સ ! તું કયાં ગયો હતો જેથી બિલકુલ દેખાયો નહીં. ૮૩. શિષ્ય કહ્યું : હે પ્રભુ ! હું કામધેનુની સાથે પુણ્યહીન જીવોને દુલર્ભ એવા સ્વર્ગમાં ગયો હતો. ૮૪. ત્યાં ઈન્દ્રે મને સ્થૂળ (સુંદર) લાડુનું ભોજન કરાવ્યું. તેને સાંભળીને લાડુ ખાવાના ઈચ્છુક પરમાચાર્યે તેને કહ્યું : ૮૫. હું પણ લાડુ ખાવા માટે સ્વર્ગમાં આવું છું. શિષ્યે કહ્યું : પૂજ્યશ્રીએ સુંદર વિચાર્યુ. ૮૬. હે સ્વામિન્ ! યજમાનો પણ જો દેવલોકમાં લઈ જવાય તો સુંદર થાય કારણ કે આ પણ આપણા આશ્રિતો છે. (આપણે શરણે રહેલા છે.) ૮૭. કલ્યાણના કારણમાં કોણ વિરોધ કરે એમ ગુરુએ કહ્યું. પછી વિપુલ આશયી ક્ષુલ્લકે ચંદ્ર-સૂર્ય-મહાદેવ–વિષ્ણુ વગેરેને બોલાવ્યા. ગુરુએ યજમાનોની આગળ હકીકત જણાવી. ૮૯. લાંબા સમય પછી પૂજ્યશ્રીએ અમારા ઉપર મહાકૃપા કરી એમ યજમાનો બોલ્યા ત્યારે ગુરુએ શિષ્યને કહ્યું : ૯૦. તેં સ્વર્ગનો માર્ગ જોયો છે તેથી તું ગાયના પુંછડામાં પ્રથમ લાગ. તારા પગમાં હું લાગીશ પછી ક્રમથી યજમાનો લાગશે. ૯૧. શિષ્ય ઊડતી ગાયના પુંછડામાં સૌપ્રથમ લાગ્યો પછી ગુરુએ શિષ્યના પગ પકડ્યા. પછી કોઈ યજમાને ગુરુના પગ પકડયા. ૯૨. તેના ચરણને બીજાએ એમ પરંપરાથી ઘણાં વળગ્યા. કામધેનુની પુંછમાં લાગેલા આકાશમાં જવા લાગ્યા. ૯૩. જતા પરમાચાર્ય વગેરેએ ક્ષુલ્લકને પુછ્યું : સ્વર્ગમાં લાડુ કેવા હોય અને કેટલા મોટા હોય છે ? ૯૪. હર્ષના આવેશના વશથી આત્મ ભાન ભૂલી ગયેલા શિષ્યે માન બતાવવા તરત જ બે હાથને પહોળા કરીને ફરી આવા પ્રકારના આટલા મોટા લાડુઓ હોય છે એમ બતાવ્યું. ત્રટાક કરીને બધા પૃથ્વી ઉપર પટકાયા. ૯૬. કેટલાકના દાંત ભાંગ્યા. કેટલાકના પગ ભાંગ્યા. કેટલાકના હાથ ભાંગ્યા. પીડા પામેલા પોતાના ઘર ભેગાં થયાં. લાંબા સમયે
સાજા થયા. ૯૭.
આથી જ હું કહું છું કે તું બરાબર ભારંડ પક્ષીના પગ પકડજે જેથી કરીને તું નિવિઘ્નપણે પંચશીલ દ્વીપમાં પહોંચે. ૯૮. સોનીએ તેની વાતનો સ્વીકાર કર્યો. જેણે દેવી માટે ઉષ્ણ જળનું પાન કર્યુ તે કેવી રીતે તે વાતને ન સ્વીકારે ? ૯૯. વહાણ જ્યારે વટવૃક્ષની નીચે પહોંચ્યું ત્યારે હે વડ ! તું યક્ષનો આવાસ છે તેથી તું મને બે યક્ષિણીઓ બતાવ એમ કહેવા શું ન ઈચ્છતો હોય તેમ ક્ષણથી વડવાઈમાં વળગ્યો. ૩૦૦. જેમ ઢેફુ પર્વતના શિખર ઉપરથી પડીને સેંકડો કણ થઈ જાય તેમ વહાણ મહાવત્તમાં ફસાઈને સેંકડો ટૂકડા થયું. ૩૦૧. વડની ડાળીમાં વળગેલો આ આખી પણ રાત્રી ઝાડ પર રહ્યો અથવા આશામાં પણ પડેલા જીવો ભવ સુધી રાહ જુએ છે અર્થાત્ મળવાની આશામાં ધીરજ રાખે છે. ૩૦૨. સવારે ઉડવાની તૈયારી કરતા કોઈ ભારંડ પક્ષીના વચ્ચેના પગમાં આ વળગ્યો. કોણ અહીં મધ્યસ્થનો આશ્રય ન કરે ? ૩. ભવિષ્યમાં દેવભવમાં જતા આકાશમાર્ગે જવાનું થશે તેનો અભ્યાસ કરવા માટે જ જાણે સોની પક્ષીને ન વળગ્યો હોય ! ૪. અગ્રભાગમાં લાંબી ચાંચ અને મુખવાળો પાછળના ભાગમાં લાંબા પુંછડાવાળો ડાબે જમણે પડખે અતિ વિસ્તૃત પાંખવાળો ભારડ પક્ષી નીચે લટકતા સોનીને લઈને આકાશમાં ઉડ્યો. નીચે નાલ અને ચાર પાંદડાવાળી આકાશની કમળલક્ષ્મીને ધારણ કરી. ૬. બંને વિશુદ્ધ પાંખથી આકાશમાં ઊડતો ભારંડ પક્ષી સજ્જનની જેમ તેને ઈષ્ટ સ્થાનમાં લઈ ગયો. ૭. સોનીએ કામી હાથી માટે પાશ સમાન, સવિશેષ ઋદ્ધિથી સુંદર હાસા અને પ્રહસા નામની બે દેવીઓને અભિલાષપૂર્વક જોઈ. ભાગ્ય
Page #265
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૬૦ જોગે આજે મને બે દેવીની સાથે સંભોગ કરવા મળશે એવી કલ્પના કરતા સોનીને બંને દેવીઓએ કહ્યુંઃ ૯. હે ભદ્ર ! તારા શરીરના ભાગનું ભાજન અમે બે ન જ બની શકીએ. શું દેવરૂપથી અંકિત ભૂષણની શ્રેણી મનુષ્યોને ઉચિત થાય? ૧૦. પાંચશો સ્ત્રીઓ પણ મારે ન રહી અને આ બે દેવીઓ પણ મારી ન થઈ. અરેરે ! હાથો ભલે ભાંગ્યો પણ કુહાડી શા માટે ગઈ? ૧૧. આ બેના રૂપમાં આસક્ત થયેલા મેં સર્વ પત્નીઓને ગુમાવી. ઉન્નત વાદળાઓને જોઈને મેં (પાણીના) ઘડાઓને ફોડી નાખ્યા. આ પ્રમાણે સોની વિચારતો હતો ત્યારે બે દેવીઓએ ફરી કહ્યુંઃ અગ્નિપ્રવેશ વગેરે કરીને તું અમારો બેનો પતિ થા. ૧૩. જેથી તારી સાથે અમે શાશ્વતકાળ સુધી પરમ લીલાથી મનુષ્ય ભવમાં દુઃખેથી પ્રાપ્ત કરી શકાય એવીદેવી લક્ષ્મીને ભોગવીએ. ૧૪. હું એકલો જ્યાં જાઉં? હમણાં હું શું કરું? એમ બોલતા સોનીને હંસની જેમ હાથમાં લઈને ક્ષણથી ચંપાનગરીમાં મુક્યો. તે બે દેવીઓએ જ્યાં મહિનાઓ લાગ્યા હતા ત્યાં આંખના પલકારામાં પાછો મૂકી દીધો. ૧૬. તેને ઓળખીને લોકોએ પુછ્યું : હે સુવર્ણકાર ! દુચમંદિર તું આટલો કાળ કયાં ગયો હતો? અર્થાત્ જેને એક ક્ષણ પણ ઘર છોડવું મુશ્કેલ હતું એવો તું આટલા દિવસો બીજે કયાં રહ્યો? ૧૭. જેમ વ્યાસે રામકથા કરી હતી તેમ સોનીએ અનુભવેલ સકલ પણ પોતાની કથા લોકોની આગળ કહી. ૧૮. હાસા અને પ્રહાસાના રૂપમાં અતિશય મોહિત થયેલો સોની શું સુવર્ણની સ્પર્ધાથી અગ્નિમાં પ્રવેશવા આરંભ ન કર્યો હોય? ૧૯.
પરમ શ્રાવક નાગિલ મધુરવાણીથી સોનીને પ્રતિબોધ કરવા લાગ્યો. પ્રતિબોધ પમાડવો એ ધર્મ મિત્રનો અવસર છે. ૨૦. હે મિત્ર! લોકમાં હાસ્ય ઉત્પન્ન કરે એવું તે કર્મ કેમ આરંભ્ય? તમારા જેવા સજ્જનો સુંદર કાર્યનો આરંભ કરનાર હોય. ૨૧. અરે ! વિષય સુખ માટે તું મનુષ્યભવને કેમ ફોક કરે છે? અહો! સોનાના કાચબા માટે તું મહેલને ભાંગવા કેમ ઈચ્છે છે? રર. જો તું આ પ્રમાણે વિષયો માટે પ્રવૃત્તિ કરે છે તો તારી પાસે પાંચશો પત્નીઓ વિષયના સાધનરૂપે છે. ૨૩. ભાવી દેવી પત્ની માટે જો તું આ સ્ત્રીઓને છોડે છે તો તું પેટમાં રહેલા પુત્ર માટે કેડ ઉપર રહેલા પુત્રનો ત્યાગ કરે છે. ૨૪. ભોગોને માટે પણ તું જૈનધર્મની આરાધના કર. પાંચ પણ દ્રમ સજ્જન પાસે મંગાય છે, બીજા પાસે નહીં. ૨૫. મુક્તિની જેમ જિનધર્મ અર્થ અને કામને આપે છે. જે કોડ આપવા સમર્થ હોય તેને સો આપવામાં શું વાર લાગે? ૨૬. બળી મરવાની વેદના ભોગવીને તું ઈષ્ટ ધર્મની પ્રાપ્તિ કરીશ. વિગુપ્ત જ (ગુખેન્દ્રિય) ક્ષપણક સ્વર્ગમાં જાય છે. ર૭. ફક્ત એક જિનધર્મ જ નિવિષ્ણપણે ઈષ્ટને આપનાર છે. વ્યાજે પૈસા આપનાર આપ્ત જ સુખનું કારણ બને છે. (બીજા નહીં) ૨૮. તેથી હે મિત્ર! બાલમરણથી તું વિરામ પામ. કેમ કે બાલમૃત્યુ વિષની જેમ પરિણામે અત્યંત દારૂણ બને છે. ૨૯. હમણાં તો ધર્મ-કામ-અર્થ ત્રણે સાધવામાં તત્પર રહે, હે મિત્ર! અંત સમયે પંડિત મરણને સાધી લે. ૩૦. જે પંડિત મરણ છે તે મરણોને મૂળથી છેદે છે. મર્મવેદી ગોત્રીય ગોત્રીયને મારે છે. ૩૧. એમ નાગિલ મહાત્માએ તેને ઘણો સમજાવ્યો છતાં નિયાણું કરીને સોનીએ ઈગિની મરણ સાધ્યું. ૩૨. અથવા તો વેરી કામગ્રહથી પીડાયેલ આણે સુવર્ણની પરીક્ષાને જાણી ધર્મના મર્મને કંઈપણ ન જાણું. ૩૩. તે રીતે મરીને પણ આ સોની પંચશીલનો અધિપતિ દેવ થયો તે પણ તેના માટે સારું થયું કેમકે માંગેલ પણ મળતું નથી. ૩૪. તેના બાલમરણને જોઈને નાગિલ શ્રાવક ઘણો નિર્વેદ પામ્યો. આવા પ્રકારના જીવો ડગલે-પગલે વૈરાગ્યને પામે છે. ગૃહવાસ છોડીને તેણે દીક્ષા લીધી અને લીલાથી દુઃખના પૂરની સામે પોતાની છાતી કાઢી. ૩૬. લોકવડે દુ:ખે કરીને પાળી ૧. ગોત્રીયઃ એકવંશમાં ઉત્પન્ન થનાર અથવા એક ગોત્રમાં ઉત્પન્ન થનાર ગોત્રીય કહેવાય છે.
Page #266
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧૧
૨૬૧ શકાય એવો નિરતિચાર ચારિત્રનું પાલન કરીને મરીને અખંડ ભાવવાળો તે અશ્રુત દેવલોકમાં દેવ થયો. ૩૭. તે દેવે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને હસા-પ્રહાસાની સાથે લીલાથી રમણ કરતા પોતાના મિત્ર સોની દેવને જોયો. ૩૮.
આ બાજુ આ જંબુદ્વીપથી આઠમો નંદીશ્વરદ્વીપ વલયાકારે છે. હું માનું છું કે ભાવોદધિમાં આ દ્વીપ શરણરૂપ છે. તે મહામતિ ! આના વલયનો વિસ્તાર એકસો ત્રેસઠ કોડ અને ચોરાશી લાખ યોજન છે. ૪૦. તેના લગભગ મધ્યદેશમાં ચારેય દિશામાં અંજનગિરિ નામના ચાર પર્વતો છે. ૪૧. આ ચારેય ચોરાશી હજાર યોજન ઊંચા અને પૃથ્વીની અંદર એક હજાર યોજન ઊંડા છે અને જંગલી ભેંસ જેવા કાંતિવાળા છે. ૪૨. તળિયામાં દશ હજાર યોજનાનો વિસ્તાર છે. અથવા નવ હજાર છસો યોજન વિસ્તૃત છે. અને ટોચ ઉપર એક હજાર યોજનાનો વિસ્તાર છે. દરેક યોજને અઠયાવીશનો ત્રીજો ભાગ અથવા યોજનનો દશમો ભાગ હાની કે વૃદ્ધિ થાય છે એમ સિદ્ધાંતવેદીઓએ કહ્યું છે. ૪૪. પૂર્વ દિશામાં દેવરમણ પર્વત છે, દક્ષિણમાં નિત્યોદ્યોત, પશ્ચિમમાં સ્વયંપ્રભ અને ઉત્તરમા રમણીય નામનો પર્વત છે. ૪૫. આ ચાર અંજનગિરિ કહેવાય છે. આની ચારે બાજુ એકેક લાખ યોજના ગયા પછી માછલા વગરની બે હજાર યોજન ઊંચી, એક લાખ યોજન વિસ્તૃત, સ્વચ્છપાણીવાળી ચાર ચાર મનોહર પુષ્કરિણી (વાવડીઓ) છે. ૪૭. નંદિષેણ, અમોઘા, ગોસ્તૃપા, સુદર્શના, નંદોત્તરા, નંદા, સુનંદા, નંદીવર્ધના, ભદ્રા, વિશાલા, કુમુદા બારમી પુંડરિકીણી છે. વિજયા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા એ પ્રમાણે કુલ સોળ પુષ્કરિણીના નામો છે. પૂર્વ દિશાના ક્રમથી આની આગળ પાંચશો યોજના ગયા પછી વનખંડો છે. ૫૦. આ વનખંડો પાંચશો યોજન પહોળા અને એક લાખ યોજન લાંબા છે તેમાં સંશય નથી. ૫૧. પર્વમાં અશોક વન. દક્ષિણમાં સપ્તપર્ણવન, પશ્ચિમમાં ચંપવન, ઉત્તરમાં આમ્રવન છે. પર. તથા આ દરેક પુષ્કરિણીમાં દશ હજાર યોજન વિસ્તૃત ચોસઠ હજાર યોજન ઊંચા, એક હજાર યોજન ઊંડા, પલ્યના આકારવાળા
સ્ફટિકમય, દધિમુખ નામના સોળ પર્વતો છે. જાણે કે ધર્મકૂટ ઉત્પન્ન ન થયા હોય ! ૫૪. અંજનગિરિ તેમજ દધિમુખ પર્વત ઉપર પણ સો યોજન લાંબા પચાશ યોજન પહોળા, બોતેર યોજન ઊંચા, તોરણ અને ધ્વજાવાળા ઘણાં રૂપવાળા જિનમંદિરો છે. ૫૬. તે મંદિરોમાં દેવ–અસુર–નાગ–સુવર્ણ નામના ચાર ચાર દરવાજા છે. તેના રક્ષક દેવોના પણ આ જ નામ છે. ૫૭. પ્રવેશમાં સોળ યોજન ઊંચા પહોળાઈમાં આઠ યોજનવાળા ચાર ચાર દરવાજા નિશ્ચયથી છે. ૫૮. દરેક દરવાજે હર્ષને આપનારા કળશો છે. મુખ મંડપ અને પ્રેક્ષા મંડપ વગેરે મંડપો છે. મણિ–પીઠ—ધ્વજ–પપ્રતિજ્ઞા અને ચૈત્યવૃક્ષો છે. પુષ્કરિણીઓ પણ સ્વચ્છ પાણીથી પરિપૂર્ણ છે. સર્વ પણ જિનમંદિરોના મધ્યભાગમાં આઠ યોજના ઊંચી, સોળ યોજન લાંબી, સોળ યોજન પહોળી મણિપીઠિકાઓ છે. ૬૧. અને તે પીઠિકાની ઉપર પ્રમાણથી સાધિક આંખોને આનંદદાયક રત્નમય દેવછંદો છે. ૨. તેમાં અનેક પાપોને નાશ કરનારી પર્યક સંસ્થાનમાં મનોહર એકસો અને આઠ પ્રતિમાઓ છે. ૬૩. ઋષભ ચંદ્રાનન વારિષણ અને વર્ધમાન એ ચાર નામની પ્રતિમાઓ છે. ૬૪. અને તે સર્વ પણ અરિહંતની પ્રતિમાને લોહિતાક્ષ રનનો લેપ છે. અને એક રત્નમય નખ છે. ૫. નાભિ-કેશાંત (ચોટલી) ભ્રકુટિ, જિહુવા, તાળવું, શ્રીવત્સ, ચુચુક, (સ્તનનો અગ્ર ભાગ) અને હાથ પગનાં તળિયા સૂર્યકાંત મણિ સમાન દેદીપ્યમાન છે. ૬૬. પાંપણો, તારા (આંખની કીકી) સ્મશ્ન (દાઢી) ભ્રકુટિ, વાળ રોમરાજિ રિષ્ટ રત્નમય છે. ઓઠ વિદ્રમરત્નમય છે. દાંત સ્ફટિકમય છે. શીર્ષ ઘટિઓ વ્રજની છે. નાસિકા અંદરથી લોહિતાક્ષમણિના લેપમય સુવર્ણની છે.
Page #267
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૬૨ છેડા ઉપર લોહિતાક્ષ રત્નના લેપવાળી અંક રત્નની આંખો છે. એ પ્રમાણે અનેક મણિમય પ્રતિમાઓ શોભે છે. ૬૯. બે હાથને જોડીને કુંડને ધારણ કરતા નાગ–યક્ષ-ભૂતની બે બે પ્રતિમાઓ તીર્થકરની પ્રતિમાઓની આગળ ઊભી છે. ૭૦. બંને પડખે બે બે ચામર ધારિણી પ્રતિમાઓ ઉભી છે. પાછળ એક પ્રતિમા છત્રધારિણી ઊભી છે. ૭૧. મંદિરમાં ચંદન–ભટ–કળશ-ઘેટા-દર્પણ વગેરે વર્તે છે. પુષ્પચંગેરિકા (ફૂલદાની) પીઠ છત્રાદિ પણ હોય એમ સૂત્રમાં કહ્યું છે. વાવડીની અંદર બે બેના જોડલે રતિકર નામના બત્રીશ પર્વત છે. ૭૩. આમાં પણ પૂર્વની જેમ બત્રીશ જિનમંદિરો છે. પર્વ દિવસોમાં ખેચર તથા દેવો ચૈત્યોને નમન કરે છે. આ રતિકર પર્વતો એક હજાર યોજન ઊંચા, દશ હજાર યોજન વિસ્તૃત ગોળાકાર, રત્નમય વિદિશામાં આવેલા છે. ૭૫. તેનાથી એક લાખ યોજન ઉપર ચારેય પણ દિશામાં ઈશાન અને શકેન્દ્રની દેવીઓના પ્રથમ દ્વીપ અર્થાત્ જંબૂદ્વીપ સમાન મણિના કિલ્લાથી વીંટળાયેલી આઠ આઠ રાજધાનીઓ છે. તેમાં પ્રતિમાઓ સહિત જિનમંદિરો આવેલા છે. ૭૭. અથવા બાવન પર્વતો ઉપર વીશ ભવનો છે. ઈન્દ્રાણીની રાજધાનીઓમાં બત્રીશ મંદિરો કહેવાયેલ છે. જેઓના મતે ચાર ચાર રાજધાનીઓ છે. તેઓના મતથી ત્યાં સોળ દેવાવાસ (દેરાસર) છે. ૭૯.
તે નંદીશ્વર દ્વીપમાં જાત્રા કરવા ઈન્દ્રો પરિવાર સહિત ચાલ્યા. તેઓનું મન તો પૂર્વે જ પહોંચી ગયેલ હતું. ૮૦. દેવોની આજ્ઞાથી હાસા-પ્રહાસા ગાવા પ્રવૃત્ત થઈ. રાજાની આજ્ઞા પણ દુ:ખંડ છે તો ઈન્દ્રોની આજ્ઞાની શું વાત કરવી? ૮૧. બંને દેવીઓએ વિદ્યુમ્માલીપતિને કહ્યું ઃ હે પ્રિય! વસુદેવની જેમ જલદીથી ઢોલ વગાડો. ૮૨. શું ત્રણ જગતમાં મને કોઈ આદેશ કરનાર છે? એમ ગર્વથી માંત્રિકની જેમ વિન્માળીએ હુંકાર કર્યો. ૮૩. આ પ્રમાણે હુંકાર કર્યો ત્યારે પુત્ર પિતાના ગળામાં વળગે તેમ તેના ગળામાં સુંદર ઢોલ આવીને દઢપણે વળગી ગયો. ૮૪. જેમ ભર્સના કરાતો શિષ્ય સુગુરુની પાસેથી ખસે નહીં તેમ તેના વડે ઉતારાતો હોવા છતાં ઢોલ ગળામાંથી ઉતર્યો નહીં. ૮૫. યુદ્ધમાંથી પલાયન થયેલ ક્ષત્રિયની જેમ અથવા નિગ્રહ કરાયેલ વાદીની જેમ દેવસભામાં લજ્જા પામતો વિધુમ્ભાળી નીચું મોટું કરીને રહ્યો. ૮૬. તે બે હાસા–પ્રહાસાએ તેને પ્રતિબોધ કર્યો કે હે વલ્લભ! લજ્જા છોડો પૂર્વના પણ બધા પંચશીલ દ્વીપના અધિપતિઓએ આ કાર્ય કર્યું છે. ૮૭. તેની રુચિ નહીં હોવા છતાં બંને દેવીઓએ તેની પાસે ઢોલ વગડાવ્યો. અથવા શું બળાત્કારથી બાળકને કડવું ઔષધ નથી પીવડાવાતું.? ૮૮. જેમ સ્ત્રીવર્ગ ભગવાન પાસે ગાતો જાય તેમ મધુરગીતને ગાતી બે દેવીની સાથે ઢોલ વગાડતો વિધુમ્માલી ચાલ્યો. ૮૯. મનુષ્યો સંગીત કરીને ધન મેળવે છે જ્યારે આભિયોગિક દેવો પાસે ફોગટમાં સંગીત કરાવાય છે. ૯૦. પૂર્વનો મિત્ર નાગિલ દેવ દેવસભામાં આવ્યો. ઉત્તમ–અધમ–મધ્યમ ત્રણેય પ્રકારના દેવો તીર્થ યાત્રામાં ભેગાં થાય છે. ૯૧. અર્થાત્ ધર્મની આરાધનામાં બધા સમાન છે. પૂર્વભવના સ્નેહના કારણે તે નાગિલ દેવ વાત કરવા વિધુમ્ભાળીની પાસે આવ્યો અથવા તો સ્નેહ શું શું નથી કરાવતો? ૯૨. જેમ અત્યંત ભૂરો મનુષ્ય સૂર્યને જોઈ શકતો નથી તેમ વિન્માલી તેને જોવા સમર્થ ન થયો. ૯૩. પરચક્રના ભયની જેમ તે દૂર ભાગવા લાગ્યો. અય્યત દેવે પણ પ્રભાતના દીવાની જેમ પ્રભાને સંહરી લીધી. ૯૪. અય્યતવાસી દેવે તેને પૂછ્યું. હે વિધુમ્ભાળી દેવ! તું મને ઓળખે છે કે નહીં તે કહે. ૯૫.વિન્માળીએ તેને કહ્યું કોણ એવો ગર્ભશ્રીમંત છે જે તમારા જેવા ઈન્દ્ર સમાન દેવોને ન ઓળખે? ૯૬. હે મિત્ર! તું સારી રીતે જાણતો નથી એમ બોલતા દેવે તેને પ્રતિબોધ કરવા માટે નાગિલ શ્રાવકનું રૂપ કરીને કહ્યું : ૯૭. તને વારવા છતાં તું અગ્નિમાં પ્રવેશ્યો તેથી તું અલ્પઋદ્ધિવાળો થયો. મહેનત મુજબ ફળ મળે. ૯૮. હે મિત્ર! મારા ભાથામાં
Page #268
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧૧
૨૬૩ જેટલા બાણો હતા તે બધા ખેદ પામ્યા વગર મેં તારી ઉપર ફેંક્યા તો પણ તું વીંધાયો નહીં. કહેવાનો ભાવ એ છે કે તને સમજાવવા મેં બધા પ્રયત્નો કર્યા પણ તું સમજ્યો નહીં અને બળી મર્યો. ૯૯. તારી અજ્ઞાનભરી ચેષ્ટાથી હું નિર્વેદ પામ્યો. જૈન દીક્ષાનું પાલન કરી હું બારમા દેવલોકમાં દેવ થયો. વ્રત મુક્તિ આપવામાં પણ સમર્થ છે. ૪૦૦. તેને સાંભળીને જાણે સર્વસ્વ હરાઈ ગયું હોય તેની જેમ ખેદ પામ્યો. અહો ! મેં પરમમિત્રનું વચન અવગણ્ય! ૪૦૧. જેમ ધનુર્ધારી દોરી તૂટે અને યુદ્ધમાં બે હાથ ઘસતો રહે તેમ અધમ એવા મેં કુદેવત્વને પ્રાપ્ત કર્યું. ૨. નાગિલ દેવે કહ્યું : હમણાં તું ખેદ ન કર. અથવા ચાલી ગયેલી તિથિને બ્રાહ્મણ પણ વાંચતો નથી. ૩. ગૃહસ્થની ચિત્રશાળામાં કાઉગ માટે આવેલા ભાવસાધુ મહાવીર સ્વામીની પ્રતિમાને ભરાવ. ૪. પ્રતિમા ભરાવે છતે તને ભવાંતરમાં બોધિ રત્ન સુલભ થશે. કારણ કે બોધિ રત્ન જ દુર્લભ છે. ૫. જે ભવ્ય જીવ અત્યંત હર્ષથી જિનબિંબોને ભરાવે છે તેના હાથમાં નક્કીથી સ્વર્ગ અને અપવર્ગના સુખો રહેલા છે. દ. જે આત્મા ભાવથી ત્રિકાળ જિનબિંબની પૂજા કરે છે તે દૌભાગ્યું અને દારિદ્રરૂપી પર્વતના શિખર ઉપર વજ ફેંકે છે. ૭. તે નક્કીથી કુયોનિમાં થતા જન્મને જલાંજલિ આપે છે. બાકીનું જે કાંઈ અશુભ છે તે તેનાથી દૂર ને દૂર ભાગે છે. જેમ વિનયી પુત્ર પિતાની આજ્ઞા માને તેમ પ્રમોદના ભરથી ઉછળતા તેણે (વિદ્યુમ્ભાળી દેવે) તેની આજ્ઞાને સ્વીકારી. ૯. નંદીશ્વરની યાત્રા કરીને પોતાને કૃતાર્થ માનતો પોતાના પુણ્યકર્મોની સાથે પાછો ફર્યો. ૧૦. ઉત્તમ આશાના પૂરથી પૂરાયેલ મનવાળા આણે ગૃહસ્થપર્યાયમાં ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં પ્રતિમાથી મુક્ત રહેલા અમને જોયા. ૧૧. મહાહિમવન પર્વત ઉપર જઈને, ગોશીષચંદનને લાવીને યથાદષ્ટ (જે રીતે અમને જોયા તેવી જ રીતે) અમારી મૂર્તિ અલંકાર સહિત કરી. ૧૨. પછી તેણે પદ્મકોશની જેમ ક્ષણથી ઉત્તમ ચંદનના કાષ્ઠની બનાવેલી પેટીમાં પ્રતિમાને સ્થાપના કરી. ૧૩.
અને આ બાજ લવણ સમુદ્રની મધ્યમાં હાલક-ડોલક થતા કોઈક વહાણને છ મહિના થઈ ગયા હતા. અર્થાત્ છ મહિનાથી વહાણ સમુદ્રના વમળમાં ફસાયેલું હતું. ૧૪. ઈન્દ્ર ધનુષ્ય-વિધુત્ અને ગડગડાટથી સહિત વાદળાઓ સમુદ્રના પાણીને અત્યંત ક્ષોભિત કરીને ઉછાળ્યા. તેની સાથે વહાણ પણ ઉછળવા લાગ્યું. ૧૫. ક્યાંક પ્રચંડ વંટોળથી ઉછાળાતા મોજાંની માળાથી ઘણાં ભારે લંગરોથી લાંગરેલ હોવા છતાં પણ વહાણ ઉછાળાય છે. ૧૬. પવનના ભારે સુસવાટાથી ઉછળેલ મોજાંથી ઉછાળાયેલ વહાણ ફરી ઉપર નીચે ઉછળતું હિંચકાની જેમ શોમ્યું. ૧૭. આવર્તમાં ફસાયેલું વહાણ આવર્તની સાથે ભમતું કયાંક શ્રેષ્ઠ લંગરરૂપી હાથોથી નર્તક (નૃત્ય કરનારની) જેમ નાચવા માંડ્યું. ૧૮. જીવોના જીવિતની આશાની જેમ વારંવાર મહાવાતના ઘર્ષણથી ક્ષીણ (જીર્ણ) થઈ ગયેલ દોરડાવાળા લંગરો તુટયા. ૧૯. દારૂ પીનાર મનુષ્યની જેમ ડોલાયમાન થતું વહાણ ક્યાંક જલદી જલદી ચાલ્યું. ક્યાંક મંદ મંદ ચાલ્યું. ક્યાંક અટકી પણ ગયું. ૨૦. મોજાના ઘાતથી પ્રવેશેલા પાણીના ઝરતા બિંદુના સમૂહથી જાણે કે વહાણ ક્યાંક ડૂબી જઈશ એવા ભયથી રડતું હતું. ૨૧. ઉત્પાતની પરંપરાથી તે વહાણ નિરંકુશ થયે છતે કર્ણધાર સહિત નાવિક મૂર્ણિત જેવો થયો. ર૨. રાત્રિમાં ચોરો વડે ધન લુંટાએ છતે પહેરેગીરો કોલાહલ કરે તેમ લંગરધારી માણસોએ કોલાહલ કર્યો. ૨૩. વણિકલોકે લોભથી રત્નાદિ સાર દ્રવ્યને જલદીથી મુખમાં, માથામાં, કેડપટીમાં અને બગલમાં મુક્યું. ૨૪. જલદીથી વહાણનો કપ્તાન જાણે કિંકર્તવ્યમૂઢ થયો. સર્વે પણ લોકે પોતપોતાના દેવનું સ્મરણ કર્યું. ૨૫. તેવી અવસ્થામાં રહેલ વહાણને જોઈને વિન્માળીએ ઉત્પાતોને શાંત કર્યા અથવા તો મનુષ્ય અને દેવમાં આ અંતર (તફાવત) છે. ૨૬. આમાં દેવાધિદેવની
Page #269
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૬૪ પ્રતિમા છે એમ બોલતા દેવે પ્રત્યક્ષ થઈને તે પેટી વહાણના સ્વામીને આપી અને કહ્યું : ૨૭. હે મહાભાગ ! સુખપૂર્વક સમુદ્રને તરી જઈશ અને સિંધુ સૌવીર દેશમાં વીતભય નગરમાં જજે. ૨૮. ચાર રસ્તા પર જઈને તું મોટેથી આ પ્રમાણે ઘોષણા કરજે – હે લોકો! આ દેવાધિદેવની પ્રતિમાને લો, લો. ર૯. એમ કહીને દેવ અદશ્ય થયો. જેમ સન્મતિ શાસ્ત્રાતિને પામે તેમ પ્રતિમાના પ્રભાવથી વહાણ પણ જલદીથી કિનારે પહોંચ્યું. ૩૦. વીતભય નગરમાં જઈને તે દેવસંપુટને (પેટીને) આગળ સ્થાપીને સાંયોગિક વણિકે તે જ પ્રમાણે ઘણી ઘોષણા કરી. ૩૧. તાપસભક્ત ઉદાયન રાજા, તાપસો, પરિવ્રાજકો, બ્રાહ્મણો અને બીજા પણ આવ્યા. ૩ર.
લોકે પોતપોતાના વિષ્ણુ, બ્રહ્મા, બુદ્ધ અથવા બીજા કોઈ દેવનું સ્મરણ કરીને પેટી ઉપર કુહાડાના ઘા માર્યા. ૩૩. તે આ પ્રમાણે- હાથમાં રુદ્રાક્ષની માળા અને કુંડિકાને ધારણ કરનાર, સાવિત્રિકાના પતિ, હિંસારૂઢ, ચતુર્મુખ બ્રહ્મા પોતાનું દર્શન આપે. ૩૪. પૃથ્વીને ઊંચકનાર (કોટી શિલાને ઉખાડનાર), કંસ વગેરેનો ઘાતી, લક્ષ્મીનો પતિ, સમુદ્ર ઉપર સુનાર કૃષ્ણદેવ અમને પોતાનું દર્શન આપો. ૩૫. પોતાના તીર્થનો નાશ થતા પૃથ્વી ઉપર અવતરનાર, કરુણાના ધામ, બુદ્ધદેવ અમને દર્શન આપે. ૩૭. એમ કહીને તીક્ષ્ણ પણ કુહાડાઓથી ફડાતી હોવા છતાં વજના દાબડાની જેમ પેટી જરા પણ ન ભૂદાઈ. ૩૮. ઉલટાનું ત્યારે જેમ પર્વતને મારતા હાથીનાં દાંત ભાંગે તેમ મજબૂત લોખંડના કુહાડા પણ ભાંગી ગયા. ૩૯. જો લાગે તો કુહાડી નહીંતર દાંડો અર્થાત્ લાગે તો તીર નહીં તો તુક્કો એમ સમજીને જાણે પ્રહાર કર્યો તે લોક વિલખો થયો. ૪૦. ત્યારે આશ્ચર્યને જોતા રાજાને સવારથી માંડીને બપોર થઈ. સમય કોઈની રાહ જોતો નથી. ૪૧. રે રે મૂર્ખાઓ! તમે અત્યંત ઉલટી મતિવાળા છો. ત્રણ જગતને નમસ્કારણીય દેવાધિદેવને જનમાં સામાન્ય કુદેવનું સ્મરણ કરીને દર્શનની વાંછા કરો છો એટલે જ જાણે સૂર્ય ત્યારે રોષથી ઘણાં તાપને વરસાવવા લાગ્યો. ૪૩.
અહો! આ ભોજનવેળા વીતી ગઈ એમ જાણીને પ્રભાવતીએ ભોજનના હેતુથી દાસીને રાજાની પાસે મોકલાવી. ૪૪. આશ્ચર્ય બતાવવા માટે રાજાએ રાણીને ત્યાં બોલાવી. અવગ્રહનું ઉલ્લંઘન (મર્યાદાનો ભંગ) કરી ગયેલા સ્નેહની ગતિ આવા પ્રકારની છે. ૪૫. રાજાએ તેનો સર્વ વૃત્તાંત પ્રભાવતીને કહ્યો. અથવા આવા પ્રકારની સ્ત્રીને કહેવું ઉચિત છે. ૪. પરમ શ્રાવિકા પ્રભાવતીએ ઉદાયન રાજાને કહ્યું છે પ્રિય! બ્રહ્મા વગેરે દેવાધિદેવ નથી. જેમ છ ખંડ પૃથ્વીનો નેતા ચક્રવર્તી જ હોય છે તેમ એક અરિહંત જિનેશ્વર દેવ જ દેવાધિદેવ છે. ૪૮, તેથી આ ચંદનની પેટીમાં ભવનપ્રભ દેવાધિદેવ જિનેશ્વરની પ્રતિમા છે. ૪૯. તેથી બ્રહ્માદિનું સ્મરણ કરનારાઓને પોતાનું દર્શન કરાવતા નથી. બીજાના નામથી બોલાવાતો મનુષ્ય પણ જવાબ આપતો નથી. ૫૦. આ લોક સાવધાન થાઓ. જિનેશ્વરના નામના સ્મરણથી હું તરત જ અરિહંત પ્રભુની પ્રતિમાને બતાવું છું. ૫૧. લોક એકતાન થયે છતે ગૂઢ સાંધાને શોધી કાઢવા પ્રભાવતીએ યક્ષ કર્દમ (પ્રભુની પૂજા કરવા માટે ચંદન કેસર કસ્તૂરી વગેરેનો) લેપનું પેટી ઉપર સિંચન કર્યુ. પર. પછી પુષ્પાંજલિ મૂકીને, નમીને, અંજલિ જોડીને કુદષ્ટિવાળાઓના મદને ભાંગતી પ્રભાવતી આ પ્રમાણે
સ્તવના કરવા લાગી. પ૩. હે વીતરાગી પ્રભુ ! હે વીતષી પ્રભુ! હે વીતમોહી પ્રભુ ! હે જિનેશ્વર દેવાધિદેવ સર્વજ્ઞ! તું મને પોતાનું દર્શન આપ. ૫૪. એમ સ્તવના કરી કે તુરત જ ચાવીથી તાળું ખૂલે તેમા પેટી ખુલ્લી ગઈ. ૫૫. જેમ શક્તિના પટમાંથી મોતી નીકળે તેમ ગોશીર્ષ ચંદનની બનાવેલી અને નહીં કરમાયેલી શ્રેષ્ઠ પ્રતિમા અંદરથી પ્રકટ થઈ. ૫૬. અહો ! ત્રણ જગતના સ્વામી દેવાધિદેવ અરિહંત
Page #270
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧૧
૨૬૫ પરમાત્મા છે જેના નામ માત્રથી પ્રતિમાએ દર્શન આપ્યા. પ૭. એ પ્રમાણે બોલતો હર્ષથી વિકસિત થયેલ ચક્ષવાળા લોકે દિશાઓના સમૂહને બહેરો કરનાર જયજયારવ કર્યો. ૫૮. ભક્તિથી પ્રતિમાને પ્રણામ કરીને જાણે સાક્ષાત્ સરસ્વતી ન હોય એવી પ્રભાવતી દેવીએ આ પ્રમાણે સ્તવના કરવાનું શરૂ કર્યું.
૫૯.
હે સૌમ્યમૂર્તિ! હે વિનષ્ટ–અર્તિ! હે પ્રભાકર ! હે વિભાકર! (સૂર્ય) હે જગતબંધુ! હે દયાસિંધુ! ત્રણ જગતમાં આનંદ પામ, આનંદ પામ. ૬૦. હે જિનેશ્વર ! વિવિધ પ્રકારના શસ્ત્રો,-અક્ષમાલાસ્ત્રીથી રહિત તારી મૂર્તિજ બતાવે છે કે તારા ઈર્ષ્યા મોહ અને રાગ ચાલ્યા ગયા છે. ૬૧. જે રીતે મૂર્તિ શાંત, દાંત, નિરંજન દેખાય છે તે રીતે જ દેવાધિદેવપણું છે એમાં કોઈ સંશય નથી. દર. તેણીએ નાવિકને નાના ભાઈની જેમ માનીને પૂજા કરી (સન્માન કર્યું), અથવા ચેટકપુત્રીની વત્સલતા સ્થાને છે. ૩. વરઘોડામાં સ્થાને સ્થાને રાસડા ગવાય છે તે વારાંગનાઓ નૃત્ય કરે છd, ગંધર્વ વર્ગ ગાયે છતે સમગ્ર આચાર્ય ભટ્ટ જય મંગલ કરે છતે નગરમાં ચાર રસ્તા વગેરે સ્થાનો ઉપર અને દુકાનો ઉપર તોરણ, તલિકા વગેરે બંધાયે છતે, અર્થાતુ નગર સુશોભિત કરાયે છતે પ્રભાવતીએ મોટી પ્રભાવનાપૂર્વક અંતઃપુરમાં પ્રતિમાનો પ્રવેશ કરાવ્યો. પ્રભાવના એ દર્શનનું અંગ છે. દ૬. પ્રભાવતીએ અંતઃપુરની મધ્યમાં શુદ્ધ જિનપ્રાસાદ નિર્માણ કરાવ્યો અને તેમાં મનની જેમ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. અર્થાત્ પ્રતિમાને મંદિરમાં સ્થાપન કરાવી અને પ્રભુને હૃદયમાં સ્થાપન કર્યા. ૭. સ્નાન કરીને શુભ્ર (સફેદ) વસ્ત્રો પહેરીને પ્રભાવતી રાણીએ હંમેશા ત્રિકાળપૂજા કરી. ૬૮. ઉદાયન રાજા સ્વયં પાસે રહીને વીણા વગાડે છતે પ્રભાવતીએ પ્રભુની આગળ ઈન્દ્રાણીની જેમ અત્યંત કરુણામય નૃત્ય કર્યું. ૬૯. એમ સંગીતક કરવામાં નિરત, પાપથી વિરામ પામેલી મનુષ્યભવને સફળ કરતી તેણીએ દિવસો પસાર કર્યા. ૭૦.
એકવાર ઉદાયન રાજા સ્વરગ્રામ-મૂછન રાગથી વીણાને સુંદર રીતે વગાડી રહ્યા હતા ત્યારે અત્યંત હર્ષના ભરથી ભાવ-અભિનયપૂર્વક નૃત્ય કરતી પ્રભાવતીના મસ્તકકમળને ન જોયું. ૭૨. તેવા પ્રકારના અરિષ્ટના દર્શનથી કષ્ટની શંકા કરતા રાજાના હાથમાંથી જીર્ણ ભીંતમાંથી પથ્થર પડે તેમ વીણાનો કોણ (વીણા વગાડવાની કાંબી અથવા ગજ જેના વગર વીણા વગાડી શકાય નહીં) પડી ગયો. ૭૩. તુરત જ સંગીતના ભંગથી આનંદ ઊડી જવાથી ઘણી પતિભક્ત હોવા છતાં પણ પ્રભાવતીએ રાજા ઉપર ક્રોધે ભરાઈને કહ્યું ઃ ૭૪. હે નાથ ! શું મેં નૃત્યના તાલનો ભંગ કર્યો જેથી વીણા વગાડતાં વગાડતાં અટકી ગયા. ૭૫. આ પ્રમાણે ઘણાં ઘણાં આગ્રહથી પુછયું ત્યારે રાજાએ કોઈક રીતે (મુશ્કેલીથી) સત્ય હકીકત જણાવી. સ્નેહીઓ પ્રિયપાત્રના અમંગલને કહેવા શક્તિમાન થતા નથી. ૭૬. રાજાના આવા જવાબને સાંભળીને ધીર પણ પ્રભાવતીએ રાજાને કહ્યું કે આ દુર્નિમિત્તથી મારું આયુષ્ય અલ્પ છે એમ હું જાણું છું. ૭૭. હે પ્રિય! આજીવન ધર્મમાં એક માત્ર રત મને મરણનો જરાપણ ભય નથી પરંતુ આ દુર્નિમિત્તનું અવલોકન મને આનંદ આપનારું થયું. કેમકે આ નિમિત્ત મને ચારિત્રની પ્રેરણા કરે છે. વિષાદ વિનાના મુખવાળી પોતાના આવાસમાં ગઈ. અથવા નજીકમાં બુઝાનારી દીવાની વાટ વિશેષથી પ્રદીપ્ત બને છે. ૮૦. જિનધર્મનું જ્ઞાન નહીં હોવાથી રાજા પણ મનમાં દુભાયો. ખરેખર શ્રાવકો જ વિવેકવાળા હોય છે. ૮૧.
એકવાર જિનપ્રતિમાની પૂજાના અવસરે રાણીએ સ્નાન કરી લીધું ત્યારે દાસી પૂજાને યોગ્ય વસ્ત્રો લઈ આવી. ૮૨. રાણીએ અરિષ્ટના કારણે વસ્ત્રોને લાલ વર્ણના જોયા. મોટાઓને પણ અંતકાળે પ્રકૃતિ (સ્વભાવ)નો વિપર્યય થાય છે. ૮૩. હે સમયને નહીં જાણનારી દાસી!દેવપૂજાના સમયે પ્રતિકૂળ વસ્ત્રો
Page #271
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૬૬ કેમ લાવી? એમ ગુસ્સે થયેલી કોપના આવેશથી પ્રભાવતીએ દાસી ઉપર અરીસાનો ઘા કર્યો. તેના ઘા થી વરાકડી દાસી તરત જ મરી ગઈ. ૮૫. આયુષ્ય ક્ષીણ થયે છતે બેઠેલાનું પણ મરણ થાય છે અને જો આયુષ્ય બળવાન હોય તો શસ્ત્રોથી પણ મરણ થતું નથી. ૮૬. જેમ પિત્તનો પ્રકોપ શાંત થયા પછી મનુષ્ય શંખને સફેદ જુએ છે. તેમ પ્રભાવતીએ વસ્ત્રોને સફેદ જોયા. ૮૭. રાણીએ પોતાની નિંદા કરી પાપિણી મને ધિક્કાર થાઓ. મેં આજે પંચેન્દ્રિયવધના નિયમને ખંડિત કર્યો. ૮૮. બીજાના પણ વધમાં નરકમાં પાત થાય છે તો શું સ્ત્રીના વધમાં ન થાય? સામાન્યપણ વિષ તુરત મારે છે તો શું તાલપુટ વિષ ન મારે? ૮૯. સર્વવિરતિ વિના મારી શુદ્ધિ નહીં થાય. મષિથી મલિન થયેલું વસ્ત્ર દૂધથી જ શુદ્ધ થાય છે. ૯૦. રાજાની પાસે જઈને પોતાના દુષ્કૃત્યને જણાવ્યું અને વિનયથી પ્રભાવતીએ રાજાને આ પ્રમાણે જણાવ્યું હે નાથ ! મેં તમારા હાથમાંથી વીણાનું પડી જવું અને વર્ણનો વિપર્યાસ એમ બે નિમિત્ત પ્રત્યક્ષ જાણ્યા. બીજા નિમિત્તથી હું અલ્પ આયુષ્યવાળી છું એમ જાણું છું. હે પ્રાણ વલ્લભ! મને ચારિત્ર ગ્રહણમાં વિઘ્ન ન કરશો. ૯૩. રાજ્ય સંપત્તિ સુલભ છે, દેવસંપત્તિ સુલભ છે, પ્રિયનો સંયોગ સુલભ છે પણ વિરતિ દુર્લભ છે. ૯૪. તેથી કૃપા કરીને વાત્સલ્યને ધારણ કરતા તમે મને રજા આપો. જેથી હું મારા હિતને સાધું. ૯૫. આ પ્રમાણે દીક્ષા માટે આગ્રહ કરતી રાણીને રાજાએ રજા આપી કે વિપ્ન વિના તારી સિદ્ધિ થાઓ. પોતાના હિતને સાધ. ૯૬. અને કહ્યું કે હે દેવી ! સ્વર્ગમાં ગયેલી તે પોતાના સુખને ગૌણ કરીને આવીને સ્નેહપૂર્વક મને દીપકની જેમ બોધ પમાડજે. ૯૭. આ વાતનો સ્વીકાર કરીને, દાન આપીને નગરજનોને આનંદિત કરીને આશ્ચર્ય ઉત્પન્ન કરતી તેણીએ ચારિત્રને ગ્રહણ કર્યું.૯૮. પ્રભાવતી સાધ્વીએ દીક્ષા લઈને તુરત જ અનશનને સ્વીકાર્યું. જો મૃત્યુનો સમય જણાઈ ગયો હોય તો ભોજનની આશા કેવી? ૯૯. તે મરીને પ્રથમ દેવલોકમાં મહર્તિક દેવ થઈ. મોટાઓને આ લોક અને પરલોકમાં રાજ્ય જ છે. ૫૦૦. દેવદત્તા નામની કુબ્બા દાસીએ દેવે આપેલી તે પ્રતિમાનું પૂજન કરવાનું સ્વીકાર્યું. ખરેખર આ પ્રકારના ભાગ્યોથી આભાવ્ય (હક્કનું) થાય છે. ૫૦૧.
આ બાજુ પ્રભાવતી દેવે રાજાને ધર્મની પ્રેરણા કરી છતાં રાજા બોધ ન પામ્યો. હેતુ હોવા છતાં ફળ ન મળ્યું. ૨. આ રીતે બોધ પામશે એમ ક્ષણથી અવધિજ્ઞાનથી જાણીને નાટકિયો નાટકમાં અન્ય વેશને ધારણ કરે તેમ દેવે તાપસના રૂપને ધારણ કર્યું. ૩. જાણે રાજાને આજે ધર્મનું ફળ મળશે એમ સૂચવતો ન હોય તેમ હાથમાં દિવ્ય અમૃત ફળ લઈને આવ્યો. ૪. પછી દેવે રાજાની સમક્ષ ફળ ધર્યુ અથવા તો દેવોની ફળ દાનની પ્રવૃત્તિમાં શું આશ્ચર્ય હોય? પ. રાજા તાપસનો ભક્ત હોવાથી તેણે આપેલ ફળને બહુ માન્યું. અથવા ગુરુએ પ્રસાદથી આપેલ વસ્તુમાં કોણ ગૌરવ ન પામે? ૬. સુપક્વ, સુગંધિ, સુસ્વાદિષ્ટ, ફળોનો આસ્વાદ લેતા રાજાની ઈન્દ્રિયો આફ્લાદ પામી. ૭. આવા પ્રકારના ફળો ક્યારેય જોયા નથી, સાંભળ્યા નથી મનુષ્યોને પૃથ્વી ઉપર કલ્પવૃક્ષના ફળો મળવા દુર્લભ છે. ૮. હે તાપસોત્તમ! તમે કહો આવા ફળો
ક્યાં મળે છે? આ પ્રમાણે રાજા વડે પુછાયેલ દેવ તાપસે કહ્યું : ૯. હે રાજન્ ! તારા નગરની નજીકમાં વર્તતા આશ્રમમાં જ આવા ફળો છે. અથવા ભૂમિમાં નિધિઓ સ્થાને સ્થાને હોય છે. ૧૦. મેં તને પ્રધાન ફળના ભાવથી આ ભેટશું કર્યું છે. કેમકે તે લોકપાલનો અંશ છે અને સર્વ આશ્રમનો ગુરુ છે. કહેવાનો ભાવ એ છે કે તું લોકમાં ઉત્તમ પુરુષ છે તેથી તને આવું ફળ આપવાથી મને વિશેષ લાભ થાય. ૧૧. હે મુનિ! હું આશ્રમ જોવા ઉત્કંઠિત થયો છું તેથી મને તે બતાવ. આ પ્રમાણે બોલતા આને એકલો કરીને જલદીથી નગરની બહાર લઈ જઈને ઈન્દ્રજાલિકની જેમ દેવ તાપસોથી ભરેલા આશ્રમને બતાવ્યું. ૧૩.
Page #272
--------------------------------------------------------------------------
________________
સ-૧૧
૨૬૭ અહો ! ભાગ્યજોગે મનોહર ફળોથી ભરપુર તાપસના આશ્રમમાં ઈચ્છા મુજબ ફળોનું ભોજન મળશે. ૧૪. આમ વિચારીને રાજા ફળો લેવાની ઈચ્છાથી દોડ્યો. આ લંપટ જીભ મોટાને પણ આપત્તિમાં નાખે છે. ૧૫. યમના દૂતોની જેમ કૃત્રિમ તાપસો ઊભા થઈને મુદ્ધિ આદિથી ઉદાયન રાજાને હણવા લાગ્યા. ૧૬. પછી ઘણો બળવાન હોવા છતાં આ એકલો ડરપોક પલાયન થયો. વિવિધ પ્રકારના કર્મોથી બંધાયેલો પરાક્રમી પણ જીવ શું કરી શકે? ૧૭. રાજાએ તું ભય ન પામ એમ બોલતા અરીસા જેવા સ્વચ્છ મુનિઓને જોયા. રાજા તેઓને શરણે ગયો. ૧૮. અમૃતરસ જેવા કોમળ, મનોહર ધર્મવચનોથી ધર્મનિપુણ સાધુઓએ રાજાનો સંતાપ બુઝાવ્યો. ૧૯. સંસારમાં ઘણા ભાવશત્રુઓથી પીડિત પણ મોક્ષને ઈચ્છતા જીવોને ધર્મ જ એક શરણ છે. ૨૦. ધર્મનું મૂળ સમ્યકત્વ છે અને તે દેવાદિમાં રુચિ સ્વરૂપ છે. તેથી બુદ્ધિમાનોએ દેવગુરુ તત્ત્વોની પરીક્ષા કરવી જોઈએ. ૨૧. હે નરપુંગવ! રાગ–અરતિ–રતિ–પ્રમાદભય-જન્મ–ચિંતા-હાસ્ય-જુગુપ્સા- શોકમિથ્યાત્વ- અજ્ઞાન- કામવિષાદ– અવિરતિ નિદ્રા અને અંતરાય એ અઢાર દોષથી જે રહિત હોય તે દેવ કહેવાય છે. ૨૩. જે અબ્રહ્મના ત્યાગી, કરુણા કરવામાં શત્રુ તથા મિત્રમાં, તૃણ અને સ્ત્રીના સમૂહમાં, સુવર્ણ તથા ધૂળમાં સમભાવ ધરાવે તે ગુરુ કહેવાય છે. ૨૪. હે નરેશ્વર ! જીવ–અજીવ–પુણ્ય- પાપ-આસવ-સંવર– નિર્જરા–બંધ અને મોક્ષ આ નવ તત્ત્વો છે. ૨૫. જિનવચનમાં શંકા ન કરવી, પરમતની કાંક્ષા ન કરવી, મલિન સાધુઓની દુર્ગચ્છા ન કરવી, અથવા જિનવચનમાં ફળનો સંદેહ ન કરવો, અન્ય દર્શનીઓના ચમત્કારો દેખી મોહિત ન થવું, બીજાના ગુણોની પ્રશંસા તથા ધર્મમાં સીદાતાને સ્થિર કરવો. સાધર્મિક વાત્સલ્ય અને જૈનશાસનની પ્રભાવના આ દર્શનના આચારો છે. સમ્યકત્વને નિર્મળ કરવા આ આચારોનું પાલન કરવું જોઈએ. સાધર્મિક વાત્સલ્ય અને પ્રભાવનામાં વિશેષથી પ્રયત્ન કરવો જોઈએ કારણ કે વિશિષ્ટ સાધર્મિક વાત્સલ્ય કરવામાં રાજાઓ સમર્થ હોય છે. ૨૮. પ્રભાવકોમાં રાજાઓની ગણતરી કરી છે. સાધર્મિક વાત્સલ્ય બે પ્રકારે છે. ૧. દ્રવ્યથી અને ૨. ભાવથી ર૯. ખાધ-પાન-અશન અને સ્વાદ્ય તથા વસ્ત્ર-પુષ્પાદિ દ્રવ્યોથી સમાન ધર્મીઓનું વાત્સલ્ય કરવું. ૩૦. જેઓનો દેવ એક જિનેશ્વર છે, એક ચારિત્રવંત જેઓનો ગુરુ છે તે આ સાધર્મિકો જાણવા પણ આનાથી વિપરીત છે તે સાધર્મિક નથી. કહેવાનો ભાવ એ છે કે જેઓ વીતરાગ દેવ તથા ચારિત્રવંતને ગુરુ માનતા નથી તેઓ સાધર્મિક નથી. ૩૧.સાધર્મિક નમસ્કાર માત્ર ગણનારો હોય તો પણ તેને ભાઈની સમાન જાણવો. તેનાથી અધિકની અર્થાત્ નવકાર ગણવા કરતા વિશેષ આરાધના કરતા હોય તેની પરમ સ્નેહથી ભક્તિ કરવી જોઈએ. ૩૨. સાધર્મિકોની સાથે કયારેય વિવાદ કજિયો, લડાઈ તથા વેર ન કરવું જોઈએ કારણ કે આગમમાં કહ્યું છે કે જે દયાહીન કોપથી સાધર્મિકો ઉપર પ્રહાર કરે છે તે લોકના ભાઈ, જિનેશ્વરની આશાતના કરે છે. ૩૪. બીજી બીજી જાતિઓમાં જન્મેલા, બીજા સ્થાને વસતા સમ્યગૃષ્ટિ સાધર્મિકોનો સંબંધમાં પ્રયોજન ઉપસ્થિત થયે છતે જે વિજ્ઞાન, ધન, શક્તિ (બળ)થી હંમેશા ઉપકાર કરે છે તે પ્રશંસનીય છે તે સુંદર છે. પુણ્યાનુબંધી પુણ્યનું કારણ છે. ૩૬. જેમ રામે વજાયુધ રાજાનું સાધર્મિક વાત્સલ્ય કર્યુ અથવા ભરત રાજાએ કર્યું તે રીતે વિવેકીઓએ સાધર્મિક વાત્સલ્ય કરવું જોઈએ. ૩૭. ભોજનના અભાવથી સાધર્મિકો સીદાતા હોય ત્યારે શક્તિ હોવા છતાં સાધર્મિકને જમાડ્યા વિના પોતે ભોજન કરે તો દોષમાં પડે છે. ૩૮. ધર્મકાર્યમાં સીદાતાને કોમળ ધાર્મિક વચનોથી જે અત્યંત સ્થિર કરે છે તે આ ભાવવાત્સલ્ય છે. ૩૯. હે ભદ્ર ! તું ગઈકાલે ઉપાશ્રયમાં દેખાયો નહીં. દેરાસરમાં દેખાયો નહીં તો કહે શું કારણ હતું? ૪૦. હવે જો તેણે કૌતુક-તમાસા વગેરે કારણો જણાવ્યા હોય તો તેને અમૃત જેવી
Page #273
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૬૮ કોમળ વાણીથી યથાયોગ્ય રીતે કહેવું. ૪૧.વિવેકી એવા તારે પ્રમાદ કરવો ઉચિત નથી. એક તો મનુષ્યભવ દુર્લભ છે. તેનાથી પણ ધર્મ દુર્લભ છે. તેનાથી સાધુ અને શ્રાવકની સામગ્રી મળવી દુર્લભ છે. જીવિત, યૌવન, લક્ષ્મી અને બીજું પણ અસ્થિર છે. ૪૩. દુર્લભ મનુષ્યભવ પામીને જે આ ધર્મમાં પ્રમાદ કરે છે તે સોનાના થાળમાં માટી ભરે છે. ચિંતામણિ રત્નથી કાગડાને ઉડાળે છે. આવા પ્રકારનીવાણીથી સાધર્મિકને બોધ પમાડે. હે રાજનું! આ બંને પ્રકારના વાત્સલ્યમાં પ્રયત્ન કરવો જોઈએ. ૪. હે રાજન!જિનેશ્વરોની તીર્થયાત્રા રથયાત્રા અને પૂજા વગેરે અનુષ્ઠાનોથી અને જિનમંદિરના નિર્માણથી જિનશાસનની પ્રભાવના કરવી જોઈએ. ૪૭. હે રાજનું! જેમ ભેદજ્ઞ ભેદોથી શત્રુને ભેદે તેમ ભાવના ઉપર આરૂઢ થયેલા આ ભવ્ય પ્રભાવનાના ભરથી ભરણપોષણ કરીને ભવને ભેટે છે. ૪૮.
આ પ્રમાણેની દેશનાથી રાજા એવો પ્રતિબોધ પામ્યો જેથી જૈનધર્મ સાતેય ધાતુમાં પરિણામ પામ્યો. ૪૯. સબુદ્ધિ ઉદાયને હૃદયમાં વિચાર્યુ કે આટલા દિવસો સુધી ઠગ જેવા આ તાપસોથી હું કેવી રીતે ઠગાયો? ૨૦. પછી રાજાએ હિંસાદિથી દુષ્ટ તાપસ દર્શનનો ત્યાગ કરીને કરુણાપ્રધાન શ્રેષ્ઠ જૈનશાસનનો
સ્વીકાર કર્યો. ૫૧. તે હું આ ધન્ય, પવિત્ર અને કૃતકૃત્ય, વિષત્યાગી, અમૃતભોજી અને પ્રશંસાને પાત્ર નક્કીથી થયો. પર. પછી જેમ વાદળમાંથી સૂર્ય નીકળે તેમ પ્રભાવતી દેવે પ્રકટ થઈ પોતાના દર્શન કરાવ્યા. પ૩. દેવે પોતાનો વૃત્તાંત કહ્યો અને રાજાને ધર્મમાં સ્થિર કર્યો અને અદશ્ય થયો. રાજા વિસ્મિત થયો. ૫૪. પછી રાજાએ નવા ઉત્પન્ન થયેલ દેવની જેમ પોતાને સભામાં રહેલો જોયો. ૫૫. તે દિવસથી માંડીને રાજા પરમ શ્રાવક થયો. ધાર્મિકોની કોઈ એક નિયત ખાણ હોતી નથી. કહેવાનો ભાવ એ છે કે રત્નો ચોક્કસ ખાણમાંથી નીકળે છે. જ્યારે શ્રાવકને ઉત્પન્ન થવા માટે ચોક્કસ કુળ નથી તિર્યંચ અને મનુષ્ય ગતિમાંથી ગમે તેમાંથી ઉત્પન્ન થાય. પs.
આ બાજુ ગાંધાર નામના દેશમાં જન્મેલા ગાંધાર નામનો શ્રાવક હતો જેણે ક્ષણ પણ પાપની ગંધને સહન ન કરી અર્થાત્ તે જરા પણ પાપની પ્રવૃત્તિ કરતો ન હતો. ૫૭. એક વાર વૈતાઢય પર્વત ઉપર રહેલી શાશ્વતી અરિહંતની પ્રતિમાઓને વંદન કરવા હર્ષથી તેની તળેટીએ ગયો. અથવા જીવને કઈ ઈચ્છા થતી નથી? ૫૮. પછી ગાંધાર શ્રાવક શાસન દેવતાને મનમાં કરીને ઉપવાસ કરીને રહ્યો આવા પ્રકારની અભિષ્ટ પ્રાપ્તિમાં બીજી કોઈ ગતિ નથી અર્થાત્ ઉપાય નથી ૫૯. ઘણા સાહસને જોઈને શાસનદેવી ખુશ થઈ તેના ઈચ્છિતને પૂરું કર્યું. સત્ત્વથી અર્થની સિદ્ધિ થાય છે. ૬૦. ભક્તિથી જિનેશ્વર ભગવંતની પ્રતિમાઓને જુહારી. પછી શાસનદેવીએ તેને તળેટીમાં મુક્યો. કારણ કે યોગ અને ક્ષેમ દેવને આધીન છે. ૬૧. દેવીએ ઈચ્છિતને આપનારી એકસો આઠ ગુટિકા ગાંધાર શ્રાવકને આપી. દેવોને શ્રાવકોનું વાત્સલ્ય કરવું ઉચિત છે. દર. મોઢામાં એક ગુટિકાને મૂકીને ગાંધાર શ્રાવકે વિચાર્યું કે જો હું વીતભય નગરમાં જીવિત સ્વામીની પ્રતિમાને વંદ તો ધન્ય થાઉં. આવો વિચાર કરવા માત્રથી તે તુરંત જ દેવની જેમ વીતભય નગરમાં પહોંચ્યો. ૬૪. કુન્શાએ ગાંધાર શ્રાવકને પ્રતિમાના વંદન કરાવ્યા. પ્રભાવતીના સંગથી તેની કોઈક પ્રભા થશે. ૬૫.
બીજા દિવસે ગાંધાર શ્રાવકને શરીરની અસ્વસ્થતા થઈ. કેમકે ઔદારિક શરીર હંમેશા રોગોનું ઘર છે. દ૬. દેવદત્તા કુન્શાએ પ્રવર-ઔષધો અને પથ્યાદિના પાલનથી તે ગ્લાનની પરમ આદરથી સેવા કરી. ૬૭. તેની સેવાથી આ પણ સાજો થયો. જો પ્રાણીનું આયુષ્ય બળવાન હોય તો ઉપાય મળી જાય છે. ૬૮. કૃતજ્ઞ ગાંધારે બધી ગુટિકાઓ કુન્જાને આપી અથવા હંમેશા મહાપુરુષો ઉપકાર ગ્રાહ્ય હોય છે. દ૯.
Page #274
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧૧
૨૬૯ અહીં પણ કુબ્બાએ દેવપૂજાનું સફળ મેળવ્યું. જે ઈચ્છિત સંપત્તિને આપનારી ગુટિકાઓ મળી. ૭૦. પોતાના અલ્પાયુને જાણતા મહામતિ ગાંધાર શ્રાવકે દુર્ગધની જેમ (ઉકરડાની જેમ) ગૃહસ્થપણાનો ત્યાગ કરીને દીક્ષા લીધી. ૭૧. રૂપને ઈચ્છતી આણે ક્ષણથી રૂપરૂપી અંકુરાને ઉગવા માટે વાદળ સમાન એક ગુટિકાને મુખમાં નાખી. ૭૨. જેમ પૂર્વે વિશ્વકર્માએ સૂર્યની મૂર્તિનું સર્જન કર્યું હતું તેમ ગુટિકાના પ્રભાવથી તે જલદીથી દિવ્ય રૂપવાળી થઈ. ૭૩. ગુટિકાના પ્રભાવથી સુવર્ણવર્મા થયેલી કુન્જાનું નામ લોકોએ સુર્વણગુલિકા પાડ્યું. ૭૪. જેમ જંગલમાં ઉગેલી માલતી નકામી છે તેમ સુંદર પતિ વિના મારી આ સર્વ રૂપસંપત્તિ નિષ્ફળ છે. ૭પ. આ રાજા ઉદાર રૂપવાન, શૂરવીર છે તે ગંગાને ભગીરથની જેમ ફક્ત મારે પિતા તુલ્ય છે. મારી સમક્ષ જે આ બાકીના રાજા છે તે જેમ ચંદ્રના સેવકો તારા છે, અને સૂર્યના સેવકો ગ્રહો છે તેમ આના સેવકો છે. ૭૭. આમાંથી જો એકને હું પતિ બનાવીશ તો મારી ખ્યાતિ નહીં રહે કારણ કે ઘોડાનો ખરીદનાર કેવો છે તે મુજબ ઘોડાની કિંમત અંકાય છે. ૭૮. પ્રદ્યોત રાજા શ્રેષ્ઠ છે તેથી તે મારો પતિ થાઓ. માગેલું જો મળે છે તો માંગવામાં કરકસર શેની રખાય? ૭૯. આ પ્રમાણે અવંતિના રાજા માટે તેણીએ બીજી ગુટિકા હર્ષથી મુખમાં નાખી. લોભથી લોભ વધે છે. ૮૦. તે વખતે જ દેવતાએ દૂતીની જેમ ચંડપ્રદ્યોતની પાસે જઈને ચેટીના રૂપનું સુંદર વર્ણન કર્યુ. ૮૧. હે રાજનું! તારું અંતઃપુર ગમે તેટલું સારું હોય તો પણ આ સુવર્ણગુલિકા આગળ કંઈ વિશાતમાં નથી. તેના પગના અંગુઠામાં બંધાયેલી સ્ત્રી (કુરુપપણ) શોભે છે. પણ દૂર રહેલી બીજી કોઈ સ્ત્રી (સારી હોય તો પણ) શોભતી નથી. ૮૨. જેમ ચતુર રમ્યકથામાં ઉત્કંઠિત થાય તેમ રાજા તેના દર્શન કરવા માટે જલદીથી ઉત્કંઠિત થયો. ૮૩. રાજાએ તત્ક્ષણ તેની પાસે દૂત મોકલ્યો ખરેખર ગરજ પડે ત્યારે મોટાઓ પણ નાનાની પાસે યાચક બને છે. ૮૪. આણે જઈને ચેટિકાને (સુવર્ણગુલિકાને) કહ્યું : હે સુરેખા ! રૂપથી સુંદર અમારા સ્વામી અવંતિ દેશનો રાજા રમણ કરવાની ઈચ્છાથી તને ચાહે છે. ૮૫. પછી આ કલકંઠીએ મધુરવાણીથી કહ્યું સૂર્યની જેમ વિખ્યાત થયેલ પ્રદ્યોતને કોણ ન ઈચ્છે? પણ અહીં જાતે આવીને તે પોતાનું રૂપ બતાવે કેમકે ખરીદનારાઓ માલ જોઈ કરીને ખરીદે છે. ૮૭. દૂતે પાછા આવીને હકીકત જણાવી ત્યારે તેના રૂપથી અત્યંત મોહિત થયેલ રાત્રે નલગિરિ ઉપર બેસીને અહંકારી રાજા દાસી પાસે આવ્યો. શું સોયની પાછળ દોરો નથી આવતો? ૮૯. જેમ નિપુણ દરજીથી સીવાયેલ વસ્ત્ર એક થાય તેમ ઈચ્છા મુજબ જોતા આ બંનેના ચિત્ત એક થયા. ૯૦. રાજાએ પરમ પ્રેમથી દાસીને કહ્યું હે ગૌરાંગી ! હે વિશાલાક્ષી! તું હમણાં મારા નગરમાં આવ. દેશ-કાલ અને અવસ્થાને ઉચિત તારા સર્વ ચિંતિત મનોરથને પૂરા કરીશ. ૯૨. કારણ કે દૂર રહેલાઓ ફક્ત આવવા જવાની ક્રિયા કરે છે. આવો–જાઓ એમ કરવામાં અધિક સ્વાર્થ સિદ્ધ થતો નથી. કહેવાનો ભાવ એ છે કે હું અવંતિમાં રહું અને તું અહીં વીતભય નગરમાં રહેતો આવવા જવામાં મારો સમય પૂરો થઈ જાય તેથી તું ત્યાં આવી જા. ૯૩. તેણીએ પણ કહ્યું કે હે કામદેવના રૂપના અભિમાનને મર્દન કરનાર ! હું આવવા માટે તૈયાર છું પરંતુ હે સ્વામિન્! સાંભળો જેમ મનુષ્યની ગરમી વિના ઝુંટણાક પણ જીવી શકતું નથી. તેમ હું દેવાધિદેવની પ્રતિમા વિના જીવી ન શકે. ૯૫. તમે ચંદનની બીજી પ્રતિમા બનાવીને લાવો. જેમ આદેશીના સ્થાને આદેશ કરાય છે તેમ આ પ્રતિમાને સ્થાને તે મુકાય. ૯૬. બીજી પ્રતિમા કરાવવા માટે તેણે પ્રતિમાનું નિરીક્ષણ કર્યું. નહીંતર આવા પ્રકારના કાર્યોમાં તે નિરુદ્યમ હતો.
૧. આદેશી ગમ ધાતુને શિતુ પ્રત્યય લાગતા ગચ્છ આદેશ થાય છે. ગમે આદેશી કહેવાય અને ગચ્છ આદેશ કહેવાય. આદેશ હંમેશા શત્ર જેવો હોય તે આદેશીને ખસેડીને આદેશના સ્થાને બેસી જાય.
Page #275
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૭૦ કહેવાનો ભાવ એ છે કે તે ક્યારેય ભગવાનના દર્શન કરતો ન હતો છતાં અહીં તેણે ધારી ધારીને પ્રતિમાનું નિરીક્ષણ કર્યું. કારણ કે તેના વિના સુવર્ણગુલિકાની પ્રાપ્તિ દુર્લભ હતી. ૯૭. પ્રેમ સાગરમાં ડૂબેલા તે બંને રાત્રે રતિક્રીડામાં લીન થયા અથવા તો નવી વસ્તુમાં સર્વત્ર રાગ થાય છે. અલ્પ તારાના પરિષદવાળો ચંદ્ર આકાશમાર્ગને પસાર કરીને પ્રભાતે પશ્ચિમ દિશામાં જાય તેમ રાજા પોતાની નગરીમાં ગયો. ૯૮. રાજાએ જે રીતે પ્રતિમા જોઈ હતી તે મુજબ બીજી નવી સત્યંદનમયી પ્રતિમા બનાવડાવી. ૪00. જેમ કૃષ્ણ કૌસ્તુભ મણિને છાતી ઉપર ધારણ કરતા હતા તેમ તેણે પ્રતિમાને ધારણ કરીને નલગિરિ હાથી ઉપર આરૂઢ થયો. ૬૦૧. ઉદાયનની નગરીમાં પહોંચીને પ્રદ્યોત રાજાએ જાણે મંત્રથી જીવિત ન કરાઈ હોય એવી પ્રતિમા સુવર્ણગુલિકાને આપી. ૨. ઉજ્જૈનના રાજામાં આસક્ત થયેલી દેવદત્તાએ નવી પ્રતિમાને બદલે જુની ઉત્તમ પ્રતિમાને લીધી. ૩. ધર્મ અને કામ બંનેની જેમ પ્રતિમા અને દેવદત્તાને હાથી ઉપર બેસાડીને પ્રદ્યોત ઉજ્જૈનીમાં પાછો આવ્યો. ૪. ઉજ્જૈનમાં આવી ગયેલી દાસીએ (સુવર્ણગુલિકાએ) પ્રભાવતીના મમત્વથી ધૂપ-પુષ્પ ફળાદિથી પ્રતિમાને સારી રીતે પૂજી. ૫.
આ બાજુ સવારે સ્નાન અને વિલેપન કરીને અખંડ શુભ વસ્ત્રો પહેરીને દેવાધિદેવની પ્રતિમાને પૂજવા ઉદાયન રાજા સ્વયં ગયો. ખરેખર દેવપૂજા સમ્યકત્વને નિર્મળ કરવાનું શ્રેષ્ઠ કારણ છે. ૭. પુષ્પ પૂજા વખતે પ્રતિમા ઉપર ચડાવેલ પુષ્પોને અતિશય લાંઘણ કરેલ (ઉપવાસી) મનુષ્યના મુખની જેમ કરમાયેલા જોયા. અહો ! આ શું થયું એમ ઉદાયન રાજાએ વિચાર્યુઃ ૮. ખરેખર આ મૂળ પ્રતિમા નથી તેનાથી બીજી જ છે. અન્ય સા રાની ચર્ચા નમ્ય દ્રશ્નન વિ . જે ધનથી એક પાલી પ્રમાણ સરસવ (રાઈ) મળતી હતી તે હવે પા પાલી પ્રમાણ મળે છે. કહેવાનો ભાવ એ છે કે મૂળ પ્રતિમાથી જે લાભ થતો હતો તે હવે પા ભાગે મળ્યો. ૯. નિધિની પાસે રહેલા ધનની જેમ જેણીએ કયારેય પ્રતિમાનું પડખું મુક્યું ન હતું તે દાસી પણ દેખાતી નથી. ૧૦. વિરક્ત સાધુની જેમ હાથીઓ મદ વગરના થયા છે તેથી નક્કીથી અનિલવેગ હાથી અહીં આવ્યો છે. ૧૧. માલવપતિ પ્રદ્યોત પ્રતિમા સહિત દાસીને હરી ગયો છે. કેમકે તેને જ સ્ત્રીઓની ચોરી કરવાનો અભ્યાસ છે. ૧૨. પછી જ ઉદાયન રાજાએ પ્રદ્યોતની પાસે વિદ્વાન ચતુર દૂતને મોકલ્યા કેમકે આવા પ્રકારનો રાજધર્મ છે. ૧૩. ચતુરાઈ ભર્યા વચન બોલવામાં નિપુણ દૂતે જઈને સભામાં બેઠો. ચંડપ્રદ્યોત રાજાની આગળ કંઈક મૃદ, કંઈક કઠોર વાણી કહી. ૧૪. જગતમાં એક વીર, શરણ્યોમાં એક શિરોમણિ, સિંધુ સૌવીર પ્રમુખ વિવિધ દેશોના સ્વામી ઉદાયન રાજાનો હે રાજનુ હું દૂત છું. તમને આ સંદેશો કહેવા મને મોકલ્યો છે. ૧૬. જો દાસી તને પ્રિય હતી અને તે દાસીને પ્રિય છે તો ભલે હો. તેમાં અમારો ઉદાયન રાજા કોઈની સમુચિત ઈચ્છાને ભાંગતો નથી. ૧૭. હે રાજનું! દેવાધિદેવની પ્રતિમા પાછી આપ. પરમ અરિહંતની પ્રતિમા મારા પ્રભુના ઘરે છે. ૧૮. બીજા પણ રત્નો મારા સ્વામીની પાસે શોભે છે તો પ્રતિમાનું શું કહેવું? જે મૂળથી જ મારા સ્વામીની છે તેથી અનુપમ પ્રતિમાને જલદીથી પાછી મોકલી આપ. આમ કરીશ તો જ તારું સર્વ કલ્યાણ થશે. ૨૦. કારણ કે મારો સ્વામી બાળકની જેમ શત્રુનો એક ગુનો ગણતો નથી અર્થાત્ માફ કરે છે. જો તે નહીં માને તો તારે કડવું ફળ ચાખવું પડશે. ક્યારેય પણ ક્યાંય પણ સિંહને છંછેડવો સારો નથી. ૨૨. તેના વચનો સાંભળીને ક્રોધે ભરાયેલ રાજાએ કહ્યું: ખરેખર તે કૂતરા પાળવાની સભામાં મોટો થયો છે નહીંતર અસંબંધ વચનો કેમ બોલે? તારો સ્વામી આવા પ્રકારનો હશે જે તારા મુખે આવા વચનો કહેવડાવે છે. ૨૪. તારા સ્વામી વડે અપાયેલી દાસી શું મારા ઘરે રહેશે? શું કોઈના કહેવાથી લક્ષ્મી કોઈના ઘરે વાસ કરે છે? ૨૫. તારો
Page #276
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧૧
૨૭૧
સ્વામી કેવો છે જે મારી પાસે પ્રતિમાની માગણી કરે છે ? હાથીના મુખમાં ગયેલો કોળિયો શું કોઈનાથી બહાર કાઢી શકાય છે ? ૨૬. જે આ પ્રતિમા છે તે તેની છે જે આ રત્નો છે તે આના છે એવું જે કહેવાય છે તે ખોટું છે કેમકે સર્વ વસ્તુ તલવારને આધીન છે. ૨૭. તથા મેં જે પ્રતિમા પોતાના ભુજાના બળથી ગ્રહણ કરી છે તેને હું સામાન્ય રાજાઓની જેમ કેવી રીતે પાછી આપું ? અરે ! અનેક દુર્જય રાજાઓને મેં વશ કર્યા છે એવા મને શું તારો સ્વામી નથી જાણતો ? જે આમ પોતાની મહત્ત્વકાંક્ષા જણાવે છે. ૨૯. દૂતે પણ માલવરાજને ભાવપૂર્વક જણાવ્યું. નાચવા માટે ઊભા થાય તેને ઘૂમટો કાઢવાની શું જરૂર છે ? ૩૦. હે રાજન્ ! એ વાત સાચી છે કે મારા રાજાએ તને દાસી નથી આપી પણ હમણાં અતુલ પરાક્રમી તને દાસપણું આપશે. ૩૧. તે મહાભુજ બળાત્કારે પ્રતિમાને ગ્રહણ કરશે. હાથીઓના ગંડસ્થળમાં રહેલો શું સિંહ બહાર નથી કાઢતો ? ૩ર. ખડ્ગાધીનને તો અમે સુતરામ માનીએ છીએ. ખડ્ગ તો મારા સ્વામીને છે બાકીનાને લોખંડનો ટૂકડો છે. અર્થાત્ સર્વે રાજા કરતા મારો સ્વામી બળવાન છે. ૩૩. ધંધુમાર વગેરે રાજાઓએ તારી જે હાલત કરી છે તેને જાણીને અમારા રાજાએ તારું સર્વ પરાક્રમ જાણી લીધું છે. ૩૫. પરમ મદમાં ભરાયેલો તું મૌન થઈને રહે. હે રાજન્ ! બાંધી મુઠ્ઠિ લાખની છે. ૩૬. મેં આ પ્રતિમાને અને દાસીને પોતાના ભુજાના બળથી મેળવી છે એમ જે તું કહે છે તે શૂરવીર અને કાયર કોણ છે તે તો યુદ્ધમાં ખબર પડશે. હે રાજન્ ! જો મારું વચન ખોટું હોય તો હું શ્વાનપાલોમાં મોટો થયો છું એ વાત ઘટે. ૩૭. આ પ્રમાણે શિખામણ અપાતો હોવા છતાં તું માનતો નથી. અથવા તો પાકા ઘડા ઉપર કયાંય કાઠો ચડે ?
૩૮.
ત્યાર પછી અત્યંત ગુસ્સે થયેલ રાજાએ કહ્યું : અરે ! દુરાચાર દૂત ! હું પ્રતિમાને અર્પણ નહીં કરું ૩૯. અને યુદ્ધ માટે તૈયાર છું. તું દૂત છે તેથી તને છોડી દઉં છું નહીંતર તને શિક્ષા કરત. ૪૦. હે સેવકો ! આ દૂતાધમને ગળે પકડીને બહાર કાઢો એમ રાજા વડે આદેશ કરાયેલ પુરુષોએ તેને બહાર કાઢયો. ૪૧. દૂતે જલદીથી આવીને પોતાના સ્વામીને યથાસ્થિતિ જણાવી કેમકે સેવકે પોતાના સ્વામીને ન ઠગવા જોઈએ. ૪૨. દૂતના તેવા વચનો સાંભળીને જેમ વંટોળથી સમુદ્રના મોજાં ક્ષોભ પામે તેમ સભાસદો ક્ષોભ પામ્યાં. ૪૩. હું શત્રુને જીતીશ જીતીશ જીતીશ એમ મનોગત ભાવોને સૂચવતા અભિચીએ કપાળ ઉપર ત્રણ રેખાને કરી. ૪૪. મહાવીર્ય કેશી ક્રોધના આવેશથી પ્રભાતના ઉગતા સૂર્યની જેમ લાલવર્ણી થયો. ૪૫. આ જ શત્રુને પોતાના દેશમાંથી બહાર કઢાવું એમ વિજયીમાં સિંહ સમાન કેશીએ ક્રોધથી લીધેલ દીર્ઘ શ્વાસને બહાર કાઢયો. ૪૬. દાંતોથી પણ શત્રુને પકડીને જીતવો જોઈએ એમ સૂચવતા હાથી જેવા સમર્થ ભટે દાંત સહિત જાણે હોઠને કચકચાવ્યા. ૪૭. આના જ સૈન્યથી હું શત્રુઓને નક્કીથી હણીશ એમ જણાવવા સિંહબલે ખભાનું આસ્ફાલન કર્યું. ૪૮. સપક્ષ પણ શત્રુ (બીજા ઘણાની સહાયવાળો શત્રુ) મારી આગળ કેટલો છે ? એમ સિંહ જેવા પરાક્રમી સિંહે હાસ્ય કર્યું. ૪૯. મેં યુદ્ધમાં શત્રુઓની સામે છાતી ધરી છે એમ આહવે છાતી કાઢીને બતાવી. ૫૦. શત્રુઓ મારી એક આંગળીમાં સમાય જાય એમ અમે માનીએ છીએ એટલે યુદ્ધમાં દુષ્કર સયસે તર્જની આંગળી ચલાવી. ૫૧. તારી (પોતાની) દઢતાથી શત્રુઓ જીતવા યોગ્ય છે તેથી તું દૃઢ થા એમ જણાવવા તપ્તસિંહે વારંવાર વક્ષઃસ્થળને સ્પર્શ કર્યુ. ૫ર. હું શત્રુની સેનાને પીસી નાખું એમ જણાવવા પરબલ નામના ભટે જાણે વારંવાર બે હાથ પીસ્યા. ૫૩. હે વસુધા ! તું હજુ પણ પોતાના ખોળામાં મારા શત્રુને ધારણ કરે છે એટલે જ જાણે પૃથ્વીસિંહે ગુસ્સાથી પૃથ્વીને તાડન કરી. ૫૪. અહો ! હજુ પણ દિગ્યાત્રામાં કેમ વિલંબ કરાય છે ? એમ કર્ણે પોતાનું માથું
Page #277
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૭૨ વારંવાર ધુણાવ્યું. પ૫. મારો શત્રુ ક્યાં છે જેથી હું આને શિક્ષા કરું ? એમ ચતુર્વસ્ત મલ્લે આક્ષેપ કરી જાણે બે આંખોથી દિશાઓમાં દષ્ટિ દોડાવી. ૫.
એમ સંક્ષોભને જોઈ રાજાએ કહ્યું તમે સ્થિર થાઓ તમારું ઈચ્છિત થશે. ૫૭. અરે! તમે જલદીથી વિજયડંકાને જોશથી વગાડો જેથી શત્રુના હૃદયની સાથે પૃથ્વીતલ કંપી ઉઠે. ૫૮. એવા રાજાના આદેશથી નિયુક્ત પુરુષોએ ક્ષણથી ભેરીને જોશથી વગાડી. અવાજથી દિશાઓને પૂરતી ભેરી ઘણી વાગી. ૫૯. ભેરીને સાંભળીને અતિશય હર્ષ પામેલ મહાવતોએ જાણે જંગમ પર્વત ન હોય એવા હાથીઓને તૈયાર કર્યા. ૬૦. ઉત્સાહી ઘોડેશ્વારોએ સિંધુ કેક્કાણ વાહલી વગેરે દેશોમાં ઉત્પન્ન થયેલ જાતિવંત અશ્વોને જલદીથી તૈયાર કર્યા. ૬૧. ધ્વજ અને કળશોથી હાલતા ચાલતા દેવ આવાસો ન હોય એવા રથોને તૈયાર કર્યા. દર અને શેરીમાં ઉભા રાખ્યા. ૨. આટલા દિવસ સુધી અમે ફોગટ જ અમારા સ્વામીનું લૂણ ખાધું તેથી હમણાં અમે ઋણમુક્ત બનીશું. ૬૩. એમ ઉત્સાહથી ધનુષ્યો અને તલવારને સજ્જ કરતા પદાતિઓ આનંદથી ફરી ફરી કૂદકા મારવા લાગ્યા. ૬૪. જ્યોતિષ શાસ્ત્રોને જાણનાર જ્યોતિષીએ ઉત્તમ મુહૂર્તનું પ્રદાન કર્યુ ત્યારે નિયુક્ત પુરુષ બધા રાજાઓને બેસવા માટે હાથીને લેવા ગયો તેટલામાં મહાવાદી વાદમાં ઉત્તર આપીને હર્ષ પામે તેમ હાથી મદને પામ્યો. ૬. સિંદુર વગેરે વિવિધ વસ્તુઓથી શૃંગારિત કરાયેલ તે હાથી ઉપર રાજા જાણે સાક્ષાત્ જય ન હોય તેમ ચડ્યો. ૬૭. છત્રના આકારવાળા રાજાના મસ્તક ઉપર છત્રધારકે છત્રને ધારણ કર્યું. તે યોગ્ય હતું. સમાનોને વિશે સમાન શોભે છે. ૬૮.બંને રાજ્યોનું જાણે એક છત્રત્વ ન હોય તેમ લોકોએ છત્રને બમણું થયેલું જોયું. ૬૯. હે રાજનાયક ! તું મારી ઉપર આક્રમણ કરીશ નહીં એમ પૂર્વે સાંત્વન આપવા માટે કલાનિધિ રાજા (પ્રદ્યોત) વારાંગના સ્ત્રીઓ વડે વિંઝાતા ચામરના બાનાથી પોતાની કરાવલીને ઉદાયન રાજાને મોકલી એમ જાણે સૂચવતું હતું. ૭૧. આગળ, પાછળ અને બે પડખે સૈનિકો વડે વીંટળાયેલા રાજા જાણે સાક્ષાત્ ઈન્દ્ર પૃથ્વીતલ ઉપર ન અવતર્યો હોય તેમ શોભ્યો. ૭૨. ઉત્તરોત્તર કલ્યાણ અને જયના આગમનને સૂચવનારો શ્રેષ્ઠ શકુનોથી હર્ષ પામેલ રાજા નગરમાંથી નીકળ્યો. ૭૩. ચાલતા ઘોડાઓએ પૃથ્વીને ખરે ખરે ખોદી. અથવા કઠોર પગવાળા રાજાઓની પણ આવી ગતિ હોય છે. ૭૪. પૃથ્વીના ભારની ધૂરાને વહન કરવામાં અગ્રેસર શેષનાગને જોવા માટે જાણે રથોએ ચક્રના ઘાતથી માર્ગમાં પૃથ્વીને ખોદી એમ હું માનું છું. ૭૫. રથોથી અને અશ્વોથી ખોદાયેલી પૃથ્વીને પાછળ ચાલતા હાથીઓએ જલદીથી સમાન કરી કેમકે મોટો પુરુષ નાનાએ બગાડેલા કાર્યને સુધારી લે છે. ૭૬. પદાતિઓ જેના ઉપર થયા છે એવા મજબૂત શરીરવાળા પડખામાં સ્થાપિત કરેલ ફરકતી ધ્વજાવાળા વહાનોને વેગથી ખેંચતા વારંવાર ઊંચે નીચે ડોક કરતા ઊંટો જાણે આકાશમાં ઊડવાની ઈચ્છાવાળા ન હોય તેવા લાગ્યા. ૭૮. ધન-ધાન્યથી ભરેલા અનેક ચાલતા વાહનોના બાનાથી પ્રકટ નિધાનો રાજાની સાથે નક્કીથી ચાલ્યા. ૭૯. ઉદાયન રાજાના પાછળના ભાગમાં ચાલતા મહાસન વગેરે દશ મુકુટ બદ્ધ રાજાઓ શોભ્યા. તેનાથી જાણે એમ લાગતું હતું કે દાનના એક વ્યસની આ શૂરવીરની સેવા કરવા માટે આ દિક્ષતિઓ સ્વયં મનુષ્યલોકમાં અવતર્યા હતા. ૮૧. હું ધૂળથી ઢંકાઈ ગયો તે ઘણું સારું થયું નહીંતર મને જોઈને આ રાજા આક્રમણ કરત. એમ ચાલતા સૈન્યની ઉડેલી રજથી પોતાને અતિશય ઢંકાયેલ જોઈને સૂર્યે પોતાને બહુ માન્યું. ૮૩. બાણોથી ભરેલા ભાથાને બાંધતા ધધારીઓને જોઈને મારા પણ કિરણોના સમૂહને આ લોકો લઈ લેશે એમ વિચારતા સૂર્યો ત્યારે ગાઢ રજના ભરથી પોતાના હજાર કિરણોને છુપાવી દીધા એમ લાગ્યું. ૮૫. નદીની જેમ રાજાની સેના વિષમ પૃથ્વીને સમ અને સમને
Page #278
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧૧
૨૭૩
અત્યંત વિષમ કરતી ચાલી. ૮ ૬. જેમ રાગી મમત્વમાં પડે તેમ પરમ ઉત્સાહમાં જતું રાજાનું સમસ્ત પણ સૈન્ય નિર્જન દેશમાં પડ્યું. ૮૭. વૈરિણીપિપાસાએ સમસ્ત પણ પરાક્રમી સૈનિકોને પાણીના અભાવથી પીડિત કર્યા. ૮૮. તરસથી ઘણા દુઃખી થતા એક માત્ર પાણીનું ધ્યાન કરતા સૈનિકો શમી વગેરે વૃક્ષોની પાતળી છાયામાં ઊભા રહ્યા. ૮૯. કયાંય પણ પાણીને નહીં જોતા તૃષ્ણાથી અત્યંત દુઃખી થયેલા કેટલાક સૈનિકો સન્નિપાતીની જેમ જ્યાં ત્યાં આળોટયા. ૯૦. તૃષ્ણાને શમાવવા પાંદડા અને આંબલીના ફળોને અને બીજી ઠંડક ઉત્પન્ન કરે તેવી વસ્તુઓને મોઢામાં નાખી. ૯૧. જળ ન મળવાથી દીન બનેલા સૈન્યની જીવવાની આશા સર્વથા ચાલી ગઈ કારણ કે પાણી વિના જીવન ટકતું નથી. ૯૨. રાજાએ તરત જ પ્રભાવતી દેવનું સ્મરણ કર્યુ અથવા કંઠમાં પ્રાણ આવી ગયા હોય ત્યારે સંજીવની યાદ કરાય છે. ૯૩. જેમ દાસ સિદ્ધપુરુષની પાસે ક્ષણથી હાજર થાય તેમ યાદ કરવા માત્રથી પ્રભાવતી દેવ રાજાની પાસે હાજર થયો. ૯૪. દેવે તત્ક્ષણ ત્રણ ઉત્તમ પુષ્કરોને (કૂવાને) પાણીથી ભરી દીધા અને કીર્તિથી ત્રણ ભુવનને ભર્યું. ૯૫. પાણી પીવાની બિલકુલ ઈચ્છા ન રહે ત્યાં સુધી પાણી પી પીને સૈનિકો સુખી થયા. અભાગ્યની જેમ પ્રાણીઓના ભાગ્યની સીમા હોતી નથી. ૯૬. એમ દેવે રાજાની આપત્તિનું નિવારણ કર્યુ. અથવા તો દેવે આને ભાવ આપત્તિમાંથી ઉગાર્યો. ૯૭. એમ રાજાનું પ્રિય કરીને દેવ સત્વર અદશ્ય થયો. દેવ સરોવરમાં ઉત્પન્ન થયેલા કમળો કેટલીવાર પ્રગટ રહે ? ૯૮. સૈન્ય સહિત ઉદાયન રાજાએ આગળ પ્રયાણ કર્યુ. અથવા તો સત્પુરુષોના પગ પીછે હટ કરે ? ૯૯. ઉદાયન રાજા પ્રદ્યોતના દેશના સીમાડે પહોંચ્યા ત્યારે તેના દેશમાં ભયથી ભાંડની સાથે ભાંડ ફૂટયા. અર્થાત્ પ્રદ્યોતના દેશમાં ક્ષોભ ઉત્પન્ન થયો. ૭૦૦. પરચક્ર આવી પહોંચ્યું છે તેથી આપણું શું થશે ? એમ આખો દેશ ચિંતામાં ડૂબી ગયો. ૭૦૧. માલવ દેશમાં વહાનો અને સમગ્ર પણ કરિયાણા તથા સમગ્ર વસ્તુઓ મોંઘી થઈ. ૨. ''ન્યાયનિષ્ઠ રાજાએ પોતાના દેશની પ્રજાની જેમ પૃથ્વીની સર્વે પ્રજાનું પાલન કરવું જોઈએ એ ન્યાયથી માલવ દેશમાં ઉપદ્રવ નહીં કરતો ઉદાયન રાજા ઉજ્જૈની નગરીમાં પહોંચ્યો. અથવા પૃથ્વીમંડળ ઉપર મોટાઓથી પણ મોટા હોય છે. ૪. પ્રદ્યોત રાજાએ પણ યુદ્ધ માટે અત્યંત ઉદ્યમ કર્યો ગુસ્સે થયેલ તેણે પા પા સૈન્યના બે ટૂકડે રોધ કર્યો. ૫. રાજાની આજ્ઞાથી વગાડાતી ભેરી વિરસ વાગવા માંડી મારા સ્વામીનું વિરહ થશે એમ ખરેખર સૂચવતી હતી. ૬. જયકુંજર હાથીને તૈયાર કરવામાં આવતો હતો ત્યારે કોઈએ સ્વપક્ષના ક્ષયની સૂચક છીંક ખાધી. ૭. જાણે સાક્ષાત્ સ્વામીનો ભાગ્યોદય ન હોય એવો લાવવામાં આવતો વિજયધ્વજ કયાંય અફળાઈને તરત જ સ્ખલના પામ્યો. ૮. ત્યારે રાજા માટે છત્ર લઈ આવતો છત્રધાર ખાડા પાસે આવીને તરત જ પૃથ્વીતલ ઉપર પડ્યો. ૯. જાણે સાક્ષાત્ વી૨ ૨સ હોય તેવા ક્ષત્રિયોના કપાળ ઉપર કરાયેલ ચંદનના તિલકો ક્ષણથી સુકાયા. ૧૦. ત્યારે બખ્તર પહેરતા સુભટોના શરીર ઉપરથી સાક્ષાત્ જાણે પરાક્રમ ન હોય તેમ પરસેવો પડયો. ૧૧. તે વખતે વાદકો વડે વગાડતા રણવાજિંત્રો અતિદુઃખથી કરુણ સ્વરના બાનાથી રડયા. ૧૨. પ્રદ્યોત રાજાના સંતાપને સૂચવવા માટે દિગ્દાહ થયો રજથી ખરડાયેલી સર્વ દિશાઓ રજોધર્મવાળી સ્ત્રીની જેમ મલિન થઈ. ૧૩. સૈન્યના ભારથી પૃથ્વી ઘણી કંપી. શું આની પ્રતાપશ્રેણીઓ ન હોય તેમ ઉલકાઓ દિવસે પડી. ૧૪. યુદ્ધ કરવા જતા નક્કીથી આનું વારણ ન કરતો હોય તેમ પ્રચંડ પવન ઘણો સન્મુખ વાયો. ૧૫. નગરમાંથી નીકળતા રાજાને બાંધવા માટે શું દોરડી તૈયાર ન કરી હોય તેમ આડો કાળો સર્પ ઉતર્યો. ૧૬. આ પ્રમાણે કુશકુનોથી વરાતો હોવા છતાં રાજા આગળ ચાલ્યો. અથવા માનીઓ કશું ગણકારતા નથી. ૧૭. હે નીતિ વિશારદ ! અશુભ શકુનો થાય છે તેથી યુદ્ધના આરંભથી
Page #279
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૭૪
પાછો ફર કેમકે શકુન મુખ્ય ન્યાયધીશ છે. ૧૮. રાજ્યના પ્રધાનો રાજાને વારતા હોવા છતાં પણ અહંમાની રાજા યુદ્ધથી વિરામ ન પામ્યો. બુદ્ધિ કર્માનુસારી હોય છે. અર્થાત્ જેવો કર્મોનો ઉદય થાય તેવી બુદ્ધિ થાય. ૧૯. રામ રાવણની જેમ 'ઉદાયન અને પ્રદ્યોત બંને રાજાનું સૈન્ય પરસ્પર મળ્યું. ૨૦. પોતપોતાના સ્વામીનું સમીહિત કરવાની ઈચ્છાવાળા, સંતુષ્ટ ચિત્તવાળા થઈને સૈન્યોએ પરસ્પર સિંહનાદ કર્યો.
તેમ
આ બાજુ જાણે બીજો બૃહસ્પતિ હોય તેવા ચંડપ્રધોતે સૌથી આગળ સેનાપતિ છે એવા સૈન્યને બોલાવીને શિક્ષા આપી. ૨૨. અરે ! બાજપક્ષી જેમ બીજા પક્ષીઓને જીતી લે તેમ તમોએ જગતમાં મહાશક્તિશાળી, મહાપરાક્રમી બીજા રાજાઓને જીતી લીધા છે. ૨૩. આ શત્રુ ઉદાયન રાજા અત્યંત પરાક્રમી અને ગરુડની જેમ દુર્જોય છે. ૨૪. આ રાજાનો એક પુત્ર અભીચિ પણ જેમ સિંહ હાથીઓને જીતે . શત્રુ સૈન્યોને જીતવા સમર્થ છે. ૨૫. અને ભાણેજ કેશી જેમ મહામુનિ કેશને લીલાથી ઉખેડે તેમ સર્વ પણ વિપક્ષોને ઉખેડે છે. ૨૬. આના બીજા પણ ભાઈઓ શત્રુઓને બાંધવામાં દુર્ધર છે. જાણે બીજા કુંભકર્ણો હોય તેમ સંગ્રામમાં ત્રાસ આપે છે. ૨૭. આને મહાસેન વગેરે બીજા દશ મુકુટબદ્ધ રાજાઓ છે તેના ભયથી જાણે દશેય પણ દિક્પાલો દિશા લઈને નાશી ગયા છે. ૨૮. આના બીજા પણ સામંતો દેવોને પણ દુર્જાય છે. છેલ્લો પણ સામંત એક હજારની સાથે લડે છે. ૨૯. તેથી તમો એકતાન થઈને એવી રીતે યુદ્ધ કરો જેથી તરત જ શત્રુઓને જીતીને વિજય મળે. ૩૦.
એ પ્રમાણે ઉદાયન રાજાએ પણ પોતાના સુભટોને શિક્ષા આપી કે સર્વ પણ પારકા ભાણામાં મોટા લાડુ જુએ છે. ૩૦. આ પ્રમાણે પોત પોતાના સ્વામી વડે શિક્ષા અપાયેલ સુભટો એકી સાથે લાખગુણા ઉત્સાહવાળા થઈ યુદ્ધ માટે સજ્જ થયા. ૩૧. જેમ પંડિતો ગ્રંથોની પૂજા કરે તેમ તેઓએ ખડ્ગ–સ્ફરક ધનુષ્ય, બાણ, ગદા—શક્તિ વગેરેની પૂજા કરી. ૩૩. ત્યારે યુદ્ધભૂમિમાં જોશથી તાડન કરાતા રણવાજિંત્રોએ બંને સૈન્યમાં જાણે બ્રહ્માંડને ફોડયો. ૩૪. સંગ્રામ કરવામાં ઉત્સાહથી ઉચ્છ્વાસ લેતા ભટોના શરીર ઉપર બખતરની જાળીઓ જીર્ણ દોરડીની જેમ તૂટી. ૩૫. વીરોએ મદે ભરાતા હાથીઓને તૈયાર કર્યા. હર્ષ પામેલ ઘોડેસવારોએ હેષારવ કરતા ઘોડાઓને બખતર પહેરાવ્યા. રથિકોએ રથોમાં અસ્ત્રોના ભારને (સમૂહને) ભર્યા. પદાતિઓ બખતર પહેરી હાથમાં શસ્ત્રો લઈને કૂદવા માંડયા ૩૭. પૂર્વના પુરુષોના નિર્મળ ચારિત્રોને યાદ કરાવતા, તે ક્ષણે આરંભાયેલ યુદ્ધના નિર્વાહના ફળનું વર્ણન કરતા બંને સૈન્યમાં હાથી, ઘોડા, રથ અને પદાત્તિમાં રણનો ઉત્સાહ વધે તે માટે ફરી ફરી કીર્તિને ગાતા, ખટિકાને કારણે સફેદ હાથવાળા, કીર્તિને લલકારતા ભાટચારણો જેમ તલવારો રાત્રિમાં ભમે તેમ અહીં તહીં ભમવા લાગ્યા. ૪૦. ભાલાની સાથે ભાલાને શૂળની સાથે શૂળને, સ્ફરકની સાથે સ્ફરકને, શક્તિની સાથે શક્તિને, દંડની સાથે દંડને મુદ્ગરની સાથે મુદ્ગરને, ચક્રની સાથે ચક્રને, તલવારની સાથે તલવારને પરસ્પર ટકરાવતા, નામ લઈને મોટેથી વર્ણન કરતા રથીઓ, ઘોડેશ્વાર પદાતિનો સમૂહ, શૂરવીરો, મહાવતો વગેરે શ્રેષ્ઠ પરાક્રમીઓ જેટલામાં યુદ્ધ કરવા લડાઈના મેદાનમાં આવ્યા તેટલામાં અસાધારણ કરુણામૃતના સાગર, સિંધુદેશના સ્વામી ઉદાયન રાજાએ ક્ષણથી ભટોને યુદ્ધ કરતા વાર્યા. ૪૪. ત્યારે જ સિંધુ દેશના સ્વામી ઉદાયન રાજાએ કાર્યમાં સમર્થ શીઘ્ર પોતાની ઉત્તમ દૂતને ચંડપ્રદ્યોત રાજાની પાસે મોકલ્યો. ૪૫. દૂતે જઈને ચંડપ્રદ્યોતને સ્વામીનો સંદેશો જણાવ્યો. હે રાજન્ ! ઉદાયન રાજાએ આ પ્રમાણે સંદેશો કહેવડાવ્યો છે. ૪૬. જીવ અને કર્મની જેમ આપણા બેનું જ વૈર છે. તેથી બાકીના નિરપરાધી જીવોનો દાવાનળની જેમ શા માટે સંહાર કરાય ? મત્ત સાંઢો લડે છે અને ઝાડનો કચ્ચરઘાણ નીકળે છે. ૪૮. આથી આવતીકાલે
Page #280
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧૧
૨૭૫ એકલા આપણા બેનો પરસ્પર યુદ્ધ થાઓ. જે જીતીને વિજયી થાય તેના મસ્તકે તિલક કરવું. ફક્ત રથમાં બેઠેલા આપણે બંનેએ યુદ્ધ કરવું. એમ દૂતના સર્વ વચનો પ્રદ્યોત રાજાએ સ્વીકાર્યા. ૫૦. જેમ બ્રાહ્મણોને ભોજન કરતા અટકાવાય તેમ ઉદાયનની આજ્ઞાથી પ્રતીહારે પોતાના સૈનિકોને યુદ્ધ કરતા નિવાર્યા. ૫૧. હે ભટો ! જેમ હાથી હાથીની સાથે યુદ્ધ કરે તેમ તમારો ઉત્તમ સ્વામી પ્રદ્યોત રાજાની સાથે દ્રવ્યુદ્ધથી યુદ્ધ કરશે. પર. જેમ સજ્જ થયેલા ભિલ્લો બે સિંહનું યુદ્ધ જુએ તેમ તમારે દૂર રહીને યુદ્ધ કરતા બે રાજાના કૌતુકને જોવું. ૫૩. જેમ તાવથી પીડિત ભોજનથી વિરામ પામે તેમ તમે સર્વે પણ રથ, હાથી અને ઘોડાઓને પાછા લઈ જઈને યુદ્ધથી વિરામ પામો. ૫૪. જેમ કંજુશ ધનને ભંડારમાં મૂકે તેમ તલવારોને મ્યાન કરો. જેમ પુસ્તકમાં પત્રોને મૂકે તેમ મોચકમાં (ભાલાને મુકવાનું સાધન) ભાલાઓને મૂકો. ૫૫. દોરીમાંથી ધનુષ્યને ઉતારો, ધનુષ્યમાંથી બાણોને ઉતારો, બાણના ભાથામાં બાણોને મૂકો, મુગરોને ઊંધા મૂકો. ૫૬. આ પ્રમાણે રાજાના વચનથી જાણે વજથી હણાયા ન હોય તેવા થયા. આથી વિચાર્યું કે અહો! કોણે શત્રુની સાથે આવી મંત્રણા કરી? ૫૭. જેમ આકાશગામિની વિદ્યા સિદ્ધ થતાં જ યાત્રાનો પ્રસંગે ઉપસ્થિત થાય તેમ લાંબા સમયથી પ્રતિક્ષા કરતા અમને આ યુદ્ધનો પ્રસંગ મળ્યો હતો. ૫૮. સ્વામીને ઊંધી શિખામણ આપીને યુદ્ધને અટકાવી દીધું તે અધમ પાપીએ આપણા સર્વસ્વ જીવિતનું હરણ કર્યુ. ૫૯. આપણી યુદ્ધની રણેચ્છા પૂરી કરે તેવો કયો બીજો પ્રદ્યોત સમાન શત્રુ આપણા સ્વામીને મળશે? ૬૦. આપણા શસ્ત્રોનો અભ્યાસ, શસ્ત્રોનું ધારણ તથા બાહનું વીર્ય અને બીજું બધું સ્થળમાં કમળ રોપવા સમાન થયું. ૬૧. જો આપણે સ્વામીને કયાંય ઉપયોગી ન થયા તેથી આપણે ફોગટ જ સ્વામીનું લૂણ ખાધું. હવે આપણે કયાં ઉપયોગી થશું? ૨. આ પ્રમાણે વિલખા મુખવાળા નિશ્વાસને મૂકતા ભટો યુદ્ધમાંથી પાછા ર્યા. અથવા તો સેવકો સ્વામીને વશ હોય છે. ૬૩. એજ સમયે પ્રદ્યોત રાજાએ પણ આ પ્રમાણે પોતાના સુભટોને પ્રતિહારના મુખે યુદ્ધ કરતા અટકાવ્યા. ૬૪. બીજે દિવસે ઉઠીને સ્નાનથી પવિત્ર થઈને ઉદાયન રાજાએ સુગંધિ પુષ્પોથી જિનેશ્વરના બિંબોની પૂજા કરી. ૫. રાજાએ વજથી દુર્ભેદ્ય બખતરને ધારણ કર્યું. વિશ્વનું રક્ષણ કરવા સમર્થ છતાં પણ મસ્તકે શિરસ્ત્રાણને ધારણ કર્યું. દ૬. પીઠમાં વિવિધ પ્રકારના બાણોથી ભરેલા બે ભાથા બાંધ્યા. ડાબી બાજુ ભુજામાં ઉદંડ ધનુષ્યને ધારણ કર્યું. ૬૭. હે રાજ! આનંદ પામ, આનંદ પામ! ક્ષણથી શત્રુઓ ઉપર વિજય મેળવે એમ મોટેથી મંગલો ગાતા બંદિઓ વડે આશ્વાસન અપાતો રાજા સવારે બહાર આવ્યો અને યુદ્ધના રથ ઉપર આરૂઢ થયો. કેમકે સંતો સદા પ્રતિજ્ઞા પાલનમાં ઉપયોગવાળા હોય છે. ૬૯. રથમાં બેઠેલ આ રાજા અજય છે એમ ચિત્તમાં વિચારતો પ્રદ્યોત અનિલવેગ હાથી ઉપર આરૂઢ થઈને આવ્યો. ૭૦. તેને એ રીતે આવેલો જોઈને ઉદાયન રાજાએ કહ્યું ઃ જો કે તું પોતાના વચનનો ભંગ કરીને હાથી ઉપર આરૂઢ થયો છે તો પણ ભ્રષ્ટ પ્રતિજ્ઞાવાળા યતિની જેમ તારો છૂટકારો નહીં થાય. પ્રતિજ્ઞાના ભંગથી તું વાદીની જેમ જિતાય ગયો છે. ૭૨. અરે ! હમણાં પણ તું ભદ્ર (સરળ) થા એમ બોલતા ઉદાયન રાજાએ શત્રુના કાનને ભેદતા ધનુષ્યનો ટંકાર કર્યો. ૭૩. વીતભયના દક્ષ સ્વામીએ જલદીથી શત્રુને વટવા માટે સારથિ પાસે મંડલાકારે રથને જમાડાવ્યો. ૭૪. ભાથામાંથી બાણોને ખેંચતા ધનુષ્ય ઉપર ચડાવતા, અને ખેંચતા કે છોડતા લોકોએ ઉદાયન રાજાને ન જાણ્યા. અર્થાત્ આ ક્રિયા એટલી ઝડપથી કરી કે લોકો તેને જોઈ શક્યા નહીં. ૭૫. જેમ ઉત્તરાફાલ્યુની નક્ષત્રનો મેઘ ધારા વરસાવે તેમ બાણની શ્રેણીને છોડતો ઉદાયન રાજાની લોકોએ શંકા કરી કે શું અર્જુન ફરી આવ્યો છે? ૭૬. જેમ ઉત્તમ તાર્કિક પ્રતિવાદીએ આપેલ દોષોનું ખંડન કરે તેમ ઉદાયન રાજાએ પોતે છોડેલા શસ્ત્રોનું
Page #281
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૭૬
ખંડન કર્યું. ૭૭. ઉદાયને તરત જ સોય જેવા અણીવાળા બાણોથી ચંડપ્રદ્યોતના મનની સાથે અનિલવેગના ચારેય ચરણોને વીંધ્યા. ૭૮. તથા કાંટા જેવા તીક્ષ્ણ બાણોથી શલ્કિત થયેલી અનિલવેગ લંગડાની જેમ એક પગલું ભરવા સમર્થ ન થયો. ૭૯. ઉધઈ વડે ખવાઈ ગયેલ મૂળવાળું વૃક્ષ જેમ જમીન ઉપર પડે તેમ ખટ્ કરતો હાથી તુરત જ પૃથ્વીતલ ઉપર પડયો. ૮૦, ચંડપ્રદ્યોતને હાથી ઉપરથી પાડીને જીવતા કેદીની જેમ પકડયો. જ્યાં ધર્મ ત્યાં જય. ૮૧. પછી રોષથી દાસીપતિ એ પ્રમાણે નાલેશીને જણાવનાર અક્ષરોથી પ્રદ્યોત રાજાને કપાળે તોફણું તોફાવ્યું. ૮૨. બાકીના સૈન્ય અને સકલ લોકે ચંડપ્રદ્યોતને દોરડાના બંધનમાંથી છોડાવ્યો નહીં કેમકે નાયક વિનાનું સૈન્ય હતાશ હતું. ૮૩.
પછી ચંડપ્રધોત રાજાને સ્વવશ કરી ઉદાયન રાજા પ્રતિમાની પાસે ગયો. ૮૪. દેવાધિદેવની પ્રતિમાને નમીને, પૂજીને જેટલામાં ઉપાડવા લાગ્યો તેટલામાં શાશ્વતી પ્રતિમાની જેમ જરા પણ હલી નહીં. ૮૫. વિશેષથી પૂજીને ઉદાયન રાજાએ આ વિનંતિ કરી કે દેવના વિષયમાં મારો પ્રાણ નહીં ટકે અર્થાત્ દેવ ત્યાં નહીં આવે ત્યાં સુધી હું જીવી શકીશ નહીં. ૮૬. હે દેવ ! તારા માટે મેં સર્વ આરંભ કર્યો કેમ કે ચિંતારત્ન હાથમાંથી પડી જાય તો કોણ લેવા પ્રયત્ન ન કરે ? ૮૭. હું મને ભાગ્યહીન માનું છું. અથવા તો શું ભક્તિ વિનાનો થયો છું. જેથી હે જિનેશ્વર ! તમે હમણાં મારા દેશમાં પાછા નથી પધારતા ? ૮૮. પ્રતિમાના અધિષ્ઠાયક દેવે કહ્યું : હે રાજન્ ! તું ખેદ ન કર કેમકે વીતભય નગર રેતીમાં દટાવાનું છે.૮૯. તે હેતુથી હું તારા નગરમાં નહીં આવું. અધિષ્ઠાયક સહિતની પ્રતિમાઓમાં અને અધિષ્ઠાયક વિનાની પ્રતિમાઓમાં આટલું અંતર હોય છે. ૯૦. હે ઉત્તમ શ્રાવક ! પણ તું ભાગ્યશાળી છે જેને દેવાધિદેવ ઉપર અપ્રતિપાતિ ભક્તિ છે. ૯૧. પછી જરા પણ ખેદ પામ્યા વગર જ પ્રતિમાને પ્રણામ કરીને પોતાનું કાર્ય સિદ્ધ ન થયું હોવા છતાં પણ ઉદાયન રાજા બંદી કરાયેલ પ્રદ્યોતની સાથે પોતાના દેશમાં પાછો ફર્યો. ૯૨. પાછા ફરી રહ્યા હતા ત્યારે જાણે કોપના તાપને શાંત કરવા વર્ષાૠતુ શરૂ થઈ. ૯૩. અરે પૃથ્વી ! સ્વામી બંધનમાં પડે છતે તું પાતાળમાં કેમ ચાલી જતી નથી ? એટલે જ તો વાદળે સ્થૂળ ધારાઓથી પૃથ્વીને ભેદી. ૯૪. અખંડ ધારાથી વરસાદ વરસે છતે કુતીર્થિકના માર્ગોની જેમ માર્ગો કાદવવાળા થયા. ૯૫. પછી રાજા ત્યાંજ નિવાસ કરીને રહ્યો. વર્ષાઋતુ કોની સ્ખલના માટે ન થાય ? ૯૬. વરસાદથી બચવા દશ પણ મુકુટ બદ્ઘ રાજાઓ માટીનો કિલ્લા બનાવીને રહ્યા. ૯૨. દશ રાજાઓએ માટીનો કિલ્લો બનાવ્યો હતો તેથી તે નગરનું નામ દશપુર તરીકે પ્રસિદ્ધ થયું. જે અત્યારે પણ હૈયાત છે. (અત્યારે મંદસોર તરીકે પ્રસિદ્ધ છે.) ૯૮. ઉદાયન રાજાએ ભોજનાદિથી પોતાની જેમ જ પ્રદ્યોતની કાળજી કરાવી કેમકે ઉચિત વ્યવહાર મહાપુરુષોનું લક્ષણ છે. ૯૯. ત્યાં ઉદાયન રાજા વર્ષાકાળમાં સુખપૂર્વક વસતા હતા ત્યારે ચંડપ્રધોતના પુણ્યથી એકવાર પર્યુષણ પર્વ આવ્યા. ૮૦૦. શ્રાવક શિરોમણિ સિંધુ દેશના સ્વામીએ આ દિવસે ઉપવાસ કર્યો. જઘન્ય પણ શ્રાવક તે દિવસે કંઈક પચ્ચક્ખાણ કરે છે જ. ૮૦૧. પછી રસોઈયાએ જઈને ચંડપ્રદ્યોતને પુછ્યું : હે રાજન્ ! તમારે આજે ભોજન કરવાનું છે કે કેમ ? તે કહો. ૨. તેનું વચન સાંભળી ચંડપ્રદ્યોત ભય પામ્યો. શત્રુના હાથમાં રહેલાઓને ડગલે પગલે ભય હોય છે. ૩. જે આ આજે ભોજન વિશે પૂછે છે તે મને સારું (કલ્યાણકારી) લાગતું નથી. કસાયો પશુનું જે રીતે કરે છે તેવું આ મારું કરશે. ૪. આ મારી મશ્કરી કરે છે. દાઝયા ઉપર દામ દેવા સમાન છે એમ વિચારતા અવંતીશે રસોઈયાને કહ્યું ઃ ૫. તું આજે કેમ મને ભોજનનું પૂછે છે ? શું આજે કાંઈ વિશેષતા છે ? નહીંતર રોજના કાર્યમાં શા માટે પૂછવું પડે ? ૬. રસોઈયાએ કહ્યું : આજે પયુર્ષણનો દિવસ છે તેથી અંતઃપુરના પરીવાર સહિત અમારા રાજાને ઉપવાસ
Page #282
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧૧
૨૭૭ છે. એટલે તમને પૂછ્યું. ૭. જો તમારે ભોજન કરવાનું હોય તો અમારે તમારા માટે રસોઈ બનાવવાની છે. કેમકે અમે તમને અમારા સ્વામીની જેમ માનીએ છીએ. ૮. મારા ઉપર આ લોકોનો સ્નેહ સાવકી મા જેવો છે. આથી એકલો ભોજન કરતા મને ઝેર ખવડાવી દે તો? એમ ચિત્તમાં વિચારીને પ્રોતે રસોઈયાને કહ્યું. હે સૂપકાર શિરોમણિ ! તે મને સારું યાદ કરાવ્યું. હે રસોઈયા ! અમે પૂર્વે પણ આ પર્વ દિવસે ઉપવાસ કર્યા છે હમણાં અમે જાણ્યું નહીં કેમકે ધર્મ સુખીઓના ચિત્તમાં હોય છે. ૧૧. મારા માતા-પિતા શ્રાવક હતા. તેથી હું આજે ઉપવાસ કરીશ. રસોઈયાએ આ હકીકત પોતાના સ્વામીને જણાવી. ૧૨. હસીને ઉદાયન રાજાએ કહ્યું પ્રદ્યોત કઈ કક્ષાનો શ્રાવક છે? આણે ચૈત્યવંદન પચ્ચખાણ વગેરે છોડી દીધા છે તેથી શ્રાવક કેવી રીતે? ૧૩. આણે ભયથી ઉપવાસ કર્યો છે આ પર્વોને કલંકિત કરે છે. હે આદિત્ય ! તારા નામે કાગડો મંડક (ખાખડો) લઈ ગયો. ૧૪. આ ગમે તેવો હોય પણ મારા બંધનમાં હોય ત્યાં સુધી મારું પર્યુષણ શુદ્ધ ન થાય ૧૫. મારે પર્યુષણની આરાધના કરવી હોય તો આને બંધનમાંથી છોડી દેવો જોઈએ. આ ક્ષમાપન પર્વ આવે છતે જે કષાયને છોડતો નથી તે નામધારી શ્રાવકને સમ્યત્વ પણ હોતું નથી. અહીં પણ નો અર્થ એ છે કે સમ્યકત્વ ન હોય તો દેશ વિરતિ ક્યાંથી હોય? ૧૬. તેને ભાવપૂર્વક ખમાવીને ઉદાયન રાજાએ બંધનમાંથી મુક્ત કર્યો. કારણ કે જિનશાસનનો ધર્મ ક્ષમા આપવા-લેવાની પ્રધાનતાવાળો છે. ૧૭. પછી પ્રદ્યોત રાજાના કપાળમાં પોતે તોફાવેલા દાસીપતિ તોફણાને ઢાંકવા માટે જાણે આણે સુવર્ણપટ્ટ બાંધ્યો. ૧૮. પૂર્વે રાજાઓને મુગુટો મસ્તકનાં ભૂષણો હતા પણ ત્યારથી સુવર્ણપટ્ટ મસ્તકનું વિભૂષણ થયું. ૧૯. ઉદાયન રાજાએ તેને ફરી માલવ દેશ આપ્યો. પ્રતિજ્ઞા પૂરી થયે છતે મહાપુરુષોને બીજી વસ્તુમાં લોભ હોતો નથી. ૨૦. જેમ પૂર્વે રામચંદ્રની આજ્ઞાથી વિભીષણને લોકનું રાજ્ય સ્વીકાર્યું તેમ ઉદાયન રાજાની આજ્ઞાથી પોતાનું રાજ્ય સ્વીકાર્યું. ૨૧.
અને આ બાજુ પાણીને સ્વચ્છ અને મધુર બનાવતી, આકાશને નિર્મળ કરતી, કમલ જેવી વિશાલાક્ષી શરદ ઋતુ વધૂની જેમ આવી. ૨૨. જેમ રૂ ના પિંડો દુકાનમાં શોભે તેમ ક્ષીર સમુદ્રના ફીણ તથા બરફ જેવા સફેદ કાંતિવાળા વાદળા આકાશમાં શોભ્યા. ૨૩. શરદઋતુના પ્રસાદથી અનેક કમળો જેમાં ઉગ્યા છે. એવા સરોવરો શોભ્યા. ૨૪. તેથી હું માનું છું કે હર્ષથી ભરાયેલ સરોવરોએ હજાર આંખોવાળા બનીને સર્વથી શરદઋતુની શોભાને સારી રીતે જોઈ. ૨૫. વાદળોની જાળથી મુકાયેલ કાંતિવાળો સૂર્ય અગ્નિમાંથી નીકળેલા સુવર્ણપિંડની જેમ શોભ્યો. ૨૬. સૂર્યવડે તપાવાયેલી પૃથ્વીને ચંદ્રે રાત્રે ઠંડાકિરણોથી ઠંડી ફરી. કેમકે ચંદ્રને આમ કરવું ઉચિત છે. ૨૭. શોભા વગરના સરોવરોને છોડીને હંસો શોભાવાળા સરોવરમાં ગયા કારણ કે આખું જગત લોભાધીન છે. ૨૮. ત્યારે મોટેથી અવાજ કરતા લોકો હાથમાં ગોફણ લઈને ધાન્યનું રક્ષણ કરે છે કેમ કે પ્રાણો ધનના મૂળવાળા છે. અર્થાતુ ધન વિના પ્રાણો ટકતા નથી. ર૯. શેરડીના ખેતરની મધ્યમાં રહી અને શેરડીનો આસ્વાદ લઈને મીઠાશને મેળવનારી રક્ષાકારિણીઓએ મધુર સ્વરે ગાયું. ૩૦. ઉન્મત બળદોએ આગળના પગથી ભૂમિને ખોદી અને જાણે ખણજ મટાડવા માટે શિંગડાથી નદીના કાંઠાને ખોદ્યો. ૩૧. વર્ષાઋતુમાં જે નદીઓ પ્રકૃષ્ટપુરથી વહી તે મંદ થઈ કારણ કે ઉન્માદ સ્વકાળે થાય છે. ૩૨. હંસો ઐશ્વર્યવાળા થયા મોરો પીંછા વિનાના થયા. કાળરાજા કેટલાકનું ઐશ્વર્ય લઈ લે છે અને કેટલાકને આપે છે. ૩૩. જેમ જીતવાની ઈચ્છાવાળા રાજાઓ ચોરોનો ઉચ્છેદ કરીને માર્ગ નિષ્ફટક બતાવે તેમ સર્વ કાદવ સુકાઈ જવાથી માર્ગો સુગમ થયા. ૩૪. પૃથ્વી ઉપર જાણે શરદ ઋતુના યશના અંકૂરો ન નીકળ્યા હોય તેવા અશ્વના મુખના ફીણ સમાન ખીલેલા કાશવૃક્ષો શોભ્યા. ૩૫. અસન,
Page #283
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૭૮ કુટજ, બાણ, સપ્તચ્છેદ વગેરે વૃક્ષો શરદ લક્ષ્મીને જોઈને જાણે રોમાંચિત ન થયા હોય તેમ ખીલી ઉઠયા. ૩૬. કાકડી વગેરે સર્વ વેલડીઓએ પત્રોથી પોતાના ફળોને ઢાંક્યા અથવા તો તે વખતે યક્ષિણીઓએ પોતાના ઘડાને ઢાંક્યા. ૩૭. પૃથ્વી રૂપી સ્ત્રીની મોતીથી યુક્ત નીલપટી ન હોય તેમ બરફના કણ બાઝેલી હરિયાળી શોભી. ૩૮. ઉદાયન રાજાના યશને જાણે સ્વર્ગમાં લઈ જવા ઉધત ન થયા હોય તેમ મધુરભાષી, સારસ પક્ષીઓ આકાશમાં ઊડતા શોભ્યા. ૩૯. રાજ્યોત્સવ વખતે શરદ લક્ષ્મી વડે જાણે વંદન મલિકા ન રચાઈ હોય તેમ પંક્તિ આકારમાં ગોઠવાયેલી લીલી પોપટની શ્રેણી શોભી. ૪૦. શરદઋતુની શોભાને જોઈને ઉદાયન રાજા લશ્કર અને વહાનની સાથે દશપુર નગરીથી પોતાના દેશ તરફ ચાલ્યો. ૪૧. વિજયોત્સવ પ્રસંગે મેળવવા યોગ્ય ભેટણાને સ્થાને સ્થાને લોકો પાસે ગ્રહણ કરતો ઉદાયન રાજા વીતભય નગરમાં પહોંચ્યો. ૪૨. પોતાના સ્વામીનો નગર પ્રવેશ કરાવવા તરત જ પ્રધાનોએ નગરીને સુશોભિત કરાવી. તેવા પ્રકારના આગમનમાં તેમ કરવું શોભે છે. ૪૩. રાજમાર્ગમાં સ્થાને સ્થાને નીચે લટકતા તોરણો બાંધવામાં આવ્યા અને દુકાને દુકાને રેશમી વસ્ત્રો બાંધવામાં આવ્યા. ૪૪. કચરો વાળીને માર્ગો એકદમ ચોખા કરવામાં આવ્યા. ચારે બાજુ પાણીનો છંટકાવ કરવામાં આવ્યો. ૪૫. પોતાના સ્વામીના જયના લાભથી ખુશ થયેલ નગરના લોકો વડે હર્ષપૂર્વક જોવાતા રાજાએ નગરમાં પ્રવેશ કર્યો. ૪૬. જેમ ઈન્દ્ર સૌધર્મ સભામાં પ્રવેશે તેમ ચતુરપુરુષો વડે કરાતા અનેક મંગલોપૂર્વક રાજાએ મહેલમાં પ્રવેશ કર્યો. ૪૭. કુશળ પૂછવા આવતા સર્વલોકની સાથે રાજાએ બહુમાનપૂર્વક વાત કરી કેમકે ઉત્તમ પુરુષોની સામે મદ ન કરવો જોઈએ. ૪૮. ધર્મ, અર્થ અને કામ પરસ્પર વિરુદ્ધ હોવા છતાં આશ્ચર્ય એ છે કે વિરોધ કર્યા વિના એકી સાથે રાજામાં રહ્યા. ૪૯.
એકવાર પૌષધશાળામાં રહેલ રાજાએ પૌષધવ્રતનો સ્વીકાર કર્યો. તેવા પ્રકારના જીવોમાં કોઈક ધર્મની કાષ્ટા (પરાકાષ્ટા) છે. ૫૦. રાત્રે ધર્મજાગરિકા કરતા રાજાને અતિ સુંદર ધ્યાન થયું. સૌભાગ્યવંત જીવોને પછી પછીનો ધર્મ પ્રાપ્ત થાય છે. પ૧. પૃથ્વીતલ ઉપર તે ગ્રામ, નગર, દેશો પણ ધન્ય છે જ્યાં શ્રીમાન મહાવીર પ્રભુ સ્વયં વિહરે છે. પર. તે જીવો પણ ધન્ય છે જેઓ ભગવાનના મુખરૂપી કમળમાંથી નીકળેલા ધર્મોપદેશના રસને ભ્રમરની લીલાથી પીએ છે. ૫૩. જેઓ પ્રભુની પાસે ભવદુઃખના ભયને છેવા સમ્યગ્દર્શન સહિત શ્રાવકધર્મને સ્વીકારે છે તેઓ પ્રસંશનીય છે. ૫૪. જેમ ભટો યુદ્ધમાં જય મેળવે છે તેમ જેઓ શ્રી વીર જિનેશ્વર પાસે સર્વવિરતિને ગ્રહણ કરે છે તેઓ પ્રશંસનીયોમાં પણ પ્રશંસનીય છે. પ૫. જેમ હાર, ઉરઃસ્થળને અલંકૃત કરે છે તેમ ભગવાનશ્રી મહાવીર મારા નગરને અલંકૃત કરે તો સકલ દુઃખને છેદનારી અને મોક્ષ સુખને આપનારી દીક્ષાને હું ગ્રહણ કર્યું અને કર્મોની ભિક્ષાને આપું. ૫૭. પછી હે અભયકુમાર ! તેના અનુગ્રહ માટે અમે ચંપાનગરીમાંથી વીતભય નગર તરફ વિહાર કર્યો. ૫૮. દેવો વડે નિર્માણ કરાયેલ સમવસરણમાં સિંહાસન ઉપર ધર્મ દેશના કરવાના હેતુથી અમે બેઠા. ૫૯. ઉત્તમ રસવતીને સાંભળીને ભુખ્યો જેટલો આનંદ પામે તેનાથી અનંતગણો આનંદ અમારા આગમનને સાંભળીને રાજાને થયો. ૬૦. તેણે અમારા ખબર આપનારને ઘણું ધન આપ્યું અથવા હિતકારી વચન બોલનારી આ જીભ કામધેનુ સમાન છે. ૧. ત્યારપછી બાકીના સર્વ વ્યાપારને છોડીને, રાજા પરિવાર સહિત પરમ ઋદ્ધિથી હર્ષપૂર્વક અમને વંદન કરવા આવ્યો. ૨. અમને પ્રદક્ષિણા આપીને, નમીને, વૈમાનિક દેવોની પાછળ બેઠો, ધર્મમાં કે કર્મમાં ક્રમ સાચવવો કલ્યાણકારી છે. ૬૩. ભવ્ય જીવોને બોધ આપવા અમે ધર્મદેશનાનો પ્રારંભ કર્યો એમ કરવાથી તીર્થકરના નામ કર્મ વેદાય છે. ૬૪.
Page #284
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧૧
૨૭૯ રૂપ-સૌભાગ્ય-લાવણ્ય-લક્ષ્મી અને રાજકૃપા પુણ્યથી જ પ્રાપ્ત થાય છે જ્યારે પાપથી આનાથી વિપરીત પ્રાપ્ત થાય છે. અર્થાત્ પાપના ઉદયથી કુરૂપ-દુર્ભાગ્ય-લાવણ્યરહિતતા–નિર્ધનતા અને રાજકોપ પ્રાપ્ત થાય છે. ૫. પત્રાદિ વડે ખરચાતી પણ પુણ્યશાળી જીવોની લક્ષ્મી કયારેય ક્ષય પામતી નથી. જેમકે ભદ્રશ્રેષ્ઠીની લક્ષ્મી. હે લોકો ! અભદ્ર નામના શેઠના પુત્રની જેમ પાપી જીવોની લક્ષ્મી નહીં ખરચાતી હોવા છતાં નાશ પામે છે. તે આ પ્રમાણે
ધનેશ્વર શેઠનું દષ્ટાંત પૂર્વે વિવિધ પ્રકારના મહામૂલ્યવાન રત્નોથી રત્નાકર જેવું આચરણ કરનાર રત્નપુર નામનું ઉત્તમ નગર હતું. અર્થાત્ જેમ સમુદ્ર વિવિધ પ્રકારના રત્નોથી ભરેલો હોય તેમ આ નગર પણ વિવિધ પ્રકારના રત્નોથી ભરપુર હતું. ૬૮. તેમાં નગરજનોમાં ઉત્તમ ધનેશ્વર શ્રેષ્ઠી રહેતો હતો. જે ઔદાર્યગુણથી બલિ જેવો હતો, ધનથી કુબેર જેવો હતો. ૬૯. જાણે બીજી લક્ષ્મી ન હોય તેવી ઉદાર, સરળ, ધીર, ગંભીર, મધુર, સ્થિર ધનશ્રી નામની તેની પત્ની હતી. ૭૦. તે બંનેને સાગર નામનો પુત્ર થયો. જેમ સાગર જળચરોથી ભરેલો હોય તેમ તે દોષોથી ભરેલો હતો. ૭૧. તેને જડના સંપર્કથી પ્રસિદ્ધ, કુટિલ, નદી સમાન નીચ ગામિની નર્મદા નામની પત્ની હતી. ૭૨. ધનેશ્વર અને ધનશ્રી શ્રાવક-શ્રાવિકા દંપતીએ નિયાણા રહિત સાધુઓને દાન આપ્યું. ૭૩. શીલનું પાલન કર્યું. દુસ્તપ તપને તપ્યા. તે બંનેએ હંમેશા બાર પ્રકારની ભાવના ભાવી. ૭૪. પરમ ઋદ્ધિથી અનેકવાર તીર્થયાત્રા કરી. આ પ્રમાણે ધર્મમાં તત્પર બંનેએ મનુષ્ય ભવ સફળ કર્યો. ૭૫. માતા-પિતા વડે અપાતા દાનને જોઈને અતિપીડિત થયેલ સાગરે પત્ની સાથે આ પ્રમાણે વિચારણા કરી. ૭. વૃદ્ધ માતા-પિતા ભ્રષ્ટચિત્તવાળા થયા છે. જ્યાં ત્યાં વિભવનો વ્યય કરતા શું પરિણામ આવશે? આ બંને કાલે મરશે. ૭૭. આ ધન નાશ કરાયે છતે આપણે હાથમાં ઠીકરા લઈને ભિક્ષા માટે ફરવું પડશે. ૭૮. કબદ્ધિ સાગરે એકવાર પિતાને કહ્યું : હે તાત! શું તમને વા પડ્યો છે? અથવા શું તમને સન્નિપાત થયો છે? અથવા શું તમને કોઈ ગ્રહ વળગ્યો છે? અથવા શું તમારી મતિ ભ્રષ્ટ થઈ છે? જે આ પ્રમાણે હંમેશા દાન આપીને વિભવનો ક્ષય કરે છે. ૮૦. તું પિતા નથી પરંતુ પોતાના કુટુંબને જીવવાના ઉપાય ધનને હંમેશા વેડફી રહ્યો છે. જો હવે કોઈને પણ એક કોડી પણ આપશો તો મારા જેવો બીજો કોઈ ખરાબ નથી એમ સમજજો. ૮૨.
પ્રતિબોધને અયોગ્ય જાણી ધનેશ્વરે લોકોની સાક્ષીમાં અર્ધો ભાગ વહેંચી દઈને પુત્રને અલગ કરી દીધો. ૮૩. વૈરાગ્યભાવથી વિશેષથી પણ ધર્મ સ્થાનોમાં વપરાતા શ્રેષ્ઠીનું ધન ધર્મની સાથે વધ્યું. ૮૪. અંતિમ સમયને જાણીને ધનેશ્વર અને ધનશ્રીએ પોતાના સર્વધનને સુબીજની જેમ ક્ષેત્રમાં વાવીને અનશન કરીને પંચપરમેષ્ઠી નમસ્કારનું ચિંતવન કરતા શુભધ્યાનમાં મરીને દેવલોકમાં ગયા. ૮૬. પણ સ્વયં નહીં વાપરવા છતાં, સ્વયં દાન ન કરવા છતાં સાગરનું ધન નહીં વપરાતી વિદ્યાલક્ષ્મીની જેમ ક્ષય પામ્યું. ૮૭. પછી સીદાતો ભાગ્યહીન, પેટ ભરવા પત્નીની સાથે લોકોના ઘરે કામ કરવા લાગ્યો. ૮૮. કેટલોક કાળ ગયા પછી તે બંનેને રોગ ઉત્પન્ન થયો તેથી બંને લોકોના ઘરોમાં કામ કરવા શક્તિમાન ન થયા. ૮૯. તો પણ કોઈ લોકે જીવવા માટે ભોજન વગેરે ન આપ્યું જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી મહેનત કરીને કંઈક મેળવે છે. ૯૦. પછી દીનમુખા, દયાપાત્ર, ઘડાના ઠીકરા લઈને આ બંને ઘરે ઘરે ભિક્ષા માગે છે. ખરેખર ભાગ્યની ગતિ ન્યારી છે. ૯૧. પૂર્વાવસ્થામાં અમારે ભિક્ષા માગવી પડશે એમ બોલ્યા હતા તે જ અવસ્થા આવીને ઊભી રહી. ૯૨. આમ દુઃખથી જીવીને, દુષ્ટ ધ્યાનમાં પરાયણ પાપનું ઉપાર્જન કરીને
Page #285
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૮૦ મરીને આ બંને દુર્ગતિમાં ઉત્પન્ન થયા. ૯૩. સ્વર્ગમાં સુખ ભોગવતા ધનેશ્વર અને ધનશ્રીનો જેટલો કાળ ગયો તેટલો કાળ ભવમાં ભમતા સાગર અને નર્મદાનો દુઃખમાં ગયો. ૯૪. આયુષ્ય પૂર્ણ કરીને ધનેશ્વર શ્રેષ્ઠીનો જીવ કાશપુર નગરમાં શ્રાવક શિરોમણિ ઉત્તમ ભદ્ર નામનો વણિક થયો. ૯૫. ધનશ્રીનો જીવ પણ દેવલોકમાંથી ચ્યવીને જાણે બીજી લક્ષ્મી ન હોય તેમ લક્ષ્મી નામની તેની પત્ની થઈ. ૯૬. તે જ નગરમાં ધનચંદ્ર નામનો ધનવાન શ્રેષ્ઠી હતો અને તેને ઘણાં લક્ષણવાળી ધનવતી નામે પત્ની હતી. ૯૭. તે બે શેઠ-શેઠાણીનો પ્રેમ ચાંદની અને કમલિની જેવો થયો પણ સંતાન નહીં થવાથી ખેદ પામ્યા. ૯૮. એકવાર રાત્રિના મધ્યભાગમાં બુઝાઈ ગયેલ અંગારાના ઢગલાને મુખમાં પ્રવેશતો જોયો અને એકવાર સ્વપ્નમાં લક્ષ્મી જોઈ. ૯૯ તલ્લણ આ જાગી. ખેદને પામેલી સતિ શિરોમણિએ કુસ્વપ્ન પતિને જણાવ્યું. ૯૦૦. તેણે સામાન્યથી અસુંદર ફળવાળા સ્વપ્નને જાણ્યું. બાળક પણ હંસની સુંદરતા અને કાગડાની અસુંદરતાને જાણે છે. ૯૦૧. તો પણ તેણે સવારે સ્વપ્ન પાઠકને બોલાવીને પુછયું. સ્વપ્ન પાઠકે યથાર્થ જણાવ્યું. કેમ કે ઉત્તમ જ્ઞાનીઓ અવંચક હોય છે. ૨. હે શ્રેષ્ઠિનું! જો તમને શાસ્ત્ર પ્રમાણ છે તો તારે નિર્લક્ષણમાં શિરોમણિ, બીજાના પુણ્ય ઉપર જીવનારો, સર્વજનોને દ્રષ્ય (અણગમતો) પુત્ર થશે. ૩. હે શ્રેષ્ઠિનું! તમારે પુત્રનો જન્મ મહોત્સવ ન કરવો અને તેનું અભદ્ર નામ પાડવું. ૪. તમારે એનો આદર ન કરવો કેમકે ગુણો જ પૂજનીય છે. એમ કહ્યું એટલે શેઠે સન્માન કરીને નૈમિત્તિકને રજા આપી. ૫. ત્યારથી માંડીને લક્ષ્મીએ અભાગ્યના સાગર સમાન જીવને ગર્ભમાં ધારણ કર્યો. જાણે સાપને જ નિધિમાં સ્થાપન ન કર્યો હોય. દ. જેમ સૂર્યની પત્ની છાયાએ શનિને જન્મ આપ્યો તેમ લક્ષ્મીએ યોગ્ય સમયે સ્વપ્ન પાઠકે બતાવેલા લક્ષણોથી યુક્ત પુત્રને જન્મ આપ્યો. ૭. માતા-પિતાએ તેનું અભદ્ર નામ પાડ્યું. મહોત્સવને બાજુ રાખો પણ સારું નામ ભાગ્ય હોય તો જ પડે છે. ૮.
જેમ લોક આકાશમાં કેતુલેખિકાને જુએ તેમ કયારેક ધનવતીએ રાત્રે સ્વપ્નમાં શ્યામ ધૂમ રેખાને જોઈ. ૯. તેણીએ તે જ પ્રમાણે પતિને કહ્યું. પતિએ સ્વપ્ન પાઠકને કહ્યું. તેણે બધું અભદ્રની જેમ કહ્યું અને પરંતુ અલમિકા નામ પાડવાનું કહ્યું. ૧૦. ધનવતીએ નર્મદાના આત્માને ગર્ભમાં ધારણ કર્યો કાળે ગુણોથી અભદ્રની સમાન પુત્રીને જન્મ આપ્યો. ૧૧. માતાપિતાએ સ્વપ્ન પાઠક વડે બતાવેલ અલક્ષ્મી એવું નામ પાડ્યું કહેવત છે કે જેવો યક્ષ તેવો બલિ. ૧૨. કલ્યાણના ઈચ્છક માતાપિતાએ યોગ્ય વયને પામેલ અભદ્રને ભણવા માટે કલાચાર્યને સોંપ્યો. ૧૩. ભણાવાતો હોવા છતા કંઈપણ ન ભણ્યો ફક્ત બીજા વિદ્યાર્થીઓ સાથે ભાંડણ કર્યું. ૧૪. જો ઉપાધ્યાય તેને કંઈક હિત શિક્ષા આપે તો આણે પણ ઉપાધ્યાયને વંઠ ઉત્તરો આપ્યા. ૧૫. ઉપાધ્યાયની ઉપેક્ષાથી આ અભણ રહ્યો કેમકે શસ્ત્ર અને શાસ્ત્રનો બોધ ઉપાધ્યાયને આધીન હોય છે. ૧૬. માતાપિતાએ ધનવતીની પુત્રી અલક્ષ્મીની સાથે પરણાવ્યો. નિપુણવિધિ જે જેને યોગ્ય હોય તે તેને આપે છે. ૧૭. યુવાન થયા પછી ડોક ઊંચી રાખીને ચાલનારા અભદ્ર પોતાના અફળ આચારને સફળ માન્યું. પોતાની દુર્ભગતાને શુભગતા માની, વાચાળતાને ચતુરાઈ માની, પોતાની મહામૂર્ખતાને સર્વજ્ઞતા માની ૧૯. અભદ્ર પત્ની લક્ષ્મીને પોતાના ઘરે તેડી લાવ્યો. ખરેખર કુલવૂધઓ શ્વસૂરગૃહે શોભે છે. ૨૦. આવ એમ બોલાવાયેલી અલક્ષ્મી દૂર ભાગે છે. ચાલી જા એમ કહેવાયેલી અલક્ષ્મી આવે છે. રસોઈ કરતી હોય ત્યાં ગાંડા જેવી થાળીને ભાંગે છે. ૨૧. ઘરને સાફ કર એમ કહેવામાં આવે ત્યારે ઘરની બહાર સાફ કરે છે. બહાર કચરો સાફ કર એમ કહેવાયેલી ઘરમાં વાળે છે. રર. પાણી ભરવા ગઈ હોય ત્યારે પનીહારીઓની સાથે હંમેશા કજિયો કરીને અથવા ઘડાને ભાંગીને ઘરે આવે છે.
Page #286
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧૧
૨૮૧ ૨૩. ચૂલા પાસે મોકલી હોય તો તરત જ સાડી બાળીને આવે છે. હાથમાં સારી રીતે શુદ્ધ રહેતી નથી અને સાડીમાં પણ નિર્મળ રહેતી નથી અર્થાત્ શરીર અને કપડા બંને પ્રકારે મેલીઘેલી રહે છે. ર૪. સાસુએ એકવાર કહ્યું હોય તો સો વાર સંભળાવે છે. બ્રાહ્મણ અને સાધુઓને ઘરે આવવા નથી દેતી. ૨૫. સાધુઓએ ધર્મલાભ આપ્યો હોય તો આ કહે છે કે તમારા માથા ઉપર ધર્મલાભ પડશે. ૨૬. તમે પોતાના કુટુંબનું ભરણપોષણ કરવા અસમર્થ છો તેથી પાખંડનું વ્રત લઈને પરઘરને ભાંગો છો. ૨૭. સોમનાથ સુપ્રસન્ન છે. આના (સોમનાથ) વડે સૌભાગ્ય અપાયું છે. તે ધર્મિણી ! ભિક્ષાને આપ એમ કાર્પટિક વડે કહેવાયેલી લક્ષ્મીએ કહ્યું કે ગૌરી અને ઈશ તમારા ઉપર જ પ્રસન્ન થાઓ. શું તમારા માટે જ અમે ભિક્ષા બનાવીને તૈયાર રાખી છે? ૨૯. જે રવિવાર છે. આજે પૂર્ણ તેરશ છે, પુષ્ય નક્ષત્ર પુષ્ટિને આપનાર છે, શોભન નામનો યોગ છે. મુત્કલના (દયા-દાન) કરો એમ બ્રાહ્મણો વડે કહેવાયેલી બોલે છે કે અહી બ્રાહ્મણો! સવારમાં શું આવ્યા? કાંઈ રાંધ્યું નથી. બ્રાહ્મણો કહે છે. તો અનાજ આપો. ત્યારે બોલે છે કે દુકાનમાં કણો (અનાજ) છે માટે ત્યાં જાઓ. ૩૨. "ૐ ભૂર્ભુવઃ સ્વઃ" એ પ્રમાણે ગાયત્રી મંત્રના પાઠપૂર્વક બ્રાહ્મણો યાચના કરે છતે માનને નેવે મૂકીને કહે છે કે વારંવાર આવીને મારા બે કાનો શા માટે ખાઓ છો? એમ બોલતી સળગતું ઉબાડિયું લાવીને બ્રાહ્મણની સામે દોડે છે. ૩૪. મોટેથી કલકલ કરતા બ્રાહ્મણો તેનો ઉપહાસ કરતા કહે છે અહો ! ભદ્રના ઘરે વધૂના બાનાથી રાક્ષસી આવી છે. ૩૫. ભસ્મ ચોપડેલા શરીરવાળા ધુળિયા બાવાને કહે છે કે ગધેડા જેવો નાગો મારે ઘરે શા માટે આવ્યો? ૩૬. આ પ્રમાણે લોકમાં નિંદા કરાવે એવી એવી ચેષ્ટાઓ કરી. તેથી ભદ્ર શેઠ મનમાં સતત વ્યથા પામ્યા. ૩૭. ભદ્ર શેઠે સ્વયં પુત્રવધૂને પિતાને ઘરે મોકલી આપી કેમકે શાળા શૂન્ય સારી પણ ચોરોથી ભરેલી સારી નહીં. ૩૮.
એકવાર પલંગ ઉપર બેઠેલા ભદ્ર શ્રેષ્ઠીએ રાત્રે પરસ્પર કલહ કરતા બે પુરુષોને જોયા. ૩૯. બહાર રહેલા પુરુષે અંદર રહેલા મનુષ્યને કહ્યું : અરે! અરે! તું દરવાજામાંથી બહાર નીકળ જેથી હું અંદર આવે. ૪૦. તમારો કાળ પૂરો થયો છે. હવે મારા સ્વામીનો અવસર છે. ત્યાર પછી અંદર રહેલા માણસે કહ્યું તું કોણ છે? તારો સ્વામી કોણ છે? ૪૧."હું અપુણ્ય (પાપ) નામનો પુરુષ છું. અભદ્ર મારો સ્વામી છે એમ કહ્યું એટલે અંદર રહેલા પુરુષે કહ્યું : મારો સ્વામી જીવે છતે અહીં તારો પ્રવેશ કેવી રીતે થશે? દીવો ઘણો પ્રકાશતો હોય ત્યારે અંધકાર ક્યાંથી હોય? ૪૩. અપુણ્ય કહ્યું કે તું કોણ છે અને તારો સ્વામી કોણ છે? તેણે કહ્યું : હું પુણ્ય નામનો પુરુષ છું. અને ભદ્ર શ્રેષ્ઠી મારો સ્વામી છે. ૪૪. જો પુણ્ય અહીં રહેશે તો તારું કલ્યાણ નહીં થાય. એમ કહ્યું એટલે તુરત જ અંદરનો પુરુષ પુણ્ય પલાયન થઈ બહાર રહ્યો. ૪૫. સવારે શ્રેષ્ઠીએ લક્ષ્મીને રાત્રિનો વૃત્તાંત જણાવ્યો. બીજી રાત્રિએ શયનમાં રહેલી તેણીએ જોયું કે બહાર રહેલી સ્ત્રીએ અંદર રહેલી સ્ત્રીને જણાવ્યું હલે! ઘરના દરવાજાને છોડ હું હમણાં આવું છું. મારી સ્વામિની હમણાં આ ઘરનો ભોગવટો કરશે. રાશિઓ પણ પોતપોતાના વારે સૂર્યને ભજે છે. ૪૮. ઘરની અંદર રહેલી સ્ત્રીએ પુછ્યું તું કોણ છે અને તારી સ્વામિની કોણ છે? મારુ નામ અસંપદ છે અને અલક્ષ્મી મારી સ્વામિની છે. ૪૯. એમ જવાબ આપતી તેને બાહ્યદેશમાં રહેલી બીજી સ્ત્રીએ જણાવ્યું :
જ્યાં સુધી સુગ્રહીત નામની મારી સ્વામિની છે ત્યાં સુધી કુલટાની જેમ તારો અહીં પ્રવેશ નથી. ફરી બહાર રહેલીએ પુછ્યું તું કોણ છે? તારી સ્વામિની કોણ છે? ૫૧. અરે ! મારું નામ સંપ છે અને લક્ષ્મી મારી સ્વામિની છે. એમ કહ્યું ત્યારે અસંપદ્ નામની બહાર ઉભેલી સ્ત્રી સર્પિણીની જેમ પલાયન થઈ ગઈ.
૧. રાશિઓઃ જ્યોતિષચક્રમાં મેષથી માંડીને મીન સુધી બાર રાશિઓ છે. સૂર્ય દરેક રાશિમાં એક મહિનો રહે છે.
Page #287
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૮૨ પર. લક્ષ્મીએ સર્વ હકીકત પતિને જણાવી. તેણે કહ્યું : હે પ્રિયા ! સ્વપ્નપાઠક સત્યવાદી છે નહીંતર બે પુરુષ અને બે સ્ત્રીઓનો આવા પ્રકારનો સંલાપ ક્યાંથી થાય? આપણું મરણ થયા પછી નિશ્ચિતથી આનું કલ્યાણ નહીં થાય. ૫૪. તેથી પુત્ર માટે એક કરોડ સુવર્ણ થાપણમાં મૂકી રાખીએ. બાકીનું ધન ક્ષીણ થઈ જાય તો પણ આ થાપણ હશે તો તેની સ્ત્રી સીદાશે નહીં. પ૫. પુત્ર માટે થાપણ રાખીને અને બતાવીને પિતાએ કહ્યું હે પુત્ર! અમે જીવીએ ત્યાં સુધી ઈચ્છા મુજબ વિલાસ કર. ૫૬. બીજું ધન હોય ત્યાં સુધી આ નિધિનું ધન ન વાપરવું. ત્યારથી માંડીને પુત્ર પ્રાયઃ લંપટ થયો. પ૭. જેમ ભમરો મંજરીમાં આસક્ત થાય તેમ પાપી આત્મા અભદ્ર મદનમંજરી નામની વેશ્યામાં અતિ આસક્ત થયો. ૫૮. સર્વ વ્યાપાર છોડીને તે વેશ્યામાં આસક્ત થયે છતે કેટલાક દિવસો પછી તેના માતાપિતા મરણ પામ્યા.
ત્યાર પછી અભદ્ર ઘરનો સ્વામી થયો. ભાગ્યહીન કુભાર્યા અલક્ષ્મી ફરી ઘરે આવી. ૬૦. અવસરને પ્રાપ્ત કરીને અપુણ્ય અને અસંપત્ જલદીથી ઘરમાં પ્રવેશ્યા. ખરેખર સરખે સરખાનો મેળ જામે છે. ૬૧. અભદ્ર મદન–મંજરીને ઘરે લઈ આવ્યો. કુલમર્યાદાનું ખંડન કરનારા મનુષ્યોને લજ્જા ક્યાંથી હોય?
૨. વૃદ્ધ સ્વજનોએ હિતબુદ્ધિથી કહ્યું : હે વત્સ અભદ્ર ! આ ઘરે આવેલી વેશ્યા સ્ત્રી કલ્યાણકારી નથી. દયા વિનાની વેશ્યાઓ કામીઓના ધનનો ક્ષય કરે છે. લોકમાં હારી કરે છે. શરીરને અત્યંત ક્ષીણ કરે છે. ૬૪. હે સ્વચ્છ માનસ વત્સ! તું વેશ્યાને છોડ. જેથી હે ભદ્ર ! તારું કલ્યાણ થાય. અને કલ્યાણની પરંપરા વેગવાળી બને. ૫. ઈર્ષાથી અભદ્ર કહ્યું : હે ચલિતબુદ્ધિઓ તમે પોતાનું ઘર સંભાળો. હું મારું ઘર સંભાળું છું. દ૬. સ્વજનો વિલખ મુખ લઈને પોતપોતાના ઘરે ગયા. તે પોતાના સર્વ વિભવને ચિંતવવા લાગ્યો. ૬૭. તેણે જે જે વ્યાપાર કર્યો તે તે નિષ્ફળ થયો. તેટલામાં ચોરો વનમાંથી તેનું પશુધન ચોરી ગયા. દાસ-દાસી–ચાકર વગેરે લોકો પાસે જે ધન રાખેલું હતું તેને તેઓ લોભથી ભાગીદારોની જેમ ગળી ગયા. ૬૯. તેણે કરજદારો પાસે ધનની ઉઘરાણી કરી છતાં તેઓએ કંઈપણ આપ્યું નહીં. અને ઉલટાનો સામો ઝઘડો કર્યો. ૭૦. આને ખાવા જેટલું પણ માંડ માંડ મળે છે. ભાગ્ય પ્રતિકૂળ થયે કોણ વિડંબના ન પામે? ૭૧. તેને નિધન થયેલો જાણીને મદનમંજરી વેશ્યા ક્ષણથી છોડીને ચાલી ગઈ. જતીન રહેતો વેશ્યાનું કુળ લજ્જાય. ૭. સુદુસ્તર શોક સંતાપના મહા આવર્તમાં પડેલા, અપુણ્ય અને અસંપતુથી સહિત અભદ્ર પત્ની સાથે ઘરે રહ્યો. ૭૩. આણે વિચાર્યું નિધાનને મેળવી ફરી સારી રીતે મનુષ્ય જીવન જીવું. કેમકે ધનહીન મનુષ્ય પશુ સમાન છે. ૭૪. આ રાત્રે નિધાનની ભૂમિને ખોદવા લાગ્યો ત્યારે જ કોઈ અદશ્ય રૂપે તેને અટકાવ્યો. ૭૫. જેમ બ્રહ્મદત્તે બ્રાહ્મણને પોતાના ઘરે ભોજન કરવા વાર્યો છતાં ન માન્યો તેમ અભદ્ર ખોદવાથી ન અટકયો. ૭. ખોદતા તે સ્થાનેથી સાપની હારમાળા નીકળી. તેને નાગપાશથી બાંધીને ડંસ મારીને યમના દરબારમાં પહોંચાડ્યો. ૭૭. યક્ષે તેના સુવર્ણકોટીધનના નિધાનને કબજે કર્યું. જેઓ ક્યારેય ધનનો ઉપભોગ નથી કરતા એવા દેવોને પણ ધન પ્રિય હોય છે. ૭૮. પુણ્યાપુણ્યના ફળને જણાવનારું ભદ્ર અને અભદ્રનું ઉદાહરણ સાંભળીને વિષના પૂંજની જેમ અપુણ્યનો
ત્યાગ કરીને બુદ્ધિમાનોએ પુણ્યરૂપી પણ્ય (કરિયાણું) ઉપાજર્ન કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. અને તે પુણ્ય પ્રવર્તક અને નિર્વતકના ભેદથી બે પ્રકારે છે. ૮૦. કામભોગનું ફળ આપીને દાન–ધર્મ પ્રવર્તક બને છે. ભવના ઉચ્છેદનું કારણ બનીને શીલાદિ નિર્વક બને છે. ૮૧.
હે અભયકુમાર ! અમારી આ પ્રમાણે ધર્મ દેશના સાંભળીને ઉદાયન રાજા ચારિત્ર લક્ષ્મીને મેળવવાની ઈચ્છાવાળા થયા. ૮૨. તેણે અમને વિનંતી કરી કે હું રાજાની વ્યવસ્થા કરીને તમારી પાસે વ્રત
Page #288
--------------------------------------------------------------------------
________________
સર્ગ–૧૧
૨૮૩ ગ્રહણ કરીશ. ૮૩. હું દાસ્યને ઠીકરું આપીશ અર્થાત્ ગુલામીનો ત્યાગ કરીશ. ઘરે જઈને રાજાએ આ પ્રમાણે બુદ્ધિથી વિચારણા કરી : જો હું પુત્ર અભીચિકુમારને રાજ્ય આપીશ તો મેં તેને દુઃખના ખાડામાં નાખ્યો ગણાશે. કેમકે રાજ્યમાં આસક્ત થયેલા જીવો નરકમાં જાય છે. તેથી હું આ રાજ્ય કેશી ભાણેજને આપીશ મોટાઓને પણ સ્વજનોને વિશે દૂર અને નજીકનો ભેદ હોય છે. ૮૬. કેશીને રાજ્ય આપીને અષ્ટાત્મિક મહોત્સવ કર્યો. ધનના દાનથી વાચકોના મનોરથોને પૂરતાં કેશી રાજાએ હર્ષપૂર્વક પરમભક્તિથી ઉદાયન રાજાનો દીક્ષા મહોત્સવ કર્યો. પછી ઉદાયન રાજાએ અમારી પાસે દીક્ષા લીધી. ૮૮. જેમ સૂર્ય કિરણોથી પાણીને શોષવી નાખે છે તેમ છઠ્ઠ, અટ્ટમ, ચાર ઉપવાસ વગેરે ઉગ્ર તપથી ઉદાયન રાજાએ પોતાની ધાતુઓને શોષવી. ૮૯. જેમ દુઃપ્રસભ સૂરિ યુગપ્રધાન આચાર્યોમાં છેલ્લા થશે તેમ આ અવસર્પિણમાં અંતિમ રાજર્ષિ થશે. ૯૦. ફરી મસ્તકે અંજલિ જોડીને અભયે પુછ્યું: હાથમાં રહેલા આમળાની જેમ ત્રણ જગતને જોનાર હે પ્રભુ ! ઉદાયન રાજાનું ભાવી ચરિત્ર કેવા પ્રકારનું થશે? કેમકે ધર્મના રસિક જીવો ઉત્તરોત્તર વિશેષ જાણવામાં રસિક હોય છે. ૯૨.
પછી શ્રી વર્ધમાન જિનેશ્વર અભયકુમાર આગળ ભવિષ્યમાં થનારા ઉદાયન રાજર્ષિનો વૃત્તાંત કહ્યો. ૯૩. હે અભય! અરસ–વિરસ-રૂક્ષ-ખાટું, ભોજનવેળા વીતી ગયા પછીના મેળવેલા આહારોથી પારણાના દિવસોમાં શરીરને નભાવતો, હંમેશા કર્મરૂપી શત્રુને ખપાવવા ઉદ્યત ઉદાયન રાજર્ષિને વ્યાધિ ઉત્પન્ન થશે. ૯૫. તો પણ વ્યાધિની ચિકિત્સા નહીં કરતા આ પોતાની આરાધનામાં ઉદ્યત રહેશે. ઘા લાગે છતે શૂરવીર પોતાની વીરવૃત્તિને છોડતો નથી. ૯૬. આ પ્રમાણે વ્યાધિની ચિકિત્સા નહીં કરતા ઉદાયન રાજર્ષિને હર્ષિત થયેલા વેદ્યો ઉપદેશ આપશે કે હે મુનિ ! તમે દહીંનો ઉપયોગ કરો જેથી તમારો વ્યાધિ શાંત થાય અને ફરી ન થાય. ૯૭. હે મહામનિ ! શરીરની રક્ષાથી ધર્મ ટકે છે. ૯૮, વૈધે બતાવેલ ઔષધ સુલભ અને પ્રાસુક છે એમ જાણીને પાપપ્ન આ મુનિ કુળો જેવા ગોકુળોમાં વિહરશે. ૯૯. વિકૃતિને સેવવા છતાં પણ વિકારોથી રહિત, ધર્મચક્રનો ત્યાગી છતાં ધર્મનો આરાધક થશે. કહેવાનો ભાવ એ છે કે વિગઈનું સેવન કરવા તીર્થકરના ધર્મચક્રનું સાનિધ્ય છોડશે છતાં ગોકુળમાં રહીને ધર્મની ઉત્તમ આરાધના કરશે. ૧000. હે અભય ! મમત્વના ત્યાગી ઉદાયન રાજર્ષિ કોઈક વાર ત્યાં જ વીતભય નગરમાં વિહરશે. ૧૦૦૧.
પછી ઉદાયન રાજર્ષિને આવેલાં જાણીને દુષ્ટમંત્રીઓ કેશી રાજાના ગળામાં પાશ નાખીને કહેશે કે ભગ્નવ્રતપરિણામી ઉદાયનમુનિ સ્વયં તારું રાજ્ય લેવા માટે હમણાં આવેલ છે. ૩. જેમ શિયાળ બોરનો ત્યાગ કર્યો તેમ ઉત્તમ ભાવમાં આવી ગયેલા આણે ઉતાવળથી સ્વર્ગ જેવા રાજ્યનો ત્યાગ કરી દીધો. ૪. પૂર્વે વનમાં વસતા એક શિયાળે પરસ્પર વાતો કરતા કોઈક લોકોને સાંભળ્યા કે જે બુદ્ધિમાન અત્યંત પ્રિય વસ્તુનો નિયમ કરે છે તે નક્કીથી મહાપુણ્યને ઉપાર્જન કરે છે. દ. આ સાંભળીને શિયાળ અભિગ્રહ કર્યો કે મને બોર બહુ પ્રિય છે. તેથી મારે બોરનો નિયમ થાઓ. ૭. કારતક મહિનો આવ્યો એટલે બોરડીનું વન ફલિત થયું. બોર પાક્યા એટલે શિયાળને ખાવાની ઉત્કૃષ્ટ ઈચ્છા જાગી. ૮. ત્યારે બોર ખાવાનો નિયમ છે પણ સૂંઘવા વગેરેનો નિયમ નથી એમ વિચારીને પ્રથમ બોરની નજીક જઈને સંધ્યું. ૯. પછી પુત્રની જેમ હર્ષથી વારંવાર તેનું ચુંબન કર્યું. મારે ગળી જવાનો નિયમ છે પણ મોઢામાં નાખવાનો નિયમ નથી. ૧૦. એમ વિચારીને તેણે મોઢામાં બોર નાખ્યું. બોખા (દાંત વિનાના પુરુષની)ની જેમ મુખમાં એક જડબાથી બીજા જડબામાં ભમાડ્યું. ૧૧.દેવલોકમાં દુર્લભ આવા બોરના સ્વાદથી અટકાવનારા મારા નિયમ ઉપર
Page #289
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૮૪ વજ પડો. ૧૨. એમ વિચારીને શિયાળ બોર ગળી ગયો. એવી રીતે આ રાજા રાજ્ય છોડીને પસ્તાયો છે. ૧૩. તેથી રાજ્ય લેવા આવ્યો છે એમ લાગે છે. શું રાજ્યનો અર્થી કંડરિક મુનિ પૂર્વે ફરી પાછો આવ્યો ન હતો? ૧૪. તેથી કયારેય પણ આનો જરા પણ વિશ્વાસ કરવો નહીં. બૃહસ્પતિએ કહ્યું છે કે અવિશ્વાસ એ નીતિનું મૂળ છે. ૧૫. તે વખતે ઉદાયન ઉપર ભક્તિમાન આ કેશી રાજા કહેશે કે જો આ રાજ્ય ગ્રહણ કરશે તો જેમ રામે ભરતને આપ્યું તેમ હું આને આપી દઈશ. ૧૬. જો આ જાતે અમારો અધિકાર લીએ છે તો અધિકારીએ કોપ શેનો કરવાનો હોય? આ મામા મારા સ્વામી છે. હું હંમેશા એમને વશ છું. ૧૭. તે સાંભળીને દુષ્ટ મંત્રીઓ ફરી કહેશે કે હે રાજન્! આ મેળવેલું પાછું સોંપવું તે રાજધર્મ નથી. ૧૮. આણે તને રાજ્ય નથી આપ્યું પણ પોતાના કર્મથી મેળવાયું છે. નહીંતર અભીચિને છોડીને રાજ્યલક્ષ્મી તારી પાસે કેવી રીતે આવે? ૧૯. ગોત્રજો પોતાના ભાગની જેમ પિતા, કાકા, ભાઈ, પુત્ર, પૌત્ર પાસેથી પણ બળાત્કારે રાજ્યને લઈ લે છે. ૨૦. સ્વયં આવેલું રાજ્ય પાછું કેવી રીતે અપાય? ૨૦. એમ તમે રાજ્ય પાછું આપી દેશો તો લોકો તને બાયલો ગણશે. ૨૧. હે સ્વામિન્ ! અડધા રાજ્યનો ભાગી સેવક પણ ઉપેક્ષા કરાતો નથી તો આ તો સકલ રાજ્યને હરનાર સ્વામિચર (અર્થાત્ ભૂતપૂર્વ સ્વામી) છે. (આની તો સુતરામ ઉપેક્ષા ન કરાય.) રર. આવા કુમંત્રીઓના વચનોથી કેશી રાજા ઉદાયન રાજર્ષિ ઉપરની ભક્તિને છોડશે. કાન કુંકનારાઓવડે બે કાન ભરમાવાયે છત કોણ કોણ અન્યથા (ચલિત) થતું નથી ? ૨૩. ફરી કેશી રાજા અમાત્યોને પૂછશે કે હવે શું કરવું? કેમ કે પાપનો ઉપાય દુર્મત્ર આપનારાઓને જ પૂછવો જોઈએ. ૨૪. પછી તેઓ કહેશે કે હે દેવ! આને ઝેર આપો કેમકે વિષથી સાધી શકાતા કાર્યમાં શસ્ત્રનો ઉપયોગ ન કરવો. ૨૫. તમારા મામા દહીંનું ભોજન કરે છે માટે દહીંમાં ઝેર નંખાવો. જેથી લોકોમાં અવર્ણવાદ ન થાય. ૨૬. પછી કેશી ગોવાલણ પાસે ગરલને અપાવશે. દૌહિત્રા મોટા થતા મોસાળના વૈરીઓ થાય છે. ૨૭. દહીંમાં ઝેરને હરીને કોઈ દેવતા કહેશે કે તમને અહીં ઝેરવાળું દહીં મળશે તેથી દહીંની સ્પૃહા ન રાખશો. ૨૮. સાધુ પથ્ય પણ ઉત્તમ દહીંનો ત્યાગ કરશે. વિવેકીઓએ સંયમની જેમ આત્માનું પણ રક્ષણ કરવું જોઈએ. ર૯. ઉદાયન મહામુનિનો રોગ ફરી વધશે. પથ્થો વડે નિગ્રહ કરાયેલા
વ્યાધિઓ સમતાને આશ્રયે રહે છે. અર્થાત્ પથ્થોનું સેવન કરવામાં આવે ત્યાં સુધી વ્યાધિઓ શાંત રહે છે. પથ્ય બંધ થતા વકરે છે. ૩૦. રોગને મટાળવાની ઈચ્છાથી ફરી પણ ઉદાયન મુનિ દહીંનું ભોજન કરશે. અથવા નિર્દોષ ઉપાયથી સાધ્ય કાર્યમાં કોણ પ્રયત્ન ન કરે? ૩૧. તે ગોવાલણ ધનના લોભથી ફરી દહીંમાં ઝેર ભેળવશે. પાપીઓ એક ભવના સુખ માટે અનેક ભવોમાં દુઃખ આપનાર પાપ શા માટે કરતા હશે? ૩ર. પછી ગુણથી આકર્ષાયેલી સમ્યગ્દષ્ટિ દેવી ત્રણવાર મુનિના દહીંમાથી ઝેર દૂર કરશે. ૩૩. ચોથી વખત પ્રમાદમાં પડેલી તે દેવી વિષનું હરણ કરવું ભૂલી જશે. કયારેક ઉત્તમ પહેરેગીરને પણ ક્ષણવાર ઊંઘ આવી જાય છે. ૩૪. જેમ જીવ પાપ પ્રકૃતિ સાથે પુણ્ય પ્રકૃતિનો ભોગવટો કરે છે તેમ મુનિ ગરબમિશ્ર દહીંનું ભોજન કરશે.૩૫. તત્ક્ષણ સર્વથી પ્રસરતા વિષના વેગથી પોતાના અવસાનને જાણીને કોપ અને શોકથી રહિત રાજર્ષિ ભવના દુઃખને વિનાશ કરનારું અનશન સ્વીકારશે. ઉલ્લાસિત થયેલ પ્રવરધ્યાની મુનિ ભાવના ભાવશે કે
શુદ્ધ સિદ્ધાંતરૂપી અમૃતના રસના પાનમાં એકમાત્ર આસક્ત હે જીવ! તું કોઈ ઉપર જરા પણ કોપ કરીશ નહીં. ૩૮. મને આણે ઝેર આપ્યું છે એમ તું ચિત્તમાં વિચારીશ નહીં. પરંતુ પૂર્વે ઉપાર્જન કરેલ પાપોએ આ દુઃખ આપ્યું છે એમ તું ચિતવજે. ૩૯. સ્વયં ઉપાર્જન કરાયેલ અશુભ કે શુભ કર્મ ભોગવાય
Page #290
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧૧
૨૮૫ છે. લોકમાં પણ લોકો વડે લેણા દ્રવ્યની ઉઘરાણી કરાય છે. વિષપ્રદાન કરનાર ઉપર તારે અતિ હર્ષ ધારણ કરવો કેમકે પોતાના ધર્મનો વિચાર નહીં કરનાર તારા કર્મ ક્ષય માટે તૈયાર થયો છે. ૪૧. પોતાના કાર્યને છોડીને ધન અને જીવિતને આપીને સજ્જનો જ પરકાર્ય છે, બીજા નહીં. ૪૨. વિષના વેગથી ઉત્પન્ન થયેલી અલ્પકાળ ટકનારી અલ્પ પીડાને સમભાવપૂર્વક સહન કરી લે કારણ કે ભવમાં ભમતા નરકાદિની ઘણી વેદનાઓ ઘણીવાર સહન કરી છે. મુંગા ઊંટ ઉપર ક્યા મુંગામારો નથી પડેલા? ૪૪. અજ્ઞાનને કારણે સકામ નિર્જરા થઈ નથી. હમણાં સમભાવથી સહન કરી લે જેથી વિશેષ રીતે નિર્જરા થાય. ૪૫. અજ્ઞાની જીવ ઘણાં ક્રોડ વરસથી કર્મ ખપાવે તેને ત્રણ ગુપ્તિથી જ્ઞાની ઉચ્છવાસ માત્રકાળમાં ખપાવે છે. ૪૬. આ પ્રમાણે સુંદર ભાવના ભાવતા મુનિને કેવળજ્ઞાન થશે. ખરેખર ધ્યાન સમાન બીજું કોઈ ઉત્તમ અનુષ્ઠાન નથી. ૪૭. અઘાતિ પણ કર્મોને ખપાવીને તે માસખમણના તપસ્વી મુનિ પછી શાશ્વત સુખવાળા મોક્ષને પામશે. ૪૮. | મુનિનું મૃત્યુ વિષને કારણે થયું છે એમ જાણીને દેવતા કોપાયમાન થશે. સમ્યગ્દષ્ટિને ઋષિનો ઘાત કેમ કોપ ઉત્પન્ન ન કરે? ૪૯. કોપાયમાન થયેલ દેવતા મહામુનિના વધથી પ્રત્યક્ષ પાપો જેવા ધૂળના પૂરથી નગરને દાટી દેશે. ૫૦. રાજાઓના અન્યાયના કારણે લોકોને પણ સહન કરવું પડે છે શેરડીનો વાઢ પાણી પીએ છતે ઢંઢણ' ને પાણી મળે છે અર્થાત્ દોષિતની સાથે રહેલો નિર્દોષ પણ દંડાય છે. ૫૧. આ મુનિ જે કુંભારના ઉપાશ્રયમાં રહેલા હતા તે કુંભારને તેના પુણ્યકર્મથી સહિત ઉપાડીને સિતાલિમાં મૂકશે, તેની પ્રસિદ્ધિ કરવાની ઈચ્છાથી કંમ્ભકારકૃત નામનું નગર વસાવશે. ૫૩. ફરી અભયકુમારે જિનેશ્વર ભગવાનને પુછ્યું: હે પ્રભુ અભીચિકુમારનું ભાવી કેવું થશે? ૫૪. ત્રણ જગતને કેવળજ્ઞાનથી જોનારા શ્રીવીર પ્રભુએ કહ્યું હે અભયકુમાર ! તું એક ચિત્તે પ્રસંગને સાંભળ. ૫૫.
ઉદાયન રાજાએ જ્યારે કેશીને રાજ્ય આપ્યું ત્યારે અભીચિએ ચિત્તમાં વિચાર્યું કે પિતા કુશળતાપૂર્વકની વિચારણા કરવામાં નિપુણ હોવા છતાં પણ આ કેવો નિર્ણય કર્યો? અહો! રાજ્યનીતિમાં પણ કેવો ભ્રમ! પ૭. જેણે રાજ્યધૂરા ધારણ કરવામાં સમર્થ, ભક્ત, પેટના પુત્ર મને ત્યજીને બહેનના પુત્ર કેશીને રાજ્ય સોંપ્યું. ૫૮. સર્વત્ર પણ લોકમાં ભાણેજ વગેરે વલ્લભ હોય તો પણ કલાહીન બ્રાહ્મણની જેમ હન્તકાર માત્રને ઉચિત છે. ૫૯. જેમ જ્યોતિષીઓ અભિજિત નક્ષત્રની બીજા સત્યાવીશ નક્ષત્રોમાં ગણના કરતા નથી તેમ પિતાએ તેજસ્વી શક્તિમાન મારી ગણતરી કેમ ન કરી? ૬૦. અન્યાય કરતા સ્વામી પિતાની નિંદનીયતા નથી. મોટાઓના કરિયાણાને આભડછટ લાગતી નથી. ૬૧. પિતાની જેમ હું હમણાં કેશીની સેવા નહીં કરું. જો હું કેશીની સેવા કરું તો લોકો માનશે કે સમર્થ ઉદાયન રાજાનો પુત્ર નિર્બળ થયો. એમ પિતાનો અપવાદ થશે. ૨. તેથી મારે વિદેશ જવું કલ્યાણકારી છે. શું ક્યાંય પણ બગલાની આજ્ઞામાં હંસ રહે છે? ૬૩. અને વળી જો હું અહીં રહીશ તો લુચ્ચાઓ ખરેખર હાંસી ઉડાવશે કે– અહો ! અજગરની જેમ સુતેલા અભીચિના હાથમાંથી રાજ્ય ગયું. ૪. જેઓને માન નથી, લજ્જા નથી પુરુષ વ્રત નથી તેઓ કૂતરાની જેમ પરાભવ પામેલા સ્વદેશમાં રહે છે. ૬૫. સદ્ગલવાળા કુમારની જેમ અભીચિકુમાર વીતભય નગરને છોડીને કૂણિકની પાસે જશે દ. માસીનો પુત્ર કોણિક પણ તેને ગૌરવ સહિત જોશે અથવા માતા અને માસીમાં શું તફાવત છે? અર્થાત્ કંઈ નથી. ૭. સારી રીતે હર્ષ ૧. ઢંઢણ : શેરડીના ખેતરમાં થતી એક તુચ્છ વનસ્પતિ, શેરડીને પાણી મળતા તેને અનાયાસે પાણી મળી જાય છે. ૨. હન્તકાર : કોઈ અતિથિને આપવા માટેની ભેટ અર્થાતુ ભાણેજ વગેરેનું મહત્ત્વ ભેટ આપીને સત્કાર કરવા જેટલું છે પણ રાજ્ય આપવા જેટલું નહીં.
Page #291
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૮૬ પામેલ અભીચિ ત્યાં પોતાના ઘરની જેમ સુખે સુખે રહેશે. આ કારણથી સ્વજનોનું શરણ સ્વીકારાય છે. ૬૮. જીવાજીવાદિ તત્ત્વોના જ્ઞાતા, હંમેશા શુદ્ધ ક્રિયામાં તત્પર પર કાર્ય કરનાર અભીચિ ત્યાં રહીને ઘણાં વરસો પસાર કરશે. ૬૯. શોકના તરંગોનો નાશ કરી અભીચિ શ્રાવક ધર્મની આરાધના કરશે. ઉદાયન અને પ્રભાવતીના પુત્રને આવા પ્રકારનો શ્રાવક ધર્મ સંગત છે. ૭૦. જેમ ચંદ્રમાં કલંકને ન છોડે તેમ શ્રાવકધર્મની આરાધના કરતો અભીચિ પિતા ઉપરના કાલુષ્યને હૃદયમાંથી છોડશે નહીં. ૭૧. આરાધના કરીને પ્રાંતે જાણે પોતે કરેલી ધર્મ—ખંડનાને ન સૂચવતો હોય તેમ અર્ધા માસનું અનશન કરશે. ૭ર. પિતા ઉપરના મત્સરનો અત્યાગી તે મહર્દિક અસુર કુમાર દેવ થશે કેમકે ક્રોધ સદ્ગતિનો ઘાતક છે. ૭૩. અસુરકુમારમાં એક પલ્પોપમનું આયુષ્ય ભોગવી, ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં મનુષ્ય ભવ પામીને સિદ્ધ થશે. ૭૪. હે અભયકુમાર ! અમે તારી આગળ ઉદાયન રાજાનું ભૂત-ભવિષ્યકાળનું સર્વચરિત્ર જણાવ્યું. ૭૫. અભયે કહ્યું : હે પ્રભુ! તમે મારી ઉપર ઘણી કૃપા કરી. અથવા તો હે પ્રભુ! કોની ઉપર તમારી અમીદષ્ટિ નથી? ૭૬. દીક્ષા લેવાના પરીણામી અભયકુમારે પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી, નમીને કહ્યું : ૭૭. હે પ્રભુ! આ અપાર સંસાર સાગરમાં ડૂબતા જીવને માટે તમે વહાણ સમાન છો. ૭૮. કષાયરૂપી અગ્નિથી તપેલા જીવ માટે પાણી સમાન છો. મહામોહરૂપી અંધકારમાં ફસાયેલા જીવો માટે સૂર્ય સમાન છે, કામગ્રહથી ગૃહીત થયેલા જીવો માટે મંત્ર સમાન છો. અનેક શોકરૂપી સંતાપથી ખરડાયેલા જીવો માટે પવન સમાન છો. જન્મ, જરા અને મૃત્યરૂપી કંદ માટે તમે અગ્નિ સમાન છો. હે પ્રભુ ! સમસ્ત મંગલના અંકુરા ઉત્પન્ન થવા માટે બીજ સમાન છો. આરોગ્ય સંપત્તિને આપવામાં જમીન સમાન છો. ૮૧. સ્વર્ગ અને અપવર્ગના સુખના સમૂહને આપવામાં ઉદ્યત છો. અથવા સર્વ અર્થને આપવામાં તું કલ્પવૃક્ષ છે. ૮૨. જેમ કરજદાર કે ઘણી કન્યાનો પિતા કે નિર્ધન કૌટુંબિક ખેદ પામે તેમ હું ક્ષણથી કેદીની જેમ ભવના કષ્ટથી ખેદિત થયો છું. ૮૩. હે પ્રભુ! હું આજે સંપૂર્ણ ગૃહવાસને અગ્નિની જ્વાળામાં બળતા ઘરની સમાન માનું છું. ૮૪. મને કામ શત્રુના જેવો દુષ્ટ, સુંદરી રાક્ષસી જેવી, ભોગો રોગના સમૂહ જેવા લાગે છે. ૮૫. સંયોગ કપિ કચ્છ જેવો (કપિકચ્છ-ખજવણી વનસ્પતિ જે ચામડીને અડે તો બળતરાપૂર્વક ઘણી ખંજવાળ ઉત્પન્ન કરે છે.) લક્ષ્મી ડાકણ જેવી, રાજનો પ્રસાદ વિષાદ જેવો લાગે છે. ૮૬. ત્રણ જગતના જીવો ઉપર કૃપા વર્તાવનાર હે પ્રભુ! અનંત સંસાર સાગરથી મને તારો તારો. ૮૭. જેમાં રાજ્યના યુવરાજપણાની મારામાં યોગ્યતા હતી તેમ જો મારામાં દીક્ષાની યોગ્યતા હોય તો હે ભુવનપ્રભુ! પ્રસન્ન થઈને મને આ દીક્ષા આપે. ૮૮. સમસ્ત ત્રણ જગતના જીવોને તારવા સમર્થ જિનેશ્વર ભગવાને અભયને આ પ્રમાણે કહ્યું : ૮૯. હે અભય! ફોતરાના ઢગલાની જેમ અસાર સંસારમાં વિવેકી તને જે ખેદ થયો છે તે સ્થાને છે. ૯૦. તમારા જેવા બુદ્ધિમાનોને દીક્ષા ઉચિત જ છે. આંખવાળા જીવોને મુખનું મંડન કરવું યોગ્ય છે. ૯૧. હે દેવાનાં પ્રિય! તારા સમીહિતમાં વિધાન ન થાઓ. હે દઢ નિશ્ચય! કયાંય પણ પ્રતિબંધ (ઢીલ – વિલંબ) ન કરીશ. ૯૨. માતા પિતાની રજા લઈને હું તમારી પાસે મનુષ્ય જન્મ સફળ કરીશ. ૯૩. એવી વિનંતી કરીને વીર જિનેશ્વરને પ્રણામ કરીને મેરુપર્વત જેવો ધીર અભય મને કોઈ ધન્ય ક્ષણે દીક્ષા મળશે એમ હર્ષથી પુલકિત પોતાને ઘરે ગયો. ૯૪.
એ પ્રમાણે શ્રી જિનપતિ સૂરિના પટ્ટલક્ષ્મીભૂષણ શ્રી જિનશ્વરસૂરિના શિષ્ય શ્રી ચંદ્રતિલક ઉપાધ્યાય વિરચિત શ્રી અભયકુમાર મહર્ષિ ચરિત્ર અભયાંકમાં શ્રી મહાવીર પરમાત્માનું રાજગૃહમાં ગમન, નમસ્કારના ફળ પ્રતિપાદક કથાનકો તથા અંતિમ રાજર્ષિ ઉદાયનનું ચરિત્રગ્રહણ અને અભયકુમારના વ્રતના અભિલાષનું વર્ણન કરતો અગિયારમાં સર્ગ પૂરો થયો.
Page #292
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧૨
બારમો સર્ગ
૨૮૭
હવે બારમો સર્ગ પ્રારંભ કરાય છે.
પછી અભયે માતા–પિતા પાસે દીક્ષા લેવા માટે જલદીથી અનુજ્ઞા માગી. પંડિતો ધર્મના કાર્યમાં વિલંબ કરતા નથી. ૧. ભગવાને ઉદાયનને અંતિમ રાજર્ષિ કહ્યા છે તેથી જો હું રાજ્યને ગ્રહણ કરીશ તો મને દીક્ષા મળશે નહીં. ૨. તીર્થંકર પરમાત્મા શ્રીમદ્ મહાવીર જેવા ગુરુને પ્રાપ્ત કરીને, યશ અને ધર્મનું કારણ તમારા પુત્રપણાને પામીને આ લોકની જેમ હું પરલોકને સફળ ન કરું તો મારા કરતા જગતમાં બીજો કોણ મૂર્ખ છે ? ૪. તેથી મને દીક્ષા લેવાની રજા આપો. તમારી કૃપાથી મેં આ લોકના સુખને અનુભવ્યું તેમ પ્રભુની કૃપાથી પરલોકના સુખને અનુભવું. ૬. આ સાંભળીને માતા–પિતાએ ગદ્ગદાક્ષરે કહ્યું : હે વત્સ અભયકુમાર ! હે ભાગ્ય વાલ્લભ્યદર્શન ! હે પિતૃભક્ત! હે સદામુક્ત ! હે સર્વત્ર નિરાભિમાની ! હે સુમનિષિન્ ! તને જ પારિમાણિકી બુદ્ધિ છે. ૮. રાજ્યના કારણથી પિતા પુત્રને, પુત્ર પિતાને, ભાઈ ભાઈને, કાકો ભત્રીજાને, ભત્રીજો કાકાને તથા મામો ભાણેજને, ભાણેજ મામાને તથા મિત્ર મિત્રને લોભથી હણે છે. ૧૦. હે વિચક્ષણ ! આ રાજ્ય હોતે છતે મને દીક્ષા નહીં મળે તે હેતુથી અપાતા છતાં રાજ્યને ઈચ્છતો નથી. ૧૧. હે પુત્ર ! તારો મનોરથ કેવળ કલ્યાણ સ્વરૂપ છે. તું દીક્ષા ન લે એમ બોલતાં આ જીભની કઠોરતા કેમ સિદ્ધ ન થાય ? ૧૨. હે પુત્ર ! અમે જીવીએ ત્યાં સુધી તું સંસારમાં રહે જેથી હર્ષથી સદા વિકસ્વર તારા મુખરૂપી કમળને જોતા અમે સુખી રહીએ. અમારા મૃત્યુ પછી તું દીક્ષા લેજે. ૧૪. પછી અભયકુમારે મધુરવાણીથી માતાપિતાને કહ્યું ઃ પૃથ્વી ઉપર સાતા આપનાર હે તાત ! પુત્ર ઉપર સુવત્સલ હે માતર્ ! તમોએ જે આદેશ કર્યો છે તે સર્વ સુંદર જ છે. માતા–પિતા પુત્ર વાત્સલ્યમાં તત્પર હોય છે. ૧૬. પરંતુ અમે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી તું રહે એમ સ્નેહને હેતુ તરીકે જણાવ્યો તેનો નિર્ણય કેવી રીતે કરાય ? કેમકે આયુષ્યની ગતિ વિષમ છે. ૧૭. નાના-મધ્યમ અને મોટાઓમાં જે આ લાંબુ–ટુંકુ કે મધ્યમ જીવશે એવું નિયત દેખાતું નથી કેમકે સકલ વસ્તુ અનેકાંત છે. કહેવાનો ભાવ એ છે કે સર્વનું આયુષ્ય સમાન કે ક્રમસર પૂરું થાય એવો કોઈ નિયમ નથી. પુત્રનું આયુષ્ય વહેલું પૂરું થાય એવું પણ બને. ૧૮. વાયુથી ઉછળતા મહાગંગાના મોજાની જેમ આયુષ્ય ક્ષણભંગુર હોતે છતે જીવવાની આશા ક્ષણ પણ રાખી શકાય તેમ નથી. ૧૯. પરંતુ દીક્ષા લઈને સાધ્વાચારનું પાલન કરતા શ્રીમદ્ મહાવીર જિનેશ્વરના ચરણકમળની સેવા કરતા મને જોઈને તમને હર્ષ થશે. ગૃહસ્થ પર્યાયને ભોગવવાથી ઉત્પન્ન થયેલ હર્ષ કરતા તે લાખગુણો છે. ૨૧. પૂર્વે જેમ કૃષ્ણે પ્રધુમ્ન અને સાંબને દીક્ષા લેવા સહાય કરી હતી તેમ દીક્ષા લેતા મને સહાય કરો. ૨૨. આ પ્રમાણે તેનો દીક્ષાનો ગાઢ આગ્રહ જોઈને માતા–પિતાએ રજા આપી. અથવા શુભ કાર્યમાં પ્રવૃત્તિ કરતા પુત્રને કોણ અંતરાય કરે ? ૨૩. પિતાની આજ્ઞાથી અભયે સ્વયં પોતાના સર્વ ઘરોમાં મહાવિભૂતિથી અષ્ટાત્મિક મહોત્સવ કર્યો. ૨૪. તેણે સતત ભક્તિ અને બહુમાનપૂર્વક ચિત્તને ચમત્કાર કરે તેવું સમસ્ત સંઘનું વાત્સલ્ય કર્યું. ૨૫.
રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને આદેશ કર્યો કે નંદાનો પુત્ર દીક્ષા લે છે. તેથી નગરને શોભાવો. ૨૬. જેમ વૈધ રોગીના દેહને શુદ્ધ કરે તેમ ત્રણ રસ્તા, ચાર રસ્તા તથા રાજમાર્ગ વગેરેને સાફ કરાવો. ૨૭. જેમ પાણીવાળા વાદળાં વરસે તેમ તેઓએ ઘણું પાણીથી સિંચન કર્યુ અને સત્પુરુષ–કુંકુમની છટા આપીને નગરને સુગંધિત કર્યું. ૨૮. મંચ અને મોટા મંચોથી નગરને સુશોભિત કર્યું. તથા દરેક દુકાનોનો ઉપરનો ભાગ રેશમી વસ્ત્રોથી શણગારાવ્યો. ૨૯. તેઓએ પણ વિવિધ પ્રકારના રંગવાળાં સિંહ, અશ્વ, વગેરેના
Page #293
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૮૮
ન
ચિત્રોને ધન ઘરઘાટી ધ્વજા અને નાના ધ્વજા વિશેષથી નગરને શણગાર્યું. ૩૦. રાજાએ તેઓની પાસે નંદાપુત્રના દીક્ષા મહોત્સવ માટે સ્નાત્રપૂજાની ઉત્તમ સામગ્રી કરાવી કેમકે તે વાત્સલ્ય વિધિનો અવસર છે. ૩૧. પછી સુકુમાલ હાથવાળા મનુષ્યોએ સુગંધિ તેલોથી અભયકુમારને સર્વસંવાહના સુખપૂર્વક અવ્યંગન કર્યું. ૩ર. તેઓ નંદાપુત્ર પ્રત્યે સ્નેહવાળા હોવા છતાં તેના શરીરમાંથી નરમ લોટથી સ્નેહને (ચિકાશને) સારી રીતે ઉતાર્યો. ૩૩. પછી તેને સિંહાસન ઉપર બેસાડીને સુવર્ણ–રજત, સુવર્ણ–મણિ અને રજત સુવર્ણ એમ દ્વિક યોગવાળા અને સુવર્ણ–રજત–મણિ એમ ત્રિક યોગવાળા તથા માટીના દરેકના એકસો આઠ ઉતમ કુંભોંથી જેમ વાદળ મંદિરના કળશને નવડાવે તેમ સ્નાન કરાવ્યું. ૩૫. પછી મૃદુ, સૂક્ષ્મ, દશીવાળા ગંધકાષાયી વસ્ત્રોથી તેના અંગને લુછ્યું જાણે કે સ્પર્શેન્દ્રિના વિષયની લાલચ ન આપતા હોય ! ૩૬ માથા બંધનથી ખેંચાયેલ કેશપાશે ભવિષ્યમાં મારો લોચ થશે એમ દુઃખથી જાણે પાણીના ટીપાના બાનાથી આંસુઓ સાર્યા. ૩૭. અહો ! આશ્ચર્ય છે કે આઓએ ગોશીર્ષ ચંદનની સાથે સુગંધિ પદાર્થોને લઈને સર્વાંગે વિલેપન કર્યું. ૩૮. આઓએ સુંદર રીતે વાળને ઓળીને લોચ થશે એટલે હર્ષથી અધિવાસ કરતા ફૂલો ભરાવ્યા. ૩૯. જાણે બે પુણ્યલક્ષ્મીને પૂજવા માટે ન હોય ! તેમ આઓએ માથામાં ફૂલોનો મુગુટ અને છાતી ઉપર ફૂલની માળા પહેરાવી. ૪૦. સેવકોએ ઘોડાના મુખના ફીણ જેવા કોમળ, ફૂંકથી પણ ઊડી જાય તેવા સુવર્ણથી ભરેલા છેડાવાળા, નિર્મળ, હંસના લક્ષણવાળા, સફેદ બે વસ્ત્રો અભયકુમારને પહેરાવ્યા. અને ચંદન-અક્ષત અને દહીં આદિથી કૌતુક મંગલ કર્યું. ૪૨. મસ્તક ઉપર સર્વાલંકારોમાં શિરોમણિ ચૂડામણિ, કપાળે સુંદર મુગુટ, બે કાનમાં બે ઉત્તમ કુંડલ કંઠે શૃંખલહાર, અર્ધહાર અને રત્નાવલિ તથા સત્કનકાવલી, એકાવલી અને મુક્તાવલી, બે બાહુમાં અંગદ અને કેયૂર અને ત્રીજી બાહુ રક્ષિકા, તથા કાંડા ઉપર મણિતિ કડા હાથ અને પગની આંગડીઓમાં વજ્ર અને રત્નજડિત વીંટીઓ આ સર્વે પણ અભયકુમારના અંગ ઉપર યથાસ્થાને પહેરાવ્યું. ૪૬. અશ્રુપૂર્ણ આંખોથી માતાપિતાએ અભયને કહ્યું : હે પ્રિયંવંદા ! ઈચ્છિતને કહે. હે વત્સ ! હમણાં તારું શું કરીએ તે કહે. ૪૭. અભયે કહ્યું ઃ મારા માટે રજોહરણ અને પાત્રા મંગાવો બાકી બધું શેષનાગ સર્પની જેમ દૂર રહો. ૪૮. તરત જ બે લાખ આપીને વદાન્ય (ઉદાર, દાનશીલ) શ્રેણિકે કુત્રિકાપણ' માંથી પાત્રા અને રજોહરણ મંગાવ્યા. ૪૯. રાજાએ મોક્ષદાયિની શિબિકા તૈયાર કરાવી. તે કેવી છે. ? જોનાર લોકના ચક્ષુને થંભાવી દે તેવી હતી. અર્થાત્ લોકો તેને જોયા જ કરે તેવી જેમાં શ્રેષ્ઠ ચંદરવા બાંધવામાં આવેલ હતા. જેમાં મોતીની માળાની અવચૂલિકા (અવચૂલિકા એટલે ઉપર ફરકતું વસ્ત્ર) શિબિકાના દરેક થાંભલા ઉપર ફરકતી પુતળીઓ ગોઠવવામાં આવી હતી. આગળના ભાગમાં મનોહર વિધાધર યુગલના પુતળા ગોઠવવામાં આવ્યા હતા. મધ્યભાગમાં ઉત્તમ સિંહાસન સ્થપાયેલું હતું. તેમાં ઘુઘરીઓનો ઘમકાર થતો હતો. શોભાથી મનોહર ચારે બાજુથી પહોળા અને ઊંચા ગવાક્ષોથી સુશોભિત હતી. મધુર રણકાર કરતા ઘંટાના ટંકારથી આકાશને ભરી દેતી હતી. જેમાંથી કિરણોનો સમૂહ પ્રસરી રહ્યો હતો એવા સુવર્ણ કળશોથી યુક્ત હતી. જેમાં મંદ પવનથી શ્વેત ધ્વજાના છેડા ફરફરતા હતા. મનુષ્ય, સિંહ, હાથી, ગાય, દીપડા, મોર, તથા
૧. પ્રશ્ન ઃ કૃત્રિકાપણનો અર્થ શો છે ?
ઉત્તર ઃ કુ એટલે પૃથ્વી આદિ, ત્રિક એટલે સ્વર્ગ, મૃત્યુ, પાતાળ આ ત્રણ લોકમાં રહેલી ૧. જીવ ૨. ધાતુ અને ૩. મૂળાત્મક વસ્તુ તેની આપણ એટલે પુણ્યશાળી મનુષ્યોના ઈચ્છિતો પૂર્ણ કરનાર પૂર્વ ભવના સંબંધિત દેવથી અધિષ્ઠિત દુકાન. દુકાનમાંથી તે કોઈપણ પુણ્યાત્મા મનુષ્ય ખરીદ કરે તો તેને વસ્તુ માત્ર મળી રહે છે. પૂર્વે આવી દેવ–અધિષ્ઠત દુકાનો ઉજ્જયિની રાજગૃહ આદિ નગરીઓમાં હતી.
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૮૯
સર્ગ-૧૨
ન
પોપટ, વાંદરા, હંસ, હરણ, મત્સ્ય, કિન્નર, ચામર તથા સત્ ચંપકલતા, પદ્મલતા, વગેરે સેંકડો લતા સ્વસ્તિક માંગલ્ય અને આલેખાયેલ ચિત્રોથી આશ્ચર્ય કરતી હતી. સ્તંભમાં સ્થાપિત કરાયેલ વજની વેદિકાથી ચારે બાજુથી ઘેરાયેલી હતી, વધારે શું કહેવું ? શ્રેષ્ઠ ગુણોથી વિમાનની બહેન હતી, હજાર પુરુષોથી ઉંચકી શકાય તેવી હતી. સામાન્ય શિલ્પીઓ વડે ન બનાવી શકાય તેવી મોક્ષદાયિની શિબિકાને રાજાએ તૈયાર કરાવી. ૫૮. સમસ્ત વિધિને નિપુણપણે જાણનાર અભયે આને ત્રણ પ્રદક્ષિણા આપીને દેવેન્દ્રની જેમ લીલાથી ચડયો. ૫૯. જેમ સૂર્ય પૂર્વ દિશામાં આરૂઢ થાય તેમ સર્વ જનતાની આંખ રૂપી કમળોને વિકાસ કરતા અભયે સિંહાસનને અલંકૃત કર્યો. ૬૦. નંદાએ જલદીથી હંસલક્ષણી વસ્ત્રને પહેર્યું. પછી શિબિકા ઉપર આરૂઢ થઈને અભયની જમણા પડખે બેઠી. ૬૧. બીજી સ્થવિર કુલમહત્તરા રજોહરણ સહિત પાત્રને લઈને નંદા નંદનની ડાબી બાજુ રહી. ૬૨. દિવ્યરુપિણી સુવેશધારિણી, પાછળના ભાગમાં રહેલી પાપ વિનાની નાયિકાએ તેના મસ્તક ઉપર સફેદ છત્ર ધર્યું. ૬૩. સંસ્થાન, રૂપ અને લાવણ્યથી અપ્સરાઓનો ભ્રમ કરાવે તેવી બે વરવર્ણિનીઓ (ઉત્તમ અને સુંદર રૂપ રંગવાળી સ્ત્રી) વિવિધ રત્નો અને મણિઓ ધારણ કરતી હતી. ૬૫. એક તરૂણી સ્વચ્છ પાણીથી ભરેલા ચાંદીના કળશને હાથમાં લઈને વાયવ્ય દિશામાં રહી. ૬ ૬. બીજી તરૂણી જાત્ય સુવર્ણના દંડવાળા ઉત્તમ પંખાને ધારણ કરતી પ્રવર શૃંગારને કરીને અગ્નિ દિશામાં ઉભી રહી. ૬૭. સમાન યૌવન અને લાવણ્યવાળા, સમાન વેષ અને વિભૂષણવાળા એક હજાર પુરુષોએ રાજાની આજ્ઞાથી શિબિકાને ઉંચકી ૬૮. મત્સ્ય, ભદ્રાસન, આદર્શ, વર્ધમાન, કુંભ શ્રીવત્સ, સ્વસ્તિક અને નંદ્યાવર્ત્ત ક્ષણથી આગળ ચાલ્યા. ૬૯. દીપડા–સિંહ–અશ્વ વગેરે ઘોડા અને ઘોડેશ્વારો આગળ ચાલ્યા, હાથીઓ અને મહાવતો બંને બાજુ ચાલ્યા. ૭૧. ઈશ્વાકુ, યદુ, ભોગ અને ઉગ્ર કુલ વગેરેમાં ઉત્પન્ન થયેલા તે તે વાહનમાં આરૂઢ થયેલા સામંત વગેરે ચાલ્યા. ૭૨. ભાલાવાળા, ધનુર્ધારી, યષ્ટિ અને ફરવાળા તોમર અને બાણવાળા શક્તિવાળા અને મુગરવાળા ચાલ્યા.૭૩. પ્રમદથી ઉદ્ઘર પદાતિએ ગુલાંટ ખાતા, હસતા, હું પહેલો, હું પહેલો એમ બોલતા ચાલ્યા. ૭૪. વણિકો, સેનાપતિઓ, શ્રેષ્ઠીઓ, સાર્થવાહો, પ્રધાનો, મંત્રીઓ અને મંત્રીરાજો તેની પાછળ પાછળ ચાલ્યા. ૭૫. અભયકુમારની બહેને હર્ષથી ચક્ષુદોષનાશક લવણ–ઉત્તારણ વારંવાર કર્યું. ૭૬. હે વત્સ ! બાહુબલી મુનિ, સનત્કુમાર સાધુની જેમ યાવજ્જીવ ચારિત્રનું પાલન કર. ૭૭. સિંહની જેમ દીક્ષા લઈને સિંહની જેમ સતત પાલન કરજે એમ નંદાએ પુત્રને આશિષ આપી. ૭૮. રાજ્ય લક્ષ્મીને છોડીને જે તું દીક્ષા લે છે તેથી તેં જલદીથી પૂર્વ પુરુષોએ આચરેલ ચારિત્રની ઉન્નતિ કરી છે. ૭૯. હે ઉભય ! કુલદીપક દ્રવ્ય શત્રુઓની જેમ ભાવશત્રુઓને જીતીને હમણાં તું જયપતાકાને ગ્રહણ કર. ૮૦. ભટ્ટ, નગ્નાચાર્ય, ભાટચારણો નંદ નંદ જય આદિ જય મંગલ શબ્દોનો મોટેથી નાદ મચાવ્યે છતે, ચારે બાજુ વાદકો વડે નાંદી સૂર્યો વગાડાયે છતે સતત દર્શનીય નાટકો થયે છતે જેમ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં આવેલ સૂર્યના વખતનો મેઘ પાણીને વરસાવે તેમ સતત દ્રવ્યને વરસાવતો યશોભરથી જેમ દિશાઓ પુરાય તેમ યાચકોની આશા પૂરતો અભયકુમાર તરત જ પરમ પ્રીતિથી રાજમંદિરમાંથી સમવસરણ તરફ ચાલ્યો. ૮૪.
આ બાજુ વૃદ્ધ અને યુવાન તથા નગરની નાયિકાઓ ક્ષોભ પામી. વાજિંત્ર વાગે છતે સ્ત્રીઓ કૌતુકને પામી. ૮૫. નગરની સ્ત્રીઓમાં આ પ્રમાણે ઉલ્લાપો થયા− હે સખી ! શું તું મારી રાહ નથી જોતી ? જલદીથી કેમ જાય છે ? ૮૬. હે નંદાના પુત્રદર્શન માટે ઉત્કંઠિતા ! તું ઉત્તરીય વસ્ત્રને પહેરીને જા. અરે હલા ! તું વેરવિખેર અંબોડાને બાંધ. ૮૭. હે પોતાના રૂપથી ગર્વિત થયેલી બહેન ! તું ઘૂમટો કેમ નથી
Page #295
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૯૦ કાઢતી ? હે નિર્લજ્જ ! તું શ્વસુરવર્ગથી લજ્જા નથી પામતી? ૮૮. અતિશય કૌતુકરૂપી નાટકથી નચાવાયેલી છે ગજગામિની! કાન ઉપરથી આભૂષણ પડી ગયું છે એનું ભાન નથી? ૮૯. અતિ સૌભાગ્યના ગર્વથી સતત પાગલ થયેલી હે હલા (સખી) ! પૃથ્વી ઉપર પડી ગયેલા પોતાના હારને જોતી નથી. ? ૯૦. હે અત્યંત સ્થૂલશરીરિણી ! જો તારે અભયકુમારને જોવાનું પ્રયોજન હોય તો જલદી જલદી દોડ. ૯૧. હે કુતૂહલને વશ થયેલી સખી! દઢચિત્તા આવા પ્રકારના કૌતુક જો જે કયારે જોવા મળ્યું નથી અને મળશે પણ નહીં. ૯૨. હે બે આંખને ફાડીને જોનારી! તું કયાં સુધી જોયા કરીશ. કેડ ઉપરથી સરકતા વસ્ત્રવાળી તું લોક વડે હસાય છે. ૯૩. અરે ! ગુરુજન સમક્ષ લજ્જાનો ત્યાગ કરનારી! તું શા માટે દોડે છે. તારા ઉપર ગુસ્સો કરાવવામાં મને કેમ નિમિત્ત આપે છે? ૯૪. અરે ! રૂપ-યૌવન, પતિના પ્રેમ અને ધનથી ગર્વિત ! અતિ વિસ્તૃત ગવાક્ષને એકલી કેમ રોકીને રહી છો? ૯૫. કેવળ બીજાના કૌતુક જોવામાં ભાનભૂલી તે પોતાના સ્થૂળ શરીરને જોતી નથી? ૯૬. આજન્મ સુધી (આ ભવમાં જન્મથી માંડીને અત્યાર સુધી) કૌતુક જોઈને તે વૃદ્ધા! તું તૃપ્ત થઈ નથી જેથી આમ માર્ગ રોકીને તું બધાથી આગળ ઊભી છે. ૯૭. હે ક્ષિપ્રઘાતા ! હે સદા ઉન્મત્ત ! હે માતા વગેરે વડે શિક્ષા નહીં અપાયેલી ! ઘણી વૃદ્ધ મને વારંવાર હડસેલા કેમ મારે છે? ૯૮. હે વિદ્ર માનિની ! વાચાટ ! લવારો કેમ બંધ કરતી નથી? આ અભયકુમાર આવી ગયો છે સાવધાન થઈને જો. ૯૯. આ પ્રમાણે સ્ત્રીઓ જેટલામાં વિવિધ આલાપ-પ્રલાપ કરી રહી છે તેટલામાં અભયકુમાર પણ નજીક આવી ગયો. ૧૦૦. રાજપુત્ર અભયને જોતો નર-નારી વર્ગ સાથે જ તત્ક્ષણ પથ્થરમાં આલેખાયેલની જેમ સ્તબ્ધ થયો. ૧૦૧. રાજ્યને ચલાવતા ચલાવતા ત્રણ પુરુષાર્થને સાધતા તેણે સર્વ પણ પૃથ્વી ઉપર એક પરોપકાર વૃત્તિને કરી. ૨. આ અભયકુમાર પોતાના મનુષ્ય ભવને સફળ કરશે એમ દરેક લોકો વડે હજારો આંખોથી જોવાતો, જેમ કમુદો વડે ચંદ્ર, જેમ કમળો વડે સૂર્ય તેમ લોકો વડે હજારો આંખોથી સ્થાને સ્થાને જોવાતો, આ ધન્ય છે, આ કૃતપુણ્ય છે, આ લક્ષણવંત છે, આ વિદ્વાન છે, આ સૂર છે, આ ધીર છે, આ બુદ્ધિમાન છે, જીર્ણ દોરડાની જેમ મોટા, મનોહર રાજ્યને છોડીને જે આજે સંપૂર્ણ લક્ષ્મીના મૂળ શ્રીમદ્ વીર જિનેશ્વરની પાસે નિર્મળ વ્રત લઈને મોક્ષને સાધશે આ પ્રમાણે વચનમાળાઓથી હર્ષપૂર્વક સ્તવના કરાય છે. ૭. વિધિ અનુકૂળ થાય અને માંગેલું મળે તો અભયકુમારની જેમ અમારી પણ મતિ આવી થજો જેથી આપણે પણ ભવસમુદ્રમાંથી પોતાનો ઉદ્ધાર કરીએ, એમ ધાર્મિક લોક વડે મનોરથો પૂર્વક પ્રાર્થના કરાતો હતો. ૯. આનું જેવા પ્રકારનું રૂપ છે, આની જેવા પ્રકારની કાંતિ છે, આનું જેવા પ્રકારનું લાવણ્ય છે, આનું જેવા પ્રકારનું સૌભાગ્ય છે, તેવું જો અમને મળે તો સારું થાય. એમ અભય ઐહિકફળના કાંક્ષીઓ વડે પ્રાર્થના કરાતો હતો. ૧૧. ગુણોથી આકર્ષિત થયેલ નર-નારી વર્ગે અંજલિ જોડી. જેમ સૂર્ય સર્વત્ર લોકોની અંજલિઓ સ્વીકાર કરે છે તેમ આણે પણ સ્વીકાર કરી. ૧૨.
આ બાજુ હે સુબુદ્ધિ અભયકુમાર ! તું ઘણાં દિવસ ઘણાં પક્ષ, ઘણાં માસ, ઘણાં અયનો, ઘણાં વરસો, સુધી સારી રીતે ચારિત્રનું પાલન કરજે એમ લોકો તરફથી સ્થાને સ્થાને ઘણી આશિષને પામતો, લોકમાં પ્રભાવના કરતો. ઉત્તમ ભાવનાને ભાવતો, ભવના નૈગુણ્યને બતાવતો, વિષયની કટુતાને બતાવતો, અદ્વૈત આનંદ અને પરમ સંવેગને ઉત્પન્ન કરતો, ચારિત્રથી લોકોના ચિત્તમાં ચમત્કાર કરતો, જેના માર્ગને પિતા સ્વયં અનુસરી રહ્યા છે, સન્માર્ગનો દીપક અભયકુમાર સમવસરણની પાસે પહોંચ્યો. સમવસરણને જોઈને વિધિજ્ઞ અભય જેમ ઈન્દ્ર વિમાનમાંથી ઉત્તરે તેમ શિબિકામાંથી ઉતર્યો. ૧૮. રાજાદિ પરીવારથી વીંટળાયેલ, પગે ચાલતો તે જાણે મોક્ષનું દ્વાર ન હોય તેવા સમવસરણના દરવાજે પહોંચ્યો.
Page #296
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧૨
૨૯૧ સચિત્ત-પુષ્પ–તાંબૂલ વગેરે તથા ચામરાદિને છોડીને ઉત્તરાસંગ કરીને એકચિત્ત અભય સમવસરણમાં પ્રવેશ્યો. ૨૦. જિનેશ્વરના મુખરૂપી કમળનું દર્શન કરે છતે કર્મોને જલાંજલિ આપતા અભયે અંજલિ જોડી. ૨૧. પરીવાર સહિત ફરી ફરી જિનેશ્વરને નમતા મન-વચન-કાયાની શુદ્ધિપૂર્વક અભયે ત્રણ પ્રદક્ષિણા આપી. રર. જિનેશ્વરને નમીને તથા સ્તવના કરીને અંજલિ સંપુટ જોડીને શ્રેણિક તથા નંદા વગેરે સ્વજનોએ કહ્યું : ૨૩. હે પ્રભુ ! સચિત્તના ત્યાગી સ્વયં અભયકુમારને ગ્રહણ કરીને સચિત્ત ભિક્ષાને ગ્રહણ કરો. ૨૪. એમ કરાવે છતે અમે આપના વડે આ સંસાર સાગરથી તરાયા છીએ. તીર્થકરને છોડીને જગતમાં બીજું કયું ઉત્તમ પાત્ર છે? ૨૫. પરોપકાર કરવામાં નિપુણ ભુવનપ્રભુએ કહ્યું : અમે સ્વીકાર કરીએ છીએ. કેમકે ગુરુઓ સંગ્રહ કરવામાં (દીક્ષા આપીને તારવામાં) ઉધત હોય છે. ૨૬. ઊભા થઈ જિનેશ્વરને નમી અભયે વિનંતિ કરી કે હે સ્વામિન્! ભવસમુદ્રમાંથી તારો. ૨૭. જિનેશ્વરની ડાબી બાજુ રહેતા આના મસ્તક ઉપર જાણે પુણ્યનો પૂંજ ન હોય તેવા ગંધનો વાસક્ષેપ કર્યો. ૨૮. પ્રભુએ તેને ચૈત્યવંદન અને પ્રદક્ષિણાદિક વિધિ કરાવી. આ વિધિની શરૂઆત જિનેશ્વરોથી થઈ છે. ર૯. પ્રભુએ તુરત જ શ્રેણિક વડે અર્પણ કરાયેલ જાણે મુક્તિનો સાક્ષી ન હોય એવો વેશ અભયકુમારને આપ્યો. ૩૦. ઈશાન ખૂણામાં લઈ જઈને ગીતાર્થ મુનિઓએ અભયને વેશ પહેરાવ્યા કેમકે ધર્મમાં મોટી લજ્જા હોય છે. ૩૧. ઈર્યાસમિતિપૂર્વક મુનિના વેશને ધારણ કરતા અભયે જિનેશ્વરની આગળ સમવસરણરૂપી સરોવરમાં હંસની લીલાને ધારણ કરી. ૩૨. પછી ત્રિભુવનપ્રભુએ સ્વયં નાના મોટા કલેશો ન હોય તેવા કેશનો લોચ કર્યો. ૩૩. પ્રભુએ સામાયિક સૂત્રના ઉચ્ચારણપૂર્વક સામયિકનું તથા પંચ મહાવ્રતોનું ઉચ્ચારણ કર્યું. ૩૪. ઈન્દ્ર વગેરે દેવોએ અને શ્રેણિક વગેરે મનુષ્યોએ હર્ષિત થઈ અભયકુમાર ઋષિને વંદન કર્યું. ૩૫. પછી મુનિએ મનઃસંકલ્પિત ઘણા ઉત્તમ કલ્યાણોને પૂરવામાં સમર્થ દેવ વિમાન સમાન ધર્મલાભ આપ્યો. ૩૬. પછી અભયકુમાર પ્રભુને નમી અંજલિ જોડી કહ્યું : હે પ્રભુ ! ધર્મોપદેશ આપો. ૩૭. પ્રભુએ કર્યતંતુને કાપવા માટે કાતર સમાન દેવદંદુભિના નાદપૂર્વક દેશના આપવાનો આરંભ કર્યો. ૩૮.
ચોરાશી લાખ યોનિથી વ્યાપ્ત સંસારમાં ત્રસપણે પામવું દુર્લભ છે તો પંચેન્દ્રિયતાની શું વાત કરવી? ૩૯. પંચેન્દ્રિયપણું પ્રાપ્ત થયા પછી મનુષ્યભવ અને આર્યદેશની પ્રાપ્તિ વધારે દુર્લભ છે. તેમાં પણ સુકુલમાં જન્મ વધારે દુર્લભ છે. તેમાં પણ ઉત્તમ જાતિની પ્રાપ્તિ દુર્લભ છે. ૪૦. ઉત્તમ જાતિ પ્રાપ્ત થયા પછી ઉત્તમ આરોગ્યની પ્રાપ્તિ દુર્લભ છે. તેમાં પણ ઈન્દ્રિયનું પટપણું અને તેમાં પણ સાધુની સામગ્રી અને તેમાં પણ ધર્મ સાંભળવાની રુચિ થવી દુર્લભ છે. ૪૧. પછી ઉત્તમ શ્રદ્ધા થવી દુર્લભ છે. આ પ્રાપ્ત થયા પછી ચારિત્રની પ્રાપ્તિ દુર્લભ છે. વિરતિમાં ક્ષાયિક ભાવની પ્રાપ્તિ ઉત્તમ છે. ક્ષાયિક ભાવમાં પણ કેવળજ્ઞાન દુર્લભ છે. હે અભય ! તે પ્રાપ્ત થયા પછી એકાંત સુખવાળો મોક્ષ પ્રાપ્ત થાય છે. ૪૩. મોક્ષમાં જરા-મૃત્યુ-રોગ-શોક-વિપત્તિઓ નથી. તે જ તારતમ્યથી ઉત્તરોત્તર સર્વ પણ નિશ્ચયથી દુર્લભ છે. ૪૪. તેથી હે મહાભાગ! તારે વિશેષથી પંચમહાવ્રતના પાલનમાં ઘણો પ્રયત્ન કરવો જોઈએ. ૪૫. હંમેશા વ્રતોનું પાલન કર. રક્ષિકા અને રોહિણી પુત્રવધુઓએ જેમ પાંચ શાલિકણોની વૃદ્ધિ કરી તેમ તું હંમેશા વૃદ્ધિ કર. ૪૬. જેમ ઉક્લિકાએ પાંચ દાણા ફેંકી દીધા તેમ તું પ્રમાદથી વ્રતોનો ત્યાગ ન કરીશ. જેમ ભોગવતી પાંચ દાણાને ખાઈ ગઈ તેમ તું વ્રતોનું ખંડન ન કરીશ. ૪૭. અભય સાધુએ પૂછ્યું : હે ત્રિભુવન નાયક! આ રોહિણી વગેરે કોણ છે તે મને કૃપા કરીને કહો. ૪૮. હે મહાસત્ત્વ! તું સાંભળ.
આજ ભરતક્ષેત્રમાં રાજગૃહ નામના નગરમાં લક્ષ્મીથી કુબેર સમાન ધન નામનો શ્રેષ્ઠી થયો. તેને
Page #297
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૯૨ સ્ત્રીઓના શીલાદિ ગુણોને ધરનારી ધારિણી નામની સ્ત્રી થઈ. ૫૦. દેવ-ગુરૂપી પર્વતમાં રાગી થયેલા હાથીઓ ન હોય તેવા ચાર પુત્રો ધારિણીની કુક્ષિમાં જન્મ્યા. ૫૧. તેમાં પ્રથમ ધનપાલ, બીજો ધનદેવ, ત્રીજો ધનગોપ અને ચોથો ધનરક્ષક. પર. તે ચારેયને ક્રમથી ઉક્ઝિકા, ભોગવતી, રક્ષિકા અને રોહિણી નામે ઉત્તમ પત્નીઓ થઈ. પ૩. આવા ઘર પરીવારથી શોભતા સુબુદ્ધિમાન શ્રેષ્ઠીએ કેટલોક પણ કાળ ઝડપથી પસાર કર્યો. ૫૪. એકવાર સૂઈને જાગેલા ધનશ્રેષ્ઠીએ કયારેક રાત્રિના છેલ્લા પહોરમાં ચિંતન કરવા લાગ્યા. ૫૫. જેમ ગુણવાન મનુષ્ય ઘર ચલાવે છે તેમ ગુણવંતી સ્ત્રીઓ નિશ્ચયથી ઘર ચલાવે છે. ૫૬. પરીજન ભોજન કર્યા પછી ભોજન કરે પરીજન સુઈ ગયા પછી સુવે, પરીજન જાગે એની પૂર્વે જાગે. તે ગૃહિણી ખરેખર ગૃહલક્ષ્મી છે. ૫૭. સ્વજન-અતિથિ ચાકર વર્ગ તથા પશુઓની સંપૂર્ણપણે જે ચિંતા કરે છે તે ખરેખર ગૃહલક્ષ્મી છે. ૫૮. આવા ગુણવાળી પુત્રની માતાએ મારા ઘરને આખા ભવ સુધી સારી રીતે સંભાળ્યું છે. કોઈની ક્યારેય ફરિયાદ આવી નથી. ૫૯. હમણાં કઈ પુત્રવધૂ ઘરનો કારભાર સંભાળશે તે જાણવા સર્વપુત્રવધૂઓની પરીક્ષા કરું કેમકે ઘર સ્ત્રીઓને આધીન છે. ૬૦.
- સવારે શ્રેષ્ઠીએ રસોઈયાઓ પાસે રસોઈ તૈયાર કરાવી અને જલદીથી પુત્રવધૂઓના માવતરના ઘરોને તથા નગરવાસીઓને આમંત્રણ આપ્યું. ૬૧. તેણે બધાને ઉત્તમ ભોજયોથી આદરપૂર્વક ભોજન કરાવ્યું. રક્ષણ કરાતું ધન નાશ પામે છે પણ ભોજનના વ્યયથી નહીં. દ૨. પુષ્પ, તાંબૂલ, વિલેપનથી લોકનું સન્માન કરી, મંડપમાં બેસાડીને શ્રેષ્ઠીએ પ્રથમ પુત્રવધૂને બોલાવી. ૬૩. પાંચ ડાંગરના દાણા આપી સસરાએ તેને કહ્યું હે વત્સ! સર્વજનની સમક્ષ તને પાંચ દાણા આપું છું. ૬૪. હું જ્યારે પાછા માગું ત્યારે તારે મને આપવા. આ પ્રમાણે રજા અપાયેલી પ્રથમ પુત્રવધૂએ ચિત્તમાં વિચાર્યુઃ ૬૫. આ સસરાના રૂપની સાથે શરીર સંકોચાઈ ગયું છે. વાળ અને કાનની સાથે ગતિ કુંઠિત થઈ ગઈ છે. ૬૬. મધુર વચનોની સાથે દાંત પડી ગયા છે. જાણે લજ્જાની સાથે સ્પર્ધાન કરતી હોય તેમ મતિ ભ્રષ્ટ થઈ ગઈ છે. ૬૭. જેમ કરોડિયાના મુખમાંથી લાળ પડે તેમ આના મુખમાંથી અધિક લાળ પડે છે. વળીઓ લટકે છે, વૃક્ષની ડાળીની જેમ માથું કંપે છે. ૬૮. તો પણ આના આજ્ઞાનું ઐશ્વર્ય કોઈક એવું છે જે લજ્જિત કાર્ય કરતા આને કોઈ વારતું નથી. દ૯. મહાન ઠઠારો કર્યો પણ ડાંગરના પાંચ દાણા આપ્યા. અથવા ચકલાને ઉડાળવા મોટો અવાજ કર્યો. ૭૦. અહો ! પાંચ દાણા આપવાના હતા આમાં તો કેટલો મોટો ઉત્સવ કર્યો ડુંગર ખોદીને ઊંદર કાઢ્યો. ૭૧. આણે પાંચ દાણા આપીને અમને હલકા ચીતર્યા. શું મારા પિતાના ઘરે પાંચ દાણા નથી? ૭ર. લોકમાં હાસ્ય કરાવે એવા આ પાંચ દાણાનું મારે શું પ્રયોજન છે? જો પાંચ વરસ પછી વૃદ્ધ માગશે તો બીજા લાવીને આપી દઈશ. ૭૩. એમ વિચારીને આણીએ પાંચ દાણાને ફેંકી દીધા. તે જ રીતે ધન શ્રેષ્ઠીએ બીજી પુત્રવધૂને પાંચ દાણા આપ્યા. ૭૪.
તે પણ વિચારવા લાગી શું આજે સસરા ભ્રાન્ત થયા છે? અથવા ઉમર થતા આની બુદ્ધિ બહેર મારી ગઈ છે? ૭૫. જે આ પ્રમાણે નિરર્થક દ્રવ્ય વ્યય કરે છે. પ્રયોજન વિના દાનને આપતા જીવો દારૂડિયા જેવા કહેવાયા છે. ૭૬. આટલો ઠઠારો કર્યો અને દાણા તો પાંચ જ આપ્યા. અહો! ખાંડણિયો ખાલી છે અને ખાંડવા માટે સાંબેલા બે બે રાખ્યા છે ! ૭૭. લાભ અને વધામણી વિના આટલો ખર્ચ કર્યો તે મંડક વિના મોઢામાં ચબચન કર્યું. ૭૮. ભાઈ, પુત્ર કે સાસુ કોઈપણ કહેવા માટે સમર્થ થયા નહીં વૃદ્ધ જ સ્વયં સ્વામી છે. ૭૯. જો કે વૃદ્ધ સસરો યુક્ત કે અયુક્ત કરે તો પણ તેનું સાંભળે કોણ? કેમકે બાલ અને વૃદ્ધ સમાન છે. ૮૦. તો પણ જેણે લોકોની સમક્ષ સ્વયં દાણાને આપ્યા છે તો હું કણોને કેવી રીતે ફેંકી
Page #298
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧૨
૨૯૩ દઉ? ૮૧. કેમકે સતી કુલવધુ સારી. જ્યારે માગશે ત્યારે બીજા લઈને આપી દઈશ એવી બુદ્ધિથી ફોતરા કાઢીને દાણા ખાઈ ગઈ. ૮૨.
ધનશ્રેષ્ઠીએ ત્રીજી રક્ષિકા પુત્રવધૂને બોલાવી પૂર્વે કહેલી રીતથી આને પણ દાણાં આપ્યા. ૮૩. આ બુદ્ધિશાલિનીએ એકાંતમાં જઈને જલદીથી વિચાર્યું કે અહીં નક્કીથી કંઈક કારણ હોવું જોઈએ નહીંતર કેવી રીતે પિતા ઘણાં ધનનો વ્યય કરીને સર્વલોકની સમક્ષ પાંચ દાણાને આપે? તેથી પરમ યત્નથી આ પાંચ કણોનું હું રક્ષણ કરું એમ વિચારીને દઢ (ઉત્તમ) વસ્ત્રથી સારી રીતે બાંધીને રાખ્યા. ૮૬ અને આ પોટલીને પોતાના આભરણના કરંડિયામાં સાચવીને મૂકી. ત્રણેય કાળ આદરપૂર્વક આની સાર સંભાળ કરી. ૮૭.
ચોથી પુત્રવધૂને બોલાવીને પાંચ ડાંગરના દાણાને આપીને તે જ પ્રમાણે શિક્ષા આપી કેમકે સંતો સમદષ્ટિ હોય છે. ૮૮. હવે બુદ્ધિરૂપી મહેલમાં આરોહણ કરનારી રોહિણીએ ચિત્તમાં વિચાર્યું ઃ મારો સસરો બુદ્ધિથી બૃહસ્પતિ સમાન છે. ૮૯. ગંભીરતાથી સમુદ્ર જેવા છે. ધૈર્યથી મેરુ પર્વત જેવા છે. ઘણાં અનુભવી, વિશેષજ્ઞ, દીઘદર્શી અને બહુશ્રુત છે. ૯૦. કામ ચિંતામણિ સમાન છે અને સર્વ મહાજનોમાં શિરોમણિ છે. લોકોની સમક્ષ આ પાંચ દાણા આપ્યા છે તેનું કોઈક મોટું પ્રયોજન નક્કીથી હોવું જોઈએ. કેમકે સજ્જનોની પ્રવૃત્તિઓ પ્રયોજનપૂર્વકની હોય છે. ૯૧. તેથી આ પાંચ કણોની વૃદ્ધિ કરવી જોઈએ એમ મારી બુદ્ધિ થાય છે એમ વિચારીને તેણીએ પોતાના ભક્તિવાળા ભાઈઓને કહ્યું : ૯૩. હે ભાઈઓ ! આ મારા પાંચ દાણાને ખેતરમાં વાવો જેથી એમાંથી ઘણાં દાણાંઓ થાય. ૯૪. તારો આદેશ પ્રમાણ છે એમ કહીને, નમીને કણોને લઈને ભાઈઓ પોતાના સ્થાને ગયા. ૯૫. વર્ષા કાળ આવ્યો ત્યારે પૃથ્વીતળ પાણીથી તરબોળ થયે છતે ખેડેલી જમીનમાં કયારામાં પાંચ દાણા વાવ્યા. ૯૬. કેટલાક દિવસો ગયા પછી રોહિણીના ભાઈઓએ પોતાના માણસો પાસે રોપણી કરાવી. ૯૭. આ પ્રમાણે ફરી યથોચિત રોપિણી કરાયેલ ડાંગરથી સુંદર શાલિ–સ્તંભો થયા. ૯૮. પ્રથમ પુષ્પિત થયેલ અને પછી જેમ સારી રીતે મહેનત કરનાર પ્રાણીએ લક્ષ્મીનું ઉપાર્જન થાય તેમ તેને દાણા લાગ્યા. ૯૯. કાળ જતા તે તંબો પાયા પછી લાગીને કુસુંભની જેમ પગરથી (પગના તળિયાથી) મસળાયા. ૨૦૦. અને મગધદેશમાં પ્રસિદ્ધ એક પ્રસ્થક પ્રમાણ નીપજ થઈ. બીજા ચોમાસે પ્રસ્થક ડાંગરને ફરી વાવવામાં આવ્યા. ૨૦૧. તે જ વિધિથી ખેડવું વગેરે સર્વ કરવામાં આવ્યું. એટલે ઘણાં કુંભ ડાંગર પાક્યા. અથવા વિધિ શું શું નથી આપતો? ૨. ત્રીજા વરસે ઘણાં સેકડો કુંભો ડાંગર થયા. એમ વધવાના સ્વભાવવાળી ચોથા વરસે મહાભાગ્ય લક્ષ્મીઓ થઈ. ૩. પાંચમા વરસે રોહિણીને નેતૃત્વ આપનાર શુભકર્મોની સાથે પલ્ય પ્રમાણ ડાંગર થઈ. ૪.
પાંચ વરસ પછી શ્રેષ્ઠીએ ફરી સમસ્ત નગરના લોકોને અને પુત્રવધૂના સ્વજન તથા ભાઈઓને, ભોજન કરાવી અને બેસાડીને સભામાં ચારેય પુત્રવધૂઓને બોલાવીને કહ્યું : અરે ! પુત્રીઓ પૂર્વે મેં જે શાલિના દાણા આપ્યા છે તે પાછા આપો. ૬. ઉઝિકાએ ઘરની અંદર કોઠીમાંથી પાંચ દાણા લાવીને સસરાના હાથરૂપી કમળમાં આપ્યા. ૭. શ્રેષ્ઠીએ ઉઝિકાને કહ્યું : હે વત્સા ! માતાના, પિતાના તથા ભાઈઓના અને બાંધવોના તથા સાસુ, સસરાના અને પતિ તથા દેવ-ગુરુના તમોને સોગન છે. તેથી સાચું કહે કે આ શાલિ તેજ છે કે બીજા છે? ૯. ઉઝિકાએ પોતાનો વૃત્તાંત, યથાસ્થિત, જણાવ્યો. નિર્ગુણને પણ શપથની અર્ગલા અસર કરે છે અર્થાત્ ગુણહીન પણ શપથ આપવાથી અકાર્યથી વિરામ પામે છે.
Page #299
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૯૪ ભોગવતીએ પણ તે જ ક્રમથી દાણા લાવીને આપ્યા. ભક્ષિત કે ગુમાવેલી વસ્તુની ફરી પ્રાપ્તિ ક્યાંથી થાય? અર્થાતુ રક્ષિત કે વર્ધિતની પ્રાપ્તિ થાય છે. ૧૧. શ્રેષ્ઠીએ તેને પણ અનેક શપથો આપીને સાચું બોલાવ્યું. અનુભવીઓ સાચું બોલાવવાના ઉપાયો જાણે છે. ૧૨. આણે પણ સસરાની સમક્ષ પોતાનો અભિપ્રાય જણાવ્યો. વ્યંતરો અપાયેલ શપથનું ખંડન કરતા નથી. ૧૩. જેમ વણિક મૂળ મૂળીને પાછી આપે તેમ રક્ષિકા પુત્રવધૂએ આદરપૂર્વક ક્ષણથી જ તે જ શાલિના દાણા આપ્યા. ૧૪. તે જ પ્રમાણે શપથ આપીને તેને ધનાવહે પુછયું. તેણીએ પણ જે હકીકત હતી તે જણાવી. ૧૫ ચોથી પુત્રવધૂએ કહ્યું છે ભૂતલ ઉપર વિખ્યાત તાત ! મારા ઉપર કૃપા કરીને ગાડાં, બળદ, ઊંટ, ગધેડા વગેરે આપો જેથી કરીને શાલિ લઈ અવાય. તેને સાંભળીને ધનાવહ ઘણાં હર્ષને પામ્યા. ૧૭. હે પુત્રી! તું આ શું બોલે છે? એમ શ્રેષ્ઠી વડે કહેવાયેલી તેણીએ મુનિના વૃત્તાંત જેવા નિર્મળ વૃત્તાંતને જણાવ્યો. ૧૮. સંતુષ્ટ થયેલ શ્રેષ્ઠીએ આપેલ વૃષભ, ઊંટ વગેરેની સહાયથી ગૃહલક્ષ્મીની જેમ સ્વયં રોહિણીએ શાલિ મંગાવ્યા. ૧૯.
કપાળે ભ્રકુટિ ચડાવી ઘણી આંખ કાઢી ધનાવહે ઉજિઝાકાના ભાઈઓને કહ્યું : નામથી યથાર્થ મારી પુત્રવધૂ અને તમારી પુત્રી, મનમાં પણ મારો ભય નહીં રાખનારી લજ્જાનો ત્યાગ કરનારી ઉઝિકાએ શાલિના કણો ફેકી દઈને મારી આજ્ઞાને અત્યંત ખંડિત કરી છે. તેથી હું આજે આને અવજ્ઞા કરવાનું ફળ બતાવું છું. ૨૨. તેથી આણે મનમાં બીજો કોઈ વિકલ્પ કર્યા વિના હંમેશા ઘરને સાફ કરવું, લીંપવું, ઘાસ, છાણ, ધૂળના ઢગલા વગેરે કચરાનો નિકાલ કરવો, બાળકના અશુચિથી ખરડાયેલ વસ્ત્રો વગેરેને ધોવાનું કાર્ય કરવું. ૨૪. મારા ઘરમાં બીજો કોઈ અધિકાર નથી. કેમકે હંમેશા ગુણ મુજબ પદવી પ્રાપ્ત થાય છે. ૨૫. હે બંધુઓ! આ શ્રેષ્ઠી આ રીતે મારી પુત્રીને હલકા કાર્યમાં જોડે છે એમ તમારે મારા ઉપર રોષ ન કરવો. ૨૬. ગૌરવવાન શ્રેષ્ઠીએ ભોગવતીના ભાઈઓને કહ્યું. હું તો તમારી પુત્રીએ પણ મારી આજ્ઞાનું ખંડન કર્યુ છે. ૨૭. વિના ભયે આણે શાલિનું ભક્ષણ કર્યુ છે. તેથી આણે, પીસવું, ખાંડવું, દળવું, પકાવવું, વલોવવું અને બીજું પણ કાર્ય કરવું. આના સિવાય બીજા કાર્યને યોગ્ય નથી. કાન વિનાનીને કુંડલ આપવું ઉચિત નથી. ર૯.
ખુશ થયેલ ધનાવાહે રક્ષિકાના ભાઈઓને કહ્યું ઃ શાલિનું રક્ષણ કરીને તમારી પુત્રીએ મારી આજ્ઞાનું પાલન કર્યું છે. ૩૦. આ હંમેશા સ્વર્ણ, રૂપ્ય, મણિ–મોતી વસ્ત્ર વગેરે વસ્તુની ભાંડારિકાનો અધિકાર આપું છું? આણે હર્ષ પૂર્વક રાત દિવસ ભાંડાગરનું રક્ષણ કરવું, યોગ્યને પદનું પ્રદાન ન કરે તો સ્વામીને પણ દોષ લાગે છે. ૩૨.
ધને હર્ષથી રોહિણીના સ્વજનોને કહ્યુંઃ ગુણરત્નની સમુદ્ર આ રોહિણી પુત્રવધૂ ધન્ય છે. ૩૩. સ્વયં રહસ્યને જાણીને આણે વ્રતિની વૃદ્ધિ કરી છે. વિરલ જીવને માર્ગાનુસારી મતિ હોય છે. ૩૪. આને સમસ્ત ગૃહનું સ્વામિત્વ આપવામાં આવે છે. ચિંતામણિ રત્ન કોના ગૌરવ યોગ્ય નથી બનતું. ૩૫. ચાવી વિના કોઠારમાંથી કંઈ લઈ કે મુકી શકાતું નથી તેમ આની આજ્ઞા વગર મારા ઘરમાં કંઈ લઈ કે મૂકી શકાશે નહીં. તેથી બધાએ આની આજ્ઞાનું પાલન કરવું, સર્વથી નાની હોવા છતાં સુગુણોથી મોટી છે. વયથી મોટી મોટી ગણાતી નથી. ૩૭. જેમ નક્ષત્રોમાં ચંદ્રની પત્ની રોહિણી સન્માનીય છે તેમ મારા ઘરમાં સર્વ પુત્રવધૂઓમાં રોહિણી સન્માનનીય છે. ૩૮. જે મારી આજ્ઞાનું ખંડન કરશે તે આની આજ્ઞાનું ખંડન કરશે. જે મને માને છે તેણે આનું અવશ્ય માનવું. ૩૯. એ પ્રમાણે નિધાનની જેમ શ્રેષ્ઠીનું વચન બધાએ માન્ય કર્યું. લોકોએ દેવની જેમ રોહિણીની પ્રશંસા કરી. ૪૦. કૃષ્ણ ચિત્રકવલરીની જેમ રોહિણી પુત્રવધૂએ
Page #300
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧૨
૨૯૫ રત્ન સમાન, શાલિના પાંચ કણોમાંથી અસંખ્ય કણો આપ્યા. ૪૧. જીવોને ભાગ્યથી આવી પુત્રવધૂની પ્રાપ્તિ થાય છે. અથવા કામધેનુ કોના ઘરે અવતરે? ૪૨. જેના ઘરમાં રોહિણી પુત્રવધૂ છે. તે ધનાવહ શ્રેષ્ઠી ધન્ય છે. અથવા સમુદ્રની પુત્રી લક્ષ્મી વિષ્ણુના ઘરે જ વસે છે. ૪૩. પછી શ્રેષ્ઠીની આજ્ઞાથી સુંદર રુચિને ધરનારી ચારેય પણ પુત્રવધૂઓ પોતપોતાના સ્થાને ગઈ. ૪૪. આ પ્રમાણે વ્યવસ્થા કરીને ધન શેઠે કર્મ અને ધર્મને સુખપૂર્વક કર્યો. જેનું ઘર મર્યાદામાં વર્તતું હોય તેના ઘરમાં ધર્મ, પ્રર્વતે. ૪૫.
હે અભયમુનિ! તને ચારેય પુત્રવધૂઓનું ઉદાહરણ કહ્યું. હવે આનું રહસ્ય સ્પષ્ટ કરતા ઉપનયને સાંભળ. ૪૬. જેવું રાજગૃહ છે તેવો નરભવ છે. જે પ્રમાણે ચાર પુત્રવધૂઓ છે તે પ્રકારે આ જીવો છે. ૪૭. જેમ ધનાવહ શ્રેષ્ઠી છે તેમ અનેક ભવ્ય જીવોના હિતને નિર્માણ કરવામાં નિપુણ ગુરુઓ છે. ૪૮. પાંચ શાલિકણોથી જેમ પાંચ મહાવ્રત જાણવા. વધૂના કુલગૃહની સમાન શ્રીમાનું ચતુર્વિધ સંઘ છે. ૪૯. જેમ ધનાવહે વધૂકુલગૃહની સમક્ષ જે દાણાઓ આપ્યા તેમ ગુરુએ સંઘ સમક્ષ પાંચ મહાવ્રતોને આપ્યા. ૫૦. જેમ ઉઝિકાએ પાંચ ચોખાના દાણાને છોડીને અશુચિનું સાફ કરવું વગેરે કાર્યોને કરતી દુઃખી થઈ તેમ જે સુખલંપટ પાંચ મહાવ્રતોને નેવે મૂકીને આ જ જન્મમાં અવશ્ય દુઃખી થાય છે. પર. લોકો પણ આની નિંદા કરે છે. હે વ્રતભ્રષ્ટ! હે દુરાશય! હે અદષ્ટવ્યમુખ! હે પાપી મારી દષ્ટિથી દૂર થા. પ૩. અરે નિર્મયાદ! અરે નિર્લજ્જ! સર્વસંઘ સમક્ષ સ્વમુખે વ્રતો ઉચ્ચરીને તેં છોડી દીધા. ૫૪. જેમ નિર્ધની દુઃખને ભોગવે છે એમ વ્રતભ્રષ્ટ જીવ પરલોકમાં દુર્ગતિમાં પડીને ઘણાં દુઃખોને ભોગવે છે. પ૫. જેમ શાલિકણોના ભક્ષણથી ભોગવતીએ સેવકના કાર્યો કરીને કાયા અને મનના ઘણાં દુઃખો ભોગવ્યાં તેમ આજીવિકાના હેતુથી સાધુવેશને લઈને વ્રતોનું ખંડન કરે છે તે ઘણો દુઃખી થાય છે. ૫૭. આ ભવમાં નિંદાને પાત્ર થાય છે અને પરભવમાં વિવિધ પ્રકારના દુઃખોને અનુભવે છે. અન્યાય ક્યારેય સુખકારક થતો નથી. ૫૮.
જેમ વિચક્ષણ રક્ષિકા શાલિના રક્ષણથી સસરાદિને માન્યભોગનું ભાજન થઈ તેમ જે નિરતિચાર મહાવ્રતોનું પાલન કરીને પોતાના આત્માનો વિસ્તાર કરવા સમર્થ થાય છે. ૬૦. આ લોકમાં ધાર્મિક જનોમાં પ્રશંસનીય થાય છે અને પરલોકમાં સ્વર્ગ–અપવર્ગ (મોક્ષ)માં સુખનું ભાજન થાય છે. ૬૧. જેમ સ્ત્રીઓમાં શિરોમણિ ચોથી પુત્રવધૂ રોહિણી કણોની વૃદ્ધિ કરીને ઘરમાં સર્વસ્વની સ્વામિની થઈ, શ્વસુર આદિવર્ગની અને સમસ્ત જનની પ્રશંસનીય અને માન્ય થઈ, તેમ જે ભવ્ય વ્રતોને હર્ષથી સ્વીકારીને સ્વયં અતિચારોના ત્યાગ કરતો, પાલન કરે છે તે ઉપર ઉપરના ગુણ સ્થાનકોને પ્રાપ્ત કરીને બીજા ભવ્ય જીવોને મહાવ્રતનું પ્રદાન કરીને શાસનની ઉન્નતિ કરે છે. ૫. આક્ષેપાદિ ધર્મકથાઓથી ઉત્તમ કથક બનીને મનનું આકર્ષણ કરીને મિથ્યાષ્ટિઓને પણ બોધ પમાડે છે. ૬૬. સ્વદેશમાં અને પરદેશમાં સ્વતીર્થમાં અને અન્ય તીર્થમાં પરમ ખ્યાતિને મેળવે છે. તે પોતે અતિ નિરાશંસ હોય છે. ૬૭. આગળના ભવોમાં ઘણાં દુઃખ મિશ્રિત સુખો અનુભવ્યા હવે સંયમની આરાધના કરીને થોડા કાળમાં સ્વર્ગ સુખોને અનુભવીને મોક્ષ સુખને મેળવે છે. ૬૮. હે અભય મહામુનિ!રક્ષિકા અને રોહિણીના ન્યાયથી (દષ્ટાંતથી) શુભની પ્રાપ્તિ માટે પાંચ મહાવ્રતોનું પાલન કરવું અને વૃદ્ધિ કરવી. ૬૯. અભયમુનિએ કહ્યું: હે નાથ! આપના અનુશાસનને ઈચ્છું છું. ગૃહસ્થપણામાં જે સાધુ જેવો થયો તે સાધુ થયા પછી શું ન જાણે? ૭૦.
પછી પ્રભુએ અભયકુમારના શ્રેણિક રાજા વગેરે સાંસારિક સર્વજનોની ઉપબૃહણા કરી. ૭૧. તમે ધન્ય છો જેના પુત્ર રાજ્યની સંપદાનો ત્યાગ કરીને જલદીથી લીલાપૂર્વક પુરુષોના સ્થાનને પ્રાપ્ત કર્યા.
Page #301
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૯૬ ૭ર. તથા તમે પણ પ્રશંસનીય છો જે હર્ષ પામી સુસમાધિથી અભયકુમારની પાસે ઠાઠથી વ્રત અપાવ્યું. ૭૩. હવે રાજા જિનેશ્વર અને અભયકુમાર મુનિને નમીને એક અભયનું સ્મરણ કરતાં પોતાના સ્થાને ગયા. ૭૪. જિનેશ્વરે અભયમુનિને ગણધરને સુપ્રત કર્યા. અથવા સ્વામીએ ત્રણ જગતને અભય આપ્યું છે. ૭૫. હર્ષ પામેલી અભયની માતા નંદાએ લાંબા સમય સુધી વિચાર્યું કે મારો પુત્ર અભય ધન્ય છે. ૭૬. અનાસક્ત ભાવે ન્યાયપૂર્વક પિતાના રાજ્યનું પાલન કરીને હમણાં તીર્થકરની પાસે ચારિત્ર લીધું. ૭૭. સાહસી મનુષ્યોની બંને પણ ગતિ સારી થાય છે. એક ઉત્તમ રાજ્ય લક્ષ્મી અને બીજી પ્રવજ્યા. ૭૮. જો મારો પુત્ર દીક્ષા લઈને વિશ્વનંદન થયો તો મારે હવે ઘરે રહીને શું કરવું છે? ૭૯. હું પણ સ્વામિની પાસે ચારિત્ર લક્ષ્મીનો સ્વીકાર કરું. અથવા તો ગાય વાછરડાને હર્ષથી અનુસરે છે જ. ૮૦. નંદાએ પણ રાજા પાસેથી દીક્ષાની રજા મેળવી લીધી. બુદ્ધમાનોએ સર્વના સમાધાનથી અર્થાત્ સર્વની સંમતિથી ધર્મ કરવો જોઈએ. ૮૧. રાજા વડે રજા અપાયેલી નંદાએ હલ્લ અને વિહલ્લને બે દિવ્ય કુંડળ અને ક્ષૌમાવસ્ત્ર યુગલને આપ્યું. ૮૨. શ્રેણિક રાજાએ નંદાનો દીક્ષા મહોત્સવ કર્યો. પછી નંદાએ શ્રીમદ્ મહાવીર જિનેશ્વરના ચરણકમળમાં દીક્ષા લીધી. ૮૩. જિનેશ્વરે નંદા સાધ્વીને દીક્ષા અને શિક્ષા આપીને સાધ્વીઓને અર્પણ કરી. કેમકે હંસી હંસલીઓમાં શોભે છે. ૮૪. સાધ્વીઓમાં શિરોમણિ, પાપકર્મોનો નાશ કરતી, સર્વક્રિયાઓનો અભ્યાસ કરતી, જિનેશ્વર અને ગુરુઓને નમસ્કાર કરતી નંદાએ ઉલ્લાસપૂર્વક ચારિત્રનું પાલન કર્યું. ૮૬. સજ્જનોને રાજ્યના પ્રસંગમાં રાજ્યનું અને તપના પ્રસંગમાં તપનું લક્ષ્ય હોય છે. ૮૭. તેણીએ ચોથભક્ત, છઠ્ઠ, અટ્ટમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ તથા પંદર ઉપવાસ, માસ ખમણ વગેરે તપોથી પોતાને શોષવી નાખી. ૮૮. આ ઉત્તમ વિદુષીએ અગિયાર અંગ ભણી લીધા. દીક્ષાને વશ વરસ થયા પછી ઘાતી કર્મનો નાશ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી અઘાતી કર્મોને ખપાવીને નંદા સાધ્વી મોક્ષમાં ગઈ. ૮૯.
આ બાજુ અભયમુનિ પણ મુનિઓના મનરૂપી કમળમાં ભ્રમરની લીલાને ધારણ કરતો લીલાપૂર્વક ઘણું શ્રુત ભણ્યો. ૯૦. સિદ્ધાંતમાં કહેવાયેલ અનેક અભિગ્રહો લેવામાં ઉદ્યત કમળપત્રની જેમ હંમેશા નિર્લેપ, જીવની જેમ અપ્રતિઘાત, શંખની જેમ નિરંજન, પવનની જેમ અપ્રતિબદ્ધ, કાચબાની જેમ ગુપ્તેન્દ્રિય, પક્ષીની જેમ મુક્ત આકાશની જેમ નિરાશ્રય, ભારંડની જેમ અપ્રમત્ત, ગેંડાના શૃંગની જેમ એકાકી, બળદની જેમ સમર્થ, હવનના અગ્નિની જેમ સુદીપ્ત, હાથીની જેમ પરાક્રમી, સિંહની જેમ સુદુર્ધર્ષ (કોઈથી પરાભવ ન કરી શકાય તેવો) સૂર્યની જેમ તેજસ્વી, ચંદ્રની જેમ શીતળ, સાગરની જેમ ગંભીર, સુમેરુની જેમ નિષ્પકંપ, પૃથ્વીની જેમ સર્વસહશરદઋતુના પાણીની જેમ સ્વચ્છ, વાસીથી છોલનાર અને ચંદનથી લેપ કરનાર ઉપર સમદફ કોમલ અને કઠિન સ્પર્શમાં, મધુર અને પરુષ સ્વરમાં, દુર્ગધ અને સુગંધમાં, કુરૂપ અને સુરૂપમાં, રંક અને રાયમાં, ડાહ્યા અને મૂર્ખમાં, નિર્ધન અને ધની વિશે, સુભગ અને દુર્ભાગમાં, વિકલાંગ અને કામદેવ વિશે સમભાવને ધારણ કર્યો મધુર અને કડવા રસમાં સમભાવી, વધારે કહેવાથી શું? ભવમાં અને મોક્ષમાં સમાન, ઘણા ભેદવાળા દ્રવ્યમાં, ગ્રામપુરાદિક ક્ષેત્રમાં, સમય વગેરે કાળમાં, પર્યાય વગેરે ભાવમાં, બાલ્ય, કુમાર, તારુણ્ય, વૃદ્ધ વગેરે અવસ્થાઓમાં અને બીજે પણ સર્વત્ર રાગથી રહિત એવા સત્ત્વ મહોદધિ અભયમુનિએ તિર્યંચ મનુષ્ય અને દેવો વડે કરાયેલ પ્રતિકૂળ કે અનુકૂળ મોટા ઉપસર્ગોને સહન કર્યા. આ પ્રમાણે વિવિધ પ્રકારના લોકોત્તર ચરિત્રોથી અભય મુનિએ જનમાનસમાં સતત આશ્ચર્યને ઉત્પન કર્યુ. ૩૦૪.
Page #302
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧૨
૨૯૭ અભય સાધુએ હંમેશા જ એક પ્રકારના અસંયમને, બે પ્રકારના રાગ અને દ્વેષના બંધનને અને મન-વચન- કાયાના દંડને છોડ્યા. ૩૦૫. સાતા-ઋદ્ધિ અને રસ ત્રણ પ્રકારના ગારવનો ત્યાગ કરતા, માયા–નિદાન અને મિથ્યાત્વ સત્યનો ઉદ્ધાર કર્યો. ૬. જ્ઞાન-દર્શન–ચારિત્રની વિરાધનાનો ત્યાગ કરતા આણે મનોગુપ્તિ વચનગુપ્તિ અને કાયગુપ્તિનો આશ્રય કર્યો. ૭. ક્રોધ-માન-દંભ અને લોભ એ ચાર કષાયનો નિગ્રહ કર્યો. પરિગ્રહ, ભય, મૈથુન અને આહાર સંજ્ઞાનો ત્યાગ કર્યો. ૮. આર્ત રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરી ધર્મ અને શુકલ ધ્યાન કર્યું. ૯. અભયમુનિએ કાય-અધિકરણ, કેષ, પરિતાપ, અને વધથી ઉત્પન્ન થયેલી પાંચેય ક્રિયાઓનો સતત ત્યાગ કર્યો. ૧૦. રૂપ-રસ- ગંધ-સ્પર્શ અને શબ્દ એ પાંચ કામગુણોનો ત્યાગ કર્યો. પ્રાણાતિપાતની વિરતિ વગેરે ગુણોનું પાલન કર્યું. ૧૧. ઈર્યા–ભાષા-એષણાઆદાન અને ઉત્સર્ગ એ પાંચ સમિતિનું પાલન કરતા આણે પૃથ્વી-અપૂ–તેઉ–વાયુ અને વનસ્પતિ કાયનું રક્ષણ કર્યું. ૧૨. કૃષ્ણ, નીલ, કાપોત એ ત્રણ લેશ્યાનો ત્યાગ કરતા આણે તેજો, પદ્મ અને શુક્લ લેશ્યાનું સેવન કર્યું. ૧૩. આલોક, પરલોક, આદાન, અકસ્માત, આજીવિકા, મરણ અને અપયશમાંથી ઉત્પન્ન થયેલ સાત ભયોને યથાર્થ નામવાળા અભયે ત્યાગ કર્યો. ૧૪. જાતિ-કુલ–બળ-રૂપ-તપએશ્વર્ય-શ્રત–લાભ એ આઠ મદનો મુનિરાજે ત્યાગ કર્યો. ૧૫. નવ બ્રહ્મચર્યની ગુપ્તિના પાલક મુનિએ સંસક્ત વસતિ, સ્ત્રીના શરીરને જોવું, સ્ત્રીકથા, સ્ત્રીનું આસન, ભતની અંદર કામક્રીડાનું સાંભળવું, પૂર્વક્રીડાનું સ્મરણ, અતિમાત્ર આહાર, સ્નિગ્ધ ભોજન અને દેહભૂષાનો ત્યાગ કર્યો. ૧૭. આર્જવ, માર્દવ, ક્ષાંતિ, સત્યવાણી, સંયમ, તપ, આર્કિંચન્ય, બ્રહ્મચર્ય શૌચ એ દશ પ્રકારના ધર્મનું સેવન કર્યું. ૧૮. દર્શન-વ્રત-સામાયિક-પૌષધ કાર્યોત્સર્ગ–અબ્રહ્મ- સચિત્તનો ત્યાગ- આરંભ-પ્રેષ્ઠ પ્રયોગ– ઉદ્દિષ્ટ ભોજનનો ત્યાગ અને સાધુની પ્રતિમા આ શ્રાવકની અગિયાર પ્રતિમાને જાણે છે અને ઉપદેશ આપે છે. ૨૦. બાર ભિક્ષુ પ્રતિમા, તેર ક્રિયાસ્થાનો, ચૌદ ભૂતગ્રામ, પંદર પરમાધાર્મિક તથા ષોડશક ગાથાઓ, સત્તર પ્રકારનો અસંયમ, અઢાર પ્રકારના બ્રહ્મચર્ય, ઓગણીશ જ્ઞાતા અધ્યયન, વીશ અસમાધિ સ્થાનો, શબલના એકવીશ સ્થાનો, બાવીશ પરીષહોને જાણ્યા, છોડ્યા અને યથોચિત કર્યું. ૨૪. તેણે ત્રેવીશ સૂત્રકૃત અધ્યયનોને જાણ્યા. ચોવીશ જિનેશ્વરની સ્તવના અને નમસ્કારને કરે છે. ૨૫. મુનિએ પચીશ ભાવના ભાવી. દશાકલ્પ અને વ્યવહાર સૂત્રમાં રહેલા છવ્વીશ ઉદ્દેશ કાલોને જાણ્યા અને મુનિના સત્યાવીશ ગુણોનું પાલન કર્યું. ૨૭. અઠયાવીશ આચાર અધ્યયનોને જાણ્યા. ઓગણત્રીશ પાપસ્થાનો અને ત્રીશ મોહનીય સ્થાનોનો ત્યાગ કર્યો. એકત્રીશ સિદ્ધના ગુણોને સારી રીતે જાણ્યા. આણે બત્રીશ યોગના સંગ્રહની શ્રદ્ધા કરી. તે બુદ્ધિમાને તેત્રીશ આશાતાનનો ત્યાગ કર્યો. ૩૦. પ્રતિસિદ્ધ કૃત્યોનું આચરણ ન કર્યું. જિનેશ્વરોએ કહેલા સર્વભાવોની સમ્યક પ્રરૂપણા કરી. ૩૧. એમ ગુણોના સમૂહથી યુક્ત ભક્તિમાન અભયમુનિએ શ્રી મહાવીરના બે ચરણકમળની સેવા કરી. ૩૨. નિઃસ્પૃહી તેણે સાધુઓના વિનય વૈચાવ કરતા પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કર્યું. ૩૩. વિનયી, મહાપ્રજ્ઞ મુનીશ્વરે જલદીથી અગિયાર અંગોને સૂત્ર અને અર્થથી ભણ્યા. ૩૪. જિનેશ્વરની આજ્ઞાથી ગીતાર્થ મુનિઓની સાથે ભવ્યોને પ્રતિબોધ કરતો પૃથ્વીતલ ઉપર અલગ વિચર્યો. ૩૫. મુગ્ધ, બુદ્ધિ, મધ્યમબુદ્ધિ, બુદ્ધિની સભામાં રહેલા આણે એકવાર ગંભીર ધર્મદેશના આપી. ૩૭.
અહો! મોહ નરેન્દ્ર રાજાનો પત્ર અને રાગનો વિખ્યાત પુત્ર મકરધ્વજ રાજાને પનારે પડેલા જીવો ઘણાં દુઃખી થાય છે. આનો સર્વથા ત્યાગ કરીને સ્વર્ગ અને મોક્ષના સુખ આપનાર, સંવરનો આશ્રય કરો.
Page #303
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૨૯૮ આ દુષ્ટ મકરધ્વજ રાજાનો નિગ્રહ કરવા ત્રણ જગતમાં એક વીર સંવર જ શક્તિમાન છે. ૩૯. તે આ પ્રમાણે સર્વ નગરોમાં ઉત્તમ ભુવનભોગ નામનું નગર છે. જ્યાં વાણીરૂપી સમુદ્રમાં સંપૂર્ણ વિશ્વ સમાઈ ગયું છે. ૪૦. જેમાં યોનિરૂપી નેપથ્ય (પડદા)માંથી નીકળેલા કર્મરૂપી ઉપાધ્યાય વડે ભણાવાયેલા નવા પ્રકારના રસોથી યુક્ત નવા નવા ઉત્તમ અધમ પાત્રો બનીને જીવો વિવિધ પ્રકારના અભિનયપૂર્વકના નાટકોને દિવસ રાત કરી રહ્યા છે. ૪૨. તેમાં ત્રણ જગતને મોહિત કરનાર, મોહરાજાનો પૌત્ર,વશીકરણ કરવામાં દક્ષ, રાગકેશરીનો પુત્ર, અભિલાષા-અતિરેકતા દેવીની કુક્ષિમાં જન્મેલ, સર્વત્ર પ્રસિદ્ધ મકરધ્વજ નામનો રાજા છે. ૪૪. જેમ નીલકંઠ મસ્તક ઉપર શિખાને ધારણ કરે છે તેમ દામોદર–હર-બ્રહ્માદેવો-દાનવો પણ મકરધ્વજની આજ્ઞાને ધારણ કરે છે. ૪૫. પ્રજ્ઞપ્તિ-રોહિણી વગેરે સેંકડો વિદ્યાના બળ થી ઉન્મત્ત થયેલા, અસાધારણ સૌભાગ્યવંત જે આ વિદ્યાધરેશ્વરો છે તે પણ ખરીદાયેલ દાસ જેમ સ્ત્રીઓના પગમાં પડે છે તેમ ચાકાર કરતા તેની આજ્ઞામાં વર્તે છે. ૪૭. બાકી કીડા સમાન, સામાન્ય ભૂમિચર પુરુષ, સ્ત્રી અને રાજાઓની વાત પણ શું કરવી? ૪૮. જેઓને તેવા પ્રકારનું (કામનું) જ્ઞાન નથી, વાણી નથી તે પશુઓ પણ જેને વશ છે તે અહો! આની (કામની) વશીકરણ શક્તિ કેવી છે! ૪૯. કામને વશ થયેલ સ્ત્રીઓના સમૂહો યમની જીભ જેવી વિકરાળ જ્વાળા ફેલાવતી અગ્નિને લીલાથી આલિંગન કરે છે. ૫૦. જેમ જીવો ક્રીડા સરોવરમાં પ્રવેશ કરે તેમ જેની વાણીથી જળચરોથી ભરપૂર, ઊંડા, ઉછળતા મોજાઓથી ભયંકર સમુદ્રમાં પ્રવેશ કરે છે. ૫૧. જેમ જીવ કદલીના વનમાં પ્રવેશ કરે તેમ કામાધીન જીવો ધનુષ્ય-ખડ્યાદિથી ભયંકર યુદ્ધભૂમિમાં પ્રવેશ કરે છે. પર. પ્રાયઃ આ જગતમાં એવો કોઈ બહાદુર નથી કે તેની આજ્ઞાને ન માને. મોહના વંશમાં ઉત્પન્ન થયેલ આ (કામ) વિશ્વમાં ન હોત તો શું અસંભવ રહેત? ૫૩. તેને રતિ નામની ભાર્યા છે. ખરેખર કોઈક વિરલને જ અનુરૂપ પત્ની મળે છે. ૫૪. આને જગતને વિસ્મય પમાડે તેવું રૂપ હોય છે. જે રૂપવતી સ્ત્રીઓમાં દષ્ટાંત રૂ૫ વર્તે છે. ૫૫. જેમ શંકર પાર્વતી વિના રતિ પામતો નથી તેમ કામ સૌભાગ્ય શાલિની રતિ વિના એક ક્ષણ પણ આનંદ પામતો નથી. ૫૬. મકરધ્વજ રાજાને સ્પર્શેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોતેન્દ્રિય નામના ચાર સુભટો છે. ૫૭. તેને રણકાર્યમાં સમર્થ એવી રસના નામની વીર રાણી છે. કેટલીક રાણીઓ પુરુષ સમોવડી હોય છે. ૫૮. જેમ નિર્મળ સ્ફટિકની અંદર પ્રતિબિંબ પ્રવેશે છે તેમ શેષ ભટોને અસાધ્ય એવા પુરમાં સ્પર્શન નામનો ભટ પ્રવેશે છે. ૫૯. આ ભટ માખણ જેવા કોમળ સ્ત્રીના શરીરને તથા પટ્ટ, ગાદી-તકિયા આદિ વસ્તુને ઈચ્છે છે. બોરડી, કપિકચ્છાદિનો તિરસ્કાર કરે છે. ૬૦. મોહ ઉત્પન કરવામાં દક્ષ કોમલ સ્પર્શને પ્રાપ્ત કરીને અતુલ પરાક્રમી બનેલ આ કામ જગતને મોહમાં લપટાવે છે. ૬૧. વૈતાઢય પર્વતની ગુફાની જેમ અદષ્ટજન સંચાર નાસિકાના વિવરમાં ઘાણ ભટનું ઘર છે. દર. જેમ બાળક અભક્ષ્યના લાભથી આનંદ પામે તેમ ગંધ-કુંકુમ–કપૂર–કસ્તૂરી–ફૂલો વગેરેને મેળવીને ઘાણ હર્ષથી નૃત્ય કરે છે. ૬૩. જેમ કંજુસ ભિક્ષાચર આવે ને ઘરના દરવાજા બંધ કરે તેમ ઘાણ નાકમાં આવતી દુર્ગધ વાસને રોકે છે. ૪. દુર્ગધની જેમ ગંધથી શત્રુઓના આવાસને અભિવાસિત (વાસિત) કરીને લીલાથી આ શત્રુના ગંધને પણ ક્ષણથી નાશ કરે છે. અર્થાત્ શત્રુને મૂળથી નાશ કરે છે. ૫. સંપૂર્ણ વિશ્વને જોનારો ચક્ષુરાજ ત્રીજો સૈનિક છે જેમ જ્ઞાનદષ્ટિથી ક્રિયા સંચરે છે તેમ તેની દષ્ટિથી બીજા સંચરે છે. ૬૬. મુખરૂપી મહેલમાં રહેલા બે આંખના વિસ્તૃત ગવાક્ષમાં બેઠેલો આ લોકોના રૂપ જોવામાં લંપટ છે. ૬૭. જેમ અતિખુભુક્ષિત બ્રાહ્મણ મોદક જોઈને આનંદ પામે તેમ બીજી નાયિકાઓના સુરૂપ અંગોને
Page #304
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧૨
૨૯૯ જોઈને આ આનંદ પામે છે. ૬૮. અંધ, પંગુ, અપંગ પ્રાણીઓના રૂપને જોઈને સંક્રાન્તિના ભયથી જલદીથી આ આંખો બંધ કરી દે છે. દ૯. દષ્ટિવિષ સર્પની જેમ ક્રોધી, મહાપરાક્રમી, રૂપના દર્શન માત્રથી શત્રુઓને ભસ્મીભૂત કરે છે. ૭૦. શ્રોત નામનો ચોથો ભટ્ટ સર્વકાર્યમાં હંમેશા અગ્રેસર બે કાનની ગુફામાં ચરની જેમ ગુપ્તપણે રહે છે. ૭૧. ત્યાં નિરંતર પિશાચની જેમ અદશ્યપણે રહેતો સમસ્તજને બોલેલા સર્વ વચનો સાંભળે છે. ૭ર. અનુકૂળ સ્વરોમાં હલિ (વાસુદેવ)ની જેમ આસક્ત થાય છે તેમ પ્રતિકૂલમાં દ્વેષી થાય છે. પિત્તાતંની જેમ મધુર રસમાં આસક્ત અને તિક્ત રસમાં કેવી થાય છે તેમ ૭૩. જેમ જમદાગ્નિના પુત્રે પશુ વિદ્યાથી જગતને વશ કર્યું તેમ સ્વર-પ્રાણથી લીલાપૂર્વક વિશ્વને વશ કરે છે. મધ-તિક્ત વગેરે રસોને જાણનારી, પરસૈન્યોને ભેદનારી, રસના બંધુજનને માન્ય છે. ૭૫. આ જિદ્દા મુખરૂપી મહેલમાં આવેલ દંતપંક્તિરૂપી કપાટમાં જે સ્થિર જડબાનો અને ઉપર ઘટિકા અવચૂલાનો (લાળનો ઘડો) આશ્રય કરીને રહે છે. ૭૬. તે સ્વાદિષ્ટ રસમાં રાગી થાય છે. વિરસ સ્વાદમાં વિરાગી થાય છે. આ સ્વચ્છંદચારિણીની ચેષ્ટા યથારુચિ છે. ૭૭. જેમ વૃક્ષના મૂળમાં પાણી સિંચાયે છતે પત્ર પલ્લવ, ફૂલ, ફળ, હૃષ્ટપુષ્ટ બને તેમ આ ભોજન ગ્રહણ કરીને આંખ વગેરે ઈન્દ્રિયોને હૃષ્ટપુષ્ટ કરે છે. ૭૮. આ ભોજન ન લે તો બીજી ઈન્દ્રિયો પણ મંદ પડે છે. અહો! તેઓનો કોઈક લોકોત્તર મેળાપ છે. ૭૯. વધારે શું કહેવું? આ જીવે છતે સ્પર્શન વગેરે સર્વોપણ ભટો જાણે એક આયુષ્યને ભજનારા ન હોય તેમ જીવે છે. ૮૦. છલ-દ્રોહ-પ્રમાદ વગેરેની સાથે આ પાંચ ભટોને મકરધ્વજ રાજાએ સંપૂર્ણ ત્રણ જગતને જીતવા મોકલ્યા. ૮૧. તિર્યંચ, નારક અને દેવોના જીવોમાં કામરાજનું શાસન પ્રવર્તાવીને મહાભયદાયક તે મનુષ્ય લોકમાં અવતર્યા. ૮૨. કટિલ આશયી તેઓએ અકર્મભૂમિના 28જુ મનુષ્યોમાં પોતાની આજ્ઞા પ્રવર્તાવી. મુગ્ધ જીવોને ઠગવું ઘણું સરળ છે. ૮૩. આ ભટોએ ધર્મ-અધર્મના વિભાગને નહીં જાણનારા કર્મભૂમિના મનુષ્યોને જલદીથી વશ કર્યા. મૂર્ખને જીતવામાં કેટલી વાર લાગે? ૮૪. પોતાના ઉત્તમ વિષયો બતાવીને ધર્મના જાણકારોને ઠગ્યા. કેટલાક જાણતા હોવા છતાં લોભાય છે. ૮૫.
આ પ્રમાણે દરેક ગામ અને નગરને ઠગતા સર્વ જગતને તૃણ સમાન માનનારા થયા તેટલામાં ધૃતિરૂપી સફેદ શિલાથી ઢંકાયેલ જાણે અતિ વિશાળ અરિહંતોનો કીર્તિસ્તંભ ન હોય તેવા વિવેકગિરિને જોયો. ૮૭. સર્વ દુગમાં શિરોમણિ આ પર્વત ઉપર આરૂઢ થયેલા જીવોને મહામોહ પિતાથી પણ ભય હોતો નથી. ૮૮. કૈલાસ પર્વતની ઉપર જેમ અલકાપુરી છે તેમ આની ઉપર સુભિક્ષ આરોગ્ય સૌરાજ્યથી ઉત્તમ જૈનપુર નામનું નગર છે. ૮૯. આ નગર ચરણ સિત્તરી અને કરણ સિત્તરી કિલ્લાથી વીંટળાયેલ છે. આ નગરમાં ગમ (આલવા)ના સમૂહરૂપી કાંગરા છે. આ નગરમાં સિદ્ધાંતરૂપી શ્રેષ્ઠ સમુદ્ર છે. ૯૦. અહીં ઉપસર્ગ સહન નામની શિલાઓ છે. આપણી વગેરે ચારકથારૂપી શેરીઓ છે. ૯૧. તેમાં મિથ્યા સાવધ વાણીના ત્યાગરૂપ બે કપાટો છે. ધર્મ-અર્થ-કામ અને મોક્ષ નામના ચાર કુંભો છે. ૯૨. ધર્મગચ્છ નામની ઉત્તમ હાટો છે. સધર્મ ધનથી પૂરિત શ્રેષ્ઠીઓ જેવો આચાર્યો છે. ભવ્ય જંતુઓ ગ્રાહકો છે. ૯૩. સમસ્ત સ્થિતિનો પાલક ચારિત્રધર્મ રાજા છે. સાધુ વર્ગનો પાલક અને પાપીઓનો પ્રશાસક છે. ૯૪. આ રાજાને સર્વવિરતિ અને દેશવિરતિ નામની કરુણા રસથી પૂરિત મનવાળી બે રાણીઓ છે. ૯૫. તે બેને પિતા અને માતા ગુણને અનુરૂપ યતિધર્મ, અને ગૃહિધર્મ નામના બે પુત્રો છે. ૯૬. પુત્રો માતા-પિતાને અનુસરે છે. તેને મંત્રીઓમાં શિરોમણિ સર્બોધ નામનો મંત્રી છે. જેના વડે કરાયેલ મંત્ર મેરુની જેમ પ્રલયકાળમાં ચલાયમાન થતો નથી. ૯૭. તેને વીર્યવંત સમ્યગદર્શન નામનો પ્રધાન છે. જે પોતાના
Page #305
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૩૦૦
::
દેશમાં રહ્યો હોય તો પણ શત્રુઓનું મન કંપે છે. ૯૮. આને સંયમ વગેરે સુસામંત અને બીજા પદાતિઓ છે. તે સર્વે સ્વામીને અનુસરનારા મહાશૂરવીર ચાકરો છે. ૯૯. જેમ વાંદરાઓ વૃક્ષ ઉપર ચડી જાય તેમ ઊંચી ડોક કરીને જોતા તે સ્પર્શન વગેરે દોડીને એક સૈન્યમાં પહોંચી ગયા, ૪૦૦. સંવરને જોઈને કંઈક ચિત્તમાં ચકિત થયેલા આઓએ તેના એક સેવકને કહ્યું કે વિદેશમાં જનારો ક્ષોભ પામે છે જ. ૪૦૧. સ્વામીના આકારને ધરનારો આ કોણ લોકમેળાની મધ્યમાં રહેલો છે ? બૃહસ્પતિની વાણીને જીતી લેનાર કોઈ બુદ્ધિમાને કહ્યું. ૨. ચારિત્ર ધર્મરાજાનો આ સંવર નામનો કોટ્ટવાલ છે જે શત્રુરૂપી દાવાનળનો રક્ષક થયો છે. ૩. ચારિત્રધર્મરાજનો સેવક આ મહાપરાક્રમી સંવરને જો તેં સાંભળ્યો નથી તો તે શું સાંભળ્યું છે ? ૪. આ સાંભળીને અત્યંત મત્સરથી ભરાયેલા તેઓએ કહ્યું : એક છત્રી મકરધ્વજ રાજાને છોડીને બીજે કયાંય પણ કોઈ સ્વામી વર્તતો નથી. એમ ધ્વનિ નામના રાજાએ કહ્યું. સૂર્યને છોડીને બીજો કોઈ કાન્તિનો સ્વામી કહેવાતો નથી. ૬. કંઈક હસીને તેણે કહ્યું ઃ મકરધ્વજ કોણ છે ? આ ચારિત્ર ધર્મનો સંબંધી કાહલા (ઢોલ) વાદક આનો (મકરધ્વજનો) નાશ કરવા સમર્થ છે તો પછી બીજા સુભટોની શું વાત કરવી ? જેઓ એકલા પણ એક હજાર શત્રુઓની સાથે યુદ્ધ કરે છે. ૮. તે ચારિત્ર ધર્મરાજની શું વાત કરવી ? જેણે યુદ્ધમાં મોહને પગથી મસળીને ચૂરેચૂરા કરી નાખ્યા. ૯. અમારા સ્વામીના બળથી આ સૈન્યને હણીને અનંતા જીવો મોક્ષને પામ્યા છે. સુસહાયથી શું ન થાય ? ૧૦. સ્પર્શન વગેરેએ ફરી કહ્યું : અરે ! તું જેની પ્રશંસા કરે છે તે ચારિત્ર રાજનું સૈન્ય કેટલું છે ? ૧૧. તેણે પણ કહ્યું ઃ તમારામાં જેની પાસે કાન હોય તે જ સાંભળે બાકી બહેરા જેવાની સાથે કેવી રીતે વાત કરાય ? ૧૨. પછી શ્રોત નામનો સુભટ સાંભળવા સાવધાન બન્યો ત્યારે ગંભીરનાદથી આણે કહ્યું કે તેનું બળ જગતમાં વિખ્યાત છે તે સાંભળો. ૧૩.
આને મહાબળવાન યતિધર્મ કુમાર યુવરાજ છે. જેનો જન્મ થયો તેટલામાં તો ભયથી શત્રુનું પ્રાણપંખેરું ઊડી ગયું. ૧૪. તેને શૂરવીર ગૃહિધર્મ નાનો પુત્ર છે જેના ઉદયથી શત્રુનું સૈન્ય ક્ષણથી કૈરવવનની જેમ સંકુચિત થયું. ૧૫. આને સદ્બોધ મહામંત્રી છે જેના મંત્રથી ખીલા ઠોકાયેલા સાપની જેમ શત્રુઓ સ્થાનથી જરા પણ ચાલતા નથી જ. ૧૬. તેને રાજ્યધરા વહન કરવામાં અગ્રેસર સમ્યક્ત્વ નામનો મહત્તમ છે જેણે યુદ્ધમાં એકમાંથી અનેક થતા શત્રુઓને નિર્બીજ કર્યા. ૧૭. આને પુણ્યોદય નામનો ઉત્તમ સેનાની છે જે યુદ્ધમાં ઉપસ્થિત થાય એટલે શત્રુઓ સમુદ્રના પહેલે પાર ભાગી જાય છે. ૧૮. જેમ જગતમાં પાંચ સુવર્ણના મેરુપર્વતો અવગાઢ થયેલા છે તેમ આને પાંચ મહાવ્રત સામંત શિરોમણિ છે. ૧૯. તે મંડલાધિક રાજાને વૈમાનિક દેવલોકમાં જેમ નવા ઈન્દ્રો છે તેમ યતિધર્મકુમારના અંગને પ્રતિબદ્ધ થયેલા ક્ષમાદય છે. ૨૦. સત્તર મહાશૂરવીર સુભટેશ્વરોથી વીંટળાયેલ સંયમ નામનો સામંત હંમેશા તેની સેવા કરે છે. ૨૧. તે રાજાની સેવા કરનારા ગૃહસ્થધર્મના સૂર જેવા તેજસ્વી બાર સુભટો છે. ૨૨. અત્યંત અભેદ (સમાન) ચાર લોકપાલ સુભટોથી સહિત શુકલધ્યાન નામનો મંડલાધિપતિ તેનો સેવક છે. ૨૩. ત્રણ જગતમાં એક માત્ર વીર જો કયારેક ગુસ્સે થાય તો મોહના એક પણ માણસને છોડતો નથી. ૨૪. તેની જેમ જ ચાર ભટોવાળો ધર્મધ્યાન નામનો મંડલિક છે. તેણે જેઓની સાથે યુદ્ધ કર્યુ છે તે હજુ મંચ ઉપર પડેલા છે. ૨૫. આને (ધર્મધ્યાનને) ચિત્તનો પોષક સંતોષ નામનો ભાંડાગારિક છે જે નિઃસ્પૃહ મનવાળો ધર્મ ભાંડાગારોનું રક્ષણ કરે છે. ૨૬. જ્ઞાન–દાન વગેરે દાનના ભેદો તેના હાથીઓ છે. જેના ગર્જનાના શ્રવણથી પણ પર સૈન્યોના હાથીઓ ભાગે છે. ૨૭. તેને અઢાર હજાર શીલાંગ પદાતિઓ છે. જેઓની ઉપર પડતા શત્રુગણો એકેક વડે પણ ધારણ કરાય છે. ૨૮. તેને બાર પ્રકારના તપના ભેદો તીક્ષ્ણ સ્વભાવી
Page #306
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧૨
૩૦૧ ઘોડા છે. તેનાથી પણ નિકાચિત કર્મની શ્રેણીઓ ભાંગી છે. ૨૯. આને અનિત્યતા વગેરે ભાવના રથની શ્રેણીઓ છે. જેની મધ્યમાં રહેલા ભટો શત્રુઓ ઉપર સુખપૂર્વક પ્રહાર કરે છે. ૩૦. કાલપાઠક વગેરે તેના શબ્દવેધી ધનુર્ધારીઓ છે. જેઓના બાણોથી પાપ શત્રુઓ લીલાથી વીંધાય છે. ૩૧.પુરુષોની વાત છોડો તેની સ્ત્રીઓ પણ મહાપરાક્રમી છે. જેમ સૂર્યની સામી દષ્ટિ ન ટકે તેમ તેઓની સામે શત્રુ ઉભો રહેતો નથી. ૩ર. એકલી પણ મનોગુપ્તિ શત્રુ સૈન્યમાં ભયને ઉત્પન કરનારી છે તે શત્રુને કારાગૃહમાં એ રીતે નાખે છે જેથી તે હલવા અસમર્થ થતો નથી. ૩૩. કાયગુપ્તિ અને વચનગુપ્તિ તેની ઉત્તર સાધિકા છે તે બંને મનોગુપ્તિમાંથી છટકી ગયેલ શત્રુને બાંધે છે. ૩૪. રણાંગણમાં સમિતિ નામની પાંચ સ્ત્રીઓ રહે છે. જેમ સિંહણોની હાજરીમાં હરણા ભાગે તેમ આની હાજરીમાં શત્રુઓ નાશે છે. ૩૫. આને શીલરૂપી બખતરથી રક્ષણ કરાયેલી નવ બ્રહ્મચર્યની ગુપ્તિઓ છે. જે નવી નવી ગતિથી (રીતથી) કામદેવને પડકારે છે. ૩૬. તથા શ્રાવકની અગિયાર અપ્રતિમ રૌદ્ર પ્રતિમાઓ રુદ્ર દષ્ટિની જેમ શત્રુઓ ઉપર ત્રાટકે છે. ૩૭. બાર ભિક્ષપ્રતિમાઓ દુરાલોક અંધકારને દૂર કરનારી છે. જેમ સૂર્ય હિમને તપાવે તેમ શત્રુને તપાવે છે. ૩૮. ચારિત્ર ધર્મ રાજાના સૈન્યમાં જે મદ્યપાન નિયમ વગેરે બાળકો છે તે પણ અહો ! જીતી શકાય તેમ નથી. ૩૯. પછી તેના વચન સાંભળીને કંપારીથી લાલચોળ થયેલ શરીરવાળા, લાલ આંખવાળા ભ્રકુટિથી ભયંકર સુભટો બોલવા લાગ્યા. ૪૦. સુર–અસુર–મનુષ્યોમાં તથા ઈન્દ્રો અને તિર્યચોમાં એવા કોઈ નથી જે અમારી સામે મલ્લ થાય તો મકરધ્વજની વાત છોડો. ૪૧. આણે કહ્યું ચારિત્ર વગેરે સામાન્ય પુરુષની જેમ જીતી શકાય તેમ નથી તો શું ચણાની જેમ મરચાં ચાવવા શક્ય છે? ૪૨. જો તમે અંધકાર કોટવાળને જીતી લો તો સર્વ જીતાઈ ગયું છે એમ જાણવું નહીંતર ફોગટ બડાઈ હાંકો છો? ૪૩.
લડાઈ માટે ઉત્કંઠિન થયેલા સ્પર્શન વગેરે પાંચેય ભટો પણ સંવર પાસે ગયા. કેમકે કંટકને સહન કરતા નથી. આ લોકોએ (સ્પર્શન વગેરે પાંચ ભટો) સંવરને પ્રશમ આસન ઉપર બેઠેલો જોયો. તે સંવર કેવો છે તેને જણાવે છે– તે આનંદના ભરથી(આનંદપૂર્વક) ઔચિત્યરૂપી આચરણના વસ્ત્રના પલંગમાં પ્રશમરૂપી આસન ઉપર બેઠેલો હતો. તેણે કેડ ઉપર ત્રણ દંડને કાપવા માટે કૃરિકા બાંધી હતી. તેની નજીકમાં વિવેક ખડ્ઝ અને અપ્રમાદ ઢાલ હતી. તેણે પરિગ્રહ ત્યાગનું મોરપીંછનું છત્ર ધારણ કર્યું હતું. તેણે જમણી ભુજામાં શુક્લ લેશ્યા રૂપ આત્મ બાહુરક્ષકને ધારણ કર્યુ હતું. ૪૭. પ્રકોષ્ટ ઉધત્ કરતી તેજો અને પદ્મ લેશ્યરૂપી સુવર્ણ સાંકળને ધારણ કરી હતી. પગમાં સાતભયના વિપ્રયોગરૂપી વીરકટકને ચરણમાં ધારણ કર્યુ હતું. ૪૮. વિવિધ પ્રકારના ભટો જેની આગળ બિરદાવલી બોલાવી રહ્યા હતા. અનશન વગેરે યોદ્ધઓથી જાણે સાક્ષાત્ વીર રસ ન હોય તેવો સંયમ દેખાયો. ૪૯. સર્વે પણ સુભટો હું પહેલો હું પહેલો એમ હોડ કરતા ક્ષણથી યુદ્ધ માટે ઉપસ્થિત થયા. તે વિચારતા હતા તેટલામાં યુદ્ધ ઉપસ્થિત થયું. ૫૦. પછી અનશને કહ્યું ઃ હે ભટો! તમે ઉભા રહો હું જ ઊણોદર વગેરે ભાઈઓની સાથે ગર્વથી ઉદ્ભર સ્કંધવાળા શત્રુઓ સાથે જેમ પાંડુપુત્રોને સાથે રાખીને કૃષ્ણ કૌરવની સાથે યુદ્ધ કર્યું તેમ યુદ્ધ કરીશ પરંતુ આટલું ધ્યાન રાખવું કે આપણામાંથી કોઈ સુતીક્ષ્ણ શત્રુના શસ્ત્રોથી ઘાત પામે તો તમારે તેને આલોચનાદિ સાણસાથી જેમ પ્રાસાદનો પાયો શલ્ય વગરનો કરાય તેમ શલ્ય વગરનો કરવો. ૫૪. અનશનના ભુજાબળને જાણતા સંવરે આ વાત સ્વીકારી, નાયકોને શૌર્યવાન સેવકો ઉપર વિશ્વાસ હોય છે. પપ. તરત જ સંવરને જુહારીને, બખતર પહેરી, આયુધોને હાથમાં ધારણ કરીને જેટલામાં ચાલ્યા તેટલામાં પ્રવચને કહ્યું ઃ તમે મને સાંભળો. જેમ સ્ત્રીઓમાં અંગના સ્ત્રી પ્રમાણ ગણાય તેમ આ દાઢીવાળા ભટોમાં પણ
Page #307
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૩૦૨ રસના જ પ્રમાણ છે. ૫૭. જેમ કૃપાણીના પ્રાણથી (તલવારના જોરથી) સૈનિકો નાચે છે તેમ રસનાના જોરથી મદોન્મત્ત બલવાન સૈન્યો સતત કૂદે છે. ૫૮. તેથી જયને ઈચ્છનારા તમારે એક જ રસના જીતી લેવી. નાગની આશીવિષદાઢને જ ઉખેડી નાખવી બીજા દાંતોને ઉખેડવાની શું જરૂર છે? ૫૯. જો રસનાનો જય કરવાની ઈચ્છા હોય તો અનશન જ કરવું અને હું તેને કરીશ. તે રાંડને જીતવા કેટલા પરિષદની જરૂર છે? ૬૦. યુદ્ધની ખણજ ધારણ કરતી ઊણોદરી વગેરેએ જે સ્થાન બતાવ્યું તે સ્થાને ભાતૃવર્ગ રહે. ૬૧. હે ભાઈઓ! અમે પણ તમારી સાથે યુદ્ધમાં આવીશું જેટલામાં આ પ્રમાણે તેઓએ કહ્યું તેટલામાં તે સ્પર્શન વગેરે દેહની આવાસરૂપીયુદ્ધભૂમિ ઉપર ક્ષણથી જ આવી પહોંચ્યા. આ લોકો (અનશન–ઉણોદરી વગેરે) તેઓની સામે ગયા ખરેખર આ ક્ષત્રિયોનો ક્રમ છે. ૩. તે વખતે સાંજનો સમય હતો તેથી તેઓની અંદર પરસ્પર પ્રતિજ્ઞાઓ થઈ કે બીજા દિવસે યુદ્ધ રાખવું. ૬૪. જેમ રાત્રે પક્ષીઓ પોતપોતાના માળામાં આવાસને ગ્રહણ કરે તેમ પાછળની ભૂમિ ઉપર આવાસને ગ્રહણ કર્યો. ૬૫. રાત્રે છળ વગેરેએ સ્પર્શનને કહ્યું ઃ તું શત્રુના સૈન્યમાં છાપો મારીને યશ ઉપાજ કર. ૬૬. સ્તંભ (અક્કડપણું) દંભ, છળ, દ્રોહ વગેરે પરિવારથી પરિવરેલ સ્પર્શનને હણો હણો એમ બોલતા અનશનાદિ ઉપર હુમલો કર્યો. ૬૭. લોચ, આતપસહન વગેરે પોતાના વર્ગથી યુક્ત હતકલેશ (ઉત્સાહિત) કાયકલેશ ભટ ક્ષણથી ઊભો થયો. જેમ કુવાદીઓના હેતુઓ પૂરા થઈ જાય તેમ ગુરુને સમર્પિત થઈને મોટી લડાઈને કરતા આ બેના શસ્ત્રો પૂરા થયા. ૬૯. ત્યાર પછી મલ્લની જેમ અંગાગિથી બંનેએ યુદ્ધ કર્યું. કાયકલેશે ક્ષણથી હણીને સ્પર્શનને પાડ્યો. ૭૦. પૂર્વે ગ્રીષ્મઋતુમાં જેણે હંમેશા કપૂર અને ચંદનનો લેપ કર્યો હતો તથા પંખાથી પોતાને વીંઝતો હતો તે સ્પર્શનને મધ્યાહ્નના તપતા સૂર્યના લૂથી મિશ્રિત તાપમાં આણે જેમ તેલ ચોપડીને ખસવાળા જીવને તડકામાં ઊભો રાખે તેમ જલદીથી ઊભો રાખ્યો. ૭૨. પૂર્વે તેલથી અત્યંગન કરી સ્નાન કરીને પુષ્પ–કસ્તુરિકા વગેરેથી વાસિત કરાયેલ દાઢી અને માથના વાળનો લોચ કર્યો. ૭૩. ગાદી-તકીયાના સ્પર્શને ઉચિત કાયાને સ્પંડિલ ભૂમિ ઉપર સુનારની જેમ ઊંચી-નીચી ભૂમિ ઉપર સુવાડ્યો. ૭૪. પૂર્વે જે સાંઢની જેમ સર્વત્ર માતેલો (સ્વચ્છંદી) હતો તેને કાયક્લેશની આજ્ઞાથી બ્રહ્મચર્યનું પાલન કરાવ્યું. ૭૫. જે એક દિવસ પણ હાથપગ ધોયા વિના રહી શકતો નહીં તે કાયાક્લેશની આજ્ઞાથી પાંપણને પણ ધોતો નથી. ૭૪. પરમ મસૂરને ધરતી સંલીનતાએ પણ આવીને દુર્દશાને પામેલા અમોને અતિશય કદર્થના કરી. ૭૭. અદ્દભૂત ઠંડી વખતે જેમ અંગોપાંગ સંકોચી રાખે તેમ આની (કાયક્લેશની) આજ્ઞાથી સર્વ અંગોને સંકોચીને કાચબાની જેમ રહ્યો. ૭૮. સ્પર્શન જીતાએ છતે હું ઉપર રહેલી હોવા છતાં શત્રુઓ વડે શું જીતાયું નથી? અર્થાત્ કશું જીતાયું નથી. શેષ ગયે છતે પણ જો પૃથ્વી અખંડ છે તો રાજ્ય નષ્ટ થયું નથી. ૭૯. શાસ્ત્રમાં લક્ષણ વિદ્યાની જેમ કામરાજના સંધિ વિગ્રહથી સંપૂર્ણ રાજ્યમાં હું હંમેશા મૂળમાં વર્તુ છું. ૮૦. એમ બડાઈ હાકતી અતિ ગર્વથી પોતાને વીર માનતી, આખા વિશ્વને પોતાને વશ માનતી રસના મેદાનમાં પડી. ૮૧. બે ભુજા વચ્ચે કોટિ શીલા જેટલું વિશાળ અંતર ધરાવનાર, ઉગ્ર શત્રુ સમૂહોને ભાંગનાર ઔનોદર્ય ભટે રસનાની સાથે યુદ્ધ કરવા લાગ્યો. ૮૨. સર્વ સામર્થ્યવાળી અભિમાની રસનાએ રણાંગણમાં કંજૂસની જેમ નાદર્યને ઘાસ સમાન પણ ન માન્યું. ૮૩. અનશન મહાયોધો રસનાની સામે દોડ્યો. જે નારી સામે આવીને પ્રહાર કરે તેને પણ ગણકારતા નથી. અર્થાત નારીને હણવા ઉદ્યત થાય છે. ૮૪. ઘણીવાર સુધી યુદ્ધ કરતા તે બંને જણાં હાર-જીત ન પામ્યા. ખરેખર સમાન બળવાળાઓનો ક્ષણથી જય કે પરાજય થતો નથી. ૮૫. જેમ તાર્કિક સજાતિને (પ્રતિવાદી તાર્કિકને)
Page #308
--------------------------------------------------------------------------
________________
૩૦૩
સર્ગ-૧૨ જર્જરિત કરે તેમ મર્મ સ્થાનને પામીને છઠ્ઠ, અટ્ટમ, ચાર-પાંચ ઉપવાસ કરીને જર્જરિત કરી. ૮૬. જો ક્યારેક અનશન ભટ કૃપાથી એને છોડી દે છે ત્યારે વૃત્તિ સંક્ષેપ અને રસત્યાગ બે સગાભાઈ આ આપણી વૈરીણી છે એમ જાણીને તેની કદર્થના કરે છે. કોપને પામેલા જીવો આ સ્ત્રી કે પુરુષ એમ ગણકારતા નથી. ૮૮. અર્થાત્ આ સ્ત્રી છે માટે એની સામે ન લડાય એમ વિચારતા નથી. ફરી પણ વિશ્વને ઠગવાની રસનાની ચાલને (વૃત્તિને) યાદ કરીને તેને ભોજન આપવાનું બંધ કર્યું. કારણ કે દુષ્ટને શિક્ષા કરવી ઉચિત છે. ૮૯. આને (રસનાને) કૃશ થયેલી જોઈને કરુણાને પામેલા અનશને ફરી અરસ, વિરસ, રૂક્ષ, તુચ્છ કંઈક ભોજન અર્પણ કરાવ્યું. ૯૦. પુરિમઢ, નમસ્કાર સહિત પોરિસી વગેરે યમોથી તથા આયંબિલ, એકાસણું નિવિ વગેરેથી તેનું કંઈક પોષણ કર્યું. ૯૧. ફરી ચોથભક્ત વગેરેથી તેને અવિશ્વાસથી કૃશ કરી. અહીં શત્રુનો કોણ વિશ્વાસ કરે? ૯૨. ભયભીત ચક્ષુ-શ્રોત– ઘાણ ભટોએ હૃદયમાં વિચાર્યુઃ જગતમાં બે મલ્લ સ્પર્શન અને રસનાને જીતી લીધા છે તો આપણે કોણ? તેથી ખરેખર આપણે અનશન અને
નોદર્યની સાથે યુદ્ધ કરીશું તો આપણી પણ આવી ગતિ થશે. ૯૪. જ્યાં ચટપટ કરતી ચામુંડા યક્ષિણીને ભક્ષણ કરી જાય છે તો આપણે વરાકડા ભટારકો શું કરી શકીશું? ૯૫. શત્રુના હાથમાં સપડાયેલા આપણા બધાની વાત મકરધ્વજને કોણ પહોંચાડશે? ૯૬. તેથી આપણે છુપાઈને રહીએ. જ્યારે છળ મળશે ત્યારે ગુપ્તિમાંથી ભાઈઓને છોડાવીને કામદેવની પાસે લઈ જશું. ૯૭. બે ભાઈઓને લીધા વિના આપણાથી કેવી રીતે મોઢું બતાવાય? એમ વિચારીને તેઓ ત્યાં જ ક્યાંય પણ ચોરની જેમ છુપાઈને રહ્યા. ૯૮. અનશન વગેરે અને રાગ-દ્વેષ નિગ્રહ નામના બે ઉત્તમ પહેરેગીરો સ્પર્શન અને રસનાને કારાગૃહમાં નાખીને અને તે બેનું ધ્યાન રાખવા ધર્મ જાગરિકાને મૂકીને સંવરની પાસે ગયા. કારણ કે સેવકો સ્વામીના ચરણ પાસે રહેનારા હોય છે. ૫00.
સ્પર્શન અને રસનાને કારાગૃહમાંથી છોડાવવાના ઉપાયને વિચારતા ઘાણ વગેરેનો કેટલોક કાળ બિલવાસીની જેમ ગયો. ૫0૧. ત્યાં ઘાણ વગેરેએ જાણે જંગમ રાત્રી ન હોય એવી કાળી, આંખોને પટપટાવતી આંખવાળી ભમતી કોઈક સ્ત્રીને જોઈ. ૫૦૨. અહો! લાંબા સમય પછી કલ્યાણિની એવી નિદ્રા બહેન જોવાઈ છે એટલે જેમ શિયાળ બોરડી પાસે જાય તેમ હર્ષિત થયેલા તેઓ તેની પાસે ગયા. ૩. હે બહેન! તને જુહાર જુહાર ! એમ બોલીને નમસ્કાર કર્યો. રાજાને પણ બહેન વંદનીય છે. ૪. તમે સતત અક્ષત અજરામર રહો એમ બોલતી નિદ્રાએ વસ્ત્રના છેડાથી તેઓનું ચૂંછણું ઉતાર્યું. ૫. તમારું મોઢું કેમ પડી ગયું છે? એમ પુછાયેલા તેઓએ કહ્યું : અભાગ્યા અમને તારે કંઈ ન પૂછવું. ૬. તેણીએ કહ્યું : સૌભાગ્યની લક્ષ્મી એવી માતા સમાન મને તમારે પોતાનું દુઃખ કહેવું. કેમકે હું દુઃખીઓને સુખ આપનારી છું. ૭. આ લોકોએ નિઃશ્વાસ નાખીને પોતાના દુઃખનું કારણ સ્પર્શન અને રસનાનું કારાગૃહમાં પૂરાવા સુધીના વૃત્તાંત જલદીથી જણાવ્યો. ૮. અમે પૂર્વે પ્રમાદ નામના ઉત્તમ ચરને ત્યાં મોકલ્યો છે. તેણે સમ્યગુ જાણીને તેનું (સ્પર્શન અને રસનાનું) સ્વરૂપ અમને ક્શાવ્યું છે. ૯. હે સ્વામીઓ! હું કહેવાથી ત્યાં ગયો હતો. અમે ત્યાં એક સ્ત્રી અને પહેરેગીરોને જોયા. ૧૦. ધર્મજાગરિકા સ્ત્રી અને બીજા બે રાગ-દ્વેષ નિગ્રહની પરસ્પર થતી વાતો સાંભળી તેઓના નામો જામ્યા છે. ૧૧. વાત ભૂતાની (વાતુડી) જેમ તે સ્ત્રી બોલવામાં થાકતી જ નથી. તે બેને નિમેષ માત્ર પણ ઊંઘ કરવા દેતી નથી. ૧૨. આની અપ્રમતાથી બીજા પણ પ્રમત્ત થયા છે. આવી પરિસ્થિતિમાં તમારા બે ભાઈઓ કારાગૃહમાંથી છુટકારો થવો દુઃશક્ય છે. ૧૩. જો કોઈપણ રીતે ધર્મજાગરિકા ઠગાય તો તે બેને ઠગી શકાય નહીંતર નહીં કેમકે સ્ત્રી ધૂર્ત છે અને
Page #309
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૩૦૪ પુરુષ જડ છે. તેથી ધર્મજાગરિકાની ઠગાઈ થાય તો તે બે ગુપ્તિમાંથી બહાર નીકળશે. નહીંતર અંદર પડેલા જ સળી જશે. ૧૫. પ્રમાદે અમને જે કહ્યું છે તે અમે તમને જણાવ્યું. તારી કૃપારૂપી વહાણથી અમે વિપત્તિરૂપી નદીને તરી જશું. ૧૬. દયાÁહૃદયા નિદ્રાએ કહ્યું : અરે ! તમે ખેદ ન પામો બાળની જેમ ધર્મજાગરિકા પાપિણીને હું ઠગીશ. ૧૭. શૂળી ઉપર વધાયેલ લોકને પણ જે સુખ આપે છે એવી તું ચિંતા કરનારી હોય ત્યારે અમારે કોઈ કષ્ટ નથી. ૧૮. આ પ્રમાણે તેઓ વડે કહેવાયેલી પ્રમાદ કે છળથી સહિત નિદ્રા જલદીથી અદશ્ય બનીને ધર્મજાગરિકાની પાસે ગઈ. ૧૯. સ્વભાવથી વૈરિણી હોવા છતાં તેના પગમાં પડી પાસે જઈને નિદ્રા એમને મળી. અથવા અક્ષત્રિઓ ધૃષ્ટ હોય છે. ૨૦. નિદ્રાએ કહ્યું ઃ હે દેવી! તારી દાસીની દાસી છું. તારા બેચરણ જ્યાં રહેલા છે તે ભૂમિ પણ પૂજાય છે. ૨૧. અરે સ્વામિની! આજે લાંબા સમય પછી ભાગ્યથી તારા દર્શન થયા. ચિંતામણિનું દર્શન લોકને આનંદ આપનારું થાય છે. ૨૨. આ પ્રમાણે તેના (નિદ્રાના) ઠગાઈભર્યા વચનોથી પીગળી ગયેલી ધર્મજાગરિકાએ તેને પોતાની ભક્તા માની. સજ્જન અલ્પ પરિચયથી જ વિશ્વાસુ બને છે. ૨૩. નિદ્રાએ ફરી કહ્યું : હે માત! તારી બે આંખમાં બિમારી લાગે છે તે શું કારાગૃહમાં પૂરાયેલ બે પાપી પુરુષોની રક્ષા માટે જાગવાથી થયું છે. ૨૪. હા તારી વાત સાચી છે એમ ધર્મજાગરિકાએ જવાબ આપ્યો. હે સ્વામિની ! તારી બિમારીને દૂર કરવા આ વિમલાંજનનું અંજન લગાવ. એમ કહી મોહનાંજન આપ્યું. ૨૫. એટલામાં તેણીએ મોહનું આંજન આંજયું કે તુરત જ પોતાના વશમાં રહેલદાસની જેમ ધર્મજાગરિકા ઊંઘમાં પડી. ૨૬. ધર્મજાગરિકાને ઊંઘ ચડી એટલે તુરત જ રાગ-દ્વેષ નિગ્રહ લાંબા પડ્યા. કાણું પડે એટલે ઘણાં અનર્થો થાય છે. ૨૭. છળ અને પ્રમાદ આવીને ક્ષણથી સ્પર્શન અને રસનાના બંધનોને જેમ વૈદ્ય રોગીઓના રસોને તોડે તેમ તોડી નાખ્યા. ઘાણ વગેરેએ આવીને સ્પર્શન અને રસનાને સ્વયં ડોળીમાં નાખીને પોતાના મંદિરે લઈ ગયા. ર૯. લંઘન વગેરેથી બળાયેલ સ્પર્શન અને રસનાને પૂર્વ બાંધવો પુષ્ટિ કરવા લાગ્યા. કારણ કે ભાઈઓને જ ભાઈની ચિંતા થાય છે. ૩૦. પડી ગયેલ મોઢાવાળા તેઓ જઈને મકરધ્વજને પ્રણામ કરીને પોતાની પરાભૂતિ (પરાજયને) કહી. કેમકે દુઃખ હંમેશા સ્વામીને જણાવાય છે. ૩૧. મકરધ્વજ રાજા અગ્નિની જેમ સળગી ઉઠ્યો. અહો! આ સંવર કેવો દુષ્ટ નીકળ્યો? જેણે પોતાના સેવકો પાસે આ લોકોને આવું દુઃખ અપાવ્યું. ૩૨. અહો ! આ સંવર કેવો મૂર્ખ છે જે જવાળાના સમૂહથી ભયંકર દાવાનળને ભજાઓથી આલિંગન કરવા ઈચ્છે છે? ૩૩. ઉન્મત્ત હાથીના બે કુંભ તટને ભેદનાર સૂતેલા સિંહને જગાડવાને ઈચ્છે છે? ૩૪. ગવલ, મેઘ અને ભ્રમર જેવા સાપના માથાને બે હાથથી ખંજવાડવાને ઈચ્છે છે. ૩૫. જે વિશ્વમલ્લ એવા મારી સાથે યુદ્ધ કરવા ઈચ્છે છે તે આ પાપીના દુર્મદને આજે તુરત જ ખાંડી નાખું છું. ૩૬. અને મોટેથી કહ્યુંઃ અરે ભટો! ભેરીને એવી રીતે વગડાવો જેથી સૈનિક જલદીથી તૈયાર થાય અને સંવર ઉપર આક્રમણ કરાય. ૩૭.
પછી ભેરી તાડન કરાયે છતે મિથ્યાત્વ નામનો પ્રધાન અને સોળ મંડલાધીશ કષાયો તૈયાર થયા. ૩૮. મહાવતોએ સુદારૂણ નાગ જેવા કૃપણતા વગેરે હાથીઓને તૈયાર કર્યા. અને ઘોડેશ્વારોએ વેરીઓને દુઃખ આપનાર પાન–ભક્ષ વગેરે અશ્વોને તૈયાર કર્યા. ૩૯. રથિકોએ નિત્યત્વ વાસના પૃથ ઉન્નત રથશ્રેણી તૈયાર કરી. ૪૦. આશ્રયદ્વાર વગેરે પદાતિઓ હાથમાં ખડ્ઝ લઈને તૈયાર થયા. અકાલપાઠ વગેરે ધનુર્ધારીઓ લડાઈ માટે તૈયાર થયા. ૪૧. આ પ્રમાણે સર્વે પણ લશ્કરની સામગ્રીથી પરિવરેલો, ગર્વથી સમુદ્રની જેમ ગાજતો કામદેવ ચાલ્યો. ૪૨. મકરધ્વજ ચાલે છતે, પાપોદય સેનાની આગળ ચાલ્યો
Page #310
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧૨
૩૦૫ પાછળ મિથ્યાત્વ મહત્તમ, બંને બાજુ મંડલેશો રહ્યા. ૪૩. અસંખ્યાત સૈન્યથી ક્ષિતિજને પૂરતો કામદેવ દેહવાસ નામના યુદ્ધક્ષેત્રમાં પહોંચ્યો. ૪૪. મકરધ્વજ રાજાએ મિથ્યાજલ્પ નામના દૂતને સંવરની પાસે મોકલ્યો કારણ કે રાજાઓની આવી નીતિ છે. ૪પ. જઈને તેણે કહ્યું : હે સંવર ! હું દૂત છું. મકરધ્વજ રાજાએ મારા મુખે તને સંદેશો કહેવડાવ્યો છે. ૪૬. જેમ ગ્રહણને દિવસે કૂતરાઓને કૂટવામાં આવે છે તેમ તારા સેવકોએ મકરધ્વજ રાજાના અતિવલ્લભ સેવકોને કૂટયા છે. ૪૭. તેઓએ આચરેલ દોષથી તમે જ શિક્ષાને પાત્ર છો કારણ કે સેવકોના અપરાધમાં પણ સ્વામી જ દંડને પાત્ર છે. ૪૮. જો તું પોતાના રાજ્ય-રાષ્ટ્ર સુખ અને પ્રાણોને બચાવવા ઈચ્છે છે તો આવીને સ્વયં ભક્તિથી મકરધ્વજની ક્ષમાપના કર. ૪૯. મહા અપરાધ કરે છતે પણ જો ક્ષમાપના માગે છે તો તે જલદીથી ખુશ થાય છે કારણ કે મહાત્માઓનો કોપ પ્રણામ સુધી જ હોય છે. ૫૦. જે કોઈ તેની સેવામાં નિરંતર વર્તે છે તેની ઉપરથી પસાર થતા ગરમ પવનથી તેનું રક્ષણ કરે છે. ૫૧. જે પોતાને બહુ માનતો નથી તેની સેવા કરતો નથી. તેને તે કષ્ટમાં પાડે છે. ખરેખર સ્વામીનું આ લક્ષણ છે. પર. જે સ્વામીઓની છાયા પણ નમતી નથી અને બીજા જે સ્વામીઓ છે તે પણ મકરધ્વજદેવનું શાસન માને છે. પ૩. ખુશ થયેલો મકરધ્વજ તેઓને રાજ્ય આપે છે અને ગુસ્સે થયેલો કેવળ ભીખ મંગાવે છે. આના શાસનને કરતો તું વિપુલ રાજયને મેળવશે. ૫૪.
એમ બોલીને મકરધ્વજનો દૂત વિરામ પામે છતે જેમની વાણીમાં ગુરુને આશ્ચર્ય થાય છે એવા સત્યજલ્પ નામના સંવરના સેવકે કહ્યું : ૨૫. હે ટિટિભ (ટીટોળી) જેવા વાચાટ ! હે યથાર્થ નામવાળા મિથ્યાજલ્પ! અરે ! જે મુખમાં આવે તે જ બોલનાર હે કામદેવના પ્રિય પાપીઓ! હે વિશ્વના એક માત્ર ઠગ! તેઓએ તમને જીવતા છોડ્યા તે સારું ન કર્યું. ૫૭. અરે ! મનુષ્યોની સભામાં મકરધ્વજના માહાભ્યનું વર્ણન કર. વર્ણન કરાતું શિયાળોનું પરાક્રમ શિયાળામાં જ શોભે છે. ૫૮. મોઢામાં મીઠાશ બતાવીને માછીમાર માછલાને જાળમાં ફસાવે તેમ કામે મુગ્ધજનોને લોભાવીને કષ્ટમાં નાખ્યા છે. ૫૯. કામના ચરિત્રને જાણનારા અમારી પાસે તેના વાત્સલ્યનું વર્ણન કરવાનું રહેવા દે. કેમકે માની આગળ મોસાળનું વર્ણન કરાતું નથી. ૬૦. મકરધ્વજના પિતા રાગકેશરી અને જગતદ્રોહી વિખ્યાત પિતામહને જીતી લેનાર સંવર દેવની આગળ આ કામ કઈ વિશાતમાં છે? ૬૧. વળી સાપનું સીમંત કરનારને ગરોડીનો ભય ક્યાંથી હોય? ૬૨. જો તારો અજ્ઞાની સ્વામી મારા સ્વામી સાથે લડાઈમાં ઉતરશે તો ઠંડા પાણીથી દાઝી જશે એ નક્કી છે. ૬૩. તેથી તારો સ્વામી જે માર્ગે આવે તે જ માર્ગથી પાછો ચાલ્યો જાય નહીંતર રણમાં ભંગાયેલો નાશતો છિદ્ર પણ નહીં મેળવે. ૪. ભટોએ કહ્યું : હે મિથ્યાજલ્પ દૂત ! જેમ તેમ બોલતો તું વધને યોગ્ય છે પણ તું દૂત હોવાને કારણે છોડી દેવાય છે. ૬૫. અમે યુદ્ધ માટે તૈયાર છીએ જો તારો સ્વામી નહીં જાય તો અમારી લાંબા સમયની ખણજ ઉતારશું. દ૬. કંઈક બબડાટ કરતા દૂતને તેઓએ ગળામાં પકડ્યો. કુલટાની જેમ દુષ્ટ વાણી મનુષ્યને નક્કીથી કષ્ટમાં પાડે છે. ૬૭. જે વૈરરૂપી ઈન્ધનોથી ચિનગારિત કરાયેલ હતો તે દૂતની વાણી રૂપી પ્રવનથી પ્રેરાયેલ મકરધ્વજ અગ્નિની જેમ સળગ્યો. ૬૮. જેમ બ્રાહ્મણ યજ્ઞ માટે સજ્જ થાય તેમ ક્રોધે ભરાયેલ કામદેવ સર્વ બળ સામગ્રીથી યુદ્ધ માટે તૈયાર થયો. ૬૯. સંવર કોટપાલ પણ પોતાના લશ્કર સાથે યુદ્ધ માટે સન્મુખ થયો. સિંહ શત્રુને સહન કરતો નથી. ૭૦. દેવો અને વિદ્યાધરો હર્ષથી તેઓના યુદ્ધના ઉત્સવને જોવા આકાશમાં ભેગા થયા. ઘણું કરીને પ્રાણીઓ કૌતુકપ્રિય હોય છે. ૭૧. મહાસૈન્યોએ કાયર પુરુષોના હૃદયને કંપાવે તેવા રૌદ્ર રણવાજિંત્રો ચારે બાજુથી
Page #311
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૩૦૬
વગાડયા. ૭૨. આ બાજુ નિરહંકાર વગેરે મુખ્ય નિપુણ વૈતાલિકોએ સંવરના પક્ષમાં રહેલા ભટોને યુદ્ધ માટે ઉત્સાહિત કર્યા. ૭૩. જેમ ચક્રવર્તી ચક્રને આગળ કરે છે તેમ ચારિત્ર ધર્મ રાજા દુર્જેય શત્રુના યુદ્ધના મેદાનમાં સૈનિકને આગળ કરે છે. ૭૪. તે સૈન્યની મધ્યમાં રહીને ચારિત્ર રાજાના મનને આશ્વાસન આપે છે. નહીંતર યુદ્ધમાં ચારિત્ર રાજાનું મન ડોલાયમાન થાય છે. ૭૫. જેણે મોહરાજાના પુત્ર રાગ અને તેના પુત્ર મકરધ્વજને મુખમાં જ જીતીને કુંભધ્વજ વગેરે સૈનિકોને પકડયા. ૭૬. જે એક જ ઘાએ શત્રુઓને માટીની જેમ ચૂરી નાખે છે તે સંવર દેવના તમે સેવકો છો. ૭૭. તમે સ્વયં યુદ્ધમાં અનેકવાર જય મેળવ્યો છે. તેથી હમણાં તમારે યુદ્ધમા તત્પર રહેવું જેથી ચંદ્ર જેવા નિર્મળ કુળનો ઉધ્ધત થાય. અને ક્ષણથી લુચ્ચાઓના મુખો મલિન થાય. ૭૯. ગર્વ વગેરે સહિત અનેક કઠોર બંદીઓના સમૂહોએ પોતાના ભટોને ઉત્સાહિત કર્યા તેઓનો આ પ્રમાણે વ્યાપાર થયો. ૮૦. ભટ શત્રુવીરોના મસ્તક માટે શૂળ સમાન સૈન્યના મધ્યમાં રહેલો હોય તો જ મોહરાજ નરેશ્વર ચિંતા છોડીને સુખપૂર્વક સુવે છે. ૮૧. જેઓની બાણની શ્રેણીઓએ શત્રુઓને જર્જરિત કર્યા છે. ફરી યુદ્ધ માટે શકુન પણ શોધાતું નથી. હનુમાનની જેમ દુર્જય શત્રુના મુખમાં લપડાક મરાય છે તે મકરધ્વજ રાજાના તમે સેવકો છો. ૮૩. તમે ત્રૈલોક્યમા અસહ્ય પરાક્રમી છો. સ્વયં માનવ, દાનવ–દેવો પશુઓને વશ કર્યાં છે. ૮૪. શ્રી જૈનપુરમાં રહેનારા આ પાંચ સાત લોકો પોતાને શૂરવીર માનતા અજ્ઞાનીઓ કાન ખેંચે છે. ૮૫. ત્રણ જગતમાં રહેલા જીવોને જીતનારા તમારી પાસે આ ભટો સમુદ્રમાં લોટની ચપટી સમાન છે. ૮૬. તમે આવા પરાક્રમી છતાં જો આઓથી હારી જશો તો સમુદ્ર તરીને ખાબોચિયામાં ડૂબી ગયા છો એમ કહેવાશે. ૮૭. તેથી હમણાં તમારે દઢ ચિત્તથી યુદ્ધ કરવું જેથી તમે કુળદીપક બની પૂર્વજોને ઉદ્યત કરશો. ૮૮. આ પ્રમાણે બંદીજનોથી ઉત્સાહિત કરાતા માનના ભરથી ઉદ્યત થયેલા વિકટ આટોપવાળા સુભટો પરસ્પર યુદ્ધ માટે મેદાનમાં પડ્યા. ૮૯. કાન સુધી ખેંચી ખેંચીને નિરંતર છોડાતા બાણોથી ધર્નુધરોએ થાંભલા વગરનો બાણ મંડપ બનાવ્યો. ૯૦. પોતાના ભાથામાંથી બાણોને ખેંચતા, બાણોને દોરી ઉપર ચડાવતા ખેંચતા છોડતા લઘુહસ્ત (એટલી ઝડપથી ક્રિયા કરે છે જેથી આ ક્રિયા જોવામાં ન આવી.) જોવાયા નહીં. ૯૧. મેઘના પાણીની ધારાથી લક્ષ્મીને ધારણ કરતી બાણની શ્રેણીએ પતંગિયાની શ્રેણીની જેમ સર્વ આકાશનું આચ્છાદન કર્યું. ૯૨. જેમ કાશપૃથ્વી (વનખંડ) કાશ પુષ્પોથી શોભે તેમ સુભટોએ આંતરા વિના (સતત) છોડેલા બાણોથી રણભૂમી શોભી. ૯૩. જેમ પર્વતો હાથીના દંતના ઘાતોને સહન કરે તેમ પદાતિઓ તલવારના પ્રહારોને સહન કરતા યુદ્ધ કર્યું. ૯૪. ખડ્ગના સંઘટ્ટામાંથી ઉત્પન્ન થયેલ તણખાઓથી જાણે ભટોના મંગલ માટે નીરાજના` વિધિ થઈ. ૯૫. સુભટો વડે વીંઝાયેલી તલવારોના મિલનથી બંને સૈન્યોના અગ્રભાગમાં ભવિષ્યમાં પ્રાપ્ત થનારી જયશ્રીના જાણે વૈડુર્યના તોરણો રચાયા હતા એમ દેખાયું. ૯૬. સુભટો વડે વારંવાર નચાવાતી તલવારની શ્રેણીઓ ઝબકારા મારતી વિદ્યુત લતાની ઘણી વિડંબના કરી. અર્થાત્ વિદ્યુતલતા પણ નચાવાતી તલવારની શ્રેણી આગળ ઝાંખી પડી. ૯૭. સુભટોએ પંક્તિ આકારથી સ્થાપિત કરાયેલી ઉત્તમ ઢાલોએ અત્યંત કપિશીર્ષક માળાને ધારણ કરી. ૯૮. માથા ઉપર આવી પડતા ઘાતોને નિષ્ફળ કરવા લાંબી બાહુવાળા સુભટોએ મસ્તક ઉપર સ્થપાયેલ ઢાલોએ છત્રની લીલાને ધારણ કરી. ૯૯. બંને પણ સૈન્યમાં ઢાલની માળા એવી રીતે સ્થાપિત કરાઈ. જેથી આકાશમાં રહેલ સૂર્ય અને ચંદ્રની બે શ્રેણીની શોભાને
૧. નીરાજના વિધિ : એક પ્રકારનો સૈનિક અથવા ધાર્મિક પર્વ જેમાં રાજા અથવા સેનાપતિ લડાઈના મેદાનમાં જતા પૂર્વે આસો માસમાં ઉજવાતો પર્વ.
Page #312
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧૨
૩૦૭ ધારણ કરી. દ00. ભાલાઓથી પરસ્પર પ્રહાર કરતા ઘોડેશ્વારોએ લાંબાકાળથી સેવેલી યુદ્ધની ઉત્સુકતાને પૂરી કરી. ૬૦૧. ભટોએ ભાલાઓને ઊંચા કર્યા તેથી જાણે એમ લાગતું હતું કે હમણાં ભાલાઓમાં તારાને પરોવી દેશે. અથવા તો હમણાં બ્રહ્માંડને ઈડું સમજીને ફોડશે. ૨. ભટોએ ઉછળતી કાંતિવાળા યમ જેવા ભાલાઓને સન્મુખ ફેંકયા અને કાળરાત્રિના યમના કટાક્ષો ન હોય તેમ શોભ્યા. ૩. મહાવતો વડે યથોચિત યોજાતા હાથીઓ ઉપર મહાબળવાન સિંહની જેમ આરૂઢ થયેલ હર્ષથી મહોત્સવની જેમ માનતા સામંતો પોતાના અસ્ત્રો ફેંકીને અને સામેથી આવતા અસ્ત્રોની સ્કૂલના કરીને યુદ્ધની રચના કરી. ૫. જેમ જુગારી બીજા જુગારીની સાથે જુગાર રમે તેમ વિમાનમાં રહેલા દેવોની જેમ રથમાં રહેલા રથિકોએ લીલાથી યુદ્ધ કર્યું. ૬. દંડની સામે દંડ, શક્તિની સામે શક્તિ, મુરની સામે મુગરને અને તોમરની સામે તોમરને ચલાવતા યોદ્ધાઓએ યુદ્ધ કર્યું. ૭. સંવર અને અનંગના સેન્ચે પરસ્પર યુદ્ધ કર્યુ ત્યારે એવો સમય આવ્યો કે જેમ કાયરો ઊડે તેમ લોખંડ ઉછળ્યું. ૮. પથ્થરની નદીના પૂરની જેમ સુબદ્ધમૂલ શત્રુઓરૂપી વૃક્ષોને મૂળમાંથી ઉખેડી નાખતા શૂરવીરો ચારે તરફ ભાગ્યા. ૯. આ પ્રમાણે તે યુદ્ધમાં સંવરના સેન્ચે અનંગના સૈન્યને એવી રીતે હણ્યું જેથી લજ્જા છોડીને દશે દિશામાં નાશી ગયું. ૧૦. ત્યાં અત્યંત હર્ષ પામેલા દેવો અને વિદ્યાધરોએ કલકલ કરતા સંવરના યોધાઓ ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. ૧૧. પોતાના તેવી રીતે ભંગાયેલા સૈન્યને જોઈને મમત્વ નામના પુત્રની સાથે વેદોદયના રથ ઉપર બેસીને શરીર ઉપર હાસ્ય બખતર અને હાથમાં ધનુષ્ય અને બીજા (જમણા) હાથમાં બાણ લઈને અને દર્પથી ઉદ્ધર બનેલો મકરધ્વજ યુદ્ધ કરવા ચાલ્યો. ૧૩. જેમ પાઠકો નારાથી મઠને ભરી દે તેમ દોરીને ખેંચીને તીક્ષ્ણ રણકાર ઉત્પન્ન કરીને આકાશને બાણોથી ભરી દીધું. ૧૪.વિશ્રામ વિના જલદીથી બાણોથી શ્રેણીને ફેંકતો, આશ્ચર્યને કરતો કામદેવ પણ લક્ષબાણોવાળો થયો. ૧૫. તેના બાણોની શ્રેણીઓથી વીંધાયેલ સંવરના સૈનિકો જલદીથી પલાયન થયા. આ પૃથ્વી ઉપર વિરથી પણ વીરો હોય છે. ૧૬. અહો ! આ વીર છે જેણે એકલાએ શત્રુઓને જીતી લીધા એમ બોલતા દેવોએ મકરધ્વજના મસ્તક ઉપર પુષ્પવૃષ્ટિ કરી. ૧૭. તેવી અવસ્થા (સંકટ)માં પડેલા પોતાના સૈન્યને જોઈને ક્ષુબ્ધ નહીં પામેલો સંવર યુદ્ધ કરવા માટે ઊભો થયો. ૧૮. પ્રભુને કોઈકવાર લડવા જવું પડે છે. ૧૯. નિર્મમત્વ નામના મોટા પુત્રની સાથે રથમાં બેસીને દમ નામના સન્નાહને પહેરીને અભિગ્રહ નામના બાણને લઈને, પૂર્વે વર્ણન કરાયેલ ઢાલ, કૃપાણ, છૂરિથી યુક્ત સટ્ટપી ઉત્તમ ધનુષ્યને ધારણ કરીને સંવરે અત્યંત ઉગ્ર યુદ્ધ કર્યુ. ૨૦. સત્કલાને ધારણ કરતા અખંડ સંવર અને અનંગે સ્કંધના બળથી કાન સુધી બાણો ખેંચી ખેંચીને છોડ્યા. ૨૧. દોરીને ખેંચીને ધનુષ્યના રણકારને કરીને પોતપોતાની બાણોની શ્રેણથી સૂર્યના કિરણોને ઢાંકી દીધા. ૨૨. જેમ જલ્પમાં વાદીઓ હેતુઓથી હેતુઓનું ખંડન કરે તેમ આ બંનેએ બાણોથી બાણોને છેદીને અત્યંત દારૂણ યુદ્ધ કર્યું. ર૩. તે વખતે જયશ્રી હું સંવર વીરને વરું અથવા મકરધ્વજને વરું? એમ સંદેહદોલામાં પડી. ૨૪. ખેંચી ખેંચીને કામે છોડેલા તીક્ષ્ણ બાણોથી વીંધાયેલ બખતરવાળો સંવર શલ્લિત થયો. ૨૫. પછી કોષે ભરાયેલ સંવરે અર્ધચંદ્ર બાણોથી પદ્મનાલની જેમ મકરધ્વજના ધ્વજ અને છત્રનું છેદન કર્યું. ૨૬. પછી સંવરે ક્ષુરાકાર બાણથી ભિક્ષની જેમ મકરધ્વજનું માથું મુંડી નાખ્યું. અને બીજા બાણથી દોરી સહિત ધનુષ્યને છેદી નાખ્યું. ૨૭. દર્પથી સહિત આણે દઢ વૈરાગ્યરૂપી મુગરને લઈને શત્રુના વેદોદય રથને પરમાણુની જેમ ચૂરી નાખ્યો. ૨૮. જેમ રાવણે વાલિની સાથે યુદ્ધ કર્યું હતું તેમ સ્કુરાયમાન થતા અભિમાની કામદેવે ભય ખગને હાથમાં લઈને સંવરની સાથે યુદ્ધ કર્યું. ર૯. વીરવૃત્તિથી સમૃદ્ધ સંવર, પદાતિની જેમ ભૂમિ પર રહીને વિવેકરૂપી તલવારને લઈને ક્ષણથી યુદ્ધ કરવા તૈયાર થયો. ૩છે. આ બંને યોદ્ધાઓ પોતપોતાની
Page #313
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
उ०८ તલવારને નચાવતા વચ્ચે ઢાલને ધરીને ફરી ફરી પ્રહારોને ઝીલતા હતા. ૩૧. પછી કામદેવે સંવરની ઢાલને ખગના પ્રહારથી સૂત્રધાર જેમ ઘણથી શિલાતટને ભાંગે તેમ ભાંગી. ૩૨. યુદ્ધ કરવામાં દક્ષ સંવરે વિવેકરૂપી તલવારથી પોતાના શત્રુની તલવારને છેદી મનને ન છેવું. ૩૩. તીક્ષ્ણ જુગુપ્સા છૂરીને લઈને મકરધ્વજ યુદ્ધે ચડ્યો. અહો! આની શૌર્યવૃત્તિ અલૌકિક છે. ૩૪. ત્રણ દંડની વિરતિ રૂપી છૂરીને હાથમાં લઈ સંવર યુદ્ધ કરવા લાગ્યો. અહો ! આની વીરવૃત્તિ કેવી અખંડ છે. ૩૫. વિવિધ પ્રકારના ભંગોથી તેઓના છરિકા યુદ્ધને નિહાળતા દેવો વિસ્મિત થયા કે સર્વ પ્રકારના યુદ્ધોમાં છરિકા યુદ્ધ વિષમ છે. ૩૬. સંવરે કૃપાણીથી શત્રુની કૃપાણીને એવી રીતે હણી જેથી કૃપાણીમાંથી ઢાલ નીચે પડી ગઈ. ૩૭. મુદ્રિ ઉપર મુદ્ધિ રહી તો પણ વીરવૃત્તિને નહીં છોડનાર મહાપરાક્રમી મકરધ્વજે મલ્લની જેમ બે બાહથી યુદ્ધ કરવાનો આરંભ કર્યો. ૩૮. તુરત જ છરિકાને મૂકીને સર્વ વીરોમાં શિરોમણિ સંવરે બે બાહુથી યુદ્ધ કર્યું. વીરો વીરવ્રતમાં ઉઘુક્ત હોય છે. ૩૯. મલ્લની જેમ જગતમાં વીર સંવર અને મકરધ્વજ શસ્ત્ર વિના યુદ્ધ કરતા આશ્ચર્ય સહિત દેવો વડે જોવાયા. ૪૦. ક્યાંક સંધીઓને ટાળીને સંવરે મકરધ્વજને પૃથ્વી ઉપર પાડ્યો. જ્યાં ધર્મ ત્યાં જય. ૪૧. આ વિશ્વવીર સંવર પૃથ્વી ઉપર જય પામે છે, જય પામે છે. જેણે કામમલ્લનું માન ફૂલની જેમ મસળી નાખ્યું. ૪૨. એમ સ્તુતિ કરતા ખુશ થયેલા દેવો અને વિદ્યાધરોએ પણ સંવર ઉપર ચકચકિત પુષ્પની વૃષ્ટિ કરી. ૪૩. જયશ્રીએ આના ગળામાં અતિશય હર્ષથી જેમ કુમારી સ્વયંવર માળા પહેરાવે તેમ વરમાળા પહેરાવી. ૪૪. એકાંતે જ જે તારો પટ્ટભક્ત છે તેની સામે નહીં જોઉં હું તારો દોસ્ત છું એમ વારંવાર બોલતો જીવિતનો અર્થી કામદેવ તણખલાને મુખમાં લેતો સંવર વડે છોડી દેવાયો. ક્ષત્રિયો પડેલાને પાટુ મારતા નથી. ૪૬. હારી જવાથી કામની પર્ષદા વિખેરાઈ ગઈ એટલે લજ્જાથી અધોમુખ થયો. જેમ સસલોંદરમાં પેશી જાય તેમ કામ ગુપ્ત રીતે પોતાના ઘરમાં ગયો. ૪૭. લજ્જાથી પિતામહ મોહરાજને અને પિતા રાગકેસરીને ન મળ્યો. હારમાં વીરોને મોટી લજ્જા થાય છે. ૪૮. સ્વયં આવીને મોહ અને રાત્રે મકરધ્વજને પ્રતિબોધ કર્યો. અરે ! ત્રણ જગતમાં વીર! હે ધીરતાના પર્વત! ૪૯. યુદ્ધમાં ક્યારેક જય કે ક્યારેક પરાજય થાય છે. તેથી હે વત્સ! સામાન્ય જનની જેમ તું ખુદને ન પામ. આ પ્રમાણે પ્રબોધિત કરાયેલો કામ પરાભવથી ઉત્પન્ન થયેલી વ્યથાને છોડીને પોતાના નર્મ (મશ્કરી)ના કાર્યમાં લાગી ગયો. ૫૧.
આ બાજુ સંવરવીરે પણ રણભૂમિને શુદ્ધ કરીને ચારિત્ર ધર્મરાજાને નમવા માટે હર્ષથી સન્મુખ ચાલ્યો. પર. હે ચારિત્ર ધર્મરાજ શિખામણિના સાક્ષાત્ પ્રતાપ! હે શત્રુરૂપી કૈરવ વનને સંકોચવા માટે સૂર્ય મંડલ સમાન ૫૩. હે કામમલ્લને જીતીને ભુજબળને સફળ કરનાર ! હે ધરાધીર મહાવીર ! હે સંવર જય પામ! આનંદ પામ! ૫૪. ઊંચા હાથ કરીને સ્થાને સ્થાને સ્તવના કરાતાં સંવરે આવીને ચારિત્ર ધર્મરાજને નમન કર્યું. પ૫. આ શું? એમ ચારિત્ર ધર્મરાજ આશ્ચર્યચકિત થયો છે તે પ્રસ્તાવજ્ઞ સદાચાર પ્રતિહારે જણાવ્યું ૫૬. હે સ્વામિનું! આપના બે ચરણમાં આ સંવર કોટવાલ નમન કરે છે. કામમલ્લને જીતીને હમણાં જ સીધો અહીં આવેલ છે. પહેલાથી આપ પૂજ્યપાદનું તથા મુખ્ય મહત્તમનું સ્વરૂપ જાણ્યા વગર પણ આણે કામદેવની સાથે યુદ્ધ કર્યુ છે. ૫૮. હે સ્વામિન્! મકરધ્વજ શત્રને મરણ પમાડીને આ વીર શિરોમણિએ હેલાથી જીત્યો છે. ૫૯. આને સાંભળીને અમદથી પૂરાયેલ ચારિત્ર ધર્મરાજાએ સંવરને ભેટીને વારંવાર આલિંગન કર્યુ. ૬૦. સંતુષ્ટ થયેલ ચારિત્ર ધર્મરાજે પોતે સ્વયં સંવરના બે સ્કંધોની સ્વર્ણપુષ્પોથી પૂજા કરી. ૬૧. આ પ્રમાણે રાજા વડે ગૌરવિત (અત્યંત સન્માનિત) કરાયેલ છિન્નકંટક સંવર સૂર્ય-પૃથ્વી અને ચંદ્ર રહેશે ત્યાં સુધી પોતાના સ્થાનનું પાલન કરશે. ૬૨.
Page #314
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧૨
૩૦૯ એમ વિવિધ પ્રકારના અર્થના દાનથી (અર્થાત્ ધર્મ-અર્થ-કામ અને મોક્ષના દાનથી) જગતને સમૃદ્ધ કરતા અભયમુનિએ ધર્મરૂપી મહેલના શિખર ઉપર કળશ ચડાવ્યો. ૩. દીક્ષાના દિવસથી માંડીને વધતી શ્રદ્ધાથી વ્રતનું પાલન કરતા તેના પાંચ વરસ પસાર થયા. ૬૪. ભાવિને કલ્યાણમય બનાવનાર અભયમુનિએ ક્યારેક પોતાના અંત સમયને જાણ્યો. અંત સમયને ભાગ્યશાળીઓ જાણી શકે છે. ૫. પછી તુરત જ પ્રભુને નમી, રજા લઈને સમસ્ત સંઘને ખમાવીને અભયમુનિએ હર્ષથી અનશનનો સ્વીકાર કર્યો. ૬. સમતારૂપી અમૃતસાગરમાં ડૂબેલા આણે અંતિમ આરાધનાને કરી. અથવા અંતિમ સમય રાધાવેધના અવસર સમાન છે. ૬૭. હું ચતુઃ શરણને સ્વીકારું છું. પોતાના દુષ્કતની નિંદા કરું છું. ભાગ્યજોગે હું ફરી સ્વયં કરેલી સુકૃતની અનુમોદના કરું છું. ૬૮. મને અરિહંતનું શરણ થાઓ. સિદ્ધોનું શરણ થાઓ. સાધુનું શરણ થાઓ અને તીર્થકરોએ કહેલ ધર્મનું શરણ થાઓ. ૬૯.
ઋષભદેવ વગેરે ભગવાનથી માંડીને મહાવીર પરમાત્મા સુધીના અને અન્ય ક્ષેત્રોમાં થયેલ તીર્થકરોને હું નમું છું. ૭૦. મને ધર્મ આપનાર વર્તમાન તીર્થકર મહાવીર પરમાત્માને ફરી ફરી નમું છું.૭૧. તે અરિહંતો જ મને શરણ થાઓ, મારું મંગલ થાઓ, આ વજપંજરને પ્રાપ્ત કરીને હું ક્યાંયથી ભય પામતો નથી. ૭૨. અનંતવીર્ય, અનંતદર્શન, અનંત સુખ, અનંત જ્ઞાન અને ક્ષાયિક સમ્યકત્વને ધારણ કરતા સર્વ સિદ્ધોને હું નમસ્કાર કરું છું. ૭૩. આઠ કર્મક્ષયી, પરમપદને પ્રાપ્ત થયેલ લોકાગ્રમાં રહેલા સિદ્ધોનું મને શરણ થાઓ. મને મંગલરૂપ થાઓ. ૭૪. જ્ઞાન-દર્શન- ચારિત્રથી અલંકૃત, ક્રિયાકલાપમાં નિપુણ, સાધુઓને મારા રાત-દિવસ નમસ્કાર થાઓ મારા નમસ્કાર થાઓ. ૭૫. મહાવ્રતોથી યુક્ત, ઉપશાંત, દયાળુ, જિતેન્દ્રિય સર્વ સાધુઓ મને શરણ થાઓ, મને મંગળ સ્વરૂપ થાઓ. ૭૬. કર્મરૂપી ઝેર ઉતારવા મહામંત્ર સમાન, કષ્ટરૂપી લાકડાને બાળવા માટે દાવાનળ સમાન જિનેન્દ્ર ભાષિત ધર્મને હું વારંવાર નમું છું. ૭૭. આ લોક અને પરલોકના અનેક સુંદર કલ્યાણનું કારણ ધર્મજ મને શરણ થાઓ, મને મંગળ સ્વરૂપ થાઓ. ૭૮. આ પ્રમાણે ચારેયનું શરણ સ્વીકારી ચારેયની સમક્ષ પાપની નિંદા કરું છું અને સુકૃતની અનુમોદના કરું છું. ૭૯.
આઠ પ્રકારના જ્ઞાનાચારમાં જે અતિચાર લાગ્યો હોય તેની હું જલદીથી નિંદા કરું છું, ગહ કરું છું અને વારંવાર વોસિરાવું છું. ૮૦. નિઃશંકિત વગેરે આઠ પ્રકારના દર્શનાચારમાં જે અતિચાર લાગ્યો હોય તેને વારંવાર ત્રિવિધ ત્રિવિધ નિંદું છું. ૮૧. સૂક્ષ્મ કે બાદર મોહથી કે લોભથી જીવોની જે હિંસા કરી હાસ્યથી, ક્રોધથી, લોભથી, માયાથી જે જૂઠું બોલ્યું હોય તેની નિંદા કરું છું. ગહ કરું છું. ૮૩. થોડું કે ઘણું, રાગથી કે દ્વેષથી જે પરદ્રવ્ય ગ્રહણ કર્યુ હોય તેની હું સમ્યમ્ નિંદા કરું છું. ૮૪. રાગને વશ થઈને મેં તિર્યચ, મનુષ્ય અને દેવી સંબંધી મૈથુન સેવ્યું હોય તેની હું વારંવાર નિંદા કરું છું. ૮૫. પુત્ર, મિત્ર, કલત્ર (સ્ત્રી) વગેરે તથા બીજા સ્વજનો તથા દ્વિપદ, ચતુષ્પદ, ધન, ધાન્ય, જન, વન તથા ઉપકરણ અને શરીર કે બીજે ક્યાંય અથવા કોઈ વસ્તુ ઉપર મેં મૂર્છા કરી હોય, તેને હું વારંવાર વોસિરાવું છું. ૮૭. આ ભવમાં અને પરભવમાં મેં રાત્રે જે કંઈ ચારેય પ્રકારનો આહાર કર્યો હોય તેને હું નિંદું છું, વોસિરાવું છું. ૮૮. માયા, મૃષાવાદ, રતિ, અરતિ, કષાય, કલહ, વગેરે અગ્નવોને, પૈશૂન્ય, અન્યના પરિવાદ, અભ્યાખ્યાન, બંધનોને પણ અને મિથ્યાદર્શન શલ્ય અને અઢાર પાપ સ્થાનોને સર્વથી ત્રિવિધ ત્રિવિધ વોસિરાવું છું. ૯૦. આ ચારિત્રાચારના વિષયમાં જે કોઈ અતિચાર લગાડ્યો હોય તેની હું સર્વથી નિંદા કરું છું. ગહ કરું છું. અને વોસિરાવું છું. ૯૧. બાહ્ય અને અત્યંતર ભેદવાળા તપમાં જે કોઈ અતિચાર લગાડ્યો હોય તેને મન-વચન અને કાયાથી નિંદું છું. ૯૨. ધર્મઋત્યે મા તુ વીર્ય નાવિત વિસ્ | વીચારતિવાર
Page #315
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૩૧૦ નિઃામિ શુભરૂનાખ્યé I ૯૩.ધર્મકાર્યમાં મેં જે કંઈ ક્યાંયવીર્યને ગોપવ્યું હોય તે વીર્યાચારના અતિચારને નિંદું છું, વોસિરાવું છું. ૯૩. સંસારમાં ભમતા મિથ્યાત્વથી મોહિત થયેલ મેં જે શુદ્ધ માર્ગને છુપાવ્યાં હોય અને કુમાર્ગની નિરૂપણા કરી હોય ૯૪. અને લોકમાં જે મિથ્યાત્વદાનના શાસ્ત્રોનું વ્યાખ્યાન કર્યુ હોય તે સકલ પાપનું હું પ્રાયશ્ચિત કરું છું. ૯૫. યંત્ર–ખાંડણી, સાંબેલું– ઘંટી–હળ વગેરે તથા ધનુષ્ય બાણ-કૃપાણ વગેરે શસ્ત્રોના સંગ્રહને અને જીવોનો ઘાત કરે તેવા અધિકરણોને કર્યા હોય તેને હું ત્રિવિધ ત્રિવિધથી ગણું છું અને વોસિરાવું છું. ૯૭. જે શરીરો અને ઘરો લઈને છોડી દીધેલા હોય તે સર્વને હું પોતાના માલિકીપણામાંથી વિસર્જન કરું છું. ૯૮. ઔદારિક,મન, તેજઃ શ્વાસ–આહારક–વૈક્રિય, ભાષા તથા કર્મપુદ્ગલોને છોડ્યા હોય તેને હું વોસિરાવું છું. ૯૯. કષાય ઉપર આરૂઢ થઈને મેં કોઈની સાથે પણ જે વૈર પરંપરાને ઊભી કરી હોય તેનો મેં હમણાં સર્વથી ત્યાગ કર્યો છે. ૭૦૦. નરકમાં રહેલા જે કોઈ નારકોને, તિર્યંચ ગતિમાં રહેતા તિર્યંચોને, મનુષ્ય ગતિમાં રહેલ મનુષ્યોને, અને દેવગતિમાં રહેલ દેવોને, અભિમાની બનીને પડ્યા હોય તેને હું આજે ખમાવું છું. તે સર્વે મને ક્ષમા આપો. ૭૦ર. અન્ય પર્યાયમાં વર્તતા મેં અન્ય પર્યાયમાં રહેલા જીવોને પડ્યા હોય તેની હું આજે ક્ષમાપના કરું છું. મારે સર્વ જીવો ઉપર મૈત્રી છે, મારે સર્વ જીવો ઉપર મૈત્રી છે. ૩. સર્વોપણ પરજન થયા છે. સર્વ મિત્ર તેમજ શત્રુ થયા છે. તેથી કયાં રાગ અને કયાં દ્વેષ કરવો? ૪. મારી ચતુરાઈ, મારું શરીર, મારો બંધુવર્ગ અને બીજી કોઈ વસ્તુ સુસ્થાને ઉપયોગમાં આવી હોય તેની અનુમોદના કરું છું. ૫. જીવરાશિના સુખ માટે જ જે સુતીર્થ પ્રવર્તિત કરાયું છે અને જે માર્ગ પ્રરૂપિત કરાયો છે તે પણ મને અનુમત છે. ૬. જિનેશ્વરનો ગુણપ્રકર્ષ, પરોપકાર અને બીજું જે કંઈ છે તેની હું અનુમોદના કરું છું. ૭. જેના સર્વકૃત્યો સમાપ્ત થયા છે એવા સિદ્ધોની જે સિદ્ધતા અને જે જ્ઞાનાદિ રૂપત્વ છે તે સર્વની હું અનુમોદના કરું છું. ૮. ચારિત્રવંતા અનુયોગને ધરનારા આચાર્યોના અનુયોગાદિક જે સર્વવ્યાપાર છે તેની હું સદા અનુમોદના કરું છું. ૯. ચારિત્રવંત, પરોપકારમાં એકચિત્ત, સિદ્ધાંત અધ્યાપક ઉપાધ્યાય ભગવંતોની હું અત્યંત અનુમોદના કરું છું. ૧૦. સમતાથી ભાવિતચિત્ત અપ્રમત્ત સાધુઓની સર્વપણ સદાચારીની ત્રિવિધ ત્રિવિધ અનુમોદના કરું છું. ૧૧. તીર્થકરનું પૂજન, વ્રતધારણ, શ્રવણ, દાન વગેરે શ્રાવકોના પણ વ્યાપારનું હું અનુમોદન કરું છું. ૧૨. બાકીના પણ ભદ્રક ભાવને પામેલા સર્વ પણ જીવોના સદ્ધર્મ, બહુમાન વગેરે વ્યાપારની અનુમોદના કરું છું. હમણાં હું ચારેય પ્રકારના આહારનો ત્યાગ કરું છું. છેલ્લા શ્વાસ વખતે આ શરીરને પણ છોડું છું. ૧૩. પંચ પરમેષ્ઠી નમસ્કારનું ધ્યાન કરતા આણે શ્રીવીર જિનેશ્વરને ચિત્તમાંથી જરાપણ ઉતાર્યા નહીં. ૧૫. આ પ્રમાણે શુભતર ભાવથી દુઃકર્મરૂપી દાવાનળને ખપાવીને સન્મુખ ધસી આવતા દર્પ અને કંદર્પ રૂપ સર્પને હણીને સુગુણ જનમાં ઉત્તમ અભયકુમાર મુનિએ સાધુધર્મમાં સધ્વજનું આરોપણ કર્યું. ૧૬. શુભ ધ્યાનથી મરીને શ્રેષ્ઠ સુખવાળા સવાર્થસિદ્ધ વિમાનમાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય અને એક હાથની અવગાહનાવાળો દેવ થયો. સવાર્થ સિદ્ધમાંથી ચ્યવીને કોઈક અતુલ નિર્મળકુળમાં જન્મ પામીને, શ્રાવકના વ્રતો લઈને તે અભયમુનિ અવશ્ય સિદ્ધ ગતિને પામશે. ૧૭.
આ પ્રમાણે જિનપતિ સૂરિના પટ્ટલક્ષ્મી ભૂષણ શ્રી જિનેશ્વરસૂરિના શિષ્ય શ્રી ચંદ્રતિલક ઉપાધ્યાય વિરચિત શ્રી અભયકુમાર મહર્ષિ ચારિત્ર અભ્યાંકનમાં અભયકુમારનો દીક્ષામહોત્સવ, નંદાનું વ્રત ગ્રહણ અને મોક્ષગમન, અભયકુમારની દેશના અને સર્વાથસિદ્ધમાં ગમનનું વર્ણન કરતો બારમો સર્ગ પૂરો થયો. શ્રી સંઘનું કલ્યાણ થાઓ.
Page #316
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૩૧૧ ગ્રંથકર્તાની પ્રશસ્તિ આ પ્રમાણે મેં મિથ્યાત્વથી અતિ પુષ્ટ થયેલ કર્મલતાને લણવા દાતરડા સમાન, શ્રોતાના પ્રમોદના ભરને જગાડનાર, સદા પવિત્ર અભયકુમાર ઋષિનું વિચિત્ર અને આશ્ચર્યકારી ચરિત્રને મારી શક્તિની અપેક્ષા વગર કહ્યું. ૧. વિવિધ પ્રકારના નિર્મળ–અદ્ભૂત ઉત્તમ સત્ત્વવાળું મહર્ષિનું વિશદ ચરિત્ર ક્યાં? અથવા અહીં સર્વશુદ્ધિ વિનાની મારી અતિમંદ બુદ્ધિ ક્યાં? ૨. અને વળી શું પંગુ પર્વત ઉપર ચઢવા સમર્થ થાય? શું કાયર શસ્ત્રોના સમૂહને સહન કરવા સમર્થ થાય? શું અંધ આંખોથી જોઈ શકે ? શું વામન (ઠીંગણો) તાળના ફળને લઈ શકે? ૪. શું કંઠ વગરનો જ્યારે ગાઈ શકે? ૪. શું વાછરડો ક્યાંય ભારને વહન કરી શકે? શું નિર્ધન કયારેય ઘણાં ભંડારને આપી શકે? એમ બુદ્ધિહીન હું સમર્થ ચરિત્રનું વર્ણન કરવા સમર્થ થાઉં? ૫. તો પણ મેં નિર્મળ ગુણવાળા ચરિત્રનું વર્ણન કર્યુ છે તેમાં આ કારણ છે. સરસ્વતી દેવીએ મારી ઉપર કૃપા વરસાવી છે તેથી મારી બુદ્ધિ મિથ્યાત્વથી રહિત થઈ છે. ૬. જે શ્રુત સમુદ્રની અધિષ્ઠાયિકા, જિનેશ્વરના મુખમાં વસનારી, કલ્પશાખા વગેરેની સમાન, વાણીદેવી ખુશ થયે છતે નિર્મળ સુબુદ્ધિને આપનારી છે. ૭. જેમ સમુદ્રમાં નાખેલો ઘડો પોતા પ્રમાણ પાણીને ગ્રહણ કરે છે. અધિક નહીં. અરે ! અત્યંત નિર્મળ આંખની કીકી હોય તો પણ કેટલાક જ તારાને ગણી શકે છે બધાને નહીં. ૮. જેમ સામાન્ય રાજા પૃથ્વીતલમાં અલ્પ દેશને જ ભોગવે છે તેમ મેં અભય ઋષિરાજના ઘણાં નિર્મળ ગુણોમાંથી થોડા ગુણો કહ્યા છે. ૯. અને તેથી ખરેખર હું બુદ્ધોની જનતામાં પ્રસિદ્ધ એવા હાસ્યનું સ્થાન બનીશ અથવા તો અહીં બીજો કુપથમાં ભલે જાય પણ સંત કયારેય કંઈપણ હસતા નથી. ૧૦. કવિઓની સ્તુતિથી અમૃતતુલ્ય એકમાત્ર સંતો નિષ્પન્ન થતા નથી. આ જ હેતુથી ડુંગર સમાન બીજાના દુષણો જોવા છતાં પણ ગ્રહણ કરતા નથી. ૧૧. પરંતુ દુર્જન વર્ગ સ્તુત્ય છે કારણ કે જેમ ખેડૂત ક્યારાના મધ્યમાંથી પાણીને ચૂસી જનારા ઘાસના પુજને કાઢે તેમ. જે હંમેશા જ કાવ્યમાંથી દોષગણને કાઢે છે. ૧૨. જેમ ઘાસ કાઢી નાખ્યા પછી કેવલ સુંદર શાલિ–ઘઉ–મુ વગેરે ધાન્યથી સુંદર ક્ષેત્ર સુંદરતાથી શોભતું બને છે તેમ કાવ્ય પણ દોષના સમૂહ વિનાનું બને છે. ૧૫. આ ચિંતા બાજુ પર રહો. અથવા હું અખિલ શાસ્ત્રોના સમૂહને જાણનારા સુધીન્દ્રોની પાસે યાચના કરું છું કે તમે સંશોધન કરો જેથી સર્વ પણ શાસ્ત્ર દોષ વિનાનું થાય. ૧૪.
શીતલેશ્ય તારાઓના સમૂહથી યુક્ત, અમૃતને ઝરાવનાર કિરણોના સમૂહવાળું, આકાશના (વિદ્વાનોના) માર્ગને અનુસરનારું ચાંદ્ર નામનું કુલ છે. ૧. આ ચાંદ્રકુળમાં કામદેવને જીતી લેનારી રૂપ લક્ષ્મીવાળા, સૂર્યમંડલની મધ્યમાં રહેલા, બુધ પૃથ્વીપતિ શ્રી વર્ધમાનસૂરિ થયા. જેણે ધરણેન્દ્ર વડે તંત્રિત મહાભ્યવાળા સૂરિયંત્રને જાણ્યું. જેણે વિચારીને અને ચૈત્યવાસને ત્યજીને વસતિ (ઉપાશ્રય)માં નિવાસ કર્યો. ૩. તેના શિષ્ય જિનેશ્વરસૂરિ થયા જેણે અણહિલ નગરમાં દુર્લભ રાજાની પર્ષદામાં વસતિમાર્ગ (સાધુઓને ઉપાશ્રયમાં રહેવાનો માર્ગ) પ્રગટ કર્યો. ૪. બુદ્ધિના ભંડાર સંવિગ્ન ચૂડામણિ, નિર્વાણ માર્ગ માટે સૂર્ય સમાન તેમણે નવરસથી યુક્ત લીલાવતી નામની કથા તથા સંવેગકારક તથા સૂત્ર અને વૃત્તિ સહિત મહાકોશ કથાનક તથા તર્ક-ન્યાય વિલાસનમાં એક ચતુર સન્નીતિ રત્નાકર તર્કની રચના કરી. ૫. તેઓના બે શિષ્યો થયા. તેમાં પ્રથમ જિનચંદ્ર સૂરિરાજ થયા જેણે વૈરાગ્ય રસથી તરબોળ સંવેગરંગશાલા કથાનું નિર્માણ કર્યું. ૬. તથા તેમણે સંવેગની વિશેષ વૃદ્ધિ માટે બૃહન્નમસ્કાર ફલ અને સાંભળનાર વર્ગ માટે અમૃતની પરબ સમાન ક્ષપક (સાધુ) શિક્ષાને કરી. ૭. બીજા શિષ્ય અભયદેવસૂરિ થયાં જેમણે પ્રકર્ષ પ્રજ્ઞાથી દેવસૂરિને જીત્યા. તથા અર્થથી ફુટ ભવ્યજનને ઉપકાર કરવામાં સરસ નવાંગી ટીકા કરી. ૮. તેમણે ઔપપાતિક ઉપાંગ તથા પંચાશક અષ્ટક ઉપર ટીકા રચી અને ખંભાતમાં પાર્શ્વનાથ પ્રભુની
Page #317
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૩૧૨ સ્થાપના કરાવી. ૯. તેના પટ્ટે ભવ્યજન પ્રતિબોધક કર્મરૂપી કાદવને હરનાર, હંમેશા ઉદ્યત વિહારી, તર્ક અને જ્યોતિષમાં નિપુણ, પોતાના અને પરના આગમના લક્ષણજ્ઞાતા, સુનિશ્ચિત અને સુવિહિત ચૂડામણિ, ઘણાં દોષોથી મુક્ત શ્રી જિનવલ્લભસૂરિ આવ્યા. જે ગુણનિધિએ વિવિધ પ્રકારના વાગૂડ વગેરે દેશોને તથા શ્રી ચિત્રકૂટ પર્વત ઉપર રહેલી ચામુંડા દેવીને પ્રતિબોધ કરી. ૧૧. તેની પાટે ઘણા કલ્યાણકારી જિનદત્ત સૂરિ થયા જેણે વિશેષથી પણ સંઘનું કલ્યાણ કર્યું અને પાતંત્ર્ય વિષય અને વિધિને પ્રકાશિત કરાવી. ૧૨. ઉપકાર કરવામાં સમર્થ તેમણે સેંકડો કુટુંબોની સાથે ભવ્યજીવોને પ્રતિબોધ કર્યો. ભક્તિના ભારથી નમ્ર બનેલા દેવોએ પણ જેમની આજ્ઞાને મસ્તક ઉપર ધારણ કરી. ઘણાં તેજથી વાચાળ, મનુષ્યના અભિમાનને દૂર કરનાર તેના નામને આદરપૂર્વક યાદ કરનારની વિપત્તિને આજે પણ દળે છે અને કલ્યાણ કરે છે. ૧૩. તેની પાટે ગુણ સમૂહથી સર્વ સૂરિઓને સંતોષિત કરનાર, પર્વ (અવસર) વિના સંવરના શત્રુ (આસવ)ને ગર્વિત કરનાર પોતાની નિર્મળતાથી ગંગાના પાણીની નિર્મળતાને નીચે પાડનાર અર્થાત્ ગંગાનદી કરતા પણ વધારે પવિત્ર એવા જિનચંદ્ર સૂરિ થયા. ૧૪. સજ્ઞાની સુગુરુએ તેમની તેવી નવા શરદઋતુ જેમ નિર્મળ ગુણગરિમાને જાણીને, આચાર્યપદ અર્પણ કર્યુ. તથા તેનું રૂપ જોઈને આ અભિમાની કામદેવના સંદર રૂપને હરનાર છે એમ કહીને મિથ્યાષ્ટિઓએ ન્યાયરૂપી નદીને ઓળંગવા માટે ઘણી પ્રજ્ઞા ધરાવતા તેમને હર્ષથી નમસ્કાર કર્યો. ૧૫. તેમના પટ્ટે શ્રી જિનપતિ આચાર્ય થયા જેમણે શ્રી સંઘપટ્ટકમલ પંચલિંગી પ્રકરણનું વિવરણ (ટીકા) કરીને બુધ જનમાં આશ્ચર્ય કર્યું. જે સિદ્ધાંતરૂપી સમુદ્રમાં કુંભની ઉત્પત્તિ સમાન, સાહિત્યલક્ષ્મી પ્રિય, વ્યાકરણરૂપી અટવીમાં મુસાફર સમાન, તાર્કિકોના સમૂહમાં તિલક સમાન થયા. વાદીન્દ્રરૂપી હાથીને ભેદવા માટે સિંહ સમાન એવા જિનપતિએ ભંગપૂર્વક ઉત્તમ કાવ્યની રચના કરી. જેથી જડતાથી માઘ (કવિ) માઘ જેવું આચરણ કરે છે. (માઘ માસમાં ઠંડી પડે તેમ માઘકવિ જડ થયા.)૧૭. જેમણે પ્રથમ સંઘયણીની જેમ શરીર વિશે નિઃસ્પૃહ ગાઢ ઉપસર્ગના ભરને સહન કર્યા. અધિપ હોવા છતાં આલોચના લઈને છ-છ માસ સુધી ઘણીવાર વિગઈઓનો ત્યાગ કર્યો. ૧૮. શ્રી ગુર્જર રત્ન દેશમાં કુતૂહલ ગૃહમાં છંદ–લક્ષણ-તર્કશાસ્ત્ર તથા વિવિધ અલંકારને જાણનાર પંડિતોને ધરાવતી પૃથ્વીરાજની સભામાં તર્ક અને ન્યાયથી સુઘટિત ઉત્પત્તિ સહિત સિદ્ધાંતના વાક્યોથી પૃથ્વીતલ ઉપર તત્ત્વને કહીને વિધિ માર્ગ ઉજ્જવલિત કર્યો. ૧૯. તેના પટ્ટરૂપી પૂર્વાચલના શિખર ઉપર ઉદય પામેલ સૂર્ય સમાન, દોષરૂપી અંધકારને નાશ કરનાર છતાં પ્રકૃતિથી મૃદુ,ગુણવાન અને ઉદીત શ્રીમાનું જિનેશ્વર ગુરુએ પૃથ્વીતલ ઉપર વર્તતા તીર્થના ભારને સારી રીતે વહન કર્યો. ૨૦. જેમની પ્રતિભાથી સજ્જ કરાયેલ દોરડીથી સારી રીતે વલોવાતા મનરૂપી પર્વતના વલોણાથી વાણી રૂપી સમુદ્રમાં વિવિધ પ્રકારના અલંકાર છંદવાળા સુંદર રસ (ભાવ)વાળું સ્તોત્રાદિ કાવ્યરૂપી અમૃત ઉત્પન્ન થયું. જેનું ધન્ય પંડિતો કર્ણપુટથી હેલાથી તાત્કાલીક લાંબા સમય સુધી પાન કરે છે. ૨૧. જગતમાં જેની શિષ્ય લબ્ધિ અને વ્યાખ્યાન લબ્ધિ નિરૂપમ હતી. જેમનું ભાગ્ય એક આતપત્ર છે, જેમને કાયાનું રૂપ કામને અનુરૂપ છે, જેના વચનમાં એવી કોઈ મધુરતા છે જે શેરડીને પણ તીખી બનાવે અર્થાત્ તેની વાણીમાં શેરડી કરતા વધારે મીઠાશ હતી. જેમને પ્રબળ ક્ષાંતિ હતી, તેની ગાંભીર્યલમી સમુદ્રના ગાંભીર્યને પરાભવ કરે તેવી હતી. જેમનું ધર્ય પર્વત જેવું હતું. જેમની નિર્મળતા ગંગા નદી જેવી હતી. (આવા શ્રીમાનું જિનેશ્વર ગુરુ હતા) ૨૨. જીવોના બોધ અર્થે પૃથ્વી ઉપર સ્થાને સ્થાને વિહરતા હતા ત્યારે ઊંચા મનોહર વિવિધ પ્રકારના જિનગૃહોથી પૃથ્વી મંડિત થઈ. ક્યાંક, કંઈક, કયારેક કોઈ વડે આરંભ કરાયેલ ધર્મકૃત્ય સિદ્ધ ન થતું હોય ત્યારે મોટા પુષ્યામૃતના ભંડાર તેમના પ્રભાવથી કાર્ય જલદીથી સિદ્ધ થતું હતું. ૨૩. તેમના શિષ્ય ચંદ્રતિલક ઉપાધ્યાયે શ્રોતૃસુખદાયક આરમ્યચરિત્રની રચના કરી છે. ૨૪. જેમણે સાધુઓને
Page #318
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૩૧૩ મહાનિશીથ તપને વહન કરાવ્યો. જેમણે ઉપવાસના દિવસોમાં પાણી વાપર્યું નથી. ૨૫. એકાંતરે ઉપવાસ કરીને જેમણે બધા યોગો વહન કર્યા અને બાળ સાધુની વેયાવચ્ચ કરીને મહાક્રિયા કરી. ૨૬ સદા સ્વાધ્યાયી નેમિચંદ્ર ગણિએ મારું પાલન કર્યું અને પૂર્વે સામાયિક શ્રુતાદિકનો અભ્યાસ કરાવ્યો. ૨૭. અનેક શિષ્યોને ભણાવનાર સ્કુટભાષી બુદ્ધિમાન સિદ્ધસેન મુનિએ મને વિશેષથી ભણાવ્યો છે. ૨૮. યુગવર જિનચંદ્રાચાર્યના વરિષ્ઠ શિષ્ય નીરોગી દીર્ઘઆયુષી વિશાળ સુંદર ચર્યાચારી, સકલ ગુણના નિધાન, વાચનાચાર્ય વર્ય, ગણિવર ગુણભદ્ર મને પંચિકા ભણાવી છે. ર૯. તે ગુણભદ્ર શ્રીખંભાતતીર્થનગરમાં ઉત્તમ જલ્પવાદમાં વાદી માટે યમદંડ સમાન દિગંબરોને જીતીને જિન તીર્થયાત્રા માટે આવતા સંઘ સહિત શ્રી જિનેશ્વર ગુરુ આચાર્યને ખુશ કર્યા. ૩૦. બુદ્ધિમંદિર માટે અભિષેક સમાન, પોતાના નામની જેમ લક્ષણ વગેરે સર્વ વિદ્યાને જાણનાર, મોટી કવિતાની શીધ્ર રચનામાં બ્રહ્મકલ્પ સમાન શ્રી સૂરપ્રભ નામના મહાત્માએ બાળ કની જેવા વિદ્યાનંદ મને હેલાથી ભણાવ્યો. ૩૧. જે મેઘાવી વડે થોડાક જ દિવસોમાં તર્ક-લક્ષણસાહિત્ય-સિદ્ધાંતરૂપી સમુદ્રના કિનારા પ્રાપ્ત કરાવ્યા. ૩૨. સમ્યક શબ્દશાસ્ત્રના જ્ઞાતા, વ્યાકરણના જાણકારનો સમૂહ, મહાવાદી, સિદ્ધાંતવેદી, વિશાળ સાહિત્યવિદ્યામાં પ્રવણ, નિપુણ બુદ્ધિઓથી ભરેલી સભામાં સકલ ન્યાય તર્કથી સુંદર સજલ્પકેલિ ગોઠવાયે છતે તુરત જ વાદીશ્વરોના ઉદરમાં હાથપગે પ્રવેશ કર્યો. અર્થાત્ એ સભામાં એવો વાદ કર્યો જેથી સભા પણ મુખમાં આંગળા નાખી ગઈ. ૩૩. શાસ્ત્રાર્થમાં સુબોધને ઈચ્છતા સ્વ અને અન્ય ગચ્છના સાધુવર્ગે અતુલ જ્ઞાન નિધિ પાસે આવીને શંકાઓનું સમાધાન મેળવ્યું. ૩૪. જેમણે ક્ષોદકારક (સૂક્ષ્મ અર્થને નય-નિક્ષેપથી જાણવાની ઈચ્છાવાળા) શિષ્યોની પોતાની શારીરિક શક્તિ નહીં હોવા છતાં ગણના ઉપકાર માટે નહીં ભણાવાયેલા તર્ક વગેરે ગ્રંથોને સારી રીતે ભણાવેલા હોય તેની જેમ લીલાથી ભણાવ્યા તે અતિ આશ્ચર્યકારી છે. ૩૫. તે આ ગુણમણીશ્વર શ્રી વિજયદેવસૂરિએ મને વિપુલ પ્રમાણમાં સાહિત્યલક્ષ્મી આપી. ૩૬. ફરી ઘણાં અહંકારથી ઊંચી ડોક લઈને ફરતા સુવિદુર પત્રાવલંબને આપનાર (વાદ કરવા આમંત્રણ આપનાર) મનોનાનંદ નામના બ્રાહ્મણને બૃહદ્વાર નગરીમાં રાજાની સભામાં વાદ મહોત્સવમાં ઘણી યુક્તિઓથી જીતીને જેમણે સંઘ અને જિનપતિ ગુરુને આનંદ પમાડ્યો. ૩૭. ઘણાં શિષ્યોને સમ્યગુ ભણાવી, તૈયાર કરી ગચ્છરૂપી પ્રાસાદના શિખર ઉપર કુંભ અને ધ્વજાનો આરોપ કર્યો. ૩૮. આ વિજયદેવસૂરિના મુખ્ય શિષ્ય શ્રી જિનપાલ ઉપાધ્યાયની પાસે નંદિ આદિ મૂળ આગમ અંગેની વાંચના ગ્રહણ કરી. ૩૯. બીજાઓએ પણ જ્ઞાનદાન કરીને જે ઉપકાર કર્યો છે તેનું હું સતત સ્મરણ કરું છું કેમકે ઉપકારી સુદુર્લભ છે. ૪૦. ચારિત્ર લેવામાં શ્રી જિનપાલ ઉપાધ્યાયે કરેલી ત્રણ વખત સરસ્વતીના ઉપદેશની જેવી પ્રેરણાને હું પામ્યો છે. ૪૧. તેમની પ્રેરણાને સુશુકનની જેમ માનતો કાવ્યના અભ્યાસથી રહિત હોવા છતાં દઢતાનું આલંબન લઈને મેં આ કાવ્યને બનાવ્યું છે. ૪૨. વાગ્મી (બુદ્ધિમાન) તર્કના જ્ઞાતા વૈયાકરણોમાં શિરોમણિ સિદ્ધાંત સમુદ્રનું પાન કરનારા સાહિત્ય માર્ગના મુસાફર નિરુપમ કવિતારૂપી નર્તકીને નૃત્ય કરવા માટે રંગભૂમિ સમાન પૂર્વે નહીં ભણાયેલા આશ્રય નામના વિષમ મહાકાવ્યના બે કાવ્યોના વ્યાખ્યાતા વિવિધ પ્રકારના ગ્રંથોના રચયિતા, શ્રીલક્ષ્મીતિલક ગણિમુનિ તથા વાચનાચાર્યવર્ય, દ્વાશ્રય કાવ્યની ટીકા કરનારા, બે વ્યાકરણના જ્ઞાતા, શાસ્ત્રના ઊંડા અભ્યાસી, સુકવિ અભયતિલક ગણિમુનિએ આ કાવ્યને તપાસી આપ્યું છે. ૪૪. પરોપકારશીલ, બુદ્ધિમાન ધર્મબંધુ અશોકચંદ્ર ગણિએ આની પ્રથમ પ્રત લખી છે. ૪૫. શ્રી આદિનાથ ભગવાન વગેરેના ઊંચા મંદિરોથી વિભૂષિત શ્રી વામ્ભટ્ટ મેરુપુરમાં મેં આ ચરિત્ર ગ્રંથ રચવા પ્રારંભ કર્યો હતો. ૪૬. રાજાઓના અધિપ પ્રતાપી સૂર્યસમાન, શ્રીમદ્ વિશલદેવ ગુર્જરરાજાશ્રી સ્તંભન તીર્થપુરમાં પૃથ્વીનું પાલન કરતા હતા ત્યારે વિક્રમ સંવંત તેરશોને બારની સાલમાં દીવાળીના દિવસે આ ભવ્યતમ કાર્યને પૂર્ણ કર્યું. ૪૭. પૃથ્વીની ગણતરીનો આધાર (અહીંથી દ્વીપોની ગણવાની
Page #319
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૩૧૪
શરૂઆત થાયછે.) શિખરી વગેરે ઉત્તમ પર્વતોને ધારણ કરનાર, જેની દાઢાઓ પશ્ચિમ અને પૂર્વ દિશામાં લવણસમુદ્ર સુધી વિસ્તરેલી છે. સૂર્ય અને ચંદ્ર જેને પ્રદક્ષિણા આપી રહ્યા છે, જેમાં વ્રજના સારવાળો કિલ્લો છે, દઢ—ઊંચા,– ફલકો સહિત વજ્રના કિલ્લાથી વીંટળાયેલ, ઊંચા મેરુપર્વતને ધારણ કરનાર, કૂપસ્તંભથી યુક્ત, આકાશગંગા જેવા સફેદ સિતપટથી યુક્ત દેવતાઓથી અધિપ્રતિષ્ઠત સારા પાણીના કૂવા અને ઉષ્ટ્રિકાથી સહિત, સુવર્ણપર્વતને ધરનાર, ચુલિકારૂપી પાંજરાથી યુક્ત, સમુદ્રમાં લંબાયેલ શિખરી અને ઉષ્ટ્રિકાથી સહિત, સુવર્ણપર્વતને ધરનાર, સમુદ્ર સુધી લંબાયેલ બંને છેડે દાઢાને ધારણ કરતા શિખરી અને હિમવત પર્વતને ધારણ કરનાર વિક્રેય અને ક્રેય વસ્તુ સમૂહથી યુક્ત લોકોનો સમૂહ જેમાં વસી રહ્યો છે એવો આ જંબુદ્રીપ નામની લીલાને ધારણ કરતો રહેશે ત્યાં સુધી આ ચરિત્ર જય પામો. પ્રતિ અક્ષરની ગણનાથી આ ચરિત્રમાં અનુષ્ટુપ છંદના નવહજાર શ્લોકમાંથી છત્રીશ શ્લોક ઓછા છે અર્થાત્ ૮૯૬૪ શ્લોક છે. ૫૦.
શ્રી ચંદન, અશોક, સુબંધુ જીવ, પુન્નાગ, સંતાન અને કાંબક વૃક્ષોની શોભાવાળો, માકંદ (આમ્ર) કુંદ–અર્જુન જાતિના વૃક્ષોથી રમ્ય ઉદ્યાન જેવો ઉકેશ નામનો પ્રસિદ્ધ વંશ છે. ૧. આ વંશમાં વીર જિનેશ્વર ઉપર શ્રેષ્ઠ ભક્તિને ધારણ કરતો મોતી જેવો નિર્મળ, સજ્જન શિરોમણિ વીરદેવ નામનો શ્રાવક થયો. ૨. તેને પાર્શ્વ નામનો સજ્જન પુત્ર થયો. જે કાર્યનો જયી, સદ્ગુણધર્મકાર્યમાં નિપુણ, પ્રદ્યુમ્નલક્ષ્મી અને ગુરુરામનો સમુદ્ર જેવો મધ્યસ્થી અને પરોપકારી હતો. ૩. તેને માનદેવ નામે મોટો પુત્ર થયો. જેના નામથી આજે પણ તેના ગોત્રો કુલધર, બહુદેવ અને યશોવર્ધન સિદ્ધિને મેળવે છે. શ્રેષ્ઠ દર્શનવાળા તેઓને પુનમના ચંદ્ર જેવા નાના ભાઈઓ થયા. જેઓએ કીર્તિ અને જ્યોત્સ્નાની છટાથી દશે દિશાઓમાં પરમ પ્રકાશને પાથર્યો. ૪. તેમાં યશોવર્ધન નિર્મળ શીલરૂપી અમૃતને ધરનાર થયો. શ્રી જિનચંદ્રસૂરિએ બાળપણમાં જ તરુનંદન સમાન પોતાના પટ્ટ ઉપર આરોપિત કર્યા. સારા સ્કંધ-વિશાલપત્ર-ફૂલ; કલ્યાણકારી ફળ અને છાયાવાળા શ્રી જિનપતિ સૂરિ હંમેશા કયા મનુષ્યો વડે ઉપાસના ન કરાયા ? ૫. માનદેવ સાધુને ત્રણ શિષ્યો થયા. જેઓ પોતાના કુળરૂપી કુમુદના વનને આનંદ આપવામાં પુનમના ચંદ્ર સમાન થયા. ૬. ધનદેવીની ધનશ્રીએ જિનપાલ વગેરે આઠ પુત્રોને જન્મ આપ્યો. તેની પ્રથમ પત્ની ગુર્જરી હતી. બીજી વરાહ હતી. જેના પુત્રોને હું કહું છું. ૭. આ આઠમાં યશોધર નામના પુત્રે સાધુવર્ગના સ્વામી પોતાના કાકા ગુરુ જિનપતિ પાસે દીક્ષા લઈને સુસાધુલક્ષ્મીના ભાગને ગ્રહણ કરીને, સિદ્ધિના હેતુથી સદ્ધર્મ વ્યવહાર કોટિને કર્યો. જેથી આણે હંમેશા મુનિવર્ગમાં ઉત્તમ સાધુત્વને પ્રાપ્ત કર્યુ. ૮. આ નગરમાં બીજો સરણ નામનો સગૃહસ્થ હતો. આને વીરી પત્નીથી જન્મેલો સાહણ નામે પુત્ર થયો. તે ઘણો સામ્ય અને કલાની ભૂમિ થયો. તીર્થોમાં યાત્રા કરીને પોતાની ઋદ્ધિના કૂટ સમાન હર્ષથી વીજાપુરમાં શીતલનાથ પ્રભુની દેવ કુલિકાને કરાવી. ૯. નીસ્વદેવની બે સ્ત્રીઓ હતી. તે બે માં પ્રથમ પદ્મશ્રી સદ્ગુણથી વાસિત અને શીલરૂપી હંસથી આદર કરાયેલી હતી. ૧૦. તેની બીજી પત્ની જસહિણી હતી જેણીએ એક કરોડ નમસ્કારનો જાપ કરીને ક્રોડ ચોખાથી ઉજમણું કર્યું હતું. ૧૧. પ્રથમની પદ્મશ્રી પત્નીએ તેજથી સૂર્ય જેવા હર્ષને ધારણ કરતા જેહાડ સાધુ નામના ઉત્તમ પુત્રને જન્મ આપ્યો. હંમેશા દેવની આરાધના કરનારી પદ્મશ્રીએ રાત્રિના શેષ ભાગમાં નક્ષત્રમાલા શોભાને ધારણ કરતી હંમેશા એક ક્રમને આચરનારી કુલરૂપી આકાશના અલંકાર શીલરૂપી ચંદ્રની ચાંદનીને ધારણ કરનારી સંપદ નામની પુત્રીને જન્મ આપ્યો. ૧૨. બીજી સ્ત્રીને કલ્યાણ કલાથી યુક્ત, સૌમ્ય, અમૃતવાણીને વર્ષાવનાર, ગુરુની સેવા કરનારા, લાલણ અને ખીંબડ બે સજ્જન પુત્રો થયા. અને સાધ્વી સુકેશાની જેમ મોટા તપને તપનારી વાલ્હી પુત્રી થઈ. જેણે ચોથ ભક્ત કર્યા વચ્ચે વચ્ચે પંદર ઉપવાસ સુધીના તપો કર્યા. ૧૩. ખીંબડ સાધુ (સાધુ એટલે સગૃહસ્થ
Page #320
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૩૧૫
અથવા સજ્જન) અને લક્ષ્મીથી શ્રેષ્ઠ પુણ્યનું ભાજન, સ્થાનમાં સાધ્વી ગુણથી અને નામથી ઋદ્વિસુંદરી પુત્રી થઈ. જેને જિનેશ્વર સૂરિએ વ્રતલક્ષ્મીને આપી હતી. ૧૪. આદ્મશ્રી પ્રિયા અને સાધુસાલણનો સાધુ કુમારપાળ નામનો પુત્ર થયો. જેણે માતાપિતા અને સુધર્મ સંપત્તિ માટે વિજાપુરમાં શ્રી પદ્મપ્રભનાથદેવનું મંદિર કરાવ્યું. તે જાણે પુણ્યની નદીને સ્વર્ગમાં લઈ જવા માટે ન હોય એમ માનીએ છીએ. ૧૫. જેણે પોતાના પુત્ર સ્થિતકીર્તિની અને સત્પુત્રી કેવલપ્રભાને જિનપ્રબોધ સુરિ પાસે દીક્ષા અપાવી. ૧૬. જે જડ સાધુની બે સ્ત્રીઓ ૧. લક્ષ્મી અને ૨. જયશ્રી. હતી. તે બંનેએ શીલ અને તપરૂપી પાણીથી કાયાને નિર્મળ બનાવી હતી. બંનેએ છ ઉપધાન વહન કરીને શુભ માલાનું પરિધાન કર્યુ હતું. ૧૭. લક્ષ્મીને મોહિની નામની પુત્રી હતી અને પરિકર સહિત બે પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિની ગુરુ પાસે પ્રતિષ્ઠા કરાવી હતી. તપ અને શીલથી શોભતી બીજી પુત્રી હતી. ૧૮. દેવશ્રીએ પોતાના કાંતિવાળા ચાર રત્નોને સ્વગૃહના આગમ વખતે (પરણીને આવી ત્યારે) લક્ષ્મીના મંગળરૂપે પૂર્યા. ૧૯. ત્યાં ઉદાર બુદ્ધિ, અગ્રેસર નાગપાલ નામનો પુણ્ય પુરુષ હતો. જેણે લાલનસાધુની સાથે પોતાની માતાના ધર્મ માટે શ્રી જવાલિપુરમાં સુવર્ણકળશ અને ધ્વજા સહિત બાર દેરીઓથી યુક્ત વીર પ્રભુનું ચૈત્ય કરાવ્યું. તથા હર્ષથી બે વખત તીર્થમાં યાત્રા કરી. ૨૦. જેણે વીજાપુરમાં વાસુપૂજ્ય વિધિચૈત્યમાં શ્રી ચંદ્રપ્રભ સ્વામીની શ્રીદેવકુલિકા પોતાના પુણ્યહેતુ માટે બનાવી.૨૧. જે બુદ્ધિમાને મહાઋદ્ધિથી જિનેશ્વર ગુરુની પાસે વ્રતને સ્વીકાર્યું અને બીજો સારી તપ શક્તિવાળો તે વિદ્યાચંદ્ર મુનિ થયો. ૨૨. ત્રીજો ચતુરમતિ બાલચંદ્ર વક્ર થયો. જેણે શેત્રુંજય પ્રમુખ મહાતીર્થોની જાત્રા કરી તથા મૂળનાયક શ્રી વાસુપૂજ્ય પ્રભુના ચૈત્યમાં હર્ષથી અજિતનાથ પ્રભુની અંકિત ખતકોટય (ગોખલો)નું નિર્માણ કરાવ્યું. ૨૩. જેણે અજિતનાથ અને સંભવનાથ તથા અભિનંદન સુમતિનાથ પ્રભુની દેરીઓ બનાવી જાણે ચારે પ્રકારના ધર્મ (દાન-શીલ-તપ-ભાવ) રૂપી સ્ત્રીને રહેવા માટે આલય ન હોય ! ૨૪. તેણે અહીં ચૈત્યમાં પોતાની પત્નીના પુણ્ય માટે નિર્મળ કાંતિવાળા રુખના પત્રથી ઉદ્ભટ દંડનાલ, હંસ, સુવર્ણશ્રી, કુંભચક્રથી સહિત સાચા મોતીનો તોરણ, છત્ર, કમળ અને ચામરો બનાવી જે હંસની જેમ આગળથી શોભી. ૨૫. ચૈત્ય-પૂજા વગેરે કાર્યનું ચિંતન મુનિની સદ્ભક્તિ વગેરે આચારોથી પવિત્ર તેણે ગિરનાર વગેરે તીર્થોમાં નિયમપૂર્વક જાત્રા કરી. ચોથો આ ૠજુબુદ્ધિ કૂલચંદ્ર સાધુ મોક્ષલક્ષ્મી, શ્રેષ્ઠ કીર્તિ અને કાંતિથી મધુર અનુષ્ઠાનોથી પોતાનું નામ સાર્થક કરતો રહે છે. ૨૬. તેણે જિનેશ્વર સુગુરુના આદેશથી વાસુપૂજ્ય પ્રભુના મંદિરમાં વૃષભપ્રભુની દેવકુલિકાનો આરંભ કરાવ્યો. જેણે વિક્રમ વર્ષ ૧૩૩૮ ની સાલમાં મહાસુદ-૯ ના દિવસે આદિજિન દેવકુલિકાને તૈયાર કરાવી. ૨૭. આને કુમારી નામની બહેન છે જેણે મોક્ષમાળને પહેરવા માટે બંને પ્રકારે છએ ઉપધાનને વહન કર્યા. ૨૮. નાગપાલને બે પ્રિય પત્ની પદ્મા અને નાગશ્રી હતી. પુત્રના પાલનમાં જેમ આદરવાળી થાય તેમ શીલ અને તપના પાલનમાં હંમેશા આદરવાળી થઈ. ૨૯. પોતાની સાસુનું અનુકરણ કરતી પ્રથમની પદ્મલાએ ચાર પુત્રોને જન્મ આપ્યો. આમાં જન્મથી જ મોક્ષ ગુણોથી યુક્ત પ્રથમ સાધુમોહન પુત્ર થયો. બીજો શુભમૂર્તિ પાતાખ્ય ત્રીજો લખમો અને સૌથી નાનો દેવસિંહ થયો. જેઓ ધર્મરૂપી ધનના પરાભવ થયે છતે પોતાના તેજને પામે છે અર્થાત્ બતાવે છે. એટલે કે ધર્મના પરાભવને સહન કરતા નથી. ૩૦. સાધુ મોહને પદ્મલા માતાને માટે સુવિધિ જિનેશ્વરનું મંદિર કરાવ્યું અને વંશને લહેરાવ્યો. ૩૧. પાતાખ્ય પુત્ર પોતાના નામથી શ્રી સુપાર્શ્વનાથનું મંદિર બનાવ્યું. જેને પાલ્હણદેવીથી થયેલ પદ્મ નામનો પુત્ર હતો. ૩૨. નાગશ્રીને સારા, પાત્રભુત, રમ્યગુણોની શ્રેણીથી શોભતા સુપદ્મ લંછનવાળા બે પુત્રો થયા. ૧. મૂલદેવ અને ૨. ધનસિંહ અને સબુદ્ધિવાળી નાટી નામની પુત્રી થઈ. ૩૩. સુકૃત અર્થે નાગશ્રીએ શ્રી વાસુપૂજ્ય સ્વામીની પૂજા અર્થે ઉત્તમ પિતળ સદ્ધાતુના બે દીવાઓ અર્પણ કર્યા. ૩૪. શુભ બુદ્ધિની નાગશ્રીએ પોતાના બે પુત્રો પાસે જંબુસ્વામી વગેરેને પૂર્વના યુગપ્રધાનોની અને પાર્શ્વનાથ જિનેશ્વરના
Page #321
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર ચરિત્ર
૩૧૬ રમ્ય ચરિત્રનું વર્ણન કર્યું. જ્ઞાનપ્રપા નામની પુસ્તિકા લખાવી. ૩૫. બુદ્ધિમાન બાલચંદ્રની ઘેલા પત્નીએ મોક્ષરૂપી શય્યામાં આળોટવા માટે છ ઉપધાનના ચિહ્નવાળી શીલતુલીને કરી. આ ઘેલાને સાધુની આંખની જેમ સરળ આકૃતિવાળા, લોકમાં સદા સારા કામ કરનાર સુવર્ણની કાંતિને જીતનારા બે પુત્રો થયા. ૩૬ ત્રિભુવનસિંહ શ્રેષ્ઠીની પુત્રી, ખેતૂ નામની રાલ્પણ શ્રાવકના પુત્ર કૂલચંદ્ર શ્રાવકની ધર્મની આશા સમાર બીજી સ્ત્રી થઈ. ૩૭. જેને કારણે પોતાને સત્કલમાં જન્મ, દિવ્ય અલંકાર, વસ્ત્ર ગંધ-ફૂલનો આભોગ અને કલ્યાણના ફળવાળા સુપતિનો આદર પ્રાપ્ત થયો છે તેનો સર્વ સ્વામી એવા દાન-શીલ–તપ અને ભાવમાં દાનના માધ્યમથી કલ્યાણને વિશેષથી પુષ્ટ કરતી નિશ્ચયથી રહી. ૩૮.
ખેડૂએ વીજાપુરમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીના જિનપ્રાસાદમાં વરની પ્રતિમા કરાવી અને ચોવીશ જિનેશ્વરોની માતાઓની ઉત્તમ ખંતક (ગોખલો) કરાવ્યું. અને જિનેશ્વરગુરની પાસે વિક્રમ સંવત ૧૩ર૬ વૈશાખ સુદ-૧૧ ને દિવસે તીર્થકરોની પ્રતિષ્ઠાને કરાવી. ૩૯. ખેતૂએ શ્રી શત્રુંજય વગેરે મુખ્ય તીર્થોમાં યાત્રા કરી. કલ્યાણનિધિની પ્રાપ્તિ માટે તથા ધનસિંહ નામના નાના ભાઈ અને પોતાના સ્મરણ માટે શ્રી શ્રેયાંસજિન અને વાસુપૂજ્યના ચૈત્યમાં એક લાખ પુષ્પોથી વિશેષ રીતે પૂજા કરાવી. ૪૦. આ જ્ઞાનપૂજા માટે કુલચંદ્ર સાધુએ ખેતૃપ્રિયા માટે ખરીદી કરાવીને પૃથ્વીચંદ્ર ચારિત્ર રત્ન ઘટિત બે પુસ્તિકા કરાવી. પોતાના ગુરુને અર્પણ કરી. કેમકે તેઓ વડે તે બેને મોક્ષમાર્ગ બતાવાયો હતો. લક્ષ્મી ભવ્ય સાર્થોની સાથે સ્કૂલના પામતી નથી. ૪૧. ખેડૂએ શ્રી વાસુપૂજ્ય ચરિત્ર અને અભયકુમાર ચરિત્રના ગ્રંથની ત્રણ નકલો સુવર્ણ અક્ષરોથી લખાવી. તેણીએ જ્ઞાનલક્ષ્મીના ભંડારનું બીજ ત્રિપદીને અનુસરનારું પુસ્તક સાધુને અર્પણ કર્યું જેથી આણે ક્ષણથી પણ બળાત્કારે કલ્યાણકારી સ્વર્ગલક્ષ્મીને પ્રાપ્ત કરી ૪૨. કુલચંદ્ર મહણદેવી અને પદ્મલાના કલ્યાણ અર્થે શ્રી વાસુપૂજ્યચૈત્યની અંદર કવલીમાં શ્રી પાર્શ્વસુખકને કરાવ્યું. (ગોખલાની અંદર સૂપને કરાવ્યું.) કુલચંદ્રને કાંબલ દેવિકા નામની બીજી પ્રિયા છે. જે ભાવથી પોતાના આત્માને ધર્મમાં આગળ વધારે છે. ૪૪. જેણીએ જાણે શું ભવાંતરનો પુણ્યપુંજ ન હોય તેમ પોતાના કલ્યાણ અર્થે શ્રીમદ્ મહાવીર જિનેશ્વરની પ્રતિમાને કપૂરખંડ માનપિંડને કરાવ્યું. ૪૫. ભો! ઉત્તમ વૃષભ જેવો આ માનદેવનો વંશ શું સજ્જનોને પ્રસંશનીય નથી? જે વંશ વડે શ્રી વીજાપુરના વાસુપૂજ્ય ભવનમાં વૃષભ જેવા મોટા સંઘની સાથે ઉત્તર પક્ષના દેવ-ગુટિકાના પ્રાગુભારને ધારણ કરાયો. ૪૬. જ્યાં સુધી સ્વર્ગ છે, જ્યાં સુધી વરવર્ણિની જેવી વિશાળ આકાશ લક્ષ્મી છે, જ્યાં સુધી ચકચકિત તારા સમૂહની વિભૂષણા છે, જ્યાં સુધી ગંગા નદી છે, જ્યાં સુધી લવણ સમુદ્ર છે, જ્યાં સુધી ચંદ્રનાયક સહિત નક્ષત્રમાલા છે ત્યાં સુધી વરવર્ણિની જેવી પાંચ પુસ્તકની માલા દીપકની જેમ ઉદ્યોત કરતી રહેશે. ૪૭. લબ્ધિશાળી શ્રી જિનેશ્વરસૂરિના શિષ્ય શ્રીકુમારગણિકવિ આ પ્રશસ્ત પ્રશસ્તિમાં કારણ છે. ૪૮
આ ગ્રંથ શ્રી જામનગર નિવાસી પંડિત શ્રાવક હીરાલાલ હંસરાજે સ્વ પરના શ્રેય માટે પોતાના શ્રીજૈન ભાસ્કરોદય છાપખાનામાં છાપી પ્રસિદ્ધ કર્યો છે. સમસ્ત શ્રી સંઘનું શુભ હજો.
ગુરુ શ્રીમ, ચારિત્રવિજયની સુકૃપાથી આ ગ્રંથ પૂર્ણ થયો.
વર્ધમાન તપોનિધિ ગચ્છસ્થવિર આ.ભ. શ્રીમદ્ વિજય લલિતશેખર સૂરીશ્વરજી મ.સા. તથા સ્વ. વિદ્ધવર્ય આ.ભ. શ્રીમદ્ વિજય રાજશેખર સૂરીશ્વરજી મ.સા. તથા કર્મ સાહિત્ય સર્જક સ્વ. આ.ભ. શ્રીમદ્ વિજય વીર શેખર સૂરીશ્વરજી મ.સા.ની અમીદ્રષ્ટિથી આ ગ્રંથનું ભાષાંતરનું કાર્ય મુનિશ્રી સુમતિશેખર વિજય વડે ભાદરવા વદ-૭, ૨૦૬૭ સુરેન્દ્રનગર મુકામે આરાધના ભવન મહાવીર સ્વામી જૈન દેરાસરના સાનિધ્યમાં પૂર્ણ કરાયું.
Page #322
--------------------------------------------------------------------------
_