SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૩ ૬૯ ચારિત્ર દુષ્કર છે કેમકે મેર સમાન ભારે પાંચ મહાવ્રતો વહન કરવાના છે. ૨. રાત્રિભોજનનો ત્યાગ કરવો પડે તથા નિર્મમત્વ રાખવું જોઈએ. મિત્રબંધુ સમાન શરીર ઉપર પણ નિઃપ્રતિકર્મના આચરવી પડે અર્થાત્ દીક્ષામાં શરીરનું લાલન પાલન છોડવું પડે અને માંડલીના પાંચ દોષોથી રહિત ભોજન કરવું જોઈએ તથા પરિગ્રહનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ. ૯૪. ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિનું પાલન કરવું જોઈએ. માસાદિ પ્રતિમાને વહન કરવી પડે અને દ્રવ્ય-ક્ષેત્ર વગેરેથી અભિગ્રહોનું પાલન કરવું જોઈએ. ૯૫. જીવનભર સુધી સ્નાનનો ત્યાગ કરવો પડે, પૃથ્વીતળ ઉપર શય્યા કરવી પડે ૯૬. અને ક્ષુધા વગેરે બાવીશ પરીષહો સહન કરવા જોઈએ. ૯૭. નિરંતર ઉપયોગપૂર્વક અઢાર હજાર શીલાંગોને વહન કરવા જોઈએ. ૯૮. તેથી હે વત્સકુમાર! દીક્ષા ગ્રહણ કર્યા પછી લોઢાના ચણા ચાવવા જેવું તથા રેતીના કોળિયા ભરવા જેવું કઠણ જીવન જીવવું પડે. ૯૯. બે ભુજાથી સમુદ્ર તરવાનો છે, ભયંકર પૂરવાળી ગંગાનદીને સામે પ્રવાહે તરવાની છે. ૫00. પગથી તીક્ષ્ણ ધારવાળી તલવાર ઉપર ચાલવાનું છે તથા સળગતી અગ્નિ જ્વાળામાં હેલાથી ચાલવા જેવું છે. ૫૦૧. હે સુકુમાર ! ત્રાજવાથી મેરુપવર્તને તોલવા જેવું છે. રાગાદિ ભયંકર શત્રુઓને એકસાથે જીતવાના છે. ૫૦૨. ઉપસર્ગ સહિત પરિષહોને જીતીને સ્તંભ ઉપર ચક્રના આરામાં ઉલટ–સૂલટ ભમતી પૂતળીઓને વિધવાની છે. ૩. ગાઢ નિકુંજમાં રહેલા દુઃખે કરીને લઈ શકાય તેવા વાંસ સુખેથી છેદી શકાય છે. દીક્ષા સુખપૂર્વક લઈ શકાય છે. પરંતુ શીલનો ભાર દુઃખે કરીને વહન કરી શકાય છે. ૪. વિશ્રામ કરતા કરતા લોકો ઘણાં ભારને વહન કરે છે પરંતુ શીલના ભારને માવજીવ સુધી વિશ્રામ લીધા વિના વહન કરવાનો છે. ૫. ચિરકાળથી નહીં આચરાયેલી જગતની જયપતાકા સ્વરૂપ આ દીક્ષા ગ્રહણ કરવાની છે. હે વત્સ ! આવા પ્રકારની ઉપમાઓથી આ દીક્ષાનું પાલન દુષ્કર છે. દ. મેઘકમારે કહ્યું હે માતા! તું જે કહે છે તે સત્ય જ છે એમાં કોઈ સંશય નથી જો એમ ન હોત તો બધા દીક્ષા લઈ લેત. ૭. પરંતુ જિનેશ્વર ભગવાને જે પ્રમાણે સંસારના દુઃખોનું વર્ણન કર્યુ છે તેમાનો એક અંશ પણ દીક્ષાપાલનમાં નથી. શું લવણ સમુદ્રની ખારાશ મારવાડના પાણીમાં છે? ૮. જેઓને કામભોગનું લાંપત્ય છે તેઓને તપાલન દુષ્કર છે. ૯. જેમ સુભટો પ્રહાર સહન કરે છે તેમ તેવા પ્રકારના નિર્વેદને પામેલા કલ્યાણના અભિલાષક શૂરવીરોને શ્રમણાચારો સુસહ છે. ૧૦. આમ મેઘકુમારે સેંકડો સુયુક્તિઓથી માતાને સમજાવીને દીક્ષાની અનુજ્ઞા મેળવી. ૧૧. પછી પિતા પાસે મેઘકુમારે વિવિધ ઉપાયોથી રાજાની પાસે સંમતિ મેળવવા પ્રયત્ન કર્યો ત્યારે રાજાએ કહ્યું : ૧૨. હે પુત્ર! તું ભયથી ઉદ્વિગ્ન થયો છો તો પણ રાજ્યને ગ્રહણ કર. કૃતજ્ઞ મેઘકુમારે પિતાનું વચન માન્ય કર્યું કેમકે પિતા દુઃપ્રતિકાર છે અર્થાત્ પિતાની અવજ્ઞા ન કરાય. ૧૩. પિતાએ પરમોત્સવપૂર્વક મેઘકમારનો રાજ્યાભિષેક કર્યો. અથવા તેવા પ્રકારના જીવો કઈ કઈ યોગ્યતા નથી ધરાવતા ? ૧૪. હર્ષાવેશમાં આવેલ શ્રેણિક રાજાએ પૂછ્યું હે વત્સ! તારી મનપસંદ ચીજ શું છે તે કહે, હમણાં હું તારું શું કરું? ૧૫. દીક્ષા લેવામાં ઉત્સુક મેઘે કહ્યું : હે તાત કૃત્રિકાપણથી રજોહરણ પાત્રાદિ મંગાવો કેમ કે તપોરાજ્ય દુર્લભ છે. ૧૬. ઉપકરણો મંગાવીને રાજાએ ચૈત્યગૃહોમાં અષ્ટાત્મિક મહોત્સવ કરાવ્યો. કારાગૃહમાંથી કેદીઓને છોડાવ્યા અને અમારિ પ્રવર્તન કરાવ્યું. ૧૭. પછી રણરણાટ કરતા ઘંટાના સમૂહના ટંકારના અવાજથી દિશાઓને ભરી દેતી, ચાર ગવાક્ષવાળી, ઊંચા સુંદર સ્તંભોવાળી, સ્થાને સ્થાને કાંતિના પૂરને રેલાવતા સુવર્ણ કળશોવાળી, શીતળ પવનથી ફરકતાં ધ્વજાઓનાં સમૂહવાળી, વિશાલ ઉત્તમ શિબિકા ઉપર જાણે એમ ન સૂચવતો હોય કે હું વિમાનમાં આરોહણ
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy