SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ સર્ગ-૨ આપના હૃદયમંદિરમાં વસી ગઈ છે? અથવા તો શરીરમાં કોઈ પીડા ઉત્પન્ન થઈ છે? જેથી તમે રાહુથી Jસાયેલ ચંદ્ર જેવા થયા છો. જો કહેવા યોગ્ય હોય તો હે પૂજ્ય! પોતાની પત્નીને જણાવો. ૬૯. જેનો તેજસ્વી મણિ ચાલી ગયો છે એવો ઉત્તમ નાગ (સાપ) શોકમાં પડે તેમ શોકના ધામ નાગસારથિએ કહ્યું : અરે ! સદા ભક્તિ પરાયણ તારી પાસે મારે શું છુપાવવા જેવું છે? ૭૦. કહ્યું છે કે– ચિત્તને અનુસરવામાં તત્પર સ્ત્રીને, વિપત્તિમાં કૃતજ્ઞ સુમિત્રને, ઉત્તમ સેવકને અને મનના ભાવો જાણનાર સ્વામીને દુઃખનું નિવેદન કરીને જીવો સુખી થાય છે. ૭૧. જેવી રીતે સાચો તરસ્યો પાણીને ઈચ્છે તેવી રીતે હે પ્રિયા તીવ્ર આશાવાળો હું પુત્રને ઈચ્છું છું. જેવી રીતે વાદળ વિનાની ધરતી તરસી લાગે તેવી રીતે પુત્ર વિનાની કુલાશા શૂન્ય છે. ૭૨. સુલતાએ કહ્યું હે જીવેશ! તમે ઘણી કુલબાલિકાઓને પરણો તેમાંથી કોઈને પણ પુત્ર થશે કેમકે વસ્તુઓનો સંગ્રહકારી ક્યારેય સીદાતો નથી. ૭૩. સારથિ શિરોમણિ નાગે કહ્યું છે મૃગાક્ષિ! આ તું શું બોલી ! આ ભવમાં તારાથી જ હું એકપત્નીવાળો છું અર્થાત્ તારા સિવાય આ ભવમાં મારે બીજી કોઈ સ્ત્રી નથી. બીજી સ્ત્રીઓ મારે માટે પરસ્ત્રી છે. ૭૪. હે મૃવંગી ! તારી કુક્ષિમાં જન્મેલ કામદેવ સમાન પુત્રને માગું છું. હંસને હંસીના પુત્રનું પ્રયોજન છે. શું હંસ બગલીના પુત્રની ઈચ્છા કરે ? ૭૫. હે પ્રિયા ! ચંદ્રની ચાંદનીની જેમ તું જ મારું સર્વસ્વ છે તેથી તે એવા પ્રશસ્ત ઉપાયને કર જેથી મારું ઈચ્છિત અવશ્ય થાય. ૭૬. નમીને સુલતાએ કહ્યું : હે સ્વામિન્! મેલ દૂર કરવામાં પાણીના ઘડાની જેમ સધર્મ જ આનો એક પરમ નિર્દોષ ઉપાય છે. ૭૭. જે ધનના અર્થીઓને ધન આપવામાં દક્ષ છે, પુત્રના અર્થીઓને પત્ર આપવામાં એકો છે. ભોગાર્થીઓને ભોગો આપવામાં દક્ષ છે, પુત્રના અર્થિઓને પત્ર આપવામાં એકો છે. ભોગાર્થીઓને ભોગો આપવામાં લક્ષવાળો છે, પાપ વગેરે ભેદભાવમાં વજની સમાન છે. ૭૮. સ્વર્ગના અર્થીઓને સ્વર્ગનું સુખ આપે છે. મોક્ષના અર્થીઓને મોક્ષકાર્યનો સાધક છે. અથવા તો સમસ્ત ભવનમાં એવું કોઈ કાર્ય નથી જેને ધર્મ ન સાધી શકે. ૭૯. તેથી તે આર્યપુત્ર! હું ધર્મની આરાધના કરીશ જેથી કોઈ વખત પુત્રની પ્રાપ્તિ થશે. કહ્યું છે કે- ઉપાયને આદરતા લોકોને સુખપૂર્વકની ઈચ્છિતની સિદ્ધિ થાય છે. ૮૦. ત્યાર પછી જલદીથી વિભૂષણનો ત્યાગ કરીને, વિષાદનો ત્યાગ કરીને, આયંબિલ વગેરે તપોથી શરીરને શોષવતી, ભગવા વસ્ત્રોને ધારણ કરતી, અખંડશીલનું પાલન કરતી સર્વ વિરતિને ગ્રહણ કરવાની ઈચ્છાવાળી દીક્ષા લેવા પૂર્વેદીક્ષાનો અભ્યાસ કરવા સંવેગના શાસ્ત્રોનું પાન કરતી દિવસો પસાર કરે છે. ૮૨. અને આ બાજુ બત્રીસ લાખ વિશાળ વિમાનોથી યુક્ત પહેલા દેવલોકમાં અનેક સામાનિક લોકપાલ–સેનાપતિ વગેરે મુખ્ય દેવોનો સ્વામી, સુધર્મા નામની સભામાં ઈન્દ્ર સિંહાસન ઉપર આરૂઢ થયેલ વક્ષ સ્થળ પર ઉત્તમ હારને ધારણ કરતા શકેન્દ્ર સુલતાના ધર્મની (સમ્યકત્વની) પ્રશંસા કરી. ૮૪. અત્યારે ભરતક્ષેત્રમાં એવી બીજી કોઈ શ્રાવિકા નથી જે પોતાના ગુણોથી સુલતાને આંબી (પહોંચી) શકે. ક્યાંક કયારેક ચિંતામણિની તોલે મણિઓના સમૂહ આવી શકે પણ બીજી કોઈ વસ્તુ ન આવે. ૮૫. મનુષ્ય કે વિદ્યાધર, તેને ધર્મમાંથી ચલાયમાન કરવા સમર્થ નથી. અથવા દેવ કે દાનવ સમર્થ નથી તો પછી કાગડા જેવો વરાકડો બીજો શું ધર્મથી ચલાયમાન કરી શકે? ૮૬. આ સાંભળીને સભામાં રહેલ એક દેવ અતિ રોષે ભરાયો. ઈન્દ્ર પણ બંદીની જેમ સ્ત્રીમાત્રની પ્રશંસા કરે છે? અહો! આ કેવી અનીતિ! ૮૭. એમ કરીને આ (ઈન્દ્ર) અમને હલકા ચીતરે છે. સુલતાને ચલાયમાન કરવા કોની શક્તિ નથી? અથવા સ્વામીપણાની સત્તાથી ઈન્દ્ર મહારાજા આવું બોલે ત્યારે કયો દેવ 'આવું ન બોલો' એમ અટકાવે?
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy