SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ અભયકુમાર ચરિત્ર સુગંધી ધપોથી ધપાવ્યો. તેના બે ચરણરૂપી કમળને લાક્ષારસથી લેપ્યા અને બાકીના શરીરને કેસરનો લેપ કર્યો. ૯. શું જાણે કામદેવની યશઃ પ્રશસ્તિ ન હોય તેમ તેના બે ગાલ ઉપર સુંદર પત્રવેલ્લીનું આલેખન કર્યું. પછી અંજનથી બે આંખોને આંજી કામદેવ સર્વાગથી (સંપૂર્ણપણે મનવચન કાયાથી) પટુ થયો. ૧૦. આઠમના ચંદ્રનો ભ્રમ કરાવે તેવો ચંદનનો તિલક તેના લલાટ ઉપર શોભ્યો અથવા અભિમાન ઉતરી ગયેલ ભણવાની બદ્ધિવાળો ઈન્દ્રનો મંત્રી (બૃહસ્પતિ) અભયકુમારની પત્ની પાસે જાણે ભણવા ન આવ્યો હોય ! ૧૧. તેણીઓએ અત્યંત સુગંધ પ્રસરાવતો પુષ્પનો અંબોડો બાંધ્યો. ભ્રષ્ટ થતો, ઈચ્છા મુજબ ફરનારો કામદેવ જેના મસ્તક ઉપર પદને ધારણ કરે છે. ૧૨. સ્ત્રીઓએ તેને જલદીથી પારદર્શક સફેદ વસ્ત્રો પહેરાવ્યા અને મસ્તક ઉપર પુષ્પનો મુગટ પહેરાવ્યો કારણ કે સર્વ અંગમાં મસ્તક પ્રધાન છે. ૧૩. સેવિકાઓ ભૂષા નિમિત્તે તેના બે કાનમાં આભૂષણો પહેરાવ્યા. કાનવાળા જીવો પણ લોકોને પૂજનીય છે તો સ્વયં કાન પૂજનીય બને તેની શું વાત કરવી? ૧૪. આના મુખને ચંદ્ર સમજીને કદાચ રાહુ તેને ગ્રસવા આવી જાય તો તેને ભય પમાડવા ખભા સુધી પહોંચેલ કાનની લટમાં લટકતા બે કુંડલના બાનાથી સેવક સ્ત્રીઓએ બે ચક્રોને ધારણ કર્યા. અર્થાત્ તેનું મુખ ચંદ્ર કરતા સુંદર હતું. ૧૫. તેણીઓએ તેના કંઠમાં સુવર્ણનો હાર પહેરાવ્યો તે ઉચિત હતું કારણ કે તેના કંઠે સફેદાઈથી શંખને જીતી લીધેલ. ૧૬. જાણે તેના નાભિરૂપ લટકતો મોટા મોતીવાળો મોતીનો હાર તેના હૃદય ઉપર શોભ્યો. ૧૭. સુપર્વના ગંધથી અને નવા પાનાલની ભ્રાંતિથી ભમરાઓની શ્રેણી જાણે વળગી ન હોય તેવા તેના ગૌર બાહુ ઉપર ધારણ કરાયેલ ઈન્દ્રનીલનું કેયુર યુગલ શોભ્ય. ૧૮. સ્ત્રીઓએ તેના હાથ તથા મસ્તક ઉપર કમળોને બાંધ્યા તેથી હું માનું છું કે કાંડામાં બાંધેલા સુવર્ણના સારવાળા બે સુકંકણના બાનાથી ઉત્તમ વીરપટ્ટોને બાંધ્યાં. ૧૯. તેના હાથની સર્વ આંગડીઓ ઉપર પહેરાવાયેલ રત્નની વટીઓ સારી રીતે શોભી. તેથી અમે માનીએ છીએ કે વિધિરૂપ રાજા પાસેથી કામદશા રૂપ મુદ્રા પ્રાપ્ત કરાઈ છે ૨૦. આની કેડ ઉપર બંધાયેલી મણિની મેખલા જાણે કામદેવરૂપી હાથીને બાંધવા માટે શૃંખલા ન હોય તેવી લાગતી હતી. લક્ષ્મી પાસેથી મેળવીને આના બે પગમાં ઝાંઝરના કડા બાંધવામાં આવ્યા. ૨૧. તેના બે ચરણોની આંગળીઓમાં પહેરાયેલી, મોતીથી માંડીને હીરા સુધીના નંગોથી જડાયેલી સુવર્ણની વટીઓ શોભી એનાથી એમ જણાતું હતું કે નક્કીથી આ વટીઓએ દશે દિશાઓની લક્ષ્મીઓના કેશાલય દ્વારમાં પ્રવેશ કર્યો છે. એમ દરેક અંગોમાં ઉચિત આભૂષણથી શણગારીને દેવકન્યા સમાન તેને ઉપાડીને દેવવિમાન જેવા માયરામાં લઈ ગઈ.ર૩. આ બાજુ માંગલ્ય કૃત્યો કરીને ઉત્તમ વેશ ધારણ કરીને જેના પીઠભાગમાં પહેરેગીરી બેઠેલ છે એવો નંદાપુત્ર પણ અશ્વ ઉપર આરૂઢ થઈને ઘરેથી નીકળ્યો. ૨૪. તે ચાલતો હતો ત્યારે તેના મસ્તક ઉપર ઉત્તમ છત્ર ધારણ કરાતું હતું, આગળ ચામરો વીંઝાતા હતા, ભાટ ચારણો ઊંચા હાથ કરીને વાંરવાર જોરશોરથી મંગળ નારા બોલતા હતા. ૨૫. પૃથ્વી અને આકાશને ભરી દેતું સર્વનાદી વાજિંત્ર સુંદર નાદથી વાગી રહ્યું હતું. મૃદંગ, વીણા અને ઉત્તમ નાદ સાથે સ્ત્રી સમૂહ નૃત્ય કરી રહ્યો હતો ત્યારે અભયકુમારે માયરા તરફ પ્રયાણ કર્યું. ૨૬. દષ્ટિદોષ ન લાગે તે માટે પાછળ ઉભી રહીને બહેનો લવણ ઉતારતી હતી. અનેક શકુનોની સાથે અભયકુમાર લગ્નના મંડપ દ્વાર પાસે આવી પહોંચ્યો. ૨૭. અશ્વ ઉપરથી ઉતરીને વ્યવહાર કુશળ અભયે આંખોમાંથી અમૃતવૃષ્ટિ કરી. એટલામાં કોઈ સ્ત્રીએ દુર્વાદિપાત્ર, મુશળ, યુગ ૧. સુપર્વઃ સુગંધિ લતાનો સાંઠો.
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy