SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૧૨૭ છઠ્ઠો સર્ગ હર્ષથી ભરાયેલ શ્રેણિકે ચેલ્લણાને ઉત્તમ હાર અર્પણ કર્યો. ઉત્તમ સ્નેહ ધરાવતા શ્રેણિકે બે ગોળા અભયની માતાને અર્પણ કર્યા. ૧. નંદાએ મત્સરપૂર્વક રાજાને કહ્યું તમે બે ગોળા આપીને મારી મશ્કરી કરો છો. કન્યાની જેમ શુ હું આ ગોળાની સાથે રમું? એમ કહીને નંદાએ ક્રોધથી બે ગોળાને દીવાલની સાથે અફળાવ્યા. જેમ માળામાંથી પડેલું ઈંડું ફૂટી જાય તેમ બંને ગોળા ફૂટી ગયા. ૩. એક કુંડલમાંથી કાંતિથી દિશાને ભરી દેતા સૂર્ય અને ચંદ્ર જેવા તેજસ્વી બે કુંડલ નીકળ્યા. બીજામાંથી બે સુકોમલ દેવદૂષ્ય નીકળ્યા. ૪. તેને જોઈને અત્યંત આનંદિત થયેલી નંદાએ ક્ષણથી પણ લઈ લીધા. ખરેખર વિષાદમાંથી હર્ષ અથવા હર્ષમાંથી વિષાદને પામતા જીવોને એક ઘડીનું અંતર નથી પડતું. ૫. વસ્ત્રો અને કંડલને જોઈને લોભથી ચલ્લણા લેવાની લાલચ થઈ. જેમ જેમ જીવ સંપત્તિને પામે છે તેમ તેમ જીવની તૃષ્ણા વધે છે. ૬. માનિનીએ પોતાના પતિને કહ્યું ઃ હે પ્રિય! મને કુંડલ વગેરે અપાવો જેથી મારા આભૂષણો પરિપૂર્ણ થાય. કેટલું પણ આપવામાં આવે છતાં સ્ત્રીઓને સંતોષ થતો નથી. ૭. અત્યંત નીતિનિપુણ રાજાએ કહ્યું છે દેવી! તું વિચાર્યા વિનાનું બોલે છે. અહીં જે જે સારી સારી વસ્તુઓ છે તે તે તને પ્રથમ આપું છું. ૮. જે જે બાળજનને રમવા ઉચિત છે તે તે તારી બહેનને અનાદરથી આપું છું. તેના ભાગ્યથી ગોળામાંથી નિધિની જેમ વિભૂષણ નીકળ્યા છે. ૯. હે સવિવેકીની પ્રિયા! તું જ કહેશું અહીં આપેલી વસ્તુ પાછી લેવાય? જો આપેલી વસ્તુ ગ્રહણ કરાય તો તે ઉલટીને ચાટવા બરાબર છે. ૧૦. હે ચેટકરાજાની પુત્રી પ્રિયા! શું તને આવું બોલવું શોભે? બીજી સ્ત્રી કરતા કુલવાન સ્ત્રીમાં શું ફરક છે? કેમકે તેઓ પણ વિચારણા કરતા નથી. ૧૧. હે ધીમતી ! તું એકવાર સહજ વગર વિચાર્યે બોલી છો પણ હવે ફરીથી આવું નહીં બોલતી. હે કોમલાંગી! યુક્તિ રહિત વચન બોલાયે છતે લોકમાં – લજ્જાય છે. ૧૨. કોપના વેગના વશથી ચેલ્લણાએ રાજાને મોટેથી કહ્યું આવા વિવિધ ધૂર્તના વચનોથી મુગ્ધ લોક ઠગાય છે. ૧૩. હે પ્રિય! જો મને કુંડલાદિ નહીં અપાવો તો હું નક્કીથી મરીશ. પ્રણયનો ભંગ કરનાર લોકની સાથે જીવવાનું હોય તો તેવા જીવનથી શું? ૧૪. રાજાએ કહ્યું: જો સૂર્ય પશ્ચિમમાં ઉગે અથવા સાગર મર્યાદાને છોડે તો પણ હું આવું નહીં કરું.(આપેલું પાછું નહીં લઉ.) ૧૫. સર્વ બાંધવ જનને ઉપહાસ કરનાર મરણથી તારે મરવું ઉચિત નથી. સમજાવવા છતાં જો તું મરવાના સ્વાગ્રહથી વિરામ પામતી નથી તો તારી ઈચ્છા મુજબ કર. ૧૬. ત્યાર પછી ક્રોધના આવેશથી જેના બે સ્તન ધ્રુજી રહ્યા છે એવી ચેલણા મરવા માટે ગવાક્ષમાં ચઢી. ખરેખર લોભનો વિલાસ દુરંત છે. ૧૭. હું સ્વયં ભુસકો મારું એમ વિચારે છે તેટલામાં વેશ્યાની સાથે આદરથી મંત્રણા કરતા મહાવતને પૃથ્વીતલ ઉપર જોયો. ૧૮. ચેટક રાજાની પુત્રીએ વિચાર્યુઃ એકાંતમાં રહેલા આ લોકો શું મંત્રણા કરે છે તેને ચુપકીથી સાંભળું એમ સમાધિમાં લીન થયેલની જેમ નિશ્ચલ થઈ. ૧૯. મહસેના વેશ્યાએ કહ્યું : હે મારા પ્રિય મહાવત ! રાજહસ્તીનું ઉત્તમ વિભૂષણ ચંપકમાળા મને પહેરવા આપ. ૨૦. જેથી આજે હું વિજય મહોત્સવમાં શ્રેષ્ઠ આભૂષણથી યુક્ત દાસી તરીકે ખ્યાતિને મેળવું. જે તારી કૃપા રૂપી કલ્પવૃક્ષનું સમીહિત ફળ સિદ્ધ થાય. ૨૧. મહાવતે આદરથી કહ્યું છે વિવેકિની ! મેં તને માળા આપી છે એમ રાજા જાણી જાય તો મને ચોરની જેમ મારી નાખે. રર. સર્વ વિપત્તિની ભાઈ એવી હાથીની માળા હું તને નહીં આપું. કોઈ વિચક્ષણ પોતાનું ઘર બાળીને ક્યારેય વરો કરે શું? ૨૩. વેશ્યાએ ઈર્ષ્યાથી કહ્યું : હે પ્રાણપ્રિય! દાસીના મહોત્સવમાં જો આ માળા પહેરવા નહીં
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy