SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૨ ૩૩ વિપરીત ભાગ્યવાળી મારું જીવન બગલાના રુદનની જેમ નીરસ છે. તેમજ લક્ષ્મીથી અત્યંત ભરપૂર છતાં પુત્ર વિના મારું ઘર શૂન્ય છે. ૯. હે દેવ! જો તું ખરેખર પ્રસન્ન થયો હો તો અને નિકાચિત કર્મબંધનો હેતુ ન હોય તો (અર્થાત્ નિકાચિત કર્મબંધ ન થવાનો હોય તો) મને પુત્ર આપ કેમકે ત્રણ જગતના સ્વામી તીર્થકરો પણ નિકાચિત કર્મબંધને તોડવા સમર્થ નથી તો બીજાની શું વાત કરવી ? ૧૦. આને (નાગ સારથિને) પુત્રનો અભાવ છે. (અર્થાત્ આના ભાગ્યમાં પુત્રપ્રાપ્તિ નથી) એમ જાણીને દેવે એને બત્રીશ સટિકા આપી અને કહ્યુંઃ તારે ક્રમથી આ ગોળીઓ ખાવી જેથી તને આટલા (બત્રીશ) પુત્રો થશે. ૧૧. હંમેશા મારું કામ પડે ત્યારે યાદ કરવો હું પાછો આવીશ એમ કહીને તે દેવ અદશ્ય થયો. અથવા તો સત્ત્વથી વશ કરાયેલ દેવો કિંકર (ચાકર)થી પણ અધિક સેવા કરે છે. ૧૨. સુલસાએ પોતાના ચિત્તમાં વિચાર્યું કે આનું ક્રમથી ભક્ષણ કરીશ તો પ્રિય પણ પુત્રોની અશુચિને હંમેશા કોણ સાફ કરશે? ૧૭. તેથી એકી સાથે આ સર્વ ગુટિકાઓનું ભક્ષણ કરું તેથી મને બત્રીસ લક્ષણોથી યુક્ત એક પુત્ર થાય. શું એક પુત્રવાળી સિંહણ સુખેથી ન સુવે ? અર્થાત્ સુવે. ૧૪. આ પ્રમાણે નિશ્ચય કરીને સુલસાએ એકી સાથે બત્રીશ ગુટિકાનું ભક્ષણ કર્યુ. ખરેખર જીવોની બુદ્ધિ અને ચેષ્ટા (પ્રવૃત્તિ) હંમેશા કર્મ અનુસાર થાય છે. ૧૫. ગુટિકાના પ્રભાવથી સુલસાએ એકી સાથે બત્રીશ પુત્રોને ગર્ભમાં ધારણ કર્યા. દેવોએ પણ સ્પષ્ટપણે જણાવ્યું હોય તો પણ બુદ્ધ (જ્ઞાની) આત્મા ભુલ ખાઈ જાય છે તે આશ્ચર્ય છે. ૧૬. જેમ સારા વિકસિત અને પાકેલા ફળોને આંબાના વૃક્ષની કોમળ ડાળીઓ ધારણ કરવા સમર્થ ન થાય તેમ સ્વભાવથી જ વજ જેવા ભારે ગર્ભોને ધારણ કરવા કૃશોદરી સુલસા શક્તિમાન ન થઈ. ૧૭. ઉપાયને જાણનારી સુલસાએ તે દેવને મનમાં ધારીને કાઉસ્સગ્ન કર્યો, જે સંપત્તિ આપવામાં સમર્થ હોય તે વિપત્તિ નાશ કરવામાં સમર્થ હોય છે. ૧૮. યાદ કરવા માત્રથી જ તે દેવ તુરત જ ઉત્તમ સુલસા શ્રાવિકા પાસે હાજર થયો. અહીં શું આશ્ચર્ય છે? મહાપુરુષો પોતાની પ્રતિજ્ઞા પાળવામાં સતત તત્પર હોય છે. ૧૯ દેવે કહ્યું : હે ધર્મશીલા સુલતા! શા કારણથી તે મને યાદ કર્યો? સાધર્મિક મમત્વને ધારણ કરતી તું સગા ભાઈની જેમ પ્રયોજન જણાવ. ૨૦. પછી તેણીએ પણ પોતાનો ગુટિકાનો વૃત્તાંત દેવને જણાવ્યો, કેમકે બીજી વાત બાજુ પર રાખો પણ બાળક જ્યાં સુધી રડે નહીં ત્યાં સુધી માતા પણ સ્તનપાન કરાવતી નથી. ૨૧.દેવે કહ્યું તે સર્વ ગુટિકાઓનું એકીસાથે ભક્ષણ કરીને સારું ન કર્યું. જેમ સુંદર બીજ રાશિના જેટલા દાણા હોય તેટલા છોડ થાય તેમ જેટલી ગુટિકા હતી તેટલા પુત્રો થયા છે. ર૨. આમ તને લક્ષણવંતા બત્રીશ પુત્રો થશે. ગુણવાન હોવા છતાં પણ સમાન આયુષ્યવાળા થશે અથવા તો જે બનવાનું હોય તે બને છે. ૨૩. તું વિષાદ ન કર તારી પીડાને હું દૂર કરી દઈશ એમ કહીને દેવ દેવલોકમાં ગયો. વિદેહની ભૂમિ જેમ બત્રીશ વિજયને ધારણ કરે તેમ વ્યથા વિનાની સલસાએ ધારણ કર્યા. ૨૪. દિવસો પૂર્ણ થયે છતે પ્રશસ્ત દિવસે શુભ મુહૂર્તે સુલસાએ સુખપૂર્વક બત્રીશ પુત્રોને જન્મ આપ્યો. ૨૫. તે દિવસે સારથિપુંગવ નાગે પણ ઉત્તમ વર્યાપનક કરાવ્યું. સંતાનરહિતને એક પણ પુત્રનો જન્મ પ્રીતિ ઉત્પન્ન કરે છે તો અનેક પુત્રીનો જન્મ વિશેષ પ્રીતિ ઉત્પન્ન કરે તેમાં શું નવાઈ છે? ૨૬. ધાવમાતાઓથી લાલન પાલન કરતા માતાપિતાની આંખોમાં અમૃતનું સિંચન કરતા, લાવણ્ય, સૌભાગ્યયુક્ત શરીરોથી રાજપુત્રોની જેમ વૃદ્ધિ પામ્યા. ૨૭. જેમ ફળોથી ઉબરાનું વૃક્ષ શોભે તેમ ખોળામાં, મસ્તક ઉપર તથા બે ખભા ઉપર, બે પગમાં, પીઠની ઉપર તથા બે ભુજામાં વળગેલા પત્રોથી નાગસારથિ શોભ્યો. ૨૮. તેણે વારંવાર પુત્રોના આલિંગન, ચુંબન વગેરે ચેષ્ટાઓથી
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy