SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૨૧૮ આનો પણ મારે સત્કાર કરવો જોઈએ. અશુચિ સ્થાનમાં ઉત્પન્ન થયેલી હોવા છતાં પણ કેતકી માથા ઉપર ધારણ કરાય છે. ૯૯. તે ચારેય પણ શેઠાણીની પુત્રવધૂઓ પણ મારા ઉપર રાગી અને ભક્તિવાળી છે અને સપ્રવર ચતુર છે નહીંતર ઉત્તમ લાડુઓમાં મણિ ન નાખત. તેથી દેવીઓને શોક્ય બનાવે તેવી ચારેયને અહીં બોલાવી લઉ. ૫૦૧. તેઓને બોલાવ્યા પછી ધનસંપત્તિ પાછળ જ આવશે. પૃથ્વીને જીતી લેનાર રાજાઓને કયા ભંડારો સ્વયં ઉપાર્જન કરાયેલા ન થાય? અર્થાત્ રાજ્યને જીતી લેતા રાજાઓને રાજ્યના ભંડારો આનાયાસે પ્રાપ્ત થાય છે. ૫૦૨. તે પણ પુત્રો કુલને કેતુ સમાન છે. દુર્લભ પુત્ર સંપત્તિ ફોગટ કેમ છોડી દેવાય? ૫૦૩. જેમ વેલડીની સાથે વેલડીના ફળો આવે છે તેમ પત્નીઓની સાથે પુત્રો પણ સ્વયં પાછળ આવશે. ૪. મહામતિ કૃતપુણ્ય અભયકુમારની આગળ પોતાની વિચારણા જણાવી. ૫. હે મહામંત્રિનું! આ જ નગરમાં અઢળક સંપત્તિને ધારણ કરતી શેઠાણી રહે છે. તેને ફોતરા વિનાના શાલિની જેમ ચાર સારભૂત પુત્રવધૂઓ છે. ૬. તેનો પુત્ર મરણ પામ્યો છે તેણીએ મને પોતાના ઘરે લઈ જઈને ચારેય પુત્રવધૂના પતિ તરીકે અને પોતાના પુત્ર તરીકે મને સ્વીકાર્યો હતો. ચારેય પૂત્રવધુઓને પુત્રો થયા પછી મને બહાર કાઢી મુક્યો. ૭. હું તેનું ઘર જાણતો નથી. તેથી તું કોઈપણ ઉપાયથી તપાસ કરાવ. હે રાજપુત્ર! તું કોના વડે કાર્યનો ઉપાય નથી પુછાયો? ૮. જાણે વૃદ્ધા માટે કૂટ–યંત્ર ન હોય બે દરવાજાવાળા સુરાગારને જલદીથી કરાવ્યું. ૯. તેમાં કૃતપુણ્યની સમાન લેપ્યમય પ્રતિમાની સ્થાપના કરાવી અને તેના ચિત્તમાં હર્ષને સ્થાપન કરાવ્યો. ૧૦. અભયે વૃદ્ધાના ઘરને શોધી કાઢવા માટે આખા નગરમાં આ પ્રમાણે એક મંત્ર સમાન ઘોષણા કરાવી. ૧૧. પુરુષ, સ્ત્રી, બાળક, બાળિકા, કુમાર, કુમારી અથવા વૃદ્ધ કે તરુણ કોઈપણ અવસ્થામાં મનુષ્ય સુરાલયમાં આવવું અને વિધનહારિણી યક્ષપ્રતિમાને સાત દિવસની અંદર વાંદવી અને પૂજી જવી નહીંતર સંકટ આવશે એમ નૈમિત્તિકે કહ્યું છે. ૧૪. વિનના ભયથી લોક ત્યાં આવવા લાગ્યો. કયારેક છળથી જેવી રીતે કાર્યની સિદ્ધિ થાય છે તેવી રીતે બળથી નથી થતી. ૧૫. જેમ ગાઢ ઉછળતા ભરતીના પાણીના મોજાના સમૂહનું અંતર દેખાતું નથી તેમ ત્યાં આવતા લોકનું અંતર દેખાતું નથી. અર્થાત્ અત્યંત ભીડ છે. ૧૬. જેમ જીવ આત્મામાં રહેલ કેવળ જ્ઞાન અને કેવળ દર્શનથી લોકને જુએ તેમ ગવાક્ષમાં બેસેલા અભય અને કૃતપુણ્ય લોકને જોયો. ૧૭. વિનના ઘાત માટે લોકે પ્રતિમાને નમીને સારી રીતે પૂજી, અહો! આ લોકના સુખનો અર્થી પ્રાણી કઈ ચેષ્ટા નથી કરતો? ૧૮. જેમ મૂઢ જીવના બે કાનમાંથી કહેવાનું વચન નીકળી જાય તેમ લોક એક દરવાજામાં પ્રવેશી બીજે દરવાજે નીકળી ગયો. ૧૯, ફળથી ભરેલી ડાળીને ધારણ કરતી જાણે જંગમ કદલી (કેળ) ન હોય તેમ આંગડીની પાસે કેડની પાસે રહેલી પુત્રવધૂઓથી યુક્ત વૃદ્ધા આવી. ૨૦. હે સન્મતિ આ તે વૃદ્ધા છે, તે આ મારી સ્ત્રીઓ છે અને આ મારા પુત્રો આવ્યા છે એમ ભ્રકુટિની સંજ્ઞાથી શ્રેષ્ઠીએ મંત્રીને બતાવ્યા. ૨૧. તત્પણ કૃતપુણ્યની સમાન મૂર્તિ જોઈને પ્રાણપ્રિય પતિને યાદ કરીને પુત્રવધુઓએ આંસુઓ સાર્યા. રર. લાંબા સમય પછી આજે અમને અમારા પિતા મળ્યા એમ આનંદથી ભરાયેલા બાળકો પ્રતિમા પાસે આવ્યા. ૨૩. હે તાત! અહીંથી અમને મૂકીને તમે આટલા દિવસ સુધી ક્યાં ગયાં હતા.? એમ બોલીને પુત્રો ક્ષણથી પ્રતિમા ઉપર ચડ્યા. ૨૪. એકે કહ્યું: હું જ પોતાના પિતાનો વહાલો છું તેથી હું ખોળામાં બેસીશ બાકીના તમે દૂર રહો. ૨૫. બીજાએ કહ્યું : અરે ! તું દૂર થા હું જ પિતાનો ઘણો પ્રિય છું. પિતાએ પૂર્વે મને સુંદર ફળાદિક આપ્યા હતા. ૨૬. હું એક જ પિતાના ખોળામાં બેસીશ. હે ભાઈઓ! એમ બાકીના બધા
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy