SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૧ સર્ગ-૯ પ્રકારના અભિગમ સાચવીને રાજા પંચમી ગતિ માટે કામદેવને જીતનારા પ્રભુને નમવા સમવસરણમાં પ્રવેશ્યો. ૮૬. પર્ષદાની સાથે શ્રેણિક રાજા પ્રદક્ષિણાવર્ત ભ્રમણથી જેમ જેમ ત્રણ પ્રદક્ષિણા કરી તેમ તેમ મોહ રાજાના માથા ઉપર વ્યથાના આવર્નો ઉભા થયા તેમ અમે માનીએ છીએ. ૮૮. ત્રણવાર ભૂતલને સ્પર્શ કરીને જિનેશ્વરને નમીને, રાજાએ ભક્તિથી ભરેલી વાણીથી આ પ્રમાણે સ્તુતિનો આરંભ કર્યો. ૮૯. નક્ષત્રો ઘણાં હોવા છતાં મંદદષ્ટિ આત્મા કેટલાક જ નક્ષત્રોને જુએ છે. તેમ તમારામાં અનંતગુણોનો સમૂહ હોવા છતાં હું કેટલાક ગુણોને જાણું છું. ૯૦. તો પણ હે ભગવન્! તારી ભક્તિમાં મારું ચિત્ત રાગી થયું છે. મારી ચલાચલ રસના (જીભ) તારા ગુણો ગાવા ઈચ્છે છે. ૯૧. હે નાથ ! તમે પ્રાણાંત કલ્પના પુષ્પોત્તર વિમાનમાંથી રાજહંસની જેમ ચ્યવને દેવાનંદાની કુક્ષિરૂપી કમળમાં અવતર્યા. ૯૨. હંમેશા પવિત્ર એવા તમે અષાડ સુદ-૬ ના દિવસે અવતર્યા તેથી અષાડ માસની પવિત્રતા સંગત જ છે. ૯૩. તથા આસો માસની પ્રથમ તેરસના દિવસે (ગુજરાતી ભાદરવા વદ-૧૩) દેવાનંદાની કુક્ષિમાંથી ત્રિશલાદેવીની કૃષિનો આશ્રય કર્યો તે તમારા વિશે એક અચ્છેરું છે. ૯૪. તેથી હું માનું છું કે સર્વ મનોરથોની સિદ્ધિ કરનારી હોવાથી તે દિવસથી સર્વ સિદ્ધિદા ત્રયોદશી તરીકે વિશેષ પ્રસિદ્ધ થઈ. ૯૫. હે પ્રભુ! ચૈત્ર શુદ તેરશના દિવસે આપનો જન્મ થયો અને તે જ દિવસે સ્નાત્ર મહોત્સવ પ્રસંગે ઈન્દ્રને થયેલી શંકાનું નિરાકરણ કરવાના હેતુથી લીલાપૂર્વક મેરુને કંપાવતા તમે જે આશ્ચર્ય કર્યુ તેથી અમે માનીએ છીએ કે આ માસ પણ ચેત્ર (આશ્ચર્ય કરનાર) થયો. ૯૭. હે જિનનાથ ! જે માસની દશમના દિવસે તમે એકાકી નિર્વાણ માર્ગમાં શિરોમણિ સર્વ વિરતિરૂપ દુર્ગ ઉપર આરોહણ કર્યું તેથી તે માસનું નામ મૃગÍષ થયું તે યુક્ત જ છે. ૯૯. હે પ્રભુ! જે મહિનાની સુદ દશમના દિવસે ઘાતિકર્મરૂપ સમુદ્રનુ શુકલધ્યાનરૂપી મોટા વૈશાખ (રવૈયા)થી મથન કરીને જરા-મરણનો નાશ કરનાર કેવળજ્ઞાનરૂપી અમૃતને ઉપાર્જન કર્યું તેથી તે માસનું નામ વૈશાખ રાખવામાં આવ્યું. ૬૦૧. હે પ્રભુ! તમારા પાંચેય કલ્યાણકો ઉત્તરા ફાલ્યુનીમાં થયા. જે જેના વડે મેળવવા યોગ્ય છે તે તેના વડે મેળવાય છે. અર્થાત્ જેનું માગણું હોય તે લે.૬૦૨. હે સર્વજ્ઞ પ્રભુ! તમારું નિર્વાણ કલ્યાણક કઈ તિથિને પવિત્ર કરશે તેને હું જાણતો નથી. ૩. એમ છ કલ્યાણકોથી સ્તવન કરાયેલ છે જિનેશ્વર ! એવું કરો જેથી છ ભાવ શત્રુઓને જીતનારો થાઉં. (કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સર આ છ ભાવશત્રુઓ છે.) ૪. એમ જિનેશ્વરની સ્તવના કરીને જિનવાણી સાંભળવાની ઈચ્છાવાળા શ્રેણિક રાજા પર્ષદાની સાથે પોતાના સ્થાને બેઠો. ૫. પુણ્યાત્મા કૃતપુણ્ય પણ તે જ દિવસને પવિત્ર માનતો પત્ની-પુત્રાદિ પરિવારથી પરિવરેલો હર્ષપૂર્વક સમવસરણમાં જઈને પ્રભુને નમીને બેઠો. પુણ્યશાળીઓ જ જિનેન્દ્રસમાન તીર્થનું સેવન કરે છે. ૭. અનંતકાળ સુધી અવ્યવહાર રાશિમાં વસીને જીવ કોઈક રીતે (ભવિતવ્યતાના પરિપાકથી) વ્યવહાર રાશિમાં આવે છે. ૯. જાણે નવા સ્થાનની પ્રાપ્તિથી હર્ષ પામેલ ન હોય તેમ અનંતકાયમાં અનંત અવસર્પિણી–ઉત્સર્પિણીકાળ સુધી રહી શકે. ૧૦. ત્યાંથી ચ્યવને ફરી પૃથ્વી-પાણી–અગ્નિ-પવનમાં પૃથક પૃથક અસંખ્યાત ઉત્સર્પિણી સુધી રહે. ૧૧. તેમાંથી નીકળેલો જીવ બે ઈન્દ્રિયાદિ ત્રસકાયમાં સાધિક બે હજાર સાગરોપમ સુધી રહે. ૧૨. જેમ ઘાણીમાં બળદ ફરે તેમ અવ્યવહાર રાશિને છોડીને બીજા સ્થાનોમાં ફરી ફરી આવે છે અને જાય છે. ૧૩. એ પ્રમાણે કુયોનિમાં ભમતો જીવ ચલકાદિ દષ્ટાંતોથી દુર્લભ કયારેક કયાંક મનુષ્ય ભવ પામે છે. ૧૪. અહો ! તેમાં પણ આર્યદેશ, સુમતિ, સુંદરકુલ, વિશાળ સાધુ સામગ્રી, જિનવાણી શ્રવણ તથા ધર્મની શ્રદ્ધા, આરોગ્ય, સમસ્ત ઈન્દ્રિયોનું પાટવ, પ્રવજ્યા, એમ
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy