SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૧૧ ૨૫૭ અપાયેલી કન્યાઓને તે પરણ્યો. દ્રવ્ય પ્રાણો (ધન)થી જીવને શું શું પ્રાપ્ત નથી થતું? ૨૦. આ પ્રમાણે તે પાંચશો સ્ત્રીઓને પરણ્યો. કામથી ગ્રહિલ જીવોની આવા પ્રકારની રીતિ હોય છે. ૨૧. એક થાંભલાવાળા મહેલની અંદર વસતા તેણે તેઓની સાથે હંમેશા ક્રીડા કરી. પોતે ઉપાર્જન કરેલ ભોગોને ભોગવતા જીવો કોના વડે વારણ કરાય છે? ૨૨. જેમ નરકમાંથી નીકળવાની ઈચ્છાવાળા નારકોને આયુષ્યકર્મ જવા દેતું નથી તેમ તે ઈર્ષાળુએ સ્ત્રીઓને ઘરની બહાર પગ મૂકવા ન દીધો. ૨૩. આ સોનીને શુદ્ધ પાંચ અણુવ્રતને ધરનારો નાગિલ નામનો શ્રાવક મિત્ર હતો. કોઈપણ આત્મા સર્વથા ગુણ વિનાનો હોતો નથી. ૨૪. આ બાજુ અગાધ સમુદ્રના મધ્યભાગનો તાગ મેળવવા જાણે સમુદ્રમાં પ્રવેશ્યો ન હોય તેમ પંચશીલ નામનો દીપ હતો. ૨૫. જાણે પરસ્પર પ્રીતિ કરવા મળેલી ન હોય તેમ સરસ્વતી અને લક્ષ્મી જેવી બે વ્યંતર દેવીઓ તે દ્વીપમાં રહેતી હતી. ૨૬. શિવની સાથે ગંગા અને ગૌરીની જેમ તે દ્વીપના સ્વામી વિધુમાલી પતિની સાથે આ બંને ક્રિીડા કરતી હતી. ૨૭. એકવાર ઈન્દ્રની તીર્થયાત્રા કરવા નંદીશ્વર દ્વિીપમાં ચાલ્યો. મહાત્માઓનું પુણ્ય પુણ્ય (ધર્મ) માટે જ થાય છે. ૨૮. ઈન્દ્રના આદેશથી પતિ સહિત તે બંને દેવીઓ નંદીશ્વર દ્વીપ ચાલી. ધાર્મિક જીવોનો સંયોગ પણ ધન્ય જીવોને થાય છે. ર૯. ત્યારે જ પર્વત ઉપર ભ્રષ્ટ થયેલ પથ્થરની જેમ શરણ વગરનો પંચશીલનો અધિપતિ પલકારામાત્રથી ચ્યવી ગયો. ૩૦. શોક મહાસાગરમાં ડૂબેલી તે બેએ વિચાર્યુઃ શાંતિકર્મ કરતા આ વેતાલ ઉત્પન્ન થયો. ૩૧. હવે આપણે કોઈક જીવને લોભાવીએ જે આપણો પતિ થાય. કેમકે અનાથ સ્ત્રીઓ પરાભવને પામે છે. ૩૨. પતિની કાંક્ષિણી તે બંને જેટલામાં કેટલાક આકાશમાં ગઈ તેટલામાં વિધ્યાચળની ભૂમિ ઉપર હાથિણીઓની સાથે ક્રીડા કરે તેમ ચંપા નગરીમાં પાંચસો સ્ત્રીઓની સાથે ક્રિીડા કરતા કુમારનંદી સોનીને જોયો. ૩૪. આ સ્ત્રીઓમાં લંપટ છે તેથી નક્કીથી આ વ્યગ્રહિત કરી શકાય તેમ છે. મનગમતા કામોથી કામીઓ લોભાવી શકાય છે બીજા નહીં. ૩૫. એમ વિચારીને તે બંને જલદીથી તેની પાસે આવી. પ્રયોજનથી પ્રાણી ઉપર કે નીચે લઈ જવાય છે. ૩૬. દિવ્ય કાંતિવાળી બંને દેવીઓને જોઈને કામદેવથી વશ કરાયેલ સોનીએ આ પ્રમાણે વિચાર્યુ કામદેવ બળાએ છતે શું આ બે રતિ અને પ્રીતિ ચારે બાજુ ભમે છે? અથવા તો ઋષિના શાપથી ભ્રષ્ટ થયેલી શું રંભા અને તિલોત્તમા છે? ૩૮. ઘણાં આનંદમાં પૂરથી પુલકિત થયેલ કુમારનંદિએ તે બેને પુછ્યુંઃ પુણ્ય અને લાવણ્યની સરિતા (નદી) તથા સ્ત્રીઓમાં શિરોમણિ તમે બે કોણ છો ? ૩૯. વસંતઋતુમાં ઉત્પન્ન થયેલ કોયલ જેવા મધુર સ્વરથી તે બેએ કહ્યું અમે બે હાસા અને પ્રહાસા દેવીઓ છીએ એમ હું માનવ! તું જાણ. ૪૦. ફરી ફરી પણ તે બેને જોતો તે ઘણી મૂચ્છ પામ્યો. વૈરી કામ શું કામીને બીજું કંઈ આપે? ૪૧. મૂડ્ઝ ટળી ત્યારે રમવાની ઈચ્છાથી તેણે તે બંને પ્રાર્થના કરી કે પોતાના સંગમરૂપી પાણીનો છંટકાવ કરીને કામથી તપેલા મને ઠંડો કરો. ૪૨. દેવીઓએ કહ્યુંઃ જો તારે અમારી બેની સાથે પ્રયોજન હોય તો તે અનઘ! તારે પંચશીલ દીપ ઉપર આવવું. ૪૩. એમ કહીને ધનુષ્યમાંથી મુકાયેલ બાણની જેમ તે બંને જલદીથી આકાશમાં ઉડી ગઈ. અથવા તો પાશમાંથી છૂટેલો પક્ષી જેમ ઉડી જાય તેમ. કુમારનંદીએ સોનાના થાળનું ભેટણું ધરીને રાજાને વિનંતી કરી કે હે દેવ! હું પંચશીલ દ્વીપની અંદર જાઉ છું. ૪૫. રાજાની રજાથી સોનીએ નગરની અંદર પટલ વગડાવ્યો. અથવા તો કામીઓ શું શું ઉપાય ન કરે? ૪૬. જે કુમારનંદીને પંચશીલ દીપ ઉપર લઈ જશે તેને નક્કીથી સોની ક્રોડ દ્રવ્ય આપશે. ૪૭. તેને સાંભળીને જીર્ણ થઈ ગયેલ કાયાવાળા એક વૃદ્ધ વિચાર્યું ઃ દહીંના ઘોળમાં ભોજન મળ્યું. અર્થાત્
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy