SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૧૨૨ પાણીમાં વસતા આ જળચરો રુચિ મુજબ ઉપર જાય છે, નીચે ડૂબકી મારે છે, તિરછુ ચાલે છે. પ૩. તથા અમૃત સમાન શીતળ જળનું પાન કરે છે. અથવા અમૃતની તો ફક્ત કથા જ છે. ખરેખર પાણી એ જ અમૃત છે. ૫૪. તરસ્યો થયો હોવા છતાં દ્વારપાળના ભયથી દરવાજાને છોડીને કોઈ તળાવ ઉપર ન ગયો. સેવકનું જીવન કષ્ટદાયક છે. પ૫. જેમ શ્લોકાદિને સારી રીતે ગોખવા પ્રવૃત્ત થયેલો મંદબુદ્ધિ શિષ્ય રટણ કરે તેમ પિપાસાથી પીડિત સેટુંક પાણી પાણી એમ રટણ કરવા લાગ્યો. ૫૬. મરીને નગરના દરવાજાની બહાર વાવડીમાં દેડકારૂપે ઉત્પન્ન થયો. ખરેખર જીવ જે લેગ્યામાં મરે છે તે લેગ્યામાં (ગતિમાં) ઉત્પન્ન થાય છે. ૫૭. હે રાજનું ! જાણે દેડકાના ઘણાં સભાગ્યોથી પ્રેરાયેલા ન હોય તેમ અમે ફરી પણ તારા નગરમાં આવ્યા. ૫૮. હે રાજન્ ! સર્વ લોક અમને વંદન કરવા ઉધુક્ત થયો ત્યારે વાવડી ઉપર પનીહારિઓએ આ પ્રમાણે સંલાપ કર્યો. ૧૯. તેમાંથી એક બોલી : હે બહેન! શું આજે કોઈ મહોત્સવ છે જેથી લોકો એક તરફ મુખ રાખીને હર્ષથી જાય છે. ૬૦. બીજીએ આક્ષેપ સહિત કહ્યું : હલા! તું શ્રીમંતની પુત્રી છે કે મૂર્ખ છે? એટલું પણ જાણતી નથી કે જેના ચરણોમાં ચાકરોની જેમ ઈન્દ્રો આળોટે છે તે આ શ્રીમાન્ મહાવીર પરમાત્મા ઉધાનમાં સમોવસર્યા છે. ૨. જો તું આને જાણતી નથી તો કંઈપણ જાણતી નથી. કેમકે નબળી આંખોવાળો પણ સૂર્યના ઉદિત મંડળને જાણે છે. ૬૩. આવા સંલાપોને સાંભળીને સંજ્ઞી દેડકાએ વિચાર્યુઃ પૂર્વે મહાવીર એ પ્રમાણેનું નામ નક્કી કયાંક સાંભળ્યું છે. ૬૪. ઊહાપોહ કરતા તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. જે આગળ ભવિષ્યના પ્રતિબોધની વાર્તાનું નિવેદન કરનાર ન હોય તેમ હું માનું છું. ૬૫. દેડકાએ વિચાર્યું. તે વખતે મને દરવાજા ઉપર મૂકીને દ્વારપાળ જેને વંદન કરવા ગયો હતો તે આ મહાવીર પરમાત્મા પધાર્યા છે. દ૬. તેથી જેમ આ લોકો જિનેશ્વરને વંદન કરવા જાય છે તેમ હું પણ જાઉ કેમકે તીર્થ સાધારણ છે અર્થાત્ કોઈપણ જીવ તીર્થની આરાધના કરવા હકદાર છે. ૬૭. કૂદતો કૂદતો દેડકો અમને જલદીથી વંદન કરવા આવ્યો. તારા ઘોડાની ખૂરથી યુરીની જેમ આ છૂંદાયો. ૬૮. શુભધ્યાનમાં રહેલો આ મરીને દક્રાંક દેવ થયો. કેમકે ભાવ (અંતરનો શુભ પરિણામ) સૂર્યના પ્રકાશ જેવો છે, ક્રિયા આગિયાના પ્રકાશ સમાન છે. ૬૯. ઈન્દ્ર દેવસભાની પર્ષદામાં તારા સમ્યકત્વની પ્રશંસા કરી. કેમકે સમ્યગ્દષ્ટિ જીવોને અન્યોના ગુણોમાં પણ પક્ષપાત હોય છે. ૭૦. હમણાં ભરતક્ષેત્રમાં શ્રેણિક મહારાજા જેવો બીજો કોઈ જિનધર્મનો શ્રદ્ધાળુ નથી. મણિઓ ઘણાં છે પણ ચિંતામણિ સમાન કોણ છે? જેમ પવન સુમેરુપર્વતને ડગાવી શકતો નથી તેમ દેવો સહિત ઈન્દ્ર પણ શ્રેણિક રાજાને જૈનધર્મમાંથી ચલાયમાન કરી શકે તેમ નથી. ૭૨. જેમ ભારે કર્મી જિન વચનની શ્રદ્ધા કરતો નથી તેમ તેણે ઈન્દ્રના વચનથી શ્રદ્ધા ન કરી. પછી તે આ દર્દરાંક દેવ તારી પરીક્ષા કરવા આવ્યો. ૭૩. હે રાજન્ ! દેવે ગોશીર્ષ ચંદનથી અમારા બે ચરણનું વિલેપન કર્યું. બાકીનું બધું તારી શ્રદ્ધાને તોડવા માટે કર્યું છે. ૭૪. ફરી પણ રાજાએ કહ્યું : હે પ્રભુ ! તમારી આ વાત મને સમજમાં આવી પણ મંગળ અને અમંગળ વચનનું કારણ સાંભળવા ઈચ્છું છું. ૭૫. ભગવાને કહ્યું : હે પ્રભુ! તમે દુઃખમય સંસારમાં કેમ રહો છો? મોક્ષમાં જાઓ. (અને અનંત સુખના ભોકતા બનો) એ અભિપ્રાયથી મને મરો એમ દર્દરાંક દેવે કહ્યું . ૭૬. હે રાજનું! જીવતા જ તારે સુખ છે પણ મરીને તારે નરકમાં જવાનું છે એ હેતુથી તને જીવ એમ કહ્યું. ૭૭. અભય જીવતા ધર્મની આરાધના કરશે મરીને દેવલોકમાં જશે તેથી તેના વિશે બંને પ્રકારનું વચન કહ્યું. ૭૮. કાલશકરિક જીવશે ત્યાં સુધી પાપ કરશે મર્યા પછી સાતમી નરકમાં જશે. તેથી બંને રીતે એનો
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy