SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૫ ૧૨૩ નિષેધ કર્યો. અર્થાત્ જીવે તોય સારું નહીં અને મરે તોય સારું નહીં. ૭૯. નરકપાતને સાંભળીને મગધેશ્વર ધ્રુજી ઉઠયો કેમકે નરકનું દુઃખ સાંભળીને પણ ભય ઉત્પન્ન થાય છે. ૮૦. રાજાએ કહ્યું : હે જગન્નાથ ! તમે સ્વામી હોતે છતે મારે શા માટે નરકમાં જવું પડે? કેમ કે કલ્પવૃક્ષ હોતે છતે ગરીબાઈ રહેતી નથી. ૮૧. ભગવાને કહ્યું હે રાજન્ ! તે નરકનું આયુષ્ય બાંધી લીધું છે. તેથી તારે અવશ્ય નરકમાં જવાનું છે. અન્યથા થવાનું નથી. ૮૨. હે રાજનું! દેવો દાનવો, ચક્રવર્તીઓ અથવા અમારા જેવા તીર્થકરો નિકાચિત કર્મને અન્યથા કરી શકતા નથી. ૮૪. આગામી ચોવીશ જિનેશ્વરોમાં તું પદ્મનાભ નામે પ્રથમ તીર્થકર થઈશ તેથી ફોગટ ખેદ ન કર. ૮૫. રાજાએ ફરી જણાવ્યું કે સંનિપાત ઘણો આકરો હોય તો પણ સર્વેદ્ય મતિથી વિચારીને યથાયોગ્ય ઔષધ આપે છે. ૮૬. હે નિર્મળ કેવળજ્ઞાનરૂપી લોચનને ધરનાર જિનેશ્વર ! દુર્ગતિમાંથી બચાવે તેવો કોઈક ઉપાય મને બતાવો. ૮૭. સમાધાન માટે જિનેશ્વરે કહ્યું ઃ હે રાજન્ ! જો તું કપિલા બ્રાહ્મણી પાસે સાધુ-સાધ્વીઓને ભાવથી દાન અપાવે છે તો જો તું કાલશકરિક પાસે કતલખાનું બંધ રખાવે તો જેમ ડીંટીયામાંથી ફૂલનો છુટકારો થાય તેમ તારો નરકથી છુટકારો થાય. ૮૯. અથવા તો સોમનાથ કયારેય મરશે નહીં અને આચાર્ય કાષ્ઠ ઉપર (ચિતા ઉપર) ચડાવશે નહીં એ નિશ્ચિત છે. ૯૦. ભગવાનની વાણીને સંજીવની સમાન માનીને મગધેશ્વર જિનેશ્વરને પ્રણામ કરીને નગર તરફ ચાલ્યો. ૯૧. એટલામાં રાજાની પરીક્ષા કરવા તે જ (દક્રાંક) દેવ પાણીમાં જાળથી માછલા પકડતા મુનિને બતાવ્યો. ૯૨. તેને બોલાવીને રાજાએ કહ્યું : હે મુનિ ! તમે આ શું આરંભ્ય છે? આણે કહ્યું હું માછલા વેંચીને ઉત્તમ કંબલ (કામળી) ને લઈશ.૯૩. હે નરેશ્વર ! તેનાથી શરીરને ઢાંકીને વર્ષાકાળમાં હું અપ્લાયિક જીવોની રક્ષા કરીશ કારણ કે ધર્મનું મૂળ દયા છે. ૯૪. રાજાએ વિચાર્યું : આ મુનિ મુગ્ધબુદ્ધિ છે જે એકેન્દ્રિયની રક્ષા કરવા પંચેન્દ્રિયનો ઘાત કરે છે. ૯૫. પાપાંશથી ભય પામેલો આ ઘણાં ગાઢ પાપમાં લપેટાયો. અહો! હવાડાથી ભય પામેલો આ કૂવામાં પડ્યો. ૯. રાજાએ આને કંબલ અપાવી. શાસનનો ઉદ્દાહ ન થાય એ હેતુથી કુપાત્રને પણ કંબલ અપાય છે. ૯૭. પછી દેવે નગરમાં જતા રાજાને દુકાનોમાં કપર્દક (કોડી = ધન) ને માગતી એક ગર્ભવતી સાધ્વીને બતાવી. ૯૮. તે સાધ્વીને જોઈને રાજા ઘણો ખેદ પામ્યો. તેવું અજુગતું જોઈને કયો સુશ્રાવક ન દુભાય? ૯૯. અરે ! હા આ શાસનનું બીજું માલિન્ય ઉત્પન્ન થયું. દુકાળ શાંત થયો તો તીડનું આગમન થયું. ૭૦૦. હા ભાગવતી દીક્ષા લઈને આવા પ્રકારની મુગ્ધ સાધ્વી કેવી રીતે પાલન કરે છે? એમ વિચારીને તેને બોલાવીને રાજાએ કહ્યું: ૦૦૧. તું બીજું અકાર્ય કરીને શા માટે પ્રગટ કરે છે. જો માંસ ભક્ષણનું પાપ કરાય તો તેને પ્રગટ કરવા ગળે હાડકાં બંધાય? ૨. હું તારી સર્વ સારસંભાળ કરાવીશ એમ કહીને રાજાએ તેને ગુપ્ત રાખી. અથવા તો પોતાની જંઘાને ઉઘાડી પાડવાથી જીવ સ્વયં લજ્જાય છે. ૩. પ્રસવ નજીક હોવાથી સર્વ કળાને જાણનારા રાજાએ સ્વયં આની સૂતિકર્મની વ્યવસ્થા કરી કેમકે તે વેળા તેવા પ્રકારની છે. ૪. આની પ્રસૂતિની એવી દુર્ગધ ઉઠી કે જેથી નાસિકા ફાટી જાય તો પણ આને જૈનશાસન પ્રત્યે દુર્ભાવ ન થયો. ૫. જનમવા માત્રથી બાળક દેવમાયાથી એવો રડ્યો જેથી તેનો અવાજ ત્રણ શેરી સુધી પહોંચ્યો. ૬. તેને જોઈને શ્રાવકોમાં શ્રેષ્ઠ રાજા અત્યંત વ્યથાને પામ્યો. મેં ઉપાય કરીને તેના પૂર્વના સર્વ પાપો છુપાવ્યા હમણાં એવી કોઈ સૂઝ (સમજ) પડતી નથી કે આને (શાસનના ઉડ્ડાહને) કઈ રીતે બચાવવું. અથવા આભ ફાટે ત્યાં થીગડું કયાં દેવું? ૮. એટલામાં રાજાની જૈનશાસનમાં નિશ્ચલતા જોઈને સ્વાભાવિકરૂપ કરીને દેવે હર્ષથી આ પ્રમાણે
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy