SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૨૬૦ જોગે આજે મને બે દેવીની સાથે સંભોગ કરવા મળશે એવી કલ્પના કરતા સોનીને બંને દેવીઓએ કહ્યુંઃ ૯. હે ભદ્ર ! તારા શરીરના ભાગનું ભાજન અમે બે ન જ બની શકીએ. શું દેવરૂપથી અંકિત ભૂષણની શ્રેણી મનુષ્યોને ઉચિત થાય? ૧૦. પાંચશો સ્ત્રીઓ પણ મારે ન રહી અને આ બે દેવીઓ પણ મારી ન થઈ. અરેરે ! હાથો ભલે ભાંગ્યો પણ કુહાડી શા માટે ગઈ? ૧૧. આ બેના રૂપમાં આસક્ત થયેલા મેં સર્વ પત્નીઓને ગુમાવી. ઉન્નત વાદળાઓને જોઈને મેં (પાણીના) ઘડાઓને ફોડી નાખ્યા. આ પ્રમાણે સોની વિચારતો હતો ત્યારે બે દેવીઓએ ફરી કહ્યુંઃ અગ્નિપ્રવેશ વગેરે કરીને તું અમારો બેનો પતિ થા. ૧૩. જેથી તારી સાથે અમે શાશ્વતકાળ સુધી પરમ લીલાથી મનુષ્ય ભવમાં દુઃખેથી પ્રાપ્ત કરી શકાય એવીદેવી લક્ષ્મીને ભોગવીએ. ૧૪. હું એકલો જ્યાં જાઉં? હમણાં હું શું કરું? એમ બોલતા સોનીને હંસની જેમ હાથમાં લઈને ક્ષણથી ચંપાનગરીમાં મુક્યો. તે બે દેવીઓએ જ્યાં મહિનાઓ લાગ્યા હતા ત્યાં આંખના પલકારામાં પાછો મૂકી દીધો. ૧૬. તેને ઓળખીને લોકોએ પુછ્યું : હે સુવર્ણકાર ! દુચમંદિર તું આટલો કાળ કયાં ગયો હતો? અર્થાત્ જેને એક ક્ષણ પણ ઘર છોડવું મુશ્કેલ હતું એવો તું આટલા દિવસો બીજે કયાં રહ્યો? ૧૭. જેમ વ્યાસે રામકથા કરી હતી તેમ સોનીએ અનુભવેલ સકલ પણ પોતાની કથા લોકોની આગળ કહી. ૧૮. હાસા અને પ્રહાસાના રૂપમાં અતિશય મોહિત થયેલો સોની શું સુવર્ણની સ્પર્ધાથી અગ્નિમાં પ્રવેશવા આરંભ ન કર્યો હોય? ૧૯. પરમ શ્રાવક નાગિલ મધુરવાણીથી સોનીને પ્રતિબોધ કરવા લાગ્યો. પ્રતિબોધ પમાડવો એ ધર્મ મિત્રનો અવસર છે. ૨૦. હે મિત્ર! લોકમાં હાસ્ય ઉત્પન્ન કરે એવું તે કર્મ કેમ આરંભ્ય? તમારા જેવા સજ્જનો સુંદર કાર્યનો આરંભ કરનાર હોય. ૨૧. અરે ! વિષય સુખ માટે તું મનુષ્યભવને કેમ ફોક કરે છે? અહો! સોનાના કાચબા માટે તું મહેલને ભાંગવા કેમ ઈચ્છે છે? રર. જો તું આ પ્રમાણે વિષયો માટે પ્રવૃત્તિ કરે છે તો તારી પાસે પાંચશો પત્નીઓ વિષયના સાધનરૂપે છે. ૨૩. ભાવી દેવી પત્ની માટે જો તું આ સ્ત્રીઓને છોડે છે તો તું પેટમાં રહેલા પુત્ર માટે કેડ ઉપર રહેલા પુત્રનો ત્યાગ કરે છે. ૨૪. ભોગોને માટે પણ તું જૈનધર્મની આરાધના કર. પાંચ પણ દ્રમ સજ્જન પાસે મંગાય છે, બીજા પાસે નહીં. ૨૫. મુક્તિની જેમ જિનધર્મ અર્થ અને કામને આપે છે. જે કોડ આપવા સમર્થ હોય તેને સો આપવામાં શું વાર લાગે? ૨૬. બળી મરવાની વેદના ભોગવીને તું ઈષ્ટ ધર્મની પ્રાપ્તિ કરીશ. વિગુપ્ત જ (ગુખેન્દ્રિય) ક્ષપણક સ્વર્ગમાં જાય છે. ર૭. ફક્ત એક જિનધર્મ જ નિવિષ્ણપણે ઈષ્ટને આપનાર છે. વ્યાજે પૈસા આપનાર આપ્ત જ સુખનું કારણ બને છે. (બીજા નહીં) ૨૮. તેથી હે મિત્ર! બાલમરણથી તું વિરામ પામ. કેમ કે બાલમૃત્યુ વિષની જેમ પરિણામે અત્યંત દારૂણ બને છે. ૨૯. હમણાં તો ધર્મ-કામ-અર્થ ત્રણે સાધવામાં તત્પર રહે, હે મિત્ર! અંત સમયે પંડિત મરણને સાધી લે. ૩૦. જે પંડિત મરણ છે તે મરણોને મૂળથી છેદે છે. મર્મવેદી ગોત્રીય ગોત્રીયને મારે છે. ૩૧. એમ નાગિલ મહાત્માએ તેને ઘણો સમજાવ્યો છતાં નિયાણું કરીને સોનીએ ઈગિની મરણ સાધ્યું. ૩૨. અથવા તો વેરી કામગ્રહથી પીડાયેલ આણે સુવર્ણની પરીક્ષાને જાણી ધર્મના મર્મને કંઈપણ ન જાણું. ૩૩. તે રીતે મરીને પણ આ સોની પંચશીલનો અધિપતિ દેવ થયો તે પણ તેના માટે સારું થયું કેમકે માંગેલ પણ મળતું નથી. ૩૪. તેના બાલમરણને જોઈને નાગિલ શ્રાવક ઘણો નિર્વેદ પામ્યો. આવા પ્રકારના જીવો ડગલે-પગલે વૈરાગ્યને પામે છે. ગૃહવાસ છોડીને તેણે દીક્ષા લીધી અને લીલાથી દુઃખના પૂરની સામે પોતાની છાતી કાઢી. ૩૬. લોકવડે દુ:ખે કરીને પાળી ૧. ગોત્રીયઃ એકવંશમાં ઉત્પન્ન થનાર અથવા એક ગોત્રમાં ઉત્પન્ન થનાર ગોત્રીય કહેવાય છે.
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy