SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ અભયકુમાર ચરિત્ર ઉત્તરોત્તર વિશેષ દુઃપ્રાય છે. ૧૬. તેથી આ સામગ્રીને પ્રાપ્ત કરીને પ્રમાદ કરવો યોગ્ય નથી. પરંતુ કર્મને હરનાર શર્મ (સુખ)ને ઉત્પન્ન કરનાર ધર્મમાં ઉદ્યમ કરવો જોઈએ. ૧૭. ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે, ધર્મ વ્યાધિ માટે મહા ઔષધ છે. ધર્મકર્મરૂપી સાપના ઝેરને ઉતારવા માટે અકસીર મંત્ર છે. ધર્મ દુઃખરૂપી ઈન્ધનને બાળવા માટે દાવાનળ સમાન છે. ૧૮. ધર્મ સકલ કલ્યાણરૂપી વેલડીને ઉગવા માટે વાદળના ઉદય સમાન છે. ધર્મ સંસાર સમુદ્ર તરવા માટે વાહણ સમાન છે. ૧૯. ધર્મ માતા છે, ધર્મ પિતા છે, ધર્મ સુવત્સલ ભાઈ છે. ધર્મ કાર્ય વિનાનો મિત્ર છે, ધર્મ વ્યસનથી પાર પમાડનાર છે. ૨૦. ધર્મથી રૂપની પ્રાપ્તિ થાય છે, ધર્મથી કુલની પ્રાપ્તિ થાય છે. ધર્મથી અનુત્તર જાતિ પ્રાપ્ત થાય છે. ધર્મથી ઈન્દ્રિયની પરિપૂર્ણતા થાય છે. ધર્મથી સારું શરીર મળે છે. ૨૧ ધર્મથી આજ્ઞાયુક્ત રાજ્ય મળે છે. ધર્મથી વાસુદેવપણું મળે છે. ધર્મથી એકછત્ર ચક્રવર્તિત્વ મળે છે. ર૨. ધર્મથી ઉત્તમ સ્થાન, ધર્મથી ઈન્દ્રપણું, ધર્મથી નવરૈવેયકપણું, ધર્મથી પાંચ અનુત્તરપણું મળે છે. ૨૩. ધર્મથી ગણધર પદવી દૂર નથી તથા ધર્મથી તીર્થકર પદની પ્રાપ્તિ થાય છે. ૨૪. ધર્મથી અનંત સુખનું એક ધામ મોક્ષ નક્કીથી પ્રાપ્ત થાય છે. સમ્યક સેવાયેલો ધર્મકલ્પવૃક્ષ શું ફળ ન આપે? ૨૫. દાન–શીલ–તપ અને ભાવથી ધર્મ ચાર પ્રકારનો છે. ચાર ગતિમય સંસારરૂપી શત્રુનો નક્કીથી નાશ કરનાર છે. ૨૬. જ્ઞાનદાન, અભયદાન, ધર્મોપષ્ટભદાન અને ચોથું અનુકંપાદાન (દયા)થી દાન ધર્મ ચાર પ્રકારનો છે. ૨૭. જે બોધ પમાડવા સિદ્ધાંતની વાચના વગેરે કરાય છે, પટ્ટિકા પુસ્તકાદિ લેખન સામગ્રી અપાય છે તે જ્ઞાનદાન કહેવાયેલ છે. ૨૮. જ્ઞાનના લાભથી બોધ પામેલ જીવ વિરતિને સ્વીકારે છે. પછી કર્મ ક્ષય કરીને કેવલી થઈ સિદ્ધ થાય છે. ર૯. તેથી ચક્ષસમાન સિદ્ધાંતનું જ્ઞાનદાન આ સમસ્ત કલ્યાણનું કારણ કહેવાયું છે. ૩૦. મન-વચન અને કાયાથી, કરવું–કરાવવું અને અનુમોદવું એમ ત્રિવિધ–ત્રિવિધથી જે સર્વ પ્રાણીઓનું રક્ષણ કરાય છે તે અભયદાન છે. ૩૧. તેમાં સ્થાવર અને ત્રસના ભેદથી જીવો બે પ્રકારના છે. પૃથ્વી-પાણી–અગ્નિ-વાયુ અને વનસ્પતિના જીવો સ્થાવર છે એમ તમે જાણો. ૩૨. પ્રત્યેક અને સાધારણના ભેદથી વનસ્પતિના જીવો બે પ્રકારે છે. પૃથ્વી વગેરે જીવો બાદર અને સૂક્ષ્મ એમ બે પ્રકારના છે. પ્રત્યેક જીવો છે તે સૂક્ષ્મ નથી પણ બાદર જ છે. ૩૩. સુગંધના દાબડાની જેમ લોક સૂક્ષ્મ જીવોથી ભરેલો છે. વિવિધ પ્રકારની માટી, ખડી, ધાતુ, વિદ્રમ તથા ત્વરિકા ઢેકું–લવણ–રેતી વગેરે તાંબુ વગેરે સર્વ ખાણો પૃથ્વીકાય કહેવાયેલ છે. ૩૫. હિમ, બરફ, કરા, વાદળનું પાણી, તથા વાપી સરોવર, નદી, સિંધનું પાણી અપ્લાય કહેવાયેલ છે. ૩૬. વિદ્ય-ઉલ્કા-મર્મર અંગાર વગેરે અગ્નિ હોય છે. ઉત્કલિકા, ઝંઝાવાત વગેરે તાલવૃત્તાંદિથી ઉત્પન્ન થતો વાયુકાય છે. ૩૭. લતાપુષ્પ પત્ર–વૃક્ષ–તૃણ-અંકુર વગેરે વનસ્પતિકાય છે. જિનેશ્વરોએ પૃથ્વી વગેરે કાયોને એકેન્દ્રિય કહ્યા છે. ૩૮. શુક્તિ, શંખ, કોડી, જલોકસ, ગંડૂપદ, કૃમિ, પોરા વગેરે અને તેના જેવા બીજા પણ બેઈન્દ્રિય કહ્યા છે. ૩૯. કીડી, યુકા, લીખ, મંકોડા, માંકડ, ઉધેહી, વગેરે ઘણાં પ્રકારના તેઈદ્રિય કહેવાયા છે. ૪૦. પતંગિયા, માખી, ડાંસ, ભ્રમર, કંસારી, વીંછી, મચ્છર વગેરે ચતુરિન્દ્રિય છે. ૪૧. સંજ્ઞિ અને અસંન્નિના ભેદથી પંચેન્દ્રિય બે પ્રકારના છે. ગર્ભજ અને નારક તથા દેવો સંજ્ઞી છે. બાકીના સંમૂર્છાિમ છે. (અસંજ્ઞી) ૪૨. જેઓને મનોજ્ઞાન છે તે સંજ્ઞી છે, બાકીના અસંજ્ઞી છે. પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી સંજ્ઞીઓ બે
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy