SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૯ ૨૧૯ બાળકોએ કહ્યું કેમકે બાલચેષ્ટા તેવા પ્રકારની છે. ૨૭. આ પ્રમાણે વિવાદ કરતા તેઓમાંથી કેટલાક ખોળામાં, કેટલાક બે ઢીંચણમાં વળગ્યા. કેટલાક પગમાં વળગ્યા. કેટલાક માથામાં, કેટલાક કાંધ અને ભુજામાં બીજા કેટલાક પીઠમાં વળગ્યા. અથવા મહાપુરુષોને પણ કયારેક ભ્રાન્તિ થાય છે. ૨૯. ત્યાં રહેલા પુત્રો આમતેમ ફરી ફરી ઉછળવા લાગ્યા કેમકે વાંદરાની જેમ બાળકો કયાંય સ્થિર થતા નથી. ૩૦. પ્રતિમાએ કૃતપુણ્યના ઘણાં પુત્રોને આકર્ષિત કર્યા. બે પુત્રોની સાથે સ્થવિરા અંબિકાની મૂર્તિ પાસે ગઈ. ૩૧. સ્થવિરા અને માતાએ પુત્રોને કહ્યું : હે વત્સો ! જલદી આવો ઘણી વાર થઈ ગઈ છે. ૩૨. લટકાળી વાણીથી બધાએ એકીસાથે કહ્યું : હે માતાઓ ! તમે ઘરે જાઓ અમે પિતા પાસે રહીએ છીએ. ૩૩. આ તમારા પિતા નથી. તમારા પિતા ઘરે છે. પરંતુ હે પુત્રો ! આ દેવની પ્રતિમા છે એના ઉપર ન બેસાય. ૩૪. કારણ કે પ્રતિમા ઉપર બેસવાથી કલ્યાણનો નાશ કરનારી આશાતના થાય. હે મુગ્ધો તમે કંઈ સમજતા નથી. તમને શું કહેવું ? ૩૫. અમે તમને નારંગી, કેળા, ખર્જુર, અખરોટ, દ્રાક્ષ, કેરી વગેરે આપશું તેથી ઘરે ચાલો. ૩૬. જેમ નવી ખરીદેલી ગાયને પ્રલોભાવીને ઘરે લઈ જવાય તેમ ઘણાં પ્રલોભનથી પુત્રોને ઘરે લઈ ગઈ. ૩૭. જેમ ચોર પોતાની પલ્લિમાં સૈન્યને મોકલે તેમ અભયે તુરત જ પોતાના પુરુષોને ગુપ્તપણે વૃદ્ધાની પાછળ મોકલ્યા. ૩૮. અને તેઓને શિક્ષા આપી કે વધૂઓની સાથે આ વૃદ્ધા ઘરમાં પ્રવેશે તે મને જણાવવું. ૩૯. તેનું ઘર જોઈ આવીને પુરુષોએ ભાળ આપી કે તુરત કૃતપુણ્યને લઈને અભયકુમાર ઉભો થયો. ૪૦. ત્યારે તે બંને વૃદ્ધાને ઘરે ગયા. પુત્રવધૂઓના ભાગ્યથી ગયા કે પોતાના ભાગ્યથી ખેંચાઈને ગયા તે અમે જાણતા નથી. ૪૧. એકાએક જ પતિને જોઈને અમૃતથી સિંચાયેલની જેમ પત્નીઓ સર્વ રીતે પરમ આનંદથી ઉભરાઈ ગઈ. ૪૨. અહો ! આજે સુનક્ષત્ર છે. અહો ! આજે શુભતિથિ છે અહો ! આજે સારો દિવસ છે. આજે યોગ પણ શુભ છે. ૪૩. જેમ વહાણ કોઈ અજાણ્યા બંદરે પહોંચી જાય તેમ આ અમારા પતિ એકાએક અમારી પાસે આવ્યા છે. ૪૪. જે આ બાજુ અભયકુમારે સ્થવિરાને કહ્યું : હે વૃદ્ધા ! તું મારા નગરમાં હંમેશા અન્યાયને કેમ કરે છે ? ૪૫. હે સ્થવિરા તેં અમારી સાથે વિપ્લવ કેમ કર્યો? હે કપટનાટકાચાર્યા! આ પ્રમાણે તે અમને ઠગ્યા છે. જેમ આયુષ્યનો બંધ ન થતો હોય ત્યારે આયુષ્યના ભાગના કર્મના દળિયા શેષ કર્મોને મળે છે તેમ પુત્ર વિનાનાનો સર્વ પણ વિભવ રાજાનો થાય છે. ૪૭. હે વૃદ્ધા ! દ્રવ્યની રક્ષા માટે કૃતપુણ્યને ઘરે લઈ જઈ બાર વરસ સુધી રાખ્યો. ૪૮. પુત્ર સંતતિ થયા પછી તેને શા માટે બહાર કાઢી મૂકયો ? દ્વિદળધાન્યમાં જેમ તેલ (સ્નિગ્ધતા) ન હોય તેમ અહો ! તારામાં નિઃસ્નેહતા કેવી છે ! ૪૯. આના ચંદન જેવા સુગંધિ શીલથી પણ તારો રુંવાળો ન ફરકયો તો શું તું પથ્થરની બનેલી છે. ૫૭. આ પૌત્રી–પૌત્રોને અને ચારેય પણ પુત્રવધૂને અને સર્વલક્ષ્મી આને અર્પણ કરી દે અને તું પૂર્ણપણે બે હાથવાળી થા અર્થાત્ ધન વિનાની રહે. આ તને અન્યાયનો દંડ છે. અથવા બીજા રાજાઓ તો તારા માથા ઉપર વર્જિની કરીને(મશી ચોપડાવી) કાઢશે. પર. અહો ! પૂર્વ અવસ્થામાં સ્વચ્છંદલીલાથી ચારેય પણ પુત્રવધૂઓ બળાત્કારે તાબામાં રાખી હતી તે વૃદ્ધા અભયની આગળ એક પણ વચન બોલવા શક્તિમાન ન થઈ. અથવા વણિક જાતિ ત્રણ ભાગથી ન્યૂન માટીના કાગડા જેવી નથી. અર્થાત્ ડરપોક છે. ૫૪. અભયકુમારે આજીવિકા ચાલે તેટલું ધન અને ઈચ્છા મુજબના વસ્ત્રો મળી રહે તેટલું ધન રહેવા દીધું. ૫૫. કૃતપુણ્ય પણ પત્ની અને પુત્રો અને ધન લઈને ગયો અને વૃદ્ધાને છ દાંત બચ્યા અને મુખ બોખું થયું. ૫૬. વિશેષજ્ઞ કૃતપુણ્યે ગુણાનુરાગથી હર્ષપૂર્વક જયશ્રીને કુટુંબની સ્વામિની પદે સ્થાપી. બાકીની છએ સ્ત્રીઓએ જેમ વિનીત સાધ્વીઓ
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy