SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૨૧૬ તાંબૂલના ભક્ષણથી અત્યંત લાલ થયેલા દાંતને ઘસીને ઉજળા કર્યા. ૩૭. આણે બે હાથમાંથી કંકણાવલિને અને ડોકમાંથી હારને ઉતાર્યો જાણે પવિત્રતા અને સત્યની આવલિ (શ્રેણી) ન હોય તેમ. ૩૮. આ ધૂર્તાએ ગળામાં હારને બદલે સૂતરનો દોરો બાંધ્યો. જાણે એમ બતાવવા માગતી હતી કે હું આ હારને લાયક નથી. તુચ્છને શું ઉચિત હોય? ૩૯. ધન આપનારને વિશે પણ વિરાગી થઈ છું તેવું બતાવવા તેણી આવા પ્રકારના શ્વેતવસ્ત્રોને ધારણ કર્યા. ૪૦. આણે વિવિધ પ્રકારના વચન ચાતુર્યમાં ચતુર પોતાની દાસીને કૃતપુણ્યની પાસે મોકલી. ૪૧. વરસાદ વરસ્યા પછી ઘાસના પૂળામાંથી પાણી આવે તેમ માયાથી આંસુ સારતી આ કૃતપુણ્યની આગળ રહીને ગદ્ગદ્ વાણીથી બોલીઃ ૪૨. જે દિવસે બુદ્ધિભ્રષ્ટ વૃદ્ધાએ કલ્પવૃક્ષ સમાન તમને ઘરમાંથી હકાલપટ્ટી કરી ત્યારથી માંડીને હે શ્રેષ્ઠિનું! તારી દેવદત્તા પ્રિયાએ સ્નાન તાંબૂલપુષ્પાદિ સર્વભોગાંગનો ત્યાગ કર્યો છે. ૪૪. ઘણાં દુઃખના ભરથી દુ:ખી થયેલી આણે જાણે અતિ પરિચયથી ગાઢ દુર્ભાગ્યના પાત્રો ન થયા તેમ આભૂષણોને દૂર કર્યા છે. ૪૫. પણ માતાની પાસે એનું કંઈ ચાલ્યું નહીં તારા વિયોગથી ઉત્પન થયેલ રોષથી જાણે વેણી બાંધી. ૪૬. તારા વિયોગના દુઃખથી કુસ્વભાવી બાળકની જેમ ફક્ત રડવા લાગી. ૪૭. વૃદ્ધાએ આને કહ્યું તું ભણ્યનું ભોજન કર. જલદીથી દુધનું પાન કર. આહાર વિના નિરાધાર શરીર ટકતું નથી. ૪૮. તારી પ્રિયાએ જણાવ્યું કે જેમ સૂર્યના દર્શન પછી દિશા વસ્ત્રને ધારણ કરે છે તેમ મારા અતિપ્રિય કૃતપુણ્યના દર્શન થશે પછી મારા મુખમાં દાણો પડશે. ૪૯. પુત્રીનો આગ્રહ જોઈને ખેદ પામેલી વૃદ્ધાએ તમારી શોધ માટે જલદીથી દાસીઓને મોકલાવી. ૫૦. તમને ઘણાં શોધવા છતાં પણ ક્યાંય ન મળ્યા. અથવા તો હાથમાંથી પડી ગયેલું રત્ન જેમ-તેમ (સહજ) મળતું નથી. ૫૧. તેઓ પાછી ફરીને તારું સ્વરૂપ જણાવ્યું તો પણ દેવદત્તાએ ભોજન કરવા ન માન્યું. તેના નિર્ણયમાં કંઈ બાંધછોડ ન થઈ. પર. આ ભોજન નહીં કરે છતે અમે વગેરે સમસ્ત પણ પરિવાર વિષાદ પામ્યા કારણ કે અમારી સ્વામિની અમારે સર્વસ્વ છે. ૫૩. ભાગ્ય યોગે તે વખતે મોટો નૈમિત્તિક આવ્યો. અથવા સ્વામિનીનું ભાગ્ય હંમેશા લોકોત્તર છે. ૫૪. હું કંઈક દેવદત્તાને શીખામણ આપું એમ પીઠ પાછળ રહેલા તેણે કહ્યું. કોણ બીજાની વ્યથાને જાણે? (એ વખતે દેવદત્તા મહાવ્યથામાં હતી.) પપ. સ્વામિનીએ તેને કહ્યું : હે ભદ્ર! આ ભવમાં કતપુણ્ય મારી કાયાનો સ્પર્શ કરશે અથવા તો અગ્નિ (બેમાંથી એક). ૫૬. નિમિત્તકે કહ્યું : હે ભદ્રા સુગાત્રિ! કૃતપુણ્ય કોણ છે? સુમંત્રની જેમ નિરંતર આ પ્રમાણે જેનું ધ્યાન કરે છે. પ૭. ત્યારપછી તારી આલિંગન વગેરેની ક્રીડાને યાદ કરીને વિશેષથી રડી. અથવા તો તેનો તારી ઉપરનો સ્નેહ કોઈક લોકોત્તર છે. ૫૮. વૃદ્ધાએ નૈમિત્તકને કહ્યું તું સર્વ જાણે છે તેથી જોઈને કહે કૃતપુણ્યની સાથે પુત્રીનો મેળાપ ક્યારે થશે? ૫૯. લગ્ન સામર્થ્ય અને નાડી સંચારને જાણીને પરીવાર સાવધાન થયે છતે આણે કહેવાની શરૂઆત કરી. ૬૦. ખરેખર આને બાર વર્ષ પછી પ્રિયનો સંગમ થશે જો મારી આ વાત સાચી ન પડે તો હું પુસ્તકને હાથ નહીં લગાડું. ૬૧. તેને સાંભળીને દેવદત્તામાં કંઈક પ્રાણ આવ્યો. હે શ્રેષ્ઠિનું (કૃતપુણ્ય) ! સતી શિરોમણિ દેવદત્તાએ માતાને આ પ્રમાણે કહ્યું : ૬૨. હે માતા! નિમિત્તશે સારું જણાવ્યું પણ તેટલા વરસ સુધી કોણ જીવશે કે કોણ નહીં જીવે? ૬૩. સ્થવિરાએ દેવદત્તાને કહ્યું : હે વત્સા ! તું મારું કહ્યું માન. પોતાની માતાનું કહ્યું માનીને ભોજન કરીને તેટલો કાળ જીવ. ૬૪. પ્રાણોને ધારણ કરતી તને અવશ્ય પ્રિયનો સંગમ થશે. જીવતા-જાગતા જીવોને કલ્યાણની પરંપરા થાય છે. ૬૫. દેવદત્તાએ કહ્યું : હે માતા! જો તું બીજા પુરુષને સેવવાનું ન કહેતી હોય તો ભોજન કરું નહીંતર નહીં. ૬ ૬. વૃદ્ધાએ કહ્યું છે
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy