SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ–૯ ૨૧૭ પુત્રી! તું આવું કેમ બોલે છે? મેં પાપિણીએ તારા પતિને બહાર કાઢયો છે. ૬૭. હે પુત્રી! તે કારણથી તું આવી દશાને પામી છે. જે એકપણ ચોરી કરાઈ છે તે કુટીરમાં માતી નથી. ૬૮. આ મારી ભૂલથી હું હમણાં પસ્તાઉં છું તેથી તેને બીજા પુરુષ માટે કેવી રીતે આગ્રહ રાખું? ૬૯. વૃદ્ધાએ તેનું વચન માન્ય કર્યા પછી તારા સંગમના મનોરથવાળી દેવદત્તાએ શરીરને ટકાવવા ભોજન કર્યું. ૭૦. હે શ્રેષ્ઠિનું! યોગિનીની જેમ તારા બે ચરણનું સતત ધ્યાન કરતી આણે બાર વર્ષ માંડ પસાર કર્યા છે. ૭૧. બાર વરસ પસાર થયા પછી હજુ કયાંયથી તમારા સમાચાર મળતા નથી તેથી શું નૈમિત્તિકનું વચન ખોટું પડશે? અથવા છીછરા ક્યારામાં રહેલા પાણીની જેમ મારું ભાગ્ય છીછરું છે. ૭૩. હે સુંદર! આમ વિચાર કરતી તે જેટલામાં રહે છે તેટલામાં બે કાનને માટે અમૃત સમાન તારું આગમન સાંભળ્યું. ૭૪. તારા આગમનને સાંભળીને આજે પોતાને જીવતી અને ત્રણભુવનમાં વસતી માને છે. ૭૫. હે સુભગ ! તારી પ્રાણપ્રિયા દેવદત્તાએ ઘણાં આદરથી મને તારી પાસે મોકલાવી છે. ૭૬. તારા વિયોગ અગ્નિથી સંતપ્ત થયેલી તેણીએ વચનથી સંદેશો કહેવડાવ્યો છે કે પોતાના દુઃખનું કહેવાનું સ્થાન તારા સિવાય બીજો કોઈ નથી. ૭૨. તેથી હે સ્વામિન્ ! હે કરુણામૃત સાગર ! હે પ્રિય! આવીને મને દર્શન અને પ્રાણભિક્ષા આપ. ૭૮. કૃતપુણ્ય શ્રેષ્ઠીએ ચતુરાઈમાં નિપુણ તેને કહ્યું ઃ જો બીજો દુષ્ટ જણાઈ ગયો છે તો શું એને પંપાળવાનો હોય ? મેં તેને ઓળખી લીધી છે અને તમારા ચારિત્રને જાણ્યું છે. માલવનો રાજા જોવાયો અને માલવ દેશમાં થતા ખાખડા પણ ખાધા. ૮૦. હે ભદ્રા ! પોતાનું કલ્યાણ ઈચ્છતા લોકોએ તમારી છાયામાં પણ ન આવવું જોઈએ. વિદ્વાનોએ વિષભૂમિના વૃક્ષની જેમ તમારો વિશ્વાસ ન કરવો જોઈએ. ૮૧. જેમ વેલડીઓ વડે જ વૃક્ષ ભક્ષણ કરાય તેમ હું તમારા વડે પગથી માથા સુધી ભક્ષણ કરાયો છે. તે શું મને યાદ ન આવે? ૮૨. સઆચરણથી રહીત, શરીરથી જ કોમળ, (મન-વચનથી નહીં) સાપણ જેવી ઉગ્રભોગમાં ઉત્પન્ન થયેલ સર્પો જેવી, ગતિથી વક્ર, સર્વ રીતે પછી પછીના વિલાસોથી પુરુષરૂપી ઊંદરડાને ખાનારી વેશ્યાઓ ઉપર કેવો વિશ્વાસ રખાય? ૮૪. દાસીએ કહ્યું હે શ્રેષ્ઠિનું! તમે જે કહો છો તે સાચું છે. મોટા ભાગે વેશ્યાઓ આવી હોય છે. ૮૫. પરંતુ મારી સ્વામિની દેવદત્તા આવી નથી. શું ક્યાંય પાંચેય આંગડીઓ સરખી હોય? ૮૬. મારા ઘરના ખૂણામાં બેઠેલી આ પણ ભલે ખાય. પૂર્વે મારે આની સાથે શ્રેષ્ઠ પ્રેમ હતો. ૮૭. એમ વિચારીને આણે દાસીને કહ્યું હે હલા! જો તારી સ્વામિનીને મારી ખરેખર જરૂર હોય તો ૮૮. જેમ નદી સમુદ્રમાં જાય તેમ સર્વ વિચારણાનો ત્યાગ કરીને સીધી રીતે ચાલીને મારી ઘરે આવે. ૮૯. હર્ષિત થયેલી દાસીએ કૃતપુણ્યને કહ્યું હે શ્રેષ્ઠિનું! મારી સ્વામિનીને સુવિશાળ અલગ ઘર રહેવા માટે આપ. જેથી પર્ષદાથી સહિત અમારી સ્વામિની રહી શકે અથવા તો અમારે જ તમારી પાસે સમીહિતને માગવું છે. ૯૧. આણે પોતાના ઘરની પાસે ક્ષણથી ઉત્તમ ઘર આપ્યું. એક હજાર ગામના સ્વામીને શું તોટો હોય ? ૯૨. જેમ બંધાતા કર્મમાં સજાતીય પ્રકૃતિ સંક્રમણ કરે તેમ પરિવારથી સહિત કૃતપુણ્યની પાસે આવી. ૯૩. જાણે સાક્ષાત્ ભુવનની લક્ષ્મી ન હોય એવી જયશ્રી, રાજપુત્રી મનોરમા અને દેવદત્તા વેશ્યાની સાથે ઉત્તમ વણિકપુત્ર શોભ્યો. ૯૪. તેમાં સમસ્ત ગુણોથી પરિપૂર્ણ જયશ્રી વડીલો વડે કહેવાયેલી છે, પ્રથમ પત્ની છે, પુત્રવાળી છે તેથી તેને કુટુંબની સ્વામિનીના પદે સ્થાપન કરું કારણ કે ગુણનું પૂજન કરવું ઉચિત છે. ૯૬. શ્રી શ્રેણિક રાજાની પુત્રી, રૂપશાલિની, પ્રસિદ્ધિનું કારણ, અને રાજપુત્રી હોવાને કારણે મને વિશેષ માનનીય છે. ૯૭. વળી દેવદત્તા સર્વ રતિ ક્રીડાના ચાતુર્યમાં પંડિત છે, અકુલીન હોવા છતાં કાયાના સુખને આપનારી છે તેથી
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy