SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૧૨૬ કર્મ કર્યું હતું. ૭૦. તું જ પંડિત છે અથવા તારા પાંડિત્યને જાણ્યું. નાળમાં ભેરવીને પોતાની સાથે અમને મારે છે. ૭૧. કુલાચારને યથાસ્થિત આચરે છે તે પુત્ર છે. આચાર રહિત પુરુષો અને તિર્યંચોમાં શું અંતર છે? ૭૨. સ્વામીનો પુત્ર થઈને તું એક સામાન્ય માણસ ન થયો. કસાઈનો પુત્ર હોવા છતાં આ લોકમાં હક્કો' પણ ન થયો.૭૩. સુલસે તેઓને આ પ્રમાણે કહ્યું : પૂર્વજો પાંગળા, વ્યાધિથી પીડિત, આંધળા અથવા રંક થયા હોય તો ત્યારે શું પછી જન્મનારાઓએ તેવા થવું? કેમકે ગાડરિયો પ્રવાહ મૂર્ખઓમાં શોભે. ૭૫. જેનાથી નરકમાં જવું પડે તેવા કુલાચારથી શું? જો પચે નહીં તો સારું ભોજન પણ શું કામનું? ૭૬. હિંસાના પાપથી ઉત્પન્ન થયેલ તેવા પ્રકારના મારા પિતાના દુ:ખને જોઈને તમે બાલીશો આ પ્રમાણે કેમ બોલો છો? ૭૭. અથવા વધારે કહેવાથી સર્યું! હું આ અતિરૌદ્ર અનિષ્ટ ફળદાયક પાપને સર્વથા નહીં આચરું. ૭૯. અસગ્રહના ફંદામાં ફસાયેલા ભાઈઓએ પણ ફરી કહ્યું : તું ડરપોક જો પાપથી ભય પામે છે તો સર્વ પાપનો ભાગ પાડીને અમે વહેંચી લઈશું. તારે તો નક્કીથી આ વિષયમાં ગંગાસ્નાન જ છે. અર્થાત્ તારે માથે કોઈ પાપ આવશે નહીં. ૮૦. જેમ કૃષ્ણ રાહુનું માથું કાપ્યું તેમ તું એકપાડાનું માથું કાપજે બાકીનું યથોચિત કાર્ય અમે કરીશું. ૮૧. ભાઈઓને પ્રતિબોધ કરવા સુલસે કુહાડીથી પગને છે. તેવા પ્રકારના જીવોને કંઈક સત્ત્વ હોય છે. ૮૨. પૃથ્વી તલ ઉપર પડીને કરુણ સ્વરથી પોકાર કર્યો કે હે ભાઈઓ! પગની વેદનાથી હું ઘણો દુઃખી થાઉં છું. જેમ ગોત્રજો બાપદાદાની સંપત્તિનો ભાગ પાડીને ગ્રહણ કરે છે તેમ તમે ગ્રહણ કરો. જેથી હું ક્ષણમાત્રથી સુખી થાઉં. ૮૪. તેઓએ કહ્યું ઃ અહીં પરપીડાને લેવા કોઈ સમર્થ નથી. સમુદ્રની મધ્યમાં રહેલો અગ્નિ કોના વડે બુઝાયેલો છે? ૮૫. સુલસે કહ્યું ઃ જો આને ગ્રહણ કરવા શક્તિમાન નથી તો જીવઘાતથી બંધાયેલ પાપને કેવી રીતે ગ્રહણ કરશો. ૮૬. જે નદીના પાણીમાં ડૂબેલાને બહાર કાઢવા શક્તિમાન નથી તે સમુદ્રના પાણીના પૂરમાં ડૂબેલાને કેવી રીતે બહાર કાઢશે? ૮૭. જે કર્મ જેના વડે કરાય છે તે કર્મ તેના વડે જ ભોગવાય છે. અગ્નિપ્રવેશના કાર્યમાં કિનારા ઉપર રહેલો દાઝતો નથી. ૮૮. જીવ એકલો ઉત્પન્ન થાય છે. એકલો જ મરે છે. સમુદ્રમાં માછલાની જેમ જીવ એકલો સંસારમાં ભમે છે. ૮૯. માતા-પિતા-પ્રેમાળ ભાઈ–મિત્ર-સ્વામી દુર્ગતિમાં પડતા જીવને બચાવી શકતા નથી. ૯૦. પ્રાણી રક્ષામાં તત્પર એક ધર્મ જ મહાપોતની જેમ સમુદ્રમાં પડતા જીવની રક્ષા કરવામાં સમર્થ થાય છે. ૯૧. તેથી કસાઈખાનાનો ત્યાગ કરીને ધર્મમાં જ પ્રવૃત્ત થાઓ. કાલકૂટ ઝેરને છોડીને કોણ અમૃતની ઈચ્છા ન કરે? ૯૨. એમ તેણે વિવિધ પ્રકારના સુંદર વાક્યોથી બંધવર્ગને બોધ પમાડ્યો. જેને અભયકુમાર પાસેથી બોધ પ્રાપ્ત થયો હોય તેનામાં તેવી પ્રતિબોધક શક્તિ હોય એ સ્થાને છે. (ઉચિત છે.) ૯૩. ધર્મના એક માત્ર રહસ્યને જાણનાર અભયકુમારને પોતાના ગુરુ માનતા સુલસે પાપો છોડી દીધા. મેરુપર્વત જેવા દઢ સમ્યકત્વને ધારણ કરનાર સુલસે અધિક હર્ષથી વિધિપૂર્વક ધર્મનું હંમેશા પાલન કર્યું. ૯૪. એ પ્રમાણે શ્રી જિનપતિ સૂરિ પટ્ટલક્ષ્મી ભૂષણ શ્રી જિનેશ્વર સૂરિ શિષ્ય શ્રી ચંદ્રતિલક ઉપાધ્યાય વડે વિરચિત શ્રી અભયકુમાર મહર્ષિ ચરિત્ર અભયાંકમાં આદ્રકુમારનો પ્રતિબોધ, દદ્રાંકદેવની ઉત્પત્તિ હાર અને બે ગોલકનો લાભ, તુલસના પ્રતિબોધનું વર્ણન કરતો આ પાંચમો સર્ગ પૂર્ણ થયો, શ્રી સંઘનું શુભ થાઓ. ૧. હક્કો – એક સામાન્ય હાક પાડનારો માણસ ન થયો. અર્થાત્ સત્વહીન થયો.
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy