SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૩૦ અર્થાત્ આપે છે. ૪૮. કરમોચન સમયે કુમારે સંખ્યાતીત ધનને મેળવ્યું. કહ્યું છે કે રાજાઓ કર માફ કરે તો શાશ્વતકીર્તિ અને ધનને મેળવે છે. ૪૯. બ્રાહ્મણે (ગોરે) કરમોચન વખતે વરવધૂને છેડા છોડી છોડી. એક યોગથી કરવા યોગ્ય કાર્યની રાશિની પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ સાથે જ થાય છે. ૫૦. લોકમાં આખું જગત સ્ત્રીવર્ગની પાછળ ન પડ્યું હોય એમ સૂચવવા વધૂની પાછળના ભાગમાં ઉભેલ વર પર્વત જેવા ઊંચા અશ્વ ઉપર ચડ્યો. ૫૧. જનસમૂહને સર્વરીતે આનંદિત અને ભાગ્યશાળી બનાવતો રાજપુત્ર, નાંદીના અવાજથી દિશાઓને ગજવતો પોતાના ઘરના આંગણે પહોંચ્યો. પર. અતિ હર્ષિત થયેલ લોકોએ વરવધૂની આગળ ઘોડાને આદરપૂર્વક નચાવ્યો. કેમકે ઘણું કરીને શૃંગારના પ્રસંગે અશ્વનું ખેલાવવું, કૂદાવવું વગેરે પ્રવૃત્તિ સારભૂત કહેવાયેલી છે. ૫૩. શૃંગારવિધિ (લગ્નવિધિ) ને પૂર્ણ કરવા માટે સર્વ જાનડીઓએ (જાનમાં આવેલી સ્ત્રીઓ) ઈચ્છા મુજબ નૃત્ય કર્યું અને કામદેવને જગાડવા સારભૂત કામના ગીતો ગાયા. ૫૪. સારા મંગળાચારોથી વિદ્ગોના પ્રવેશને દૂર કરીને પ્રશાંત રાજપુત્રે વધુ સહિત મેરુપર્વત જેવા ઊંચા મહેલમાં પ્રવેશ કર્યો. પ૫. વિવાહ મહોત્સવ પૂર્ણ થયા પછી રાજાએ પત્રને અર્ધ રાજ્ય અને મુખ્ય સચિવની પદવી આપી. ઉત્તમ વૃષભને મેળવીને કયો બુદ્ધિમાન તેના ઉપર ભાર ન નાખે ? અર્થાત્ અવશ્ય ભારનું આરોપણ કરે. ૫૬. રાજાએ રાજપુત્રને ઈચ્છતી બીજી પણ રાજપુત્રીઓને પરણાવી. કેમ કે સામાન્ય પુરુષો પણ બે ત્રણ વગેરે કન્યાઓને પરણે છે તો પછી રાજપુત્રોની શું વાત કરવી? ૫૭. જેવી રીતે સજ્જન પુરુષ ક્રોધને ક્ષમાથી જીતે તેમ અભયે કેટલાક ગવિષ્ઠ શત્રુઓને સામથી જીત્યા. જે લોભી હતા તેને ધન આપીને વશ કર્યા. અભિમાની રાજાઓને નમ્ર બનીને જીત્યા. શાઠયને આર્જવથી જીતે તેમ બીજા અવિશ્વાસુ રાજાઓને ભેદથી જીત્યા. જેમ સુસાધુઓ લોભને સંતોષથી જીતે તેમ. બીજા બળવાન રાજાઓને દંડથી જીત્યા. પ૯. હૈયામાં મોટી ભક્તિને ધારણ કરતા તેણે પોતાને પિતાની આગળ એક સામાન્ય પદાતિ માન્યો. લક્ષ્મણે જેમ રામના કાર્યો સાધી આપ્યા તેમ તેણે સર્વ દુઃશકય કાર્યો સાધી આપ્યા. $0. અને આ બાજુ ઈન્દ્રને જેમ માતલિ નામનો સારથિ હતો તેમ પ્રસેનજિત રાજાને અભિમાની શત્રુઓ રૂપી વૃક્ષને ભાંગી નાખવા માટે હાથી સમાન, કલ્યાણની કલાભૂમિ એવો નાગ નામનો સારથિ હતો. ૬૧. તે સત્યવાણીથી યુધિષ્ઠિર જેવો હતો. તે દીન દુ:ખી પ્રત્યે કરૂણાવાળો હતો. તે કમળના ભાઈ સૂર્ય જેવો હતો, બીજી સર્વસ્ત્રીઓને બહેન સમાન માનતો હતો, તે સુશ્રાવક હતો, રૂપથી સુંદર કામદેવ સમાન હતો. ૬૨. તેને વિશેષ પ્રકારના નિર્મળ) સમ્યકત્વને ધારણ કરનારી સુલસા નામની સ્ત્રી હતી. ૬૩. એકવાર નીચે મુખદષ્ટિ કરીને સુધીર્ઘનિસાસ નાખીને નાગે જન્મથી દરિદ્ર, ધનના અર્થીની જેમ આ પ્રમાણે પોતાના મનમંદિરમાં વિચાર્યું. ૬૪. હું પોતાના પુત્રને ખોળામાં રમાડીશ. મુખ ઉપર ચુંબન કરીશ, પછી માથા ઉપર ધારણ કરીશ આવો જે મારો મનોરથ હતો તે અશોકવૃક્ષના ફુલની જેમ પુત્ર વિના નિષ્ફળ થયો. ૫. મેં બ્રહ્મચર્યનું પાલન ન કર્યું તથા પુત્રની પ્રાપ્તિ ન થઈ એમ કામથી વિડંબિત થયેલ મારો આ લોક સારો ન થયો તેમજ પરલોક પણ સારો ન થયો. ત્રિશંકુની જેમ આકાશ કે ભૂમિ ઉપર સ્થિરતા ન થઈ. ૬૬. રજથી ઢંકાયેલ સૂર્યના પ્રકાશની નિસ્તેજ કાંતિ જેવા પતિને જોઈને સરળ સ્વભાવિની કોયલના જેવી મધુર સ્વરવાળી સુલસાએ અંજલિ જોડીને તુરત કહ્યુંઃ ૬૭. હે નાથ શું આજે નિધિ કોલસો થઈ ગયો છે? શું આજે ઘોડા વગેરે નાશ પામી ગયા છે? અથવા તો શું રાજા વિફર્યો છે? અથવા તો શું કોઈ બાળા
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy