SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૨૨૦ મહત્તરાના વચનનું ખંડન ન કરે તેમ તેની આજ્ઞાનો સ્વીકાર કર્યો. ૫૮.જેમ મુનિ પુંગવ સંશુદ્ધ ભક્ત-પાન એષણાથી શોભે તેમ સાત પત્નીઓથી સેવાતો શ્રેષ્ઠી શોભ્યો. જયશ્રીની કુક્ષિમાં ઉત્પન્ન થયેલ પુત્ર અગ્રેસર છે. જેમાં એવા પુત્રોથી પરિવરેલ કૃતપુણ્ય ફળના સંભારને ધારણ કરતા આમ્રવૃક્ષની જેવો થયો. ધર્મ-અર્થ-કામના સારવાળા કૃતપુણ્યના કેટલાક દિવસો સુખપૂર્વક પસાર થયા. ૬૧. અને આ બાજુ ભુવનમાં આનંદકંદને ઉગવા માટે વાદળ સમાન, અનેક પ્રકારના દુઃકર્મ રૂપી રોગને નાશ કરવામાં અમૃત સમાન, જન્મમરણ–દુર્ગતિના દુઃખરૂપી લાકડા માટે દાવાનળ સમાન, વિવિધ પ્રકારના આધિ-વ્યાધિના નાશ માટે ઔષધિ સમાન, સંપૂર્ણ અતુલ કલ્યાણની વેલડીની વેલ માટે નવા વાદળ સમાન, લોકમાં આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવા આઠ પ્રાતિહાર્યથી શોભતા, અનેક ક્રોડ દેવો જેના ચરણકમળની સેવા કરે છે, શ્રી ગૌતમ ગણધર ઉત્તમ સાધુઓથી સહિત, ભવ્ય જીવોને બોધ પમાડવાના હેતુથી પૃથ્વીતલ ઉપર જુદા જુદા નગર, આકર અને ગામમાં સતત વિહરતા ભગવાન શ્રી મહાવીર સ્વામી રાજગૃહ નગરની પાસે શ્રેષ્ઠ ગુણશીલ ચૈત્યમાં સમવસર્યા. ૬૭. પરમાનંદથી પૂરિત પોતાને કૃતાર્થ માનતા વૈમાનિક–જ્યોતિષ્ક, અસુર અને વ્યંતર દેવોએ પોતાના નાથ માટે તુરત સમવસરણ કર્યું. પ્રભુની સેવાની પ્રાપ્તિ પણ સદ્ભાગ્યોથી થાય છે. નવ સુવર્ણકમળમાં બે ચરણને મૂકતા પ્રભુ પૂર્વ દિશાના દરવાજામાંથી સમવસરણમાં પ્રવેશ્યા. ૭૦. ચૈત્યવૃક્ષ એકેન્દ્રિય હોવા છતાં તેનો મહિમા કોઈક એવો મોટો છે જેને ત્રિભુવન નાથે સ્વયં પ્રદક્ષિણા કરી. ૭૧. અહો! આશ્ચર્ય છે કે નીચે કરાયેલું સિંહાસન પણ પ્રભુના બેસવાથી ભુવનની ઉપર થયું. ૭૨. સંસારના સ્વરૂપને જાણતા જીવોના મનમાં ભાવના પ્રવેશે તેમ ત્યાં ક્ષણથી બાર પર્ષદા પ્રવેશી. ૭૩. જ્યારે ત્રિજગન્નાથ પ્રભુ ઉદ્યાનમાં સમોવસર્યા ત્યારે તેના પાલકે જઈને રાજાને વધામણી આપી. ૭૪. હે રાજન્ ! જેના નામ સ્મરણથી જ સારી રીતે પાકેલી કાકડીઓની જેમ આપત્તિઓ ગળી જાય છે જેમ કોટિવૈધના રસથી ઘણું સુવર્ણ થાય છે જેમ તપેલા લોખંડ ઉપર પડેલું પાણીનું બિંદુ જલદીથી ઊડી જાય છે તેમ જેના દર્શનથી દારિદ્રય નાશ પામે છે, કયાંક અખંડ શાસન એકક્ષત્ર સામ્રાજ્યની પ્રાપ્તિ થાય છે, અણિમાદિ સિદ્ધિ અને નિશ્ચિત મોક્ષની પ્રાપ્તિ થાય છે તે આ સિદ્ધાર્થ રાજાના કુલરૂપી આકાશમાં સૂર્ય સમાન, ત્રિશલા રાણીની કુક્ષી રૂપી મેરુપર્વતની ભૂમિમાં થયેલ કલ્પવૃક્ષ સમાન ભગવાન શ્રી મહાવીર સ્વામી તીર્થંકર પરમાત્મા હમણાં હે સ્વામિન્! ઉદ્યાનમાં સમોવસર્યા છે. તમારા પુણ્યકર્મની અવધિ નથી. ૭૯. હે દેવ! તેમના આગમનથી આજે તમે સારી રીતે વધામણી કરાવ છો. જિનેશ્વરના આગમનના સમાચાર સિવાય તમારે બીજું કોઈ પ્રીતિનું કારણ નથી. ૮૦. તીર્થકરના આગમનનો વૃત્તાંત સાંભળવાથી જાણે સાક્ષાત્ ધર્મના અંકુરા ઉત્પન્ન ન થયા હોય તેમ રાજા રોમાંચથી પુલકિત થયો. ૮૧. રાજાએ પ્રિય બોલનારને (ભગવાન પધાર્યા હોય છે એવા સમાચાર આપનારને) દારિદ્રયની પરંપરાનો નાશ કરે એવા દાનને આપ્યું. રાજાઓ ગરીબાઈનો નાશ કરનારા હોય છે. ૮૨. રાજાએ તત્ક્ષણ ભગવાનને વંદન કરવા જવાની સામગ્રીને તૈયાર કરાવી. વંદન કર્યા વિનાની ક્ષણ પણ મહિના જેટલી લાંબી થઈ. ૮૩. અભયકુમાર વગેરેથી સહિત રાજા સ્વભાવથી અચલ (સ્થિર) હોવા છતાં પણ સેચનક હાથી ઉપર બેસીને ભગવાનની પાસે જવા નીકળ્યો. ૮૪. ત્રણ છત્રો જોઈને રાજા હાથી ઉપરથી નીચે ઉતર્યો. પ્રભુને જોઈને માનથી નીચે ન ઉતરે તો તે પણ આશ્ચર્ય છે. ૮૫. પાંચ ૧. સ્વામી બેસે એટલે સિંહાસન નીચું રહે. પણ ત્રણ ભુવનના નાથ તેનો ઉપયોગ કરે છે તેથી તેનું મહત્ત્વ વધે છે. ઉત્તમ પુરુષો જેનો ઉપયોગ કરે તે ઉત્તમ જ હોય. ------- - ---- -------
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy