SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૪ કરી દે છે. આ સતત ભિક્ષાચરોની સાથે ભોજન કરે છે. અહીં વધારે કહેવાથી સર્યું તે દેહથી, વર્ણથી, અને સંપત્તિથી ભ્રષ્ટ થાય છે. ૪. પોતાના કાર્યમાં દક્ષ, પોતાનો પટ્ટ વિભૂષણ, બુદ્ધિનો ભંડાર, એવો તું પત્ર હોતે છતે જેમ ઘણાં ધનવાનને મનુષ્યથી ચિંતા હોતી નથી તેમ મને પાછળની બીજી કોઈ ચિંતા નથી. દ. પુત્રે તેના વચનનો સ્વીકાર કર્યો પોતાની બુદ્ધિ મુજબની સમાધિને પામીને મર્યો અને પોતાના પાપ કર્મોના કારણે નરકમાં ગયો. શું કર્મ પણ ક્યારેય ચોરથી ભય પામે? ૭. પિતાના દેહની મહાવિસ્તારથી મરણોત્તર ક્રિયા કરીને ચોર શોકથી મુક્ત થયો. ઘુવડ પણ સૂર્યોદય થાય એટલે દુઃખી થાય છે. ૮. કાળ ગયે છતે શોકને ભૂલીને રોહિણીનો પુત્ર નગરને લૂંટવા નીકળે છે. લૂંટારાઓમાં શિરોમણિ રૌહિણેયે પિતાની જેમ લૂંટવાનું ચાલુ કર્યું. ખરેખર ! શોક પાંચ દિવસ રહે છે. ૯. વિવિધ પ્રકારના નગર અને ગામથી યુક્ત પૃથ્વીતલ ઉપર વિહાર કરતા, ભવિક જીવોને પ્રતિબોધ કરતા શ્રીમદ્ મહાવીર પરમાત્મા તે વખતે નગરમાં સમોવસર્યા. ૧૦. વૈમાનિક વગેરે દેવોએ એક મુહૂર્ત માત્ર કાળમાં સમોવસરણની રચના કરી. દેવો વડે નિરંતર સંચાર કરાતા સુવર્ણકમળોમાં બંને પગ મૂકતા પૂર્વના દ્વારથી પ્રવેશીને તીર્થને નમસ્કાર કરી સિંહાસન ઉપર બેસીને વીર જિનેશ્વરે એક યોજન ગામિની વાણીથી મનુષ્ય અને દેવની પર્ષદામાં ધર્મનો ઉપદેશ આપ્યો. ૧૨. જેમ ભવ્ય જીવ વીર્ષોલ્લાસથી ઘણી મોહનીય કર્મની સ્થિતિને ખપાવીને ગ્રંથિદેશ ઉપર આવે તેમ ત્યારે ચોરી કરવાની ઈચ્છાવાળો ચોર નગરની અત્યંત નજીકની ભૂમિમાં આવ્યો. ૧૩. પિતા વડે ભરમાયેલા તેણે વિચાર્યું જો હું આ માર્ગથી જઈશ તો મારે એમની વાણી સાંભળવી પડશે. આ સિવાય જવા માટે બીજો માર્ગ નથી. અરે રે! જેમ માછલો ગાઢ જાળમાં ફસાય તેમ હું કષ્ટમાં ફસાયો છું. ૧૪. જો હું નગરમાં નહીં જાઉ તો દરિદ્રની જેમ નક્કીથી મારા કાર્યો સીદાસે તેથી કાનમાં આંગડી નાખીને બહેરો બની જાઉ. શું પ્રસંગે ગાંડા ન થવાય? ૧૫. જેમ ઘીના ઘડાને બરાબર ઢાંકવામાં આવે તેમ બે કાનમાં આંગડી ભરાવીને પાછળ જાણે ધાડ આવતી હોય તેમ ક્ષણથી ઉતાવળો નગરમાં ચાલ્યો. ૧૬. - રોજે રોજ આ રીતથી માર્ગમાં જતા-આવતા તેના કેટલાક દિવસો કષ્ટમાં પસાર થયા. વિપરીત બુદ્ધિવાળાની આવા પ્રકારની ચેષ્ટાને ધિક્કાર થાઓ. ૧૭. અરે ! તું મોહની ઉંઘમાં કેમ સૂતો છે? જાગ જાગ એમ પ્રતિબોધ કરવા માટે જાણે શિખામણ ન આપતો હોય તેમ એક વખત પૂર્વની જેમ વેગથી તેના પગમાં કાંટો ભોંકાયો. ૧૮. કાંટાની ગાઢ વેદનાથી પીડાયેલ તે આગળ એક પણ ડગલું ભરવા સમર્થ ન થયો. જે ભાવિમાં મધુર ફળની પ્રાપ્તિ થવાની છે તે વેદના પણ ખરેખર પ્રશંસનીય છે. કાંટાને ખેંચવાની ઈચ્છાથી તેણે ક્ષણથી બે કાનમાંથી આંગડીઓ બહાર કાઢી ત્યારે બે સુગતિના બે દરવાજા બંધ કરાયેલા હતા તે તેણે નક્કીથી ઉઘાડ્યા. ૨૦. દેવોની માળા કરમાતી નથી. તેઓની બે આંખો મટકુ મારતી નથી. તેઓના પગ ભૂમિને સ્પર્શ કરતા નથી. રજ–મલ-પરસેવાથી રહિત શરીરવાળા દેવો હંમેશા આનંદી હોય છે. આવું ભગવાનનું વચનરૂપી અમૃત પગમાંથી કાંટો કાઢતી વખતે ક્ષણથી તેના કાનમાં રેડાયું. શું જાણે શરીરની રક્ષા કરવા સમર્થ મંત્રાક્ષરો તેના કાનમાં જલદીથી ન પડ્યા હોય! રર. અરે ! મને ધિક્કાર થાઓ કેમકે મારા વડે ઘણું સંભળાઈ ગયું. અથવા આણે ચોરી સંબંધી કાંઈ કહ્યું નથી. કાનમાં પ્રવેશી ગયેલ તત્ત્વ પાછું નીકળી ન જાય એવી શંકાથી તેણે બે કાન જલદીથી ઢાંકી દીધા. ૨૩. પવનના વેગથી તે આગળ ગયો. જેમ તીડનું ટોળું ખેતરમાં અનાજ ચણી જાય તેમ પૂર્વની જેમ ચોરીમાં પ્રવૃત્ત થયેલ ચોરના સરદારે નગરને ગાઢ રીતે ઉપદ્રવ કર્યો. ૨૪. નગરને સતત લૂંટે છતે સારા માણસો ભેગાં થઈ મગધરાજની
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy