SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ અભયકુમાર ચરિત્ર ૮૮. કહ્યું છે કે– જે જેના સાહચાર્યને સ્વીકારે છે તે તેનો નિષેધ કરતો નથી. જે મનમાં બેસે તે કરાય છે. સ્વામીને અપયશના ભરનો ભય નથી હોતો આથી અહીં સ્વામીપણું કોને વહાલું ન લાગે? ૮૯. તેથી હું હમણાં જ જઈને તેના સાહસને ભાંગીને ચૂરો કરી દઉં. વાયુ ફુકાયે છતે મૂળથી શિખા સુધી વૃક્ષ હચમચે છે તો શું આંકડાનું રૂ સ્થિર રહી શકે? ૯૦. એમ નિશ્ચય કરીને સાધુ વેશને લઈને નિસાહિ નિસાહિત્રણવાર બોલીને સુલતાને ઘરે ગયો કારણ કે ધૂર્તોનું આ છળ આવેશ વિનાનું મનોહર હોય છે. ૯૧. વિકસિતમુખી, હર્ષના આંસુ વહાવતી, મંજિષ્ઠના રાગથી અધિકધર્મરાગને વહન કરતી, આનંદ સાગરમાં ડૂબેલી સુલસાએ અભ્યત્થાન કરીને ભાવથી સાધુને વંદન કર્યા. ૯૨. પછી સુલતાએ ઉત્તમ સાધુને પૂછ્યું: હે ભગવન્! કયા હેતુથી મારા ગૃહાંગણને પવિત્ર કર્યું? પછી દેવસાધુએ કહ્યું : હે ભદ્રા! ગુણના ધામ સાધુ ગ્લાન થયા છે. ૩. વૈધે શીધ્ર અસર કરે તેવું ઉત્તમ લક્ષપાક તેલના ઔષધની ભલામણ કરી છે. તેથી હું તેની યાચના કરું છું ખરેખર! શ્રાવકો મુનિઓના યાચા(માગણી) ભવન હોય છે. ૯૪. અત્યંત હર્ષિત થયેલી સુલસાએ કહ્યુંઃ હે ભગવન્! તેલ કે બીજું કંઈ જે સાધુને ઉપયોગી હોય તેને ગ્રહણ કરો. જે વસ્તુ સાધુને ઉપયોગી બને તે જ પ્રશંસનીય છે બાકીની વસ્તુ વનના પુષ્પની જેમ નિરર્થક છે. ૫. હે મહાત્મનું! તમારી પ્રાર્થનાનો વિષય બનેલી હું આજે જ ભુવનમાં જન્મ પામી છું. અર્થાત્ કૃતાર્થ થઈ છું. શું કોળાની વેલડી કલ્પવેલડીના બિરુદને પામે? ૯૬. એટલામાં તેણીએ શીશાને હાથમાં પકડ્યો તેટલામાં દેવશકિતથી નીચે પડ્યો અને ફૂટી ગયો પણ ઉત્તમ ભાવનો ભંગ ન થયો અર્થાત્ તુલસા સહેજ પણ વ્યાકુળ ન થઈ. ૯૭. સુલસા બીજો શીશો લાવી તે પણ તે જ રીતે ભાંગ્યો તો પણ તેનો આત્મા વિષાદ ન પામ્યો. જો એમ ન હોત તો ચતુર્વિધ સંઘમાં તેનું નામ પ્રથમ લખાયું તે ન લખાત. ૯૮. ત્રીજો શીશો પણ તે જ રીતે ફુટયો તો પણ ચિત્તમાં સહેજે કલુષતાને ન પામી. સાધુની પ્રાર્થનાન પૂરાવાથી ભાવિમાં થનારા કલ્યાણથી વંચિત તેણીએ પોતાની ઘણી નિંદા કરી. ૯૯. દાનનો ભાવ સુપાત્ર, ધન વગેરે સામગ્રી હોવા છતાં પાપની રાશિ એવા મારા લાભનો એકાંત નાશ થયો. શું બકરીના મુખમાં કોળી સમાય? ૨૦૦. તેના નિષ્કપ મેરુ પર્વત જેવા ભાવને જાણીને ઉત્તમ કાંતિના સમૂહવાળા દેવે જેમ શકેન્દ્ર ભરત મહારાજાની પાસે પોતાનો અંગુઠો બતાવ્યો હતો તેમ પોતાને પ્રગટ કર્યો. ૨૦૧ અને કહ્યુંઃ હે કલ્યાણી ! ઈન્દ્ર તારી પ્રશંસા કરી હતી પણ જેમ દર્ભવ્ય જિનેશ્વરની વાણીની શ્રદ્ધા ન કરે તેમ કુબુદ્ધિઓમાં અગ્રેસર મેં તેની શ્રદ્ધા ન કરી. ૨૦૨. હે ધર્મશીલા! જેમ પૂર્વે બે દેવો સનકુમારની પરીક્ષા કરવા આવ્યા હતા તેમ સૌધર્મદેવલોકનો વાસી હું તારી પરીક્ષા કરવા અહીં પૃથ્વી ઉપર અવતર્યો છું. ૩. હે શ્રાવિકા ! ઈન્દ્ર મહારાજાએ જેવી તારી પ્રશંસા કરી હતી તેનાથી તું અધિક જ છે. જેવી રીતે સુવર્ણની સળી કષ, છેદ અને તાપ ત્રણ પરીક્ષામાં પાસ થાય તેમ તું ધર્મની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ છે. ૪. હે શ્રાવિકા શિરોમણિ ! સર્વગુણોની એક ભૂમિ તારામાં મોટો દોષ એ છે કે તારી દૂધ જેવી ઉજ્વળ કીર્તિએ સૌધર્મદેવલોકને ઉજ્વળ બનાવ્યો. (દોષ એટલા માટે કે સૌધર્મ દેવલોકની કીર્તિને ઝાંખી પાડવાની હતી એના બદલે ઉજ્વળ બનાવી.) ૫. ખરેખર દેવલોકના વિમાનો પાંચ વર્ષના છે એમ જિનેશ્વરનું વચન છે સાક્ષાત્ સર્વ વિમાનોની સફેદાઈ જોઈને દેવવર્ગ તેની કેવી રીતે શ્રદ્ધા કરત? ૬. સમ્યકત્વ રત્નની એક નિધાન ભૂમિ હે તુલસા ! હું તને શું આપું? હે પુણ્યાંગી! તો પણ તું કંઈક માગ જેથી દેવનું દર્શન નિષ્ફળ ન થાય. ૭. પતિના સંતોષ માટે તેણીએ કહ્યું ઃ મારી પાસે ધનનો તોટો નથી, કામભોગોની ખામી નથી, નિશ્ચલ ધર્મની ખામી નથી. પણ દેવીની જેમ મારે પુત્રની ખામી છે. (દેવીને પુત્રો હોતા નથી) પીલવા છતા નીરસ શેરડીના સાંઠામાંથી રસ ન નીકળે તેવા
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy