________________
સર્ગ-૨
૨૭ દિશામાં શોભ્યા. ૮૬. ઘણાં સુંદર આભૂષણોથી સુરૂપ બનેલી થાંભલામાં રહેલી પુતળીઓ જાણે પૂર્વ વિવાહ મહોત્સવ ન જોયો હોય એવી દેવીઓની જેમ શોભી. ૮૭. તોરણ માટે ચારે બાજુથી બંધાયેલી લીલા આમ્ર પત્રની શ્રેણીઓ જાણે ગવાતા ધવલ મંગલ ગીતોનો નિતાંત અભ્યાસ કરવા શું પોપટોની શ્રેણી ન આવી હોય તેમ ઘણી શોભી. મંદ પવનથી ફરકતી ધ્વજાઓ તથા મધુર સ્વરવાળી ઘુઘરીઓ લગ્નમંડપમાં સ્ત્રીઓ આવે તે પૂર્વે જ હર્ષથી જ મોટેથી નાટ્ય અને ગીતો ગાવા લાગી. ૮૯. વધુ વરના પ્રવેશમાં શુભ શકુન માટે મૂકવામાં આવેલ ઘણી પ્રભાથી પૂરાયેલા સુવર્ણના કુંભો વિશાળ મંડપની ઉપર શોભ્યાં. ૯૦. ગાઢ કેશરની છાંટ કરાયે છતે અભયકુમારના વિવાહને સાંભળીને જાણે હર્ષના આંસુથી સિંચાયેલી અને પુલકિત ન થઈ હોય એવી પુષ્પોના પગરથી પથરાયેલી પૃથ્વી શોભી. ૯૧. અત્યંત ગોળ, સફેદ ચારે તરફથી લીલા વાંસથી વીંટળાયેલી નિર્મળ સુંદર લગ્નમંડપના ચાર થાંભલાની સાથે બંધાયેલી ચાર ચોરીઓનો કોણ આશ્રય ન કરે? ૯૨.
હે કપૂરી! અહીં કપૂરને લઈ આવ. હે ચંદની! સારા ચંદનને ઘસ. હે ચટા! તું મુકુટોને નજીક લાવ. હે પુષ્પદંતી! પુષ્પની માળાને લાવ. ૯૩. હે સ્થિતિજ્ઞા! વરના અર્ઘદાન માટે અપૂર્વ દૂર્વાને દહીંના પિંડને સર્ચંદનને, અખંડ ચોખાના ઢગલાને, સુંદરી કીમતી થાળમાં તૈયાર કર. ૯૪. હે સુકેશી ! તું સત્વેસરવાળા કંકુમને તૈયાર કર. હે દક્ષા! સ્ત્રીઓના સેંથાની સામગ્રી તૈયાર કર જેથી સ્ત્રીઓ સેંથાના પ્રદેશમાં ફૂલના ગુચ્છાને પૂરી શકે. ૯૫. હે ચતુરા! તું દ્વાર પ્રદેશમાં અતિ આશ્ચર્યકારી મોતીના સાથિયાને પૂર (આલેખ) હે ગોમટા ! તું વેદીની અંદર છાણથી સુંદર ગોમુખને આલેખ. ૯૬. હે આચારવિજ્ઞા ધારિણી ! તું અહીં પાદુકા સહિતની વરમંચિકાને સ્થાપન કર. અરે ! સુકંઠીઓ ! ધવળ મંગળ ગીતો ગાઈને પોતાની કળાઓને સફળ કરો. ૯૭. હે વસ્તિની ! સુગોરી પુત્રીના (કન્યાના) બે ગાલ ઉપર કસ્તુરિકાનું વિલેપન કર જેથી કરીને કામદેવને આકર્ષણ કરવા મંત્ર સમાન પત્રવેલ્લીઓ (પીળ) રચી શકાય. ૯૮. હે સખી ચંદ્રી! તું આળસુ કેમ થઈ છો? હે પદ્મા! તું મીંચાયેલી (મુરઝાયેલી) કમલિનીની જેમ તંદ્રાલ કેમ છો? અરે! કપોલવાદિની ચપલા ! તું આજે ચતુરાઈના વિસ્તારને છોડ. અર્થાત્ તું પોતાની ચતુરાઈ બતાવ. ૯૯. હે ગૌરાંગી ગૌરી! શરીર ઉપરના રાગને કારણે વારંવાર હાથપગ ધોતી ઘણો સમય વિતાવે છે અને આવતી લગ્નવેળાને જોતી નથી. ૧૦૦. આ પ્રમાણે હર્ષના અતિરેકથી પરસ્પર પ્રોત્સાહન આપતી પોતપોતાના કાર્યમાં અતિ મશગુલ થઈ. એટલામાં આઓની પ્રતીક્ષા કરતો મહોત્સવ આવી પહોંચ્યો. ૧૦૧. તે વખતે સ્ત્રીઓ વડે ઉત્સાહના જોશથી ધવળમંગળો ગવાતા હતા ત્યારે પીઠ ઉપર સુસેનાની પુત્રીને બેસાડીને સ્ત્રીઓએ સુતેલોથી શરીરનું અત્યંગન કર્યું. ૨. કુશળ સ્ત્રીઓએ આને સર્વાગે સારી રીતે પીસાયેલી પીઠીને ચોળી, પછી એકાંતમાં લઈ જઈને બાકીની વિધિ પૂરી કરીને ઉત્તમ મંચિકા ઉપર બેસાડી. ૩. વિધાધર પુત્રીને હર્ષથી ઉત્તમ રેશમી વસ્ત્રો પહેરાવીને ચતુર સ્ત્રીઓએ મંચિકાના ચારે ખૂણે વર્ણપૂપકાને સ્થાપીને રતિ–પ્રીતિ સમાન રૂપવાળી કન્યાને મંચિકાની ઉપર બેસાડી પછી સારા પોશાકવાળી સધવા સ્ત્રીઓએ પ્રદેશિની આંગડીઓથી (છેલ્લાથી એક આગળની) તેના અંગે નવ તિલક કર્યા. ૫. પછી તરાકના કાંતેલા લાલ દોરાથી આના જમણા અને ડાબા ઢીંચણને સ્પર્શ કર્યો. પછી વર્ણકમાં સ્થાપન કરીને આના અંગ ઉપરના લેપને દૂર કર્યો. ૬. સ્નાનના આસન ઉપર બેસાડીને સુવર્ણના કુંભમાં રાખેલા પાણીથી તેને સ્નાન કરાવીને તેણીઓએ તેના શરીરને સુકોમલ ઝીણાં વસ્ત્રથી લુછ્યું. ૭. પાણીથી ભીના થયેલા તેના કેશ (વાળ)ને ગાયના આંચળમાંથી દૂધની ધારાની જેમ નીચોવી નીચોવીને એના કેશપાશને