SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૧૨૪ કહ્યું : ૯. હે રાજનું ! ઈન્દ્ર દેવ સભામાં તારી જેવી પ્રશંસા કરી તેવો તું છે અથવા તો તેનાથી પણ તું વિશેષ છે. ૧૦. હે સત્ત્વના ભંડાર ! પ્રકાશ પણ અંધકાર બની જાય. મેરુ પર્વત ચલાયમાન થાય, પાણી પણ સળગે અથવા અમૃત પણ ઝેર બની જાય કદાચ સૂર્ય પશ્ચિમમાં ઉગે તો પણ તું સમ્યકત્વથી ચલાવી શકાય તેમ નથી. ૧૨. કદાચ સમુદ્રની મોટાઈના પારને પમાય પણ તારી મોટાઈના પારને સર્વથા પામી શકાય તેમ નથી. ૧૩. મારા જેવો તારી કેવી પૂજા કરી શકે? તો પણ હું દીવાના વાટ સમાન પૂજા કરું છું. અર્થાત્ અલ્પ પૂજા કરું છું. ૧૪. તું હાર અને બે ગોળાને ગ્રહણ કર. જે માણસ તૂટી ગયેલ હાર અને ગોળાને સાંધશે તે મરણ પામશે. ૧૫. એમ કહીને બે ગોળા અને એક હાર આપીને દેવ ક્ષણથી ઈન્દ્રજાળ જોવાયાની જેમ અદશ્ય થયો. ૧૬. મગધરાજાના રાજ્યનું જેટલું મૂલ્ય હતું તેટલું મૂલ્ય એક હારનું હતું તે સુનિશ્ચિત છે. ૧૭. રાજાએ કપિલાને બોલાવીને ગૌરવસહિત કહ્યું હે શુદ્ધમતી ! સાધુઓને આદરપૂર્વક ઘણી ભિક્ષા આપ. ૧૮. તું જે માગીશ તો હું સર્વ નક્કીથી આપીશ. એક બાજુ મારું વચન છે બીજી બાજુ ઉત્તમ મુનિદાન છે. ૧૯. કપિલાએ કહ્યું હે રાજન્ ! તું મને સર્વથી સુવર્ણમય કરે છે અર્થાત્ મારા ભારોભાર સવર્ણ આપે અથવા મને મારી નાખે તો પણ હું દાન નહીં આપું. ૨૦. મુનિને દાન આપીને હજુ સુધી મેં મારા આત્માને કલંકિત કર્યો નથી તો હમણાં મામુલી કારણથી મારા આત્માને દૂષિત નહીં કરું. ૨૧. તેને લોહચુંબક સમાન જાણીને રાજાએ છોડી દીધી. પછી કાલશૌકરિક કસાયને કહ્યુંઃ ધૂળની જેમ કસાયના ધંધાનો ત્યાગ કર. રર. તું ધનને માટે આવા પ્રકારનું પાપ કરે છે તો હું તને ઘણું ધન આપીશ જેથી તું કુબેર જેવો થશે. ૨૩. તેણે કહ્યું કસાયપણું કેવી રીતે પાપ ગણાય? કેમકે તેના આધારે ઘણાં જીવો જીવે છે. ૨૪. હું તેનો કેવી રીતે ત્યાગ કરું? ખરેખર મને બીજું કંઈ પ્રિય નથી. કસાઈનો વ્યવસાય કરતો કરતો હું મરીશ. ૨૫. આ પાપી હિંસાથી વિરામ પામશે નહિ એટલે તેને નરક સમાન કૂવામાં ઉતાર્યો. ૨૬. અરે પાપી! હિંસા કરતો તું નરકમાં પડીશ એમ બોલતા રાજાએ તેને અહોરાત્ર કૂવામાં રાખ્યો. ૨૭. રાજાએ ભગવાન પાસે જઈને જણાવ્યું કે હે પ્રભુ! આઠ પહોર સુધી કસાયને હિંસા કરતા અટકાવ્યો છે. ૨૮. જિનેશ્વરે કહ્યું ઃ આણે કૂવામાં રહીને માટીમાં પાંચશો પાડાને ચીતરીને માર્યા છે. ર૯. હે રાજન્ ! કપિલા અને કાલશૌકરિક બંને અભવ્યના આત્માઓ દુર્ગધી લશણની જેમ પોતાના સ્વભાવને છોડતા નથી. ૩૦. અવશ્ય ભાવીભાવ અન્યથા થવાનો નથી. આ પ્રમાણે સંબોધિત કરાયેલ રાજા પ્રભુને નમીને ઘરે ગયો. ૩૧. ભવ્ય જીવોના પ્રતિબોધને માટે ભગવાને પણ અન્યત્ર વિહાર કર્યો. અથવા નક્કીથી સૂર્ય જગતમાં ઉદ્યોત કરીને અન્યત્ર ચાલ્યો જાય છે. ૩ર. કેટલોક કાળ ગયે છતે કાલશૌકરિકને મરણ નજીક આવ્યું કેમ કે જીવોની આ પ્રકૃતિ છે. ૩૩. હંમેશા પાંચશો-પાંચશો પાડાને મારતા તેણે જે પાપને ઉપાર્જન કર્યુ તે અત્યારે ઉદય પામ્યું. ૩૪. તેના પ્રભાવથી શરીરમાં મહારોગો ઉત્પન્ન થયા અને પીડાને ઉત્પન્ન કરી અથવા તો જે અપાય છે તે મેળવાય છે. ૩૫. હે પિતા! હે માતા! હે તાત! હે ભક્ત સુલતાના પુત્ર! હું મરી ગયો, હું મરી ગયો, એમ વારંવાર બરાડા પાડ્યા. ૩૬. તેની પાસે રહેલા બીજા પણ દુઃખથી દુઃખી થયા. આંખે આંસુ સારતા લોકો કરુણ સ્વરે રડ્યા.૩૭. પિતાની પાસે રહેલા સુલસે પિતાને હર્ષ ઉત્પન્ન કરવાની ઈચ્છાથી લાવણ્ય જળની વાવડી સમાન, સૌંદર્યના ઉત્કર્ષ ધામ, નૃત્યમાં પ્રવીણ વેશ્યાઓ પાસે વેણું–વીણા-મૃદંગ વગેરે વાજિંત્રોપૂર્વકના ગીતોથી મધુર સ્વરવાળા સંગીતને કરાવ્યું. ૩૯. તથા કપૂર-કસ્તૂરીથી મિશ્રિત ચંદનના
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy