SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૫ ૧૨૫ રસોથી દેહનું લીપન કરીને નાકની આગળ સુગંધિ લેપ કરાવ્યો. ૪૦. પિતાને વિવિધ પ્રકારના મધુર અન્નનું ભોજન આપ્યું. અને અત્યંત કોમળ શય્યામાં સુખપૂર્વક સુવડાવ્યો. ૪૧. જેમ પિત્તથી પીડાયેલ સાકરને પ્રતિકૂળ માને તેમ પાપના ભારથી પીડાયેલ કસાયે સુંદર પણ શબ્દાદિને ઘણાં પ્રતિકૂળ માન્યા. ૪૨. સુતા, ઉઠતા, જાગતા, બેસતા, ભુખ્યા કે પેટ ભરેલ કોઈપણ અવસ્થામાં આણે સર્વથા રતિને પ્રાપ્ત ન કરી. ૪૩. તેવા પ્રકારની ચેષ્ટા જોતા સુલસને ભય ઉત્પન્ન થયો. ઉત્પાતની પરંપરા જોઈને કયો મનુષ્ય ક્ષોભ નથી પામતો? ૪૪. અભયકુમારની પાસે જઈને તેણે સર્વ નિવેદન કર્યું. નંદાના પુત્ર વિના બીજો કોણ કાર્યનો ઉપાય બતાવે? ૪૫. ઔત્પાતિકી આદિ બુદ્ધિના ધણી અભયકુમારે કહ્યું ઃ તારા પિતાએ જીવોની હિંસા કરીને સાતમી નરક પૃથ્વીના ઘોર પાપો બાંધ્યા છે તે જેમ પાણી ભરેલા ઘડામાં પાણી ન સમાય તેમ આના આત્મામાં નહીં સમાતા પાપો ઉછળવા લાગ્યા છે. ૪૭. કારણ કે અતિ ઉગ્ર પુણ્ય-પાપનું ફળ ત્રણ વર્ષ, ત્રણ માસ, ત્રણ પક્ષ કે ત્રણ દિવસોથી ફળે છે. ૪૮. તેથી આને અતિ બિભત્સ શબ્દાદિ વિષયોનો અનુભવ કરાવે કારણ કે સન્નિપાતીને કડવું ઔષધ આપાય છે. ૪૯. ઘરે જઈને અભયના વચન ઉપર વિશ્વાસને ધારણ કરતા સુલસે અતિતીક્ષ્ણ કાંટાવાળી શય્યામાં પિતાને સુવાડ્યો. ૫૦. અતિદુર્ગધ મારતા મળથી તેનું શરીર લેપાવ્યું. રસ વગરનું ઉકાળેલું તીખું ભોજન કરાવ્યું. ૫૧. અત્યંત ક્ષારવાળું ઉષ્ણ અને તીખું પાણી પીવડાવ્યું. ગધેડા અને ઊંટોના કર્કશ અવાજો સંભળાવ્યા.પર. કાણા–વામન–પંગઅંધ વગેરે પુરુષોના ચિત્રો બતાવ્યા. પાપના ઉદયથી સુખને અનુભવતા આણે આ પ્રમાણે કહ્યું: ૫૩. હે વત્સ! માખણથી પણ કોમળ અતિ સુંદર શય્યા છે. નાસિકાને પ્રિય સુગંધના સંભારવાળું વિલેપન છે. ૫૪. હે વત્સ ! દેવના ભોજનને ચઢી જાય તેવું આ સુસ્વાદિષ્ટ ભોજન છે. શું આ માન સરોવરમાંથી લાવેલ શીતલ મધુર પાણી છે? પપ. હે વત્સ! બે કાનથી અમૃત સમાન શબ્દો સાંભળું છું તે શું અપ્સરાઓનું ગાયન છે? ૫૬. દેવલોકમાં રહેનારા, પૂર્વે નહીં જોયેલા જીવોના જે સુંદર રૂપો દેખાય છે તેનું કોઈ મૂલ્ય નથી. અર્થાત્ ઘણાં કિંમતી છે. ૫૭. પોતાના જીવનમાં આવા પ્રકારના સુખનો ક્યારેય અનુભવ કરેલ નથી જ્યારે ભાગ્ય લાગે ત્યારે દશા વળે છે. ૫૮. હે વત્સ! સુપુત્ર થઈને પણ તે શા માટે મને પહેલાથી કારણ વગર આવા પ્રકારના સુખોથી વંચિત રાખ્યો? ૫૯. પિતાની સેવા પ્રકારની ચેષ્ટાને અને વચનને જાણીને સુલસે વિચાર્યું. આ (પિતાની આ પરિસ્થિતિ) ભવનિર્વેદનું સુંદર કારણ છે. ૬૦. હા હા મારા પિતાને આ ભવમાં હિંસાથી ઉત્પન્ન થયેલ મહાપાપનો કેવો વિપાક થયો? ૬૧. પણ કાળ અને મહાકાલ વગેરે જેમાં ઉત્પન્ન થયા છે એવી દુર્ગતિમાં ભવાંતરમાં આ દુઃખને કેવી રીતે સહન કરી શકશે? ૨. સુલસ આ પ્રમાણે વિચારતો હતો અને બીજા સ્વજનો આક્રંદ કરતા હતા ત્યારે કાલશૌકરિક શરણ વિનાનો મરણ પામ્યો. ૬૩. મરીને સાતમી નરકભૂમિમાં અપ્રતિષ્ઠાન નામના આવાસમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળો નારક થયો. ૪. ભેગાં થઈને બધા ભાઈઓએ સુલસને કહ્યું : હે સુબુદ્ધિ ! ક્રમથી આવેલ પિતાના પદને શોભાવ. ૬૫. તારી કૃપાથી સ્વજનો અને સેવકો જીવે છે. પ્રભુતા અને લોકના તોષને જાણતો તું નિરુધમ કેમ બેઠો છે? ૬૬. અમારે મન નક્કીથી તું કાલશકરિકના સ્થાને છે કેમકે નીતિમાનોએ સ્વામીના પુત્રને સ્વામી સમાન માનવો. ૬૭. સુલસે કહ્યું તમે સારું નથી કહ્યું કેમકે હું કોઈ આવા પાપકર્મમાં નહીં પડું. ૬૮. જીવઘાતથી મળતા પ્રભુત્વનું અને ભાઈઓના થતા પોષણનુ મારે કોઈ કામ નથી. કારણ કે તે દુર્ગતિના કારણો છે. ૬૯. ભાઈઓએ કહ્યુંઃ શું તારા પૂર્વજો મૂખ હતા જેઓએ સ્વજન અને અન્યનું ભરણપોષણ થાય એવું
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy