SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૨ ૨૯ અને રવૈયાને તૈયાર કરીને મૂક્યા. ૨૮. તે વખતે કોઈ સ્ત્રીએ ઉત્તમ સંપુટવાળા ત્રટત્ ત્રટત્ કરતા મીઠાવાળા અગ્નિના બે કોડિયા દરવાજા ઉપર મૂકયા. કેમ કે સૌભાગ્યવંતી સ્ત્રીઓ તે કાર્યમાં ચતુર હોય છે. ૨૯. હે મૃગેક્ષણા ! તું અર્ધ્ય પૂજીને વરને આપ અને થાળમાંથી દુર્વા, બરફ જેવું દહીં અને ચંદનને સાવધાનીપૂર્વક ગ્રહણ કરીને વરને છાંટણા કર. ૩૦. ખરેખર આ ઉત્તમ વસ્ત્રોને ધારણ કરનાર શ્રેષ્ઠ વર છે, જેણે શરીર ઉપર મોટા વસ્ત્રને પહેર્યું છે. શું બાહ્ય આંગણમાં કામદેવ ઉભો છે ? અથવા શું આ ઈન્દ્રકુમાર છે ? ૩૧. હે શ્વશ્રુ ! ચંદનવાળા પુષ્પો કરમાય છે તેથી તું વરને ખોટી ન કર એ પ્રમાણે લગ્નગીતો સાંભળતી કોઈ સ્ત્રી સાસુપદને ધારણ કરતી, હર્ષથી ઉભી થઈ. ૩૨. હર્ષથી ધૂંસરી, રવૈયો અને સાંબેલાની સાથે અર્ધ્ય આપીને, ચોખાથી વધાવીને ત્રણવાર એના કપાળને સ્પર્શ કર્યો. ૩૩. અભયકુમારે શરાવ યુગલને ડાબા પગથી તુરત જ ચર્યુ એટલે તે સ્ત્રી તેના ગળામાં પહેરાવાયેલ ઘણાં ઉદ્ભટ વસ્ત્રોનો છેડો પકડીને વધૂની પાસે લઈ ગઈ. ૩૪. શું ઈન્દ્ર ઈન્દ્રાણીની આગળ ન બેઠો હોય તેવી છટાથી તે સિંહાસન ઉપર ખેચરપુત્રીની આગળ બેસાડાયો ત્યારે વર અને વધૂના હાથમાં ઉત્તમ મીંઢળ બંધાયું. ૩૫. જેનો પતિ જીવતો હતો અને જેના માતા પિતા સાસુ સસરા વિધમાન હતા એવી કોઈક સ્ત્રીએ પીપળા અને શમીની છાલને ખાંડીને લેપ બનાવીને વધૂના હાથમાં મૂક્યું. ૩૬. સાક્ષાત્ જાણે ભાગ્ય ન હોય એવું અતિ ઉત્તમ લગ્ન ઉદયમાં આવ્યું ત્યારે ભાજનમાં શબ્દ થયે છતે (અર્થાત્ સમય વર્તે સાવધાન એવું ડંકો વગાડીને બોલાયે છતે) જ વરનો હાથ વધૂના હાથની સાથે જોડાવાયો. અર્થાત્ હસ્તમેળાપ કરાવ્યો. ૩૭. હવે પછી હંમેશા જ સૌભાગ્યવંત તમારા બેનું ઐક્ય ટકી રહો એવા આશીર્વાદને જાણે ન સૂચવતી હોય તેમ વરની વીંટી વધૂની હાથની આંગળીમાં પહેરાવાઈ. ૩૯. જન્મ અને કલત્ર ઘરમાં અર્થાત્ જન્મ કુંડલીમાં પ્રથમ અને સાતમા ભાવમાં સામ સામે રહેલા અથવા કર્મ અને સુખભાવમાં અર્થાત્ જન્મકુંડલીમાં દસમા અને ચોથા ભાવમાં સામસામે રહેલા બે ગ્રહો એકબીજાને દષ્ટિ કરે તેમ તે બંનેએ તારામેલકની ક્ષણે એકબીજાને અનિમેષ આંખોથી જોયા. ૪૦. સર્વવિધિમાં કુશળ ગોરે ક્ષણથી તે બેના વસ્ત્રોની છેડાછોડી બાંધી તે વખતે બંનેનો હસ્ત મેળાપ થયેલો જોઈને વસ્ત્રોના છેડા જાણે હર્ષ પામીને સ્વયં ન બંધાઈ ગયા હોય તેમ લાગ્યા. ૪૧. જેવી રીતે સંસારી જીવ ભવ્ય અથવા ભવિતવ્યતાને પામીને મનુષ્ય યોનિમાં પ્રવેશ કરે તેમ ગુણોના એક ભાજન વધૂની સાથે અભયે વેદિકામાં પ્રવેશ કર્યો. ૪૨. શ્રુતના આધારે ઘ્યાનરૂપી અગ્નિમાં આ પ્રમાણે કર્મોરૂપી ધાન્યોને હોમ કર્યો એમ બોલતા ગો૨ે મંત્રોચ્ચારપૂર્વક સાત ધાન્યોનો હોમમાં ક્ષેપ કર્યો. ૪૩. શું દેદીપ્યમાન સુરાલયની છાયાથી યુક્ત સૂર્ય ન હોય તેવા આ અભયે વધૂ સહિત જાજ્વલ્યમાન અગ્નિની પ્રદક્ષિણા કરી. ૪૪. ચાર મંડલો ફરે છતે અર્થાત્ લગ્નની ચોરીમાં ચાર ફેરા ફરે છતે હાથી ઘોડા વગેરે ભેટણાં મેળવ્યાં, પણ રાજ્ય ઉપર બેઠેલ આ મંડળોનો ત્યાગ કરશે અથવા તો ઘણાં ભેટણાંનો ત્યાગ કરશે. ૪૫. જેવી રીતે અમાસનો ચંદ્રમા સૂર્યના કિરણોને સારી રીતે ધારણ કરી રાખે તેવી રીતે સમાન મંડલમાં વર્તતા છતાં સાળાઓએ અભયને માટે વરના અંગૂઠાને ધારણ કર્યો. કહેવાનો ભાવ એ છે કે સાળાઓ એક પૃથ્વીમંડલમાં રહેતા હતા. તેઓએ પોતાના બનેવીના અંગૂઠાને પકડી રાખ્યો. તેમ કરવાનું કારણ એ હતું કે બનેવી પાસે આભાવ્ય મેળવવું હતું. (આભાવ્ય એટલે જે વસ્તુની માલિકી કરવાનો જેનો હક હોય તે વસ્તુ તે વ્યક્તિની આભાવ્ય કહેવાય.) ૪૬. સ્વજનોએ અભયને કહ્યું કે દીન, દુઃખી, દયનીય, ચરણકમળમાં પડેલા આ તપસ્વીને સંતોષ થાય તેવું કંઈક આપ. ૪૭. ત્યારે બાળ પણ નંદાપુત્રે તેને મનોરથ કરતા પણ અધિક ધન આપ્યું. શું નાનો પણ કૂવો લોકોને ઈચ્છા મુજબ પાણી નથી આપતો ?
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy