SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૨૫૮ શિખંડ પૂરીનું ભોજન મળ્યું. ૪૮. ક્રોડ દ્રવ્ય લઈને પોતાના પુત્રોને આપીશ, યશકીર્તિને આપનાર સાહસ કરી જલદી મરવાની ઈચ્છાવાળો હું શરીરના ફળને મેળવું. અથવા ચાલી જતા પામર ઊંટનો લાભ ઉઠાવાયું છે. ૫૦. વિરે પટહને ઝીલીને ક્રોડ દ્રવ્યને ગ્રહણ કર્યું. જીવિતની સામે કોટકોટીની પણ કેટલી કિંમત હોય? ૫૧. તેણે તત્ક્ષણ કોડ દ્રવ્ય પુત્રોને વહેંચી આપ્યું. પત્ની અને પુત્રો માટે ધન, ઉપાર્જન કરાય છે. પર. ભિન્ન આશય હોવા છતાં વૃદ્ધ અને કુમારનંદી માર્ગમાં ચાલે તેટલું ભાથું લઈને સમુદ્રના કાંઠે આવ્યા. પ૩. સમુદ્રમાં પ્રવેશવાની ઈચ્છાથી વૃદ્ધ નાવિકે શુભકર્મ જેવું નિચ્છિદ્ર, લુચ્ચાના હૃદયની જેમ નિષ્ફર (મજબૂત) વહાણ તૈયાર કર્યુ. ૫૪. જીતવાની ઈચ્છાવાળાની જેમ જેનું પ્રયાણ ડામાડોળ જેવું હતું. વહાણની બંને બાજુએ પણ બીજના ચંદ્રમાની જેમ મુખમાં અને છેડામાં તીક્ષ્ણ પાટીયા જડવામાં આવ્યા હતા. ૫૫. ઘરના આચ્છાદાનની જેમ તીરછ દિશામાં ચારેય બાજુથી ઢાંકવામાં આવ્યા હતા. ૫૬. જેના મધ્યભાગમાં વરા નામે ઓળખાતા બે થાંભલા ઉભા કરવામાં આવ્યા હતા. ૫૭. નાળીયેરની છાલથી ચારે બાજુથી બંધ કરવામાં આવ્યું હતું. કાવ્યની જેમ ખીલા મારીને દઢ રીતે બંધ કરવામાં આવ્યું હતું. ૫૮. વહાણના મધ્યમાગમાં નિશ્ચયથી સ્થવિરની કીર્તિરૂપી વેલડીને ચડવા માટે ઊંચો કૂપક સ્તંભ શોભતો હતો. ૫૯. એમાં વિશદ્ધ દોરાથી વણાયેલ વિશાળ, સીધી ગતિમાં લઈ જનાર સફેદ સઢ હતો જે સિતપટની જેમ શોભ્યો. ૬૦. એકવાર પીઠનો પવન વાયે છતે તેના નંગરો ઉચકાયા. સોની અને વૃદ્ધને લઈને વહાણ સમુદ્રમાં ચાલ્યું. ૬૧. સવારે દાતણ કરતી વખતે ગુજરાતીઓ મોઢામાં પાણી ભરીને કોગળા કરે તેમ ક્યાંક માછલાઓએ હર્ષથી મુખમાં પાણી ભરીને છોડ્યું. ૨. ત્યારે તે માછલાઓ તળથી ઉપર જાય છે. પછી નીચે જાય છે. કેટલાક માછલાઓ સાપની જેમ પોતાની જાતિવાળા માછલાઓને ગળી ગયા. ૬૩. માછલાઓએ ચાલતા વહાણની સાથે મુગ્ધતા ભરી ક્રીડા કરી અને કેટલાક મોજાની માળાની સપાટી ઉપર રહ્યા. ૬૪. જેમ સ્મારણાદિને નહીં સહન કરતા વેશધારી સાધુ ગણની બહાર જાય તેમ પાણીના સંક્ષોભ (પછડાટ)ને નહીં સહન કરતા કેટલાક કિનારે ફેંકાયા. ૬૫. કેટલાકોએ અજગરની જેમ ક્યાંક ફૂત્કારો કર્યા. જેમ હાથીઓ માથાથી પર્વતને મારે તેમ અગ્રભાગથી વહાણને ભરાવ્યું. ૬૬. એમ પહોળી આંખ કરીને માછલાઓની ચેષ્ટાને જોતા અને પરસ્પર પોત પોતાની કથક કરતા બંનેએ દુસ્તર સંસારની જેમ ઘણા સમુદ્રને પસાર કર્યો. ૬૮. વિશાળ સમુદ્રની મધ્યમાં વૃદ્ધ સોનીએ કહ્યું છે મિત્ર ! તું સમુદ્રના કાંઠે વડને જુએ છે? ૬૯. આ પર્વતની તળેટીમાં ઊગ્યું છે. સુરાજ્યની જેમ બદ્ધમૂલ (અતિશય દઢ) છે. યદુવંશની જેમ અનેક શાખાઓથી વિસ્તૃત થયેલ છે. ૭૦. હે ભદ્ર ! જ્યારે વહાણ વૃક્ષની નીચેથી પસાર થતું હોય ત્યારે વાંદરાની જેમ વૃક્ષની વડવાઈને પકડી લેજે. ૭૧. મહાવર્તવાળા સમુદ્રમાં નાવડી ફસાઈને ડૂબી જશે. હું અને તું બેમાંથી એકેય બચશું નહીં. ખલનો મનોરથ ફળશે. ૭ર. હે મિત્ર! જેમ ચોકીદાર પોતાને સ્થાને સુવા જાય તેમ પંચશીલ દ્વીપથી ભાખંડ પક્ષીઓ રોજ સાંજના અહીં સુવા આવે છે. ૭૩. ત્રિપોઈની જેમ ભાખંડ પક્ષીઓ ત્રણ પગવાળા હોય છે. હે સુંદર ! તેના વચ્ચેના પગમાં પોતાને મલ્લગાંઠથી વસ્ત્ર વડે બાંધીને દઢ વળગી રહેજે જેથી કરીને હેમિત્ર!તું સુખપૂર્વક પંચશીલ ઉપર પહોંચી જશે નહીંતર પરમાચાર્યક્ષુલ્લક વગેરેની જેમ કઠોર પૃથ્વી ઉપર પાત થયે છતે દાંત ભાંગશે. ૭૬. આ પરમાચાર્ય વગેરે કોણ છે તે તું અમને કહે એમ સોનીએ પુછ્યું ત્યારે વૃદ્ધે કહેવાનું શરૂ કર્યું. ૭૭. પૂર્વે કોઈક સન્નિવેશમાં પરમાચાર્ય થયો. એકવાર સ્વર્ગમાંથી કામધેનુ ગાય પૃથ્વી ઉપર આવી. તેને જોઈને ક્ષુલ્લક હૈયામાં અતિશય આનંદિત થયો. ૭૯. ક્ષણથી કામધેનુ નીલ ગગનમાં ઊડી
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy