SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૯૨ ઉત્ક્રરવા સમર્થ થતો નથી તેમ ક્ષણવાર સુખ આપનાર નાશવંત કામભોગોથી પોતાને ઉદ્ધરવા માટે શક્તિમાન નથી. ૮૬. હે વિવેકિની ! તારું સંયમ નિષ્કંટક બનો. હે સુંદરી ! પોતાના ઈચ્છિતને સારી રીતે સાધ એમ કહીને રાજાએ તેને દીક્ષાની અનુમતિ આપી. કૃષ્ણ મહારાજાની જેમ દીક્ષા લેવાની ભાવનાવાળાને અટકાવ્યા નહીં. ૮૭. પ્રણયિજનને આનંદ આપનારું દાન આપીને રાજાએ તેનો સુંદર દીક્ષામહોત્સવ કર્યો. મોક્ષમાં એકમના તેણીએ શ્રીમદ્ મહાવીર પરમાત્મા પાસે દીક્ષા લીધી. ૮૮. રોહિણેય ચોરનું કથાનક આ બાજુ વૈભાર ગિરિની ગુફામાં ન્યાયથી રહિત કલિકાળનો ભાઈ, લોહખુર નામનો ચોર વસતો હતો. પાપીઓને ધિક્કાર થાઓ જેઓને નિર્જન સ્થાનમાં રહેવાની રતિ છે. ૮૯. બંને પ્રકારે નક્ષત્ર બળમાં એકમાત્ર વલ્લભ લોહખુર સંધિ કરવા છતાં પણ સંધિનો ભેદક બનીને નગરમાં અર્થકામથી ભરપૂર લોકોના ઘરોનો ભોગવટો કર્યો અને લૂંટયા. ૯૦. ચોરી લાવેલ સર્વ મુદામાલને રાખવા આણે વૈભારગિરિમાં ગુફા બનાવી. હાડકાઓથી પૃથ્વી ખોદી શકાય છે તો લોહખુર ગુફા ન બનાવી શકે ? ૯૧. આજીવિકાના બીજા ઘણાં ઉપાયો હોવા છતાં તેને ચોરી કરવામાં ઘણી પ્રીતિ હતી. ભૂંડ હંમેશા ઉત્તમ ભોજન છોડીને વિષ્ઠાનો રાગી બને છે. ૯૨. જેમ શુક્રવારને રોહિણી નામની સ્ત્રી હતી તેમ લોહખુરને રોહિણી નામની સ્ત્રી હતી. જેમ ચંદ્રને રોહિણી સ્ત્રી હતી તેમ આને લોકમાં શત્રુભૂત થયેલી અતિક્રોધી રોહિણી નામે માન્ય સ્ત્રી હતી. ૯૩. લોહખુરને રોહિણી નામની સ્ત્રીની કુક્ષિમાં જન્મેલો રૌહિણેય નામનો પુત્ર હતો. જે રોહિણેય (ચંદ્રનો પુત્ર બુધ)ને જીતીને શત્રુમંડલમાં સંચરતો આ કયાંય જોવાયો નહીં. ૯૪. રૂપ અને ચેષ્ટાથી સમાન અને સમસ્ત તેવા પ્રકારના ગુણોનો ભંડાર આ પુત્ર જાણે ખરેખર બીજો ઉદ્ઘર લોહખુર ન હોય તેવો થયો. ઘણું કરીને પુત્રો પિતા જેવા થાય છે. ૯૫. પોતાનો અંતિમ કાળ આવેલો જાણીને ચોરે પુત્રને પાસે બોલાવ્યો અને આ પ્રમાણે શિખામણ દેવા લાગ્યો. કારણ કે મરણ કાલે પોતપોતાનું રહસ્ય બીજાને જણાવવા માટેનો અવસર હોય છે. ૯૬. હંમેશા તારા જ સુખનું એક કારણ મારું વચન અવશ્ય માનશે તો હું તને તત્ત્વને કહું છું. કોણ પોતાના વચનને નિરર્થક જવા દે ? ૯૭. હવે રૌહિણેયે તેને કહ્યું : શું કોઈ ઉત્તમપુત્ર ક્રયારેય પિતાના વચનને કયાંય ઉત્થાપે ખરો ? તેથી મને પોતાની આજ્ઞા જણાવો. ૯૮. પુત્રની વિનયગર્ભિત વાણી સાંભળીને કઠોર આશયી લોહખુર હર્ષ પામ્યો. ફાંદવાળો જેમ પોતાના હાથે પોતાની ફાંદ ઉપર હાથ મૂકે તેમ પુત્રના અંગોનો સ્પર્શ કર્યો. ૯૯. લોહખુરે કહ્યું : હે વત્સ ! સકલ લોકમાં તું જ પોતાના કુળનો વિભૂષણ છે. જેમ રામ પિતા ઉપર ભક્તિને ધારણ કરતા હતા તેમ કલાનિધિ તેં પોતાના પિતા ઉપર સદા ઉત્તમ ભક્તિને ધારણ કરે છે. ૩૦૦. મણિ આદિથી નિર્માણ થયેલ ત્રણ ગઢવાળા સમવસરણમાં બિરાજમાન શ્રી વીર જિનેશ્વર ધર્મદેશના આપે છે. જેમ બહેરો મનુષ્ય ન સાંભળે તેમ તું બે કાનથી કયારેય તેનું વચન સાંભળીશ નહિ. ૩૦૧. હે પુત્ર ! જો તું તેના વચનને સાંભળશે તો થાળીને પણ નહિ મેળવે ? અર્થાત્ એક ટંક ભોજન પણ નહિ મેળવે. જેમ પૃથ્વી ઉપર લોક વિદ્યાથી ઠગાય છે તેમ તેની પાસે એવી કોઈક લોકોત્તર કલા છે જેનાથી લોક ઠગાય છે. ૩૦૨. જે એકવાર પણ તેનું વચન સાંભળે છે તેનું માથું અને મોઢું મુંડાઈ જાય છે. દામણ નાખેલા ગધેડાની જેમ બ્રહ્મચર્ય પાડવું પડે છે. રોગીની જેમ ઉપવાસ કરવા પડે છે. તેનું મિલન થયે છતે પોતાના ધનનો નાશ ૧. નક્ષત્ર–બળ–વલ્લભ : ન–ક્ષત્રમ્ -ઈતિ નક્ષત્રમ્ જે ક્ષત્રિયો નહીં તે અર્થાત્ જે ન્યાયી ન હોય તે અન્યાયી – અનીતિનું બળ જેને પ્રિય છે એવો તે લોહખુર.
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy