SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૧૧ ૨૫૯ પરમાચાર્યના શિષ્યે ચતુરાઈથી પુંછડાને પકડયું. ૮૦. તેના પુંછડામાં વળગેલો આ મનોહર સુખવાળા સ્વર્ગમાં ગયો. ત્યાં સુંદર મોદકનું ભોજન કરતો કેટલાક દિવસો રહ્યો. ૮૧. કામધેનુ ગાયના પુંછડાને લાગેલો આ ફરી પૃથ્વી ઉપર આવ્યો. ગાઢ ઉત્કંઠિત ગુરુએ તેને હર્ષથી જોયો. ૮૨. શિષ્યને આદર સહિત આલિંગન કરીને પરમાચાર્યે પુછ્યું : હે વત્સ ! તું કયાં ગયો હતો જેથી બિલકુલ દેખાયો નહીં. ૮૩. શિષ્ય કહ્યું : હે પ્રભુ ! હું કામધેનુની સાથે પુણ્યહીન જીવોને દુલર્ભ એવા સ્વર્ગમાં ગયો હતો. ૮૪. ત્યાં ઈન્દ્રે મને સ્થૂળ (સુંદર) લાડુનું ભોજન કરાવ્યું. તેને સાંભળીને લાડુ ખાવાના ઈચ્છુક પરમાચાર્યે તેને કહ્યું : ૮૫. હું પણ લાડુ ખાવા માટે સ્વર્ગમાં આવું છું. શિષ્યે કહ્યું : પૂજ્યશ્રીએ સુંદર વિચાર્યુ. ૮૬. હે સ્વામિન્ ! યજમાનો પણ જો દેવલોકમાં લઈ જવાય તો સુંદર થાય કારણ કે આ પણ આપણા આશ્રિતો છે. (આપણે શરણે રહેલા છે.) ૮૭. કલ્યાણના કારણમાં કોણ વિરોધ કરે એમ ગુરુએ કહ્યું. પછી વિપુલ આશયી ક્ષુલ્લકે ચંદ્ર-સૂર્ય-મહાદેવ–વિષ્ણુ વગેરેને બોલાવ્યા. ગુરુએ યજમાનોની આગળ હકીકત જણાવી. ૮૯. લાંબા સમય પછી પૂજ્યશ્રીએ અમારા ઉપર મહાકૃપા કરી એમ યજમાનો બોલ્યા ત્યારે ગુરુએ શિષ્યને કહ્યું : ૯૦. તેં સ્વર્ગનો માર્ગ જોયો છે તેથી તું ગાયના પુંછડામાં પ્રથમ લાગ. તારા પગમાં હું લાગીશ પછી ક્રમથી યજમાનો લાગશે. ૯૧. શિષ્ય ઊડતી ગાયના પુંછડામાં સૌપ્રથમ લાગ્યો પછી ગુરુએ શિષ્યના પગ પકડ્યા. પછી કોઈ યજમાને ગુરુના પગ પકડયા. ૯૨. તેના ચરણને બીજાએ એમ પરંપરાથી ઘણાં વળગ્યા. કામધેનુની પુંછમાં લાગેલા આકાશમાં જવા લાગ્યા. ૯૩. જતા પરમાચાર્ય વગેરેએ ક્ષુલ્લકને પુછ્યું : સ્વર્ગમાં લાડુ કેવા હોય અને કેટલા મોટા હોય છે ? ૯૪. હર્ષના આવેશના વશથી આત્મ ભાન ભૂલી ગયેલા શિષ્યે માન બતાવવા તરત જ બે હાથને પહોળા કરીને ફરી આવા પ્રકારના આટલા મોટા લાડુઓ હોય છે એમ બતાવ્યું. ત્રટાક કરીને બધા પૃથ્વી ઉપર પટકાયા. ૯૬. કેટલાકના દાંત ભાંગ્યા. કેટલાકના પગ ભાંગ્યા. કેટલાકના હાથ ભાંગ્યા. પીડા પામેલા પોતાના ઘર ભેગાં થયાં. લાંબા સમયે સાજા થયા. ૯૭. આથી જ હું કહું છું કે તું બરાબર ભારંડ પક્ષીના પગ પકડજે જેથી કરીને તું નિવિઘ્નપણે પંચશીલ દ્વીપમાં પહોંચે. ૯૮. સોનીએ તેની વાતનો સ્વીકાર કર્યો. જેણે દેવી માટે ઉષ્ણ જળનું પાન કર્યુ તે કેવી રીતે તે વાતને ન સ્વીકારે ? ૯૯. વહાણ જ્યારે વટવૃક્ષની નીચે પહોંચ્યું ત્યારે હે વડ ! તું યક્ષનો આવાસ છે તેથી તું મને બે યક્ષિણીઓ બતાવ એમ કહેવા શું ન ઈચ્છતો હોય તેમ ક્ષણથી વડવાઈમાં વળગ્યો. ૩૦૦. જેમ ઢેફુ પર્વતના શિખર ઉપરથી પડીને સેંકડો કણ થઈ જાય તેમ વહાણ મહાવત્તમાં ફસાઈને સેંકડો ટૂકડા થયું. ૩૦૧. વડની ડાળીમાં વળગેલો આ આખી પણ રાત્રી ઝાડ પર રહ્યો અથવા આશામાં પણ પડેલા જીવો ભવ સુધી રાહ જુએ છે અર્થાત્ મળવાની આશામાં ધીરજ રાખે છે. ૩૦૨. સવારે ઉડવાની તૈયારી કરતા કોઈ ભારંડ પક્ષીના વચ્ચેના પગમાં આ વળગ્યો. કોણ અહીં મધ્યસ્થનો આશ્રય ન કરે ? ૩. ભવિષ્યમાં દેવભવમાં જતા આકાશમાર્ગે જવાનું થશે તેનો અભ્યાસ કરવા માટે જ જાણે સોની પક્ષીને ન વળગ્યો હોય ! ૪. અગ્રભાગમાં લાંબી ચાંચ અને મુખવાળો પાછળના ભાગમાં લાંબા પુંછડાવાળો ડાબે જમણે પડખે અતિ વિસ્તૃત પાંખવાળો ભારડ પક્ષી નીચે લટકતા સોનીને લઈને આકાશમાં ઉડ્યો. નીચે નાલ અને ચાર પાંદડાવાળી આકાશની કમળલક્ષ્મીને ધારણ કરી. ૬. બંને વિશુદ્ધ પાંખથી આકાશમાં ઊડતો ભારંડ પક્ષી સજ્જનની જેમ તેને ઈષ્ટ સ્થાનમાં લઈ ગયો. ૭. સોનીએ કામી હાથી માટે પાશ સમાન, સવિશેષ ઋદ્ધિથી સુંદર હાસા અને પ્રહસા નામની બે દેવીઓને અભિલાષપૂર્વક જોઈ. ભાગ્ય
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy